Feeds:
Posts
Comments

Posts Tagged ‘મહાત્માગાંધી’

નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય

ગુજરાતાને ગુજરાતીઓને થતા અન્યાય ની વાત નવી નથી. પણ આ સમસ્યા, વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી વકરી.

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના હેતુઓઃ

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના આમ તો બે હેતુઓ હોવા જોઇએ. પણ નહેરુવીયન શાસનમાં અને ખાસ કરીને નહેરુવંશીઓ અને તેમના પૂજારીઓમાં ત્રણ હેતુઓ થયા હતા.

ગાંધીજીનો રાજકારણમાં આવવાનો હેતુ ફક્ત સમાજ સેવા હતો.

વલ્લભભાઈ પટેલનો હેતુ દેશની એકતા અને દેશની સેવા એમ હતો. દેશની એકતા અને તે માટે યોગ્ય વહીવટ જો સત્તા હોય તો સરળ અને ઝડપી બને. તેથી વલ્લભભાઈ પટેલે સત્તા સ્વિકારેલી. એટલે એમ કહી શકાય કે વલ્લભભાઈ પટેલનો રાજકારણમાં રહેવાનો હેતુ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

મોરારજી દેસાઈ નો હેતુ પણ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

જવાહર લાલ નહેરુનો હેતુ સર્વોચ્ચ સત્તા અને દેશ સેવા એમ હતો. એટલે કે વલ્લભભાઈ પટેલ અને નહેરુ ના હેતુઓ બાબતમાં પ્રાથમિકતા અલગ અલગ હતી.

આમાં ગુજરાતને અને ગુજરાતીઓને અન્યાય થવાની વાત ક્યાં આવી?

નહેરુ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ અને તેમના વલણોઃ 

૧૯૪૭ પહેલાં તો દેશ માં રજવાડા હતા અને તે સિવાયના ભારત ઉપર એજન્સી સરકારનું રાજ હતું. એટલે જે વિકાસ થતો તે દેશી રજવાડાઓને હિસાબે થતો હતો. અંગ્રેજોની એજન્સી સરકાર જેટલો તેમના લાભમાં હોય તેટલો વિકાસ પોતાના પ્રત્યક્ષ તાબા હેઠળના પ્રદેશોમાં કરતી.

તે વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓને હજી સત્તાનો નશો અને મદ ચડ્યા ન હતા અને સૌ કોઈ ગાંધીજીના વ્યક્તિત્વ અને “સાદાઈ” પ્રત્યે અને “દેશ પ્રથમ” એ ભાવના પ્રત્યે જણે અજાણે સકારાત્મક વલણ અપનાવતા હતા. પણ જેવી સ્વતંત્રતા પ્રાપ્તિ નજીકમાં દેખાઈ એટલે કેટલાકની અને ખાસ કરીને નહેરુની પ્રાથમિકતા બદલાઈ. આમ પણ કોંગ્રેસમાં જુથવાદ તો હતો પણ તે વૈચારિક વધુ અને હોદ્દા પ્રાપ્તિ માટે પ્રમાણમાં ઓછો એ પ્રમાણે હતો. કારણ કે ગાંધીજીની આંખની શરમ તેમને નડતી હતી. સૌથી ઓછી આ આંખની શરમ નહેરુને નડતી હતી. તેથી જેવી સ્વતંત્રતા નજીક આવી કે તૂર્ત જ નહેરુએ વડપ્રધાન પદની દાવેદારી કરી.

આ અગાઉ પણ સરદાર પટેલની ઉપર “તેઓ મૂડી વાદીઓના પીઠ્ઠુ છે” તેવી વાતો પણ નહેરુના અનુયાયીઓ દ્વારા ફેલાવામાં આવતી. પણ વલ્લભભઈ પટેલનું વ્યક્તિત્વ વિશિષ્ઠ અને ઉચ્ચ હતું તેથી વલ્લભભાઈ પટેલના સપોર્ટર વધુ હતા.

વડાપ્રધાન પદ માટે નહેરુના નામની કોઈપણ પ્રદેશ સમિતિએ ભલામણ કરી ન હતી.

વલ્લભભાઈ પટેલના નામની ભલામણો થઈ હતી.

નહેરુ જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ આ વાત નહેરુને કરી. હવે જો નહેરુ નિરપેક્ષ અને નૈતિક રીતે લોકશાહીવાદી હોત તો તેમણે કહેવું જરુરી હતું કે “હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું.” પણ નહેરુ એવું કશું જ ન બોલ્યા. પણ તેમણે પોતાનું મોઢું તંગ કર્યું હતું.

કેટલાકનું  માનવું છે કે નહેરુએ ગાંધીજીને ધમકી આપી કે તેઓ કોંગ્રેસનું વિભાજન કરશે. આ વાત સાચી હોય અને સાચી ન પણ હોય. પણ ગાંધીજી વિચક્ષણ હતા તે વાત નકારી ન શકાય. તેઓ નહેરુના ચહેરા ઉપરથી કશુંક અમંગળ બને તેવી શક્યતા પામી શક્યા હોય. ગાંધીજીને લાગ્યું કે હાલ તૂર્ત કોંગ્રેસના ભાગલા પડે તો દેશ પણ અનેક ભાગોમાં વિભક્ત થઈ જાય. એક વખત બધું ઠરી ઠામ થઈ જાય અને કમસે કમ પાકિસ્તાન રહિત ભારત તો પાકિસ્તાન રહિત ભારત પણ, જો અકબંધ રહે તો સારું.

જુઓ આ લીંકઃ

http://www.youtube.com/watch?v=94LGke-lFKc&feature=related

Rajiv Dixit on Mahatma Gandhi

ગાંધીજી એ આમ એટલા માટે વિચાર્યું કે જ્યારે બંધારણ ઘડાશે અને ચૂંટણીઓ થશે ત્યારે પ્રજા જે ઈચ્છશે તે જ વડાપ્રધાન થશે.

હાલનો નિર્ણય તો કામચલાઉ છે.

લોકશાહીમાં તો લોકોનો નિર્ણય જ સર્વોપરી રહેશે.

વળી ગૃહપ્રધાન પદ માટે તો વલ્લભભાઈ પટેલ અનિવાર્ય જ છે.

વલ્લભભાઈ પટેલની તબિયત પણ વિદેશી પ્રવાસો માટે અનુકુળ ન હતી.

તે વખતના સંજોગોના સંદર્ભમાં ગાંધીજીનો નિર્ણય બરાબર હોઈ શકે.

ધારો કે વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થયા હોત તો નહેરુને ગૃહખાતું આપવું પડ્યું હોત. નહેરુ પાસે એવી આર્ષ દૃષ્ટિ ન હતી અને વહીવટી નિપૂણતા પણ ન હતી. નહેરુની સમસ્યા કહો તો સમસ્યા, માનસિકતા કહો તો માનસિકતા અને સ્વભાવ કહો તો સ્વભાવ, સમસ્યાઓના નિવારણને પ્રલંબિત અવસ્થામાં રાખી દેવાનો હતો. આવી વૃત્તિ નવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને મૂળ સમસ્યા તો ઉભી રહે છે જ

વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા અને વહીવટી નિષ્ણાત હતા. દેશના હિતમાટે સત્તાને તેઓ અછૂત માનતા ન હતા. બધા પ્રશ્નો લોકજાગૃતિની વિચાર ધારા વડે ઉકેલી શકાતા નથી તે વાત તેઓ ગાંધીજી જેટલા જ પ્રમાણમાં કે તેથી વધુ પ્રમાણમાં જાણતા હતા તેથી તેઓ ગૃહપ્રધાનપદ અને નાયબવડાપ્રધાન પદ સ્વિકારવા તૈયાર થયા.

વલ્લભભાઈ પટેલને વડાપ્રધાનપદ ન મળે એ વાત વલ્લભભાઈ પટેલના અનુયાયીઓને ન ગમે તે સ્વાભાવિક છે. અને આ વાતથી નહેરુ માહિતગાર હતા. તેથી નહેરુ “સર્વોદયવાદી સમાજવાદ” ની વાતો કરતા હતા. આ વાત વાસ્તવમાં નહેરુની એક ચાલ હતી કે જેથી વલ્લભભાઈ પટેલના અનુયાયીઓમાં અને ગાંધીવાદીઓમાં ભ્રમ ઉભો કરી શકાય અને તેમને કમસે કમ દહીં દૂધમાં રાખી શકાય.

દેશના કમનસીબે વલ્લભભાઈ પટેલ ૧૯૫૦માં ખરાબ તબિયતને કારણે અવસાન પામ્યા. તેથી નહેરુનો મુખ્ય પ્રતિસ્પર્ધી દૂર થયો. તે પછી જે પ્રતિસ્પર્ધી રહ્યા તેમને દૂર કરવા તે નહેરુ માટે ડાબા હાથનો ખેલ હતો. નહેરુના દેશી અને વિદેશી સંપર્કો સૌથી વધુ હતા. સ્વાતંત્ર્યની લડત દરમ્યાન સેનાનીઓનું આશ્રયસ્થાન નહેરુનું નિવાસસ્થાન રહેતું હતું. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી હોદ્દાની રુએ સુખસગવડની જોગવાઈ, અનુમતિ અને તે માટેના રાજકીય પ્રમાણ પત્રની અપેક્ષા નહેરુ જ સંતોષી શકે. નહેરુએ જયપ્રકાશ નારાયણ અને રાજાજીને (ચક્રવર્તી રાજગોપાલાચારીને) અનુક્રમે વેદીયા અને જુનવાણી ઠેરવી દૂર કર્યા. મૌલાના આઝાદ, ગોવિંદવલ્લભ પંત, મદનમોહન માલવીયા વિગેરેને સર્વોચ્ચ પદની અપેક્ષા ન હતી. તેઓ કાળક્રમે ટાઈમસર પ્રભુને પ્યારા થયા. 

તમે કહેશો કે નહેરુ અને વલ્લભભાઈ વચ્ચેનો વિખવાદ તો વૈચારિક હતો. એમાં ગુજરાત અને ગુજરાતીઓ ક્યાં આવ્યા? વળી મહાત્માગાંધી તો ગુજરાતી હતા, અને નહેરુ તો મહાત્મા ગાંધીનું નામ લેતા થાકતા ન હતા. તો પછી નહેરુને ગુજરાતી દ્વેષી કેમ કહેવાય?

નહેરુનો રાજકારણમાં મુખ્ય હેતુ સત્તા અને સર્વોચ્ચ પદ હતો. દેશની સેવા એક આડ પેદાશ તરીકે હતી. તેમની ખુરસી સર્વોચ્ચ હોય અને આ ખુરસી સલામત રહે તે માટે તેમનું મગજ ક્રિયાશીલ રહેતું. પ્રસાર માધ્યમો તેમને આધિન રહેતા. તેમનું વ્યક્તિત્વ જ નાટકીય હતું. તેઓ વાંચ્યા વગર શબ્દોની રમત રમી શકતા હતા. જેમને બદનામ કરવા હોય તેમને બદનામ કરાવી શકતા હતા કે કરી શકતા હતા.

ગાંધીજીની સાદગી, સર્વોદયવાદ અને શાસકીય અહિંસા પરત્વે નહેરુનું વલણ સકારાત્મક ન હતું. એટલે વિરોધીઓને પછાડવામાં તેઓ વ્યુહરચના કરી શકતા હતા. ગાંધીજીના દેશી અને વિદેશી સંપર્કો નહેરુ કરતાં વિશાળ હતા. ગાંધીજીના કદ આગળ નહેરુ તો વામન હતા, તેથી તેમનો દ્વેષ કરવો નહેરુને પોષાય તેમ ન હતો. તેથી ન છૂટકે તેઓ ગાંધીજી પાસે ચૂમાઈને ચૂપ રહેતા. ગાંધીજીની સાદગી વિષે તેમના અનુયાયીયો અફવા ફેલાવતા “ગાંધીજીની સાદગી નભાવવા સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. જો કે આ નો દાખલો ફક્ત એક જ અવારનવાર દોહરાવવામાં આવે છે જે “અંગ્રેજ સરકારે ગાંધીજીને વટોઘાટો માટે તેડવા માટે સ્પેસીયલ ટ્રેન દોડાવેલી. ટ્રેન એટલે એન્જીન અને ડબ્બો. એક બનાવ બન્યો. તેમાં થયેલ ખર્ચને કોઈ આધાર વગર અને ગણત્રીહીન રીતે  તમે “લાખ રુપીયા” ઠેરવી દીધો. અને પછી “લાખ”ના કર્યા “લાખો”.   એક જુઠ સો વાર બોલો એટલે તે અવાર નવાર બન્યું હશે તેમ ગણાઈ જાય.

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાન મંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાન મંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાન નો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

મહાત્મા ગાંધીની બકરીની બદામ અને ઈન્દીરા ગાંધી.

સાદાઈની વાતો થતી હતી ત્યારે ઈન્દીરા ગાંધીએ ગાંધીજીની સાદાઈની મજાક ઉડાવેલી. તેમણે કહેલ કે ગાંધીજીની બકરીને બદામ ખવડાવવામાં આવતી હતી.એટલે કે ગાંધીજી બદામ ખાધેલી બકરીનું દુધ પીતા હતા. આ વાત સમાચાર પત્રોની હેડલાઈનો બનેલા. ગાંધીજીની સાદાઈ નભાવવા માટે સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. અને ગાંધીજી ની બકરીનો ખોરાક બદામ હોય. આ બીજી વાત તો “બકરીકી તીન ટાંગ” જેવી હતી. પણ સમાચાર પત્રોની હેડ લાઈન ઉપર ચમકી એટલે એક ગાંધીવાદી તંત્રીશ્રીએ ખુલ્લો પ્રશ્ન કર્યો કે આ વાત માન્યામાં આવે તેમ નથી . પણ જો આ સત્ય હોય તો  કોઈ ગાંધીજીનો અંતેવાસી આ વાત વિષે સ્પષ્ટીકરણ કરે. એક અંતેવાસીએ સ્પષ્ટતા કરેલ, કે એક વખત ગાંધીજીની બકરી માંદી પડેલ. એટલે એક વૈદ્યે કે ડૉક્ટરે, તેને એક બે દિવસ દવા તરીકે બદામ ખવડાવવાનું સૂચવેલ. ગાંધીજીની બકરીને આ સિવાય ક્યારેય બદામ ખવડાવવામાં આવી ન હતી.  એક વાત સમજવાની   છે. જ્યારે કોઈ ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિ એક વાત ( જે આંચકો આપે તેવી હોય અને તેવું જુઠાણું પણ હોય) ફેલાવે ત્યારે તેને વ્યાપક પ્રસિદ્ધિ મળે. પણ તે જુઠ્ઠી વાતની સચ્ચાઈ જ્યારે કોઈ નાનો માણસ બતાવે ત્યારે તેની સચ્ચાઈને એવી પ્રસિદ્ધિ મળતી નથી. ગાંધીજીની સાદાઈની વાતને નહેરુવંશીઓએ મજાક બનાવેલી છે. જે નુકશાન કરવાનું હતું તે થઈ જ ગયું છે.

સરદાર પટેલ તરફનું નહેરુનું અસભ્ય વર્તનઃ

સરદાર પટેલ ની પ્રતિભા નહેરુને ખૂંચતી હતી. અને તેમણે સરદાર પટેલની સાથે અનેક વાર એવી કઢંગી રીતે વર્તેલા કે તે પછી સરદાર પટેલે તેમને મળવાનું ટાળેલ. આ બનાવનો ઉલ્લેખ એમ કે કે નાયર જેઓ સરદાર પટેલ અને વીપી મેનન બંનેની ખાસ નજીકના અને ૧૯૪૭ આઇએએસ કેડરના અધિકારી હતા.

કેબીનેટમીટીંગમાં વાત શી હતી અને નહેરુ શું બોલ્યા હતા?

વાત હતી હૈદરાબાદની. અને તેને કબજે લેવા માટેના પોલીસ એક્સનની હતી. નહેરુ, સરદાર પટેલ ને ઉંચા અવાજે તાડૂક્યા; તમે પૂરેપૂરા કોમવાદી છો. અને હું તમારા સૂચનો અને ભલામણ માં ભાગીદાર નહીં બનું.” આના પ્રતિભાવમાં સરદાર પટેલ ચોંકી ગયા હતા અને પ્રતિકારમાં સરદાર પટેલ કંઈપણ બોલ્યા વગર,  કાગળો લઈ કેબીનેટની બહાર નિકળી ગયા હતા. જોકે નાયરે આ બનાવનો દિવસ બતાવ્યો નથી. પણ મોટેભાગે આ કેબીનેટ મીટીંગ હૈદરાબાદની મુક્તિ પહેલાના એક અઠવાડીયા પૂર્વેની હશે. સરદાર પટેલ હૈદરાબાદના અંગત સૈન્ય રઝાકારોનો જો સામનો કરવો પડે તો તે સામનો પલીસ એક્સન દ્વારા અને જરુર પડે તો સૈન્યદ્વારા કરવા માગતા હતા. જ્યારે નહેરુ આ સમસ્યા યુનો મારફતે હલ કરવાના મુડમાં હતા.

સરદાર પટેલની સળંગ સફળતાઓથી નહેરુ, મનોમન ગુજરાતીઓના દ્વેષી બની ગયા હતા. તેઓ આ કારણને લીધે ગાંધીવાદીઓથી પણ નારાજ હતા. વલ્લભભાઈ પટેલ મૃત્યુ પામ્યા એટલે નહેરુની ઘાત ગઈ. નહેરુનો સરદાર પટેલ તરફનો દ્વેષ ૧૫મી ડીસેમ્બર ૧૯૫૦ના રોજ છતો થયો જ્યારે સરદાર પટેલે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. નહેરુએ તત્‌કાલીન મુંબઈપ્રાંતના કેબીનેટ સેક્રેટરી વીપી મેનનને બે નોંધ મોકલી. એક નોંધમાં સરદાર પટેલની કાર પરત કરવી. અને બીજી નોંધ માં એ સૂચન હતું કે જે અફસરો સરદાર પટેલની સ્મશાન યાત્રામાં જવા માગતા હોય તેમણે પોતાને ખર્ચે જવું. નાયર આગળ લખે છે કે વીપી મેનને બધા અફસરોની મીટીંગ બોલાવી અને જેઓ સરદાર પટેલની અંતેષ્ટીમાં જવા ઈચ્છતા હતા તેમનું એક લીસ્ટ બનાવ્યું. વીપી મેનને એ જાહેર ન કર્યું કે સૌએ પોતાના ખર્ચે જવાનું છે. પણ તેમણે સૌની એર ટીકીટ ખરીદી અને તે સૌની ચૂકવણી તેમણે પોતાના ખીસ્સાના પૈસે કરી. નહેરુ ગુજરાતીઓની વિરુદ્ધમાં હતા તે માટે વિશેષ પુરાવાઓની જરુર રહેતી નથી. પણ પુરાવા વધુ પણ મળશે. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં ગાંધીજીનું અને સરદાર પટેલનું  જ્યાં સુધી કોંગ્રેસ ઉપર વર્ચસ્વ હતું અને નહેરુ તેમના આશ્રિત હતા ત્યાં સુધી ગુજરાતી નેતાઓ ની આવડત પ્રતિષ્ઠા પામતી પણ જેવા તેઓ અવસાન પામ્યા, તેમને હમેશા અમુક હદે રોકવામાં આવ્યા છે. 

નહેરુવીયનો અને મોરારજી દેસાઈઃ     

સરદાર પટેલ પછી ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ મોરારજી દેસાઈ બન્યા. કોંગ્રેસની વિદેશ નીતિ વિવાદાસ્પદ હતી અને ઘણાને પસંદ ન હતી. તેમાં મોરારજી દેસાઈ એક હતા. પણ મોરારજી દેસાઈ શિસ્તમાં માનતા અને મોવડીમંડળ જે સૈદ્ધાંતિક નિર્ણય લે તેને વળગી રહેવું અને તેનો બચાવ પણ કરવો તેમને શિસ્તમાટે જરુરી લાગતું હતું. કોંગ્રેસની એક સિદ્ધાંત નીતિ એ પણ હતી કે ભાષાવાર પ્રાંત રચના કરવી. અને તે પછી જે તે પ્રાંતની ભાષામાં વહીવટ કરવો. કોંગ્રેસ પ્રદેશ સમિતિઓની રચના પણ આ પ્રમાણે જ ક્યારનીય કરવામાં આવેલી.

મુંબઈનો વિશિષ્ઠ દરજ્જો હતો. મુંબઈ ગુજરાતીઓએ વસાવેલ. અને તેનો વિકાસ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી ૨૦થી ૨૫ ટકા, પ્રોપર્ટી ૭૦ ટકા અને ઔદ્યોગિક માલિકી ૯૦ ટકા હતી.

મુંબઈ કોંગ્રેસ પ્રદેશ સમિતિ અલગ હતી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અલગ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિ પણ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ રાજ્યો હતા. મુંબઈ આવકનું સાધન હતું ગ્રામ્યવિસ્તારોમં મરાઠી બહુમતી હતી. અને મુંબઈમાં પણ મરાઠી લોકો ૪૦થી ૪૫ ટકા હતા. કોંગ્રેસે શરુઆતમાં મધ્યમાર્ગ અપનાવ્યો અને 1956ના અંત ભાગે દ્વીભાષી રાજ્ય કર્યું.

૧૯૫૫-૫૬માં આંદોલનો થયાં હતા. મરાઠી જનતા અને નેતાઓને સંતોષ ન થયો. એટલે તેમણે આંદોલન ઉપાડ્યું હતું અને તેનો પડઘો ૧૯૫૭માં પડવાનો હતો. એવો પ્રચાર થયો કે ગુજરાતીઓ મુંબઈ મહારાષ્ટ્રને મળે તે બાબતમાં આડખીલી રુપ છે. સીડી દેશમુ્ખે રાજીનામું પણ આપેલ. (જો કે સીડી દેશમુખ એક વિવાદાસ્પદ વ્યક્તિ હતા. તેમને વિષે ઘણા વિવાદો અને વિસંવાદો છે)  દ્વીભાષી રાજ્ય થયું અને ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચલાવ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને કારણે કોંગ્રેસની સત્તા દ્વીભાષી મુંબઈમાં ટકી ગઈ. ખરી રીતે નહેરુએ મોરારજી દેસાઈનો આભાર માનવો જોઇએ. પણ મોરારજી દેસાઈ ને જનતાના રોષ નો ભોગ બનાવાયા. જે મરાઠી અને ગુજરાતી પ્રજા સેંકડો વર્ષોથી હળી મળીને રહેતી હતી તેમની વચ્ચે વિખવાદ ઉત્પન્ન કરાયો.

વડાપ્રધાન પદને ન શોભે તેવા નહેરુના ઉચ્ચારણો નીચે પ્રમાણે હતા. “મરાઠી ભાઈઓ તમે શું કામ દ્વીભાષી મુંબઈ રાજ્યથી નાખુશ છો. તમને તો અમે ગુજરાતીઓ ઉપર રાજ કરવાની તક આપી છે.”

“મરાઠી ભાઈઓને જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ.”

 ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ. નહેરુની કેન્દ્ર સરકારે ગુજરાતમાં સરકારી નોકરોનું પગાર ધોરણ સુધરવા ગ્રાન્ટ આપેલ. જીવરાજ મહેતાએ નહેરુને વહાલા થવા માટે તે પરત કરેલ. જો જીવરાજ મહેતાએ તે વખતે જ સરકારી નોકરોના પગાર ધોરણો સુધારી નાખ્યા હોત તો ઘણા જ નોકરો લાંચ રુસ્વત ની બદીથી અળગા રહી શક્યા હોત. વિદેશોમાં સરકારી નોકરો યાતના ભર્યું કૌટુંબિક જીવન જીવતા હોતા નથી. તેમના પગાર સારા હોય છે. આપણે ત્યાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવો ઘાટ હોય છે.

મોરારજી દેસાઈ કાયદાના રાજમાં માનતા હતા. મુંબઈમાં ગુજરાતીઓ ઉપર હુમલાઓ થતા. અને ગુજરાતીઓએ હિજરત કરવી પડેલી. ગુજરાતી મરાઠી વૈમનસ્ય નહેરુએ ઉત્પન્ન કરેલ. મોરારજી દેસાઈને મહારાષ્ટ્રમાં મરાઠીઓ ધિક્કારતા હતા. મોરારજી દેસાઈને કેન્દ્રમાં લેવામાં આવેલ અને નાંણા ખાતું આપેલ. નહેરુને મોરારજી દેસાઈની આર્થિક નીતિ પસંદ ન હતી. નહેરુની આગાહીઓ ખોટી પડતી હતી. અને મોરારજીની આગાહીઓ સાચી પડતી હતી. આ બાબતો ખાસ કરીને જાહેર સાહસો બાબતે હતી. ખાનગી ક્ષેત્રોને કારણે દેશ પ્રગતિને પંથે હતો. પણ લાંબો પંથ કાપવાનો હતો. ચીનની ઘુસણખોરીથી દેશ ત્રસ્ત હતો. ૧૯૬૨માં ચીને આક્રમણ કરી આસાન વિજય પ્રાપ્ત કર્યો અને ૭૪૦૦૦ ચોરસ માઈલ ભરતીય જમીન કબજે કરી. આ બાબત તેણે ઉભી કરેલી માગણી કરતાં ૧૨૦૦૦ ચોરસ માઇલ વધુ હતી. ચીને તે ૧૨૦૦૦ ચોરસ માઈલ જમીન ખાલી પણ કરી. વિનોબા ભાવેએ ચીનને વધાઈ આપી કે ચીન એક એવો એક માત્ર દેશ છે જે જીતેલી જમીન પાછી આપી રહેલો છે. પણ નહેરુએ અગાઉ એવી ફીશીયારી મારેલ કે ચીનને આગળ વધતું આપણે અટકાવીશું ત્યારે જ અટકશે. આપણા સમાચાર પત્રોએ એવી હેડ લાઈન  છાપેલ કે “ચીની લશ્કર પાછું જઈ રહ્યું છે”  જાણે કે સંદેશ એવો હોય કે ભારતીય લશ્કર ચીની દળોને હટાવી રહ્યું છે. આ બધી વાતો બહુ લાંબી છે. પણ મોરારજી દેસાઈ નહેરુના એક નવા ગુજરાતી પ્રતિસ્પર્ધી બની ગયા હતા.

૧૯૬૨માં ગુજરાતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો. અવિભાજીત મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. અને તેઓ નહેરુના ખાસ માનીતા હતા. એટલે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાયા. ગુજરાતમાં મોરારજી દેસાઈની શક્તિને કાપવા માટે તેમણે મોરારજી દેસાઈને કામરાજપ્લાન હેઠળ દૂર કર્યા. પણ ગુજરાત મોવડીમંડળ ઉપર મોરારજી દેસાઈનો પ્રભાવ ચાલુ રહ્યો. નહેરુ એક બીજો દાવ પણ ખેલ્યા તે “લોકશાહી વાદી સમાજવાદી સમાજ રચના. અને આ ઓઠા હેઠળ તેમણે પ્રજાસમાજવાદી પક્ષના સભ્યોનો પક્ષ પલ્ટો કરાવ્યો. તેમની ધારણા હતી કે ગમે ત્યારે આ નેતાઓની મારે નહીં તો મારી દિકરીને જરુર પડશે.

ગુજરાત મોવડી મંડળે ૧૯૬૨માં મુખ્યમંત્રીને સૂચના આપેલ કે જે નેતાઓ વિષે વિવાદો છે તેમને મંત્રી મંડળમાં ન લેવા. પણ જીવરાજ મહેતાએ રસિકલાલ પરીખ ગ્રુપને મંત્રી મંડળમાં લીધું અને તેથી મોરારજી દેસાઈએ ચિમનભઈ પટેલ મારફત જીવરાજ મહેતાની સરકાર પાસે રાજીનામુ અપાવ્યું અને બળવંતરાય મહેતા મુખ્ય મંત્રી બન્યા. આ બધી બાબતોથી નહેરુ નારાજ હતા. નહેરુએ ગોઠવણ કરેલી કે પોતાના અનુગામી તરીકે મોરારજી ન આવે પણ પોતાની દિકરી જ આવે જેથી નહેરુની ક્ષતિઓ બહાર ન આવે.

મોરારજી દેસાઈને ખુબ ખુબ બદનામ કરવામાં આવતા હતા. મોરારજી જીદ્દી છે, મોરારજી રાક્ષસ છે, વડાપ્રધાન થવાના સ્વપ્ના જુએ છે. મોરારજી સત્તા ભૂખ્યા છે. અર્થ તંત્રને શિર્ષાસન કરાવેલ. સમાચાર પત્રો મોરારજી દેસાઈની ઠેકડી ઉડાડવામાં આગળપડતા રહેતા હતા. છતાં ગુજરાત મોવડી મંડળમાં મોરારજી દેસાઈનું પ્રભૂત્વ રહ્યું હતું. જ્યારે નહેરુ અવસાન પામ્યા ત્યારે તૂર્ત જ એવા સમાચાર પ્રગટ થયા કે વડાપ્રધાનની ખુરસી ઉપર મોરારજી દેસાઈએ પહેલી પોતાની હૅટ ફેંકી. નહેરુના મૃતદેહને બે દિવસ જનતાના દર્શન માટે રાખી મુકવામાં આવેલ. તમે એક અશક્ત, માંદા અને વૃદ્ધ વ્યક્તિના કુદરતી મ્રૂત્યુ પછી સોગીયું મોઢું સતત ન રાખી શકો.

પત્રકારો, કેટાલાક પત્રકારો સતત મોરારજી ને સકંજામાં લેવાને આતુર રહેતા હતા. એક વાર તેઓ કોઈ કોંગી બંધુએ કરેલી રમૂજ પર હસ્યા. તૂર્ત જ કોઈ એક પત્રકારે કેમેરાની ચાંપ દબાવી દીધી, અને તે હસતા ચહેરાને નહેરુના મૃતદેહ સાથે જોડાયેલો રાખ્યો. જનતાને મેસેજ આપ્યો કે કે “જુઓ આ મોરારજી દેસાઈ જેઓ લોકલાડીલા માનવંતા વડાપ્રધાનના મૃતદેહની પણ આમન્યા રાખતા નથી અને હંસી મજાક કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં પણ આ ફોટો છપાએલ. ટૂંકમાં મોરારજી દેસાઇને યેનકેન પ્રકારેણ બદનામ કરવાની એક પણ તક ન જાય તેનું ઘણા અખબારો અને નહેરુના મળતીયાઓ બારીકાઇથી ધ્યાન રાખતા હતા.

નહેરુની વ્યુહરચના પ્રમાણે તેમના મૃત્યુ પછી ઇન્દીરા ગાંધીને વડપ્રધાન બનાવવાના હતા. પણ લાલબહાદુર શાસ્ત્રી સીનીયર હતા અને તેમના ખુદના શબ્દો પ્રમાણે “મૈં સાધુ નહીં હું.” એમ કહી પોતાનો દાવો અસ્તિત્વમાં છે એમ કહી ચૂકેલા. નહેરુએ રચેલી સીન્ડીકેટે તેમને પ્રધાન મંત્રી બનાવેલ. મોરારજીને અળગા રાખેલ.

લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક મોત પછી ફરીથી મોરારજી દેસાઈનો વડાપ્રધાન માટેનો દાવો અસ્તિત્વમાં આવતો હતો. પહેલાંની જેમજ તેમની સામે મજકના સૂર રેલાયા હતા. મોરારજી દેસાઈનો દાવો એ કારણ થી હતો કે તેઓ સીનીયર હતા. પણ અખબારી મૂધ્યન્યો એ એમ કહ્યું કે ઈન્દીરા ગાંધી સીનીયર છે. કારણ કે ઈન્દીરાની હેઠળ મોરારજી દેસાઈએ કામ કર્યું છે. પણ ઈન્દીરાએ કદી પણ મોરારજી દેસાઈની હેઠળ કામ કર્યું નથી. એક સમયે ઈન્દીરા ગાંધી કોંગ્રેસ પ્રમુખ હતા, તેથી દરેક કોંગ્રેસીએ ઇન્દીરા ગાંધી હેઠળ કામ કર્યું કહેવાય. એટલે મોરારજી દેસાઈએ પણ ઇન્દીરા હેઠળ કામ કર્યું કહેવાય. જો આ માપદંડ ને લંબાવીએ તો ઢેબરભાઈ અને લાલબહાદુર શાસ્ત્રી પણ કોંગ્રેસ પ્રમુખ હતા. જવાહરલાલ નહેરુએ પણ ઇન્દીરા સહિત આ બધાની હેઠળ કામ કર્યું કહેવાય. પણ નહેરુવંશના આશકોના માપદંડ રબરના હોય છે અને તેને લાંબા ટૂંકા કરી શકાય છે. આમ મોરારજી દેસાઇને ફરીથી નકારાયા અને તેમના દાવાને અર્થહીન ગણાવાયો. તેમને સત્તાથી વિમુખ કરાયા.

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં ઈન્દીરાઈ નેતૃત્વવાળી આ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કેટલાક રાજ્યોમાં તેણે સત્તા ગુમાવી. ગુજરાતમાં પાતળી બહુમતી મળી. કોંગ્રેસ મોવડી મંડળની આંખ ઉઘડી. તેમને થયું કે આતો ઈન્દીરાને મદદ કરવામાં આપણે ક્યાંયનાય નહીં રહીએ. એટલે મોરારજી દેસાઈને લાવો.

મોરારજી દેસાઈ ની વાત કરીએ તો તેઓ ઈન્દીરા ગાંધી કરતાં બધી જ રીતે ઉચ્ચ કક્ષાના હતા. તેઓ બધી રીતે ગાંધીવાદી હતા. જે સાચું હોય તે જ કહેતા. મૂલ્યોના ભોગે કશું મેળવવામાં માનતા નહીં. કડવા ઘુંટડા પી જતા હતા. દેશ હિતનો ખ્યાલ રાખતા. તે નિડર હતા. નિપુણ વહિવટ કર્તા હતા. આઈ સી એસ અધિકારી હતા પણ દેશસેવા માટે તેનો ત્યાગ કરી રાજકારણમાં જોડાયા હતા. આની સામે ઇન્દીરા ગાંધી બધી જરીતે શૂન્ય હતા. તેમના બધા જ માર્ક્સ તે નહેરુનું સંતાન હતા એ વાતમાં આવતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી નો વડાપ્રધાન પદ માટે નંબર લાગી શકે પણ મોરારજી દેસાઈનો નંબર ન લાગે કારણ કે તેઓ ગુજરાતી હતા.

મોરારજી દેસાઈના બધા જ ગુણોને તેમની ગેરલાયકાત તરીકે જોવામાં આવતા હતા.

તેમની દૃઢતાને તેમની જીદ સમજવામાં આવતી.

તેમના સિદ્ધાંતને તેમનું વેદીયાપણું ગણવામાં આવતું,

તેમના મૂલ્યનિષ્ઠ પ્રતિભાવોને/પ્રતિકારોને નાટક ગણવામાં આવતું.

તેમના વર્તનોમાં સંદર્ભોને અવગણવામાં આવતા અને વિરોધાભાસ તરીકે તેને ચગાવવામાં આવતા હતા.

તેમની વહીવટી કુશળતાને કઠોરપણું સમજવામાં આવતું હતું.

તેમની આર્ષ દૃષ્ટિને નકારવામાં આવતી અને મજાક પણ કરવામાં આવતી હતી.

તેમની અગમચેતીને નકારવામાં આવતી અને બંધછોડ કરવા કહેવામાં આવતું હતું.

તેમના અનુભવને બીન જરુરી માનવામાં આવતો હતો.

તેમની તંદુરસ્તી અને ચપળતાને કશું સ્થાન ન હતું, પણ તેમની ઉંમરને વૃદ્ધત્વ ગણવામાં આવતું હતું,

તેમના સામુહિક રીતે લેવાયેલા નિર્ણયોને અને તેમાં બીજાઓએ દાખવેલી વહીવટી કચાસને મોરારજીને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવતો હતો,

તેમની કાર્યકુશળતા થી મળતા પરિણામોમાં બીજા ભ્રષ્ટ નેતાઓનું ભાવી અંધકારમય થતું હતું, તેથી પણ મોરારજી દેસાઈનો પ્રગતિનો પથ બીજા નેતાઓને ખૂંચતો હતો. જો મોરારજી દેસાઈ એક વખત સર્વોચ્ચ સત્તા સ્થાને આવી જાય તો તેમને હઠાવવા મુશ્કેલ હતા. નહેરુ અને ઈન્દીરા ગાંધી જેવા નેતાઓ જો સર્વોચ્ચ પદે આવે તો, બીન-ગુજરાતી નેતાઓને ચાલી શકે કારણ કે કમસે કમ તેમની દુકાનો બંધ થતી ન હતી. પણ જો એક વખત મોરારજી દેસાઈ સર્વોચ્ચ સ્થાને આવી જાય તો તો તેમની દુકાનો જ બંધ થઈ જાય. ગુજરાતીઓ વિષે સામાન્ય ખ્યાલ આવો છે.

ગુજરાતના બીજા નેતાઓ પણ હતા. ઢેબરભાઈને એક વખત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવેલ. ઢેબરભાઈ શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા. તેઓ ગાંધીવાદી હતા. તેઓ કેમ આગળ ન આવ્યા તે એક સંશોધનનો વિષય છે. મનુભાઈ શાહ એક કુશળ અને કુશાગ્રબુદ્ધિવાળા નેતા હતા. મનુભાઈ શાહનું મહત્વ જ્યાં સુધી મોરારજી દેસાઈ કેન્દ્રમાં હતા ત્યાં સુધી રહેલ. બળવંતરાય મહેતાનું કસમયે મૃત્યુ થયેલ. ચિમનભાઈ પટેલ એક ભડના દિકરા હતા. કેન્દ્રની કોંગીમાં કોઈની સાડીબારી ન રાખે તેવા અને અઠંગ સંયોજક હતા. પણ ખાટલે ખોડ એ હતી કે તેઓ વિવાદાસ્પદ હતા અને તેમનો વહીવટ સાફસુથરો ન હતો. તેથી તેઓ જનતામાં પણ બદનામ થયેલ. તેઓ પાટલી બદલુ હતા તે તેમનો મોટો માઈનસ પોઈન્ટ હતો. જો કે આવા તો અનેક નેતાઓ બીન ગુજરાતી રાજ્યોમાં હોય છે. પણ આતો ગુજરાતી હતા એટલે જો આડા ફાટે તો વગોવવા જ રહ્યા એવું નહેરુવંશીઓ માનતા.

હવે ગુજરાતને મળ્યા છે નરેન્દ્ર મોદી. અને તમે જુઓ છો કે તેમના હાલ નહેરુવીયનો જ નહીં પણ આપણા ગુજ્જુ  સમાચારપત્રો ના ધુરંધરો  અને મોટાભાગના જાણ્યા અને અજાણ્યા કટાર લેખકો કેવા આદુખાઈને પડ્યા છે.

મમતા બેનરજી અને બંગાળી

મમતા બેનરજી, બંગાળ, અને બંગાળીઓના હિત માટે બધાજ કોંગી નેતાઓના બધા જ ગુનાઓ પછી ભલે તે ક્રીમીનલ કક્ષાના હોય તો પણ પ્રણવ મુખરજીને તેઓ બંગબંધુ હોવાના નાતે સપોર્ટ કરેછે.

આ દંભી મમતાને ઓળખો. આ જ મમતા બેનરજી ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે ઈંદીરા કોંગ્રેસ સામે શરુ કરેલ આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ પક્ષે આંદોલનમાં ઝુકાવ્યું હતું. જયપ્રકાશ નારાયણ ની જીપ ઉપર તેઓ નાચ્યાં હતાં. ૧૯૭૫માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદીને સૌને કોઈપણ ગુનાના અસ્ત્વિત્વ વગર જેલમાં પૂરેલ. ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી અને તેમાં થયેલા કેટલાક અત્યાચારોમાં પ્રણવ મુખરજી સહભાગી મદદગાર હતા. આ વાત કાયદેસરના રેકોર્ડ ઉપર છે. છતાં પણ જ્યારે આ પ્રણવ મુખરજીને દેશના રાષ્ટ્ર પ્રમુખ કરવાની વાત આવી ત્યારે આ મમતાએ ઓળઘોળ કરીને પ્રણવ મુખરજીને તેમના પક્ષના મત અપાવ્યા અને પોતે પણ પ્રણવ મુખરજીને જ મત આપ્યો.

પ્રતિભા પાટિલ અને મરાઠી માણુસ

આવી કથા મરાઠીમાણુસ પ્રતિભા પાટિલ ની પણ છે. પોતાને કોંગીના જાની દુશ્મન ગણાવતા શિવસેનાના પ્રમુખ અને મરાઠી માણુસ બાલાસાહેબ ઠાકરેએ પણ પોતાના પક્ષના મતો કોંગીની પ્રતિભા પાટિલને જ અપાવેલ.

આપણા હૈયા ફુટ્યા ગુજ્જુ નેતાઓ અને વિદ્વાનો વિષે આગળ વાત કરીશું

(ચાલુ)

 

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ નહેરુ, નહેરુવીયન, નહેરુવંશી, મહાત્માગાંધી, સરદાર પટેલ, સમાજવાદ, સર્વોદયવાદ, લોકશાહી સમાજવાદ, મોરારજી દેસાઈ, ગુજરાતી,  દ્વીભાષી મુંબઈ, મહારાષ્ટ્ર, મરાઠી, પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Read Full Post »

તેઓ શા માટે ગંધાઈ ઉઠે છે?

સંસ્કૃતમાં એક મુહાવરું છે કે સત્યં બ્રૂયાત્‌ પ્રિયં બ્રૂયાત્‌ ન બ્રૂયાત્‌ સત્યં અપ્રિયમ્‌ એટલે કે સાચું બોલવું જોઇએ પ્રિય બોલવું જોઇએ, સત્યને અપ્રિય લાગે તેવી રીતે બોલવું ન જોઇએ.

તેની સાથે મેળમાં બેસે એવું ગુજરાતીમાં છે, “અંધાને અંધો કહે, કડવું લાગે વે, હળવે રહીને પૂછીએ શાથી ખોયા નેણ. એટલે કે “એય, આંધળા, તૂં આંધળો કેમ કરતાં થયો?” એવીરીતે પૂછવાને બદલે જો એમ કહીએ કે અરે ભાઈ, તમે કેમ કરતાં આંખો ગુમાવી?” તો આંધળા ભાઈને ખોટું ન લાગે.

પણ હવે આ આંધળા ભાઈના પિતાશ્રીને કે માતુશ્રીને પૂછીએ કે “આપના ચિરંજીવીની આંખો કેમ કરતાં ગઈ? શું વિટામીન ની ખામી હતી, કે જન્મજાત ખોડ છે?”

તો પણ આંધળા ભાઈને ખોટું લાગે તો શું? અને તમને બટકું ભરી લે તો શું? તમે તો તેમને કંઈ પણ કહ્યું નથી. છતાં પણ તે તમને કહે કે “તું તારી આંખ સંભાળ. મારી વાત ન કર…”

કાઠીયાવાડીમાં આવી રીતે વર્તનારને “ગંધાઈ ઉઠ્યો” એમ કહેવાય છે.

હા જી, આપણા નરેન્દ્ર મોદીશ્રી એ કહ્યું કે આપણે ગુજરાતના રાજકારણમાં “જ્ઞાતિવાદ કે ધર્મનું રાજકારણ ખેલનારાઓને સફળ થવા દેવા નથી. જ્ઞાતિવાદ અને ધર્મના રાજકારણે યુ.પી. અને બિહારના કેવા બેહાલ કર્યા છે તે આપણે જોયા છે. આપણે અહીં યુપી બિહાર કરવા નથી.”

જ્ઞાતિવાદ અને યુપી-બિહાર

યુપી અને બિહાર માં જ્ઞાતિવાદનું જોર કેટલું છે તે તો તમે ત્યાંની કોઈપણ વ્યક્તિને પૂછો તો તમને કહેશે કે ત્યાં સામાન્ય સંજોગોમાં ૯૫ ટકા વોટીંગ જ્ઞાતિ આધારિત જ હોય છે. આ વાતને નકારવી એટલે દિવસને રાત કહેવા જેવું જ થશે.

યુપી-બિહારમાં ઠાકુર, પંડિત અને લાલા ની લાંબા ગાળા સુધી બોલબાલા હતી. જવાહરલાલ પંડિત હતા. કમલાપતિ ત્રીપાઠી એટલે પંડિત. તે જવાહરલાલની સીન્ડીકેટના નેતા હતા. પણ ઈન્દીરા ગાંધીએ ગરજ પતી એટલે તેમને હાંસીયામાં મૂક્યા. વીપી સિંહ ઠાકુર. તે ચમકી ગયા. યુપી ના ઠાકુરો, આમ તો  બ્રાહ્મણોનું સામાન્ય રીતે માન રાખે છે. લાલાઓ (વાણીયાઓ) પણ બ્રાહ્મણોનું માન રાખે. માયાવતી અને કાંશીરામે દલિતોનો ચોકો જુદો કર્યો. તિલક, તરાજુ ઔર તલ્વાર ઉસકો મારો જુતે ચાર ના સૂત્ર ઉપર દલિતોને એકઠા કર્યા. પણ તેને લાગ્યું કે ઉચ્ચવર્ણની સહાય વગર રાજગાદી નહીં મેળવાય, એટલે ૨૦૦૭માં ઠાકુર અને બ્રાહ્મણોને સાથમાં લીધા. તેમને ટીકીટો આપી. “યહ હાથી નહીં ગણેશ હૈ” કહીને સત્તા ઉપર આવ્યા.

યાદવો દહીં દુધીયા.

તેઓ આમ તો શ્રી કૃષ્ણના વંશજ છે, તો પણ પછાતમાં ગણાય છે. પણ દલિત વળી જુદા હોય છે. છઠ્ઠું પરિબળ મુસ્લિમોનું.

કોઈ પણ ઉમેદવાર, આ છ જાતિઓના નેતાઓને કેટલા લપેટમાં લે છે તેના ઉપર તેના જીતવાના ચાન્સ રહે છે. આ માટે તમારા પક્ષનું માળખું વ્યવસ્થિત હોવું જોઈએ. પૈસા તો ખરા જ. કારણકે જ્ઞાતિના આગેવાનો પૈસા થી જ ખરીદી શકાય. તેમને ઠેકા (વર્ક કોંટ્રાક્ટ) આપવા પડે. યુપી બિહારમાં સરકારી અને બીન સરકારી ટેન્ડરો ગુજરાતની જેમ સીધી રીતે ખુલતાં નથી. ફિલમોમાં બતાવે છે તેવું ત્યાં સાચે સાચ બને પણ છે. મિત્રો અને જ્ઞાતિજનોને તમે તમારા અફસરીપદની રુએ ખટવી શકો તો તે સ્વાભાવિક કહેવાય, અને અયોગ્ય હોય તોપણ ખટવો તો તે તમારી આવડત કહેવાય. પણ આ બધું સ્થાનિક નેતાની સાથે મસલતો કર્યા પછી જ કરી શકાય. સ્થાનિક નેતાને અને ક્યારેક નેતાઓને ખુશ કરીને અને બાંધછોડ કરીને તમારે જેને લાભ અપાવવો હોય તેને અપાવી શકો. આ સ્થાનિક નેતા જ્ઞાતિ આધારિત હોય છે. બુથકેપ્ચરીંગ ઈન્દીરા-રાજીવના સમય સુધી બહુ સામાન્ય વાત હતી. આ બુથ કેપ્ચરીંગ જ્ઞાતિ આધારિત નેતાઓ દ્વારા જ થતું.

જો લતિફ, અમદાવાદમાં અનેક સીટ ઉપર ઉભો રહી બધી જ સીટો ઉપર જીતી શકે તો સમજી લો કે યુપી બિહારમાં કસ્બે કસ્બે લતિફો છે. યુપી-બિહારના જ્ઞાતિવાદ વિષે લખવું હોય તો દળદાર એવા અનેક પુસ્તકો લખી શકાય.

યુપી બિહારમાં સપરમા દિવસે નૃત્યો યોજાય તે સામાન્ય છે. આવા એક નૃત્ય માં એક નૃત્યાંગના સામે એક ઠાકુર લતિફે ૫૦ રુપીયા ફેંક્યા. અને એક જુદા ગીતની ફરમાઈશ કરી. તે ગીત અર્ધું થયું ત્યાં એક દલિત લતિફે ૧૦૦ રુપીયા ફેક્યા અને બીજા ગીતની ફરમાઈશ કરી. એટલે ઠાકુર લતિફે ૫૦૦ રુપીયા ફેંક્યા અને પોતાનું ગીત આગળ ચલાવ્યું. તો દલિત લતિફે ૧૦૦૦ રુપીયા ફેંક્યા. એટલે ઠાકુર લતિફે ધડ ધડ ધડ દઈને ગોળીઓ છોડી અને દલિત લતિફના રામરમાડી દીધા. વાત પૂરી.

લગ્નપ્રસંગે યુપી બિહારમાં બંદૂકોમાંથી ગોળીઓ છોડવી અને તેની રમઝટ પણ બોલાવવી એ આપણે ગુજરાતમાં લગ્નપ્રસંગે ફટાકડા ફોડવા બરાબર છે. ફટાકડાની જેમ ગણત્રી નથી તેમ ત્યાં બંદૂકની ગોળીઓની ગણત્રી કોઈ કરતું નથી.  

જો તમને કસ્બાઓમાં રહેતા કોઈ ભૈયાજી મળી જાય તો આવા દરેક પાસે આવી વાતોનો અખૂટ ખજાનો હોય છે. કાયદો તેમના નેતાને ન અડી શકે તેનો તેમને ગર્વ હોય છે.

આપણે તો અહીં મુખ્ય મંત્રી એવા મોદીકાકાની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા તેમના વિવાદાસ્પદ ઉચ્ચારણોના કારણે ઘણા અખબારી મૂર્ધન્યો શરમથી બેવડા વળી જાય છે.

અમને તો જ્ઞાતિવાદી વોટબેંક જ ખપેઃ

નરેન્દ્ર મોદી શા માટે યુપી બિહાર ન જાય? આવો આગ્રહ કોણે રાખ્યો? જે લોકોને જ્ઞાતિવાદી અને જાતિવાદી મતોનું રાજકારણ કરવું હતું તેવા નિતીશકુમાર અને શરદ યાદવ ને જ વાંધો હતો. યુપીમાં બીજેપી શા માટે ફેલ ગયો? સંજય જોષી કેમ ત્યાં ફેલ ગયા? જો તેમણે વિકાસની રાજનીતિ ચલાવવી હોત તો તેમણે નરેન્દ્ર મોદીના ગુજરાતના વખાણ કરવા પડત. કારણ કે વિકાસની રાજનીતિના સમર્થનમાં દાખલો તો આપવો જ પડે ને. પણ મોદીની પરોક્ષ પણ પ્રશંસા થાય તે તો તેમને પરવડે નહીં. એટલે જ્ઞાતિનું અને જાતિનું જ રાજકારણ કરવું પડે. અને તે માટે સંગઠન બનાવવું પડે. જો તમે સંગઠન વગર પૈસા વેરો, તો રુપીયે રુપીયો પહેલા પગથીયે જ ખવાઈ જાય. સંગઠન રાતોરાત ઉભું થતું નથી. તેના માટે વર્ષો જોઇએ. પૈસા તો નહેરુવીયન કોંગ્રેસ પાસે પણ ક્યાં ઓછા છે!

અયોગ્ય વ્યક્તિ અને બીનકાર્યક્ષમતા એ અનીતિમત્તાનું બીજ

સરકારી હોદ્દો અને ધારાસભ્યનો હોદ્દો કે લોકપ્રતિનિધિત્વનો કોઈપણ હોદ્દો કે તેમના દ્વારા અપાયેલો કોઈપણ હોદ્દો એ પૈસા બનાવવાનું યંત્ર માત્ર છે. આવું તમે યુપી-બિહારમાં ન માનો તો તમે નિરર્થક છો.

આવા યુપી-બિહાર-ઓરિસ્સા ના નેતાઓ યુપી-બિહાર-ઓરિસ્સાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે? રાજસ્થાન, પંજાબ, એમપી, હરીયાણાના પણ લગભગ યુપી-બિહાર-ઓરિસ્સા જેવા જ હાલ છે. પણ પંજાબમાં નહેરોની સગવડ સારી હોવાને લીધે મૂળ પંજાબના મજુરો બીજા રાજ્યોમાં મજુરી માટે ભટકતા જોવા મળતા નથી. રાજસ્થાન, એમ.પી, અને યુપી-બિહાર-ઓરિસ્સા ની જનતાએ રોજી માટે ગુજરાત, મહારાષ્ટ્રમાં આવવું પડે છે.

અન્યાય અને અસંતોષ અને કાર્યદક્ષતાનો અભાવ

જ્યાં જ્ઞાતિવાદી અને જાતિવાદી રાજકારણ હોય ત્યાં વિકાસ ન થાય અથવા ધીમો જ થાય. કેટલાક બીનગુજરાતી, કોંગી અથવા ધર્મનિરપેક્ષીઓ અને અથવા બની બેઠેલા માનવતાવાદીઓ કહેતા હોય છે કે ગુજરાતનો વિકાસ એ એક પ્રચારનો ફુગ્ગો છે, વાસ્તવમાં ગુજરાતનો વિકાસની બાબતમાં પાંચમો નંબર પણ નથી. બિહાર, યુપી, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ગુજરાતથી ક્યાંય આગળ છે. પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતના મજુરો આપણને બિહાર, ઓરીસ્સા, બંગાળ, યુપી એમ.પી કે ક્યાંય મળતા નથી. ગુજરાતમાં આ બધા જ રાજ્યોના માણસો આપણને ભરપૂર માત્રામાં મળે છે. તેમનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધતું જાય છે.

બિહાર અને યુપીની બેકારી તેના રાજકારણમાં રહેલી જ્ઞાતિવાદ ઉપર આધારિત વૉટબેંકની રાજનીતિ છે. તમે જન્મ આધારિત જ્ઞાતિપ્રથાનો માપદંડ રાખો એટલે કે બીજી જ્ઞાતિનો જે વધુ યોગ્યતા વાળો છે તેનો હક્ક ડૂબાડો છો. એટલે બને છે એવું કે જે યોગ્ય વક્તિ હતો તેને અન્યાય થયો એવું લાગે છે. આ વ્યક્તિનો સામાજીક ન્યાયપ્રણાલી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેનો નૈતિકતા ઉપરથી પણ વિશ્વાસ ડગમગી જાય છે. તમે તમારા રાજકીય સ્વાર્થ માટે અનૈતિકતાને વિકસાવો છે. અને પોતાની જ્ઞાતિના પણ પ્રમાણે કરીને અયોગ્ય, એવા માણસને કામ સોંપો છો. આથી  કામની નિપુણતામાં કમી તો આવવાની જ.

ક્રમશઃ આરીતે નીતિ અને નિપુણતામાં ઓટ આવે છે. હવે જે લોકોની નિમણૂંક કરી અને તેની ઉપર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરીક્ષણ કરવાનું હોય છે તેમની દ્રષ્ટિ પણ જ્ઞાતિવાદ ઉપર આધારિત હોય એટલે રાજધર્મ અને કારભારમાં વિનિપાત થાય જ. આવું થાય એટલે સૌ પોતાના ગજવાં ભરે. “જીવો અને જીવવા દો” એટલે કે “લૂંટો અને લૂંટવા દો” નું સૂત્રનો જ અમલ થાય.

જ્ઞાતિપ્રથા અર્થહીન છે

વાસ્તવમાં જ્ઞાતિ પ્રથા એક વાડો છે. જેમ ધાર્મિક સંપ્રદાયો એક વાડો છે તેમ અલગ અલગ જ્ઞાતિ ને આધારે સંગઠન કરવું એ પણ વાડા બનાવ્યા બરાબર જ છે.

જ્ઞાતિ પ્રથાને સનાતન ધર્મનું અનુમોદન નથી.

સનાતન ધર્મ શું કહે છે?

સનાતન ધર્મ માં તો વેદ કહે તે સત્ય. અને ઉપનિષદનો સાર એટલે ગીતા કહે તે સત્ય.

ગીતા જ્ઞાતિવાદ વિષે શું કહે છે?

ચાતુર્વર્ણં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ

ચારવર્ણો મેં(પ્રકૃત્તિએ) ગુણ અને કર્મ પ્રમાણે સર્જ્યા છે.

આનો અર્થ એજ થયો કે પ્રાકૃતિક વર્ણ તો વ્યવસાય ના આધારે જ છે. વ્યવસાય તમે તમારામાં રહેલા ગુણોને આધારે નક્કી કરો છો. એટલે કે આ રીતે થયેલા વર્ણ જ પ્રાકૃતિક છે. જન્મને આધારે નક્કી થયેલા વર્ણ અપ્રાકૃતિક છે એટલે તે સનાતન નથી. એટલે કે તે નિરર્થકતાને કારણે નષ્ટ પામશે.

મનુષ્ય જન્મે ત્યારે તે શુદ્ર હોય છે. તેને બધું શિખવાડવું પડે છે. ક્યાં કુદરતી હાજતો કરવી, કેવીરીતે સ્વચ્છતા રાખવી, કેવીરીતે નાહવું વિગેરે વિગેરે.

પછી થોડો મોટો થાય એટલે તેનામાં મારા તારાનો, અને સંગ્રહ અને દાન અને અધિકારોની વાતો સમજમાં આવે છે. આ વૈશ્ય વૃત્તિ કહેવાય. પછી તેને બીજાના અધિકારોનું રક્ષણ અને ન્યાય ની સમજણ આવે છે. આ ક્ષાત્રીય વૃત્તિ કહેવાય.

પછી તે પુખ્ત થાય એટલે બીજાને પણ સમજણ આપી શકે તેવી તેને અનૂભૂતિ થાય છે અને પોતે સમજે છે કે પોતાનું કશું જ નથી. જે જીવન છે તે બીજને માટે છે. આ બ્રાહ્મણ વૃત્તિ કહેવાય. આમ તો ચારે વર્ણ એક જ મનુષ્યમાં સામેલ હોય છે.

સૌએ બ્રહ્મવૃત્તિ એટલે કે ઈશાવાસ્યવૃત્તિ કેળવવી જોઈએ એમ ગાંધીજીએ ઈશાવાસ્ય ઉપનિષદ વ્યાંચ્યા પછી કહેલું.

શંકરાચાર્યની દ્રષ્ટિએ બ્રાહ્મણના ચારગુણ છે. જન્મે બ્રાહ્મણ, સુંદરતા(સ્વચ્છતા), વિદ્વતા, અને નીતિમત્તા. આ ચારે ગુણોમાં થી ક્રમશઃ એક એક ગુણ ઓછા કરતા જાઓ અને વિદ્વતાને પણ બાદ કરો તો પણ તમે બ્રાહ્મણ કહેવાશો. પણ જો તમારામાં નીતિમત્તા નહીં હોય તો તમે બ્રાહ્મણ નહીં કહેવાઓ. આવી વાત શંકરાચાર્યે બૌદ્ધોને કહેલી. વળી તેમણે કહેલું કે સૌ મનુષ્યનું ધ્યેય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાનું હોવું જોઇએ. એટલે કે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવાનું.

જ્ઞાતિપ્રથાને ઉત્તેજન એટલે સામાજીક વિનીપાત

ઉચ્ચ નીચ જ્ઞાતિઓની વાતો કરવી, અને તેના હક્કમાટેના સંમેલનો યોજવા તે સમાજને અધોગતિએ પહોંચાડવાના કર્મો છે. માણસની જાતિ તો ગુણ અને કર્મોને આધારે છે. અત્યારે વાસ્તવિક જ્ઞાતિઓ તો સરકારી કર્મચારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરીયાતો, મજુરો, કારીગરો, વૈજ્ઞાનિકો, એજંટો, પોલીસો, સૈનિકો, સંદેશવાહકો અને સેવકો છે. આમાં વળી પેટા વિભાગો હોય છે અને ઉપપેટાવિભાગો પણ હોય છે. આમાં તમે જન્મને આધારે ક્યાંથી સંગઠનોની વાતો કરી શકો?

તમે ધારોકે જન્મે પટેલ છો. તો તેમાં ચિકિત્સકો છે, ઉત્પાદકો, નોકરીયાતો, સરકારી નોકરીયાતો, વેપારીઓ, વિગેરે સઘળા છે. તેમનું સામાન્ય હિત શું હોઈ શકે? કશું જ નહીં. સિવાય કે જે જન્મે પટેલ છે તેને તમે એક વાડામાં પૂરો અને તેમની પાસે એક નિશ્ચિત વોટ (દૂધ) આપવાનું કામ કરાવો. પછી છોડી મૂકો એટલે કે દોહીને છોડી મૂકો. તમારો હેતુ આજ હોઈ શકે. બીજો હેતુ શો હોઈ શકે?

હવે જો તમારે વાડા જ કરવા છે, તો જેને ગળ્યું ભાવે છે, જેને તીખું ભાવે છે, જેને તળેલું ભાવે છે જેને બાફેલું ભાવે છે, જેને ફળો ભાવે છે, અને તેમાં પણ પેટાવિભાગો થશે. તેના પણ વાડાઓ કરો ને? કમસે કમ સૌને ભાવતું ખવડાવશો તો પૂણ્ય મળશે.

આમાં તમે જુઓ છો કે સેવકો, સરકારી કર્મચારીઓ અને સંદેશવાહકો બીજા લોકો સાથે ભાગીદારીમાં પૈસા બનાવે છે. વાસ્તવમાં તેમનું ધ્યેય બ્રાહ્મણત્વ સ્થાપિત કરવાનું હોવું જોઇએ. પણ આ સેવકો સમાજીક પતનના માર્ગો અખત્યાર કરી સત્તાનીભૂખ સંતોષવા માગે છે. પ્રજા હિત માટે કોઈ સ્વપ્ન હોય અને સેવા ભાવના હોય તો તે આવકાર્ય છે. આવા લોકો આ ચારવર્ષ દરમ્યાન ગ્રામ્યવિસ્તારોમાં જઈ “માહિતિ અધિકારનો ઉપયોગ દ્વારા”, સરકારને નક્કર સૂચનો દ્વારા અને સહયોગ દ્વારા જનતાનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હોત.

જન્મને આધારે લોકોને ભેગા કરીને ગોકીરો કરવો એ એક અણઘડપણું જ નહીં પણ અધર્મ પણ છે. આ બધી સમાજને તોડવાની ચેષ્ટાઓ છે. સમાજ તૂટશે તો રાજ્ય અને દેશ કેવી રીતે એક રહેશે?

આર એસ એસની વિશ્વસનીયતા અને સેવાવૃત્તિને કલંકિત કરવી છે?

યુપી, બિહારમાં જે થયું અને થાય છે, તે યોગ્ય તો નથી.

સંભવ છે કે જે રસ્તે શંકરસિંહ વાઘેલા ગયા (તેઓ પણ આમ તો શિસ્તબદ્ધ કહેવાતા આર એસએસના એક સૈનિક હતા), તે જ રસ્તે કેશુભાઈ અને સંજય જોષી (પ્રસારમાધ્યમોએ ઉછાળેલ) પણ એજ રસ્તે જશે.

આજની તારીખસુધી આરએસએસ એક શિસ્તબદ્ધ અને સેવાભાવિ સંસ્થા ગણાતી હતી. અને હવે જો તેના નેતાઓ સ્વાર્થમાં અંધબની “ત્યાગભાવનાની ઐસી તૈસી” ના નારા સાથે લોકોએ ચૂંટેલા, સર્વ ક્ષેત્રે પ્રગતિશીલ અને લોકપ્રિય મુખ્ય મંત્રી સામે યુદ્ધ છેડે તો જનતાને આરએસએસ સંસ્થામાં ક્યાંથી વિશ્વાસ રહેશે? લોકશાહી પ્રણાલી એજ છે કે તમે તેની વર્કીંગ કમીટી સામે તમારા પ્રશ્નો રજુ કરો અને જો તે તમારા પ્રશ્નોનો તમને પસંદ હોય તેવો પ્રતિભાવ ન આપે કે ન તો એવી દાનત બતાવે તો, પક્ષ છોડીને જતા રહો.

પછી તમારા પ્રપ્રપૌત્રને કહો કે તે તમારી પથારી પાસે હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા લે કે “હે પ્રપ્ર પિતામહ હું ……… આપનો પ્રપ્રપૌત્ર પ્રતિજ્ઞા લઉં છું કે હું, તે રાજાધિરાજ ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહનું નાક કાપીશ અને કાપીશ , જેથી તમારા આત્માને શાંતિ મળે.”

સિદ્ધરાજ જયસિંહ

સિદ્ધરાજ જયસિંહ

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ જ્ઞાતિ પ્રથા, ગુણકર્મ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈષ્ય, શુદ્ર, ઈશાવસ્યવૃત્તિ, મહાત્માગાંધી, શંકરાચાર્ય, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, નીતિમત્તા, કાર્યદક્ષતા

Read Full Post »

આદિ ગાંધી દંભી ગાંધી અને નવા ગાંધી
  
મહાત્મા ગાંધી, ઈન્દીરા નહેરુ ઘાન્ડી અને નરેન્દ્ર મોદી
  
ઓળખની અટક અને અટકની ઓળખ

For CongI leaders Real Gandhi is a doubtful entity

For CongI leaders Real Gandhi is a doubtful entity

  

એટલે કે મોહનદાસ ગાંધી જેમના પિતાશ્રીના પિતાશ્રીની અટક ગાંધી હતી. એટલે કે તેમને કરીયાણાની દુકાન હતી તેથી તેવા લોકોની વ્યાવસાયિક ઓળખાણ અને તેથી અટક ગાંધી હોય છે.
  
ઈન્દીરા ગાંધી ની ગાંધી અટક વિષે આમ છે. વાસ્તવમાં ઇન્દીરાના પતિશ્રીની અટક ઘાન્ડી હતી. પણ કેટલાકની માન્યતા પ્રમાણે ઇન્દીરા સાથેના લગ્ન પછી મહાત્મા ગાંધીની સલાહને કારણે ઘાન્ડી અટકને ગાંધીમાં પરિવર્તિત કરેલી.
  
પણ આ વાતના કોઈ પૂરાવા નથી. મહાત્મા ગાંધીને નહેરુ પ્રિય હતા. “હવે મારી ભાષા નહેરુ બોલશે” એવા મહાત્મા ગાંધીના ઉચ્ચરણોનો અર્થ કરી અમૂક લોકોએ મહાત્મા ગાંધી નહેરુને પોતાના વરસદાર કરવા મગતા હતા એવો કરે છે. અને આ વાતના પરિપેક્ષ્યમાં “ઘાન્ડી”માંથી “ગાંધી” ના પરિવર્તનને જોડે છે. પણ જે લોકો ગાંધીજીને ઓળખે છે તેઓ આ વાતને માન્યતા આપતા નથી. “ઘાન્ડી”માથી “ગાંધી”ની નીપજ નહેરુ અથવા ઇન્દીરાગાંધીની પોતાની હોઈ શકે. ઇન્દીરા ગાંધી આવો લાભ લેવામાં પાછીપાની નકરે તે તમના સ્વભાવને અનુરુપ હતું.
 
ઇન્દીરા ગાંધી પરદેશમાં જ્યારે લાગમળે ત્યારે એવો આભાસ ઉત્પન્ન કરતા કે તેઓ ગાંધીજીના અંતેવાસી હતા. “અમારે ગાંધીજીના આશ્રમમાં … અમારે આવું કરવું પડતું …” એવી વાતો તેઓ કરતા. મોટા ભાગના વિદેશીઓ આજની તારીખમાં પણ ઇન્દીરા ગાંધીને મહાત્મા ગાંધીના પૂત્રી માને છે. આ વાતનો સ્વાનુભવ મને ૧૯૮૩માં મારા વિદેશી સહકાર્યકરોસાથેની વાતચીતમાં જાણવા મળેલું.
 
વળી જવાહરલાલ નહેરુની પૂત્રી છે એ વાતની મતદારોને ખબર રહે તે માટે તેમણે પોતાનું ઉમેદવારી નામ “ઇન્દીરા નહેરુ ગાંધી” એમ રાખેલું.
 
 
નરેન્દ્ર મોદીના પિતાશ્રીનું નામ મોટા ભાગના એટલે કે ૭૫ ટકા લોકો જાણતા નથી. અને તેઓ તૈલી છે તે વાત પણ મોટા ભાગના લોકો જાણતા નથી.
 
 
કૌટુંબિક સ્થિતીઃ
 
મહાત્મા ગાંધીના દાદા ખરા અર્થમાં કિરાણાની દુકાન ચલાવતા. પણ તેમના પિતાશ્રી દિવાન હતા. એટલે ખાધેપીધે સુખી હતા. તેમને એક કાયમી નોકરાણી પણ હતી. ગાંધીજી ઉપર તેમની માતા અને આ નોકરાણીની અમીટ અસર હતી. તેમના પિતાશ્રીની દ્રઢતા, પ્રચ્છન્ન કરુણા અને નીતિમત્તાના જીન ગાંધીજીમાં ઉતરી આવ્યા હશે એવું લાગે છે.
 
 
ઈન્દીરા ગાંધીના દાદા શ્રી મોતીલાલ નહેરુ બ્રાહ્મણ કહેવાતા હતા. અને કાશ્મિરી પન્ડિત તરીકે ઓળખાતા. ઉત્તરભારત અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં જમીનદારોની આજની તારીખમાં પણ બોલબાલા હોય છે. અને તેઓમાં કૌટુંબિક ઝગડાઓ હોય એ સ્વાભાવિક છે. મોતીલાલાજી વકીલ હતા.  જમીનો અને સંપત્તિઓને લગતા કેસ લડતા હતા. તેઓ ઘણા પૈસાદાર હતા. અને તે એટલા બધા પૈસાદાર હતા કે તેમના કુટુંબીઓના કે જવાહરલાલના કપડાં પેરીસ ધોવા મોકલાતાં હતાં. આ વાતની સત્યતાની આપણને ખબર નથી. આ અતિશયોક્તિ પણ હોઈ શકે. કદાચ કોઈ ખાસ વસ્ત્રો કદીક ગયા પણ હોય.
 
પૈસાદાર હોવું અને લગ્નેતર સંબંધો હોવા એ વાતને ઉત્તરભારતમાં ખાસકરીને યુપી-બિહારમાં આજની તારીખમાં પણ ક્વૉલીફીકેશન ગણવામાં આવે છે. અને તેથી મોતીલાલ અને જવાહર વિષે અને તેથી કરીને ઇન્દીરા ગાંધી વિષે પણ આવી વાતો પ્રચલિત છે.
 
 
નરેન્દ્ર મોદી અપરિણિત છે. પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે તેમને પત્નિ હોવા વિષેની અને તે પત્નિને સંતાન હોવા વિષેની વાતને અને તે સ્ત્રીના બળાપાને એકવખત સરકારી ટીવી ચેનલ ઉપર પણ ચગાવવાની કોશિશ કરવામાં આવેલી. પણ ટીવી ઉપર આવતો પ્રચાર એટલો વ્યાપક બનતો નથી. અને નરેન્દ્ર ભાઈ મોદીના કુંવારાપણાના મુદ્દાને આંચ આવી નહીં. જો નરેન્દ્ર ભાઈ મોદી સાચેસાચ જ કુંવારા ન હોય તો નરેન્દ્ર મોદીને ચાર આંખે જોતા કોંગી ભાઇઓ અને સમાચાર માધ્યમો આ વિષે કેમ મૌન રહે છે તે સંશોધનનો વિષય છે.
 
 
ભણતર અને વિદ્યા
 
મહાત્મા ગાંધી ભણવામાં સામાન્ય હતા. પણ પૈસાપાત્ર હોવાને નાતે અને સસ્તાઈને કારણે ઈંગ્લેન્ડ વધુ અભ્યાસ અર્થે ખાસ કરીને બેરીસ્ટર થવા માટે જઇ શકેલા.
 
ઈંગ્લેન્ડ ગયા પછી થોડી ભાષાકીય મુશ્કેલીઓ પડ્યા પછી તેઓએ અંગ્રેજી સુધારવા માટે લેટીનનો અભ્યાસ કરેલો. અને મહેનત કરીને બીજા પ્રયાસે બેરીસ્ટર થઈ ગયેલા. તેમણે કથા વાર્તા શિવાયના પુસ્તકોનું ખુબ વાચન કરેલું. અને તે તેમણે ચાલુ જ રાખેલું.
 
જવાહરલાલ નહેરુ આઇ સી એસ માં નાપાસ થયા. એટલે “છોકરાને ઠેકાણે પાડો” એ હિસાબે મોતીલાલજીએ મહાત્મા ગાંધીને ભલામણ કરી.
 
મહાત્માગાંધીમાં સમન્વયકારી વલણ અદભૂત હતું અને તેઓ વ્યક્તિની શક્તિઓને ઉજાગર કરી શકતા હતા. વળી જવાહરલાલ નહેરુનું વાચન ઠીક ઠીક હતું. તેમણે “ડીસ્કવરી ઑફ ઈન્ડિયા” પુસ્તક પણ લખેલું. જોકે તેમાં કોઈ ઐતિહાસિક ડીસ્કવરી (શોધ) દેખાતી નથી. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલ ભારતના ઇતિહાસની પુનરાવૃત્તિ જ હતી. જોકે તેઓ એક વાતથી વાકેફ હતા કે શંકરાચાર્યના “માયાવાદ”માં  આઈન્સ્ટાઇનનો સાપેક્ષવાદ પ્રચ્છન્ન રીતે સમાયેલો છે. જો તેમણે એક જ વાક્યમાં આ વાતનો ઉલ્લેખ કરવાને બદલે તેનો એક અલગ અધ્યાય લખ્યો હોત તો કંઈક ડીસ્કવરી જેવું લાગત.
 
 
ઇન્દીરા ગાંધીના ભણતર વિષે કોઈ ખાસ જાણતું નથી. તેઓશ્રી પેરીસ ગયેલા. શાંતિ નિકેતનમાં પણ તેમને ભણવા મુકેલાં. એક વિશ્વસનીય અફવા પ્રમાણે તેમને “અભદ્ર” હરકતોને કારણે કાઢી મુકવામાં આવેલા.
 
તેમનું ભાષાકીય જ્ઞાન સીમિત હતું એવું લાગે છે. જ્યારે મુંબઈ રાજ્યના “વિભાજન” વિષે વાતો ચાલતી ત્યારે તેમણે કારોબારીમાં પ્રશ્ન કરેલો કે “વિભાજન નો અર્થ શું થાય છે?”. એટલે કે “વિભાજન” શબ્દના અર્થથી તેઓ અજ્ઞાત હતા તેનો અર્થ એ જ કે સામાન્ય વપરાશમાં ગણાતા સંસ્કૃતશબ્દોના અર્થથી તેઓ પરિચિત ન હતા. આ  કારણથી તેઓ ભારતીય સાહિત્યથી અળગા હતા એવું લાગે છે.
 
 
નરેન્દ્ર ભાઈ મોદી વિનયનના (આર્ટ્સ કોલેજના) વિદ્યાર્થી બનેલા. અને ડીગ્રીઓ મેળવેલી છે. સમાજશાસ્ત્ર જેમાં રાજકારણ પણ આવી જાય એ તેમના વિષય રહ્યા હતા. આર્ટસ કોલેજના અભ્યાસક્રમો સામાન્યરીતે સસ્તા હોય છે. અને સહેલાઈથી ડીગ્રી મળી જાય છે. પણ ડીગ્રી લેવી અને તેનો લાભ જીંદગીમાં લેવો એ બંને અલગ અલગ વાત છે. વકીલાતની ડીગ્રી લીધેલા બધા જ સફળ વકીલ બની શકતા નથી. તેમ આર્ટસની ડીગ્રી લીધેલા બધા જ સફળ સાહિત્યકાર, વિવેચક કે તત્વજ્ઞાની બની શકતા નથી. પણ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહિત્યકાર અને સમાજશાસ્ત્રી પણ છે. તેમને આમ તો રાજકારણી માનવામાં આવે છે.
 
 
કારકીર્દીઃ

મહાત્મા ગાંધી એટલે મૂલ્યોનું રાજકારણ અને મુલ્યો થકી ક્રાંતિ.
મહાત્મા ગાંધી એ સમાજસેવાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલું. મહાત્માગાંધી માટે સાધન શુદ્ધિ અને નિષ્ઠા એ મહત્વના હતા. મહાત્મા ગાંધીએ સમાજસેવાને વ્યાપક અર્થમાં લીધેલી અને તેથી તેમાં આખા સમાજશાસ્ત્રનો સમાવેશ થઈ જતો હતો. મહાત્માગાંધી પોતાના પિતાશ્રીના ખભાઉપર બેસીને કે તેમના ધોતીયાનો છેડો પકડીને પ્રગતિના પંથે ડગભર્યાં ન હતાં. તેમના વિચારો ઉપર ટોલ્સટોયની અને ભારતીય સંસ્કૃતિની ઘેરી અસર હતી. મહાત્મા ગાંધીની રજુઆત સરળ, મુદ્દાવાર, તર્કબદ્ધ અને કડવાશ-સ્વાર્થ વગરની હતી. તેથી તેમના વિરોધીઓ પણ કાંતો ધ્વસ્ત થતા હતા અથવા તેઓ તેમની સામે ચર્ચા કરવાનું ટાળતા.
 

 
ઈન્દીરા ગાંધી એટલે સત્તાનો પ્રેમ અને આ પ્રેમમાં મુલ્યોનો હ્રાસ.

ઈન્દીરા ગાંધી તેમના પિતાશ્રીના કારણે પ્રગતિના પંથે પડેલા. તેઓ આમ તો આંદોલન પ્રિય હતા. પણ સ્વરાજ્ય આવ્યા પછી સત્તાપક્ષના આંદોલનો અપ્રસ્તુત હતાં. પણ કેરાલાની નાંબુદ્રીપાદની પ્રથમ સરકાર સામે તેમણે તે સરકારને બરતરફ કરવામાટે  આંદોલન ચલાવેલું. અને કેન્દ્રમાં તેમના પિતાશ્રી સત્તા સ્થાને હતા અને સામ્યવાદીઓ પાંચમીકતારીયા કહેવાતા તેથી અને “એક સરકારી સાહિત્યનો મુદ્રક સામ્યવાદી હોદ્દેદાર હતો” તે વાત નીતિહીનતા ગણાય” તે આધારે સરકારને બરતરફ કરવામાં આવેલી.

 
આવા કોંટ્રાક્ટ જોકે કોંગી રાજ્યોમાં સ્વાભાવિક હતા. પણ નહેરુવીયનોના માપદંડો સમાન હોતા નથી તે વાતનું આ એક ઉદાહરણ હતું. કેરલની સામ્યવાદી સરકારને અને વિધાનસભાને બરખાસ્ત કર્યા પછી કેરલમાં જે ચૂંટણી થઈ તેમાં સામ્યવાદીઓની મતની ટકાવારી વધી, પણ મતોનું રાજકારણ અને ગણિત અલગ હોય છે તે કારણસર સામ્યવાદીઓ બહુમતિ બેઠકો જીતી ન શક્યા.
 
ઈન્દીરા ગાંધી નહેરુની કેબીનેટમાં પ્રસારણ પ્રધાન બનેલા. પણ તેમાં કોઇ આગવી ભાત પાડી શકેલા નહીં. તેવું જ કોંગ્રેસ પ્રમુખપદ ના તેમના હોદ્દા વિષે જાણવું.
 
ચીને ભારતને કારમો પરાજય આપ્યો અને તેમાટે સંપૂર્ણરીતે નહેરુ જવાબદાર હતા તેથી કોંગ્રેસના ઘણા નેતાઓ તેમની વિરુદ્ધ થઇ ગયેલા. નહેરુને ભય હતો કે તેમની કીર્તિ ઉપર એક ઐતિહાસિક કાલીમા છવાઈ જશે. તેઓ તેમની પૂત્રીને પોતાના અનુગામી બનાવવા માગતા હતા. તેમણે તેમના વિશ્વાસુઓની એક સીંડીકેટ બનાવી જે ખ્યાલ રાખે કે ઈન્દીરા ગાંધી જ અનુગામી બને.
 
આ વાત નેતાગણ જાણતું હતું. પણ લાલબહાદુરશાસ્ત્રી અને મોરારજી દેસાઈ વડાપ્રધાનપદના ઉમેદવાર હતા. ગોલ્ડ કન્ટ્રોલથી ઉભી થતી માનવીય વિટંબણાઓનો દોષનો ટોપલો મોરારજી દેસાઈ ઉપર ઢોળ્યો. મોરારજી દેસાઈને કામરાજ પ્લાન હેઠળ દૂર કર્યા. અને ગુલઝારીલાલ નંદાને ડેપ્યુટી પ્રાઈમમીનીસ્ટર બનાવ્યા.
જવાહરલાલ નહેરુ ઘણાજ મુત્સદ્દી અને અઠંગ હતા. તેમણે ટાઢાપાણીએ ખસ કાઢી. પોતાના વિરોધીઓને પક્ષને તોડ્યાવગર, પક્ષને નુકશાન કર્યા વગર દૂર કરેલા. નહેરુના મૃત્યુ પછી પણ અમુક સમય સુધી નહેરુની વગ ચાલુ રહી.
 
સીન્ડીકેટે  લાલબહાદુર શાસ્ત્રી અઘોષિત એવા મધ્યકાલિન વ્યવસ્થા તરીકે વડાપ્રધાન બનાવ્યા. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી ઈન્દીરાગાંધીને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય સીન્ડીકેટે લીધો. પ્રતિસ્પર્ધી મોરારજી દેસાઈ ને સીન્ડીકેટ સ્પર્ધા માંથી રોકી શકી નહીં. તેઓ સત્તાથી દૂર હતા તો પણ ૧૬૯ મત લઈ આવ્યા. પ્રધાનમાંડળમાં તેઓ ન જોડાયા.
 
શરુઆતમાં ઈન્દીરાગાંધી સીન્ડીકેટના હજુરીયણ તરીકે વર્ત્યા. મોરારજી દેસાઈને વડાપ્રધાન પદથી ઓછું કશું ખપતું નહતું. તેઓ પ્રધાનમાંડળની બહાર રહ્યા.
 
વડાપ્રધાન પદ ભોગવવું અને વહીવટ કરવો એ અલગ અલગ છે. કોંગ્રેસની આબરુ ઘટવા લાગી. ૧૯૬૭ની ચૂંટણીઓમાં કોંગ્રેસની બહુમતિ સાવ જ પાતળી થઈ ગઈ. મોરારજી દેસાઈ મજબુત બન્યા. પણ સીન્ડીકેટ ઈન્દીરા ગાંધીને જ વડાપ્રધાન બનાવવા માગતી હતી. અને સ્પર્ધા થાય તો મોરારજી દેસાઈ જીતી પણ જાય તેવો ભય હતો. તેથી મોરારજીદેસાઈને ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર બનાવીને મનાવી લીધા. જો તમારો સહયોગી તમારાથી વહીવટ (એડમીનીસ્ટ્રેશન)માં વધુ આવડત વાળો હોય તો તમારી મહત્તા જોખમાય. એટલે ઈન્દીરા ગાંધીએ કોમ્યુનીસ્ટો સાથે મસલતો કરી અને તેમને પટાવ્યા.
 
કોમ્યુનીસ્ટોને મનાવવામાં રશીયાએ ભાગ ભજવ્યો હશે.
 
સમાજવાદની હવા ફેલાવવામાં આવી. રાજાઓના વિશેષ અધિકારો નાબુદ કર્યા. અને બેંકોનું રાષ્ટ્રીય કરણ કર્યું. મોરારજી દેસાઈ ને પ્રધાનમાંડળમાંથી દૂર કર્યા.
 
પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષની ઉપરવટ જઈ સંજીવ રેડ્ડીની સામે પોતાના ઉમેદવાર તરીકે વીવી ગીરીને  ઉભા રાખ્યા. સમાજવાદને અવગણશે તેનો ભૂકો થઈ જશે. ગરીબોની અવજ્ઞા કરશે તેને અમે ભોંયભેગા કરી દઈશું …  અંતરાત્માના અવાજ થકી મત આપો … તે ઉપરાંત સંજીવ રેડ્ડી વિરુદ્ધ બિભત્સ પત્રીકાઓ વહેંચીને પોતાના ઉમેદવારને સામ્યવાદીઓના સહકારથી જીતાડી દીધો.
 
જો જીતા વહ સિકંદર  એ ન્યાયે સમાચાર માધ્યમોએ ઇન્દીરાગાંધીનો જયજય કાર કર્યો.
 
પણ સરવાળે સીન્ડીકેટ તેમની વિરુદ્ધ થઈ ગઈ. એટલે ઇન્દીરા ગાંધીએ રેગ્યુલર મહાસભા ૬ મહીના પછી આવવાની હોવા છતાં અસાધરણ સભા બોલાવી અને કોંગ્રેસના બે ભાગ કર્યા. કોંગ્રેસ (આઈ-ઈન્ડીકેટ) અને કોંગ્રેસ (સંસ્થા – સીન્ડીકેટ).
 
સામ્યવાદી સ્ટાઈલના પ્રચાર થકી ઇન્દીરા ગાંધીની કોંગ્રેસને પ્રચંડ બહુમતિ મળી.

મતોનું રાજકારણ અને પક્ષીય રાજકારણ લગભગ એક સરખું હોય છે. પણ વહીવટનું રાજકારણ અલગ હોય છે. મતોના રાજકારણમાં તમે લોકોને પ્રચારમાં જુવાળને ઉભો કરી, લોકોમાં ભેદ ઉભા કરી, વચનો આપી, અફવાઓ ફેલાવી, વિપક્ષના મતોને તોડાવી વહેંચાવી ચૂંટણી જીતી શકો છો.

 

BLACK MONEY IN SWISS BANK CONGRESS SAYS USE OF BLACK MONEY IS FOR GIVING CLEAN GOVERNMENT

BLACK MONEY IN SWISS BANK CONGRESS SAYS USE OF BLACK MONEY IS FOR GIVING CLEAN GOVERNMENT

પક્ષીય રાજકારણમાં વગદારોને કામચલાઉ મહત્વ આપીને કે સામ દામ ભેદ અને દંડ થકી સફળ થઈ શકો છો. આ બંને રાજકારણમાં શબ્દોની ભેળસેળ અને શબ્દોના અર્થો મહત્વના હોતા નથી.
 
 
પણ વહીવટી રાજકારણ જુદું છે. વહીવટ કાયદાઓ થકી ચાલે છે. અને ત્યાં શબ્દોના નિશ્ચિત અર્થ હોય છે. વહીવટ કરવો એટલે કર્મચારીઓને કામ કરતા કરવા. તે માટે તમારામાં કામની સમજ, આવડત અને દીર્ધ દૃષ્ટિ જરુરી હોય છે.

No problem in taking help but I am against dynasty

No problem in taking help but I am against dynasty

 

વહીવટમાં તો નહેરુ પણ નિસ્ફળ ગયેલા તો પછી ઈન્દીરા ગાંધી તો સફળ થાય જ કેવી રીતે?
 

For Indira Gandhi others were non-democratic

For Indira Gandhi others were non-democratic

ઇન્દીરા ગાંધી પ્રચંડ બહુમતિ પછી પણ વહીવટી ક્ષેત્રે તે તદન નિસ્ફળ ગયેલાં. સર્વત્ર જરુરી વસ્તુઓની અછત પ્રવર્તતી હતી. ભ્રષ્ટાચારે માઝા મુકી હતી. તેમાં ઇન્દીરા ગાંધી ખુદ શંકાથી પર ન હતાં. અને તેથી લોક આંદોલનો થયા હતા અને કૉર્ટમાં કેસ થયેલા. ઇન્દીરા ગાંધીને હાઈકોર્ટે પાર્લામેન્ટના સભ્ય પદને ગેરલાયક ઠેરવેલ. પરિણામે કટોકટી આવેલી અને સમાચાર માધ્યમો ઉપર સેન્સરશીપ આવેલી.
 
સેવાદળની વાત કરીએ તો સેવાદળ તો નહેરુના સમયથી જ ગુજરાત અને મહારાષ્ટ્ર શિવાય ભારતભરમાં લગભગ નામશેષ થયેલું.
 
બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે કોંગીની સ્થાનિક નેતાઓની  ભલામણથી ગરીબ કારીગરોને “પાછી નથી આપવાની એવી સમજણ સાથે” નાની નાની લોનો આપવામાં આવેલ અને તેમાં નેતાઓની કટકી રહેતી. તેથી મુલ્યોનું ઠેઠ નીચેના સ્તરસુધી અધઃપતન થયેલું.
 
આજની તારિખમાં તે કેટલું બધું વરવું બન્યું છે તે આપણે જોઇએ છીએ.
 
 
નરેન્દ્ર મોદી એટલે વિકાસની રાજનીતિ

નરેન્દ્ર મોદી આમ તો ખાસ જાણીતા ન હતા. સંઘમાં તેમણે શું કર્યું તે આમજનતા જાણતી નથી. તેઓ બીજેપીમાં મહામંત્રી બન્યા હતા. તેઓ બીજેપીના પ્રવક્તા બન્યા હતા. તેઓ પ્રભારી પણ બન્યા હતા. તે પછી તેમની કારકીર્દીમાં રહેલી નિપૂણતા જોઇને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હશે તેવું આપણે માની શકીએ.

 
હવે તમે જુઓ. તેઓ જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે ભૂકંપના ભોગ બનેલા ગુજરાતમાં ભ્રષ્ટાચારની ફરીયાદો વ્યાપક અને આંખે ઉડીને વળગે તેવી હતી.
 
બીજેપીની લોકપ્રિયતા તળીયે હતી. પણ નરેન્દ્ર મોદીએ લીધેલા ભ્રષ્ટાચાર વિરોધી સુદ્રઢ પગલાંથી તેઓ લોકપ્રિય બનેલા.
 
ત્યાં વળી સ્થાનિક કોંગીનેતા સંડોવાયા હોય તેવી સાબરમતી  ટ્રેનના ડબ્બાને સળગાવવાની ઘટના બની. તેના પ્રત્યાઘાતમાં કોમી હુલ્લડો ફાટી નિકળ્યા.
 
કોઈપણ જાતના પ્રત્યાઘાતી કારણના અભાવમાં પણ કોંગી શાસન દરમ્યાન આથી પણ વધુ ખુનામરકી વાળા હુલ્લડો થયેલાં. પણ આ હુલ્લડ વિષે કોંગ્રેસીઓએ અને મીડીયાએ તેને અપ્રમાણ અને અપ્રામાણિકરીતે વધુ, નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવાની કોશિશ કરી અને આ વાતને અપ્રમાણ અને અપ્રામાણિકરીતે વધુ પ્રસિદ્ધિ આપી.
 
આ જાતનું વલણ કોંગી માટે બુમરેન્ગ અને મીડીયામાટે અવિશ્વસનીય સાબિત થયું.
 
તેથી લોકોમાં નરેન્દ્ર મોદીની પ્રતિમા વધુ ઉજ્જ્વળ બની. નરેન્દ્ર મોદી માટે આ એક કટોકટીનો સમય હતો. તેમના પક્ષમાં પણ તેમને એકલા પાડી દેવામાં આવ્યા હતા. પણ અડવાણીએ જોયું કે જનતામાં તેમની પ્રતિષ્ઠા વધી છે. અને આજ વસ્તુ બીજેપીને રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે બચાવી શકશે. અને તેમજ થયું.
 
તે પછીની ચૂંટાણીઓમાં નરેન્દ્ર મોદીને સફળતા મળતી રહી. તેઓએ પોતાની આવડતનો  વહીવટી કુશળતામાં ઉપયોગ કર્યો. તેમણે ધાર્યું હોત તો પોતાને માટે મિલ્કત સર્જી શક્યા હોત. પણ તેમણે મૃતપ્રાય બનેલી યોજનાઓને અને નવી યોજનાઓને જનતાને દેખાય એ રીતે અમલમાં મૂકી ગુજરાતની જનતાને જ નહીં પણ દેશ પરદેશમાં ગુજરાતની આબરુ અને વિકાસને ચાર ચાંદ લગાવ્યા.
 
ગુજરાતના આરએસએસ ની વાત કરીએ તો બીજેપી સત્તા ઉપર આવ્યો એટલે તેના સભ્યો લોકોના કામ કરવા માંડ્યા હતા. પણ લોકોના કામો બે જાતના હોય છે. કાયદેસરના કામો અને ગેર કાયદેસરના કામો.
 
સરકારી બાબુઓ પાસે તમે અવારનવાર જાઓ અને તેમનો ભાગ રાખો એટલે તમે ગમે તે હો, તેઓ તમારો ખ્યાલ રાખે જ. તેમને તો એજન્ટની જરુરત હોય.
 
ગેરકાયદેસરના કામો તમે કરાવી આપો તો સેવક તરીકે તમારી આબરુ વધે. પણ તમારું અને તમારા પક્ષની નીતિમત્તા ભ્રષ્ટ થઈ ગણાય અને પક્ષનું અવમુલ્યન થયું ગણાય.ટૂંકી દ્રષ્ટિવાળા આ વાત ન સમજી શકે તે સ્વાભાવિક છે.
 
એક રીતે જોઇએ તો સરકારી કામોમાં એજન્ટની જરુર જ ન હોવી જોઇએ. કારણ કે સરકારે તો કાયદા પ્રમાણે જ વર્તવાનું છે. સરકારી કામકાજ પારદર્શક હોવું જરુરી છે અને એમજ હોવું જોઇએ.
 
નરેન્દ્ર મોદીએ આ અપ્રચ્છન્ન રીતે પ્રચ્છન્ન આરએસેસના સેવકોની એજન્ટ-પ્રથા બંધ કરી. કર્મચારી અને અધિકારીઓને શિક્ષણ આપ્યું કે તેઓ જનતાને આવકારે અને લોકાભિમુખ વહીવટ કરે.
 
આ વસ્તુ હવે રાજ્યના સરકારી વહીવટમાં ઠીક ઠીક દ્રષ્ટિગોચર થાય. નરેન્દ્ર મોદીએ જાહેર માહિતિ અધિકારની બાબતમાં સરકારી અધિકારીઓને ઠીક ઠીક દંડ્યા છે.
 
કેન્દ્રમાં તો તમે ધંધો ધાપો મુકીને આદુ ખાઇને પાછળ પડો તો માંડ માંડ થોડા સફળ થાઓ. બાકી ત્યાં તો તમને કોઈ ગાંઠે જ નહીં.
 
નરેન્દ્ર મોદીની કાર્ય પ્રણાલીને ઈન્દીરાની કટોકટી કે સેન્સરશીપ સાથે જો કોઇ સરખાવે તો તે વિષે એમ જ કહી શકાય કે કાં તો ઈન્દીરાઇ કટોકટી વખતે તેઓશ્રી બાબાગાડી ચલાવતા હશે એટલે કે ચાલતા પણ શિખ્યા નહીં હોય. અથવા તો તેમનામાં ઇતિહાસનું ભારોભાર અજ્ઞાન હશે અથવા તો તેમના ઉચ્ચારણો રાજકારણ પ્રેરીત હશે અથવા તો તેઓ વાણીનો વિલાસ કરી શબ્દોના અર્થો ઉપર અત્યાચાર કરે છે.
 
 
કટોકટીમાં મનુષ્યના માનવ અધિકારો નષ્ટ કરવામાં આવેલા. જેલમાં મોકલવા માટે ગુનાનું અસ્તિત્વ હોવું જરુરી ન હતું. પોલીસ માટે કથિત ગુન્હેગારને શા માટે જેલમાં પુરવામાં આવે છે તે કારણ દર્શાવવાનું જરુરી ન હતું.
 
સેન્સરશીપ એવી હતી કે કોઈપણ પ્રેસને કારણ આપ્યા વગર બંધ કરી શકાતું હતું. હાઈકૉર્ટનું જજમેન્ટ પણ જો પરોક્ષરીતે એવું લાગે કે કોંગ્રેસ વિષે નુકશાનકારક છે કે બની શકે છે કે એવો ભય છે તો તેને પણ પ્રકાશિત થતું અટકાવી શકાતું હતું. બીજા સમાચારોની તો વાત જ ક્યાં છે?
 
અને તમે જુઓ. નરેન્દ્ર મોદી વિષે તમે આજની તારીખે પણ ઢંગ ધડા વગરનું અને માહિતિહીન બોલી શકો છો અને છાપી શકો છો.
 
 
રાજીવગાંધી તો સરકારના ગરીબ માટે ૧૦૦ પૈસામાંથી ૫ પૈસા જ ગરીબ પાસે પહોંચે છે એમ કહીને બેઠા રહેલા. પણ નરેન્દ્ર મોદીએ ગરીબોને શોધવાની જવાબદારી સરકારી અધિકારીઓ ઉપર નાખી અને ગરીબોને ફાળવેલા પૈસામાંથી તેમને ઉપયોગી વસ્તુઓ પહોંચતી કરી. તેવું જ તેમણે ગરીબ ખેડૂતો માટે કર્યું. આને કહેવાય  સુયોગ્ય દ્રષ્ટિ અને સુયોગ્ય વહીવટ.
 
નરેન્દ્ર મોદીમાં દીર્ઘ દ્રષ્ટિ, રાજકીયપટુતા, નીતિમત્તા, સંકલન શક્તિ અને આપત્તિને અવસરમાં પલટાવવાની ક્ષમતા છે. અને સૌથી વિશેષ તો એ વાત છે કે તેઓ સતાભિમુખતા માટે ઈન્દીરા ગાંધીની જેમ વલખાં મારતા નથી કે ગાંડા કાઢતા નથી.
 
નરેન્દ્ર મોદીને તેમના વિકાસ કામો વિજય અપાવે છે. નરેન્દ્ર મોદી જ્ઞાતિઓમાં કે ધર્મોમાં ફાટફુટ પડાવીને મતોનું રાજકારણ રમતા નથી. તેઓ કહે છે કે “આવો આપણે બધા પક્ષો વિકાસમાં સ્પર્ધા કરીએ”.
 
આવા ચીફ મીનીસ્ટર હોય એ ગુજરાતની પ્રજાનું સ્વપ્ન છે. સ્વપ્નાના સીએમ નરેન્દ્ર મોદીને ઈન્દીરાગાંધી જેવી દંભી, સત્તાભિમુખ અને સમાજીકમુલ્યોનું પતન નોંતરનારી સ્ત્રી સાથે કદી જ સરખાવી ન શકાય.
 
મહાત્માગાંધી પોતાના દુશ્મનોને પણ દોસ્ત કરી શકતા હતા. નરેન્દ્ર મોદી દોસ્તોને સુધરવાની તક આપે છે. તેઓ ન સુધરે તો હું ભલો અને તમે ભલા.
 
ઇન્દીરા ગાંધીને તેમના પ્રલંબ અને અવિચારી પગલાંને કારણે જે વ્યક્તિની તેમનું રક્ષણ કરવાની જવાબદારી હતી તેણે જ તેમનું ખુન કર્યું. આથી વિરુદ્ધ માહાત્મા ગાંધી જ્યારે આફ્રિકાની જેલમાં હતા ત્યારે તેમનો ચોકીદાર કે જે હબ્સી હતો અને તેને મહાત્મા ગાંધીની ભાષા પણ આવડતી ન હતી. તે શરુઆતમાં તેમની પ્રત્યે બહુ કડક અને તોછડો હતો. પણ પછી તેમનો ભક્ત બની ગયેલો.
ગાંધી ગાંધીમાં ફેર હોય છે.

A man with wisdom and will

A man with wisdom and will

 
નેતા નેતામાં ફેર હોય છે. વિખ્યાતિ અને સુખ્યાતિ માં ફેર હોય છે.
 
શિરીષ મોહનલાલ દવે
 
ટેગઃ મહાત્માગાંધી, ઈન્દીરા ઘાંડી, હાઈકૉર્ટ, ગેરલાયક, કટોકટી, દંભ અને સતા પ્રેમ, નરેન્દ્ર મોદી, નવા ગાંધી, શૂન્યમાંથી સર્જન, લોકાભિમુખ વહીવટ
 
(દિવ્ય ભાસ્કર ૨૧-૧૧-૨૦૧૦ રવીવાર “સમુદ્ર મંથન” ઉપરથી તેના અઘાત રુપે સ્ફુરેલું) 

Read Full Post »

%d bloggers like this: