Feeds:
Posts
Comments

Posts Tagged ‘મીલીભગત’

અમદાવાદને બેનમુન હેરીટેજ સીટી બનાવવું છે?

કોઈપણ શહેરને પ્રવાસન સ્થળ બનાવવું હોય તો તેને સર્વપ્રથમ સ્વચ્છ, સુઘડ, અને મોકળાશવાળું બનાવવું જોઇએ.

માણસ ચાર પ્રકારના હોય છે.

મૂર્ખ, સામાન્ય, ઉત્તમ અને ઉત્તમોત્તમ.

મૂર્ખ માણસોને તમે સલાહ ન આપી શકો. એ બાબતમાં પંચતંત્રમાં કાગડા ને વાંદરાઓની વાત એક વાર્તા છે.

ચણોઠીઓનો રંગ લાલ હોય છે. અંગારાનો રંગ પણ લાલ હોય છે.

શિયાળાનો સમય હતો. એટલે વાંદરાઓનો એક સમૂહ ચણોઠીઓના એક ઢગલા ઉપર તે ઢગલાને અગ્નિ સમજીને તાપતો હતો. તેઓ થર થર ધ્રુજતા હતા. એક કાગડાને આ વાંદરાઓની દયા આવી. તેણે વાંદરાઓને કહ્યં કે “ફલાણી જગ્યાએ તમે જાઓ ત્યાં માણસો તાપણું કરી તાપતા હતા તેઓ હમણાં જ તેને છોડીને કામ ઉપર ગયા છે. તાપણું હજી ઝગે છે. તમે અહીં જે તાપો છો તે તાપણું નથી. તે તો ચણોઠીનો ઢગલે છે. તમે પેલા તાપણે જાઓ. કાગડાએ બે ત્રણ વાર કહ્યું પણ વાંદારોએ માન્યું નહીં. કાગડાએ થોડો વધુ આગ્રહ કર્યો એટલે વાંદારોએ તે કાગડાને પકડીને તેને મારી નાખ્યો. પંચતંત્રની આ વાર્તામાં પછી સાર આપ્યો કે મૂર્ખ માણસને બહુ સલાહ ન આપવી. મૂર્ખ માણસ પોતાના અનુભવમાંથી પણ શિખતો નથી.

મધ્યમ કક્ષાનો માણસ પ્રવાહ પ્રમાણે કામ કરે.  તે પોતાના અનુભવમાંથી શિખે છે.

ઉત્તમ માણસ બીજાના અનુભવમાંથી શિખે છે.

અને ઉત્તમોત્તમ માણસ બીજાના અનુભવમાંથી તો શિખે જ છે પણ તે કલ્પનાશીલ હોવાના કારણે  કોઈ પણ અનુભવ વગર આવનારી મુસીબતોને ટાળી શકે છે.

તો શું તમે એવું કહેવા માગો છે કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓ મૂર્ખ છે? આપણા આઈ.પી.એસ. અધિકારીઓ મૂર્ખ છે?

આ સંશોધનનો વિષય છે.

પણ એક વાત ચોક્કસ કે કાં તો તેઓ મૂર્ખ છે અથવા તો ઠગ છે.

અમદાવાદનો દાખલો લઈએ.

અમદાવાદને સ્વચ્છ અને સુઘડ(વ્યવસ્થિત) બનાવી શકાય તેમ છે?

પણ કમિશ્નરમાં એ આવડત છે?

ભારતમાં કચરા ગાડી

દાખલો જોઇએ છે?

બહુમાળી ટાવરના બે બ્લોકવાળી અમારી હાઉસીંગ સોસાઈટી છે. કુલ ૮૦ એપાર્ટમેન્ટ છે. આ ૮૦ કુટુંબોનો કચરો મ્યુનીસીપાલીટીએ એકઠો કરવાનો છે.

કમીશ્નરે શું કર્યું?

૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા. અલબત્ત આના ટેન્ડર કર્યા જ હશે. આવા ડબ્બા શા માટે? કારણ કે રસ્તા સાફ કરવાવાળા તેને ઉપાડી શકે. તેમજ કચરા ગાડીવાળા કોંટ્રાક્ટરના માણસો આ ડબ્બા ઉપાડી શકે એટલે કે ઉપાડીને કચરો કચરા ગાડીમાં ઠાલવી શકે. એક ડબ્બામાં તો માય નહીં એટલે દરેક સોસાઈટી દીઠ છ થી નવ ડબ્બા કરવાવ્યા.

રોજગારનું જેમ વધુ ક્લાસીફીકેશન તેમ રોજગારી વધુ.

રસ્તા ઉપરથી કચરો વાળવો અને તેની ઢગલીઓ કરવી

ઢગલીનોનો કચરો ઉઠાવવો અને તેને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવાના પાંજરા સુધી લઈ જવો. પાંજરા શા માટે તે પછી જોઇશું.

કચરો વાળવાવાળી/વાળો અને કચરો ભેગો કરવાવાળી/વાળો જુદા રાખો. મ્યુનીસીપલ કમીશ્નર માને છે કે સફાઈ જલ્દી થઈ જવી જોઇએ. એટલે કચરો વાળવાવાળા/વાળી એ ફક્ત કચરો વાળવાનું કામ જ કરવાનું. વાળેલા કચરાની ઢગલીઓ કરવાની. કચારાની ઢગલીઓ ઉઠાવવાનું કામ બીજા ભાઈ/બેન કરશે. આ ભાઈ/બેન  ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા ઉઠાવી ઉઠાવીને ક્યાં ફરે ! એટલે તેમને એક હાથલારી આપો જેથી એમાં તેઓશ્રી ચારેક ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખી પાંજરા સુધી લઈ જઈ શકે.

સોસાઈટીવાળાને એક કચરા ડ્રમ પણ આપો. એ ડ્રમ થોડું મોટું આપો. કારણ કે ૪૦+૪૦ કુટુંબોનો ભેગો કરેલો કચરો સોસાઈટીના સફાઈવાળા સોસાઈટીના આ ડ્રમમાં નાખે તે પછી સોસાઈટીના સફાઈવાળા/વાળી તેને ઉપાડી/ખસેડીને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવા માટેના પાંજરા સુધી લઈ જઈ શકે. આ ડ્રમ કમસે કમ બે જણા  ઉપાડી શકાય તેવા તો હોવા જ જોઇએ, ડ્રમ સોસાઈટીની અંદર મૂકવાના. જો વધુ કચરો હોય તો સોસાઈટીના સફાઈવાળા બે આંટા વધુ ખાય. અને જે કંઈ કચરો ભેગો થાય તે સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં નાખે. સોસાઈટીના ડ્રમનું ધ્યાન સોસાઈટીના ચોકીદાર રાખે.

પણ સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા છે તેનું ધ્યાન કોણ રાખે? આ ડબ્બા ઉપાડી શકાય તેવા હોવાથી ચોરાઈ પણ જાય.

એટલે કમિશ્નર સાહેબે શું કર્યું?

સોસાઈટીના દરવાજા પાસે એક લોખંડના જાડા સળીયાની જાળીવાળુ અને પાંજરું કરાવ્યું. પાંજરામાં આ ડબ્બાઓ રાખવાના. પાંજરાને ખૂલ્લું તો રખાય નહીં. તેથી દરવાજા પણ રાખવા પડે. જો દરવાજાને તાળું ન મારીએ તો કોઈ દરવાજો ખોલીને ડબ્બા ચોરી જાય. એટલે દરવાજાને તાળું પણ મારવું પડે. હવે તાળું હોય તો ચાવી પણ જોઇએ. ચાવીઓ તો ખોવાઈ પણ જઈ શકે. પણ એ વાત જવા દો.

જો કચરા ગાડીની ડીઝાઈન જ જો કચરા ગાડી માટેની હોય તો મોટી કચરા પેટીઓ રાખી શકાય. પણ કમીશ્નર સહેબનો એજન્ડા અલગ છે.

આ વાત ઉપર તો કદાચ એક પુસ્તક લખી શકાય. મ્યુનીસીપાલીટીનું પ્રાથમિક કામ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાનું છે.

હવે જો કમિશ્નર સાહેબ/સાહેબાન (જે લાગુ પડે તે), એમ પણ વિચારે કે આ સફાઈ કામને થોડું કસ વાળું બનાવવું જોઇએ. રસ્તો સાફ કરવો તે તો આપણા કર્મચારીઓ કરશે. તેઓ રસ્તા ઉપરનો કચરો વાળશે. આ કચરાની ઢગલીઓ કરશે. બીજો કર્મચારી તે ઢગલીઓને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં ભરી હાથ લારી દ્વારા લોખંડના પાંજરા સુધી લઈ જશે. હવે જો આ કચરાને ગાર્બેજ ટ્રકમાં નાખવાનું કામ પણ જો આપણા કર્મચારીઓ દ્વારા કરાવીશું તો આપણે ગાર્બેજ ટ્રક, તેના ક્લીનર, ડ્રાઈવર, કચરો ભરવાના મજુરો, ટ્ર્ક બગડે તો મ્યુનીસીપાલીટીનું અલગ ગેરેજ બનાવવું પડશે એટલે કે એક નવું નેટવર્ક જ તૈયાર કરવું પડશે. આ નવું નેટવર્ક કરવામાં વાંધો નથી પણ તેમાંથી કર્મચારીઓના જે પ્રોબ્લેમો જેવા કે શિસ્તપાલનના, હિસાબ મેન્ટેઇન કરવાના, રજાના, સીનીયોરીટીના, પ્રમોશનના …. વિગેરે, ઉભા થશે, તેના નિવારણમાં આપણે ભેજું ચલાવવું પડશે. આપણે તો આરામની નોકરી કરવી છે. ગાડી, બંગલા, ડ્રાઈવર, નોકર, વિગેરે સગવડો મળે તેમાં આપણને વાંધો નથી પણ મગજને તસ્દી આપવી પડે તેવું ન હોવું જોઇએ.

માટે હવે એવું કરીએ કે કચરો ઉઠાવવાનું કામનો કોંન્ટ્રાક્ટ આપી દઈએ. એટલે ટેન્ડરમાં પણ આપણને લાભ થાય, કંઈક ફરીયાદ આવે તો ઓળઘોળ કરીને જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી શકાય. કોન્ટ્રાક્ટર ઉપર કામ ચલાવવું એમાં તો બેય હાથમાં લાડુ છે મારા ભાઈ. તેને હગેવગે કરવામાં પણ લાભ થાય.

તો કરો કોન્ટ્રાક્ટ. ટેન્ડર પાડો બહાર.

કોઈ પણ કેરીયર ચાલશે

પણ પહેલાં ઉભા રહો. ટેન્ડર સ્પર્ધાત્મક હોવું જોઇએ. જેમ વધુ માણસો ટેન્ડર ભરે તેમ સ્પર્ધા વધુ. માટે ટેન્ડરરની યોગ્યતાને બહુ મહત્વ ન આપો. કચરાવાહકનું સ્પેસીફીકેશન (વિગતવાર વર્ણન) થોડું ઢીલું રાખો. વાહનના સ્ટોરેજ કેપેસીટીની ક્ષમતા કદમાં લખો. ભાવ માટે કચરા ઉઠવવાના વિસ્તારથી ડમ્પીંગ સ્ટેશન સુધી ના સંખ્યાને એકમ ઠેરવો કે વજનને એકમ ઠેરવો. કંઈપણ કરો પણ કોન્ટ્રાક્ટર આપણી સાથે કંઈક ધંધોપાણી કરી શકે તેવું રાખો. અરે ભાઈ કોન્ટ્રાક્ટર પણ ધંધો કરવા બેઠો છે. અને વળી આપણે પણ ધંધોપાણી કરવાના છે. ભલે બિચારો કોન્ટ્રાક્ટર તેનું ભારવાહક ઓવરલોડ કરે.

ટૂંકમાં જે કમિશ્નર સાહેબ શહેરને સુઘડ અને સ્વચ્છ રાખવા માગે છે તેઓ કાંતો ભેજું ચલાવવામાં માનતા નથી કે ભેજું ચલાવી શકતા નથી. સરવાળે જો શહેર ગંદુ જ રહેતું હોય કમિશ્નર સાહેબનું નેટવર્ક જ ક્ષતિપૂર્ણ છે અથવા તો ભ્રષ્ટ છે.

કચરા ગાડી અને કચરા પેટી

શું આવી કચરા ગાડીઓ સ્પેસીફાય ન કરી શકાય?

જ્યારે અરાજકતા વ્યાપક હોય તો કમિશ્નર સાહેબ જ દોષિત ઠરે.

રસ્તા, ફુટપાથ અને જાહેર વપરાશની જગ્યાઓ કેવા દબાણવાળી છે તે આપણે જોયું જ છે. અમદાવાદ જેવા મહાનગરમાં પણ તમને ૫૦૦મીટરની લંબાઈનો રોડ, ફુટપાથ કે જાહેર વપરાશનો પટ્ટો અક્ષત નહીં મળે. આના કારણો અને ઉપાયો આપણે સ્માર્ટ સીટીના બ્લોગ પોસ્ટમાં જોઈ લીધા છે. એટલે તેની ચર્ચા નહીં કરીએ.

શહેરમાં મોકળાશ કેવી રીતે ઉત્પન્ન કરવી?

મોકળાશ એટલે વપરાશ માટેની ઉપયોગી જગ્યાનો વધારો. જો કે તમે દબાણ હઠાવો એટલે જે મોકળાશ શક્ય છે તેની ૭૦ ટકા મોકળાશ તો તમને મળી જ જાય.

મોકળાશનો વિરુદ્ધ શબ્દ છે ભીડ.

ભીડ શાથી થાય છે અને ભીડ કોણ કરે છે?

ભીડ મ્યુનીસીપલ કમીશ્નરનું નગર રચનાનું અણઘડ પ્લાનીંગ, કમિશ્નરની વહીવટી અક્ષમતા તથા સરકારી અધિકારીઓની મીલીભગતથી થાય છે. એસ જી રોડ આનો શ્રેષ્ઠ દાખલો છે. જો તમે કોઈ રોડ ઉપર પાર્કીંગને માન્યતા આપી જ હોય, પછી ભલે તે “પેઈડ પાર્કીંગ” હોય કે “ફ્રી પાર્કીંગ” હોય, પાર્કીંગ હમેશા માર્કીંગવાળું હોવું જોઇએ એટલું જ નહીં તે સમતલ અને પાકું હોવું જોઇએ. જે કમિશ્નર રસ્તાઓ અને ફૂટપાથ સમતલ અને અખંડિત આપી શકતા ન હોય તે કમિશ્નર શું પાર્કીંગની જગ્યા સ્વચ્છ, સમતલ, પાકી અને માર્કીંગવાળી આપી શકશે? ભીડ, વાહનોના આડેધડ અને ઈરેગ્યુલર પાર્કીંગથી પણ થાય છે.

રસ્તા ઉપર ચાલતા વાહનો અને માણસોની વધુ પડતી સંખ્યાથી પણ ભીડ થાય છે. વાહનોની ભીડ કંઈક અંશે વાહન ચલાવવામાં પ્રદર્શિત થતી અસંસ્કારિતા, અરાજકતા અને રસ્તાઓના અણઘડ આયોજનને કારણે હોય છે. આના ઉપાયો આપણે આજ બ્લોગસાઈટ ઉપર ચર્ચ્યા છે.

આપણી પાસે ચાર અમદાવાદ છે. મણીનગર વિસ્તાર, રાખીયાલ વિસ્તાર, એલીસબ્રીજ વિસ્તાર (પશ્ચિમ વિસ્તાર) અને કોટ વિસ્તાર. પહેલા ત્રણ વિસ્તારો ઝડપથી અરાજકતા અને ન સુધારી શકાય તેવા મુંબઈ તરફ જઈ રહ્યા છે.

કોટની અંદરનો વિસ્તાર એટલે કે “જુનું અમદાવાદ” સુધારી શકાય તેમ છે. જો કે કોઈપણ શહેરને સુધારવું હોય તો અરાજક્તાને તો દૂર કરવી જ રહી.

(૧) કોટની અંદરના વિસ્તારની ભીડને કેવી રીતે દૂર કરી શકાય?

કોટની અંદર મધ્યયુગના ઘણા જોવાલાયક સ્થળો છે. આ બધા જ સ્થળોને દબાણોએ ઢાંકી દીધા છે.

(૧.૧) કોટની અંદરના વિસ્તારને દબાણ મુક્ત કરવો પડશે. જો મ્યુનીસીપાલીટીના અધિકારીઓ, ટ્રાફિક પોલિસોના અને ન્યાયાલયના ન્યાયધીશો જો આની અવગણના કરશે તો તેમને તમારે ભ્રષ્ટતાનું લેબલ લગાવી દેવું જ પડશે. કારણ કે જે જગ્યા ઉપર તમારો એકાધિકાર નથી તેના ઉપર દબાણ કરવું તે ફોજદારી ગુનો છે અને આ વાત જો આ મહાનુભાવો સમજી ન શકે તો તેમને ભ્રષ્ટ જ કહેવાય અને તેમનું સ્થાન જેલમાં જ હોય. 

અમદાવાદની પોળોની રચના ને અને તેમાંના કેટલાક મકાનોને પણ જોવા લાયક સ્થળોમાં આવરી લઈ શકાય.

કોટના વિસ્તારની બહાર પણ એક દોઢ કિલોમીટરના અંતરમાં કેટલાક જોવા લાયક સ્થળો છે.

(૧.૨) કોટની અંદરના વિસ્તારમાં વાહનોમાટે બંધી કરવી પડશે. વાહનો એટલે સ્કુટરો, હાથલારીઓ, રીક્ષાઓ, કારો, બસો, ટેમ્પાઓ, ટ્રકો, પશુથી ચાલતા વાહનો …. વિગેરે જે કંઈ દેખાય છે કે નથી દેખાતા … તે બધાં બંધ કરવાં પડશે. જુના પેરીસ શહેરમાં વાહનોની બંધી છે.

(૧.૩) જુના ખખડધજ મકાનો તોડી પાડવા પડશે. જુના ભાડવાતો કારણે આવા મકાનો રીપેર કરી શકાતા નથી. આ પરિસ્થિતિ બદલવી પડશે. આવા મકાનોનો કબજો સરકારે હસ્તગત કરવો પડશે અને ત્યાં નિમ્ન લિખિત આયોજન પ્રમાણે ઉપયોગ કરવો પડશે.

(૧.૪) જે મકાનોનો કબજો લીધો તેને તોડી પાડી, તેમાંના અમુકનો ઉપયોગ “સાયકલ-રીક્ષા” સ્ટેન્ડ અને “સાયકલ” સ્ટેન્ડ બનાવવા માટે કરવો પડશે.

(૧.૫) જે જગ્યાએ દુકાનો છે તે જો કોઈપણ મોન્યુમેન્ટની નજીકમાં એટલે કે (રેડીયલ ડીસ્ટંટ) ૫૦૦મીટરની અંદર હશે તો તેને તોડી પાડવામાં આવશે.

(૧.૬) જે દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નહીં હોય તેને ખાલી કરવામાં આવશે.

(૨) કોટ વિસ્તારની અંદર વાહન વ્યવહારની વ્યવસ્થા શી હશે?

(૨.૧) દરેક પોળમાં જાહેર જનતા માટે સાયકલ સ્ટેન્ડ હશે. સાયકલનો ઉપયોગ પોળની બહાર જવા માટે કરવામાં આવશે. કોટ વિસ્તારની અંદર, માંદી અને અશક્ત વ્યક્તિઓ સાયકલ રીક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. સામાનની હેરફેર ફક્ત રાત્રીના સમય ૧૨ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી જ કરવા દેવામાં આવશે. આ હેરફેર હાથલારી દ્વારા જ કરવા દેવામાં આવશે.

(૨.૨) રસ્તાના દરેક વળાંક ઉપર, બ્રાંચ રોડ અને ક્રોસ રોડ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

(૨.૩) ફક્ત એમ્બ્યુલન્સ અને પોલીસવાન જ રસ્તા ઉપર ફરી શકશે.

(૩) ભૂગર્ભ ટ્રેનઃ

(૩.૧) કોટની અંદરના વિસ્તાર માટે ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન  તે (૧+૧)X૮ એટલે કે ૧૬ સીટેડ હશે. કોટ વિસ્તારની અંદર હાલ જે બધા મેઈન રોડ છે તેની નીચે જ ૨૫ નીચે જ ડબલ ટ્રેક વાળી ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન બે થી ચાર ડબા વાળી હશે. “રશ અવર્સ”માં ચાર ડાબાવાળી ટ્રેન ચાલશે. જેમ રશ ઓછો થતો જશે તેમ ડબાની સંખ્યા ઘટતી જશે. ભૂગર્ભ ટ્રેન ૨૪ કલાક દોડશે. ટ્રેનની ફ્રીક્વન્સી “રશ અવર્સ”માં  દર ત્રણ મીનીટ કે તેથી ઓછી રહેશે. “સ્લૅક અવર્સ”માં ૩૦મીનીટની ફ્રીક્વન્સી રહેશે. ટ્રેનમાં એક જ હેન્ડ બેગેજ જ લઈ જવા દેવામાં આવશે. હેન્ડ બેગેજનું કદ અને વજન નિશ્ચિત કરવામાં આવશે.

(૩.૨) અનુક્રમે આવતા બે સ્ટેશનો વચ્ચે સામાન્ય રીતે ૪૦૦ મીટરથી વધુ ન હોય તે અંતરે સ્ટેશન રાખવામાં આવશે. આ માટે મેઈન રોડ ઉપર જ્યાંથી પોળ કે ગલી ચાલુ થાય છે તેની નજીક હશે.

(૩.૩) ટ્રેનની ઝડપ ૧૨ થી ૨૦ કીલોમીટરની હશે. કોટની રાંગે રાંગે હાલ રોડ છે આ  રોડની નીચે પણ એક ભૂગર્ભ સર્ક્યુલર ટ્રેન હશે. કોટની અંદર ચાલતી ટ્રેન અને આ સર્ક્યુલર ટ્રેનનું એક નેટવર્ક બનશે. કોટની બહાર એક રીંગરોડ છે. ત્યાં ૪૦૦ થી વધુ નહીં એવા અંતરે સ્ટેશનો રાખવામાં આવશે.

(૩.૪) રીંગ રોડ ઉપરના આ સ્ટેશનો ઉપર ક્લોક રુમ હશે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર હશે જ્યાં ઑડ સાઈઝનો પેસેન્જરનો સામાન રાત્રી દરમ્યાન લાવીને રાખી શકાશે એટલે જેમને બહારગામ જવું હોય તેમને અસુવિધા ન થાય.

(૩.૫) સ્ટેશનની અંદર પ્રવેશ સ્કેનીંગ થયા પછી અને ટીકીટ દ્વારા થશે.

રોડ સફાઈના કામ ૧૯૪૦ના દશકામાં રાત્રે થતા હતા. એ પ્રમાણે જ સફાઈ કામ થશે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને શિખંડીઓ

convenience for shopping

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આમ તો સીબીઆઇ ના કાર્યક્ષેત્રમાં આવે છે, સીબીઆઈ પોતે આ જાણે છે કે કેમ તે આપણે જાણતા નથી. સીબીઆઈ સહદેવથી એક કદમ આગે છે. સહદેવ બધું જાણતો હોય પણ તે તો તમે પૂછો તો કહે. સહદેવને તમે ન પૂછો તો સહદેવ તમને કંઈ કહે નહીં. સીબીઆઈ તો કેન્દ્ર સરકાર કે ઉચ્ચન્યાયાલય કહે તો જ કામ કરે.

ઓર્ગેનાઝ્ડ ક્રાઈમ એટલે ભેગા મળીને ગુનો/ગુનાઓ કરવા. જેઓ આમાં સંડોવાયેલા હોય કે ન હોય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ પામ્યા હોય તે સૌ ગુનામાં સામેલ થયેલા ગણાય. આ ગુનાઈત સંડોવણીવાળાઓ જો તપાસ થાય તો તેઓ એક બીજાનો બચાવ કરે છે.

આપણે આની ફિલોસોફીકલ ચર્ચા ન કરીએ પણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમથી આમ જનતા એટલે કે જેનો હિસ્સો આમાં સંડોવાયેલો નથી તે કેટલી ત્રસ્ત છે તે જોઇએ.

હાલ આપણે જમીનને લગતી બાબતો જ વિચારીએ.

જમીન માફીયાગીરીઃ

કબજો સર્વોપરી છે. શું કામ? કારણ કે જેનો કબજો છે તે તેના જીવનનો આધાર છે. માટે તમે તેને અધારહીન ન કરી શકો. જો કબજાવાળી વ્યક્તિનો કબજો ગેરકાયદેસર હોય તો પણ તેને તમે ખાલી ન કરાવી ન શકો.

તો આમાં સરકાર શું કરે છે?

પહેલાં તો સાબિત કરવું પડે કે કબજો ગેરકાયદેસર છે. આ કામ ન્યાય ખાતાનું છે. એટલે જે કોઈ ત્રસ્ત હોય તેણે મામલતદાર થી શરુ કરી કલેક્ટર લેવલ સુધી તો પોતાનો કેસ લડવો પડે.

ધારો કે જમીનનો કબજો ગેરકાયદેસર છે તેમ સાબિત થઈ ગયું તો જમીનનો કબજો જેનો હક્ક છે તેને સોંપવાનું કામ કલેક્ટર એટલે કે રેવન્યુ ખાતાનું છે. એટલે તે પોલીસને ઓર્ડર આપે અને પોલીસ તમને કબજો અપાવે.

હવે જો સામેવાળા ગુન્ડા હોય તો તેઓ મળતીયા દ્વારા ફરીથી કબજો લઈ લે. તમારો હક્ક હતો. પણ તમારો કબજો તો હતો જ નહીં. હવે તમને કબજો મળ્યો પણ તમે તેનો ઉપયોગ કરવામાં વાર લગાડી અને આવું તો બને જ એટલે કે થોડી વાર તો લાગે જ. તે સમય દરમ્યાન તમારે ફુલ ટાઈમ ચોકીદાર રાખવો પડે. જો ચોકીદારને તમે ત્યાં રહેવાની ગોઠવણ ન કરવા દેવા માગતા હો તો તમારે ચોકીદારો રાખવા પડે. ચોકીદારોને સીફ્ટ ડ્યુટી આપવી પડે. એટલે કે ત્રણ ચોકીદાર રાખવા પડે. આ તો પોષાય નહીં. એટલે એક ચોકીદારને તેના ફેમીલી સાથે રાખવો પડે. ચોકીદાર પણ માણસ છે. એટલે તે ખુલ્લા આકાશ તળે પોતાની ડ્યુટી બજાવી ન શકે તેથી તેને એક કેબીન કરી દેવી પડે. તમે કેબીન કરો કે તંબુ કરો કે તેને એક ઝુંપડું કરવા દો તે બધું એકનું એક છે. તમારો ચોકીદાર એવો તો નજ હોવો જોઈએ કે ગુન્ડાઓ તમારા ચોકીદારને ભગાડી ને તમારી જમીનનો કબજો લઈ લે. એટલે તમારો ચોકીદાર માથાભારે હોવો જોઇએ. ભરવાડ, રબારી, ઠાકોર, વાઘરી કે એવો કોઈ હોય તો ઠીક રહે.

હવે જ્યારે જમીન ઉપરના હક્કવાળા તમે અનેક હો, ત્યારે શું થઈ શકે? જેમકે કોઓપરટીવ હાઉસીંગ સોસાઈટીની જમીન, જેમાં જમીનની માલિકી સોસાઈટીની હોય અને તેના ઉપરનો હક્ક સામુહિક હોય. આવા કિસ્સાઓમાં વધુ તકલીફો ઉત્પન્ન થાય છે. સોસાઈટીના સભ્યો ક્યાંક ને ક્યાંક રહેતા તો હોય જ. કેટલાક તો બહારગામ પણ રહેતા હોય.

આપણે એક વાસ્તવિક દાખલો લઈએ

એક ભાઈને થયું કે આપણે સ્વાર્થ સાથે પરમાર્થ કરીએ. એટલે તેઓએ પોતાના બેત્રણ મિત્રો સાથે હાઉસીંગ સોસાઈટી બનાવવાનો વિચાર કર્યો. મિત્ર મંડળમાંથી સભ્યો બનાવ્યા. પૈસાનું ઉઘરાણું કર્યં. સોસાઈટીને રજીસ્ટર્ડ કરાવી.

જમીનનો સોદો કરવા માટે વચ્ચે એક એજન્સી ઉભી કરી. જે જમીનને ડેવેલપ કરે. સોદામાં અને દસ્તાવેજમાં સાક્ષીભાવે પણ રહે. ટાઈટલ ક્લીયર માટે અમુક દસ્તાવેજો નોંધોની કોપીઓ પણ જોઈએ. તેના પણ સરકારી બાબુભાવ હોય છે.  જમીન તો ખેતીની હતી એટલે તેને બીન ખેતીની કરાવવી પડે. આપણા ઉપરોક્ત ભાઈ કોઈ સરકાર સાથે કામ પાડવાના કામ માટેના ધંધાદારી માણસ હતા નહીં. બીન ખેતીની કરાવવામાં ઠીક ઠીક સમય થયો. માંડ માંડ જમીન બીનખેતીની થઈ. સરકારી બાબુઓ કશું મફત તો કરે જ નહીં. જેવો જેવો ઘરાક તેવા તેવા ભાવ.  પણ સરકાર પોતાનો હાથ ઉપર રાખવા તેને કાયમ માટે બીન ખેતીની ન કરે. બીનખેતીની જમીનમાં અમુક સમયમાં બાંધકામ કરી દેવું પડે. એ વાત જવા દો, પણ સરકાર કોઈની કોઈ સંસ્થા સ્કીમ જાહેર કરે તો તમારી જમીન કબજે કરવાની માગણી કરે. આમાં ઘણા આંટાફેરા અને સિફારિશો થાય. અને બધામાં ખર્ચા.

વળી પાછી જમીન ખેતીની થઈ જાય અને વળી પાછી તે જમીનને બીનખેતીની કરવાની પ્રક્રીયા હાથ ધરવી પડે.  આ બધામાં અમુક કિસ્સાઓમાં વર્ષો પણ વીતે. એક વખત તમારી જમીન પડતર રહી એટલે કોઈ હોંશીયાર ધંધાદારી માફીયાની નજર તમારી જમીન ઉપર પડે જ. તે તમારી જ સોસાઈટીના બનાવટી સભ્યો ઉભા કરી નવું મંડળ ઉભું કરી દે. સોસાઈટીની જમીન ને કોઈ બીજા મળતીયા ગુન્ડાને વેચી દે.

હવે તમે કહેશો કે બધા દસ્તાવેજો તો રજીસ્ટ્રાર પાસે હોય. અને તલાટીના રેકોર્ડ ઉપર પણ હોય તેનું શું? પણ ભાઈઓ, તલાટીના રેકોર્ડ સાથે ખિલવાડ થઈ શકે છે. અને કોઓપરેટીવ હાઉસીંગ સોસાઈટીના રજીસ્ટ્રાર તો સોસાઈટીના રેકોર્ડ ગુમ કરી શકે છે.

તમારે તમારો કોઈપણ દસ્તાવેજ રજીસ્ટર કરાવવો હોય તો તમારે સ્ટેમ્પફી ભરવાની હોય છે. સ્ટેમ્પ ફી ભરીને તમે રજીસ્ટર કરાવી શકો છો. તમે સ્ટેમ્પ ફી ભરો એ જ સરકારની જરુરીયાત છે. જ્યાં સુધી દસ્તાવેજ કરનાર અને કરાવનારને વાંધો ન હોય તો સરકારને શી લેવા દેવા? એટલે કોઈપણ અસુરક્ષિત જમીન ઉપર જો તમે કબજો લઈ લીધો તો તમે કમસે કમ એક પેઢી સુધી તો રંગે ચંગે રહી શકો.

આવા કેસ આમ તો ફોજદારી પણ કહેવાય. પણ જ્યાં સુધી ન્યાયધીશ માઈબાપ કહે નહીં ત્યાં સુધી પોલીસભાઈ આને હાથ ન અડાડે. અત્યારે જમીનની કિમત આસમાને હોય અને તમારી સોસાઈટીના સભ્યો ઠીક ઠીક પૈસા ઉઘરાવી શકતા હોય તો તમારે કેસ ઉચ્ચ ન્યાયાલય સુધી તો તમારો કેસ લડવો જ પડે. દરેક સ્ટેજે વકીલભાઈઓને પૈસા આપવા પડે એટલે અવારનવાર ઉઘરાણું કરવું પડે. આ બધું કામ પણ તમારે નિષ્કામ થઈને કરવું પડે. ઈશ્વર મદદ કરે પણ ખરો અને મદદ ન પણ કરે. ઈશ્વર તો એમ કહીને કે ન કહીને ઉભો રહે કે એમાં હું શું કરું?

ગૌચરની જમીન અને પડતરની સરકારી જમીન

આ વાતની ચર્ચા તો આપણે કરેલી જ છે. ( Ref: https://treenetram.wordpress.com/2012/06/10/%E0%AA%97%E0%AB%8C%E0%AA%9A%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/)

આવી જમીન ઉપર સરકારે વાડ કે દિવાલો કે ખીલાઓ ઠોક્યા નથી હોતા એટલે નજીકની જમીન માફીયા ખરીદી લે અને પછી કબજો વધારતા જાય. અત્યારે તમે સીજી રોડ ઉપર કે એવા કોઈ રોડ ઉપર ભરવાડો, રબારીઓ, ઠાકોરોના કે પાર્શ્વભૂમિકામાં દાઉદની જાતિના કબજાઓ જુઓ જ છો જેમાં પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાંઓ ચાલતી હોય છે. કેટલાક બાવાજીઓ જેવાકે આશારામ જેવાઓના પણ એન્ક્રોચમેન્ટ(દબાણો) હોય છે.

ફૂટપાથો અને લોકવપરાશની જગ્યાઓઃ

મંદિરોઃ

જો નિર્જન રસ્તો હોય તો થોડી ઈંટો મુકી અંદર એકાદી માતજીની છબી મુકી દો અને ધીમે ધીમે જગા વિસ્તારતા જાઓ. અને બીજા ભગવાનની મૂર્તિઓ મુકવા માંડો. અને દેરી મંદિર ચણી નાખો. વ્યાપ વધારતા જાઓ. જ્યારે રસ્તો મેઈન રોડ થઈ જશે ત્યાં સુધીમાં ફર્સ્ટક્લાસ મંદીર કરી શકશો. અમદાવાદના આઈ આઈ એમ પાસે એક હનુમાનજી(?)નું મંદિર, દૂરદર્શન ટાવર ચાર રસ્તા પાસેનું હનમાનજીનું મંદિર, ગુરુદ્વારા એસજીરોડ સામે શંકર ભગવાન અને રામદેવપીરનું કે એવાં મંદિર આના ઉદાહરણો છે, આવા કંઈક મંદિરો છે. આવા મંદિરોને હઠાવવામાં સરકાર ગલાંતલ્લાં કરશે, કારણ કે સર્વોચ્ચ ન્યાયાલયે એક એવો ચૂકાદો આપ્યો છે કે જો મંદિરને તોડવાથી સૂલેહશાંતિનો ભંગ થાય તેમ હોય તો એવા મંદિરો તોડવા નહીં અથવા તેનું આપસી મસલત દ્વારા નિરાકરણ લાવવું.

(વાસ્તવમાં જે મંદિરોનું બાંધકામ વિશ્વકર્માએ શાસ્ત્રમાં નક્કી કરેલા નિયમો પ્રમાણે ન કરવામાં આવ્યું અને તેમાં દેવની સ્થાપના વૈદિક વિધિ પ્રમાણે ન થઈ હોય તે બધા મંદિરને દેવમંદિર કહી જ ન શકાય. અને આવા મંદિરોને તોડીએ તો મંદિર તોડ્યું એમ ન કહેવાય. જો કે ઐતિહાસિક મંદિરોનો આમાં સમાવેશ ન થાય.)

આમ પોલિસ સહિતના સરકારી બાબુઓને કાયમી નિરાંત છે. મંદિરની આડમાં કયા કયા ધંધા ન થઈ શકે? ગુજરાતમાં જે વાત મંદિરોને અને (ક્યાંક ક્યાંક પીરબાપજીઓને) લાગુ પડે, તે જ વાત જ્યાં લઘુમતિ અસરકારક હોય ત્યાં ચર્ચ અને મસ્જીદોને લાગુ પડે છે.

તમે હાઈ વે ઉપર જાઓ, દર બે પાંચ કિલોમીટરે ગુજરાતમાં એક મંદિર/દેરી દેખાશે અને દક્ષિણમાં ચર્ચ દેખાશે.

પાથરણા, લારીઓ, ગલ્લા, ગેરેજો, લાતીઓ, કબાડીઓ અને નજીકના મકાન માલિકોના દબાણોઃ

Footpath kiske Baapki he

તમે અમદાવાદના બીઆરટીએસ રોડનો જ દાખલો લો. (લગભગ બધા જ રોડ બધે જ આવા દબાણોવાળા છે.)

મોટાભાગનો રોડ દબાણોથી ભરપૂર છે. જે લેન સાયકલ વાળા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે તે પણ દબાણમાં છે. કોઈ સાયકલ સવાર પોતાની સાઈકલ ત્યાં ચલાવી ન શકે.

આ દબાણ કરવાવાળા બધા જ કંઈ ગરીબ નથી. આ બધાઓમાં લાતીવાળા, કબાડીઓ અને ગેરેજ વાળાઓ અને દુકાનદારો તો લખપતિઓ અને કરોડપતિઓ છે.

તમે કહેશો કે પણ પાથરણા વાળા અને લારીવળા તો ગરીબ જ છે ને? હા એ લોકો જરુર ગરીબ છે પણ તેઓ જે માલ વેચે છે તે તેમનો હોતો નથી. તે કોઈક દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. તેઓ આ લોકોના પગારદાર હોય છે અને અથવા તેઓ તેમના કમીશન ઉપર કામ કરનારા હોય છે.

એક  નવી જાતનું દબાણ પણ છે

આ દબાણ ફુટપાથની જગા ઉપર ટેબલ ખુરસી સહિતની ખાણી પીણી. એટલે કે રેસ્ટોરાંઓ દ્વારા કરવામાં છે

તમે અમદાવાદનો આઈઆઈએમનો રોડ લો. ત્યાં ખાણીપીણીની લારીવાળા, બિન્ધાસ્ત રીતે રોજ ટેબલ ખુરસીઓ ગોઠવી દે છે. કાર્બન ડાઈઓક્સાઈડ અને પેટ્રોલના ધુમાડાથી રોડ તરબર છે. આપણા ભવિષ્યના મેનેજરો એટલે કે એમબીએ (મને બધું આવડે)ના સ્ટુડન્ટ્સની સ્વચ્છતાની સમજણ જુઓ. તમારુ માથું શરમથી ઝૂકી જશે. તેઓ સૌ કોઈ ટપોરીની જેમ ટેબલ ખુરસી ઉપર ગોઠવાઈ જાય છે. અને લહેરથી આરોગે છે. બીજાઓ પણ તેમને સાથ આપે છે. વાસ્તવમાં આ વિદ્યાર્થીઓએ શહેર સુધરાઈને ફરીયાદ કરવી જોઇએ કે આ રોગના કારખાના બંધ કરો અને હેલ્થ અધિકારીને ગુન્હાહિત બેદરકારી બદલ જેલમાં પૂરો.

મોટાભાગના રસ્તાની ફૂટપાથો પર આ ગરીબ લોકો કે જેમની પાર્શ્વ ભૂમિમાં લાખપતિઓ અને કરોડપતિઓ છૂપાયેલા છે એવા લોકોએ કબજો જમાવેલો છે. શું આ બધા મફતમાં જગ્યાનો ઉપયોગ કરે છે?

ના જી. દેશમાં કશું મફત મળતું નથી

આ બધા પાસેથી નિયમિત પૈસા ઉઘરાવાય છે. આમાં પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, દુકાનદારો, ફેક્ટરીના માલિકો અને ગુન્ડાઓ સામેલ છે. નામ ગરીબોનું, મહેનત ગરીબોની પણ કામ પૈસાદારોનું. ગરીબો તો ઢાલ (શિખંડી) છે. જે સરકારી જમીન ઉપર ઝોંપડપટ્ટી હોય છે તે મફતમાં હોતી નથી. તેમાં વહીવટ ગુન્ડાઓનો હોય છે. તેની કિમત થોડા દશ હજારોથી લાખો રુપીયા સુધીની હોય છે. સરકાર તેમને બીજી જગ્યાએ ખસેડે તો બીજાઓ ત્યાં આવી જાય અને બીજાઓની જગ્યાએ ત્રીજાઓ કે પહેલાઓ આવી જાય. જે જગ્યા ફાળવી હોય ત્યાં થોડા સમયમાં વળી જુદા જ લોકો રહેતા હોય.

જ્યારે ક્યારેય પણ આવા દબાણકર્તાઓને ખસેડવામાં આવે ત્યારે આ લાખોપતિઓ, કરોડપતિઓ પૈસા વેરી વિરોધ પ્રદર્શનો કરે છે. આમેય આપણી નહેરુવીયન કોંગીનેતાઓ તો પ્રદર્શનપ્રિય છે જ.

મુંબઈમાં તમે રેલ્વેના ક્વાર્ટસ્ર જોયા હશે. તે ક્વાર્ટર્સ રેલ્વેના ચોથા વર્ગના ક્વાર્ટર્સ હોય. તે ક્વાર્ટર્સનો કબજો ૫૦૦૦૦ થી ૧૦૦૦૦ રુપીયામાં વેચાય છે. તેના એજન્ટો હોય છે. જેમના નામે ક્વાર્ટર્સ છે તેમની કે એજન્ટની કોઈ જવાબદારી નહીં. તમે પૈસા આપો અને કબજો લો. જ્યારે તપાસ થાય ત્યારે તમે કબજો ગુમાવો. ત્યાં સુધી તમે બે ત્રણ હજાર ભાડું આપો. જેના નામે ક્વાર્ટર્સ છે તે તો ઝોંપડ પટ્ટીમાં જ રહેવાનું ચાલુ રાખશે. તેને તો આમ રહેવું ગોઠી ગયું છે.

બીલ્ડરો શું કરે છે?

બિલ્ડરો જે બ્રોશુઅર બહાર પાડે છે તે તમારા ભવિષ્યમાં થનારા દસ્તાવજ નો હિસ્સો હોતો નથી. તેને કોર્ટમાં માન્યતા પણ નથી. કારણ કે તેમાં પ્લાનમાં ફેરફાર કરવાના બિલ્ડરને અધિકાર હોય છે. સંડોવાયેલી પાર્ટીઓ એક નહીં પણ અનેક હોય છે. દા.ત. વેચનાર, જમીન માલિક, ખરીદનાર/રાઓ, એજન્ટ કે એજન્સી, કો ઓપરેટીવ હાઉસીંગ સોસાઈટી, મિલ્કતના વિકાસ કરનારાઓ અને આ સૌના પાવર ઑફ એટર્નીઓ. આ સૌના દસ્તાવેજો હોય છે. આમાં ઘણં બધું મભમ હોય છે. હવે જો તમારી ખરીદેલી મિલ્કતમાં તમને લાંબા કે ટૂંકા ગાળે ખબર પડે કે તમને અન્યાય થયો છે તો તમને ખબર પણ ન પડે કે આમાં કારણભૂત કોણ છે.

અત્યારે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનું પ્રકરણ ચાલે છે.

જે બાંધકામ પાર્કીંગનું હતું, ત્યાં ધંધાદારી દુકાનો થઈ ગઈ,

બીલ્ડીંગ આગળની જે હાલવા ચાલવાની કોમન વપરાશની જગ્યા હતી ત્યાં વાહનો પાર્ક થવા લાગ્યા,

જે ફૂટપાથ ચાલવા માટે હતી તે પણ પાર્કીંગમાં વપરાવવા લાગી,

ફૂટપાથ પાસેની રોડની લેન હતી તે કાપીને શહેર સુધરાઈએ પાર્કીંગની જગ્યા બનાવી અને તેના પૈસા લેવા માંડ્યા,

આ પૈસા ઉઘરાવવાના કામ માટે એજન્ટો નીમી દીધા.

આ બધું કામ સરાકારી અધિકારીઓએ હળી મળીને કામ કર્યું. આ બધી જગ્યાઓમાં જ્યાં થોડી જગ્યા બાકી રહી ગઈ ત્યાં લારી ગલ્લાવાળાને ઘૂસ મારવા દીધી જેથી સરકારી અધિકારીઓ (પોલીસ સહિત) ગુન્ડા એજન્ટો મારફત માસીયો કે અઠવાડીયો હપ્તો મેળવી શકે અને સીપાઈ સપરાં છૂટક ઉઘરાણું કરી શકે.

આમાં કશું ખાનગી નથી. તમે એક ગલ્લો બનાવો એટલે બધી ખબર પડશે. આપણા અતિસંવેદનશીલ ટીવી ચેનલોવાળાઓ અને સમાચાર પત્રો આ બાબતમાં કોઈ માહિતિ જાહેર કરશે નહીં. વીડીયો ક્લીપ પણ નહીં ઉતારે. અરે ભાઈ હવે તો છાપાના માલિકોએ પણ બિલ્ડરના ધંધામાં ઝંપલાવ્યું છે. જો ગુન્ડાઓ રાજકારણમાં ઝંપલાવે તો આ લોકોને પાનો તો ચડે જ ને?

આ ગેરકાયદેસર બાંધકામમાં બિલ્ડરો કેવી રીતે પૈસા કમાયા તે આપણે જાણીએ છીએ. લેબર કમીશ્નર સહિતના, સરકારી અમલદારો, કોર્પોરેશના અધિકારીઓ, ન્યાય તંત્રના ખેરખાંઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌએ ભેગા થઈ ખરીદનારાઓને છેતરીને લૂંટ્યા. ગેરકાયદેસર બાંધકામ હાજરા હજુર છે, સરકારી નોકરો હાજરા હજુર છે, બિલ્ડરો હાજરા હજુર છે. જે લૂંટાયા તે પણ પોતાની સાક્ષી આપવા તૈયાર છે. પણ ન્યાયાલયને કોઈ ગુનેગાર દેખાયા નહીં અને કોઈ દસ્તાવેજો દેખાયા નહીં. તેમને ફક્ત જે છેતરાયો એજ દેખાયો. અને તેની ઉપર ઈમ્પેક્ટ ફીનો દંડ ઠોક્યો. અને કહ્યું કે જાઓ, હવે તમારું બધું હવે કાયદેસર થઈ જશે. જે છેતરાયો એને તો સાંભળ્યો પણ નથી.

કાયદાનો ભંગ એ કાયદાનો ભંગ જ છે

બીજાને અગવડ આપીને તમે કાયદાનો ભંગ કર્યો તે ફોજદારી ગુનો જ ગણાય. ગેરકાયદેસર બાંધકામ અને દબાણની અસરો સમાન છે. સરકાર તેને કેવીરીતે કાયદેસર કરી શકે? સરકાર ઈમ્પેક્ટ ફી લગાવીને પણ તેને કાયદેસર કરી ન શકે. જો તમે ખોટી દીશામાં ગાડી ચલાવતા હો તો ટ્રાફિક પોલીસ દંડ જ કરી શકે. તમારી પાસેથી ઈમ્પેક્ટ ફી વસુલ કરીને તમને હમેશમાટે ખોટી દીશામાં ગાડી ચલાવવાની છૂટ આપી ન શકે. ગેરકાયદેસર બાંધકામ એ સતત રહેતું દબાણ છે. આપણા ન્યાયાલયો આ વાત કેમ સમજી શકતા નથી.

રસ્તાઓ આસપાસની જમીન ઉપરના દબાણો

એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તાઓ ઉપર તમને ગેરકાયદેસર રીતે થયેલા બંધકામ અને લારી ગલ્લાઓ જોવા મળશે. જ્યારે તમે એક ગામડા કે કસ્બા કે શહેરમાંથી પસાર થાઓ ત્યારે પણ તમને રોડને ગામને અને જગ્યાને બદસૂરત કરતા લારી ગલ્લા અને દુકાનો મળશે. આમાં પાન, ચા, ગેરેજ, સ્પેરપાર્ટસ, કબાડી, રેસ્ટોરાં અને શાકભાજીની લારીઓ કે દુકાનો વિગેરે ની હરોળો પણ હશે. બે ગામો વચ્ચે પણ તમને ખાણીપીણીની ગંદી દુકાનો અને વાસમારતી મૂતરડીઓ જોવા મળશે.

રસ્તામાં આવતા પેટ્રોલ પંપો ઉપર તમને ફ્યુએલ સિવાયની કોઈ સ્ટેચ્યુટરી જરુરી સગવડ મળશે નહીં. આ સ્ટેચ્યુટરી સગવડોમાંથી અમુક હશે તો પણ તમે તેને પામી નહીં શકો. નાના બાબલાઓ તમને નોકરી કરતા પણ જોવા મળશે.

આવું શા માટે છે?

આવું એટલા માટે થાય છે કે આરોગ્ય ખાતાના અધિકારીઓ, રોડ એન્ડ બીલ્ડીંગના અધિકારીઓ, લેબર કમીશ્નરના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ સૌ કોઈ પોતાનો ભાગ લઈ ઘરભેગા થાય છે.

આ બધા ઉપરાંત પ્રજા ઉપયોગી રસ્તાઓ અને ફૂટપાથના બાંધકામમાં અનેક ગેરરીતો હોય છે. તમને કોઈ ગામમાં યોગ્ય રીતે બંધાયેલ રસ્તો કે ફુટપાથ જોવા મળશે નહીં. જ્યાં પણ હાથ નાખો ત્યાં તમને પ્રજાના પૈસા ની ગેરકાયદેસર રીતે થયેલી હેરાફેરી જોવા મળશે.

કોન્ટ્રાક્ટર, ગુન્ડાઓ, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત દૂર કરવી તમને અશક્ય લાગશે.

જ્યારે છેતરનારાઓએ વ્યાપક રીતે છેતરપીંડી કરી હોય ત્યારે એક તપાસ પંચ બેસવું જોઇએ. આ છેતરપીંડી માં સાથ આપનારા તો સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે. એટલે આતો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કહેવાય. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોય અને તેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તો ન્યાયતંત્રે ખાસ અધિકારવળા તપાસપંચની રચના કરવી જોઇએ અને દરેક ગેરકાયદેસર બાંધકામમાં સંડોવાયેલાઓની, જામીન ન મળી શકે તેવા વોરંટ હેઠળ ધરપકડ કરીને જ્યાં સુધી દરેક કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમને જેલમાં રાખવા જોઇએ.

પણ આ બધું કેવી રીતે થાય અને કોણ કરે? બિલાડી નહીં પણ વાઘોને ગળે ઘંટ કોણ બાંધે? અથવા તો વાઘના દાંત અને નખ કોણ કાપે?

પણ કશું અશક્ય નથી.

નરેન્દ્ર મોદી કહે છે કે પ્રણાલીઓ બદલવી જોઇએ. ટેક્નોલોજી આમાં બહુ સારો ભાગ ભજવી શકે તેમ છે. જે વિકસિત દેશોમાં થઈ શકતું હોય તો ભારતમાં કેમ ન થઈ શકે?

હવે પછીના પ્રકરણમાં જુઓ. આના ઉપાયો અઘરા નથી.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સરકારી અધિકારીઓ, સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ, દબાણ, ગેરકાયદેસર બાંધકામ, બિલ્ડર, ડેવેલપર, પાવર ઓફ એટર્ની, ખરીદનાર, છેતરનાર, દસ્તાવેજ, મીલીભગત, હેરાફેરી, રજીસ્ટ્રાર, કોઓપરેટીવ, હાઉસીંગ, સોસાઈટી

Read Full Post »

Footpath kiske Baapki he

Footpath kiske Baapki he

 
હે બીજેપીના કોર્પોરેટરો!! તમને શા માટે ચૂંટ્યા છે?
 
આપ સૌ આટલું યાદ રાખોઃ
 
આપ સૌ કેવી રીતે ચૂંટાયા?
 
 
બીજેપી પક્ષે તમને ટીકીટ આપી અને તમારી પાસે નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વનું પીઠ બળ હતું તેથી તમે ચૂંટાયા છો.
 
 
તમારા મોટાભાગનાને મોટાભાગના મતદારો ઓળખતા નથી.
 
 
તમારામાંના કેટલાકે જો તેઓ અગાઉ ચૂંટાએલા હશે અને સારું કામ કર્યું હશે અને તેથી કરીને જો બીજેપીએ ટીકીટ આપી હશે તો તમે કદાચ તમે થોડી સરળતાથી ચૂંટાયા હશો.
 
 
જ્યારે તમારી ઉમેદવારી નક્કી થવાની અણી ઉપર હતી ત્યારે એક જોરદાર અફવા હતી.
તે અફવા સાચી પણ હોય અને ખોટી પણ હોય.
 
 
તે અફવા એ હતી કે તમે ૫ થી ૧૦ લાખ રુપીયા પક્ષને આપીને ટીકીટ ખરીદી છે.
જો તમે એમ માનતા હો કે તમને હવે પૈસા કમાવાનું લાઇસન્સ મળી ગયું છે તો તમે અચૂક અંધારામાં છો.
 
 
જો તમે ૫ થી ૧૦ લાખ રુપીયા પક્ષને આપ્યા ન હોય અને પક્ષે તમારામાં વિશ્વાસ મૂકીને ટીકીટ આપી હોય તો તમારે પક્ષ અને જનતાનો વિશ્વાસ સંપાદન કરવાનો છે.
 
 
જો તમે નીતિમાન રહી શકશો તો તમે રુપીયા આપ્યાના અક્ષેપનું કલંક આપોઆપ ભૂંસાઇ જશે.પણ જો તમે કોંગી કલ્ચર પ્રમાણે વર્તશો તો તમે પૈસા નહીં આપ્યા હોય તો પણ જનતા માનશે કે તમે પૈસા કમાવા આવ્યા છો.
 
 
તમારી ફરજ શું છે?
 
તમારી ફરજ નિરીક્ષકની છે. તમે રુપીયા દશની અરજી ફી આપ્યા વગર અને સ્ટેશનરી ફી આપ્યા વગર મ્યુનીસીપાલીટીની કામગીરી વિષે માહિતી મેળવી શકો છો. અને મ્યુનીસીપલ કર્મચારીઓને સન્માર્ગે દોરી શકોછો.
 
તમે સમજી લો કે જો તમે નીતિમાન હશો તો જ તમે કર્મચારીઓને (જેમાં મ્યુનીસીપલ કમીશ્નર પોતે પણ આવી જાય છે) ફરજનું ભાન કરાવવામાં સફળ થઈ શકશો.
 
તમે બીજી વાત સમજી લો કે સરકારી નોકરો હમેશા લાગમળે ત્યારે બે નંબરી પૈસા બનાવવા તત્પર હોય છે. આમાં મ્યુનીસીપલ કમીશ્નર પોતે પણ સામેલ છે. જેમ હોદ્દો મોટો એમ બે નંબરી પૈસા કમાવવાની વૃત્તિ વધુ અને શક્તિ પણ વધુ.
 
દરેક સરકારી ખાતામાં અને તેથી કરીને મ્યુનીસીપાલીટીમાં પણ બે નંબરી પૈસા કમાવવાનું એક સડયંત્ર હોય છે. અને સૌ સૌએ યુક્તિપૂર્વક પોતપોતાના વિભાગો નક્કી કર્યા હોય છે.
 
 
નાના કામોઃ
 
ફુટપાથ બનાવવી, ટેલીફોન કેબલ માટે રસ્તો ખોદવાની અને તે પછી તેને ભાગને પૂનર્સ્થાપિત કરવાની કામગીરી. આ બધા કામોનો સરવાળો કરવામાં આવે તો અબજો રુપીયા થાય. અને જો તેનું આખા શહેર માટેનું એક જ ટેન્ડર બહાર પાડવામાં આવે તો ખૂબ મોટી કંપની જ ટેન્ડર ભરી શકે. અને તેની મંજુરી પણ સૌથી મોટો સાહેબ જ આપી શકે અને તે માટે તેની જવાબદારી બને.
 
મજુર કાયદા પ્રમાણે તેણે મજુરોને બધી સગવડ આપવી પડે. જેમાં રહેઠાણ, સંડાસ, બાથરુમ, ઘોડીયાઘર, કાયદેસરની રજાઓ, વિમો, સીપીએફ, અને ટ્રાન્સપોર્ટ આવે છે. અને મોટી કંપનીને આમાં વાંધો પણ ન હોય. તેના કામની ગુણવત્તાની ચકાસણી માટે એક વ્યવસ્થા અને પ્રણાલી નક્કી કરવી પડે. મોટી રકમ, એટલે મોટા ઓફીસરો અને મોટી ચાર આંખો અને મોટાઓની જવાબદારી.
 
 
તેથી ટેન્ડરના નાના નાના ભાગ કરી નાખવામાં આવે જેના નાની નાની કિમતના ટેન્ડરો બને અને નાના નાના અધિકારિઓ નાના નાના અનેક કોન્ટ્રાક્ટરોની તરફમાં પાસ કરે. એટલે નાના નાના અધિકારિઓ નિયંત્રણ કરે અને નાના નાના બીલો બને સૌ કોઇને અધૂરા કામના અને નબળા કામના પણ પૂરા પૈસા મળે. મ્યુનીસીપલ કમીશ્નર સાહેબની તેમના હિસાબે જવાબદારી બનતી નથી જનતાને ભણાવી શકાય.
 
 
એક પણ ફૂટપાથ ચાલી શકાય તેવી નથી.
અમદાવાદ શહેરમાં એક પણ એવી ફૂટપાથ નથી કે જેની ઓછામાં ઓછી ૨૫૦ મીટરની એવી એક લંબાઈ હોય જેમાં તમે ઉપર નીચે ચડ ઉતર કર્યા વગર ચાલી શકો કે સીધી લીટીમાં ચાલી શકો અથવા તેની ઉપર દુકાનનું કે લારી વાળાનું કે પાથરણા વાળાનું કે મારુતિવાનમાં ખાણીપીણી વેચનારનું કે, ગેરેજવાળાનું કે કબાડીનું કે રબારીનું દબાણ ન હોય.
 
 
પોલીસવાળા પોતાના ગુન્ડા એજન્ટો મારફત બધા પાસેથી વસુલાત કરે છે. કશું મફતમાં મળતું નથી.
 
 
તમને કોર્પોરેટરપણું વગર પૈસે મળ્યું હશે. હવે તમે તમારા કોર્પોરેટરપણાને શોભાવો. તો તમે પણ શોભશો. કોર્પોરેટરપણાને ભોગવો નહીં.
 
 
જવાબદારી લેવી ગમતી નથી
 
સરકારી મોટા ઓફીસરોને જવાબદારી લેવી ગમતી નથી. એટલે કાંતો તેઓ ક્ષતિવાળી પ્રણાલીઓ અપનાવે છે જેથી જવાબદારી નક્કી જ ન કરી શકાય. અથવા તો નક્કી કરવામાં એટલો સમય વીતી જાય કે જવાબદાર ઓફીસરોની બદલી થઈ ગઈ હોય કે તેઓ નિવૃત્ત થઇ ગયા હોય.
 
 
સી.જી રોડ અમદાવદની મહાગાથા
 
ખાયકીનું શ્રેષ્ઠ ઉદાહરણ અમદાવાદનો સી.જી.રોડ છે. કોણ કોણ પૈસા કમાયા અને હજુ પણ કોણ કોણ પૈસા કમાય છે તે ઘણા લોકો જાણે અને જે નહીં જાણતા હોય તેવા અજ્ઞાની લોકો પણ હવે જાણી શકશે.
 
૧૯૮૦ સુધી સી.જી. રોડ નામકરણ થયાનું ખ્યાલમાં નથી. ૧૯૭૯માં જનતાપાર્ટીનું પતન થયું. અને કોંગી સત્તા ઉપર આવી. અને સી.જી. રોડ ૧૯૮૫ માં કોમર્સીયલ બની ગયો. કેવી રીતે થયું તે ખબર નથી. પણ અમદાવાદના મ્યુનીસીપલ કમીશ્નરે છૂટછાટો આપી હશે તેવું માનવું પડશે.
 
 
પંચવટી થી સરદાર પટેલ સ્ટેડીયમ ક્રોસરોડ સુધીનો વિસ્તાર એક જંગી ધંધાદારી વિસ્તાર બની ગયો. જ્યાં સ્વતંત્ર બંગલાઓ હતા ત્યાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર, મેઝનીન એક, મેઝનીન બે, પહેલો માળ, બીજો માળ, …. અને નવમો માળ કે દશમાળસુધી કોમર્સીયલ કોંપ્લેક્સો બાંધવાની પરમીશન આપવામાં આવી.
 
 
બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર વાહનોના પાર્કીંગમાટે છે. મેઝનીન-એક, મેઝનીન-બે નાનીમોટી દુકાનો માટે અને ઉપરના મજલાઓ રહેણાક કે ઓફીસો માટે છે.
 
 
દુકાનદાર, ઓફીસના માણસો અને રહેવાસીઓને વાહન હોય જ અને તેને માટે પાર્કીંગની જગ્યા જોઇએ જ. એટલું તો અબુધમાણસ પણ સમજી શકે. એટલે મ્યુનીસીપલ કમીશ્નર કે જેની પાસે મદદનીશોની ફોજ છે તે ન સમજી શકે એવું માની તો ન જ શકાય.
 
 
ભૂખ્યો બીપીએલ(ગરીબી રેખાની નીચે જીવતો) માણસ અત્યારનું વિચારે, ગરીબ માણસ આજનું વિચારે, સામાન્ય માણસ આવતી કાલનું વિચારે, સામાન્ય અધિકારી પરમ દિવસનું વિચારે, અને ઉચ્ચ અધિકારી કાયમનું કમસેકમ સો વર્ષનું વિચારે. એફ એસ આઇ તેના પ્રમાણે નક્કી થાય. નગરનું પ્લાનીંગ પણ એ રીતે નક્કી થાય કે જેથી કરીને જનતાને ભીડભાડ અને અસુવિધાથી બચાવી શકાય.
 
 
 
બેઝમેન્ટ (ભોંયતળીયું) કોના માટે છે?
 
 
કોંપ્લેક્સમાં જે ખરીદદારો કે વપરાશકારો કે જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમના વાહનોના પાર્કીંગ માટે છે. પણ બીલ્ડરોએ તેમાં દિવાલો ચણીને પાર્ટીશન બનાવીને બીજા જ માણસોને વેચી દીધા. એટલે કે બેઝમેન્ટ કે જે વાહનોના પાર્કીંગ માટે નિશ્ચિત કરવામાં આવ્યા હતા તેમાં  જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમનો કોઈ લાગો રહ્યો નહીં.
 
 
ગ્રાઉન્ડ ફ્લોર શા માટે છે?
 
ગ્રાઉન્ડ ફ્લોર  દુકાનોના ગ્રાહકોના વાહનો માટે અને ઓફીસ કે રહેઠાણના મુલાકાતીઓ ના વાહનોના પાર્કીં માટે છે.
 
 
પણ બીલ્ડર ભાઇઓએ અહીં પણ દિવાલો અને શટરો કરીને બીજા જ માણસોને વેચી દીધા.

 


એટલે કે અહીં પણ જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમનો કોઈ લાગો રહ્યો નથી.

 
 
ચારે બાજુની ખૂલ્લી જગ્યાઃ
 
બાય લોઝ પ્રમાણે મકાનની ચારે બાજુ ૧૫ ફૂટની ખૂલ્લી જગ્યા રાખવી પડે છે. આ જગ્યા શા માટે છે? આ જગ્યા કબજેદારોના અને મુલાકાતીઓની અવરજવર માટે અને તેમના વાહનોની અવરજવર માટે છે.
 
 
બાંધકામના બાય-લૉઝ પ્રમાણે તો બધા હેતુઓ સ્પષ્ટ છે. પણ હેતુ અને પૈસાની લેવડ દેવડ એ બંનેના સંબંધને વિષે આપણા કમીશ્નર સાહેબો અજ્ઞાનગ્રસ્ત છે એવું લાગે છે. જાગતા માણસનો ઉંઘવાનો ઢોંગ છે.
 
 
બીલ્ડરભાઇએ શું કર્યું તે આપણે જાણ્યું. તેમણે બધીજ પાર્કીંગની જગ્યા બીજા માણસોને વેચી દીધી. એ ખરીદનાર ભાઇઓએ ત્યાં દુકાનો કરી દીધી. હવે કમીશ્નર ભાઇ અને તેમની સેનાએ શું કર્યું? યુદ્ધ કર્યું?
 
ના ભાઈ ના.
 
 
જ્યારે કોઈપણ બાંધકામ થતું હોય તો તેના પ્લાન મંજુર કરાવવા પડતા હોય છે. અને મ્યુનીસીપલ કમીશ્નરભાઇના સેનાનીઓએ તેનું સતત નીરીક્ષણ અને તબક્કાવાર ચકાસણી કરીને તબકાવાર આગળ બાંધકામ કરવા દેવાની છૂટ આપવાની હોય છે. એટલે કે જો કોઈ પણ કારણસર કશી અનીયમીતતા દેખાય તો કામ અટકાવી દઇને કામને કાયદેસર રીતે જ આગળ ધપવા દેવાનું હોય છે.
 
 
 
ગાંધીજીના ફોટાઓ
બીલ્ડરભાઈઓ યોગ્ય કિમતના ગાંધીજીના ફોટાઓ (ગાંધીજીના ફોટાવાળી ચલણી નોટો) બંધકવરમાં પહોંચતી કરતા રહે એટલે કમીશ્નરભાઈ અને તેના સેનાનીઓ ટેબલ ઉપર બેઠે બેઠે જ પેનવડે લીટોડા કરતા રહે છે. અને જરુર પડે લીટોડા વાળા કગળીયા ગૂમ કરતા રહે છે.
 
 
હવે જુઓ કેટલી સીધી વાત છે. એક કોમર્સીયલ કોંપ્લેક્સ. તેના બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર જે ફક્ત પાર્કીંગ માટે છે. ત્યાં દુકાનો બંધાઈ જાય છે અને તે કોઇકને જ વેચાઇ પણ જાય છે. અને આપણા કમીશ્નરભાઈ અને તેમની સેના ઘોર નિદ્રામાં હોય. આ શું માની શકાય તેવી વાત છે?
 
પણ ભાઇ, અહીં તો ટેબલની નીચે ડીલ થઇ છે. અને તે પણ કરોડોમાં.
 
 
અને હવે જુઓ કુંભકર્ણ રુપી આ કમીશ્નરભાઈ અને તેની સેનાનીઓ પોતાનું લપોડશંખી ભેજું ચલાવે છે.
 
 
આ કમીશ્નરભાઈ, તેઓ શું કહે છે?
 
ઓકે. તમે લોકોએ પાર્કીંગના હેતુ માટેની જમીન ઉપર ધંધો કરો છો એમ વાત છેને?
તો અમે તમારી ઉપર ધંધાદારીને લાગુ પડે એવો કર નાખીને તેને વસુલ પણ કરીશું.
કમીશ્નરભાઈ પોતાની પીઠ થાબડે છે કે અમે કેવી મ્યુનીસીપાલીટીની આવકમાં વૃદ્ધિ કરી!! હી … હી …  હી … હી …
અરે સાહેબ તમે જો ત્યાં દુકાન ન થવા દીધી હોત તો તે માણસ બીજી કોઇ કાયદેસરની જગ્યાએ દુકાન કરીને ધંધો કરત. તો ત્યાંથી પણ તમને આવક થાત જ.
 
 
હે કોર્પોરેટર ભાઇઓ તમારા પૂર્વજ કોર્પોરેટરભાઇઓ તો આ કમીશ્નરભાઇ થકી બેવકુફ બનવા તૈયાર જ હતા. કારણ કે કમીશ્નર સાહેબે તેમની સાથે ધંધાપાણી કરેલા.
 
 
 
પણ વાત અહીં અટકતી નથી.
 
બીલ્ડર ભાઇઓ અને કમીશ્નરભાઇ અને તેમના સેનાનીઓએ પાર્કીંગની જગ્યાના “ઉપયોગની હેરાફેરીમાં” તો મીલી ભગત કરી અબજોમાં રુપીયા બનાવ્યા. અને જેઓએ મેઝનીન એક, મેઝનીન બે માં કે તેની ઉપરના રહેઠાણ કે ઓફીસના મજલાઓ ખરીદ્યા છે તેમને કાયદેસરના પાર્કીંગમાંથી વંચીત કર્યા.
 
 
હવે પાર્કીંગનું શું થયું?
 
 
કમીશ્નરભાઇ અને તેમના સેનાનીઓએ કહ્યું તમ તમારે જે ૧૫ ફૂટની જગ્યા ચારે બાજુ ખૂલ્લી રાખવામાં આવી છે ત્યાં તમે તમારા વાહનો પાર્ક કરો. ખોડીયાર માના સમ અમે આંખો મીંચેલી જ રાખીશું.
 
 
એટલે હવે જે મુલાકાતીઓ અને વાહનોના અવરજવર માટેની જગ્યા હતી તે “હાઉસફુલ” થઇ ગઈ. તમારે જવું હોય તો તમારે આડા પગે, ડાબા જમણી થઈ તમારી જાતને સંભાળતા સંભાળતા અને તમારા કપડાની ચાળ ક્યાંય ફસાય નહીં તેનું ધ્યાન રાખતા રાખતા આગળ ધપવાનું છે. ધોતીયું પહેરતા હો તો સીવેલું નાડી બટનવાળું ધોતીયું પહેરવું હિતાવહ છે જેથી સુરુચિનો ભંગ થાય તેવી દશામાં તમે ન આવી શકો.
 
 
 
હવે મ્યુનીસીપલ કમીશ્નરભાઈની ધંધાપાણીની વાતને આગળ ધપાવીએ.
 
 
કમીશ્નરભાઈ ઉવાચઃ “વહેંચીને ખાઓ… જીવો અને જીવવા દો. લુંટો અને લુંટવા દો. સૈનિક લોગ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”
 
 
પાર્કીંગની જગ્યામાં દુકાનો થઈ ગઈ. અને કમીશ્નરભાઇ તો સેનાનીઓ સહિત ઘોર નિદ્રામાં હતા. એટલે દુકાનો તો એફ. એસ. આઈ. માં આવે. એટલે એફ. એસ. આઈ. ના નિયમનો ભંગ થયો. કમીશ્નરભાઈના મગજમાં બત્તી થઈ. તેમણે કહ્યું  હે સેક્રેટરી સાહેબ, હે ચીફ સેક્રેટરી સાહેબ આપણે તો સૌ ભાઇ ભાઇ છીએ. આપણે એમ કરીએ ઈમ્પેક્ટફી ઠોકી દઈએ. કોઈ ફાલતુ જણ કોર્ટમાં જઈને સ્ટે લૈ આવશે. આપણે કંઈ કેવીએટ દાખલ કરીશું નહીં. એટલે વાત લાંબે પડશે.
 
 
કમીશ્નર સાહેબો અને સેક્રેટરી સાહેબોએ તો ભેગા મળીને નિયમો કર્યા હોય છે એટલે કાણાં કે બાકોરા નહીં પણ મોટા મોટા દરવાજાઓ રાખ્યા હોય છે જેથી બીલ્ડરભાઇઓ જ નહીં પણ બધા જ સાહેબો છટકી જઈ શકે.
 
 
 
ઈમ્પેક્ટ ફી શું કામ નાખી?
 
કમીશ્નરભાઈ અને સેક્રેટરીશ્રી ઉચતુઃ (બે જણ્યા બોલ્યાને એટલે ઉવાચ ને બદલે ઉચતુઃ કહ્યું છે. ત્રણ જણ હોત તો ઉચુઃ કહેવાત)
 
 
હે જગ્યાના માલિકો, આ મોંઘવારીનો અને અછતનો જમાનો છે તે તો અમે પણ જાણીએ છીએ. તમે તમારી પરસેવાની કમાણીમાંથી આ જગ્યાઓ વેચાતી લીધી છે. હવે અમે બધા મહાપુરુષો છીએ. તમે લોકો સામાન્ય જંતુઓ છો.
 
 
બિલ્ડરોને તો અમે કંઈ કરી શકીએ તેમ નથી. સાલા બ્રીટીશ જમાનાના કાયદાઓ જ એવા છે કે અમે બિલ્ડરોને પકડી શકીએ તેમ નથી. વળી તેઓ ની વગ બહુ મોટી હોય છે તેથી કોર્ટના લફરામાં પણ અમે પડવા માગતા નથી. તમને તો ખબર જ છે કે કોર્ટના કામા કેવા હોય છે.
 
 
એટલે અમે ખૂબ વિચારીને એવા નિર્ણય પર આવ્યા છીએ કે ભૂલ તો તમે પણ કરી છે. તમે તમારા દસ્તાવેજો તપાસ્યા નથી. ભલે બેંકે તમને લોનુ આપી, પણ તેથી તમે કંઈ એમ ન માની શકો કે બીલ્ડરના કાગળીયા બધા બરાબર હતા. એટલે હવે આપણે કુલડીમાં ગોળ ભાંગીએ. એટલે અમને પણ નિરાંત અને તમને પણ નિરાંત.
 
 
તમે સૌ કોઇ આટલી આટલી ઈમ્પેક્ટ ફી ભરી દો. પછી અમે તમને કનડીશું નહીં. પછી એય તમે મોજથી રહો.
 
 
કોઇક બોલ્યું; પણ અમે તો રહેણાકવાળા છીએ અને વધારાની એફ એસ આઈ અમે વાપરતા નથી. તો અમારે શેની ઇમ્પેક્ટ ફિ ભરવાની?
 
 
કમીશ્નરભાઈ અને સેક્રેટરીશ્રી ઉચતુઃ (બે જણ્યા બોલ્યાને એટલે)
 
 
હે જગ્યાના માલિકો, આ બધું તો સંકેલવાની વાત છે. અમે ગેરકાયદેસર કુલબાંધકામને કુલ રહીશોમાં વહેચી દીધું છે. અને આ બધું અમે ફલાણી કોર્ટના ફલાણા ફલાણા ચૂકાદાના આધારે લેવાયેલા ફલાણા નિર્ણયને અનુરુપ બધું નક્કી કર્યું છે માટે શાણા થઈને ચૂપચાપ ઈમ્પેક્ટ ફી ભરી દો. અમારા હાથ તો કેટલા લાંબા છે તે તો તમે જાણો જ છો.
 
ઈતિ સિદ્ધમ્‌
 
 
“સમરથકો નહીં દોષ ગુંસાઈ.”
 
 
 
કમીશ્નરશ્રીએ વળી એક વધુ કમાણીની તક ઝડપીઃ
 
 
 
શ્રી કમીશ્નર ઉવાચઃ
મારા વહાલા સેનાનીઓ, આ સીજી રોડ ૪ પ્લસ ૪ એટલે કે આઠ લેનનો છે. જોકે ક્યાંક ૩ પ્લસ ૩ એટલે કે છ લેનનો પણ છે.
 
 
ભવિષ્યની વાત છોડો. આજ ની વાત કરો. અને બને તો રવિવારની જ વાત કરો. ટ્રાફીકની અવરજવર પ્રમાણે ૨ પ્લસ ૨ એટલે કે ૪ લેનની જ જરુર છે. ૬ લેનની જરુરત જ નથી.
 
 
પણ કોઈ આપણને આંગળી ન ચિંધે એટલે આપણે તેને ૩ પ્લસ ૩ એટલે કે ૬ લેનનો કરી નાખીએ. જો કે કેટલીક જગ્યાએ તે ૨ પલ્સ ૨ એટલે કે ચાર લેનનો થઈ જઈ જશે. પણ એ તો ઠીક છે. બધું ચાલશે.
 
 
આપણે બંને બાજુની એક એક લેનને પાર્કીંગમાં ફેરવી દઈએ. જો કે થોડો ખર્ચો થશે. પણ આપણે પાર્કીંગનું ભાડું લઈશું એટલે કમાણી પણ થશે.
 
 
કમાણી મૂખ્ય વસ્તુ છે. શું કહ્યું મેં? કમાણી મૂખ્ય વસ્તુ છે, સમજ્યા કે નહીં? ફરીથી કહું છું…  કમાણી મૂખ્ય વસ્તુ છે. મ્યુનીસીપાલીટી માટે કમાણી મૂખ્ય વસ્તુ છે. અને આપણે મ્યુનીસીપાલીટીમાં આવી જઈએ છીએ.
 
 
એક મ્યુનીસીપલ સેનાની વદ્યો; સાહેબ કમાણી કેવી રીતે થશે?
 
 
શ્રી કમીશ્નર ઉવાચઃ હે સેનાની વત્સ, તું નવો આવ્યો લાગે છે. તને આપણી પ્રણાલીઓથી મહિતગાર કરવો મારો ધર્મ છે. આપણે આ પાર્કીંગની જગ્યાનું ટેન્ડર બહાર પાડીશું. એટલે ટેન્ડર પાસ કરવાવાળાને કમાણી થશે. વળી જેનું ટેન્ડર પાસ થશે તેઓ નોકરો રાખશે જેઓ પાર્કીંગની ટીકીટો ચીપકાવશે. અને ગાડી સ્કુટરવાળા પાસેથી પાર્કીંગ ફી વસુલ કરશે. પછી, તેના ઉપર નિરક્ષકો મૂકીશું એટલે તે આપણા ભાઈઓને કમાણી થશે.
 
 
વળી તમે જાણો છો કે ટ્રાફિકના આંકડાઓ તો આપણા ભાઈઓએ રામાધુળાની હોટલમાં બેસીને જ તૈયાર કરેલા છે અને તે પણ રવિવારે. એટલે વાસ્તવમાં તો આજની તારીખમાં પણ પાર્કીંગ માટે જે જગ્યા આપણે રસ્તો કાપીને ફાળવવાના છીએ તે ઓછી જ છે. તેથી ઘણા બધા વાહન ધારકો પોતાના વાહન આફુડા રસ્તા ઉપર પાર્ક કરશે.
 
 
આપણે પોલીસડીપાર્ટમેન્ટને કહીશું કે તેઓ ટોઈંગનું ટેન્ડર બહાર પાડે કારણ કે આમાં કમાણીની ઠીક ઠીક ગુંજાઇશ છે. તેઓ પણ પૂરતું શાણપણ ધરાવે છે. જેઓનું ખોટું પાર્કીંગ હશે તેમના વાહનોનું ટોઈંગ કરવામાં આવશે. ટોઈંગવાળા તેમની સાથે ધંધાપાણીનો હિસાબ સમજી લેશે.
 
બોલો છે ને આઈડીયા ફાઈન.
 
 
(તડ તડ તડ … તાળીઓનો ગડગડાટ)
 
 
 
બોલો સાહેબ ૧૯૮૦ થી શરુ કરી ૧૯૯૨ સુધીમાં કોંગીજનો અને બીલ્ડરો સાથેની મીલી ભગતમાં કમીશ્નરસાહેબે અને તેમની સેનાએ સી.જી રોડમાંથી કેટલી કમાણી કરી હશે? ને તેમના અનુગામીઓને પણ લીલા લહેર છે.
 
 
કમીશ્નર સાહેબો આઈ એ એસ કેડરના ઓફીસરો છે. તેમના કોન્ફીડેન્સીયલ રેકોર્ડ ભરવાના થાય ત્યારે તેમની વહીવટી નિપૂણતા, દીર્ઘ દ્રષ્ટિ, આર્ષ દ્રષ્ટિ, નિર્ણય લેવાની ઝડપ,  વિવેકશિલતા વિષે અને વિશ્વસનીયતાની શંકાસ્પદતા વિષે પણ લખવાનું હોય છે. આ દરેકમાં તેમને એક મહાશૂન્ય જ મળે જ. શું કામ?
 
તેઓ કેવીરીતે નોકરીમાં આવ્યા છે?
અરે ભાઈ, પબ્લિક સર્વીસ કમીશનના એક ચેરમેનના ઘરની દિવાલોને તોડવામાં આવી તો દશ કરોડની રોકડ રકમ મળેલી.
 
 
તો કોર્પોરેટર ભાઇઓ, તમારે આ ખાઇ બદેલી નોકરશાહી થી ચેતવાનું છે. અને તમારી ઉપરાંત આ કમીશ્નરસાહેબોની અને તેમના સેનાનીઓની લાલસઓનું દમન કરવાનું છે.
 
નરેન્દ્રભાઇ મોદીએ તમારી ઉપર નિરીક્ષણની જવાબદારી નાખી છે. તમારે તેને લાયક બનવાનું છે.તમારે કોર્પોરેટરપદ શોભાવવાનું છે. તમારે કોર્પોરેટરપદ ભોગવવાનું નથી.
 
 
 
ચમત્કૃતિઃ
 
 
ચક્રેશ ઈન્દ્રપદમ્, સુરપતિ બ્રાહ્મમ્‌ પદમ્‌ વાંચ્છતિ,
બ્રહ્મા વિષ્ણુપદમ્‌, હરિઃ હરપદમ્‌, આશાવધિં કઃ ગતઃ?
 
 
(ધનલાલસા વધતાં વધતાં) જ્યારે તમે ધનપતિ થાઓ ત્યારે તમને નગરશેઠ થવાની લાલસા થાય છે. તે પ્રાપ્ત કર્યા પછી તમને રાજા થવાની આશા(લાલસા) રાખો છો. રાજા થાઓ તો તમે ચક્રવર્તિ રાજા થવાની આશા(લાલસા)  રાખો છો. ચક્રવર્તિ રાજા થયા પછી તમે ઈન્દ્ર રાજા થવાની આશા(લાલસા)  રાખો છો. ઈન્દ્ર થયા પછી તમે બ્રહ્મા અને તે પછી વિષ્ણુ અને તે પછી રુદ્ર થવાની આશા(લાલસા)  સેવો છો. આશાના (લાલસાના) અંતને કોણ પામ્યું છે?
 
 
 
શિરીષ મોહનલાલ દવે
 
ટેગઃ મ્યુનીસીપલ કમીશ્નર, કોંગીજનો, કોર્પોરેટર, મીલીભગત, બે નંબરી પૈસા, ઈમ્પેક્ટ ફી, ફુટપાથના કોન્ટ્રાક્ટ, પૈસા ઉઘરાવો,
I am Municiple Commissioner Son in Law of X Pradesh Congress President

I am Municiple Commissioner Son in Law of X Pradesh Congress President

Read Full Post »

%d bloggers like this: