Feeds:
Posts
Comments

Posts Tagged ‘મોદીકાકા’

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

મોદી-ફોબિયા પીડિત સમાચાર પત્રો મરણીયા બન્યા છે… – ૧

અમારે ભાવનગરમાં પચાસના દાયકામાં અમદાવાદના છાપાંઓ સાંજે આવતા. રાજકોટના છાપાં બપોરે આવતા. અને ભાવનગરમાંથી કોઈ દૈનિક છાપાં પ્રકાશિત થતા જ હતા નહીં. પગદંડી અને ભાવનગર સમાચાર જેવાં મેગેઝીનો બહાર પડતાં પણ તેનો ફેલાવો બહુ નહીં. મુંબઈના છાપાં સૌથી પહેલાં આવતાં પણ મોટે ભાગે વેપારી વર્ગ સિવાય મુંબઈ સમાચાર ખાસ વંચાતું નહીં. તે વખતે છાપાંઓ ઉપર છાપાંના કાગળનો ક્વોટા સરકાર હસ્તક રહેતો. તેથી છાપાવાળાં સરકારની વિરુદ્ધ આદુ ખાઈને પડી શકે તેવો જમાનો ન હતો. “શબ્દવ્યુહ રચના” અને “ફિલમ” ની જાહેરાતો ઉપર પણ સરકારે ક્વૉટાના હિસાબે નિયંત્રણ મુકેલું. તે વખતે મહાગુજરાતની ચળવળ ચાલતી. તેમાં સરકારી કોંગ્રેસ પ્રતિનું વલણ રહેતું. કમસે કમ ચૂંટણી વખતે તો “કોંગ્રેસ આપણો જાણીતો પક્ષ છે તેમની પાસે આપણે આપણા મનની વાત અને ફરિયાદ કરવાની સગવડ છે …” આવી મતલબના તંત્રી લેખો આવતા. એટલે સરવાળે જે કંઈ થોડા સમાચારો કોંગ્રેસની વિરુદ્ધ આવતા તેની ઉપર સરવાળે પાણી ફરી વળતું. જનસત્તાએ કોંગ્રેસ વિરુદ્ધ કાઠું કાઢેલ પણ તેને ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંધી કરી લેવી પડેલી.

ઈન્દિરા ગાંધીનો  નહેરુવીયન હોવાની લાયકાતના આધાર હેઠળ રાજ્યાભિષેક થયા પછી છાપાંઓમાં વિભાજન થવાના શ્રીગણેશની શરુઆત થયેલ. ઇન્દિરા ગાંધીના અને તેમના ભક્તોના જૂઠાણાઓએ  અને લાંચ રુશ્વતોએ માઝા મૂકતાં પ્રજામત આગળ છાપાંઓને ઝૂકવું પડેલ.

ઇન્દિરાએ જોયું કે વર્તમાન પત્રોની વિશ્વસનીયતા ઘણી છે એટલે ૧૯૭૫માં તેણીએ વર્તમાન પત્રોને પોતાની રીત પ્રમાણે “કટોકટી” દરમ્યાન સીધાં કરેલ.

૧૯૭૭માં જનતાપાર્ટીની સરકાર આવી એટલે શરુઆતમાં છાપાંઓ સ્પ્રીંગની જેમ ઉછળેલ પણ ચરણસીંગે જનતા પાર્ટી સામે બળવો કર્યો અને ઇન્દિરાની મદદ લીધી.

છાપાંઓને લાગ્યું કે;

“ઇન્દિરાઈ કોંગ્રેસ સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈન્દિરા પોતે જ ભ્રષ્ટ છે માટે નફા માટે વાચકવર્ગ ઉપર આધાર રાખવાની ખાસ જરુર નથી. ઇન્દિરાઈ કોંગ્રેસે હાલસુધી (૧૯૮૦ સુધી) ગરીબાઈ અને નિરક્ષરતા કાયમ રાખી હોવાથી, આપણે હવે ઇમોશનલ શિર્ષરેખાઓ (સમાચારની હેડ લાઈનો) અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારી શકીશું. સરકારી જાહેરાતો પણ મળશે. “ફલાણો કાયદો પ્રજાને અર્પણ… ફલાણો પ્રોજેક્ટ પ્રજાણે અર્પણ… “ આ બધું ચાલુ કરનાર તો ઇન્દિરા માઈ જ છે ને… ઇન્દિરા કોંગ્રેસનું કલ્ચર આપણે જાણીએ છીએ એટલે તેની સામે આદુખાઈને પડવાની જરુર નથી. એટલે ૧૯૭૯માં “જનતા પાર્ટીનો વાગેલો મૃત્યુ ઘંટ”, “કામ કરતી (ઈન્દિરાની) સરકાર”, “ગરીબોની કસ્તૂરી (ડુંગળી)ના ભાવ આસમાને”, “સૌભાગ્યકાંક્ષિણી થવા થનગનતી કન્યાઓ સોનાના આસમાની ભાવોથી ચિતાંતુર”, “કન્યાના માંબાપમાટે મંગળસૂત્ર એક સમસ્યા”,

આ દરમ્યાન રંગા-બીલ્લાની જોડીએ યુવાન ભાઈબેનનું અપહરણ કર્યું અને બળાત્કાર કર્યો. એટલે સમાચાર પત્રોને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. જોકે આવા બનાવો તો કોંગીના શાસનમાં ઉત્તરભારતમાં તો રોજ બનતા અને તેની નોંધ પણ લેવાતી ન હતી. પણ ભાઈ આપણે તો ઇન્દિરામાઈની સેવા કરવાની છે અને તમે ઇન્દિરામાઈનો સ્વભાવ તો જાણો છો જ ને કે. કટોકટીમાં કેટલાક શૂરવીરતા બતાવવા ગયેલાઓને ઇન્દિરા માઈએ કેવા મરણાસન્ન કરેલા. બાજપેયીના મણકાને શું થયું હયું હતું?  જો જય પ્રકાશ નારાયણને પણ ન છોડ્યા તો આપણે તે વળી કઈ વાડીના મૂળા? બહુ સિદ્ધની પૂંછડી થવાની જરુર નથી. એટલે તો આપણે કશ્મિરના હિન્દુઓની ઉપર થયેલા ખુલ્લેઆમ અત્યાચારો, હિજરત અને નર સંહારને છૂપાવવો પડેલો.

આમાં વળી નરસિંહરાવ વડાપ્રધાન થયા. તેમણે બધા નિયંત્રણો દૂર કર્યા. એટલે આપણી માટે જાહેરાતોનું મેદાન મોકળું થયું. પણ આપણે નહેરુવીયન કોંગ્રેસની અડફેટમાં ન આવવું, અને ખાસ કરીને નહેરુવંશના ફરજંદોની અડફેટમાં ન આવવું હોં!!”

અમારે ૧૯૫૨થી ગુજરાત સમાચાર આવતું હતું. પણ ૧૯૮૧માં ગુજરાત છોડ્યું. મુંબઈમાં મુંબઈ સમાચાર આવતું હતું. મુંબઈસમાચારના સંચાલકો મહાત્માગાંધીવાદી અને વળી મુંબઈ સમાચાર ફક્ત સમાચાર આપવામાં માને. જોકે ઇન્દિરાઈ અસર ખરી. પણ ન મામા કરતાં કહેણાં મામા શું ખોટા. આ પ્રમાણે મુંબઈ સમાચાર રહ્યું. ૧૯૯૬માં દેશાટન કરીને ગુજરાત આવ્યા. ૨૦૦૧માં મોદી આવ્યા. અને અમે ગુ.સ. ના (ગુજરાત સમાચારના) વલણોથી ત્રસ્ત થયા અને ગુ.સ. બંધ કર્યું.

ડી.બી. ચાલુ કર્યું. ડી.બી. ભાઈ (દિવ્ય ભાસ્કર-ભાઈ) નવા સવા હતા.

૨૦૦૧માં મોદીએ મુખ્ય મંત્રી થતાંની સાથે જ  બઘેડાટી બોલાવી. “વાંચે ગુજરાત”, “ચલો નિશાળ” જેવા અનેક કાર્યક્રમો થયા. વળી ઈન્ટરનેટનો જમાનો શરુ થયો. કેશુભાઈના જમાનામાં બધા પત્રકારોને અમદાવાદથી ગાંધીનગર રોજ ફ્રીમાં લઈ જવામાં આવતા, અને ચીકન બિર્યાની અને વ્હિસ્કી પણ ફ્રી. મોદીકાકાએ આ બધું બંધ કર્યું.

છાપાવાળાંઓની તો ઘાણી થઈ.

 

“આ તો ભારે થઈ. જે સગવડ મળતી હોય અને તે પણ મફત, એટલે અમને લગરિક અકારુ તો લાગે જ. પણ મુસલમાનો મદદે આવ્યા. તેમણે સાબરમતી એક્સપ્રેસનો કોચ ગોધરામાં બાળ્યો. ૫૯ હિન્દુઓને જીવતા બાળ્યા અને તેથી પ્રત્યાઘાત રુપે હિન્દુ-મુસ્લિમ રમખાણો થયાં એટલે આપણને તો હિન્દુઓની અસહિષ્ણુતાને ઉછાળવાનો જબ્બરજસ્ત મોકો મળી ગયો. ભલે હિન્દુઓ પણ મર્યા, અને મહિનાઓ સુધી હિન્દુઓ, સ્ટેબીંગના (મુસ્લિમો દ્વારા ચપ્પુઓ ખોસવાના બનાવોના ભોગ બન્યા) પણ અમે તો  ભરપેટ હિન્દુઓને ગાલી પ્રદાન કર્યું. સોનિયા માઈએ અને તેમના સાથીઓએ પણ ગાલીપ્રદાનો કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.

“મારા વાલીડા મોદીએ તો ભારે કરી.

સો દેડકાં અને એક સિંહ

“આ મોદીએ તો એવા દાવ ખેલ્યા કે આપણા સોનિયામાઈને અને તેમના ભક્ત મંડળને પણ લેવાના દેવા પડ્યા. આપણું શસ્ત્ર આપણને જ વાગ્યું.

“આ મોદી કાકો આટલેથી અટક્યો નહીં. પણ એણે ગુજરાતનો પાયાનો વિકાસ પણ કર્યો. પરપ્રાંતીઓ વધુને વધુ આવવામાંડ્યા. મોદી કાકાએ તેમને આવકાર્યા. તેમને નવાજ્યા. એટલે મોદીકાકાએ તો લાગલગાટ ૧૩+ વર્ષ એકચક્રી રાજ કર્યું. અને કારણ કે, પરપ્રાંતીઓને આવકારેલા એટલે તેઓ પણ મોદીકાકાના પ્રચ્છન્ન  પ્રચારકો બન્યા. એટલે આપણા નરેન્દ્ર ભાઈ મોદી તો વડાપ્રધાન થઈ ગયા. .. બોલો..

“બોલો હવે શું કરીશું? આ મોદીને પાડવો કેમ કરીને? એણે તો આપણી દુકાન બંધ કરી દીધી છે. હરાયા ઢોર થઈ જઈએ તે પહેલાં આપણે કંઈક કરવું પડશે. આપણી માઈના સહયોગીઓ ઉપર બધું જ છોડી દેવું બરાબર નથી.

સમાચાર પત્રો થયા ઘાંઘાં

“ચાલો મળીએ મેનેજમેન્ટના ખેરખાંઓને.

ચાલો “મને બધું આવડે (એમ.બી.એ. ને મળીએ) હવાઓના કહેવા પ્રમાણે આવા લોકોએ બીલ ક્લીન્ટનને જીતાડ્યા છે, ઓબામાને જીતાડ્યા છે … અરે એટલું જ નહીં આ મોદીને પણ સી.એમ. તરીકે અને પીએમ તરીકે જીતાડ્યો છે.

“ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ

( હે મેનેજમેન્ટ ગુરુ, હું તારો શિષ્ય છું. તારે શરણે આવેલા એવા મને બોધ આપ)

“આવો આવો. મારું તો કામ જ આ છે. પણ પૈસા થશે. ઉધાર બુધાર નહીં ચાલે.

“અરે સાહેબ તમે પૈસાની ચિંતા ન કરો. અમારે તો અમારું છાપું ચલાવવું છે. તમે કંઇક ટૂચકો બતાવો કે અમે બે પાંદડે થયા છીએ તે ચાલુ રહી શકીએ.

“ઓકે. તમે બે પાંદડે થયા કેવી રીતે?

“સાહેબ, અમારા દરેક સમાચાર જે છાપવાના હોય કે ન છાપવાના હોય તે અમારી શ્યામા લક્ષ્મી છે. બાકી તો સાહેબ, આ ફિલમી હસ્તિઓની સાચી ખોટી વાતો તેમના કહેવા પ્રમાણે છાપી એમાંથી થોડી ઘણી શ્યામા લક્ષ્મી પેદા કરતા હોઈએ છીએ. આ લોકોના અને બીજા કેટલાકના વિજ્ઞાપનો દ્વારા અમને શ્વેત લક્ષ્મી મળે છે.

“ તો પછી મુશ્કેલી શું છે?

“સાહેબ, અમારે તો લીલા લહેર હતી. અમારામાંના કેટલાકે તો બીલ્ડર નો ધંધો શરુ ક્લરેલો. પણ હવે જવા દો એ વાત. જો એ વાત કરીશું તો છાણે વીંછીં ચડશે…. અમારી તો પથારી ફરી ગઈ છે.

“કેમ શું થયું?

“સાહેબ, આ સોશીયલ મીડીયાએ અમારી ઘાણી કરી નાખી છે. એ લોકો સમાચારો જનતાને વહેલા પહોંચાડી દે છે. એટલું જ નહીં તેઓ જ ચર્ચાઓ કર્યા કરે છે… એટલે અમારો મોદી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવાનો હેતુ બરાબર પાર પડતો નથી.

“અચ્છા તો વાત એમ છે કે તમારે સોશીયલ મીડીયાને નબળું પાડવું છે. પણ તમે સમજી લો કે એ માટે તમારે કોંગીની અને તેના સાથીઓની મદદ લેવી પડશે.

“કોંગીઓ અને તેના સાથીઓ તો મદદ કરવા તૈયાર જ છે.

“તો તેમને કહો કે સોશીયલ મીડીયાનો મોરચો એ લોકો તેમની રીતે સંભાળી લે.

“હા, પણ અમે શું કરીએ?

“તમે શબ્દોની રમતો તો રમો જ છો ને? જેમકે ત્રણ જવાનો કશ્મિરની સરહદે ફૂંકાયા, નાગરિક યુવકો ઘવાયા. અંદર ક્યાંક લખો કે તેઓ પત્થરો ફેંકતા હતા…. સૂત્રો પોકારવાથી દેશ દ્રોહ થતો નથી…. મોદીની હાર , રાહુલને હાર … અમિત શાહ પક્ષ પ્રમુખપદેથી હટી શકે છે,… મોદી ઈફેક્ટ ધરાશાઈ, …. મોદીને બદલે કોણ ચર્ચા શરુ …. વિગેરે વિગેરે વિષયો ઉભા કરી તેની ઉપર ચર્ચા ફેલાવી શકાય છે. આવું બધું તો તમને કહેવું પડે એવું નથી… આવું તો તમે કરો જ છો.

“હાજી …  પણ આ પુરતું નથી. એવું અમને અને અમારા અન્નદાતા એવા માઈભક્તોને લાગે છે.

“તમે જુઓ અને સમજો… સોશીયલ મીડીયાનો એક વર્ગ છે. તે આમ તો બહોળો લાગે છે પણ તે મર્યાદિત છે. મોટાભાગના વયસ્ક અને વાર્ધક્યે પહોંચેલાઓને આ બધા ગેજેટોના સંચાલનની  તકનીકીઓ શિખવાની ઇચ્છાઓ નથી. એટલે આવા લોકો હજી તમારા ચીલાચાલુ સમાચાર માધ્યમ એવા વર્તમાન પત્રો ઉપર જ આધાર રાખે છે.  વળી આ મોદીકાકાએ ભણેલાઓમાં વૃદ્ધિ કરીને સાક્ષરતા ૮૦% પહોંચાડેલ છે તેમાંના યુવાનોની મગજની પાટીઓ કોરી છે. એટલે તમારા માઈમંડળને કહો કે આ લોકોનું ધ્યાન રાખે. અને તમે વાર્ધક્યમાં (ગલઢા લોકોનો, વૃદ્ધ લોકોનો) વિસામો લેનારાઓનો કબજો લો … એટલે કે તે બધા વાચકોની ઉપર,  અને તે ઉમરના કટારીયાઓ ઉપર કબજો લો… અને વયસ્ક કટારીયાઓને સાધો …

“હા… પણ એ કેવી રીતે … ?

 “ જુઓ… તમારી પાસે અમુક કટાર લેખકો તો હશે જ. તેમાંના કેટલાક ઓગણીશો સીત્તેરના દાયકામાં પ્રસિદ્ધિમાં આવ્યા હશે તેઓ હવે વયસ્ક થઈ ગયા હશે… કેટલાક તેથી પણ જુના હશે…. જે વાર્ધકયમાં વિસામો લેતા હશે…!!

“ હા… તો…?

“તો … શું? આ બધાને લપટાવો… તેમાંના ઘણા બધા લપટાઈ જવા આતુર જ હશે. કેટલાક એવોર્ડ પરત કરનારા પણ તમને મદદ કરવા આતુર હશે. ધર્મ કરતાં રિશ્વત મોટી છે એટલે કે પૈસા મોટા છે. અને પૈસા કરતાં કીર્તિ મોટી છે. કીર્તિ માટે તટસ્થતાનું મહોરું જરુરી છે. એટલે કે તમે “માલી પા…  પેલી પા … વિકાસના ફુગ્ગામાં કાણું પડ્યું… ઑણ … હમણેં , “  વળી જે યુવાનોને કોંગીએ જાતિવાદના નામે ઉશ્કેરવા માટે ઉત્પન્ન કર્યા તેમને વિષે ‘સત્તા પ્રતિષ્ઠાન સામે પડકારના પ્રતિક’ તરીકે ખપાવનારા તમને તમારે ભાણે ખપશે. વળી “ગાંધી પોતે જ ‘પૂર્ણ ગાંધીવાદી’ ન હતા એમ કહીને પોતાના સુક્ષ્મ અવલોકનને ઉજાગર કર્યા વગર જ આ લોકો અગડમ બગડમ લખશે અને પોતાને તટસ્થ ગણશે. ટૂંકમાં તેઓ કોરી પાટી વાળાઓને, “થાઉં થાઉં થતા કટારીયાઓને અને નબળી પડેલી યાદ શક્તિ વાળા ગલઢાઓને અસંમજસ માં મુકી દેશે. “પોલીટીશ્યનો બધા સરખા” એવા વૈશ્વિક કથનને તે સૌ પ્રમાણભાનને અવગણી “નોટા” નું બટન દબાવ’વા તત્પર થશે કે મત આપવા જ નહીં જાય.

“પણ સાહેબ, આ બીજેપી વાળા તો અમને ગદ્દારમાં ખપાવે છે તેનું શું?

“જુઓ … મેં તમને પહેલાં પણ કહ્યું જ છે કે તમે સીત્તેરના દશકામાં આગળ આવ્યા હતા તેવા વયસ્ક લેખકોને, મૂર્ધન્યોને, સેલીબ્રીટીઓને પકડો. તેમાંના ઘણાં ખૂરશી થી વંચિત રહ્યા હશે. તેમને પકડો. જેમકે જશવંત સિંઘ, યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રીતીશ નાંદી, જેવા અનેક છે. જેમકે બીજેપી-ગાય = કોંગ્રેસ. જેવું બોલવાવાળા તમને મળી રહેશે. ફિલમી મહાનુભાવો તો બોલવા માટે આતુર છે. જો તમે પ્રીતીશ નંદી જેવાને પકડશો તો તમને ફિલમી જગતામાં નવી ઓળખાણો થશે. આવા ખ્યાતનામ માહાનુભાવો જે કંઈ “હંગ્યું પાદ્યું” બોલે તેને હાલના કોરી પાટી વાળા બ્રહ્મવાક્ય જ માને છે.

“પણ સાહેબ, આ બધા મહાનુભાવો અમારા માટે લખવા માટેનો સમય ન કાઢી શકે તો.

“અરે ભાઈ…  તેઓ ક્યાંક તો લખતા જ હોય છે. તેનું ભાષાંતર કરી છાપી નાખો તમારા છાપાંમાં. તમારા છાપાંની પણ કીર્તિ વધશે કે “જોયું હવે તો આ મહાનુભાવો પણ મોદી રાજની વિરુદ્ધ થઈ ગયા છે. કંઈક તો ખોટું હશે જ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે   

ચમત્કૃતિઃ

મિયાંઃ “અરે ભટ્ટજી મૈંને વો ઝાડકે નીચે સેંકડો સાંપ દિખે…

ભટ્ટજીઃ “ અરે મિયાં ! હમારે યહાં કોઈ સાંપ હૈ હી નહીં …

મિયાં; “સચ માનો, કમસે કમ પચાસ સાંપ તો થે હી…

ભટ્ટજીઃ “વહાં સાંપ હો હી નહીં સકતા. ક્યોં કિ વહાં ટ્રાફિક ઇતના હૈ કિ સાંપ આનેકા નામ હી નહીં લે સકતા;

મિયાંઃ “દશ સાંપ તો થે હી થે …

ભટ્ટજી; “ચલો દેખકે આતે હૈ…

મિયાં; “ સાંપ જૈસા કુછ તો થા હી …

 ———————–

તમે કહેશો; “આ વાત તો મૂળ વાત જેવી નથી. તભા ભટ્ટ અને મિયાં ફુસકી ની વાતોમાં આવું કશું આવતું નથી.

અમેઃ અરે ભાઈ, સંત રજનીશમલ પણ તેનાલી રામની આવી જ વાતો કરે જ છે ને …

તમે કહેશો; “પણ આ પ્રીતીશ નંદીનું શું છે?   

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ ….  ()

એક વહાણના મુસાફરો એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. સ્થળને તમે હેતુ કહી શકો.

બાવાઓ બધા ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.

પણ બાવાઓ કહેવા કોને?

priests 01

બાવાની વ્યાખ્યા શું?

() જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?

ના જી.

વાખ્યા નહીં ચાલે.

() તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.

ના જી. વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.

જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. ગાદી વંશ પરંપરાગત હોય છે. બધાઓને પણ બાવાઓ કહેવા પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ   મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.

() તો પછી જે  બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?

ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા બનાવી શકીએ.

() શિખામણ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?

જો કે વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.

આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ વર્તવું બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણેફોર્સ ટુ પોઈન્ટ” (બિન્દુગામી બળહોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કેફોર્સ ટુ પોઈન્ટઅનેફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.

સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.

ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.

હા પણ …  બાવાઓ કોણ?

જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી બનેલું જણાશે.

અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો હોય છે. એટલે રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”

શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.

() જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.

પણ પરમાર્થ એટલે શું?

જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ  પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.

દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા હોય છે.

હવે જો આમ હોય તો પોલીટીશ્યનો પણ બાવા ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવાજતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.

એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું

ચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”

શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યુંબાવાજી !! કોઈ ઉપદેશ ….!!”

બાવાજી બોલ્યાઉપદેશબુપદેશ દેના હમારા કોઈ કામ નહીંહમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના

મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું કહી શકાય.

પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.

પરિભાષાની મુસીબત તો ઉભી છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?

() વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.

પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.

જો કે આપણે વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.

વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા  ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.

મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કેએકમ્હિ સત્‌ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.

તો શું આપણે બાવાઓની વ્યાખ્યા રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો રે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે  જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?

અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો … 

અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય? 

બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

યસ. વાખ્યા બરાબર છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા

Read Full Post »

कोंगी-कुक्कुराः उचुः
  
કોંગીજનાઃ ઉચુઃ (કોંગી કુતરાઓ ભસ્યા)
સુદર્શનજીએ સોનીયા ગાંધી વિષે પોતાની પાસે જે માહિતી હતી તે જાહેરમાં મૂકી.
 
હવે એ બાબતની સત્યતા વિષે સમાચાર માધ્યમોએ સોનીયા ગાંધી અને કેજીબી કે જે કોઇ લાગતી વળગતી સંસ્થાઓ હોય તેને પ્રૂચ્છા  કરવી જોઇએ. તેને બદલે કોંગીજનો બુમરાણ મચાવે છે અને મીડીયાજનો આરએસએસના વડાઓને ને પૂછે છે કે આબધું શું છે?
 
કોંગીજનોનું જ નહીં … મીડીયાજનોનું વર્તન પણ બેહુદું અને વરવું લાગે છે.
 
રાહુલ ગાંધીએ જ્યારે આરએસએસ ને આતંકવાદી સંસ્થા કહી હતી ત્યારે શું મીડીયા જનો એ સોનીયા ગાંધી પાસે અને બીજા અ-વર્ગના  કોંગી નેતાઓ સ્પષ્ટી કરણ માગ્યું હતું? નાજી. મીડીયા જનોની એવી હિંમત જ ક્યાં છે કે સોણીયા માઇનોને સવાલો પૂછે!!
 
અને ટીવી-૯ ને તો હદ કરી કે આરએસએસ અને બીજેપીને સાંપ સુંઘ ગયા એવો શબ્દ પ્રયોગ કર્યો.
 
જેમ કેટલાક ચ અને ગ-વર્ગના કોંગી નેતાઓએ રાહુલના નિવેદન વિષે કહ્યું કે તે રાહુલ ગાંધીનું અંગત હેસીયતથી કરેલું નિવેદન છે. તો તે વખતે અ-વર્ગ, બ-વર્ગ અને ક-વર્ગના નેતાઓને શું “સાંપ સૂંઘ ગયા થા?”
 
વાસ્તવમાં તો બીજેપી અને આરએસએસ જનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે કે કોઇક તો મરદ નીકળ્યો જે કોંગી ફોલ્સગોડેસને ચોખ્ખું સંભળાવી શકે છે.
 
 
સોણીયા માઈનોની બાયોડેટા અને રીઝ્યુમ
ઇલેક્ટ્રોનીક મીડીયાએ તો સુદર્શનજીએ આપેલી બીજી માહિતી ઉપર ચર્ચા કરવાનું ટાળ્યું છે. સોણીયા માઈનોની બાયોડેટા અને રીઝ્યુમ વિષે બધું મભમ મભમ રાખવું એ હાલના સમયની માગ છે એવું સમાચાર માધ્યમના ખબર પત્રીઓ જ નહીં પણ તેના સુજ્ઞ જનો અને કટાર મૂર્ધન્યો માને છે.
 
તથ્યોની શૈક્ષણિક કે તાત્વિક ચર્ચા કરવાને બદલે નવરા બેઠેલા કોંગીહજુરીયાઓએ ક્યાં અને કેટલું પ્રદર્શન કર્યું તે વિષે બધું  તો જાહેર કરવાનું રાખ્યું છે. સમાચાર માધ્યમોએ એવું માન્યું છે કે આ એક યુદ્ધ છે અને “યુદ્ધસ્ય કથા રમ્યા” એ આધારે કોંગી જનોએ કરેલા તોફાની દૃષ્યોને બતાવવા અને બીજેપી નેતાઓને અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને સવાલો કરવા જરુરી છે.
 
 
સુબ્રમ્હણીયમ સ્વામીએ તો શ્રી સુદર્શન કરતાં પણ વધુ ચોંકાવનારી મહિતીઓ નહેરુના એતત્‌કાલીન (હાલના) વંશજો વિષે આપી છે. મીડીયા મૂર્ધન્યોમાં ક્યાં હિમત જ છે કે તે વિષે એક અક્ષર પણ બોલે!
 
બહુચરમાના ભક્તોની જય હો.
 
 
બુદ્ધ કે બૌદ્ધો અને શંકરાચાર્ય ની વચ્ચે થયેલી ચર્ચા;
 
હવે તમે જુઓ અને બુદ્ધ કે બૌદ્ધો અને શંકરાચાર્ય ની વચ્ચે થયેલી ચર્ચાને યાદ કરો.
(કેટલાક ઈતિહાસકારો શંકરાચાર્યને બુદ્ધના સમકાલીન માને છે. પણ કેટલાક આ વાત માનતા નથી તેથી આ થયેલી ચર્ચા આપણે બૌદ્ધો સાથે થઈ હશે તેમ માનીશું)
 
 
બૌદ્ધ મહાભંતે શંકરાચાર્યને કહ્યું; “તમારી વાત એવી છે કે …  એક તીર છૂટ્યું અને એક વ્યક્તિને વાગ્યું… તમે જે વ્યક્તિને તીર વાગ્યું તેની સારવાર કરવાને બદલે, આ તીર શેનું બનેલું છે? આ તીર  ક્યાંથી  આવ્યું? આ તીર કોણે છોડ્યું વિગેરે વિગેરે ચર્ચા કરો છો. તમારી ફીલોસોફી આવી છે. તમે લોકો આત્મા ક્યાંથી આવ્યો, આત્મા શું છે, આત્માને કોણે મોકલ્યો વિગેરે વિગેરેની ચર્ચા કરો છો. આવી વાતો નિરર્થક છે. મૂળવાત વ્યક્તિની પીડા છે.”
 
 
શંકરાચાર્યે કહ્યું; “વ્યક્તિને થતી પીડાના ઉપચાર વિષે અમે મૌન નથી. પણ તમે લોકો તીરની દીશા અને કોણે તીર છોડ્યું તે વિષે મૌન છો. જો તમે તીર કોણે છોડ્યું તેની તપાસ નહીં કરો તો તીર છૂટવાની ક્રિયા અવારનવાર થયા કરશે. અને તમે તેમાંથી ઉંચા જ નહીં આવો.”
 
 
પૂષ્પ માલા પ્રસંગેન કીટં શિરસિ ધાર્યતે
આમ તો નહેરુએ બૌદ્ધ ધર્મને વધુ મહત્વ આપ્યું હતું. તેના રાજકીય કારણો પણ હોઈ શકે. શંકરાચાર્યના તત્વજ્ઞાનની મહત્તાથી તેઓ અજાણ ન હતા. પણ શંકરાચાર્યને મહત્વ આપવું એટલે હિન્દુ ધર્મને મહત્વ આપવું એમ થાય.
 
 
“પૂષ્પ માલા પ્રસંગેન કીટં શિરસિ ધાર્યતે” એટલે કે મહાન વિભૂતિઓ ઉપર ફુલોની માળા અર્પણ કરીએ તો જેમ ફુલમાં રહેલા કીટકને ઉચ્ચ સ્થાન મળી જાય છે, એ ન્યાયે કીટકને પણ મહત્વ મળી જાય. આ વાત નહેરુજીની સેક્યુલારીટીને પસંદ નહતું.  હિન્દુઓ રુપી કીટકને મહત્વ મળી જાય તે નહેરુને પસંદ ન જ હોઈ શકે.
પણ કોંગીજનો માટે સિધ્ધાંત અને વ્યવહાર અલગ અલગ હોઈ શકે. જરુર પડે શંકરાચાર્યની ફિલસુફીને અમલમાં મુકવી પડે અને બુદ્ધને બાજુપર રાખવા પડે.
 
સુદર્શનજી એ ચક્રને બદલે બાણ છોડ્યું.
 
સુદર્શનજીએ ચક્ર કેમ ન છોડ્યું? અરે ભાઈ તમે સમજતા કેમ નથી? ચક્ર છોડે તો પૂર્ણ વિરામ આવે. તીર છોડે તો ફક્ત ઘાયલ થાય. અને સુદર્શનજી કંઈ કોંગીને મારી નાખવા માગતા નથી.
 
 
પણ હવે એક આડવાત કરી લઈએ.
 
 
ઈન્દીરા ગાંધીની પોતાની ઉપરની  કટોકટી
 
ઈન્દીરા ગાંધીએ પોતાની નિસ્ફળતાઓ થકી ઉત્પન્ન થયેલી પોતાની ઉપરની  કટોકટી દૂર કરવા આમજનતા ઉપર કટોકટી લાદેલી.
 
તેમણે શંકરાચાર્યની ફીલોસોફીને ફોલો કરી. ઈન્દીરાએ  પોતાની ઉપર કટોકટીરુપી આવેલા તીરનું ઉદ્‌ભવ સ્થાન તેમના વિરોધી નેતાગણ છે એવું માનીને તે સહુ વિરોધીઓને બંદીવાન કરી જેલમાં નાખેલા.
 
કટોકટીકાળમાં ઇન્દીરા ગાંધીએ આરએસએસબંધુઓને પણ “બીજાઓ” ની સાથે  બંદીવાન કરીને જેલમાં નાખ્યા હતા. બીજાઓ એટલે કે સંસ્થા કોંગ્રેસીજનો અને તેના નેતાઓ, સર્વોદયવાદી નેતાઓ અને કાર્યકરો વિગેરે વિગેરે.
 
 
કટોકટી ક્યારે પૂરી થશે? તેની તો ઈન્દીરાને પણ ખબર નહતી.
 
જેલના કેદીજનો અનિયતકાલ માટે જેલમાં રહેશે અને આ અનિયતકાળ ક્યારે પૂરો થશે? તે કોઈપણ જાણતું નહતું.
 
 
એવું પણ બને કે ભારતમાં કટોકટી રુપી પકિસ્તાનવાળી સદાકાળ ચાલુ રહે…
 
 
 
આરએસએસબંધુઓને લાગ્યું કે જીંદગી જ અહીં પૂરી થશે
 
આરએસએસબંધુઓના અમુક નેતાજન ને લાગ્યું કે આપણી તો જીંદગી જ અહીં પૂરી થશે. જયપ્રકાશનારાયણ અપૂરતી કાળજીને કારણે મૃત્યુમુખ તરફ ધકેલાઈ રહ્યા છે.
 
ઈન્દીરાએ તેમની વીરગતીને છાજે તેવી અંતીમ ક્રિયાની વ્યવસ્થા કરી રાખી છે. એવી જાહેરાત પણ કરવામાં આવી છે. આવી જાહેરાત ભવિષ્યમાં આપણા માટે પણ થાય. કદાચ એવી જાહેરાત ન પણ થાય. આવી સ્થિતિમાં ઈતિહાસના પાનાઓનું જે થાય તે થાય પણ આપણા બૈરાછોકરાં અને અથવા સંબંધીઓનું શું? આપણી ઉત્તરક્રિયાઓનું શું?
 
 
આણે (ઈન્દીરાએ) તો ભારે કરી? …..  તો હવે શું કરીશું …. ?
 
 
અરે હે ઈન્દીરા માઈ … અમે તો તમારા છોરુ છૈએ …  અમારા એક સંબંધી વડીલ બંધુએ એક કાળે થોડી ક્ષણ પૂરતા તમને આવેશમાં અને આવેશમાં દુર્ગા માતા કહેલા. (કહેતાં તો કહેવાઈ ગયેલું પણ પછી પેટ ભરીને પસ્તાયેલા.)
 
એમ તો મહાત્મા ગાંધીએ પણ જવાહરલાલ માટે એવું ક્યાં નહોતું કીધું કે હવે જવાહર મારી ભાષા બોલશે. (જોકે તેનો અનર્થ જવાહરે એવો કરેલો કે “હું સદાકાળ માટે પ્રધાનમાંત્રી રહીશ”. પણ એવાત જવાદો) અમે તમને સદાકાળમાટે  દૂર્ગામાતા કહીશું.
 
 
“વળી હે માતે (માફકરજો … ખરો શબ્દ “હે માતર્”‌ છે, પણ ટીવી સીરીયલકથાની અસરમાં મૂળ શબ્દ “માતૃ” ને બદલે “માતા” સમજેલા અને “બાલિકા”નું સંબોધન એકવચન જેમ “હે બાલિકે” એમ થાય તેમ “માતા” શબ્દનું નું સંબોધન એક વચન હે માતે એમ કરી દીધેલું. પણ હવે એ વાત જવા દો)અમે તો પરોપકારી અને દુઃખીઓની, દર્દીઓની, આપદ્‌ગ્રસ્તોની,વિપત્તિપીડિતોની મદદ કરનારા છીએ.
 
“અમારે તો રાજકારણ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. તમે આપણા જવાનોએ જીતેલો મલક દુશ્મનને મફતમાં આપો કે પૈસા લઈને આપો કે દબાણથી ડરીને આપો કે ગમે તેમ આપો. અમારે તેની સાથે કશો સંબંધ નથી. આ તો બધું રાજકારણ છે. અમે તેનાથી પર છીએ. માટે હે માતર્‌, અમારો અહીંથી (જેલમાંથી) ઉદ્ધાર કરો.”
 
 
કંઈક આવું થયું એવું ઘણા લોકો શ્રદ્ધા, અશ્રદ્ધા, પ્રત્યક્ષ પ્રમાણ, અફવા, તર્ક વિગેરેમાં થી એક કે વધુ કારણસર માને છે.
 
 
ઈન્દીરામાઈએ પૂછ્યું; શું આ શૂરવીરના વચનો છે?
 
જવાબ હતો;
 
 “હાજી”
 
 “વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શૂરા બોલ્યા ન ફરે પશ્ચિમ ઊગે સૂર.”
 
 
તો જાઓ …  તમે પેરોલ ઉપર જાઓ. જે કંઈ કહ્યું તેના ઉપર મારો મત્તુ ….
 
તે આજની ઘડી …  ને કાલનો દી …
 
અરે સૉરી …. તે દી નો દી અને આજની ઘડી …. આરએસએસ નેતાઓમાંનો કોઇકનો કોઇ લાલ એવી એક પણ તક ન ચૂકે કે; અમે તો મીશનરી સંસ્થા છીએ.
 
હાજી, કદીક બીજેપી નેતાગીરીને ગોદો મારી લે ખરી…
 
 
“હા … અમે દેશને થતા નુકશાન કે અહિતની વાત આવશે તો મુંગા નહીં બેસી રહીએ હા … હા હૉ…”
 
 
પણ સુદર્શનજી નું કદાચ અસંપ્રજ્ઞાત મન (અનકોંસીઅસ માઈન્ડ) દુઃખી થતું હશે. સાલું … મન કંઈ થોડું આપણું નોકર છે?
 
 
અને સુદર્શનજીએ તીર છોડ્યું?
હાજી, સુદર્શનજીએ તીર છોડ્યું…
 
 
તેમણે કહ્યું; “જો નહેરુવીયન મધ્યવયસ્ક ફરજંદ એમ કહે કે; આરએસએસ આતંકવાદી સંગઠન છે અને તે સીમી જેવી જ સંસ્થા છે …
અને આ ફરજંદ એવાં એવાં તીર છોડ્યા કરે … તો ફટ છે મારા આ જન્મને …”
 
 
“હે ઇન્દીરાઈ પ્ર-ફરજંદ એક તો તું મીડીયારુપી કાગળનો ટાયગર છે અને મારી સંસ્થા જેણે કુદરતી અને માનવ સર્જીત આફતોમાં જ્ઞાતિ તો શું પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર જાનને જોખમે આપદગ્રસ્તોની મદદ કરી છે તેને તું આવો બદલો આપે છે? કાચના ઘરમાં રહેવું અને બીજાના પાકા ઘર ઉપર પથરા ફેંકે છે? તારી … તો … તને જ નહી તારા આખા કુટુંબીજનો ને માટે હું મહાભારતનું દુર્યોધનના પક્ષનું એક પાત્ર બની જઈશ!!
 
 
“હા… તમે લોકો તો કલીયુગી દ્રૌપદી કે જેના પાંચ પતિઓ સ્વાર્થ, જુઠ, ચોરી, દાણચોરી અને ગદ્દારી છે. તમારી શું હેસિયત છે?
 
“કટોકટીને તો અમે ભૂલી ગયા છીએ. પણ તેથી શું અમે તમને અંગુઠો આપી દીધો છે?
 
“યુનીયનકાર્બાઈડને લાઈસન્સ આપવાની વાત કે એન્ડરસન ને ભગાડી દેવાની વાત કે દાઉદને જવાદેવાની વાત એ બધું શું અમે દેશના હિત-અહિતની વ્યાખ્યા કરતી વખતે સમાવેશ કરીએ છીએ? નથી કરતા. …
 
 
“અરે અમે તો તમે ઉત્પન્ન કરેલા આતંકવાદી તત્વો, નક્ષલવાદીઓ કે માઓવાદીઓ કે સામ્યવાદીઓના તમે કરેલા જોડાણોની તો શું પણ “જી-૨” કે “હર્ષદ મહેતા” કે “તેલગી” કે “સત્યમ” કે “કો.વેલ્થ ગેમ” કે “આદર્શ ટાવર” કે “સ્વીસબેંકના ખાતાંઓ”ની પણ વાત કરતા નથી. તો પણ તમે અમને આતંકવાદી કહો છો? ઈનફ ઇઝ નાઉ ઇનફ (હવે તો તમે હદ પાર કરી છે)”
 
 
અફવાઓ પણ જો ભૂકંપ સર્જી શક્તી હોય કે રીયાસતોને ઉથલાવી નાખી શકતિ હોય તો સત્ય અને અર્ધસત્ય પણ તે કરી શકે છે.
 
 
તો હવે મૂળ વાત પર આવીએ. કોંગીની ત્રીજી કક્ષાની જ નહીં ત્રીજા વર્ગની નેતાગીરી અને કોંગીવાડાજનોના ધડમાં પ્રાણ ફૂંકાયો. અને કાયદો હાથમાં લીધો. બુદ્ધભગવાનના  તત્વજ્ઞાનને અવગણીને, જેને તીર વાગ્યું છે તેની સારવાર કરવાને બદલે, આ કોંગીજનો તીરની દીશામાં દોડ્યા. અને તીરના ઉદભવસ્થાન એવા સુદર્શનજી ઉપર હુમલો કર્યો. બુદ્ધભગવાન ની ઐસી તૈસી….
 
 
પણ આ મીડીયાજનો હેબ ખાઈ ગ્યા… સાલુ આપણે શું કરવું? ત્યાં તો આરએસએસ ના એક મહાન નેતા વદ્યા. અમે સુદર્શનજી સાથે સહમત નથી….
 
 
“ફોઈબા”ને મૂંછો હોય તો “કાકા” જ ન કહેવાય? અરે ભાઈ મૂછો તો છે. પણ ફોઇબા જ હોય તો શું થાય!!
 
 
પણ શું બધા જ આરએસએસવાળા ફોઈબા છે?
 
 
હે સુદર્શનજી!! તમે “કહો પાર્થને ચડાવે બાણ … હવે તો યુદ્ધ એજ કલ્યાણ”
 
પાર્થ ચડાવે બાણ ... હવે તો યુદ્ધ એજ કલ્યાણ

પાર્થ ચડાવે બાણ ... હવે તો યુદ્ધ એજ કલ્યાણ

શઠં પ્રતિ શાઠ્યં સમાચરેત.
 
 
જે શઠ છે અને સુધરવાને તૈયાર નથી તેને તો અલિપ્ત ભાવે ખતમ જ કરો.
 
 
પણ કળીયુગીપાર્થ(આરએસએસ) માનસિકરીતે તૈયાર છે ખરો?
 
તેના નેતાઓ તો બોદા છે.
 
 
સુદર્શનજી! જણનારીમાં જોર નહોય તો સુયાણી બીચારી શું કરે?
 
બાકી જ્યાં ૮૦ટકા હિન્દુઓ હોય અને આરએસએસ જેવી સંસ્થા હોય ત્યાં કોંગી જેવી નીંભર સંસ્થા ૫૬+ વર્ષ પછી પણ રાજ કરી શકે તે શક્ય છે ખરું?
 
 
ગુજરાતની વાત જુદી છે. અહીં તો ભડનો દિકરો મોદીકાકો છે. તેણે કોંગીઓને વેતરી નાખ્યા છે.
 
શિરીષ એમ દવે
 
 
ટેગઃ નહેરુવીયન ફરજંદ, ઈન્દીરાઇ કટોકટી, વિરોધીઓ જેલમાં, સુદર્શન, આરએસએસ ફોઈબા, જણનારી ને સુયાણી, સુદર્શનચક્ર કે બાણ, યુદ્ધ એજ કલ્યાણ, મોદીકાકા, કોંગી કુક્કુર, હતઃપ્રભઃ મીડીયા

Read Full Post »

%d bloggers like this: