Feeds:
Posts
Comments

Posts Tagged ‘રામ’

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

હેલ્પેશભાઈ અને ફિલમી દુનિયા

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના માણસ છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના ચાહક છે?

શું હેલ્પેશભાઈ ફિલમી દુનિયાના દુશ્મન છે?

20200714_164218[1]

ના ભાઈ ના. આવું કશું નથી.

એક ચોખવટ કરી લઈએ.

હિરા ભાઈ એટલે ફિલમનો મુખ્ય એક્ટર (હિરો), સાઈડ એક્ટર, અને ગેસ્ટ એક્ટર. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

હિરા બેન એટલે ફિલમની મુખ્ય એક્ટ્રેસ (હિરોઈન) સાઈડ એક્ટ્રેસ અને ગેસ્ટ એક્ટ્રેસ. જે તે જગ્યાએ જે તે અનુરુપ હોય તે સમજવું.

સેલીબ્રીટીઃ

સેલીબ્રીટી શબ્દ જ્યારે વપરાય ત્યારે આમ તો તેનો અર્થ ખ્યાતિવાળો/પ્રખ્યાત વ્યક્તિ થાય. એટલે આમ તો બધા મહાનુભાવો સેલીબ્રીટીમાં આવી જાય. પણ સામાન્ય રીતે આ શબ્દ હિરાભાઈ/હિરાબેન કે ફિલમબનવાના કોઈ હિસ્સા સાથે પોતાનું યોગ દાન આપનારી વ્યક્તિ માટૅ પણ વપરાય છે. જો કે કોઈવાર ખેલકુદ ના ખેલાડી વ્યક્તિને પણ ગણવામાં આવે છે.

એટલે ટૂંકમાં નર માદા …  એક્ટ્રરો, સંગીતકારો, ગીતકારો, વાર્તા-લેખકો, નિર્દેશકો, નિર્માતાઓ … આ બધાને સેલીબ્રીટી ગણવામાં આવે છે. નર-માદા શબ્દ એક્ટરોને વધુ લાગુ પડે છે. શા માટે? તે આપણે પછી જોઈશું. અને તેની  ચર્ચા હેલ્પેશભાઈને લક્ષ્યમાં રાખીને  કરીશું.

હેલ્પેશભાઈએ  કેટલી ફિલમો જોઈ છે કે જેથી કરીને તેઓ ફિલમ ઉપર વિવેચન કરવાનો પોતાને અધિકાર છે તેમ માને છે?

હેલ્પેશભાઈ જ્યારે ઉમરમાં સીંગલ ડીજીટમાં હતા ત્યારે તેઓ જન્મથી લઈને તેઓ તે વખતે જે ઉમરે પહોંચ્યા હતા તે દરમ્યાન સુધીની બધી જોયેલી બધી ફિલમોના નામ ગણાવી શકતા હતા. આ સંખ્યા પણ આશરે ૧૫ ની હતી.

હેલ્પેશભાઈ ફિલમમાં શું સમજતા હતા?

કશું જ નહીં. હેલ્પેશ ભાઈની ફિલમ જોવાની શરુઆત ધ્રાંગધ્રા થી થઈ હતી. કારણ કે વિઠ્ઠલગઢ કે નદીસરમાં ટોકીઝ હતી નહીં.

“શેઠ સગાળશા” ફિલમ માં છેલ્લે ભગવાન આવે છે તેટલું હેલ્પેશભાઈ સમજ્યા હતા.

“કામ પડ્યું છે આ જ તારું, ઓ બાલુડા … કામ પડ્યું છે આજ તારું.” આ ગીત તેમને મોટાભાગનું મોઢે હતું. “કામ પડ્યું છે આ જ તારું “ એનો અર્થ હેલ્પેશભાઈ સમજતા નહીં. પણ  “કામપડ્યું”  કોઈ વસ્તુમાટે નો એક શબ્દ છે તેમ સમજતા. જેમકે  રમકડાનો પોપટ. ફિલમમાં ભગવાનને આટલા થોડા સમય માટે કેમ બતાવે છે તે હેલ્પેશભાઈને સમજાતું ન હતું. ધાર્મિક ફિલમોમાં ભગવાનને ઘણો સમય બતાવે એટલે હેલ્પેશભાઈને ધાર્મિક ફિલમો ગમતી.   

નાટકો કરતાં ફિલમ વધારે ગમતી. નાટકમાં એકનું એક દૃષ્ય રહે તે હેલ્પેશભાઈને ન ગમે. ફિલમ ગમે તેવી હોય પણ એમાં દૃષ્યો બદલાતા રહે છે. તેથી હેલ્પેશભાઈને ફિલમો ગમતી.

રામ-રાજ્યઃ

હેલ્પેશભાઈ,  એક્ટર એક્ટ્રેસને ઓળખી શકવાની ઉચ્ચતા સુધી પહોંચ્યા ન હતા. રામ, ભરત, લક્ષ્મણનો પાત્રનો ભેદ સમજી શકતા નહીં. પણ એક સ્ત્રી કે જે સીતા હતી, તે સતત રડ્યા કરતી. અને તેને બધા “સીતાજી” એમ કહેતા તે હેલ્પેશભાઈને ગમતું નહીં. એક તો આ બૈરી જ્યારે ત્યારે રડ્યા કરતી હોય છે અને તેને બધા માનવાચક રીતે સીતા”જી”, એમ કહે છે એ હેલ્પેશભાઈને યોગ્ય લાગતું ન હતું.

કારિયાભાઈઃ

હેમુભાઈ કારિયા ઉર્ફે કારિયાભાઈ,  એ રાજકોટમાં ઉભા ક્વાર્ટર્સમાં તેમના મોટાભાઈની સાથે   રહેતા હતા. કારિયાભાઈ  સરખામણીમાં ઘણા મોટા હતા. રાજકોટના મુખ્ય બજારમાં તેમની પાનની દુકાન હતી. તેઓ હેલ્પેશભાઈના મોટા (વચલા) ભાઈના સમવયસ્ક ન હોવા છતાં ખાસમખાસ  મિત્ર હતા. તેઓ હેલ્પેશભાઈ અને તેમના ક્વાર્ટર્સના મિત્રોને અવારનવાર ફિલમો બતાવતા. ખાસ કરીને ગેસ્ફર્ડ ટોકીઝમાં લઈ જતા.  પણ હેલ્પેશભાઈ અને મિત્રોને ફિલમ કરતા ઇન્ટર્વલમાં વધુ રસ રહેતો. કારણ કે કારિયા ભાઈ આમ તો થર્ડક્લાસમાં (ટેકાવગરની બેંચ ઉપર બેસવાનું) ફિલમ બતાવે પણ ઇન્ટર્વલમાં ભેળ પણ ખવડાવે. હેલ્પેશભાઈ બ્રાહ્મણ. પણ કારિયા ભાઈ કહે “દુકાનવાળો તો બ્રાહ્મણ છે” માટે ખવાય. એટલે હેલ્પેશભાઈ બેધડક ખાય.

હેલ્પેશભાઈના એક માસી બહુ રુપાળા અને વાંકડીયા વાળવાળા હતા. એટલે હેલ્પેશભાઈ બધી હિરોઈનોને વીરબાળા માસી જ સમજતા. જ્યારે હિરોઈનોને પ્રસંગોપાત રોવાનું આવતું તો હેલ્પેશભાઈને અચરજ થતું.

એક ફિલમ (વિજ્યા કે વિદ્યા)માં દેવજીભાઈ (દેવાનન્દ) એક પાત્રને માર મારે છે. અને ફિલમમાં બધા તેને બિરદાવે છે.  હેલ્પેશભાઈને આશ્ચર્ય થયેલ.

કાળક્રમે હેલ્પેશભાઈ ડબલ ડીજીટની ઉંમરમાં પ્રવેશ્યા. એટલે તેમને હિરાભાઈ અને હિરીબેનોની મહાનતા જાણવા મળી. આ બધું તેમને તેમનાથી મોટી ઉમરની વ્યક્તિઓની ચર્ચા દ્વારા જાણવા  મળ્યું. જો કે હેલ્પેશભાઈને તે ચર્ચાઓમાં સમજણ પડતી નહીં. પણ એટલું અધિગત થતું કે આ હિરાભાઈઓ અને હિરાબેનો મહાન છે.

શા માટે હેલ્પેશ ભાઈને હિરાભાઈઓ અને હિરાબેનો મહાન લાગ્યા?

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ વાર્તાલાપ કરીને ફિલમમાં વાર્તાને આગળ ચલાવતા.

હિરાભાઈ અને હિરાબેન તત્કાલ કવિતા બનાવતા હતા,

હિરાબેન જરુર પડે રોઈ શકતા હતા અને હિરાભાઈ જરુર પડે ટકાટકી કરી શકતા હતા.

કાળક્રમે હેલ્પેશભાઈને ખબર પડી કે સંવાદ લેખક જુદા હોય છે. પણ તેથી હેલ્પેશભાઈને ખાસ ફેર પડ્યો નહીં. કારણકે આખી સંવાદની ચોપડીને યાદ રાખી લેવી એ કંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય.         

પણ હજી સુધી હેલ્પેશભાઈના મનમાં પસંદગી વાળા હિરાભાઈ એટલે કે પ્રેરણાદાતા હિરાભાઈનો જન્મ થયો ન હતો.

હેલ્પેશભાઈ ભાવનગરમાં આવ્યા પછી તેમની પસંદગીના હિરાભાઈનો જન્મ થયો.

બોલો આ કોણ હશે?

આ હિરાભાઈ હતા ભગવાનદાસભાઈ,

હેલ્પેશભાઈને ભગવાનદાસભાઈ  કેમ ગમતા હતા?

ભગવાનદાસભાઈ તલવાર બાજી સારી કરતા હતા. તે અરસામાં “નિશાન” ફિલમ આવેલી. તેમાં પણ તલવાર બાજીના દૃષ્યો હતા. પણ તે ફિલમમાં કાનમાં કડી હરેલા હિરો હતા તેથી હેલ્પેશભાઈને અજુગતું લાગતું હતું.

ભગવાનદાસ ભાઈની તલવાર બાજીની એક વિશિષ્ઠતા હતી. આમ તો પ્રેમનાથભાઈ પણ તલવાર બાજી કરતા હતા. ભગવાન દાસ ભાઈની અદાઓ હતી. ભગવાનદાસભાઈ પોતાના પ્રતિસ્પર્ધીને રમાડતા રમાડતા ચપટીવારમાં હરાવી દેતા હતા. શિવાજી ની એક ફિલમ હતી જેમાં શંકર ભગવાન અને પાર્વતીજી ને બતાવવામાં અવેલા. શંકર ભગવાન શિવાજી તરીકે જન્મ લે છે અને કોઈ એક મુસ્લિમ રાજાને તલવારબાજીથી થોડી સેકંડોમાં ખતમ કરી નાખે છે. આજે બાળકોને ડૅન્સ કરતા હિરાભાઈઓ મનપસંદ હોય છે.

ડેઈઝી ઈરાની જે બાબલા તરીકે આવતો હતો તે હેલ્પેશભાઈને ગમતો. તેનું નામ ચટપટ હતું. બેબી તબસ્સુમ પણ હતી. પણ તેની ઠાવકી ભાષા હેલ્પેશભાઈ સમજી શકતા ન હતા. પ્રેક્ષકો બેબી તબસ્સુમ ના બોલાવાથી ખડખડાટ હસતા. પણ હેલ્પેશભાઈને બધું હવામાં જતું. જેમકે એક ફિલમમાં બેબી તબસ્સુમ કહે છે “મારે જ બધું કામ કરવું પડે છે” આવું સાંભળીને પ્રેક્ષકો હસે છે. પણ હેલ્પેશભાઈને અચરજ થાય છે કે આમાં હસવાનું શું છે?

કદાચ અનારકલી અને સગાઈ નામની ફિલમથી હેલ્પેશભાઈને ફિલમમાં થોડી થોડી સમજ પડવા માંડી. અનારકલી અને સગાઈના હિરાબેન હેલ્પેશભાઈને  રુપાળા લાગેલ. એ સિવાયની હિરાબેનો, હેલ્પેશભાઈને રુપાળી લાગતી જ નહીં.

હેલ્પેશભાઈને હિરાભાઈઓ કે હિરાબેનો પ્રત્યે કદીય અહોભાવ ઉત્પન્ન થયો નહીં. કારણ કે અહોભાવ થવાની માનસિક ઉચ્ચતા પર  હેલ્પેશભાઈ પહોંચે તે  પહેલાં જ તેમને ખબર પડી ગઈ કે;

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે સંવાદ બનાવતી નથી.

તે ઉપરાંત

આ હિરાભાઈઓ અને હિરાબેનો પોતે ગીતો બનાવતી નથી તેથી હેલ્પેશભાઈ, હિરાભાઈ અને હિરાબેનો શીઘ્ર કવિ છે તે  શીઘ્ર કવિની માન્યતા ધરાશાયી થયેલ.

આ હિરાભાઈઓ અને હિરાબેનો કશું સળંગ મોઢે રાખતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરીબેનો  એક જ ઘાએ અભિનય કરતાં નથી,

આ હિરાભાઈઓ અને હિરાબેનો ના અનેકવારના અભિનયના પ્રયત્નો કરાવ્યા પછી તેને સ્વિકારમાં આવે છે.

આ હિરાભાઈઓ અને હિરાબેનો જ્યારે અભિનયના પ્રયત્નો ચાલુ હોય ત્યારે બોલવામાં અક્ષમ્ય ભૂલો કરતા હોય છે. તેમને ઘણા જ રી-ટેક કરવા પડતા હોય છે.

આ બધા કારણસર જ્યારે હેલ્પેશભાઈ કોલેજમાં પહોંચ્યા તે પૂર્વી જ  હિરાભાઈ અને હિરાબેનોની મજાક ઉડાવતા થઈ ગયા હતા.

હેલ્પેશભાઈના એક મિત્રના મિત્ર આવ્યા. તેઓશ્રી દિલીપકુમારના ભક્ત હતા. તેઓશ્રી દિલીપકુમારની ફિલમ પડે એટલે એ ફિલમ વીસ-પચીસ વાર જુએ.

એટલે હેલ્પેશભાઈએ કહ્યું “આ દિલીપકુમારને તમે કોઈ પણ રોલ આપો પછી ભલે તે મજુરનો હોય, કે ગામડીયાનો હોય કે રાજકુમારનો હોય કે પ્રેમલા-પેમલી હોય કે બંદરનો, એ હમેશા એક જ સ્ટાઈલમાં બોલે છે. … ઇન્સાઈયત નામની એક ફિલમ આવેલી. આ ફિલમમાં દિલીપભાઈને મેક-અપ વગર ઉતારેલા અથવા વધુ કદરુપા કરીને ઉતારેલા.  આ ફિલમમાં એક વાંદરો (વાંઈદરો) પણ રોલ કરતો હતો…. બાબુરાવ પટેલે કહેલ કે આ વાંદરાનો અભિનય , દિલીપકુમાર કરતાં સારો હતો.”

helpeshbhai

એટલે આ મિત્રના મિત્રે કહ્યું “અરે યાર, આપણે બધા નકામા એક બીજા સાથે લડી મરીએ  છીએ, આ બધા હિરો તો એકબીજા મિત્રો ખાસ મિત્રો હોય છે.”

મારા મિત્રે પેલા મિત્રને કહ્યું કે આ હેલ્પેશભાઈ તો બધા જ હિરોની વિરુદ્ધમાં છે. તુ એમની જોડે ચર્ચા ન કરીશ. તમે બંને નકામા ઝગડી પડશો.

એક વખત જબલપુરમાં સહાધ્યાયીઓ સાથે  ચર્ચા ચાલી.

પોતાનો માનીતો હિરો કોણ?

હેલ્પેશભાઈએ બધાની ટીકા કરી. દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરની એક્ટીંગની અવૈવિધ્યતા બતાવી. અને મજાકમાં કહી દીધું કે શ્રેષ્ઠ હિરો તો પ્રદીપ કુમાર છે. અને મારા સહાધ્યાયીઓ દ્વારા પ્રદીપકુમાર કૂટાઈ ગયો.

દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપુર;

દિલીપકુમાર ભાઈ, રાજકપુરભાઈ અને દેવજીભાઈ (દેવાનન્દભાઈ) આ ત્રણે     હિરાભાઈઓમાં દિલીપકુમારભાઈ ઓછા દેખાવડા. જો કે મુસ્લિમ બહેનોમાં તેઓ લોકપ્રિય ખરા. આ વાતની તમે તેમની ફિલમ જોવા જાવ એટલે ખબર પડે.

બધાને પ્રેમમાં પડવું તો હોય જ.

દિલીપભાઈની ખાસીયત એ કે તેમની ફિલમમાં હિરાબહેનો તેમના પ્રેમમાં સામે થી પડે. આવું કેમ થતું હશે તે સંશોધનનો વિષય છે. તૈયાર માલ મળી જાય એ કોને ન ગમે?

એ નાતે દિલીપભાઈના અંતરાત્મામાં એવો ગર્ભિત ભય ખરો કે આપણે બહુ રુપાળા નથી તેથી જો કૃષ્ણ ભગવાનના ચાળે ચડશું તો કૂટાઈ જઈશું. એના કરતાં એવી જ ફિલમ કથા પસંદ કરવી કે માલ (હિરાબેન)  સામેથી જ આવે. જે ભાઈઓ દિલીપકુમારભાઈ જેવી મનોવૃત્તિ ધરવતા હોય તેવા ભાઈઓ દિલીપકુમારને પસંદ કરતા અને તેમની સાથે તાદાત્મ્ય સાધતા કે ક્યારેક તો કોઈ સ્ત્રી આવીને આપણા ઉપર મરશે.

રાજકપુર ભાઈને એવું કે તેમને હિરાબેન સાથે પ્રેમ તો થાય. પણ સંજોગો એવા ઉત્પન્ન થાય કે હિરાબેન સંજોગોવશ રાજકપુર ભાઈને છોડી દે. એક જ ફિલમમાં આવું એકથી વધુ વાર બને. રાજકપુરભાઈ એકાદ કરુણતાપૂર્ણ ગીત ઠપકારી દે. હે પ્રેક્ષકો,  દુનિયાના તાલ જુઓ. અને મારી દયા ખાવ. રાજકપુરભાઈ આમ કારુણ્યના કીંગ હતા, જેમ મીનાબેન (મીનાકુમારી) કારુણ્યની રાણી (ટ્રેજડી ક્વીન). હેલ્પેશભાઈ તેને “અઘેલી વાણીયણ” તરીકે ઓળખાવતા.

તમે કોઈ ફિલમ એવી જોઈ છે જેમાં રાજકપુર ભાઈ બીડી/સીગરેટ ન હોય?

હાજી, વાલ્મિકી ફિલમ એકમાત્ર એવી ફિલમ છે કે જેમાં રાજકપુરભાઈએ નારદમુનીનો રોલ કરેલો. બોલો… કેવીરીતે રાજકપુરભાઈ સીગરેટ/બીડી પી શકે?

દેવજીભાઈ (દેવાનંદ) સાપેક્ષે રુપાળા. એટલે તેઓશ્રી તો પોતાને કામણગારો  કૃષ્ણ કનૈયો જ સમજે. દેવજી ભાઈ બધી જ ફિલમોમાં એક નિશ્ચિત હિરાબેનની છેડતી કર્યા કરે. ફિલમની અંદર કાળક્રમે આ હિરાબેન દેવજીભાઈ સાથે પાણીગ્રહણ કરે.

વાસ્તવમાં પણ એવું જ હતું. બહેનો બધી જ દેવજીભાઈ ઉપર ફિદા હતી. આ બધી બહેનો પણ જે તે ફિલમમાં તત્કાલીન હિરાબેન સાથે તાદાત્મ્ય સાધતી હશે કે ક્યારેક આવો કામણગારો પુરુષ આપણને છેડશે અને પછી આપણે તેની સાથે પાણીગ્રહણ કરીશું.

જોકે કેટલીક બહેનો  અઘેલી વાણીયણ ની જેમ (મીનાકુમારીની જેમ) દુઃખી જીંદગી માટે મીના કુમારીનો વહેમ રાખતી અને તેની સાથે તાદાત્મ્ય સાધતી.   

દેવજીભાઈની એક અદા (સ્ટાઈલ) હતી. તેઓ હાથ લુલા રાખીને ઝુમતા ઝુમતા અભિનય કરતા. એક “ડાલ્ડા દેવાનંદ” નામના ભાઈ, તેમની સ્ટાઈલ મારતા. દેવજી ભાઈએ તેમની સ્ટાઈલ બંધ કરી હતી કે નહીં તેની ખબર નથી.

આ બધા મુખ્ય હિરાભાઈ હતા. બીજા પણ હિરાભાઈઓ હતા. સંજીવકુમાર, બલરાજ સહાની, જયરાજ … આપણે લેખ લખવો છે પુસ્તક નહીં.

પહેલે થી જ બધી હિરાબેનો માદા તરીકે  વર્તતી. પહેલાંની હિરાબેનોને સામાન્ય રીતે શાસ્ત્રીય નૃત્ય આવડતું નહીં. તેથી તેઓ બંને હાથ અવનવી રીતે હલાવીને નૃત્ય કરતી જાણે કે એમ લાગે કે તેમના હાથોને આંટી પડી જશે તો શું થશે?  જોકે વયસ્ક હિરાબેનોમાં લલિતા પવાર વૈવિધ્ય પૂર્ણ અભિનય કરતી. ભદ્રા બેન (શબાના આઝમી) અને હસુબેન (માલા સિંહા) વૈવિધ્યતા પૂર્ણ અભિનય કરતા. ઉજમબેન (નિરુપા રૉય) એમાં અપવાદ હતા. પણ ગુજરાતી બહેનોમાં તે લોકપ્રિય હતા.

હેલ્પેશભાઈની બદલી અમદાવાદ અને પછી  મુંબઈ થઈ પછી કામના ભારણને લીધે ફિલમો જોવી બહુ જ ઓછી થઈ ગઈ. હેલ્પેશભાઈ  “છોડા ચેતન” નામની ફિલમ તેમની ભત્રીજી ને બતાવવા લઈ ગયેલ. પછી તો કાળક્રમે તેમની ભત્રીજી   મોટી થઈ, તેના લગ્ન થયા. અને તેને બાબો આવ્યો. અને તે બાબલાને લઈને હેલ્પેશભાઈ એક ફિલમ જોવા  ગયા. આ બે ફિલમો ની વચ્ચે નો સમય પંદરેક વર્ષનો હશે તે દરમ્યાન કોઈ ફિલમ જોએલી નહીં. આ બીજી ફિલમનું નામ હતું “છોટા ચેતન”. જો કે તે છોટા ચેતનનું  નવું વર્સન હતું.

આજે પણ હિરાબેનો કંઈક વધુ અંશે, માદા તરીકે જ વર્તે છે. જ્યારે આવું ન હોય ત્યારે હિરાબેનો પશ્ચિમી હિરાબેનોની સ્ટાઈલ મારે છે.

હાલના હિરાભાઈઓ પોતાને એક્ટર કરતાં નર તરીકે વધુ પ્રદર્શિત કરવામાં માને છે. કેટલાક વર્ષોથી  હિરાભાઈઓ દાઢી રાખતા થઈ ગયા છે.

હિરાભાઈઓ દ્વારા  દાઢી રાખવાના મુખ્ય કારણો કયા છે?

કટ્ટર મુસ્લિમોએ દાઢી રાખવી જ જોઇએ. પશ્ચિમના દેશોમાં આતંકી હુમલાઓ પછી, દાઢીવાળા મુસ્લિમો ઉપર એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ શરુ થયું.

આ અન્યાય હતો એવું કેટલાકને લાગ્યું. માલદાર મુસ્લિમ દેશોએ પશ્ચિમના  હિરાભાઈઓને ફોડ્યા. અને આ હિરાભાઈઓએ  દાઢી રાખવી શરુ કરી. તંગલો નાચ્યો એટલે તંગલી નાચી. આપણા દેશી હિરાભાઈઓએ પણ દાઢી રાખવી શરુ કરી.

શરુઆતમાં તો હકલાભાઈએ દાઢી વધારી. ડી-ગેંગ (દાઉદની ગેંગના નેટવર્કના લોકો) “શાહરુખ ખાનને “હકલા” તરીકે ઓળખે છે.  ચીકના ભાઈએ પણ દાઢી વધારી. અમીરખાનને ડી-ગેંગ ચીકના તરીકે ઓળખે છે. તેથી બીજા દેશી હિરાભાઈઓએ પણ દાઢી વધારી. એટલે પછી મોડેલીંગનું કામ કરતા ભાઈઓને પણ થયું કે અમે કંઈ હિરાભાઈઓથી કમ છીએ શુ? એટલે મોડેલીંગ વાળા ભાઈઓ પણ દાઢી રાખવા માંડ્યા. આવું થયું એટલે બધા જ વાદીલા (વાદે ચડેલા-રવાડે ચડેલા) જુવાન લોકોએ દાઢી રાખવી ચાલુ કરી દીધી. પછી તો વયસ્ક હોય પણ પોતાને જુવાન માનતા હૈ તેવા લોકોએ પણ દાઢી રાખવી શરુ કરી દીધી.

આપણા, હકલા અને ચીકનાએ દાઢી રાખવી બંધ કરી દીધી. કારણ કે “સાધ્યં ઈતિ સિદ્ધમ્‌”.

આપણા દેશી ભાઈઓને એમ છે કે આપણી (દેશી) માદાઓ “રફ એન્ડ ટફ” પુરુષોને વધુ પસંદ કરે છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૮

સીતા ધરતીમાં સમાઈ ગઈ. એક વાત એ પણ છે કે વાલ્મિકી પોતે જ સીતાની શુદ્ધતા શપથ પૂર્વક કહે અને વશિષ્ઠ તેને પ્રમાણ માને.

પણ રામનું માનવું છે એવું જ હોઈ શકે કે આવી કોઈ પ્રણાલી છે જ નહીં. જો પોતાના માટે આવું કરવામાં આવે તો તે પોતાને સ્પેશીયલ ટ્ટ્રીટામેન્ટ્ આપી કહેવાય. રાજાને આ જાતની સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવાની પ્રણાલી નથી માટે આવી પ્રણાલીની સ્થાપના અમાન્ય જ ગણાય. વળી આવી પ્રણાલી સ્થાપવી અને તેને સમાજમાં વ્યાપક કરવી તે પણ શક્ય નથી.  એટલે કે વશિષ્ઠ આને વાલ્મિકી કંઈ બધાને ઉપાબ્ધ ન હોય. રાજા માટે જુદા માપદંડ ન હોઈ શકે. એટલે રામનું માનવું એમ જ રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત અગ્નિપરીક્ષા જ છે.

સીતાએ અગ્નિ પરીક્ષા માટે શું કામ તૈયાર ન થઈ? સીતાને આમ વારંવાર અગ્નિ-પરીક્ષાની વાત અપમાન જનક લાગી. તેને જીવન સમાઅપ્ત કરવું વધુ યોગ્ય આગ્યું. આ વાતનો જનતા ઉપર વધુ પ્રભાવ પડશે. અને એટલે જનતાના હૃદયમાં સીતાનું સ્થાન રામ જેટલું જ આદરણીય બની જાય છે.

રામ અને નહેરુવીયન કોંગ્રેસના નેતાની ગેંગ

રામની સત્ય અને પ્રણાલીઓની ઉપરની નિષ્ઠા કઠોર હતી કે જો આપણે નહેરુથી શરુ કરી આજ પર્યંતના નહેરુના વંશજ કે અનુયાયીઓની જનતંત્ર ઉપરની નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાની સરખામણી કરીએ તો તેઓ સૌ માટે આત્મહત્યા કર્યા સિવાય કશો માર્ગ બચતો નથી.

રાજાજ્ઞા અને રાજાજ્ઞાના શબ્દોનું અર્થઘટન

રામ તો તે વખતે અજેય થઈ ગયા હતા. રામરાજ્યનો કારભાર પણ સ્થાપિત અને આદર્શ પરંપરા અનુસાર થઈ રહ્યો હતો.

એક ઋષિ આવે છે. તેઓશ્રી રામ સાથે મહત્વપૂર્ણા અને સંપૂર્ણ ગુપ્ત રહે એવી વાત કરવા માગે છે. તેઓશ્રી એવો પણ આગ્રહ રાખે છે કે જ્યાં સુધી વાતચીત સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈએ ખંડમાં પ્રવેશ પણ ન કરવો. રામ આ વાતની ચોકસી રાખવા લક્ષ્મણને બોલાવે છે. સંવાદ માટેના ખંડના બારણા પાસે લક્ષ્મણને ઉભા રહીને ચોકસી રાખવાનું કામ સોંપે છે. એ પણ ચેતવણી આપે છે કે જો કોઈપણ વ્યક્તિ અંદર આવશે તો તેણે રાજાજ્ઞાનો ભંગ કર્યો ગણાશે અને તેનો દંડ માત્ર મોતની સજા હશે.

રામ અને તે ઋષિ સંવાદ ખંડમાં જાય છે. લક્ષ્મણ દ્વારપાળ બની જાય છે. દરવાજાને બંધ કરવામાં આવે છે. સંવાદ ખંડની અંદર રામ અને ઋષિ વચ્ચે ગોષ્ટિ ચાલુ થાય છે.

કેટલાક સમય પછી દુર્વાસા ઋષિ આવે છે. તેઓ લક્ષ્મણને કહે છે રામને બોલાવ. મારે રામને તાત્કાલિક મળવું છે. લક્ષ્મણ કહે છે કે રામ તો ગુપ્ત મંત્રણામાં છે અને અત્યારે ત્યાં જવાની સંપૂર્ણ મનાઈ છે. દુર્વાસા પોતાનો આગ્રહ જારી રાખે છે. તેઓ લક્ષ્મણને ધમકી પૂર્વક એમ પણ કહે છે કે જો મને તત્કાલ મળવા દેવામાં નહીં આવે તો હું પૂરી અયોધ્યાને ભસ્મ કરી દઈશ.

વાસ્તવમાં લક્ષ્મણ અને દુર્વાસા વચ્ચે શું વાત થઈ હશે તે આપણે જાણતા નથી. આવી ધમકી આમ સાચી તો ન પડી શકે. તે વખતે ચમત્કારમાં માનવા વાળા કેટલા હતા અને લક્ષ્મણ પણ ચમત્કારમાં માનતા હતા કે નહીં તે પણ આપણે જાણતા નથી. પણ દુર્વાસાની ધમકી થી લક્ષ્મણને થયું કે તેમણે ગુપ્ત ગોષ્ટિ કરી રહેલા રામ અને ઋષિને વિક્ષુબ્ધ કરવા જ પડશે. આમ વિચારી લક્ષ્મણ બારણું ખોલે છે. તેજ સમયે રામ અને ઋષિ તેમના આસન ઉપરથી ઉભા થાય છે કારણ કે તેમની ગોષ્ટિ પૂરી થઈ હોય છે. 

“ગોષ્ટિ પૂરી થઈ” એની વ્યાખ્યા શું?

ગોષ્ટિનો પ્રારંભ તો રામ અને ઋષિ અંદર જાય અને બારણું બંધ થાય ત્યારથી થયો કહેવાય. પણ સંવાદનો અંત ક્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  રામ અને ઋષિ દ્વાર પાસે આવે ત્યારે થયો કહેવાય?

શું સંવાદનો અંત  રામ અને ઋષિ દ્વારની બહાર આવી જાય ત્યારે થયો કહેવાય?

રામને હિસાબે સંવાદનો અંત જ્યાં સુધી દ્વારની બહાર બંને આવે ત્યારે જ થયો કહેવાય.

 જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારથી જો ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે વાતચીત ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ વિચારમાં પડી જાય અને થોડું મૌન પણ ધરી લે. અને પછી બોલવાનું શરુ કરે.

જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન કહેવાય. કારણ કે તે બંને માંથી કોઈને નવી વાત યાદ આવે તો તેઓ ફરી થી પણ આસન ઉપર બેસી જાય.

જ્યારે રામ અને ઋષિ બારણા પાસે આવે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે તેઓ બારણું ખોલ્યા વગર કંઇક યાદ આવે તો ફરી થી પાછા જાય અને આસન ઉપર બેસીને ગોષ્ટિ ચાલુ કરે.

ફક્ત ચોકીદાર માટે જ નહીં પણ રામ, ઋષિ અને બધા જ માટે જ્યાં સુધી રામ અને ઋષિ બારણું ખોલીને બહાર ન આવે ત્યાં સુધી સંવાદનો અંત આવ્યો તેમ માની ન શકાય.

તો હવે રાજા રામે કહ્યા પ્રમાણે રાજાજ્ઞાનાના અનાદર માટે લક્ષ્મણને દેહાંત દંડ આપવો જોઇએ.

લક્ષ્મણ જે રામની સાથે રહ્યો અને દશરથની આજ્ઞા ન હોવા છતાં પણ રામ સાથે વનવાસ ભોગવ્યો, અનેક દુઃખ અને અપમાન સહન કર્યાં. લક્ષ્મણનો ત્યાગ અને ભ્રાતૃભાવ અનુપમ હતો. આ લક્ષ્મણે અયોધ્યાની જનતાના રક્ષણ માટે રાજાજ્ઞાનો જો શાબ્દિક વ્યાખ્યાથી થતા અર્થઘટન પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું. વાસ્તવિક રીતે તો રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. જે ઋષિ રામ સાથે ગોષ્ટિ કરી રહ્યા હતા, તેમને હિસાબે પણ રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. પણ ક્ષુરસ્ય ધારા (અસ્ત્રાની અણીવાળી ધાર) પર ચાલવા વાળા રામ અને લક્ષ્મણને લાગ્યું કે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતું.

સંભવ છે કે રામ અને ઋષિનો વાસ્તવિક સંવાદ ચાલુ જ હોય ને છેલ્લા વાક્યો બોલાતાં હોય ત્યારે જ લક્ષ્મણ ખંડની અંદર પહોંચ્યા હોય. ઋષિને લાગ્યું હોય કે હવે કશું ગુપ્ત કહેવાનું બાકી રહ્યું નથી તેથી લક્ષ્મણના પ્રવેશને હવે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન ન ગણવું. પણ રામને આવું ન લાગ્યું હોય.

રામે વશિષ્ઠને પૂછ્યું. વશિષ્ઠની માન્યતા પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતુ. તેથી લક્ષ્મણ માટે દેહાંતદંડની  સજા નિશ્ચિત બનતી હતી. પણ તે સમયમાં દેહાંતદંડના અર્થઘટન પર એક બીજી પ્રણાલી પણ હતી કે જે વ્યક્તિ ઉપર દેહાંત દંડ ની સજા લાગુ પડતી હોય તે જો કોઈ મહાપુરુષ હોય તો તેને સ્વદેશ ત્યાગની આજ્ઞા કરી શકાય. આ સજા, તેને માટે દેહાંતદંડની સમક્ક્ષ જ ગણાય.

લક્ષ્મણ અયોધ્યાની બહાર નિકળી જાય છે. અને સરયુ નદીમાં આત્મવિલોપન કરે છે.

આવી હતી રઘુવંશના તત્કાલિન શાસન અને પ્રણાલી પ્રત્યેની માનાસિકતા આને વલણો.

આ માનસિકતાને ભારતની જનતાએ માન્ય રાખી બહુમાન કર્યું. આધુનિક યુગના કેટલાક મૂર્ધન્યોને બાદ કરતાં કોઈએ રામની નિંદા ન કરી. ન તો કોઈએ સીતા અને લક્ષ્મણની નિંદા કરી. હાજી આપણા એતદ્‍કાલિન એટકે પ્રવર્તમાન કેટાલાક મૂર્ધન્યોએ રામના અમુક કાર્યોની કુત્સિત ટીકા કરી. કારણ કે અનેક વિશ્લેષકોનું ધ્યેય “પોતે કેવા તટસ્થ વિશ્લેષક છે કે રામને પણ છોડે નહીં” એ પ્રદર્શિત કરવાનું હોય છે.

રામ સામાજિક પ્રણાલીઓનું જે નિષ્ઠા પૂર્વક વળગી રહ્યા. સત્યનું ઉગમસ્થાન ગમે તે નિમ્ન સ્તરેથી આવતું હોય તો પણ તેમણે તે સત્યનો હમેશા આદર કર્યો  અને તેને અનુરુપ આચાર કર્યો. રામે, શાસકની સત્તાની જે સૈધાંતિક સીમા અને પરિભાષા રાખી હતી, તે સમજવા અને પચાવવા હાલના વિશ્વના વિદ્વાનો અને શાસકો પણ સક્ષમ નથી.

રામનું સૌથી મોટું અપમાન શું આજ છે?

ના જી. નહેરુવંશી અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓએ રામના ઘણા મોટાં અપમાન કર્યાં છે. 

(ચાલુ) 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

Where has he been lost who walked on this earth in flesh and blood.

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ /

એક વાત આપણે ફરીથી યાદ રાખી લેવી જોઇએ કે વ્યક્તિ અને સમાજ પ્રણાલીઓને આધારે ચાલે છે. સમાજમાં વ્યક્તિઓનો વ્યવહાર પણ પ્રણાલીઓના આધારે ચાલે છે.

નિયમોનું પાલન પ્રણાલીઓની અંતર્ગત આવે છે. ભીન્ન ભીન્ન જુથોની વ્યક્તિઓ વચ્ચેનો વ્યવહાર અને જુથો વચ્ચેનો વ્યવહાર પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છેનિયમો, કર્મકાંડ, પૂજા, અર્ચના પણ પ્રણાલીઓની અંતર્ગત આવે છે.

માનવ સમાજ પ્રણાલીઓના આધાર ઉપર ચાલે છે. પ્રણાલીઓના પાલન કરતાં કરતાં માનવ સમાજ ઉંચો આવે છે.

સમાજ ઉંચો આવે છે એટલે શું?

સમાજની સુખાકારી આને જ્ઞાનમાં વધારો થાય તો તેને સમાજ ઉંચો આવ્યો એમ કહેવાય. સમાજના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એટલે સમાજને ખબર પડે કે સમાજમાં ચાલતી પ્રણાલીઓમાં કેવા ફેરફારની જરુર છે. જો નવી પ્રણાલીઓ લાવવી હોય તો કેવી સુવ્યવસ્થિત રીતે લાવવી પડશે.

શાસકનું કર્તવ્ય છે કે તે સ્થાપિત પ્રણાલીઓનું જનતા પાસે પાલન કરાવે અને ખુદ પણ પાલન કરે.

કેટલીક પ્રણાલીઓ કોઈ સમાજમાં વિકલ્પ વાળી હોય છે.

જેમકે પુરુષે એક સ્ત્રી સાથે લગ્ન કરવું કે એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવું કે કરવું કે જો એકથી વધુ સ્ત્રી સાથે લગ્ન કરવું એમ હોય તો વધુમાં વધુ કેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કરવું. જીવન પર્યંત એક સ્ત્રી સાથે પરિણિત જીવન વિતાવવું કે તે સ્ત્રી હોય તો કે બીજા કોઈ કારણસર કે અમુક સંજોગોમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું.

આવા અને બીજા અનેક વિકલ્પ વાળા બીજાં બંધનો પણ હોય છે. આવા બધા વિકલ્પોમાં જે આદર્શ વિકલ્પ માનવામાં આવતો હોય તો તે વૈકલ્પિક પ્રણાલીનું સૌ પાલન કરે તે ઇચ્છનીય છે.

આવા આદર્શ વિકલ્પનું પાલન કરવું આદર્શ શાસક માટે આવશ્યક છે. આદર્શ શાસકે નિષ્ઠાપૂર્વક આદર્શ પ્રણાલીઓનું પાલન કરવું આવશ્યક છે .

શાસક એટલે શું?

રાજા કે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ કે જેના ઉપર પ્રણાલીઓનું પાલન કરવવાની જવાબદારી છે અને તેણે/તેમણે તે સ્વિકારેલી છે તેને/તેમને શાસક કહી શકાય.

કામ સેવા ભાવે કરવા માટે સ્વિકારવામાં આવ્યું હોય

કે કોઈ નિશ્ચિત/અનિશ્ચિત, પ્રત્યક્ષ કે પરોક્ષ સગવડોના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે માન અકરામ ના બદલામાં સ્વિકારવામાં આવ્યું હોય,

કે કોઈપણ પ્રણાલી અંતર્ગત જો સ્વિકારવામાં આવ્યું હોય,

તો તે સ્વિકારવા માત્રથી તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ શાસક તરીકે મનાશે.

રામે શું કર્યું?

રામે એક આદર્શ રાજાનું પાત્ર નિભાવ્યું.

રામે ફક્ત એક સ્ત્રી સાથે એટલે કે સીતા સાથે લગ્ન કર્યું. અને એક પત્નીવ્રત નિભાવ્યું.

વનવાસ દરમ્યાન તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું.

રાવણને હરાવ્યા પછી સીતાની પવિત્રતાની પરીક્ષા કરી.

આમ તો સીતા પવિત્ર હતી કારણ કે અશોકવાટિકા અંતર્ગતના નિવાસ દરમ્યાન તે ગર્ભવતી થઈ હતી. જો રાવણે કે બીજા કોઈએ સીતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હોત તો સીતા જરુર ગર્ભવતી થઈ હોત.

રામે જનતાની કે કોઈ એક વ્યક્તિની કે વ્યક્તિઓની શંકાને કારણે, તે શંકા ઉપરથી બોધ લીધો અને સીતાનો ત્યાગ કર્યો. સીતાને ત્યાગતી વખતે સીતા ગર્ભવતી હતી. રામે સીતાને વાલ્મિકીના આશ્રમમાં રાખવાની ગોઠવણ કરી. આમ રામે સીતાની અને તેને થનાર સંતાનની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી.      

રામે સીતાના ત્યાગ કર્યા પછી કોઈ બીજા લગ્ન કર્યા નહીં. એટલું નહીં પણ જ્યારે યજ્ઞના ક્રિયાકાંડમાં પત્નીની જરુર પડી તો પણ રામે બીજા લગ્ન કર્યાં નહીં. આવે સમયે શાસ્ત્રો દ્વારા માન્ય વિકલ્પ તરીકે, સીતાના પ્રતિકને સ્થાપી ધાર્મિક પ્રણાલી સંપન્ન કરી.

બધી વાતોથી સિદ્ધ થાય છે કે રામ ફક્ત સીતાને પ્રેમ કરતા હતા અને સીતાને પત્ની માનતા હતા. સીતા સિવાય તેમને કોઈને પણ તેઓ પોતાની પત્નીનું સ્થાન આપવા માગતા હતા.

રામે તો કોઈ ઢંઢેરો પીટ્યો કે પોતે કેવા ત્યાગી છે, પોતે કેવા આદર્શ છે કે તેમણે પોતાની પત્નીને દુઃખની ખીણમાં નાખીને પણ રાજધર્મ નિભાવ્યો.

રામે તો એવો કોઈ ઢંઢેરો પીટાવ્યો કે પોતે પોતાના કૌટૂંબિક જીવન ઉપર પણ, રાજધર્મને ખાતર કેવો અન્યાય કર્યો,

રામે તો પોતાના ફાયદા માટે એવો પ્રચાર કરાવડાવ્યો કે પ્રણાલીમાં બદલાવની જરુર છે,

રામે રાજા હોવા છતાં પણ અને મહેલમાં રહેતા હોવા છતાં પણ કોઈ શારીરિક સગવડો ભોગવી પણ સીતાની જેમ વનવાસીના જેવી જીંદગી જીવી. અને છતાં પણ રાજધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો.

શું રામે બધું સત્તામાં ચાલુ રહેવા માટે કર્યું હતું?

ના જી. રામને તો સત્તાનો મોહ હતો તો તેમને સુવિધાઓનો મોહ હતો. જો રામે ઈચ્છ્યું હોત તો તેમણે ૧૪ વર્ષનો વનવાસ સ્વિકાર્યો હોત. તેમના હિતેચ્છુઓ દ્વારા આંદોલન કરાવી શક્યા હોત. અને કૈકેયીને બદનામ કરાવી શક્યા હોત.

આવું કરત તો પણ પિતાની આજ્ઞાને, તે આજ્ઞાને થોડી સ્થગિત કરાવડાવીને ભરત આવે ત્યાં સુધીનો સમય પસાર કરાવી શક્યા હોત. ભરત દ્વારા જનાઅંદોલન કરાવી શક્યા હોત.

આવું કર્યા વગર પણ, જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછો આવ્યો અને ભરત તેમને શોધીને મળવા આવ્યો ત્યારે ભરતે પોતાના રાજાપણાના હોદ્દાની રુએ રામને અયોધ્યાની રાજગાદી સ્વિકારવાનું કહેલ. ત્યારે રામ ખુશી ખુશી તે વખતે અયોધ્યાની રાજગાદી સ્વિકારી શક્યા હોત. આમ કરવાથી પ્રણાલીનો ભંગ થાત અને ઘીના ઠામમાં ઘી ઢોળાયેલું રહેત. પણ આમ કરવાથી વરિષ્ઠ રાજા દશરથની આજ્ઞાનો આત્મા હણાઈ જાત. રાજાની આજ્ઞાનું પાલન થયું ગણાત પણ તેમાં તો રાજાની આજ્ઞાના પાલનની નિષ્ઠા હોત તો તેનો આત્મા હોત. આવી સમજણ ભારતમાં દશ હજાર વર્ષ પહેલાં પ્રવર્તતી હતી અને માન પામતી હતી.

પણ એજ ભારતમાં નહેરુવીયનોએ શું કર્યું?

નહેરુએ ભારતની સંસદમાં પ્રતિજ્ઞા લીધી કે તે અને તેમનો પક્ષ, ચીનની સાથેના ભારતના યુદ્ધમાં ભારતે ગુમાવેલી ભારતીય ભૂમિને પાછી મેળવ્યા સિવાય આરામથી બેસશે નહીં. નહેરુતો પછી પોતાની જીંદગી જીવી ગયા. અને દેહરાદુનમાં આરામ ફરમાવતા ફરમાવતા એક સવારે ગુજરી ગયા. પણ તેમની પ્રાથમિકતા કદીય પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનની રહી નહીં. તેમની પ્રાથમિકતા તેમની ઉતરાધિકારિણી તેમની પુત્રી કેવી રીતે બને તે રહી. આવી કોઈ પ્રણાલી આપણી લોકશાહીમાં નથી કે શાસકવ્યક્તિનું સંતાન તે શાસકનું અનુગામી બની તે પદભાર સંભાળે. પણ નહેરુએ પોતાના વડપણના પરિબળની રુએ પોતાની ગેંગદ્વારા નવી પ્રણાલી સ્થાપવાની ભરપૂર કોશિસ કરી.

નહેરુના સંતાન ઇન્દિરા ગાંધીએ વારસાગત પદભાર સંભાળવાનો લાભ લેવાનો અને ભોગવવાનો લાભ લીધો, પોતાની વારસામાં મળેલી પ્રતિજ્ઞાને સ્પર્શ પણ કર્યોતેણે નવી સમસ્યાઓ અને પ્રણાલીઓ પોતાના લાભ માટે બનાવી. જેમકે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં પોતાના પક્ષના એક ઉમેદવારનું આવેદન પત્ર ભર્યું પણ તે તેમને પસંદ હોવાથી, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની જાહેરાત કરી. આવી જાહેરાત કરવાની પ્રણાલી હતી. છતાં પણ પોતાના સંસાધનો દ્વારા ભરપૂર પ્રચાર કર્યો. પણ એજ ઈન્દીરા ગાંધીએ પછીના સત્રના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાંઆત્માના અવાજ અનુસારમત આપવાની પોતે પ્રસ્તૂત કરેલી પ્રણાલીને નકારી કાઢી.

ઇન્દિરા ગાંધીએ જાહેરમાં વચન આપેલ કે તે જે બંગ્લાદેશી બિહારી મુસ્લિમો (બીન બાંગાભાષી) એક કરોડની સંખ્યામાં ભારતમાં ઘુસી ગયા છે તેમને પાછા મોકલી દેશે. પણ વચન પોતે તે પછી ૧૪ વર્ષ રાજ કર્યું તો પણ તે વચનનું પાલન કર્યું નહીં. અને નવી આતંકવાદી સમસ્યાઓ ઉભી કરી તે જુદી. ભારતપાકિસ્તાનના યુદ્ધના નગારા ૧૯૬૯થી વાગતાં હતાં. અને ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના સંરક્ષણ મંત્રી જગજીવનરામે ઇન્દિરાની સરકાર તરફથી જાહેર કરેલ કે વખતે ૧૯૬૬ની પાકિસ્તાન સાથેની સંધિમાં થયેલી ભૂલનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. એટલે કે જે કંઈ પાકિસ્તાનની ભૂમિના હિસાઓ જીતીશું તેને પાછા આપીશું નહીં. પણ સિમલા કરાર હેઠળ જીતેલી ભૂમિ નહીં પણ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મિરનો જે ભૂભાગ ભારતીય લશ્કરે જીતેલો તે પણ પાછો આપી દીધેલ. વાત તો ભરતીય બંધારણ થી સ્થપાયેલ સિદ્ધાંતોથી વિપરિત વાત હતી. પેકેજ ડીલ દ્વારા પાકિસ્તાનને સીધું કરવાની વાત તો યાદ કરવામાં આવી. આવા વચનભંગોની તો પરંપરા સ્થપાઈ.

જ્યારે શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલીઓ  સ્થાપવાની અને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે ત્યારે દેશની આબરુ કેવી રસાતાળ થાય અને શાસક/શાસક જુથની નીતિમત્તા કેટલી હદે પતનને પામે છે તે જોઇએ.

 ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાનું વચન આપેલઆવા ખોટા વચન ઉપરાંત તેઓશ્રીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરી જીત્યાં હતાં. એટલે તેમના પ્રતિસ્પર્ધીએ તેમની સામે ઉચ્ચન્યાયાલયમાં કેસ કર્યો. ન્યાયાલયે નોંધ્યું કે ઇન્દિરા ગાંધી ન્યાયાલયની સામે જે કંઈ પ્રતિજ્ઞા પૂર્વક બોલ્યાં તેમાં ૧૬ ઉચ્ચારણો જૂઠાં હતાં. તેમની ચૂંટણી રદ થઈ. અને ઇન્દિરાને વર્ષ માટે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. બધું ભારતીય બંધારણમાં સ્થપાયેલા નીતિનિયમો અને પ્રણાલીઓને આધારે થયું હતું. હવે જો શાસકના હાથમાં પ્રણાલીઓ રદ કરવાની, નવી પ્રણાલિઓ સ્થાપવાની અને પ્રણાલીમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે તો શું થઈ શકે તે જોઇએ.

ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા લાલસા પોષવા શું શું કર્યું?

માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને કુદરતી અધિકારો પણ સ્થગિત કર્યા. શા માટે?

પોતાની સામે ઉભા થયેલાખતરાનેદેશની સામે ઉભા થયેલા ખતરાતરીકે ખપાવ્યો. રાતો રાત પોતાના મહાકાય ચિત્રો વાળા પોષ્ટરો છપાયા અને દિવાલો ઉપર ચીપકાવ્યા. તેની ઉપર લખાણ હતું જ્યારેદેશને વિભાજીત કરવા વાળા તત્વોદેશની ઉપર ત્રાટક્યા ત્યારે તે ચટ્ટાનની જેમ ઉભી રહી અને બધા પ્રહારો ઝીલી દેશને બચાવ્યો.” ઇન્દિરાએ બધા વિરોધીઓને જેલભેગા કર્યા. સમાચાર પત્રો લાંબા લહ થઈને ઇન્દિરાના પગમાં આળોટ્યા. ન્યાયાલયના ચૂકાદાઓ પણ જો શાસનની વિરુદ્ધ હોય તો દબાવવામાં આવ્યા. આવું બધું તો ઘણું થયું. જ્યારે તમે શાસકને પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા આપો એટલે દેશ પતન પામે. તમે આને જનતંત્ર કહી શકો.

પ્રણાલીઓ બદલવાની આદર્શ પ્રક્રિયા શું હોવી જોઈએ?

પ્રણાલીઓમાં ફેરફાર કરવાની સત્તા પ્રજા પાસે હોવી જોઇએ. પ્રજા તેના ઉપર ચર્ચા કરે અને પ્રજા તેનો મુસદ્દો ઘડે. વિદ્વાનો જેઓ શાસક દ્વારા લાભાન્વિત નથી તેઓ તેને સુઘટિત શબ્દોમાં પ્રસ્તૂત કરે અને રાજાને કહે કે હવે તમે પ્રણાલીનું પાલન કરાવો અને કરો.

અહી રમાયણમાં શું થાય છે.

રામ તો સીતાને પાછી લાવવા માટે કશું કરતા નથી. રાજા પોતાના અંગત લાભ માટે કશું કરે તેવી પ્રણાલી રાજા તરફથી સૂચિત થાય તેવી પ્રણાલી હતી નહીં. રાજા પોતે તો નવી પ્રણાલી સૂચવી શકે નહીં. રામે પોતાની નિંદા કરનારાઓને જેલમાં પણ મોકલ્યા.

તો રામે શું કર્યું?

સીતા વાલ્મિકીના આશ્રમમાં હતી. વાલ્મિકીએ સીતાની બધી વાત સાંભળી. વાલ્મિકીને થયું કે બીજી બધી વાત તો ઠીક છે મારા ભાઈ, પણ સીતાને અન્યાય થયો છે. એટલે વાલ્મિકીએ એક મહાકાવ્ય લખ્યું. અને રામ કથાનો લવ અને કુશદ્વારા જનતામાં પ્રચાર કરાવડાવ્યો. જનતાને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવવા માંડ્યો. જનતાએ રામ ઉપર દબાણ કર્યું.

પણ જે અધાર પર એટલે કે જે તર્ક ઉપર પ્રણાલીનો આધાર હતો, તે તર્કને કેવી રીતે નકારી શકાય? નવી કઈ પ્રણાલી સ્થાપાય કે સીતાની પવિત્રતા સિદ્ધ થાય. જે આધાર પર રામ શુદ્ધ હતા તે આધાર પર શું સિતા શુદ્ધ હતી? વાલ્મિકી અને તેમનો પૂરો આશ્રમ સીતાના ચાલચલન ઉપરથી સ્પષ્ટ હતો કે સીતા શુદ્ધ હતી. એટલે એવી પ્રક્રિયા સ્થપાય કે વાલ્મિકી અને વશિષ્ઠ બંને પ્રમાણ પત્ર આપે કે સીતા શુદ્ધ છે. આપણે જોઇએ શકીએ છીએ કે પૂરી પ્રક્રિયામાં રામનું કોઈ દબાણ આવતું નથી. રામનો કોઈ આગ્રહ પણ નથી. રામનો આદર્શ અભૂતપૂર્વ અને અનુપમ છે.

સીતા રામની પત્ની હતી. રામે શું પત્ની સાથે અન્યાય કર્યો કહેવાય?

રામે સીતાનો ત્યાગ કર્યો તો શું વાત સીતા ઉપર અન્યાય થયો કહેવાય?

સીતા તો રામની પત્ની હતી. સીતાના પત્ની તરીકેના અધિકારો હણાયા તેનું શું?

વાત માટે કોણ દોષિત છે?

રામ પોતે તો છે, એનું શું?

રામે પતિધર્મ કેમ બજાવ્યો? રામે સીતાના લગ્ન સમયે શું સીતાનો સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી? અગ્નિ સામે લીધેલી પ્રતિજ્ઞાનું શું?

રામે રાજગાદી છોડી દેવી જોઈતી હતી. રામે રાજગાદીનો સ્વિકાર કર્યો અને પોતાના પતિધર્મનું પાલન કર્યું તેનું શું?

રામનો રાજધર્મ અને રામનો પતિધર્મ

રામની પ્રાથમિકતા રાજ ધર્મનું પાલન કરવાની હતી. રામ પોતે જન્મ્યા તેની સાથે તે દશરથ રાજાના જ્યેષ્ઠ પૂત્ર હોવાના કારણે રાજધર્મ તેમને માટે પ્રાથમિકતા બની ગયો હતો. એક પ્રણાલીગત પ્રાથમિકતા હતી.

સીતા રામની પત્ની નહીં પણ પ્રણાલી પ્રમાણે રામની રાણી પણ હતી. સીતાને રાણી હોવાથી રાજની સુવિધાઓનો અને માન અકરામનો ઉપભોગ કરવાનો  અધિકાર મળતો હતો. જ્યારે આવું હોય ત્યારે રાણીનો ધર્મ બને છે કે રાજાની આપત્તિની પણ તે સહભાગી બને. રાજાની રાણી જ્યારે પ્રતિકુળ પ્રણાલીઓના પાલન કરવાની વાત આવે ત્યારે તે પલાયન વૃત્તિ રાખી શકે. જો રાજાને પ્રણાલીના પાલન કરવામાં રાણીનો ત્યાગ કરવો પડે તો રાણીએ તે માન્ય રાખવું પડે.

રામાયણની કથા, હાડમાંસના બનેલા માનવીય સમાજની એક મહા કથા છે. સીતા પણ હાડમાંસની બનેલી હતી. સીતાએ પોતાના હાડમાંસના બનેલા શરીરથી વિચાર્યું કે શુદ્ધતા ની વાત તો બહુ લાંબી ચાલી. જો આવું ચાલ્યા કરશે તો મારે કોણ જાણે કેટલીય વાર મારી શુદ્ધતા સિદ્ધ કરતા રહેવું પડશે.

સીતા ખીણમાં પડી આત્મહત્યા કરી લે છે.

જનક રાજાને સીતા કોઈ ખેતરની ધરતી ઉપરથી મળેલી. તે સીતા ધરતીની પૂત્રી હતી અને તે ધરતીમાં સમાઈ ગઈ. લેખકે તેને રસાત્મક બનાવવા માટે લખ્યું કે ધરતી ફાટી અને ધરતીમાતા સિંહાસન લઈને આવ્યાં ને તે પોતાની પૂત્રી સીતાને સિંહાસન ઉપર બેસાડી માન સાથે લઈ ગયાં. રામે ધૂમધડાકા કર્યા વગર પોતાની મહાનતા બતાવી, સીતાએ પણ તેજ રીતે ચૂં ચાં કર્યા વગર પોતાની મહાનતા બતાવી.

શું રામ માટે અંતિમ અગ્નિ પરીક્ષા હતી?

ના જી. રામે તો હજી અનેક પડાવ પસાર કરવાના હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝ્ સીતા, રામ, શાસક, રાજા, રાણી, વચન, પ્રણાલી, પરિવર્તન, ઇન્દિરા, નહેરુ, કટોકટી, અધિકાર, યોગ્યતા, અયોગ્ય, સત્તા, લાલસા, પતન, રાજ ધર્મ, પ્રાથમિકતા 

   

 

 

     

    

 

 

    

 

 

 

 

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૬ / ૯

રાજા રામ

રામને માટે આપણે રાજા રામ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આનું કારણ પણ છે અને એક સંદેશ પણ છે. રામ એક ચક્રવર્તી રાજા હતા. તો પણ આપણે એમને “ચક્રવર્તી રાજા રામ” કે “ચક્રવર્તી રામ” કે સામ્રાટ રામ” એમ કહેતા નથી. રાજ્યને જે ચલાવે તે રાજા કહેવાય. રાજાઓમાં ચક્રવર્તી રાજાઓ પણ આવી જાય છે. રામે જે રીતે રાજ કર્યું અને તેમણે પ્રણાલીઓ કે જે તે વખતે આદર્શ મનાતી હતી અને તે પછી પણ આદર્શ મનાતી હતી તે પ્રણાલીઓ ચલાવી અને તેમને માન આપ્યું. આ કારણથી રામ એક આદર્શ રાજા ગણાયા છે અને તે પૂજનીય પણ બન્યા છે.

આદર્શ રાજાની વ્યાખ્યા શું?

જે રાજા પ્રસ્થાપિત પ્રણાલીયોનું પાલન કરાવે અને પોતે પણ તે આદર્શ ગણાતી પ્રણાલીઓનું પાલન કરે તે આદર્શ રાજા કહેવાય. પાલન પણ એવી રીતે કરે કે કોઈ પણ તે વિષે જરાપણ શંકા ઉઠાવી ન શકે તેવું આચરણ કરે તો તે રાજા આદર્શ કહેવાય.    

પ્રણાલી એટલે શું?

સમાજમાં વ્યક્તિઓના વ્યવહારની કોઈ હેતુ કે ધ્યેય માટેની રીત કે પ્રક્રિયાને પ્રણાલી કહેવાય. પ્રવર્તમાન નીતિ નિયમોનુ પાલન પણ પ્રણાલીઓની અંતર્ગત આવી જાય છે. જુદા જુદા જુથોની  વ્યક્તિઓનો કારભાર પણ પ્રણાલીઓથી બંધાએલો હોય છે. કર્મકાંડ, પૂજા અર્ચના પણ પ્રણાલીની અંતર્ગત આવી જાય છે.

રાજાએ પણ પરાપૂર્વથી આદર્શ મનાતી પ્રણાલીઓનું નિષ્ઠા પૂર્વક પાલન કરવું પડે. રાજા પોતે નવી પ્રણાલી ન સ્થાપી શકે. તેમ જ રાજા પોતે કોઈ પ્રણાલીમાં ફેરફાર ન કરી શકે. રાજા પોતે કોઈ પ્રણાલીને સ્થગિત કરી ન શકે કે રદ ન કરી શકે. કારણ કે રાજાને આવો અધિકાર નથી.

રામે રાવણને હરાવ્યો અને લંકાની રાજગાદી રાવણના ભાઈ વિભીષણને આપી દીધી. વિભીષણે રામને રાવણના રહસ્યો કહેલાં અને અવાર નવાર મદદ કરી રહ્યો હતો.. રામે વિભીષણને લંકાની રાજગાદી આપવાનું વચન આપેલ. રામ એક ક્ષત્રિયને શોભે તે રીતે કૃતજ્ઞ રહેલ. રાજાનો આ ધર્મ છે. રામે લંકાને જીતતાં પહેલાં વિભીષણનો લંકાધિપતિ તરીકે રાજ્યાભિષેક પણ કરી દીધેલ. આને તમે રામની પારદર્શિતા અને મુત્સદ્દીગીરી કહી શકો. કારણ કે આ રીતે બંને વચન બદ્ધ થઈ ગયેલ.

રામે રાવણને હરાવ્યો. સીતા મુક્ત થઈ ગઈ. રામે પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી લીધી. પણ સીતા તો અપહરણ થયા પછી રાવણના અધિકારમાં હતી. એ વાત સાચી હોઈ શકે કે રાવણે સીતાને પોતાના મહેલમાં રાખી ન હતી. તે માટેના સાક્ષી હનુમાન હતા. પણ હનુમાન તો રામના દૂત અને સલાહકાર હતા. હનુમાન તો રામથી પ્રભાવિત અને અભિભૂત હતા. એમનું કહેવાનું કેવી રીતે માની લેવાય? રાજા કે કોઈ પણ પુરુષ, જો કોઈ એક સ્ત્રી પરાયા પુરુષના ઘરે ગઈ હોય અને રહી હોય, તેને પવિત્ર માની ન શકે.  પરપુરુષને ઘરે રહેલી સ્ત્રીને પવિત્ર કેવી રીતે માની લેવાય?

તો હવે શું કરવું જોઇએ?

સીતાએ પોતાની પવિત્રતા સિદ્ધ કરવી જોઇએ.

આ પવિત્રતા સિદ્ધ કરવા માટે કઈ પ્રણાલી હતી?

અગ્નિ પરીક્ષા.

અગ્નિ પરીક્ષા એટલે શું?

ચિતા-પ્રવેશ અથવા અંગારાઓ ઉપર ચાલવું.

કોઈ વ્યક્તિ ચિતા પ્રવેશ કરે અને બળ્યા વગર રહે તો તે ચમત્કાર જ કહેવાય. ચમત્કારો થઈ શકે નહીં. પણ આજે કેટલાય લોકો અંગારા ઉપર ચાલીને એક છેડે થી બીજે છેડે ચાલ્યા જવાના ટૂંકા અંતરના ખેલ ખેલે છે.

અગ્નિ પરીક્ષા એક વિશેષ અર્થમાં પણ સમજી શકાય. માનસિક પરીક્ષા. જેમકે કોઈ કેમીકલ (નાર્કોટિક ટેસ્ટ) દાખલ કરવું અથવા તેમ કર્યા વગર કોઈ માન્ય માનસશાસ્ત્રી કોઈ વ્યક્તિની પ્રશ્નોત્તરી કરે કે ઉલટ તપાસ કરે અને આ પરીક્ષા ખૂબ ત્રાસજનક હોય. એને પણ અગ્નિ પરીક્ષા નામ આપી શકાય.

યક્ષ પ્રશ્ન

આપણે યક્ષ પ્રશ્નની વાત લઈએ. યક્ષ પ્રશ્ન એટલે શું? આ એક એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર શોધવો જ પડે. જો તેનો ઉત્તર ન શોધી શકો તો મૃત્યુ નિશ્ચિત છે. આવી સમસ્યાને કે પ્રશ્નને યક્ષ પ્રશ્ન કહેવાય છે.

“સન ૨૦૦૧ માં ભૂકંપ પીડિત ગુજરાતને પુનઃસ્થાપિત કરી, પ્રગતિને પંથે લઈ જવું” અને “૨૦૦૨ ના ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડોને કારણે સમાચાર માધ્યમો દ્વારા ખંડિત  ગુજરાતની અસ્મિતાને પુનઃસ્થાપિત કરવાનો પ્રશ્ન” નરેન્દ્ર મોદી માટે “યક્ષ પ્રશ્ન” હતો. ૨૦૦૨ ની ચંટણી જીતવી એ અગ્નિ પરીક્ષા હતી.

સીતાએ તત્કાલિન પ્રચલિત અગ્નિપરીક્ષા પાસ કરી. રામે સીતાનો સ્વિકાર કર્યો.

રામ, સીતા અને લક્ષ્મણ અને હનુમાન સૌ કોઈ અયોધ્યા આવ્યા.

ભરત પણ પ્રસ્થાપિત પ્રણાલીઓને માનનાર હતો.

રામ પિતાની આજ્ઞા પ્રમાણે ૧૪ વર્ષ વનમાં ગયેલ. પણ ભરત પાછો આવ્યો ત્યારે તેને બધી વાતની ખબર પડી એટલે તે રામને મળવા લશ્કર સાથે ગયો. રામને અયોધ્યાનું રાજ સ્વિકારવા વિનંતિ કરી પણ રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી આ વિરુદ્ધ વાત છે. તેથી તે રાજ સ્વિકારી ન શકે. એટલે ભરતે રામને કહ્યું કે હવે દશરથ રાજા જીવિત  નથી. હું હવે રાજા તરીકે તમને કહું છું કે તમે અયોધ્યાની રાજગાદી સ્વિકારો. ત્યારે રામે કહ્યું કે પિતાની આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ થાય તો પિતાના વચનની કંઈ કિમત ન રહે. એટલે ભરતે રામની પાદુકા લઈ તેને સિંહાસન પર રાખી, રામને બદલે રાજકાજ સંભાળ્યું. જો કે આ બધી વાતોમાં શું શબ્દ વ્યવહાર થયો હશે તે આપણે કહી ન શકીએ. રામ, લંકાથી અયોધ્યા પાછ્યા આવ્યા અને ભરતે રામને રાજગાદી પાછી આપી દીધી એટલે ઉપરોક્ત પ્રમાણે થયું હોય તેવો અણસાર આવે છે.

રામ બહુ સારી રીતે રાજકાજ કરવા માંડ્યા.

હવે દરેક રાજાનું કામ છે કે તે પ્રજાની સુખાકારી ઉપરાંત પ્રજા શું વિચારે છે અને અભિપ્રાય રાખે છે તેનાથી પણ માહિતગાર રહે. રામની બાબતમાં એક વિવાદ એ ચાલતો હતો કે પરપુરુષને ત્યાં રહી આવેલી સીતાને  રામ કેવી રીતે અપનાવી શકે!!

પરપુરુષને ઘરે રહી આવેલી સ્ત્રીને પવિત્ર માની શકાય?

રામના વખતની વાત છોડો. આજે કાયદેસર શું પરિસ્થિતિ છે?

જો કોઈ સ્ત્રી અને એક પરપુરુષ એક ઘરમાં એક સાથે રાત દિવસ એકલા રહેતા હોય તો તે સ્ત્રીને પવિત્ર માની લેવામાં આવે છે? (પવિત્રતાની બાબતમાં પુરુષ અને સ્ત્રી બંનેને સમજી લો).

જો કોઈ એક સ્ત્રી અને પુરુષ, એક સાથે એક ઘરમાં સાથે રહેતા હોય, તો તેમની વચ્ચે શારીરિક સંબંધ નથી બંધાયો એવું આજે પણ કોર્ટ માનતી નથી. એ સ્ત્રીનો પતિ તે સ્વિકારે કે ન સ્વિકારે, તે જુદી વાત છે. પણ જો તે સ્ત્રીનો પતિ, તેને ન સ્વિકારવા માટે એવું સાબિત કરી દે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ તે સ્ત્રી, અને તે પરપુરુષ, બંને એક સાથે રાત દિવસ સાથે રહ્યાં છે તો ન્યાયાલય તે બંને વચ્ચે શારીરિક સંબંધ થયાની વાત સ્વિકારી લે છે. અને સ્ત્રીને વ્યભિચારી માની લે.

કારણ કે એક પુરુષ એક સ્ત્રીને ઇબાદત (પૂજા) માટે રાખતો નથી. આમ તે સ્ત્રીનો પતિ તે સ્ત્રીથી છૂટા છેડા લઈ શકે છે. તેવી જ રીતે એક સ્ત્રીને પણ એવા પતિથી છૂટા છેડા મળી શકે જો તેણે પરસ્ત્રી સાથે એક ઘરમાં એકલો રહ્યો હોય.

જો આજે પણ ન્યાયાલયનું આવું વલણ હોય તો દશ હજાર વર્ષ પહેલાં તો આવું વલણ અસ્તિત્વ ધરાવતું હોય તો તે આશ્ચર્યની વાત ન ગણાય.

આપણે ક્યાં ભૂલ કરીએ છીએ?

ફિલમમાં હિરાભાઈ અને હિરીબેન (હિરોઈન) વચ્ચે કે હિરીબેનના પિતાશ્રી વચ્ચે ઘણી ગેર સમજુતીઓ થતી હોય. પ્રેક્ષકો વાસ્તવિકતાથી માહિતગાર હોય એટલે તે હિરાભાઈ કે હિરીબેનની દયા ખાત હોય કે “જોને આને બિચારાને (કે બિચારીને કેવું કેવું ખોટા કારણથી) દુઃખી થવું પડે છે. પણ કથા વસ્તુ પ્રમાણે પાત્રોને દુઃખી થવું પડે.

રામાયણની બાબતમાં પણ એવું છે. રામાયણના શ્રોતાઓને ખબર છે અને તેઓ સ્વિકારી લે છે કે સીતા પવિત્ર છે. અને આવું સ્વિકારીને આગળ ચર્ચા કરે છે.

 શ્રોતાઓ સ્વિકારી લે છે કે સીતાને તો રાવણે જુદી જગ્યાએ રાખેલી. જેમ કે “અશોક વાટિકા”. સીતાને કંઈ રાવણે પોતાના મહેલના પોતાના ખંડમાં રાખી ન હતી.

શ્રોતાઓ એ યાદ કરતા નથી કે રાજાઓ દરેક રાણીને એક અલગ મહેલ (આવાસ) આપતા હતા. એવા આવાસની આસપાસ બગીચો પણ હોય. તેનું નામ અશોકવાટિકા પણ હોઈ શકે. રાજા ત્યાં રાત્રી રોકાણ પણ કરી શકતો હોય અને કરતો પણ હોય.

આપણે સ્વિકારી લઈએ છીએ કે સીતા પાસે પોતાની દૈવીશક્તિ હતી તેથી રાવણ સીતાને સ્પર્શી શકતો ન હતો. આ તો ચમત્કાર કહેવાય. આવા ચમત્કાર અસ્વિકાર્ય છે. જે રાવણ સીતાને ઉપાડીને અપહરણ કરી શકતો હોય તે બધું જ કરી શકે.

રામે લંકામાં સીતાની અગ્નિપરીક્ષા કરેલી અને તે અગ્નિપરીક્ષામાં સીતા ઉત્તિર્ણ થઈ હતી. તેથી તેનો સ્વિકાર અયોધ્યાના લોકોએ કરવો જોઇએ. પણ આ પરીક્ષા એવા લોકોની હાજરીમાં થઈ હતી જેઓ રામથી ઉપકૃત હતા અને રામથી પ્રભાવિત હતા. આમાં કોઈ થર્ડ પાર્ટી (તટસ્થ વ્યક્તિ) ન હતી તેથી આવી પરીક્ષા અયોગ્ય, અસ્વિકાર્ય ગણી શકાય. આવી પરીક્ષાથી સીતાની પવિત્રતા સિદ્ધ થતી નથી. અને આ વાત અયોધ્યામાં ઉછાળવામાં આવી.

સત્યનો આદર

“ જે તંત્રમાં સત્યનો આદર થાય આને તેને સ્વિકારવામાં આવે ભલે ને પછી તે સત્ય ગમે તે સ્તરની વ્યક્તિ તરફથી આવ્યું હોય. આવા તંત્રને જનતંત્ર કહેવાય”.

સત્ય તર્કથી સિદ્ધ થાય છે. જે તર્કની વાતને નકારી ન શકાય તે વાત જનતા તરફથી કે એક વ્યક્તિ તરફથી આવી હોય અને તે વાતનો જો શાસન આદર કરે તો તે શાસનને જનતંત્ર (લોકશાહી) કહેવાય.

રામ જનતંત્રમાં માનતા હતા. રામે અને તેમનું તંત્ર જે તર્કને નકારી ન શક્યું. તે તર્કનો આદર કર્યો. આદર કર્યો એટલે કે તેને અનુરુપ પગલાં લીધાં. આદર્શ રાજા તરીકે પ્રણાલીઓ સ્વિકારવી અનિવાર્ય હતી. પ્રણાલીઓને રામ ક્ષતિગ્રસ્ત કરવા માગતા ન હતા.

હવે તમે કહેશો કે રામ તો રાજા હતા. એક યુગપુરુષ હતા. એક પૂર્ણપુરુષ હતા. શું રામ પોતાનું મગજ ચલાવી શકતા ન હતા?

રામ ચોક્કસ રીતે પોતાનું મગજ ચલાવી શકતા હતા. રામે પોતાનું મગજ ચલાવ્યું પણ ખરું

રામે કેવી રીતે પોતાનું મગજ ચલાવ્યું? રામે કોઈ ભૂલ કરી ખરી? કે રામે કોઈ ભૂલ કરી નથી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રાજારામ, સીતા, રામ, પરશુરામ, સ્ત્રી, પવિત્ર, અપવિત્ર, અગ્નિ, પરીક્ષા, યક્ષ પ્રશ્ન, થર્ડ પાર્ટી, સત્ય, પ્રણાલી, આદર, તર્ક, જનતંત્ર, લોકશાહી

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ-૫ / ૯

સીતાનું હરણ થઈ ગયું.

સીતાની શોધ માટે રામ અને લક્ષ્મણ ભટકવા લાગ્યા.

રામને હનુમાન અને સુગ્રીવ મળ્યા.

હનુમાન, સુગ્રીવ, આદિ કોણ હતા?

આ લોકો નિશ્ચિત રીતે કેરાલાના હતા. આ લોકો મલ્લ વિધ્યા (માર્શલ આર્ટ) માં તે સમયમાં પણ નિપૂણ હતા. એ વાત પણ નિશ્ચિત છે કે તેઓ સૌ મનુષ્ય હતા. તેઓ સાચેસાચ વાંદરા હોય તે શક્ય નથી. કારણ કે વાંદરાની મોંઢાની રચના જ એવી હોય છે કે તે સ્વર અને વ્યંજનના ઉચ્ચારો માણસો જેવા અને સમજાય એવા કરી ન શકે. વાનરનો અર્થ એ નિકળી શકે. अपि एतत्‍ नरः अस्ति वा नरः न अस्ति वा. શું આ નર (પ્રજાતિનો) છે કે આ એમ નથી. વાનર.

હનુમાનની માતા વાંદરી ન હતી. હનુમાનના પિતા પણ વાનર ન હતા. હનુમાનના પિતા મરુત હતા. સંભવ છે કે આ લોકોની શારીરિક ચપળતા જોઇએ અને રંગ જોઇને, કદાચ તેમને “વાનર” નામ આપ્યું હોય. હનુમાન મરુતના પુત્ર હતા એટલે તેમને મરુતપુત્ર, મારુતી કહેવાય છે. જેમનામાં પવન (મરુત) છે તે મારુતી. मरुतः यस्मिन्‍ अस्ति सः मारुतिन्‍. (तस्य प्रथमा एक वचन मारुती).

સુગ્રીવ અને વાલી

સુગ્રીવ અને વાલી બે ભાઈ હતા. વાલી મોટો હોવાથી કિષ્કિંધાનો રાજા હતો. વાલી અજેય હતો. તેણે મયાસુરને હરાવેલ. મયાસુરને બે પુત્રો હતા. દંદુભી અને માયાસુર. દંદુભીને વાલીએ માર્યો હતો. માયાસુર તેનો બદલો લેવા વાલી ઉપર એક રાત્રે ચડી આવ્યો. અને કિષ્કિંધાના નગરીના કોટના દ્વારા જોરથી ખખડાવવા લાગ્યો. વાલી ગુસ્સે થયો. અને બહાર આવ્યો. સુગ્રીવ પણ પાછળ પાછળ આવ્યો. માયાસુર માર ખાવાથી ભાગવા લાગ્યો. સુગ્રીવ તેની પાછળ દોડ્યો. માયાસુર ભૂગર્ભ ગુફામાં પેસી ગયો. વાલીએ સુગ્રીવને કહ્યું કે હું તેને મારીને આવું છું. તું મારી રાહ જોજે. સુગ્રીવ બહાર ઉભો રહ્યો. ઘણા વખત પછી ગુફામાંથી લોહી આવવા માંડ્યું. રાક્ષસોના અવાજ સંભળાતા હતા પણ વાલીનો કોઈ અવાજ આવતો ન હતો. એટલે સુગ્રીવ સમજ્યો કે વાલી મરાયો લાગે છે. તેથી તેણે મોટી શીલા વડે ગુફા બંધ કરી દીધી જેથી અંદર રહેલા રાક્ષસો કિષ્કિંધા ઉપર ચડી ન આવે. સુગ્રીવ નમ્ર હતો. તેને રાજા બનાવવામાં આવ્યો. પણ થોડા વખત પછી વાલી તો ગુફાના બધા જ રાક્ષસોને મારીને બહાર આવ્યો. તેણે જોયું કે સુગ્રીવ રાજા બની ગયો છે. વાલી અધીર હોવાથી તેણે સુગ્રીવની એક પણ વાત ન સાંભળી. સુગ્રીવ ભાગતો ભાગતો ઋષ્યમૂક પર્વતના જંગલમાં આવેલા મતંગ ઋષિના આશ્રમમાં આવી ગયો. કારણ કે આ મતંગ  ઋષિના શ્રાપને લીધે વાલી અહીં આવી શકે તેમ ન હતો. અહીં સુગ્રીવ સુરક્ષિત હતો. સુગ્રીવને મુખ્ય વાંધો તેની પત્ની તારાનો હતો. તારા સુગ્રીવની પત્ની હતી. વાલીએ તેની સાથે લગ્ન કરી લીધેલ.

સુગ્રીવે રામને પોતાની સમસ્યા જણાવી. સુગ્રીવનો ભાઈ વાલી તેના મોટાભાઈથી ત્રસ્ત હતો. વાલી કિષ્કિન્ધાનો રાજા હતો. તે બળવાન, ગર્વિષ્ઠ અને અધીર હતો. તે ઇન્દ્રનો પુત્ર હતો કે પુત્ર સમાન હતો. તે મલ્લવિદ્યામાં અજેય હતો. તેની લડવાની અને ચપળતા બતાવની રીત જ એવી હતી કે તેનાથી સામેના પ્રતિસ્પર્ધીની તાકાત અડધી થઈ જતી. અને આમ થવાથી પણ વાલીનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો. તેથી એવી માન્યતા હતી કે આ દૈવી વરદાન હતું કે તે જ્યારે યુદ્ધ કરે ત્યારે તેના પ્રતિસ્પર્ધીનું બળ અડધું થઈ જતું અને તે બળ વાલીમાં આવી જતું.  “બ્રુસ લી” ની જેમ. સંભવ છે કે મલ્લ વિદ્યા અને કળ વિદ્યા (કરાટે, જુડો, ફેંગ સુઈ …)  દક્ષિણ ભારતમાં થી પૂર્વના દેશોમાં ખાસ કરીને જાપાન ચીન માં ગઈ હશે. હનુમાન સાથે તેલ પણ જોડાયેલું છે. કેરાલા તેલના ઉપચારો માટે વિશ્વ વિખ્યાત છે.

રામ આમ તો ભગવાન ન હતા.

રામનું ધ્યેય પોતાની પત્નીને શોધવાનું હતું. જો કોઈ તેનું હરણ કરી ગયું હોય તો હરણ કરવા વાળાને હરાવવાનો હતો. આમ કરવાથી રામ પોતાને મળેલી નાલેશી દૂર કરી શકે.

રામની પાસે બે વિકલ્પ હતા.

એક એ કે તે વાલીને મળીને મળી સુગ્રીવ સાથે તેની સંધિ કરાવે. પછી વાલીની મદદ લઈ સીતાને શોધે. પણ રામને સુગ્રીવ પાસેથી જાણવા મળ્યું કે વાલી બહુ જ અધીર છે. એટલે આ કામમાં સફળતા મળે પણ ખરી અને સફળતા ન પણ મળે. વળી જો સફળતા ન મળે તો રામને બે દુશ્મન ઉભા થાય. એક વાલી સાથે દુશ્મનાવટ તો થાય જ અને સુગ્રીવ કે જે રામનો આશ્રિત બનેલો અને લક્ષ્મણે રામની શૂરવીરતા  બાબતમાં જે વાતો કરેલી તે બધી બણગાંમાં ખપી જાય. રામનું તો ખરાબ દેખાય જ પણ સાથે સાથે પોતે જે અયોધ્યા સામ્રાટ ભરતનું પ્રતિનિધિત્વ કરે છે તે ભરતનું પણ નીચા જોણું થાય અને રઘુવંશનું પણ અપમાન થાય. એટલે રામ એક રાજગુણને હિસાબે અનિશ્ચિતતામાં રહેવા માગતા ન હતા.

જો કોઈ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ ઉભો થાય. અને દુશ્મન અતિ શક્તિશાળી હોય તો રાજનીતિ કરવી જ પડે. સુગ્રીવ પાસે કોઈ સૈન્ય તો હતું જ નહીં. વળી એ પોતે પણ જો આ આશ્રમની બહાર નિકળે તો વાલી એને મારી જ નાખે. વાલી તો સુગ્રીવને શોધતો જ હતો.

બીજો વિકલ્પ એ હતો કે સુગ્રીવ પોતે જ વાલીને લલકારે અને બંને વચ્ચે મલ્લ યુદ્ધ થાય. અને રામ છુપાઈને વાલીને મારે. એટલે રામે છુપાઈને વાલીને માર્યો.

કોઈ મહાપુરુષો રામના આ નિર્ણયની નિંદા કરે છે. કેટલાક રામનો બચાવ કરે છે. વાનર તો “શાખા મૃગ” કહેવાય અને રાજાઓ મૃગયા રમવા જાય તે તેમનો ધર્મ છે. એટલે રામ ક્ષત્રીય હોવાથી વાલીને પોતાને મનગમતી રીતે મારી શકે. આ વાત બરાબર નથી. પણ આવી ચર્ચા આપણે નહીં કરીએ. આ ચર્ચા અસ્થાને છે.

“વાલી વધ”ને પ્રસંગના પરિપેક્ષ્યમાં જુઓ.

એક તો રામની સ્ત્રી ખોવાઈ હતી. પોતાની સ્ત્રીનું અપહરણ થયું હોય તો પોતાની સ્ત્રીની કેવી દશા હશે તેની પણ રામને પારાવાર ચિંતા હશે. રામ નિરાશામાં પણ હોય. એક એવો પ્રક્ષેપ પણ છે કે શિવજી આવીને રામને મનુષ્યની જીંદગીમું રહસ્ય સમજાવે છે. આ બોધને શિવ-ગીતા કહેવામાં આવે છે. પણ શિવજી કંઈ આવે નહીં. એમ હોઈ શકે કે રામે આત્મમંથન કર્યું હોય અને પોતાની જાતને સંભાળી હોય. આવા રામની માનસિકતાનો ખ્યાલ રાખ્યા વગર તેમની એક ભગવાનના રુપમાં અને મર્યાદા પુરુષોત્તમમાં પ્રતિમા રાખી ટીકા કરી દોષી ન ઠેરવી શકાય.

ધારો કે રામે વાલી સાથે સંધિ કરી તો શું?

એક શક્તિશાળી અને અધિર રાજા એવા વાલીનો ભરોસો કેટલો કરી શકાય?

આપણે જોઇએ છીએ કે પાકિસ્તાને અમેરિકા સાથે દોસ્તી કરી તો તેના હાલ કેવા થયા છે. નહેરુએ ચીન અને રશિયા સાથે દોસ્તી કરી તો ચીને ભારતની ૭૧૦૦૦ ચોરસમાઈલ ભૂમિ કબજે કરી લીધી.

“લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.”  રામે આવું બધું પણ વિચાર્યું હોય. તેથી રામે સુગ્રીવના પક્ષે રહેવાનું વિચાર્યું. રાજાઓએ લાંબુ વિચારવું જોઇએ. રામે વાલીને મારી સુગ્રીવનો રાજ્યાભિષેક કર્યો. સુગ્રીવને ઉપકારવશ કરી રામે પોતાનો હાથ ઉપર રાખ્યો. વાલીનું સૈન્ય પણ રામને મળ્યું. રામને જે યોગ્ય લાગ્યું તે રામે કર્યું. જો કે આ સુગ્રીવ પણ રાજગાદી પર બેઠા પછી રંગરાગમાં પડી જાય છે એવું દર્શાવવામાં આવ્યું છે. પણ રામ તેના ઉપર ગુસ્સે થઈ તેની શાન ઠેકાણે લાવે છે. જો કે આ તો કથાને રસમય બનાવવા જોડવામાં પણ આવ્યું હોય. પણ ધારો કે વાલીએ આવું કર્યું હોત તો શું રામ, વાલીની શાન ઠેકાણે લાવી શકત?

સુગ્રીવ સજ્જ થઈ જાય છે. અને ચારે દિશામાં પોતાના માણસોને સીતાને શોધવા મોકલી દે છે. પછી ખબર પડે છે કે રાવણ સીતાનું હરણ કરીને દક્ષિણ બાજુ ગયો છે. હનુમાનજી દક્ષિણ તરફ જાય છે અને લંકામાં સીતાને અશોકવાટિકામાં જુએ છે. સીતાને મળે છે. તે પછી હનુમાનજી પકડાઈ જાય છે. રાવણ હનુમાનના પૂંછડાને કપડાઓ બાંધી આગ લગાવી છોડી દે છે. કોઈ કહેશે કે જો હનુમાન વાંદરા ન હતા તો તેમને પૂંછડું કેવી રીતે આવ્યું. પણ આપણે આને ફેશનમાં ગણી શકીએ. આવી ફેશન આજે પણ દુનિયામાં ક્યાંક ક્યાંક હોય છે. શીંગડાવાળા ટોપા પહેરવાની પણ તહેવારોમાં અને એ સિવાય પણ  ફેશન હોય છે. હનુમાને એજ અગ્નિથી લંકામાં ક્યાંક ક્યાંક આગ લગાવી હશે. પણ અતિશયોક્તિ અલંકાર રુપે લંકાને આગ લગાવી એવું કહેવાયું. લંકાના સૈન્યના માણસો પોતાના ઘરને વ્યવસ્થિત કરવામાં પડી જાય તો રામને સેતુ બનાવવાનો સમય મળી જાય.

રામ સેતૂ બન્યો હતો કે નહીં?

ભૂસ્તર શાસ્ત્રીઓને હિસાબે લંકા જ નહીં પણ ક્યારેક પૂરી પૃથ્વીની જમીન મળેલી હતી. કાળક્રમે જમીન ઉપર તડો પડવા માંડી અને જમીનના ટૂકડા થવા લાગ્યા. વચ્ચે સમુદ્ર આવવા લાગ્યો. પાંચ દશ હજાર વર્ષ પહેલાં સંભવ છે કે લંકા અને ભારત વચ્ચે સમૂદ્ર છીછરો હોય. કોઈક કોઈક જગ્યાએ ચાલવા લાયક હોય પણ શસ્ત્ર સરંજામ અને વાહનો લઈ જવા માટે અનુકુળ ન હોય. એટલે રસ્તો બનાવવો જરુરી હોય.  આ રસ્તો જ્યારે બને ત્યારે ભરતીના દિવસોમાં  પુલ જ લાગે ને. સંભવ છે કે નીચેનો હિસ્સો કુદરતી જમીન હોય પણ ઉપરનો હિસ્સો માનવ સર્જિત હોય. એટલે કે રામે બનાવ્યો હોય. લોકકથાઓ પાછળ ક્યાંક અને ક્યાંક તો કંઈક સત્ય છૂપાયેલું હોય છે.

લક્કા એ લંકા?

એક એવી ધારણા છે કે “લક્કા” નામનો એક પ્રદેશ મધ્યપ્રદેશમાં છે તે જ લંકા છે. એવું એક ઇતિહાસકાર કહે છે. તે  ઇતિહાસકાર એમ કહે છે કે રામ, હાલના શ્રીલંકામાં ગયા જ ન હતા. રામ તો આ “લક્કા”માં ગયા હતા. આ લક્કાની આસપાસ જે જમીન છે ત્યાં પાણીના ઘણા ખાડાઓ જોવા મળે છે. રાવણ તો ગધેડા ઉપર બેસીને પંચવટી ગયો હતો. આને આવી જગ્યા ઉપર તો ગધેડાઓ જ ચાલી શકે. રામ, શ્રીલંકા ગયા જ ન હતા. કારણ કે રામે નર્મદા ઓળંગી જ ન હતી. લંકા ઓળંગ્યા વગર રામ લંકા જઈજ કેવી રીતે શકે? રાવણે શણના કપડાં પહેર્યાં હતાં. આ શણ તો મધ્યપ્રદેશમાં થાય છે. અહીં કેટલાક લોકો આજે પણ રાવણને પૂજે છે.

જો કે ઇતિહાસકારે વિરોધાભાષી વાતો પણ કરી છે. જેમ કે શણ અહીં પેદા થાય છે એવું એક જગ્યાએ લખે છે તો બીજી જગ્યાએ એમ લખે છે કે દારુનો કુંજો રોમથી આવતો હતો. જો દારુ અને દારુનો કુંજો રોમથી આવી શકતો હોય તો શણ મધ્યપ્રદેશ થી તો શું બંગાળ માંથી પણ આવી જ શકે ને. ઈજીપ્તના મમી ઉપર નું કાપડ જો ભારતમાંથી જતું હોય એ સ્વિકારતા હોઈએ તો શણના કાપડવાળી દલીલ ટકી ન શકે. પંચવટી થી લંકા જવું હોય તો સિંધુ, બનાસ, સરસ્વતી, સાબરમતી, મહી ન આવે, અને નર્મદા પણ ન આવે.  શ્રી લંકાની ભાષા સિંહાલી છે તે બિહારી હિન્દીને મળતી છે. આ બધી વાતો વધુ ન કરીએ, પણ મધ્યપ્રદેશમાં રામસેતૂ નથી મળતો. શિવજીનું સ્થાન કૈલાસ છે પણ તેઓની પૂજા દક્ષિણમાં પણ થાય છે. વિષ્ણુ કાળા છે તો પણ તેમની પૂજા ઉત્તરમાં પણ થાય છે.

મૂળવાત પર આવીએ.

રાજા રામ

રામ અને રાવણનું યુદ્ધ થયું રાવણ મમત ઉપર ગયો. તેણે યુદ્ધ કર્યું. રાવણ મરાયો. રામ પોતાની પત્ની સીતાને મળ્યા.

રામના ચરિત્રને ચાર ચાંદ લગાવવા વાળી તેમની રાજધર્મની પરીક્ષાની વાત હવે ચાલુ થાય છે. મોટા ભાગના વિવેચકો, મૂર્ધન્યો, વિદ્વાનો રામના રાજધર્મને મુલવવામાં અહીં થી જ ભટકી જાય છે.

રામમાં એવા કયા સંસ્કાર છે કે જે તેમને અતિમાનવ કે મુઠી ઉંચેરો માનવી બનાવે છે? એવા તે પણ કેવા, કે આજે હજારો વર્ષ પછી પણ લોકો તેમને ઈશ્વર જેટલું કે તેથી પણ વધુ માન આપે છે.

કૃષ્ણ “કંસારિ”, “કેશવ”, “મુરારિ”, વિગેરે નામ થી ઓળખાય છે. પણ રામ “રાવણને હણનાર રાવણારિ”, “ખર રાક્ષસને હણનાર ખરારિ”, વિગેરે નામ થી ઓળખાતા નથી.

રામના જીવનનો કયો હિસ્સો છે કે જે તેમને અતિમાનવ તરફ લઈ જાય છે? રામ હમેશા “રાજા રામ” અને “સીતા રામ” તરીકે ઓળખાય છે. એટલે કે રામ માટે “ રાજાની એકમાત્ર આદર્શ ઉપમા” રાજાનું એકમાત્ર શ્રેષ્ઠ રુપ રાજા રામ છે.

બીજું નામ છે, “સીતારામ” સીતાના રામ એટલે કે સીતાના પતિ રામ એટલે કે સીતા વાળા રામ. એક પરશુવાળા રામ હતા. અને એક સીતાવાળા રામ હતા. એટલે સીતાને પણ મહાન ગણવા આવી છે. એટલે રામ બે રીતે પ્રખ્યાત હતા. “રાજા રામ” અને “સીતા રામ”.

શું રામે રાજગાદીનો ત્યાગ કર્યો એટલે મહાન હતા?

શું રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા એટલે મહાન હતા?

શું રામે રાક્ષસોને માર્યા એટલે મહાન હતા?

શું રામે રાવણને માર્યો એટલે મહાન હતા?

શું આ બધાના સરવાળાથી રામ  પૂજનીય બન્યા?

ના જી.

રાજગાદીનો ત્યાગ તો ઘણા રાજાઓએ કર્યો છે. કેટલાય રાજાઓએ વનવાસ પણ કર્યો છે. કેટલાય રાજાઓએ રાક્ષસોનો સંહાર કર્યો છે. રાવણને હરાવવાવાળા અને તેને ભગાડવા વાળા પણ ઘણા લોકો હતા.

તો એવી તે કઈ વાત છે જે રામને મહાન બનાવે છે?

(ચાલુ)

 

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ; રામ, રાવણ, સીતા, હરણ, લંકા, લક્કા, શણ, દારુ હનુમાન, સુગ્રીવ, વાલી, રાક્ષસ, મહામાનવ, અતિમાનવ, ભગવાન, પંચવટી

Read Full Post »

Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯

રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?

દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.

હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.

હવે શું કરવું?

બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?

આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.

કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?

આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.

જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.

હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.

આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!

જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.

કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.

પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.

આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.

દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.

દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.

રામને વનવાસ શા માટે?

રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.

રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!

રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.

લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.

સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.

આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.

શુર્પણખા અને રામ-લક્ષ્મણ

રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.

રાવણની બહેન શુર્પણખા

એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.

શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.

સીતા હરણ

સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.

સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.

સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.

સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.

રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.

રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.

સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!

કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.

પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.

અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.

કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?

આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્‌.

આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.

બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.

રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?

આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.

રામનું અપમાન તો થઈ જ ગયું.

પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંથરા, ઈંદ્ર, ઈંદિરા, જવાહર લાલ, નહેરુ, કટોકટી, સંજય, ચંડાળ ચોકડી, શિવ, વિષ્ણુ, રાક્ષસ, તપ, વરદાન, અપહરણ, ઈવ ટીઝીંગ, રાવણ

Read Full Post »

where is he lost who walked on this earth in flesh and blood? Part-3 / 9

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?  ભાગ – ૩/૯

દશરથ રાજાઃ

વૈવસ્વતઃ મનુ એ સૂર્યવંશનો પ્રથમ રાજા હતો. તેના પછી ૬૩મા ક્રમે રાજા દશરથ (દશરથ-૨) આવે છે. રામચંદ્ર, આ દશરથ રાજાના પ્રથમ પુત્ર હતા. ઉપરોક્ત મનુરાજા ૧૪ મન્વન્તરોમાંથી ૭મા મન્વ ન્તર નો પહેલો રાજા ગણાય છે. આ મન્વન્તરની કાળગણનાની વાતને માનો કે ન માનો તેથી કોઈ ફેર પડતો નથી. પુરાણોમાં ઇતિહાસ છે અને તેમાં દશરથ નું નામ છે અને તેનો સૌથી મોટો પુત્ર રામ છે. કોઈ રાજા બે નામથી પણ ઓળખાતો હોય છે. રામના પિતા દશરથ, દશરથ-૨ હતા.

અયોધ્યાને નકારવું જરુરી નથી.

દશરથે કૈકેયી સાથે લગ્ન કર્યું. કૈકેયી કેકેય પ્રદેશની હતી. કેકેય પ્રદેશ અયોધ્યાની પશ્ચિમે લાંબા અંતરે આવેલો પ્રદેશ છે. કુરુક્ષેત્રને પસાર કર્યા પછી પણ ઘણી નદીઓને પસાર કર્યા પછી તે આવે છે. એ જમાનામાં તેજ ગતિથી દોડતા ઘોડાઓ હતા તો પણ અયોધ્યાથી ત્યાં પહોંચતાં સાત દિવસ થતા હતા. કેકેય પછી ગાંધાર આવતું હતું. એટલે આ અંતરને નકારવું જરુરી નથી.

દશરથ રાજાને પોતાની બે રાણીઓથી કોઈ પુત્ર થયેલ નહીં. એટલે દશરથે કેકેયની રાજકન્યા પસંદ કરી. આપણે એવું માની શકીએ કે ભારતીય સંસ્કૃતિ તે વખતે પણ ગાંધાર સુધી ફેલાયેલી હતી. આમ તો ઇશુની પહેલી સદી સુધી ભારતીય રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા એવું અમને “કમળા શંકર સુંદરલાલ” ના પાઠ્યપુસ્તક દ્વારા ભણાવવામાં અવેલ..

કૈકેયીની સાથે લગ્ન કર્યા પછી પણ દશરથ રાજાને સંતાન થયેલ નહીં. દશરથ રજા પુત્રેષ્ટી યજ્ઞ કરે છે.

પુત્રેષ્ટી યજ્ઞ શું હતો?

વાસ્તવમાં આ એક ઉપચાર જ હોવો જોઇએ. આયુર્વેદમાં દૂધ, ખાંડ અને ચોખાના નિત્યસેવનને પુત્રપ્રાપ્તિનો એક ઉપચાર માનવામાં આવે છે. યજ્ઞ એટલે જોડવું. એનો એવો અર્થ પણ થાય છે. વિશેષ અર્થ એ પણ થાય કે કુશળતા પૂર્વક અને ઓતપ્રોત થઈને જોડવું. આ યજ્ઞને ઉપચારની પ્રક્રિયા તરીકે સમજી શકાય.

બધી રાણીઓ ગર્ભવતી થઈ. સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ બે પુત્રો થયા. લગ્ન પછી થોડા લાંબા સમયે જોડકા પુત્રો જન્મવાની શક્યતા થોડી ઘણી વધે છે. એટલે તેનું કારણ શોધવાની જરુર નથી. પણ લેખકે એવું જોડી દીધું કે કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી ખીર આપી. આનું કશું મહત્વ નથી. કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.

ભાઈઓની જોડી જુદી રીતે થઈ.

સામાન્ય રીતે જોડકા ભાઈઓ વચ્ચે ગાઢ મૈત્રી થાય કારણકે તેઓ સાથે સાથે જ ઉછરે છે. પણ રામાયણમાં રામ – લક્ષ્મણની જોડી થઈ અને ભરત-શત્રુઘ્નની જોડી થઈ.

“રામ – લક્ષ્મણની જોડી અને ભરત-શત્રુઘ્નની જોડી” આવું શા માટે થયું?

શક્યતા છે જ કે પ્રારંભથી જ આ વાત નિશ્ચિત ન હતી કે દશરથનો અનુગામી રાજા કોણ થશે.

એટલે કે “રામને રાજગાદી સોંપવી કે ભરતને રાજગાદી સોંપવી?”

આ બાબતમાં ત્રણે રાણીઓમાં અનિશ્ચિતતા હતી. ઓછામાં ઓછું સુમિત્રાના મનમાં તો હતું જ કે રામને રાજગાદી મળે પણ ખરી અને ન પણ મળે. ભરતને પણ રાજગાદી મળવાની શક્યતા હતી. આ કારણ થી સુમિત્રાએ એક પુત્રને રામ સાથે લાગુ કરી દીધો અને બીજા પુત્રને ભરત સાથે લાગુ કરી દીધો.

આમ કરવાથી જો રામને રાજગાદી મળે તો લક્ષ્મણ નું ભવિષ્ય નિશ્ચિંત થાય અને જો ભરતને રાજગાદી મળે તો શત્રુઘ્નનું ભવિષ્ય નિશ્ચિંત થાય. ભરત અને શત્રુઘ્ન તો જોડીયા ભાઈ જ હતા તેથી બંને એકબીજાનું ધ્યાન રાખી શકે. આમ સુમિત્રા પોતે પણ સુરક્ષિત થઈ જાય.

ભરતને રાજગાદી મળવાની શક્યતા કેવી રીતે હતી?

જ્યારે દશરથ રાજા કેકેય નરેશ પાસે તેની પુત્રીનો હાથ માગવા ગયા ત્યારે દશરથ રાજાને પ્રશ્ન પૂછાયો હશે એવી શક્યતા હતી જ. ક્યાંક આ ઉલ્લેખ પણ છે. આ વાતની શક્યતાને નકારી ન શકાય.

કેકેય નરેશને ખબર હતી કે દશરથ ને બીજી રાણીઓથી સંતાન નથી. અને તેથી દશરથ રાજા સાથે પોતાની પુત્રી પરણાવીએ તો તેના પુત્રને જ રાજગાદી મળશે. પણ તેને એ પ્રશ્ન પણ થયો કે પટ્ટરાણી તો કૌશલ્યા હતી. અને જો પાછળથી કૌશલ્યાને પણ પુત્ર થાય તો પોતાની પુત્રીનો પુત્ર, રાજગાદીનો હક્ક ગુમાવે. આવું થાય તો, તે, કેકેય નરેશને મંજુર ન હતું. તેથી તેણે દશરથ રાજા પાસેથી વચન લીધું કે મારી પુત્રીના પુત્રને જ રાજ ગાદી મળવી જોઇએ. દશરથ અને કેકેય બંને માન્યું હશે કે જો કૌશલ્યાએ હજુ સુધી પુત્રને જન્મ આપ્યો નથી તો હવે પછી તો નહી આપે. અને ધારો કે કૌશલ્યા પુત્રને જન્મ આપશે તો તે કૈકેયીના પુત્ર કરતાં તો નાનો જ હશે.

મોટો પુત્ર હોય તેને રાજગાદી મળે તેવી પ્રણાલી હતી.

કૈકેયી શુરવીર અને મેધાવી હતી. દશરથ રાજાને કૈકેયી પ્રિય પણ હતી. પણ પટ્ટરાણી કૌશલ્યા હતી. તે સમયની પ્રણાલી પ્રમાણે પટ્ટરાણી પદ એકવાર આપ્યું એટલે આપ્યું. એનો ફેરબદલો ન કરી શકાય.

ચારેય પુત્રોએ વિશ્વામિત્ર ઋષિ પાસે અસ્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર કેવી રીતે આવ્યા અને વિશ્વામિત્રે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળ સાથે શું સંવાદ કર્યો તેનું વર્ણન કરવું અહીં જરુરી નથી. કારણકે આ બધો સંવાદ અને વર્ણન છે . આ બધું લેખકની ધારણા, કલ્પના ઉપર આધાર રાખે છે. જે પ્રસંગો બનાતા હોય તેના ક્રમના આધારે ઇતિહાસનું અનુમાન લગાવી શકાય છે.

શિવ ધનુષ ઉપર શરસંધાન કરવું

દક્ષ રાજાએ એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞનો ધ્વંશ ઈશ્વર શિવે કર્યો હતો. પણ આવું બને નહીં. ઈશ્વર પોતે આવું ન કરી શકે. પણ વીરભદ્ર અને ભદ્રકાળીને શિવે ઉત્પન્ન કર્યા હતા અને આ બંને એ યજ્ઞનો નાશ કર્યો હતો.

વીરભદ્ર કોણ હતો?

એ કોઈ રાજા હશે. જેને દક્ષ સાથે તાત્વિક વાંધો પડ્યો હશે. જેમ કૃષ્ણને ઈંદ્રની પૂજા વિષે વાંધો પડ્યો હતો તેમ. પણ આની શાસ્ત્રીય ચર્ચા આપણે નહીં કરીએ.

આ વીરભદ્રનું ધનુષ્ય કાળક્રમે કોઈ પણ રીતે જનક રાજા પાસે આવ્યું. આ અદભૂત ધનુષ્ય કે વિશિષ્ઠ ધનુષ્ય હતું. તેને કદાચ કળથી જ પકડાતું હશે અને શરસંધાન પણ કરવાની રીત પણ વિશિષ્ઠ જ હશે. આ કામ મહાનબાણાવળીઓમાં થી પણ જુજ બાણાવળીઓ જ કરી શકતા હશે. રામે શ્રેષ્ઠ બાણાવળી બનવાનું શિક્ષણ લીધું હતું અને બન્યા પણ હતા. તેથી જ તેઓ ગુરુને પ્રિય બન્યા હતા.

એક આડવાત કરવી પડશે. આ વાત “યાજ્ઞવલ્ક રામાયણ”માં લખી છે. આ શ્રીરામ, કોઈ એક વખતે બહુ ઉદાસીન થઈ ગયેલ. કારણકે તેમણે જાણ્યું કે મનુષ્યનું ભાવી નિશ્ચિત છે. ગ્રહો ઉપર વ્યક્તિના ભવિષ્યનો આધાર છે. ગ્રહોની ગતિ નિશ્ચિત છે. આમ મનુષ્ય પોતે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે જે નક્કી છે તેને બદલી શકતો નથી. તો આવા જીવનનો અર્થ શો? જે થવાનું છે તે તો થવાનું જ છે. મારા બધા કામો નિરર્થક છે. આમ શ્રી રામ મૌન અને ઉદાસ રહેવા લાગ્યા અને દુબળા થવા લાગ્યા. દશરથ રાજાને ચિંતા થવા માંડી. તેમણે વિશ્વામિત્રને પોતાની ચિંતા જણાવી. વિશ્વામિત્રે તપાસ કરી કે રામને કોઈ પણ જાતનું વ્યસન ન હતું. તેઓ દુરાચારી પણ ન હતા. તેમનું કોઈએ અપમાન પણ કર્યું ન હતું. તેઓ સૌને પ્રિય પણ હતા. એટલે વિશ્વામિત્રે તેમને વિશ્વાસમાં લઈને વાતચીત કરી. રામે પોતાનો મનોભાવ જણાવ્યો. એટલે વિશ્વામિત્રે તેમને જણાવ્યુમ કે પુરુષાર્થ આગળ અને દૃઢ નિર્ણય આગળ ગ્રહો બધા નકામા છે. જેમ ખેલાડી પોતાના ડંડા વડે દડાને મનોવાંછિત દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી અને દૃઢ નિશ્ચયી મનુષ્ય પોતાના ભવિષ્યને ધારે તેવું કરી શકે છે. તેના ડંડાથી ગ્રહો પણ ડરે છે. આમ કહી વિશ્વામિત્ર અમુક ઉદાહરણો આપે છે. આ ઉદાહરણોની વાત આપણે નહીં કરીએ. પણ વિશ્વામિત્રની વાતોથી રામ નોર્મલ થાય છે. આ વિશ્વામિત્ર રામના અને તેમના ભાઈઓના ગુરુ બને છે.

શિવધનુષ્યની વાત ઉપર આવીએ.

આ શિવ ધનુષ્ય થી બાળ-સીતા રમવા લાગી. સામાન્ય રીતે બાલિકાઓ ઢીંગલીઓ થી રમે. પણ સીતા ધનુષ્યથી રમવા લાગી તેથી જનકને લાગ્યું કે આ સીતા અસામાન્ય છે. તેથી હું, આ વિશિષ્ઠ ધનુષ્યને પણછ બાંધીને જે વ્યક્તિ શ્રેષ્ઠ રીતે શરસંધાન કરશે તેની જોડે સીતાને પરણાવીશ.

આ શિવ ધનુષ્ય, વિશિષ્ઠ ઉપરાંત વજનદાર પણ હશે. તેને કળથી ઉપાડવું પડતું હશે.તેની ઉપર શરસંધાન કરવાની બાબતમાં શું વાત હતી?

જુદા જુદા રાજાઓ સ્વયંવરમાં આવેલ એવી કોઈ વાત નથી. પણ રાજાઓ સમૂહમાં કે છૂટક છૂટક આવેલ. અને સૌ નિસ્ફળ ગયેલા અને પછી ભેગા થઈ તેમણે જનક રાજાની ઉપર આક્ર્મણ કરેલ. જનક રાજાએ તેમને કોઈપણ રીતે હરાવેલ.

રાવણ આ ધનુષ્ય ઉઠાવી ન શકેલ એ વાતમાં તથ્ય નથી. રાવણ ઉંમરમાં મોટો હતો. રાવણને સમજાવવામાં અવેલ કે સીતા તો તેની પુત્રી સમાન છે. તેથી તેણે સ્પર્ધામાં ભાગ ન લેવો એવી વિનંતિ કરાયેલી અને રાવણે તે વાત માન્ય રાખેલ.

જો આ વાત ઉપર શક હોય તો નીચેની વાત વાંચો.

૧૯૫૫માં બૃહદ ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા સંસ્કૃત પરીક્ષા “મધ્યમા” ના અભ્યાસક્રમમાં એક પાઠ હતો. “કૌશલ્યા હરણમ્‌”. આ પાઠમાં રાવણ ફક્ત કૌશલ્યાને જ નહીં પણ સાથે સાથે દશરથ ને પણ ઉપાડી જાય છે. રાવણને કૌશલ્યા સાથે પરણવું હોય છે પણ તે મોડો પહોંચે છે કે કૌશલ્યા દશરથને પસંદ કરેછે. જે હોય તે. કૌશલ્યા અને દશરથના લગ્ન થઈ ગયા પછી તે પહોંચે છે તેથી રાવણ બંનેનું અપહરણ કરી જાય છે અને લંકા લઈ આવે છે. પણ લંકામાં ઋષિઓ કે તેનું મંત્રીમંડળ રાવણને સમજાવે છે કે કૌશલ્યા તો હવે પરિણિત સ્ત્રી છે. પરિણિત્ર સ્ત્રી સાથે લગ્ન કરવું તારા માટે વર્જિત છે. રાવણ માની જાય છે. તે પછી રાવણ એક લાકડાની મોટી છબડીમાં બંનેને નાખી તેમને સમુદ્રમાં છૂટા મુકી દે છે. જો રાવણ કૌશલ્યાને છોડી શકતો હોય તો આ રાવણ સીતાને પણ છૉડી શકે છે.

ભારતની ગેરહાજરીમાં રામનો યુવરાજ પદ સમારોહ.

“યુવરાજ પદ સમારોહ” એવી કોઈ પ્રણાલી ઇતિહાસમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

શું દશરથ રાજા મુત્સદ્દી હતો?

આપણે થોડા વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં જોયેલ કે ચૂંટણી માટે બીજેપીએ એક સમિતિનું ગઠન કર્યું અને તેની પ્રચાર સમિતિના અધ્યક્ષ સ્થાને નરેન્દ્ર મોદીને નીમ્યા. આ વાતનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. કારણકે આમાં એક અકથિત એવો સંદેશ હતો કે નરેન્દ્ર મોદી બીજેપીના લોકસભાના નેતા થશે અને વડાપ્રધાનપદના ઉમેદવાર થશે. જેથી અગર કોઈનો નરેન્દ્ર મોદીના પ્રધાનપદના ઉમેદવાર તરીકે વિરોધ હોય તો અત્યારથી જ જાહેરમાં આવી શકે. જેમને વિરોધ કરવો હતો તેમણે કર્યો. જેમને રીસાઈ જવું હતું તેઓ રીસાયા. કોની કેટલી શક્તિ હતી તે મપાઈ ગયું. જનતાના પ્રતિભાવ દ્વારા જનતાનો અભિપ્રાય મપાઈ ગયો. જેઓ વિરોધી હતા તેઓને પણ જનશક્તિનો પરિચય થઈ ગયો.

દશરથ રાજાએ રામની યુવરાજ પદની જાહેરાત અને સમારોહનો સાનુકુળ સમય નિશ્ચિત કર્યો. જ્યારે ભરત પોતાના મોસાળ ગયો ત્યારનો સમય દશરથ રાજાએ પસંદ કર્યો. દશરથની ધારણા હતી કે કદાચ ભરત વિરોધ પ્રગટ કરશે. જનતા તો વિરોધ નહીં જ કરે. તેથી કૈકેયી ને નબળી પાડવા ભરતની ગેરહાજરીનો સમય અનુકુળ હતો. ભરત જયારે પાછો આવશે ત્યારે તેને પણ ખબર પડશે કે રામના યુવરાજપદના નિર્ણયમાં જનતાની સંમતિ હતી તેથી ભરત પણ વિરોધ કરી નહીં શકે.

કોઈ એક સમયે દશરથ રજાએ કૈકેયીને બે વર માગવા કહેલ. આમાં બે પ્રકારના પાઠ છે. જ્યારે દશરથ રાજા સુરોને મદદ કરવા સુરોના પક્ષે રહી અસુરો સામે લડવા ગયેલ ત્યારે યુદ્ધ સમયે કૈકેયી દશરથ રાજાની સારથી બનેલ. અસુરો જ્યારે દશરથ ઉપર ધસી આવ્યા ત્યારે કૈકેયી દશરથ રાજાને બચાવવા રથને યુક્તિ અને કુશળતા પૂર્વક ભગાવીને દૂર દૂર લઈ ગઈ. બીજી વાતનો પાઠ એવો છે કે રથના પૈડાની ધરીમાંથી ઠેસી નિકળી ગઈ અને કૈકેયીએ પોતાની આંગળી ત્યાં ખોસી દીધી જેથી રથનું પૈડું નિકળી ન જાય. કૈકેયીની આંગળી ઇજાગ્રસ્ત થઈ ગઈ અથવા તો કપાઈ ગઈ. દશરથ રાજા કૈકેયીની ચતુરાઈ અને કુશળતાથી ખુશ થયા અને બે વર માગવા કહ્યું. કૈકેયીએ તે પછી ક્યારેક માગશે તેમ કહ્યું.

કેકેય એક સીમાવર્તી પ્રદેશ હતો. સીમાવર્તી પ્રદેશ હમેશા વિદેશી આક્રમણનું પ્રથમ ભક્ષ્ય બને છે. શક્ય છે કે કૈકેયી વિરાંગના હોય એટલા માટે જ કૈકેયીના પિતાએ કૈકેયીના પુત્રને જ રાજગાદી મળે એવી શરત દશરથ આગળ મંજુર કરાવી હોય. રાજાએ વચન પાળવું જોઇએ એ પણ પ્રણાલી હતી અને રાજગાદી જ્યેષ્ઠ પુત્રને મળે એ પણ પ્રણાલી હતી. જનતાને જે મંજુર હોય તેને રાજગાદી મળે તેવી પણ પ્રણાલી હતી તેવો પણ રામાયણમાં ઉલ્લેખ છે.

આનો ઉપાય?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ રામ, દશરથ, કૈકેયી, સીતા, જનક, ધનુષ, વીરભદ્ર, ભદ્રકાળી, દક્ષ, યજ્ઞ, શિવ, લંકા, રાવણ, કુબેર, રામાયણ, ઇતિહાસ, તથ્ય, પ્રણાલી

Read Full Post »

Older Posts »

%d bloggers like this: