લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.
વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.
બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.
બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.
યહ તો હોના હી થા
શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.
નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?
રાજમોહન ગાંધી શું કહે છે?
રાજમોહન ગાંધી કોણ છે?
રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.
કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.
હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?
બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.
“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.
કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.
“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.
નરેન્દ્ર મોદી વિષે શું છે?
મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?
“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.
આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.
એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના, પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.
ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.
ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”
ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!
નાગરિકતા સુધારણા કાયદોઃ

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.
જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.
નહેરુ-લિયાકત અલી કરાર
કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.
તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.
કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.
કોંગીનેતાઓના પેટમાં શું છે?
કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/
કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.
“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.
“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.
“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.
આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?
“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.
“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.
“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!
“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.
“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.
“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.
મુસ્લિમોને કશું મોળું ખપે
“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે. તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.
“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”
તડ અને ફડ વાળા
કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.
દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.
શિરીષ મોહનલાલ દવે