Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અંગત સચિવ, અંગ્રેજો, ઈન્દીપેન્ડન્સ ઈન્ડિયા એક્ટ, કટાર લેખકો, કતલ, કોમનવેલ્થ, ખિલાફત આંદોલન, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫, ગાંધી-ફોબિયા, ગુલામ, ગોડસે, ચર્ચા, જનરલ ડાયર, જલીયાંવાલા બાગ, ટ્રાન્સફર ઑફ ચાર્જ, ટ્રાન્સ્ફર ઑફ પાવર, ડીબી ભાઈ, દક્ષિણ આફ્રિકા, દસ્તાવેજ, દેશના ભાગલા, પૂર્વગ્રહ, પ્લેબીસાઈટ, બોઅર યુદ્ધ, બ્રીટીશ ક્રાઉન, ભગતસિંહ, મુસ્લિમ તુષ્ટિકરણ, મુસ્લિમ-વિરોધી ફોબિયા, મૂખ્ય સચિવ, મોપલા, રહસ્ય સચિવ, રાજીવ દિક્ષિત, લોકશાહી, વિતંડાવાદ, સંજયભાઈ, સત્તાનું હસ્તાંતરણ, સોસીયલ મીડીયા, સ્વતંત્ર, ૧૫મી ઑગષ્ટ ૧૯૪૭, ૧૯૫૦, ૧૯૫૨, ૯૯ વર્ષના પટ્ટે on August 20, 2017|
4 Comments »
“શું ભારત સાચેસાચ સ્વતંત્ર થયું છે?” નો એક વિતંડાવાદ
જેઓ સોસીયલ મીડીયા ઉપર સક્રિય છે તેઓ જાણતા હશે કે ભારતે મેળવેલી સ્વતંત્રતા બાબતમાં ઘણા લોકો ગંભીર રીતે શંકા ધરાવે છે. શરુઆતમાં આપણે તેને અવગણીએ તે ઠીક હતું. પણ પછી જોવામાં આવ્યું કે જેઓ ઠીક ઠીક જાણકારી, બીજા વિષયોમાં પણ ધરાવતા હતા તેઓ પણ આ વિષયમાં ભાગ લેવા માંડ્યા. એટલે મારા જેવા કેટલાક લોકોએ ઉત્તર આપવાનું શરુ કર્યું. પણ એવું જોવામાં આવ્યું કે તેમને આપણો ઉત્તર સમજવામાં રસ ન હતો.
આ વિષયની ચર્ચામાં રસ લેનારાઓમાં મોટા ભાગના એવા હતા કે જેઓ પૂર્વગ્રહથી પીડિત હતા અને તેમની માન્યતા છોડવા તૈયાર જ ન હતા. અને આ માન્યતાના લીસ્ટમાં તેઓની માન્યતાઓ નીચે પ્રમાણે હતી.
ભારતના ભાગલાઓ માટે ગાંધીજી જવાબદાર હતા.
હિન્દુ-મુસ્લિમ હુલ્લડોમાં ગાંધીજી મુસ્લિમોના પક્ષમાં રહેતા હતા અને જ્યાં મુસ્લિમો વધુ પ્રમાણમાં મરાયા હતા ત્યાં તેઓ દોડી જતા હતા. મુસ્લિમ તૂષ્ટીકરણની નીતિના જન્મદાતા ગાંધીજી હતા, આનું મુખ્ય કારણ તેઓએ દક્ષિણ આફ્રિકામાં મુસ્લિમ વેપારીનો કેસ લડ્યા તે હતું.
ગાંધીએ બોઅર યુદ્ધમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો.
ગાંધીએ ખિલાફત આંદોલનમાં ધર્માંધ મુસ્લિમોનો પક્ષ લીધો હતો.
મોપલાઓએ હિન્દુઓની જે કત્લેઆમ કરી હતી તે કત્લેઆમને ગાંધીએ અનુમોદન આપ્યું હતું.
ગાંધીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું ન હતું,
જલીયાવાલા બાગમાં અંગ્રેજોએ કરેલી કતલમાં ગાંધીએ જનરલ ડાયરનો પક્ષ લીધો હતો
પાકિસ્તાનને ૫૫ કરોડ અપાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ, પણ ભારતના ભાગલા પડતા અટકાવવા માટે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા ન હતા.
ગોડસે એક મહાન વ્યક્તિ હતો અને તે પરમ દેશભક્ત હતો. તેણે ગાંધીનો વધ કર્યો તે યોગ્ય જ હતું. તેણે કોર્ટમાં જે નિવેદન આપેલ તેને સરકારે જાહેર કર્યું નથી તે જ બતાવે છે કે સરકાર સત્યને છૂપાવવા માગે છે. ચલણી નોટો ઉપર ગાંધીને બદલે ગોડસેનું ચિત્ર હોવું જોઇએ. ખરો શહીદ તો ગોડસે જ હતો.
ગાંધી સાઉથ આફ્રિકામાં નિસ્ફળ નીવડ્યા હતા એટલે ભારત પરત થયા હતા.
ગાંધી અંગ્રેજ સરકારના એજન્ટ હતા,
ગાંધી એક ઐયાશી વ્યક્તિ હતા. ગાંધી દુરાચારી હતા. તેઓ ભીન્ન ભીન્ન સ્ત્રીઓને સહશયન માટે ફરજ પાડતા હતા.
ગાંધીએ હિન્દુ નિરાશ્રિતોને કહેલ કે તમારે તમારી મા-દિકરી-બહેનોને મુસ્લિમોને હવાલે કરી દેવી જોઇતી હતી. આ જ તમારો ધર્મ હતો.
આવી તો અનેક વાતો ગાંધી-ફોબીયાથી પીડિત લોકો લખતા. આપણે આ બધી જ વાતોનું તર્ક પૂર્વક ખંડન કરીએ તો પણ તેઓ સમજવા તૈયાર જ ન હ્તા. એટલું જ નહીં મોટા ભાગના તો વાંચતા જ નહીં અને અદ્ધર અદ્ધર રીતે આપણા તર્ક નકારી કાઢતા હતા. આ બધા જ ગાંધી-ફોબિયા પીડિત જ નહીં મુસ્લિમ-વિરોધી-ફોબિયાથી પણ પીડિત લોકો હતા.
આમાંના કેટલાકના વિષયો એ પણ હતા કે
ભારતને આઝાદી મળી જ નથી. હજુ પણ તે અંગ્રેજોનું ગુલામ છે. આ માટેની તેમની દલિલો નીચે પ્રમાણે છે.

INDIA FIRST
(૧) ૧૫મી ઑગષ્ટે જે થયું તે “સત્તાનું હસ્તાંતરણ (ટ્રાન્સ્ફર ઑફ પાવર) થયું છે.
(૨) આ દસ્તાવેજ કદી બહાર પાડવામાં આવ્યો નથી.
સત્તાના હસ્તાંતરણને સ્વતંત્રતા ન કહેવાય,
(૩) કોમનવેલ્થ રાષ્ટ્રોની પ્રમુખ કાયમ માટે બ્રીટનની રાણી (બ્રીટીશ ક્રાઉન) છે. ભારતે બ્રીટનની રાણીને ખંડણી આપવી પડે છે.
(૪) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ ૧૯૩૫, આ જે પણ લાગુ છે.
(૫) આપણને જે સત્તા મળી છે તે ૯૯ વર્ષના પટ્ટે મળી છે.
૯૯ વર્ષ પછી આપણે ભારતની સત્તા બ્રીટનને પાછી સોંપી દેવી પડશે. એટલે આવા કરારને સ્વતંત્રતા કહેવાય જ નહીં.
(૬) બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી અપાય છે. બ્રીટનની રાણીને ભારતનો વિસા લેવાની જરુરત પડતી નથી.
(૭) નાગરિક કાયદાનો હવાલો આપી એવું તારણ કરવામાં આવે છે કે આપણે ભારતીય બંધારણને હિસાબે પણ ગુલામ જ છીએ.
(૮) આ બધામાં વળી એક રાજીવ દિક્ષિતનો વીડીયો સામેલ કરવામાં આવ્યો છે જેમાં રાજીવ દિક્ષિત “ટ્રાન્સ્ફર ઑફ પાવર”નું પોતાનું અર્થ ઘટન કરતા બતાવ્યા છે.
આ બધા ઉભી કરેલી માન્યતાઓનું આપણે તર્કશુદ્ધ રીતે ખંડન કરીએ તો પણ આ વિવાદો ચાલુ રાખવામાં આવે છે.
સોસીયલ મીડીયામાં આ વિવાદો ત્રણચાર વરસોથી ચાલે છે. આ વિવાદોની સ્થિતિ “ગાંધી-ફોબિયા પીડિત” જ છે. એટલે કે તમારા ઉત્તરો ઉપર, કોઈ ચર્ચા કરવા તૈયાર થતા નથી. આ બધું આપણે અટકાવી શકતા નથી. કારણ કે લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્યમાં બધાને પોતાના તર્કહીન વિચારો વ્યક્ત કરવાનો હક્ક છે. આપણા તર્કશુદ્ધ વિચારો માન્ય રાખવા કે ન રાખવા તે તેની મુનસફ્ફીની વાત છે.
આવી સ્થિતિ હોય ત્યારે આપણે અમુક હદ પછી તેવા લોકોની માન્યતાઓ ઉપર પ્રતિભાવ આપવાનું બંધ કરીએ તે સ્વાભાવિક છે.
ડીબી (દિવ્યભાસ્કર)માં પણ અમુક કટારીયા લેખકોને બાદ કરતાં બાકીના બધા કટારીયા લેખકો કદાચ સમાચારપત્રના એજન્ડા પ્રમાણે લખતા હોય તેમ તેઓની બહુમતિ હોવાને નાતે આપણે માની શકીએ.
પણ જે લેખકો પોતાની તર્કશુદ્ધતા જાળવી રાખે છે તેમને વિષે આપણે એવું કહી ન શકીએ કે તેઓ વર્તમાનપત્રના એજન્ડા પ્રમાણે લખતા હશે. આવા લેખકોમાં ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, મધુરાય, નગીનભાઈ સંઘવી અને સંજયભાઈ વોરાનો સમાવેશ અચૂક કરી શકીએ. કાન્તિભાઈ ભટ્ટ પણ જો નરેન્દ્ર મોદીને ન સ્પર્શે ત્યાં સુધી માહિતિ-પૂર્ણ લખે છે. રોજ કટાર લખવી એ ઘણું અઘરું હોય છે. તો પણ ન છૂટકે આ બાબતની આપણે અવારનવાર ટીકા કરી છે. પણ જવા દો. દરેકને પોતાના વિચારો, પોતાનું મન અને પોતાના ગમા-અણગમા હોય છે.
સંજયભાઈ વોરા ડીબીમાં રોજ લખે છે. અને દરેક લેખ માહિતિપૂર્ણ હોય છે. અને તર્કશુદ્ધ પણ હોય છે. નાની નાની વાતો મિસ-ફાયર થાય તો તેને ક્ષમ્ય ગણવું જ જોઇએ. પણ સંજય ભાઈ વોરાએ જ્યારે “શું આપણે સાચેચાચ સ્વતંત્ર થયા છીએ તે વિષય ઉપર પ્રશ્નચિન્હ લગાવ્યું ત્યારે તેની ગંભીરતાને સમજવી પડે. તેમના મુદ્દાઓમાં કેટલાક બ્રીટીશ નાગરિકતા વાળા સનદી અધિકારીઓ સેવામાં ચાલુ રહ્યા, અને તે પણ ભારતીય રાજબંધારણ અમલમાં આવ્યું તે પછી પણ ચાલુ રહ્યા તે, અને તેને સમકક્ષ બીજા મુદ્દાઓ, નવા મુદ્દા તરીકે જાણવા મળ્યા.
“ટ્રાન્સ્ફર ઑફ પાવર” એગ્રીમેન્ટ
આ કરારનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર એ “સ્વતંત્રતા” નથી. એક ની જગ્યાએ બીજો આવ્યો. તેમાં સ્વતંત્રતા ક્યાં આવી?
ચૂંટણીના પરિણામો પછી એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સત્તા સંભાળે છે. જેમકે એક વ્યક્તિ વડાપ્રધાન છે. ચૂંટણી પછી નવો પક્ષ બહુમતિ મેળવે તો તેનો નેતા દેશનું વડાપ્રધાન પદ સંભાળે છે. “ટ્રાન્સ્ફર ઑફ પાવર” તેના જેવું છે.
આપણે સમજવું જોઇએ કે “ટ્રાન્સ્ફર ઑફ પાવર” અને “ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ” એ બંને ભીન્ન ભીન્ન છે. અ બંને સમાનાર્થી શબ્દો નથી. એક વ્યક્તિ કે જે વડા પ્રધાન છે તેની પાસેથી નવી વ્યક્તિ વડાપ્રધાન પદ લે, તેને ટ્રાન્સ્ફર ઑફ ચાર્જ કહેવાય. આમાં કોઈ એગ્રીમેન્ટ થતું નથી. જે કંઈ થયું તે બંધારણ અનુસાર થાય છે. સરકારી અધિકારીઓની બદલી થાય ત્યારે તેઓ પોતાનો ચાર્જ બીજા અધિકારીને આપે છે. તેને એકે “ચાર્જ લીધો” અને બીજાએ “ચાર્જ આપ્યો” એમ કહેવાય છે ગણાય છે. પ્રધાનો પાસે દસ્તાવેજોનો ચાર્જ હોતો નથી. સચિવો અને મૂખ્ય સચિવ બધો ચાર્જ રાખે છે. દરેક ફાઈલની હેરફેર નોંધાતી હોય છે. અંગત સ્ટાફ ની ફાઈલ મંત્રીશ્રી પોતાની પાસે કે પોતાના અંગત સચિવ (રહ્સ્ય સચિવ) પાસે રાખે છે.
સત્તાની ફેરબદલીની રીતો
સત્તાની ફેરબદલી બે રીતે થાય છે. એક છે બળપૂર્વક થતી સત્તાની ફેરબદલી. અને બીજી છે પરસ્પર સમજુતીથી થતી સત્તાની ફેર બદલી. ૧૮૫૭માં થયેલા સ્વાતંત્ર્યતાના સંગ્રામમાં જો ભારતનો વિજય થયો હોત તો, “ટ્રાન્સ્ફર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી ન હોત. પૂર્વપાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં બંગ્લાદેશનું સર્જન થયું તેમાં “ટ્રાન્સ્ફ્રર ઑફ પાવર”ના એગ્રીમેન્ટની જરુર પડી નથી.
બળપૂર્વક થતા સત્તાના હસ્તાંસ્તરણમાં નવી સત્તાએ જુના કાયદાઓ માનવા સિવાય છૂટકો હોતો નથી, સિવાય કે પોતાના કાયદાઓ હયાત હોય. જુના વખતમાં ન્યાયધીશો કે રાજા કે રાજાદ્વારા સ્થપિત વ્યક્તિઓ, રાજકારભારના અને ફરિયાદોને લગતા નિર્ણયો લેતા. તેમને કોઈ નિયમો નડતા ન હતા. તે પોતાની મુનસફ્ફી પ્રમાણે કે શુદ્ધબુદ્ધિથી નિર્ણયો લેતા.
જ્યારે ભારતને ૧૫મી ઑગષ્ટે “સ્વતંત્રતા” મળી ત્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારતમાં સર્વોચ્ચ સત્તા વાઈસરોય પાસે હતી. વાઈસરોય ઉપર બ્રીટનની પ્રણાલીઓ દ્વારા સ્થપાયેલ બંધારણ અને ઈન્ડીયન ગવર્નમેન્ટ એક્ટ નું બંધન રહેતું. ભારત સ્વતંત્ર થયું એટલે કામચલાઉ વ્યવસ્થા વડાપ્રધાન અને ગવર્નર જનરલની થઈ. બ્રીટનની પાર્લામેન્ટે પસાર કરેલા “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ના આધારે આ નક્કી થયું હતું. જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ તૈયાર ન થાય ત્યાં સુધી, ભારતની સંસદ જે કંઈ પણ વહીવટી કાયદાઓ પસાર કરે તેને માટે બ્રીટનના ક્રાઉનની મંજુરી લેવી જરુરી હતી. એટલે કે ભારતની સંસદ એ બ્રીટનની સંસદને સમકક્ષ હતી. પાકિસ્તાનની પણ આ જ સ્થિતિ હતી.
સ્વાતંત્ર્ય મળ્યા પૂર્વે અખંડ ભારતમા ચૂંટણીઓ થઈ હતી. ચૂંટાએલી સરકારો/મંડળો બ્રીટીશ એજન્સીના પ્રત્યક્ષ વહીવટ હેઠળના પ્રદેશો ઉપર રાજ કરતી હતી. આને “સ્થાનિક સ્વરાજ્ય” કહેવાતું હતું. પણ આ બધા વાઈસરોયના તાબામાં એટલે કે બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતા. ૧૫ ઑગષ્ટે સ્વરાજ્ય મળ્યું એટલે ભારતને કેન્દ્રમાં “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” અને “ગવર્નમેન્ટ ઈન્ડિયા એક્ટ”ની મર્યાદા હેઠળ સત્તા મળી.
રાજાઓની સત્તાઓ તેમની પાસે રહી પણ તેમણે જનતાની ઈચ્છા અનુસાર “પાકિસ્તાન સાથે જોડાવું“, કે “ભારત સાથે જોડાવું” કે “સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવું” તે નક્કી કરવાનું હતું. “જનતાની ઈચ્છા” જાણવાની પ્રક્રિયાને “પ્લેબીસાઈટ” કહેવામાં આવી હતી. આ કામ કેન્દ્ર સરકારની નિગરાનીમાં કરવાનું હતું જેથી જનતાની સાચી ઈચ્છા જાણી શકાય. આ પ્રમાણે જે મોટા રાજ્યો હતા તેમના પ્રાંત અલગ હતા. પણ આ બધા જ અંતે તો “બ્રીટીશ ક્રાઉન”ના તાબામાં હતા. એટલે ૧૫ ઑગષ્ટ “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ” ની અંતર્ગત રહેલ “ઈન્ડીપેન્ડન્સ” શબ્દની રુએ, “ઈન્ડીપેન્ડન્સ ડે” ગણાયો. જેમાં બધા જ સત્તાધારી પદો ઉપર ભારતીયો આવ્યા.
એક વાત સમજવાની છે કે “ઈન્ડિયન સીવીલ સર્વીસ”ની પરીક્ષા બ્રીટીશ સરકાર લેતી હતી અને સીવીલ સર્વીસ પ્રોવાઈડર બ્રીટીશ સરકાર હતી. એટલે તેની સર્વીસની શરતો બ્રીટને નક્કી કરી હતી. જે કોઈ આઈસીએસ અધિકારીઓ ભારતમાં રહ્યા તેઓ આ સર્વીસ કન્ડીશન્સની જોગવાઈને આધારે સ્વેચ્છાએ રહ્યા. બ્રીટીશ અફસરો ભારતમાં નોકરીએ ચાલુ રહ્યા તે કારણસર ભારત ગુલામ હતુ એમ ન કહી શકાય.
એક વાત સ્વિકારવી પડે કે ભારત જ્યાં સુધી પોતાનું સ્વતંત્ર બંધારણ અમલમાં ન લાવ્યું ત્યાં સુધી ભારતે સાર્વભૌમત્વ મેળવ્યું ન હતું. ભારતની સંસદ, લોકોએ ચૂંટેલી હતી અને તેના થકી ભારતનું બંધરણ ૧૯૫૦માં અમલમાં આવ્યું. આ ભારતીય બંધારણમાં નિર્દેશિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટણીઓ થઈ.
કોમનવેલ્થ રાષ્ટ્રઓનું જુથ
કોમન વેલ્થ રાષ્ટ્રોના જુથમાં, જે રાષ્ટ્રો અગાઉ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતાં તે બધા રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. બ્રીટન પોતે પણ બ્રીટીશ ક્રાઉનના તાબામાં હતું. કોમનવેલ્થ રાષ્ટ્રોના જુથના બંધારણમાં જ આવી જોગવાઈ છે અને તે સહજ છે કે તેનું પ્રમુખ પદ બ્રીટીશ ક્રાઉન પાસે રહે. આ બાબતમાં કોઈ રાષ્ટ્રે નાનમ અનુભવવાની જરુર નથી. વળી તમે એક સંસ્થા ચલાવો તો બધા સભ્યોએ ફાળો તો આપવો જ પડે પછી ભલે તે જી-૮ હોય કે જી-૨૪ હોય કે સાર્ક રાષ્ટ્રોની સંસ્થા હોય. આ ફાળાને આપણે ખંડણી તરીકે ખપાવી ન શકીએ.
બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી.
જે બ્રીટને આપણને યુદ્ધ વિના શાંતિથી સ્વતંત્રતા આપી તેનું માન રાખવું એ આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. આપણે ઇતિહાસનો નાશ કરી શકતા નથી. બ્રીટનની રાણીને ૨૧ તોપોની સલામી આપવાથી આપણે ગુલામ થઈ જતા નથી. કોઈપણ દેશ કોઈ મહાનુભાવ વ્યક્તિનું સન્માન કરી શકે છે. તેને નાગરિકતા પણ આપી શકે છે. ખાન અબ્દુલ ગફારખાનને ભારતરત્નનો ખિતાબ અપાયેલો છે. તો શું પાકિસ્તાન આપણો ગુલામ દેશ છે?
કોઈ એક વ્યક્તિને ભારતીય નાગરિકતા આપવાની કે નકારવાની સત્તા
આ મુદ્દો સોસીયલ મીડીયા ઉપર બહુ ચગાવવામાં આવેલ. સ્વાતંત્ર્યતા પૂર્વે કેટલીક વ્યક્તિઓ જુદા જુદા સંજોગોમાં અનન્ય પરિસ્થિતિમાં ભારતની બહાર હતી. નિશ્ચિત મુદતમાં ભારતમાં આવવા માટે અસમર્થ હતી. તેના ઉપર નિર્ણય લેવા સક્ષમ અધિકારીઓ હ્તા. અનુચ્છેદ ૬ માં આને લગતી જોગવાઈઓ છે. વિવરણ પણ છે. આ અનુચ્છેદને ફક્ત અને ફક્ત સાંકળીને કેટલાક લોકો રામભરોસે એવું અર્થઘટન કરતા કે ભારત સ્વતંત્ર થયું જ નથી. તેઓ કશું વિવરણ કે દાખલાઓ આપવામાં માનતા નહીં પણ જ્યારે તેમને પૂછવામાં આવતું કે તમે ભારતીય બંધારણની કલમ તો બતાવો અને તેનું અર્થઘટન કરીને તમારી વાત તો સમજાવો !! પણ તેઓ આવું કશું કરવામાં માનતા ન હતા.
૯૯ વર્ષના પટ્ટે ભારતનો વહીવટ કરવાની કરવાની સ્વતંત્રતા
આવી જોગવાઈ કઈ જગ્યાએ છે અને બંધારણમાં આને કઈ જગ્યાએ માન્યતા આપવામાં આવી છે તે કહેવા કોઈ તૈયાર નથી. કોઈક આપણને (આખે આખો) “ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ”નો હવાલો આપે છે. એટલે કે આપણા વિપક્ષીને સાચા ઠેરવવા માટે આપણે આખ્ખે આખ્ખો ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એક્ટ વાંચીને એ શોધી કાઢવાનું કે ભારતને ૯૯ વર્ષના પટ્ટે સ્વતંત્રતા મળી છે. એટલે કે અંધારા ઓરડામાં અસ્તિત્વ ન ધરાવતી કાળી બિલાડી આપણે શોધવાની.
ગુલામ રાષ્ટ્ર, સ્વતંત્ર રાષ્ટ્ર અને લોકશાહી રાષ્ટ્ર
આ ત્રણેના ભેદ સમજવા જેવા છે.
ગુલામ રાષ્ટ્ર એટલે બીજા રાષ્ટ્રનો વ્યક્તિ/વ્યક્તિ સમૂહ કે અધિકૃતવ્યક્તિ/અધિકૃતવ્યક્તિ સમૂહ આપણા રાષ્ટ્ર ઉપર શાસન કરતો હોય તો આપણું રાષ્ટ્ર ગુલામ કહેવાય. બ્રીટીશ યુગમાં આપણે ગુલામ હતા.
મોગલયુગમાં જ્યારે મોગલ રાજાઓએ આપણા દેશને પોતાનો દેશ ગણ્યો ત્યારે આપણે ગુલામ દેશ મટી ગયા.
ઈસ્વીસન પૂર્વેથી ઇસ્લામયુગસુધી ભારત સ્વતંત્ર રાષ્ટ્ર હતું કારણ કે શાસકો ભારતીય હતા.
લોકશાહી એ એક સાપેક્ષ સુવ્યવસ્થા છે.
જ્યાં સત્ય ગમે તે સ્તરેથી આવતું હોય પણ જો તેને અસત્ય ઠેરવવું અશક્ય હોય અને તેનો આદર થતો હોય તો તેને લોકશાહી કહેવાય. પણ સત્ય વિવાદાસ્પદ હોય છે. શ્રેય પણ વિવાદાસ્પદ હોય છે. આ બંને સાપેક્ષ પણ હોય છે. આ માટે જે વ્યવસ્થામાં મૂક્ત ચર્ચા ઉપલબ્ધ હોય અને તે આદરણીય હોય તેને લોકશાહી વ્યવસ્થા કહેવાય. “રામરાજ્ય” ભલે એક રાજાશાહી વ્યવસ્થા હોય પણ ત્યાં સત્યનો આદર થતો હતો. એટલે તેને લોકશાહી કહી શકાય.
જો કે રાજાશાહી વ્યવસ્થામાં આશ્રિત લોકશાહી દીર્ઘજીવી હોતી નથી. કારણ કે તે વંશપરંપરાગત હોય છે. એક રાજા પછી તેનું સંતાન યોગ્યતા વગર જ શાસક બને છે. યોગ્યતા વગર બનેલી વ્યક્તિ લોકશાહીનું રક્ષણ કરી ન શકે. આ વિષે ભારતને વંશવાદી પક્ષોનો અને ખાસ કરીને નહેરુવંશી ઈન્દિરા ગાંધીનો ઠીક ઠીક અનુભવ છે.
ભારતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે?
ભારત એક સાર્વભૌમત્વવાળું રાષ્ટ્ર છે. ભારતના રાજબંધારણમાં કોઈપણ એવી કલમ નથી કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે આ વ્યવસ્થા ૯૯ વર્ષ માટે જ છે.
ભારતના રાજબંધારણમાં અનેક ફેરફાર સંશોધન થયા છે પણ આપણે ક્યારેય આ સંશોધનોને માન્યતા અપાવવા માટે બ્રીટીશ ક્રાઉન પાસે મોકલ્યા નથી. કારણકે આ માટે ભારતના રાજબંધારણમાં ક્યાંય લખ્યું નથી કે બ્રીટીશક્રાઉનની અનુમતિ જરુરી છે.
ભારતના રાજબંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આપણે, કોઈપણ એક સંશોધન માટે બ્રીટીશ ક્રાઉનની અનુમતિ લેવી અનિવાર્ય છે.
ભારતના રાજબંધારણમાં આપણે માનવીય મૂળભૂત હક્કો અને કુદરતી હક્કોની ઉપરવટ જઈને આ હક્કોને હાની થાય તેવા ફેરફાર કરી શકતા નથી. કારણ કે ભારતીય રાજબંધારણ એક લોકશાહી વ્યવસ્થા માટે રચાયેલું છે અને તેમાં સત્ય અને ભારતીય જનતા સર્વોપરી છે. .
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged આદિત્યનાથ યોગી, ઇતિહાસ, કટારીયા, કોંગ્રેસી સંસ્કાર, ક્રેડીટ, ગોદા મારો, તટસ્થતાની ધૂન, ધર્મનિરપેક્ષતાવદી, નમાજ, નરેન્દ્ર મોદી, નહેરુવીયન, બાબરી મસ્જીદ, બીજેપી દશમાથા, મુસ્લિમો કૃતઘ્ન, મૂર્ધન્ય, રાજકારણ, રામ મંદિર, રામજન્મ ભૂમિ, વિતંડાવાદ on April 23, 2017|
2 Comments »
રામ મંદિર અને મર્ધન્યોનો વિતંડાવાદ કે તટસ્થાની ધૂન
ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથ યોગી મુખ્ય મંત્રી બન્યા એટલે નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને અને તેમના સાંસ્કૃતિક સાથીઓને એક નહીં અનેક મુદ્દા મળી ગયા પણ સાથે સાથે દંભી ધર્મનિરપેક્ષતાવાદીઓ જેવા કટારીયા મૂર્ધન્યોને પણ ખોરાક મળી ગયો. તટસ્થની ધૂન જેમના ઉપર સવાર છે તેમણે પોતાનું મોઢું મચકોડ્યું.

રાજકારણ અને ઇતિહાસ કે ધર્મ
નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની અને તેમના સાંસ્કૃતિક સાથીઓની માનસિકતાને સમજી શકાય છે. તેમની માન્યતા પ્રમાણે તો હિન્દુ નેતાઓના સારા કામને વખાણવું કે હિન્દુઓ સંકળાયેલા હોય તેવા તથ્યને પણ સ્વિકારવા એ ધર્મનિરપેક્ષતાનું ખૂન છે.
લઘુમતિઓની તર્કહીન તરફદારી કરવી તેને ધર્મનિરપેક્ષતા જ માનવામાં આવે છે. “હિન્દુઓ કરતાં મુસ્લિમોનો ભારત પર વધુ હક્ક છે કારણ કે મુસ્લિમો મરીને ભારતની ભૂમિમાં દટાઈને ભળી જાય છે” આવી મતલબનું જેમને નિપુણ અર્થશાસ્ત્રી તરીકે ખપાવવામાં આવે છે, એવા આપણા માજી પ્રધાનમંત્રી મનમોહન સિંઘે વડાપ્રધાન પદ ઉપર રહીને કહેલું. પણ આમાં કશું નવું નથી. “આ તો ધર્મનિરપેક્ષતાની આપણી વ્યાખ્યાને અનુરુપ છે. આ નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે”.
ઓગણીશોપચાસના દશકામાં નહેરુએ કહેલું કે “જો મહારાષ્ટ્રને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ”. અત્રે એક યાદ રાખવા જેવી વાત એ છે કે ગુજરાતીઓએ કદી મુંબઈની માગણી કરી જ ન હતી. કોંગ્રેસની કેન્દ્રીય કરોબારીનો જ નિર્ણય હતો કે મુંબઈને એક કેન્દ્રીય રાજ્ય ગણવું. આ વાતની વિગતવાર ચર્ચા અસ્થાને છે પણ નહેરુવીયન કોંગ્રેસના આવા સંસ્કાર રહ્યા છે કે ખાસ કરીને હિન્દુઓમાં ભાષા, જ્ઞાતિ અને વિસ્તાર (રીજીઅન)ના આધારે ભાગલા પડાવવા.
આ જ બ્લોગ સાઈટ ઉપર એક બ્લોગ શ્રેણી છે જેનું નામ છે “ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?” તેમાં રામ, ઇતિહાસ, જનતંત્ર અને રામના મંદિર વિષે વિસ્તૃત ચર્ચા કરી છે. જેમને તથ્યો જાણવામાં રસ હોય તેઓ અચૂક વાંચે.
કહેવાતી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિર બાંધવું એ હિન્દુઓની ઈચ્છા અને માગણી છે. અને સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો માન્ય રાખવો એ મૌલવીઓની અને મુસ્લિમ નેતાઓની માન્યતા છે.
સ્વાભાવિક રીતે જ ઇતિહાસના ખોળાં ખંખોળા થાય.
ઐતિહાસિક રીતે આખી ભારતભૂમિ હિન્દુઓની હતી
ઉચ્ચ ન્યાયાલયે કહેવાતી રામજન્મ ભૂમિ ઉપર સ્થિત, તોડેલી મસ્જીદની જગ્યાએ ખોદકામ કરાવ્યું.
તૂટેલી મસ્જીદની નીચેથી બે સ્તરો નિકળ્યાં (કે કદાચ વધુ પણ નિકળ્યાં હોય) અને તે હિન્દુ દેવતાઓના (શિવના) મંદિર હતાં. એટલે ઐતિહાસિક રીતે તો આ ભૂમિ હિન્દુઓની હતી. પણ એમ તો આખા ભારતવર્ષની ભૂમિ હિન્દુઓની હતી. એટલે કોનો હક્ક એ સંશોધનનો, કાયદાનો અને કાયદાના અર્થઘટનનો વિષય બને છે.
૧૯૪૯-૫૦ના અરસામાં ઉપરોક્ત મસ્જીદ જે બાબરી મસ્જીદ તરીકે ઓળખાય છે તેના તાળાં તોડાયાં તો તેમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્ત્તિઓ સ્થાપિત હતી. એટલે હિન્દુઓને ત્યાં પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવી. પણ હિન્દુઓને તો ત્યાં રામનું મોટું મંદિર બાંધવું હતું, કારણ કે અયોધ્યા એ રામની જન્મભૂમિ ખરી પણ રામનું એક પણ મંદિર નથી. અને નજીકના ભૂતકાળના ઐતિહાસિક દસ્તાવેજોના આધારે અને હાલ પણ, તે જગ્યાને “રામજન્મ ભૂમિ” માનવામાં આવે છે.
વાત એમ છે કે;
એક જગ્યા છે.
તેના ઉપર કબજો હિન્દુઓનો છે.
પણ આ જગ્યા ઉપર મસ્જીદ છે.
આ મસ્જીદની અંદર રામની મૂર્ત્તિ છે.
આની બાજુની ભૂમિ ઉપર મુસ્લિમોનો કબજો છે.
હિન્દુઓએ પોતાના કબજાની ભૂમિ ઉપરની મસ્જીદને તોડી,
મુસ્લિમોએ આનો વાંધો લીધો, મસ્જીદ તો અમારી સંસ્કૃતિ છે. ભલે કબજો તમારો હોય અને ભલે તેમાં નમાજ પઢવાનું અમારા ધર્મની વિરુદ્ધ હોય (વિવાદાસ્પદ ભૂમિ ઉપર મસ્જીદ બાંધી ન શકાય અને બાંધી હોય તો ત્યાં નમાજ પઢી ન શકાય). પણ જો તમે તે મસ્જીદને તોડો તો અમારી લાગણી ઘવાય.
આ ઘવાયેલી લાગણીના પ્રત્યાઘાત રુપે સેંકડો મસ્જીદો પાકિસ્તાનમાં, કાશ્મિરમાં અને બંગલાદેશમાં તોડવામાં આવી. પણ આને સરવાળા બાદબાકીમાં લેવાની નહીં. રામનું મંદિર પણ બાંધવા દેવાનું નહીં. મસ્જીદ એ જ જગ્યાએ ફરીથી બાંધો અને અમને કબજો આપો. તેની બાજુની ભૂમિ ઉપર અમારો કબજો કાયમ રાખો.
“મેરી ચૂપ, લેકિન તુમ ચૂપ ક્યોં”
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સંસ્કૃતિક સાથીઓ હમેશા એ વાત કહેતા આવ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બીજેપીને રામ મંદિર યાદ આવે છે. એ સિવાયના સમયમાં બીજેપી રામમંદિરના મુદ્દાને અભરાઈ ઉપર મુકી દે છે. બીજેપી તો ધર્મને હથિયાર બનાવે છે. અને જુઓ, ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી બીજેપી સત્તામાં હતી તો પણ તેણે રામમંદિરનો મુદ્દો ઉકેલ્યો નહીં. વાસ્તવમાં બીજેપી રામમંદિરના મુદ્દાને ઉકેલવામાં માનતી જ નથી. બીજેપી રામ મંદિરના મુદ્દાને વણ ઉકલ્યો જ રાખવા માગે છે જેથી તે જ મુદ્દા ઉપર તે હિન્દુઓના મત મેળવી શકે.
જો કે નહેરુવીયન કોંગ્રેસ અંદર ખાને એવો પ્રચાર પણ કરે છે કે જુઓ “રામ મંદિર”ની બાબતમાં કંઈપણ પ્રગતિ થઈ હોય તો તે કોંગ્રેસના શાસન દરમ્યાન જ થઈ છે. એટલે કે અમે કોંગ્રેસે જ હિન્દુઓનું હિત જાળવ્યુ છે. ૧૯૪૯-૫૦માં નહેરુ પ્રધાનમંત્રી હતા અને બાબરી મસ્જીદના તાળા ખૂલ્યાં હતા. ૧૯૯૩માં બાબરી મસ્જીદ તૂટી ત્યારે પણ અમારા નરસિંહ રાવ જ પ્રધાન મંત્રી હતા. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ છે ફક્ત તમારે અમારા બે કથનોની વચ્ચે ન બોલાયેલું સાંભળવાનું છે.
આમ તો નહેરુવીયન કોંગ્રેસના સંસ્કાર છે કે “જમવામાં જગલો (નહેરુવીયન કોંગ્રેસ) અને કૂટાવામાં ભગલો (વિરોધીઓ)”. “દેશના બધાં જ સારા સારા કામની ક્રેડિટ યેન કેન પ્રકારેણ, ઇન્દિરાને જ, આપવી એવી કોંગીજનોમાં રહેલી માનસિકતાની મજાકના રુપે એક જોક પ્રચલિત થયેલી કે “ઇન્દિરા ગાંધીએ જ દેશને સ્વરાજ્ય અપાવ્યું હતું”. પણ આ જોક થોડી બિભત્સ છે એટલે અહીં અસ્થાને છે.
શું નહેરુવીયન કોંગ્રેસ તેના કુલા ખંખેરી શકે?
જનતાની સમસ્યાઓ ઉકેલવી શાસકનું કામ છે. કોઈ એક સમસ્યાને કારણે જનતા વિભાજિત થઈ જાય અને બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય તો, શાસકનું કર્તવ્ય છે કે તે સમસ્યાનો ઉકેલ લાવે. સમસ્યા ન્યાયાલયને આધિન હોય તો તેનો અર્થ એવો તો થતો જ નથી તે સમસ્યા ન્યાયાલયની બહાર ન ઉકેલી શકાય.
નહેરુવીયન કોંગ્રેસ પોતાને ધર્મ નિરપેક્ષ અને પોતાને પ્રચ્છન્ન રીતે લઘુમતિઓના ખાવિંદ માને છે. તો તેનો અર્થ એમ થયો કે મુસ્લિમો સાથે તે વાણીવ્યવહાર અને ગોષ્ટિ કરી શકવાને સક્ષમ છે. વળી તે પોતાને હિન્દુઓની દુશ્મન તો માનતી નથી. જો નહેરુવીયન કોંગ્રેસ પોતાને દેશપ્રેમી અને ભારતની હિતૈષી માનતી હોય તો તેણે ભારતીય જનતાના બે જુથોને ભેગા લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. પણ નહેરુવીયન કોંગ્રેસે આવા કોઈ પ્રયત્નો કર્યા નથી. તેણે તો આ બે જુથો વચ્ચેની ખીણ કેમ પહોળી અને ઉંડી થાય તેના જ પ્રયત્નો કર્યા છે. આ બાબતમાં એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટીકરણને લગતાં જ પગલાં લીધાં છે. જો એમ કહીએ તો ચાલે કે નહેરુવીયન કોંગ્રેસે મુસ્લિમો ઉપર ઘણા ઉપકાર કર્યા છે. આ ઉપકારો જણાવવાની જનુરુર નથી.
તો શું નહેરુવીયન કોંગ્રેસ મુસ્લિમોને કૃતઘ્ન માને છે?
નહેરુવીયન કોંગ્રેસે દેશ ઉપર દશકાઓ સુધી એક ચક્રી શાસન કર્યું. તેનું કર્તવ્ય હતું કે તે મુસ્લિમોને કૃતઘ્ન ન માને (એટલે કે તેમને થેંકલેસ ન માને), અને પોતાની ગુડવીલનો (સદભાવનાનો) ઉપયોગ દેશના હિત માટે કરે. પણ નહેરુવીયન કોંગ્રેસે તો પોતાના કુલા જ ખંખેરી નાખ્યા. જાણે કે દેશનું હિત જળવાય તેમાં પોતાની તો કોઈ જવાબદારી જ નથી.
દેશને લૂટી લેનાર પક્ષ પોતાની જવાબદારી ન સમજે તે સમજી શકાય છે. પણ દેશના મૂર્ધન્યોએ આ વાત નહેરુવીયન કોંગ્રેસના ધ્યાન ઉપર લાવવાની જવાબદારી અદા કરવી જોઇએ. પણ તમે જુઓ છો કે દેશના મૂર્ધન્યો અને કટારીયાઓ આ રામમંદિરના મુદ્દા ઉપર નહેરુવીયન કોંગ્રેસના ખોળે બેસી જાય છે.
વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસની રામમંદિરના મુદ્દાના ઉકેલના વિષયમાં જવાબદારી ઘણી મોટી છે.
બીજેપી પક્ષને તો આ નહેરુવીયન કોંગ્રેસીઓએ અને તેમના સાંસ્કૃતિક સાથીઓએ પોતાના વાજીંત્રો દ્વારા ઠીક ઠીક અળગો કરી દીધો છે. એટલે બીજેપીના નેતાઓ મુસ્લિમો સાથે સમાધાન ન કરી શકે તે સમજી શકાય તેમ છે. તેથી બીજેપીના નેતાઓ સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયની રાહ જુએ તે સ્વાભાવિક છે. પણ ઇન્દિરાઈ કલ્ચર એવું છે કે “કોઈ આપણને કાણો કહે તે પહેલાં આપણે તેને કાણો કહી દેવો”.
હવે નહેરુવીયન કોંગ્રેસ ઉપર સંકટ આવ્યું છે
આમ તેના બીજા સાથીઓ ઉપર પણ સંકટ આવ્યું છે. પણ નહેરુવીયન કોંગ્રેસે છ દશકા દેશ ઉપર શાસન કર્યું છે તેથી તેના ઉપર સંકટનો ભાર વધુ છે.
આદિત્યનાથ યોગી સ્થાનિક મુસ્લિમોમાં પણ પ્રિય છે અને એક શાસક તરીકે ધાર્મિક ભેદભાવ રાખે છે તેવું કશું કશું કર્યું નથી કે કરવાના પણ નથી. તેથી તેમના કર્મોદ્વારા તે કોમવાદી છે તે સિધ્ધ થવાની શક્યતા નથી.
નહેરુવીયન કોંગ્રેસ, તેના ફરેબી ધર્મનિરપેક્ષતાવાળા અને કેટલાક તટસ્થતાની ધૂનમાં ગ્રસ્ત કે અજાણતા પથભ્રષ્ટ થયેલા કટારીયા લોકો વાણીવિલાસ કર્યા કરશે. પણ આ લોકોને ડર છે કે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં રામમંદિરનો મુદ્દો ઉકલી જશે તો પોતાનું તો નામું નંખાઈ જશે. ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તો “ખટીયા ખડી હો જાયેગી”.
મૂર્ધન્યો કઈ વાતમાં થાપ ખાઈ જાય છે?
રામ એ ઐતિહાસિક છે કે ધાર્મિક?
“રામ” એ એક હિન્દુધર્મ (રીલીજીનીયન) સાથે સંકળાયેલું પાત્ર છે. તે ઐતિહાસિક પાત્ર નથી.
નહેરુવીયન કોંગ્રેસની સરકારે આ વાત ન્યાયાલય સમક્ષ પ્રતિજ્ઞાપૂર્વક કરેલી. નહેરુવીયન કોંગ્રેસની પ્રતિજ્ઞાઓ, ભારતના ઐતિહાસિક દસ્તાવેજોના આધારને લક્ષ્યમાં લેતાં ફરેબી હોઈ શકે છે. પણ ન્યાયાલય તેના બધાં જ પ્રતિજ્ઞાપૂર્વક કહેલા કથનોને જુઠા ન માની શકે. જો કે એ સંશોધનનો વિષય છે કે એ જ કોંગ્રેસ પક્ષ પોતે શપથ પૂર્વક કહેલા કથનને શપથપૂર્વક ઉલ્ટાવી, શપથ પૂર્વક તેનાથી ઉંધું જ કથન કરી શકે છે અને ન્યાયાલય તેને કેમ દંડિત કરતું નથી?
નહેરુવીયન કોંગ્રેસને અને તેના સાંસ્કૃતિક પક્ષોને બાદ કરો તો પણ રામને “ફક્ત અને ફક્ત ધાર્મિક પાત્ર” માનનારા મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો છે જ પણ અગણિત હિન્દુઓ પણ છે. કારણ કે હિન્દુઓ તે જ ઇતિહાસ ભણે છે જે ઇતિહાસ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ લખેલો છે. આ ઇતિહાસને ભારતના શિક્ષણશાસ્ત્રીઓએ સ્વિકારી લીધો છે. ભારતમાં તે જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. રામાયણની અનેક રચનાઓ છે. તેમાં ચમત્કારો આવે છે. ચમત્કાર શક્ય નથી તેથી રામ ઐતિહાસિક પાત્ર નથી. આજ ભણેશરીઓ જીસસ અને મોહમ્મદ સાહેબને ઐતિહાસિક પાત્ર માને છે જો કે ચમત્કારો તો બાયબલ અને કુરાન બંનેમાં આવે છે.
ભારત એક એવો દેશ છે કે જે વિદેશીઓએ લખેલા ઇતિહાસને જ ઇતિહાસ માને છે. તે પણ ખાસ કરીને પ્રાચીન ભારતના ઇતિહાસને વધુ લાગુ પડે છે. કારણ કે તે ગૌરવશાળી છે. ભારત ગૌરવ શાળી હોઈ જ ન શકે. ગૌરવશાળી ફક્ત વિકસિત પશ્ચિમના લોકો જ હોઈ શકે. મુસ્લિમોએ ભારતને સુસંસ્કૃત કર્યો અને અંગ્રેજોએ ભારતને એકજુટ કર્યો. બાકી ભારતના લોકો તો અંદર અંદર લડવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા? ભારતના સુજ્ઞ જનોએ રાજીવ મલહોત્રા અને તેમના જેવા ઘણા લોકોએ લખેલા પુસ્તકોને કશો સંકોચ રાખ્યા વગર વાંચવા જોઇએ. આ વિદ્વાનોએ પાશ્ચાત્ય માનસિકતા વિષે અને તેમના એજન્ડા વિષે ઘણું મહેનતથી લખ્યું છે.
“તડ અને ફડ”માં માનવાવાળા મૂર્ધન્યશ્રીએ પણ રામમંદિર વિષે લખવામાં ઘણી ભેળસેળ કરી નાખી છે. “અગણિત મંદિરો અને તેમાં એક વધુ મંદિર”, “બીજાઓ બાંધતા હોય તો આપણે શા માટે બાંધવા નહીં?”, “ભલે ખાવાને ધાન ન હોય, પીવાને પાણી ન હોય, રહેવાને મકાન ન હોય પણ રામનું મંદિર તો હોવું જ જોઇએ…” “મંદિર તોડાયાનો જે ઉલ્લેખ છે તે ઐતિહાસિક રીતે સ્વિકાર્ય નથી. મંદિર તોડાયાના ૫૦ વર્ષ પછી જે “ઓશો તુલસીદાસ” થઈ ગયા તેમણે આવા મંદિર તોડાયાનો ઉલ્લેખ કર્યો નથી. જે વ્યક્તિએ રામની વિષે દળદાર ગ્રંથ લખ્યો હોય તેવા “મહિષ્ઠ રામભક્ત ઓશો-તુલસીદાસ”, રામના મંદિરને તોડાવવાના વિષય ઉપર ન લખવા વિષે ઝાલ્યા રહે ખરા?…. વિગેરે વિગેરે” કારણ કે આપણે કેટલા તટસ્થ છીએ અને તેથી કેટલા વિશ્વસનીય છીએ તે સિદ્ધ કરવા આપણે બધાને ગોદા મારવા જ પડે.
બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા. કટારીયા હુએ હૈ તો સબોંકો ગોદા તો મારના હી પડેગા. મોદીકો ભી ગોદા મારો, બીજેપીકે નેતાઓંકો ભી ગોદા મારો, સુબ્રહ્મનીયમ સ્વામીકો ભી ગોદા મારલો, અબ જો યુપીમેં એક યોગી આયા હૈ ઉસકો ભી ગોદા માર લો. સાધુ સંતોંકો ભી ઉનકે કરતૂતોંકો જનરલાઈઝ કર કે ઉનકો ભી ગોદા મારલો, સેક્યુલર મોગાંબો ખુશ હોગા… ” … “ઐસા કરને સે ક્યા હોતા હૈ … … !!! ઐસા હોતા હૈ ન… કિ, હાડમાંસકા ભી એક રામ થા વહ બાત દબ જાતી હૈ … ઔર હમ તો જો સેક્યુલર ઠહેરે …, હાડમાંસકે રામકી તો બાત હી નહીં કર સકતે … સમજ઼ા કિ નહીં?”
હવે જો આપણા મૂર્ધન્યો “હાડમાંસવાળા રામ”ની વાત કરે તો તો “મહાત્માજીના મંદિરની વાત તો જવા દો… એ તો સત્તાવગરના હતા … ” પણ “નહેરુવંશના મંદિરોનું શું થાય … પોતે ને પોતે, પોતાના માટે, પોતે પરિશિલ્પિત કરેલા ચંદ્રકને, પોતે કરેલી/કરાવેલી ભલામણ દ્વારા પોતાને અપાયેલા ચંદ્રકોનું શું થાય”? “ હે ભારતીય જનો, ચંદ્રકની પરિકલ્પના કરનાર પણ હું છું … ચંદ્રક બનાવનાર પણ હું છું … ચંદ્રક પણ હું છું … ચંદ્રકની ભલામણ કરનાર પણ હું છું … ચંદ્રક મેળવનાર પણ હું છું …”
મોરારજીદેસાઈની સરકારે બધા ચંદ્રકો રદ કરેલા પણ ઇન્દિરાઈ સરકારે તેને પુનર્ જીવિત અને પુનર્સ્થાપિત કર્યા.
આ બધા વિષે નવેસરથી વિચારવું પડે. સોસીયલ મીડીયા ઉપર આ બધા મંદિરોને તોડવાની વાતો ચાલે જ છે.
મુસ્લિમોએ તો જુના પ્રાણપ્રતિષ્ઠિત મંદિરો તોડ્યાં પણ હિન્દુઓએ તો આવા સેંકડો નહીં પણ હજારો મંદિરો ગલીએ ગલીએ જ નહીં પણ હાઈવે ઉપર દર કિલોમીટરે સ્થપાયેલા પ્રોટોટાઈપ અવસ્થામાં રહેલા મંદિરો તોડવા પડશે. યાદ રાખો આમાંના મોટાભાગના મંદિરો પ્રોટો ટાઈપ અવસ્થામાં છે. કેટલાક મંદિરો અત્યારે વિશાળતાને પામી ભક્તોથી ફાટ ફાટ થાય છે. (અમદાવાદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ પાસે એક મંદિર છે. થલતેજ ચાર રસ્તા દૂરદર્શન ટાવર પાસે પણ એક મંદિર છે. સન એન્ડ સ્ટેપ પાસે એક મંદિર છે. શાસ્ત્રીનગરમાં એક મંદિર છે.)
પણ આ બાધી વાતોને ટાંકીને આપણે શું રામની ઐતિહાસિકતાને અને તે કારણસર તેમના મંદિરની આવશ્યકતાને નકારી શકીશું?
નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને લાગે છે કે જો આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો ઉકેલી નાખશે તો આપણું શું થશે? વાસ્તવમાં આપણે આપણી સત્તા થકી રામ મંદિરનો મુદ્દો જીવતો રાખતા હતા. હવે જો આદિત્યનાથ યોગીના કાર્યકાળમાં આ મુદ્દો ઉકેલાઈ જાય તો તેની ક્રેડીટ આદિત્યનાથ, નરેન્દ્ર મોદી અને બીજેપીને મળે. આ ક્રેડીટ તેમને ન મળે તે માટે આપણે શું કરવું જોઇએ? કંઈક તો વ્યુહરચના અપનાવવી પડશે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ વિતંડાવાદ, તટસ્થતાની ધૂન, મૂર્ધન્ય, રામ મંદિર, નહેરુવીયન, કોંગ્રેસી સંસ્કાર, ધર્મનિરપેક્ષતાવદી, કટારીયા, રાજકારણ, ઇતિહાસ, રામજન્મ ભૂમિ, બાબરી મસ્જીદ, નમાજ, મુસ્લિમો કૃતઘ્ન, ગોદા મારો, ક્રેડીટ, આદિત્યનાથ યોગી, નરેન્દ્ર મોદી, બીજેપી
Like this:
Like Loading...
Read Full Post »