Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિદેશી બેંકો’

સુલેમાન સુધર ગયા ક્યા?

મુસ્લીમ ભાઈઓ માફ કરે. આ કોઈ બગડેલા સુલેમાનભાઈની વાત નથી. કે સુલેમાનભાઈની પણ વાત નથી. પણ એક મુહાવરુ છે કે એક ભાઈ જે કદાચ સુધરી શકે તેમ નથી પણ સુધરી જવાની વાત કરે છે.

આમ તો આ વાત કોઈ વ્યક્તિની નથી. પણ વ્યક્તિથી વિશેષ એવા એક સમાચાર પત્રના ગુજ્જુ તંત્રી લેખની છે.

ગુજરાતની ચૂંટણીમાં અખબારોના ખેલ

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. અનેક ખેલ ખેલાશે. તેમાં ખેલૈયાઓમાં માત્ર ઉમેદવારો કે પક્ષો નહીં હોય. વર્તમાન પત્રો પણ હશે.

વિનોબા ભાવેના શબ્દોમાં “ચૂંટણી એક પર્વ છે” અને તેને ઉજવવાનું હોય છે. આમ તો આ એક લોક જાગૃતિનું પર્વ છે. આપણા વર્તમાન પત્રોનું મૂળ કામ તો લોકોની અપેક્ષાઓ અને માન્યતાઓમાં રહેલા સત્વને પ્રતિબિંબિત કરવાનું, લોક જાગૃતિનું અને દીશા સૂચનનું છે. પણ જ્યારે દશે દીશાઓમાંથી નહેરુવીયન કોંગ્રેસના શાસન દરમ્યાન જે કૌભાન્ડોની વણઝાર જોવા મળી અને અસાંજે જેવા એક વિદેશી વ્યક્તિએ જનહિત ખાતર કાળાનાંણાનો વિદેશી બેંકોંમાં રહેલા જુદા જુદા દેશોના કાળા નાણાની વાત બહાર પાડી ત્યારે જાણવા મળ્યું કે આપણા દેશના ફક્ત કાળા જ નહીં પણ લાલ નાણા સહિત લગભગ ૪૦૦ લાખ કરોડ રુપીયાના વિદેશી બેંકોમાં ગેરકાયદેસર રીતે જમા છે.  નહેરુવીયન કોંગ્રેસે આ બાબતમાં તપાસની બાબતમાં ઠાગાઠૈયા કરવા માંડ્યા ત્યારે વર્તમાન પત્રોના માલિકોને જ નહીં પણ કેટલાક કટાર મૂર્ધન્યોની પણ દાઢ સળકી. આ દાઢોને મેવા ખાવાની ઈચ્છા થઈ. આ મેવા ચૂંટણી-પર્વમાં નહીં મળે તો ક્યારે મળશે?

આમેય એક સત્ય, અફવા રુપે તરતું હતું કે છાપાંઓમાં આવતા સમાચારો અને ખાસ કરીને રાજકીય પક્ષોને લગતા સમાચારો (હેડલાઈનો સહિત) પેઈડ સમાચારો હોય છે એટલે કે પૈસા લઈને છાપવામાં આવતા હોય છે, એટલેકે છાપાએ પૈસા લેવાના અને લાભ કર્તા પક્ષે પૈસા આપવાના, એ રીતની લેવડ દેવડના વહીવટ દ્વારા સમાચારો છપાતા હોય છે.

ચોર ક્યારે પકડાય છે?

તમે જાણો છો કે કોઈ ચોર મોટી ચોરી કરે એટલે પકડાઈ જવો જરુરી બનતો નથી. મોટેભાગે તો જ્યારે પણ ચોરી થાય ત્યારે બે જણ તો ચોર કોણ છે તે જાણતા હોય છે. તમે પૂછશો કે આ બે જણ કોણ હોય છે? અરે ભાઈ, તમને ખબર નથી? એક તો ચોર પોતે જ હોય છે, અને બીજો તે કે જેને ત્યાં ચોરી થઈ છે. સામાન્ય રીતે જ્યારે ધંધાદારી ચોર સંડોવાયેલો ન હોય તો આ રીતે બે જણ ને ચોર વિષે માહિતિ હોય છે. જ્યારે ચોરીમાં ધંધાદારી ચોર સંડોવાયેલો હોય ત્યારે પોલીસને ખબર હોય છે કે ચોરી કોણે કરી છે. હવે ધારો કે ધંધાદારી ચોરે ચોરી કરી પણ ધંધાદારી ચોર દૂરનો હોય ત્યારે તે કેવી રીતે જાણી શકાય?

   દાનઃ ભોગઃ નાશઃ, ત્રીસ્રઃ ગતિ ભવન્તિ વિત્તસ્ય,

યો ન દદાતિ ન ભૂંક્તે, તસ્ય તૃતીયા ગતિ ભવતિ

ધનની ત્રણ ગતિ હોય છે. દાન ભોગ અને નાશ. જે વ્યક્તિ દાન કરતો નથી અને ભોગવતો પણ નથી, તેના ધનની ત્રીજી ગતિ થાય છે. એટલે કે તેના ધનનો નાશ થાય છે.

ચોર જો ભણેલો હોય તો તો આ વાત કદાચ જાણતો પણ હોય. પણ જો તે અભણ હોય (અવાચનપ્રિય. જેને વાચન પ્રિય ન હોય તેવો) તો તો આ વાત તે ખાસ જાણતો હોય છે. એટલે જ્યારે આવો ચોર મોટી ચોરી કરે ત્યારે તે પોતાની રહેણી કરણી બદલી નાખે છે. પડોશીઓ અને મિત્રો આશ્ચર્ય પામે છે.  પોલીસ તપાસ માટે શોધતી શોધતી આવે ત્યારે તેમને ચોરની બદલાયેલી શૈલીની ખબર પડી જાય છે કે આ (ચોર)ભાઈ અચાનક રંકમાંથી રાય કેવી રીતે થઈ ગયા? ટૂંકમાં ખર્ચમાં થયેલા અતિરેક ને કારણે પોલીસને શંકા જાય છે અને ચોરભાઈ પકડાઈ જાય છે.

આવું જ કંઈ આપણા અખબારોના કારભારીઓનું હોય છે.

લોકપ્રિયતાને મારો ગોળી

એક વ્યક્તિ ખૂબ લોકપ્રિય હોય. તેનું કારણ તેનું પક્ષમાં પ્રભૂત્વ હોવું માત્ર ન હોય, તેની સંપત્તિ પણ ન હોય, તેનું રુપ પણ ન હોય, તેનો વંશ પણ ન હોય, તેની જાતિ પણ ન હોય, તેણે પ્રચારિત કરેલા પ્રપંચિત પ્રગતિ કે વિકાસ પણ ન હોય, તેની નીતિમત્તા માત્ર પણ ન હોય, આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કુશાગ્ર વહીવટી ક્ષમતા પણ કદાચ તેની લોકપ્રિયતાનું કારણ બનતી ન હોય, પણ તે ફક્ત અને ફક્ત જોઈ શકાય, અનુભવી શકાય અને માણી શકાય તેવો વિકાસ જ તેની લોક પ્રિયતાનું કારણ હોય તો? આવી વ્યક્તિની લોકપ્રિયતાને જરાપણ પ્રતિબિંબિત કરવાને બદલે તેને કલુષિત કરવાના પ્રયત્નો થતા હોય,  જે દિવસ છે તેને રાત્રી તરીકે ખપાવવાની ચેષ્ટા છાપાંઓ દ્વારા થતી હોય, ત્યારે જનતા અચૂક વિચારે જ કે આ અતિરેકના મૂળમાં શું છે?

ચોર જ્યારે ચોરેલા ધનના વપરાશના અતિરેક ને કારણે જનતા અને પોલીસની નજરમાં આવી જાય છે. તેવીજ રીતે જનતા રુપી પોલીસ, સંચારમાધ્યમો દ્વારા થતા વ્યક્તિવિશેષના વ્યક્તિત્વ હનન પરત્વે થતા અતિરેકને આ રીતે નિહાળે છે.

હલકું લોહી

પહેલાંના જમાનામાં સરકારી નોકરોના પગાર બહુ ઓછા હતા. પણ સરકારી નોકરો પાસે સત્તા હતી. એટલે સત્તાનો દુરુપયોગ થતો. અને સરકારી નોકરોને બે નંબરની કમાણીનો લોભ જાગતો હતો. મનની સામે લડવું એ ગીતાને સમજવા જેવું અઘરું કામ છે. “અમે પણ માણસ છીએ” એ આધારે સરકારી નોકરો અમાનવીય (ગેરકાયદેસર) કમાણી કરતા થઈ ગયા. બે છેડાઓને જોડવા ઉપરાંત તેઓ જીવનને વધુને વધુ સુવિધાજનક બનાવવા તરફ પણ વળ્યા.. તેવીજ રીતે વર્તમાનની સાથે સાથે  ભવિષ્યની નિશ્ચિંતતાનો પણ વિચાર કરવા લાગ્યા. પૈસાના લોભને કોઈ સીમા નથી.  અમારા જમાનામાં દિવાનનો છોકરો અને ધોબીનો છોકરો એક જ તાલુકા સ્કુલમાં ભણતા હતા. પણ હવે તેવું નથી. કેટલાક બાબલાઓ તો પપ્પાને એમ પણ કહે કે “પપ્પા તમે મને મરુતી-૮૦૦ લઈને સ્કુલે લેવા ન આવશો.” કારણ કે મારુતિ-૮૦૦ એ ગરીબની કાર ગણાય.   એટલે જે જીવન શૈલી અપનાવી તેને વધુને વધુ ઉંચે લઈ જવાની આદત પડી જાય એટલે ડાબા હાથની કમાણી પણ આદત બની જાય.. હવે તો સરકારી નોકરોના પગારો ઠીક ઠીક વધી ગયા છે.  પણ જે કમાણી આદત બની ગઈ તેનું મન પણ એ પ્રમાણેની વૃત્તિ ધરાવતું થઈ જાય.

“પૈસાના વહીવટ દ્વારા સમાચારોનું પ્રકાશન” આ વાતે સમાચાર પત્રો ઠીક ઠીક વગોવાય છે. સમાચાર પત્રોની વિશ્વસનીયતા ખાડે ગઈ છે. વિશ્વાસ સ્થાપિત કરવો એ એક અઘરી બાબત છે. પણ તે માટે મનની વૃત્તિ પણ હોવી જોઇએ. સમાચાર પત્રોનું “માઈન્ડ-સેટ” જ જો આદતનું ગુલામ હોય તો જનતાનો વિશ્વાસ કેવી રીતે મેળવવો?

ચાલો નાટક કરીએઃ

વર્તમાન પત્રોએ વિચાર્યું. “ચાલો એવું નાટક તો કરીએ”. “જો મૂર્ધન્યો પણ તટસ્થતાની ઘેલછામાં પ્રમાણભાન અને સંદર્ભના પરિપેક્ષ્યતાને જાણે અજાણ્યે અળગી કરતા હોય તો આપણે તો ધંધો લઈને બેઠા છીએ. આપણે આપણી વિશ્વસનીયતા માટેની માયા ફેલાવીએ.”

ગુજરાતના એક ખ્યાતનામ અને નંબર વન અખબારે શું કર્યુ? ચાલો તેને એક ટેસ્ટ કેસ તરીકે લઈએ.

તંત્રી શ્રીએ હેડીંગ આપ્યું “ ૦ % પેઈડ ન્યુઝ, ૧૦૦ % ન્યુઝની ઐતિહાસિક પહેલ સાથે ગુજરાતની ચૂંટણીનું નિષ્પક્ષ, નિર્ભિક કવરેજ”

નિષ્પક્ષ એટલે શું? અરે ભાઈ એની કોઈ વ્યાખ્યા કરવાની નથી. આપણે જે કંઈ કહીએ તેને નિષ્પક્ષ ગણવાનું. જેમકે ઈન્દીરા ગાંધી કહેલ કે મારા પુત્રે કશું ખોટું કર્યું નથી. જો તેણે કશું ખોટું કર્યું હોત તો મેં પગલાં ભર્યાં હોત. મેં કોઈ પગલાં ભર્યાં નથી, તેથી સિદ્ધ થાય છે કે મારા પુત્રે કશું ખોટું કર્યું નથી.

કદાચ તમે કહેશો, અરે ભાઈ આવું તે કંઈ હોય? સાહેબજી, આતો નહેરુવીય અને ઈન્દીરાઈ પરંપરા છે. નહેરુએ તેના મિત્ર એવા વીકે મેનનના જીપ પ્રકરણ વિષે કહેલ કે થાય તે કરી લો. કોઈ તપાસ બપાસ નહીં થાય. આજની તારીખમાં પણ જે એલ નહેરુ અને ઈન્દીરાની સુબીયું (છબીઓ) સભામંડપમાં દમદાર રીતે ટીંગાડાય છે. આ પરંપરા આજે પણ ચાલુ છે જ ને! સલમાનભઈ ખુરસીદ કાયદા મંત્રી ઉપર જે આક્ષેપો કેજરીવાલે કર્યા તેની ઉપર તપાસની વાત ફગાવી દેવામાં આવી જ છે ને?

એની વે.   અખબારી તંત્રી મંડળીએ વિચાર્યું … હવે આપણે જે કંઈ કરીએ તેનું મહત્વ તો વધારવું જ જોઇએ. એટલે મોટું નામ આપો.

નામ આપ્યું “મહાસત્તાનો સંગ્રામ”.

મહાસત્તાનો સંગ્રામ એટલે કેન્દ્રની સત્તા મેળવવાનો સંગ્રામ.  મધ્યમપદ લોપી સમાસ સમજવાનો છે.

તંત્રીશ્રી સંપાદકશ્રી માલિકશ્રી કારભારીશ્રી જે કહો તે સુજ્ઞજનોએ ઉપોદઘાત લખવાની શરુઆત કરી.

સુષ્ઠુ સુષ્ઠુ, ગુડી ગુડી, ભલુ ભલુ, લખ્યું. વાચકોની પીઠ થાબડી, પોતાની પીઠ (પીઠો) પણ થાબડી. આવનારા અજ્ઞાત લખાણોની પણ મહત્તા વર્ણવી.

નહેરુવીયન કોંગ્રેસના દાઢી વાળા, દાઢીવગરના, કદિક દાઢી વગરના થઈ દાઢી વધારનારા અને કદિક દાઢી રાખી, દાઢી વગરના થઈ જનાર, ગુજ્જુ નેતાઓ ચૂંટણી હોય કે નહોય તો પણ  છેલ્લા એક દાયકાથી, સમાચાર માધ્યમો ઉપર ચમકતા જોવા મળે છે.  કોઈપણ મુદ્દાને ઉજાગર  કરી, તેને અનુલક્ષીને નિવેદનો, પ્રદર્શનો, સભા સરઘસો વિગેરે દ્વારા આંદોલનો કરતા આપણે તેમને જોયા છે. તેમાં ધ્યાન ખેંચે તેવી વાત ખાસ એ હોય છે કે તેઓ સહુ કોઈએ, ધીર ગંભીર ચહેરો રાખ્યો હોય છે. તેઓ ગળાના ઉંડાણ અને સાથે સાથે મગજના ઉંડાણમાંથી બોલતા હોય છે. તટસ્થતાના પાતાળમાંથી નિર્ભેળ પરમસત્યને પકડી લાવ્યા હોય છે એવો તેમના મુખ ઉપર ભાવ હોય છે. શબ્દોની વાગ્ધારા ત્રૂટક ત્રૂટક અને લયબદ્ધ હોય છે. નિવેદનને આ રીતે પ્રવાહિત કરવાની તેમની શૈલી જનતાને ગોઠી ગઈ છે તેમ તેઓ માને છે. તો આપણા અખબારી તંત્રીમંડળ-મૂર્ધન્યો તો છઠી જાગીર વાળા કહેવાય. તેઓ તો પોતાને સર્વજ્ઞ અને અત્ર તત્ર સર્વત્ર માને જ છે. એટલે અસાધારણ કર્તવ્યની પૂર્વભૂમિકામાં ગાંભીર્ય તો પ્રદર્શિત કરવું તો પડે જ ને!

ગુજરાત ઈલેક્સન શા માટે મહાસત્તા માટેનો સંગ્રામ?

આવો પ્રશ્ન અસ્થાને છે. આમ તો આમાં કેટલાક વિરોધાભાસો છે.

યુપી અને બિહાર ના એસેમ્બ્લી ઇલેક્સનમાં પણ રાહુલ ગાંધી હતા.

યુપીમાં મુલાયમ પણ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર માનતા હતા. રાહુલ ગાંધીનો ફિયાસ્કો થયેલ. તો યુપીનું ઇલેક્સન શા માટે મહાસંગ્રામ તરીકે ન ઠેરાવાયું?

બિહારના ઇલેક્સનમાં લાલુપ્રસાદ પણ પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર જણાવી ચૂક્યા છે. નીતીશકુમાર પણ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આ વાત જાહેર છે. અહીં પણ રાહુલ ગાંધીનો ફિયાસ્કો થયેલ. લાલુ યાદવનો પક્ષ હારી ગયેલ. લાલુ યાદવ  વિષે કેવા ભાવીના તારણો ની ઘોષણા કરવામાં આવેલ? તે ઇલેક્સનને કેમ મહાસંગ્રામ તરીકે ઠેરવવામાં ન આવ્યું?

હવે તમે જુઓ. લાલુ યાદવને બાદ કરો તો આર.જે.ડી.  શૂન્ય બને છે. મુલાયમને બાદ કરો તો એસ.પી. શૂન્ય બને છે. જેના વગર જેનો પક્ષ શૂન્ય બનતો હોય તે વ્યક્તિ શું શૂન્ય ન બને? બને પણ ખરી અને ન પણ બને.

નરેન્દ્ર મોદી ના વ્યક્તિત્વ વિષેના જે પૂર્વ નિયોજીત વિકલ્પો ગોઠવવામાં આવ્યા છે તે જુઓ.

શક્યતા એક પ્રશ્નાર્થ તરીકે ગોઠવવામાં આવી છે.

નરેન્દ્ર મોદી ૧૨૦થી વધુ બેઠકો મેળવે તો …

(૧) શું નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી અને અજેય નેતા બનશે?

(નરેન્દ્ર ભાઈ મોદી છેલ્લા ત્રણ એસેમ્બ્લી ઇલેક્સન જીતે છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને બીજી ઘણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નહેરુવીયન કોંગ્રેસ પાસે હતી, તે નરેન્દ્ર મોદીના શાસનની અંતર્ગત બીજેપીએ કબજે કરેલ છે, સતત જાળવી રાખેલ છે. છતાં પણ અખબારી મૂર્ધન્યમંડળીના કહેવા પ્રમાણે ૨૦૧૨ની જીત જ નરેન્દ્ર મોદીના અસ્તિત્વ માટે જરુરી છે. જોકે આ બાબતમાં પણ પ્રશ્નાર્થ તો છે જ કે ૨૦૧૨ ના પરિણામો જ નરેન્દ્ર મોદી ને શક્તિશાળી અને અજેય કેવીરીતે સ્થાપિત કરશે? ૨૦૦૨ પછીની બધી જીત કેવીરીતે અપૂર્ણ હતી એ પ્રશ્ન ઉદ્‌ભવે કે નહીં?)

(૨) મોદીનું ડેવલપમેન્ટ મોડેલ દેશભરમાં શું સ્વયંસિદ્ધ થઈ જશે?

નાનું બાબલું પણ જાણે છે કે ડેવલપમેન્ટ એ ડેવેલપમેન્ટ છે. જે વિદેશમાં થાય છે તે નરેન્દ્રમોદીના ગુજરાતમાં થાય છે. નહેરુવીયન કોંગ્રેસી રાજ્યો અને બીજા પણ ડેવલપમેન્ટની કોશિશ કરે છે. પણ ત્યાં પૈસા કેવીરીતે ચવાઈ જાય છે તે આપણે કોમનવેલ્થ ગેમ પ્રોજેક્ટમાં જોયું છે. રસ્તા, પાણી, વિજળી અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ એટલે રોજગારી અને બીજા ધંધારોજગારનું ચક્ર ઉત્પન્ન થાય તે જગ જાહેર છે. આમાં કશું સિદ્ધ કરવાની વાત નથી. આ વાત સ્વયંસિદ્ધ જ છે. તે વિષે અર્થશાસ્ત્રીઓએ પછી ભલે તે કોંગીના હોય કે ન હોય, કદી શંકા સેવી નથી. છતાં પણ આપણા અખબારી મૂર્ધન્યે પ્રશ્નાર્થ તરીકે બતાવી છે. એટલે કે નરેન્દ્ર મોદી ગમે તેટલી મોટી જીત મેળવે પણ ગુજરાતનું મોડેલ એક પ્રશ્ન ચિન્હ રહી શકે, અથવા ન રહી શકે પણ ખરું. એટલે કે પૂર્ણવિરામ નથી.

(૩) શું રાષ્ટ્રીય સ્તરે રાહુલ વિરુદ્ધ મોદી થઈ જશે?

અખબારી મૂર્ધન્યનો અંગુલી નિર્દેશ એ છે કે રાહુલ ગાંધી તો રાષ્ટ્રીય સ્તરે છે જ. પણ જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક અભૂતપૂર્વ વિજય મેળવે તો તે રાહુલ ગાંધીની જેમ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી સામે ઉભરી શકે. એટલે કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે રાહુલની સમકક્ષ નથી. પણ જો તે અભૂત પૂર્વ વિજય મેળવે તો તે રાહુલની સમકક્ષ બની શકશે કે કેમ? એટલે કે આ મુદ્દો પણ એક પ્રશ્ન તરીકે જ ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ભલે વહીવટી, પ્રબંધક અને આયોજન કર્તા તરીકે નિસ્ફળતાને વરે. તેની સામે કોઈ પ્રશ્નાર્થ નથી. કારણ કે તે નહેરુ વંશનો છે. અને નહેરુવંશ ના સમર્થકો એ પોતાને સેવક તરીકે સ્વિકાર્યા છે. આ બાબતમાં દેશ ભલે લોકશાહીને વરેલો હોય, મૂર્ધન્યો અને ખાસ કરીને અખબારી મૂર્ધન્યોને આ બાબતમાં કશો છોછ નથી. આમાં આ મૂર્ધન્યોને લાયકાત અને કાબેલીયતના ધારાધોરણો નડતા નથી. એ વિષે તેમને પોતાને પણ કોઈ પ્રશ્ન નથી. એટલે તેમને તેમના કર્તવ્યની વાત તો સ્ફુરે જ શેની?

સુબ્રહ્મણીયન સ્વામીએ બંધારણીય મુદ્દાઓ અને બનાવોને ટાંકીને સોનીયા ગાંધીના “પ્રધાનપદના ત્યાગ”ના નાટક્ની પાછળના રહસ્યોનો પર્દાફાસ કરેલ. પણ આ અખબારી મૂર્ધન્યોને એ પ્રશ્ન ઉઠાવી શૈક્ષણિક ચર્ચા કરવાની જરાપણ પડી નથી. આ મૂર્ધન્યોની તટસ્થતાની પરિભાષા શું હશે?

અરે ભાઈ અખબારી મૂર્ધન્યોએ તો માયા ફેલાવવાની છે.

નરેન્દ્ર મોદી જો ૧૧૦ કરતાં ઓછી બેઠકો મેળવે તો …

આપણા અખબારી મૂર્ધન્ય એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે નરેન્દ્ર મોદીએ “વિજયી” એવા નામકરણ માટે ૧૨૦ થી વધુ બેઠકો તો મેળવવી જ જોઇએ. જો ન મેળવે તો તેને વિજય ગણાય જ નહીં. તેની હેટ્રીક ગઈ ચૂલામાં.

મેસેજ એવો પણ છે કે જો નરેન્દ્ર મોદી ૧૨૦ થી ઓછી બેઠકો મેળવે તો પક્ષની અંદર જ વડાપ્રધાન પદના પ્રતિસ્પર્ધીઓ ઉત્પન્ન થવા જોઇએ. ગુજરાતનો વિકાસ મોડલ પણ ચર્ચાસ્પદ ગણાવો જોઇએ. (વિકાસના બીજા કયા મોડલો છે? આ વિષે કોઈ શૈક્ષણિક ચર્ચા હજુસુધી આપણે જોઇ નથી. ગુજ્જુ કોંગી નેતાઓના નિવેદનોને મોડેલ માં ખપાવી ન શકાય તે તાજુ જન્મેલું બાબલું પણ જાણે છે.)

આયોજનમાં અને વહીવટમાં સદા નિસ્ફળ ગયેલ પક્ષના નહેરુવંશી રાહુલ સામે મોદીનો કોઈ નંબર નથી એવો પણ મેસેજ છે.

નરેન્દ્ર મોદીને જો ૧૦૦ થી ૧૦૫ બેઠકો મળેતો …

મેસેજ એવો છે કે આતો જીત ગણાય જ નહીં. આ તો હારની બરાબર જ ગણાય. એટલે ભલે બીજે બીજેપી હારે પણ ગુજરાતમાં હાર્યો એટલે નરેન્દ ભાઈ કેન્દ્રમાંથી ગયા.

બીજો મેસેજ એવો કે ગુજરાતનું વિકાસ મોડેલ એક તૂત છે. અથવા વિકાસની વ્યાખ્યા બદલો. રાહુલ સામે નરેન્દ્ર મોદીનો કોઈ ક્લાસ જ નથી.

નરેન્દ્ર મોદી જો હારે તો? એટલે કે બહુમતિ ન મેળવી શકે તો?

મેસેજ એવો છે કે નરેન્દ્ર મોદી શૂન્ય છે. બીજેપી શૂન્ય બની જશે.

મુલાયમ નો પક્ષ પણ હારેલ. લાલુ યાદવ પણ હારેલ. નહેરુવીયન કોંગ્રેસ પણ હારેલ. અરે નહેરુવીયન કોંગ્રેસ તો દેશમાંના રાજ્યોમાં અને કેન્દ્રમાં પણ બે તૃતીયાંશ બહુમતિ થી જીતેલ અને ગુજરાતમાં તો ૧૬૨માંથી ૧૪૦ બેઠકો જીતેલ. પણ ઈન્દીરાની વહીવટી અણઆવડત અને કૌભાન્ડોને કારણે અરાજકતા ફેલાયેલી અને ઈન્દીરા ગાંધીએ સર્વક્ષેત્રીય નિસ્ફળતાના પ્રદર્શનરુપ કટોકટી લાદેલી. અને તેણી કટોકટીના ભારમાં દબાઈને તેના કાળા કરતુતોને કારણે ઘોર પરાજયને પામેલી.

આ બધામાંથી આજની તારીખે પણ કોંગી પક્ષ કશું શિખ્યો નથી અને શિખવાના કોઈ લક્ષણો નથી. પણ હે અખબારી મૂર્ધન્યો તમે જો તટસ્થ હો તો આ બધા સંદર્ભો વિસારે પાડી ન શકો.

શું તમારામાં તટસ્થતાના લક્ષણો છે?

નાજી.

સજ્જનેન લીલયા પ્રોક્તં શિલાલિખિતં અક્ષરં

દૂર્જનેન શપથેન પ્રોક્તં જલે લિખિતં અક્ષરં

સજ્જનનું રમતાં રમતાં બોલાયેલું વચન પણ શિલાલેખ જેવું, નાશ ન પામે તેવું હોય છે. દુર્જનનું પ્રતિજ્ઞા પૂર્વક બોલાયેલું વચન, પાણી ઉપર લખેલા અક્ષર જેવું હોય છે.

પહેલે પાને “૦” પેઇડન્યુઝનો ઘોષણાનો આડંબર છે.

પણ તેજ તારીખના તેજ અખબારના તેજ મૂર્ધન્યમંડળી સંપાદિત સમાચારોની હેડ લાઈનો કેવી છે?

કાર્ટુન જુઓઃ

નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન થવાની ઈચ્છા પ્રગટ કરી નથી. પણ બતાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની સીડી ચડી રહ્યા છે. નરેન્દ્ર મોદી સામે એક પણ તપાસપંચ નથી અને એફ આઈ આર પણ નથી, તો પણ ગાંધીનગરમાં પૈસાનું મશીન બતાવવામાં આવ્યું છે.

યાદ કરો અને સમજી લો. કોઈ ગુજરાતી નેતા વડા પ્રધાન બને તે પરપ્રાંતના રાજકીય નેતાઓને પસંદ નથી. ગુજરાતી અખબારો અને ગુજરાતી પત્રકારિત્વ બેવકુફ છે. દરેક સીનીયર નેતાને વડા પ્રધાન થવાની ઈચ્છા હોય. મોરારજી દેસાઈને તેમની આવડત અને સીનીયોરીટીની રુએ વડાપ્રધાન થવાની ઈચ્છા હતી. આ કારણસર બધા અખબારો તેમને મજાકનું પાત્ર બનાવતા. ગુજ્જુ અખબારો પણ તેમાંથી બકાત ન હતા.  નરેન્દ્ર મોદી આ બાબતમાં વધુ ચાલાક છે. નરેન્દ્ર મોદીએ કદી વડાપ્રધાન થવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. પણ પ્રસાર માધ્યમો અત્યારથી જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા સેવનારા નેતા તરીકે પ્રોજેક્ટ કરે છે અને આ વાતને ચગાવ્યા કરે છે, નરેન્દ્ર મોદી જો ભારતની પ્રજાના ભલાની વાત કરે કે તૂર્ત જ અખબારી મૂર્ધન્યો તે વાતમાં નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ મેળવવાના પ્રયાસ તરીકે જોડી દે છે. આ રીતની અખબારી કવાયતથી અખબારી મૂર્ધન્યો બીજા પ્રાંતીય નેતાઓને ઉશ્કેરે છે. અને આ નેતાઓ યોજના બદ્ધરીતે નરેન્દ્ર મોદીના ટાંટીયા ખેંચીને નીચે પછાડવાની કવાયત કરે છે.

એવી હવા ફેલાવવામાં આવી છે કે ગુજરાતની ચૂંટણીનું જો જરાક પણ નબળું પરિણામ આવે તો નરેન્દ્ર મોદીનું માથું ઉતારી લેવામાં આવશે.

અખબારી મૂર્ધન્યોને એજ પાના ઉપર બીજું શું ઉલ્લેખનીય લાગ્યું?

નીતિન ગડકરી વિષે પ્રમાણભૂત રીતે શું ઉલ્લેખનીય લાગ્યું છે?

એજ કે તેમની ઉપર દશેરાના દિવસે જ શસ્ત્રો થી પ્રહારો થયા.

ગડકરી ઉપરના અક્ષેપોની બીજેપીની કાર્યવાહીને હળવી મજાકીયા શૈલીમાં વર્ણવાઈ છે. ગડકરીએ જો કે કોઈપણ તપાસ પંચ સામે ઉભા રહેવાની તૈયારી બતાવેલી છે. આ વાતનો રજમાત્ર પણ ઉલ્લેખ નથી.

તો પછી ઈન્દીરા ગાંધી ની “શાહ પંચ સામે ન અવવાની કાયરતા તો ક્યાંથી યાદ આવે?”

નહેરુએ જનસંઘને આરએસએસનું અનૌરસ સંતાન કહેલ તે બીજેપીને ભાંડાવામાં યાદ કરવામાં આવ્યું છે.

આરએસએસનું અનૌરસ સંતાન જો જનસંઘ હોય તો તે કેવી રીતે છે તેની ચર્ચા થવી જોઇએ. પણ ધ‌ત્‌ … આવું તો આપણા અખબારી મૂર્ધન્યોથી થાય જ કેમ?

જો આવું થાય તો નહેરુવીયન કોંગ્રેસ અને કેટલાક નહેરુવંશી સંતાનોની અનૌરસતા વિષે વધુ વિશ્વસનીયતાથી અથવા તો ઓછી અવિશ્વસનીયતાથી વિવાદો તરતા મુકી શકાય. જો તમે ૧૦૦ ટકા ઐતિહાસિક પહેલ માટે પોતાની પીઠ થાબડવા મગતા હો તો આ બધા મુદ્દાઓ કેમ વિસરી જાઓ છો?

બીજેપી વિરુદ્ધ અફવાઓ અને ગતકડાઓ પણ છે.

“અડવાણીએ જેમને સપોર્ટ કર્યો છે તેમની ખુરસી ગઈ છે”.

આવું ગતકડું રાહુલ વિષે નથી. ક્યાં ગઈ તમારી તટસ્થતા?

“ગડકરી વિષે સંઘનું મૌન.”

આ અફવાનો મેસેજ એ કે સંઘનો ગડકરીને સપોર્ટ નથી.

નહેરુવીયન ફરજંદોના કાયદા પ્રધાન ઉપરના આક્ષેપો વિષેના મૌનનું શું આ જ અર્થઘટન થશે? નાજી. તેમાં તો મૌનનું એ અર્થઘટન થશે કે સોનીયાનો સલમાન ખુર્સીદને પૂરો સપોર્ટ છે.

એક બીજી અફવા એ છે કે સંઘનો સપોર્ટ કેશુબાપાને છે. અને નાગપુરનો સપોર્ટ નરેન્દ્ર મોદી ને છે.

હવે સમજી લો કે જો આ અફવા એ અફવા ન હોય તો નરેન્દ્ર મોદી જરુર શૂન્ય બનશે. એટલે કે તેમની હાર નિશ્ચિત છે. પણ આવી આશા તો કોંગી નેતાઓ પણ નથી રાખતા. તો આવી અફવા ફેલાવવાનો હેતુ શો?

આવી તો આ અખબારના એજ તારીખના અંકમાં અનેક વિરોધાભાસી વાતો છે.

અરે ભાઈ આવી વાતો શા માટે યાદ કરાવો છો? ભાઈ આ અખબારી મૂર્ધન્યો ને તેમની રાક્ષસી માયા ફેલાવવા દો. જનતા તો બધું જ જાણે છે કે કોની વિશ્વસનીયતા કેટલી છે.  

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ નરેન્દ્ર મોદી, અજેય નેતા, પેઈડ ન્યુઝ, અખબારી મૂર્ધન્યો, દાઢ સળકી, તંત્રીમંડળી, ૪૦૦ લાખ કરોડ, વિદેશી બેંકો, ગુજ્જુ નેતાઓ, પરપ્રાંતીય નેતાઓ, ટાંટીયા ખેંચ

Ref: This is in response to Divya Bhaskar URL http://www.divyabhaskar.co.in/article/ABH-impartial-and-without-fear-coverage-gujarat-election-3965522.html

Read Full Post »

हम होंगे कामयाब एक दिन .... एक दिन ...

हम होंगे कामयाब एक दिन .... एक दिन ...

ચારસો લાખ કરોડ રુપીયા કેટલું કામ કરશે?

“પૈસા વેરો અને રાજ કરો” ની વ્યુહરચના

લોકોને આંચકાઓ આપો અને રાજ કરો એ વૈશ્વિક સામ્યવાદીઓની નીતિ છે. નહેરુવીયન કોંગ્રેસ, સત્તા ટકાવી રાખવા માટે સામ્યવાદીઓ પાસેથી ઘણું શીખી છે. પણ સામ્યવાદી દેશ અને ભારત અલગ છે. આ કોંગ્રેસની ઉત્પત્તિ ૧૯૪૭ ની પહેલાંની મહાત્મા ગાંધીની કોંગ્રેસમાંથી થઈ છે. મહાત્મા ગાંધીના સમયમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને ઘી દૂધની નદીઓ વહાવીશું વિગેરેને લગતા જે વચનો અને પ્રતિજ્ઞાઓ લીધેલી તે પાળવી નહેરુવીયન કોંગ્રેસ માટે અશક્ય તો નહીં પણ સાંસ્કારિક રીતે મુશ્કેલ હતી. આવી વાતોના જે નેતાઓએ જાંબુ ખાધા હોય તે હવે આસાનીથી કોલસા ખાઈ ન શકે. તેથી મુખવટો જરુરી હતો. વળી મહાત્મા ગાંધી એક એવી વૈશ્વિક વ્યક્તિ વિશેષ હતા કે તે ધરોહર વિષે નહેરુવીયન કોંગ્રેસ આંખ આડા કાન ન કરી શકે.

નહેરુવીયન કોંગ્રેસને સત્તા ગુમાવવા ની શંકા ૧૯૬૭ સુધી તો ન થઈ. પણ નહેરુની હિમાલયન ગુસ્તાખીઓ થકી ભારતીય આમજનતા તો ગરીબની ગરીબ રહી. તેથી નિરક્ષરની નિરક્ષર જ રહી. ગરીબોને સરકારી ખેરાતના મોહતાજ રાખવાના જ હતા. ૧૯૬૭માંની ચૂંટણીથી નહેરુવીયન કોંગ્રેસને લાગવા માંદ્યું કે તેનું કલેવર તૂટવા માંડ્યું છે.

યક્ષ પ્રશ્ન હતો પૈસાનો.

૧૯૬૭માં ચક્રવર્તી રાજગોપાલાચારીના સ્વતંત્ર પક્ષે કાઠુ કાઢ્યું હતું.. અને સમાજવાદ એ એક મજાકનો વિષય બન્યો હતો. આ તો સામ્યવાદીઓને પોષાય જ નહીં ને! નહેરુવીયન ફરજંદ ઈન્દીરા ગાંધી, જવાહર લાલ નહેરુ પાસેથી રાજકીય આટાપાટા, દંભ અને નીંભરતાના પાઠ તો ભણેલી જ. વળી સામ્યવાદી રશીયા તો પડખે હતું જ, અને દેશી સામ્યવાદીઓ લાગ જ જોતા હતા કે ક્યારે અમે ભાગીદાર બનીએ. “ગરીબી હટાવો” નો નવેસર થી નારો આપ્યો.  “મારા બાપા તો ગરીબી બહુએ દૂર કરવા માગતા હતા પણ આ લોકો (જવાહરલાલ નહેરુએ રચેલી કામરાજની સીન્ડીકેટ અને મોરારજી દેસાઈના વળના સીનીયર નેતાઓ) મારા બાપાને કશું કામ કરવા દેતા ન હતા અને વચ્ચે ટાંગ અડાવતા હતા.) જોકે આ સીન્ડીકેટના નેતાઓ જ ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદે લાવેલા. પણ રાજકારણમાં બધું ચાલે એ સામ્યવાદી ન્યાયે ઈન્દીરા ગાંધીએ જનતાને આંચકાઓ આપવાની નીતિ ચલાવી.૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને નાના માણસોને લોન આપવાના આદેશો આપ્યા. જો કે આ કામ રીઝર્વ બેંક ખાનગી બેંકો પાસે કરાવી શકે તેમ હતી કારણકે ધિરાણ-નીતિ તો રીઝર્વ બેંક જ નક્કી કરતી હતી. ખાનગી બેંકો તો નાના માણસોને લોન આપે તો ખરી, પણ આ લોન વ્યાજ સાથે વસુલ પણ કરે. વસુલ ન કરે તો ખોટમાં જાય અને દેવાળુ ફુંકવું પડે. બેંક જો સરકારી થઈ જાય તો લોન વસુલ ન કરે તો પણ ચાલે. અને આવું થાય તો  આથી વધુ રુડું શું? નહેરુવીયન કોંગ્રેસના સ્થાનિક નેતાઓ નાના માણસની લોન માટે ભલામણ કરે, સાથે સાથે ઠીક ઠીક કટકી પણ કરે. નાના મણસને કહેવાનું કે આ પૈસા તારે પરત કરવાના નથી અને વ્યાજ પણ આપવાનું નથી. સ્થાનિક નેતાને ઘી કેળા અને નાના માણસને મદદની મદદ. યાદ કરો નહેરુવીયન ફરજંદ (રાજીવ)નું ઉચ્ચારણ “અમારી દરેક રુપીયાની મદદમાંથી ફક્ત ૧૫ પૈસા જ ગરીબને પહોંચે છે. બાકીના ૮૫ પૈસા વચેટીયા ખાઈ જાય છે. હવે વિચારો નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાસે કેટલા બધા પૈસા આવી ગયા. આ બધું કરવા માટે નહેરુવીયન કોંગ્રેસનું વિભાજન કરવું જરુરી હતું. અને તે તો હાથવગું કરી જ શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે નહેરુવીયન કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે ઈન્દીરાનહેરુગાંધીએ (પડદા પાછળની રમતના એક ભાગ તરીકે)  પોતાના ઉમેદવાર વીવીગીરીને ઉભા રાખ્યા. સામ્યવાદીઓનો અને કેટલાક બેવકુફ વિપક્ષીઓનો સહારો લઈ વીવી ગીરીને જીત અપાવી. અને પછી સરકાર ચલાવી. પણ આ સરકાર લાબું ચાલે તેમ નહતી તેથી સંસદને વિખેરવી પડી. અને ૧૯૬૯માં સંસદની ચૂંટણી થઈ. સમાચાર માધ્યમના મૂર્ધન્યોના તાબોટા-સહકારથી અને સરકારી પૈસાની રેલમછેલ થી ઈન્દીરાનો જ્વલંત વિજય થયો.

ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ માટે પૈસાની સમસ્યા દૂર થઈ.

પક્ષનું નાણા ખાતુ ઈન્દીરા ગાંધીએ પોતાને હસ્તક લીધું.

પણ લાખ રુપીયાનો સવાલ હતો સરકારી કામગીરીનો. જેમાં ઈન્દીરામાઈ “ઢ” હતા. રાજકીય આટા પાટામાં સાધન અશુદ્ધિનો છોછ નહીં. વળી જવાહરલાલ નહેરુને તો સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું લેબલ લાગેલું. એટલે થોડી ઘણી લોકશાહી શબ્દની શરમ નડતી હતી. ઈન્દીરા ગાંધીને એવું કશું વળગણ હતું નહીં. ઈન્દીરા માઈ માટે તો “નાગાને નહાવું શું અને નીચોવવું શું” એવું હતું. વળી એ બેન ખાસ કશું ભણેલા નહીં. અને વાચન પણ નહીં. જે કંઈ પૈસા મળે તેતો ગાંઠે કરવાના હતા. ગાંઠને પૈસે ચૂંટણીઓ જીતાય પણ ગાંઠના પૈસે કંઈ દેશનો ઉદ્ધાર ન થાય. સામ્યવાદીઓ ના ચાળે ચડવાથી મજદુર યુનીયનો ઉપર કબજો તો મેળવ્યો પણ વહીવટી નિસ્ફળતા મળી. સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા, બનાવટી ડીમાન્ડ ડ્રાફ્ટ ની જ વાત કરીએ તો તેના થકી રોજની એક કરોડ રુપીયાની ખોટ કરતી હતી. બીજી ખોટો તો અનેક ગણી હતી.

તેમાં વળી ઈન્દીરા ગાંધીની સામે પોતાના પૂર્વ સીક્યોરીટી ઓફીસર થકી ઈન્દીરા ગાંધીના ફોન દ્વારા સ્ટેટબેંકમાંથી ઉપાડાયેલા ૬૦લાખ રુપીયાનું નગરવાલા કૌભાન્ડ બહાર આવ્યું. મીડીયા મૂર્ધન્યોની પણ આંખો ખુલી કે ખાટલે મોટી ખોડ છે. સર્વોદય નેતાઓ ઈન્દીરાની સામે પડ્યા. રાજા જો દુકાનમાંથી ચપટી મીઠું મફત લે તો તેના કર્મચારીઓ તો દુકાન જ લૂંટી લે. હવે તો રાજા જ દુકાન લૂંટે તો કર્મચારીઓ તો ગામને જ લૂંટે. દેશનો રાજા બેંકમાં ધાડ પાડે તો શું થાય?

પૈસો બધી જ જગ્યાએ બધો વખત કામ ન પણ કરે. વળી પૈસા વેરવામાં પણ વહીવટી વ્યવસ્થા-તંત્ર જોઇએ. એટલે જે પૈસા વેરવા માટે આપ્યા હોય તે બરાબર ન પણ પહોંચે અને ગજવે પણ થાય. અને બધું છાપે પણ ચડે.

બીજો યક્ષ પ્રશ્ન હતો સમાચાર માધ્યમો અને તેના મૂર્ધન્યો?

જીવિત મહાત્મા ગાંધીવાદીઓની સહન શક્તિ ખૂટી હતી. તેમાંના મોટાભાગના ઈન્દીરા ગાંધીની સામે પડ્યા. ૧૯૭૫માં નહેરુવીયન કોંગ્રેસે ગુજરાત ૧૯૭૫માં ગુમાવ્યું. પછી દેશવ્યાપી આંદોલન થયું. સત્તા બચાવવા ઈન્દીરા ગાંધીએ જનતા ઉપર કટોકટી લાદી. (કટોકટીના કૌભાન્ડો વિષે મહાભારતથી પણ વધુ દળદાર પુસ્તક લખાય.) સમાચાર માધ્યમો  ના લખાણો ઉપર સેન્સર શીપ લાગુ થઈ. ઘણાની ધરપકડ થઈ. તેઓ વગર ગુનાએ જેલમાં ગયા. કેટલાક વાચાળ લોકો પણ જેલમાં ગયા. આની ધારી અસર એ થઈ કે “જાન બચી તો લાખો પાયે” એ હિસાબે લગભગ બધા જ સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એ શરણાગતિ સ્વિકારી અને ઈન્દીરા ગાંધીને સાષ્ટાંગ દંડવત પ્રણામીમુદ્રામાં સ્થિર રહ્યા.

પણ જો તમારામાં વહીવટી આવડત ન હોય તો કોઈપણ સીસ્ટમ કામ ન કરે. કટોકટી પણ નિસ્ફળ ગઈ. પણ નિસ્ફળતાના સમાચાર બારોબાર સેન્સર થતા અને જ્યાં મહાત્માગાંધીએ જન્મ લીધેલો અને લોકશાહીનું વૃક્ષ ઉછરેલ ત્યાં લોકશાહી મૂલ્યોના અવસાન થી નહેરુવીયન કોંગ્રેસ અને ઈન્દીરામાઈ વિશ્વભરમાં બદનામ થયા. એટલે ચૂંટણી આપવી પડી. જોકે ઈન્દીરા ગાંધી ચૂંટણી હારી ગયાં. પણ ઈન્દીરા ગાંધીએ માપી લીધેલું કે કોણ ક્યાં છે. છાપાંની તંત્રીમંડળી અને કટાર લખતા મૂર્ધન્યો ક્યાં છે અને કેવડા છે અને કેવા છે.

ચૌધરી ચરણસિંહ જે તેમના દુશ્મન નંબર વન હતા તેને ઈન્દીરા ગાંધીએ કોણીએ ગોળ ચોંટાડ્યો અને તેમને ફોડ્યા. મોરારજી દેસાઈની સરકારને ઉથલાવી.

બધું પૈસા થી ખરીદી શકાય છે. માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

સિમલા કરારનું ડીલ, બાહુબળીઓ, અસામાજિક તત્વો, હપ્તા વસુલી, બ્લેકમેલ, દાણચોરી, યુનીયન કાર્બાઈડ ડીલ, કટકીઓ,  કટોકટી, બનાવટી નોટો, બનાવટી સ્ટેમ્પ પેપર,  એન્ડરસન મૂક્તિ, દાઉદ મુક્તિ વિગેરેનો મેસેજ ફક્ત લક્ષ્મી અને સત્તા જ છે. લક્ષ્મી થકી સત્તા અને સત્તા થકી લક્ષ્મી. એથી વધુ સારી વ્યવસ્થા નહેરુવીયન કોંગ્રેસના સંસ્કારમાં નથી. આ વાત અનુભવ સિદ્ધ છે.

વિદેશોની બેંકોં માં આપણા નહેરુવીયન કોંગી જનોએ અને તેમની કૃપા હેઠળ બીજા માલેતુજારોએ ગેરકાયદેસર રીતે ખાતાઓ ખોલાવ્યા અને તેમાં તેમણે ગેરકાયદેસર રીતે એકઠા કાળા અને લાલ પૈસા જમા કર્યા. મોટા ભાગના આ પૈસા નહેરૂવંશી કોંગ્રેસ પક્ષ ના શાસન દરમ્યાન જ થયા. જનતાના ધ્યાનમાં આ વાત બોફોર્સ કૌભાન્ડ બહાર આવ્યા પછી આવી. આ બનાવના અનુસંધાનમાં નહેરુવંશના એક ફરજંદે સત્તા ગુમાવી. પણ ૧૯૯૧ થી આ શાસન પૈસાના જોરે ફરી સત્તા પર આવ્યું. ફરીથી પૈસા જમા થવા શરુ થયા. સીબીઆઈ એ ફક્ત ૧૦મા ભાગથી પણ ઓછી રકમ જ જાહેર કરી છે. સીબીઆઈના આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે આટલો મોટો ફેર હોવાનું કારણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને તેમના મળતીયાઓના પૈસા ગણત્રીમાં ન લેવાયા હોય એ હોઈ શકે. આ વાત નાનુ બાબલું પણ સમજી શકે.

વિશ્વબંધુ ગુપ્તા નામના એક પૂર્વ ઈન્કમટેક્ષ કમીશનરે કહ્યું છે કે તમે આમાં કંઈ કરી ન શકો. કારણ કે જેના ઉપર કશું કરવાની જવાબદારી છે તે તો આમાં સંડોવાયેલ છે. તે પોતાના પગ ઉપર કૂહાડા ન જ મારે. આ પક્ષ હારી જશે તો બીજી ચૂંટણીમાં ચૂંટાઈ આવશે. અને તેમની વાત સાચી છે. ૨૦૦૪ માં આવું જ થયું. બીજો પક્ષ જ્યાં સુધી ચૂંટણીમાંનું પૈસાનું પ્રભૂત્વ નાબુદ નહીં કરે ત્યાં સુધી આવું થતું જ રહેશે. બીજો પક્ષ નહેરુવીયન કોંગ્રેસ જેવી ગોલમાલો કરી શકશે નહીં. કારણ કે તે માટે અનુભવ અને વૈશ્વિક અસામાજીક નેટવર્ક જોઇએ. જે બીજો પક્ષ કદી કરી જ ન શકે.

પૈસો શું કરી શકે છે એ જુઓ.

ગુજરાતના એક ખ્યાતનામ બહોળી ખપત ધરાવતા એક સમાચાર દૈનિકે ૨૦૦૨ ના ગુજરાતના દંગાની દશમી વરસીએ ૨૦૦૨ ના દંગા વિષે એક ખાસ પૂર્તિ બહાર પાડી છે. તેના મધ્યમાં નરેન્દ્ર મોદીનો હતપ્રભઃ મુખ દર્શાવતો ફોટો પણ આપ્યો અને પોતાના તારણો દ્વારા એવો મેસેજ આપ્યો છે કે ૨૦૦૨ના કોમી દંગાઓને ભૂલી જ ન શકાય. દંગામાં લઘુમતિ ઉપર થયેલા અત્યાચારો વિષે પ્રચૂર મરી મસાલા છે.

દેશમાં અને ગુજરાતમાં પણ, ૨૦૦૨ થી પણ વિશેષ દંગાઓ તો ઘણા થયા. ૨૦૦૨ના દંગા તો ૫૯ રામ ભાક્તોને આગમાં ભૂંજી નાખ્યાના પ્રત્યાઘાત રુપે થયેલા. ૧૯૬૯માં જ્યારે હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે કોઈપણ દેખીતા કારણ વગર દંગા થયેલ. કટોકટીમાં જે માનવ હિંસાનું તાંડવ થયું તેને પણ ગણવાનું જ નહીં. ૧૯૮૪માં રાજીવ ગાંધીના સમયમં શિખોની કત્લેઆમ થયેલ. તેને પણ ગણવાની જ નહીં. ૧૯૯૩માં મોટેપાયે કત્લેઆમ થયેલ. આ યુપી બિહાર માં તો છૂટક છૂટક થતી કત્લે આમનો સરવાળો કરીએ તો ૨૦૦૨ ના કરતાં દશ ગણો થઈ જાય. પણ આ બધી કત્લેઆમો નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યો માં થઈ તેથી આની વર્સીઓ ઉજવાતી નથી. પણ નરેન્દ્ર મોદી જે નહેરુવીયન કોંગ્રેસી નથી, કે તેનો સહયોગી નથી કે તે કદી નહેરુવીયન કોંગ્રેસને ભવિષ્યમાં ગૈરકાનુની કાર્યોમાં સહકાર આપવાનો નથી કે નહેરુવીયન કોંગ્રેસમં ભળી જવાનો નથી, તેના શાસનમાં થયેલ દંગાને તો ઉજવવા જ જોઇએ. તેને કેમ કરીને ભૂલી જવાય?

આ ગુજ્જુ અખબાર શું કહે છે?

૨૬મી ફેબ્રુઆરી?  રવિવાર? રવિવારની પૂર્તિ?

૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૨ના રવિવારની ચાલુ પૂર્તિને મૂકો બાજુપર. રવિવારના કટાર લેખકોને કહો કે પો’રો ખાય. દિવ્યભાસ્કરે પોસ્ટ ગોધરા દંગા બાબતે માંડીને વાત ચગાવવાનું નક્કી કર્યં છે.

આ ગુજ્જુ અખબારે બધા જ બનાવોનું પુનઃપ્રસારણ (પુનઃપ્રકાશન) કર્યું.

ભાઈ! દંગાની દશમી વરસી ને કંઈ ભૂલી જવાય? અને તે પણ મોદીકાકાના રાજમાં થયેલા દંગાની દશમી વરસીને તો ઉજવવી જ જોઇએ. મોદી કાકાએ એકતા માટે  સદભાવનાના ઉપવાસ કર્યા અને કોમી એકતા માટે મુસ્લિમ ભાઈઓ થોકબંધ આગળ આવ્યા એટલે આ દંભી ધર્મનિરપેક્ષોના પેટમાં તેલ રેડાયું છે. જનતાના હાલના પ્રતિભાવો નું પ્રતિબિંબ પાડવાનું જાય જાન્હમમાં.

દંભી ધર્મ નિરપેક્ષોના પ્રતિભાવોને પ્રતિબિંબિત કર્યા કરવું આર્થિક રીતે વધુ લાભદાઈ છે.  ૨૦૦૨ ના દંગાની દશમી વર્ષગાંઠને તો વિશિષ્ઠ રીતે ઉજવવી જ જોઇએ. ૧૯૬૯ના દંગાની વરસીને કે દશ વર્સીને કે રજ્જત જયંતિ ને ચાલીસીને આ રીતે ઉજવવાની ન હોય. કારણ કે ઈન્દીરા માઈએ કદાચ તે વખતે હિતેન્દ્ર દેસાઈ પાસેથી નહેરુવીયન કોંગ્રેસમાં ભળવાનું વચન લીધું હશે કારણ કે ઈન્દીરા ગાંધીએ વર્સી ઉજવવી એવો આદેશ પણ આપ્યો નહતો.

૧૯૮૪ની ના શીખ કત્લેઆમની પણ વર્સી કે પંચ વર્સી, કે દશવર્સી નહીં ઉજવવાની. કેજીબીવાળા ક્યારે ફરી વળે કહેવાય નહીં. અરે ભાઈ સોપારી લેવાવાળા પણ ઘણા છે.

૧૯૯૩ના દંગાની પણ વર્સી કે પંચવર્સી કે દશ વર્સી કે રજ્જત જયંતિ નહીં ઉજવાની. અરે ભાઈ શિવસેનાના પોઠીયા જોયા છે? વળી શિવસેના પિતાશ્રી તો યશવંતરાવ ચવાણ જ હતા. અને આ ચવાણ તો ઈન્દીરામાઈની મંડળીમાં જોડાઈ ગયેલ. હવે આ માઈ મંડળીના પાળાઓથી બચવા માટેની તો આ બધી પળોજણ આપણે કરી છીએ. જો કે તેમાં બે પૈસા રળીએ અને બે પાંદડે થઈએ એ વાત જુદી છે.

આપણે તો ચીઠ્ઠીના ચાકર બનવાનું છે. વળી સૌ કોઈ જાણે છે કે “લક્ષ્મી” દેખી મૂનીવર ચળે તો આપણે કોણ માત્ર? અને આતો એવી લક્ષ્મી કે જો તેને ન સ્વિકારો તો પાછળ સુદર્શન ચક્ર આવ્યું જ સમજો. માટે જાન બચી તો લાખો પાયે અને પહેલું સુખ તે પૈસા કમાયા. બીજું સુખ તે કોંગ્રેસમાં ભળ્યા.

એટલે ભાઈઓ અમે તો ૨૦૦૨ના દંગાની દશ વર્ષીય વર્સી તો ઉજવીએ જ ને! અમે તો દર વર્ષે ૨૬ ફેબ્રુઆરીના દિવસની વર્સી આવી રીતે ઉજવતા જ રહેવાના. અરે ભાઈ લક્ષ્મી  ચાંલ્લો કરવા આવે તો મોઢું ધોવા થોડું જવાય છે? એટલે અમે તો ૨૬મી તારીખના માસીયા  પણ ઉજવીશું અને સપ્તાહ પણ બેસાડી શું. અને ચાતુર્માસ પણ રાખી શું અને ૨૦૦૨ના દંગાઓ ને યાદ કરવા કોઈ એક વર્ષ ને દંગા નિર્મૂલન વર્ષ તરીકે ઉજવીશું. તેમાં નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ ભાંડીશું. 2002 દંગાના  ફોટાઓનું, મૂર્ધન્યોના લેખોનું, મહાનુભાવોના પ્રતિભાવોનું, સેક્યુલરોની કાર્યવાહીનું અને તેમને પડેલી કહેવાતી તકલીફોનું, વિગેરે વિગેરેનું પુનઃપ્રસારણ (પુનઃપ્રકાશન) કરીશું. નવેસર થી લેખો, વિશ્લેષણો, અને ચર્ચાઓ ચલાવીશું. અમે કંઈ જેવા તેવા નથી. એકવાર તો નરેન્દ્રમોદીને બતાવી દઈશું કે અમારી તાકાત કેવી છે. ભલે નરેન્દ્ર મોદીએ દરેક ચૂંટણી વખતે અમારા તેની વિરુદ્ધના કરેલા પ્રચારને અને અમારી ગોબ્બેલ્સ ટાઈપ અફવાઓને ઉંધેમાથે પછાડેલ પણ અમે તો મહમ્મદ ઘોરી જેવા છીએ. ભલે  મહમ્મદ ઘોરી સોળવખત પૃથ્વીરાજ ચૌહાણ સામે હાર્યો. અને દર વખતે માફી માગીને છૂટી ગયેલ. પણ અંતે તો તે વિજયી થયો જ. તેવી રીતે અમે પણ હિંમત હાર્યા વગર લડાઈ કર્યા કરીશું. અંતિમ વિજય અમારો છે. “હમ હોગે કામયાબ એક દિન … એક દિન…”

અને સાંભળો અમારા કટાર લેખકો યાની કિ, મૂર્ધન્યો, અમને છોડીને ક્યાંય જવાના નથી. ખ્યાતિ પણ એક ચીજ છે. અને કટાર રુપી જાગીર એક આધાર છે. કટોકક્ટીમાં પણ કટાર લેખકોએ કટારો છોડી ન હતી. તેમણે વિષયો બદલેલા. રાજકારણ ને બદલે સુષ્ઠુ સુષ્ઠુ બોલવા લાગેલા. તમે જુઓ છો, નરેન્દ્ર મોદીને અમે કેવા ખ્યાતિ ભૂખ્યા અને સત્તા ભૂખ્યા ચિતરીએ છીએ. તેઓ કેટલાકની નજરમાં સફળ મુખ્ય મંત્રી હશે. પણ તેઓ દેશની વાત કરે કે તરત અમે કેવા તેમને દિલ્હીનું સ્વપ્ન જોનારા કહી ઠેકડી ઉડાડીએ છીએ. હા નહેરુવીયન ફરજંદ ભલે તેમના ચમચાઓ દ્વારા વડાપ્રધાનપદના દાવેદાર બને અને અમે વધાવીએ પણ ખરા.

આ બધો પ્રતાપ છે ૪૦૦ લાખ કરોડ નાણાનો જ નહીં તે ઉપરાંત દેશમાં રોકડ અને જર જમીનમાં છે તે જુદો.

યસ્યાસ્તિ વિત્તં સ નરઃ કુલિનઃ, સ શ્રુતવાનઃ સ ચ ગુણજ્ઞઃ

સ એવ વક્તા સ ચ દર્શનીય સર્વે ગુણાઃ કાંચનં આશ્રયન્તે

 

જેની પાસે છે લક્ષ્મી,

તેનું કુળ શ્રેષ્ઠ છે,

તે જ વળી તો છે જ્ઞાની,

ગુણવાન પણ તે જ છે

જ્ઞાતા ગુણોનો તે જ છે,

વળી તે શ્રેષ્ઠ વક્તા છે

તે જ દર્શન યોગ્ય છે,

કારણ?

ગુણો લક્ષ્મીને આશ્રયે

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગ. લાલ કાળા નાણા, વિદેશી બેંકો, ગેરકાયદેસર ખાતાં, નહેરુવીયન, જવાહરલાલ નહેરુ, ઈન્દીરા ગાંધી, કટોકટી, કાળાં કરતુતો, એન્ડરસન, દાઉદ, અસામાજીક, સીબીઆઈ,

 

 

Read Full Post »

%d bloggers like this: