Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિદ્યાર્થી’

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨

હવે ભૂતભાઈ વિષેની ખોજ આગળ ચલાવીએ.

આ વાત આમ તો ૧૯૬૨-૬૩ની છે. ગણિતશાસ્ત્રના એમ.એસસી. થયેલા પ્રોફેસર સાહેબે તો હાથ ધોઈ નાખ્યા. પણ ઘણી વખત સાહેબ કરતાં વિદ્યાર્થી વધુ હોંશીયાર હોઈ શકે એ ધારણાએ મેં ભૌતિકશાસ્ત્રના એમ.એસસીના વિદ્યાર્થિઓની નાની મંડળીને પૂછ્યું.

પ્રશ્ન એમ હતો કે ભૂતભાઈ અદૃષ્ય કેવી રીતે થઈ શકે?

કારણ કે જો કોઈ વસ્તુ અદૃષ્ય થઈ ગઈ તો તેનો એક અર્થ એમ થાય કે તે ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ એટલે કે તેનો નાશ થયો. હવે જો કોઈ વસ્તુ નાશ પામે તો પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય. પણ ભૂતભાઈ અદૃષ્ય થાય ત્યારે આવી કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી.

બીજી અદૃષ્ય થવાની રીતે એ છે કે ભૂતભાઈ પ્રચંડ ગતિથી બીજી જગ્યાએ જતા રહે. જો આમ હોય તો આપણને તે અદૃષ્ય થઈ ગયેલા લાગે કારણ કે આપણે ફક્ત એક સેકંડના ૧૭મા કે ૨૦મા ભાગને જ અનુભવી શકીએ છીએ. હવે જો ભૂતભાઈ આ રીતે અદૃષ્ય થતા હોય તો હવાને મોટો ધક્કો લાગે અને તેથી તેની અનુભૂતિ દૂર દૂર સુધી થાય. ભૂતભાઈ જો જમીન ઉપર ઉભા હોય અને જે દિશામાં ગયા હોય તેની વિરુદ્ધ દિશામાં તેમણે જમીન ઉપર પગ વડે ધક્કો મારવો પડે, એટલે જમીન ઉપર કોઈ નિશાની તો પડે જ. વળી જો તે કાચી જમીન હોય તો ત્યાં ઠીક ઠીક રીતે ખાડો પડવો જોઇએ. પણ આવું કશું થતું નથી. વળી ભૂતભાઈમાં આવી શક્તિ આવી ક્યાંથી?

ભૂતભાઈનું વજન શું હોઈ શકે?

જો ભૂતભાઈ એ મનુષ્યનો જીવ હોય તો જ્યારે તે મનુષ્ય, જે ક્ષણ સુધી મરણાસન્ન હતો અને તે પછીની ક્ષણે તે જીવ નિકળી ગયો હોય તો જીવિત શરીરના વજન અને મૃત શરીરના વજન વચ્ચેનો જે તફાવત હોય તે ભૂતભાઈનું વજન હોવું જોઇએ. ધારો કે આપણે માની લઈએ કે આ બે વજન વચ્ચે તફાવત છે. તો આ તફાવત હજી જાણવા મળ્યો નથી.

ધારોકે આપણું વિજ્ઞાન આ તફાવત જાણવા સક્ષમ નથી એમ જો માનીએ તો આ તફાવત નજીવો જ હોઈ શકે. જો આ તફાવત નજીવો હોય તો તે જીવ અમુક સમયે દેખાય અને અમુક સમયે ન દેખાય એવું કેવી રીતે બની શકે?

કોઈ વસ્તુ દેખાય છે તેનો અર્થ શું?

જ્યારે પ્રકાશના કિરણો કોઈ ભૌતિક વસ્તુ સાથે અથડાય ત્યારે તેનો અમુક હિસ્સો તે વસ્તુમાં શોષાઈ જાય. અને બાકીનો હિસ્સો પરાવર્તન પામે. આ પરાવર્તન પામેલો હિસ્સો આપણી આંખમાં જાય એટલે તે વસ્તુની આકૃતિ પેદા કરે. આપણા જ્ઞાન તંતુઓ આ આકૃતિને મગજમાં મોકલે. મગજ તેનો અર્થ કાઢે. અને આપણે સમજીએ કે આ આકૃતિ શું છે. જો વસ્તુ પારદર્શક હોય તો પ્રકાશનો મોટો હિસ્સો વસ્તુની આરપાર નિકળી જાય. અને આપણને તે વસ્તુ ન દેખાય. પણ કારણ કે વસ્તુની પરદર્શિતા હવા કરતાં ઓછી વત્તી હોય એટલે આપણને આ વસ્તુની પાછળની બીજી  વસ્તુઓ  વક્રીભૂત લાગે. હવે જો આમ હોય તો કાં તો જીવ હવા જેવો પાતળો છે કે પાણી કે કાચ જેવો પારદર્શી છે. જો હવા જેટલો પાતળો હોય તો પવનમાં ભૂતભાઈ હવા સાથે તણાઈ જાય. પણ ભૂતભાઈ વિષે એવું થતું નથી. એટલે ભૂતભાઈ કાચ કે પાણી કે એવા બીજા પદાર્થો જેવા પારદર્શી હોવા જોઇએ. જો આમ હોય તો તેમનું વજન ઠીક ઠીક હોય અને વૈજ્ઞાનિકો તેનું વજન કરવા સક્ષમ છે. જો આવા ભૂતભાઈ પ્રચંડ ગતિથી અદૃષ્ય થાય તો હવામાં પ્રચંડ કડાકા ભડાકા થાય. અને આ કડાકા ધડાકા તેમના સમગ્ર માર્ગ ઉપર થાય. પણ આવું થતું સાંભળ્યું નથી.

બે ડાઈમેન્શન

બીજો જવાબઃ ભૂતભાઈને પાંચ ડાઈમેન્શન હોય છે.

 એક વિદ્યાર્થી ભાઈનો આપ્રમાણે ઉત્તર હતો.

આપણે બધા લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ એમ ત્રણ ડાઈમેન્શનમાં જીવીએ છીએ. જ્યારે ભૂતને ચાર ડાઈમેન્શન હોય છે. એટલે જ્યારે ભૂત આપણા ત્રણ ડાઈમેન્શનમાં આવે ત્યારે જ આપણને તે દેખાય. જ્યારે તે ચોથા ડાઈમેન્શનમાં જતો રહે ત્યારે તે ન દેખાય.

જેમકેઃ

ધારોકે આપણે લંબાઈ અને પહોળાઈ એવી બે ડાયમેન્શનમાં જીવીએ છીએ. અને ભૂતભાઈ ત્રણ ડાઈમેન્શનમાં જીવે છે. જ્યાં સુધી ભૂતભાઈ આપણી લંબાઈ પહોળાઈ વાળા સમતલમાં ન આવે ત્યાં સુધી તે આપણને દેખાય નહી. જેવા આપણા સમતલ ઉપર આવે તેવા તે દેખાવા ચાલુ થાય. ધારો કે આપણા સમતલ ઉપર એક દડો મૂકવામાં આવ્યો તો તે આપણઅને એક ટપકા જેવો દેખાય. જેમ જેમ તે આપણા સમતલમાંથી પસાર થતો જાય તેમન આ ટપકું મોટું થતું જાય. અને જ્યારે દડો અર્ધો પસાર થાય ત્યારે તે દડો એક મોટા વર્તુળાકાર પ્લેટ જેવો એટલે કે તેને વ્યાસ પરિઘ જેવો દેખાય અને જ્યારે આપણા સમતલમાંથી જતો રહે ત્યારે નાનો થતાં થતાં અદૃષ્ય થઈ જાય.

હવે ભૂતભાઈની વાત ઉપર આવીએ.

આપણે જોયું કે જો આપણે બે પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ અને દડારૂપી ભૂતભાઈ જે ત્રણ પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોય તેઓ જ્યારે આપણા બે પરિમાણ વાળા સમતલમાં આવે ત્યારે તેઓશ્રી તેમનો જેટલો હિસ્સો આપણા  સમતલમાં હોય તેટલા પ્રમાણમાં વ્યાસવાળા વર્તુળ જેવા દેખાય.

તેવી જ રીતે જો આપણે ત્રણ પરિમાણ વાળા હોઈએ અને ભૂતભાઈ ચાર પરિમાણ વાળા હોય તો તેઓ જ્યારે તેમના આપણા પરિમાણમાં રહેલા હિસ્સાના પ્રમાણમાં આપણને દેખાય. આ પ્રમાણે તેઓ આપણી સામે દૃષ્ટિગોચર થાય અને અદૃષ્ય પણ થાય. આમાં કડાકા ભડાકા થવાની કે સુસવાટા થવાની કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. શૂન્યમાંથી સર્જન થતું નથી કે સર્જનનું શૂન્ય થતું નથી. ભૌતિક શાસ્ત્રના નિયમો અકબંધ રહે છે.

જો કે આ ધારણા પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

વાસ્તવિક રીતે જોઇએ તો આપણે સૌ એટલે કે સજીવો અને કહેવાતા નિર્જીવો સૌ કોઈ ચાર પરિમાણોમાં રહીએ છીએ. ચોથું પરિમાણ ટાઈમ છે. લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ (એક્સ, વ્હાય અને ઝેડ) એ ત્રણે એક બીજાને લંબ છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણે ત્રણ વત્તા એક એવા ચાર પરિમાણોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ અને ભૂતભાઈ આપણાથી એક વધુ પરિમાણમાં છે એવું માનીએ તો આપણે ઉપરનો દડાવાળો દાખલો લાગુ પાડી શકીએ ખરા.

પણ પ્રશ્ન એ થાય કે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ના જે પરિમાણ છે તે તો એકબીજાને લંબ છે. તો ટાઈમ સિવાયનું જે પાંચમું પરિમાણ આપણે લાગુ પાડ્યું તે શું લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ ને લંબ છે? લંબ તો હોવું જ જોઇએ. પણ હવે જો આપણે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણને પરસ્પર અદલાબદલી કરી શકીએ છીએ. એટલે કે લંબાઈને પહોળાઈ કહીએ અને પહોળાઈને લંબાઈ કહીએ તો ગણત્રીમાં કશો ફેર પડતો નથી. તો શું આ પાંચમા પરિમાણને આપણે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ સાથે અદલા બદલી કરી શકીએ છીએ?

આપણે આ વિષે કશું જાણતા નથી. પણ ન જાણવું એ બચાવ ન હોઈ શકે. આપણે ધારીએ કે જેમ ટાઈમ કે જેને આપણે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી તેમ પાંચમું પરિમાણ પણ ટાઈમ જેવું હોઈ શકે કે જેને આપણે ન જોઈ શકીએ.

આ બધી ચર્ચા સાઠના દશકાના ઉત્તરાર્ધમાં થતી હતી. તે વખતે  વિશ્વને સમજવા માટે કેટલા પરિમાણો હોઈ શકે તે વિષે બધા અંધારામાં હતા. કેટલાક ફાવે તેટલા પરિમાણો કે અનંત પરિમાણો હોઈ શકે તેમ માનતા હતા. પણ આ બધી હવામાં વાતો હતી.

એક પ્રશ્ન એવો પણ કરી શકાય કે જો ભૂત એ મનુષ્યના જીવિત શરીરનો જીવાત્મા હોય તો જ્યાં સુધી તે શરીરમાં હોય ત્યાં સુધી તે ૩+૧ પરિમાણોમાં હોય અને જેવો એ શરીરમાંથી બહાર નિકળે તેવો તે ૩+૧+૧=૫ પરિમાણવાળો બની જાય તેવું શા માટે?

વળી જો એમ માનીએ કે શરીર અને આત્મા (કે જીવાત્મા એવું જે કહો તે), જુદા છે તો, આ આત્માએ અમુક નિશ્ચિત શરીરમાં ઘુસ્યો કઈ રીતે. શરીરમાં ઘુસવા માટેની અને શરીરને છોડવા માટેની શરતોનો કે પરિસ્થિતિઓનો કયા આધારે નક્કી કરી?

આત્મા કે જીવાત્મા એ છે શું?

આઈન્‌સ્ટાઈન ની યુનીફાઈડ ફિલ્ડ થીયેરી ગણિત થકી પુરસ્કૃત કરી શકાતી ન હતી. જે ચાર બળ કે ક્ષેત્ર છે તેને સૌને સાંકળતું એક સમીકરણ ન હતું.

આત્મા (કે જીવાત્મા) જો શરીરથી જુદા મૂળભૂત તત્વોના બનેલા હોય તો આઈન્‌સ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીયેરી અને શંકરાચાર્યની અદ્વૈતની થીયેરી ધ્વસ્ત થાય છે.

હવે જો આપણને ભૂત ભાઈ જા આવી ને કહે કે લો હું આ રહ્યો … મને તપાસી લો અથવા મને જે કંઈ પૂછવું હોય તે પૂછો.

હાજી એક ભૂત સંશોધક અને ભૂતભાઈ વચ્ચે કંઈક આ પ્રકારનો વાર્તાલાપ થયેલ.

GHOST CAN DO ANYTHING

પ્રશ્નકર્તાઃ તમે અદૃષ્ય કેવી રીતે થઈ જાઓ છો?

ભૂતભાઈઃ અમારામાં જન્મજાત એવી શક્તિ છે કે અમે વિચારીએ કે અમુક જગ્યાએથી અદૃશ્ય થવું છે એટલે અમે અદૃષ્ય થઈ જઈએ.

પ્રશ્નકર્તાઃ તમે શેના બનેલા છો? અને અવનવા આકાર-આકૃતિઓ કેવી રીતે બનાવો છો?

ભૂતભાઈઃ અમે વાયુ સ્વરુપે હોઈએ છીએ એટલે જે આકાર ધારણ કરવો હોય તે આકાર ધારણ કરી શકીએ છીએ.

WE CAN CHANGE OUR SHAPE

પ્રશ્ન કર્તાઃ પણ આ વાયુસ્વરુપ એટલે શું?

ભૂતભાઈઃ અમે ઉર્જાનું વાયુસ્વરુપ હોઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમારો ખોરાક શું હોય છે?

ભૂતભાઈઃ અમારે પેશાબવાળી ભીની માટી ખાવી પડે છે વિષ્ટા પણ ખાવી પડે છે. અમને આનાથી ઘણો ત્રાસ થાય છે પણ અમને આવી આજ્ઞા છે અને અમારે આવું કરવું પડે છે.

પ્રશ્નકર્તાઃ તમે મનુષ્યનો ભોગ લો છો તે વાત ખરી છે?

ભોગ

ભૂતભાઈઃ હા. અમારામાં કેટલાક ઉપર અન્યાય થયો હોય છે અને તેથી તેમનું મોત થયું હોય છે. એટલે તેઓ ગમે તેનો ભોગ લઈ લેતા હોય છે.

પ્રશ્નકર્તાઃ તમે મીઠાઈઓ અને ભોજનથાળ એવું બધું કેવી રીતે ક્ષણમાત્રમાં લાવી શકો છો. શૂન્યમાંથી સર્જન તો થઈ શકે નહીં.

ભૂતભાઈઃ અમે વાયુસ્વરુપ હોવાથી ક્ષણમાત્રમાં એક સ્થળેથી બીજે સ્થળે હાથ લંબાવી શકીએ છીએ એટલે કે બીજે સ્થળેથી કોઈક દુકાનમાંથી ઉઠાવી વાનગી ઉઠાવી લઈએ છીએ. ક્યારેક અમે આજુ બાજુની ઉર્જામાંથી ઘન પદાર્થો થકી વાનગીઓ બનાવી લઈએ છીએ.

પ્રશ્નકર્તાઃ તમને કોઈ વશ કરે કે તમે કોઈથી ડર લાગે એવું ખરું?

ભૂતભાઈઃ હા. કેટલાક જાદુગરો અમને પ્રસન્ન કરીને પોતાનો ધંધો કરતા હોય છે. અમે તેમને મદદ કરીએ છીએ. પણ જ્યારે તેઓ અમારું  નામ જાહેર કરે એટલે અમે તેમને છોડી દઈએ છીએ. અમને કેટલાક ભૂવાઓ અમુક મંત્રોથી વશ કરતા હોય છે. અમે તેમની આગળ લાચાર બની જઈએ છીએ.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

 

Read Full Post »

વ્યાપમ કઈ હિમશિલાની ટોચ?

વ્યાપમછાપાં અને ટીવી ચેનલો માટેનો ગરમા ગરમ ટોપિક છે.

નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નર પણ એક આરોપી છે. ૨૦૧૪ ના મે માસ માં ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારે ઘણા રાજ્યોમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરો હતા. કેટલાકનો કાર્યકાળ પુરો થયો અને કેટલાકે ભલામણથી રાજીનામું આપ્યું. પણ આપણા મધ્યપ્રદેશના ગવર્નરે રાજીનામું આપ્યું. મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીએ પણ વિચાર્યું હશે કેજવા દો નેરાજીનામાનો વિવાદ ક્યાં ઉભો કરવો !!”

વ્યાપમ

વ્યાપમની રોપણી નહેરુવીયન કોંગ્રેસે કરી હતી.

વ્યાપમ કૌભાંડ બહાર આવ્યું. એમાં ઘણાના નામ સંડોવણીમાં આવ્યાં. ૨૫૦૦ જેટલા નામ આવ્યાં. અને એમાંના કેટલાક શક્યતાના સિદ્ધાંતને હિસાબે મરવા લાગ્યા કેટલાક આત્મઘાત કરીને મરવા લાગ્યા અને કેટલાક હત્યા થી મરવા લાગ્યા. આવા મૃત્યુઓમાં ગવર્નર સાહેબનો પુત્ર પણ સામેલ છે. કોણ કયા કારણથી મર્યું તેના ઉપર અપાર સંવાદ, વિવાદ અને વિખવાદ પણ છે.

નહેરુવીયન કોંગ્રેસીઓને તો ગોળનું ગાડું મળી ગયું છે. શિક્ષણ મંત્રી શું કામ, મુખ્ય મંત્રી પણ રાજીનામું આપે. અરે મુદ્દા ઉપર તો નરેન્દ્ર મોદી પાસે પણ રાજીનામું માગી શકાય. નહેરુવીયન કોંગ્રેસ તો આમેય પ્રદર્શન પ્રિય છે. તેને તો દોડવું હતું અને ઢાળ મળ્યો.

ટીવી ચેનલનો ખોરાક

ટીવી ચેનલોને હવે વિષય શોધવા માટે મહેનત કરવાની જરુર રહી નહીં. “મનોરંજનની સીરીયલોમાં કોઈ પાત્ર એક વાક્ય બોલે એટલે એક પછી એક દરેક પાત્રોનાડાચાઉપર બબ્બે ત્રણ ત્રણ વાર કેમેરો ફરે છે. આમ કરવાથી ઓછા સંવાદો થી વધુ એપીસોડ બને છે. દર્શકોને વધુ લહેજ્જત આવે છે કે કેમ તે તો ખબર નથી પણ પાત્રોને અને તે પણ શૃંગારપ્રિય સ્ત્રી પાત્રોને અને પ્રેક્ષિકાઓને વધુ લહેજત આવે છે.

તાજ સીગરેટની જાહેરાતમાં એક વાક્ય આવતું હતું. “ધીમી બળે છે અને વધુ લહેજ્જત આપે છે.” તેમ સીરીયલો ધીમે ચાલે છે અને પાત્રોને લેખકોને, દિગદર્શકોને, કેમેરામેનને, ચેનલવાળાને વધુ લહેજ્જત આવે છે. ઓછા માલે વધુ વેપાર. પણ બધી વાતો જવા દો. આપણી વાતવ્યાપમની છે.

બહુ આયામી બહુ પરિમાણી મસાલો

ટીવી ચેનલો વાળાને બહુ વખતે એક એવું કૌભાંડ મળ્યું કે જેને ઘણા પરિમાણો છે. આમ તો કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા અનેક બહુઆયામી કૌભાંડો  હતા. પણ યાર એમાં એવું હતું ને કે બધાંમાં આપણી નહેરુવીયન કોંગ્રેસનીબટનીચે રેલો આવતો હતો. રેલો ઠેઠ આપણી વિદેશી અને તે પણ મહાન દેશ ઈટાલી સુપુત્રી અને આપણા મીસ્ટર કલીન રાજીવ ગાંધીની વહુની નીચે રેલો આવતો હતો. હવે જો આપણે પ્રગતિશીલ વિચારધારામાં માનતા હોઈએ અને સુસંસ્કૃત હોઈએ તો કોઈ પાશ્ચાત્ય મૂળની વ્યક્તિની બુરાઈ તો કરી શકીએ. એટલે આપણે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં બહુ ચાર્મફુલ બની શકીએ. હા છૂટકે જે કરવું પડે તે તો કરવું પડે. પણ એમાં બહુ મજા નહીં. વળી જે કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર હતી ત્યારે કોને કયો મંત્રી કરવો તેને લગતી ભલામણો અપણે ટીવીવાળા કરી શકતા હતા અને કોંગ્રેસ આપણને દાદ પણ આપતી હતી એટલે કોલગેટ, જી, કોમનવેલ્થ વિગેરે જેવા કૌભાંડો ચગાવવામાં આપણાથી નગુણા થવાય. કમસે કમ નહેરુવીયન વંશની તો આમન્યા રાખવી જોઇએ.

પણ હવે જ્યારે વ્યાપમ જેવું બહુ આયામી બહુ પરિમાણી કૌભાંડ અને તે પણ, બીજેપી શાસિત મધ્યપ્રદેશમાં કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી સાતત્યપૂર્ણ બીજેપીના શિવરાજ સિંહ ચૌહાણનું શાસન છે એવા રાજ્યમાં ખૂલે છે. આમાં તો આપણા માટે આકાશ સીમા છે. ભલે કૌભાંડમાં નહેરુવીયન કોંગ્રેસ સ્થાપિત ગવર્નરની સંડોવણી હોય અને કદાચ તેના મૂળીયામાં આપણા નહેરુવીયન કોંગ્રેસના અમુક નેતા સુધી પહોંચતા હોય તો પણ વાંધો નથી. આપણે એટલા કુશળ તો છીએ કે બધું લોપ્રોફાઈલમાં રાખી શકીએ.

અડવાણી જેમને પ્યાદુ બનાવવા માગતા હતા તે

એજ શિવરાજ સિંહ છે જેમને વડાપ્રધાન તરીકે પ્રસ્તૂત કરવા માટે એલ કે અડાવણીએ દાણો ચાંપેલો. પણ શિવરાજ સિંહ જાણતા હતા કે લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીની સમકક્ષ તેઓ નથી. આરએસએસે મોદી માટે દબાણ કર્યું હશે તેના મૂળમાં જનતામાં રહેલી નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા હતી. વાતને અડવાણી કદાચ પોતાની ઉંમરને કારણે કે અન્ય કોઈ કારણે સમજી શકતા હોય તે અલગ વાત છે પણ શિવરાજ પાટિલ તો સમજી શક્યા હતા. જો શિવરાજ પાટિલ વડા પ્રધાન થયા હોત અને કદાચ બીજેપી પૂર્ણ બહુમત તો નહીં પણ એનડીએ તરીકે સંયુક્ત રીતે બહમતિમાં આવ્યું હોત અને કૌભાંડ બહાર આવ્યું હોત તો ટીવી ચેનલો અને બીજેપી વિરોધીઓએ ભેગા થઈને બીજેપી સરકારને પદભ્રષ્ટ કરી નાખી હોત.

હવે અત્યારે સમાચાર માધ્યમો વાતને લઈને અડવાણીને લપેટમાં લેવાના મુડમાં હોય. કારણકે તેમનાં ફક્ત ચાર લક્ષ્ય હોઈ શકે.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી  

ત્રીજું લક્ષ્ય નરેન્દ્ર મોદી.

ચોથું લક્ષ્ય બીજેપી

પાંચમું લક્ષ્ય હિન્દુઓ.

તમે કહેશોઅરે શું !! નરેન્દ્ર મોદી ત્રણ વાર અને તે પણ પહેલા, બીજા અને ત્રીજા લક્ષ્ય તરીકે?

અહો !! ચાલો એને જુદી રીતે લખીએ.

પ્રથમ લક્ષ્ય નરેન્દ્ર મોદી

બીજું લક્ષ્ય બીજેપી સરકાર, જેના નેતા નરેન્દ્ર મોદી વિષે નકારાત્મક વલણ  એટલે કે ગમે તેમ કરીને કોઈ પણ શંકાસ્પદ બનાવને મોદી સાથે સાંકળી દેવો.

ત્રીજું લક્ષ્ય નહેરુવીયન કોંગ્રેસની હૈયાવરાળને સકારાત્મક રીતે રજુ કરવી. જેમકે રાહુલ ગાંધી (કે બીજું કોઈ પણ જે હાથવગું હોય તે)… તેને સકારાત્મક રીતે આવી રીતે રજુ કરવાના. “ઘોડો જો ઘોડો …. ઘોડાની ડોક જોઘોડાની કેશવાળી જો, ઘોડો કેવો દોડે છેઘોડો કેવો હણ હણે છેઘોડો જો ઘોડો જો… “ રાહુલ ગાંધી આવા છે. આવું કહેવાથી, કાન્તિભાઈ ભટ્ટ (સબ બંદરના વેપારી એવા કટાર લેખક) ના લોજીક પ્રમાણે નરેન્દ્ર મોદી ઘોડો નથી પણ શિયાળ છે. નરેન્દ્રમાં કશું વખાણવા લાયક નથી. તેમને દોડતાં પણ નથી આવડતું અને હણહણતાં પણ નથી આવડતું.

તમે કહેશોઅરે ભાઈ આમાં તમે કાન્તિભાઈ ભટ્ટને શેના ગોદા મારો છો? કાન્તિભાઈ ભટ્ટે, વ્યાપમમાં એમ દલીલ કરી કે જો પૈસા વેરીને વડાપ્રધાન થઈ શકાતું હોય તો પૈસા વેરીને (વ્યાપમ મારફત), ડોક્ટર કે અફસર કેમ થવાય?”  બોલોઆમાંથી તમને શો સંદેશો મળે છે?

લક્ષ્ય ભેદવાની વ્યૂહરચના !!

એક વખત જો ત્રણ લક્ષ્ય સિદ્ધ થઈ જાય તો બાકીના લક્ષ્યો સિદ્ધ કરવા સરળ છે. ૧૯૬૯માં એમ થયેલું. ૧૯૬૭માં વિપક્ષ ને મજબુત થયો જોયો એટલે સમાચાર માધ્યમોએ ચગાવ્યું. ઇન્દિરા ગાંધીએ મોરારજીને કેવા બટેકા, રીંગણાની જેમ હાંકી કાઢ્યા, બેંકોનું કેવું જોરદાર રાષ્ટ્રીયકરણ થયું, રાજાઓના પ્રીવી પર્સ કેવા ખતમ કર્યા. આવી ઘણી બીન ઉપજાઉ વાતો એટલી બધી ચગાવીકે વિરોધપક્ષ અને જનતા પણ હતઃપ્રભ થઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ઇન્દિરા કોંગ્રેસને જ્વલંત વિજય મળ્યો. એમાં વળી ૧૯૭૧માં પોતાના ગૃહયુદ્ધોથી ત્રસ્ત એવા બેવકુફ પાકિસ્તાનને હરાવ્યું એટલે વિપક્ષ રાજ્યોમાંથી પણ નેસ્ત નાબુદ થઈ ગયો.

પણ પારકાના જોરે તમે સુશાસન ચલાવી શકો. ભલે તમે ઘુસણખોર મુસ્લિમો મારફત વોટબેંક બનાવો, દલિતોને ઉશ્કેરો, જાતિવાદને ઉશ્કેરો, પણ તેથી બેકારી દૂર થાય કે ઉત્પાદન પણ વધે. હા લઘુમતિઓની સંખ્યા વધે. તમે જુઓ ઉત્તરપૂર્વી રાજ્યો, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત પશ્ચિમી રાજસ્થાન કાંતો તેઓ જાતિવાદથી ત્રસ્ત છે અથવા તો ધર્મવાદથી ત્રસ્ત છે. વાત સ્વયંબળને બદલે, બીજાના ખભા અને બીજાની બુદ્ધિ (કેજીબી)થી વડાપ્રધાન  થયેલી ઇન્દિરા ગાંધી સમજી શકે. એટલે તેનો ૧૯૭૭માં કારમો પરાજય થયો. પણ પરાજયથી તે એટલું શીખી ગઈ કે ચૂંટણીઓ કેવી રીતે જીતાય છે.

ગરીબોની કસ્તૂરી અને મંગળસૂત્ર

એટલે ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર વખતે આ સરકારે તો ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીનો ભાવ વધારી દીધો … બહેનોના મંગળસુત્રો મોંઘા કરી દીધા, લૉ અને ઓર્ડર ખાડે ગયા છે …  રંગાબીલ્લાઓ પેદા થયા છે. બાળકો સુરક્ષિત નથી. રંગા બીલ્લાએ કરેલા દુસ્કર્મનો કેસ સમાચાર પત્રોએ બહુ ચગાવ્યો.  સોનાનો ભાવ દાણ ચોરી ની સાથે પણ સંબંધ ધરાવે છે. મૂળ તો દાણ ચોરીને ઇન્દિરાએ બહુ ફાલવા દીધી હતી. જનતા પાર્ટીએ દાણચોરી ઘટાડી દીધી. દાણચોરી ઘટી ગયી હતી તેથી સોનાના ભાવ વધ્યા હતા. એમાં વળી ચરણ સીંગ જેવાને વડા પ્રધાનપદની લાલચ આપીને ફોડ્યા એટલે ૧૯૮૦માં જનતાપાર્ટી હારી ગઈ. આમ ઇન્દિરા ગાંધી એટલું શીખી ગઈ કે સમાચાર માધ્યમોને અને લઘુમતિઓને યેનકેન પ્રકારેણ હાથમાં રાખવા. તેમને હાથમાં રાખવા હોય તો સમાચાર માધ્યમોની માલિકી કરી લેવી. અત્યારે સમાચાર માધ્યમો લઘુમતિના હાથમાં છે. અને તેઓ કદી બીજેપીના થાય નહીં. કારણ કે નહેરુના જમાનાથી કે જ્યારે જનસંઘની કશી રાજકીય સત્તા હતી કે ન તો કશો જનાધાર હતો, તે વખતે પણ નહેરુ જનસંઘને ભાંડતા રહેતા હતા. તેમનો હેતુ પોતે બહુ પ્રગતિશીલ માનસવાળા છે તે પ્રદર્શિત કરવાનો હતો. આવી માનસિકતા ઘણા હિન્દુ મૂર્ધન્યોમાં પણ છે. એટલે હિન્દુઓને તો સહેલાઈ થી ભેદી શકાય છે. પણ આપણી વાત વ્યાપમ ની છે.

વ્યાપમની વ્યાપકતા કેટલી?

જો ૨૫૦૦ ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ થઈ હોય તો સમજી શકાય એમ છે કે તે મધ્યપ્રદેશમાં ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપક હોઈ શકે.

સરકારી નોકરીઓ માટે પરીક્ષા લેવી વાત અનીતિની છે.

કૌભાંડનો પાયો પરીક્ષાઓ છે.

જનતા માટે સરકાર એ એક વ્યક્તિ છે. પછી તે ભલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય.

ધારો કે તમે વ્યક્તિ ને કંઈક વાત કરી. તે વ્યક્તિ તેમાં સંમત થાય. પણ પછી તે ફરી જાય. અને તે કહે કે તમે જે વાત વાત કરી હતી તે તો તમે મારા ડાબા કાનને કહી હતી. મારા જમણા કાનને નહીં. તમે કહેલી વાત વિષે નિર્ણય તો જમણા કાન દ્વારા સાંભળવામાં આવી હોય તો જ થઈ શકે છે.

તમે મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. સામેની વ્યક્તિને ગમ્યું. તેણે લીધું પણ પૈસા ન આપ્યા. તમે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એતો મેં ડાબી આંખે જ જોયું હતું. જમણી આંખે જોયું નહતું. પૈસા કેવા ને વાત કેવી.

યુનીવર્સીટીઓ ને માન્ય કોણે ગણી?

સરકારે.

સરકારે આ યુનીવર્સીટીઓને કયા અધારે માન્ય કરી?

સરકારે યુનીવર્સીટી માટે ધારાધોરણો ના માપદંડ બનાવેલા. આ માપદંડોના આધારે સરકારે યુનીવર્સીટીઓને માન્ય કરી.

શું યુનિવર્સીટીઓ દ્વારા અપાતું શિક્ષણ સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત નથી?

શું આ યુનીવર્સીટીઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ સરકારને માન્ય નથી?

જો યુનીવર્સીટીઓ સરકાર માન્ય હોય અને તેના દ્વારા યોગ્ય અભ્યાસક્રમો ચાલતા હોય તો પછી બીજી પરીક્ષાઓ લેવાની જરુર શી રીતે હોઈ શકે. તો સરકાર પોતે પોતાને અમાન્ય કરે છે એવું  ફલિત થાય છે. કાં તો સરકાર દંભી છે કાં તો સરકાર ઠગ છે.

પરીક્ષાઓની ઠગાઈ કોણે ચાલુ કરી?

આમ તો અંગ્રેજોએ આઈ સી એસ ની પરીક્ષા ચાલુ કરેલી. કારણ કે તેમને એવા અફસરો જોઇતા હતા કે જેઓ અંગ્રેજીથી અભિભૂત હોય અને દેશી લોકો સાથે સંવાદ કરી શકે. ખાસ પ્રકારની ટોળકી ઉભી કરવા માટે આઈસીએસ પરીક્ષા રાખેલી. પણ ગાંધીજીએ જે લડત ચલાવી અને અંગ્રેજસરકારના દંભનો પર્દાફાસ કર્યો તેનાથી ઘણા સ્કુલી અને કોલેજી ભણેલા ઉપરાંત આઈસીએસ અધિકારીઓનો ભ્રમ પણ ભાંગ્યો. જો કે નહેરુ જેવાઓનો અંગ્રેજીયત તરફનો ભ્રમ ભાંગ્યો હતો. સરદાર પટેલને લાગેલ કે વહીવટમાં આઈસીએસ જેવા પણ સંસ્કારે ભારતીય (પોતાના જેવા ) અધિકારીઓ ભારતમાં પકવી શકીશું. પણ નહેરુના દંભની પ્રાકૃતિક અસર ભારતીય નેતાઓની ઉપર વ્યાપક રીતે પડશે તે વાતનો તેમને ખ્યાલ નહીં.

વાસ્તવમાં યોગ્ય રહેશે કે સરકાર આવી ફાલતુ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ આવા અભ્યાસક્રમો ચલાવે. અને પછી વિદ્યાર્થીના ક્ર્માંક પ્રમાણે તેને નોકરીમાં રાખે.

અમારા એક સાહેબ ૧૯૭૩માં એક વાત કહેતા હતા કે ભારત એક એવો દેશ છે કે જો તમે ઢીલું મુકો તો કૌભાંડ જન્મે અને અક્કડ રહો તો ફરીયાદ થાય. પાણીમાં રહેતી માછલી બહુ પાણી પી જાય છે. માછલી પાણી પી ગઈમાછલી પાણી પી ગઈએવી બુમો શરુ થઈ જાય.

આપણી શાળાઓ, કોલેજો અને યુનીવર્સીટીઓ કેવી છે?

સ્વતંત્રતા પછી જો સૌથી વધુ દુર્લક્ષ્ય સેવાયું હોયા તો તે શિક્ષણ છે. સરકારે પુરતી શાળાઓ ખોલી નહીં. પીટીસી અને બીટી (હવે બીએડ) ની શાળાઓ પણ નહીંવત. કોઈપણ સરકારી શાળામાં પ્રવેશ મુશ્કેલ હતો. જે ખાનગી શાળાઓ હતી તેમાં જે ગાંધીવાદી પ્રવાહવાળા હતા તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શાળાઓ સારી ચાલી. જેમકે ભાવનગર ની ઘરશાળા, સનાતન, રાજકોટની સૌરાષ્ટ્ર (બહાદુરભાઈ ધોળકીયા) હાઈસ્કુલ, ચૌધરી હાઈ સ્કુલ. પણ પછી બધી શાળાઓએ શિક્ષણને ઉદ્યોગ કરી દીધો.

શાળાઓ મેદાન વગરની થઈ ગઈ, કેટલીક શાળાઓ ભાડાના મકાનમાં બીજે માળ કે ભોંયરામાં ચાલતા ઉદ્યોગો જેવી થઈ ગઈ. અમદાવાદમાં તો કોલેજો પણ ભોંયરામાં ચાલે છે. ચિમનભાઈની એક કોલેજ ભર બજારે દુકાનોની ઉપરના બીજા માળે ચાલે છે. યુપી બિહારમાં યુનીવર્સીટીઓ ભાડેના મકાનના બીજે માળ ચાલે.

દશમું ધોરણ અને બારમું ધોરણ. પરસન્ટેજ અને પરસન્ટાઈલ ના તૂત નિકળ્યા. વળી પાછા કોમન એન્ટરન્સ ટેસ્ટ નિકળ્યા.

આ બધું શું કામ છે. ઘણાને પરસન્ટેજ અને પર્સન્ટાઈલના ભેદની ખબર નથી. પરસન્ટાઈલ એટલે બધા ધોરણોમાં થયેલ સમગ્ર રીતનું મૂલ્યાંકન. આ પણ એક વ્યાપમ છે. જો મૂલ્યાંકન અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિઓ કરતી હોય અને સર્વથા ભીન્ન ભીન્ન હોય, પરીક્ષાર્થી માટે પૂનઃ મૂલ્યાંકનનો વિકલ્પ ન હોય તો આ પદ્ધતિ અન્યાયકારી છે. આ એક લાંબી ચર્ચાની વાત છે.

મૂળ વાત એ જ છે કે જેમ કાર્ય ની પસંદગી એ વ્યક્તિની સ્વતંત્રતા અને હક્ક છે. તેમ જેને તમે એક ધોરણમાં પાસ કર્યો અને તે વાત તેણે કબુલ રાખી તો તેનો ક્રમ તેણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ઉપર જ નિશ્ચિત કરી શકાય. જો તે વિદ્યાર્થી પાસ થયો હોય પણ તેને તેનો ગ્રેડ કબુલ ન હોય તો તે ફરીથી પરીક્ષા આપી શકે.

એક માત્ર પરીક્ષાના ગ્રેડના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન અને યોગ્યતા નક્કી ન કરી શકાય. વાસ્તવમાં તેનું રોજબરોજનું મૂલ્યાંકન થવું જોઇએ.

પણ શિક્ષકો, આચાર્યો અને સચિવો અને મંત્રીઓ કહેશે કે એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓ હોય એટલે દરેકનું રોજ બરોજનું મૂલ્યાંકન ન કરી શકાય. પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કોણે સ્થાપી?  તમે તો સ્થાપી છે. કારણ કે શાળાને ઉદ્યોગવાળી બનાવવાને બદલે શિક્ષણને તમે ઉદ્યોગ બનાવ્યો છે. ઓછા શિક્ષકો અને ભૂતિયા શિક્ષકો રાખી તમારે નફો કરવો છે. ઉદ્યોગશાળા ને બદલે શાળાઉદ્યોગ ચાલુ થયો.

વ્યાપના સ્વરુપો

Vyam is everywhere

બિહારમાં એક પરીક્ષા ના સ્થળે ચોથામાળની બારીના છજા સુધી માણસો ચડી પરીક્ષાર્થીઓને નકલ કરાવતા હતા. પોલીસ કહે અમારું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરીક્ષામાં થતી ચોરી અટકાવવાનું કામ સંચાલકોનું છે. એટલે કે પરીક્ષામાં ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ નથી. ટીવી ચેલનવાળા પહોંચી શકતા હોય અને આખો દેશ જોતો હોય પણ સરકારનું શિક્ષણ ખાતું અજાણ હોય તે આપણા દેશને ગોઠી ગયું છે. આ એકલ દોકલ દાખલો નથી. આ વ્યાપમથી પણ વ્યાપક છે.

પંજાબના સર્વીસ કમીશનના ચેરમેનના ઘરે દરોડો પડ્યો તો એક કરોડની ચલણી નોટો મળી. શું પંજાબમાં વ્યાપમમાં નથી? ઠેર ઠેર વ્યાપમ છે. જ્યાં જ્યાં પ્રવેશ પરીક્ષાઓ છે ત્યાં ત્યાં વ્યાપમ છે. પ્રવેશ પરીક્ષા નું ધ્યેય જ વ્યાપમ પ્રવેશી શકે તે માટેનું છે.

આપણે એવું ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી બધી પ્રવેશ પરીક્ષાઓ નાબુદ કરે. યુનીવર્સીટીઓ બધી જાતના અભ્યાસક્રમો રાખે. તબક્કે તબક્કે એપ્ટીટ્યુડ ટેસ્ટ પણ લેવાતા રહે. પરીક્ષાર્થીને એપ્ટીટ્યુડ બદલવો હોય તો ગીતા વાંચે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ વ્યાપમ, વ્યાપક, આઈસીએસ, પ્રવેશ પરીક્ષા, અધિકારીઓ, નહેરુ, નહેરુવીયન, સરકાર, યુનીવર્સીટી, શાળા, શિક્ષક, આચાર્ય, વિદ્યાર્થી, પરીક્ષાર્થી, ગ્રેડ, મૂલ્યાંકન, ક્રમાંક,  કૌભાંડ, ખાનગી, બહાદુરભાઈ ધોળકીયા, રાજકોટ, ઘરશાળા, ભાવનગર, સૌરાષ્ટ્ર હાઈ સ્કુલ, સરકારી શાળા, પીટીસી, બીએડ, બીટી, ઉદ્યોગશાળા, શાળાઉદ્યોગ

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૭. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

ભારત અને શિક્ષણ

સૌ પ્રથમ આપણે જોયું કે મનુષ્યનું અને સમાજનું ધ્યેય શું હોય છે.

સૌનું ધ્યેય આનંદ પ્રાપ્તિનું હોય છે.

આનંદ એટલે શું? આ વાત ભૌતિક રીતે “અદ્વૈતની માયાજાળમાં સમજાવી છે.” એટલે કે આનંદનો ભૌતિક અર્થ શું થાય છે તેની વિસ્તૃત રીતે વાત કરી છે.

ટૂંકમાં એમ કહીએ કે આનંદ બે રીતે મળે છે.

એક શારીરિક આનંદ જે સગવડો ભોગવાથી મળે છે. બીજો આનંદ માનસિક આનંદ જે સુરક્ષા અને જ્ઞાન પ્રાપ્તિથી મળે છે.

સુરક્ષા સહજીવનમાં હોય છે. તેથી સમાજ બને છે. સહજીવનથી જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. મનુષ્ય મરી જાય છે પણ તેણે મેળવેલું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. તેથી સમાજ ઉતરોત્તર વિકાસ કરતો હોય છે.

જ્ઞાન એટલે શું?

વિશ્વ અને તેના ઘટકો કેવીરીતે વર્તે છે તે સમજવું તે જ્ઞાન. મનુષ્ય બીજા પ્રાણીથી આ રીતે જુદો પડે છે. એટલે મનુષ્યનું મૂળ ધ્યેય જ્ઞાન પ્રાપ્તિનું હોવું જોઇએ. પણ વિશ્વના અનેક ઘટકો હોય છે. જેને આપણે શાસ્ત્ર અને કળા તરીકે ઓળખીએ છીએ.

શારીરિક સુખ કે માનસિક સુખ, વાસ્તવમાં માનસિક સુખ જ હોય છે. કારણ કે જે અનુભૂતિ હોય છે તે બંને બાબતોમાં માનસિક જ હોય છે.

મનુષ્યની જ્ઞાન પ્રાપ્તિની પસંદગી એક સમાન હોતી નથી. ભારતીય શાસ્ત્રોમાં મનુષ્યના વલણોના ચાર ભાગ પાડ્યા છે. જો કે આ વલણો વચ્ચે કોઈ એક પાતળી રેખા હોતી નથી. પણ એક કે બે વલણોનું પ્રાધાન્ય હોય છે. એટલે જો તે વ્યક્તિ તે વલણને લગતું જ્ઞાન મેળવે તો તે વધુ સુખી થઈ શકે અને સમાજને પણ સુખ તરફ આગળ ધપાવી શકે.

આ જ્ઞાન પ્રાપ્તિને આપણે શિક્ષણ કહીશું.

આ શિક્ષણ કેવું હોવું જોઇએ?

અદ્વૈત વાદમાં આપણે જોયું કે મનુષ્ય માત્ર એક સજીવ નથી. બધું જ સજીવ છે. અને સમાજ પણ સજીવ છે. મનુષ્ય સમાજને પણ સુખી થવાનું હોય છે. તેથી મનુષ્યની વ્યક્તિગત શક્તિઓનો સમાજને નુકશાન ન થાય તે રીતે વિકાસ થવો જોઇએ. મનુષયના વલણોનો (એપ્ટીટ્યુડ)નો યથા યોગ્ય ઉપયોગ થવો જોઇએ.

મનુષ્યને તેના પ્રભાવકારી વલણોના આધારે ભારતીય શાસ્ત્રજ્ઞોએ ચાર રીતે વહેંચ્યા છે.

(૧) જેઓ ચિંતન કરે છે અને વિશ્વના ઘટકોના વર્તનને સમજે છે અને સમજાવે છે. તે શાસ્ત્રીઓ કે વૈજ્ઞાનિકો કે બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમાં વૈજ્ઞાનિકો, તત્વવેત્તાઓ, સમાજશાસ્ત્રીઓ, શિક્ષકો, વિદ્યાધરો (અભિયન્તાઓ એટલે કે એન્જીનીયરો), ન્યાયધીશો વિગેરેનો સમાવેશ થાય છે,

(૨) જેઓ સમાજને સુરક્ષા આપે છે અને જે તે શાસ્ત્રીઓએ તે માટે કરેલા સંશોધનો અને ઉપકરણોનો સમાજની સુરક્ષા માટે ઉપયોગ કરે છે, તેમાં મેનેજરો, રાજકારણીઓ, જનપ્રતિનિધિઓ ક્ષત્રિયોનો સમાવેશ થાય છે.

(૩) જેઓ સમાજ માટે અને વ્યક્તિઓમાટે ઉપકરણો અને ખાદ્યપદાર્થનું ઉત્પાદન અને વહેંચણી કરે છે તેને ઉદ્યોગપતિઓ, મેનેજરો, વેપારીઓ, સંગ્રાહકો, વિતરકો કે વણિક કહેવાય છે.

(૪) જેઓ આ ઉપરોક્ત ત્રણેને તેમના ક્ષેત્રમાં ચીંધ્યું કામ કરવું ગમે છે તેઓ નોકરો, પટાવાળા, કાર્યકરો, મજુરો કે શુદ્રો કહેવાય છે.

પણ દરેક વ્યક્તિમાં પોતાના વલણને અનુરુપ કામમાં સંશોધન કરવાનું પણ હોય છે. એટલે એક વ્યક્તિમાં વલણો મિશ્રરુપે હોય છે. પ્રાથમિક શિક્ષણના ગાળા દરમ્યાન આ વલણોમાં વત્તા ઓછા ફેરફાર થાય છે અને તેને નકારી ન શકાય. એટલે વ્યક્તિઓના વલણો તપાસવાની વ્યવસ્થા અવારનવાર કરવી જોઇએ અને વ્યક્તિને અને અથવા તેના માતાપિતાને વડિલોને તેની જાણ કરવી જોઇએ.

સ્ત્રીઓ માટે વિશેષ સગવડ

સમાજ, સ્ત્રીઓ અને પુરુષો અને બાળકોનો બનેલો હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બંનેને કામ કરવું હોય છે. અને બધાં જ કામ ઘરે બેઠાં થઈ શકતા નથી. સ્ત્રીઓને પણ કામ માટે ઘરની બહાર જવું પડે છે. સ્ત્રીઓ ઉપર શિશુ ઉછેરની શરીરશાસ્ત્રીય જવાબદારી હોય છે. સ્ત્રીઓ પોતાના અન્યવલણનો પણ ઉપયોગ કરવા માગતી હોય છે. તેથી સ્ત્રીઓના પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેરનું પ્રાધાન્ય તો રહેવું જ જોઇએ. પુરુષને પણ આ શિક્ષણ યોગ્ય માત્રામાં આપવું જોઇએ.

પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય ગણાશે. પ્રાથમિક શિક્ષણમાં બાળ ઉછેર, બાળ માનસ, કળા (જેમાં રમત ગમત, યોગ, વ્યાયામ, સંગીત વિગેરેનો પણ સમાવેશ થઈ જાય છે), સભ્ય વર્તન, વાહનના નિયમો, સ્ત્રી દાક્ષિણ્ય, માનવ અધિકારો, કુદરતી અધિકારો, નીતિમત્તા, નાગરિક શાસ્ત્ર, સભ્યતા, સ્વચ્છતા, કાંતણ, વણાટ, અંક ગણિત, વિશ્વ રચના, દેશનો પ્રાચીન ઇતિહાસ, દેશાભિમાન અને દેશપ્રેમ અને પ્રાથમિક શિક્ષણ-વિદ્યા (ટીચીંગ ટેક્નીક) અનિવાર્ય રહેશે.

શિક્ષણ વિદ્યા એટલે શું?

શિક્ષણ વિદ્યા એટલે ટીચીંગ ટેક્નીક. પ્રાથમિક શિક્ષણ વિદ્યા એટલે સામાન્ય કક્ષાની શિક્ષણ આપવાની આવડત આવે તે વિદ્યા. વિદ્યાર્થી ને જે કંઈ આવડે છે, તે તેનાથી નીચેની શ્રેણીના વિદ્યાર્થીને પોતાના આ જ્ઞાનથી શિખવાડી શકશે. જરુર પડે તે નિષ્ણાત શિક્ષકની સહાય લેશે.

મનુષ્યની શિક્ષણ લેવાની અવસ્થાઓઃ

દુગ્ધપાન અવસ્થા (૦ થી ૧ ૧/૨ વર્ષ), ગાળો …. ૧.૫ વર્ષ માતૃ છાયા

દરેક સ્ત્રીને તેની ગર્ભધાન સમયના સાતમાસથી શરુ કરી બાળક એકવર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ વેતન સાથે રજા આપવી જોઇએ. સ્ત્રીએ જે બાળકને જન્મ આપ્યો તે દેશનું નાગરિક છે. અને તે માતા પોતાના બાળકને શિક્ષણ લેવા સક્ષમ બને તે માટે તેનો ઉછેર કરી રહી હોવાથી તેને પણ દેશની સેવા જ ગણાય. એક વર્ષની સવેતન રજા આપ્યા પછી જો શક્ય હોય તો ઘરે બેઠાં કોમ્પ્યુટર ઉપર કરી શકે તેવાં કામ આપવાં. તેનું વિશેષ વેતન આપવું.

દરેક સ્ત્રીઓને બાળ ઉછેરનું શિક્ષણ અને દરેક વ્યક્તિને બાળમાનસનું શિક્ષણ પ્રાથમિક શાળામાં આપવું.

(૧) શિશુ (૧ ૧/૨ થી ૩ વર્ષ), ગાળો .. ૧.૫ વર્ષ પૂર્વ બાળ સંભાળ(આયા) વ્યવસ્થિતતા, સફાઈ, કળા અને નાગરિક વિદ્યા

સ્ત્રીઓને પુરુષ જેટલા જ અને કેટલાક કિસ્સાઓમાં પુરુષ કરતાં વધુ હક્કો આપ્યા હોવાથી, તે તેના અભ્યાસ દરમ્યાન આયાના કામ પણ કરી શકશે. બાળક આ ઉમરમાં ઘણું જિજ્ઞાસાવાળું હોય છે. તેથી તેની વિચાર શક્તિ ખીલે તેવા પ્રશ્નો પૂછવા અને તેના દરેક પ્રશ્નનો ઉત્તર આપવો અને તેને પ્રશ્નો પૂછવા ઉત્તેજવું. તેને વાર્તાઓ કહેવી, ચિત્રવાર્તાઓ સમજાવવી. વસ્તુઓને ગોઠવવી વિગેરે કામ શિખવાડી શકાય અને કરાવી શકાય.

(૨) બાળક (૩ થી ૬ વર્ષ), ગાળો .. ૩ વર્ષ ઉત્તર બાળ સંભાળ (આયા), બાલ વાર્તાઓ, જોડકણા, બાલ કાવ્યો, સંસ્કૃત શ્લોકો, સભ્યતા, વ્યવસ્થા, કળા અને નાગરિક વિદ્યા. અહિંસા, યોગ, લેન્ડલાઈન અને મોબાઈલ ઓપરેશન, કોમ્પ્યુટર સર્ચીંગ.

સ્ત્રીઓને અને પુરુષોને બાળ માનસનું શિક્ષણ આપ્યું હોવાથી તે બાળકની રુચિ પણ જાણી શકશે. આ શિક્ષણ બાલ મંદિરમાં આપવામાં આવશે.

(૩) બાલ (૬ થી ૧૦ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષા, કળા, ઉદ્યમ, નાગરિક વિદ્યા અને રોજગાર. વાર્તા સ્વરુપમાં ઇતિહાસ, પ્રયોગો દ્વારા અંક ગણિત, ભૂમિતિ, પ્રવાસ વર્ણન અને પ્રવાસ, માતૃભાષા, નીતિ શતક અને બીજા સંસ્કૃત શ્લોકો, અહિંસા અને સ્વાવલંબન, યોગ, પ્રાથમિક કોંપ્યુટર ઓપરેશન અને ઇમેલીંગ અને લેખન.

(૪) કિશોર (૧૦થી ૧૪ વર્ષ), ગાળો .. ૪ વર્ષ ઉત્તર પ્રાથમિક શિક્ષા, ઉચ્ચતર ગણિતઃ વ્યાવહારિક અંકગણિત, બીજ ગણિત, ભૂમિતિ, ત્રીકોણમિતિ, માતૃભાષા, અન્ય એક દેશી ભાષા, સંસ્કૃત વાર્તાઓ માતૃ ભાષામાં, ગીતાના અને ઉપનિષદના શ્લોકો, ખગોળ શાસ્ત્ર ની સમજણ, અહિંસા અને સ્વવલંબન, પ્રાચિન ભારતનો ગૌરવ ભર્યો ઇતિહાસ, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, વક્તૃત્વ, કળા, નાગરિક વિદ્યા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૫) તરુણ (૧૪થી ૧૮ વર્ષ), ગાળો .. ૪ વર્ષ પૂર્વ માધ્યમિક શિક્ષા, પૃથ્વી ની સામાન્ય ભૂગોળ, ભારતનો ઈતિહાસ અને ગૌરવ અને તેના પ્રતિકો, ભારતનું વૈશ્વિક દર્શન, માતૃભાષા, સંસ્કૃતભાષા, ત્રીજી એક ભાષા (હિન્દીભાષીઓ માટે દક્ષિણ ભારતની ભાષા, અને દક્ષિણ ભાષીઓ માટે હિન્દી કે બીજી કોઈ ઉત્તરભારતની ભાષા), પરિચય ગીતા, ખગોળ શાસ્ત્ર, વિશ્વનું વર્તન અને હેતુ, આંકડાશાસ્ત્ર, ઉચ્ચતર અંકગણિત અને નામાપદ્ધતિઓ, સેટ થીએરી, બાયનરી, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, કલનશાસ્ત્ર, વિકલન શાસ્ત્ર, યોગ, કોમ્પ્ટ્યુટર દ્વારા સ્વશિક્ષણ, કળા, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૬) નવ યુવક (૧૮ થી ૨૦ વર્ષ), ગાળો .. ૨ વર્ષ ઉત્તર માધ્યમિક શિક્ષા, પસંદગીના વિષયો, પસંદગીની ભાષામાં નૈપૂણ્ય, સાહિત્ય, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સમાજવિદ્યા, ઉચ્ચ વ્યાવહારિક ગણિત (એપ્લાઈડ ગણિત), કળા, યોગ, પસંદગીનો ઉદ્યમ અને રોજગાર

(૭) યુવક (૨૦ થી ૨૫ વર્ષ), ગાળો …. ૫ વર્ષ ઉચ્ચ શિક્ષા, વિશ્વ વિદ્યાલય નિવાસીય શિક્ષણ, પસંદગીના વિષયો, એક કે બે વિદેશી ભાષા, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, તકનિકી વિદ્યાઓ, વ્યવહારો, કળા અને રોજગાર

દરેક વિદ્યાર્થી માટે બે કળા અને એક ઉદ્યમ અનિવાર્ય રહેશે. ઉદ્યમ આર્થિક સ્વાવલંબન માટે છે. કળા એટલે ગેય સંગીત, વાદ્ય સંગીત, નાટ્ય, દિગ્દર્શન, ફોટોગ્રાફી, સુશોભન, ચિત્રકામ જેવા વિષયો હશે.

બીજી કળા છે વ્યાયામ, ખેલ-કૂદ, એક આમાંથી પસંદ કરવું પડશે.

ઉદ્યમ માં કાંતણ, વણાટ, માટીકામ, ધાતુકામ લોહારી કામ અને વેલ્ડીંગ, મોચીકામ, સિલાઈકામ, પર્ણ અને રેસા, રંગકામ, સુતારીકામ, વિગેરે જેવા અન્ય ગૃહ ઉદ્યોગો.

શિક્ષણ નો હેતુ એ હોય છે કે, વ્યક્તિ વિચારશીલ, નીતિમાન, સુશીલ, ભદ્ર, સ્વચ્છ, સમાસ્યાઓને સમજી શકનાર, નિડર, દેશપ્રેમી અને સ્વાવલંબી બને.

શિક્ષણ કોણ આપશે?

શિક્ષણ ક્રમશઃ સ્વાવલંબી અને સ્વશિક્ષણ બનશે. એટલે ઉત્તર પ્રાથમિક શિક્ષણના સ્તરથી સ્વશિક્ષણ તબક્કાવાર શરુ થશે. જે ગાઈડ હશે તે જે તે ઉત્તરોત્તર સ્તરે વિષયનો નિષ્ણાત હશે અને ટીચીંગ ટેક્નીકમાં પણ નિષ્ણાત હશે.

ઉદ્યોગો પ્રાથમિક શિક્ષણની જવાબદારી લેશેઃ

જે તે ગામની આસપાસ જે ઉદ્યોગો હશે તે ઉત્તર પ્રાથમિક કક્ષાના શિક્ષણનો આર્થિક અને કંઈક અંશે વહીવટી જવાબદારી ઉપાડશે.

સરકાર દ્વારા નિયમન અને નિયંત્રણ રહેશે. ઉદ્યોગો વિદ્યાર્થીઓ પાસેથી શ્રમ લઈ શકશે. પૂર્વ પ્રાથમિક કક્ષાએ બે કલાકનો શ્રમ લઈ શકશે, અને ઉત્તર પ્રાથમિક કક્ષાએ ચાર કલાક થી વધુ નહીં એવો શ્રમ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકશે. પોતાના ઉદ્યોગને અનુરુપ વધારાનો વિષય શિખવી શકશે. અને જો વિદ્યાર્થી ઈચ્છે તો ઉત્તર પ્રાથમિક કક્ષાએ તે વિદ્યાર્થીઓની નિયૂક્તિ માટે પસંદગી કરી શકશે. વિદ્યાર્થી અને તેના વાલીઓ સાથે મસલત કરી પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક અને વિશ્વવિદ્યાલયના શિક્ષણ માટે શાખાની પસંદગી કરી શકશે.

શિક્ષણ ફી વગરનું અને ભાર વગરનું રહેશે.

જે લોકોને પોતાની શાળાઓ સ્થાપવી હશે તેઓ સ્થાપી શકશે. પણ તેઓ વિદ્યાર્થી પાસેથી ફી વસુલ કરી શકશે નહીં. ચાર કલાકનો શ્રમ લઈ શકશે. આ માટેના નીતિ નિયમો સરકાર બનાવશે.

વિશ્વવિદ્યાલયના શિક્ષણ પછી, સરકાર અને ઉદ્યોગો પોતાને યોગ્ય લાગે તે વિદ્યાર્થીઓને સંશોધનમાં લઈ શકશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ પૂર્વ પ્રાથમિક, ઉત્તર પ્રાથમિક, પૂર્વ માધ્યમિક, ઉત્તર માધ્યમિક, ઉચ્ચ શિક્ષા, ગણિત, કળા, યોગ, વિશ્વનું વર્તન, અહિંસા, અદ્વૈત, ગીતા, ઉદ્યોગ, શ્રમ, વિદ્યાર્થી, ખેલ-કૂદ, શ્રમ

Read Full Post »

%d bloggers like this: