Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિનોબા ભાવે’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત રાખવાનું દે ધનાધન

ભારતમાં લોકશાહીને સુરક્ષિત કોણે રાખી?

ભારતરત્ન

શું આ સળગતી સમસ્યા છે?

“ના જી. આ સળગતી સમસ્યા નથી. અરે સમસ્યા પણ નથી.

“હા પણ કોંગીઓ માટે, જો નહેરુને, આ માટે નહેરુના યોગદાનને, માન્યતા ન આપીએ તો કોંગીઓનો, એકમાત્ર હકારાત્મક મુદ્દો, (ભલે તો વિવાદાસ્પદ હોય) નષ્ટ પામી જાય.

પણ આપણને શો ફેર પડે?

“હા ભાઈ, અમને ફેર પડે કારણ કે અમે કોંગીને મૂળ કોંગ્રેસ માનીએ છીએ. મૂળ કોંગ્રેસ એટલે કે જે કોંગ્રેસે સ્વાતંત્ર્યની ચળવળમાં પોતાની જાતને હોમી દીધી હતી. જવાહર લાલ નહેરુએ પણ કોંગ્રેસની અંદર રહીને પોતાની જાતને હોમી દીધી હતી. ઇન્દિરા, રાજીવ, સોનિયા, રાહુલ, પ્રિયંકા … નહેરુ સાથે પ્રાણીશાસ્ત્ર પ્રમાણે સંબંધિત છે, તેથી કોંગ્રેસ પણ મૂળ કોંગ્રેસ છે. સાધ્યં ઇતિ સિદ્ધમ્‌.

“પણ મૂળ કોંગ્રેસમાં તો બીજા લોકો પણ હતા. અને આ બીજા લોકોએ પણ પોતાની જાતને સ્વાતંત્ર્યની ચળવળમાં હોમી દીધી હતી, તેનું શું? જેમ કે લોહિયા, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજ ગોપાલાચારી, વિનોબા ભાવે … આવા અસંખ્ય મહાનુભાવો છે.

“ અરે ભાઈ …, તેઓ કોંગ્રેસમાંથી નિકળી ગયેલા. તેઓ એ તો પોતાની કોંગ્રેસ સ્થાપેલી… જેમકે કોંગ્રેસ રીયલ, કોંગ્રેસ સંસ્થા … એટલે તેમને નહીં ગણવાના … પછી ભલે તેમણે નહેરુના દાવપેચને કારણે કે વંશવાદને કારણે કે સિદ્ધાંતોને કારણે કોંગ્રેસ છોડી હોય. તેમનું લોકશાહી માટેનું યોગદાન શૂન્ય ગણવાનું અને લોકશાહીને જીવતી રાખવાનું શ્રેય, નહેરુને જ આપવાનું. કારણ કે સત્તા તો તેમની પાસે હતી ને? જે સત્તાના શિર્ષ સ્થાન ઉપર હોય, તેને જ બધા શ્રેય આપવાના અને જે દુષણો/ક્ષતિઓ હોય તે જે તે ખાતાના મંત્રીઓને આપાવાના. હા ભાઈ હા, જમવામાં જગલો અને કૂટાવામાં ભગલો. ખબર નથી તમને? ઇતિ.

 “ભારતમાં લોકશાહી ક્યા કારણોસર સ્થપાઈ અને કયા કારણોસર ચાલુ રહી? શા માટે આપણા પડોશી દેશોમાં લોકશાહી ચાલુ ન રહી શકી? આપણા પાડોશી દેશોમાં ચાલુ ન રહી શકી, અને આપણા દેશમાં ચાલુ રહી, તે માટે આપણે કોને તો શ્રેય આપવું જોઇએ? નહેરુને શા માટે આ શ્રેય ન આપવું?

જો દેશના મૂર્ધન્યો અમુક બારીઓ ખુલ્લી ન રાખે તો ભલે તેઓ કોઈ પણ ઉંમરે પહોંચે તો પણ તેમની માન્યતા ન બદલી શકે.

પૂર્વગ્રહ વાસ્તવમાં છે શું?

ધારો કે આપણને એક કોટડીમાં રાખ્યા છે, કે આપણે જાતે તેમાં ગયા છીએ, અને તેમાં રહીએ છીએ… આપણે અંદર ગયા છીએ એટલે એક બારણું તો હોવું જ જોઇએ… એટલે ત્યાંથી તો પવન અને પ્રકાશ આવે … પવન એટલે બહારનું વાતાવરણ. અને પ્રકાશ એટલે અજવાળું.

આ “કોટાડી”ને તમે એક વૈચારિક કોટડી સમજી લો … આ કોટડીને ગોળાકાર કોટડી સમજી લો.

બારીઓ વિષે શું છે?

બધી બારીઓ વિષે તમે જાણતા નથી, અથવા

ક્યાં ક્યાં બારીઓ છે તે તમે જાણો છો પણ અમુક જ બારીઓ તમારે ખોલવી છે. અથવા,

બીજી બારીઓ તમારે બંધ રાખવી છે.

બારીઓમાંથી માહિતિઓ આવે છે.

દરેક ખૂલ્લી રાખલી બારીમાં તમે ડોકીયું કરી શકો છો અને જે તે બારીમાંથી તમને બહારની ભીન્ન ભીન્ન પરિસ્થિતિનો ક્યાસ તમને મળે છએ અથાવા તો તમે તે ક્યાસ મેળવવા સક્ષમ છો.

હા જી. લોકશાહી ચાલુ રહી તે તો આપણી માનસિક વિકાસની પારાશીશી છે. તો હવે તેનું શ્રેય કોને આપીશું? આ શ્રેય જો તમારે ઓળઘોર કરીને જ કોઈને આપવું હોય તો તમે ગમે તેને આપી શકો છો. રાજિવ ગાંધીને “ભારતરત્ન”નો ખિતાબ આપેલો જ છે ને!

કોંગ્રેસ અને કોંગી એ બેની વચ્ચેનો જે વૈચારિક અને કાર્યશૈલી વચ્ચેનો ભેદ છે તે જેઓ સમજ્યા નથી, કે સમજવા માગતા નથી કે સમજવા માટે તૈયાર નથી તેઓ કોઈપણ રીતે કે રીત વગર આ ચાલુ રહેલી લોકશાહીનો યશ નહેરુને આપવા માગે છે.

આ એક ફરેબી વાત છે.

દેશ, રાષ્ટ્ર, લોકશાહી, જનતંત્ર અને ગુલામી … આ બધી વ્યવસ્થા ભીન્ન ભીન્ન છે.

“દેશ” એ એક રાજકીય વિસ્તાર છે. રાષ્ટ્ર એ એક સાંસ્કૃતિક વિસ્તાર છે.

ભારત દેશ, બ્રીટીશ સામ્રાજ્યમાં હોવા છતાં પણ બ્રીટીશ હિન્દના તાબાના પ્રદેશોમાં ચૂંટણી થતી હતી. તેના જનપ્રતિનિધિઓ હતા. જ્યાં દેશી રાજ્યો હતા ત્યાં દેશી રાજાઓનું રાજ હતું. જોકે અંતિમ નિર્ણય બ્રીટીશ સામ્રાટનો ગણાતો. પણ કાયદાનું રાજ્ય હતું.

તે વખતે મૂર્ધન્યોની માનસિકતા કેવી હતી?

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન” (કવિ દલપત રામ)

પણ આમાં કવિ દલપતરામનો વાંક ન હતો. તેમણે પેશ્વાના રાજને પણ જોએલું. તેમના સમયની અરાજકતા તેમણે અનુભવેલી કે સાંભળેલી. અને તે પછી કાયદાના રાજવાળું બ્રીટીશ શાસન તેમણે અનુભવેલું. ભારત દેશ ગુલામ હોવા છતાં પણ પેશ્વાના રાજ કરતાં વધુ સ્વતંત્ર હતો કારણ કે કાયદાનું રાજ હતું. અન્યાય ઓછો હતો.

વળી ભારત “વસુધૈવ કુટૂંબકમ્‌” ની ભાવના વાળો હતો એટલે પીંઢારા અને પેશ્વાના સુબેદારો ના શાસન કરતાં અંગ્રેજોને સારા ગણતો હતો. સામાન્ય રીતે અંગ્રેજો સારા હતા અને તેઓ કાયદાને માન આપતા હતા. ખામી ફક્ત એ હતી કે કાયદો બદલવાનો હક્ક ભારતીયોને ન હતો અને કાયદો ત્યારે જ બદલાતો જ્યારે બ્રીટીશ ક્રાઉન નો સીક્કો વાગતો. બ્રીટીશ ક્રાઉનનો સીક્કો ત્યારે જ વાગતઓ જ્યારે બ્રીટીશ સંસદ જે તે ઠરાવને મંજૂરી આપતી.

આ એક સુક્ષ્મ ભેદ હતો.

આવા બ્રીટીશ રાજ્ય સામે ભારતની નેતાગીરીને વિદ્રોહ માટે તૈયાર કરવી એ ઘણું અઘરું કામ હતું.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિસ્ફળ જવાના કારણો વિષે, ઘણા નેતાઓએ મનોમંથન અને આત્મ મંથન કર્યું હતું અને કરતા રહ્યા હતા. આ નેતાઓમાં બે પ્રકારના નેતાઓ હતા. એક દેશપ્રેમી અને બીજા રાષ્ટ્રપ્રેમી.

દેશપ્રેમી લોકોમાંના મોટા ભાગના બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સામાન્ય રીતે સંસ્કૃતભાષાના પંડિતો હતા. રાજા રામમોહન રોય, બ્રીટીશ શિક્ષણનું ઉત્પાદન હતા. દયાનંદ સરસ્વતી સંસ્કૃત ભાષાનું ઉત્પાદન હતા.

ભારત રાષ્ટ્રની નેતાગીરી, શાસ્ત્રો ઉપર અને તેમના ગૌરવ ઉપર પ્રચ્છન્ન રીતે આધારિત હતી. ભારતદેશની નેતાગીરી બ્રીટીશ રાજના શિક્ષણ અને કાયદાઓ ઉપર આધારિત હતી. કેટલાક દેશપ્રેમીઓનો ભ્રમ વિવેકાનંદના આવ્યા પછી ભાંગવા માંડ્યો હતો. બાલ ગંગાધર ટીળકનો ભ્રમ તૂટ્યો. રૉલેટ એક્ટ આવ્યા પછી અને જલીયાવાલા બાગની ઘટના પછી ગાંધીજીનો પણ ભ્રમ તૂટી ગયો. આ બંને નેતાઓ ભારતદેશના નેતાઓ હતા. (ભારત રાષ્ટ્રના નહીં). ૧૯૧૬માં ગાંધીજી ભારતમાં આવ્યા અને કાલાંતરે ચંપારણનો સત્યાગ્રહ કર્યો, આ અંતરાલમાં ગાંધીજી “ભારતરાષ્ટ્ર”ના નેતા બની ગયા. ગાંધીજીને ખ્યાલ આવી ગયો કે ભારતદેશ કરતાં ભારતરાષ્ટ્ર વધુ સુસંસ્કૃત છે અને ઉચ્ચ છે. ભારતની સમાજવ્યવસ્થા અંગ્રેજ સરકારની સમાજ વ્યવસ્થા કરતાં વધુ ઉચ્ચ અને વધુ શ્રેય છે. ભારતની જનતા માટે ભારતરાષ્ટ્રની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતની જનતા માટે વધુ ગ્રાહ્ય છે. ગાંધીજીને એ વાતની અનુભૂતિ થઈ કે ભારતમાં વ્યાપ્ત સનાતન ધર્મ વ્યવસ્થાને કારણે જ ભારતમાં સનાતન ધર્મ, સેંકડો આક્રમણો છતાં ટકી રહ્યો. ઈટાલી, ગ્રીસ, ઈજીપ્ત, અને મેક્સીકોની સંસ્કૃતિઓ પણ સુવિકસિત સંસ્કૃતિઓ હતી, પણ તે સંસ્કૃતિઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા દશકાઓમાં વિદેશી આક્રમણોથી પરાજિત થઈ ગઈ હતી અને તેના ધર્મો, સો ટકા નષ્ટ પામી ગયા. બીજી બાજુ ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જુની હોવા છતાં, અને  સૈકાઓ લાંબા વિદેશી આક્રમણોથી પરાજિત થવાં છતાં, પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિ જાળવી રાખી શકી છે. શું આને તમે નહેરુનું યોગદાન ગણશો?

ભારત દેશ કદાચ શહેરોમાં થોડો ઘણો જીવતો હશે. પણ ભારતરાષ્ટ્ર, ગ્રામ્ય ભારતમાં જીવે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ભારતરાષ્ટ્ર શહેરોમાં પણ જીવતું હતું. તે વખતે શહેરોમાં (તાલુકાઓ સહિત) ભારતીય પાઠશાળાઓ હતી. બંગાળમાં જ બ્રીટન કરતાં વધુ પાઠશાળાઓ હતી.

અંગ્રેજોના બે ધ્યેય હતા.

(૧) ભારતને ગરીબ બનાવી દેવો. (૨) જેઓ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાને સ્વિકારે તેને જ નોકરી આપવી.

આ માટે અંગ્રેજોએ કેવા પગલાઓ લીધાં તે આપણે જાણીએ છીએ. એટલે તેને વિષે ચર્ચા નહીં કરીએ.

ગાંધીજી અંગ્રેજોની અમલમાં મુકેલી વ્યવસ્થાને સમજી ગયેલા.

ગાંધીજીએ “સ્વદેશી નો પ્રચાર અને વિદેશી માલનો બહિષ્કાર” ની ચળવળ ચલાવી. જો કે ભલભલા ખેરખાં એવા નેતાઓએ, આ બાબતમાં ગાંધીજીની ટીકા કરેલ. કેટલાકે તો સવિનય કાનૂનભંગની લડતનો પણ વિરોધ કરેલ. આ બધાના નામ આપી શકાય તેમ છે. પણ આપણું ધ્યેય કોઈની ટીકા કરવાનું નથી. તેથી આની ચર્ચા નહીં કરીએ.

ભારત રાષ્ટ્રનો સમાજ એક ખૂલ્લો સમાજ છે.

અંગ્રેજોના શાસનકાળમાં તે થોડોક બંધિયાર થઈ ગયેલ. તેનું કારણ ગરીબી હતી. લાચારી હતી. સાયણાચાર્યે મુસ્લિમ યુગમાં, સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ બ્રીટીશ યુગમાં વેદોની અંદર રહેલા જ્ઞાનને ઉજાગર કર્યું. વિવેકાનન્દ પણ આ જ્ઞાન સામાન્ય કક્ષાની જનતા પાસે લઈ ગયા અને ભારત રાષ્ટ્રનો મહિમા સમજાવ્યો.

ગાંધીજી પણ સમજી ગયા હતા કે વેદોમાં રહેલું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યા વગર સ્વતંત્રતા મળશે નહીં.

ન્યુટન – આઈન્સ્ટાઈન અને પાદરી.મુલ્લાં.સંત – ગાંધીજી

પદાર્થની ગતિમાં ફેરફાર પદાર્થ ઉપર લાગતા બળના પ્રમાણ અને બળની દિશામાં હોય છે. આ ન્યુટનનો નિયમ હતો.

આઇન્સ્ટાઈન નો નિયમ હતો કે પદાર્થની આસપાસ ફીલ્ડ (ક્ષેત્ર) હોય છે. ફિલ્ડને દિશા અને શક્તિ હોય છે. એટલે પદાર્થની ગતિનો ફેરફાર ફીલ્ડ ની શક્તિ અને ફિલ્ડની દિશાને કારણે હોય છે.

આપણે બધા ભૌતિક વિશ્વમાં જ રહીએ છીએ. આપણો વિચાર એ એક ફીલ્ડ છે. આચાર એ ગતિ છે. પાદરી.મુલ્લા.સંતો વ્યક્તિને પકડે છે અને વ્યક્તિના વિચારમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. (જો કે બધા સંતોને આ વાત લાગુ પડતી નથી).

ગાંધીજી વિચારને ફિલ્ડ સમજ્યા અને તેને બળવત્તર કરવા અને અનુભૂતિ કરાવવા તેને અનુરુપ સામુહિક કાર્યક્રમો આપ્યા. એટલે સામુહિક ફિલ્ડની એક શક્તિ ઉત્પન્ન થઈ. દરેક વ્યક્તિને લાગ્યું કે તે સ્વાતંત્ર્યની ચળવળનો એક સૈનિક છે. આમ વ્યક્તિ એક વ્યક્તિ ન રહેતાં એક સમૂહ બની ગયો. આમ સામુહિકરીતે સ્વદેશી પ્રચાર અને સામુહિક રીતે વિદેશી માલનો બહિષ્કાર એ સરકારની સામે એક મોટું શસ્ત્ર બની ગયું.

પ્રાર્થના સભા, પ્રભાતફેરી, સ્વદેશીનો સામુહિક રીતે પ્રચાર, વિદેશી માલના બહિષ્કારના સામુહિક કાર્યક્રમો … આ બધાનો ફાયદો એ થયો કે આમ જનતામાં સંવાદ વધ્યો અને વૈચારિક જાગૃતિ માટેના માધ્યમો ટાંચા હોવા છતાં પણ વૈચારિક જાગૃતિ ઝડપથી આવી અને ઝડપથી પ્રસરી.

કાર્લ માર્ક્સે જો કશું સત્ય કહ્યું હોય તો તે એજ કે સમાજમાં માલનું ઉત્પાદન કેવીરીતે  થાય છે અને માલનું વિતરણ કેવીરીતે થાય છે, આ વ્યવસ્થાઓ  સમાજનું ચારિત્ર્ય ઘડે છે.

ગાંધીજીએ આ નિયમનો પૂરો લાભ લીધો.

રાજસત્તાનું વિકેન્દ્રીકરણ અને જનપ્રતિનિધિત્વની વ્યવસ્થા એ એક રીતે એકબીજાના પર્યાય છે.

લોકશાહીને કોણે જીવતી રાખી?

ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે. ભારતમાં લોકશાહીના મૂળ ઉંડા છે તે ઉજાગર કરવાનું કરવાનું કામ ગાંધીજી કરતા હતા. જો કે આપણા દેશપ્રેમી બધા નેતાઓ અને કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓ આ વાત સમજી શકતા ન હતા. કારણ કે દેશપ્રેમીઓ માનસિક રીતે અંગ્રેજોના અથવા તો પાશ્ચાત્ય સભ્યતાના વૈચારિક ગુલામ હતા, જ્યારે કેટલાક રાષ્ટ્રપ્રેમી નેતાઓમાં માનસિક વિકાસનો અભાવ હતો, એટલે કે તેઓ પોતાની વિચાર શક્તિના અભાવમાં ગાંધીજીના વિરોધી હતા.

લોકશાહીની વ્યાખ્યા શી?

પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું લોકો થકી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકો એટલે શું?

આનો સીધો અર્થ બહુમતિ જ થાય.

આ બહુમતિને બદલવાના ઘણા શસ્ત્રો ઉપલબ્ધ હોય છે. બહુમતિના માનસિક સ્તર પર બહુમતિની કાર્યશૈલી અવલંબે છે.

પુરુષોત્તમ માવળંકરે એવી વ્યાખ્યા કરેલી

“જ્યાં સત્યનો આદર થાય તે લોકશાહી”

પણ સત્ય સમજવા માટે જનતાનું માનસ સક્ષમ હોવું જોઇએ.       

એટલે કે જો જનતા સાક્ષર હોય તો લોકશાહી યોગ્ય છે.

પણ સાક્ષર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ “સાક્ષર”ની વ્યાખ્યા “જે સમસ્યાને જાણે છે અને સમસ્યાને સમજે છે” તે સાક્ષર. એટલે કે જાગૃત નાગરિક.

તો પછી નાગરિકને જાગૃત કોણ કરે?

આ માટે ભારતમાં ઋષિમુનીઓ હતા અને તેમણે શાસ્ત્રો લખેલા. આ શાસ્ત્રોને સમજવાવાળા આચાર્યો હતા. આચાર્યો ઉત્પન્ન કરવા માટે વિદ્યાપીઠો હતી. આ આચાર્યો નિડર હતા.

નિડર એટલે શું?

નારાયણભાઈ દેસાઈએ નિડરની વ્યાખ્યા કરેલ

“ સત્ય (શ્રેય)ની સ્થાપના માટે જે કોઈથી ડરે નહી, અને જેનાથી કોઈ ડરે નહીં તે”.

કૌટીલ્ય, શંકરાચાર્ય, સાયણાચાર્ય, સાતવળેકર, દયાનંદ સરસ્વતી જેવા અનેક આચાર્યો ભારતમાં હતા અને છે. હાલમાં પણ એવા આચાર્યો છે જેઓ વિદ્વાન અને વિચારક છે અને નિષ્કામ રીતે કર્મ કરે છે. તેઓ કોઈ હોદ્દો ભોગવવામાં માનતા ન હતા. ધન અને સંપત્તિના તેઓ દાસ ન હતા.

૧૯૩૩ પછી ગાંધીજીએ ઋષિત્ત્વ ગુણ આત્મસાત કર્યો. તેમણે ધન સંપત્તિનો ત્યાગ તો ઘણા સમય પહેલાં કર્યો હતો. તેમણે પદનો પણ ત્યાગ કર્યો. જેથી તેમના અભિપ્રાય ઉપર મૂક્ત ચર્ચા થઈ શકે.

પણ જો સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ ઋષિ કે આચાર્ય ન હોય અને પોતે ક્રાંતિકારી (એટલે કે સમાજ ઉપર પોતાના મનગઢંત વૈચારિક ફેરફારનું આરોપણ કરનારો ) થઈ જાય તો તે સમાજ માટે ભયજનક બની શકે છે. જેમકે નહેરુ અને ઇન્દિરા ગાંધી કે જેમણે તેમના આચારો દ્વારા દેશના જનમાનસને, નૈતિક રીતે પાયમાલ કર્યું.

નરેન્દ્ર મોદીની માનસિકતા શું છે?

નરેન્દ્ર મોદી હોદ્દો ધરાવે છે … ક્રાંતિકારી વિચારો ધરાવે છે … અને કેટલાક લોકો તેનાથી ડરે પણ છે …

સમાજ જે સ્તર ઉપર છે તેને કારણે નરેન્દ્ર મોદીને સુરક્ષા આપવી આવશ્યક છે.

નરેન્દ્ર મોદી સગાંવ્હાલાં અને મિત્રોને ફાયદો કરી દેવાની વૃત્તિ અને આચાર રાખતો નથી.

તમે સંસ્કૃત શ્લોકને યાદ કરો …

પરદાર પરદ્રવ્ય પરદ્રોહ પરાઙ્ગ મુખઃ

ગંગા બૃતે કદાગત્ય મામયં પાવયિષ્યતિ

 ગંગા કહે છે કે પરસ્ત્રી, બીજાનું ધન અને બીજાએ કરેલું અપમાન એ બધાથી વિરક્ત વ્યક્તિ ક્યારે આવીને મને પવિત્ર કરશે?

બીજાની સ્ત્રી પરત્વે વિરક્તિ રાખવી એ પ્રથમ પાદ છે.

તેનાથી અઘરું કામ બીજાના ધનથી વિરક્ત રહેવું એ દ્વિતીય પાદ છે.

બીજાએ કરેલા અપમાનથી (સ્વાર્થહીન) વિરક્તિ રાખવી તે તૃતીય પાદ છે.

નરેન્દ્ર મોદીએ આ ત્રણેય ગુણો કેળવ્યા છે.

નરેન્દ્ર મોદી તો પરસ્પરની સંમતિથી પોતાની પત્નીથી પણ દૂર રહ્યો છે.   

નરેન્દ્ર મોદીને તેના હોદ્દાની રુએ જે ભેટ સોગાદો મળે છે અને તેના જે વસ્ત્રો છે, તેની તે હરાજી કરી, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે દાનમાં આપી દે છે. બીજાના ધન ઉપર પોતાના માટે  કુદૃષ્ટિ કરવાની તો વાત જ નથી.

અમેરિકાએ તેને વીસા ન આપ્યા. આ વિસા માટેની અરજી આમ તો સરકારી વિસા માટેની અરજી હતી અને ગવર્નમેંટ ઓફ ઈન્ડિયાએ અનુરોધ સાથે મોકલેલી. અને તેનો અનાદર કરવો એ ભારતનું અપમાન હતું. આનાથી પણ વિશેષ ભારતના અપમાનો ૧૯૬૯-૭૧ના અમેરિકાના તત્કાલિન પ્રમુખ નિક્સને કરેલ. પણ તત્કાલિન ભારતીય સરકારે અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખેલ નહીં. આ બધાં એક લોકશાહી વ્યવસ્થાવાળી સરકારે કરેલાં આચારો હતા.

નરેન્દ્ર મોદી ભારતના હિતમાં આ બધાં અપમાનો ગળી જાય છે.

જો કે કેટલાક લોકો અફવા ફેલાવે છે કે મોદી નિક્સનને મળ્યો હતો. કેટલાક આવી વાતોમાં કેવી રીતે આવી જાય છે તે સ્મજાતું નથી.

રીચાર્ડ નિક્સન ૧૯૬૯ થી ૧૯૭૪ સુધી યુએસનો પ્રેસીડેન્ટ હતો. આ નિક્સન ૧૯૧૩માં જન્મ્યો હતો અને ૧૯૯૪માં મરી ગયો હતો. જો મોદી મળ્યો હોય તો તેને ક્યારે મળ્યો તેની ચોખવટ મોદી વિરોધીઓ કરતા નથી. આમ તો સુભાષબાબુ પણ હીટલરને મળ્યા હતા. ગાંધીજી પણ ભારતના ઘોર વિરોધી ચર્ચીલને મળવા માગતા હતા. પણ ચર્ચીલે મળવાની ના પાડી હતી. ગાંધીજી અને સુભાષબાબુ આ બંનેના હેતુ ભારતદેશને નુકશાન કરવાના ન હતા.

નરેન્દ્ર મોદીનો હેતુ પણ ભારતને નુકશાન કરવાનો ન હોઈ શકે. નરેન્દ્ર મોદી તેમને ૧૯૭૫ પછી મળ્યા હોય તો પણ. ૨૦૦૧ સુધી નરેન્દ્ર મોદી એવા કોઈ મહત્ત્વના વ્યક્તિ ન હતા કે યુએસ પ્રમુખ તેમને મળે. સંશોધનનો વિષય છે.

મોદી વિરોધીઓનું કહેવું છે કે બંગ્લાદેશની ચળવળમાં પાકિસ્તાની સેનાએ બંગ્લાદેશમાં ૪૦ લાખ લોકોને મારી નાખેલા અને તેમાં ૩૦ લાખ બંગ્લાભાષી હિન્દુઓ હતા અને ૧૦ લાખ બંગ્લાભાષી મુસલમાનો હતા. નિક્સને આ કતલના સમાચારો દુનિયાથી દબાવેલા.

ભારતમાં જ્યારે લાખોની સંખ્યામાં બંગ્લાદેશી નિર્વાસિતો ઘુસી આવ્યા હોય અને આપણી પ્રધાન મંત્રી કે એના મંત્રીમંડળને કે એની ઈન્ટેલીજન્સ એજન્સીને ખબર ન હોય એટલી હદ સુધી અમેરિકાના નિક્સનની પહોંચ હોય કે તે આવા લાખ્ખોની કતલના સમાચારોને દાયકાઓ નહીં તો વર્ષો સુધી દબાવી રાખી શકે એ વાત માન્યામાં આવી શકે તેવી નથી.

બંગ્લાદેશમાં મુજીબુર રહેમાનનુ શાસન આવ્યા પછી પણ આ નરસંહારની કોઈ તપાસ થઈ શકી નહીં. મુજીબુરને મારીને લશ્કરી શાસન આવી ગયું. ઈન્ટર્નેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલ એક્ટ ૧૯૭૩ બનાવ્યો હતો. પણ ૧૯૭૫માં વિવાદોની વચ્ચે રદ થયો. ૨૦૦૮માં અવામી લીગ સત્તા ઉપર ૨/૩ બહુમતિથી આવી. તેણે તપાસ શરુ કરી અને લગભગ દોઢ હજાર વ્યક્તિઓ ઓળખાઈ અને તેમની ઉપર કાર્યવાહી શરુ થઈ.

અમેરિકામાં કત્લેઆમ થઈ હોય અને તેનું શાસન તેને છૂપાવી શકે તે કદાચ માની લેવાય કારણ કે ૧૯૮૯-૯૦માં હિન્દુઓની કશ્મિરમાં થયેલી કત્લેઆમ અને આતંકને ભારતનીકોંગી અને તેના સમાચાર માધ્યમ સહિતના સાંસ્કૃતિક સાથીઓએ ઠીક ઠીક છૂપાવી હતી.

હવે જો આપણે ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી નેશનલ સીક્યોરીટી એડ્વાઇઝર હોવાને નાતે હેન્રી કીસીંન્જરને વાંકમાં લેવો હોય તો પણ નીક્સન તેના વાંકમાંથી છટકી શકે નહીં. વળી હેન્રી કીસીન્જર ૧૯૭૩માં યુએસનો સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યો. એના નામની “નોબેલ પ્રાઈસ ફોર પીસ” ભલામણ પણ થઈ. તો વાંક તો આખા યુએસનો જ કહેવાય. એટલું જ નહીં આને ઇન્દિરાની વિદેશનીતિની ભયંકર નિસ્ફળતા કહેવાય. ઇન્દિરા, નહેરુ કરતાં તો વધુ મૂર્ખ હતી જ તેને માટે આજ દાખલો પુરતો છે.

 પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞાની આખી દુનિયામાં ખોટ હોય છે. જો મહાપુરુષોમાં આ સ્થિતિ દૃષ્ટિગોચર થાય તો તેને માટે કાંતો કહેવાતા મહાપુરુષોના “અમુક બારીઓ બંધ રાખવાના” પૂર્વગ્રહ જવાબદાર હોય છે અથવા તો તેના રાજકીય કારણો હોય છે. પાશ્ચાત્ય દેશો અને આપણો દેશ એમાં અપવાદ નથી. બીજાઓની વાત જવા દો. 

સૌથી અઘરી વાત પોતાનું અંગત અપમાન દેશ-હિત ખાતર ગળી જવું તે છે, કે જેની ગંગા રાહ જુએ છે.

શિરીષ મોહનલાલ મહાશંકર દવે

https://www.treenetram.wordpress.com

 

Read Full Post »

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૨

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

જેમના તરફ થી આશા હતી, તેમાંના કેટલાકે નિરાશ કર્યા છે, તો કેટલાક માની લીધેલા અસ્તિત્વ માટે પથભ્રષ્ટ થયા હોય તેવું લાગે છે.

આ લોકો કોણ હતા.

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે - ૨

પહેલાં તો આપણે સમજવું જોઇએ કે ગાંધીવાદીઓ કોણ હતા અને કોની પાસે આશા રાખી શકાય.

જો પચાસના દશકાની વાત કરીએ તો ઘણા બધા ગાંધીવાદીઓ કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર હતા.

મોટાભાગનાઓએ તો કોંગ્રેસ છોડી દીધી હતી, અને ગાંધી ચીંધ્યા માર્ગે ગામડાઓમાં અને શહેરોમાં સંસ્થા બનાવી કામ કરતા હતા.

ગાંધીવાદીઓ દેશને બચાવવા પટમાં આવ્યા

સંસ્થાઓ ચલાવતા મોટા ભાગના ગાંધીવાદીઓએ, જ્યારે દેશને નહેરુવીયન કોંગ્રેસની સરમુખત્યારીથી બચાવવાની જરુર પડી ત્યારે પટમાં આવ્યા હતા. તેઓ સૌ વિદ્વાન અને ભણેલા ગણેલા હતા. ગાંધીવાદ વિષે તેમના વિચારો મોટે ભાગે સ્પષ્ટ હતા. નહેરુવીયન કોંગ્રેસને ભાંડ્યા વગર કોઈને આડા આવ્યા વગર, તેઓ ગરીબોનું કામ કરતા હતા કે ગાંધી વિચારધારાને પ્રચારિત કરવાનું કામ કરતા હતા.

કેટલાક કોંગ્રેસમાં રહ્યા. પણ જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તેઓ કોંગ્રેસ (ઓ=સંસ્થા) સાથે રહ્યા. મોરારજી દેસાઈ, કૃષ્ણવદન જોષી, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા ….

વીવી ગીરી જીતી ગયા

જ્યારે ૧૯૭૧માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના ઉમેદવાર વીવી ગીરી જીતી ગયા ત્યારે જશવંત મહેતા, મનુભાઈ શાહ જેવા ઘણા નેતાઓ ઈન્દિરા કોંગ્રેસમાં ભળી ગયા. ૧૯૭૧માં વળી ઇન્દિરા કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતી ગઈ એટલે વધુ લોકો તેની કોંગ્રેસમાં ભળી ગયા. એટલે કોણ ક્યાં છે અને શા માટે છે તે ઇન્દિરા કોંગ્રેસે સ્પષ્ટ કરાવ્યું.

જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે ઢેબરભાઈ અને તેમનું મંત્રીમંડળ ૫૦૦ રુપિયા માસિક વેતન લેતા હતા. કારણ કે આ ગાંધીજીનો આદેશ હતો. બધા જ પ્રધાનોના આવાસ સાદા હતા. તેમને કોઈને સુરક્ષાની જરુર ન હતી. કારણ કે તેઓના કોઈ દુશ્મન ન હતા. ગુંડાગર્દી જેવું કશું હતું નહીં.

૫૦૦ રુપીયાનો પગાર તે સમયે ઓછો ન ગણાય. પણ બીજા બધાનો પગાર એથી પણ ઓછો હતો.

સરકારી નોકરોનો પગાર ૭૦ રુપીયા હતો. હેડ ક્લાર્ક નો ૧૪૦ રુપીયા હતો. ગેઝેટેડ અધિકારી વર્ગ – ૨ નો પગાર ૨૫૦ હતો. વર્ગ -૧ નો ૩૫૦ રુપીયા હતો. જીવરાજ મહેતાએ સરકારી નોકરોના પગાર વધારા માટેની કેન્દ્રની ગ્રાન્ટ પરત કરેલી. જીવરાજ મહેતા નહેરુના માણસ હતા. અને તેમને તેમના કર્મચારીઓના ભોગે પોતાનો વટ પાડવો હતો. સરકારી નોકરોને, સરકારે  એટલો તો પગાર આપવો જ જોઇએ કે તેઓ સુખેથી જીવન જીવી શકે. તે વખતે નૈતિકતાથી જીવતા કર્મચારીઓ માટે મહિનાના છેલ્લા દિવસો મુશ્કેલી ભરેલા જતા હતા.

૬૦ના દશકાથી કે તે પહેલાંથી લાંચરુશ્વત ચાલુ થઈ ગઈ. એન્જીનીઅરીંગ ખાતાઓમાં અને પોલીસમાં તો પહેલેથી જ ભ્રષ્ટાચાર હતો.

ધીમે ધીમે અમુક જનપ્રતિનિધિઓ તેમની સાથે ભાગ રાખવા લાગ્યા. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછો હતો. કોંગ્રેસ તૂટી એટલે આ ભ્રષ્ટાચાર પુરબહારમાં ચાલુ થયો. કેન્દ્રમાં ઇન્દિરા કોંગ્રેસની સરકાર આવી એટલે દાણચોરી અને ગુંડાગર્દી પણ પુરબહારમાં ચાલુ થઈ ગઈ.

ગુજરાતમાં ગાંધીવાદીઓ હતા. ધીમે ધીમે બધા ખસવા લાગ્યા.

આજીવન કોંગ્રેસની સામે લડનારા ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દિરા કોંગ્રેસના વાવટામાં લપેટાઈ પરલોક ગયા. આવું જ હિતેન્દ્ર દેસાઈનું થયું.

કટોકટીમાં કેટલાકે ઇન્દિરા કોંગ્રેસ છોડી પણ જ્યારે કોંગ્રેસ (ઓ) નું વિસર્જન થયું એટલે ઢેબર ભાઈ જેવા પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા. રાજિવ ગાંધી સત્તા ઉપર આવ્યા એટલે કૃષ્ણવદન જોષી જેવા પણ ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયા.

સંસ્થા કોંગ્રેસને પુનર્જિવિત કરવાવાળું કોઈ હતું નહીં.

મોરારજી દેસાઈ પક્ષીય રાજકારણથી નિવૃત્ત થયા હતા.

સીત્તેરના દશકામાં સર્વોદય-પાત્ર, સર્વોદય-સાહિત્ય, લોકસ્વરાજ્ય, શાંતિસેના જેવી સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓમાં એના એજ લોકો દેખાતા હતા પણ તેનું અસ્તિત્વ જરુર હતું. હાલ જોઇએ તો ગાંધીજી સાથે સંપર્કમાં રહેલી કે વિનોબા ભાવે સાથે સંપર્કમાં રહેલી અત્યંત જૂજ વ્યક્તિઓ જીવિત છે. તેમાંની કેટલીક વ્યક્તિઓ પથભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગે છે.

“પથભ્રષ્ટ” એટલે કે વૈચારિક રીતે સમજવું. આ વ્યક્તિઓ આર.એસ.એસ. પરત્વેના ફોબિયામાંથી મૂક્ત થઈ નથી કે થવામાં માનતી નથી, એવું લાગે છે. આ વ્યક્તિઓ નહેરુવીયન કોંગ્રેસની ભાષા પોતાના શબ્દોમાં બોલે છે. આર.એસ.એસ. ના સારાં કામો તેમને દેખાતાં જ નથી.

હવે તમે સરખાવો.

જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૭૭ની ચૂંટણી હારી ગયાં અને એક વર્ષ ચૂપ રહ્યાં. પણ તે પછી તેણી જ્યારે વિનોબા ભાવેના આશ્રમમાં રહેવા ગયાં ત્યારે આજ લોકોએ તેમને “કટોકટી”ના મહા-અપરાધી હોવાં છતાં બિરદાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનું આ પ્રાસંગિક વર્તન કેવળ અને કેવળ રાજકીય સ્ટંટ જેવું જ હતું તો પણ તેમને બિરદાવ્યાં હતાં.

લાખો રુપિયામાં મળતા મીંકકોટને ઠાંગી લેનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. હાજારો માણસોને કારણવગર કારાવાસમાં ગોંધી રાખાનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે. જયપ્રકાશ નારાયણને મરણતોલ ફટકો મારનાર ઇન્દિરા ગાંધીને આ સર્વોદય વાદીઓ બિરદાવી શકે છે.

આ સર્વોદયવાદીઓનું વલણ નરેન્દ્ર મોદી પ્રત્યે કેવું છે?

ઈન્દિરા પરત્વે જે હતું તેનાથી વિરુદ્ધ તેમનું વર્તન નરેન્દ્ર મોદી પરત્વે છે. તેમના કાટલાં નહેરુવીયન કોંગ્રેસ જેવાં છે.

શું નરેન્દ્ર મોદીએ કોઈને કારણ વગર જેલમાં પૂર્યા છે?

શું નરેન્દ્ર મોદીએ કોઈની ઉપર નગ્નતા પૂર્વકનો પ્રતિશોધ લીધો છે કે વિવાદાસ્પદ પણ પ્રતિશોધ લીધો છે?

શું નરેન્દ્ર મોદી ગેરકાયદેસર કાર્યશૈલી થકી વડાપ્રધાન બન્યા છે?

ના જી આવું તો તેમણે કશું કર્યું નથી.

ઓકે. ચાલો… નરેન્દ્ર મોદીએ વિમુદ્રીકરણ કર્યું હતું તો શું તેમણે સર્વોદયવાદીઓને કે દેશને નુકશાન કરવા માટે કરેલું અને અથવા દેશને એથી કરીને નુકશાન થયું છે?

તેવીજ રીતે જીએસટી કર પ્રણાલી (કે જે નહેરુવીયન કોંગ્રેસની પ્રોડક્ટ હતી) તેને મઠારી, સંવાદ કરી અમલમાં મુકી, તેની પાછળ શું નરેન્દ્ર મોદીનો હેતુ, સર્વોદયવાદીઓને કે ગરીબોને કે દેશને નુકશાન કરવાનો હતો અને અથવા દેશને તેથી નુકશાન થયું છે?

ના જી. આવું તો કશું થયું નથી.

ઓ કે. ચાલો.  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સખી મંડળો ચાલુ કર્યાં, બહેનોને આર્થિક રીતે પગભર કરી, આશ્રમશાળાઓ સ્થાપી, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને વિકાસ કર્યો તે શું ગરીબોના અહિતનું કામ હતું?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. ચાલો તો પછી નરેન્દ્ર મોદી, જે, ઘરે ઘરે સંડાસ આપવાની યોજના ચલાવે છે, ઉજ્જ્વલા યોજના ચલાવે છે,  અને દરેકને ૨૦૨૨ સુધીમાં ઘર આપવાની સમય બદ્ધ યોજના કરે છે તે શું ગરીબોને નુકશાન કરશે?

ના જી. આવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી નરેન્દ્ર મોદી સરદાર પટેલને મહત્વ આપે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

ઓ કે. તો પછી, નરેન્દ્ર મોદી જેઓશ્રી, મહાત્મા ગાંધીને મહત્વ આપી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે તમને પસંદ નથી?

ના … ના … એવું તો કેમ કહેવાય?

તો તમે તેમના આ બધા કામોને બિરદાવતા કેમ નથી? શું તમે માખીની જેમ ગંદકી જ શોધો છો? આ બધા સારા કામો ગરીબો માટે મહત્વ ધરાવતા નથી?

તમે આ બધી બાબતોમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની ભાષા કેમ બોલો છો?

સર્વોદય વાદીઓ આનો ઉત્તર આપતા નથી.

સમાચાર માધ્યમોની કક્ષાઃ

ગાંધીજીએ સમાચાર માધ્યમોની ઘણી ટીકા કરી છે. અને સમાચારો  વિષે લખ્યું પણ છે. પણ આજના સપરમે દિવસે, સમાચાર માધ્યમો, ગાંધીજીએ પ્રબોધેલી સમાચાર પત્રોની સ્વતંત્રતા વિષે વાચાળ બનશે, પણ ગાંધીજીએ કહેલ તેમના કર્તવ્યો વિષે મૌન રહેશે.

“સીધા સમાચાર” એટલે શું?

આ વાતથી શું હાલના સમાચાર માધ્ય્મઓ અજ્ઞાત છે?

કેટલાક સમયથી બાળકો ઉપરના દુઃષ્કર્મોને લગતા સમાચારોનો રાફડો ફાટ્યો છે. આમાંના મોટા ભાગના તો ખોટા જ હશે અને અથવા વિવાદાસ્પદ જ હશે. પણ સમાચાર પત્રોના ખેરખાંઓને અક્કલ નથી કે બાળમાનસ ઉપર તેની કેવી અસર પડે છે.

પહેલાં શુક્રવારના છાપાંમાં એક પાનું ફિલમને લગતું આવતું. આજે રોજ એક કે વધારે પાના ફિલમને લગતાં હોય છે. અને શુક્રવારે તો ચાર કે વધુ પાનાની પૂર્તિ આવે છે. હિરાભાઈ અને હિરીબેનના અઘ્યા-પાદ્યાના સમાચારોથી આ પાનાઓ ભરાય છે.

“ભૂમિ-પુત્ર” એ સર્વોદયવાદીઓનું મુખપત્ર છે. તે જ્યારથી મોદી રાજકારણમાં આવ્યા છે ત્યારથી એકાંગી પ્રતિભાવો આપતું થઈ ગયું છે. મેં તો તેને છેલ્લા એક વરસથી વાંચવું બંધ કરી દીધું છે. અમારા જેવાને લાગતું નથી કે તે ગાંધીવિચારને પચાવી શક્યું હોય. જો ભૂમિ-પુત્રે તેની વિશ્વસનીયતા ગુમાવી હોય તો ગુ.સ. કે ડીબી વિષે તો કહેવું જ શું?

કટારીયા લેખકોએ સમજવું જોઇએ કે તમારા અસ્તિત્વનો જનતાને અહેસાસ થાય તે મહત્વનું નથી. જનતાની પ્રમાણભાનની પ્રજ્ઞા, સંદર્ભની પ્રજ્ઞા અને પ્રાથમિકતાની પ્રજ્ઞા વિકશે તે મહત્વનું છે. જે લેખકોને લાગુ પડે છે તે જ રાજકીય નેતાઓને લાગુ પડે છે ખાસ કરીને રા.ગા. તેની મમ્મી, અને તેના ઉપાસકોને ખાસ લાગુ પડે છે.

તો પછી ગાંધી-વિચાર ધારાનું શું થશે?

ગાંધીજી એક ઐતિહાસિક પાત્ર માત્ર બની જશે. ગાંધી વિચારધારા, એક શૈક્ષણિક વિષય માત્ર બની રહેશે. સિવાય કે એક મહાયુદ્ધ થાય. બધું તહસ નહસ થઈ જાય. અને સમાજને નવેસરથી બનાવવો પડે, અને તે સમયે જો ગાંધી-સાહિત્ય ઉપલબ્ધ હશે તો કામ આવશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અતિ-રમણિયે કાવ્યે પિશુનોઽન્વેષયતિ દુષણાન્યેવ

અતિ-રમણીયે વપુષિ ક્ષણમેવ હિ મક્ષિકા નિકટે

અર્થઃ અતિ સુંદર શરીરમાં, માખી, ક્ષણમાં જ “ઘા”ને શોધી લે છે,

તેવી જ રીતે નિંદાખોર લોકો અત્યંત સુંદર કાવ્યમાં ભૂલો શોધે છે.

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ ….  ()

એક વહાણના મુસાફરો એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. સ્થળને તમે હેતુ કહી શકો.

બાવાઓ બધા ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.

પણ બાવાઓ કહેવા કોને?

priests 01

બાવાની વ્યાખ્યા શું?

() જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?

ના જી.

વાખ્યા નહીં ચાલે.

() તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.

ના જી. વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.

જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. ગાદી વંશ પરંપરાગત હોય છે. બધાઓને પણ બાવાઓ કહેવા પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ   મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.

() તો પછી જે  બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?

ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા બનાવી શકીએ.

() શિખામણ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?

જો કે વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.

આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ વર્તવું બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણેફોર્સ ટુ પોઈન્ટ” (બિન્દુગામી બળહોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કેફોર્સ ટુ પોઈન્ટઅનેફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.

સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.

ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.

હા પણ …  બાવાઓ કોણ?

જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી બનેલું જણાશે.

અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો હોય છે. એટલે રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”

શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.

() જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.

પણ પરમાર્થ એટલે શું?

જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ  પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.

દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા હોય છે.

હવે જો આમ હોય તો પોલીટીશ્યનો પણ બાવા ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવાજતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.

એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું

ચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”

શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યુંબાવાજી !! કોઈ ઉપદેશ ….!!”

બાવાજી બોલ્યાઉપદેશબુપદેશ દેના હમારા કોઈ કામ નહીંહમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના

મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું કહી શકાય.

પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.

પરિભાષાની મુસીબત તો ઉભી છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?

() વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.

પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ બ્રહ્મ વિદ્યા એટલે શું?

વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.

જો કે આપણે વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.

વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા  ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.

મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કેએકમ્હિ સત્‌ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.

તો શું આપણે બાવાઓની વ્યાખ્યા રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો રે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે  જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?

અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો … 

અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય? 

બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

યસ. વાખ્યા બરાબર છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ

વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૨

નરેન્દ્ર મોદી વિષે શું છે?

નરેન્દ્ર મોદી વિષે આવું કશું નથી. અને જે વિવાદસ્પદ વાતો છે તેને પણ જો લક્ષ્યમાં લેવામાં આવે તો તેની સંખ્યાત્મક સરખામણી થઈ શકે તેમ નથી. વળી જુઓ, નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ગરીબ કુટુંબમાંથી આગળ આવેલી છે. નરેન્દ્ર મોદીને તેની માતાએ લોકોના ઘરના કામ કરીને ભણાવેલ છે. નરેન્દ્ર મોદી ખાલી ખીસ્સે ઘરનો ત્યાગ કરીને નિકળી પડેલ. તે સમાજના દરેક નિમ્નાતિનિમ્ન કક્ષાના જીવનમાંથી પસાર થયેલ છે. ખાલી ખીસ્સે હિમાલયમાં વર્ષો સુધી ભટકેલ છે. નરેન્દ્ર મોદી જગતને અને તેના લોકોને વધુસારી રીતે જાણે છે. તે લેખક અને કવિ પણ છે. બહુશ્રુત છે અને વાચનનો શોખિન છે. “વાંચે ગુજરાત”ના કાર્યક્રમમાં તેણે ગાધીજીનું “મારા સ્વપ્નનું ભારત” એક વધુ વાર વાચ્યું છે. આવી એક વ્યક્તિ, જે વિકાસના મુદ્દા ઉપર મત માગીને બંધારણીય પ્રક્રિયા દ્વારા સતત ચૂંટાઈ આવે છે. નરેન્દ્ર મોદીનો કોઈ એવો સરમુખત્યારીનો ટ્રેક રેકોર્ડ નથી. આ અને આવા નરેન્દ્ર મોદીને તમે લોકસભાની ચૂંટણીમાં દેશને માટે ખતરનાક ગણો છો? આ તે કેવી તમારી વિડંબણા કે તર્કહીન, પ્રમાણભાન હીનતા અને આત્મવંચના છે?

તમે ૨૦૦૨ને ભૂલવા માગતા નથી.

તમે ૨૦૦૨ ના દંગાઓને એટલે કે મુસ્લિમોની થયેલી જાન હાનિને ભૂલવા માગતા નથી એવું બતાવીને તમે તમારી કહેવાતી અસંવેદનશીલતાનું પ્રદર્શન કરવામાં માનો છો. તમે એ પણ ચર્ચા કરી કે તમારા કહેવા પ્રમાણે સમાચાર માધ્યમો ૨૦૦૨ના દંગાને ભુલી જવાનું કહે છે.  આ દંગાઓમાં તો હિન્દુ અને મુસ્લિમ બંને મરાયેલા. પણ ૧૯૮૪ની કત્લેઆમમાં તો નિર્દોષ શિખ લોકો એકલા જ અને તે પણ હજારોની સંખ્યામાં કતલ કરાયેલા. ૧૯૯૦-૯૧ની કત્લેઆમમાં તો કાશ્મિરી હિન્દુ એકલા જ હજારોની સંખ્યામાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને પાંચ લાખને ખદેડી મુક્યા તે આજ પર્યંત નિરાધાર છે.

વદતો વ્યાઘાત

૧૯૬૯, ૧૯૮૩, ૧૦૮૪, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮ જેવા અનેક પ્રકરણો ભારતમાં બન્યા છે. આની તો તમે કોઈ વાત પણ કરતા નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્ર મોદીને રોકવાની વાત કરો છો. આ તો વદતો વ્યાઘાત નું જ ઉત્તમ ઉદાહરણ તમે પુરું પાડો છો. તમારા ઉપર કોણ વિશ્વાસ કરશે?

શું નરેન્દ્ર મોદી તમારું એકમાત્ર ભક્ષ્ય છે?

આમ તો દેશમાં અનેક નેતાઓ છે અને તેઓ સઘળા પોતાની જાતે જ અને તેમના હિતેચ્છુઓ દ્વારા પોતે વડાપ્રધાન પદ માટે યોગ્ય છે, શક્યતા વાળા છે  અને તૈયાર છે એવું જાણવા મળતું રહ્યું છે. આમાં સમાચાર માધ્યમોએ નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેર્યું. નરેન્દ્ર મોદી જનતામાં સૌથી વધુ લોકપ્રિય છે તેવું હવે તેમના વિરોધીઓ અને દુશ્મનો પણ સ્વિકારતા થયા છે. નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદ માટે મંજુર કરાવવા માટે જે કંઈ થયું તે સૌ કોઈએ એટલે કે મોદી-વિરોધીઓએ પોત પોતાની આદતો અને માનસિકતા પ્રમાણે જોયું. નરેન્દ્ર મોદીના વિરોધીઓએ આ બાબતને નરેન્દ્ર મોદી વિષે વધુ નવા વિશેષણો બનાવવાનો મોકો બનાવ્યો છે. આમ તો મોટા ભાગના પક્ષ એક જ નેતાની જાગીર જેવા છે. લોકશાહી પક્ષ માટે આ અનુરુપ ન કહેવાય. બીજેપી આમાંથી બકાત છે.

વિદેશોમાં પક્ષના નેતાની સભ્યોદ્વારા ચૂંટણી થાય છે. ત્યાંના રાજકીય વિશ્લેષકો આ વાતને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ માને છે. પણ ભારતમાં એક વંશીય શાસન, આપણા કોંગીનેતાઓ, તેમના સહયોગીઓ અને રાજકારણીય વિશ્લેષકોને ફક્ત ગોઠી ગયું છે એટલું જ નહીં, પણ હૃદયમાં સોંસરવું ઉતરી ગયું છે, તેથી જો કોઇ બીજેપી જેવા પક્ષમાં નેતાની પસંદગી થાય તો આ બધા મહાનુભાવોના મગજ ક્ષુબ્ધ થઈ જાય છે. તેમને પોતાની આ મનોસ્થિતિમાટે શરમ પણ આવતી નથી.

ઘીના ઠામમાં ઘી પડ્યું. તમારા પેટમાં શાને ઉકળતું તેલ?

દરેક પક્ષને આમ તો પોતાનું બંધારણ હોય છે. પણ દરેક પક્ષને પોતાના બનવા માટે અલગ અલગ કારણ હોય છે. ભારતના કેટલાક નેતાઓમાં અહંકાર વૃત્તિ અને સ્વકેન્દીપણું કંઈક વધુ  હોવાના કારણે આવા કંઈક નેતાઓએ પોતાના પક્ષો બનાવ્યા છે. આવા પક્ષોમાં ઈન્દીરા ગાંધીનો કોંગી યાને કોંગ (ઈ), મુલાયમનો સ.પા., મમતાનો ટીએમસી, લાલુપ્રસાદનો આરજેડી, વિગેરે અનેક પક્ષો આવે છે. તે સૌનું પોત છે. આ બધા સૌ નેતાની ચૂંટણીનું નાટક કરે છે. નાટકેય કર્યા વગર અને ચર્ચા વાદવિવાદ કર્યા વગર નેતાનો ઠરાવ પાસ કરી દે છે. જો આપણે પક્ષીય રાજકારણમાં માનતા હોઈએ તો પક્ષની આંતરિક બાબતમાં વ્યક્તિગત બાબતોમાં આપણે આપણી ચાંચુડી ખોસવી જોઇએ નહીં. પક્ષને તેના પોત પ્રમાણે મૂલવવો જોઇએ. વ્યક્તિ મોટી છે કે પક્ષ તે તો પક્ષ પોતે જ તેની પ્રક્રિયાઓ દ્વારા કહેશે. અન્યોએ તેમાં આધારહીન ધારણાઓ કરવાની જરુર નથી. ધારણાઓથી કોઈને ગુનેગાર ઠેરવી ન શકાય.

દેશમાં વડાપ્રધાનનું પદ એક છે.

અનેક નેતાઓમાંથી એકની પસંદગી થાય છે. બાકીના અનેક બાકી રહી જાય છે. બીજેપીએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી. આ જે વ્યક્તિ પસંદ થઈ તે તમને પસંદ નથી માટે તેને સરમુખત્યાર, અષ્ટકુટ, દુરાચારી, વિગેરે જે કોઈ વિશેષણો હાથવગા થાય તે બધા જ વિશેષણોથી તે વ્યક્તિને ભૂષિત કરી દો છો તેથી તમને કદાચ આત્મતુષ્ટિ મળતી હશે પણ તમારો આ વાણીવિલાસ જનતાને વરવો લાગે છે.

શેઠની શિખામણ ઝાંપા સુધી.

પક્ષના નેતાની પસંદગી એ પણ એક જાતની ચૂંટણી છે. “ચૂંટણી એક પર્વ છે”. આમ વિનોબા ભાવેએ કહ્યું છે. પણ આપણા આ વિનોબા ભાવેના અનુયાયીઓ “શેઠની શિખામણ ઝાંપા સુધી” એમ માને છે. બીજેપી તેના નેતાને પોતાની પ્રક્રિયા દ્વારા પસંદ કરે છે. તેમાં જનમત પણ એક પરિબળ છે. વાસ્તવમાં તો જનાધારને જ મુખ્ય પરિબળ ગણવું જોઈએ. પણ તમો જોકે પોતાને ગાંધીવાદી માનો છો, જનાધારની વાતને અગમ્ય કારણસર નજર અંદાજ કરે છો. તમે તો એવી તારવણીઓ કાઢો છો કે મોદીએ બીજાને પછાડી દીધા. મોદી સત્તા લાલચુ છે. મોદી પોતાને પક્ષ કરતાં મહાન માને છે. મોદી સરમુખત્યાર છે. પણ તમે જાણો છો કે આવી વાતો તો દરેક નેતા કે જે જીતતો હોય તેને માટે કરી શકાય.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના વક્તાઓએ નરેન્દ્ર મોદીના ઉચ્ચારણોને કેવી રીતે જોયા?

ભારતનું સ્વપ્નઃ

મહાત્મા ગાંધીએ ભારત માટે એક સ્વપ્ન જોયેલું. આદર્શ સમાજ કેવો હોય તે માટે તેમની એક વિચાર ધારા હતી. તેના આધાર ઉપર તેમણે એક પુસ્તક લખેલું. તે પુસ્તકનું નામ હતું “મારા સ્વપ્નનું ભારત”. મોટા ભાગે દરેક દેશવાસીનું પોતાનો દેશ કેવો હોવો જોઇએ તે માટેનું એક સ્વપ્ન હોય છે. સ્વપ્ન સેવવું તે દરેકનો અધિકાર છે. નરેન્દ્ર મોદીનો પણ અધિકાર છે.

હવે તમને જો એમ લાગ્યું કે નરેન્દ્ર મોદીની ફલાણી વાત બરાબર નથી તો તમે તે વાત પુરતી ચર્ચા કરો. તમે તે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે કરો કે જનતા સાથે કરો. પણ તમે એવું તો તારવી જ કેવી રીતે શકો કે “નરેન્દ્ર મોદી એટલે ઈન્ડીયા અને ઈન્ડીયા એટલે નરેન્દ્ર મોદી” એમ નરેન્દ્ર મોદી માને છે? નરેન્દ્ર મોદીની એક વેબસાઈટ છે. તે દ્વારા તમે તેની સાથે ચર્ચા કરી શકો છો. તમે તેની મુલાકાત પણ માગી શકો છો. મહાત્મા ગાંધી સંવાદમાં માનતા હતા. તમે કેમ વિસંવાદ કરો છો?

વોટ ફોર ઈન્ડીયાઃ

નરેન્દ્ર મોદીએ ભારતની સમસ્યાઓ વર્ણવી. આ સમસ્યાઓને નહેરુવીયન કોંગ્રેસ તેના નિરપેક્ષ અને  અબાધિત ૪૫ વર્ષના શાસન ૧૧ વર્ષના ગઠબંધન શાસન પછી પણ સુલઝાવી શક્યા નથી. જોકે આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ પોતે અરબોપતિ થઈ ગયા છે. પણ દેશની ૬૬ ટકા જનતા કે તેથી વધુ જનતા, ગરીબી રેખાની નીચે છે. ૬૦ વર્ષના શાસનને અંતે નહેરુવીયન કોંગ્રેસ “મનરેગા” લાવે અને પોતાની પીઠ થપથપાવે અને તમે તાલીઓ પાડો એ તમને શોભતું નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓ દેશની આગવી પ્રાચીન વિશેષતા અને દેશનું ગૌરવ સ્થાપી શક્યા નથી. એટલું જ નહી પણ તેમણે બાહ્ય અને આંતરિક અનેક નવી સમસ્યાઓ જાણ્યે અને અજાણ્યે ઉત્પન્ન કરી છે. નરેન્દ્ર મોદીએ હાકલ કરી કે હવે ધીરજ ધરીને નહેરુવીયન કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવો તે દેશના હિત માટે યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે આ સમસ્યાઓ રહિત દેશ કરવા માટે તમે મત આપો. “તમે નહેરુવીયન કોંગ્રેસને ૬૦ વર્ષ આપ્યા મને ૬૦ માસ આપો” આમાં ખોટું શું છે?

નરેન્દ્ર મોદી અજ્ઞાની છે.

તમે નરેન્દ્ર મોદીને ઈતિહાસનું જ્ઞાન પણ નથી એવું કહ્યું. નરેન્દ્ર મોદીએ એક યુવતિની જાસુસી કરાવી. આ કહ્યું ખરું પણ ફોડ ન પાડ્યો. જો ફોડ પાડ્યો હોત તો તમે જનતાની નજરમાં કમસે કમ યુવતીની બાબતમાં તો ફુસ થઈ જાત. કોઈએ કશું ટેપ કર્યું અને રેકોર્ડ કરીને બહાર પાડ્યું. પણ બધું બભમ બભમ છે. તમે જુઓ, ઉંડા ઉતરો, સમજો અને પછી બોલો તો તમને શોભે.

ચંદ્રગુપ્ત

 ચન્દ્ર ગુપ્ત

નરેન્દ્ર મોદીના ઇતિહાસના જ્ઞાનમાં કશી કચાશ નથી. કાંતો તમે તેના વિરોધીઓએ પોતાના ઇતિહાસના અર્ધદગ્ધ જ્ઞાન થી મોદીની વાતનો ખોટો અર્થ કર્યો છે, કાંતો તમે તેના સાથી છો અથવા તમે પણ ઇતિહાસનું તે વાત વિષેનું જ્ઞાન ધરાવતા નથી. નરેન્દ્ર મોદીએ કહેલ કે પટણા આવવાથી તેને ચંદ્રગુપ્ત યાદ આવે છે. તક્ષશીલા યાદ આવે છે. નાલંદા યાદ આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય). એમ બે ચંદ્ર ગુપ્ત થઈ ગયા છે. ચંદ્રગુપ્ત મૌર્યે વિશ્વ વિજયી ગ્રીકોને હરાવેલ. ચંદ્રગુપ્ત બીજાએ વિશ્વ વિજયી હુણ અને શક આદિ લોકોને હરાવેલ. તે બંને ના વખતમાં તક્ષશીલાને પેલે પાર સુધી તેમનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આ બંને રાજાઓ ના સામ્રાજ્યમાં બિહાર હતું. એટલે જો નરેન્દ્ર મોદી કે કોઈ પણ પટણા જાય તો તેને મગધ સામ્રાજ્ય યાદ આવે અને કેળવણીના કેન્દ્રો તક્ષશીલા અને નાલંદા પણ યાદ આવે જ.

ગંગા

મુસ્લિમો ભારતના થઈને જ રહેલા. તેઓ ભારતને પોતાનો દેશ માનીને રહેલા. શેરશાહ, કુતબુદ્દીન અને મોગલરાજાઓએ ભારતને જ પોતાનો દેશ માન્યો હતો. તેઓએ સદીઓ સુધી ભારતની રક્ષા કરી છે. જેઓ ગંગા સુધી આવ્યા તેઓ ગંગાને ઓળંગી ન શક્યા પણ સાંસ્કૃતિક રીતે ગંગાના જ થઈને રહ્યા. એટલે કે ગંગામાં ડુબી ગયા. આ એક મુસ્લિમ કવિના કાવ્યનો લક્ષ્યાર્થ છે. જો તમે  સેક્યુલર હોવાનો દાવો કરતા હો છતાં પણ આ વાત સમજી ન શકો તો તેમાં નરેન્દ્ર મોદીનો શો વાંક?

નરેન્દ્ર મોદી કંઈ પણ કરે તેને વિકૃત રીતે જોવું

નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર કર્યું એટલે ઘણા નહેરુવીયન કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયેલું, અને તે બાબતમાં તેમણે વિતંડાવાદ કરે લો. તેવું જ સરદાર પટેલના બાવલા બાબતમાં થયું છે.

ગુજરાતમાં મોરારજી દેસાઈએ ગાંધીજી અને સરદાર પટેલ માટે જે કર્યું તે થયું. તે પછી નહેરુવીયન કોંગ્રેસ દ્વારા કશું થયું નથી.  નહેરુવીયન કોંગ્રેસના કાર્યાલયના મકાનનું નામ “રાજીવ ભવન છે”. આ તો તમને ખબર જ હશે. નહેરુવીયન કોંગ્રેસ માટે તો ગુજરાતમાં કોઈ નેતા છે જ નહીં અને હતા પણ નહીં. નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજી માટે કે સરદાર પટેલ માટે કશું કરેલ નથી.

જે નહેરુવીયન કોંગ્રેસે ગાંધીજીના સિદ્ધાંતો નેવે મુક્યા અને દારુની રેલમછેલ કરી તો તમે એટલે કે કેટલાક જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેઓ મૌન રહ્યા. પણ નરેન્દ્ર મોદીએ ગાંધીમંદિર બનાવ્યું તો તેમને વાંધો પડ્યો.

અરે ભાઈ, ગાંધીજી ઉપર તો આખા વિશ્વનો અધિકાર છે. એટલે “મંદિર” શબ્દ ઉપર વાંધો ઉઠાવશો તો તે વિતંડાવાદ જ કહેવાશે. જો કે આ વાંધો ગુજરાત વિદ્યાપીઠના એક ગાંધીવાદી ભાઈશ્રીએ ઉઠાવેલ.

ગાંધીજી ઉપર કે સરદાર પટેલ ઉપર દેશ આખાનો હક્ક છે. નહેરુએ અને નહેરુવીયન કોંગ્રેસે, સરદાર પટેલને કેવી રીતે નવાજ્યા છે તે વિષે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે.

ધારોકે નરેન્દ્ર મોદી કોમવાદી હોય તો પણ નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને વખાણ્યા એટલે તમે કેવીરીતે માની લીધું કે સરદાર પટેલ હિન્દુવાદી હતા. નહેરુ માંસાહારી હતા. નહેરુ જો ગાંધીજીના વખાણ કરે અને વારે વારે તેમનું નામ લે તો શું ગાંધીજી માંસાહારી થઈ જશે? માનસિક વિકૃતિની આ હદ લાગે છે. ગધુભાઈને પણ તાવ આવે તેવી વાત છે આ તો. 

નરેન્દ્ર મોદી બધી સીવીલ સોસાઈટીઓને બંધ પાડી રહ્યો છે.

એ બહુ જાણીતી વાત છે કે ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦માં સત્તા ઉપર આવતાંની સાથે જ ગાંધીવાદી સંસ્થાઓ ઉપર ભંડોળના હિસાબની તપાસના આદેશો આપી દીધેલ. તમે જુઓ છો કે નહેરુવીયન કોંગ્રેસે અન્ના આંદોલન અને બાબારામદેવના આંદોલનના પ્રત્યાઘાત રુપે બંન્નેની સંસ્થાઓ ઉપર તપાસ જારી કરેલી છે. અત્યારે સાર્વત્રિક રુપે ઈન્કમટેક્ક્ષવાળા દરોડા પાડી રહ્યા છે. તમે આમાંનું કોઈ મુહૂર્ત કે એવું કંઈ જુઓ છો? નરેન્દ્ર મોદીની બાબતમાં તમે કશો ફોડ પાડ્યો નથી. બભમ બભમ આક્ષેપો કરવા એ જેઓ પોતાને ગાંધીવાદી માને છે તેમને શોભતું નથી.

ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય શું?

નરેન્દ્ર મોદીની બુરાઈ કરવામાં દૃષ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સમાચાર માધ્યમો એક બીજાની સ્પર્ધા કરે છે. એટલે જો તમે એમ કહેશો કે નરેન્દ્ર મોદીને આ બધા સમાચાર માધ્યમો ગ્લોરીફાય કરે છે તો કોઈ તમારી વાત માનશે નહીં. નરેન્દ્ર મોદી તો મોતનો સોદાગર, ગોડસે, કાકીડો, દેડકો, આતંકી, કસાઈ, ગુનાખોર, નીચ, વિગેરે અવનવા વિશેષણોથી નહેરુવીયન કોંગી નેતાઓ અને સમાચાર માધ્યમોના વિશ્લેષકોથી નવાજાય છે. એમાં વળી તમારો ઉમેરો થયો છે. નરેન્દ્ર મોદીને ફોઈબાઓ ઘણી લાગે છે. ફોઈબાઓ તો પ્રેમથી નામ પાડે છે. પણ આ ફોઈબાઓ તો દ્વેષને કારણે તિરસ્કારથી નામ પાડે છે. ફોઈબાને મુછો હોય તો કાકા જ ન કહેવાય?

આશ્ચર્ય એ વાતનું છે કે સામ્યવાદી પક્ષ પણ તમારી સાથે સામેલ છે. હોય જ ને. નહેરુવીયન કોંગ્રેસીઓને તો કોમવાદી એવા મુસ્લિમલીગ સાથે બેસવામાં પણ નહેરુના જમાનાથી ક્યાં છોછ હતો? આ સામ્યવાદીઓ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ચીની સેનાને મુક્તિ સેના તરીકે આવકારવા કલકત્તાની શેરીઓ ઉપર ઉતરી આવ્યા હતા. તમે એટલા તો અબુધ નથી કે તમે એ નથી જાણતા કે સામ્યવાદીઓ દેશના સીમાડાને માનતા નથી.

મને લાગે છે કે તમે મહાત્મા ગાંધીના અને વિનોબા ભાવેના આત્માને હણી નાખ્યો છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, ગરીબ કુટુંબ, હિમાલય, ખાલીખીસ્સે, કવિ, લેખક, વાંચે ગુજરાત, સ્વપ્નનું ભારત, વિકાસ, મુદ્દો, સરમુખત્યાર, ટ્રેકરેકોર્ડ, લોકશાહી પ્રક્રિયા, વિડંબણા, ૨૦૦૨, ૧૯૬૯, ૧૯૮૩, ૧૯૯૦-૯૧, ૧૯૯૩, ૨૦૦૮, હિન્દુ, મુસ્લિમ, કત્લેઆમ, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, વિનોબા ભાવે, શેઠની શિખામણ, જનાધાર, સરદાર પટેલ, ગાંધી, મંદિર, બાવલું, મનરેગા, વોટ ફોર ઈન્દીયા, ૬૦ વર્ષ, ૬૦ માસ, ચંદ્રગુપ્ત, ગ્રીક, શક, સામ્રાજ્ય, તક્ષશીલા, નાલંદા, બિહાર, પટણા, ગંગા, સેક્યુલર, વિકૃત, નહેરુ માંસાહારી, ફોઈબાઓ

“ચોક્ખું ઘી અને હાથી” પણ વાંચો

Read Full Post »

%d bloggers like this: