Feeds:
Posts
Comments

Posts Tagged ‘વિશ્વ’

કહેવાતું ગાંધીવાદી મુખ પત્ર કયે માર્ગે?

આધ્યાત્મ, લોક નીતિ, લોક વિજ્ઞાન, લોક આંદોલન, પર્યાવરણ જાગૃતિ, માનવ અધિકાર, વૈશ્વિક પ્રવાહોનું આકલન અને અહિંસક સમાજના સર્જનની દિશાઓ ખોજતું પાક્ષિક એટલે ભૂમિપુત્ર. બધાંનું સંક્ષિપ્ત એટલે ભૂદાનમૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર એટલે ભૂમિપુત્ર.

SELF CERFIED GANDHIAN

બધી પરિભાષાભૂમિપુત્રેતેના પ્રથમ પાના ઉપર લખી છે.

ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા શી?

વિશ્વ કેવીરીતે વર્તે છે, વિશ્વમાં પ્રવર્તનમાન પરિબળો ક્યા છે અને તે પરિબળોના નિયમો શું છે બધું સમજવા માટેના પ્રયત્નો સેંકડો કે હજારો વર્ષોથી સુજ્ઞજનો કરતા આવ્યા છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનને સ્ફુરેલુ કે વિશ્વ ઘણા બધા સંકિર્ણ પદાર્થોનું અને ઘણા બધા બળ (કે ક્ષેત્રોનું) બનેલું હોઈ શકે. આઈન્સ્ટાઈ એક એવા સમીકરણની ખોજમાં રહેલ કે જે દ્વારા બધા બળોને (ક્ષેત્રોને) સાંકળી શકાય. માન્યતાનેયુનીફાઈડ થીએરી ઓફ ફીલ્ડનામ આપેલ. માટેનું સમીકરણ તો રામાનુજમે ઓગણીસમી સદીના અંતની આસપાસ શોધી કાઢેલ પણ કોઈના ખ્યાલમાં આવેલ. વીસમી સદીના અંતમાં સ્ટીફન હોકીંગના ખ્યાલમાં વાત આવી. જો કે વાત બહુ લાંબી છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ.

આપણને વિશ્વને સમજવામાં સરળતા રહે એટલે આપણે વિશ્વને સમજવાના ક્ષેત્રોનુ વિભાગીકરણ કર્યું. ભૌતિકશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. પૃથ્વી ઉપરના સજીવો એટલે કે માણસો, બીજા પ્રાણીઓ, વનસ્પતિઓ અને પૃથ્વી સાથેના તેમના સંબંધોને સુખમય બનાવવા માટેનું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. આમાં વળી પેટાવિભાગો પડ્યા જે વિભાગોની રેખાઓ ક્યાંથી શરુથાય છે અને ક્યાં પૂરી થાય છે તે કોઈને ખબર નથી.

ગાંધીજીએ આને સમજવા માટે એક સ્વસ્થ સમાજ કેવીરીતે સ્થાપવો કે જેથી સૌ કોઈ સુખી રહી શકે. જેમ ભૌતિક શાસ્ત્રમાં સાપેક્ષવાદ છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસક સમાજ છે. જો ટૂંકમાં સમજવું હોય તો સર્વોદયનો ખ્યાલ અહિંસક સમાજની રચના માટેનો છે.

જેમ ભૌતિકશાસ્ત્રમાં પરિબળોના એકમો સાપેક્ષ હોય છે અને તેની દીશા હોય છે. તેમ સમાજશાસ્ત્રમાં અહિંસા પણ સાપેક્ષ છે. અને તમારા કદમ કઈ દીશામાં છે તે સમજવું જરુરી હોય છે. શાસ્ત્ર સમજવા માટે તર્કશાસ્ત્ર સમજવું જરુરી છે.

ગાંધી ટાઈમસર જન્મ્યા. નહીંતર તેમની રેવડી દાણાદાર થાત. અત્યારે તો પ્રમાણપત્રધારીઓને દંડવત પ્રણામ કરવાનો જમાનો છે જો કે તમે નહેરુવીયન હો તો તમને પણ પેરી પન્ના.

ગાંધીજી અર્થશાસ્ત્રી હતા. એટલે કે માન્ય વિશ્વ વિદ્યાલયોના પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત અર્થશાસ્ત્રી હતા. પણ તેઓશ્રી સમાજશાસ્ત્રી અવશ્ય હતા. જોકે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રનું અભીન્ન અંગ છે. બધાં શાસ્ત્રો તર્ક ઉપર અવલંબે છે.

શું તર્ક પણ સાપેક્ષ છે?

નાજી અને હાજી.

તર્ક પરિસ્થિતિને આધિન છે. જે તર્ક પરિસ્થિતિને લક્ષમાં લેતો હોય તે પ્રમાણમાં શુદ્ધ હોય તો પણ અશુદ્ધ કહેવાય. કારણ કે તેને અમલમાં મૂકીએ તો ધાર્યું પરિણામ મળે. તર્ક બે જાતના હોઈ શકે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ સાપેક્ષ છે. સાપેક્ષના પરિબળને સમજી શકવાથી વિતંડાવાદી ચર્ચાઓ, યુદ્ધો અને પીડાઓ થાય છે.

જો ગાંધીજીના વલણોની ચર્ચા કરવી હોય એમ કહેવાય કે તે અહિંસક સમાજની રચનાની દિશામાં હતા.

જ્ઞાતિ પ્રથાઃ

ગાંધીજી જ્ઞાતિ પ્રથામાં માનતા હતા. પણ ફલાણી જ્ઞાતિ ઉચ્ચ છે અને ફલાણી જ્ઞાતિ નીચી છે, એમ માનતા હતા. કારણ કે જ્ઞાતિ કામધંધાનું વર્ગીકરણ છે. અને બધાં કામ સમાજ માટે જરુરી છે.

ગાંધીજીને વાંધો હતો અસ્પૃશ્યતા પ્રત્યે. તેમણે માનવ માનવ વચ્ચેના ભેદભાવને અનુભવ્યા હતા. અને તેમને તે વખતની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે સમાજના સુજ્ઞ વર્ગને માટે અસ્પૃશ્યતા નિવારણ”ની વાત ગ્રાહ્ય છે. પણ જુદી જુદી જ્ઞાતિના માણસોએ એકબીજાની સાથે રોટી બેટીનો વ્યવહાર કરવો જોઇએ કે નહીં તે વાત ગાંધીજી ચીપીયો ઠોકીને કહેવા માટે તૈયાર હતા. કારણ કે મોટાભાગના સુજ્ઞજનો તે વખતે તૈયાર હતા તેથી ગાંધીજીએ કહેલ કે તો અંગત વાત છે. કોણે ક્યાં ખાવું અને ક્યાં લગ્નસંબંધ બાંધવા તે વિષે દબાણ લાવી શકાય. જો કે તેમની વાત વ્યાપકતાના સંદર્ભમાં સૈદ્ધાંતિક રીતે અશુદ્ધ હતી. પણ તેઓ આવી વાતોને સમસ્યા બનાવવા માગતા હતા.

ગૃહ ઉદ્યોગઃ

ગાંધીજી યંત્રોની વિરુદ્ધ હતા તેવું મોટાભાગના સુજ્ઞજનો માને છે. પણ જો અહિંસક સમાજની વાત કરીએ તો એવા યંત્રોનો વિરોધ કરી શકાય કે જે યંત્રો બીજાને બેકાર કરી શકતા હોય. માટે તેમણે ખાદીનો પ્રચાર કરેલ. અને વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનું કહેલ. જો કે તે વખતના કેટલાક જાણીતા સુજ્ઞ જનો વિદેશી કાપડના બહિષ્કારને યોગ્ય કદમ માનતા હતા.

અહિંસક સમાજની રચના માટે તેમણે જોયું કે અંગ્રેજ સરકારના કાયદા એવા હતા કે સમાજમાં શોષણ અને કે પીડા ઉત્પન્ન થાય. એટલે ગાંધીજીએ સવિનય કાનૂનભંગની વાત કરેલ. માટે તેમણે પ્રક્રિયા નક્કી કરેલ કે નોટીસ આપો, સમય આપો, ચર્ચા માટે ખૂલ્લા રહો અને સજામાટે તૈયાર રહો. ગાંધીજીની સવિનય કાનૂનભંગની ચળવળને અયોગ્ય માનનારા ઘણા સુજ્ઞ જનો હતા.

ખાદી તાત્કાલિક રોજીનું સાધન છે. યંત્રોનો વિરોધ તેની પાર્શ્વ ભૂમિમાં નથી જ નથી. આમ તો દરેક ગૃહ ઉદ્યોગ રોજીનું સાધન છે. પણ જનતામાં ગૃહ ઉદ્યોગના ઉત્પાદનની ઉપયોગીતાની માનસિકતા કેળવાય તો તેને માટે જવાબદાર કોણ? ત્રણ વર્ષ જુની સરકાર કે પાંસઠ વર્ષ જે સરકારે રાજ કર્યું તે.

નરેન્દ્ર મોદીએ જ ગૃહૌદ્યોગને વધુ મહત્વ આપ્યું છે.

ગૃહઉદ્યોગને જો કોઈએ સૌથી વધુ મહત્વ આપ્યું હોય, સ્વરોજગારીને સૌથી જો કોઇએ વધુ મહત્વ આપ્યું હોય, રોજગારીની કુશળતાના શિક્ષણને જો કોઇએ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તેનું શ્રેય નરેન્દ્ર મોદીની સરકારોને જાય છે. પણ ગાંધીવાદીઓ તેની નોંધલેવામાં માનતા નથી. જો જોવા જાઓ તો નહેરુવીયન કોંગ્રેસ દેશની સમસ્યાને સમજી શકી નથી અને સમજવા માગતી હતી. નહેરુવીયન કોંગ્રેસના ૧૯૪૭ પછીના ઉછેરને કારણે નહેરુવીયન કોંગ્રેસ પોતે એક સમસ્યા બની છે. નહેરુવીયન કોંગ્રેસ પોતે જો દિશાહીન, વ્યક્તિ કેન્દ્રી અને આત્મકેન્દ્રી હોય તો જનતા એવી બને.

સુજ્ઞ લોકો જ્યારે અયોગ્ય બને ત્યારે 

નહેરુવીયન કોંગ્રેસની સમસ્યા આપણે સમજી શકીએ છીએ. પણ જેઓ સમાજમાં જાગૃતિ લાવવા માગે છે તેવા સુજ્ઞ લોકો જ્યારે દિશા સૂચન કરવાની યોગ્યતા ગુમાવી બેસે ત્યારે દુઃખ થાય છે.

આમ આદમીપક્ષ, અન્ના હજારેના આંદોલનમાંથી ઉત્પન્ન થયો હતો. અન્ના હજારે ગાંધીવાદી હતા. જો કે ગાંધીવાદ સાપેક્ષશબ્દ છે. આમ આદમી પક્ષનું સૂકાન એવા નેતાઓના હાથમાં આવ્યું જેઓ નણાયા હતા. જો નણાયેલા લોકો પણ સત્તા આવતાં ભ્રષ્ટ થઈ જાય તો સામાન્ય કક્ષાના નણાયા નેતાઓ તો મોટે ભાગે ભ્રષ્ટ થાય .

અમદાવાદના એક સમયના મેયર કૃષ્ણવદન જોષીએ મનુષ્યના ચાર કક્ષાના દુશ્મનોની વાત કરેલ.

ચોથી કક્ષાનો દુશ્મન તમારો દુશ્મન દેશ છે. તેના ઉપર તમે કોઈપણ કારણ વગર હલ્લો કરીને પરાજિત કરી શકો છો, જેવી જેની તાકાત.

ત્રીજી કક્ષાનો દુશ્મનઃ કક્ષાના દુશ્મન તમારા કેટલાક દેશવાસીઓ છે. તેમના ગુનાની તપાસ તમારે કરવી પડે. કોર્ટમાં કેસ ચલાવવો પડે છે. તેમનો ગુનો તમારે સાબિત કરવો પડે છે. તેને બચાવની તક આપવી પડે છે. તમે લગાવેલા આરોપો સાચા છે કે ખોટા તેનો નિર્ણય તમે નહીં પણ ન્યાયાલય કરશે.

બીજી કક્ષાનો દુશ્મનઃ  કક્ષાના દુશ્મન તમારા સગાં કે મિત્રો છે. તેમને તમે કશું કરી શકતા નથી. તેમને તમે બહુ બહુ તો ખાનગીમાં ધમકી, લાલચ કે પ્રેમ દ્વારા સમજાવી શકો છો. તે માને તો ઠીક છે નહીં તો રામ ભરોસે.

પ્રથમ કક્ષાનો દુશ્મનઃ એવો દુશ્મન છે કે તમે તેની ઉપર કેસ કરી સકતા નથી, તમે તેને દંડિત કરી શકતા નથી, તે બધી બારીઓ બંધ રાખે છે. તેથી તમે તેને સમજાવી શકતા નથી. કારણ કે તે તમે પોતે છો.

જેઓ પોતાને સુજ્ઞ અને ગાંધીવાદી માને છે તેમણે પ્રથમ કક્ષાના દુશ્મનને સમજવો પડશે. તેઓ જો “પૂર્વ પક્ષની દિશાની સમજવાની બારીઓ બંધ રાખશે તો તેઓ અવિશ્વસનીય બનશે. જો કે મને લાગે છે કે તેમના કરતાં મોદીગાંધીજીનીવધુ નજીક છે.

ભૂમિપુત્રની દિશા

સામયિક ભૂમિપુત્રકઈ દિશામાં જઈ રહ્યું છે? શું તે દંભી થઈ રહ્યું છે? શું તે અનાભ્યાસી થઈ રહ્યું છે એટલે કે તે વિરોધી વિચારને સમજવા માગતું નથી? “પૂર્વપક્ષને સમજવો ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. પણ આપણે જોઇએ છીએ કે તેપૂર્વપક્ષના વિચારોને વાચકો સમક્ષ મૂકવા માગતું નથી. તે એકાંગી થઈ ગયું છે.

મોદી-વિરોધી હોવું અને મોદીના નિર્ણયોને સામાન્ય કક્ષાના સમાચાર પત્રોની જેમ મનમાની રીતે અમાન્ય ઠેરવવા અને નહેરુવીયન કોંગ્રેસીઓની જેમ નિશ્ચિત વર્ગનું/વર્ગોનું તુષ્ટિકરણ કરવું એવી માનસિકતા ભૂમિપુત્રે કેળવી લીધી છે.

() કાળું નાણુઃ કોઈ એક વખત નરેન્દ્ર મોદીએ કાળાંનાણાં (સ્થાવર જંગમ મિલ્કત)ના જત્થા વિષે કહેલ કે તે જત્થો એટલો છે કે જો તેને વહેંચવામાં આવે તો દરેકના ખિસ્સામાં ૧૫ લાખ (?) રૂપીયા આવે. નરેન્દ્ર મોદીની તે વખતે પ્રવર્તમાન ચીલાચાલુ ધારણા હતી. આનો અર્થ એવો કરવામાં આવે છે કે તેઓ (નરેન્દ્ર મોદી) જો સત્તા ઉપર આવશે તો દરેક ભારતવાસીના ખિસ્સામાં ૧૫ લાખ રૂપીયા આપી દેશે. નહેરુવીયન કોંગ્રેસવાળા તેનો આવો અર્થ કરે તો તે સમજી શકાય તેમ છે, કારણ કે નહેરુવીયન કોંગ્રેસને મીથ્યા પ્રાલાપો કરવાની ટેવ ગળથુથીમાંથી મળી છે. પણ ભૂમિપુત્ર આવું કહે તો તે તેની વિશ્વસનીયતા ગુમાવે છે.

આપણે જોયું છે કે જેઓ નોટો બદલાવવા લાઈનમાં ઉભા હતા તેમના ખિસ્સામાં/ખાતામાં પૈસા તો જમા થયા હતા અને તે પણ ૨૫૦૦૦ થી માંડીને કમસે કમ ૨૫૦૦૦૦/-. નરેન્દ્ર મોદીએ ગરીબ માણસોને તક તો આપી હતી. પણ ભારતનો ગરીબ માણસ વિશ્વાસઘાતી નથી. જે માલિકે તેને ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલવા આપી હતી તે તેણે પરત કર્યા. કદાચ થોડું કમીશન લીધું હશે. વાત આપણે આની પહેલાંના લેખમાં જોયેલી છે.

() નોટ બંધીનું કદમઃ તેને ભૂમિપુત્રમાં કેવી રીતે ઓળખાવાયેલું છે? ક્રૂર છે, પ્રપંચ વાળું છે, અને હિંસાવાળું છે. વીસલાખ લોકો બેકાર બની ગયા, રીઝર્વબેંક પાસે પૂરતી નોટો હતી, ચોવીસે કલાક વિમાનો ઉડાડ્યા, સરકારના અલગ અલગ ખાતાંઓએ ભીન્ન ભીન્ન આંકડાઓ ગગડાવ્યા, પૂર્વ તૈયારી વગરનું કદમ, રઘવાટીયું પગલું, અધકચરું પગલું, અબાલ વૃદ્ધોના પ્રાણ હર્યા, સો એક માણસો મરી ગયા, ટુજી, કોમનવેલ્થ, કોલગેટને સ્થાને નવા નામો બહાર આવ્યાં (જો કે લેખકશ્રીએ નવું કોઈ નામ જાહેર કર્યું નથી), પક્ષ પલટાને ઉત્તેજન મળ્યું, લોકોએ જીવનના સુખચૈન ગુમાવ્યાં, ગરીબી અને બેકારી વધી, ગાંધીજીના અગિયાર મહાવ્રતનું હનન થયું,(લેખકશ્રી,  ગાંધીજીને વચ્ચે શા માટે લાવે છે તે સમજી શકાતું નથી.) 

લેખકશ્રી આગળ જતાં લખે છે કે નોટ બંધીના પગલા પાછળનો નરેન્દ્ર મોદી સરકારનો હેતુ અને વચન (“વચન” એ ભૂમિ-પુત્ર”ના લેખકનું ઉમેરણ છે)  એ હતું કે નોટબંધીથી કાળાંનાણાનો ખાત્મો થશે, ભ્રષ્ટાચારનો ખાત્મો થશે, આતંકવાદનો ખાત્મો થશે, નક્ષલવાદનો ખાત્મો થશે, ટેરર ફંડીંગનો ખાત્મો થશે, ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, નોકરીઓમાં વૃદ્ધિ થશે. પણ આમાનું કશું થયું નહીં.

જો કે ઉપરોક્ત વાતો લેખકશ્રીએ ઈમોશનલ ભાષામાં લખી છે. આપણે તેનેસીધા સમાચારલેખે અવતરિત કરી છે.

MINE OF JAYA

આમ થાઓઅને તેમ થયું …”

બાયબલમાં આવે છે કે ઈશ્વરે કહ્યું પ્રકાશ થાઓ. એટલે પ્રકાશ થયો. ઈશ્વરે કહ્યું પાણી થાઓ એટલે પાણી થયું. ઈશ્વરે કહ્યું જમીન થાઓ એટલે જમીન થઈ. ઈશ્વરને ફક્ત કહેવાની જરુર પડે છે. અને ઈશ્વર કહે તે પ્રમાણે બધું થઈ જાય છે. એમ આપણા ભૂમિપૂત્રના લેખકશ્રી જે કંઈ કહે તેને સત્ય માની લેવાનું.

આમ તો સમાચાર માધ્યમોવહાં ઝાડીમેં સૌ સાંપ થે હી થેએવું કહેવામાં પારંગત છે. અત્યારે ટેક્નોલોજીના જમાનામાં તોપીપલી લાઈવજેવી ઘટનાઓ બનતી રહે છે.

આવા જમાનામાં પણ બે ઘટનાઓ પ્રકાશમાં આવેલી

લાઈનમાં ઉભેલી એક વ્યક્તિ વૃદ્ધ હતી, અને તે હાર્ટ એટેકથી મરી ગયેલી. તે વ્યક્તિના સંતાનોના કહેવા પ્રમાણે તેમને પહેલેથી હાર્ટ પ્રોબ્લેમ હતો.

બીજી ઘટનામાં, લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડવા માંડ્યા. તેનું કારણ તે વૃદ્ધભાઈએ પોતે આપેલ કે, એક બહેનનો પગ તેમના પગ ઉપર પડેલ એટલે તે દુઃખના માર્યા રડી પડેલ.

કેટલી વીશુએ સો થાય?

આ પ્રમાણે આપણા “ભૂમિ-પુત્ર”ના આ લેખકશ્રી આમ તો રા.ગા.થી બહુ દૂર કહેવાય. કારણ કે રા.ગા. તો એમ પણ કહી શકે કે દરેક લાઈનમાં એક કરોડ માણસો મરી ગયા. યાદ કરો કે એક ઉદ્યોગપતિને નરેન્દ્ર મોદીએ ૪૫૦૦૦ કરોડ એકર જમીન દાનમાં આપી છે. કેટલી વીશુએ સો થાય તે આપણા રા.ગા.ભાઈને ખબર નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમસ્યાનું કારણ કોઈ એક માત્ર હોય. દરેક સમસ્યાના અનેક કારણો હોય. તેથી કોઈ પણ એક કદમ કોઈ પણ એક સમસ્યાને સંપૂર્ણ ખતમ કરી શકે. આવો કોઈ દાવો પણ કરે. પણ જેમનું ધ્યેય નિંદા કરી અસંતોષનું વાતાવરણ પેદા કરવાનું છે તેઓ બેફામ અર્થઘટનો કરી શકે છે. લોકશાહીમાં રોકી શકાય તેવા અધિકારો છે.

કાશ્મિરની સમસ્યામાં પણ ચાંચ ખોસો

લેખકશ્રીએ એમ પણ કહ્યું કે બીજેપીને લાગ્યું કે કાશ્મિરની ચૂંટણી જીતવી હોય તો ૩૭૦ની કલમ ખતમ કરવી પડશે. એટલે એનો સંકલ્પ રજુ થયો”.

વળી તેઓશ્રી આગળ જતાં કલમ ૩૭૦ને કાશ્મિરીઓ માટેનો અતિસંવેદન શીલ મુદ્દો ગણાવે છે. એટલે કે કાશ્મિરની જનતા, કલમ ૩૭૦ને દૂર કરવાની વિરુદ્ધ છે. હવે જો બીજેપી કલમ ૩૭૦ને દૂર કરવાનો સંકલ્પ કરે તો તે ચૂંટણી હારવા માટેનું કદમ બની જાય. વિરોધાભાસ લેખકશ્રી કેમ સમજી શકે તે વાચકને તો સમજાય.

ધારો કે કાશ્મિરને એક રાજ્ય ગણતાં એક વિસ્તાર ગણીએ અને જમ્મુકાશ્મિરના રાજ્યમાં જમ્મુમાં રહેલા હિન્દુઓના મત લેવા આમ કહ્યું એમ માનીએ, તો જમ્મુમાં મુસ્લિમો પણ રહે છે. જે કાયદાઓ કાશ્મિરમાં લાગુ પડે છે તે કાયદાઓ જમ્મુમાં પણ લાગુ પડે છે. મુદ્દાથી  જમ્મુમાંના મુસ્લિમોના મત ગુમાવવાનો વારો આવે . બીજેપીને પોષાય નહીં. અને આમેય જમ્મુના હિન્દુઓના મત તો બીજેપીના ગણાય છે. જો કે એક વાત નોંધવા જેવી છે કે લેખકશ્રીએ મુસ્લિમશબ્દ નહીં પણ કાશ્મિરી શબ્દ વાપર્યો છે. અને તેથી સમગ્ર કાશ્મિર જનતા કલમ ૩૭૦ પરત્વે સંવેદનશીલ છે એવો અર્થ થાય. અને જ્યારે આમ કહીએ ત્યારે કાશ્મિરનો અર્થ જમ્મુકાશ્મિર રાજ્ય થાય છે. એટલે કે સંવેદનશીલતાની વ્યાપકતા વધે છે. અને જ્યારે વાત રીતની હોય ત્યારે બીજેપીનો કલમ ૩૭૦ પરત્વેનો અભિગમઆવ પથરા પગ ઉપર એવો થાય. પણ આપણા લેખકશ્રીની તારવણીવદતો વ્યાઘાતજેવી છે. નરેન્દ્ર મોદીએ એમ કહ્યું હતું કે કલમ ૩૭૦થી રાજ્યને શો લાભ થયો તેની ચર્ચા થવી જોઇએ.

જો કે ભૂમિપુત્રમાં માત્ર એક લેખ આવો પૂર્વગ્રહ યુક્ત વલણ ધરાવે છે તેમ નથી. મોટાભાગના લેખો હાલની સરકારના નિંદારસમાં ગળાડૂબ હોય તેવું લાગે છે.

નહેરુવંશના ૬૫ વર્ષના શાસનના શાસનમાં તો જાણે લીલા લહેર હતી. પણ છેલ્લા ત્રણ વર્ષમાં , મોંઘવારી વધી, બેકારી વધી, કાળુંનાણું વધ્યું, કાળી સંપત્તિ વધી, ગરીબો વધુ ગરીબ થયા, ખેડૂતો વધુ ગરીબ થયા, ઉદ્યોગોને લહાણી થઈ, ખેડૂતોની જમીન છીનવાઈ, ગોચરની જમીન ગઈ, ખેડૂતોને વળતર મળ્યું, ખેડૂતો પાયમાલ થયા, ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા, ચૂંટણીઓમાં ગોલમાલ થઈ, લઘુમતિ ઉપર અત્યાચારો થયા, દલિતો ઉપર અત્યાચારો થયા, પત્રકારોની હત્યાઓ થઈ, પાકિસ્તાન સાથેના સંબંધો બગડ્યા, આતંકવાદ મજબુત થયો, ધાર્મિક અસહિષ્ણુતા વધી, વૈચારિક અસહિષ્ણ્યુતા વધી, હિંસા વધી  …. વિગેરે વિગેરે પ્રકારના પ્રાલાપો બહુ સામાન્ય થઈ ગયા છે.

એક વિઘાતક વલણ છે. આવું વલણ એક ઋણાત્મક વાતાવરણ કરે છે જે સામાન્ય કક્ષાના માણસને મુંઝવણમાં મૂકે છે. જો સુજ્ઞ લોકો વિકલ્પ આપી શકતા હો તો તેઓ મૌન રહે તે શોભનીય છે.

ગાંધીજી કોઈને અસ્પૃશ્ય માનતા હતા. પણ ગાંધીવાદીઓ આરએસએસને અસ્પૃશ્ય માને છે. અને આરએસએસ વાદીઓ ગાંધીવાદને અસ્પૃશ્ય માને છે. સામસામો છેદ ઉડી જાય છે.

પણ મને લાગે છે કે સામાન્ય આરએસએસવાદીઓ ગાંધીજીને અસ્પૃશ્યમાનતા નથી. જો તમે વ્યક્તિગત રીતે તેમને સમજાવો તો તેઓ સમજી જાય છે. તે વાત ખરી છે કે તેમના કેટલાક નેતાઓ સમજવા માગતા નથી. પણ સામાન્ય કાર્યકરની ગાંધીજી તરફની બારી તમારે ખોલવાની હોય છે.

તેની સામે કેટલાક ગાંધીવાદી સુજ્ઞ જનોવિષે આવું નથી. તેમણે તો નરેન્દ્ર મોદીબીજેપીની દીશામાં ચણતર કરી દીધું છે. તેથી તે દિશાની બારી ખોલવાની શક્યતા રાખી નથી. તેઓ પૂર્વગ્રહોને કારણે બીજેપીની તરફમાં બોલવા માગતા  નથી.

દૂર દૂર ક્ષિતિજમાં પણ બીજેપીનો વિકલ્પ નથી

એક વાત સ્પષ્ટ છે કે બીજેપીનો વિકલ્પ દૂરદૂર ક્ષિતિજમાં પણ દેખાતો નથી. જે યુવાધન પાસે તમે ક્રાંતિની આશા રાખો છો તે યુવાધન નકલખોરીથી દાઢી વધારીને ફરે છે, લગ્નના પ્રસંગ વખતે હજારો લાખો રૂપીયા ખર્ચી પિતાજીની મૂડીનું પાણી કરે છે, જ્ઞાતિવાદી અનામત આંદોલન કરે છે, અને તે પણ વલ્લભભાઈ પટેલને નામે કરે છે, દહેજ લે છે, ભ્રષ્ટાચાર કરે છે. નહેરુવીયન કોંગ્રેસ અને તેના મીડીયા સહિતના સાંસ્કૃતિક સાથીઓ તેને ઉત્તેજન આપે છે અને ફૂંકી ફૂંકીને જાતિવાદની બુઝાતી આગને ઝગાવે છે. આવા યુવાધન પાસેથી તમે કેવી રીતે ક્રાંતિની આશા રાખી શકો? નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓની સાથે સાથે અમુક કહેવાતા ગાંધીવાદીઓ પણ આગ સાથે રમી રહ્યા છે. આપણને ખબર નથી કે તેમને ખબર છે કે નહીં

પણ આશાનું કિરણ નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેમના આદિત્યનાથ યોગી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર પરિકર,  દેવેન્દ્ર ફડનવીશ, જેવા મુખ્ય મંત્રીઓ છે. મોદી પોતે પોતાના સગાંઓને પોતાની પાસે ઢૂંકવા દેતા નથી. પોતે અઢાર અઢાર કલાક કામ કરે છે. તે અણીશુદ્ધ છે. જો તમે તેમને નહીં ઓળખો તો ઇતિહાસમાં  જેઓગાંધી વધના પુરસ્કર્તા છે તેમની યાદીમાં તમારું નામ આવી જશે.

૧૯૮૯-૯૦માં કાશ્મિરમાંથી પાંચ લાખ હિન્દુઓને ત્યાંના સ્થાનિક મુસ્લિમોના સહયોગ દ્વારા બેઘર કરવાં આવેલા જે આજ પર્યંત વિસ્થાપિત અવસ્થામાં  છે. ત્રણલાખ હિન્દુઓની કતલ કરવામાં આવેલી. તે પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેલી. આવા દરેક વિસ્થાપિત વ્યક્તિની પાછળ એક કથા હોય છે. પાંચ લાખ લોકોની પાછળ પાંચ લાખ લોકોની કથા હોય છે. પણ અહીં ભૂમિ-પુત્રમાં શું છે?

પહેલાં હરિશ્ચંદ્રની ટૂંકી વાર્તા, ભૂમિ-પુત્રના છેલ્લા પાને આવતી હતી. હવે આશા-વિરેન્દ્રની ટૂંકી વાર્તા આવે છે. આઘાતજનક વાત એ છે કે આશા-વિરેન્દ્રએ એક આતંકવાદ(કહેવાતા હિન્દુ આતંકવાદ) એટલે કે મક્કા મસ્જીદ બોંબ પ્લાસ્ટ થકી  પીડિત મુસ્લિમ કુટૂંબની કથા લખી છે.

જો તમે માનવતા વાદી હો તો તમારે કમસે કમ પાંચ લાખ કથાને તો વાચા આપવી જોઇએ.  જો દર પખવાયે એક કથાને વાચા આપો તો પણ તે માટે તમે વીસ હજાર વર્ષ સુધી લખી શકો. પણ ના. તમે આ નહીં લખો. કારણ કે તો તો તમે અસહિષ્ણુમાં ખપી જાઓ. આ કારણથી જ કાશ્મિરી હિન્દુઓની વ્યથા ને વાચા આપવાનું આ ગાંધી વાદીઓને સુઝતું નથી. કદાચ તેઓ કહેશે કે અમે કશ્મિર જઈશું (જમ્મુ નહીં જઈએ) અને લઘુમતિની (જે કશ્મિરમાં પ્રચંડ બહુ મતિમાં છે) તેમની વ્યથા જાણીશું અને તેને વાચા આપીશું.

ગાંધીજી બધી બારીઓ ખૂલ્લી રાખતા હતા

આ ગાંધીવાદીઓએ સમજવું જોઇએ કે ગાંધીજી તો બધી જ બારીઓ ખુલ્લી રાખતા હતા. ગાંધીજીએ તો એમ પણ કહેલ કે જો પાકિસ્તાનની સરકાર હિન્દુઓનું રક્ષણ ન કરી શકે તો હિન્દુસ્તાને તેના ઉપર આક્ર્મણ કરવું જોઇએ.

નિંદારસનું પાન કરાવવાથી તો કોઈ વિકલ્પ આવે છે તો કોઈ ક્રાંતિ આવે છે.

ચૂંટણી આવે છે એટલે હવે મોદીબીજેપી વિરોધીઓ વધુ ચગશે. વધુ સમાચાર પત્રો અને વધુ ચેનલો રામ, હિન્દુ, પાટીદાર, સોમનાથ, બાબર, મસ્જીદ, મુસલમાન, જાતિઓ વિગેરેના મુદ્દાઓને બીજેપીમોદી વિરુદ્ધની શિર્ષ રેખાઓ આપશે. તેઓ ભૂલી જશે કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા અને તેમનો પણ હક્ક બને છે. પણ આ લોકો તો રામને ધર્મ સાથે સાંકળશે. જાણે કે હિન્દુ સિવાયના ભારતીયોને રામ સાથે લેવા દેવા જ નથી. પણ જો જરુર પડશે તો તેઓ પોતાને વિષે એમ પણ કહેશે કે અમે પણ રામ ભક્ત છીએ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ વધુ રામ રામ રામ કરે છે. પણ વાસ્તવમાં તેઓ રામને “રામ રામ” કરે છે. પણ જ્યારે જરુર પડે ત્યારે તેઓ ખાનગીમાં પોતે કહે છે કે નહેરુએ બાબરી મસ્જીદના દરવાજા ખોલી રામની મૂર્તિ મૂકવાની રજા આપી, રાજીવ ગાંધીએ મૂર્તિઓની પૂજાની રજા આપી, નરસિંહરાવે બાબરી મસ્જીદ તોડાવા દીધી. બધી વાતો નહેરુવીયન કોંગ્રેસની બનાવટી વાતો છે. પહેલી બે વાતમાં તો ન્યાયાલયના હૂકમ હતા. અને છેલ્લી વાતમાં નરસિંહ રાવ અને સીતરામ કેસરીને કયો નહેરુવીયન કોંગ્રેસી માથું ટેકવે છે? નહેરુવીયન કોંગ્રેસીઓએ તો સીતારામ કેસરીને ઉંચકીને બહાર નાખ્યા હતા.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઘોડેસવારી કદાચ આવડતી હોય તો થોડી મહેનત પડે. પણ તેથી કરીને ગધેડા ઉપર સવારી કરાય. (સાચા ગધુભાઈઓ માફ કરે)

જો કે ગુજરાતે ૧૯૭૦થી ૧૯૭૫ અને ૧૯૮૦થી ૧૯૯૫ નહેરુવીયન કોંગ્રેસનું ઈન્દિરામાઈ અને તેના ભક્તોનું શાસન જોયું છે. તે અછત અને અરાજકતા પણ કેવી કે તમને દૂધ મળે (દૂધના કાર્ડ આવતા હતા. દૂધ લેવા દૂધકેન્દ્રના સ્થળ પર જવું પડે. જરાપણ મોડા જાઓ તો તમારું દૂધ ગાયબ થઈ જાય. તમને જવાબ મળે કે હવે દૂધ નથી), ગોળ મળે, કોલસા મળે, રેશનમાં અનાજ મળે, ખાંડ મળે (ખાંડનું રેશન કાર્ડ આવતું હતું), સીમેન્ટ મળે, લોખંડના સળીયા ન મળે, કેરોસીન મળે, મકાન માટે લોન લેવામાં નાકે દમ આવી જાય, સ્કુટર માટે પ્રતિક્ષા યાદી હોય (મેં ૧૯૬૬માં સ્કુટર બુક કરાવેલ, ૧૯૭૪માં રીબુક કરાવેલ, મને ક્યારેય કશો જવાબ મળ્યો નથી. ૧૯૯૮માં મેં લ્યુના લીધેલ. ભલુ થજો નરસિંહ રાવનું કે મને લ્યુના તો મળ્યું), તમે પ્રતિક્ષા યાદીમાં ક્યાં છો તે જાણી શકતા  હતા, ટેલીફોન કનેક્સનમાં તમારો નંબર પાંચથી દશ વર્ષે લાગે, રસ્તાઓ કાચા, ટ્રેનમાં અને બસમાં ઘુસવાની પણ જગ્યા મળે. (ટ્રેનમાં લીમીટેડ આરક્ષણ. રેલ્વેના દાદાઓ જગ્યા રોકીને વેચે) ગેસના બાટલાના નવા કનેક્સનની તો વાત જવા દો, પણ તમારી એક ગામથી બીજે ગામ બદલી થઈ હોય તો તમારું કનેક્સન ગયું સમજો.

જય ઇન્દિરા માઈ. નહેરુવીયન સંતાન ઘોડીયામાં હોય ત્યારથી તેના વખાણ ચાલુ થઈ જાય. વાહ રા.ગા.ભાઈ કેવા તરવરીયા છે…. 

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ

જો કે ૯૯.૯૯૯૯૯૯ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.

ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.

તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.

શંકરાચાર્ય સમજાવે છે

શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે …  વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા હોઈ શકે.

પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.

હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.

એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ

દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.

શરીર સંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિકણ એટલે કે એન્ટીકણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટીમેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.

એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિતત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટીક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિકણ ફોટોન પોતે છે.

કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર

એક ફોટોનનું કંપન  એક્સએક્સીસમાં હોય તો તેના પ્રતિકણનું કંપન તેને લંબ એવી વ્હાયએક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને  વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ક્ષણે તેના પ્રતિકણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.

બ્ર્હમાણ્ડમાં તત્ક્ષણ છે

“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”

જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.

જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ  સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.

હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય)  હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને  અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.

અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.

અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.

એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.

આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.

ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.

ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.

ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.

પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?

ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.

ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?

અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.

તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.

કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?

હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?

જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.

પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!

એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.

વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.

મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે

જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને  આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.

આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.

બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ

એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”

Read Full Post »

અદ્વૈત વાદે બાકી બીજા સૌને હરાવ્યા

અદ્વૈત વાદે બાકી બીજા સૌને હરાવ્યા

 

અદ્વૈત એટલે શું?

સીધો સાદો અર્થ એ જ છે કે અદ્વૈત એટલે “બે નહીં”.

પણ વધુ વિસ્તૃત અર્થ છે. “બે પણ નહીં”

વધુ વિસ્તૃત અર્થ એક અને માત્ર એક જ.

એક અને માત્ર એક જ એટલે શું?

આ વિશ્વમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે ઘણા પદાર્થો દેખાય છે. આ બધા જ કોઈ એક મૂળભૂત કણના બનેલા છે. આ મૂળભૂત કણને એક જ ગુણ છે. આ ગુણ છે, આકર્ષણનો ગુણ. એટલે કે એક કણ બીજા કણને આકર્ષે છે. કોઈ કણને બે ગુણ ન હોઈ શકે. તેમ જ જુદા જુદા મૂળભૂતગુણ વાળા બે મૂળભૂત કણ ન હોઈ શકે.

જો આવું હોય તો અદ્વૈત નો સિદ્ધાંત તૂટી પડે છે. તેવી જ રીતે જો મૂળભૂત કણ ને બે ગુણ હોય તો? તો પણ અદ્વૈતનો સિદ્ધાંત તૂટી પડે છે.

ધારો કે એક કણ ને બે ગુણ હોય તો શું એમ ન કહી શકાય કે તે બે મૂળભૂતકણોના સમૂહનો બનેલો છે? હા કહેવાય તો ખરું પણ એક કણ જો બે મૂળભૂત કણો નો બનેલો હોય તો બે મૂળભૂત કણોના ગુણ જુદા જુદા હોવાથી તેમનું સાથે રહેવું શક્ય નથી.  

પણ આપણે જોઇએ છીએ કે પદાર્થોમાં આકર્ષણ અને અપાકર્ષણનો પણ ગુણ હોય છે. તેનું શું?

વાસ્તવમાં આકર્ષણ અને અપાકર્ષણ એ ફક્ત મૂલ્યનો ફેર છે. એટલે કે એક ઘનાત્મક મૂલ્ય છે અને બીજું ઋણાત્મક મૂલ્ય છે. ઋણ અને ઘન એ સાપેક્ષ છે.

જેમ કે ત્રણ વ્યક્તિઓ એક કતારમાં હોય અને એક એક મીટરને અંતરે ઉભી હોય.  જો વચલી વ્યક્તિને સંદર્ભમાં રાખીએ તો બીજીવ્યક્તિ તેનાથી   (+૧ મીટર) દૂર કહેવાય અને ત્રીજી વ્યક્તિ તેનાથી (-૧) મીટર દૂર કહેવાય.

પણ આમાં અપાકર્ષણની વાત ક્યાં આવી?

ધારોકે આપણી પાસે એક જ જાતના ચાર મૂળભૂત કણો છે. બે કણો એકબીજાને અડોઅડ છે. આ અડોઅડ રહેલા કણો અને બાકીના બે કણો એક સેન્ટીમીટર ને એક લાઈનમાં છે. એટલે કે અ૧‘….’અ૨‘….’અ૩‘.’અ૪‘.

હવે અ૨ની ઉપર અ૩‘.’અ૪નું આકર્ષણ બળ છે. અને આ બળ અ૧ના કરતાં બમણું છે. એટલે અ૨કણ તો અ૩અ૪ની દીશામાં ગતિ કરશે. હવે જેઓ અ૩અ૪ને જોઈ શકતા નથી તેમને એમ લાગશે કે અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ છે. વાસ્તવમાં અ૧ અને અ૨ વચ્ચે તો આકર્ષણ જ છે. પણ અ૨ અને અ૩અ૪ની ગોઠવણ એવી છે કે આપણને અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ હોય એવું લાગે છે.

આ ફક્ત સમજવા માટેનો દાખલો જ છે. આ વાસ્તવિકતા નથી. આપણે આ દાખલાની સીમામાં જ આ સમજવાનું છે તે એ કે તેમની વચ્ચે રહેલી આંતરિક સ્થિતિ એવી છે કે જેની આપણને ખબર નથી તે છે.

આકર્ષણ એ શું છે? અને તે શા કારણે છે? શું કોઇ કણ ગુણ વગરનો હોઈ શકે?

કોઇ કણ ગુણ વગરનો ન હોઇ શકે. કારણ કે ગુણ હોય તો જ કણ અસ્તિત્વમાં છે. જેને ગુણ નથી તેનું અસ્તિત્વ પણ જાણી ન શકાય.

ગુણ શા કારણે છે?

એક કણ કલ્પો. આકર્ષણ એ એક બળ છે. બળ છે એટલે કે શક્તિ છે. શક્તિ નું માપ તેના ખુદના કંપન (ફ્રીક્વન્સી) ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે કે કણ કંપન કરતો હોવો જોઇએ.

હવે જો આમ વિચારીએ તો કણના બે ગુણ થયા. એક કંપન અને બીજો આકર્ષણ. જો બે ગુણ હોય તો અદ્વૈત વાદનો સિદ્ધાંત ધ્વસ્ત થાય છે.

પણ વાસ્તવમાં એમ નથી. કંપન એ કણનો ગુણ છે. અને આકર્ષણ એ કંપનની અસર એટલે કે કંપનની અનુભૂતિ છે. એટલે કે એક કણના કંપનની બીજા કણને થતી અનુભૂતિ છે.

એવું વિચારવાની કે ધારી લેવાની શી જરુર કે મૂળભૂત કણ એક જ જાતનો હોઈ શકે? શા માટે મૂળભૂત કણ બે ન હોઈ શકે?

અચ્છા ચાલો, ધારી લઈએ કે બે જુદી જુદી જાતના મૂળ ભૂત કણો છે. હવે કણ માત્ર તેના ગુણથી ઓળખાય. જો બે કણ જુદા હોય પણ ગુણ એક જ હોય તો તે બે કણ એક જ છે, એમ સિદ્ધ થાય છે.

જો ગુણ બે કણના ગુણ જુદા જુદા હોય તો તે બંને કણો વચ્ચે સંવાદ એટલે કે ક્રિયા પ્રતિક્રિયા સંભવી ન શકે.

જેમકે, દાખલા ખાતર આપણે વિચારીએ;

બે વ્ય્ક્તિઓ છે. તેમની ભાષાઓ જુદી જુદી છે. બે વ્યક્તિઓ વચ્ચે જો ભાષાની સમાનતા ન હોય તો સંવાદ શક્ય ન બને. જો કે બે મનુષ્યો વચ્ચે બીજી ઘણી સમાનતા છે હોય છે કારણ કે મનુષ્યો એ મૂળભૂત કણ નથી. તેથી બે મનુષ્યો વચ્ચે બીજી રીતે પણ સંવાદ તો થઈ શકે.પણ આપણે ફક્ત એક ગુણના પરિપેક્ષ્યમાં વિચારીએ તો એક ગુણ બીજા ગુણથી સ્વતંત્ર હોવાથી બંને પદાર્થો વચ્ચે સંવાદ શક્ય નથી. તેથી કરીને બે અલગ અલગ પ્રકારના કણ વચ્ચે વ્યવહાર શક્ય નથી.

એટલે મૂળભૂત કણ ફક્ત એક જ પ્રકારનો હોઈ શકે. તે કણ તેના જેવા બીજા કણ સાથે જોડાઈ શકે. આ કણસમૂહ વળી બીજા કણ અને અથવા કણસમૂહ સાથે જોડાઈ ને બીજો  કણ સમૂહ બનાવી શકે. આ બધા કણ સમૂહમાં મૂળભૂત કણો, સાપેક્ષે જુદી જુદી સ્થિતિમાં હોઈ જુદા જુદા ક્ષેત્રો બનાવી શકે.

દરેક કણ ને એક ક્ષેત્ર હોય છે. દરેક કણ કંપન કરતું હોય છે. કણસમૂહનું એક પરિણામી કંપન હોય છે અને તેનું પરિણામી ક્ષેત્ર પણ હોય છે.

આ કંપન એ શું છે?  મૂળભૂત કણ કેવો છેકંપનની અનુભૂતિ એ જો આકર્ષણ બળ હોય તો તે બીજા કણ ઉપર કેટલું અસર કરશે? આવા સવાલો ઉત્પન્ન થાય છે.

કંપનને લીધે બળ ઉત્પન્ન થાય છે. આ બળનું અસ્તિત્વ ત્યારે જ અભિવ્યક્ત થાય જ્યારે બીજો તેના જેવો કણ અસ્તિત્વ ધરાવતો હોય. જો કોઈ કણ એકલો જ હોય તો તે શૂન્ય છે. પણ આવું તો નથી. કોઈ પણ એક કણ એકલો હોતો નથી. બીજા અસંખ્ય તેના જેવા કણો હોય છે. તે સૌની વચ્ચે આકર્ષણ હોય છે. આ આકર્ષણ એક બળ તરીકે પ્રગટ થાય છે.

 

ભૌતિક શાસ્ત્ર કેવી રીતે આગળ વધ્યું?

આપણે વિશ્વમાં એક જ બળ જોતા નથી. આપણે તો ઘણા બળો જોઇએ છીએ. અને દરેક બળના માપદંડ અને સમીકરણો જુદા જુદા હોય છે. આવું શા માટે? જો આકર્ષણ એ એક જ બળ હોય તો સમીકરણ પણ એક જ હોવું જોઇએ.

આ સમસ્યાવાળો પ્રશ્ન આલ્બર્ટ આઈનસ્ટાઇનને ઉદભવ્યો હતો. એ પહેલાંના વૈજ્ઞાનિકોને, વિશ્વના પરિપેક્ષ્યમાં આવો પ્રશ્ન ઉદભવી શકે તેવી સમજ જ ન હતી. ૧૮૯૦ સુધી એમ જ માનવામાં આવતું હતું કે વિશ્વ ૯૨ તત્વોનુંજેમકે હાઈડ્રોજન, હેલીયમ, ઓક્સીજન, નાઇટ્રોજન, કાર્બન, લોખંડ, જસત, ત્રાંબુ, વિગેરે મૂળભૂત તત્વોનું બનેલું છે. જે કંઈ દેખાય છે તે કાં તો આ તત્વો છે અથવા તો તેમના સંયોજનો કે મિશ્રણો છે.

પછી થોમસને શોધ્યું કે ઉપરોક્ત તત્વો એ મૂળભૂત તત્વો નથી. તેઓ પણ તેથી વધુ ઝીણા મૂળભૂત તત્વોના બનેલા છે.

કાળક્રમે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરે શોધાયા.

ઈલેક્ટ્રોન અને પ્રોટોન ઋણ અને ધન વિજાણુઓ ગણાયા. કારણ કે તેઓ વિજબળ ધરાવતા હતા.

વિજબળ ગતિમાં હોય તો તેને લંબ દીશામાં ચૂંબકત્વનું બળ ઉત્પન્ન થાય છે.તેવીજ રીતે ચૂંબકત્વના ક્ષેત્રમાં ફેર થવાથી વિજક્ષેત્ર ઉત્પન્ન થાય છે.

ગુરુત્વાકર્ષણનું બળ ન્યુટને શોધ્યું હતું.

ઉપરોક્ત ૯૨ કે ૧૦૮ તત્વોપોતે મૂળભૂત નથી, પણ તેઓ ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પાયોન, મેસોન, વિગેરેના બનેલા હોય છે. કોઈ એક તત્વની અંદર રહેલા ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને, આ તત્વની અંદર તેમને એકબીજા સાથે કોણ જોડી રાખે છે?

આ જોડી રાખનારા બળને સ્ટ્રોંગ બળ નામ આપવામાં આવ્યું.

રેડીયો એક્ટીવ પદાર્થ શોધાયો અને તેમાંથી નીકળતા આલ્ફા, બીટા અને ગામા કિરણો શોધાયા તો પ્રશ્ન થયો કે આ અત્યાર સુધી આ કણો અણુ/પરમાણુની અંદર કેવીરીતે અને કયા બળથી જોડાયેલા હતા? આ બળને વિક (નબળું) બળ નામ આપવામાં આવ્યું.

તો જુદા જુદા કેટલા બળ થયા?

ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુતચૂંબકીય બળ, પરમાણુના ઘટકોને જોડીરાખતું સ્ટ્રોંગ બળ, અને રેડીયોએક્ટીવ વીક બળ.

આઈન્સ્ટાઇનને સવાલ થયો કે આટલા બધા મૂળભૂત તત્વો અને આટલા બધા બળો ન હોઈ શકે. વિશ્વની રચનાના મૂળભૂત સિદ્ધાંતો સરળ હોવા જોઇએ.

આ દરમ્યાન બીજા ઘણા ક્રાંતિકારી આવિષ્કારો થઈ ગયેલા.

જેમકે પ્રકાશ એ અદૃષ્ટ તરંગ નથી પણ, કણ પણ છે.

તે ઉર્જાના કંપનોનું પડીકું છે. અને કંપન હોવાથી તેમાં શક્તિ છે.

શક્તિ (ઉર્જા) અને દળ એ આમ તો એક જ છે. એક બીજામાં પરિવર્તિત કરી શકાય છે.

આ શક્તિની(ઉર્જાની) ઝડપ (વેગ) અચળ છે. એટલે કે ધારોકે તેની ગતિ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છેઅને તમે સુપરસોનિક વિમાનમાં બેસીને પાછળના પ્રકાશ સ્રોત ના પ્રકાશની ઝડપ માપો તો તેપણ  ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે અને તમારી આગળના સ્રોતમાંથી નિકળતા પ્રકાશની ગતિ માપો તો તે પણ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે. એટલે કે તમે પ્રકાશના સ્રોતની સામે ગમેતેટલા પૂર જોસમાં જાઓ કે તેનાથી ઉંધી દીશામાં ગમે તેટલા પુરજોશમાં જાઓ અને પ્રકાશવેગ માપશો તો તે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ થશે.એટલે કે તે અચળ છે.

ધારોકે પૂર્વથી પશ્ચિમ એવા એક રસ્તા ઉપર બે કાર છે. એક કાર પૂર્વ દીશામાં ૫૦ કીલોમીટરની ઝડપે જાય છે. બીજી તેની પાછળ ૪૦ કીલો મીટર ની ઝડપે આવે છે. તો પહેલી કાર વાળાને પાછળની કારની ઝડપ  ૧૦કીલો મીટરની જણાશે. એટલે કે ૫૦-૪૦=૧૦.

હવે જો પાછળની કાર પોતાની દીશા ઉલ્ટાવી દેશે તો પહેલી કારને બીજી કાર ૫૦+૪૦=૯૦ કીલોમીટર ની ઝડપથી જતી જણાશે.

પણ હવે ધારોકે બીજી કાર એ પ્રકાશ છે. તો પહેલી કારને તે બંને સંજોગોમાં બીજી કારની (જે પ્રકાશ છે) ઝડપ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ જણાશે.

બીજા ઘણા આવિષ્કારો થયા. જેમકે વેગ વધવાથી વેગની દીશામાં લંબાઈ ઘટે છે. વેગવધવાથી પદાર્થનું દળ વધે છે. વેગ વધવાથી સમય ધીમો પડે છે. ઉર્જા એ દળને સમકક્ષ છે.

હવે જ્યારે આવું બધું થાય ત્યારે ન્યુટને સ્થાપિતકરેલા ગતિ અને ઉર્જાના સમીકરણો નકામા બને છે.

તો પછી સાચાં સમીકરણો કયા છે.

જે કંઈ બધું થાય છે તે અવકાશમાં થાય છે.  પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓ બધું આકાશમાં છે. આકાશમાં આખું વિશ્વ છે. પૃથ્વી ઉપરની ગતિઓ પણ એક રીતે વિશ્વમાં આવી જાય.

બે પદાર્થ વચ્ચે અવકાશ રહેલું હોય છે. એટલે બે પદાર્થ વચ્ચે જે અવકાશ હોય છે ત્યાં બળનું ક્ષેત્ર હોય છે એમ કહી શકાય. હવે જો બળ ચાર જાતના હોય તો ક્ષેત્ર પણ ચાર જાતના થયા. તેના સમીકરણો પણ ચાર જાતના થાય. પણ મૂળભૂત પદાર્થ જો એક જ હોય તો ક્ષેત્રનું સમીકરણ પણ એક જ હોવું જોઇએ. તો એવું સમીકરણ બનાવો કે જે આ ચારે ક્ષેત્રોને સાંકળી શકે.

આ ચારે ક્ષેત્રોને કેવી રીતે સાંકળી શકાય? આ પ્રમેય અથવા સિદ્ધાંતને “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” કહેવાય છે. આવી થીએરીની શોધ માટે આલ્બર્ટ આઈનસ્ટાઇને ભલામણ કરી અને મથામણ પણ કરી. આલ્બર્ટ આઈન્‌સ્ટાઈને તેમની પાછળની જીંદગી એમાં ખર્ચી નાખી.

આઈનસ્ટાઇનના સમયમાં બ્‌હોરનું એટોમીક મોડેલ (બ્‌હોરનામના વૈજ્ઞાનિકે પ્રબોધેલો પરમાણું સંરચનાનો નમૂનો પ્રસ્થાપિત અને પ્રચલિત હતો. તેનાથી પ્રકાશ અને વિદ્યુતચૂંબકીય તરંગો અને કંપનો અને તેમાં રહેલી ઉર્જા સમજી શકાતી હતી. પણ વૈજ્ઞાનિકોને લાગતું હતું કે તેઓ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” ના આવિષ્કારથી ઘણા દૂર છે. 

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

%d bloggers like this: