ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૮
સીતા ધરતીમાં સમાઈ ગઈ. એક વાત એ પણ છે કે વાલ્મિકી પોતે જ સીતાની શુદ્ધતા શપથ પૂર્વક કહે અને વશિષ્ઠ તેને પ્રમાણ માને.
પણ રામનું માનવું છે એવું જ હોઈ શકે કે આવી કોઈ પ્રણાલી છે જ નહીં. જો પોતાના માટે આવું કરવામાં આવે તો તે પોતાને સ્પેશીયલ ટ્ટ્રીટામેન્ટ્ આપી કહેવાય. રાજાને આ જાતની સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવાની પ્રણાલી નથી માટે આવી પ્રણાલીની સ્થાપના અમાન્ય જ ગણાય. વળી આવી પ્રણાલી સ્થાપવી અને તેને સમાજમાં વ્યાપક કરવી તે પણ શક્ય નથી. એટલે કે વશિષ્ઠ આને વાલ્મિકી કંઈ બધાને ઉપાબ્ધ ન હોય. રાજા માટે જુદા માપદંડ ન હોઈ શકે. એટલે રામનું માનવું એમ જ રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત અગ્નિપરીક્ષા જ છે.
સીતાએ અગ્નિ પરીક્ષા માટે શું કામ તૈયાર ન થઈ? સીતાને આમ વારંવાર અગ્નિ-પરીક્ષાની વાત અપમાન જનક લાગી. તેને જીવન સમાઅપ્ત કરવું વધુ યોગ્ય આગ્યું. આ વાતનો જનતા ઉપર વધુ પ્રભાવ પડશે. અને એટલે જનતાના હૃદયમાં સીતાનું સ્થાન રામ જેટલું જ આદરણીય બની જાય છે.
રામ અને નહેરુવીયન કોંગ્રેસના નેતાની ગેંગ
રામની સત્ય અને પ્રણાલીઓની ઉપરની નિષ્ઠા કઠોર હતી કે જો આપણે નહેરુથી શરુ કરી આજ પર્યંતના નહેરુના વંશજ કે અનુયાયીઓની જનતંત્ર ઉપરની નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાની સરખામણી કરીએ તો તેઓ સૌ માટે આત્મહત્યા કર્યા સિવાય કશો માર્ગ બચતો નથી.
રાજાજ્ઞા અને રાજાજ્ઞાના શબ્દોનું અર્થઘટન
રામ તો તે વખતે અજેય થઈ ગયા હતા. રામરાજ્યનો કારભાર પણ સ્થાપિત અને આદર્શ પરંપરા અનુસાર થઈ રહ્યો હતો.
એક ઋષિ આવે છે. તેઓશ્રી રામ સાથે મહત્વપૂર્ણા અને સંપૂર્ણ ગુપ્ત રહે એવી વાત કરવા માગે છે. તેઓશ્રી એવો પણ આગ્રહ રાખે છે કે જ્યાં સુધી વાતચીત સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈએ ખંડમાં પ્રવેશ પણ ન કરવો. રામ આ વાતની ચોકસી રાખવા લક્ષ્મણને બોલાવે છે. સંવાદ માટેના ખંડના બારણા પાસે લક્ષ્મણને ઉભા રહીને ચોકસી રાખવાનું કામ સોંપે છે. એ પણ ચેતવણી આપે છે કે જો કોઈપણ વ્યક્તિ અંદર આવશે તો તેણે રાજાજ્ઞાનો ભંગ કર્યો ગણાશે અને તેનો દંડ માત્ર મોતની સજા હશે.
રામ અને તે ઋષિ સંવાદ ખંડમાં જાય છે. લક્ષ્મણ દ્વારપાળ બની જાય છે. દરવાજાને બંધ કરવામાં આવે છે. સંવાદ ખંડની અંદર રામ અને ઋષિ વચ્ચે ગોષ્ટિ ચાલુ થાય છે.
કેટલાક સમય પછી દુર્વાસા ઋષિ આવે છે. તેઓ લક્ષ્મણને કહે છે રામને બોલાવ. મારે રામને તાત્કાલિક મળવું છે. લક્ષ્મણ કહે છે કે રામ તો ગુપ્ત મંત્રણામાં છે અને અત્યારે ત્યાં જવાની સંપૂર્ણ મનાઈ છે. દુર્વાસા પોતાનો આગ્રહ જારી રાખે છે. તેઓ લક્ષ્મણને ધમકી પૂર્વક એમ પણ કહે છે કે જો મને તત્કાલ મળવા દેવામાં નહીં આવે તો હું પૂરી અયોધ્યાને ભસ્મ કરી દઈશ.
વાસ્તવમાં લક્ષ્મણ અને દુર્વાસા વચ્ચે શું વાત થઈ હશે તે આપણે જાણતા નથી. આવી ધમકી આમ સાચી તો ન પડી શકે. તે વખતે ચમત્કારમાં માનવા વાળા કેટલા હતા અને લક્ષ્મણ પણ ચમત્કારમાં માનતા હતા કે નહીં તે પણ આપણે જાણતા નથી. પણ દુર્વાસાની ધમકી થી લક્ષ્મણને થયું કે તેમણે ગુપ્ત ગોષ્ટિ કરી રહેલા રામ અને ઋષિને વિક્ષુબ્ધ કરવા જ પડશે. આમ વિચારી લક્ષ્મણ બારણું ખોલે છે. તેજ સમયે રામ અને ઋષિ તેમના આસન ઉપરથી ઉભા થાય છે કારણ કે તેમની ગોષ્ટિ પૂરી થઈ હોય છે.
“ગોષ્ટિ પૂરી થઈ” એની વ્યાખ્યા શું?
ગોષ્ટિનો પ્રારંભ તો રામ અને ઋષિ અંદર જાય અને બારણું બંધ થાય ત્યારથી થયો કહેવાય. પણ સંવાદનો અંત ક્યારે થયો કહેવાય?
શું સંવાદનો અંત જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારે થયો કહેવાય?
શું સંવાદનો અંત જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે થયો કહેવાય?
શું સંવાદનો અંત રામ અને ઋષિ દ્વાર પાસે આવે ત્યારે થયો કહેવાય?
શું સંવાદનો અંત રામ અને ઋષિ દ્વારની બહાર આવી જાય ત્યારે થયો કહેવાય?
રામને હિસાબે સંવાદનો અંત જ્યાં સુધી દ્વારની બહાર બંને આવે ત્યારે જ થયો કહેવાય.
જ્યારે રામ અને ઋષિ બોલવાનું બંધ કરે ત્યારથી જો ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે વાતચીત ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ વિચારમાં પડી જાય અને થોડું મૌન પણ ધરી લે. અને પછી બોલવાનું શરુ કરે.
જ્યારે રામ અને ઋષિ આસન ઉપરથી ઉઠે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન કહેવાય. કારણ કે તે બંને માંથી કોઈને નવી વાત યાદ આવે તો તેઓ ફરી થી પણ આસન ઉપર બેસી જાય.
જ્યારે રામ અને ઋષિ બારણા પાસે આવે ત્યારે પણ ગોષ્ટિ પૂરી થઈ એમ ન માની શકાય. કારણ કે તેઓ બારણું ખોલ્યા વગર કંઇક યાદ આવે તો ફરી થી પાછા જાય અને આસન ઉપર બેસીને ગોષ્ટિ ચાલુ કરે.
ફક્ત ચોકીદાર માટે જ નહીં પણ રામ, ઋષિ અને બધા જ માટે જ્યાં સુધી રામ અને ઋષિ બારણું ખોલીને બહાર ન આવે ત્યાં સુધી સંવાદનો અંત આવ્યો તેમ માની ન શકાય.
તો હવે રાજા રામે કહ્યા પ્રમાણે રાજાજ્ઞાનાના અનાદર માટે લક્ષ્મણને દેહાંત દંડ આપવો જોઇએ.
લક્ષ્મણ જે રામની સાથે રહ્યો અને દશરથની આજ્ઞા ન હોવા છતાં પણ રામ સાથે વનવાસ ભોગવ્યો, અનેક દુઃખ અને અપમાન સહન કર્યાં. લક્ષ્મણનો ત્યાગ અને ભ્રાતૃભાવ અનુપમ હતો. આ લક્ષ્મણે અયોધ્યાની જનતાના રક્ષણ માટે રાજાજ્ઞાનો જો શાબ્દિક વ્યાખ્યાથી થતા અર્થઘટન પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું. વાસ્તવિક રીતે તો રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. જે ઋષિ રામ સાથે ગોષ્ટિ કરી રહ્યા હતા, તેમને હિસાબે પણ રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું ન હતું. પણ ક્ષુરસ્ય ધારા (અસ્ત્રાની અણીવાળી ધાર) પર ચાલવા વાળા રામ અને લક્ષ્મણને લાગ્યું કે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતું.
સંભવ છે કે રામ અને ઋષિનો વાસ્તવિક સંવાદ ચાલુ જ હોય ને છેલ્લા વાક્યો બોલાતાં હોય ત્યારે જ લક્ષ્મણ ખંડની અંદર પહોંચ્યા હોય. ઋષિને લાગ્યું હોય કે હવે કશું ગુપ્ત કહેવાનું બાકી રહ્યું નથી તેથી લક્ષ્મણના પ્રવેશને હવે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન ન ગણવું. પણ રામને આવું ન લાગ્યું હોય.
રામે વશિષ્ઠને પૂછ્યું. વશિષ્ઠની માન્યતા પ્રમાણે રાજાજ્ઞાનું ઉલ્લંઘન થયું હતુ. તેથી લક્ષ્મણ માટે દેહાંતદંડની સજા નિશ્ચિત બનતી હતી. પણ તે સમયમાં દેહાંતદંડના અર્થઘટન પર એક બીજી પ્રણાલી પણ હતી કે જે વ્યક્તિ ઉપર દેહાંત દંડ ની સજા લાગુ પડતી હોય તે જો કોઈ મહાપુરુષ હોય તો તેને સ્વદેશ ત્યાગની આજ્ઞા કરી શકાય. આ સજા, તેને માટે દેહાંતદંડની સમક્ક્ષ જ ગણાય.
લક્ષ્મણ અયોધ્યાની બહાર નિકળી જાય છે. અને સરયુ નદીમાં આત્મવિલોપન કરે છે.
આવી હતી રઘુવંશના તત્કાલિન શાસન અને પ્રણાલી પ્રત્યેની માનાસિકતા આને વલણો.
આ માનસિકતાને ભારતની જનતાએ માન્ય રાખી બહુમાન કર્યું. આધુનિક યુગના કેટલાક મૂર્ધન્યોને બાદ કરતાં કોઈએ રામની નિંદા ન કરી. ન તો કોઈએ સીતા અને લક્ષ્મણની નિંદા કરી. હાજી આપણા એતદ્કાલિન એટકે પ્રવર્તમાન કેટાલાક મૂર્ધન્યોએ રામના અમુક કાર્યોની કુત્સિત ટીકા કરી. કારણ કે અનેક વિશ્લેષકોનું ધ્યેય “પોતે કેવા તટસ્થ વિશ્લેષક છે કે રામને પણ છોડે નહીં” એ પ્રદર્શિત કરવાનું હોય છે.
રામ સામાજિક પ્રણાલીઓનું જે નિષ્ઠા પૂર્વક વળગી રહ્યા. સત્યનું ઉગમસ્થાન ગમે તે નિમ્ન સ્તરેથી આવતું હોય તો પણ તેમણે તે સત્યનો હમેશા આદર કર્યો અને તેને અનુરુપ આચાર કર્યો. રામે, શાસકની સત્તાની જે સૈધાંતિક સીમા અને પરિભાષા રાખી હતી, તે સમજવા અને પચાવવા હાલના વિશ્વના વિદ્વાનો અને શાસકો પણ સક્ષમ નથી.
રામનું સૌથી મોટું અપમાન શું આજ છે?
ના જી. નહેરુવંશી અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓએ રામના ઘણા મોટાં અપમાન કર્યાં છે.
(ચાલુ)
શિરીષ મોહનલાલ દવે