Feeds:
Posts
Comments

Posts Tagged ‘શંકરાચાર્ય’

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

સ્વાવલંબન શું નિરપેક્ષ છે?

આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.

આમ તો સમાજ શાસ્ત્રના નિયમો પણ સાપેક્ષ હોય છે. જેમકે ગાંધીજીએ અહિંસાને પણ સાપેક્ષ જ ગણાવેલી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિસા.

આઇન્સ્ટાઈનની બીજી પણ એક થીએરી હતી તે “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” હતી.

સંભવ છે કે આ થીએરી આઈન્સ્ટાઈને આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદ માંથી કલ્પી હોય. આ અદ્વૈતવાદ, શંકરાચાર્યે વેદોમાંથી પુનર્‍પ્રસારિત કર્યો હતો એમ તેઓ કહેતા હતા.

અદ્વૈતવાદ આમ તો પ્રચ્છન્ન “યુનીફાઈડ થીએરી ઓફ એન્ટીટી” હતો.

આઈન્સ્ટાઈન પોતાની આ થીએરીને સિદ્ધ કરી શક્યા ન હતા. શંકરાચાર્ય અદ્વૈત વાદને સિદ્ધ કરવામાં માનતા ન હતા. પણ તેમણે તે સમયના અસ્તિત્ત્વ ધરાવતા બધા જ વાદોને પરાજિત કર્યા હતા. પણ આપણે આ બધી વાતો  નહીં કરીએ.

સ્વદેશી

મોદી સાહેબે કહ્યું કે આપણે સ્વદેશી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પાદન આપણે આપણા દેશમાં જ કરીએ અને વિદેશો ઉપર અવલંબન ન રાખીએ. મેક ઈન ઈન્ડિયા નો સિંહ યાદ કરો.

આમ તો ગાંધીજી પણ સ્વદેશી માં માનતા હતા. તેમણે ખાદી અને ગ્રામોદ્યોગોને મહત્વ આપ્યું હતું. જોકે તે વખતે કેટલાક મહાનુભાવોએ તેનો વિરોધ કરેલ. પણ જ્યારે સ્વદેશીના પ્રચારથી જે જનજાગૃતિના પરિણામો આવ્યા તે પછી આ મહાનુભાવોએ તેનો વિરોધ બંધ કરેલ.

આજના જમાનામાં જો મૂર્ધન્યો, સ્વદેશીનો ગાંધીજીના નામ હેઠળ વિરોધ કરે તો તો ભારે ટીકા થાય. કારણકે જમાનો બદલાઈ ગયો છે. કેટલાક મોડર્ન બાવાઓ સ્વદેશી અને અહિંસાનો વિરોધ કરે છે. પણ તેમની વાત આપણે અહીં  નહીં કરીએ. પણ જો કોઈ “તડ અને ફડ”વાળા સુપર વાર્ધક્યમાં પહોંચેલાને જો “સ્વદેશી”નો વિરોધ કરવો હોય તો કેવી રીતે કરે?

નરેન્દ્ર મોદીને ભાંડવાની ફેશન હજુ આઉટ ઓફ ડેટ થઈ નથી, એમ ઘણા લોકો માને છે. આપણા તડ-ફડવાળા મૂર્ધન્ય તેઓમાંના એક હોય એવું લાગે છે.

જો બાવા બન્યા હૈ તો હિન્દી તો બોલના પડેગા. એ નાતે, તટસ્થ બન્યા હૈ તો મોદી કે વિરુદ્ધ તો કભી ન કભી તો બોલના હી પડેગા.

“સ્વદેશી” ભલે ગાંધીજીએ પુરસ્કૃત કરેલો આઇડિયા હોય. પણ આર.એસ.એસ.વાળા પણ સ્વદેશીમાં માને છે. જો કે તેઓ કેટલી ખાદી પહેરે છે કે પહેરતા હતા તેની આપણે ચર્ચા નહીં કરીએ. પણ નરેન્દ્ર મોદી તો ખાદીમાં અને ગૃહ ઉદ્યોગમાં માને છે. સખી મંડળો કરોડો રુપીયાનો ટર્ન ઓવર કરે છે.

સ્વદેશી એટલે શું?

“સ્વદેશી” પણ અહિંસાની જેમ સાપેક્ષ છે. વિદેશમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે દેશમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. બંગાળમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ગુજરાતમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. સૂરતમાં થયેલા ઉત્પાદનની સાપેક્ષે ભાવનગરમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. વડવા માં થયેલા ઉત્પાદનની સાપેક્ષે કોબડીમાં રહેતા માણસો માટે કોબડીમાં થયેલું ઉત્પાદન સ્વદેશી છે. કોબડીમાં થયેલા ઉત્પાદન કરતાં તમારા ઘરમાં જ થયેલું ઉત્પાદન સ્વદેશી છે. પણ ઉત્પાદિત આઈટેમ એ જ હોવી જોઇએ. એટલે ગાંધીજી પૂછતા કે તમે કેટલા ગામોને ખાદી પહેરતા કર્યા એટલે કે ખાદી માટે સ્વાવલંબી કર્યા.

“જે વસ્તુ તમારા દેશમાં ન બનતી હોય કે ન બની શકતી હોય, તમે તેને વિદેશથી આયાત કરી શકો છો.” એમ ગાંધીજી કહેતા.

પણ કઈ વસ્તુનું સ્વદેશી કરણ કરવું તે તેની માંગ ઉપર અવલંબે છે.

મોરારજી દેસાઈની જનતા પાર્ટી અને ઇન્દિરાની કોંગી

ઇન્દિરા ગાંધી પોલીયસ્ટર યાર્નમાંથી ગૃહૌદ્યોગ દ્વારા કાપડ તયાર કરવામાં માનતાં ન હતાં. પણ મોરારજી દેસાઈ પોલીયસ્ટર ખાદીમાં માનતા હતા.

વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી, અને આયાત પણ કરતી હતી. ૧૯૭૭માં જનતા પાર્ટીના જોર્જ ફર્નાડીસે ડીજીટલ ઇલેક્ટ્રોનીક્સ ટેલીફોન એક્સચેન્જનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિત નું ગ્લોબલ ટેન્ડર બનાવ્યું અને બહાર પણ પાડ્યું. જનતા પાર્ટીની સરકાર પડી ગઈ. પણ આ ટેન્ડરમાં પરોઠા પગલાં ભરવા શક્ય ન હતું તેથી ૧૯૮૦-૮૨માં આ ટેન્ડરોને ઇવેલ્યુએટ કરી ફ્રાન્સની અલ્કાટેલ કંપનીની તરફેણમાં ફાયનલ કરેલ અને તેને ૪૦/૬૦ લાખ લાઈન ટેલીફોન એક્સચેન્જ માટેના ઓર્ડર આપેલ. ૧૯૮૩ની શરુઆતથી જ વર્લી-મુંબઈમાં તેનું ઇન્સ્ટોલેશન પણ ચાલુ થઈ ગયેલ.

યાદ રાખો, તે વખતે આપણા રાજિવ ભાઈ કે તેના મિત્ર સામ પિત્રોડાજી, ક્ષિતિજ ઉપર પણ ક્યાંય દેખાતા ન હતા. ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ તો ૧૯૭૯-૮૦મં અંકૂરિત થઈ ગયા હતા. પણ આપણા મહાનુભાવોએ તેનો યશ રાજિવભાઈને આપ્યો. આની ચર્ચા આપણે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર કરી ચૂક્યા છીએ. એટલે આ વાતને લંબાવીશું નહીં.

મહાત્મા ગાંધીને કે તેમના યથાર્થ અનુયાયીઓને અને ગાંધીજીના માનસપુત્ર વિનોબા ભાવેને વિદેશીમાલનો છોછ ન હતો. તેઓ કોઈ વાદમાં પણ માનતા ન હતા

નરેન્દ્ર મોદીને પણ વિદેશી ઉત્પાદનનો છોછ નથી. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેથી કરીને સ્વદેશી ઉત્પાદનની વાત કરવી અને તેને અનુલક્ષીને પગલાં લેવાં એ કંઈ ગુનો નથી.

નોકરી અને ધંધામાં ફેર શો?

નોકરીમાં આપણે આપણા પૈસાનું રોકાણ કરવું ન પડે. એટલે નોકરીમાં, નોકરીમાંથી ફારેગ થવા સિવાય બીજું કશું ખાસ રીસ્ક હોતું નથી.

ચીલા ચાલુ અર્થમાં, ધંધા બે જાતના હોય છે. ઉત્પાદન કરવાનો ધંધો. ઉત્પાદિત માલની વહેચણીનો ધંધો.

ખાસ કરીને તમે ઉત્પાદન કરવામાં શી રીત રસમો અપનાવો છો અને વહેંચણીમાં પણ કઈ રીત રસમો અપનાવો છો તેની ઉપર તમારું (સમાજનું) ચારિત્ર્યનું ઘડતર અવલંબે છે.

અર્થશાસ્ત્રમાં ઘણા વાદો છે. અને આ વાદોના નિષ્ણાતો હોય છે. આ નિષ્ણાતો, અર્થશાસ્ત્રના પરિબળોને ઓળખતા હોય છે આ પરિબળોને કન્ટ્રોલમાં રાખવા માટે, તેમની પાસે પોતાની માન્યતાઓ અને પોતાની વ્યુહરચનાઓ હોય છે. તમે આ સમજણને જેટલી વધુ ક્લીષ્ટ અને અમૂર્ત (એબસ્ટ્રેક્ટ) બનાવી શકો તેટલા તમે વધુ નિષ્ણાત ગણાવ. આવું ઘણા બધા લોકો (મૂર્ધન્યો સહિત) માનતા હોય છે. દેશના અર્થતંત્રને ખાડે લઈ જનાર, મનમોહન સિંહ મોટા અર્થશાસ્ત્રી મનાય છે. ભણેલ ગણેલ પણ અનીતિમત્તાનો છોછ નહીં, તેથી દોષનો ટોપલો બેક સીટ ડ્રાઈવર સોનિયા ગાંધી ઉપર નાખી દેવામાં આવે છે.

નરેન્દ્ર મોદી તે કંઈ અર્થશાસ્ત્રી છે!!

“સાલુ … નરેન્દ્ર મોદીએ ખરું કર્યું. ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું. સ્વદેશીનું ભાષણ આપી દીધું તે જુદું. મોંઘા અને બ્રાન્ડેડ ગોગલ્સ પહેરે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. આ મોદીનો તો કચરો કરી નાખવો છે.

મોદીને કેવીરીતે વગોવીશુ?

આ મોદી …. એક તો મગન માધ્યમમાં ભણેલો છે. અને તેપણ ગામડાની કોલેજમાં ભણેલો છે. કોને ખબર શું ભણ્યો હશે.

આપણને પ્રધાન મંત્રી તો, હાર્વર્ડ, કેમ્બ્રીજ કે કમસે કમ જીન્ના નહેરુ યુનીવર્સીટી (જે.એન.યુ.)માં ભણેલો હોય એવો જ ખપે. ભલે આપણે મહાત્મા ગાંધીજીની સ્વદેશીની વાતો કરીએ. ગાંધીજી પોતે જ ઈંગ્લેન્ડમાં જ બાર એટ લૉ થયેલા હતા ને!! હાલનો પ્રધાન મંત્રી તો સાવ ગધુભાઈ જેવો છે.

“તડ-ફડ”વાળા મૂર્ધન્ય બોલ્યા;

“મોદી બોલ્યા એમાં મુદ્દા ઓછા અને શબ્દો વધુ હતા” એવું ઠોકો. (આને સિદ્ધ કરવાની જરુર નથી). “ગાંધીજી તો વહેવારુ હતા”….  (એટલે કે નરેન્દ્ર મોદી વહેવારુ નથી એ વાત આપોઆપ સિદ્ધ થઈ ગયેલી માનો).

સ્વદેશીને સાપેક્ષવાદના પરિપેક્ષ્યમાં ન જુઓ. આપણે તો મહા વિદ્વાન અને તટસ્થ છીએ એટલે નિરપેક્ષતામાં માની છીએ, પણ શબ્દોની રમત ચાલુ રાખો. “સ્વદેશી, આત્મનિર્ભરતા, જમાનાની જરુરીયાતો, જમાનાના સંજોગો, ભણતર બધું જે કંઈ સવાસો વર્ષ પહેલાં હતું તેમાંનું આજે બધું બદલાઈ ગયું છે. ગાંધીજીએ કોમ્પ્યુટર ક્યાં જોયું હતું? … “હેં?

“ગાંધીજીનું સ્વદેશીનું સૂત્ર આજના જમાનામાં અસરકારક ન ગણાય. બધું જ પરિવર્તનશીલ છે… ” એવું ઠોકો. “આજના જમાનામાં સ્વદેશી રહેવું પોષાય નહીં. આધુનિક શસ્ત્રો અમેરિકા પાસે થી લેવા જ પડે. અને અમેરિકાએ આપણી પાસે દવાની ભીખ માંગવી પડે. હે મોદી સાહેબ, તમને સત્તા મળી ગઈ એટલે બધું જ્ઞાન પણ મળી ગયું એવું ન માનો. …”.

હવે આપણે થોડી રાજીવ ગાંધીભાઈની પ્રશંસા કરી નાખીએ. તેમની આર્ષ દૃષ્ટિનું વિવરણ નહીં કરીએ. કારણકે એમાં તો ક્યાંક આપણે જ ફસાઈ જઈએ એવી શક્યતા છે. આપણે કંઈક બભમ બભમ કહીએઃ

“આવતી કાલનું ભારત કેવું હોય અને કેવું હોવું જોઇએ તે બાબતનો સૌથી સચોટ અને સૌથી વધારે સ્વિકાર્ય ખ્યાલ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં આપ્યો હતો. આજે ભલે એક પેઢી પૂરી થઈ ગઈ હોય. પણ રાજીવ ગાંધીનું આ ઉદ્‌બોધન આજે ય એટલું જ ચોટડૂક (ચોંટેલું) અને એટલું જ પ્રેરણાદાઈ છે…..”

આમાં આપણે સમજવું શું?

આ તો ૧૯૮૫ની વાતો છે. મીસ્ટર ક્લીને યુનીયન કાર્બાઈડના એન્ડરસનને સરકારી વાહનમાં બેસાડી ભગાડી દીધેલ. તે વાતને દબાવી દીધેલી. પણ અહીં એ વાત અસ્થાને છે. જો કે આમ તો આર્ષદૃષ્ટા માણસ માટે અનીતિના દુષ્પરિણામોની આર્ષ દૃષ્ટિ હોવી જોઇએ. પણ એ વાતને જવા દો. રાજીવભાઈએ કરેલું શું? તેમના આઈડીયાઓ કેવા હતા?

તેઓ દેશમાં ડીજીટલ ઈલેક્ટ્રોનિક્સની ક્રાંતિ લાવેલા?  તેઓ દેશમાં કોમ્પ્યુટર લાવેલા? તેઓ દેશમાં સોફ્ટવેર લાવેલા?

ના જી.  ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ના ઓર્ડર નો પાયો તો ૧૯૭૮માં નંખાયેલો. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ સોફ્ટવેર પ્રોગ્રામ આધારિત હોય છે. સ્ટ્રોર્ડ પ્રોગ્રામ કન્ટ્રોલની ટ્રેનીંગ ૧૯૭૮માં “એડવાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર” ગાઝીયાબાદમાં શરુ થઈ ગયેલી. સોફ્ટવેર વગર ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ ચાલે જ નહીં. ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ માટે ડેડીકેટેડ કોમ્પ્યુટર એક ટેસ્ટીંગ પેરીફેરલ હોય છે. એટલે કોમ્પ્યુટર પણ તાજા જન્મેલા બાળક જેવા ન હતા. તમે જ્યારે ડીજીટલ ઈલેક્ટ્રોનીક્સને લાવો એટલે પર્સનલ કોમ્પ્યુટર આવેલા જ હોય છે. વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે જ. પહાડો ઉપર ધોધ પડવા શરુ થાય જ. સમયનો સવાલ છે. પણ જે આવવાનું છે તે આવવાનું જ છે.

વાત એમ છે કે રાજીવભાઈએ કોમ્પ્યુટર માટે કેટલીક છૂટછાટ આપેલી. જે આમ તો હાસ્યાસ્પદ હતી. રાજીવભાઈની કોમ્પ્યુટર વિષેની અજ્ઞાનતા દર્શાવતી હતી.

શું હતી આ છૂટ છાટ?

computer paper

તે વખતે ભારતમાં કદાચ મોટેભાગે, પ્રીન્ટર સાથે કન્ટીન્યુઅસ (સળંગ) અને ડાબી-જમણી કિનારીઓ ઉપર પરફોરેટેડ (કાણાવાળો) પેપર વપરાતા હતા. કદાચ રાજીવભાઈનો અને સરકારી અફસરો નો ખ્યાલ એવો હતો કે આવો સળંગ પેપર જ કોમ્પ્યુટરયુગની ઓળખ છે. આ પેપરની રચના એવી હોય છે કે, એક તો તે સળંગ હોય, તેની બંને કિનારઓ ઉપર કાણાઓ હોય છે, જેથી જ્યારે પ્રીંટ થતો હોય ત્યારે તે પેપર સીધો રહે. આવા પેપરને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવી હતી. હજી પણ બેંકો આવા પેપર વાપરે છે. બેંકોના કર્મચારીઓને કે સાહેબોને એટલું પ્રાથમિક જ્ઞાન પણ હોતું નથી કે પેપર ના માર્જીન (હાંસીયા) સેટ કરી શકાય છે.  ફોન્ટને પણ સેટ કરી શકાય છે.. આમ કરશું તો જે પ્રીન્ટ થયું છે તેનો અર્થ સરશે. પણ આ તો અલગ વાત છે. આપણા રાજીવ ભાઈ ના કોમ્પ્યુટરના ખ્યાલ કંઈક આવા હતા.

ટેક્નોલોજી હમેશા વિકસતી જ હોય છે. જેઓ તેના ઉપયોગ સાથે સંકળાયેલા હોય છે તેમને ટેક્નોલોજીની નવી નવી ક્ષમતાઓની ખબર હોવી જ જોઇએ. આ ક્ષમતાના ક્ષેત્ર વિષે વિચારીએ તો આપણે અચૂક કહી શકીએ કે રાજીવભાઈ તેમના જમાનામાં રહેલી ટેક્નોલોજીની ક્ષમતા જેટલી હતી અને તે ક્ષમતા વિષે તેમનું જે જ્ઞાન હતું, તેના કરતાં નરેન્દ્ર મોદી હાલમાં પ્રવર્તમાન ટેક્નોલોજીની જે ક્ષમતા છે તેના વિષે વધુ જાણે છે.

આ એક બહુ જ મહત્ત્વની વાત છે. સામાન્ય રીતે મોટા મોટા અધિકારીઓ પણ, ભલે પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય, તેઓ પોતે પોતાને શું જોઇએ છે તે વિષે જાણતા હોતા નથી. તકનિકી ક્ષમતાની તો વાત ક્યાં કરવી! આવા અધિકારીઓમાં ઉચ્ચ સરકારી અફસરો સહિતના, અફસરો પ્રથમ ક્રમે આવે છે.

સંરક્ષણ ક્ષેત્રમાં સ્વાવલંબનઃ

આની કલ્પના તો નહેરુને ચીનના ભારત ઉપરના સરળ વિજય પછી લાધી હતી. તે માટે તેમણે સંરક્ષણ ખાતાને બે વિભાગમાં વહેંચ્યું હતું. તેમાનું એક સંરક્ષણ ઉત્પાદન ખાતું હતું. આ તો લાંબી વાત છે. પણ તડ-ફડ વાળા ભાઈ ભૂલી ગયા લાગે છે. નહેરુનો આ રાજકારણીય નિર્ણય હતો. ઓળઘોળ કરીને યુદ્ધની હારનો દોષનો ટોપલો મેનનને માથે નાખી દીધેલો. પણ મેનન તો એમના પાકા ગલગલતા મિત્ર હતા. મેનનને હટાવવાના દબાણને કારણે કેવીરીતે હેમખેમ બહાર આવવું એ નહેરુની સમસ્યા હતી. આ વાત લાંબી છે અને અહીં અપ્રસ્તુત છે. સંરક્ષણ બાબતમાં સ્વાવલંબન સિદ્ધ કરવાનો સંકલ્પ ૧૯૬૨નો છે.

સંરક્ષણ બાબતમાં કેટલું સ્વાવલંબન સિદ્ધ થયું તે બાબત, આ શતાબ્દીના પ્રથમ દશકામાં સેનાએ જ્યારે સંરક્ષણ યંત્રોના સ્પેરપાર્ટ્સની તંગીની વાત રજુ કરી, તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે.

ભારતમાં બૌધિક ગરીબાઈ છે?

આપણો દેશ બૌધિક સંપત્તિમાં (ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં) ગરીબ નથી. નવી શોધખોળો માટે સક્ષમ છે. “ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે જોઇએ તેવું ઉત્પાદન કરવા સક્ષમ છે.

ભારત માટે ખાટલે ક્યાં ખોટ છે.

ભારતમાં સામાજીક અને રાજકીય સમસ્યાઓ અને તે પણ “કોંગી”એ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓએ તેઓની પ્રાથમિકતા સ્વકેન્દ્રી હોવાને કારણે ઉભી કરેલી છે.

ગાંધીજી, વિનોબા અને નરેન્દ્ર મોદીના સ્વદેશી (સ્વાવલંબનમાં) ભીન્નતા શું છે?

સૈદ્ધાંતિક રીતે કશી જ નહીં. ગાંધીજી પણ સંરક્ષણ ક્ષેત્રે સ્વવલંબનમાં માનતા હતા. તેઓ એ કહ્યું હતું કે જ્યારે બીજા દેશો અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય ત્યારે આપણે અહિંસાની વાત ન કરી શકીએ. જ્યારે પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલ અને નહેરુ ગાંધીજીની સલાહ લેવા ગયા. ગાંધીજીએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કહી દીધું કે કાશ્મિરનુ રક્ષણ કરવું આપણી ફરજ છે.

ગાંધીજી લોકોની અપેક્ષાઓને સમજતા હતા. વિનોબા ભાવે થોડા નિરપેક્ષતા વાદી હતા. કેટલાકના મત પ્રમાણે, વિનોબા ભાવે પ્રત્યે, લોકોની અપેક્ષા શું છે તે વાત તેઓ સમજતા ન હતા. તો કેટલાકના અભિપ્રાય પ્રમાણે લોકોની અપેક્ષાઓને તેઓ સમજતા હતા પણ તે પ્રમાણે તેઓ પોતાની જાતને ઢાળવા માગતા ન હતા. ગાંધીજી અને વિનોબા બંને, કોઈ વાદમાં માનતા ન હતા. વિનોબા ભાવે “વાદ”ને બૌદ્ધિક પછાતપણુ માનતા હતા.

નરેન્દ્ર મોદી, ગાંધીજીના “સ્વદેશી”થી અજ્ઞાત નથી. અને લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓને પણ તેઓ સમજે છે. નરેન્દ્ર મોદી પોતાના કામના પ્રચારમાં પણ માને છે. જ્યારે જનતાનો પ્રાભાવિક હિસ્સો અજ્ઞાની અને ગરીબ હોય ત્યારે પ્રચાર જરુરી બની જાય છે. જો તમે આમ ન કરો તો તમારા વિરોધીઓ તેનો લાભ લઈ જઈ શકે છે. આ વાતની અનુભૂતિ આપણને ૨૦૦૪ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. સમાચાર માધ્યમોનો વ્યાપ અતિ વિશાળ હોવા છતાં કોંગીઓ કેવી કેવી અફવાઓ ફેલાવે છે તે આપણે જાણીએ જ છીએ. ટકી રહેવા માટે પણ  પ્રચાર આવશ્યક બની જાય છે.

શું ૧૦૦ ટકા સ્વદેશી વાપરવું આવશ્ય્ક છે?

૧૯૭૭માં જ્યારે જનતા પક્ષની સરકાર આવી ત્યારે મોરારજી દેસાઈએ ખાદીને સરકારી સંસ્થાઓ માટે ફરજીયાત બનાવી હતી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓને પસંદ ન હતી. તેઓ કહેતા હતા કે જો બધા જ ખાદી પહેરશે તો પછી મીલનું કાપડ વાપરશે કોણ. જવાબ હતો, કે તેની નિકાસ કરો. હુંડીયામણ મળશે. વળતો સવાલ હતો, કે તો પછી આટલા બધા હુંડીયામણને દેશ કરશે શું? આ બેહુદો સવાલ હતો.

નરેન્દ્ર મોદી પણ ખાદી ગ્રામોદ્યોગના ઉત્પાદનના વપરાશને સરકારી ખર્ચાઓમાં ફરજીયાત બનાવી શકે છે. સરકારી નોકરો તેમજ જે સંસ્થાઓ સરકારી સબ્સીડીઓ લે છે તે સૌ માટે પણ સ્વૈચ્છિક રીતે ખાદી પહેરવાની અને ગ્રામોદ્યોગ-વપરાશની ભલામણ કરી શકે છે. ગરીબીને તાત્કાલિક રીતે દૂર કરવાનો આ એક માત્ર રસ્તો છે. કોંગી માટે આ રસ્તો હાથવગો હતો. પણ તેને તો માત્ર દંભ કરવો હતો અને તેની પ્રાથમિકતા માત્ર સત્તા જ હતી.

અન્ન વસ્ત્ર અને રહેઠાણમાં જો ફરજીયાત સ્વાવલંબી થઈએ તો બાકી શું રહેશે?  સરકાર માટે તો ઘણું બાકી રહેશે. પણ જો જનતા સ્વાવલંબી બનશે તો જનતામાંથી આવતા નોકરો જેઓ સરકાર ચલાવે છે તેઓમાં સ્વાવલંબનની ધગશ ઉત્પન્ન થશે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

(તાતસ્ય કૂપોયમીતિ બ્રુવાણા ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ) અર્થાત્‌

તાતસ્ય કૂપઃ અયમ્‌ ઈતિ બ્રુવાણાઃ

ક્ષારં જલં કા પુરુષા પિબન્તિ

(આ કૂવો તો બાપાનો છે. માટે ભલે આ કૂવાનું પાણી ખારું હોય તો પણ પીવો. આવું કાપુરુષ કરે છે.)

દાખલોઃ

૧૯૭૦ના દશકામાં વિકસિત દેશો તેમના ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો ને ભંગારમાં નાખતા હતા ત્યારે ઇન્દિરા ગાંધી દેશમા ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જો બનાવતી,(અને આયાત પણ કરતી હતી).

Read Full Post »

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩

ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ

જો કે ૯૯.૯૯૯૯૯૯ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.

ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.

તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.

શંકરાચાર્ય સમજાવે છે

શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે …  વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણેઅદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈનની લેખમાળામાં બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.

બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા હોઈ શકે.

પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.

હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.

એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ

દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.

શરીર સંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિકણ એટલે કે એન્ટીકણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટીમેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.

એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિતત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટીક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિકણ ફોટોન પોતે છે.

કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર

એક ફોટોનનું કંપન  એક્સએક્સીસમાં હોય તો તેના પ્રતિકણનું કંપન તેને લંબ એવી વ્હાયએક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને  વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ક્ષણે તેના પ્રતિકણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.

બ્ર્હમાણ્ડમાં તત્ક્ષણ છે

“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”

જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.

જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ  સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.

હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય)  હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને  અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.

અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.

અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.

એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.

આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.

ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.

ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.

ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.

પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?

ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.

ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?

અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.

તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.

કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?

હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?

જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.

પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!

એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.

વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.

મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે

જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની  શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને  આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.

આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.

બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ

એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

અમે ઑદાઓ આવા … ભાગ – ૨

ગયા પ્રકરણમાં અમુક વાતો રહી ગઈ હતી અને કેટલાક મિત્રોએ કેટલીક ચોખવટ માગી એટલે ભાગ – ૨ લખવાનું મન થયું.

ભવસુખ ભાઈએ કહ્યું કે “ઑદા” શબ્દ કાઠીયાવાડમાં પ્રચલિત નથી. પણ જોકે સુરેશભાઈ જાનીએ “ઑદા, કૉદા અને આખલા” એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે ગુજરાતમાં તો “ઑદા” શબ્દ પ્રચલિત હશે જ.

જો કે મને ત્યારે ખબર પડી કે જ્યારે અમે બ્રાહ્મણોની વાતો કરતા હતા ત્યારે મેં પૂછ્યું કે જેમ ઔદિચ્ય બ્રાહ્મણો, બીજા બ્રાહ્મણોની વિષે નિંદારસનું પાન કરીએ છીએ તેમ બીજા બ્રાહ્મણો પણ આપણી વિષે કંઈક તો કહેતા જ હશે. એટલે મારા પિતાશ્રીએ કહ્યું કે હા તેઓ અંદર અંદર આપણને “ઑદા … ઑદા … કહ્યા કરે”

જોકે ભવસુખભાઈની વાત સાચી છે. બધા શબ્દો બધે પ્રચલિત હોતા નથી. કેટલીક વખત કોઈ એક શબ્દ પ્રયોગ અમુક જુથ કે કોમ્યુનીટીમાં કે ગામમાં પૂરતો જ પ્રચલિત હોય છે.

જેમ કે “ડૂંગરે જવું”

અમારે લુણાવાડામાં ઔદિચ્યોના ૫૦૦ ઘર એટલે આમ તો ઘણા કહેવાય. કારણ કે લુણાવાડાની વસ્તી જ માંડ ૧૫૦૦૦ હતી. એટલે કે ૩૦૦૦ ઘર કે તેનાથી પણ ઓછાં ઘર. તેમાં ૫૦૦ ઘર ઑદાઓના. એટલે લગભગ સત્તર થી વીસ ટકા થયા. વસ્તીમાં ૨૦ ટકા મુસલમાનો પણ આવી જાય. એટલે હિન્દુઓમાં તો ઑદાઓ લગભગ ૩૦ટકા થઈ જાય.

ઔદિચવાડ કોને કહેવો?

હાટાના કૂવાથી ઠાકોરવાડની હદ સુધી ઔદિચ્યો રહે.

તેવી જરીતે ચૌટાચોકના હાટાના કૂવાથી ઘેલીમાતાના કૂવા સુધીના રાજમાર્ગ ઉપર પણ ઔદિચ્યો રહે. પોલીસ સ્ટેશન થી ડુંગરાભીંત વિસ્તાર અને અંદરની ગલીઓમાં પણ ઔદિચ્યો રહે. લુહાર કોઢ અને સોનીવાડમાં છૂટક છૂટક ઔદિચ્યો રહે તે જુદા. ડુંગરાભીંત વાળા પોતાના વિસ્તારને ઔદિચવાડ કહે. તેઓ મળોત્સર્જનની ક્રિયા કરવા ડુંગરે જાય એટલે જો તેમનું કોઈ સંડાસ કરવા ગયું હોય તો એમ કહે કે “ડુંગરે ગયા છે.”

એક બીજો એવો શબ્દ છે “પોપો”

આ શબ્દ સ્પેનીસ છે. તેનો અર્થ મળ કે મળ ઉત્સર્જનની ક્રિયા એમ થાય છે. મારી ડોટરની મેઈડ સર્વન્ટ કે જે સ્પેનીસ હતી તે આ શબ્દ વાપરતી. શબ્દ ગમી જવાથી અમે બધાએ તેને વપરાશમાં સ્વિકારી લીધો છે. મારે પોપો પ્રોબ્લેમ છે. રોજ ત્રીફળા લેવી પડે છે. પુરુષોમાં અમુક ઉંમર પછી પોપો પ્રોબ્લેમ કોમન હોય છે. તમને પોપો પ્રોબ્લેમ છે? ઇત્યાદિ. (સંડાસ જવા માટે ગુજરાતીમાં આશરે ૧૫ થી વીસ શબ્દો છે.)

ઓગણીશની સદીના અંત સુધી ઔદિચ્યોમાં સંસ્કૃતનું મહત્વ ઠીક ઠીક રહ્યું. ઓગણીશમી સદીના ઉત્તરાર્ધથી બેન્ટીકની શિક્ષણ પ્રથા ઠીક ઠીક રીતે ગુજરાતમાં અમલમાં આવવા માંડી.

રાવલોમાં જેઓ ભારદ્વાજ હતા તેઓ સુધારાવાદી હતા. તેમણે બહેનોને પણ મધ્યમ કક્ષાનું શિક્ષણ આપવા માંડ્યું અને બહેનો પણ નોકરી કરતી થઈ. ભાર્ગવોમાં બેનો ભણતી ખરી પણ નોકરી કરતી ન હતી. જે કન્યાઓ ભારદ્વાજને પરણતી તેમને પણ તેઓ નોકરી કરવાની છૂટ આપતા. નોકરી એટલે શિક્ષકાની નોકરી એમ સમજવું. વિદ્યારામ રાવલ જેઓશ્રી હિરાલાલના પિતાશ્રી હતા તે એક મોટા લેખક ગણાતા. તેમના પુત્ર વધુ કૃષ્ણાગૌરીએ ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા “મહેન્દ્રકુમારી” લખેલી”. કૃષ્ણાગૌરીએ લગ્ન થયા પછી અમદાવાદમાં પ્રાઈમરી ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં જુનીયર કોલેજ કરેલી.

દવે અને ત્રીવેદી આ બધું શું છે?

અટકોને ગોત્ર સાથે સંબંધ નથી. ઘણા લોકો એવું માને છે કે જેઓ જેટલા વેદ જાણતા હોય તેની સંખ્યા પ્રમાણે તેમની અટકો હોય છે. પણ આ વાત બરાબર નથી એમ મારા પિતાશ્રી કહેતા હતા.

વેદ તો એક જ છે. તે વેદ ઋગવેદ છે. ઋગવેદમાં જે યજ્ઞના શ્લોકો હતા તેને છૂટા પાડ્યા તેને યજુર્વેદ નામ આપ્યું. જે ગાઈ શકાય તેવા શ્લોકો હતા તેને સામવેદ નામ આપવામાં આવ્યુ. આમ ત્રણ વેદ છે. અથર્વ વેદ, આયુર્વેદ, ધનુર્વેદ … એ બધા વેદોમાં આવતા નથી.

દવે નો અર્થ દ્વિવેદી થાય છે. દ્વિવેદી એટલે દ્વિ વેત્તી એટલે કે જે અદ્વૈત અને દ્વૈતનો ભેદ જાણે છે અને તેમાં માને છે તે દ્વિવેત્તી એટલે કે દ્વિવેદી છે. દવેનું મહારાષ્ટ્રીકરણ દવે કેવી રીતે થયું તે અમે જાણતા નથી. શક્ય છે કે ક્યારેક પેશ્વાની નોકરી હોય.

જેઓ પુરુષ, પ્રકૃત્તિ અને ઈશ્વર એમ ત્રણ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ત્રિવેત્તી એટલે કે ત્રિવેદી. જે ચાર મૂળભૂત તત્ત્વોમાં માને છે તે ચતુર્વેત્તી એટલે કે ચતુર્વેદી. જે પાંચ મૂળભૂત તત્ત્વોમાં માને છે તે પંચવેત્તી (પંચ મહાભૂત) એટલે કે પંચોળી.

અદ્વૈતમાં પ્રાણ તત્ત્વને માત્ર મૂળભૂત તત્ત્વ માનવામાં આવે છે. આ મૂળભૂત તત્ત્વની અનુભૂતિ તે માયા (ગુણધર્મ) છે. એટલે પદાર્થની અનુભૂતિ તેના ગુણને લીધે થાય છે. એટલે કે પદાર્થ ને ગુણમાં (શક્તિ આકર્ષણ) ભેદ નથી. સુક્ષ્માતિસુક્ષ્મ વિશ્વમાં જોઇએ તો પદાર્થ શું છે તે જાણી શકાતું નથી. શંકરાચાર્યની આ માન્યતા આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને મળતી આવે છે.

શંકરાચાર્ય અને બૌદ્ધ પંડિતો વચ્ચે એક શાસ્ત્રાર્થ આમ થયેલ.

બૌદ્ધ; “ બ્રાહ્મણ કોણ?”

શંકરાચાર્ય; જેનામાં આ ત્રણ ગુણ હોય તે બ્રાહ્મણ. (૧) તે જન્મે બ્રાહ્મણ હોવો જોઇએ (૨) તે વિદ્વાન હોવો જોઈએ (૩) તે શુદ્ધ અને નીતિમાન હોવો જોઇએ

બૌદ્ધ; ધારો કે તેનામાં આમાંથી એક ગુણ ઓછો હોય તો શું તેને બ્રાહ્મણ કહી શકાય?

શંકરાચાર્ય; હા તે જન્મે બ્રાહ્મણ ન હોય, પણ જો તે વિદ્વાન અને શુદ્ધ-નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.

બૌદ્ધ; ધારો કે તેનામાં આ બે ગુણોમાં થી એક ન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?

શંકરાચાર્ય; હા જો તે વિદ્વાન ન હોય પણ શુદ્ધ અને નીતિમાન હોય તો પણ તેને બ્રાહ્મણ કહી શકાય.

બૌદ્ધ; ધારો કે કોઈ વ્યક્તિ શુદ્ધ ન હોય તો પણ નીતિમાન હોય તો તેને બ્રાહ્મણ કહી શકાય ખરો?

શંકરાચાર્યઃ શુદ્ધતા અને નીતિમત્તા સાથે જ જાય છે. તે ભીન્ન નથી. તે બંને એક જ છે. અને શુદ્ધતા નીતિમત્તાની અંતર્ગત જ આવે છે. અને નીતિમત્તા વગરનો વ્યક્તિ બ્રાહ્મણ ન કહી શકાય.

બૌદ્ધ; તો તો પછી દરેક વ્યક્તિએ બ્રાહ્મણ જ થવું જોઇએ.

શંકરાચાર્યઃ મનુષ્યની ગતિ બ્રાહ્મણત્ત્વ તરફની હોવી જોઇએ. ઈશ્વરની ઈચ્છા આમ જ છે.

બૌદ્ધ; દાખલો આપશો?

શંકરાચાર્યઃ વ્યક્તિ જન્મે છે ત્યારે તે શુદ્ર હોય છે. જેમ તે મોટો થાય તેમ તેને “આ વસ્તુ મારી છે આ વસ્તુ મારી છે ..” એવું વર્તન કરે છે અને સંચય કરે છે. આ વૈશ્ય છે. જેમ તે મોટો થાય તેમ તેને સમજાય છે કે જેમ મારો હક્ક છે તેમ બીજાનો પણ હક્ક છે, તેથી તે બીજાના હક્કની પણ રક્ષા કરે છે. તે ક્ષત્રીય છે. વ્યક્તિ જેમ જેમ વધુને વધુ જ્ઞાન મેળવતો જાય ત્યારે તેને જ્ઞાન થાય છે કે આ આખું વિશ્વનું બધું ઈશ્વરમય છે ત્યારે તે શુદ્ધ અને નીતિમાન બને છે. અને તે બ્રાહ્મણ છે. ઈશ્વર એવું ઈચ્છે છે કે બધા બ્રાહ્મણ બને.

બૌદ્ધ; તમે તો એવી વાત કરો છે કે “એક માણસને તીર વાગ્યું અને તમે તે તીર ક્યાં કેવી રીતે વાગ્યું? કઈ દિશામાંથી આવ્યું? કોણે તીર ચલાવ્યુ? શા માટે તીર ચલાવ્યુ? જો તમે આવું કરશો તો જેને તીર વાગ્યું છે તે તો બિચારો મરી જશે. અમે તો એમ કહીએ છીએ કે આ બધું છોડો, જેને તીર વાગ્યું છે તેની સારવાર કરો.

શંકરાચાર્ય; સારવાર કરવી તે પણ જ્ઞાનનો હિસ્સો છે. અમે સારવારની મનાઈ કરતા નથી. પણ જો તમે તીર વિષે તપાસ નહીં કરો તો તીર ફરીથી આવશે. માટે જ્ઞાનમાર્ગ એ ઉત્તમ માર્ગ છે.

ઈતિ.

    ————————————-

જો આમ જ હોય તો પછી જ્ઞાતિઓ કઈ?

માણસમાં ફક્ત બે જ ભેદ છે. મનુષ્ય અને રાક્ષસ.

જે પોતાના કર્મ, વિશ્વ શાંતિ માટે કરે છે એટલે કે વિશ્વ હિત માટે કરે છે તે માણસ છે. જે વ્યક્તિ સ્વાર્થ માટે કર્મ કરે છે તે રાક્ષસ છે.

રાક્ષસ એક વિશેષણ છે.

રાક્ષસો પણ યજ્ઞ કરતા હતા. અને માનવો પણ યજ્ઞ કરતા હતા. પણ માનવો વ્યાપક હિતમાં યજ્ઞો કરતા હતા જ્યારે રાક્ષસો સ્વહિત માટે યજ્ઞો કરતા હતા.

યોગઃ કર્મષુ કૌશલમ્. તમે કુશળતા પૂર્વક કામ કરો તે યોગ, યજ્ઞ છે.

આ તો બધી ગનાનની વાતો થઈ,

અમે બ્રાહ્મણો પ્લાનીંગ કરીએ પણ ઉંધેથી શરુઆત કરીએ.

એટલે કે જો એક લાખ રુપીયા મેળવવાનું પ્લાનીંગ કરવાનું હોય તો અમે એક લાખ રુપીયા મળી ગયા પછી તેને કેવી રીતે વાપરશું તેનું પ્લાનીંગ કરવા માંડીએ. અને આ વિચારો જ એટલા લાંબા ચાલે કે   રકમ બદલાયા કરે અને અમારો ભગવાન સાથે વાતો કરવાનો સમય આવી જાય.

અમારે વિષે એક કથા છે કે કોઈએ લક્ષ્મીજીને પૂછ્યું કે તમે બ્રાહ્મણને ઘરે કેમ ઓછા પ્રમાણમાં હો છો?

લક્ષ્મીજીએ કહ્યુ; એક બ્રાહ્મણ હતો તેણે મારા ધણીને લાત મારી. (ભૃગુ ઋષિએ વિષ્ણુ ભગવાનને લાત મારેલી એમ કહેવાય છે), બીજું એ કે આ બ્રાહ્મણો મારી શોક્યને (સરસ્વતીને) સતત તેમની જીભ ઉપર રાખે છે. વળી આ બ્રાહ્મણો મારા ઘરને તોડી તોડીને ઉમાપતિને ચડાવે છે. (કમળ જે લક્ષ્મીનું ઘર ગણાય છે તેને તોડીને ઉમાપતિ એટલે શિવજીને ચડાવે છે). તો હું તેમને ઘરે કેવી રીતે જાઉં? (આ તો ઠીક છે કે શંકર ભગવાનની આંખોની શરમને લીધે તેમને ખાધે પીધે સુખી રાખું છું).

આમ તો અમે કહીએ “એ આમંત્રણ આપશે તો વળી જઈશું. નહીં તો એ મોચીને ત્યાં જમવા જ કોણ જાય છે.” એટલે કે જો આમંત્રણ આપે તો સારું છે. ન આપે તો તેને મોચી કહી દેવાનો.

લાડુ મળે તો ખાઈ લેવા. નહીં તો રોટલા અને મરચામાં પણ ખુશ રહેવું. એકાદી સરસ્વતી સંભળાવીને વાત ભૂલી જવી.

નાગરો પાસે પણ જો થોડા ઘણા પૈસા આવી ગયા હોય તો તેઓ આરામથી હિંડોળે બેસીને જીંદગી પસાર કરે. આ વાત મને એક નાગરે જ કરી હતી. અને એ વિગત પણ આપી હતી કે ફલાણા ફલાણાઓ એ આખી જીંદગી ખાઈ પીને હિંડોળે બેસીને જ પસાર કરેલી.

અમે ઑદાઓ ટેટાનો બેટો પણ કરીએ.

બીરબલ ઑદો હતો. આમ તો તુલસીદાસ પણ ઑદા હતા. પણ એમની વાત નહીં કરીએ. બીરબલની વાત કરીશું.

બીરબલે કહ્યું કે તમે મહિલાઓને શાંત બેસાડી ન શકો. અકબરે બધી મહિલાઓને એવી આજ્ઞા સાથે બોલાવી કે કોઈએ કશું બોલવું નહીં.

બધી મહિલાઓને એક વિશાળ વડના ઝાડ નીચે બેસાડી. અકબરની રાણી પણ ઝાડ નીચે બેઠી. બધી મહિલાઓ અંદર અંદર ઈશારાઓથી પૂછ્યા કરે કે કેમ બોલાવી છે ….. કેમ બોલાવી છે.. ???  કારણ કે બોલવાની તો બંધી હતી. દૂર બેઠેલી મહિલા પાસે ટેટો પડ્યો. આજુ બાજુ બેઠેલી મહિલાઓને ખબર નહીં કે શું થયું અને શેનો અવાજ આવ્યો. તેમાંની એકથી ન રહેવાયું તેણે હાથના ઈશારાથી પૂછ્યું શું થયું? પેલીએ કહ્યું “ટેટો”. હવે આ પૂછપરછ આગળ ચાલી અને ટેટાનો બેટો ક્યારે થઈ ગયો ખબર ન પડી. બોલવાની બંધી પણ બેટો … બેટો થઈ રહ્યું. બોલવાની બંધીમાં “રાણીનો બેટો ફાટી પડ્યો એવી સમજણ થઈ.” એક મહિલાથી ડૂસકું ભરાઈ ગયું. પછી બીજી મહિલાઓ કંઈ થોડી ઝાલી રહે? ભેંકડાઓ ચાલુ થઈ ગયા.

    ———————

મારા દાદા દત્તાત્રેયના ભક્ત હતા.

અમારા ઘરમાં દત્તાત્રેય ની એક મૂર્તિ. એ વિષે એક એવી કથા મારા મોસાળમાં પ્રવર્તે કે મારા દાદાને દત્તાત્રેય ભગવાન સ્વપ્નમાં આવેલ. અને તેમને કહ્યું કે હે વત્સ હું ફલાણા કૂવામાં છું. તું મને બહાર કાઢ. મારા દાદાએ શરુઆતમાં દાદ ન આપી. પણ ત્રણચાર વાર એજ સ્વપ્ન આવ્યા કર્યું એટલે તેઓ તે કૂવા પાસે ગયા. તો જોયું કે છ સાત ઈંચની પિત્તળની મૂર્તિ પાણીથી ત્રણ ઈંચ અદ્ધર તરતી હતી. મારા દાદા કૂવામાં ઉતર્યા અને મૂર્તિ લઈ લીધી અને ઘરે લાવી પાલખામાં સ્થાપિત કરી.

વાસ્ત્વમાં શું હતું? મારા દાદા શાસ્ત્રી હતા. કથા કરતા. વાણિયાઓમાં ભાગવત કથા કરતા. તેઓશ્રી આડી અવળી વાતો કરે નહીં સંસ્કૃત શ્લોક વાંચે અને પછી તેનો ગુજરાતીમાં શબ્દશઃ અર્થ કરે. તેઓ શ્રી જ્યોતિષ શાસ્ત્ર જાણતા હતા. તેથી કુંડળી પણ બનાવી આપતા. જોકે તેઓ ભવિષ્યવાણીમાં માનતા ન હતા. તે કહેતા કે કુંડળી ઉપરથી ભવિષ્ય ન કહી શકાય. આ તો જે લોકોએ ગ્રહો નક્ષત્રોના ગણિતનો અભ્યાસ કર્યો, તે ગ્રહો અને નક્ષત્રો કોઈના જન્મસમયે કેવી સ્થિતિમાં હતા તે તેઓ નોંધીને બતાવે છે. જોતિષીઓ જે ભણ્યા તેનો ઉપયોગ આમ જનતા માટે થયો. જનતાએ આ માટે કંઈક દક્ષિણા આપી. એટલે જ્યોતિષ શાસ્ત્રીએ તેમને આશિર્વાદ આપ્યા કે આવી ગ્રહો નક્ષત્રોની સ્થિતિમાં જન્મેલાઓનું ભવિષ્ય આવું બન્યું તેથી તમારું પણ એવું ઉજ્વળ ભવિષ્ય થજો.

આવા અમારા દાદા કોઈ વાણિયાને ઘરે કોઈ પારાયણ માટે ગયેલા ત્યારે તેમણે તેના બાબલાંઓને કોઈ મૂર્ત્તિથી રમતા જોયા. તેમણે તે જોયું કે તે મૂર્ત્તિ દત્તત્રેયની હતી. તેમણે વાણિયા પાસે માગી. વાણિયાએ આપી દીધી. મારા દાદાએ તેને પૂજામાં મુકી. વાત આમ હતી.

મારા મોસાળમાં દંતકથા કેવી રીતે બની તે સંશોધનનો વિષય છે.

મૂળરાજને ગણપતિ પ્રસન્ન થયા તે વાત પણ કંઈક આવી જ છે. ગણપતિ નહીં પણ તે મંદિરનો મહંત હશે. ગણપતિની જેમ શરીરે સુખી હશે.

              —————————–

નાગરો પણ કંઈ અમારાથી કમ નથી.

અમારે રાજકોટમાં (સૌરાષ્ટ રાજ્યમાં) નાગરોથી સરકારી ઑફીસો ફાટ ફાટ થાય. એટલે અમારા ગવર્નમેન્ટ ક્વાટર્સમાં પણ ઘણા નાગરો. અમે તે વખતે પ્રાથમિક શાળામાં ભણતા હતા. એક હાઈસ્કુલના અમારા મિત્ર વિનુ માંકડની વાતો કરે. વિનુ માંકડ નાગર હતો. અને આપણો ટેસ્ટ મેચનો પ્લેયર હતો. તેણે એક વખત બ્રેડમેનને ઝીરોમાં આઉટ કરેલો.

ભાઈની સ્વમુખે કહેલી કથા કંઈક આવી હતી.

“બ્રેડમેનને કોઈ આઉટ જ ન કરી શકે. એટલે તે ત્રણ સ્ટમ્પ નહીં પણ અગીયાર સ્ટંપ રાખતો. અને સામેની ટીમોને બાવીસ બાવીસ ફીલ્ડરો રાખવાનું કહેતો. વળી આ બ્રેડમેન એક જ હાથે બેટ પકડતો અને રમતો. વળી તે ઉંધો રમતો. એટલે આમ તો એ જમણેરી બેટ્સમેન પણ એ ડાબેરી થઈને રમતો. તો પણ તેને કોઈ આઉટ કરી શકતું નહીં. એ હમેશા રીટાયર જ થતો. (એટલે કે તે સ્વેચ્છાએ બેટ છોડી દેતો).

વિનુ માંકડા આવ્યો. તેની આ પહેલી જ ટેસ્ટ મેચ હતી. તેની ઓવર પણ પહેલી જ હતી. તેણે જોયું કે અગ્યાર સ્ટંપો હતી. તેણે કહ્યું “નહીં … અગ્યાર સ્ટંપ પણ નહીં અને ત્રણ પણ નહીં, ફક્ત એક જ સ્ટંપ રાખ …. બાવીસ ફીલ્ડર નહી અને અગ્યાર ફીલ્ડર પણ નહીં. મારે એક પણ ફીલ્ડર પણ ન જોઇએ. હું એકલો જ રહીશ. ફિલ્ડર પણ હું અને બૉલર પણ હું.

બ્રેડમેને કચવાતા મને આ બધું કર્યું.

બધા તો છક થઈને જોઇ જ રહ્યા.

વિનુએ જરા પણ રનીંગ લીધું નહીં. ઉભા ઉભા જ બોલીંગ કરવા માટે તૈયાર થયો. તેણે એવો બૉલ નાખ્યો કે તે હવામાં થોડોક ઉંચે ગયો, પછી સીદ્ધો નીચે આવ્યો, ટપ પડ્યા વગર ડાબી બાજુ ગયો, બ્રેડમેન તેને લેગમાં ફટકારવા ગયો તો બૉલ ટપ પડ્યા વગર જ જમણી તરફ વળી ગયો. બ્રેડમેન થોડો મુંઝાયો ખરો કે આ બોલ ટપ પડ્યા વગર બ્રેક કેમ થાય છે? પણ ભાઈ, એ પણ મોટો બેટ્સમેન હતો. તે ઑફમાં બોલને ઉંચે ઉછાળીને હાઈ કટ મારવા ગયો, પણ બૉલ તો વળી પાછો ટપ પડ્યા વગર લેગ સાઈડમાં ગયો. બ્રેડ મેન લેગડ્રાઈવ મારવા ગયો, તો બોલે ઑફમાં ટપ મારી ને સ્ટંપને પાડી દીધી. બધાં તો મોઢામાં આંગળા નાખી ગયા. બ્રેડમેનને તો ખબર જ ન પડી કે આ શું થઈ ગયું? નાગર બચ્ચાએ બ્રેડમેન જેવા બ્રેડમેનને પહેલી ઓવરના પહેલે જ બૉલે ઝીરો રનમાં ક્લીન બૉલ્ડ કરી દીધો. બ્રેડ મેનને આ પહેલાં ૧૦૦ રનથી નીચે શું તે ખબર જ નહતી. વિનુએ તેને ઝીરો રન એટલે શું તે બતાવી દીધું.

આ પહેલાં તો આપણને નાગરોને ક્રિકેટમાં ગણતુ’તું કોણ?

અમારે ભાવનગરમાં નાગરો અને પ્રશ્નોરાઓ વચ્ચેની અને તેમની પોતાની ઘણી રમૂજો છે પણ તે અહીં અસ્થાને છે.

        ————————————–

હવે ઑદાઓની શી સ્થિતિ છે?

પહેલાં તો ઑદાઓ તેમના ગોળ (નિશ્ચિત વિસ્તાર)માં પરણતા. કન્યાને તો ગોળ બહાર અપાય જ નહીં. પણ ભાઈઓને જો ગોળની કન્યા ન મળે તો તેમનું બીજા ગામની ઑદાઓની કન્યા સાથે ગોઠવી શકાતું. જેમાં હળવદ અને રાજપીપળા (નાંદોદ) હતા.

સાઠ સીત્તેરના દશકામાં કન્યાઓ તો ભાઈઓ કરતાં પણ આગળ નીકળી ગઈ. એટલે કન્યાઓને પણ આ છૂટ છાટ આપવામાં આવી. પછી તો “ઑદા” ઓ બીજા બ્રાહ્મણોમાં પણ લગ્ન કરવા માંડ્યા. એટલે ઑદો કોણ અને અનૉદો કોણ તે નક્કી કરવું અઘરું થઈ પડ્યું. જો કે કેટલીક બેનો લગ્ન પછી પતિની અટક ધારણ કરે છે તો કેટલીક પોતાની અટક કાયમ રાખીને પતિની અટક સ્વિકારે છે. પણ એમાં કોઈ બેનની અટક “જ્યોત્સના ‘ભટ્ટ જાની ભટ્ટ ભટ’” થાય. એટલે વધુ પ્રશ્નો ઉભા થાય. એટલે કેટલીક બેનો પોતાના પિયરની જ અટક કાયમ રાખે છે.

સૌથી શ્રેષ્ઠ રસ કયો?

સૌથી શ્રેષ્ઠ રસ નિંદારસ છે. આ રસ બહેનોને પણ ભાવે અને ભાઈઓને પણ ભાવે. પણ હવે અમારા બ્રાહ્મણો માટે આ આનંદ રહ્યો નથી. કારણ કે એંશીના દાયકાથી બધા બ્રાહ્મણોના સંતાનો બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા માંડ્યા છે. એટલે જન્મથી બ્રાહ્મણો લુપ્ત થવા માંડ્યા છે. આ પરિસ્થિતિ અમારે તો છે જ.

હવે અમે નાગરો, મોઢ કે મેવાડાની વાત તો છોડો પણ બીજી જ્ઞાતિની કે પ્રદેશો વિષેની રમૂજો વાળા નિંદારસનું પાન પણ મૂક્ત મને કરી શકતા નથી.

હવે એ તો “કઢી ચાંલ્લો” છે. એટલે કે જૈન. એ લોકો પીળો ચાંલ્લો કરે તેને અમે કઢીનો ચાંલ્લો કહીએ. કારણ કે કેસરનો ચાંલ્લો પણ પીળો હોય અને કઢીનો ચાંલ્લો પણ પીળો હોય. તો પછી કઢીનો ચાંલ્લો જ શું કામ ન કરવો? કઢી સસ્તી પડે. એટલે જો વાણિયો કઢીને બદલે કેસરનો ચાંલ્લો કરે તો તે વાણિયો નહીં. વાણિયો તો કઢીનો જ ચાંલ્લો કરે.

“હવે જવા દો… એની વાત … એ તો સાવ જ સરદાર છે…”

“એ તો ઘાટી છે ઘાટી …”

“એ તો સાવ મલ્લુ છે …”

“ એ તો ચેલ્લુ છે … (તેલુગુ)”

“ એ તો લલ્લુ પંજુ (પંજાબી) છે”

“ એ તો કંજુસ મારવાડી છે …”

“ એ તો ખાખી બંગુ છે … ”

“ હવે એ મિયાં ફુસકીને શી ખબર પડે ? … “

“ હવે તારી તો ભૈયા ટાઈપ જોક છે”

“પટેલ પટલાણી ના ખેતરની જોક ન કરી શકાય”

અરે કોઈ ખ્રીસ્તીની જોક કરવી હોય તો આસપાસ નજર કરીને જોઇ લેવું પડે કે કોઈ ખ્રીસ્તી સગું તો બેઠું નથી ને?

કારણ કે અમારા નજીકના સગાઓમાં જ આ બધાઓ છે. એટલે અમે મૂક્ત મને નિંદારસ જેવો મહામુલો રસ જે વિના મૂલ્યે મળી શકે છે તેનું પાન કરી શકતા નથી.

ॐ नमः शिवाय  ।

ईशावास्यं ईदं सर्वं यत्किंचित्‌ जगत्यां जगत्‌ ।

तेन त्यक्तेन भूंजिथाः, मा गृधः कस्यस्वित्‌ धनम्‌ ॥

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ ઐતિહાસિક રીતે અમે ભાર્ગવ. અને સરસ્વતી સંસ્કૃતિ હતી તે પહેલાંથી અમે ગુજ્જુ છીએ. ભૃગુ ઋષિના અમે વંશજો. ભૃગુઋષિનો આશ્રમ ભરુચમાં હતો. એટલે ભરુચનું મૂળનામ ભૃગુકચ્છ હતું. ભૃગુ ઋષિ હિમાલય કે કાશ્મિરમાં રહે અને તેમનો કચ્છ ગુજરાતમાં ભરુચ પાસે સૂકાય એવું તો બને નહીં. એટલે ભૃગુઋષિ ગુજરાતના જ હતા. પણ પછી કોઈપણ કારણોસર અમે બનારસમાં ગયા. અને હજારો વર્ષ ત્યાં રહ્યા. અને વળી મૂળ જગ્યાએ પાછા આવ્યા. એટલે અમને મુસાફરીનું બિરુદ મળ્યું કે ઔદિચ્ય. જેમ એફ આર (ફોરેન રીટર્ન)નું બિરુદ મળે છે તેમ.

bhrigu-rishi

ટેગ્ઝઃ ઑદા, ઔદિચ્ય બ્રાહ્મણ, નિંદારસ, ડંગરે જવું, પોપો, પોપો પ્રોબ્લેમ, લુણાવાડા, ઔદિચવાડ, સંસ્કૃત, બેન્ટીક, રાવલ, ભારદ્વાજ, વિદ્યારામ રાવલ, હેમંત કુમારી, દવે, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, પંચ મહાભૂત, શંકરાચાર્ય, આઈનસ્ટાઈન, સાપેક્ષવાદ, બૌદ્ધ, અદ્વૈતવાદ, બ્રાહ્મણ, વિદ્વાન, નીતિમાન

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસ બેઠી છેલ્લે પાટલે ભાગ-૩
રાષ્ટ્રવાદીઓની દૃષ્ટિએ રાષ્ટ્ર-વિરોધની વાત સહન કરવાની એક નિશ્ચિત સીમા છે. આવું જ ધર્મ વિષે કહી શકાય અને આવું જ સરકારના વહીવટ વિષે કહી શકાય.

જો કોઈ માણસ ઉંઘતો હોય તો તેને જગાડી શકાય. પણ જો કોઈ ઉંઘવાનો ઢોંગ કરતો હોય તો તેને તમે જગાડી ન શકો. કારણ કે આ ઢોંગી માણસે નક્કી કર્યું છે કે આપણે ઉઠવાનું નથી. ન ઉઠવા પાછળનો તેનો કોઇ હેતુ કે સ્વાર્થ હોય છે.

આપણે થોડી આડવાત કરી લઈએ.

પાશ્ચાત્ય ઇતિહાસકારોના ભણાવેલ ઇતિહાસ અને મોટાભાગના ભારતીયોએ આંખો બંધ કરીને સ્વિકારેલ તે ઇતિહાસ પ્રમાણે, ભારત ૨૨૦૦ ૨૩૦૦ વર્ષથી ગુલામ છે. જો કે કેટલા વર્ષ સુધી ભારત ગુલામ રહ્યું તે માન્યતા વિષે ભીન્ન ભીન્ન સમય ગાળો સમજવામાં આવે છે.

સિકંદરની સામે (૩૨૭ બીસી), મહમ્મદ બીન કાસીમની સામે (૭૧૨), બાબરની સામે (૧૫૨૬), અંગ્રેજોની સામે ૧૭૫૭, ભારત હારી ગયું. એટલે લગભગ ૨૩૦૦ વર્ષથી ભારત ગુલામ છે. આવો ઇતિહાસ ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહારના દેશોમાં પણ ભણાવવામાં આવે છે. આ માન્યતા નરેન્દ્ર મોદીની પણ છે. કારણકે તેઓશ્રી પણ ભારતમાં જ ભણ્યા છે.

કેટલાક શબ્દ એવા છે જેના સમાનાર્થી શબ્દ (ખાસકરીને સંસ્કૃતમાંના શબ્દો)અને સમજણ ભારતની બહારની ભાષાઓમાં નથી. આમાં ધર્મ, ધર્મ નિરપેક્ષ, સંસ્કૃતિ, સંસ્કાર, આતંક, તત્વજ્ઞાન, ઇતિહાસ, ઇશ્વર, કર્મ, અધિકાર, વિકાસ, દેશ, સત્, અસત્, આનંદ, પરતંત્રતા, વિગેરે શબ્દો મુખ્ય છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનો આ શબ્દોના અર્થ જે કંઈ સમજ્યા અને આ શબ્દોના જે અર્થો તેમને ગોઠ્યા તે તેમણે કર્યા અને ભારતીય સાક્ષરોએ તેમાં રહેલા વિરોધાભાષોને સમજ્યા વગર અને વિચાર્યા વગર ફક્ત સ્વિકાર્યા નહીં પણ આત્મસાત્ કરી લીધા.

આવું બધું હોવા છતાં પણ “પ્રણાલીગત ધર્મ (પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલ છે તે), એટલે કે હિન્દુ ધર્મ ૨૩૦૦ વર્ષની ગુલામી પછી પણ આપણા દેશમાં જીવતો રહ્યો અને હજી જીવે છે તે પણ ૬૫થી ૮૦ ટકા. આ પૃથ્વી પર ક્યાંય ન બનેલી એક અભૂતપૂર્વ ઘટના છે.

ભારત ઉપરના આક્રમકો આતતાયીઓ હતા. તેઓ લૂટ, અત્યાચાર અને નીતિહીન હતા. પણ જે આક્રમકો ભારતમાં સ્થાયી થયા તે પછી તેઓ કેટલેક અંશે બદલાયા. શક, હુણ, પહલવ તો ભારતીય જ થઈ ગયા. મુસ્લિમોએ પણ ભારતીય પરંપરાઓ મોટા ભાગે સ્વિકારી. શેરશાહ, મોહમદ બેઘડો અને મોટાભાગના મુગલો આનું ઉદાહરણ છે. તેઓએ આ દેશને પોતાનો દેશ માન્યો. જો આવું ન હોત તો બહાદુરશાહ જફર કે જે નામમાત્રનો રાજા હતો તેની નેતાગીરી, ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વિકારાઈ ન હોત. અંગ્રેજો અલગ હતા. તેમણે ભારતીયતા ન સ્વિકારી. એટલે ખરી રાજકીય ગુલામી બહુબહુ તો ૧૮૨૫ થી ચાલુ થઈ જે ૧૯૪૭ સુધી રહી.

ભારતીય સંસ્કૃતિની કે ભારતીય તત્વજ્ઞાનની મથામણ આનંદ પ્રાપ્ત કરવા માટેની છે. જે આનંદ સૌથી વધુ લાંબા ગાળાનો હોય તે

આનંદ કેમ પ્રાપ્ત થાય?

આમાં બે મુખ્ય માન્યતાઓ છે.

શાશ્વત આનંદઃ
શાશ્વત આનંદ એટલે કે મોક્ષ. આ આનંદ આત્માનો જ હોઈ શકે. એક એવી કલ્પના થઈ કે થઈ કે આત્મા એક તત્વ છે અને તે શરીરથી ભીન્ન છે. એટલે જ્યાં સુધી શરીરની સાથે આત્માનું જોડાણ છે ત્યાં સુધી શાશ્વત આનંદ મળશે નહીં કારણ કે શરીરની સાથે દુઃખ તો રહેવાનું જ છે. એટલે એવું ધારો કે શરીરને છોડ્યા પછીના આનંદને

કેવી રીતે પ્રાપ્ત કરવો?

શરીર સાથેનો આનંદઃ

શરીર છોડ્યા પછી શું છે, તે કોઈએ જાણ્યું નથી. માટે શરીરમાં આત્મા હોય ત્યારે પણ આનંદ તો મળવો જ જોઇએ. આ આનંદ ભલે શાશ્વત ન હોય પણ સાપેક્ષે તો સાપેક્ષે પણ આનંદ હોવો તો જોઇએ જ.

વાસ્તવમાં મનુષ્ય જાતિની જ નહીં પણ સજીવ માત્રનું વલણ આનંદ માટેનું હોય છે.

શાશ્વત આનંદ ભલે ગમે તેટલો ઉચ્ચ કક્ષાનો ધારી લીધો હોય પણ શરીર સાથેના આનંદ માટેનું માણસનું વલણ તો રહેવાનું જ. જો કે શાશ્વત આનંદની વાત મનુષ્ય જાતિએ પડતી મુકી નથી.

શારીરિક આનંદની વ્યાખ્યા આપણે “અદ્વૈતની માયાજાળ” અને “નવ્ય સર્વોદયવાદ” માં કરી છે. શરીરનું એકત્વ જાળવી રાખવું અને વિઘટન સામે ઝઝુમવું આ વાત સજીવોમાં સહજ છે.
આપણા હિન્દુધર્મમાં આનંદ મેળવવાની ચાર રીત છે. કર્મદ્વારા, ભક્તિદ્વારા, જ્ઞાન દ્વારા, અને યોગદ્વારા.

કર્મ પ્રત્યેનું વલણ, ભક્તિ પ્રત્યેનું વલણ, જ્ઞાન પ્રત્યેનું વલણ અને યોગ પ્રત્યેનું વલણ સૌનું એક સરખું હોતું નથી. અને આ વલણનું મિશ્રણ બધામાં હોય છે. એકાદું વલણ જે બીજા વલણો ઉપર હામી થતું હોય છે.

પ્રથમ ત્રણ વલણો સામુહિક રીતે પણ થાય અને અંગત રીતે પણ થાય. એક સાથે, કે લય બદ્ધ રીતે લોકો કર્મ કરે, ભક્તિ કરે કે જ્ઞાન મેળવે અને આનંદ મેળવે છે. યોગ એટલે કે શ્વાસની કસરત પણ લોકો સામુહિક રીતે કરે છે. યોગની કસરત શરીરના કોષોને શુદ્ધ કરે છે તેથી કોષો તેમના કાર્યમાં કુશળતા લાવે છે.

કર્મ અને જ્ઞાન એવાં વલણ છે કે જેમાં ફળ (આનંદ) ભવિષ્યમાં મળશે એવી ગોઠવણ સમાજમાં કરવામાં આવી છે.

આનંદ માત્ર શારીરિક છે.

આપણે આનંદને અનેક પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. શારીરિક આનંદ, માનસિક આનંદ અને બૌદ્ધિક આનંદ. આનંદ હમેશા શારીરિક જ હોય છે. મન અને બુદ્ધિ પણ શરીરનો જ હિસ્સો છે. મન અને બુદ્ધિ જુદા નથી. મન એ આપણી પસંદગી તરફનું વલણ હોય છે. બુદ્ધિ એક પ્રક્રિયા છે જે નિર્ણય લેવા પ્રેરે છે. પણ બુદ્ધિનો નિર્ણય હમેશા આપણું મન કબુલ રાખતું નથી. તેવી જ રીતે જે મનને પસંદ પડ્યું તેને જ અનુસરવું તેમ પણ મનુષ્ય હમેશા આચરતો નથી. મનુષ્યનો આચાર મનુષ્યમાં રહેલા રસાયણો ઉપર આધારિત છે. આ રસાયણોનો આધાર સ્મૃતિ, વિચાર, કાર્ય, સામાજિક પરિબળો અને વારસાગત મળેલા વલણોનું મિશ્રણ હોય છે.
હવે આપણે મૂળવાત ઉપર આવીએ.

આનંદ “સ્વ”ની બીજાઓ દ્વારા ઓળખ અને અથવા માન્યતા દ્વારા પણ મળે છે.

“દોડ”ની સ્પર્ધામાં બધાનું ધ્યાન આગળ કોણ છે તેની ઉપર હોય છે. આ “ધ્યાન ખેંચાવા”ની વાત તે વ્યક્તિની ઓળખ અને માન્યતા છે. તેથી દોડવીરને આનંદ આવે છે.

નાટકમાં પ્રેક્ષકોનું ધ્યાન પાત્રો ઉપર હોય છે. આ નાટકના પાત્રની ઓળખ હોય છે.

આગળનું સ્થાન ઓળખ બને છે.

વક્તૃત્વમાં વક્તાની છટા અને તેનું જ્ઞાન તેની ઓળખ અને માન્યતા બને છે.

વ્યક્તિનું ધન, વ્યક્તિનો વંશ અને વ્યક્તિનો હોદ્દો (સત્તા) પણ તેની ઓળખ બને છે.

આવી અનેક વાતો હોય છે.

આધુનિક યુગમાં ધ્યાન આકર્ષવાની રીતો વધી છે.

પશ્ચિમી દેશોમાં (અને હવે ભારત જેવા દેશમાં પણ), નગ્ન થઈ દોડવું, અસંબદ્ધ બોલવું, ચમત્કારિક બોલવું, બીજાને ક્ષોભ જનક સ્થિતિમાં મુકવો આવું બધું કરીને લોકોની નજરમાં આવવું એ એક પ્રણાલી પડી ગઈ છે.

પહેલાંના જમાનામાં જ્ઞાનના તેજ દ્વારા વ્યક્તિની ઓળખ બનતી હતી. હવે એવું છે કે કે પહેલાં પ્રચાર દ્વારા વ્યક્તિને ઓળખ આપો અને પછી વિતંડાવાદ કરી વધુ પ્રચાર કરી તેની ઓળખને માન્ય કરાવો અને તેમ કરવામાં પોતાની પણ એવી જ ઓળખ બનાવો.
સમાજમાં દૃષ્ટિગોચર થતા આવા વલણો બીજી યોગ્ય વ્યક્તિની થતી સુયોગ્ય ઓળખને દબાવી દેવામાં પણ વપરાય છે.

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે

કન્હૈયા, ઉમર ખાલીદ વિગેરે જેવી નિમ્નસ્તરની વ્યક્તિઓની ખ્યાતિ આ પ્રકારમાં આવે છે. આ બધાને હવે આપણે “અફઝલ-પ્રેમી ગેંગ” તરીકે ઓળખીશું. આ નામાભિધાન તેને ઝી-ટીવીએ આપેલું છે.

અફઝલની વરસીને દિવસે જીન્ના નહેરુ યુનીવર્સીટીના અને તેની બહારના તેના પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યા. અને સૂત્રોચ્ચાર કર્યો. તેના વિરોધીઓએ તેની વીડીયો ક્લીપ બનાવી. સોસીયલ મીડીયા ઉપર ને ટીવી ચેનલો ઉપર પ્રદર્શિત થઈ. દેશપ્રેમીઓમાં ખળભળાટ થયો. કારણકે તેમાં “કશ્મિર માગે આઝાદી, કેરલ માગે આઝાદી, બંગાળ માગે આઝાદી, પૂર્વોત્તર રાજ્ય માગે આઝાદી, ગોલીસે લેંગે આઝાદી, ભારત તેરે ટૂકડે હોગે, અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતીલ જીંદા હૈ, હર ઘરસે અફઝલ નિકલેગા, એવા અનેક દેશદ્રોહી સૂત્રો પોકારાયા.

આમ તો ઉપરોક્ત સૂત્રો, માત્ર અને માત્ર સૂત્રો છે. આ સૂત્રો, બોલનારની માનસિકતાનું પ્રદર્શન કરે છે. આ સૂત્રો દેશ પ્રત્યેનો પ્રેમ તો પ્રકટ કરતા નથી જ નથી જ. અફઝલને ભારતના ન્યાય તંત્રે મૃત્યુદંડ બધીજ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી આપ્યો હતો. તે વખતે નહેરુવીયન કોંગ્રેસની સરકાર હતી. જો સૂત્રોને સરકારની સામેના ગણાવાતા હોય તો જે અફઝલને લગતા સૂત્રો હતા તેતો નહેરુવીયન કોંગ્રેસ સરકારની સામેના હતા એમ ગણાવવું જોઇએ.

સંસદ ઉપર થયેલા આતંકી હુમલામાં અફઝલ સંડોવાયેલો હતો. મોટા ભાગની ન્યાયિક પ્રણાલી નહેરુવીયન કોંગ્રેસની સરકારે પૂરી કરેલ અને સજાની જાહેરાત અને અમલ પણ નહેરુવીયન કોંગ્રેસની સરકારના સમય દરમ્યાન થયેલ. એટલે અગર આ સૂત્રોચ્ચાર અન્વયે કોઈએ જવાબ આપવાનો હોય તો નહેરુવીયન કોંગ્રેસે આપવાનો હતો. પણ સૂત્રો તો દેશ વિરોધી હતા એટલે દેશપ્રેમી જનતા તેને વખોડવા માટે આગળ આવી.

તો બીજેપી-મોદી-ફોબીયા પીડિત ગેંગે શું કર્યું?

તેમણે આ વિવાદને બીજેપી અને નહેરુવીયન કોંગી યુક્ત તેના સાંસ્કૃતિક સાથી વચ્ચેનો ગણાવીને તેને મોળો પાડવાની કોશિસ કરી.

આ નહેરુવીયન કોંગની પ્રણાલીગત જુની પરંપરા છે. તેમને ખબર છે કે તેઓના કબજામાં સમાચાર માધ્યમો છે. સમાચાર માધ્યમો માને છે કે પૈસો મૂખ્ય છે. ચીકન બીર્યાની અને દારુ, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ જ આપી શકશે. મોદી તો ઘાસપુસ જેવી વેજ વાનગીઓ જ આપશે. કદાચ તે પણ ન આપે.
નહેરુવીયન કોંગ અને તેના સાથીઓને કોઈ વાતનો કશો છોછ હોતો નથી તે પોતાની પત્રકાર પરિષદમાં પૈસાવાળા કવરો પણ આપશે. દેશપ્રેમ અને દેશદ્રોહની વાતો તો બધી ધત્તીંગ છે, કામ ચલાઉ છે. જનતા અભણ છે. જનતાને માથાફોડીની વાતો યાદ રહેતી નથી અને તાર્કિક વાતો પણ માથાફોડીની જ હોય છે. ચૂંટણીના સમયે આપણે દેશપ્રેમના હેડીંગ વાળી અનેક વાતો કરીશું એટલે આપણી આબરુ પાછી આવી જશે. પાંચ ટકા ભણેશરીઓ આગળ આપણી આબરુ જાય તો પણ ક્યાં કશો ફેર પડે છે?

આ ઈન્દિરા ગાંધીએ હજારોને જેલમાં નાખ્યા તો પણ તેના નામે અગણિત યોજનાઓ, બાંધાકામો, સંસ્થાઓ, ઈનામો છે. અરે શું શું નથી તેની વાત કરો? નહેરુએ હિમાલય જેવડી ભૂલો કરી અને લાખો સૈનિકો બેમોત મર્યા, તો પણ નહેરુના નામને ક્યાં કશી આંચ આવી છે.

માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

યસ્યાસ્તિ વિત્તં, સ નરઃ કુલિનઃ સ શ્રુતવાન સ ચ ગુણજ્ઞઃ
સ એવ વક્તા, સ ચ દર્શનીયઃ, સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે

જેની પાસે પૈસા છે, તે કુળવાન છે, તે જ જ્ઞાની છે અને તે જ ગુણોને જાણનારો છે.
તે બોલે તે જ સંભળાય છે, તે જ દર્શન કરવાને યોગ્ય છે. બધા ગુણો સુવર્ણ(સોનું, પૈસા)ના આશ્રયે છે.

01 securedownload

નહેરુવીયન કોંગ્રેસ પાસે તેમના પૈસા અને તેમનો જનતાને બેવકુફ બનાવવાનો અનુભવ છે. સામ્યવાદીઓ પાસે છળ કપટ અને હિંસા છે. પથભ્રષ્ટ મુસલમાનો પાસે આતંકવાદી સંગઠન છે, લાલચુ પત્રકારો અને કટારીયા મૂર્ધન્યો છે. જ્ઞાતિવાદી પક્ષો છે. બધી ગદ્દારીઓ જો ભેગી થઈ જાય તો બીજેપી શી ચીજ છે?

આ લોકોથી દેશને બચાવવાનો ઉપાય શો?

ધારો કે એક સંસ્કૃતિ બુદ્ધિજીવી છે. અને એક સંસ્કૃતિ ભક્તિ માર્ગી (શ્રદ્ધા ઉપર આધાર રાખનારી) છે. કઈ સંસ્કૃતિ લાંબા કાળ સુધી જીવશે?

બુદ્ધિવાદી સંસ્કૃતિ તર્ક ઉપર આધાર રાખતી હોવાથી તે પોતાના જ્ઞાન પ્રાપ્તિના દરવાજા ખૂલ્લા રાખે છે. ભક્તિમાર્ગી સંસ્કૃતિ ફક્ત શ્રદ્ધા ઉપર આધાર રાખતી હોવાથી ચર્ચામાં માનતી નથી.

પણ હવે તમે જુઓ. બુદ્ધિ વ્યક્તિના જ્ઞાન ઉપર આધાર રાખે છે. જ્ઞાન માહિતિ ઉપર આધાર રાખે છે. માહિતિ કાંતો વ્યક્તિને આપવી પડે છે કે કાંતો વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક મેળવવી પડે છે. માહિતિ આપનારો ઠગ હોય તો તે બુદ્ધિવાદીઓને યા તો માહિતિ ન આપે યા તો ખોટી માહિતિ પણ આપે. તર્ક શક્તિ એ વિચાર કરવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. આ વૃત્તિ આનુવંશિક હોઈ શકે છે અથવા એ ભૌતિક શાસ્ત્ર ભણવાથી આવે છે.

બુદ્ધિ હોય, માહિતિ હોય, પણ તર્ક શક્તિ ન હોય તો વ્યક્તિ ખોટા નિર્ણયો લે. દાખલા તરીકે પાશ્ચાત્ય ઇતિહાસકારોએ આપણને ખોટો ઇતિહાસ અને ખોટી વ્યાખ્યાઓ ભણાવી. વિરોધાભાષો છૂપાવ્યા. આપણા વિદ્વાનોએ ભારતને આર્યો અને દ્રવિડોની જાતિમાં વિભાજિત કરતી આર્યોના આક્ર્મણ વાળી થીએરી આત્મસાત્ કરી બુદ્ધિજીવીઓ પોતાનાથી ઓછી બુદ્ધિવાળાનો, જો ઓછી બુદ્ધિવાળાઓ પાસે ઓછી માહિતિ હોય તો, તેમનો પરાભવ કરી શકે છે.

જો વ્યક્તિ શ્રદ્ધાના આધારે હોય તો તે તર્કને આધિન થતો નથી. આમ પાશ્ચાત્ય ધર્મગુરુઓએ શ્રદ્ધાવાળો ધર્મ ફેલાવ્યો. પણ તેમણે વિજ્ઞાન અને ધર્મને અલગ રાખ્યા. ધર્મને શ્રદ્ધાનો વિષય બનાવ્યો. એટલે ધર્મની બાબતમાં તર્ક નહીં વાપરવાનો.

વાસ્તવિક રીતે જોઇએ તો સ્વર્ગ, નર્ક, પૂનર્જન્મ અને ઇશ્વરના અવતાર જેવું કશું છે જ નહીં. સારા કામો થી સ્વર્ગ મળે છે અને ખરાબ કામોથી નર્ક મળે છે, એ બધા જુઠ છે.

આત્મા અને શરીર જુદા છે તે પણ એક જુઠ છે. વેદ અને અદ્વૈતની દૃષ્ટિએ પણ આમ જ છે. બ્રહ્માણ્ડ બહુ વિશાળ છે.

હાલની તારીખમાં તે કેવડું છે તે જો પ્રકાશની ગતિના ૯૯.૯૯ ….. ૫૫ નવડા એટલા ટકા થી ગતિ કરીએ તો બ્રહ્માણ્ડના છેડે પહોંચતાં ૫૪ વર્ષ થાય. પણ તે ગતિ કરનારના વર્ષ ગણવાના હોય છે. પૃથ્વી ઉપર તો તે વર્ષ ૧૫ અબજ વર્ષ થી પણ વધુ થાય. આ બ્રહ્માણ્ડ પ્રકાશની ગતિએ (દર સેકંડે એક લાખ છ્યાસી હજાર માઈલ ની ગતિથી) વિકસતુ જ રહે છે.

બ્રમ્હાણ્ડનું ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી. જો ડાર્ક મેટરનું પ્રમાણ વધુ હશે તો તે અમુક હદે પહોંચ્યા પછી આ બ્રહ્માણ્ડ સંકોચાતું જશે. બ્રહ્માણ્ડની બહાર શું છે તે સમજવા માટે “અવકાશ”ની વ્યાખ્યા સમજવી પડે. સમયની વ્યાખ્યા સમજવી પડે. પદાર્થની વ્યાખ્યા સમજવી પડે. પ્રકાશ એ શું છે તે સમજવું પડે, પરિમાણો શું છે તે સમજવું પડે, (આપણા કહેવાતા સજીવો અને સુક્ષ્મ કણોને સમજવા પડે અને આ સુક્ષ્મ કણો ૨૨+૪ ના પરિમાણોમાં અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે ચાર પરિમાણોમાંની જ અનુભૂતિ કરી શકીએ છીએ), સજીવની વ્યાખ્યા સમજવી પડે. આ બધું સમજ્યા વગર આપણે સ્વર્ગ, નર્ક, આત્મા, અમરતા, પાપ, પૂણ્ય, ઈશ્વર, અવતાર, પેગમ્બર વિગેરેનું દે ધનાધન કરીએ છીએ તે બેવકુફી માત્ર છે.

આપણે આ બેવકુફીને બેવકુફી તરીકે સ્વિકારવી જોઇએ. આપણા અનંદ માટે આપણે આવું બધું માનીએ ત્યાં સુધી ઠીક છે પણ ઈશ્વરની પૂજા સિવાય ઉદ્ધાર નથી, ઇશ્વર દયાળુ છે અને માટે અવતારો કે પેગંબરોની શરણાગતિ સ્વિકારી લો અને તેમને ત્યાં બુદ્ધિને ગીરો મૂકીને તેમણે બતાવ્યા માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવા આ દૂનિયામાં જીવો … આ બધું ખોટા ભ્રમમાં જીવવા બરાબર છે.

વિજ્ઞાન જ મનુષ્યને સત્ય તરફ લઈ જાય છે પણ સત્ય સુધી પહોંચી શકાતું નથી અને પહોંચી શકાશે નહીં. કારણ કે આ બ્રહ્માણ્ડ અનિર્વચનીય છે. બ્રહ્માણ્ડના સત્યને પામી શકાશે નહીં. પણ જ્ઞાનની દિશા તો એજ રાખવાની છે. જો તમારું વલણ આ દિશામાં ન હોય તો સમાજે તમને તમારું મનપસંદ કામ સોંપ્યું છે તે કરો. આનંદ કરો.

તમને રીંગણા ભાવે તો રીંગણા ખાવ, બટેકા ભાવે તો બટેકા ખાવ, લાડુ ભાવે તો લાડુ ખાઓ, ગુલાબ જાંબુ ભાવે તો ગુલાબ જાંબુ ખાવ. ઈશ્વરને જે રીતે પૂજવામાં આનંદ આવતો હોય તે રીતે પૂજો. ન પૂજવો હોય તો ન પૂજો. ઈશ્વરને તમારી પૂજામાં રસ નથી.

ઈશ્વર કેવો છે તેની કોઈને ખબર નથી. ઈશ્વર પણ અનીર્વચનીય છે. હિન્દુઓ બ્રહ્માણ્ડને સજીવ માને છે. બ્રહ્માણ્ડ ઈશ્વરનું શરીર છે.

“તેન ત્યક્તે ન ભૂંજિથાઃ, મા ગૃધઃ કસ્યશ્ચિત્ ધનમ્”. આ વિશ્વરુપી ઈશ્વરે જે તમારા માટે છોડ્યું છે તેને (તમારી બુદ્ધિનો ઉપયોગ કરી) ત્યાગ પૂર્વક બધું ભોગવો અને બીજાનું પડાવી લો નહીં. જે સમજી શકાય તેવું છે તે આટલું જ છે. ઈશાવાસ્ય વૃત્તિ કેળવો અને આ પૃથ્વી ઉપર આનંદથી કમ કરતાં કરતાં ૧૦૦ વર્ષ જીવો. પરલોક જેવું કશું છે જ નહીં. જે કંઈ છે તે આ બ્રહ્માણ્ડમાં જ છે. તમે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્યની અનુભૂતિ કરી શકો છો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

સ્વર્ગ અને નર્ક જેવું કશું છે જ નહીં છતાં પણ મૃત્યુ પછીના સુખની કલ્પનાના ઘોડાઓ દોડાવ્યા કરવા એ મૂર્ખતા સિવાય કશું નથી. ઈશ્વર ના ન્યાયના દિવસની કલ્પનાઓ બધી ફરેબી વાતો છે. આજે આવા જ ધર્મો વધુ ફેલાયેલા દેખાય છે. આતંકવાદ ફેલાવવાની માનસિકતામાં આ જ ધર્મો સંડોવાયેલા છે. પ્રાચીન વિકસિત સંસ્કૃતિઓને નષ્ટ કરવામાં અને નર સંહાર કરવામાં આ જ ધર્મો આગળ પડતા છે.

તો શું તર્ક ઉપર આધારિત હિન્દુ ધર્મ નષ્ટ થશે?

ના જી. હિન્દુ ધર્મના ચાર અંગો છે. કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગ. આ બધાનું મિશ્રણ એટલે હિન્દુ ધર્મ. શંકરાચાર્યે અદ્વૈતવાદ જેવા કેવળ તર્ક પર આધારિત વાદનો પ્રચાર કર્યો અને બધા તત્કાલિન ધર્મોને પરાસ્ત કર્યા. શંકરાચાર્યનો અદ્વૈતવાદ, આઈનસ્ટાઇનના સાપેક્ષતાવાદ જેવો છે. તે સમજવાની બધામાં વૃત્તિ અને ક્ષમતા ન હોય. એટલે તેમણે “ભજ ગોવિંદમ”, શિવાષ્ટક, લલિતાસ્તોત્ર જેવા ભક્તિમાર્ગી સ્તોત્ર પણ લખ્યા. તેમણે વાદો વચ્ચે ઘૃણા ન ફેલાવી. એટલે ભારત ઉપર મુસ્લિમોનું આક્રમણ થયું ત્યારે અનેકાનેક ભક્તિમાર્ગી કવિઓ ઉગી નિકળ્યા અને તેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી.

એટલે જો તમે સમાચાર માધ્યમો થકી થતા નરેન્દ્ર મોદી, બીજેપી અને દેશ દ્રોહી પ્રચારોમાં ગુંચવાઈ જતા હો તો તમે મોદીના અને દેશના ભક્ત બની જાઓ. જો બુદ્ધિ તમને નહીં બચાવે તો ભક્તિ તમને જરુર બચાવશે. અને દેશ પણ બચશે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ, સમાચાર માધ્યમો, કટારીયા, મૂર્ધન્યો, પાશ્ચાત્ય ઇતિહાસકારો, ભારત, ગુલામ, સિકંદર, મહમ્મદ બીન કાસીમ, બાબર, મુગલ, વિરોધાભાષો, આક્રમકો આતતાયીઓ,
શાશ્વત આનંદ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ, સ્વની ઓળખ અને માન્યતા, દેશ વિરોધી સૂત્રો, શંકરાચાર્ય, અદ્વૈત, સાપેક્ષતા

Read Full Post »

અહંકાર, કોન્સીયસનેસ, સજીવ અને નિર્જીવ એટલે શું?

 જો વૈજ્ઞાનિકો અને હિન્દુઓ અનુક્રમે યુનીફાઇડ ફીલ્ડ થીએરીમાં અને અદ્વૈત વાદમાં માનતા હોય તો સજીવ અને નિર્જીવ જેવા ભેદ ન હોઈ શકે.

વૈજ્ઞાનિકો કદાચ ચાલાકીપૂર્વક કોન્સીયસ શબ્દ વાપરે છે. જેના અનુરુપ શબ્દ “હું-ત્વ, અહંકાર કે સ્વની અનુભૂતિ એવા થઈ શકે.   

શંકરાચાર્યના અદ્વૈત પ્રમાણે વિશ્વ પ્રાણ તત્વનું બનેલું છે. 

 સજીવ વાસ્તવમાં શું છે?

આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છેસજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ વિજ્ઞાનની વાત.

શંકરાચાર્ય અને હિન્દુધર્મ શું કહે છે? બધું સજીવ છે. બધું પ્રાણ તત્વનું બનેલું છે.

શંકરાચાર્ય કહે છે કે જે ફેરફારને પામે છે તેને ઉત્પત્તિ અને અંતહોય છે. વિશ્વમાં વિશ્વ સહિત એક પણ એવી વસ્તુ નથી કે જેમાં ફેરફાર ન થતો હોય. સમય અને અવકાશમાં પણ ફેરફાર થાય છે, માટે તેને પણ આદિ અને અંત હોય છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, આકાશગંગા, નિહારિકાઓ સૌ કોઈ ફેરફારને પામે છે. માટે તેનો આદિ અને અંત છે. જો વિશ્વનો આદિ અને અંત હોય તો આપણા વિશ્વની બીગબેંગની (મહા વિસ્ફોટ) થીએરીને અને વિસ્તરતા વિશ્વની (એકોહમ્‌ બહુ સ્યામ) થીએરીને સમર્થન મળે છે.આ વિષે પછી ચર્ચા કરીશું.

આપણે સજીવ-નિર્જીવ ઉપર આવીએ.

આપણે એક જીવ તરીકે આપણા શરીરની અંદર છીએ તેમ આપણે માનીએ છીએ.

જોકે વાસ્તવમાં તો આપણે આપણા શરીરની બહાર જીવીએ છીએ. આપણા શરીરની અંદર આપણે આંધળા છીએ. આપણા શરીરની અંદર શું છે અને જે કંઇ છે તે બધું કેવી રીતે ચાલે છે તે વિષે આપણે કશું જાણતા નથી. આપણે આપણા શરીરમાં હરીફરી શકતા નથી. આપણે “હું-તત્વની અનુભૂતિ કરી શકીએ છીએ પણ તે હું તત્વ શરીરમાં ક્યાં છે, કેવડું છે, કેવું છે તે વિષે કશું જ જાણતા નથી.

આપણે જોઈએ છીએ, સ્પર્શીએ છીએ, સાંભળીએ છીએ, શ્વાસ લઈએ છીએ, સુંઘીએ છીએ એ બધું બહારના વિશ્વનું જ કરીએ છીએ. આપણે જે કઈ વિચારીએ છીએ તે પણ ઉપરોક્ત ક્રિયાઓ દ્વારા આપણા મગજમાં જે સંગ્રહાયેલું છે તેને યાદ કરીને તેને સરખાવીએ છીએ, નિર્ણયો કરીએ છીએ અને વળી પાછા આપણા નિર્ણયોને સંગ્રહીએ છીએ અને આવું જુદીજુદી રીતે કર્યા કરીએ છીએ,  તેને “વિચાર”એમ કહીએ છીએ. આપણા શરીરમાં લાખોજાતના કોષો છે. તેના અલગ અલગ કાર્યો હોય છે. અબજો જાતના સંવાદો અને આજ્ઞાઓ થાય છે. આ બધું ગણત્રી પૂર્વક, ખાસ હેતુ પૂર્વક, સમયસર, ચોક્કસાઈપૂર્વક, પ્રતિકારક રીતે, પૂર્વ નિયોજન પૂર્વક અને પ્રમાણસર થાય છે.  આ બધા કોષો એક ખાસ ઉષ્ણતામાનની સીમા વચ્ચે જ જીવી શકે છે. અને તે ઉષ્ણતામાન જાળવવાનું કામ પણ તેઓ ભેગા મળીને નિશ્ચિત રીતે જ કરે છે.  કયા કોષો શું છે શેના બનેલા છે, ક્યારે ઉત્પન્ન થાય છે ક્યારે બદલાય છે, ક્યારે કામ કરે છે અને કેવીરીતે કામ કરે છે, આપણે કશું જાણતા નથી. છતાંપણ આ બધું થાય છે. તો આ બધું કોણ કરે છે

 

સજીવને બીજા લોકો શું સમજ્યા?

સજીવોને બીજા ધર્મોએ અલગ રીતે સમજ્યા છે. તેઓ એવું સમજ્યા કે ઈશ્વરે, માણસને બધી છૂટ આપી છે. તે એકે મનુષ્ય, પ્રાણી પક્ષી અને જળચરોને ખાઈ શકેછે. આત્મા ફક્ત મનુષ્ય જાતિમાં જ છે. પ્રાણી, પક્ષી, જળચરો વિગેરેમાં આત્મા નથી.

અદ્વૈત આમ ન માને તે સ્વાભાવિક છે.

આપણને ભણાવવામાં આવ્યું કે સજીવ કોષોનો બનેલો છેસજીવ શ્વાસ-ઉચ્છવાસ કરે છે. હલન ચલન કરે છે. ખોરાક લેછે. ઉત્સર્જન કરે છે. જન્મે છે, જીજીવિષા રાખે છે, સ્વની અનુભૂતિ કરે છે, સુવે છે, જાગે છે, પ્રજનન કરે છે, અને મૃત્યુ પામે છે. તેના શરીરનું વિઘટન થાય છે. અને બીજામાં લોપ થાય છે. આ થઈ આધુનિક વિજ્ઞાનની વાત.

અમીબા એક કોષી જીવ છે. તે સ્વનું વિઘટન કરે છે. (એકોહમ બહુ સ્યામ). તેને બધી બાજુ હાથ છે, મોઢું છે અને પગ છે. સર્વત્રો બાહવઃ સર્વતઃ મુખાઃ સર્વતઃ પાદાઃ  તેવું જ બેક્ટેરીયાનું છે, પણ તે સૂત્ર જેવું છે.

તે પછી આવ્યા દ્વી લિંગી. (અર્ધનારીશ્વર)

તે પછી આવી મૈથુની સૃષ્ટિ. શંકર અને પાર્વતી ( અથવા શિવ અને શક્તિ)  

હવે સજીવની ઉપરોક્ત વ્યાખ્યામાં તમે એવી રીતે મર્યાદામાં આંકી છે કે જેથી એટલી મર્યાદામાં આવતી પ્રજાતિઓનો જ સજીવ તરીકે સમાવેશ કરી શકો છો. જો તમે ઉપરોક્ત મર્યાદામાં ઉમેરો કે તેને આંખ અને કાન હોય છે, તો ઘણા સજીવો આમાંથી રદ થઈ જાય. જો તમે જેઓવ્યુહ રચના કરી શકે છે” તેને પણ ઉમેરો તો માણસ સિવાયના બધા જ, સજીવ સૃષ્ટિમાંથી રદ થઈ જાય.

તો સજીવની વાસ્તવિક વ્યાખ્યા કઈ?

એકત્વ (યુનીક્‌નેસ)ને જાળવવું એટલે સજીવઃ

એકત્વનું અસ્તિત્વ (યુનીક્‌નેસ) અને તે માટે ની ઉર્જારુપી વૃત્તિ (બાઈન્ડીંગ એનર્જી) થકી આ એકત્વ એ સજીવની વ્યાખ્યા હોઈ શકે.

મનુષ્ય ને એક આકાર છે. તેને એક એકત્વ છે. એટલેકે તેની અનુભૂતિ એવી છે કે તે એક છે. એટલે કે તેના શરીરમાં તે એક જ છે. તે, બે નથી. બધા સજીવોમાં આ સ્થિતિ હોય છે.

શા માટે?

કારણ કે બધા સજીવોના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને તે બાઈન્ડીંગ ઉર્જાથી જોડાયેલા હોય છે. તેમજ તે બધાની વચ્ચે વ્યવહારો થતા હોય છે. સેન્દ્રીય પ્રવાહી, તેમાં રહેલા કણો અને હવા થકી આ વ્યવહારો થાય છે. તેથી જે એકત્વ, વાસ્તવમાં એક નથી પણ અનુભૂતિ એકત્વની થાય છે. આ કોષ સમૂહનું સામુહિક ધ્યેય એ હોય છે કે આ  એકત્વને ટકાવી રાખવું અને જો ઘાતક સમસ્યા ઉભી થાય તો તેની સામે ઝઝુમવું. દરેક કહેવાતા સજીવોમાં આ વૃત્તિ વત્તા ઓછા પ્રમાણમાં હોય છે.

 

સજીવોમાં અસ્તિત્વની અનુભૂતિનો ગુણ શું અનિવાર્ય છે?

હા જી અને નાજી.

અસ્તિત્વની અનુભૂતિ સ્વપ્નહીન નિદ્રામાં થતી નથી. છતાં પણ જીવનું અસ્તિત્વ તો હોય છે જ. તેનો અર્થ એજ થયો કે સજીવો માટે અસ્તિત્વની અનુભૂતિ એ અનિવાર્ય ગુણ નથી. એવું પણ બની શકે કે સ્વપ્ન વિહીન નિદ્રામાં આપણી સ્મૃતિમાં કશું રેકોર્ડ (સંગ્રહ) થયું નથી તેથી આપણે જાગીએ ત્યારે આપણી સ્મૃતિનું સ્ટેટસ જેમનું તેમ જ હોય છે. આપણા અહં-તત્વની અનુભૂતિ સ્મૃતિમાં હોતી નથી. સ્મૃતિનું સ્ટેટસ આપણી ઈન્દ્રીયોએ જે માહિતિ મોકલી હોય અને જે સંગ્રહાયેલી હોય, તેમજ જે વિચારો કરેલા હોય અને સંગ્રહાયેલા હોય તેને આધારે બદલાતું રહે છે. જ્યારે આ ક્રીયા શૂન્ય હોય ત્યારે સ્ટેટસ જેમનું તેમ રહે છે અને સમય પણ આપણને શૂન્ય લાગે છે.

અસ્તિત્વની અનુભૂતિની ગેરહાજરીમાં પણ જો જીવ, અસ્તિત્વ ધરાવી શકતો હોય તો તેનો અર્થ તે થયો કે જેઓ પોતાનું અસ્તિત્વ અનુભવતા નથી, પણ પોતાનું એકત્વ અકબંધ રાખે છે તેઓ પણ સજીવ તો કહી જ શકાય.પણ અસ્તિત્વની અનુભૂતિ હોવી જોઈએ જ. કારણ કે કોઈપણ પદાર્થ ઉપર બાહ્ય ક્ષેત્રનું બળ લાગે ત્યારે તેના સ્ટેટસમાં ફેર થાય જ છે, અને તે ફેર તેના પૂર્વ ના સ્ટેટસ ઉપર આધારિત હોય છે.  પદાર્થના કોઈપણ તત્કાલિન સ્ટેટસમાં પૂર્વકાલિન સ્ટેટસ નિહિત હોય છે. આ સ્મૃતિ જ છે પણ તે બાબતમાં પદાર્થની અનૂભૂતિ કેવી છે તે આપણે જાણી શકીએ નહીં.  

સજીવની ગણત્રીમાં કોને લેવા?

સજીવની ગણત્રીમાં સુપર સ્ટ્રીંગ, બોસોન, ક્વાર્ક્સ, ગ્લુઓન, પરમાણુ, અણુ, તેના સંયોજનો, કોષ વિગેરે બધાને લઈ શકાય છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં દરેકને પોતાની લાઈફ હોય છે. સુપરસ્ટ્રીંગ એ મૂળભૂત તત્વ, મૂળભૂત કંપન અને મૂળભૂત ઉર્જા છે. સુપરસ્ટ્રીંગને બાદ કરતાં કેટલાકને સેકંડના અબજોમાં અબજોમાં ભાગ જેટલી આવરદા હોય છે. તો કેટલાકની લાઈફ પરાર્ધો વર્ષની હોઈ શકે. આ બીજું કથન બ્રહ્માન્ડ અને તેમાં રહેલા કણો જેવા કે અણુ પરમાણુ, આકાશ ગંગાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો જ્યાં સુધી બીજામાં સમાઈ ન જાય કે વિઘટન ન થઈ જાય તેટલા સમયના અંતરાલ પૂરતું લાગુ પડે છે.

આ સૌ કોઈ પોતાનું એકત્વ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના ક્ષેત્રદ્વારા બીજાને આકર્ષવાનો પણ પ્રયત્ન કરે છે.

પૃથ્વીઃ તેને ઉર્જા આવૃત્તિ અને કંપન છે. જેમકે તે પોતાની ધરી આસપાસ, તેના બધા અંગોને લઈને ફરે છે. તેને પાણીની સાયકલ છે. તેને વાયુની સાયકલ છે. તેને ચૂંબકીય સાયકલ છે. તેને ગુરુત્વાકર્ષણક્ષેત્ર છે. તે પોતાનું ઉષ્ણતામાન જાળવી રાખે તે માટેની વ્યવસ્થા છે. તેની ઉપર રહેલા કહેવાતા (ઓળખાતા) સજીવોનું સંતુલન જળવાઈ રહે તેવી વ્યવસ્થા છે. આ જ પ્રમાણે આ વ્યવસ્થાની વાત, વત્તા ઓછા પ્રમાણમાં દરેક આકાશીય પદાર્થ અને તેના સમૂહને લાગુ પડે છે. ચંદ્ર અને પૃથ્વી, સૂર્ય, સૂર્ય-ચંદ્ર-પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશગંગા આ બધાને લાગુ પડે છે.

આ સૌ સજીવોની અનુભૂતિ કેવી છે તે આપણે કહી શકીએ નહીં. આપણી અનુભૂતિ આપણા અંગોને આધારે છે. આપણે બે આંખો વડે દુનિયાને ડાબા-જમણા એવા ૧૬૦ ડીગ્રીના અને ઉપર નીચે એવા ૯૦ ડીગ્રી વાળા શંકુ થકી જોઇએ છીએ. તેથી વધુ જોવા માટે આપણે કીકીઓને ફેરવવી પડે છે.

કેટલાક સજીવોને તેમની આંખો એક લાઈનને બદલે ચહેરાની વિરુદ્ધ દીશામાં હોય છે. જેમકે કેટલાક પક્ષીઓ. તેમને દૃષ્ટિના બે શંકુ હોય છે અને દરેકનું ચિત્ર નેત્રપટલ ઉપર જુદું જુદું હોય છે. કેટલાક સજીવોને બે કરતાં વધુ આંખો હોય છે. કેટલાક પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ આપણા કરતાં લાખગણી વધુ હોય અને વૈવિધ્યવાળી હોય છે. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ પૃથ્વીના ચૂંબકીય ક્ષેત્રને અનુભવી શકે છે. જ્યારે તેઓ ગતિમાં હોય ત્યારે તેમણે ચૂંબકીય રેખાઓ સાથે કેટલો ખૂણો (એંગલ) બનાવ્યો અને કેટલું અંતર કાપ્યું તે તેમની સ્મૃતિમાં રાખી શકે છે અને પોતાના મૂળ સ્થાને પાછા આવી જાય છે. સજીવો વિષે ઘણું જ અવનવું છે. આવા પ્રાણીઓને થતી અનૂભૂતિ, મનુષ્ય પોતાના અંગો વડે કે ઉપકરણો વડે પણ કરી શકતો નથી.

શરીરના ઐક્યના (યુનીક્‍નેસની કન્ટીન્યુઈટી) સાતત્ય માટે, કોષની સક્રીયતા જરુરી છે અને તે માટે તેના ઉષ્ણતામાનને સુનિશ્ચિત ડીગ્રીએ રાખવું જરુરી છે. શરીરમાં લોહી હોય છે તેનો મુખ્ય ઘટક પાણી હોય છે. પાણી હમેશા બાષ્પીભવન શીલ હોય છે. એટલે તેમાં કેટલીક ઉર્જા વપરાઈ જાય છે. આ ઉર્જાની ઘટ અને પોષક દ્ર્વ્યોની ઘટ ને પૂરી કરવા ખોરાક જરુરી હોય છે.

શું એકત્વ હોવું તે સજીવ કહેડાવવા માટે જરુરી છે? આપણે જોઇએ છીએ કે કેટલાક સજીવોનો સમુહ એક સજીવના ગુણો ધરાવતો હોય છે. જેમકે આપણે આકાશમાં ૫૦થી ૧૦૦ કીલોમીટરની ઝડપે કે તેથી વધુ ઝડપે ઉડતા અને તે પણ ક્રમબદ્ધ સમુહ અને અમુક  આકારમાં  ઉડતા પક્ષીઓને જોઇએ છીએ. તેઓ અચાનક પોતાની ત્રીપરિમાણિક દીશા ક્ષણ માત્રમાં બદલી નાખે છે. આવું કરવામાં તેઓ એક બીજા સાથે ભટકાઈ જતા નથી. આ પક્ષીઓએ કોઈ સૈનિક જેવું પ્રશિક્ષણ લીધું હોતું નથી. આ પક્ષી સમૂહ જાણે કે એક જીવ હોય તે રીતે વર્તે છે. આમ કેવી રીતે વર્તે છે?

આવું કેટલાક જળચર જીવ સમૂહમા પણ હોય છે. એટલું જ નહીં પણ આવા સજીવોની પેઢીઓ પણ એક જીવ પ્રમાણે વર્તે છે.

પેઢીઓ એક જીવ તરીકે વર્તે છે તેનો અર્થ શું?

આપણે એક દાખલો લઈએ. કોઈ એક વ્યક્તિએ કોઈ એક જ્ઞાન પ્રાપ્ત કર્યું. દાખલા તરીકે ગીતા વાંચી. તો તેના સંતાનમાં ગીતાનું જ્ઞાન આપોઆપ આવી જતું નથી. કોઈ એક વ્યકતિ અમદાવાદ થી મુંબઈ ગયો તો તેના સંતાનના મગજમાં તે રસ્તો બેસી જતો નથી. મતલબ કે અનુભવ એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરતો નથી. અનુભવ તો સજીવે જાતે જ તો લેવો પડે છે કે સંવાદ દ્વારા આરોપવો પડે છે. આ સંવાદ “હા” કે “ના” જેવો સરળ હોતો નથી. આ સંવાદ જટીલ હોય છે. અને તે માટે એક વિકસિત ભાષા જરુરી બને છે. પણ ઉપરોક્ત જાતના સજીવોમાં આવો કશો અનુભવ કે સંવાદ હોતો નથી. તો તેનો અર્થ એવો થયો કે અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.

કેટલાક જળચર અને આકાશગામી પક્ષીઓ, ઈંડા મુકવા હજારો માઈલ દૂર નિશ્ચિત સ્થળે જાય છે. એ સ્થળો તેમણે કદી જોયા હોતા નથી. એટલું જ નહીં કેટલાક સજીવો જન્મીને પોતાના માતપિતાને મળવા ચોક્કસ દીશામાં ગતિ કરે છે જે તેમણે કદી જોઇ હોતી નથી.

એમ કહી શકાય કે શરીર જુદાં હોવા છતાં પ્રજાતિ માત્ર એક જીવ તરીકે વર્તે છે. મતલબ કે સમાન ઉદ્દેશ, સમાન ધ્યેય થી સજીવ બંધાયેલો હોય છે એટલું જ નહીં અનેક પેઢીઓનો સમુહ એક સજીવ છે.

મનુષ્ય વિષે શું છે?

મનુષ્ય એક વિચારશીલ જીવ છે. વિચાર એ એક આવૃત્તિ (કંપન) છે. સમાન આવૃત્તિ વાળા એટલે કે સમાન વિચાર અને વૃત્તિઓવળા મનુષ્યો આકર્ષાય છે અને એક સમુહ બનાવે છે. અને તે સમુહને જ્યાં સુધી તે વિચારની ઉપયોગિતા હોય છે ત્યાં સુધી તે સમુહ એક સજીવ તરીકે વર્તે છે. જ્યારે તે નિરર્થક બને ત્યારે તે વિલય પામે છે.  જ્ઞાતિ પ્રથા, ધર્મ, રોજગાર, ભાષા, ભૌગોલિક સીમા વિગેરેનો લગાવ એક સજીવના એકત્વ જેવો ગણી શકાય. સમાજશાસ્ત્રીઓ તેને સમાજ એવું નામ આપે છે. વાસ્તવમાં સજીવ એક સેટ છે. જગત  અનેક સેટોનું બનેલું છે. બ્રમ્હાણ્ડ એક યુનીવર્સલ સેટ છે.    

એક પદાર્થ બીજા પદાર્થનું ભક્ષણ શા માટે કરે છે? એક પદાર્થ પોતાના એકત્વનું સાતત્ય જાળવવા માટે બીજા પદાર્થનું ભક્ષણ કરે છે. પણ જેમને સજીવોની જેવાં મગજો નથી તેઓની આ પ્રક્રિયા અલગ છે. સજીવઓમાં દાખલા તરીકે વાઘ, હરણને ખાવા માટે તેની પાછળ દોડે છે. એટલે કે સંઘટનના આનંદ અને ભૂખ્યો રહીશ તો વિઘટન થશે એ વાત વાઘમાટે આનુવંશિક છે અને તેના મગજમાં વૃત્તિમાં નિહિત છે, તેથી તે હરણ તરફ આકર્ષાય છે. તેવીજ રીતે હરણને પોતાના વિઘટનનો ભય, વાઘથી અપાકર્ષાય છે. આકર્ષણ, અપાકર્ષણ ઉપર હાવી થાય છે કે અપાકર્ષણ, આકર્ષણ પર હાવી થાય છે? પૃથ્વીને તો વાઘની પણ જરુર છે અને હરણની પણ જરુર છે. હરણ છે તો વાઘ સચવાય છે. વાઘ છે તો જંગલ સચવાય છે. અને જંગલ છે તો વરસાદ વરસે છે અને વરસાદ વરસે છે તો હરણને ઘાસચારો મળે છે. એટલે પૃથ્વીએ શું કર્યું? વાઘને ૧૫ સેકંડ માટે હરણ કરતાં વધુ ઝડપે દોડવાની શક્તિ આપી. અને હરણને લાંબા સમય સુધી ૭૫ થી ૧૦૦ કીલો મીટરની ઝડપે દોડવાની શક્તિ આપી. એટલે જો વાઘભાઈ શરુઆતની સેકંડોમાં હરણને પકડી પાડે તો તેમને ભોજન મળે. અને હરણને વિઘટન મળે. પણ જો વાઘભાઈ નિસ્ફળ જાય તો હરણને જીવન ચાલુ રહે અને વાઘભાઈએ સાનુકુળ તક શોધવી પડે.

પણ વાઘભાઈ, હરણને આખે આખું ખાઈ જતા નથી. તે ફક્ત તેના આંતરડાં જ ખાય છે. બીજા પ્રાણીઓ ક્રમે ક્રમે આવીને કે ક્યારેક બીજાનો વાંધો લીધા વગર હરણના અન્ય ભાગો ખાય છે.

 એક વાઘ બીજા વાઘને ખાતો નથી. પણ પોતાના ક્ષેત્રમાંથી હટાવે છે. કે જેથી તે જંગલના બીજા ભાગમાં પોતાનું ક્ષેત્ર બનાવી તેનું રક્ષણ કરે.

નિર્ગુણ (?) સજીવોઃ

અણુઓને કંપન હોય છે. તે જ તેમનું જીવન છે. તેમાના ઘટકો ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તેઓ પોતાની ફરજ બજાવતા બજાવતા અણુને અકબંધ રાખે છે. અણુઓના અસ્તિત્વ માટે ઉષ્ણતામાનની મર્યાદા બહુ મોટી છે. માણસની જેમ ૯૬ડીગ્રી ફેરનહીટથી ૯૯ ડીગ્રી ફેરનહીટ સુધી જેવડી ટૂંકી નથી. વળી તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે રહીને પોતાની મર્યાદા લાંબી રાખી શકે છે. તેઓ ને ખોરાકની જરુર પડતી નથી. પણ તેઓ તક મળે તો વધુ સ્થાઈ સ્થિતિ તરફ જરુર જાય છે.          

પરમાણુ અને અણુના ઘટકો નિશ્ચિત રીતે એકઠા થઈને એક ઘટક બનાવે છે. તેને તોડવા માટે અસાધારણ ઉર્જા વાપરવી પડે છે. પણ તેના ઘન અને ઋણ મુલકોની અદલા બદલી જો પસંદગી અગ્રતાક્રમને અનુરુપ હોય તો આસાનીથી થઈ શકે છે. એટલે કે ઓછા સ્થાઈ સ્વરુપથી વધુ સ્થાઈ સ્વરુપ તરફ.

જેમકે હાડ્રોક્લોરિક એસીડમાં ધન મુલક હાઈડ્રોજન છે (H.Cl = H is + i.e. positive, Cl is – negative) અને ઋણ મુલક ક્લોરીન છે. સોડીયમ હાઈડ્રોક્સાઈડમાં ધન મુલક સોડીયમ છે અને ઋણ મુલક એક પરમાણુ  ઓક્સીજન અને એક પરમાણુ હાઈડ્રોજનનું જોડાણ છે (NaOH where Na is + and OH is – negative). આ બંને પદાર્થોને ભેગા કરીએ એટલે સોડીયમ ક્લોરાઈડ અને હાઈડ્રોજન ઓક્સાઈડ એટલેકે પાણી બને છે (NaCl and H.H.O i.e. H2O). પણ સોડીયમ ક્લોરાઈડ અને પાણીને ભેગા કરવાથી હાઈડ્રોક્લોરિક એસીડ અને સોડીયમ હાઈડ્રોક્સાઈડ બનતા નથી.

        

આ બધાનું કારણ વિજાણુઓ (ઈલેક્ટ્રોન) જે પરમાણુની નાભી (નુક્લીઅસ) ની આસપાસ જે કક્ષા અને જે સંખ્યામાં ફરતા હોય છે તેને વિષે બાંધેલી ધારણાઓ વડે સમજાવાય છે.

આ બધું શા માટે સુનિશ્ચિત છે? એ વાત પ્લેન્ક નામના વૈજ્ઞાનિકે જે અચળ અંક (કોન્સ્ટંટ) શોધેલો તેના ક્વૉન્ટમ યંત્રશાસ્ત્ર વડે સમજી શકાય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અદ્વૈત વાદે બાકી બીજા સૌને હરાવ્યા

અદ્વૈત વાદે બાકી બીજા સૌને હરાવ્યા

 

અદ્વૈત એટલે શું?

સીધો સાદો અર્થ એ જ છે કે અદ્વૈત એટલે “બે નહીં”.

પણ વધુ વિસ્તૃત અર્થ છે. “બે પણ નહીં”

વધુ વિસ્તૃત અર્થ એક અને માત્ર એક જ.

એક અને માત્ર એક જ એટલે શું?

આ વિશ્વમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે ઘણા પદાર્થો દેખાય છે. આ બધા જ કોઈ એક મૂળભૂત કણના બનેલા છે. આ મૂળભૂત કણને એક જ ગુણ છે. આ ગુણ છે, આકર્ષણનો ગુણ. એટલે કે એક કણ બીજા કણને આકર્ષે છે. કોઈ કણને બે ગુણ ન હોઈ શકે. તેમ જ જુદા જુદા મૂળભૂતગુણ વાળા બે મૂળભૂત કણ ન હોઈ શકે.

જો આવું હોય તો અદ્વૈત નો સિદ્ધાંત તૂટી પડે છે. તેવી જ રીતે જો મૂળભૂત કણ ને બે ગુણ હોય તો? તો પણ અદ્વૈતનો સિદ્ધાંત તૂટી પડે છે.

ધારો કે એક કણ ને બે ગુણ હોય તો શું એમ ન કહી શકાય કે તે બે મૂળભૂતકણોના સમૂહનો બનેલો છે? હા કહેવાય તો ખરું પણ એક કણ જો બે મૂળભૂત કણો નો બનેલો હોય તો બે મૂળભૂત કણોના ગુણ જુદા જુદા હોવાથી તેમનું સાથે રહેવું શક્ય નથી.  

પણ આપણે જોઇએ છીએ કે પદાર્થોમાં આકર્ષણ અને અપાકર્ષણનો પણ ગુણ હોય છે. તેનું શું?

વાસ્તવમાં આકર્ષણ અને અપાકર્ષણ એ ફક્ત મૂલ્યનો ફેર છે. એટલે કે એક ઘનાત્મક મૂલ્ય છે અને બીજું ઋણાત્મક મૂલ્ય છે. ઋણ અને ઘન એ સાપેક્ષ છે.

જેમ કે ત્રણ વ્યક્તિઓ એક કતારમાં હોય અને એક એક મીટરને અંતરે ઉભી હોય.  જો વચલી વ્યક્તિને સંદર્ભમાં રાખીએ તો બીજીવ્યક્તિ તેનાથી   (+૧ મીટર) દૂર કહેવાય અને ત્રીજી વ્યક્તિ તેનાથી (-૧) મીટર દૂર કહેવાય.

પણ આમાં અપાકર્ષણની વાત ક્યાં આવી?

ધારોકે આપણી પાસે એક જ જાતના ચાર મૂળભૂત કણો છે. બે કણો એકબીજાને અડોઅડ છે. આ અડોઅડ રહેલા કણો અને બાકીના બે કણો એક સેન્ટીમીટર ને એક લાઈનમાં છે. એટલે કે અ૧‘….’અ૨‘….’અ૩‘.’અ૪‘.

હવે અ૨ની ઉપર અ૩‘.’અ૪નું આકર્ષણ બળ છે. અને આ બળ અ૧ના કરતાં બમણું છે. એટલે અ૨કણ તો અ૩અ૪ની દીશામાં ગતિ કરશે. હવે જેઓ અ૩અ૪ને જોઈ શકતા નથી તેમને એમ લાગશે કે અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ છે. વાસ્તવમાં અ૧ અને અ૨ વચ્ચે તો આકર્ષણ જ છે. પણ અ૨ અને અ૩અ૪ની ગોઠવણ એવી છે કે આપણને અ૧ અને અ૨ વચ્ચે અપાકર્ષણ હોય એવું લાગે છે.

આ ફક્ત સમજવા માટેનો દાખલો જ છે. આ વાસ્તવિકતા નથી. આપણે આ દાખલાની સીમામાં જ આ સમજવાનું છે તે એ કે તેમની વચ્ચે રહેલી આંતરિક સ્થિતિ એવી છે કે જેની આપણને ખબર નથી તે છે.

આકર્ષણ એ શું છે? અને તે શા કારણે છે? શું કોઇ કણ ગુણ વગરનો હોઈ શકે?

કોઇ કણ ગુણ વગરનો ન હોઇ શકે. કારણ કે ગુણ હોય તો જ કણ અસ્તિત્વમાં છે. જેને ગુણ નથી તેનું અસ્તિત્વ પણ જાણી ન શકાય.

ગુણ શા કારણે છે?

એક કણ કલ્પો. આકર્ષણ એ એક બળ છે. બળ છે એટલે કે શક્તિ છે. શક્તિ નું માપ તેના ખુદના કંપન (ફ્રીક્વન્સી) ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે કે કણ કંપન કરતો હોવો જોઇએ.

હવે જો આમ વિચારીએ તો કણના બે ગુણ થયા. એક કંપન અને બીજો આકર્ષણ. જો બે ગુણ હોય તો અદ્વૈત વાદનો સિદ્ધાંત ધ્વસ્ત થાય છે.

પણ વાસ્તવમાં એમ નથી. કંપન એ કણનો ગુણ છે. અને આકર્ષણ એ કંપનની અસર એટલે કે કંપનની અનુભૂતિ છે. એટલે કે એક કણના કંપનની બીજા કણને થતી અનુભૂતિ છે.

એવું વિચારવાની કે ધારી લેવાની શી જરુર કે મૂળભૂત કણ એક જ જાતનો હોઈ શકે? શા માટે મૂળભૂત કણ બે ન હોઈ શકે?

અચ્છા ચાલો, ધારી લઈએ કે બે જુદી જુદી જાતના મૂળ ભૂત કણો છે. હવે કણ માત્ર તેના ગુણથી ઓળખાય. જો બે કણ જુદા હોય પણ ગુણ એક જ હોય તો તે બે કણ એક જ છે, એમ સિદ્ધ થાય છે.

જો ગુણ બે કણના ગુણ જુદા જુદા હોય તો તે બંને કણો વચ્ચે સંવાદ એટલે કે ક્રિયા પ્રતિક્રિયા સંભવી ન શકે.

જેમકે, દાખલા ખાતર આપણે વિચારીએ;

બે વ્ય્ક્તિઓ છે. તેમની ભાષાઓ જુદી જુદી છે. બે વ્યક્તિઓ વચ્ચે જો ભાષાની સમાનતા ન હોય તો સંવાદ શક્ય ન બને. જો કે બે મનુષ્યો વચ્ચે બીજી ઘણી સમાનતા છે હોય છે કારણ કે મનુષ્યો એ મૂળભૂત કણ નથી. તેથી બે મનુષ્યો વચ્ચે બીજી રીતે પણ સંવાદ તો થઈ શકે.પણ આપણે ફક્ત એક ગુણના પરિપેક્ષ્યમાં વિચારીએ તો એક ગુણ બીજા ગુણથી સ્વતંત્ર હોવાથી બંને પદાર્થો વચ્ચે સંવાદ શક્ય નથી. તેથી કરીને બે અલગ અલગ પ્રકારના કણ વચ્ચે વ્યવહાર શક્ય નથી.

એટલે મૂળભૂત કણ ફક્ત એક જ પ્રકારનો હોઈ શકે. તે કણ તેના જેવા બીજા કણ સાથે જોડાઈ શકે. આ કણસમૂહ વળી બીજા કણ અને અથવા કણસમૂહ સાથે જોડાઈ ને બીજો  કણ સમૂહ બનાવી શકે. આ બધા કણ સમૂહમાં મૂળભૂત કણો, સાપેક્ષે જુદી જુદી સ્થિતિમાં હોઈ જુદા જુદા ક્ષેત્રો બનાવી શકે.

દરેક કણ ને એક ક્ષેત્ર હોય છે. દરેક કણ કંપન કરતું હોય છે. કણસમૂહનું એક પરિણામી કંપન હોય છે અને તેનું પરિણામી ક્ષેત્ર પણ હોય છે.

આ કંપન એ શું છે?  મૂળભૂત કણ કેવો છેકંપનની અનુભૂતિ એ જો આકર્ષણ બળ હોય તો તે બીજા કણ ઉપર કેટલું અસર કરશે? આવા સવાલો ઉત્પન્ન થાય છે.

કંપનને લીધે બળ ઉત્પન્ન થાય છે. આ બળનું અસ્તિત્વ ત્યારે જ અભિવ્યક્ત થાય જ્યારે બીજો તેના જેવો કણ અસ્તિત્વ ધરાવતો હોય. જો કોઈ કણ એકલો જ હોય તો તે શૂન્ય છે. પણ આવું તો નથી. કોઈ પણ એક કણ એકલો હોતો નથી. બીજા અસંખ્ય તેના જેવા કણો હોય છે. તે સૌની વચ્ચે આકર્ષણ હોય છે. આ આકર્ષણ એક બળ તરીકે પ્રગટ થાય છે.

 

ભૌતિક શાસ્ત્ર કેવી રીતે આગળ વધ્યું?

આપણે વિશ્વમાં એક જ બળ જોતા નથી. આપણે તો ઘણા બળો જોઇએ છીએ. અને દરેક બળના માપદંડ અને સમીકરણો જુદા જુદા હોય છે. આવું શા માટે? જો આકર્ષણ એ એક જ બળ હોય તો સમીકરણ પણ એક જ હોવું જોઇએ.

આ સમસ્યાવાળો પ્રશ્ન આલ્બર્ટ આઈનસ્ટાઇનને ઉદભવ્યો હતો. એ પહેલાંના વૈજ્ઞાનિકોને, વિશ્વના પરિપેક્ષ્યમાં આવો પ્રશ્ન ઉદભવી શકે તેવી સમજ જ ન હતી. ૧૮૯૦ સુધી એમ જ માનવામાં આવતું હતું કે વિશ્વ ૯૨ તત્વોનુંજેમકે હાઈડ્રોજન, હેલીયમ, ઓક્સીજન, નાઇટ્રોજન, કાર્બન, લોખંડ, જસત, ત્રાંબુ, વિગેરે મૂળભૂત તત્વોનું બનેલું છે. જે કંઈ દેખાય છે તે કાં તો આ તત્વો છે અથવા તો તેમના સંયોજનો કે મિશ્રણો છે.

પછી થોમસને શોધ્યું કે ઉપરોક્ત તત્વો એ મૂળભૂત તત્વો નથી. તેઓ પણ તેથી વધુ ઝીણા મૂળભૂત તત્વોના બનેલા છે.

કાળક્રમે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરે શોધાયા.

ઈલેક્ટ્રોન અને પ્રોટોન ઋણ અને ધન વિજાણુઓ ગણાયા. કારણ કે તેઓ વિજબળ ધરાવતા હતા.

વિજબળ ગતિમાં હોય તો તેને લંબ દીશામાં ચૂંબકત્વનું બળ ઉત્પન્ન થાય છે.તેવીજ રીતે ચૂંબકત્વના ક્ષેત્રમાં ફેર થવાથી વિજક્ષેત્ર ઉત્પન્ન થાય છે.

ગુરુત્વાકર્ષણનું બળ ન્યુટને શોધ્યું હતું.

ઉપરોક્ત ૯૨ કે ૧૦૮ તત્વોપોતે મૂળભૂત નથી, પણ તેઓ ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પાયોન, મેસોન, વિગેરેના બનેલા હોય છે. કોઈ એક તત્વની અંદર રહેલા ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને, આ તત્વની અંદર તેમને એકબીજા સાથે કોણ જોડી રાખે છે?

આ જોડી રાખનારા બળને સ્ટ્રોંગ બળ નામ આપવામાં આવ્યું.

રેડીયો એક્ટીવ પદાર્થ શોધાયો અને તેમાંથી નીકળતા આલ્ફા, બીટા અને ગામા કિરણો શોધાયા તો પ્રશ્ન થયો કે આ અત્યાર સુધી આ કણો અણુ/પરમાણુની અંદર કેવીરીતે અને કયા બળથી જોડાયેલા હતા? આ બળને વિક (નબળું) બળ નામ આપવામાં આવ્યું.

તો જુદા જુદા કેટલા બળ થયા?

ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુતચૂંબકીય બળ, પરમાણુના ઘટકોને જોડીરાખતું સ્ટ્રોંગ બળ, અને રેડીયોએક્ટીવ વીક બળ.

આઈન્સ્ટાઇનને સવાલ થયો કે આટલા બધા મૂળભૂત તત્વો અને આટલા બધા બળો ન હોઈ શકે. વિશ્વની રચનાના મૂળભૂત સિદ્ધાંતો સરળ હોવા જોઇએ.

આ દરમ્યાન બીજા ઘણા ક્રાંતિકારી આવિષ્કારો થઈ ગયેલા.

જેમકે પ્રકાશ એ અદૃષ્ટ તરંગ નથી પણ, કણ પણ છે.

તે ઉર્જાના કંપનોનું પડીકું છે. અને કંપન હોવાથી તેમાં શક્તિ છે.

શક્તિ (ઉર્જા) અને દળ એ આમ તો એક જ છે. એક બીજામાં પરિવર્તિત કરી શકાય છે.

આ શક્તિની(ઉર્જાની) ઝડપ (વેગ) અચળ છે. એટલે કે ધારોકે તેની ગતિ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છેઅને તમે સુપરસોનિક વિમાનમાં બેસીને પાછળના પ્રકાશ સ્રોત ના પ્રકાશની ઝડપ માપો તો તેપણ  ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે અને તમારી આગળના સ્રોતમાંથી નિકળતા પ્રકાશની ગતિ માપો તો તે પણ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ છે. એટલે કે તમે પ્રકાશના સ્રોતની સામે ગમેતેટલા પૂર જોસમાં જાઓ કે તેનાથી ઉંધી દીશામાં ગમે તેટલા પુરજોશમાં જાઓ અને પ્રકાશવેગ માપશો તો તે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ થશે.એટલે કે તે અચળ છે.

ધારોકે પૂર્વથી પશ્ચિમ એવા એક રસ્તા ઉપર બે કાર છે. એક કાર પૂર્વ દીશામાં ૫૦ કીલોમીટરની ઝડપે જાય છે. બીજી તેની પાછળ ૪૦ કીલો મીટર ની ઝડપે આવે છે. તો પહેલી કાર વાળાને પાછળની કારની ઝડપ  ૧૦કીલો મીટરની જણાશે. એટલે કે ૫૦-૪૦=૧૦.

હવે જો પાછળની કાર પોતાની દીશા ઉલ્ટાવી દેશે તો પહેલી કારને બીજી કાર ૫૦+૪૦=૯૦ કીલોમીટર ની ઝડપથી જતી જણાશે.

પણ હવે ધારોકે બીજી કાર એ પ્રકાશ છે. તો પહેલી કારને તે બંને સંજોગોમાં બીજી કારની (જે પ્રકાશ છે) ઝડપ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકંડ જ જણાશે.

બીજા ઘણા આવિષ્કારો થયા. જેમકે વેગ વધવાથી વેગની દીશામાં લંબાઈ ઘટે છે. વેગવધવાથી પદાર્થનું દળ વધે છે. વેગ વધવાથી સમય ધીમો પડે છે. ઉર્જા એ દળને સમકક્ષ છે.

હવે જ્યારે આવું બધું થાય ત્યારે ન્યુટને સ્થાપિતકરેલા ગતિ અને ઉર્જાના સમીકરણો નકામા બને છે.

તો પછી સાચાં સમીકરણો કયા છે.

જે કંઈ બધું થાય છે તે અવકાશમાં થાય છે.  પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો અને તારાઓ બધું આકાશમાં છે. આકાશમાં આખું વિશ્વ છે. પૃથ્વી ઉપરની ગતિઓ પણ એક રીતે વિશ્વમાં આવી જાય.

બે પદાર્થ વચ્ચે અવકાશ રહેલું હોય છે. એટલે બે પદાર્થ વચ્ચે જે અવકાશ હોય છે ત્યાં બળનું ક્ષેત્ર હોય છે એમ કહી શકાય. હવે જો બળ ચાર જાતના હોય તો ક્ષેત્ર પણ ચાર જાતના થયા. તેના સમીકરણો પણ ચાર જાતના થાય. પણ મૂળભૂત પદાર્થ જો એક જ હોય તો ક્ષેત્રનું સમીકરણ પણ એક જ હોવું જોઇએ. તો એવું સમીકરણ બનાવો કે જે આ ચારે ક્ષેત્રોને સાંકળી શકે.

આ ચારે ક્ષેત્રોને કેવી રીતે સાંકળી શકાય? આ પ્રમેય અથવા સિદ્ધાંતને “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” કહેવાય છે. આવી થીએરીની શોધ માટે આલ્બર્ટ આઈનસ્ટાઇને ભલામણ કરી અને મથામણ પણ કરી. આલ્બર્ટ આઈન્‌સ્ટાઈને તેમની પાછળની જીંદગી એમાં ખર્ચી નાખી.

આઈનસ્ટાઇનના સમયમાં બ્‌હોરનું એટોમીક મોડેલ (બ્‌હોરનામના વૈજ્ઞાનિકે પ્રબોધેલો પરમાણું સંરચનાનો નમૂનો પ્રસ્થાપિત અને પ્રચલિત હતો. તેનાથી પ્રકાશ અને વિદ્યુતચૂંબકીય તરંગો અને કંપનો અને તેમાં રહેલી ઉર્જા સમજી શકાતી હતી. પણ વૈજ્ઞાનિકોને લાગતું હતું કે તેઓ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી” ના આવિષ્કારથી ઘણા દૂર છે. 

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

 

Read Full Post »

તેઓ શા માટે ગંધાઈ ઉઠે છે?

સંસ્કૃતમાં એક મુહાવરું છે કે સત્યં બ્રૂયાત્‌ પ્રિયં બ્રૂયાત્‌ ન બ્રૂયાત્‌ સત્યં અપ્રિયમ્‌ એટલે કે સાચું બોલવું જોઇએ પ્રિય બોલવું જોઇએ, સત્યને અપ્રિય લાગે તેવી રીતે બોલવું ન જોઇએ.

તેની સાથે મેળમાં બેસે એવું ગુજરાતીમાં છે, “અંધાને અંધો કહે, કડવું લાગે વે, હળવે રહીને પૂછીએ શાથી ખોયા નેણ. એટલે કે “એય, આંધળા, તૂં આંધળો કેમ કરતાં થયો?” એવીરીતે પૂછવાને બદલે જો એમ કહીએ કે અરે ભાઈ, તમે કેમ કરતાં આંખો ગુમાવી?” તો આંધળા ભાઈને ખોટું ન લાગે.

પણ હવે આ આંધળા ભાઈના પિતાશ્રીને કે માતુશ્રીને પૂછીએ કે “આપના ચિરંજીવીની આંખો કેમ કરતાં ગઈ? શું વિટામીન ની ખામી હતી, કે જન્મજાત ખોડ છે?”

તો પણ આંધળા ભાઈને ખોટું લાગે તો શું? અને તમને બટકું ભરી લે તો શું? તમે તો તેમને કંઈ પણ કહ્યું નથી. છતાં પણ તે તમને કહે કે “તું તારી આંખ સંભાળ. મારી વાત ન કર…”

કાઠીયાવાડીમાં આવી રીતે વર્તનારને “ગંધાઈ ઉઠ્યો” એમ કહેવાય છે.

હા જી, આપણા નરેન્દ્ર મોદીશ્રી એ કહ્યું કે આપણે ગુજરાતના રાજકારણમાં “જ્ઞાતિવાદ કે ધર્મનું રાજકારણ ખેલનારાઓને સફળ થવા દેવા નથી. જ્ઞાતિવાદ અને ધર્મના રાજકારણે યુ.પી. અને બિહારના કેવા બેહાલ કર્યા છે તે આપણે જોયા છે. આપણે અહીં યુપી બિહાર કરવા નથી.”

જ્ઞાતિવાદ અને યુપી-બિહાર

યુપી અને બિહાર માં જ્ઞાતિવાદનું જોર કેટલું છે તે તો તમે ત્યાંની કોઈપણ વ્યક્તિને પૂછો તો તમને કહેશે કે ત્યાં સામાન્ય સંજોગોમાં ૯૫ ટકા વોટીંગ જ્ઞાતિ આધારિત જ હોય છે. આ વાતને નકારવી એટલે દિવસને રાત કહેવા જેવું જ થશે.

યુપી-બિહારમાં ઠાકુર, પંડિત અને લાલા ની લાંબા ગાળા સુધી બોલબાલા હતી. જવાહરલાલ પંડિત હતા. કમલાપતિ ત્રીપાઠી એટલે પંડિત. તે જવાહરલાલની સીન્ડીકેટના નેતા હતા. પણ ઈન્દીરા ગાંધીએ ગરજ પતી એટલે તેમને હાંસીયામાં મૂક્યા. વીપી સિંહ ઠાકુર. તે ચમકી ગયા. યુપી ના ઠાકુરો, આમ તો  બ્રાહ્મણોનું સામાન્ય રીતે માન રાખે છે. લાલાઓ (વાણીયાઓ) પણ બ્રાહ્મણોનું માન રાખે. માયાવતી અને કાંશીરામે દલિતોનો ચોકો જુદો કર્યો. તિલક, તરાજુ ઔર તલ્વાર ઉસકો મારો જુતે ચાર ના સૂત્ર ઉપર દલિતોને એકઠા કર્યા. પણ તેને લાગ્યું કે ઉચ્ચવર્ણની સહાય વગર રાજગાદી નહીં મેળવાય, એટલે ૨૦૦૭માં ઠાકુર અને બ્રાહ્મણોને સાથમાં લીધા. તેમને ટીકીટો આપી. “યહ હાથી નહીં ગણેશ હૈ” કહીને સત્તા ઉપર આવ્યા.

યાદવો દહીં દુધીયા.

તેઓ આમ તો શ્રી કૃષ્ણના વંશજ છે, તો પણ પછાતમાં ગણાય છે. પણ દલિત વળી જુદા હોય છે. છઠ્ઠું પરિબળ મુસ્લિમોનું.

કોઈ પણ ઉમેદવાર, આ છ જાતિઓના નેતાઓને કેટલા લપેટમાં લે છે તેના ઉપર તેના જીતવાના ચાન્સ રહે છે. આ માટે તમારા પક્ષનું માળખું વ્યવસ્થિત હોવું જોઈએ. પૈસા તો ખરા જ. કારણકે જ્ઞાતિના આગેવાનો પૈસા થી જ ખરીદી શકાય. તેમને ઠેકા (વર્ક કોંટ્રાક્ટ) આપવા પડે. યુપી બિહારમાં સરકારી અને બીન સરકારી ટેન્ડરો ગુજરાતની જેમ સીધી રીતે ખુલતાં નથી. ફિલમોમાં બતાવે છે તેવું ત્યાં સાચે સાચ બને પણ છે. મિત્રો અને જ્ઞાતિજનોને તમે તમારા અફસરીપદની રુએ ખટવી શકો તો તે સ્વાભાવિક કહેવાય, અને અયોગ્ય હોય તોપણ ખટવો તો તે તમારી આવડત કહેવાય. પણ આ બધું સ્થાનિક નેતાની સાથે મસલતો કર્યા પછી જ કરી શકાય. સ્થાનિક નેતાને અને ક્યારેક નેતાઓને ખુશ કરીને અને બાંધછોડ કરીને તમારે જેને લાભ અપાવવો હોય તેને અપાવી શકો. આ સ્થાનિક નેતા જ્ઞાતિ આધારિત હોય છે. બુથકેપ્ચરીંગ ઈન્દીરા-રાજીવના સમય સુધી બહુ સામાન્ય વાત હતી. આ બુથ કેપ્ચરીંગ જ્ઞાતિ આધારિત નેતાઓ દ્વારા જ થતું.

જો લતિફ, અમદાવાદમાં અનેક સીટ ઉપર ઉભો રહી બધી જ સીટો ઉપર જીતી શકે તો સમજી લો કે યુપી બિહારમાં કસ્બે કસ્બે લતિફો છે. યુપી-બિહારના જ્ઞાતિવાદ વિષે લખવું હોય તો દળદાર એવા અનેક પુસ્તકો લખી શકાય.

યુપી બિહારમાં સપરમા દિવસે નૃત્યો યોજાય તે સામાન્ય છે. આવા એક નૃત્ય માં એક નૃત્યાંગના સામે એક ઠાકુર લતિફે ૫૦ રુપીયા ફેંક્યા. અને એક જુદા ગીતની ફરમાઈશ કરી. તે ગીત અર્ધું થયું ત્યાં એક દલિત લતિફે ૧૦૦ રુપીયા ફેક્યા અને બીજા ગીતની ફરમાઈશ કરી. એટલે ઠાકુર લતિફે ૫૦૦ રુપીયા ફેંક્યા અને પોતાનું ગીત આગળ ચલાવ્યું. તો દલિત લતિફે ૧૦૦૦ રુપીયા ફેંક્યા. એટલે ઠાકુર લતિફે ધડ ધડ ધડ દઈને ગોળીઓ છોડી અને દલિત લતિફના રામરમાડી દીધા. વાત પૂરી.

લગ્નપ્રસંગે યુપી બિહારમાં બંદૂકોમાંથી ગોળીઓ છોડવી અને તેની રમઝટ પણ બોલાવવી એ આપણે ગુજરાતમાં લગ્નપ્રસંગે ફટાકડા ફોડવા બરાબર છે. ફટાકડાની જેમ ગણત્રી નથી તેમ ત્યાં બંદૂકની ગોળીઓની ગણત્રી કોઈ કરતું નથી.  

જો તમને કસ્બાઓમાં રહેતા કોઈ ભૈયાજી મળી જાય તો આવા દરેક પાસે આવી વાતોનો અખૂટ ખજાનો હોય છે. કાયદો તેમના નેતાને ન અડી શકે તેનો તેમને ગર્વ હોય છે.

આપણે તો અહીં મુખ્ય મંત્રી એવા મોદીકાકાની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા તેમના વિવાદાસ્પદ ઉચ્ચારણોના કારણે ઘણા અખબારી મૂર્ધન્યો શરમથી બેવડા વળી જાય છે.

અમને તો જ્ઞાતિવાદી વોટબેંક જ ખપેઃ

નરેન્દ્ર મોદી શા માટે યુપી બિહાર ન જાય? આવો આગ્રહ કોણે રાખ્યો? જે લોકોને જ્ઞાતિવાદી અને જાતિવાદી મતોનું રાજકારણ કરવું હતું તેવા નિતીશકુમાર અને શરદ યાદવ ને જ વાંધો હતો. યુપીમાં બીજેપી શા માટે ફેલ ગયો? સંજય જોષી કેમ ત્યાં ફેલ ગયા? જો તેમણે વિકાસની રાજનીતિ ચલાવવી હોત તો તેમણે નરેન્દ્ર મોદીના ગુજરાતના વખાણ કરવા પડત. કારણ કે વિકાસની રાજનીતિના સમર્થનમાં દાખલો તો આપવો જ પડે ને. પણ મોદીની પરોક્ષ પણ પ્રશંસા થાય તે તો તેમને પરવડે નહીં. એટલે જ્ઞાતિનું અને જાતિનું જ રાજકારણ કરવું પડે. અને તે માટે સંગઠન બનાવવું પડે. જો તમે સંગઠન વગર પૈસા વેરો, તો રુપીયે રુપીયો પહેલા પગથીયે જ ખવાઈ જાય. સંગઠન રાતોરાત ઉભું થતું નથી. તેના માટે વર્ષો જોઇએ. પૈસા તો નહેરુવીયન કોંગ્રેસ પાસે પણ ક્યાં ઓછા છે!

અયોગ્ય વ્યક્તિ અને બીનકાર્યક્ષમતા એ અનીતિમત્તાનું બીજ

સરકારી હોદ્દો અને ધારાસભ્યનો હોદ્દો કે લોકપ્રતિનિધિત્વનો કોઈપણ હોદ્દો કે તેમના દ્વારા અપાયેલો કોઈપણ હોદ્દો એ પૈસા બનાવવાનું યંત્ર માત્ર છે. આવું તમે યુપી-બિહારમાં ન માનો તો તમે નિરર્થક છો.

આવા યુપી-બિહાર-ઓરિસ્સા ના નેતાઓ યુપી-બિહાર-ઓરિસ્સાનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે? રાજસ્થાન, પંજાબ, એમપી, હરીયાણાના પણ લગભગ યુપી-બિહાર-ઓરિસ્સા જેવા જ હાલ છે. પણ પંજાબમાં નહેરોની સગવડ સારી હોવાને લીધે મૂળ પંજાબના મજુરો બીજા રાજ્યોમાં મજુરી માટે ભટકતા જોવા મળતા નથી. રાજસ્થાન, એમ.પી, અને યુપી-બિહાર-ઓરિસ્સા ની જનતાએ રોજી માટે ગુજરાત, મહારાષ્ટ્રમાં આવવું પડે છે.

અન્યાય અને અસંતોષ અને કાર્યદક્ષતાનો અભાવ

જ્યાં જ્ઞાતિવાદી અને જાતિવાદી રાજકારણ હોય ત્યાં વિકાસ ન થાય અથવા ધીમો જ થાય. કેટલાક બીનગુજરાતી, કોંગી અથવા ધર્મનિરપેક્ષીઓ અને અથવા બની બેઠેલા માનવતાવાદીઓ કહેતા હોય છે કે ગુજરાતનો વિકાસ એ એક પ્રચારનો ફુગ્ગો છે, વાસ્તવમાં ગુજરાતનો વિકાસની બાબતમાં પાંચમો નંબર પણ નથી. બિહાર, યુપી, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ગુજરાતથી ક્યાંય આગળ છે. પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતના મજુરો આપણને બિહાર, ઓરીસ્સા, બંગાળ, યુપી એમ.પી કે ક્યાંય મળતા નથી. ગુજરાતમાં આ બધા જ રાજ્યોના માણસો આપણને ભરપૂર માત્રામાં મળે છે. તેમનું પ્રમાણ પણ ઉત્તરોત્તર વધતું જાય છે.

બિહાર અને યુપીની બેકારી તેના રાજકારણમાં રહેલી જ્ઞાતિવાદ ઉપર આધારિત વૉટબેંકની રાજનીતિ છે. તમે જન્મ આધારિત જ્ઞાતિપ્રથાનો માપદંડ રાખો એટલે કે બીજી જ્ઞાતિનો જે વધુ યોગ્યતા વાળો છે તેનો હક્ક ડૂબાડો છો. એટલે બને છે એવું કે જે યોગ્ય વક્તિ હતો તેને અન્યાય થયો એવું લાગે છે. આ વ્યક્તિનો સામાજીક ન્યાયપ્રણાલી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેનો નૈતિકતા ઉપરથી પણ વિશ્વાસ ડગમગી જાય છે. તમે તમારા રાજકીય સ્વાર્થ માટે અનૈતિકતાને વિકસાવો છે. અને પોતાની જ્ઞાતિના પણ પ્રમાણે કરીને અયોગ્ય, એવા માણસને કામ સોંપો છો. આથી  કામની નિપુણતામાં કમી તો આવવાની જ.

ક્રમશઃ આરીતે નીતિ અને નિપુણતામાં ઓટ આવે છે. હવે જે લોકોની નિમણૂંક કરી અને તેની ઉપર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરીક્ષણ કરવાનું હોય છે તેમની દ્રષ્ટિ પણ જ્ઞાતિવાદ ઉપર આધારિત હોય એટલે રાજધર્મ અને કારભારમાં વિનિપાત થાય જ. આવું થાય એટલે સૌ પોતાના ગજવાં ભરે. “જીવો અને જીવવા દો” એટલે કે “લૂંટો અને લૂંટવા દો” નું સૂત્રનો જ અમલ થાય.

જ્ઞાતિપ્રથા અર્થહીન છે

વાસ્તવમાં જ્ઞાતિ પ્રથા એક વાડો છે. જેમ ધાર્મિક સંપ્રદાયો એક વાડો છે તેમ અલગ અલગ જ્ઞાતિ ને આધારે સંગઠન કરવું એ પણ વાડા બનાવ્યા બરાબર જ છે.

જ્ઞાતિ પ્રથાને સનાતન ધર્મનું અનુમોદન નથી.

સનાતન ધર્મ શું કહે છે?

સનાતન ધર્મ માં તો વેદ કહે તે સત્ય. અને ઉપનિષદનો સાર એટલે ગીતા કહે તે સત્ય.

ગીતા જ્ઞાતિવાદ વિષે શું કહે છે?

ચાતુર્વર્ણં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગશઃ

ચારવર્ણો મેં(પ્રકૃત્તિએ) ગુણ અને કર્મ પ્રમાણે સર્જ્યા છે.

આનો અર્થ એજ થયો કે પ્રાકૃતિક વર્ણ તો વ્યવસાય ના આધારે જ છે. વ્યવસાય તમે તમારામાં રહેલા ગુણોને આધારે નક્કી કરો છો. એટલે કે આ રીતે થયેલા વર્ણ જ પ્રાકૃતિક છે. જન્મને આધારે નક્કી થયેલા વર્ણ અપ્રાકૃતિક છે એટલે તે સનાતન નથી. એટલે કે તે નિરર્થકતાને કારણે નષ્ટ પામશે.

મનુષ્ય જન્મે ત્યારે તે શુદ્ર હોય છે. તેને બધું શિખવાડવું પડે છે. ક્યાં કુદરતી હાજતો કરવી, કેવીરીતે સ્વચ્છતા રાખવી, કેવીરીતે નાહવું વિગેરે વિગેરે.

પછી થોડો મોટો થાય એટલે તેનામાં મારા તારાનો, અને સંગ્રહ અને દાન અને અધિકારોની વાતો સમજમાં આવે છે. આ વૈશ્ય વૃત્તિ કહેવાય. પછી તેને બીજાના અધિકારોનું રક્ષણ અને ન્યાય ની સમજણ આવે છે. આ ક્ષાત્રીય વૃત્તિ કહેવાય.

પછી તે પુખ્ત થાય એટલે બીજાને પણ સમજણ આપી શકે તેવી તેને અનૂભૂતિ થાય છે અને પોતે સમજે છે કે પોતાનું કશું જ નથી. જે જીવન છે તે બીજને માટે છે. આ બ્રાહ્મણ વૃત્તિ કહેવાય. આમ તો ચારે વર્ણ એક જ મનુષ્યમાં સામેલ હોય છે.

સૌએ બ્રહ્મવૃત્તિ એટલે કે ઈશાવાસ્યવૃત્તિ કેળવવી જોઈએ એમ ગાંધીજીએ ઈશાવાસ્ય ઉપનિષદ વ્યાંચ્યા પછી કહેલું.

શંકરાચાર્યની દ્રષ્ટિએ બ્રાહ્મણના ચારગુણ છે. જન્મે બ્રાહ્મણ, સુંદરતા(સ્વચ્છતા), વિદ્વતા, અને નીતિમત્તા. આ ચારે ગુણોમાં થી ક્રમશઃ એક એક ગુણ ઓછા કરતા જાઓ અને વિદ્વતાને પણ બાદ કરો તો પણ તમે બ્રાહ્મણ કહેવાશો. પણ જો તમારામાં નીતિમત્તા નહીં હોય તો તમે બ્રાહ્મણ નહીં કહેવાઓ. આવી વાત શંકરાચાર્યે બૌદ્ધોને કહેલી. વળી તેમણે કહેલું કે સૌ મનુષ્યનું ધ્યેય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાનું હોવું જોઇએ. એટલે કે ઈશાવાસ્ય વૃત્તિ કેળવવાનું.

જ્ઞાતિપ્રથાને ઉત્તેજન એટલે સામાજીક વિનીપાત

ઉચ્ચ નીચ જ્ઞાતિઓની વાતો કરવી, અને તેના હક્કમાટેના સંમેલનો યોજવા તે સમાજને અધોગતિએ પહોંચાડવાના કર્મો છે. માણસની જાતિ તો ગુણ અને કર્મોને આધારે છે. અત્યારે વાસ્તવિક જ્ઞાતિઓ તો સરકારી કર્મચારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરીયાતો, મજુરો, કારીગરો, વૈજ્ઞાનિકો, એજંટો, પોલીસો, સૈનિકો, સંદેશવાહકો અને સેવકો છે. આમાં વળી પેટા વિભાગો હોય છે અને ઉપપેટાવિભાગો પણ હોય છે. આમાં તમે જન્મને આધારે ક્યાંથી સંગઠનોની વાતો કરી શકો?

તમે ધારોકે જન્મે પટેલ છો. તો તેમાં ચિકિત્સકો છે, ઉત્પાદકો, નોકરીયાતો, સરકારી નોકરીયાતો, વેપારીઓ, વિગેરે સઘળા છે. તેમનું સામાન્ય હિત શું હોઈ શકે? કશું જ નહીં. સિવાય કે જે જન્મે પટેલ છે તેને તમે એક વાડામાં પૂરો અને તેમની પાસે એક નિશ્ચિત વોટ (દૂધ) આપવાનું કામ કરાવો. પછી છોડી મૂકો એટલે કે દોહીને છોડી મૂકો. તમારો હેતુ આજ હોઈ શકે. બીજો હેતુ શો હોઈ શકે?

હવે જો તમારે વાડા જ કરવા છે, તો જેને ગળ્યું ભાવે છે, જેને તીખું ભાવે છે, જેને તળેલું ભાવે છે જેને બાફેલું ભાવે છે, જેને ફળો ભાવે છે, અને તેમાં પણ પેટાવિભાગો થશે. તેના પણ વાડાઓ કરો ને? કમસે કમ સૌને ભાવતું ખવડાવશો તો પૂણ્ય મળશે.

આમાં તમે જુઓ છો કે સેવકો, સરકારી કર્મચારીઓ અને સંદેશવાહકો બીજા લોકો સાથે ભાગીદારીમાં પૈસા બનાવે છે. વાસ્તવમાં તેમનું ધ્યેય બ્રાહ્મણત્વ સ્થાપિત કરવાનું હોવું જોઇએ. પણ આ સેવકો સમાજીક પતનના માર્ગો અખત્યાર કરી સત્તાનીભૂખ સંતોષવા માગે છે. પ્રજા હિત માટે કોઈ સ્વપ્ન હોય અને સેવા ભાવના હોય તો તે આવકાર્ય છે. આવા લોકો આ ચારવર્ષ દરમ્યાન ગ્રામ્યવિસ્તારોમાં જઈ “માહિતિ અધિકારનો ઉપયોગ દ્વારા”, સરકારને નક્કર સૂચનો દ્વારા અને સહયોગ દ્વારા જનતાનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હોત.

જન્મને આધારે લોકોને ભેગા કરીને ગોકીરો કરવો એ એક અણઘડપણું જ નહીં પણ અધર્મ પણ છે. આ બધી સમાજને તોડવાની ચેષ્ટાઓ છે. સમાજ તૂટશે તો રાજ્ય અને દેશ કેવી રીતે એક રહેશે?

આર એસ એસની વિશ્વસનીયતા અને સેવાવૃત્તિને કલંકિત કરવી છે?

યુપી, બિહારમાં જે થયું અને થાય છે, તે યોગ્ય તો નથી.

સંભવ છે કે જે રસ્તે શંકરસિંહ વાઘેલા ગયા (તેઓ પણ આમ તો શિસ્તબદ્ધ કહેવાતા આર એસએસના એક સૈનિક હતા), તે જ રસ્તે કેશુભાઈ અને સંજય જોષી (પ્રસારમાધ્યમોએ ઉછાળેલ) પણ એજ રસ્તે જશે.

આજની તારીખસુધી આરએસએસ એક શિસ્તબદ્ધ અને સેવાભાવિ સંસ્થા ગણાતી હતી. અને હવે જો તેના નેતાઓ સ્વાર્થમાં અંધબની “ત્યાગભાવનાની ઐસી તૈસી” ના નારા સાથે લોકોએ ચૂંટેલા, સર્વ ક્ષેત્રે પ્રગતિશીલ અને લોકપ્રિય મુખ્ય મંત્રી સામે યુદ્ધ છેડે તો જનતાને આરએસએસ સંસ્થામાં ક્યાંથી વિશ્વાસ રહેશે? લોકશાહી પ્રણાલી એજ છે કે તમે તેની વર્કીંગ કમીટી સામે તમારા પ્રશ્નો રજુ કરો અને જો તે તમારા પ્રશ્નોનો તમને પસંદ હોય તેવો પ્રતિભાવ ન આપે કે ન તો એવી દાનત બતાવે તો, પક્ષ છોડીને જતા રહો.

પછી તમારા પ્રપ્રપૌત્રને કહો કે તે તમારી પથારી પાસે હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા લે કે “હે પ્રપ્ર પિતામહ હું ……… આપનો પ્રપ્રપૌત્ર પ્રતિજ્ઞા લઉં છું કે હું, તે રાજાધિરાજ ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહનું નાક કાપીશ અને કાપીશ , જેથી તમારા આત્માને શાંતિ મળે.”

સિદ્ધરાજ જયસિંહ

સિદ્ધરાજ જયસિંહ

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ જ્ઞાતિ પ્રથા, ગુણકર્મ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈષ્ય, શુદ્ર, ઈશાવસ્યવૃત્તિ, મહાત્માગાંધી, શંકરાચાર્ય, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, નીતિમત્તા, કાર્યદક્ષતા

Read Full Post »

 

આમ તો સંસ્કૃતમાં એક શ્લોક છે કે જો માણસ પાસે ૧૦૦ સોના મહોર આવે તો તેને હજાર સોના મહોર આવે એવી આશા જાગે. હજાર સોના મહોર આવે તો તેને શેઠ થવાની આશા જાગે. શેઠને નગર શેઠ થવાની આશા થાય. નગરશેઠ ને રાજા થવાની આશા થાય. રાજા ને, ચક્રવર્તી રાજા થવાની આશા થાય. ચક્રવર્તી રાજા, ઈન્દ્ર થવાની આશા રાખે. ઈન્દ્ર, બ્રહ્મા થવાની આશા રાખે, બ્રહ્મા વિષ્ણુ થવાની આશા રાખે અને વિષ્ણુ, શિવ થવાની આશા રાખે. આશાની સીમા ને કોણ પહોંચ્યું છે?

(ચક્રેશેન્દ્રપદં, સુરપતિઃ બ્રાહ્મં પદં વાંચ્છતિ

બ્રહ્મા વિષ્ણુપદં, હરિઃ હરપદં, આશાવધિં કો ગતઃ?)

 પણ આની સામે પંચ તંત્રમાં એમ પણ કહેવાયું કે બહુ લોભ કરવો નહીં અને લોભને સદંતર  ત્યજી પણ ન દેવો. (અતિલોભઃ ન કર્તવ્યઃ, લોભં નૈવ પરિત્યજેત્‌)

 

ગાંધીબાપુની જેમ લોભને ત્યજવા માત્રથી મહાન બની જવાતું નથી.

મહાન થવા માટે ઘણા લક્ષણો જોઇએ. જેમકે વાંચન, વિચાર, સારાનરસાની સમજણ, પ્રમાણભાન, પ્રાથમિકતાનું ભાન, વ્યુહ રચના, બધી જાતની વહીવટી આવડત (મેનેજરીયલ સ્કીલ), નેતા બનવાની આવડત, અને સાધનશુદ્ધિ તો ખરીજ. સાધન શુદ્ધિમાં જો તમે વધારે પડતી બાંધછોડ કરો   તો તમારે જેલના સળીયા ગણવાનો વારો આવે પણ ખરો. જો કે તમે દેખી શકાય તેવી નિસ્વાર્થ ભાવના થી જેલમાં જાઓ તો તમારે બદનામી સહન ન કરવી પડે. અને તમે મહાન બની શકો. પણ એ જરુરી નથી કે આવા બધા જ ગુણો તમારામાં હોય તો તમે અચૂક મહાન એવા યુગપુરુષ બનો ને બનો જ. કારણ કે મહાન બનવું કે મહાન યુગપુરુષ બનવું એ અલગ સ્થિતિ છે. યુગ પુરુષ તમે કદાચ મરી ગયા પછી વર્ષો પછી કે યુગો પછી પણ બનો કે ન પણ બનો. આપણે ફક્ત સામાજીક ક્ષેત્રની જ વાત કરીએ છીએ.

 

તમે વૈજ્ઞાનિક હો તો વાત થોડી જુદી પણ હોઈ શકે છે.

વિજ્ઞાનના ક્ષેત્રે ટોચ ઉપર એકથી વધુ વ્યક્તિઓ હોઈ શકે પણ તેમાં પણ જે વહેલું સમજાય તે પહેલું એમ ગણાય છે. જેમકે રામાનુજમના સમીકરણ ૧૦૦ વર્ષ મોડા સમજાયા. અને આ સો વર્ષમાં શાસ્ત્રો ઘણા અગળ વધી ગયા. ત્યારે રામાનુજમની વિદ્યા કામ આવી. આદિશંકરાચાર્યને ધાર્મિક પ્રણાલી ગત રીતે યુગપુરુષ કહીએ છીએ. પણ તેમની મહાનતા અકલ્પનીય છે. તેઓ એ આમ તો વેદનો આધાર લીધો છે. તો આપણે સમજી જવું જોઇએ કે વેદમાં રહેલું તત્વજ્ઞાન ઈસ્વીસન પૂર્વે ૪૦૦૦ વર્ષથી ઈસ્વીસન ની આઠમી સદી સુધી પણ અકબંધ રહ્યું. આ કોઈ નાની વાત નથી.

આઈનસ્ટાઇનના સાપેક્ષવાદને સમજનારા તેના સમયમાં સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકો હતા. અને આઈનસ્ટાઈન અદ્વૈત ક્ષેત્રની (યુનીફાઈડ ફીલ્ડ થીયેરીને) સાબિત કરવામાં અસફળ રહેલ. પણ તેમનો તર્ક સાચો હતો. શંકરાચાર્યના અદ્વૈત વાદને સમજવામાં તે સમયના અને હાલના પણ ભલભલા બાવાજીઓ અસમર્થ રહ્યા છે.

ત્રીકોણની ટોચ

આ બધી વાતો જવા દઈએ. સામાજીક ક્ષેત્રની વાત કરીએ તો મહાન બનવું કે યુગ પુરુષ બનવું તે ત્રીકોણની ટોચ ઉપર પહોંચવા બરાબર છે. આ ટોચ ઉપર એક સમયે એકજ વ્યક્તિ કે થોડીક વ્યક્તિઓ પહોંચી શકે છે. આ જગ્યાએ તક અને શક્યતાના (પ્રોબેબીલીટીના) સિદ્ધાંતો કામ કરે છે. તમારામાં લાયકાત હોય તો પણ તમે ન પહોંચી શકો. તમે અમુક હદે પહોંચીને અટકી જાઓ. એવું પણ બને  કે તમે ત્યાં સુધી પણ પહોંચી ન શકો. તમે રાજકારણમાં હો તો કદાચ નિસ્ફળ પણ જાઓ. સત્તાનું રાજકારણ પણ આમ તો સમાજશાસ્ત્રમાં જ આવે તો પણ તેના સમીકરણો અને શક્યતાઓ જુદી હોય છે.

સી.એમ. (સામાન્ય માણસ) ક્યાં સુધી પહોંચી શકે? શું સામાન્ય માણસ સીએમ (ચીફ મીનીસ્ટર) બની શકે ખરો?

 

“સામાન્ય માણસ” અને સામાન્ય કક્ષા અલગ અલગ છે.

માણસ માણસ વચ્ચે કેટલો ભેદ ઈશ્વરે રાખ્યો છે? વાસ્તવમાં ઈશ્વરે જેટલો ભેદ બીજા પ્રાણીઓમાં રાખ્યો છે તેટલો જ ભેદ ઈશ્વરે માણસ માણસ વચ્ચે રાખ્યો છે.

બીજા પ્રાણીઓ વચ્ચે કેટલો ભેદ છે? બીજા પ્રાણીઓમાં ઈશ્વરે બહુ ભેદ રાખ્યો નથી. મનુષ્યે પોતાના ઉપયોગને અનુલક્ષીને થોડા ભેદ ઉજાગર કર્યા હોય છે. ઈશ્વરે માણસ માણસ વચ્ચે કોઈ ઉચ્ચતા નીચતા બનાવી નથી. પણ માણસના દુર્ગુણોએ સર્જેલી સામાજિક સ્થિતિએ મોટા ભાગના મનુષ્યોની શક્તિઓને હણી લીધી છે.

 

મનુષ્યોમાં રહેલી શક્તિઓને આધારે મનુષ્યોમાં કેટલો ભેદ હોઈ શકે?

અમારા એક સર્વોદયકાર્યકર અને મિત્ર શ્રી બંસીભાઈ પટેલના કહેવા પ્રમાણે મનુષ્યો વચ્ચે નો ભેદ હાથની પાંચ આંગળીઓ વચ્ચે છે તેટલો ભેદ ઈશ્વરને માન્ય છે. આ ભેદ ઈશ્વરે કેમ માન્ય રાખ્યો છે? આ ભેદ એટલા માટે ઈશ્વરે માન્ય રાખ્યો છે કે તેમની વચ્ચે કોઈ સંઘર્ષ કે ઇર્ષા નથી. પાંચે આંગળીઓનો આધાર નીચેથી એક જ છે. કોઈ નાની છે. કોઈ પાતળી છે. કોઈ જાડી છે. કોઈ નજીક છે. કોઈ થોડી દૂર છે. પણ દરેક અલગ અલગ રીતે કામ કરી શકે છે અને તે બધી જ ઉપરથી ભેગી થઈને સરખી ઉંચાઈ ઉપર આવીને કામ  શકે છે.

તો આનો ઈશ્વરીય અર્થ એજ થયો કે મનુષ્યો વચ્ચે થોડો થોડો ભેદ તો રહેશે પણ આ ભેદ એવો હશે કે જે તેઓમાં વિસંવાદ અને સંઘર્ષ ઉભો નહીં કરે. તો ઈશ્વરીય ઈચ્છા એવી છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે આવી ભાવના ઉભી ન થાય.

સમાજમાં ઉભી કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ આ ઈશ્વરીય સિદ્ધાંત ઉપર હોવી જોઈએ.

તો સામાન્ય માણસે શું સમજવું જોઇએ. અને શું કરવું જોઇએ?

સામાન્ય માણસે સમજવું જોઇએ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માણસ માણસ વચ્ચે બહુ ઓછો ભેદ છે. સૌ મનુષ્યે સહકાર પૂર્વક કામ કરવું. જેમ ઈશ્વર એક છે. તેમ મનુષ્ય સમાજ પણ એક જ છે. મૂળભૂત રીતે કોઈ નાનો કે મોટો છે જ નહીં. “હરિનો પિણ્ડ અખા કોણ શુદ્ર?”.

મનુષ્યો સમાજના કોષો છે. શરીરના કોષો પણ જીવંત અસ્તિત્વ છે. શરીરના કોષો જન્મે છે પોતાનું કામ કરે છે અને મરીજાય છે. કેટલાક અને કેટલીક જાતના કોષો વધુ જીવે છે અને કેટલાક ઓછું જીવે છે. પણ તે સૌ કોઈ જન્મે છે અને નાશ પામે છે. પણ આ બધા વચ્ચે  મનુષ્ય જીવતો રહે છે. આ મનુષ્યો પણ જન્મે છે. જીવે છે અને મરી જાય છે. પણ મનુષ્ય સમાજ જીવતો રહે છે. મનુષ્ય ગમે તેટલું કામ કરીને કમાય અને ગમે તેટલું ભણે પણ મરી ગયા પછી કશું તેને માટે કામનું રહેતું નથી. તો પછી આ બધું જાય છે ક્યાં?

માણસ જે કંઈ કરે તે જો અર્થ હીન બનતું હોય તો તે શું કામ આવું બધું કરે છે?

આમાં ઈશ્વરની ઈચ્છા શું હોઈ શકે?

વાસ્તવમાં મનુષ્યના કર્મો અને જ્ઞાન, સામાજીક સંપત્તિમાં જમા અને ઉધાર થાય છે. સમાજ એક ડગલું આગળ કે પાછળ જતો હોય છે.

માણસ પોતાના આનંદ માટે જીવે છે. પણ જો આનંદ બીજાઓને નુકસાન કરીને ન મેળવ્યો હોય તો સમાજ આગળ જાય છે. જો મનુષ્યે પોતાનો આનંદ બીજાને નુકસાન કરીને મેળવ્યો હોય તો સમાજ પાછળ જાય.

 સામુહિક રીતે મનુષ્યો પોતાનો આનંદ મેળવવા તેમણે કરેલા કામનો પારિણામિક (રીઝલ્ટંટ) સરવાળો શું થાય છે તેના ઉપર સમાજની પ્રગતિનો આધાર છે.

પ્રગતિ કોને કહેવી?

આમ તો બધું ભૌતિક જ છે. પણ માળખાકીય સુવિધાઓ જે માત્રામાં અને જે વ્યાપકતાએ સમાજના મનુષ્યોને ઉપલબ્ધ થાય તેના ઉપર સમાજનો આનંદ અવલંબે છે.

આનંદ બે રીતે  મળે છે. એક જ્ઞાન પ્રાપ્તિથી આનંદ મળે છે. બીજો સુવિધાઓથી આનંદ મળે છે. જો જ્ઞાન પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ ન હોય, તેવીજ રીતે સુવિધા પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ નહોય તો અસામનતા ઉભી થાય છે.

પાંચ આગળીઓમાં રહેલી અસમાનતા કરતાં વધુ અસમાનતા ઉભી થાય તો અસંતોષની ભાવના ઉભી થાય છે. આ સંતોષની ભાવનાથી અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના,  સમાજમાં આંતરિક સંઘર્ષને ઉત્પન્ન કરે છે. આ સંઘર્ષ સમાજને આનંદ પ્રાપ્તિના માર્ગમાં આડખીલીઓ ઉભી કરે છે. તેથી મનુષ્યકર્મ અને મનુષ્યશક્તિનો વ્યય થાય છે.

 

આનંદ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ કયો?

જ્ઞાન પ્રાપ્તિ નો માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે જ્ઞાન આપવાથી જ્ઞાન ઘટતું નથી પણ વધે છે. જ્ઞાન પ્રાપ્તિની સીમા નથી.

જ્ઞાન એટલે શું?

આપણે ત્રણ જગતમાં રહીએ છીએ.

આપણું મનો જગત. 

એટલે આપણું મન કેવીરીતે કામ કરે છે તે સમજવું અને તેને સમાજના હિતમાં જોડવું. ભગવત્‌ ગીતાને સમજો.

આપણી સિવાયના મનુષ્યોનું મનો જગત. 

એટલે કે સમાજ. સમાજમાં બીજા લોકોની વૃત્તિઓ કેવી હોય છે અને આદર્શ સમાજ કેવો હોવો જોઇએ. કેવી સમાનતા હોવી જોઇએ. શા નિયમો હોવા જોઇએ. માહાત્મા ગાંધીને સમજો.

ભૌતિક જગત એટલે કે બ્રહ્માણ્ડ. 

તેમાં શરીરો સહિતના કુદરતી તત્વો, સુક્ષ્મ થી વિરાટ જગત માં રહેલા બધા જ દૃષ્ટ, અદૃષ્ટ પદાર્થો, બળો, પરિબળો, ક્ષેત્રો, સહુ કંઈ આવી જાય. આ બ્રહ્માણ્ડ કેવું છે? કેવડું છે? તેના કયા નિયમો છે તે કેવી રીતે કામ કરે છે? આજ એક એવું જ્ઞાનનું ક્ષેત્ર છે જે સીમા રહિત છે અને તમે ગમે તેટલી માનવ શક્તિ નાખો તો તે ઓછી પડે. અનેકાનેક ન્યુટનો, આઈનસ્ટાઈનો, સ્ટીફન હૉકીન્સો અને અનેકાનેક ભૃગુઓ, ભારદ્વાજો,  શંકરાચાર્યો ઓછા પડે.

પણ શું સામાન્ય માણસ આ બધું સમજવાને શક્તિમાન છે?

કયો માણસ કયું કામ પસંદ કરશે તે તેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. સ્વભાવ માણસની વૃત્તિઓ આધાર રાખે છે. વૃત્તિઓ માણસની અંદર રહેલા રસાયણોની માત્રા ઉપર આધાર રાખે છે. અને રસાયણોની માત્રા ત્રણ બાબતો ઉપર તો આધાર રાખે જ છે. આનુવંશિક, અનુભવો, પ્રતિક્રિયાઓ અને વિચારો. આનુવંશિકતા એ જન્મજાત છે. અનુભવો અને પ્રતિક્રિયાઓ સમાજ મારફત મળે છે. વિચારો પણ આમ તો થોડી ઘણી સામાજિક દેન હોય છે, પણ વ્યક્તિ પોતે પણ પોતાની આદતો, કાર્યો અને વિચારોના સમન્વય થકી સ્વભાવને બદલી શકે છે. એટલે જ ઈશ્વરે ગીતા માં કૃષ્ણભગવાનના મોઢે થી કહેવડાવ્યું છે કે કામોની પસંદગી મેં (પ્રકૃતિએ), મનુષ્યમાં રહેલા ગુણ (વૃત્તિઓ) અને વિચાર રુપી કર્મો થકી કરેલી છે. અને આમ સામાજીક કર્મોમાં વર્ગીકરણ થાય છે. શરીરના અંગોની જેમ તે એક બીજાને પૂરક છે.

માટે સામાન્ય માણસે પોતાના સ્વભાવ અને વૃત્તિ પ્રમાણે કામની પસંદગી કરવી કે જેથી   તે પોતાના સામર્થ્યનો ઉપયોગ શ્રેષ્ઠરીતે અને આનંદ પૂર્વક કરીને સમાજની સેવા કરી શકે.

જો મનુષ્ય પૈસા કમાવવાનું ધ્યાનમાં રાખવાને બદલે પોતાના સ્વભાવને કેન્દ્રમાં રાખે તો સમાજ વધુ તંદુરસ્ત થાય.

સુખ માટે ની ભૌતિક સુવિધાઓ અને તે આપવામાં રહેલી અસમાનતાઓનું શુ?

તે માટે મહાત્મા ગાંધીનો માર્ગ અપનાવ્યા વગર છૂટકો નથી.

સામાન્ય માણસ નીતિમાન રહી શકે ખરો? જો સંગઠીત રહે તો સામાન્ય માણસ ચોક્કસ રીતે નીતિમાન રહી શકે. જો સંગઠીત ન હોય તો પણ શક્યતાના સિદ્ધાંત પ્રમાણે, સામાન્ય માણસ મોટાભાગે સફળ અને સાર્થક રીતે રહી શકે. પણ એવું બને કે કેટલાક સામાન્ય માણસે સંક્રાતિના કામચલાઉ સમયમાં ભોગ આપવો પડે. આમ પણ હાલની મૂડીવાદી પરિસ્થિતિમાં કાયમ માટે અગણિત લોકોનો ભોગ તો લેવાય જ છે.

ટૂંકમાં સામાન્ય માણસ માટે નીતિમાન રહેવું એ એક આપત્તિ બની રહેશે એવું માનવું જરુરી નથી. તમે અનીતિમાન રહો તો આપત્તિ આવવાની શક્યતાઓ વધુ રહે છે.

નીતિમાન રહેવું એટલે શું?

ધારોકે તમે નોકરી કરો છો.

તમારા ઉપરી સાથે કેવીરીતે વર્તશો?

સૈધાંતિક રીતે સમજી લો કે તમે દેશની સેવા કરો છો.

દેશની સેવા એટલે જ્યારે દેશ ઉપર આક્રમણ થાય અને તે વખતે તમે કંઈક ત્યાગ કે દાન ધરમ કરો તેને જ દેશ સેવા ગણાય એવું કોઇએ સમજવું ન જોઇએ. દેશના દુશ્મનો દેશની બહાર જેટલા હોય છે તેનાથી અનેક ગણા અને તાત્કાલિક ન ઓળખી શકાય તેવા દુશ્મનો દેશની અંદર હોય છે.

તંદુરસ્ત શરીરની અંદર પણ કેન્સરના કોષો અને બીજા રોગોના જંતુઓ હાજર હોય છે પણ આપણા શરીરનું બંધારણ એવું છે કે આપણા શરીરના કોષો અને સૈનિક કોષો તેમને સબળ થવા દેતા નથી અને શરીરનું સતત રક્ષણ કરતા રહે છે. શરીરનું રક્ષણ જેમ એક સતત ચાલતી ક્રીયા છે, તેમ દેશની સેવા પણ એક સાતત્યવાળી સેવા છે.

તમને કોઈ વેદીયા ગણે તો તે વાતને અવગણી લો. આવા વિશેષણોથી તમને કોઈ નુકશાન થવાનું નથી. તમે તમારી માન્યતાને તમારા કાર્યશૈલી થી વળગી રહેશો તો તમને અને તમારી કાર્યશૈલીને  સ્વિકૃતિ મળી જશે. તમારી તરફનો આદર વધશે પણ ઘટશે નહીં.

નીતિમત્તાના લક્ષણોઃ

સમયસર નોકરીએ આવવું એ એક નીતિમત્તાનું લક્ષણ છે.

ખાસ અને અવગણી ન શકાય તેવા કારણવગર રજા ઉપર ન રહેવું.

નોકરી પર હો ત્યારે સમય બરબાદ ન કરવો

સોંપેલા કામમાં રહેલી મુશ્કેલી વિષે વિચારવું, તેની વિષે ઉપરી સાથે ચર્ચા કરી લેવી,

ઉપરીની મુશ્કેલી સમજવી અને સ્વિકારવી,

તમારા સિદ્ધાંતો ઉપરીને વાતવાતમાં સમજાવી દેવા, તમે તમારા સિદ્ધાંતોમાં કેટલી બાંધછોડ કરી શકો છો તે પણ જણાવી દેવું,

કામ ચીવટ પૂર્વક કરવું

કામ સફાઈદાર રીતે કરવું

કામમાં રસ લેવો,

કામમાં પોતાની ભૂલ થશે એવો ભય ન રાખવો,

કામનો પ્રોગ્રેસ ઉપરીને જરુર પડે જણાવતા રહેવું,

ઓફિસ છોડો ત્યારે ઉપરીને જણાવીને જવું.

કોઈની નિંદા ન કરવી. પણ સાંભળી લેવી જરુર. (કટોકટીના સમયે પરોક્ષ રીતે ઉપયોગ કરી શકાશે. બને ત્યાં સુધી આવા ઉપયોગથી દૂર રહેવું)

તમારો ઉપરી તેના વચનો પાળશે અને અંત સુધી સફળ રીતે મદદ કરશે તેવી આશા ઉપર નિર્ભર ન રહેવું. વિકલ્પો વિચારી રાખવા, અને આવનારી કઠોરમાં કઠોર પરિસ્થિતિ શું બની શકે તે વિષે પણ વિચારિ રાખવું. અને જો ઉપરી તમારા ઉપર વિશ્વાસ ધરાવતો હોય તો ચર્ચા કરવી.

તમારા ઉપરીનો પણ ઉપરી હોય છે. તેની સાથે જે સંવાદ થાય તેની જાણ તમારા ઉપરી ને કરવી. તમારા ઉપરીને અંધારામાં ન રાખવો.

તમારી કાર્ય શૈલી અને નીતિમત્તા તમારી આસપાસ એક વિશિષ્ઠ ક્ષેત્ર સર્જે છે. તેથી સ્થાપિત હિત ધરાવતા તત્વો પણ સમજશે કે તમે ખોટી વાત માનશો નહીં અને અન્યાય પણ નહીં કરો.

ગમે તેવો ખાઉકડ ઉપરી હોય તો પણ ચીવટ વાળા અને સમયસર થયેલા કામનો કોઈ વિકલ્પ નથી અને તેથી તમારો ઉપરી ખાઉકડ હોય તો પણ તમને અવગણી શકશે નહીં. તે તમારાથી ડરશે.  તે તેનું તમારી સાથેનું વર્તન સમયાંતરે સુધારશે. પણ ખાઉકડ ઉપરીથી ચેતતા રહો અને તેના ખોટા કામનો રેકોર્ડ રાખો. તમે તમારા ઉપરીના ઉપરી સાથે સંપર્કમાં આવવાની એક પણ તક ન છોડો. તમારા ઉપરી અને તેના ઉપરી એ બંન્ને વચ્ચે રહેલા કાર્યશૈલીના ભેદને સમજો અને તેની ઉપયોગીતા વિષે વિચારો. ત્રીજા લેવલનો ઉપરી પણ તમારી કાર્યશૈલી અલગ છે અને વ્યવસ્થિત છે તેવા પ્રસંગો ઉભા કરો.

જો તમારો ઉપરી ન સુધરે તેવો ખાઉકડ હોય તો ઝગડો કર્યા વગર અને કડવાશ રાખ્યા વગર બદલી કરાવી લો. બદલી થી ડરવું નહીં. વિશ્વસનીય કાર્યશૈલી ધરાવનારાઓની માગ હમેશા હોય છે જ. અને તેમાં કેડર, ભાષા, પ્રાદેશિકતા, જ્ઞાતિ ના ભેદો નડતા નથી.

એક વસ્તુ તમે સમજી લો કે તમને અનેક વખત સારા કામ કર્યા બદલ કદર મળશે નહીં. તો તેનાથી નિરાશ ન થવું. તમે તમારા કામ ઉપર નિયમન રાખી શકો છે. કર્મના ફળની ઉપર તમારું નિયમન નથી. પણ તમે જે કામ કર્યું તેણે તમારા મગજને ઘડ્યું છે. વાસ્તવમાં તમારું ઘડતર એજ તમારા કર્મનું ફળ છે. તમે દેશ માટે કામ કર્યું જ છે અને તે ઈશ્વરે જમા કર્યું છે. આ વાત સાચી છે. આ વાત ઉપર વિશ્વાસ રાખો. તમને તેની અચૂક અનુભૂતિ થશે.

જેઓ અણહકનું મેળવેછે અને બીજાની કદર કરતા નથી. તેઓનો સ્વભાવ અને કાર્યશૈલી એ રીતે ઘડાય છે. અને ઈશ્વર તેમને એ રીતે ફળ આપે છે.

તમારી નીચેના સ્ટાફ સાથે કેવી રીતે વર્તશો?

તમે ઈશ્વરીય પાંચ આંગળીનો સિદ્ધાંત માન્ય રાખ્યો છે. તેથી તમારા નીચેના સ્ટાફને પણ નિમ્ન કક્ષાનો ન માનવો.

તમારી નીચેના શ્તાફને તેમની મર્યાદાઓ અને પ્રશ્નો હોય છે. તેમાંના ઓછામાં ઓછા ૮૫ ટકા સભ્યો તમારી માન્યતાઓ સાથે કદમ મિલાવી શકે તેવા હોય છે. કેટલાક તો તમારાથી એક કદમ આગળ પણ હોય. તેમનું માન રાખો અને તેમને મહત્વ આપો.

દેશપ્રેમ બધામાં પ્રચ્છન્ન રીતે પડેલો જ હોય છે. તમારું કામ તેઓ દેશપ્રેમને ઓળખે તે છે.

કોઈની પ્રત્યે તેના કામની નબળાઈના કારણે કડવાશ ન રાખો.

તમને એવું લાગશે કે અમુક વ્યક્તિઓએ નક્કી કર્યું છે કે કામ ન જ કરવું.

આવી વ્યક્તિઓના વલણ પાછળના કારણો અલગ અલગ હોય છે. તેમના અંગત પ્રશ્નોને સમજો. અને તેમની સમસ્યાઓ પરત્વે સહાનુભૂતિ રાખો. બને તો તમારા ઉપરી અધિકારીઓ સાથે મળી ઉકેલની કોશિસ કરો. તમે તેમની સમસ્યા વિષે શું કર્યું તેની તેમને માહિતિ આપો અને આપતા રહો.

એકે બે ટકા એવા કર્મચારી હશે કે જે સુધરશે નહીં. તેમને બીન મહત્વના કામ સોંપો. તેમને સુધારવા માટે બહુ સમય બરબાદ ન કરો. પણ તેમની ઉપર નજર રાખો અને તેમની ક્ષતિઓની નોંધ રાખો. તેમની પ્રત્યે કડવાશ ન રાખો. જરુર પડે તેમને મદદ કરો. આમ કરવાથી તમે તેવા લોકો માટે પણ વિશ્વસનીય બનશો.

નિંદારસ બહુ મીઠો અને સ્વાદિષ્ટ રસ છે. પણ કદી કોઈની નિંદા ન કરો. નિંદાત્મક કાર્યોની સામાન્ય અને “ટુ ધ પોઈન્ટ” નિંદા કરો. પણ વ્યક્તિગત  નિંદા ન કરવી. બીજા લોકો જે નિંદા કરે તેનો આનંદ મેળવવો. કોઈની નિંદા ન કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે કેટલીક નિંદાઓ કથાકથિત હોય છે અને તેમાં સત્ય કરતાં અસત્ય વધુ હોય છે. તે ઉપરાંત એવું બને કે જેની નિંદાકરવાની આપણને પ્રેરણા થાય તે વ્યક્તિ આપણી તરફમાં પણ હોય. ઓફિસમાં કદી ખાનગી રહેતું નથી. તેથી આપણે કરેલી નિંદા ગમે ત્યારે તે વ્યક્તિ પાસે પહોંચવાની જ છે અને આપણે કદાચ આપણો એક હિતૈષી ગુમાવી શકીએ છીએ. આનંદ માટે નિંદારસ કરતાં રમૂજવૃત્તિ થી કામ કરવું વધુ આનંદદાઈ બને છે.

જનતા પ્રત્યે કેવો અભિગમ રાખવો?

વાસ્તવમાં દેશ એ જનતા જ છે. અને જનતાની સેવા એજ દેશ સેવા છે. પણ જનતાનો જે હિસ્સો આપણી સાથે વ્યવસાઈ સંબંધોને કારણે હોય છે તેમાં સ્થાપિત હિતોનો સમાવેશ થાય છે. તેઓ ખોટું કામકરવા કટીબદ્ધ હોય છે. પણ જો તમે નીતિમત્તાવાળી કાર્યશૈલી ધરાવતા હશો, તો સમજી લો કે લાંચ આપનારો જન્મ્યો નથી. લાંચ આપનારો અને ખોટાકામ કરનારો ત્યારે જ જન્મે છે જ્યારે લાંચ લેનારો પાકે છે અને ખોટાં કામ ચલાવી લેનાર પાકે છે.

નિર્ણય લેનારો દરેક અધિકારી એક ન્યાયધીશ હોય છે. જો તમારા હોદ્દાને લાયક તમે હશો તો તમારા પગ જમીન ઉપર હશે અને તમે તમારુ ગૌરવ અને હોદ્દાનું ગૌરવ સાચવી શકશો. પણ જો તમે તમારા હોદ્દાને લાયક જ નહીં હો તો જ તમે તેનો ગેરલાભ લેશો. તમારે સમજવું જોઇએ કે જ્યારે તમે લાલચ આવી જાઓ છો અને પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવો છો ત્યારે તમે સિદ્ધ કરો છો કે તમે તે હોદ્દાને માટે નાલાયક છો.

સામાન્ય જનતા એ જ દેશ છે. સામાન્ય જનતાને પ્રત્યક્ષ કે પરોક્ષ નુકશાન કે અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીને ફરજ બજાવો તેજ તમારો દેશપ્રેમ કહી શકાય.

સામાન્ય માણસને કેટલું જોઇએ?

માનવસમાજમાં સગવડોની અસમાનતા એટલી હદ સુધીની ચાલી શકે કે તેમની વચ્ચે હાથની પાંચ આંગળીઓ જેમ ભેગી થઈ શકે છે અને કામગીરી કરી શકે છે તેમ સંવાદ અને કામગીરી કરી શકે.

આ માટે વધુ વિગતથી પછી ક્યારેક જોઈશું.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અંગ્રેજોએ એક કામ કર્યું. તેમણે આ કામ અજાણતા કે જાણી જોઇએને પણ કર્યું હોઈ શકે. કારણ કે યુરોપીય પ્રજાએ બીજે પણ એવું કરેલું જ છે. અને તે એકે ભાગલા પાડો. દુશ્મનનો દુશ્મન આપણને મિત્ર માનીને કે પોતાના દુશ્મન ઉપર બદલો લેવાની ધુનમાં આપણો મદદગાર બનશે.

ઉત્ખનન અને ઈતિહાસ

યુરોપના નવજાગૃતિના સમયમાં વૈચારિક ક્રાંતિનું ઘણું સાહિત્ય આવ્યું. તેમાં સમાજવાદ, ઉત્ક્રાંતિ અને વૈજ્ઞાનિક વિષયો ક્રાંતિકારી રહ્યા. વિજ્ઞાન એ તર્કનો વિષય હોવાથી તમે તેમાં તમે ઘાલમેલ ન કરી શકો. પણ સમાજવાદને નામે તમે લોકોને ભ્રમમાં નાખીને સત્તા પરિવર્તન કરી શકો. તેવીજ રીતે ઉત્ક્રાતિમાં તમે ઉત્ખનન વત્તુ ઓછું કરી મનઘડંત વાતો કરી ઈતિહાસમાં હેરફેર કરી શકો.

હવે ભારત જેવા ગીચ દેશમાં તમે કેટલું ઉત્ખનન કરી શકો? જ્યાં પૂરાતત્વના અવશેષોના રકમબંધ ટીંબાઓ જે દેખી શકાય તેવા છે તેને પણ પહોંચી વળતા ન હો અને જ્યાં કામ  ચાલુ કર્યું હોય ત્યાં પણ ગોકળગાયની ગતિએ કામ થતું હોય ત્યાં તમે ઉંડાઈવાળા કામ તો કરો જ ક્યાંથી? બાબરી મસ્જીદ તૂટી અને ત્યાં નીચે ખોદાણ થયું ત્યાં શિવ મંદિર મળ્યું. પ્રશ્ન એ ઉભો કરવામાં આવ્યો કે આ શિવ મંદિર તોડવામાં આવેલું કે તેના અવશેષો ઉપર બાબરી મસ્જીદ થઈ? હવે જો કાળના પ્રવાહમાં શિવ મંદિર નષ્ટ થયું હોય તો પછી તેનો ઈતિહાસ પાછો ઠેલાય. તોડવામાં આવ્યુ હોય એમ સ્વિકારીને આગાળ વધવું હોય તો વધુ વિસ્તારને આવરી લેવો પડે. અંતે વાત પૈસા ઉપર આવે. કરોડો માણસો ભૂખે મરતા હોય તે વખતે આવા ખર્ચા કેટલા પોષાય?

પણ આવા કામો જ્યારે અધુરા હોય અને ભારતજેવા દેશમાં ઘનિષ્ઠ વસ્તીવાળા દેશમાં ઝડપી ન બનાવી શકાય ત્યારે તમે અફવાઓ અને તુક્કાઓને અધારે પ્રજાને વિભાજીત કરવાના નુસ્ખાઓ અમલમાં મુકી શકો.

માનવ જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા પ્રકારે જાય છે?

પ્રસરણ. વેપાર વિનીમય, અછત, આમંત્રણ, આક્રમણ, લૂંટ. આના પરિપેક્ષ્યમાં વિચારો.

જો સમય ગાળા ના ઉતરતા ક્રમમાં જોઇએ તો તે નીચે પ્રમાણે છે.

લૂંટ કરવાઃ જાય ઝડપથી પણ પછી ઝડપથી જ પાછા વળી જાય છે. બહુબહુ તો ભગ્નાવશેષો કદાચ બાકી રહે જો તોડફોડ કરી હોય તો, તે સિવાય કશું બાકી રહેતું નથી. દા.ત. મહમ્મદ ગઝની.

વિજય પતાકા લહેરાવવા. જો હારેલો સ્થાનિક રાજા કે તેના વંશજો જીવતા રહ્યા હોય તો અને વિજયી રાજા તેનો એલચી મૂકીને જાય અથવા સંધિ કરીને જાય તો સંસ્કૃતિનુ કે પ્રજાનું ખાસ કોઈ આદાન પ્રદાન થતું નથી. કાળક્રમે તે નષ્ટ થાય છે. સિકંદરે પોરસ સાથે સંધિ કરેલ. પણ પછી કોઈ પ્રજાનું સ્થાળાંતર ન થયેલ. સેલ્યુકસ નીકેતર ચંદ્રગુપ્ત સામે હારી ગયેલ. પણ કોઈ પ્રજાનું સ્થળાંતર ન થયેલ. ગ્રીક રાજા અને ભારતના રાજાઓ એક બીજા ઉપર ચડાઈ કરીને પ્રદેશો જીતી લેતા. પણ કાળ ક્રમે સ્થાનિક રાજાઓ પાછા આવી જતા. ભારતીય રાજાઓ જીતેલો પ્રદેશ પોતાના સંતાનોમાં વહેંચી દેતા. જીત પામેલા રાજાઓ જીતની નોંધ રાખતા. પણ હારેલા કે સંધિ કરેલા રાજાના પ્રદેશમાં આવી  કોઈ નોંધ મળતી નથી. સિકંદરની કોઈ નોંધ પોરસરાજાના પ્રદેશમાં નથી. ભારતના રાજાઓએ જીતેલા પશ્ચિમના પ્રદેશોમાં તેમની કોઈ નોંધ નથી. લંકામાં રામની નોંધ નથી.

વિજય પછી સ્થાયી થતા રાજાઓઃ સંપર્કો હોવાને કારણે ક્યારેક વિજયી રાજાઓ જીતેલા પ્રદેશમાં સારા અથવા અનુકુળ કુદરતી વાતાવરણના કારણે સ્થાઈ થવાનું પસંદ કરે છે. મુસ્લિમ રાજાઓ આ માટેનું ઉદાહરણ છે. પણ આ રીતે સ્થળાંતરનું પ્રસરણ થવામાં મુસ્લિમોને ભારતમાં ૬૦૦થી વધુ વર્ષ લાગેલા. જો અર્વાચીન યુગમાં અંગ્રેજોએ ભાગલા વાદી નીતિ અપનાવી ન હોતતો મુસ્લિમો પણ બીજી પ્રજા શક, હુણ, પહલવ, ની જેમ  ભારતીયોમાં ભળી ગયા હોત.

લોકોનું સ્થળાંતર (કુદરતી આફત) જેવી કે ધરતી કંપ, પૂર, વાવાઝોડું. તો માનવ સમૂહ બીજા નજીકના સ્થળે કે જે પ્રમાણમાં વધુ સુરક્ષિત હોય છે ત્યાં જાય છે. પણ જો કુદરતી આફત ચીલાચાલુ હોય તો મૂળ જગ્યા પાછા આવે છે.

લોકોનું સ્થળાંતર આમંત્રણ ને કારણેઃ સંપર્કોને કારણે સામાજીક કે સાંસ્કૃતિક સંજોગો ઉભા થવાથી કુટુમ્બોના સ્થળાંતરો થાય છે. નોકરી અને ધંધાર્થે વ્યક્તિઓ પોતાની જગ્યા બદલે છે. મૂળરાજ સોલંકીએ ચારવેદોના જાણકાર બ્રાહ્મણોને ગુજરાતમાં વસાવ્યા હતા જેઓ ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. દક્ષિણી બ્રાહ્મણો પણ ગાયકવાડ અને પેશ્વાના સમયમાં ગુજરાતમાં આવ્યા.

લોકોનું સ્થળાંતર (કુદરતી ફેરફારો) કુદરતી ફેરફારો જે ખૂબ ધીમા હોય છે પણ વધુ સારા જીવન માટે બીજા સ્થળે માનવ સમૂહની ટૂકડી ધીમે ધીમે નજીકની જગ્યાએ જાય. નવી જગ્યા ના લોકો સાથે સહકારથી રહે. ક્યારેક નાના સંઘર્ષ પણ થાય. પણ મોટા સંઘર્ષ ન થાય કારણ કે તે અગાઉ પણ તેમના સંપર્કમાં રહેલી હોય છે અથવા જાણકારી હોય છે. આ પ્રદેશ તેમના માટે સાવ નવો હોતો નથી.

લોકોનું સ્થળાંતર પ્રસરણ ને કારણેઃ એક સમૂહ તેના નજીકના પ્રદેશોની સાથે સંપર્ક માં હોય છે જ. અને તેથી આ પ્રક્રીયા ધીમી હોવા છતાં સતત ચાલતી જ હોયછે. રાજસ્થાની લોકો ગુજરાતમાં આવે છે અને તેઓ નજીકના પ્રદેશમાં સ્થાયી પણ થાય અને આ પ્રમાણે આગળ વધતા જાય. ગુજરાતના મેવાડા, શ્રીમાળી વિગેરે આ પ્રકારનું સ્થળાંતર છે. બંગાળી લોકો બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ રીતે આગળ વધતા જોવા મળે છે. પણ આ પ્રસરણ બહુ ધીમું હોય છે અને હજાર વર્ષે ૫૦૦ માઈલ પણ આગળ વધતું નથી.

પણ આ બધી વાતો જ્યારે મુસાફરીઓ પગપાળા, ગાડા, ઊંટ, ઘોડા થતી તે સમયને લાગુ પડે છે. એટલે કે મધ્યકાલીન અને પ્રાચીન યુગને લાગુ પડે છે.

વેદો અને  અદ્વૈતવાદ

વેદો અદ્વૈતવાદનું મૂળ છે. ઉપનિષદો સામાન્યરીતે અદ્વૈતવાદને પુરસ્કૃત કરે છે. ગીતા ઉપનિષદોનો સાર છે. મોટાભાગના પુરાણોમાં અદ્વૈતવાદ પ્રચ્છન્ન રુપે છે. આ બધું સાહિત્ય આર્યોનું ગણાય છે. આર્ય એ એક વિશેષણ છે. પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ તેને જાતિ ગણી અને આપણે સ્વિકારી. પાશ્ચાત્ય વિદ્વાનોએ જેને રીલીજીયન કહ્યો તેનું ભાષાંતર ધર્મ એમ કર્યું અને આપણે તે સ્વિકાર્યું. ભારતના સાહિત્યમાં ધર્મ એટલે સમાજ પ્રત્યે આપણે સ્વિકારેલ કર્મ છે.

પાશ્ચાત્ય વિદ્વાનોએ પોતાની ઈશ્વર પૂજા પદ્ધતિને ધર્મ કહ્યો અને તેને ફરજીયાત બનાવ્યો. આ વ્યાખ્યા તેમણે ભારતમાં પણ લાગુ કરી અને તેમણે ભારતીય પ્રજામાં ભેદ ઉત્પન્ન કર્યા. આપણે ઈશ્વર પૂજા પદ્ધતિને ધર્મ માન્યો નથી. તેમજ ઈશ્વર, આત્મા અને જગતને જ્ઞાન અને ચર્ચાનો વિષય માન્યો છે. ફરજીયાત બનાવ્યો નથી માન્યો નથી.

આપણા વિદ્વાનોએ ક્યાં ગોથાં ખાધા? 

આપણા આધુનિક વિદ્વાનો કે જેમને શાસ્ત્રીઓ કહેવા કે કેમ તે એક ચર્ચાનો વિષય છે, તેમણે શું કર્યું? તેમણે ફક્ત પાશ્ચાત્ય વિદ્વાનોને તેમના અંગ્રેજી ગ્રંથોમાં કે અનુવાદિત ગ્રંથોમાં વાંચ્યા. ભારતીય શાસ્ત્રીઓને તો વાંચ્યા જ નહીં અથવા તો ગણત્રીમાં લીધા જ નહીં. આપણા સંસ્કૃતના ગ્રંથોને પણ વાંચ્યા નહીં કે તેને કાળક્રમના પરિપેક્ષ્યમાં સમજ્યા નહીં કે સમજવાની તસ્દી ન લીધી. તેટલું જ નહીં પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ લખેલા ગ્રંથોમાં રહેલા વિરોધાભાસોને પકડ્યા નહીં, એટલે સમજવાની તો વાત જ ન રહી. આ કારણથી પાશ્ચાત્ય વિદ્વાનોએ આપણા ઈતિહાસ, ધર્મ અને તત્વજ્ઞાન વિષે લખેલા ક્ષતિયુક્ત ધારણાઓ અને તારતમ્યોમાં રહેલા ભયસ્થાનો ને આપણા વિદ્વાનો સમજી ન શક્યા. વાસ્તવમાં તેમનામાં દૂરદર્શિતાનો અભાવ જ હતો અને છે.

સિંધુસંસ્કૃતિ 

સિંધુસંસ્કૃતિ વાસ્તવમાં સરસ્વતી સંસ્કૃતિ હતી. ઋગ્વેદમાં સરસ્વતી નદીને એક દરીયા જેવી મહાનદ તરીકે વર્ણવવામાં આવી છે. વેદોમાં ભારતની બહારના પ્રદેશોનું વર્ણન નથી. પણ પૂરાણોમાં છે.

વાસ્તવમાં વિચરતી જાતિ ના વેદોમાં તો અદ્યતન ભૂતકાળની ભૂમિનો ઉલ્લેખ હોવો જરુરી છે. એવું બની શકે કે તે લાંબે ગાળે સ્થિર થાય ત્યારે તે જાતિ પોતાનો ભૂતકાળ ભૂલી જાય. પણ આનાથી ઉંધું તો ન જ થઈ શકે એટલે કે આ જાતિ જ્યારે સ્થિર થઈ નહોય ત્યારે પોતાના પૂર્વ સ્થળની વાતો ભૂલી જાય અને જ્યારે સ્થિર થાય ત્યારે અચાનક બીજા પ્રદેશોના વર્ણન કરવા માંડે.

તો વાત કંઈ આવી જ ઉલ્ટી સ્થાપિત કરવાનો પાશ્ચાત્ય ઈતિહાસ કારોએ પ્રયત્ન કર્યો છે. શા માટે? જે નદી કે જેને એક સાગર જેવી મહાનદી તરીકે વર્ણવવામાં આવી હતી તે નદી કેટલા વર્ષે લૂપ્ત થઈ શકે? તે પછીના સમયમાં કેટલી મહાનદીઓ કેટલા સમયે લુપ્ત થઈ? આવા સવાલોના જવાબ પણ મુદ્દાસર આપવા પડે. પાશ્ચાત્ય વિદ્વાનો પાસે આનો કોઈ જવાબ નથી.

સિંધુખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ

સીધો દાખલો એક છે સિંધુખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ.

પાશ્ચાત્ય વિદ્વાનોએ શું કહ્યું? આ બંને અલગ અલગ સંસ્કૃતિઓ હતી. કારણ?

અમને ૧૯૫૩માં નીચેના કારણો ભણાવેલ.

સિંધુસંસ્કૃતિ એક સ્થાયી સંસ્કૃતિ હતી. આર્યોની સંસ્કૃતિ એક વિચરતી જાતીની હતી.

સિંધુસંસ્કૃતિ નગર સંસ્કૃતિ હતી. આર્યોની સંસ્કૃતિ એક ગ્રામ્ય સંસ્કૃતિ હતી

સિંધુસંસ્કૃતિ મૂર્ત્તિપૂજક હતી. આર્યોની સંસ્કૃતિ કુદરતી તત્ત્વોને પૂજતી હતી

સિંધુસંસ્કૃતિ શિવને (પશુપતિને) પૂજતી હતી. આર્યોની સંસ્કૃતિ અગ્નિ પૂજક હતી

સિંધુસંસ્કૃતિ બળદને પાળતા હતા, આર્યો ગાયને પાળતા હતા.

સિંધુસંસ્કૃતિ શાંતિપ્રિય હતી. આર્યો એ તેમના નગરો નષ્ટ કર્યા.

આમાં રહેલા વિરોધાભાષો કદી સમજાવવામાં આવ્યા નથી. ઋગ્વેદમાં સુર અને અસુરના બંનેના નગરોનું વર્ણન છે. એટલે પહેલા બે કારણો નષ્ટ થાય છે. ઋગ્વેદમાં દેવોના મૂર્ત્ય સ્વરુપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમકે અગ્નિને બે માથાં છે. ચાર શીંગડા છે. ત્રણ પગ છે, સાત હાથ છે અને બળદ વાહન છે. વિશ્વ એક દેવ છે જે રુદ્ર છે અને તેને ત્રણ આંખો છે. સૂર્ય ચંદ્ર અને અગ્નિ. પુરુષ સુક્તમાં તેનું વર્ણન છે અને રુદ્રયાગમાં તેનું ગાન કરવામાં આવે છે. અગ્નિ અને રુદ્રની એકરુપ નિકટતા છે. કાળક્રમમાં આ સહેલાઈથી સમજી શકાય છે. સૂર્ય અને વિષ્ણુની એકરુપતા પણ સમજી શકાય છે. ગાય અને બળદ એક જ જાતિ છે. જે બળદને પાળે તે ગાયને પણ પાળે. આ વિરોધાભાસ નથી પણ સમાનતા છે. વૈશ્વિક શાંતિમંત્રો વેદોમાં પ્રચૂર માત્રામાં છે. એટલે આર્યો વિચરતી જાતિના હતા અને લડાયક કોમ હતી તેમ ન કહી શકાય.

વેદમંત્રો અને  ઉપનિષ‌દ્‌ના મંત્રો અને શૈવપૂરાણોના મંત્રો 

વેદમંત્રો અને મોટાભાગના ઉપનિષ‌દ્‌ના મંત્રો અને મોટાભાગના શૈવપૂરાણોના ઘણાજ મંત્રો અનપાણીનીયન (પાણીનીએ સંસ્કૃતનું વ્યાકરણ રચ્યું તે પહેલાંના લખાયેલા) છે. એટલે આ મંત્રો ૨૪૦૦ થી ઘણા પહેલાંના લખાયેલા હોવા જોઇએ. ઉપનિષદની વૈવિધ્યતા જોતાં તેનો સમય ગાળો ઘણો જ લાંબો હોઈ શકે.

બધાજ પૂરાણોમાં અમુક પ્રસંગો સમાન છે જેમકે કાર્તિકેય કુમારની ઉત્પત્તિ, ઋષિઓની- રાજાઓની-દૈત્યોની વંશાવળીઓ, સમૂદ્રમંથન, વિશ્વામિત્ર, અહલ્યા, ત્રીપુરહનન, ગંગાવતરણ, વામન અવતાર, મત્સ્યાવતાર, મન્વંતર ગણના, મેરુપર્વત, ભુવનવિન્યાસ (ભારતવર્ષ અને ભારતની બહારના પ્રદેશોનું ટૂંકમાં વર્ણન). આ બાબતને અવગણી ન શકાય. ઈતિહાસને લોકભોગ્યરીતે લખવાની આ પ્રણાલી હતી. પણ પાશ્ચાત્ય ઇતિહાસકારો આ લોકભોગ્ય પ્રણાલીને સમજી ન શક્યા અને તેમણે આ સાહિત્યને કેવળ દંતકથા તરીકે ગણ્યું. અને આપણા વિદ્વાનોએ તેમની વાતને માન્ય રાખી. વાસ્તવમાં જે લખાયું છે તેને અવગણી ન શકાય.

સુર અને અસુર કોણ હતા?

વાયુપુરાણમાં જ્યારે દક્ષપ્રજાપતિ શિવની સ્તૂતિ “શિવસહસ્રનામ” દ્વારા કરે છે તેમાં શિવજીને ગંગા સાથે જોડતું એવું કોઇ નામ જેમકે “ગંગાધર” જેવું કોઇ નામ નથી. વળી શિવનું  હયગ્રીવઃ (ઘોડા જેવી ડોકવાળા) એવું નામ બતાવે છે.

વાયુપુરાણમાં કહ્યું છે કે ઈન્દ્રાદિ દેવો પહેલાં અસુર હતા અને પછી તેઓ સુર બન્યા. એટલે કે સુરા નો ઉદ્દ્ભવ ભારતમાં થયો હતો. ભારત તરફથી પશ્ચિમમાં કાળક્રમે પ્રણાલીઓ પ્રસરી અને આ રીતે ઈરાનના દેવોને પણ સુર બનાવ્યા. એટલે કે જે યુદ્ધો થયા તેના દેવો તો સમાન જ હતા. પણ એક પ્રજા અસુર કહેવાતી કારણકે તેમની પાસે સુરા ન હતી તેમના દેવોને સુરાપાન હોમવામાં આવતું ન હતું. ભારતમાં રહેતી તેજ પ્રજાએ સુરાનો આવિષ્કાર કર્યો અને દેવોને હોમાયો. દેવોના ભક્તોથી દેવો ઓળખાયા. યુદ્ધો સુર અને અસુર વચ્ચે થયા ન હતા પણ એવી પ્રજાના રાજાઓ વચ્ચે થયેલા કે જેમાંના અમુક  રાજાઓ દેવોને સુરા હોમતા હતા અને બીજાઓ સુરા હોમતા ન હતા.

બીજી એક માન્યતા એક એ છે કે જેઓ સુરીલા ન હતા અને સ્પષ્ટ ઉચ્ચારો કરી શકતા ન હતા તેઓ અસુર કહેવાયા. જેઓ સ્પષ્ટ બોલતા હતા તેઓ સુર કહેવાયા. તે બંન્ને વચ્ચે યુદ્ધો થતા. અને અંતે સુર વિજયી થયા અને અસુરોને દૂર ભગાડ્યા કે જ્યાંથી તેઓ પાછા ન આવી શક્યા. અમારા અમુભાઈ શાહ સાહેબ જેઓ ધી ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ ભાવનગર ના સંસ્કૃત અને ઈતિહાસના શિક્ષક હતા તેમણે આ વાત કરેલી. તેમનો નિર્દેશ યુરોપીયન  દેશો તરફ હતો.

આ સુર અને અસુર પ્રજાએ ભેગા થઈને શાંતિની વાતો કરી અને ભેગા થઈ સમૂદ્ર માર્ગે નવાપ્રદેશોની શોધ ચાલુ કરી. જે જહાજો હતા તે જમીન અને જળમાર્ગે ગતિ કરી શકે તેવા હતા. તે કાચબા જેવા હતા. અને તેણે સુર અને અસુરોને માલામાલ કર્યા. અને કાળ ક્રમે તે જહાજના આકારને કચ્છાવતાર ગણવામાં આવ્યો.  ઝેરી સર્પોનો અથવા વનસ્પતીઓનો  પ્રદેશ આવ્યો.  તેમને અગ્નિમાં નાખી દીધા અથવા બાળી મુક્યા. એ શિવનું વિષપાન થયું.

સૂર્ય જોકે નાનો (વામન) દેખાય છે પણ તે ત્રણ ડગલાંમાં (પ્રહરમાં) સ્વર્ગ, આકાશ અને ભૂમિને ઓળંગી નાખે છે.  બળવાન રાજાઓ પણ અંતે તો ભોંમાં ભળી જાય છે.આ વામન અવતાર એ પ્રતિકાત્મક છે.

દરેક પર્વત શિલાસમૂહનો બનેલો હોય છે. તેના ઉપર વનસ્પતિઓ ઉગેલી હોય છે તેથી તે અશૈલ્ય (અહૈલ્ય) લાગે છે. શ્રેષ્ઠ ગાયો (ગૌતમા)ત્યાં ચરતી હોય છે. અતિભારે વર્ષાથી  વનસ્પતિ ધોવાઈ ગઈ અને આ અશૈલ્યા (અહલ્યા) શૈલ્યા બની ગઈ. અને તેથી ઉત્તમ ગાયોએ તે પર્વતનો ત્યાગ કર્યો અને બીજે જતી રહી. જો ગૌતમ નો અર્થ ગૌતમ ઋષિ કરીએ તો તેઓ બીજે જતા રહ્યા. ગૌતમ, અહલ્યા અને ઈન્દ્ર એ વાસ્તવમાં કુદરતી બનાવનું વર્ણન છે જેને દંતકથામાં ફેરવામાં આવ્યું.

બ્રહ્માણ્ડમાં આ પ્રકાશ શેનો છે? ઉગતા સૂર્યને (બ્રહ્માજીને) આશ્ચર્ય થયું. અને તેઓ ઉપરને ઉપર ગયા. આથમતા સૂર્યને (વિષ્ણુને) આશ્ચર્ય થયું અને તેઓ નીચે ને નીચે ગયા. બ્રહ્માણ્ડના આદિ અને અંતને કોઈ પામી ન શક્યા. બ્રહ્માણ્ડ એટલે વિશ્વદેવ રુદ્ર.

એટલે કે દેવો પણ બ્રહ્માણ્ડના આદિ કે અંતને જાણતા નથી. આ પુરાણની અને શિવમહિમ્ન સ્ત્રોત્રના એક શ્લોકની પ્રતિકાત્મક કથા.

રાક્ષસો કોણ હતા?

રાક્ષસ એક વંશ છે. વિશ્વામિત્ર ઋષિ જ્યારે તપ કરવા ગયા ત્યારે જે રાજાએ વિશ્વામિત્રના

કુટુંબનું પાલન કર્યું એટલે કે રક્ષણ કર્યું, તે રાજાના વંશજો રાક્ષસ કહેવાયા.

દૈત્યો અને આદિત્યો કોણ હતા?

દિતીના પુત્રો દૈત્ય કહેવાયા.

અદિતીના પુત્રો આદિત્ય કહેવાયા.

દિતી કોણ છે?

જે ભાગ કરે છે, તે સંધ્યા. સંધ્યા પછી રાત્રી આવે અને રાત્રે જેઓ પ્રવૃત્તિ કરે છે તેઓ દૈત્ય. બલિ રાજા દૈત્યવંશનો ગણાતો હતો.

અદિતી કોણ છે?

જે ભાગ કરતી નથી તે અદિતી. એટલે કે દિવસ. દિવસે કોણ પ્રવૃત્તિ કરે છે? સૂર્ય. સૂર્ય એ આદિત્ય છે. બાર માસના બાર આદિત્યો છે. શિયાળાની કડકડતી ઠંડીમાંના પોષ માસમાં સૂર્ય આપણું રક્ષણ કરે છે તે પોષમાસનો સૂર્ય વિષ્ણુ છે તે દેવોનો રાજા છે.

સૂર્ય કોણ છે?

સૂર્ય જગતનો આત્મા છે.

દેવ કોણ છે?

કુદરતી શક્તિઓ તે દેવો છે.

ઈન્દ્ર કોણ છે?

વાદળાઓનો ગડગડાટ એ ઈન્દ્ર છે. ઈન્દ્ર રાજા છે.

રુદ્ર કોણ છે?

વાદળાનું દ્રવી જવું, વરસાદની ઝરમર, વિજળીનો ચમકાર, મધ્યાન્હનો સૂર્ય, વાયુનો વંટોળ, અગ્નિની જ્વાળાઓ, અને સમૂદ્રનું તોફાન, એ બધું રુદ્ર છે.

અગ્નિ કોણ છે?

અગ્નિ રુદ્રનું શરીર છે.

યક્ષ કોણ છે?

જેઓ સરહદ ઉપર ચોકી કરે છે તેઓ યક્ષ છે.

દાનવો કોણ છે.

દનુ રાજાના વંશજો દાનવો છે.

ગાંધર્વ કોણ છે?

જેઓ ગાન કરવામાં નિપૂણ છે તેઓ ગાંધર્વ છે. ઐતિહાસિક રીતે ગંધમાર્દન પર્વત ઉપર નિવાસ કરનારા ગાંધર્વ છે.

કિન્નર કોણ છે?

કિં એતત્‌ નરઃ અસ્તિ? એટલે કે શું આ નર છે? (કે નારી)? એટલે કદાચ વ્યંઢળ. જે નૃત્ય કરે છે.

પિતૃઓ કોણ છે?

પિતૃઓ ઋતુઓ છે. અને તેનાથી ઔષધો અને ધનધાન્ય ઉત્પન્ન થાય છે.  તેને કૃષ્ણ પક્ષમાં હોમ આપો.

વાનર કોણ છે?

એસઃ નરઃ અસ્તિ વા ન વા? આ માણસ નથી કે છે? એક મનુષ્ય જાતિ

ભૂત કોણ છે?

જે જન્મે છે કર્મો કરે છે અને મરે છે તે ભૂત છે.

પ્રેત કોણ છે?

જે અંધકારમાં રહે છે. જેઓ અજ્ઞાનરુપી અંધકારમાં રહે છે.

પિશાચ કોણ છે?

જે મનુષ્ય અને બીજા પ્રાણીઓના માંસ ખાય છે.

વેદોનો મહિમા શા માટે?

ભારતીય શાસ્ત્ર પ્રમાણે વેદ પ્રમાણ છે. હવે જો તમે શબ્દાર્થમાં વેદ વાંચો તો કુદરતી શક્તિઓની વાતો, સ્તૂતિઓ, તેમની સાથેના સંવાદો, તેમના વર્ણનો, કૃપા કરવાની માગણીઓ, રાજાઓની લડાઇઓ, વિગેરેથી વિશેષ કશું જાણવા ન મળે. અને તેથી આશ્ચર્ય પણ થાય કે આવા વેદનો આટલો બધો મહિમા શા માટે? ખરેખર જ એમ લાગે કે શું ઉપનિષદ્‌ અને પૂરાણોના લેખકો સંસ્કૃતભાષાથી અનભિજ્ઞ હતા કે તેમણે વેદોનો અપાર મહિમા ગાયો અને તેને ઈશ્વરોક્ત બ્રહ્મ વાક્યો માની લીધા. તો હવે વાત શું છે?

વેદોમાં શું સત્ય છે?

પ્રાચીન ભારતીય શાસ્ત્રીઓની ખાસીયતને માન આપવું પડે કે તેમણે જે સત્યને જોયું, સમજ્યા અને આત્મસાત્ કર્યું તેની રજુઆત તેમણે સમાજ સામે લોકભોગ્ય રીતે કરી. આપણે જાણીએ છીએ કે લોકોની કક્ષા અલગ અલગ હોય. કેટલાકને ભક્તિમાં રસ હોય. કેટલાકને સાહિત્ય કળામાં રસ હોય. કેટલાકને સંગિતમાં રસ હોય. કેટલાકને કર્મમાં રસ હોય અને કેટલાકને જ્ઞાનમાં રસ હોય. આ બધાનો સમન્વય કરવામાં આવે તો તે સાર્વત્રિક રીતે ભોગ્ય બની શકે અને તે સનાતન બની શકે. શંકરાચાર્યે વેદ વિષે આમ કહ્યું છે. વેદવાક્યના ચાર અર્થો હોય છે. શબ્દાર્થ, સાહિત્યિક અર્થ, લક્ષાર્થ અને ગુઢાર્થ. હવે મૂળ સવાલ એ ઉભો થાય કે વેદવાક્યોમાં ગુઢાર્થ છે કે નહીં? જો તમને શંકરાચાર્યમાં વિશ્વાસ ન હોય તો તેને માટે અરવિંદ ઘોષની ટીપ્પણીને વાંચી લેવી.

જો અરવિંદઘોષ કે દયાનંદ સરસ્વતીને કે સાતવળેકરને પણ ન વાંચવા હોય તો મજાક માટે નીચેનો શ્લોક વાંચો. તે ઋગ્વેદનો શ્લોક છે.

ૐ ત્ર્યંબકં યજામહે, સુગન્ધીં પુષ્ટિવર્ધનમ્‌

ઉર્વારુકમ્‌ ઈવ બન્ધનાત્‌ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્‌

ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એના કારણ, સુવાસિત અને તંદુરસ્તી ને વધારનાર ત્રણ નેત્રવાળા (વિશ્વદેવ) અમે પૂજીએ છીએ. હે (વિશ્વદેવ), જેમ કાકડી તેના વેલાની સાથે એક ક્ષણે જોડાયેલી હોય છે તે બીજી ક્ષણે તેનાથી (પીડા વગર) મુક્ત થાય છે, તેમ આ મર્ત્ય એવા શરીરથી બંધાયેલા અમને (વગર પીડાએ) છોડાવી અમર્ત્ય તરફ  લઈ જાઓ.

હવે જો શબ્દાર્થમાં જુઓ તો આ શ્લોકના ચાર ભાગ છે. પહેલો અને બીજો ભાગ હાઈકુ જેવા લાગે છે. ત્રીજાને જો પહેલા બે સાથે જોઇએ તો તે પણ ત્રણ પદોવાળું હાઈકુ છે. (હાઈકુ એટલે બે પદ કે જે એકલા અસંબદ્ધ છે પણ ત્રીજું પદ જ્યારે મળે ત્યારે તે બંને જોડાય અને કંઈક અર્થસભર બને.) અહીં તમે જોશો કે પહેલા બે પદો નો સ્વતંત્ર અર્થ છે પણ તેમની વચ્ચે સંબંધ નથી. ત્રીજો અને ચોથો વાસ્તવમાં એક જ પદ છે અને ક્રિયાની સરખામણી છે. આ બધાને સાથે જોડો અને જો વેદને પાર્શ્વભૂમિકામાં જુઓ તો ઉપરનો અર્થ નિકળે. શ્લોક  ગેય (ગાઈ શકાય એવો) છે. આ શ્લોક ઉપર એક પુસ્તક જેટલું વિવેચન થઈ શકે. એક પ્રકરણ તો સહેલાઈથી લખી શકાય. વેદની સમજણ જેટલી વધુ તેટલી વધુ ટીપ્પણી તમે કરી શકો.

જો આર્ય સંસ્કૃતિ એક વિચરતી (નોમેડ) જાતિ હોય તો તે આવું ગુઢ સાહિત્ય સર્જી ન શકે.     

વેદના શ્લોકો, વેદના દેવો રુપકો, વેદના તત્વજ્ઞાનને ભારતીય વિદ્વાનોએ ઉપનિષ‌દ્‌ અને પૂરાણો દ્વારા જનસમાજ સાથે વણીને અમર કરી દીધા છે.

વેદનો મહિમા સમજવા માટે ભારતમાં જન્મ લેવો પડે, ભારતના વિદ્વાનોના જનમાનસને ઐતિહાસિક પરંપરા અને ખાસિયતોમાં સમજવું પડે અને ભારતીય શાસ્ત્રોનો વ્યાપકસંદર્ભ રાખી અભ્યાસ કરવો પડે.

પણ પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય દર્શન શાસ્ત્રને આ રીતે જોયું નથી. તેમણે અજાણપણે કે કદાચ જાણી જોઈને પણ આવું વર્તન દાખવ્યું હોઈ શકે. તેમણે ભારતીય દર્શનશાસ્ત્રને અને પ્રણાલીઓને તેમના પોતાનામાપદંડોથી અને પ્રણાલીઓથી મૂલવી છે અથવા તો તુક્કાઓ લડાવીને મૂલવી છે. આ વાતને પણ આપણે અવગણી શકત, જો આપણને આપણા દર્શનશાસ્ત્રીઓ માન્ય હોત.

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ સંસ્કૃતિ, સિન્ધુ, સરસ્વતી, વેદ, ઋગ્વેદ, રુદ્ર, વિશ્વદેવ, પાશ્ચાત્ય વિદ્વાનો, ઈતિહાસકારો, ભારતીય વિદ્વાનો, દયાનંદ સરસ્વતી, સાતવળેકર, શંકરાચાર્ય, સુર અસુર, વિચરતી જાતિ, મૂર્ત્તિપૂજક, કુદરતી તત્વો

Read Full Post »

%d bloggers like this: