Feeds:
Posts
Comments

Posts Tagged ‘શાસકનો દંભ’

 

Raja Ram the ideal king

Rama the great in Flesh and Blood

 
અયોધ્યાને ખોદી નાખો તો અયોધ્યાની રામાયણનો રસ્તો જડશે
  
ગાંધીજીએ રામરાજ્ય ની વાત કરી પણ તે વાત નો બીજેપી લાભ ન લે તેની પાછળ કારણ હોઈ શકે.
  
કારણ કે બીજેપીમાં જે આર.એસ.એસ. વાદીઓ છે તેમાંના કેટલાક ગાંધીજીને વાંચ્યા વગર તેમને વાંકમાં લઈને પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવવાના ખ્યાલ માં હોય છે. નરેન્દ્ર મોદી આ વાત સારી  રીતે સમજે છે. એટલે તેઓ ગાંધીજીને પણ યોગ્યરીતે મહત્વ આપે છે. નરેન્દ્ર મોદીએ ગાંધીજીને કોંગી પાસે થી ખૂંચવી લીધા છે.
 
  
નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને ગાંધીજીની ફીકર નથી:
  
આ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓને એની ફીકર નથી. કારણકે સત્તા માટે હવે “ગાંધી” નામનું શસ્ત્ર તેમને માટે બુમરેન્ગ થાય એવું છે. ગાંધીજીના કોઈપણ સિધ્ધાંતનું ખૂન કરવામાં તે પ્રથમ ક્રમે આવે છે. તેમાં સાદગી, સત્યનો આદર (લોકશાહી), ગરીબને ખ્યાલમાં રાખીને દરેક પૈસો ખર્ચવો તે, ખાદી, દારુબંધી, ગામડાં અને શહેરોને એકબીજાને પૂરક બનાવવીને વિકાસ કરવો, વર્ગવિગ્રહ વિહીનતા, સર્વધર્મ સમભાવ ….. આવું બધું આવે. યેનકેન પ્રકારેણ સત્તા મેળવવી અને રાષ્ટ્ર ને નુકશાન થાય એ હદ પાર કરીને પણ પોતાની સત્તા જાળવી રાખવી એવા કોંગી નેતાઓને ગાંધીજીના સિદ્ધાંતો ક્યાંથી પસંદ પડે?
  
નરેન્દ્ર મોદી ગાંધીજીની વધુ નજીક છે. કોંગ્રેસ તો ક્યાંય નથી. પણ હવે એ વાત જવાદો.
 
  
રામ રાજ્યની વાત:

રામ તો એક રાજા હતા. અને ગાંધીજી તો લોકશાહીમાં માનતા હતા.
  
ગાંધીજીએ રામ રાજ્ય ની વાત શામાટે કરી?
  
  
ગાંધીજીના રામ અને ગાંધીજીનું રામરાજ્ય તેને ગાંધીવાદી વિચારોના પરિપેક્ષ્યમાં જોવા જોઈએ.

ગાંધીજીના રામ એ પરમબ્રહ્મ, પરમપિતા પરમાત્મા છે જે દરેકના શરીરમાં અંતરાત્મા સ્વરુપે રમી રહ્યા છે. સત્યનો અવાજ તમે અંતરાત્મા થકી જ સાંભળી શકો. પણ તમે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચે સંઘર્ષ અને અથવા અનિર્ણાયકતા ઉત્પન્ન થાય ત્યારે જ  અંતરાત્માને પૂછી શકો. તમારો સ્વાર્થ પણ તેમાં ન હોવો જોઇએ.

રાજા રામ આ વાત બરાબર સમજી શક્યા હતા અને પચાવી પણ શક્યા હતા અને તેમણે આ વાત આત્મસાત પણ કરેલી.
  
  
અંતરાત્માનો અવાજ

વલ્લભભાઈની અને નહેરુની, વડાપ્રધાનપદ માટેની યોગ્યતા વત્તા તેમની એ પદ માટેની અનિવાર્યતા વત્તા તેમનું વિદેશ દોડાદોડી કરવા માટેનુ સ્વાસ્થ્ય, તેમની ઘરા આંગણાના પ્રશ્નો હલ કરવાની ક્ષમતા  આ બધું વિચાર્યા પછી ગાંધીજીને લાગેલ કે નવું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી નહેરુ વડાપ્રધાન પદ લે અને વલ્લભભાઇ પટેલ ગૃહપ્રધાન થાય તે દેશના હિતમાં છે. ગાંધીજીની આ દિર્ઘ દ્રષ્ટિ હતી અને તે યોગ્ય હતું તે સિદ્ધ પણ થયેલ.

જો વલ્લભભાઈ પટેલનું સ્વાસ્થ્ય સુધરી ગયું હોત તો લોકશાહીમાં વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન થતાં કોઈ રોકી શકશે નહીં તે વાત ગાંધીજી સુપેરે જાણતા જ હોય તે વાત અલ્પજ્ઞ પણ સમજી શકે તેવી છે.
  
વળી મહાત્મા ગાંધી પોતે કોઈ હોદ્દો કે સત્તા ધરાવતા ન હતા તેથી તેમની વાત એક સલાહ હતી. તેને માનવીકે  ન માનવી તે કોંગ્રેસ પક્ષમાટે ફરજીયાત ન હતું.
  
કોંગ્રેસ પક્ષની કારોબારીના સભ્યોને એવું લાગ્યું કે બુદ્ધિ અને પ્રણાલી વચ્ચેનો આ વિસંવાદ છે અને ગાંધીજીનો નિર્ણય આપણે અંતરાત્માના અવાજ તરીકે સ્વિકારવો જોઇએ. પક્ષે તેમની વાત સ્વિકારી.
  
ગાંધીજીની રામ રાજ્યની વાત

મહાત્મા ગાંધીએ શા માટે  રાજા રામને જ પ્રેરણા મૂર્ત્તિ તરીકે પસંદ કર્યા? કારણ કે રામે પ્રણાલીનો આદર કર્યો.
  
પ્રણાલીના ભંગને વૈચારિક ક્રાંતિ કહી શકાય. પણ વૈચારિક ક્રાંતિ સત્તાધારી વ્યક્તિ/વ્યક્તિઓ તરફથી આવવી ન જોઇએ. વૈચારિક ક્રાંતિ આમજનતા તરફથી આવવી જોઇએ. પ્રણાલીગત રીતે જેને સત્ય માનવામાં આવે છે તેને અગર બુદ્ધિથી નકારી શકાતું ન હોય તો તેનો આદર થવો જોઇએ.
  
રાજા એ ફક્ત રાજા જ છે. તેના સગાઓ, એ તેના સગાઓ નથી પણ હોદ્દેદારો છે. અને સૌએ મર્યાદામાં રહેવાનું છે. તેથી રામ પણ તેમના રાજ-પદ ની મર્યાદામાં રહ્યા. જે પ્રણાલીગત તારવણીઓ રુપી સત્ય ભલે તે ધોબી તરફથી આવ્યું પણ તેનો બુદ્ધિ થકી અસ્વિકાર થઈ શકે તેમ નહતું તેથી તેને સ્વિકારમાં આવ્યું.
 
હવે તમે નહેરુવીયન લોકશાહી સાથે સરખાવો.

વલ્લભભાઇ પટેલ ૧૯૫૦માં ગુજરી ગયા. એટલે નહેરુએ તેમના મળતીયાઓ મારફત તેમના વિરોધીઓને રાજકીયરીતે ખતમ કરવા માટે વગોવવા માંડ્યા. જયપ્રકાશ નારાયણ અને રાજાજી તેમાં મૂખ્ય નિશાન હતા.
 
ચીનની હિમાલયન બ્લંડર પછી નહેરુએ, મોરારજી દેસાઈને હાથમાં લીધા અને કામરાજ પ્લાન હેઠળ દૂર કર્યા. વળી લોકશાહીની વિરુદ્ધ જઈ “ઇન્દીરાને મળો” એવું બધા મુલાકાતીઓને કહીને બધો કારભાર પોતાની પૂત્રી ઇન્દીરાને સોંપી દેવાનું ચાલુ કરેલું.
 
સીન્ડિકેટ બનાવીને ઇન્દીરાને,  મરણોત્તર પોતાનો  હોદ્દો સોંપવાની પૂરી સગવડ કરીને નહેરુ ગયા હતા. તેનું મૂખ્યકારણ કદાચ તેમની અ-દૂરદર્ષિતાને અને મૂખામી ભર્યા નિર્ણયોને કોંગ્રેસીઓ ન ચગાવે તે હોઈ શકે.
 
તેમને ખબર હતી કે તેમની પૂત્રીને કાવાદાવાઓ આવડતા હોવાથી તેને વિરોધીઓ જલ્દી દૂર કરી શકશે નહીં અને તે પણ મૃત્યુ પર્યંત રાજકરીને વિરોધીઓને ખતમ કરીને પોતાના સંતાનોને રાજગાદી આપી શકશે. અને આ ઈતિહાસ પ્રણાલી બની જશે. કોંગ્રેસમાં એવા વામણા લોકો જ ટકશે અને લોકશાહી એક ફારસ બની જશે.
  
અને તમે જુઓ એવું જ થયું છે.

૧૯૬૮માં ઈન્દીરાગાંધીનો અંતરનો અવાજ (આત્માનો અવાજ) શું હતો?

એજ કે પક્ષની કારોબારીએ નક્કી કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (સંજીવ રેડ્ડી) ને મત ન આપવો પણ પોતે પસંદ કરેલા ઉમેદવાર વી વી ગિરીને મત આપવો.

અલ્લાહાબાદ હાઇકોર્ટના ચૂકાદા અનુસાર ઈન્દીરાગાંધીની ગેરલાયકાત સિદ્ધ થઈ તો પણ તે વડાપ્રધાન પદે ચાલુ રહી.
 
કટોકટી લાગુ કરવામાં આવી.
 
આ બધું પ્રણાલીગત ન હતું. પણ પ્રણાલીગત હતું તેને તોડવામાં આવ્યું. પોતાના સ્વાર્થ માટે તોડવામાં આવ્યું. લોકશાહીમાં આવું દાખલ કરવું એ એક ક્રાંતિ જ કહેવાય. માટે જ ગાંધીજીએ કહેલું કે ક્રાંતિ સત્તાધારી તરફથી ન લાવી શકાય. સત્તાધારી તરફથી આવતી ક્રાંતિ અધોગતિ લાવે છે.
 
ભારતમાં “રામ-રાજ્ય” લાવવાનું છે જેમાં સત્તા પ્રજા પાસે રહેશે:
 
ક્રાંતિ પ્રજામાં ચળાઇને પ્રજા થકી આવશે. ભારતમાં રામનું (રામ એટલે “રાજા” એટલેકે “સત્તાધીશો” એ અર્થમાં) રાજ્ય લાવવાનું નથી. કારણકે સત્તાધીશો રાજારામ જેવા હોતા નથી.
 
ગાંધીજીની આ  વાતને સિદ્ધ કરતું નહેરુવીયનોનું વરવું રાજકારણ આપણે જોયું છે અને જોઇએ છીએ.
 
ગાંધીજીએ આદર્શ સત્તાધીશ રુપે ઐતિહાસિક રામને એટલે જ સ્થાપિત કર્યા હતા કે જેથી તેમના જીવન થકી લોકો સમજી શકે કે સત્તાધીશોનું કર્તવ્ય શું છે.
 
પણ દલા તરવાડીના ગુરુજેવા કોંગીજનો અને ટકી રહેવા માટે તેને ટેકો આપનારા બીજાઓ પણ આ વાત ન સમજી શકે.
 
કોંગ્રેસે તો હદ એ વાતની કરી અને તે પણ શપથ પૂર્વક કે “રામ બામ જેવું કશું હતું જ નહીં. બધું કપોળ કલ્પિત છે.”
 
કોંગી જનો માટે શપથપૂર્વક બોલાયેલું પાછું ખેંચવું કે શપથપૂર્વક બોલાયેલામાંથી ફરી જવું કે શપથપૂર્વક બોલાયેલું ભૂલી જવું એ કંઈ નવાઈની વાત નથી.
 
ચીને આપણો એક લાખ વીસ હજાર ચોરસ કીલોમીટર પ્રદેશ જીતી લીધો છે. અને આટલો પ્રદેશ હાર્યા પછી નહેરુવીયન કોંગ્રેસે પાર્લામેન્ટ સમક્ષ પ્રતિજ્ઞા લીધેલી કે અમે તે ગુમાવેલો પ્રદેશ પાછો જીતી લીધા વગર જંપીને બેસીશું નહીં.
 
હવે આ વાત ” … આજની ઘડી અને કાલનો દી…” જેવી થઈ ગયી છે.
 
એવું જ ઈન્દીરા ગાંધીની “ગરીબી હટાવો ની વાત વિષે”, “ઈન્દીરા ગાંધી આયી હૈ.. નયી રોશની લાયી હૈ” ની “નયી રોશની” અને “એકવીશમી સદીમાં જવા વિષે” સમજવાનું છે.
 
એ પછી પણ કોંગી જનોએ ઘણા લટકા કર્યાં છે. અયોધ્યાનું તો રામાયણ હશે પણ નહેરુવીયન કોંગીનું તો મહાભારત છે.
 
નહેરુવીયન કુટુંબી જનોની ઇલેક્ષન કમીશન સમક્ષ કરેલી ખોટી એફીડેવીટો (પ્રતિજ્ઞા પૂર્વક આપેલાં સ્વ વિષેના કથનો) વિષે તો સુબ્રહ્મનીયમ સ્વામીએ ઠીક ઠીક દસ્તાવેજી પૂરાવાઓ આપેલા છે.
 
કોંગીજનોને બાદ કરીએ તો પણ “તડ અને ફડ”માં માનનારા, તટસ્થતાની ઘેલછા ધરવાતા અને વાસ્તવમાં “ચ” ના ક્રમમાં આવતા ઘણા “સુ(?)જ્ઞ જનો ” પણ રામને ઐતિહાસિક વ્યક્તિ માનતા નથી. રામને તેઓ કપોળ કલ્પિત (માઈથ) માને છે.
 
પૂરાણોમાં, કથાવાર્તાઓ કે મહાકાવ્યોમાં આવતા મનુષ્યો કે સ્થળોના વર્ણનોને અધારે કે સંવાદોને આધારે ઐતિહાસિક સત્યો નીપજાવી શકાતા નથી. ઇતિહાસ પ્રસંગોથી બને છે. ઇતિહાસને લોકભોગ્ય બનાવવા માટે પુરાણોમાં ઇશ્વર અને ભગવાનોનો ચમત્કાર સહિતનો પ્રવેશ કરવામાં આવ્યો છે. અને તેથી આજે પણ પૂરાણો જનમાનસમાં જીવે છે અને તેથી ઇતિહાસ પણ જનમાનસમાં જીવે છે.
 
આ એક ભારતીય કળા છે. તેને બિરદાવવી જોઇએ. જેઓ ભારતીય પુરાણો અને મહાકાવ્યોમાં રહેલા ઐતિહાસિક તત્વને નથી તારવી શકતા તેઓના ભલા માટે પ્રાર્થના કરો. તમે ઉંઘતાને જગાડી શકો પણ જાગતાને જગાડી ન શકો.  
 
મહાત્મા ગાંધીના જીવન વિષે અનેક લોકોએ લખ્યું અને હજુ પણ ભવિષ્યમાં લખાશે. એવું પણ બને કે તેમાં ચમત્કારો પણ ઉમેરાય. તેમને વિષે વિરોધાભાષી પાઠ/પાઠો પણ મળે. ગાંધીના અનેક અનુયાયીઓ કહેતા કે ગાંધીજી કોંગ્રેસમાં આવ્યા એ પહેલાં અમે ગધેડા હતા.
 
કોઈકે કે ઈન્દીરા ગાંધીએ વાનરસેના સ્થાપેલી. અને ઇન્દીરા ગાંધી તેના નેતા હતા.
 
હવે જો દૂરના ભવિષ્યમાં અગર સંદર્ભોનું ઠેકાણું ન રહે તો એમ જ કહેવાશે કે ગાંધીજીએ પોતાની કારીગીરીથી કે ચમત્કારિક શક્તિથી ગધેડાંઓમાંથી માણસ બનાવેલા અને તેની ગર્દભ સેના અને વાનરસેના થકીના સંયુક્ત ઉપક્રમે એક વિરાટ સેના બનાવી અંગ્રેજી સેનાને હરાવીને ભગાડેલી.
 
કદાચ તે વખતે પણ એવા મનુષ્યોનો તુટો નહીં હોય કે તેઓ કહેશે ગાંધી બાંધી જેવું કશું હતું જ નહીં. આ બધું તો કપોળ કલ્પિત છે.
 
સાંઇબાબા અને તેમના ચમત્કારો, સત્યસાંઈબાબા જેના ભક્તો આજની તારીખમાં પણ તેમને ચમત્કારી પુરુષ માને છે, સહજાનંદ સ્વામીના ચમત્કારોને અને તેમને ભગવાન માનનારાઓનો તૂટો નથી. હવે જો તેમણે ચમત્કારો કર્યા હોય તેને સાચા ન માનીએ તો તેઓ શું ઐતિહાસિક મટી જશે?
 
રામના ચમત્કારો વિષે પણ આવું જ સમજવું જોઇએ. હનુમાન કે જેના માતા અંજની વાંદરા ન હતા, તેમના પિતા મરુત પણ વાંદરા ન હતા. મારુતી ને હનુમાન એટલા માટે કહ્યા કે તેમની હડપચીનો ભૌતિક આકસ્મિક રીતે વિકાર થયો હતો.
 
જેના માતા કે પિતા કોઇ પણ વાંદરા ન હોય તો હનુમાન વાંદરા કેમ હોય?
 
ચમત્કારમાં ન માનનારા છતાં ન સમજનારા  આ સાદી વાત કેમ સમજી શકતા નહીં હોય?
 
વાસ્તવમાં વાનર એક મનુષ્ય જાતી હતી અને તે દક્ષિણભારતમાં વસતી હતી. તે મલ્લ વિદ્યામાં પ્રગતિશિલ અને નિપૂણ હતી. વાલીની મલ્લવિદ્યા એવી હતી કે તે તેના દેકારા પડકારા અને દાવપેચથી હરિફને માનસિક રીતે હતપ્રભઃ કરી દેતો. તેણે રાવણને પણ બગલમાં દબાવી દીધેલો.
 
હવે આ બધું જે હોય તે પણ વાનરજાતીના માનવપણાને અને તેની ઐતિહાસિકતાને આપણે નકારી ન શકીએ. સંભવ છે કે રાવણ ક્રૂર ન હોય. અને ધારીએ છીએ એટલો જોરાવર પણ નહોય.  પણ તેના ઐતિહાસિકપણાને નકારી ન શકાય.
 
રામ ઉપર ઘણા લોકોએ લખ્યું. રામ વિષે ઘણા પાઠો મળે છે. ઉત્તરરામ ચરિત્ર, રઘુવંશ, સૌથી જૂના પૂરાણ “વાયુપૂરાણ” સહિત બધાજ પુરાણો અને મહાભારત માં રામની વાતો લખી છે. જે વાત અનેક જગ્યાએ લખેલી હોય અને જુદીજુદી વ્યક્તિઓએ જુદે જુદે સમયે લખેલી હોય તેની ઐતિહાસિકતા નકારી ન શકાય.
 
પૂજા કરવાની પ્રણાલી પણ તેની જ નીપજે, જે અસ્તિત્વ ધરાવતી હોય.
 
કુદરતી શક્તિઓ જે સર્જન, પાલન અને નાશ કરે છે તેના પ્રતિકો બનાવીને પૂજા થાય તેવી પ્રણાલી ભારતમાં પ્રાચીન કાળથી છે અને બીજે પણ આવી દૈવી શક્તિઓની પૂજા થતી હતી. મહામાનવોની પણ સૂર્યના અવતાર તરીકે કે તેના પૂત્ર તરીકે કે એ શિવાય ભગવાન તરીકે પણ તેની પૂજા દૂનિયાભરમાં થતી હતી અને આજની તારીખે પણ થાય છે.
 
કોઈએ સરસ્વતીચંદ્ર, જયા જયંત, નથુભાઇ, હંબોહંબો હાથીડો, ચીચુકાકા, ભાણીયો અને ભંભોટ, સિંદબાદ કે માનસેન સાહસી જેવા કપોળ કલ્પિત પરાક્રમીઓ ના મંદીરો બાંધી પૂજા કરી નથી. તેમની કોઈ જન્મતિથીઓ હોતી નથી કે કોઇ તેમના જન્મદિનની ઉજવણી પણ કરતા નથી.
આવા બીજા ઘણા બધા ભેદ કપોળ કલ્પિત અને ઐતિહાસિક વ્યક્તિઓ વચ્ચે હોય છે. પણ જેમને ઉંડુ વિચારવું નથી અને પોતાની તટસ્થતાના પ્રદર્શનની ઘેલછામાં રહી પ્રસિદ્ધિ  હાંસલ કરવી છે તેમને આપણે “ચ”ના ક્રમમાં જ મૂકી શકીએ.
 
રામ આ પ્રમાણે ઐતિહાસિક છે. અને રામની જીવન કથા પ્રમાણે તેમનો રાજકારભાર લોકશાહીને અનુરુપ હતો. આ પ્રમાણે રામ આદર્શ અને પૂજનીય બન્યા. વળી તે મહાભારતથી સાતસો વર્ષ પૂર્વે થઇ ગયા. મહાભારતને થયે (એક સંશોધન પ્રમાણે) ૫૬૫૫ વર્ષ થયા. તે ગમે તે હોય પણ બાબર રાજા કે બાબરી ફકીર કરતાં તો તેઓ ઘણા સીનીયર છે જ.
 
બાબરી મસ્જીદ ની ચારે બાજુ હિન્દુ સ્થાનો છે. અને તેની મધ્યમાં એક મસ્જીદ ત્યારે જ બનાવી શકાય કે ત્યાં કોઈ હિન્દુ સ્થાનક હોય. “પરધર્મના ધાર્મિકસ્થાનો તોડીને પોતાના ધર્મના સ્થાનો બનાવવા” આવી પ્રણાલી ખ્રીસ્તીઓમાં અને મુસ્લિમોમાં બેસુમાર હતી. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આવું બેસુમાર થયેલું આ વાત ત્યાનાં ખ્રીસ્તી લોકો પણ કરે છે. મુસ્લિમોમાં તો આવી પ્રણાલી આજે પણ છે. ભારતીય શાસકો વિષે આવું કદીય કોઇએ કહ્યું નથી. આનાથી ઉલ્ટીવાત મુસ્લીમ પર્યટકોએ ભારતીય શાસકો વિષે કરેલી છે. હિન્દુઓ ઈશુની પહેલી સદી સુધી દૂર પશ્ચિમ સુધી રાજ કરતા હતા.
 
એવા સમાચારો આવેલા કે બાબરી મસ્જીદનીચે ખોદકામ કરતાં અવશેષો મળેલા છે અને તે અવશેષો એક શિવ મંદિરના છે. હવે જ્યારે અવશેષો મળ્યા હોય તો તેનો અર્થ એમજ થાય છે કે ત્યાં કશુંક તો હતું જ. અને તે મુસ્લિમો આવ્યા પહેલાનું હતું.
 
હવે તમે જુઓ. રામની જે અયોધ્યાનું વર્ણન છે તે હાલના કોટમાં આવેલી અયોધ્યા જેવડી નાની તો હોઇ જ ન શકે. વાસ્તવમાં તે એક રાજાના ગઢ જેવું લાગે છે.
 
અયોધ્યાની આસપાસના વિસ્તારો ટીંબાઓથી ભરપૂર છે. હાલના અયોધ્યાના ગઢમાં પણ સ્થાનિક લોકોએ કબજો લઈ લીધો છે અને રામના અને તેમના પરિવારના પૂતળાઓ મૂકીને કે પોતાની કબજે કરેલી જગ્યાને અયોધ્યા વર્ણિત ગૃહનું નામ આપી યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવે છે.
 
પેટ બધા પાપ કરાવે છે. ધર્મ કરતા, લાંચ મહાન છે અને લાંચ કરતાં પેટ મહાન છે. એટલે પૂરાતત્વ અધિકારીઓ પરાપૂર્વથી બેદરકાર છે. અયોધ્યાના કોટ અને અને તેના ગોખલાઓનો કબજો ધંધાદારીઓએ લઈ લીધો છે. ખાણી પીણી, પૂજાપાઠ, પુસ્તકો અને છબીઓનો કે જેની પણ ઘરાકી મળી શકે તેનો ધંધો ચલાવે છે. ત્યાં પણ ઘણા ટીંબાઓ છે.
 
શ્રેષ્ઠ એ જ છે કે પુરાતત્વ ખાતાએ પૂરા અયોધ્યાનો (ફૈઝાબાદ સહિત) આસપાસના ૮ કિલોમીટર સહિતની જગ્યાનો કબજો લઈ લેવો જોઇએ. અને ત્યાં પુરાતન અવશેષો માટે ઉત્ખનનનું કામ ચાલુ કરી દેવું જોઇએ.
 
હાલના અયોધ્યાને વર્લ્ડ હેરીટેજ નું સ્થાન આપી ત્યાં પણ ટીંબાઓનું ખોદકામ કરવું જોઇએ. હાલના અયોધ્યામાં પણ અપાર અવશેષો પડેલા છે. પૂરાતત્વને કેન્દ્ર રાખીને જો અયોધ્યાનો વિકાસ કરવામાં આવે તો અયોધ્યા વિશ્વનું બેનમૂન અને શ્રેષ્ઠ ઐતિહાસિક પર્યટન સ્થળ બની શકે છે.        
 
ચમત્કૃતિઃ
“ચ”નો ક્રમ એટલે શું?
કોઈપણ એક પોઇન્ટ બિન્દુ લો. તમે ચારે બાજુ જઈ શકો. તમે એક દીશા પકડી. અને રેખા દોરી. રેખાના અંતિમબિન્દુએ તમારી પાસે આગળ વધવા માટે અનેક દિશાઓ છે. તમે ડાબી બાજુની દીશા પકડી. અને આરીતે જ તમે રેખા ખેંચતા ગયા અને એજ દીશા પકડતા ગયા તો તમે મૂળ બિન્દુ ઉપર આવી જશો અને એક વર્તુળ પુરું થશે. સંસ્કૃતમાં વર્તુળને ચક્ર કહેવામાં આવે છે. અને આવી વ્યક્તિને સંસ્કૃતમાં  ચક્રમ કહેવામાં આવે છે.
 
————————————–
પ્રવીણભાઇ ભટ્ટે લખેલા હિન્દી વર્સન ઉપરથી નેચેની જોક વૉંચો 
 
ચ્યમની રૉમૉયણ થૈ?
પુરુ રોમોયણ બૈરોંની વૉતોનું સ.
લખમણ પોતાનું બૈરું ઘેર શોડી આયો, અને ભૈ હંગાથે ગયો,
રોવણ તો સેને તી, બીઝાનું બૈરુ ઉઠાઇ આયો અને ફહૉણો,
હણુમોનને તો પોતૉનું બૈરુ અ’તુ જ નૈ, પણ બીઝાનું હોધવૉમોં લંકો બૉરી નૉખી,
 
રૉમે પોતોનું બૈરુ પૉસુ લોવવોમોં ને લૉવવૉમોં લડૈ કરી, અને બૈરુ પૉસુ લૈને પણ હુ ઉકૉર્યુ?
 
એં એક ધોબાએ પોતોનું બૈરુ બા’ર ગયું અહે તે એને પૉસુ ઘરમોં ન ઘૉલ્યુ તો રૉમે પોતોનું બૈરુ બા’ર કર્યુ,
 
તયેં સેલ્લે હું થયું? જેને મૉટે રૉમે લ’ડૈ કરી એ બૈરુ ધરતીમૉં પેહી ગયુ,
હવે ભૂડા તુ ઝ  વચાર, આ બધુ હુ કૉમનુ થયુ?
પેલા દહરથ્ને તૈણ બૈરોં ઉ’તા …. હૉવઅ .
 
શિરીષ દવે
————–
 
પ્રવીણભાઇની જોક
 
पुरी रामायन बीवीयोंकी कहानी है

लक्षमन अपनी घर पे छोडकर चला आया
रावन दूसरेकी उठाके फस गया
हनुमान की अपनी थी ही नहिं मगर दूसरेकी ढूंढने मैं लंका जला दी
राम को अपनी वापस लानेके लिये १० दिन तक वोर करनी पडी वापस लाके भी क्या मिला ?
एक धोबी ने अपनी बीवी को वापस घर मै नहीं लिया, तो राम ने अपनी को आउट कर दीया
और एन्ड में क्या हुआ ?
जिस बीवी के कारन इतनी बडी रामायन हूइ वो तो अंडरग्राउन्ड चली गइ !
अभी सोचो, आखा जमेला हुआ क्यों?
क्योंकी दशरथ को ३ बिवी थी !!

Mahatma Gandhi

Mahatma Gandhi the Great in Flesh and Blood

Advertisements

Read Full Post »

%d bloggers like this: