Feeds:
Posts
Comments

Posts Tagged ‘શિવસેના’

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો

લોકશાહીના “નામ” પર જનતાને ત્રાસ આપવો બંધ કરો./તટસ્થતાની ધૂનમાં હવે કેટલાક મૂર્ધન્યોએ બધી સીમા પાર કરી દીધી છે.

વંશવાદી કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગી વિપક્ષો બેફામ ઉચ્ચારણો કરે તેનાથી સુજ્ઞ લોકોની વિચારધારાને અસર થતી નથી. પણ જ્યારે સત્તાની લાલસા વગરના, અને જેમના પ્રત્યે જનતા નો સામાન્ય જણ, માન ધરાવે છે, તેઓ જ્યારે તટસ્થતાની ધૂનમાં બે બાજુ ઢોલકી વગાડે છે ત્યારે, આ સામાન્ય જણ, કાં તો ભ્રમમાં પડે છે, કે કાં તો મુંઝવણમાં પડે છે./દંભી સેક્યુલરોની ગેંગો, એમ જ ઇચ્છે છે કે, સામાન્ય માણસ તેમને સાથ ન આપે તો કંઈ નહીં, પણ તે મૂંગો રહે તો પણ ઘણું. આ સામાન્ય જણ “કંઈક ખોટું તો થયું છે” એટલું વિચારતો થાય તો આપણે “ગંગા નાહ્યા”.

બીજેપી એટલે એક માત્ર હિન્દુધર્મીઓના હિત માટેનો પક્ષ.

બીજેપી હિન્દુઓનો કોમવાદી પક્ષ છે. એવું માનવાની અને મનાવવા માટેની નહેરુવીયન કોંગ્રેસની જ નહીં પણ મોટાભાગના મૂર્ધન્યોની પણ ફેશન છે. આ વરણાગીપણાથી સુજ્ઞ મૂર્ધન્યો મુક્ત થાય તે દેશના હિત માટે અત્યંત જરુરી છે. નહેરુ જીવતા હતા ત્યારથી નહેરુ સ્વયં, કોમવાદી હતા. કેરલની નાંબુદ્રીપાદની સરકારને ઉથલાવવામાં તેમનો સહયોગ હતો. અને સૌ પ્રથમ હળાહળ કોમવાદી પક્ષ સાથે ગઠબંધન કરનાર પક્ષ પણ, નહેરુવીયન કોંગ્રેસ જ હતી. જે નેહરુવીયન કોંગ્રેસ, ગઈ કાલ સુધી શિવ સેનાને હળાહળ કોમવાદી પક્ષ માનતી હતી તે નહેરુવીયન કોંગ્રેસ, સત્તા માટે તેની સાથે જોડાણ કરે છે.

યહ તો હોના હી થા

શિવસેનાને જન્મ આપનાર તો કોંગ્રેસ જ હતી. મજદુર યુનીયનો ઉપરની સામ્યવાદીઓની પકડને તોડવા, નહેરુવીયન કોંગ્રેસે જ ક્ષેત્રવાદ અને ભાષાવાદને ઉત્તેજન આપવા શિવસેનાને જન્મ આપ્યો હતો. જ્યારે જ્યારે નહેરુવીયન કોંગ્રેસને જરુર પડી ત્યારે શિવસેનારુપી ગર્દભે તેને દોડીને મદદ કરી જ છે. એટલે ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ દૂધથી ધોયેલી તો શું, ગંદા પાણીથી ય નહી, પણ ગટરના ઘટ્ટ પાણીથી ખરડાયેલી છે.

નહેરુવીયન કોંગ્રેસને, તેના સાંસ્કૃતિક સહયોગી પક્ષ, અને મોટા ભાગના મૂર્ધન્યો સહિત, કોઈને ખબર નથી કે લોકશાહી માર્ગ એટલે શું? ગાંધીવાદી માર્ગ એટલે શું?

રાજમોહન ગાંધી શું કહે છે?

રાજમોહન ગાંધી કોણ છે?

રાજમોહન ગાંધી, મહાત્મા ગાંધીના પૌત્ર છે. હવે તેઓશ્રી એક મહાનુભાવના પૌત્ર થયા એટલે તેઓશ્રી બોલે તો વજન તો પડે જ. તેઓશ્રીએ કહ્યું કે ગાંધીજી “હેટ નોટ” નું મહત્વ સમજાવવામાં નિસ્ફળ ગયા હતા. “ફિયર નોટ” સમજાવવામાં સફળ થયા હતા.

કોઈ વ્યક્તિ, જો કોઈ મહાપુરુષ વિષે કોઈક બાબતમાં બોલે તો તે કંઈક અંશે સાપેક્ષે વધુ અસરકારક બને. તેમાં પણ જો તે વ્યક્તિ, જે તે મહાપુરુષનો નજદીકી સંબંધ ધરાવતો હોય તો તો તેના બોલનું વજન પડે જ પડે. વળી તે વ્યક્તિ જો નકારાત્મક બોલે, તો તે, ખાસ સમાચારનું હેડીંગ બને.

હેટ નોટ અને ફિયર નોટમાં વધુ ઉચ્ચ સ્તરે શું છે?

બેશક “હેટ નોટ”નું સ્તર વધુ ઉચ્ચ છે. અને આ સ્તરે તો સ્થિતપ્રજ્ઞ જ જઈ શકે. આ સ્તરે સમજાવવામાં તો રામથી શરુ કરી કૃષ્ણ સહિતના, બુદ્ધ અને મહાવીર પણ નિસ્ફળ ગયેલ એટલે ગાંધીને જ નિસ્ફળ માનવા તે અપ્રસ્તુત છે.

“ફિયર નોટ” એ બે વ્યક્તિ, કે એક જુથ અને એક વ્યક્તિ, કે બે જુથ વચ્ચેની, માનસિકતાના સ્તર ઉપર અવલંબે છે. “ફીયર-લેસ વ્યક્તિની વ્યાખ્યા નારાયણભાઈ દેસાઈએ આમ કરી છે. “જે વ્યક્તિ કોઈથી ડરે નહીં, અને કોઈ આ વ્યક્તિથી ડરે નહીં”.

કોઈ વ્યક્તિ ગાંધીજીને પ્રશ્ન કરવાથી ડરતું ન હતું. પણ અઘટિત કામ કરવામાં, વ્યક્તિને, ગાંધીજી નો ડર લાગતો હતો. આ એક નૈતિક ડર હતો. તે આવશ્યક છે. આચાર્યનું (ઋષિઓનું) શાસન એ અનુશાસન છે.

“ફિયર નોટ” એ ગાંધીજીના અંતેવાસીઓ માટે અને  વિચારકો માટે લાગુ પડતું હતું. પણ જીન્ના જેવા, ગાંધી વિરોધીઓને લાગુ પડતું ન હતું. કારણ કે તેઓ ગાંધીજીને ઓળઘોળ કરીને હિન્દુઓના નેતા જ માનતા હતા./હાજી જેમ અત્યારે નરેન્દ્ર મોદીને, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ હિન્દુવાદી ખપાવે છે તેમ જ. જીન્ના અને મોદી વિરોધીઓની ભાષા એક જ છે.

નરેન્દ્ર મોદી વિષે શું છે?

મોદીના વિરોધીઓ મોદીથી “ફિયર નોટ” છે. તેમને, મોદીને પણ હિન્દુઓના નેતા જ માનવામાં અને મનાવવામાં, ડર લાગતો નથી. હાજી કેટલાક પ્રચ્છન્ન વિરોધીઓ પણ છે કે જેમને મોદીને હિન્દુઓના નેતા માનવામાં અને મનાવવામાં ડર લાગતો નથી. મોદી તો સત્તા ઉપર છે અને આવા જુથના હિટલર પણ છે છતાં પણ તેમને ડર લાગતો નથી. શું આ વિરોધાભાસ નથી?

“ભારત પ્રથમ હિન્દુઓનો દેશ છે, અને રાષ્ટ્રીય ઓળખ કોઈ ખાસ ધર્મ અને વંશ ઉપર આધારિત હોવી જોઇએ. એમ ‘કેટલાક’ માને છે.” એમ શ્રી રાજ મોહન ગાંધી માને છે. અને એને નકારે છે.

આવી માન્યતા જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જનતા એવો જ સંદેશ ગ્રહે છે કે આ વાત આરએસએસ અને બીજેપીને લાગુ પડે છે અને તેમણે આમાંથી શિખ લેવાની છે, એવી રાજમોહન ગાંધીની મંછા છે.

એક સમય હતો કે જ્યારે આર.એસ.એસ./બીજેપી (જનસંઘ) તેઓ હિંદુ(ધર્મ)વાદી હતા. કારણકે તેમનો જન્મ, હિન્દુઓ ઉપર થતા હિંસક પ્રહારના આઘાતના,  પ્રત્યાઘાતના રુપમાં થયો હતો. પણ તે પછી તો ગંગા-જમનામાં ઘણા પાણી વહી ગયાં. ગાંધીવાદી નેતા મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણે પણ આર.એસ.એસ./જનસંઘને પોંખ્યા હતા.

ઘણા જુથો છે કે જેઓ અ-ગાંધીવાદી હોવા છતાં અને આચારે તદ્‌ન અ-ગાંધીવાદી હોવા છતાં, તેમણે પોતાનું આર.એસ.એસ./બીજેપી પરત્વેના વિરોધનું સહગાન પૂર્વવત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત સહગાન/વિચારોનું વરણાગીપણું દશકાઓથી ચાલ્યું આવે છે. પણ આ વરણાગીપણાને પુરસ્કૃત કરનારાઓ, ગાંધી વિચારધારાથી ઉંધી દીશામાં જનારાઓ વિષે લગભગ મૌન જ રહે છે. ખચીત રીતે જ આમાં લઘુમતિ એટલે કે મુસ્લિમ પણ છે. આ મુસ્લિમ લઘુમતિએ પોતાનો ઇન્ડિયન મુસ્લિમ લીગ પક્ષ ચાલુ રાખ્યો, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાન નેતાઓએ પાકિસ્તાનમાં પાકિસ્તાની રાષ્ટ્રીય કોંગ્રેસ ચાલુ રાખી નહીં કારણકે આ નેતાઓ તેમના કહેવા પ્રમાણે પોતાના પ્રાણોની રક્ષા કાજે ભારતમાં નાશી આવ્યા. ગાંધીજીએ આ કોંગ્રેસીઓને ઠીક ઠીક ઠપકો આપેલ … “તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જરુર પડી ત્યારે તમને મરતાં ન આવડ્યું. તમે તો ડરપોકની જેમ અહીં જીવ બચાવવા ભાગી આવ્યા. જો તમે મરી ગયા હોત તો હું ખૂબ ખુશ થાત. એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ નાચત … ખુબ નાચત … ખુબ નાચત.”

ગાંધીજીએ પોતે કબુલ કરેલી કોંગીઓની નિસ્ફળતા આ હતી. પણ આ ગાંધીજીની નિસ્ફળતા ન હતી. ગાંધીજી તો દિલ્લી શાંત થાય એટલે પાકિસ્તાન જવાના જ હતા. વાસ્તવમાં તો કોંગ્રેસના શિર્ષ નેતાઓની “ફિયર નોટ”ની નિસ્ફળતા હતી. મોટા નામ હેઠળ છુપાયેલું આ તેમનું વામનપણું હતું. આવું અને આથી પણ વિશેષ કોંગીનેતાઓનું વામનપણું આપણને સ્વતાંત્ર્ય પ્રાપ્તિ પછી અવારનવાર જોવા મળ્યું છે. પોતાના વ્યક્તિગત કે પક્ષીય સ્વાર્થ માટે કોંગી નેતાઓ દેશને ધરાશાયી કરવા હમેશા તૈયાર જ હોય છે./મહાત્મા ગાંધીએ મુસ્લિમોની કે એમના નેતાઓની ક્યારેય તરફદારી કરી નથી. જો કોઈને ખબર ન હોય તો તેના હજાર દાખલા છે. “દિલ્લીમેં ગાંધીજી ભાગ-૧ અને ભાગ-૨” વાંચો. પણ કોંગીનેતાગણનો એક પણ માઈનો લાલ નિકળશે નહીં કે જે આ પુસ્તક વાંચે. કારણકે તેને દેશહિતની ક્યાં પડી છે!

નાગરિકતા સુધારણા કાયદોઃ

cartoonists’ curtsy

હાલમાં જે હિંસાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને માટે જવાબદાર કોંગીનેતાઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ છે. આ વાત દિવા જેવી સ્પષ્ટ છે. કારણ કે આ કાયદામાં વિરોધને કોઈ અવકાશ નથી.

જે કર્તવ્ય પ્રત્યે કોંગી-સરકારે ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી પ્રમાદ કર્યો હતો તે અધુરું કામ બીજેપી સરકારે પુરું કર્યું. બીજેપીને બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમતિ મળી ત્યારે તેણે પોતાની ફરજ બજાવી. કોંગીનેતાઓ પોતે કરેલા પ્રમાદને ધર્મનિરપેક્ષતાના વાઘા પહેરાવી, ભારતીય મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમો અને તેમના કેટલાક નેતાઓ પણ અભણ અથવા/અને અસામાજિક તત્ત્વોનો સાથ લઈ હિંસા ઉપર ઉતરી આવે છે.

નહેરુ-લિયાકત અલી કરાર

કોંગીનેતાઓ પોતે જ અભણ અને અસંસ્કારી જેવું વર્તન કરે છે. કોંગીનેતાઓએ નહેરુ લિયાકત અલી સમજુતી વાંચવી જોઇએ. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાકિસ્તાન પોતાની લઘુમતિ કોમોને સુરક્ષા પ્રદાન કરશે. અને તેમાં જો પાકિસ્તાનની સરકાર કોઈ પણ કારણસર નિસ્ફળ જશે તો ભારત સરકાર તે લઘુમતિને આશ્રય અને નાગરિકતા આપશે. આ જોગવાઈ ભારતને પણ લાગુ પડે છે. પણ ભારતમાં મુસ્લિમો અતિસુરક્ષિત છે.

તમે જુઓ છો કે ભારતની જનતાએ મુસ્લિમોને સુરક્ષિત રાખ્યા છે. આને સિદ્ધ કરવાની જરુર નથી. આ સત્ય ૧૯૫૧ની જનગણના અને ૨૦૧૧ની જનગણના જ સિદ્ધ કરે છે. આનાથી ઉલ્ટું પાકિસ્તાન અને બંગ્લાદેશ પોતાને ત્યાં રહેલી લઘુમતિને સુરક્ષા આપી શક્યા નથી.

કોંગીનેતાગણ, તેમના સાંસ્કૃતિક સાથીઓ સહિત, અને મુસ્લિમો નેતાઓ સહિત, જાણીજોઈને મુસ્લિમોને અને પોતે પણ ભ્રમમાં રહેવા માગે છે, અથવા એવો ઢોંગ કરે છે. કોંગી નેતાગણ ઉપર તો ન્યાયિક કાર્યવાહી કરવી જોઇએ. અફવા ફેલાવવી અને હિંસા માટે મુસ્લિમોને ઉશ્કેરવા તે ગેર બંધારણીય છે, અને ગુનો પણ બને છે.

કોંગીનેતાઓના પેટમાં શું છે?

કોંગી સરકારોએ ખંધાઇપૂર્વક દશકાઓ સુધી સમસ્યાઓને અનિર્ણિત રાખેલી, તે સમસ્યાઓને બીજેપીએ ઉકેલી છે. કોંગી સરકારનું વલણ અનૈતિક અને જનતંત્રની વિરુદ્ધ હતું. પણ નહેરુથી શરુ કરી ઇન્દિરા સહિતની, અને સોનિયા-મનમોહન સરકારોને આવી અનિર્ણાયકતાનો છોછ નથી. પછી તે, પાકિસ્તાન હસ્તક રહેલો જમ્મુ-કાશ્મિરના હિસ્સા ઉપર  યુનોના ઠરાવનો અમલ હોય, કે અલોકતાંત્રિક કલમ ૩૭૦/કલમ ૩૫એ હોય, કે નહેરુ-લિયાકત અલી સમજુતીનો અમલ હોય, કે સંસદ સામે ચીનસાથેના યુદ્ધમાં ૭૧૦૦૦ ચોરસ માઈલ ભારતીય ભૂમિ પાછી લેવાની હોય, કે ઇન્દિરાએ લીધેલી એક કરોડ બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રતિજ્ઞા હોય કે, ભારતીય બંધારણને સુરક્ષા આપવાની વાત હોય કે, મુસ્લિમ સ્ત્રીઓને માનવીય અધિકાર આપવાનો મુદ્દો હોય, કે આતંકવાદી આક્રમણ નો ઉત્તર આપવાની વાત હોય કે જનતાની ગરીબી હટાવવાની વાત હોય, કે ભ્રષ્ટાચાર હઠાવવા માટે ફુલપ્રુફ સીસ્ટમ બનાવવાની વાત હોય … આ બધું જ અવગણી શકાય છે. કારણ કે કોંગીનેતાઓનું એકમાત્ર ધ્યેય, દેશના કોઈપણ ભોગે, સત્તા પ્રાપ્ત કરો અને લૂટ ચલાવો. અને આમ કરવા માટે વોટબેંક બનાવો./કરમની કઠણાઈ અને કોંગીની વિચારધારા/

કોંગીનેતાઓ માટે કરમની કઠણાઈ એ થઈ કે ૨૦૧૪માં અને ૨૦૧૯માં તે કેન્દ્રમાં ચૂંટણી હારી ગઈ. હવે સત્તા પાછી કેવી રીતે મેળવવી?/અરે ભાઈ, આપણે કોંગી છીએ. માન ન માન આપણી પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર છે, ભલે આપણા આચાર તદ્‌ન ભીન્ન હોય. આપણને સાધન-અશુદ્ધીનો કશો છોછ નથી. આપણા વિરોધીઓને કોઈપણ ગાળ આપવી અને તેમની ઉપર કોઈ પણ આરોપ મુકવો એ આપણી ગળથુથીમાં છે. માટે આપણે આપણા એજન્ડા ને આગળ ચલાવો.

“આ મોદી સરકાર, પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓની જ ચિંતા કરે તે ન ચાલે. ભલે તેઓ પાકિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત થયેલા હોય અને ઘરબાર છોડી અહીં શરણાર્થી થયેલા હોય. તમે તેમને નાગરિકતા બક્ષો એ ન ચાલે.

“પાકિસ્તાનમાં તો આતંકવાદી મુસ્લિમો પણ લઘુમતિમાં છે. ભલે મુસ્લિમ લોકો પાકિસ્તાનમાં બહુમતિમાં હોય. આ બહુમતિ આતંકવાદમાં સક્રિય નથી એટલે સક્રિય આતંકવાદીઓ પણ લઘુમતિમાં જ ગણાવા જોઇએ. જુઓને હાફિજ઼ મહમ્મદ સઈદનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણીમાં હારી ગયો એટલે તેનો પક્ષ બહુમતિમાં તો કહેવાય જ નહીં. આવા તો અનેક પક્ષો છે, જે બધા જ લઘુમતિમાં છે. જો આ બધા બહુમતિમાં હોત તો તેઓ પોતેજ સરકાર ચલાવતા ન હોત શું? તેઓ પોતે સરકાર ચલાવતા નથી એટલે સિદ્ધ થાય છે કે તેઓ લઘુમતિમાં જ છે.

“બીજેપી વાળા અક્કલ માં ઝીરો છે. તેઓ લઘુમતિ એટલે શું, એ સમજ઼તા જ નથી. ધર્મના આધારે તેઓ પાકિસ્તાનને પણ છોડતા નથી.

આ બીજેપી વાળા તો પાકિસ્તાનની પ્રજાની અંદર પણ તેઓને ધાર્મિક આધાર પર ભેદભાવ ઉત્પન્ન કરવા માગે છે. આ રીતે પાકિસ્તાનના નાગરિકોને ધર્મના આધાર પર ઓળખવા તે શું આપણા જનતંત્રને શોભે ખરું?

“માટે ભારતના અને પાકિસ્તાનના હે મુસ્લિમો, અમે તમારી સાથે છીએ. એક વખત તો તમારી શક્તિ, બીજેપી સરકારને બતાવી દો. અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે (દેશમાં આગ લગાવવાની) તમારી શક્તિ ક્યારે ક્યારે બતાવવાની છે. અમે તમારી કોમવાદી અને અસામાજિક શક્તિઓને ખીલવતા આવ્યા છીએ, અને હિન્દુઓને તેમના માનવ અધિકારોથી તમારા થકી વંચિત રાખતા આવ્યા છીએ તે તમે સુપેરે જાણો જ છો.

“હિન્દુઓ તમારી એક મસ્જીદ તોડે અને તેના પ્રત્યાઘાતમાં કે પ્રત્યાઘાત વગર પણ તમે હજાર મંદિર તોડો તો કોઈની મજાલ છે કે તમને કોઈ નોન-સેક્યુલર કહી શકે? હિન્દુઓએ તોડી પાડેલી એક મસ્જિદના વિરોધમાં તો અમે તેમને બતાવી દઈએ કે કેટલી વિશે સો થાય છે.

“હે મુસ્લિમ ભાઈઓ, અમે તો તમારા ગુન્ડાઓની પણ વહારે આવીએ. ગુન્ડાઓ જ નહીં આતંકવાદીઓની વહારે પણ આવીએ છીએ, અને તેમના માનવ અધિકારની સુરક્ષા માટે અમે તત્પર હોઇએ છીએ. તમારા આતંકવાદીઓને ભૂલે ચૂકે ભારત સરકારે પકડ્યા હોય તો અમે અમારા ગૃહમંત્રીના લોહીના સગાંઓનું અપહરણનું નાટક કરાવી, બદલામાં તમારા રકમબંધ આતંકવાદીઓને છોડાવીએ. મુફ્તિ મહંમદ સઈદનો જ દાખલો લો ને!

“આ બધી વાતો તો તમે જાણો જ છો. હા પણ, અમે આ બધું ત્યારે જ કરી શકીએ જ્યારે તમે અમને સત્તા પર રાખો.

“હે મુસ્લિમ ભાઈઓ, કેટલાક સુજ્ઞ મુસ્લિમ ભાઈઓ, તમારા વિરોધનો વિરોધ કરશે. પણ તમારે તેમને ગણકારવાના નથી. અમે તમારી સાથે છીએ. તમારે દશ હિંસક વિરોધ કરવાની સાથે એક શાંત વિરોધ પણ કરવો. જો કે નહીં કરો તો પણ ચાલશે. અમે કહીશું કે સરકારની પોલીસે શાંત વિરોધકર્તાઓ પર દમનનો કોરડો વીંઝ્યો છે. લઘુમતિઓના અવાજને રુંધ્યો છે. લઘુમતિઓના બંધારણીય અધિકારોને સરકારે નકાર્યા છે. બીજેપી સરકારે બંધારણનું ખૂન કર્યું છે. આ સરકાર નાઝીવાદી છે. અમે યુનોમાં આ સરકારને પડકારીશું.

“હે મુસ્લિમ બંધુઓ, તમે યાદ રાખો કે તમે પણ જેવા તેવા નથી. ચંગીજ઼ખાન, તૈમૂર, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજ઼નવી … વિગેરે અનેક મહાનુભાવોના સંતાન છો. વારસદાર છો.

મુસ્લિમોને કશું મોળું ખપે

“હે મુસ્લિમ બંધુઓ, અમે જાણીએ છીએ કે તમને કશું મોળું ન ખપે. તમે નાના પાયે કશું કરવામાં માનતા નથી. અમે તમને આ વાત જ શિખવી છે. તમારે તો આખા રેલ્વેના ડબાને બાળવાનો હોય છે.  તમે હજારો કાશ્મિરી હિન્દુઓની કત્લ કરો, હાજારો કશ્મિરી હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટો, અને પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓને ખૂલ્લંખૂલ્લી બિન્ધાસ્ત ધમકીઓ આપી તેમના ઘરોમાંથી તગેડી મુકો, અને દશકાઓ સુધી તેમને નિરાશ્રિત રાખો, તો પણ તેમાંના એક પણ હિન્દુની મજાલ છે કે તે આતંકવાદી બને? એટલું જ નહીં દેશના એક અબજ હિન્દુઓમાં પણ એક પણ આતંકવાદી ન પાકે એવો અમારો કડપ છે. અરે! એટલું જ નહીં, હિન્દુઓ આતંકવાદી ન હોય તો પણ અમે આ હિન્દુઓ વિષે “હિન્દુ આતંકવાદ”થી ભારતને બચાવો એવી કાગારોળ અને ઘોષણાઓ દેશ વિદેશમાં કર્યા કરીએ છીએ. હે મુસ્લિમ બંધુઓ, તમને અમારા જેવા (ખાવિંદ, હમસફર) મળવા અશક્ય છે. આ વાત તમે મહેસુસ કરો.

“હે મુસ્લિમ બંધુઓ, તમે એક કશ્મિરમાં જ હિન્દુઓને હતા ન હતા કરી શકો એટલું પુરતું છે એમ ન માનતા. અમે તમને ભારતમાં છૂટક છૂટક અનેક છોટે કાશ્મિર બનાવવાની છૂટ આપી છે અને તમને એનો લાભ લેવા સશક્ત કર્યા છે. એટલે તમે બેફામ બનો. તમે રેલ્વેના પાટા ઉખેડો, બસો બાળો, વાહનો બાળો, પોલીસ ચોકીઓ બાળો, પોલીસો અને સુરક્ષા દળો ઉપર પત્થર મારો કરો … આખા દેશમાં હા હા કાર મચાવી દો. એટલે દુનિયાને પણ ખબર પડશે કે આ બીજેપી સરકારે કંઇક તો એવું કર્યું છે કે જે આ શાંત, અમન પ્રિય, સાચાબોલી અને ઇમાનદાર ધર્મ પાલન કરનારી મુસ્લિમ પ્રજા વિરુદ્ધ છે. અને તેથી જ તો તે ન્યાયની યાચના માટે રસ્તા ઉપર આવી ગઈ છે.”

તડ અને ફડ વાળા

કેટલાક તડ અને ફડ વાળા મૂર્ધન્યો પોતે તટસ્થ છે, તે બતાવવાની ઘેલછામાં નાગરિકતા સંશોધન કાયદાને (સી.એ.એ.)ને અ-જનતાંત્રિક અને ભારતીય સંવિધાનની બિનસાંપ્રદાયિક જોગવાઈના હનન તરીકે ઠેરવે છે. જો સાચેસાચ આમ જ હોય તો તેમણે “નહેરુ-લિયાકત અલી સમજુતી”ને પણ સાંપ્રદાયિક ગણાવવી જોઇએ. એટલે કે નહેરુની ઉપર આ સમજુતીનો આધાર લઈ માછલાં ધોવા જોઇએ. પણ આ ઘેલા લોકોમાં આ હિમત નથી. અથવા તો તેમની સ્મૃતિમાંથી આ ઘટનાનો લોપ થયો છે. જો આવું ન હોય તો તેમની દૃષ્ટિએ કરાર કરવો અને પછી ભૂલી જવો તે સેક્યુલર છે. પણ તે કરારનો અમલ કરવો તે એક દુષ્કૃત્ય છે અને અક્ષમ્ય છૅ. એટલે કે નહેરુ અને લિયાકત અલી વચ્ચે કરાર થયો તે વાત તો ઠીક છે મારા ભાઈ. નહેરુ/ઇન્દિરાએ તે કરારની રુએ પ્રતાડિત હિન્દુઓની તરફમાં પગલાં લેવામાં પ્રમાદ કર્યો તે માટે તેમને ધન્ય છે. અને લિયાકત અલીએ કે તેમના અનુગામીઓએ તો હિન્દુઓની સુરક્ષા પણ ન કરી. તેથી તે સૌ નેતાઓને સલામ છે. આ મૂર્ધન્યોની વક્રતા જુઓ. મોદીને કોઈ પણ તાર્કિક આધાર વગર કોમવાદી, નાઝીવાદી કહેશે, પણ જે નહેરુએ કાશ્મિરમાં બિનલોકશાહીયુક્ત કલમ ૩૭૦/૩૫એ, દાખલ કરી તે વિષે મૌન રહેશે. વળી તેઓ, કાશ્મિરની સ્વાયત્તતા નરેન્દ્ર મોદીએ નષ્ટ કરી તેમ કુદી કુદીને કહેશે. ૧૯૪૮માં જમ્મુ કાશ્મિર ઉપર યુનોએ ઠરાવ પાસ કર્યો, પણ તેના અમલ માટે નહેરુએ પાકિસ્તાન ઉપર દબાણ ન કર્યું. નહેરુવંશવાદીઓના આવા તો અગણિત પ્રમાદો ઇતિહાસના પર્ણો ઉપર લખાયેલા છે.

દરેક દેશનું કર્તવ્ય છે અને તે પણ જનતાંત્રિક રાષ્ટ્રો માટે તો ખાસ, કે પોતાના નગરિકોની નોંધ રાખે. જો આવું તે ન કરે તો લાંબે ગાળે દેશ ઘુસણખોરોથી ખદબદવા લાગે. દરેક રાષ્ટ્ર આવી નોંધણી રાખે છે. વળી ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલયે આદેશ કર્યો છે. નહેરુવંશવાદી સરકારોએ કદી ન્યાયિક આદેશોને ગંભીરતાથી લીધા જ નથી. તેના અનેક ઉદાહરનો નોંધાયેલા છે. આ પણ એક પ્રમાદમાં ભૂલાયેલો આદેશ છે./આપણા મૂર્ધન્યોને બીજેપી જેવી પ્રતિબદ્ધ સરકાર પસંદ નથી. આપણા મૂર્ધન્યોને તો કોંગી જેવી એદી સરકાર જ પસંદ પડે છે. વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર કૌભાંડમાં ૪૦ કરોડ રુપીયા, મીડીયાનું મોં બંધ રાખવા આપ્યા હતા. આ શું દર્શાવે છે? જોકે કેટલાક મૂર્ધન્યોને પાઈ પણ નહીં મળી હોય પણ આવા મૂર્ધન્યોને તો આ કૌભાંડોની ખબર પણ નહીં હોય.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

દેશપ્રેમ, ભ્રમણાઓ અને ઝનૂનો

પોતાને (મૂર્ધન્યોને અને કટારીયાઓને) બકાત રાખી બાકીની સમગ્ર જનતાની નિંદા કરવી તેને આપણે આત્મનિંદા કહીશું. આત્મનિંદા એ એક ફેશન છે અને આ ફેશન મૂર્ધન્યોની અને કટારીયાઓની વૈચારિક સ્વયંપ્રમાણિત પ્રગતિશીલતાની નિશાની છે.

સમાજની માનસિકતાને મૂલવવી એ અજ્ઞ આંધળાઓ દ્વારા હાથીને સમજવા જેવી છે. જ્યારે સુજ્ઞ (કેટલાક મૂર્ધન્યો અને કટારીયા લોકો) લોકો સમાજને મુલવવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રમાણભાન અને પ્રાથમિકતા અને સંદર્ભને સમજવાનો પ્રયત્ન કરતા નથી.

કેટલાક મૂર્ધન્યો અને કટારીયાઓ દ્વારા કહેવામાં આવે છે કે “ભારતવાસીઓ દંભી છે, ઝનુની છે, અપ્રામણિક છે, વાસ્તવમાં દેશપ્રેમી નથી, પ્રાંતવાદી છે, ભાષાવાદી છે, વિરોધી વિચાર પ્રત્યે અસહિષ્ણુ છે, જ્ઞાતિવાદી છે … .”

જો કે આ બધાં જે વિશેષણો વપરાયા તે ખાસ કરીને હિન્દુઓના સંદર્ભમાં જ છે એવો સંદેશ છે. ભારતની અને તે પણ ખાસ ભારતની હિન્દુ જનતા જે ૮૦ ટકા વસ્તી ધરાવે છે તેનું સમાજમાં પ્રતિબિંબ પડતું હોય તેને સહજ માનવું જોઇએ, અને તેને વસ્તીના પ્રમાણમાં મૂલવવી જોઇએ.

કોણ કોને બહેકાવી રહ્યું છે?

ભારતીય હિન્દુઓ કઈ દિશામાં જઈ રહ્યા છે? ભીન્ન ભીન્ન પક્ષના રાજકારણીઓ તેમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે? જે તે દિશામાં સમાજને લઈ જવામાં ભીન્ન ભીન્ન રાજકીય પક્ષોનું કેટલું યોગદાન છે? આ રાજકીય પક્ષોની પ્રાથમિકતા કઈ છે તેમજ સમાજની સંરચનામાં કયા પરિબળો ભાગ ભજવી શકે છે અને ભજવે છે? આ સઘળી વાતોના ઉત્તરોને આપણે અવગણી ન શકીએ.

સમાજનું ચારિત્ર્ય કોણ ઘડે છે?

ગાંધીજીએ તેમને મરતા શિખવ્યું હતું

ઉત્પાદન અને વહેંચણીના તંત્ર દ્વારા સમાજનું ચારિત્ર્ય ઘડાય છે. ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કોણ બનાવે છે? ઉત્પાદન અને વહેંચણીનું તંત્ર કેન્દ્ર સરકાર ઘડે છે. કેન્દ્રમાં નહેરુવીયન કોંગ્રેસે ૨૫ વર્ષ સંપૂર્ણ ૨/૩ બહુમતી થી રાજ કર્યું. તેમાં પણ ૧૮ માસ તો મનમાની રીતે રાજ કર્યું. ૧૫ વર્ષ સૌથી મોટા પક્ષ તરીકે રાજ કર્યું. આ પક્ષે ભારતીય જનતાનું ચારિત્ર્ય ઘડવામાં સિંહ ફાળો આપ્યો છે તેને આપણે અવગણી ન શકીએ.

ભારતીયો દંભી છે?

જ્યારે જનતાનો મોટો ભાગ અભણ હોય, બેકાર હોય  અને ગરીબ હોય ત્યારે તેમના માર્ગદર્શક કોણ હોય છે? સુજ્ઞ જનો, મૂર્ધન્યો અને સમાચાર માધ્યમો અને રાજકારણીઓ તે પણ ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ તેમના માર્ગદર્શક હોય છે. જો તમે દંભી વ્યક્તિઓની સૂચી બનાવો તો આ વાત તમને આપો આપ સમજાઈ જશે. એટલે આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ. જનતામાં રહેલા દેશપ્રેમી તત્વને આપણે અલગ રીતે ચર્ચીશું.

ભારતવાસીઓ ઝનૂની છે?

ઝનૂન ઘણી જાતના હોય છે. એક ઝનૂન સ્વયંભૂ હોય છે. એક ઝનૂન ગેરસમજૂતી થી ઉત્પન્ન થયું હોય છે એટલે કે અફવાઓથી પેદા થયેલું હોય છે. એક ઝનૂન પ્રતિક્રિયાના રુપમાં હોય છે. પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિન્દુઓની જે હકાલપટ્ટી થઈ તેને આપણે મુસ્લિમોના ધાર્મિક ઝનૂન સાથે સરખાવી શકીએ. આ ઝનૂન મુસ્લિમોએ કરેલું સ્વયંભૂ ઝનૂન હતું. ૧૯૪૭ થી ૧૯૪૮ સુધીના સમયગાળામાં અફવાઓ દ્વારા પ્રતિક્રિયાત્મક ઝનૂને ભાગ ભજવ્યો હશે. પણ તે પછી ત્યાંની સરકારના આ ઝનૂનને આશિર્વાદ મળ્યા હતા અને મળ્યા છે. અને તેનું કારણ આજ સુધી ચાલી રહેલી પાકિસ્તાનમાંથી હિન્દુઓની હિજરત છે, આ ઝનૂનને આપણે પ્રતિકારાત્મક ઝનૂન ન કહી શકીએ. પૂર્વપાકિસ્તાન અને બંગલાદેશમાંથી હિન્દુઓની હિજરત પણ આવી જ છે. મુસ્લિમોના ઝનૂનની સામે હિન્દુઓનું ઝનૂન શૂન્ય બરાબર કહેવાય.

કાશ્મિરમાં હિન્દુઓની કત્લેઆમ કરી અને લાખોની સંખ્યામાં હિજરત કરાવવી, એ કાશ્મિરી મુસ્લિમોના ઝનૂનને, ભારતભરના મુસ્લિમોએ મૂક સંમતિ આપી છે. આ ઘટનાઓને તેના પ્રમાણના સંદર્ભમાં જોતાં સમાચાર માધ્યમોના કટારીયાઓએ, નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ મૌન ધારણ કરી મૂક સંમતિ આપી એમ જ કહી શકાય. આવા વલણની પાછળ તેમની મુસ્લિમોને થાબડભાણા કરવાની નીતિ જવાબદાર છે.

ગૌહત્યા વિરુદ્ધના હિન્દુઓના ઝનૂન વિષે શું કહીંશું?

શું એકના ઝનૂનની પ્રતિક્રિયાના રુપે ઉત્પન્ન થયેલા બીજા ઝનૂનને વ્યાજબી ઠેરવી શકાય?

ના જી.

અસામાજીક તત્વો અને ઝનૂની લોકો બધા જ ધર્મોમાં હોય છે. સવાલ ફક્ત પ્રમાણનો છે. સદભાગ્યે બીજેપી શાસિત સરકારોએ કાયદો અને વ્યવસ્થાને લગતા પગલાં લીધા છે અને પોતાની નીતિ-રીતિ સ્પષ્ટ કરી છે. સરકારે લીધેલા પગલાઓનું સમાચાર પત્રોએ વિવરણ કરવું જોઇએ અને તેના ઉપર નિરીક્ષણ કરી તેનો અહેવાલ સતત આપતા રહેવું જોઇએ. જનતંત્રમાં સરકારને સુધારવાનું આ એક પરિબળ છે. ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં હિન્દુઓ લઘુમતિમાં હોય અને તેમને બહુમતિમાં રહેલી લઘુમતિ તરફથી જો કનડગત થતી હોય તો તેના વિવરણ પણ સમાચાર પત્રોમાં આવવા જોઇએ. સમાચાર માધ્યમોના માપદંડ સમાન હોવા જોઇએ. પણ આવું નથી. કેરેનામાં, કેરાલાના, મદ્રાસના, આંધ્રના, કર્નાટકના અને પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારોમાં અને પૂર્વોત્તર રાજ્યોમાં જ્યાં લઘુમતિ પોતે બહુમતિમાં હોય છે અથવા તો તે અસામાજિક રીતે બહુમતિમાં હોય છે અને જો તે હિન્દુઓને કનડતી હોય છે તો તેના વિવરણો તો શું સમાચારો પણ આવતા નથી સિવાયકે કોઈ સંસદ તે અંગે પ્રશ્ન કરે ત્યારે જનતાને ખબર પડે છે કે આવું કશુંક થયું છે. વાસ્તવમાં આ સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની ગણવી જોઇએ.

મૂર્ખ કે બેવકુફ નેતાઓ કે આત્મકેન્દ્રીઓ ફક્ત નહેરુવીયન કોંગી સમાજમાં જ હોય છે તેવું નથી. મોટાભાગની સંસ્થાઓમાં આવા નેતાઓ હોય છે. તેઓ જાણે અજાણે એવા ઉચ્ચારણો કરતા હોય છે કે સમાચાર માધ્યમો અને આ નેતાઓના  વિરોધીઓ ચગાવી શકે છે. મોહન ભાગવત ક્યારેક ક્યારેક એવા ઉચ્ચારણો કરે છે કે તેને બીજેપી વિરોધીઓ ચગાવી શકે છે. બીજેપીના જન્મજાત વિરોધીઓ કોણ છે તે આપણે જાણીએ છીએ. એવું પણ બને કે કે મોહન ભાગવતના નિવેદનનો અર્થ કોઈ જાતિવિશેષ માટે ન હોય પણ મારી મચડીને  તેમના ઉચ્ચારણનું લાગતા વળગતા નેતાઓ જાતિ વિશેષને સાંકળીને અર્થઘટન કરે છે. જેમ કે “જ્ઞાતિ આધારિત અનામતની અસરોની ફેરવિચારણા કરવી જોઇએ”, “ભારત માતાની જય બોલવાનું પણ હવે શિખવાડવું પડે છે”, આ બધા આમ તો સામાન્ય પ્રકારના “બાવાઓ બોલે” એવા ઉચ્ચારણો છે. પણ કારણ કે, તેમની સંસ્થા હિન્દુધર્મ સાથે સંકળાયેલી છે અને બીજેપીની તથા કથિત મત બેંક છે તેટલે તેને હદબહાર ચગાવી “પ્રધાનમંત્રી સ્પષ્ટીકરણ કરે” એવી માગણી પણ ચગાવવામાં આવે છે. કેટલાક જાતિગત નેતાઓ તો આવા કોઈ ઉચ્ચારણોની રાહ જ જોતા હોય છે. કારણકે તેમને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ મેળવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થતો હોય છે. સમાચાર માધ્યમો પણ આ માટે ટાંપીને બેઠા હોય છે. “મેરા ગલા કાટોગે તો ભી મૈં ભારતમાતાકી જય બોલુંગા નહીં”….. “મૈં કોઈ ભી હાલતમેં જયશ્રી રામ બોલુંગા નહીં….” વાસ્તવમાં જુઓ તો આવા કોઈ મુદ્દા જ હોવા ન જોઇએ. આવા મુદ્દાઓ જો ચર્ચવા હોય તો શૈક્ષણિક હેતુ માટે અનામત રાખવા જોઇએ. પણ મુસ્લિમ નેતાઓ પોતે હિન્દુઓથી અલગ છે અને પોતે આળા પણ છે તે લક્ષણ પ્રદર્શિત કરવા આતુર હોય છે. રામને ઈશ્વર માનવા તે હિન્દુઓ માટે પણ અનિવાર્ય નથી. પણ જયશ્રી રામ કહેવાથી રામ ને ઈશ્વર માન્યા તેવું સિદ્ધ થતું નથી. રામ એ ભારતનું એક મહાન ઐતિહાસિક પાત્ર છે. જેમ શિવાજી છે, જેમ મહાત્મા ગાંધી છે તેમ રામ છે. “રામના વિચારોનો જય હો, કે રામનો જય હો, કે રામદ્વારા કે રામના સિદ્ધાંતો દ્વારા અમારો જય હો…” આમાં કશું વિરોધ કરવા જેવું નથી, કે કમસે કમ પ્રસિદ્ધિ આપી ચગાવવા જેવું નથી. પણ એક મુસ્લિમ નેતાએ જયશ્રી રામ કહ્યું એટલે મુસ્લિમ ધર્મ ગુરુએ ફતવો જારી કરી પોતાના ધર્મના લોકો કેટલા આળા છે તેનું પ્રદર્શન કર્યું.

તમે કોઈની નજીવી તથા કથિત ભૂલોને દરગુજર ન કરો અને તેને ચગાવો તે શું દેશપ્રેમ છે? સમાચાર માધ્યમોએ સમાચારોને સંવેદનશીલ શબ્દોમાં ગોઠવવામાંથી બચવું જોઇએ. ભાષા ઉપર બળાત્કાર ન થવો જોઇએ. દેશને વિભાજિત કરવો એ દેશપ્રેમ નથી.

પ્રદેશ દ્વારા અને ભાષા દ્વારા વિભાજન

ભાષાવાર પ્રાંત-રચના (રાજ્ય રચના) કરવાનો ગાંધીજીનો હેતુ એ હતો કે જે તે પ્રદેશનો વહીવટ, તે પ્રદેશની આમજનતાની ભાષામાં થાય અને આમ જનતા વહીવટમાં હિસ્સો બની શકે. શિક્ષણનું માધ્યમ પણ આમ જનતાની જ ભાષા હોય. ગાંધીજીને એ ખ્યાલ પણ હતો કે બીજા પ્રદેશોના લોકો કોઈ એક પ્રદેશમાં પોતાનું પ્રભૂત્ત્વ સ્થાપી શકે છે. જો આવું થાય તો જે તે પ્રદેશની આગવી ઓળખ જાળવી ન શકાય. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ અને પ્રણાલીઓ હોય છે. એટલે તેને જાળવવી જોઇએ. ગુજરાતમાં ગુજરાતી સંસ્કૃતિ અને મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિનું રક્ષણ થવું જોઇએ. એટલે કે ભૂમિપૂત્રોને માટે આરક્ષણ હોવું જોઇએ. આવા આરક્ષણનું પ્રમાણ યથા યોગ્ય રીતે નક્કી કરવું જોઇએ. જો તમે કોઈ એક પ્રદેશમાં કાયમી વ્યવસાય કે રાજ્યની નોકરી કરવા જાઓ તો તમને તે પ્રદેશની ભાષા આવડવી જોઇએ. આ ભાષાની કક્ષા બારમા ધોરણ જેટલી હોવી જોઇએ.

જ્યારે કોઈ એક નગર અમુક હદથી વધુ વિકસી જાય ત્યારે સ્થાનિક લોકો જોઈતા પ્રમાણમાં મળતા નથી. ક્યારેક એવું પણ હોય કે કોઈએક પ્રદેશમાં બહારના લોકોએ જ તે શહેરને વસાવ્યું હોય અને પહેલેથી જ સ્થાનિક લોકો લઘુમતિમાં હોય. ભાષાવાર પ્રાંતરચના  ગ્રામ્યવિસ્તારોને આધાર લઈને નક્કી કરવામાં આવેલી. આ કારણથી મુંબઈ મહારાષ્ટ્રને મળેલું. જ્યારે મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયેલ ત્યારે એવું નક્કી થયેલ કે “મુંબઈનું પચરંગીપણું” જાળવી રાખવામાં આવશે. પણ નહેરુવીયન કોંગ્રેસે આ વચન નિભાવ્યું નથી. જ્યારે આમ જ હોય, તો શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે જેની રચના, ભાષાકીય ભેદભાવ ઉત્પન્ન કરી મતબેંક માટે જ થઈ હોય, તે તો આવું વચન નિભવવામાં માને જ ક્યાંથી.

૧૦૦ વર્ષ પહેલાં મુંબઈમાં દુકાનોના અને રસ્તાઓના નામ ગુજરાતીમાં હતા. રેલ્વે સ્ટેશનના બોર્ડ પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં લખેલા જોવા મળતાં હતાં.

પણ હવે?

મરાઠીભાષાની લિપિ દેવનાગરી છે તેમ છતાં પણ રેલ્વે સ્ટેશનના નામ દેવનાગરીના જુદા ફોન્ટ વાપરી, તેને મરાઠીમાં ખપાવી, ગુજરાતી ભાષાને લુપ્ત કરી દીધી છે. દુકાનોના બોર્ડ જે ક્યાંક ક્યાંક ગુજરાતી લિપિમાં જોવા મળતા હતા તેમાં પણ હવે આ મરાઠી નેતાઓને વાંધો પડવા માંડ્યો છે.

જો વાસ્તવમાં જોઇએ તો મહારાષ્ટ્રની મરાઠીભાષી આમજનતા અને ખાસ કરીને ભણેલી જનતા આવી નથી. પણ તેની જે નેતાગીરી છે તે આવી સંકૂચિત છે. સંકૂચિત હોવું એ નબળા મનની નિશાની છે અને સંકૂચિત મનવાળી વ્યક્તિ સૌ પ્રથમ ભ્રષ્ટ થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શિવસેનાએ અને એમએનએસે પોતે દેશપ્રેમી થવાની જરુર છે. “નરેન્દ્ર મોદીએ આમ કરવું જોઇએ અને નરેન્દ્ર મોદીએ તેમ કરવું જોઇએ” એવા દેકારા પડકારા કરવાથી દેશપ્રેમ સિદ્ધ થતો નથી.  જેમ દેશમાં અનેક ધર્મ હોય છે તેમ દેશમાં અનેક ભાષા હોય છે. જેમ બીજા ધર્મો પ્રત્યે આદાર હોવો જોઇએ તેમ બીજી ભાષા પ્રત્યે પણ આદર હોવો જોઇએ. જો તમે બીજી ભાષાનો અનાદર કરો તો તમારી દેશભક્તિમાં સાચે જ કચાસ છે.

જો કે આ બંને ભાષાના ઝનૂનપક્ષો કોંગ્રેસની પહેલાં નષ્ટ પામી જશે.

નબળા મનની ગુજરાત નહેરુવીયન કોંગ્રેસ

૧૯૭૨માં ચિમનભાઈ પટેલનો “પંચવટી”વાળો કિસ્સો પ્રપંચવટી તરીકે ઓળખાયો હતો. આ સમયમાં ઇન્દિરા ગાંધીનો ચડતો સિતારો હતો. જેમ પાકિસ્તાનની રચના જુઠાણા ઉપર થઈ છે તેમ ઇન્દિરાગાંધીના કોંગ્રેસ (આઈ) એટલે કે કોંગીની રચના જુઠાણા ઉપર થઈ હતી. રાષ્ટ્રપતિ પદના કોંગ્રેસના ઉમેદવાર સંજીવરેડ્ડી હતા. પણ ઇન્દિરા ગાંધીને તે પસંદ ન હતા. એટલે તેમણે વીવી ગિરીને ઉભા કરેલ અને પક્ષમાં “અંતરાત્માના અવાજ પ્રમાણે” મત આપવો એ શબ્દ પ્રયોગ કરી વીવી ગિરીનો પ્રચાર કરેલ. વીવી ગિરી જીતી પણ ગયા હતા. આવા અંતરાત્માઓથી નહેરુવીયન કોંગ્રેસ ફાટ ફાટ થાય છે. ૧૯૪૬માં નહેરુએ પોતે ખૂદ પોતાના અંતરાત્માના અવાજને માન આપીને વડાપ્રધાન પદની દાવેદારી કરી હશે. ઇન્દિરા ગાંધીના સમયમાં આ રોગે બધી સીમાઓ પાર કરી દીધી. ચિમનભાઈ પટેલે પોતાના વિધાનસભ્યોને પંચવટી ફાર્મમાં હરણ કરી રાખ્યા હતા. એ પછી આપણા શંકરસિંહે ધારાસભ્યોના હરણ કરી ખજુરાહોમાં રાખ્યા હતા. હાલમાં ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સદસ્યોને શક્તિસિંહ ગોહેલે બેંગલોર નજીકના કોઈ રીસોર્ટમાં હરણ કરી રાખ્યા છે. “અપહરણ” શબ્દ આપણે નથી વાપરતા. કારણ કે સીતાનું હરણ થાય તો તેને સીતાનું અપહરણ થયું એમ કહેવાય. પણ સુભદ્રાનું હરણ થાય તો તેને સુભદ્રાનું અપહરણ થયું એમ ન કહેવાય.  અપહરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોતી નથી. હરણમાં પરસ્પર પ્રેમની ભાવના હોય છે.  પણ ઉપરોક્ત નહેરુવીયન કોંગ્રેસી હરણોમાં પરસ્પર પ્રેમની ભાવના તો નથી પણ હરણ પામેલા આત્માઓ તેમના “અંતરાઅત્માના અવાજ પ્રમાણે” રાજસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો …? આ ભય છે.

આમ તો આમાં બે બાપુઓ આમને સામને છે. જો કે પ્રોક્સી યુદ્ધમાં બીજેપી સામેલ છે. વિધાન સભાના છ સભ્યો ઑલરેડી બીજેપીમાં ભળી ગયા. નહેરુવીયન કોંગ્રેસને પોતાના પક્ષના વિધાન સભ્યો ઉપર વિશ્વાસ નથી. પણ આવું જાહેરમાં તો કહેવાય કેમ?

જે પક્ષ પોતાને (લેવા દેવા વગર) દેશની સ્વાતંત્ર્યની લડતને પોતાની ધરોહર માને છે તે પક્ષના પ્રમુખને પોતાના સાદા સદસ્ય ઉપર નહીં પણ વિધાનસભાના સદસ્યની નીતિમત્તા ઉપર અને નિડરતા ઉપર એટલી બધી શંકા છે કે ….

ઇન્દિરા ગાંધીનો જમાનામાં વિજાણું ઉપકરણો એવા ન હતા કે તમે ધમકી આપનારને કે લલચાવનારના ઉચ્ચારણોને અને મુલાકાતોને વિજાણું ઉપકરણોની મદદથી દ્ર્ષ્ય શ્રાવ્યમાં રેકૉર્ડ કરી શકો. જો કે ઇન્દિરા ગાંધી, પોતાના વિરોધીઓના શ્રાવ્ય સંવાદો ગેરકાયદેસર રેકૉર્ડ કરવતી હતી. “મોઈલી પ્રકરણ” પ્રકાશમાં આવેલ.

હાલના સમયમાં હવે તો તમે તમારી ઉપર આવતા ફોનકૉલ અને તમને રુબરુમાં મળતા માણસોની વાતો અને પ્રસંગોને રેકૉર્ડ કરી શકો છો. ધારો તો તેમને બહુ સહેલાઈથી ઉઘાડા પાડીને યુ-ટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર ઉપર અને તમારી માનીતી ટીવી ચેનલો ઉપર પણ ફેલાવી શકો છો. આ બધું એક દમ સરળ છે. તમે બીજેપીવાળાઓની અને તેમના સહાયકોની રેવડી દાણાદાણ કરી શકો છો. જો કોઈ પોલીસ અધિકારી સંડાવાયેલો હોય તો તેને ઉઘાડો પાડીને બરતરફ કરાવી શકો છો. ન્યાયતંત્ર એટલું બધું તો ખાડે ગયું જ નથી કે તમે આવું કશું ન કરી શકો.

પણ આ નહેરુવીયન કોંગ્રેસીઓ આ વાત ઉપર મૌન છે.  એ લોકો તો માને છે કે કે જો તેમના વિધાન સભાના સદસ્યો ગુજરાતમાં ક્યાંય પણ હશે તો તે ફૂટી જશે. તેથી આવા એક કે બે નહીં પણ … પૂરા ૪૨ સદસ્યોને બેંગલોર ભેગા કરવા પડ્યા કે જ્યાં નહેરુવીયન કોંગ્રેસનું રાજ ચાલે છે. વળી આ સદસ્યોના  મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યા જેથી કોઈ (બીજેપીવાળા) તેઓને ફોન ઉપર ધમકી કે લાલચ આપી ગભરાવી કે લલચાવી ન શકે. અમારા નહેરુવીયન કોંગ્રેસના સદસ્યો તો બિચારા ગભરુ હરણ જેવા છે. હા જી, અમે ગુજરાત વિધાનસભા માટે એવા જ ઉમેદવારો પસંદ કરીએ છીએ.

આવા ડરપોક અને દહીં-દુધીયા નહેરુવીયન કોંગ્રેસના વિધાનસભાના સભ્યો પાસેથી તમે દેશપ્રેમની શી આશા રાખી શકો છો?

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૩

ઊંટના જેમ અઢારે અંગ વાંકા છે તેમ નહેરુવીયન કોંગ્રેસના અઢારે અંગ વાંકા છે. આપણા ગુજરાતી કવિ દલપતરામે “ઊંટ કહે આ સમામાં …. “ વાળી એક કવિતા લખી હતી. જે અહીં જેટલી યાદ રહી તેટલી નીચે લખી છે.

ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ ને પક્ષીઓ અપાર છે.

બગલાની ડોકવાકીં, પોપટની ચાંચ વાકી,

વાઘના તો નખવાંકા, વારણના શીંગવાંકા,

કુતરાની પૂંછ વાંકી, હાથીની તો સુંઢવાંકી,

ભેંસના તો શીંગવાંકા, શીંગડાનો ભાર છે,

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,

અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે.

ઊંટભાઈનો તો જરાપણ વાંક નથી. જેમ મનુષ્યો ગધુભાઈની વાત કરે ત્યારે ગધુભાઈનો જરાપણ વાંક હોતો નથી. આ બધી પ્રતિકાત્મક વાતો છે. એટલે ઊંટભાઈઓ અને ગધુભાઈઓ માફ કરે. જોકે ગધુભાઈઓ અને ઊંટભાઈઓએ એવી કોઈ માગણી નથી કરી કે તમે અમારી માફી માગો. તો પણ આપણે માફી માગી લેવી જોઇએ. જેમકે ગૌમાતાએ કદી એવી માગણી કરી નથી કે મને તમે માતા અને માતાજી (દેવી) માનો અને મારી પૂજા કરો. પણ આપણે ભારતીયો થેંકલેસ (કૃતઘ્ન)   નથી કે કોઈ માગણી કરે તો જ બદલો ચૂકવીએ. આપણે તો જે કોઈ આપણને કામ આવે તેની ઉપકારવશ થઈ પૂજા કરીએ. સમૂદ્ર, શસ્ત્રો, ચોપડા, પુસ્તક, ઘર, વિગેરે અનેક વસ્તુઓ છે, જે આપણા કામમાં આવે છે અને આપણે તેની પૂજા કરીએ છીએ. વળી કેટલાક પ્રાણીઓને તો દેવી દેવતાના વાહનો માનીને દેવી દેવતાઓ સાથે તેમને પણ અબીલ, ગુલાલ, કંકુ, ફુલ વિગેરે ચડાવીએ.

પણ આપણી મૂળ વાત નહેરુવીયન કોંગ્રેસી ઉંટની છે. જેના અઢારે અંગ વાંકા છે એટલું જ નહી, એની બુદ્ધિ, મન અને આચાર પણ વાંકા છે.

નહેરુવીયન કોંગ્રેસમાં બુદ્ધિ છે તેમના માનવા પ્રમાણે બુદ્ધિનો ઉપયોગ સર્વ પ્રથમ પોતાને ટકી રહેવા માટે વાપરવાનો અને પછી આપણા વાહલાઓ માટે વાપરવાનો. જો ટકી રહેવા માટે લોકોનું કામ કરવાની જરુર પડે તો તેને વાંકી રીતે જ કરવાનું જેથી કામ કરતાં આપણું હજારગણો વધુ બદલો મળે.

તમે કહેશો કે નહેરુવીયન કોંગ્રેસ સારાકામો પણ વાંકી રીતે કરે છે તેવું શા માટે કહેવાય? પણ આ કંઈ કોઈ સામાન્ય માણસે કરેલી શોધ નથી. ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે જ ઇન્દિરા ગાંધી વિષે કહેલ કે તે સીધા કામ પણ વાંકી રીતે કરે છે. આ તો જયપ્રકાશ નારાયણનું તારણ હતું. પણ જો આપણે માહિતિવગરના તારણને માન્ય ન રાખતા હોઈએ તો તત્કાલિન ઉદાહરણ એ હતું કે “નવનિર્માણના આંદોલન”નો હેતુ ભ્રષ્ટાચાર હટાવવાનો હતો. એટલે પ્રથમ માગણી મુખ્ય મંત્રી (ચિમનભાઈ પટેલને) દૂર કરવાની હતી. બીજી માગણી વિધાનસભાનું વિસર્જન કરવાની હતી. તત્કાલિન વિધાનસભામાંના ૧૬૨ સદસ્યોમાંથી નહેરુવીયન કોંગ્રેસના ૧૪૦ સદસ્યો હતા. મોરારજી દેસાઈના ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસ માટે ૧૪૦ બેઠકો જીતવી લગભગ અશક્ય હતું. પણ ૧૯૭૧નું પાકિસ્તાન સાથેનું જે યુદ્ધ ભારત પોતાની ભૌગોલિક અનુકુળતા અને પાકિસ્તાન પોતાની ભૌગોલિક અને રાજકીય પ્રતિકુળતાને કારણે જીતી ગયેલ તેનો ઇન્દિરાગાંધીએ ભરપૂર લાભ લીધો અને ૧૯૭૨નું ગુજરાતની વિધાનસભામાં ૧૪૦ બેઠકો જીતી ગયેલ. મુખ્ય મંત્રીને હટાવવા પોષાય તેમ હતું કારણકે આમેય તે ઇન્દિરા ગાંધીની પસંદગીના ન હતા પણ બહુમતિ સદસ્યોએ તેમને ચૂંટેલા. એટલે નવ નિર્માણનું આંદોલનનું પ્રથમ ધ્યેય ઇન્દિરા ગાંધીને પણ મન પસંદ હતું. નહેરુવીયન કોંગ્રેસીઓ ૧૯૮૦ પછી એમ પણ કહેતા હતા કે નવનિર્માણનું આંદોલન તો ઇન્દિરા ગાંધીએ જ કરાવેલ. (જો કે આ તો “કહેતા બી દિવાના ઔર સુનતા બી દિવાના” જેવી વાત છે. આપણે તેની ચર્ચા નહીં કરીએ).

વિધાનસભાનું વિસર્જન ઇન્દિરા ગાંધીને પોષાય તેમ ન હતું. આંદોલન અને માગણી પ્રબળ હતી. મોરારજીભાઈની સંસ્થા કોંગ્રેસ અને બીજા અપક્ષ ધારા સભ્યોએ તો રાજીનામા આપીજ દીધેલ. અત્યારે જેમ પાટીદારના આંદોલનને ગુજરાતના સમાચાર પત્રો અને ટીવી ચેનલો બહોળી પ્રસિદ્ધિ આપે છે તેમ તે વખતે આથી પણ વધુ પ્રસિદ્ધિ સમાચાર પત્રો આપતા હતા. કારણ એ હતું કે તે આંદોલન કોઈ એક કોમની સંકુચિત મનોવૃત્તિને પોષવા માટે ન હતું પણ વ્યાપક હિત માટે હતું. પાટીદારોનું આંદોલન જો તે વખતે થયું હોત તો તે વખતના યુવકો પાટીદારોને વીણી વીણીને મારત.

નહેરુવીયન કોંગી ધારાસભ્યો ઉપર રાજીનામા માટે ધોંસ વધતી જતી હતી એટલે લગભગ ૧/૩ જેટલા ધારા સભ્યોએ રાજીનામું આપી દીધું. કોઈને પણ શંકા ન હતી કે આવી ખંડિત ધારાસભા ચાલી શકે. તો પણ ઇન્દિરા ગાંધી તે વિધાનસભાને વિસર્જિત કરવામાં માનતી ન હતી. તે સમય પસાર કરવા માગતી હતી. એટલે તેણે વિધાન સભા નિલંબિત (સસ્પેન્ડ) કરી દીધી. પણ વિસર્જનની માગણી ચાલુ રહી. મોરારજી દેસાઈ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. ગુજરાતના આંદોલનની મુલાકાત દેશના નેતાઓ લેવા માંડ્યા. ઇન્દિરા ગાંધીએ અંતે વિધાનસભાનું વિસર્જન કર્યું. કદાચ આવા કારણ થી જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધી વિષે કહેલ કે તે સીધા કામ પણ વાંકી રીતે કરે છે.  આ તો આપણે સીધા કામની વાંકી રીતની વાત કરી. વાંકા કામની વાંકી રીતો વાળી, નહેરુવીયન કોંગ્રેસને લગતી  તો અનેક કથાઓ છે.

(૧) મહાગુજરાતનું ૧૯૫૬નું આંદોલનઃ ગાંધીજીએ કહેલ કે ભાષાવાર રાજ્ય રચના કરવી જેથી આમ જનતા પણ પોતાની ભાષામાં સરકાર સાથે સંવાદ કરી શકે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં પોતાની ભાષાના રાજ્ય માટે આંદોલન ચાલુ થયાં. તેમ ગુજરાતમાં પણ મહાગુજરાતનું આંદોલન થયું. જો ભાષાવાર રાજ્ય રચના થાય તો ૧૯૫૭માં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવે તેમ હતું.  પોતાનો લાભ જોવામાં નહેરુવીયન કોંગ્રેસે દ્વિભાષી રાજ્ય ( મુંબઈ ઈલાકો એટલે કે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ, મુંબઈ, મહારાષ્ટ્ર અને કર્નાટકનો અમુકભાગ) કર્યું. મુંબઈ શહેરનો પ્રશ્ન ઉભો કરી ગુજરાતી અને મરાઠી લોકોને ઝગડાવ્યા. ઓળઘોળ કરીને બધો વાંક મોરારજી દેસાઈ ઉપર ઢોળ્યો. મોરારજીને મહારાષ્ટ્રમાં બદનામ કર્યા. જેમ ચીન સાથેના યુદ્ધના પરાજયમાં બધો દોષ વીકે મેનન ઉપર ઢોળેલ તેમ. કટોકટીનો દોષ બધો સંજય ગાંધી ઉપર અને સરકારી અધિકારીઓ ઉપર ઢોળેલ.

નહેરુવીયન કોંગ્રેસ પટેલોને કેવી રીતે ફસાવી શકી છે?

પહેલાં એ સમજી લો કે નહેરુવીયન કોંગ્રેસ એક માયાવી રાક્ષસ છે. રાક્ષસ સહેલાઈથી મરતો નથી. તેને એક ઈશ્વર વરદાન આપે તો કોઈ તેને મારી શકતું નથી. શિવ, વિષ્ણુ, ગણેશ, કાર્તિકેય કે માતાજી એ આવવું પડે છે. રાક્ષસનું એક ટીપું ધરતી ઉપર પડવું ન જોઇએ. નહીં તો તેમાંથી વળી રાક્ષસો પેદા થાય. જેમકે નહેરુવીયન કોંગ્રેસ માંથી બીજા તેના જેવા જ સંસ્કારવાળા કેટલા વંશવાદી રાક્ષસો પેદા થયા?

(૨) અમદાવદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણી ૧૯૫૬ (?)

મહાગુજરાત જનતા પરિષદના આંદોલનમાં કોંગ્રેસ સામે મોટો પડકાર અમદાવાદ શહેરમાં થયો. કોંગ્રેસ માટે ચૂંટણી લડવી મુશ્કેલ હતી.

“સર્વનાશ સમુત્પન્ને અર્ધં ત્યજતિ પંડિતઃ” જો બધું જ ગુમાવવાનુમ આવે તો શાણો માણસ અડધું ત્યજી દે છે. જેમ ઢેઢગરોળી ઉપર આક્રમણ થાય તો ઢેઢગરોળી પોતાની પૂંછડી છોડી દે છે એટલે શિકારીનું ધ્યાન ઢેઢગરોળીની પૂંછડી ઉપર જાય છે અને ઢેઢગરોળી ભાગી જઈને પોતાની જાત બચાવી લે છે.

અહીં શું થયું?

કોંગ્રેસમાંથી એક હિસ્સો છૂટો પડ્યો. એનું નામ બન્યું નાગરિક પક્ષ. એ ચૂંટણી લડ્યો. કોંગ્રેસ ચૂંટણી લડી જ નહીં. તે વખતે શેઠીયાઓ વિશ્વસનીય ગણાતા અને ગરીબ પૈસાદાર વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. અમદાવાદની જનતા સમજી આ તો મહાગુજરાત જનતા પરિષદ જ છે. નાગરિક પક્ષ જીત્યો. બધું થાળે પડ્યું એટલે નાગરિક પક્ષે પોતાનો  કોંગ્રેસમાં વિલય કર્યો.

(૩) ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં હાર મળેલ એટલે નહેરુએ ૧૯૫૦ના દશકામાં છૂટા પડેલ પ્રજાસમાજવાદી પક્ષને પટાવીને કોમ્ગ્રેસમાં ભેળવી દીધેલ.

(૪) ૧૯૭૭માં જનતા પ્રવાહમાં નહેરુવીયન કોંગ્રેસમાંથી તૂટી યશવંતરાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો. અને ૧૯૮૪માં વળી પાછો નહેરુવીયન કોંગ્રેસમાં તેનો વિલય કર્યો.

(૫) ૧૯૭૯માં જગજીવનરામે રીયલ કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો અને ૧૯૮૦-૮૧માં તેનો નહેરુવીયન કોંગ્રેસમાં વિલય કર્યો.

(૬) ચરણસીંગે જનતાદલ સ્થાપેલ જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસનો સહયોગી છે.

(૭) જનતાદલ માંથી છેડો પાડી લાલુ યાદવે આરજેડી સ્થાપેલ જે અત્યારે નહેરુવીયન કોંગ્રેસનો સહયોગી પક્ષ છે.

(૮) દત્તા સામંતના જોરને તોડવા નહેરુવીયન કોંગ્રેસે શિવસેનાને ઉભી કરી. ટેક્ટાઈલ મીલો પણ તોડી અને દત્તા સામંતને પણ તોડ્યો. આ શિવસેનાએ ૧૯૭૫માં, કટોકટીમાં ઇન્દિરાને ટેકો જાહેર કરેલ. ૨૦૧૫માં તાજેતરમાં જ નહેરુવીયન કોંગ્રેસને જીવાડવા શિવસેનાએ બિહારમાં પોતાના સહયોગી પક્ષ બીજેપીનો વિરોધ કર્યો, પોતાના ઉમેદવાર ઉભારાખ્યા અને નીતીશકુમાર જેણે બિહારી – બાહરી જેવા વિભાજનવાદી નિવેદનો આપ્યા તે નીતીશકુમારને આ શિવસેનાએ અભિનંદન આપ્યા અને બીજેપીની નિંદા કરી.

(૯) વાસ્તવમાં મહારાષ્ટ્રમાં જો નોકરી, લારીગલ્લાના અને જાહેર માર્ગો પર થતા અતિક્રમણવાળા વ્યવસાયમાં મરાઠી હિતોને નુકશાન કરતા હોય તો મુંબઈ માટે આ બાહરી લોકો પણ છે. પણ શિવસેના નહેરુવીયન કોંગ્રેસનો સાંસ્કૃતિક હિસ્સો હોવાથી તે કદી નહેરુવીયન કોંગ્રેસને નુકશાન થાય તેવું નહીં કરે. પોતાને ફાયદો થવો જોઇએ અથવા તો નહેરુવીયન કોંગ્રેસને ફાયદો થવો જોઇએ. બીજેપીને નુકશાન થાય તો વાંધો નહીં. આવું શિવસેના માને છે.

(૧૦) પ્રતિભા પાટિલ ના આર્થિક હિતો વિવાદ થી પર ન હતાં, તો પણ આ જ શિવસેનાએ પ્રતિભા પાટિલની પ્રમુખપદની ઉમેદવારીમાં પ્રતિભા પાટિલ નહેરુવીયન કોંગ્રેસની ઉમેદવાર હતી તો પણ તેને ટેકો આપેલ. આમ સાંસ્કૃતિક રીતે શિવસેના કહો કે એમએનએસ કહો, તે નહેરુવીયન કોંગ્રેસની પૂંછડીઓ છે. નહેરુવીયન કોંગ્રેસ એવી ઢેઢગરોળી છે જે પોતાની પૂંછડીઓને અળગી પણ રાખે છે અને જોડે છે પણ ખરી. નહેરુવીયન કોંગ્રેસ સાદી ઢેઢગરોળી નથી. નહેરુવીયન કોંગ્રેસ માયાવી ઢેઢગરોળી છે. (ઢેઢગરોળીમાં વપરાયેલ શબ્દને ઢેઢ શબ્દ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ ઉધરસ છે તેમ ઢેઢગરોળી છે. જેમ કાકીડાને કાકી સાથે કોઈ લેવા દેવા નથી. પૂછો રાજકોટના રહેવાસીઓને. છતાં પણ જો કોઈ જાતિને દુઃખ થયું હોય તો ક્ષમા કરે.)

જેમ પાટીદારોની જાતિવાદી માગણીઓને સરદાર પટેલના સિદ્ધાંતો સાથે કશી લેવા દેવા નથી ફક્ત પટેલ શબ્દ સમાન છે. શિવાજીને અને શિવસેનાને કશી લેવા દેવા નથી. ફક્ત શિવ શબ્દ સમાન છે. આવું તો બધું ઘણું છે. નહેરુવીયન કોંગ્રેસને અને ગાંધીજીના સિદ્ધાંતોને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. ગાંધીજીના સિદ્ધાંતોનું હનન કરવામાં નહેરુ અને નહેરુવીયન કોંગ્રેસ પ્રારંભથી જ અગ્રેસર રહી છે. ગાંધી ટોપી જ ફક્ત સમાન છે. “આયારામ ગયારામ” ના રાજકારણને “સીતારામ”( સીતાના રામ) ના  સિદ્ધાંતો સાથે કશો સંબંધ નથી. ફક્ત રામ શબ્દ જ સમાન છે.

તો શું નહેરુવીયન કોંગ્રેસ પટેલોને બેવકુફ બનાવી રહી છે?

બધા પટેલો બેવકુફ ન હોય. પણ તેનો અર્થ એવો નથી કે પટેલોમાં બેવકુફ કોઈ હોય જ નહીં.

નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે પટેલો માટે ઘણું કર્યું છે.

ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા)

૧૯૬૭ની ચૂંટણીમાં ભાઈલાલભાઈ પટેલને મુખ્ય મંત્રી બનવામાં એક વહેંત જેટલું છેટું રહી ગયું. ભાઈલાલભાઈ પટેલ જેવી મહાન હસ્તીને જમીનદારોના અને ગરાસદારોના પીઠ્ઠુ, સત્તા લાલચી, જેવા વિશેષણો થી નવાજી તેમને હલકા ચીતરવામાં નહેરુવીયન કોંગ્રેસે કશું બાકી રાખ્યું ન હતું.

ચિમનભાઈ પટેલ

૧૯૭૨ની ગુજરાત વિધાનસભામાં નહેરુવીયન કોંગ્રેસના બહુમતિ સભ્યો ચિમનભાઈ પટેલના ટેકામાં હતા. તેમને ૧૯૭૨માં ચૂંટાયેલા બહુમતિ ધારાસભ્યોનો સંપૂર્ણ ટેકો હતો. ચિમનભાઈ પટેલ તો નહેરુવીયન કોંગ્રેસના જ હતા. ચિમનભાઈ પટેલ એક જોરદાર નેતા હતા. છતાં પણ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસે તેમને મુખ્ય મંત્રી બનાવવામાં અખાડા કર્યા હતા તે વાત ઇતિહાસને ચોપડે નોંધાયેલી છે. એટલે નહેરુવીયન કોંગ્રેસે આ બાબતમાં ઘણા સવાલોના જવાબો આપવાના છે. કારણ કે ચિમનભાઈ પટેલે, કોંગ્રેસના કુળદેવી ઇન્દિરા ગાંધીને મચક આપેલી નહીં. ચિમનભાઈને નહેરુવીયન કોંગ્રેસમાંથી બરખાસ્ત કરેલ. એટલે ચિમનભાઈ પટેલે, ઇન્દિરાએ તેલીયા રાજાઓ પાસેથી કેવી રીતે પૈસા કેટલા પૈસા ઉઘરાવેલા એ વિષે એક ચોપડી પણ લખેલ. એ ચોપડી કમસે કમ તેમના સુપુત્ર પાસે તો હોવી જ જોઇએ.

આમ નહેરુવીયન કોંગ્રેસ કહે છે કે અમે સત્તામાં હતા ત્યારે અમે પટેલો માટે ઘણું કર્યું એ નિર્ભેળ જુઠાણું છે. તેથી જ નહેરુવીયન કોંગ્રેસ તે બાબતમાં માહિતિ આપશે નહી. “બોલે તો બે ખાય” ના શબ્દ પ્રયોગના પરિપેક્ષ્યમાં નહેરુવીયન કોંગ્રેસીઓએ શું શું કર્યું હતું તે તેઓ ફોડ પાડીને કહેવાની સ્થિતિમાં નથી.

સરદાર પટેલ

નહેરુએ સરદાર પટેલને માટે જે શબ્દો હૈદરાબાદમાં વાપરેલા તે ઇતિહાસના પર્ણો ઉપર વિદ્યમાન છે. દેશની એકતા ખાતર અને કટોકટીને સમયે કોંગ્રેસને તૂટતી બચાવવા સરદાર પટેલે પોતાને થયેલા અપમાનોના કડવા ઘૂંટ ગળેલા.  જે પટેલોના પિતાશ્રીઓએ અને દાદાશ્રીઓએ નહેરુવીયન કોંગ્રેસની ગાળો ખાધી, લાઠીઓ ખાધી અને કટોકટીમાં વિનાવાંકે જેલમાં ગોંધાયા, તે પટેલોના સંતાનો આજે નહેરુવીયન કોંગ્રેસના ખોળામાં બેસી ગયા એ તેમના સાંસ્કૃતિક પતનનો સંકેત છે અને વિધિની વક્રતા પણ છે.

નહેરુવીયન કોંગ્રેસે પટેલો માટે શું કર્યું અને કે બીજેપીએ શું ન કર્યું તેનું તેઓ કોઈ લીસ્ટ આપી નહીં શકે. આમેય તર્ક અને માહિતિપૂર્ણ વાત કરવી તે નહેરુવીયન કોંગ્રેસીઓમાં અને તેમના સાંસ્કૃતિક સાથીઓના (જેમાં હવે અમુક પટેલોએ નામ નોંધાવ્યું છે) સંસ્કારમાં નથી.

જ્યારે અમુક પટેલો અનામત માટે મુસ્લિમ થઈ જવાની ઈચ્છા પણ ધરાવતા હોય ત્યારે તેમના પતનને કોણ રોકી શકે? પટેલો કયા મુસ્લિમ થશે? શિયા કે સુન્ની કે અહેમદીયા? સુફી મુસ્લિમ તો નહીં જ થાય. કારણ કે આ સંતાનોને તો તે સંસ્કારથી બારગાઉનું છેટું છે.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ  નહેરુવીયન કોંગ્રેસ, ઊંટ, વાંકા અંગ, ગૌમાતા, પૂજા, જયપ્રકાશ નારાયણ, નવનિર્માણ, આંદોલન, વિધાન સભા, સદસ્ય, વિસર્જન, ચિમનભાઈ પટેલ, મુખ્ય મંત્રી, ૧૪૦ સદસ્ય, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, મહાગુજરાત જનતા પરિષદ, દ્વિભાષી રાજ્ય, માયાવી રાક્ષસ, ઢેઢગરોળી, પૂંછડી, બિહારી, બાહરી, પ્રતિભા પાટિલ, શિવસેના, શિવાજી, ગાંધી ટોપી, આયારામ ગયારામ. સીતારામ

Read Full Post »

નહેરુવીયનોના પરાજયોની પરંપરા અને જનતા ઉપર લદાતી કટોકટીઓ. કટોકટી નંબર – ૩

 

જવાહરીય ઇમર્જન્સી નંબર – ૧

ચીન સામે ના યુદ્ધમાં થયેલા નામોશી ભરેલા પરાજયથી પોતાની ખુરસી બચાવવા જવાહરલાલ નહેરુએ એક્ટર્નલ ઇમર્જન્સી નાખેલી અને કામરાજ પ્લાન દ્વારા પોતાનું પક્ષ ઉપર કેવું પ્રભૂત્વ છે તે બતાવેલું. પ્રીન્ટમીડીયાના બેવકુફ મૂર્ધન્યોને લાંબી અક્કલ ન હોવાથી મોટાભાગની કવરેજ મોરારજી દેસાઈને વગોવવામાં આપેલ.

 

ઇન્દીરાઈ ઇમર્જન્સી કટોકટી નંબર – ૨.

એ પછી ઈન્દીરાગાંધીના સમયમાં તેના વહીવટી નિસ્ફળતાઓથી અને કાયદાઓના અને ન્યાયાલયના નિર્ણયોની અવમાનતાથી ઇન્દીરાગાંધીની ખુર્સી ભયમાં આવી પડેલી. પોતે ઉભી કરેલી બધી સમસ્યાથી પ્રજાનું ધ્યાન બીજે દોરી પોતાની ખુર્સી બચાવવા ઇન્દીરા ગાંધીએ ઇન્ટર્નલ ઇમર્જન્સી દાખલ કરેલી. સમાચાર માધ્યમોને બળજબરી પૂર્વક અંકૂશમાં રાખેલ.

પણ ગાંધીવાદી નેતાઓ જીવીત હોવાને કારણે, તેઓ વિરોધી બન્યા હોવાને કારણે અને મીડીયા મૂર્ધન્યોનો ભ્રમ ભાંગી ગયાને કારણે, ઇન્દીરા કોંગ્રેસને ૧૯૭૭માં કારમી હાર મળી.

પણ નહેરુવીય કોંગ્રેસ પોતાના પરાજયોમાંથી આત્મમંથન કરવાને બદલે અને સકારાત્મક પગલાં લેવાને બદલે પ્રતિઘાત્મક પગલાં જ લેતી આવી છે.

 

અમે કહીએ તેમ કરો. દર વખતે કંઈ અમે તમને ભઠાવતા નથી

અમે કહીએ તેમ કરો. દર વખતે કંઈ અમે તમને ભઠાવતા નથી

સકારાત્મક પગલાં શું હોઇ શકે? પ્રતિઘાત્મક પગલાં શું છે?

નહેરુએ ચીન સામેની હાર પછી સામ્યવાદીઓ પ્રત્યેની પોતાની નીતિઓમાં ધરમૂળ પરિવર્તન કરવા જેવું હતું.

 

મહાત્મા ગાંધીએ પ્રબોધેલ આર્થિકનીતિ લાગુ કરવા જેવી હતી. નહેરુએ રાજીનામુ આપી દેવા જેવું હતું. તિબેટ ઉપરનું ચીનનું સાર્વભૌમત્વ જે માન્ય રાખેલ તેને પાછું ખેંચી લેવા જેવું હતું. અમેરિકા સાથે સંબંધો સુધારવા જેવા હતા જેથી કરીને યુદ્ધમાં ગુમાવેલ લાખો ચોરસ માઇલનો પ્રદેશ પાછૉ મેળવી શકાય. લોકોએ આપેલ દાનનો યોગ્ય અને પારદર્શી વહીવટ અને હિસાબ આપવા જેવો હતો.

 

પણ નહેરુએ આવું કશું જ કર્યું નહીં. પોતાનું બધું ધ્યાન ખુરસી બચાવવા અને વિરોધીઓને નબળા પાડવા માટે કર્યું. બધી બાબતોમાં નહેરુ પોતે ઇન્દીરાને મળવાના સૂચનો કરવા માંડ્યા.

 

ઈન્દીરા ગાંધીએ પણ ઇમર્જન્સીની હાર પછી બધો દોષ ચંડાળ ચોકડી અને વહીવટી અધિકારીઓ ઉપર ઢોળી દીધો હતો.

 

ગરજ પતી એટલે શેકીને ખાઈશું

ગરજ પતી એટલે શેકીને ખાઈશું

તપાસનાં તરકટ

ચરણસીંગની બેવકુફીને કારણે જનતા પાર્ટીની સરકારનું પતન થયું અને ઈન્દીરાગાંધી ફરી સત્તા ઉપર આવ્યાં તો તેમણે સૌપ્રથમ કામ ગાંધીવાદી દ્વારા ચલાવાતી સંસ્થા ઉપર તપાસનો કોરડો ચલાવ્યો. ઈન્દીરા ગાંધીએ આ રીત રસમ અપનાવી કાંતો તેમને મૂંગા કરી દીધા અથવા તો પોતાના પક્ષમાં ભેળવી દીધા. કોઈ સકારાત્મક પગલાં ન લીધા. ન તો તેમણે જે દોષનો ટોપલો જે અધિકારી વર્ગ ઉપર ઢોળેલ તેમની સામે કશાં પગલાં લીધાં.

 

એથી ઉલ્ટું ખાલીસ્તાની ભીંદારાણવાલે ને ઉત્તેજન આપી આતંકવાદના બીજ વાવ્યાં. તે આતંકવાદ તેમના સમયમાં જ ફૂલ્યો અને સીમાપારના આતંકવાદ ના બીજ વવાયાં. ખાલીસ્તાની આતંકવાદે તેમનો જાન લીધો. આનાથી એક ફાયદો નહેરુવીયન કોંગ્રેસને એ થયો કે તે સહાનુભૂતિના મોજામાં ચૂંટણી જીતી ગઈ.

 

મોરારજી દેસાઈની સરકારે કેટલાક આર્થિક સુધારાઓ કરેલા. પણ ઇન્દીરાઈ સરકારે તેને અમલમાં આવવા દીધા ન હતા.

 

દાખલા તરીકે ઉત્પાદન વધારવા ઉપરની પબંદીઓ દૂર થઈ હતી. પણ તેનો અમલ ન થવા દેવામાં આવ્યો. પણ દૂરસંચારનું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિતનું ટેન્ડર ગ્લોબલ ટેન્ડર પ્રોસેસ થઈ ચૂક્યું હતું. એમાં પરોઠના પગલાં ભરાય તેમ નહતું પણ ઈન્દીરાની સરકારે ફ્રાન્સની કંપની અલ્કાટેલ નું ટેક્નોલોજી ટ્રાન્સફર સહિતનું ટેન્ડર પાસ કર્યું. ફ્રાન્સને ઓબ્લાઇજ કર્યું હતું કારણ કે ફ્રાન્સની સરકાર સમાજવાદી સરકાર ગણાતી હતી.

રાજીવ ગાંધીની સરકારને દૂરસંચાર ક્રાન્તિ લાવવા માટેનો યશ આપાવાયો. વાસ્તવમાં બ્યુરોક્રસી તેમને ગાંઠતી ન હતી.

 

જોકે મોરારજી દેસાઈની સરકારના બીજા નિર્ણયો અમલમાં મૂકાવાયા ન હતા. સરકારી નોકરો ખાઈ બદેલા હતા. રાજીવગાંધી સામાન્ય વ્યક્તિ હતા. સામાન્ય કક્ષાનો માણસ લાલચોમાં આવી જાય. એ પ્રમાણે રાજીવ ગાંધી બોફોર્સ મામલામાં ફસાઈ ગયા અને ચૂંટાણી હારી ગયા. આતંકવાદ પણ ખૂબ ફૂલ્યો ફાલ્યો અને વી પી સીંઘ અને ચંદ્રશેખરના પ્રયત્નોથી તેનો અંત આવ્યો.

 

રામમનોહર લોહીયા એ કહેલ કે વિરોધપક્ષના નેતાઓની ઈચ્છા હશે ત્યાં સુધી નહેરુવીયન કોંગ્રેસ સત્તા ઉપર રહેશે

રામમનોહર લોહીયા એ કહેલ કે વિરોધપક્ષના નેતાઓની ઈચ્છા હશે ત્યાં સુધી નહેરુવીયન કોંગ્રેસ સત્તા ઉપર રહેશે

બીન નહેરુવીયન કોંગ્રેસી પક્ષોના અમુક નેતાઓની બેવકુફીઓને કારણે નહેરુવીયન કોંગ્રેસ સત્તા ઉપર આવે છે તે પ્રમાણે નરસિંહરાવની સરકાર ફરીથી સત્તા ઉપર આવી.

પણ નરસિંહરાવ એક સક્ષમ નેતા હતા. અને તેમણે મોરારજી દેસાઈએ કરેલા ઔદ્યોગિક સુધારા લાગુ કર્યા અને નવા આર્થિક સુધારા પણ કર્યા.

 

કોનાબાપની દીવાળીઃ

જમવામાં તો જગલો જ જોઇએ એટલે કે કિર્તી તો નહેરુવીયનોને જ મળવી જોઇએ.

આર્થિક સુધારા થાય અને દેશ એક નોન-નહેરુવીયન વ્યક્તિથી ઉંચો આવે તો નહેરુવીયન વંશજોને નાલેશી લાગે અને તેમની બદનામી થાય. તેમણે સ્થાપિત કરેલી તેમની ઉજ્જવળ પ્રતિભાઓ ખંડિત થાય. અમર થવાની ઘેલછામાં કદાચ તેમણે ઠેર ઠેર સ્થાપેલા બાવલાઓ ભવિષ્યમાં હટી પણ જાય.

 

 

જે ચક્રવર્તી મહારાણી અને મહારાજાના સામ્રાજ્ય ઉપરથી કદીય સૂરજ આથમતો ન હતો તેમણે વિશ્વમાં અને ભારતમાં ઠેર ઠેર પોતાના બાવલા મુકાવેલા તેના બાવલાઓ જો સ્વતંત્ર ભારતની સરકારો હઠાવી લે તો આ ઠગ, ભ્રષ્ટ અને નીંભર નેતાઓના બાવલા તો ગમેત્યારે હટી શકે છે. નહેરુવીયનોને આ વાત કેમ પોષાય? વળી પૈસા વેરીને ચૂંટણીઓ જીતી શકવાની શક્યતાઓ તો છે જ. એવે સમયે જો નહેરુવીયન ફરજંદ ન હોય તો ચૂંટણી હારી પણ શકાય છે. એટલે નરસિંહ રાવ યશ લઈ જાય તે નહેરુવીયનો અને તેના ઉપાસકોને પોષાય નહીં. પ્રજા ગરીબ હોય તો રાજકારણમાં ટકી રહેવા માટે પણ પૈસા તો જોઇએ જ.

 

વિકાસની અનુભૂતિઃ

બાજપાઇએ વિકાસની વ્યાખ્યા આપી અને તેની અનુભૂતિ કરાવી એટલે વિકાસને સદંતર અવગણી તો ન જ શકાય. તેથી નહેરુવીયન કોંગ્રેસ ૧૦૦ રુપીયાની જગ્યાએ હજાર ખર્ચીને પણ વિકાસની હવા ફેલાવી શકાય તે બતાવ્યું છે. અને આવું થાય એટલે પૈસા ગજવે થાય જ.

અયોગ્ય અને સામાન્ય કક્ષાનો માણસ વહીવટદાર બને તો આવું જ થાય. અને આવું થાય ત્યારે સત્ય ક્યારેક તો છપરે ચડે જ.

 

અત્યાર સુધીના નહેરુવીયન કોંગ્રેસના કૌભાન્ડો વિતંડાવાદ ઉભોકરી વિવાદાસ્પદ બનાવી શકાતા હતા. પણ બાજપાઈની સરકારે બનાવેલો જનમાહિતી અધિકાર કોંગ્રેસે ભૂલભૂલમાં પાસ કરી દીધો અને તેથી એકપછી એક કૌભાન્ડો બહાર આવતા ગયા. અને તેને નકારી શકાય તેવું બની શકે તેમ ન હતું.

 

પણ નહેરુવીયનોનું અને નહેરુવીયન કોંગ્રેસના નેતાઓનું કલ્ચર છે કે “હમ સુધરેંગે નહીં (જનહિત કે લિયે).

 

હર્શદ મહેતાનું સીક્યોરીટી કૌભાન્ડ, નકલી સ્ટેમ્પ પેપરનું કૌભાન્ડ, રીઝર્વબેંકનું બનાવટી ચલણી નોટો છપાવવાનું કૌભાન્ડ, ૨-જી નું કૌભાન્ડ, કોમનવેલ્થ ગેમનું કૌભાન્ડ, અનાજનો બગાડ અને તેની આયાતનું કૌભાન્ડ, ક્રુડ આયાતમાં દાણચોરી અને તેમાટે ઢીલા ચેકીંગમાટે ના પરિપત્રો ઇસ્યુ કરવામાં કોંગી સહયોગીની મીલીભગત, આદર્શ ટાવરનું કૌભાન્ડ,   વિગેરે વિષે ઘણુંજ કહેવાયું છે. અને તેનો અંત નથી.

 

આ બધામાં વડાપ્રધાન અને નહેરુવીયન કોંગ્રેસના અને તેના સહયોગી પક્ષોના બધા જ ટોચના નેતાઓ સંપૂર્ણરીતે સામેલ છે તે વાત બેવકુફો જ નકારી શકે.

 

દેશ આ બધાને કારણે ત્રીજી કટોકટી તરફ જઈ રહ્યો છે.

 

નહેરુવીયન કોંગ્રેસ આને કેવીરીતે હેન્ડલ કરશે?

 

જનતાએ, વિરોધ પક્ષોએ અને પોતાને જેઓ પોતાને રાજકીય સામાજીક કે આર્થિક વિશ્લેષકો અને તટસ્થ મૂર્ધન્યો ખપાવવામાં માને છે તેમણે ખાસ વાતો સમજવાની છે.

 

ગરુડે ચઢી આવો ગિરધારી

ગરુડે ચઢી આવો ગિરધારી

નહેરુવીયન નેતાઓ અને નહેરુવીયન કોંગ્રેસ સાથે જેઓ છે તેઓ, નહેરુવીયન નેતાઓની જ આડ પેદાશ છે.

 

તેઓનું મુખ્યધ્યેય યેનકેન પ્રકારેણ સત્તા હાંસલ કરવી અને યેનકેન પ્રકારેણ ટકાવવી એ છે

તેમનો ઈતિહાસ જ આવો છે અને તેઓની ઉપાસ્યા ઈન્દીરા ગાંધી આજની તારિખમાં પણ છે. ઈન્દીરા ગાંધીએ સત્તા ટકાવી રાખવા માટે કઈ હદે ગયેલી તેથી તમે અજાણ નથી જ.

We can do every thing

We can do every thing

નહેરુવીયન કોંગ્રેસીઓ મીડીયાને ખરીદી શકે છે. અને આજની તારીખમાં મીડીયા વેચાઈ જવા તૈયાર છે. ઘણા વેચાઈ ગયા છે. તેની સાબિતી જોઇતી હોય તો નીચે છે.

 

સુબ્રહ્મનીયન સ્વામીના નિવેદનો ઉપર જે અંધકાર રાખ્યો છે તે એક સાબિતી છે.

http://www.youtube.com/watch?v=QZItyW0tcmU&NR=1

Swami Subramanian on Rahul Gandhi’s detention at US Air port

તેજ પ્રમાણે ભૂતપૂર્વ ઈન્કમટેક્ષ કમીશ્નર શ્રી વિશ્વબંધુ ગુપ્તાના નિવેદનો ઉપર પણ અંધકાર રાખ્યો છે તે પણ છે.

http://www.youtube.com/watch?v=VsTgAT-YC8s

vishvabandhu on swiss bank account and fraudulent actions of Nehruvians

તમને મીડીયા હમેશા નહેરુવીયનો ની ખોટી એફીડેવીટ, ખોટા સર્ટીફીકેટો, તેમના ધર્મ, તેમની વિદેશની મુલાકાતો વિષે અંધારામાં જ રાખશે.

 

બાબા રામદેવ ના કોઈ એક નાના માણસના પાસપોર્ટ વિષેની ક્ષુલ્લક બાબતો વિષે નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ ઉભો કરેલો વિવાદ છે. આ નાના મણસે પાસપોર્ટ સાથે રજુકરેલા બીન જરુરી સર્ટીફીકેટ સાચા હતા કે ખોટા એ વિષેની ક્ષુલ્લક બાબતો વિષે ઉભો કરેલો વિવાદ ચગાવાયેલો જોવા મળે છે.

 અન્ના હઝારેની કમીટીના સભ્યો વિષે પણ ઉભો કરાયેલો વિવાદ પણ જોવા મળશે.

 અન્નાહઝારેના સીવીકબોડીના સભ્યપદમાટેના માપદંડ વિષે વિવાદ ઉભો થયેલો જોવા મળશે.

 

અન્ના હઝારેને ઉપવાસ માટે સમિયાણો કોના પૈસાથી ઉભો થયેલો તેનો વિવાદ જોવા મળશે.

 બાબારામદેવની રજીસ્ટર્ડ થયેલા ટ્રસ્ટો કે જેના સરાકરી રુટીન પ્રમાણે ચેકીંગ થાય છે તો પણ તેની સંપત્તિના આંકડા કેવા છે અને રામદેવ એક બાવા છે તે વસ્તુને સાંકળીને થતી ટીકાઓ ચગાવાયેલી જોવા મળશે.

બાબારામદેવની લડત કેવી રીતે તોડીપાડી અને નિસ્ફળ બનાવી તેની આત્મશ્લાઘા કરતા કપિ સીબ્બલ અને ‘ગ્ગી વિજયના ચગાવાયેલા નિવેદનો જોવા મળશે.

અરે દિગ્ગી (પીગ્ગી) વિજયસિંહ સાહેબ, તમારા "ઓસામાજી" એમ કહેવા બદલ તેઓ આભાર વ્યક્ત કરવામાગે છે.

અરે દિગ્ગી (પીગ્ગી) વિજયસિંહ સાહેબ, તમારા "ઓસામાજી" એમ કહેવા બદલ તેઓ આભાર વ્યક્ત કરવામાગે છે.


બાબા રામદેવવિષે અસંબદ્ધ અને અભદ્રભાષામાં કરાયેલા નિવેદનો જોવામળશે.

બાબારામદેવને જો આરએસએસ અને વીએચપીવાળા સપોર્ટ કરતા હોય તો બાબારામદેવને કોમવાદી ચિતરીને તેમની નિંદા કરતા નિવેદનો ચગાવાયેલા જોવા મળશે.

નહેરુવીયન કોંગ્રેસી નેતાઓ દ્વારા લઘુમતિ તુષ્ટીકરણના કોમવાદી નિવેદનો જોવા મળશે,

લઘુમતીઓને માટે વિશેષ લાભકારી અધિકારો વિષે એક ખરડો તૈયાર થઈ રહ્યો છે તેથી

પદ્મનાભ મંદિરના ખજાનાને ગરીબો માટે વાપરવા કે નહી વિગેરેને લગતા વિવાદો ચગાવવામાં આવશે. દેશના બધી જ સમાસ્યાઓ અભરાઈ ઉપર ચડાવી દેશના લોકોને વિભાજીત કરવાના અનેક વિવાદો ઉત્પન્ન કરવામાં આવશે અને તે માટેની કોઈપણ તકને છોડશે નહીં.

 

અને તેમના ટ્રોજન હોર્સ જેવા અનેક મૂર્ધન્યો કે જેઓ વિરોધપક્ષોમાં રહેલા છે તેઓ અને તેમની વાદે ચડતા જોવામાં આવતા સાદા મુર્ધન્યો પણ તેમાં સફ્રોન ઇતિહાસ, સફ્રોન ભૂગોળ, સફ્રોન આતંકવાદ જેવા નવા વિવાદો ઉભા કરશે.

આવું ઘણું બધું થશે અને આખી ભ્રષ્ટાચારની સમસ્યાને એક બાજુપર રાખી બીન જરુરી વિવાદો ચગાવવામાં આવશે.

હવે જો ત્રીજી કટોકટી જાહેર કરવી હોય તો કોંગ્રેસ માટે બીજું શું શું કરવું જરુરી છે?

 

કોંગ્રેસને પાર્લામેન્ટમાં કટોકટીનો ખરડો પસાર કરાવવો જોઇએ. તે માટે તેને બેતૃતીયાંશ બહુમતિ જોઇએ.

શું તેની પાસે બે તૃતીયાંશ બહુમતિ છે?

એ પહેલાં તમે એ જોઇલો કે ઈન્દીરાઈ કટોકટીમાં કોણે કોણે સમર્થન કરેલું.

સામ્યવાદીઓ હંમેશા તૈયાર જ હોય છે.કારણ કે તેમને તો પારદર્શિતા પસંદ જ હોતી નથી.

જયલલિતાને અને કરુણાનીધિને બ્લેકમેલ કરીને તેમની પાર્ટીનું સમર્થન મેળવી શકાય છે.

મમતા બેનર્જી કે જેમણે નક્ષલવાદીઓ અને બીજા અસામાજીક તત્વોનો સાથ લઈ ગઈ ચૂંટણી જીતેલી તેની માહિતી સરકાર પાસે હોય જ એટલે તેમને પણ બ્લેકમેલ કરી તેમનું સમર્થન મેળવી શકાય છે.

માયાવતીને તો બ્લેકમેલ કરીને તેનું સમર્થન મેળવી શકાય છે. બીજા દલિત પક્ષોને ને વર્ગભેદને નામે ભોળવી શકાય છે.

શરદપવારનું સમર્થન તો છે જ.

શિવસેનાએ ઈન્દીરાગાંધીને કટોકટીમાં સમર્થન કરેલું. અને તે ખરીદી શકાય તેવી પાર્ટી છે. જ્યાં મરાઠી માણુસને મોટો ભા બનાવવામાં આવે ત્યાં શિવસેના પૈસા વગર પણ સમર્થન આપી શકે છે તે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોયું છે. વળી બધાજ શિવસૈનિક નહીં તો અમુકને તો ફોજદારી ગુન્હાઓ હેઠળ હેરાન કરી શકાય એ શક્યતાને નકારી ન શકાય.

તો પછી બાકી રહ્યું કોણ?

જનતાદળ (યુ) અને બીજેપી.ના માંડ ૧૫૯ સભ્યો થાય છે.

યુપીએ + થર્ડ ફ્રન્ટ + ફોર્થ ફ્રન્ટ + પરચુરણ = ૨૬૨+૭૯+૨૭+૧૬ = ૩૮૪

હવે આ ૩૮૪માંના ૨૬૬ તો અકબંધ છે જ અને પરચુરણ અને શીવ સેના ના આવે તે જુદા. તેવીજ રીતે બીજેપીના અમુક ભ્રષ્ટ સભ્યો ગુલાંટ મારે. અસંતુષ્ટ સભ્યો પણ “હું મરું પણ તને રાંડ કરું” એ આધારે બીજેપીને દગો કરે.

તો આ પ્રમાણે ૨૬૨ની સંખ્યા થી તે ઉપર જ છે.

રાજસભામાં પણ એનડીએ ના ૬૦ જ સભ્યો છે. અને બાકીના ૨૪૩-૬૦ = ૧૮૦ સભ્યો માંથી ૧૬૨ મેળવવા અઘરા નથી.

પણ આવું કશું કરવાની જરુર નહીં પડે.

કોંગ્રેસને તેની હાલની વર્તણુક માફક આવી ગઈ છે.

સીવીલ સોસાઈટીની રચના અને પછી તેની બદનામી

અન્ના હજારે ની સાથે વાટાઘાટો કરી. અને એક સીવીલ સોસાઈટી બનાવી. તેને લોકપાલબીલનો મુસદ્દો બનાવવાનું કહ્યું. પણ પછી લોકશાહીની અને લોકસભાની સુપ્રીમસી ના બનાવટી બહાના હેઠળ એવો વિવાદ ઉભો કર્યો કે સીવીલ સોસાઈટી તો બંધારણીય સત્તા બહારની સંસ્થા છે તે લોકસભા જેવી બંધારણીય સત્તાની ઉપરવટ જઈ ન શકે.

આવા કોઈ વિવાદની જરુર છે ખરી? નાજી. ધારોકે પ્રધાનમંડળની એક સમિતિએ પોતાની અને વિદ્વાનોની બનેલી એક સલાહકાર સમિતિ બનાવી. અને બધાએ ભેગા મળી લોકપાલ બીલનો મુસદ્દો તૈયાર કર્યો. હવે આ મુસદ્દાને તેની ગુણવત્તા ઉપર જાહેર ચર્ચા કરી શકાય. અને જાહેર જનતા સાથે પણ ચર્ચામાં મૂકી શકાય. એવું પણ બને કે જનતામાંથી પણ કોઈ વ્યક્તિઓ એવી નિકળે કે તેઓ વધુ સારી ગુણવતા વાળા સૂચનો આપી શકે. અને તેને નકારવા માટે તમારી પાસે યોગ્ય કારણો ન પણ હોય. તમે ગુણવત્તા ઉપર કોઈ વાત નકારો તો તે ક્ષમ્ય છે અને યોગ્ય પણ છે. તમે કશું સ્પષ્ટિકરણ આપ્યા વગર ફક્ત એ બહાના હે્ઠળ કે તે સત્તાહીન વ્યક્તિ છે એમ કહી તેની ગુણવતાવાળી અને વ્યાપક જનહિતવાળી વાતને નકારી ન શકો. જો તમે આવી રીતે કોઈ વાત નકારો તો તેને મનમાની કહેવાય.

લોકપાલની પ્રણાલી આપણે સ્થાપવા માગીએ છીએ. પ્રણાલી સ્થાપવાના અને તેમાં ફેરફાર કરવાના સૂચનો જનતામાંની કોઈપણ વ્યક્તિ તરફથી આવી શકે છે. વાસ્તવમાં લોકશાહીનું મૂળભૂત તત્વ જ એ છે કે મનુષ્ય સર્વોચ્ચ છે. નહીં કે સત્તાધારી વ્યક્તિ કે વ્યક્તિઓ.

જો રાજ્યની વાત કરતાં એક વ્યક્તિની વાતમાં વધુ તથ્ય હોય તો રાજ્યે તે સ્વિકારવી જોઇએ. રાજ્યની આ ફરજ છે.

રામે પણ ધોબીની વાત માનેલી કારણકે ધોબીએ ઉઠાવેલા પ્રશ્નોનો રામ અને તેમનું મંત્રીમંડળ જવાબ આપી શક્યું ન હતું. ધોબીએ ઉઠાવેલી વાત તો રાજાના કુટુંબની અંગત વાત હતી. પણ રાજા એ પ્રથમ રાજા છે. અને તેનું કશું ખાનગી હોઈ શકે નહીં.

આ વાત નહેરુવીયન કોંગી નેતાઓએ સમજવી જોઇએ. જો કે કટોકટી ખ્યાત આ લોકોના લોહીમાં જ આ વાત નથી.

 

લોકશાહીમાં સંસદે બધાના જ સૂચનો ઉપર ચર્ચા કરવી જોઇએ. અને ગુણવત્તાના આધારે જ બીલનો મુસદ્દો બનવો જોઇએ. અને તેમાં કશી બંધારણની અવહેલના થઈ છે તેમ ન કહી શકાય. સંસદ કરતાં બંધારણ સર્વોપરિ છે અને બંધારણ કરતાં માનવીય હિત સર્વોપરિ છે.

આવી જ વાત સ્વીસ અને બીજી બેંકોમાં રહેલ ભારતીયોના કાળા – લાલ નાણાની છે.

પણ આ નહેરુવીયન કોંગ્રેસના ઠગ નેતાઓ ખોટા બહાના અને વિતંડાવાદ ઉભા કરી જાહેર જનતાના વ્યાપક હિતને અને દેશના હિતને અવગણી પોતાના ગુનાઓ થકી મેળવેલા પૈસાનું રક્ષણ કરવા માગે છે.


ગાંધી ચીંધ્યું આંદોલન જરૂરી બને છે.

જો સરકાર લોકહિતના કાયદાની જરુર હોય અને છતાં પણ લાવવા ન માગતી હોય તો તેનો ઉપાય ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ દ્વારા દબાણ લાવવાનો છે.

પણ જો સરકાર એટલી ભ્રષ્ટ અને એટલી નીચ હોય કે તે સંવાદને બદલે આંદોલન કારી નેતાઓના વ્યક્તિત્વહનન ઉપર ઉતરી આવે તો તેની સામે ઉપવાસ ન થઈ શકે કારણ કે સરકાર તે માટે લાયક નથી.

 

નહેરુવીયન કોંગ્રેસ માટે આ વાત સુપેરે લાગુ પડે છે. જેમ ઈન્દીરા ગાંધી તેના સગરિતો  સહિત, મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણ ના વ્યક્તિત્વ હનન ઉપર ઉતરી ગઈ હતી તે રીતે હાલની આ નહેરુવીયન કોંગ્રેસ સરકાર પણ રામદેવ અને તેના અનુયાયીઓના ચારિત્ર હનન ઉપર ઉતરી આવી છે. સરકારના અધિકૃત નેતાઓ અન્ના હઝારે ને એવી ધમકી આપે છે કે અમે અન્ના હઝારેના હાલ બાબા રામદેવ જેવા કરીશું. આનો અર્થ એ થયો કે બાબા રામદેવ પ્રત્યે જે હિંસક વલણ નહેરુવીયન સરકારે દાખવ્યું તેનો તેને ગર્વ છે. 

 

અહિંસક આંદોલનની સીમા રેખા શું છે?

જ્યાં સુધી સરકાર નગ્ન થઈને એમ ન કહે કે “અમારે અમારા ગુનાઓ કરીને એકઠા કરેલા પૈસાની વિરુદ્ધમાં કશા કાયદા કરવા નથી. તમે થાય તે કરી લો.” તો પછી કાંતો સરકારે લોકસભાનું વિસર્જન કરી નવી ચૂંટણી યોજવી જોઇએ. જો તે એમ ન કરે તો જનતાએ ગુજરાતના “નવનિર્માણઆંદોલન જેવા માર્ગે” લોકસભાના એક એક સભ્ય ઉપર માનસિક દબાણ ઉભું કરી રાજીનામું અપાવવું જોઇએ. જે જે પાર્લામેન્ટના સભ્યો ધરાર રાજીનામુ ન આપે તે તે સભ્યોનો સામાજીક બહિસ્કાર કરવો જોઇએ. તેમને જનતાએ ભવિષ્યની કૉઈપણ ચૂંટણી માટે ગેરલાયક સમજીલેવા.

આ રીતે જો આંદોલન થશે તો સરકાર જરુર કંઈક કરશે.

તે પહેલાં સરકાર ઘણી રમતો રમશે.

આ રમતો મોટે ભાગે આંદોલન કરતા નેતાઓના વ્યક્તિત્વને બદનામ કરવાની હશે. પણ તે સામે જનતાએ પોતાના સ્થાનિક સમાચાર પત્રિકાઓ છપાવીને અને સરકારી ખાંધીયા જેવા અખબારોનો બહિષ્કાર કરવો પડશે.

 

બાબા રામદેવ, અન્ના હઝારે, શાંતિ ભૂષણ, સુબ્રમનિઅન સ્વામી, વિશ્વબંધુ ગુપ્તા, મૌલાના કલ્બે રશિદ રીઝવી, નરેન્દ્ર મોદી, અરુણ શૌરી અને નારાયણભાઇ દેસાઇ ની એક ટીમ બનાવવી જોઇએ. અને આ લોકો લડતનું સંચાલન કરે. આ માટે અન્ના હજારેની ટીમના નેતાઓએ તૈયાર થવું પડશે. લડતમાં જો ધ્યેય એક હોય તો કોઇને અછૂત ગણી ન શકાય. ગાંધીજીએ મિલમાલિકોને પણ ખાદી પહેરતા કર્યા હતા અને લડતમાં ભાગલેતા કર્યા હતા તે આ નેતાઓએ સમજવું જોઇએ.

 

આ બધા નેતાઓ આમ જનતામાં લોકપ્રિય છે અને તેમના ઉપર પૈસા બનાવવાના આક્ષેપો નથી. વળી આ નેતાઓ યોગ્ય રીતની વ્યુહ રચના બનાવી શકશે.

નહેરુવીયન સરકાર શું કરશે?

ખોટી ધરપકડો કરશે, જેમ બાબા રામદેવની ધરપકડ કરી હતી તેમ.

નેતાઓ ઉપર બનાવટી આક્ષેપો કરાવાશે (જેમ વલ્લભાઈ પટેલ ઉપર નહેરુ કરાવતા હતા તેમ. અને મોરારજી દેસાઇ ઉપર નહેરુના પીઠ્ઠુઓ અને ઈન્દીરાના પીઠ્ઠુઓ કરતા હતા તેમ. નરેન્દ્ર મોદી ઉપર આજની તારીખમાં પણ ખોટા આક્ષેપો થાય છે)

ખોટા બનાવટી કેસ કરશે. જેમ વી.પી. સિંહ સામે સેન્ટ કીટ્સમાં ગેરકાયદેસર બેન્ક એકાઉન્ટ હોવાનો કેસ કર્યો હતો તેમ.

સભા સરઘસની પરવાનગી નહીં આપે. જેમ અન્ન હઝારેને પરવાનગી આપી નથી તેમ.

૧૪૪ મી કલમ લાગુ કરશે. જેમ બાબા રામદેવના મંડપમાં ૧૪૪ મી કલમ જાહેર કરી હતી તેમ.

 

જે સમાચાર પત્રો અને ટીવી ચેનલો સરકારની ટીકા કરશે અથવા સરકારના કહેવા પ્રમાણે સરાકારના વાજિંત્રો નહી બને તેમના ઉપર દમનનો કોરડો વીંઝાશે અને તેમના લાયસન્સો રદ થશે.

જેઓ કોઇ લોકહિતની સંસ્થા ચલાવતા હશે તેના ઉપર ચકાસણી કરીને ગેરવહિવટના આરોપો ઘડાશે. આવા અગણિત આરોપો ગાંધીવાદી સંસ્થાઓ ઉપર થયેલા અને તેમને મળતી મદદ બંધ કરેલી.

દરેક વાત માટે આંદોલન કરતા નાગરિકોએ અને નેતાઓએ નાગરિક અધિકારો માટે અને ન્યાય માટે અદાલતમાં જવું પડશે.

આથી હવે નાગરિક અધિકારો માટે સવિનય કાનુન ભંગ ની લડત ચલાવવી પડશે.

અને તેથી સભા સરઘસ મને ધરણા માટે ફક્ત અરજી આપવાની કે અમે ફલાણે દિવસે આ કરવાના છીએ. તમારે મંજુરી આપવી હોય તો આપો અને ન આપવી હોય તો ન આપો, પણ અમે આ કામ કરીશું અને કરીશું જ.

આંદોલન કર્તાઓએ ધરપકડ વહોરી લેવી પડશે અને જેલમાં જવાની તૈયારી રાખવી પડશે.

કોઇએ પણ દયાની અરજી કે જામીન માટેની અરજી કરાવી રહેશે નહીં.

જો ભારતની જનતા અને ખાસ કરીને મૂર્ધન્યો આટલું કરશે તો કોઇ સરકાર જન્મી નથી કે તે આ લડત લડનારાઓને શરણે ન જાય અથવા નવી ચૂંટણી ન આપે.

એવી કદી આશા ન રાખવી કે નહેરુવીયન કોંગ્રેસી લુંટારો રાતોરાત વાલીયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ બની જશે અને બધા ચૂંટણી સુધારા, લોકપાલબીલ અને કાળા-લાલનાણા નો પ્રશ્ન લોકહિતમાં ઉકેલશે.

આપણને ડર કોનો છે?

શું સોનીયા ગાંધી એટલી બધી હોંશીયાર છે કે તે ધારે તે કરી શકે?

ના જી. સોનીયા ગાંધી એટલી હોંશીયાર નથી અને હોઈ શકે પણ નહીં. તેમજ તેના પક્ષીય સાથીદારો પણ એટલા હોંશીયાર નથી.

તો પછી આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ આટલા બેફામ કેમ છે? તેમને બીજેપી સિવાયના પક્ષોનો સહકાર કેમ છે.

વાસ્તવમાં આ બધાજ જેઓ નહેરુવીયન કોંગ્રેસની સરકારને સહકાર આપે છે તેઓ જો સહકાર ન આપે તો તેમને જેલના સળીયા પાછળ તૂર્ત જ ધકેલી શકાય તેમ છે. કોંગ્રેસની વ્યુઅહરચનાઓ અને તેનું સંચાલન વિદેશી અસામાજિક તત્વો કરે છે. ઈન્દીરા ગાંધીની વ્યુઅહરચનાઓ અને તેનું સંચાલન કેજીબી કરતી હતી તેવી તે વખતે વાતો થતી હતી અને તેની અનુભૂતિઓ પણ થતી હતી.

બાકી શું તમે માની શકો છો કે રીઝર્વ બેન્ક પોતે બનાવટી ચલણી નોટો છપાવે અને આઈએસઆઈ દ્વારા આતંકવાદીઓ દ્વારા દેશમાં ઘુસાડવામાં આવે અને આપણી બેંકોના એટીએમ સુધ્ધામાં ઘુસાડવામાં આવે. અને આવું બધું સરકારી રેકોર્ડપ્ર હોય તો પણ સમાચાર માધ્યમોમાં ન આવે.

દેશ સામે એક મોટું કાવતરું થઈ રહ્યું છે તેનો આપણને હવે ખ્યાલ આવી જવો જોઇએ. જેઓ આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને સહકાર નહીં આપે અને વિદેશ સંચાલિત કાવતરાને સમજી શકશે નહીં તેની ઉપર ભવિષ્યની પ્રજા થુંકશે.

 

આ નહેરુવીયન કોંગ્રેસીઓને અને તેના સાગરિતોને તો વીણી વીણીને મારવા પડશે. તો જ મહાત્મા ગાંધીના આત્માને શાંતિ મળશે. 

 

ચમત્કૃતિઃ

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,

બીજાં સબ કંગાલ ને પોતે માલામાલ,

લ્યાનત હજો હજાર એહવા આગેવાનને!

(રાષ્ટ્રીય કવિ ઝવેર્ચંદ મેઘાણી)

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ

ઈન્દીરા ઉપાસ્યા, નહેરુવીયન લોહી, વિરોધીઓની માનહાની, જમવામાં જગલો, મોરારજીના સુધારા, મરાઠી માણુસ, શિવસેના, જનતાનું વિભાજન, બેવકુફ મુર્ધન્યો, વેચાઉ સમાચારમાધ્યમો

Read Full Post »

%d bloggers like this: