Feeds:
Posts
Comments

Posts Tagged ‘શિવ’

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

ફોબીયા પીડિત મીડીયા મૂર્ધન્યો સજ્જ છે મોદીને હરાવવા

રાજકારણમાં એવું મનાય છે કે જો કોઈપણ પક્ષને હરાવવો હોય તો બીજા પક્ષોએ ભેગા થવું જોઇએ.

બધા જુદીજુદી જગ્યાએ જુએ છે અને નિશાન અલગ અલગ છે

કારણ કે સૌથી મોટો દુશ્મન સમાન છે. આમ તો દરેક પક્ષ એકબીજાના નાના મોટા દુશ્મન તો હોય છે પણ જે સૌથી મોટો દુશ્મન છે તે તો એવો જોરાવર છે કે તે તો આપણને ખતમ કરી શકે એવો છે અને જો હવે તે ફરી વખત જીતી ગયો તો આપણું તો અસ્તિત્ત્વ જ મટી જશે.

શા માટે અસ્તિત્વ મટી જવાનો ડર તેમને સતાવે છે?

આનું કારણ તો તેઓ પોતે પણ જાણે છે. તેઓ ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે અને તે ઉપરાંત તેમના અનેક સમાજ વિરોધી કાર્યો તેમને ફસાવી શકે છે.

અરે ભાઈ રાજકારણમાં તો બધા ખરડાયેલા જ હોય છે. અને આવો રીપોર્ટ તો સૌથી વધુ ભ્રષ્ટ એવા કોંગ્રેસ પક્ષે નીમેલી સમિતિએ જ ઓગણીસો નેવુંના દશકામાં આપેલો છે. તો પછી ગભરાવવું શા માટે?

ભાઈ, આ તો એવો પ્રધાન મંત્રી આવ્યો છે જે ફસાવ્યો ફસાય એવો નથી. અને તેના મંત્રીમંડળમાં પણ એવા કોઈ સદસ્ય નથી કે જેમને ફસાવી શકાય. બનાવટી ઘટનાઓ અને વિવાદાસ્પદ ઘટનાઓ ઉભી કરી તો પણ તેમાંનું કોઈ ફસાયું નથી.

હા એક વસ્તુ જરુર છે કે આપણે મોદી અને તેના પક્ષની જ્યાં જ્યાં સરકારો છે ત્યાં તેની વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરી શકીએ. આવા કામ વિવાદો ઉભા કરીને કરવા. દેશમાં અને રાજ્યોમાં બનતી ઘટનાઓનો લાભ લેવો. હવે આપણો દેશ તો અતિવિશાળ છે એટલે ઘટનાઓ તો તૂટો નથી. આમેય બાળકો ઉપર થતા દુષ્કર્મો તો એવી ઘટના છે કે (નામ આપવાની જરુર નથી એટલે) આપણે બનાવટી પણ ઉભી કરી શકીએ. એટલે એક વખત જ્યારે સરકાર વિરુદ્ધ વાતાવરણ બનશે એટલે આપો આપ આપણી દાળ ગળશે.

હા. પણ આ માટે તો ઘણા મૂર્ધન્યોની જરુર પડશે.

અરે ભાઈ મોટા ભાગના તો વેચાવા તૈયાર જ છે. કેટલાક પોતે તો તટસ્થ હોવા જ જોઇએ એવું માને જ છે. કોઈ તેમને “તમે તટસ્થ નથી” એવો ટોણો મારી જાય તે તેમને ન ચાલે. તેઓ ઈચ્છે છે કે આવો કોઈ આભાસ પણ ઉભો ન થવો જોઇએ. આવી માનસિકતા વાળા “ડબલ ઢોલકીયા” હોય છે. હવે આવા મૂર્ધન્યો ભલે પ્રમાણમાં ઓછા હોય છે. તેઓ તો આપો આપ પ્રસંગોપાત તેઓ આપણી તરફમાં પણ ઢોલકી બજાવતા હોય, પણ આપણે તેમને તેવા વધુને વધુ મોકા આપતા રહીશું.  જેઓ વાસ્તવિકરીતે તટસ્થ છે તેમની દરકાર આપણે કરવાની જરુર નથી કારણ કે તેવા મૂર્ધન્યોનો ઘણા જ અલ્પ છે. અને જેઓ બીજેપી તરફી છે તેમને તો આપણે સ્પર્શવાના પણ નથી. આવાઓને આપણે અનેક વિશેષણો થી નવાજી શકીશું.

હા. એકવાત ખરી કે જેઓ વિવેક બુદ્ધિવગરના છે તો પણ વિખ્યાત બની ગયા છે તેઓ આપણી મહાન સંપત્તિ છે. તેમને તો આપણે સાચવી લેવા જ પડશે. તેમને આપણે વધુને વધુ ખ્યાતિ આપવી પડશે.

આ વાત ખ્યાતિ ધરાવતા સમાચાર પત્રોને પણ લાગુ પડે છે.

આવા બહુ વાચક વર્ગ ધરાવતા સમાચાર પત્રોને આપણે ખાસ સાચવી લેવા પડશે. ઈલેક્ટ્રોનિક મીડીયા આવી ગયું છે પણ પ્રીન્ટ મીડીયાનો પણ દબદબો એટલો બધો ઘટી ગયો નથી કે તેને આપણે અવગણી શકીએ. જોકે તેઓ ડબલ ઢોલકી વગાડશે (એમ કહીને કે “અરે ભાઈ અમે પણ તટસ્થ છીએ તેવું લાગવું તો જોઇએ ને!!” ) પણ તેઓ આપણી તરફની ઢોલકી વધુ વગાડશે. શું સમજ્યા?

સૌથી વધું કાળું નાણું ક્યા જમા થાય છે અને વપરાય છે?

સ્થાવર મિલ્કતના કારોબારમાં.

“દરેક સમાચાર પેઈડ સમાચાર છે.” આ એક બ્રહ્મ સૂત્ર છે. સિવાય કે માલિક, મહાત્મા ગાંધીવાદી હોય. પણ મહાત્મા ગાંધીવાદીઓનો હવે જમાનો નથી. મહાત્મા ગાંધીનું નામ લઈ લઈને જીભનો કૂચો કરનારી નહેરુવીયન કોંગ્રેસે પણ તેમના વિચારોને અડવાનું ક્યારનુંય છોડી દીધું છે. દરેક સમાચાર પેઈડ સમાચાર હોય છે. અને આ નાણાં કાયમ કાળાં હોય છે. એટલે તો ઘણા સમાચાર પત્રોએ “બીલ્ડર”ના ધંધામાં ઝંપલાવેલ. પણ સાલી આ મોદી સરકાર, મોટી નોટો બદલી નાખે છે. તેથી આપણી ઘાણી થાય છે.

ચલો જે થઈ ગયું એ થઈ ગયું. કાળાં નાણાં ધીમે ધીમે વાપરવાં. આમાં કોઈ તકલીફ નથી. અને ઇશ્વર પણ આમાં તકલીફ ઉભી કરી શકે તેમ નથી. માટે ઝીકે રાખો બાપલા.

તો હવે સજ્જ થઈ જાઓ.

કેવી રીતે સજ્જ થઈશું?

રાઈનો પર્વત બનાવીને અને પર્વતની રાઈ બનાવીને.

એવા પ્રસંગો શોધો અને એવા મૂર્ધન્યો શોધો કે જે બીજેપી વિરુદ્ધ અને અથવા રાહુલ ગાંધીની તરફમાં લખી શકે.

બીજેપીની વિરુદ્ધ તો લખીશું એમાં તો આપણને ફાવટ છે. આપણે બીજેપી વિરુદ્ધ બનાવટી ઘટનાઓ ઉભી કરીશું. અથવા તો દેશ માટે નાની પણ પ્રદેશમાટે કંઈક અંશે ઠીક ઠીક, એવીને ઘટનાને આલ્પ્સને જો હિમાલયની ઉપર મૂકીએ તો જે પર્વત બને એવડી મોટી બનાવીને એવી ખૂબીલીટીથી પ્રકાશિત કરીશું કે બોમ્બે બ્લાસ્ટ પણ ફીકા પડે.

તો હવે ડીબીભાઈએ (દિવ્ય ભાસ્કર સમાચાર પત્રે) શું કર્યું તે જોઇએ.

લોકરક્ષક દળ ની ભરતી માટેની પરીક્ષા

ગુજરાત રાજ્યમાં લોક રક્ષક દળમાં નોકરીઓ હતી. એટલે કે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા હતી. તેની પરીક્ષાનો દિવસ નક્કી કર્યો. તેના પરીક્ષા કેન્દ્રો નક્કી થયા. બધા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના હતા. પણ પરીક્ષા પ્રશ્નપત્રકો વહેંચાય તે પહેલાં ખબર પડી કે પ્રશ્નપત્ર તો ફૂટી ગયું છે.

એટલે સરકારે પરીક્ષા રદ કરી એટલે કે મુલતવી રાખી.

હવે ડીબીભાઈને થયું કે આ ઘટનાને મોટામાં મોટું સ્વરુપ કેવી રીતે અપાય? આ ઘટનાને ઈમોશનલ પણ બનાવવી પડશે. એટલે પરીક્ષાર્થીઓ પાસે થી જુદી જુદી વાર્તાઓ પણ બનાવવી પડશે અને તેને પણ ઇમોશનલ બનાવવી પડશે. કોઈ પરીક્ષાર્થીની માતા માંદી હતી અને તે કેવી રીતે મુશ્કેલીથી આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી રાતોની રાતોના ઉજાગરા કરીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી, ઉધાર પૈસા લઈને ટીકીટ કઢાવીને આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી વાહન ઉપર લટકીને માંડ માંડ આવ્યો હતો. કોઈ પરીક્ષાર્થી ખેતી છોડીને આવ્યો હતો … આવી તો અનેક વાર્તાઓનું અન્વેષણ કરવાની જવાબદારી ડીબી ભાઈને માથે આવી હતી. અને તેમણે તે હોંશે હોંશે નિભાવવાની હતી.

પણ ડીબીભાઈ માટે આ શું પૂરતું હતું?

ના ભાઈ ના…

ડીબી ભાઈને થયું કે આમાં તો બીજી ઘણી વાર્તાઓનું અન્વેષણ કરવાની શક્યતાઓ છે અને ન હોય તો પણ આપણે તે શક્ય કરવું પડશે. કમસે કમ પરીક્ષાર્થીઓને અને તેમના સગાંવહાલાંઓને તો એવું લાગવું જ જોઇએ કે તેમની આ ઘટના બહુ મોટી હતી અને તેને વાચા આપવા માટે પરદુઃખભંજનો કે શૂરવીરો, કે નિડરો ગુર્જર ધરા ઉપર વિદ્યમાન છે.

તો ડીબીભાઈનો ટાર્જેટ શો હતો?

ભાઈ ભાઈ… આપણે આ ઘટનાને એક તકમાં તબદિલ કરવો પડશે. જેમ મોદી સાહેબ પોતાના શાસન ઉપર આવેલી આપત્તિને અવસરમાં ફેરવવામાં માહેર બનતા હતા તેમ આપણે, બીજાની ઉપર આવેલી આપત્તિને આપણા માટે અવસરમાં પલટાવવી પડશે.  અને તેમાં મુખ્ય મંત્રીને એટલે કે ગુજરાતની બીજેપી સરકારને સંડોવવી જ પડશે.

ભાઈઓ આવી ઘટનાઓ કંઈ નવી નથી. ભારતમાં તેના રાજ્યોમાં આવું તો બનતું જ આવ્યુ છે. આમાં નવું શું છે કે આપણે તેને હદ બહાર ખેંચી લઈ જઈ શકીએ?

ડી.બી. ભાઈ બોલ્યા “અરે એ બધું તમે અમારા ઉપર છોડી દો. કોઈ પણ ઘટનાને કેવી રીતે ઘડવી, મરોડવી (ટ્વીસ્ટ કરવી) અને પ્રદર્શિત કરવી તેમાં તો અમારે ફાવટ કેળવવી જ જોઇએ. અને તે પણ જ્યારે બીજેપી શાસિત રાજ્ય હોય ત્યારે તો ખાસમ ખાસ.

તો તમે શું કરશો?

ડીબીભાઈ ઉવાચ “અમે ત્રણ ત્રણ દિવસ સુધી કે તેથી વધુ, બે બે પાના ભરીને ભોજન બનાવીશું. તમે જોઇ લેજો અમારું ભોજન. અમે બીજેપી વિરુદ્ધ જબ્બરજસ્ત વાતાવરણ બનાવી દઈશું. બીજેપી વિરુદ્ધ વાતાવરણ બનાવવું એ તો અમારો મુદ્રા લેખ છે. ભલે લખાણમાં મુદ્રાદોષ આવી જાય છે!! અરે ભાઈ વાચકો તો મુદ્રાદોષ ચલાવી જ લે છે ને! ગુ.સ.ભાઈએ “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે સ્વાગત થયં” એવું મુદ્રાલેખન કરવાને બદલે “ફલાણા વિદેશી ડીપ્લોમેટનું હવાઈ મથકે અવસાન થયું” એવું મુદ્રાલેખન કરી દીધું તો વાચકોએ શું તેમને ફાંસીએ ચડાવી દીધેલા?

તો પછી … ખાલી ચિંતા શું કરવી? “અવસાન” શબ્દ વધુ આકર્ષક લાગ્યો હશે એટલે વાપરી નાખ્યો. એ કંઈ મુદ્રાદોષ થોડો હતો?

શબ્દોના અર્થ તો રા.ગા. ભાઈ પણ સમજતા નથી. અરે ભાઈ, ઇન્દિરાબેનને પણ ક્યાં વિભાજન શબ્દના અર્થની ખબર હતી? આ તો જ્યારે ઓગણીસો પચાસના દાયકામાં સંસદમાં અવારનાવર વપરાવવા લાગ્યો, એટલે બેનને થયું કે આ “વિભાજન … વિભાજન…” શું બોલ્યા કરે છે!!! “વિભાજન” એટલે વળી શું છે? એટલે એમને પૂછવું પડ્યું કે આ વિભાજન એટલે શું? કેટલાક લોકો આ વાત થી ધન્ય ધન્ય થઈ ગયા કે આપણા વડાપ્રધાન નેહરુ કેટલા સરસ પાશ્ચિમાત્ય છે કે એમના પુત્રી ઇન્દિરા બેન પણ અસલ એમના જેવાં જ છે.

ઇન્દિરાબેન અને વિભાજન યાદ આવ્યાં એટલે રા.ગા.ભાઈ પણ યાદ આવ્યા.

હાસ્તો … શબ્દો કેવી રમૂજ ફેલાવે છે અને શબ્દોના અર્થો પણ કેવી રમૂજ ફેલાવે છે.

અંગ્રેજીમાં જો જીભ થોથવાય તો ઘાણી થાય. એક તો આપણી યોગ્યતા ખતમ થાય. લાલુ પ્રસાદ ની જેમ જ સ્તો. તેમણે એક વખત સંસદમાં અંગ્રેજી બોલીને બધાને ખૂબ હસાવેલા. અને કેટલાકે આને આપણી સંસદની કક્ષાની ટીકા કરી કે સંસદમાં પણ સદસ્ય થવાની યોગ્યતાની પરીક્ષા લેવાવી જોઇએ.

પણ જો તમે ભારતીય ભાષા બોલતાં થોથવાઓ તો તમારામાં સંસદસદસ્ય થવાની યોગ્યતા આપોઆપ આવી જાય છે. દાખલો લેવા દૂર જવું પડે તેમ નથી. રા.ગા. સાહેબ હાજરા હજુર છે. ચાર વાર તેમણે વિશ્વેશ્વરૈયા બોલવાનો પ્રયત્ન કર્યો. પણ નિસ્ફળ ગયા એટલે તેમને થયું જવા દો. લોકો તો સમજી જ ગયા છે કે હું કોનું નામ બોલવા માગું છું. તો હવે સમજેલા વધુ શું સમજાવવું! હું તો નહેરુવંશી છું એટલે હું તો સંસદ સદસ્ય જ નહીં પણ વડોપ્રધાન થવાની પણ યોગ્યતા ધરાવું છું.

હમણાં વળી પાછી રા.ગા.ભાઈની ઘાણી થઈ.

રા.ગા. ભાઈએ કહ્યું “અશોક ગેહલોતજીને કુંભકરણ લીફ્ટ યોજનાકા પૈસા દિયા…” રા.ગા. ભાઈને તો ખબર જ ન હતી કે તેમણે વાંચીને વાંચીને પણ બોલવામાં કંઈ ભૂલ કરી છે. એટલે તેઓશ્રી તો જાણે કંઈજ થયું ન હોય, અને બધું નોર્મલ જ છે એમ જ માનીને આગળ બોલવા જ જતા હતા. તેવે સમયે કોઈ માઈનો લાલ સ્ટેજ ઉપર હતો, તેણે તેમને અટકાવ્યા. અને કુંભકરણ નહીં પણ કુંભારાણા એમ સુધરાવ્યું.

તમને કોઈ ઉંઘમાંથી જગાડીને પણ પૂછે, તો પણ તમે, સિદ્ધરાજ જયસિંહને બદલે સિદ્ધરાજ જયચંદ ન બોલો. પણ રા.ગા. ભાઈ કે જેઓ દત્તાત્રેય ગોત્રના છે તેમને માટે બધું શક્ય છે. તેમને ક્યારેય એ ટ્યુબલાઈટ ન થાય કે કુંભકર્ણ એ એક અણગમતું પાત્ર છે અને કુંભારાણા એક મનગમતું પાત્ર છે. એમને લાગ્યું કે કુંભકર્ણ હોઈ શકે કારણ કે કુંભકર્ણ, એ શાબ્દિક રીતે વધુ સુસંસ્કૃત લાગે છે.

આપણા શેખર ગુપ્તાજી તો રા.ગા.ભાઈ પર ફીદા છે.

શે.ગુ. (શેખર ગુપ્તા) ભાઈના કહેવા પ્રમાણે રા.ગા. ભાઈ, હમણાં હમણા જે કંઈ કરી રહ્યા છે તે તેમની એક જબ્બરજસ્ત ચતુર ચાલ છે. એટલે કે તેઓશ્રી એટલે કે રા.ગા. ભાઈ એક ચક્રવ્યુહ બનાવી રહ્યા છે. રા.ગા. ભાઈ ધર્મપ્રેમી હિન્દુ હોવા ઉપરાંત ઉચ્ચવર્ણના બ્રાહ્મણ છે. અને આ શોધદ્વારા રા.ગા.ભાઈએ બીજેપી ભાઈઓને ચક્કર ખવડાવી ચત્તાપાટ પાડી દીધા છે. સંઘવાળાએ પૂછ્યું કે તમે બ્રાહ્મણ છો તો તમારું ગોત્ર કયું છે. રા.ગા. ભાઈએ તો જનોઈધારી બ્રાહ્મણ ઉપરાંત તેમનું ગોત્ર પણ જણાવ્યું. દત્તાત્રેય ગોત્ર.

શે.ગુ. ભાઈ, તેમના રા.ગા.ભાઈના આ કથનને રા.ગા.ભાઈનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

આમ તો શે.ગુ.જી ના કહેવા પ્રમાણે રા.ગા.ભાઈએ તો ડાબેરીઓ, (તથા કથિત) ધર્મનિરપેક્ષ અને લિબરલ (ગેંગ) ને છક્કડ ખવડાવી દીધી છે. એટલે કે રા.ગા. ભાઈ એ બધા કરતાં વધુ ચાલાક નિકળ્યા છે. રા.ગા.જીએ શું કરવું જોઇતું હતું તેમાં કોકને ટાંક્યા છે અને ઇન્દિરા ઉપર વાતવાતમાં ફૂલ પણ ચડાવી દીધું.

હવે જો બીજેપીવાળાઓ રા.ગા.ના મંદિર મંદિર પર્યટન ને પાખંડ કહેતા હોય તો શે.ગુ.જી તેનું સામાન્યીકરણ કરીને તેને મોળું બનાવી દે છે. આ કોંગી-ભક્તોની આદત છે.

સીત્તેરના દશકાના પૂર્વાર્ધમાં, ઇન્દિરા ગાંધીની આપખૂદી વિષે અને ભ્રષ્ટાચાર વિષે આરોપો લાગતા ત્યારે પણ તેના ભક્તો કંઈક આથી પણ વિશેષ વાત કહેતા હતા, કે આવું તો તમે પહેલેથી જ કહો છો. આમાં નવું શું છે? એટલે કે કોંગીઓના અને તેમના ભક્તોના કહેવા પ્રમાણે તમે હેલમેટ ન પહેરી હોય અને કોઈએ અવાર નવાર ધ્યાન દોર્યું હોય. પણ તમને હેલમેટ ન પહેરવાનો, પરવાનો મળી ગયો. હર હમેશ હેલમેટ ન પહેરવાથી ગુનો બનતો નથી. કારણ કે અમે હેલમેટ નથી પહેરતા એ તો તમે કહી જ દીધું છે એમાં નવું શું છે?

આપણી વાત હતી રા.ગા. ભાઈના ગોત્રની.

રા.ગા.ભાઈએ પોતાનું ગોત્ર શોધી કાઢ્યું છે. તેમનું ગોત્ર “દત્તાત્રેય” છે. હવે ન તો શે.ગુ.ભાઈને ખબર છે કે ન તો રા.ગા. ભાઈને ખબર છે કે ગોત્ર એટલે શું? તેઓ એમ સમજતા લાગે છે કે આપણા કોઈ મહાન પૂર્વજ એ આપણું ગોત્ર.

ગુરુ પરંપરા અને ગોત્ર એ ભીન્ન છે તે શે.ગુ.ભાઈને જ, ખબર ન હોય.  આ વાત તેઓશ્રી કદાચ પોતે જ ન સમજી શકતા હોય તે આપણે સહજ રીતે માની શકીએ. કારણ કે ક્ષત્રીયોમાં વંશ અને કુળ હોય છે અને બ્રાહ્મણોમાં ગોત્ર અને પ્રવર હોય છે. મહાત્માઓમાં ગુરુપરંપરા હોય છે. વાણિયાઓમાં શું હોય છે તે ખબર નથી. હા વીસા, સોળા, દશા, સ્થાનકવાસી, શ્વેતાંબર … એવું હોય છે ખરું. પણ વૈષ્ણવોમાં શું હોય છે તે ખબર નથી. એ જે હોય તે. આપણે વિષયાંતર નહીં કરીએ. મૂળ વાત પર આવીએ.

જો તમે બ્રાહ્મણ હો તો તમારી પાસે આટલી માહિતિ હોવી જોઇએ.

ગોત્રઃ આદિ ઋષિઓ દશ હતા જેમકે ભૃગુ, ગૌતમ, ભારદ્વાજ … 

પ્રવરઃ જે તે ગોત્રમાં જન્મેલા જે તે મહર્ષિઓથી શરુ થતી વંશાવળી

વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ

શાખાઃ જે ઋષિઓએ ગુરુકુલો સ્થાપ્યાં હતા અને તેમની અમુક પ્રણાલીઓ હતી. જેમકે માધ્યંદની, કૌથમી, આશ્વલાયની, સાંખ્યાયની,… તેમના શિષ્યો અને તેમના વંશજો તે શાખાના નામથી ઓળખાયા. આને આપણે સંગીતમાં આવતા “ઘરાના” સાથે સરખાવી શકીએ.

કુળદેવીઃ દરેક વ્યક્તિને પોતાનાં કુળની દેવી હોય છે. જેમકે ભવાની, આશાપુરી, ચામુંડા, ક્ષેમપ્રદા, ઉમાદેવી,…

શિવઃ દરેક હિન્દુને પોતાના વિશેષ શિવ હોય છે. જેમકે નીલકંઠ, વૈજનાથ, સોમેશ્વર, શંકર, વટેશ્વર, વૃષભધ્વજ…

ગણેશઃ દરેક હિન્દુને પોતાના ગણેશ હોય છે. વિનાયક, લંબોદર, મહોદર, વિઘ્નવિનાયક, એકદંત …

ભૈરવઃ દરેક હિન્દુને પોતાના ભૈરવ હોય છે. કાળ, અસિતાંગ, રૂરૂ, ભિષણ …

દરેક બ્રાહ્મણને પોતે જે ગામમાં હોય તેના પોતાના પૂર્વજોની માહિતિ તેણે રાખવી પડે છે. ઓછામાં ઓછી બાર પેઢી તો યાદ રાખવી જ પડે છે.

દા.ત.

શિરીષ, મોહનલાલ, મહાશંકર, હરિશંકર,લીંબાશંકર, લેપજી, ત્ર્યંબકેશ્વર, વૈજનાથ, ભવાનીદત્ત, રુદેરામ, દવેશ્વર, ગોવર્ધન,

 ગોત્ર = ભાર્ગવ,

પ્રવર = ભાર્ગવ

વેદ = ઋગ્વેદ

શાખા = સાંખ્યાયની

કુળદેવી = આશાપુરી

શિવ = નીલકંઠ

ગણપતિ = ઢુંઢીરાજ

ભૈરવ = અસીતાંગ

રા.ગા. ભાઈ, જો તે ખરા બ્રાહ્મણ હોય તો પોતાની આવી વિગત તેમણે આપવી જોઇએ. જેઓ વિખ્યાત છે તેમણે તો ખાસ.

શે.ગુ. ભાઈ માને છે કે રા.ગા. ભાઈ પ્રશંસાને લાયક છે.

રા.ગા. ભાઈએ પોતાના હિન્દુત્ત્વને જે રીતે ઉજાગર કર્યું છે, તે તેમનો, બીજેપીને ફસાવવાનો ચક્રવ્યુહ છે. તેઓ એમ પણ માને છે કે આ રસપ્રદ છે પણ રા.ગા.ભાઈથી તેમના લેફ્ટીસ્ટ કે જેમને તેઓ ઉદારમતવાદી કહે છે તેઓ નારાજ છે.

આપણી મૂળ વાત હતી ડીબીભાઈની.

વાત એ હતી કે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ ઘટનાને કેવીરીતે ઇમોશનલ રીતે પ્રસિદ્ધિ આપીને બીજેપીની સરકારને સંડોવવી. ડી.બી. ભાઈ કૃતનિશ્ચયી હતા કે આ અમૂલ્ય લાહવો અને તક છે.

“લોભ રક્ષક” …. “ઠેર ઠેર હજારો પરીક્ષાર્થીઓનો ઉપદ્રવ”, “ચક્કાજામ”,  “મારપીટ”, “વિકાસ નિઃસહાય”, “દરેક પરીક્ષાર્થીને રૂપીયા ૭૦૦ નો ખર્ચ”, “સરકાર ફેઈલ”, “સરકાર ફુલ્લી ફેઈલ”, “૯ લાખ પરીક્ષાર્થીઓ સાથે દગો”, “નવલાખ પરીક્ષાર્થીઓના નિસાસા”, “દિલ્લીના ઠગોએ નવલાખ ગુજરાતીઓને લૂંટી લીધા”, “રૂપાણી રાજીનામું આપે”, “સીએમના બંગલાની બાજુના બંગલાના એમએલએના ભાડે આપેલા મકાનમાં થી પેપર લીક”, ”સરકારની આબરુ લીક”,  …”

બાપલા જે શબ્દો હાથવગા હોય તે મોટી મસ્સ શિર્ષ રેખાઓ બનાવવામાં વાપરી નાખો. અક્ષરો મોટામાં મોટા રાખો એટલે માહિતિ ગુપાવવી હશે કે ઓછી હશે તો વાંધો નહીં આવે. ત્રણ દિવસ સુધી કે જ્યાં સુધી ટોપીક ગરમ રહે ત્યાં સુધી દીધે રાખો.

બીજા સમાચાર ને કોણ પૂછે છે?

“દુબઈથી બ્રીટનનો નાગરિક ક્રીસ્ટીન મીશેલ, ભારતને અર્પણ કરવામાં આપ્યો. અને હવે ઓગસ્ટાવેસ્ટલેન્ડ ની કટકી જે ખાધાનો કોંગી ઉપર આરોપ છે તેની તપાસ ઝડપી બનશે … વિગેરે સમાચાર તમને ડીબીભાઈના છાપામાં ગોત્યા નહીં જડે. કદાચ ક્યાંક અંદરના પાને ખૂણામાં હોય તો કહેવાય નહીં.

ભાઈ. આમાં તો એવું છે ને કે મોદી જે વિદેશોમાં દોડા દોડ કરે છે અને તે માટે આપણે તેને વગોવીએ છીએ, તો હવે જો મોદીની દોડા દોડ, ફળદાઈ બને તો આપણી ટીકાઓની કિંમત શું?

વાડ્રા કે રા.ગા.-સોનિયાની ઇન્કમની ફેરતપાસણીને ન્યાયાલયની મંજુરી, વિષે પણ એવું જ સમજવું.

એક વાર મોદી સાહેબે કહેલું કે સરકારી વર્ગ ત્રીજા માટેની ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં નહીં આવે. તો પછી આ લોક રક્ષકની પરીક્ષા આવી ક્યાંથી?

આ બાબતનો કોઈ પ્રશ્ન નથી તો ચર્ચા તો હોય જ ક્યાંથી?

પરીક્ષા માત્ર લાગવગ ચલાવવા માટે હોય છે. પેપર તપાસનાર પાસે ઢગલો ભલામણ આવતી હોય છે. જી.આર.ઈ. જેવી નેશનલ કોંપીટીશન જેવી પરીક્ષાના પેપર આપણા ભારતીયો ફોડી શકતા હોયસ તો લોક રક્ષક જેવી રાજ્ય પૂરતી મર્યાદિત પરીક્ષાનું પેપર ફૂટે તેની નવાઈ નથી. બીજ રાજ્યોમાં પણ ઢગલા બંધ પેપરો ફૂટે છે. પણ તેની ઉપર કાગારોળ થતી નથી. અને પરીક્ષા રદ પણ થતી નથી કે તપાસ પણ થતી નથી. એટલે “પેપર ફૂટ્યું” એ સમાચાર જ બનતા નથી. પછી પેપર રદ થવાની તો વાત જ ક્યાં થી ઉદભવે? અરે દશમા બારમાની પરીક્ષા વખતે ચાર માળના મકાનની બારીઓ ઉપર ઉભા રહીને પરીક્ષાર્થીઓના હિતેચ્છુઓ કોપી કરાવે અને નીચે પોલીસ ઉભી હોય તો પણ તે કંઈ કરે નહીં અને તેના ધ્યાન ઉપર આ વાત લાવવામાં આવે તો તે એમ કહે કે “મારું કામ તો તોફાન ન થાય એ જ જોવાનું છે”.

દશમા બારમાની પરીક્ષા શું ઓછા મહત્વ ની છે? ડીબીભાઈ મૌન રહેશે!! કાગારોળ તો નહીં જ કરે. કારણ કે ભારતમાં ફક્ત ગુજરાતનો જ સમાવેશ થાય છે.

ચોરી કરવી એ ગુનો નથી. ચોરી કરીને પકડાઈ જવું એ પણ ગુનો નથી. પણ ચોરી કરી હોય અને ન્યાયાલય સજા કરે તો જ ગુનો બને છે.

પેપર ફૂટે એ વાત કોઈ નવી નથી. ફૂટવાની ક્રિયા ખાનગીમાં થાય. પણ ગુજરાત સરકાર કોઈપણ રીતે “પેપર ફૂટવાની કોઈ એક કડીને પકડે” અને તેની તપાસ કરાવે, એ જ ગુજરાત સરકારની નિસ્ફળતા છે. આવું આપણા ડીબી ભાઈ માને છે અને વાચકોએ પણ આમ જ માનવું જોઇએ.

સાલું … આ તો નવલાખ પરીક્ષાર્થીઓનો સવાલ છે. કોઈ પરીક્ષાર્થી જીલ્લા હેડક્વાર્ટરમાં રહેતા ન હતા. બધા જીલ્લા મથકની જ બહાર રહેતા હતા. ટેક્ષી કરીને આવ્યા હશે. એટલે તો દરેક પરીક્ષાર્થીને ૭૦૦ રુપીયાનો ખર્ચો થયો. આપણાથી મૂંગા કેમ રહેવાય?

પરીક્ષાનું પેપર ફૂટ્યું. તેમાં સડયંત્ર હતું. તે સડયંત્ર ગુજરાતની બહાર હતું. પણ ગુજરાતે પકડ્યું એટલે સરકાર એનો લાભ ખાટી જવી ન જોઇએ એ આપણો મુદ્રલેખ છે.

ડીબીભાઈ જાહેર કર્યું કે હવે અમે પરીક્ષા લઈશું અને સરકાર અને તેના ખાતાઓ સહિતના બધા સંડાવાયેલાઓને માર્ક્સ આપીશું.

તપાસ સમિતિ તો તપાસ કરી રહી છે. હજી તો તપાસની શરુઆત છે. એટલે કે હજી તો પેપરની ઉત્તરવાહીઓ લખાઈ રહી છે અને ડીબીભાઈએ તો માર્ક્સ આપવાનું ચાલુ કરી દીધું છે. પેપર સો માર્કસનું છે. સંડોવણી દશની કરવી પડશે. દરેક વિભાગને દશમાં થી માર્ક આપો. ભલે સરકારી તપાસ ચાલુ હોય, પેપરની ઉત્તરવાહીઓ લખવાની હજુ તો શરુઆત છે. કોણ કેટલું સંડોવાયેલું છે તેની તો આપણને ખબર પણ નથી. પણ બાપલા આપણે જે પેપરની આન્સરબુક હજી લખાઈ નથી તેના માર્ક્સ આપવાનું ચાલુ કરી દો. હા ભાઈ આ તો ડીબીભાઈએ પ્રયોજેલી પરીક્ષા છે. એ તો એવીજ હોય ને? કોને પાસ કરવા અને કોને પાસ ન કરવા એ તો આપણે સુનિશ્ચિત રીતે પૂર્વ નિશ્ચિત કરી દીધું છે. એટલે પરીક્ષાના આન્સર પેપર લખાયા છે કે નહીં તે મહત્વનું છે જ ક્યાં?

બધી સંસ્થાઓને પરીક્ષા લેવાનો શોખ હોય છે અને તેમાં પણ સરકારી સંસ્થઓને તો ખાસ. ચોથા વર્ગની ભરતી માટે પણ રેલ્વે ખાતું પરીક્ષા લે છે. ગુજરાતની ભરતીઓની જાહેર ખબર ગુજરાતના છાપાં આવે કે ન આવે પણ બિહાર અને યુપીમાંના છાપાંઓમાં તો અચૂક આવે. અને ગુજરતના રેલ્વે ડીવીઝનના શહેરોના સ્ટેશનો ઉત્તરભાઈઓથી ઓવરફ્લો થાય.

શું કામ? ભાઈ પરીક્ષા લેનારા તો એ જ હોય છે ને.

પેપર ફૂટે અને પરીક્ષા રદ થાય, તેમાં અનીતિ કે ગુનો કે પરીક્ષામાં કોપીઓ થાય અને પેપર તપાસવામાં લાગવગ થાય તેમાં વધુ અનીતિ કે ગુનો?

અરે ભાઈ ગુજરાતને વગોવવું, અને તે પણ જ્યારે, ગુજરાતમાં બીજેપી સરકાર હોય ત્યારે તો, ખાસ જ અમારો મહામાનવોનો ધર્મ બની જાય છે કે ગુજરાતને વગોવો.

મધ્યપ્રદેશનું મતદાન થયા પછી જો સેન્સેક્સ હજાર અંક ઉછળે તો અમે તેને બીજેપીની જીતની શક્યતા સાથે સાંકળીશું નહીં. પણ રાજસ્થાન અને તેલંગણાના પ્રચાર પડઘમ શાંત થાય અને સેન્સેક્સ ૫૦૦ અંક ડાઉન જાય, ભલેને પછી મતદાન જ બાકી હોય અમે તે “૫૦૦ ડાઉન”ને બીજેપીની હારનો સૂચકાંક ગણાવીશું.

વેપાર વૃદ્ધિ એ પ્રગતિની નિશાની ખરી કે નહી? તો પછી ૨૦૦૪માં જ્યારે કોંગી આવી ત્યારે શેર માર્કેટ ધ્વસ્ત થઈને સેન્સેક્સે એનએસસીનો સૂચકાંક કેમ લઈ લીધેલો? અને એનએસસીનો સૂચકાંક ત્રણ ડીજીટામાં કેમ આવી ગયેલો?

ભારતની સામાન્ય જનતા બધું જ જાણે છે. હજાર ડીબીભાઈઓ, કે હરિભાઈઓ, ભગતભાઈઓ કે શે.ગુ.ભાઈઓ કે પ્રકાશભાઈઓ ભેગા થાય અને લખવામાં ગમે તેટલી બીજેપીની કે નરેન્દ્ર મોદીની બુરાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરે, જનતા તો સત્ય અને અસત્યનો વિવેક પારખી જ લે છે. હવે નહેરુ કે ઈન્દિરાનો જમાનો નથી કે તમે સત્યને ઢાંકી શકો. હવે તો સોસીયલ મીડીયા પણ પટમાં આવી ગયું છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)

મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ ….  ()

આપણે આગળ જોયું કે બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત છે કે

જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને, સતત શિષ્યોની ભરતી માટે પ્રયત્ન શીલ રહે અને સમયના એક  અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો

વાખ્યા બરાબર છે અને આપણે માન્ય રાખીએ છીએ.

એટલે આમ તો આદિ બાવાજી પ્રોટોટાઈપ શિવજી એટલે કે રુદ્ર, અગ્નિ એટલે કે વિશ્વદેવ પોતે છે. પણ એમની મશ્કરી થાય. એટલે મધુચ્છંદા ઋષિ કે ભૃગુ ઋષિ કહીએ કે સપ્તર્ષિઓને બાવાજી કહીએ તો ચાલે. તે પછી દત્તાત્રેય થયા. બધાની પણ મશ્કરી થાય.

તો પછી શરુઆત ક્યાંથી કરીશું?

જે કાળને પાશ્ચાત્ય લોકો ભારતમાં ઐતિહાસિક કાળની શરુઆત માને છે તે મહાવીર સ્વામીથી શરુઆત થઈ શકે.

મહાવીર સ્વામી પહેલા ગુરુ થયા. પછી બુદ્ધ ગુરુ થયા. શંકરાચાર્ય થયા. મધ્ય યુગમાં માધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, જ્ઞાનેશ્વર જેવા વૈષ્ણવાચાર્ય અને સાયણાચાર્ય શૈવાચાર્ય ઉત્તરના અને દક્ષિણના અનુક્રમે વેદજ્ઞાતાઓ થયા.

આપણે અર્વાચીન યુગથી શરુઆત કરીએ. તો બાવાજીઓમાં, સહ્જાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, વિવેકાનંદ, શ્રી મોટા, સાંઈબાબા થયા જેઓ ઓગણીશમી સદીના પૂર્વાર્ધથી શરુ કરી વીસમી સદીના પૂર્વાર્ધ સુધીમાં થયા. બધા બાવાજીઓ આમ તો નિરુપદ્રવી હતા. બીજા બાવાઓ ઉપદ્રવ કરતા પણ બાવાજીઓ ઉપદ્રવ કરતા હતા. કેટલાક બાવાઓ અભણ હતા તો કેટલાક વેદોમાં પારંગત હતા.

પણ ખરા બાવાઓ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા એટલે કે ૧૯૫૧થી થયા અને ખાસ કરીને ઈન્દીરા યુગથી તો બાવાજીઓના દબદબાના યુગનો સુવર્ણકાળ શરુ થયો.

તમે કહેશો કે, શું પ્રાચીન ભારતમાં જે સતયુગ કે જે ઋષિયુગ કહેવાતો હતો તેમાં બાવાઓનો દબદબો હતો? અરે ભાઈ યુગને પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરી મળી નથી. એટલે તેને તો દંતકથા યુગ માની લેવાનો. સ્વતંત્રતા મળ્યા પછી જે બાવાઓ ઉદ્ભવ્યા તેમને વિષે આપણે કાયદેસર રીતે પાશ્ચાત્ય વિદ્વાનોની મંજુરીની જરુર રહી નથી.

ધીરેન્દ્ર બ્રહ્મચારી, મહેશ યોગી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), આનંદમયી મા, આચાર્યભગવાનઓશોસંતરજનીશમલ, સત્ય સાઈબાબા, ઓશો આસારામ, આઠવલેજીનિર્મલબાબા, રાધેમા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, રામરહિમ અને બીજા અગણિતબાવાઓવિચરી રહ્યા હતા/છે. બધા બાવાઓમાં કેટલાક પાસે શિષ્યધન (શિષ્યોરુપી ધન અને શિષ્યો થકી ધન) ફાટ ફાટ થતું હતું અથવા અને ફાટ ફાટ  થાય છે.

બધા મોડર્ન બાવાઓ છે. તેમની પૂર્વેના બાવાઓને કદાચ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય કે પણ થયો હોય. પણ સહુ મોડર્ન બાવાઓને તો થયો છે. જો કે આમાંના કેટલાક બાવાઓ જેલના સળીયા ગણી રહ્યા છે કે જેલના સળીયા ગણવાની તૈયારીમાં છે કે ઈશ્વરે/કે સેતાને  તેમને વહેલા પોતાની પાસે બોલાવી લીધા એટલે જેલના સળીયા ગણવામાંથી બચી ગયા છે.

પણ તેથી શું?

શ્રી કૃષ્ણ જેવા યોગેશ્વરે પણ જન્મતાંની સાથે જેલના સળીયા ગણવા માંડેલા. તેમના પિતાશ્રી તેમને પોતાના મિત્ર નંદ પાસે મૂકી આવ્યા એટલે બાકીના સળીયા ગણવાનું બાકી રહી ગયેલ.

મોડર્ન બાવા એટલે શું?

મોડર્ન બાવાજી એટલે કે, એવા બાવાજી કે જેમને અંગ્રેજી પણ આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેમને અંગ્રેજી આવડતું હોય અથવા તેમના શિષ્યમંડળમાં એવા શિષ્યો હોય જેઓ સરકારી અમલદારો (કારણ કોઈ પણ હોઈ શકે છે) હોય અથવા અને, ડૉક્ટરો વકીલો, રાજકારણીઓ હોય. હાજી આવી પરંપરા નહેરુવીયન ફરજંદ ઈન્દિરા ગાંધીએ ચાલુ કરેલી જેમના ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારીજી હતા.

આ બધા બાવાજીઓ, યોગ, ધ્યાન કે સમાધી કે બ્રહ્મ સાધનામાં કાં તો સિદ્ધ છે કે પ્રયત્નશીલ છે. જીવનના રહસ્યોના જાણકાર છે. તેઓ સૌ તેમના શિષ્યોને કોઈપણ જાતની મદદ કરવા સક્ષમ છે.

બાવાજીઓએ શું શું ધ્યાનમાં રાખવાનું હોય છે? અહીં ધ્યાનનો અર્થ છે લક્ષ. એટલે કે ખ્યાલ રાખવાનો હોય છે કે “આપણું લક્ષ્ય જનતાને (ખાસ કરીને પૈસાપાત્ર જનતાને)  લક્ષ્યવેધ બનાવવાનું છે.

Untitled

તો આ માટે શું અનિવાર્ય છે.

એક તો કૃષ્ણ ભગવાન છે. આ ભગવાન ઑલ ઈન વન છે. બાલકૃષ્ણથી શરુ કરી, રોમેંટીક રાધારમણ થઈ, ઈવટીઝર થઈ, કંસને મારનાર યોદ્ધા થઈ, દ્વારિકેશ થઈ, ગીતાના યોગેશ્વર અને વિશ્વરુપ પરમ પરમેશ્વર છે. તમને જે પસંદ પડે તે રુપને તમે અપનાવી લો. અને પછી તમારા રુપમાં એવી ભેળસેળ કરી દો કે જેથી તમારું શિષ્યગણ (શિષ્યાઓ સહિત) તમારામાં ખોવાઈ જાય.

તમે સમજી લો કે આવું કરનારા તમે પહેલા નથી. પુરાણકાળથી ચાલી આવતી પરંપરા છે. કમસે કમ ઇશ્વીસન પૂર્વે ૮૦૦ થી  શરુ કરી ઇશુની પંદરમી/સોળમી સદીથી વત્તે ઓછે અંશે ચાલી આવતી પરંપરા છે. કૃષ્ણ ભગવાન એક આમ આદમી થી શરુ કરી પરમેશ્વર સુધીના સૌને પોતાનામાં આત્મસાત્‌ કરે છે. જ્ઞાનની વાત કરવી હોય તો તેમના ગીતાબેનની વાતો કરો, અને પ્રેમની વાત કરવી હોય તો રાધાબેનની વાતો કરો. તમારામાં વાકચાતુર્ય હોવું જોઇએ એટલે કે તમારા શ્રોતાઓને તમે હતઃપ્રભ કરી શકો.

બીજું કંઈ?

કૃષ્ણભગવાન પૂરતા નથી. વાણીયાઓમાં જૈન પણ હોય છે. એટલે ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, પ્રેમ, અહિંસાની જ્યારે જ્યારે વાતો કરો ત્યારે અચૂક મહાવીર સ્વામીને યાદ કરો અને શ્રોતાગણને તેમની યાદ દેવડાવો. તેમની માતા              ને આવેલા         સ્વપ્નોના ગુઢાર્થોનું તમારી વાક્‌શક્તિ અનુસાર અર્થઘટન કરો અને તારતમ્યો કાઢો.

બીજું કંઈ?

જો તમારે આંતર્‌રાષ્ટ્રીય બાવા બનવું હોય તો બુદ્ધ ભગવાનને પણ ઉદ્‌ધૃત કરતા રહેવું જોઇએ.

કામભોગમાં રાચવું એ એક છેડો છે. દેહદમન કરવું તે બીજો છેડો છે. મધ્ય-માર્ગ યોગ્ય માર્ગ છે.

થોડા ઝેનના ચમત્કૃત વાક્યો બોલો.

વૃત્તિઓનું વિશ્લેષણ કરો, તેનું વિભાગીકરણ કરો.

વચ્ચે વચ્ચે ટૂચકાઓ મૂકો.

“ગુરુજી, આ વર્ષે મેં જીવનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

 “ભો … શિષ્ય તેં શું  શું કર્યું ?

“ગુરુજી મેં સમૂદ્રમાં ડૂબકીઓ મારી, જંગલમાં ફર્યો, રણમાં ફર્યો, પર્વત ઉપર કૂદકા માર્યા …,

“ભો ભો શિષ્ય … એ બધું ખરું પણ આ બધું કરતાં તે જીવનનો આનંદ ક્યારે ઉઠાવ્યો .. ?

   ————————————- શિષ્યભાઈ મૌન ———————————

એક સાધુની ઝૂંપડીમાં ચોર ઘુસ્યો. કશું મળ્યું નહીં. સાધુને થયું … આ તો ઠીક નહીં …. સાધુએ પોતાના કપડા ઉતારી ચોરને આપી દીધા. સાધુ નગ્ન થઈને બેઠા. રાત હતી. નગ્ન સાધુએ આકાશમાં જોયું. ચંદ્ર દેખાયો. સાધુને થયું કે “ … કાશ … હું તેને ચંદ્ર આપી શક્યો હોત!”

 ——————-(શ્રોતાઓ મૌન, ચંદ્ર મૌન, કથાકાર બાવાજી મલક્યા) ——————————–

  એક વ્યક્તિ સામાન્ય હતી. તે સામાન્ય વ્યક્તિ પ્રયત્ન પૂર્વક મહાનુભાવ થઈ ગઈ. તે ગુરુ પાસે ગઈ. ગુરુએ પૂછ્યું …. “તું શું કામ મારી પાસે આવી છે?” વ્યક્તિએ કહ્યું કે “ મારે હવે સામાન્ય વ્યક્તિ થઈ જવું છે …”

  —————————- (આપણે કહીશું … “ગુરુજી મૌન” ?) ——————————–

ગાંધીજી પાસે એક વ્યક્તિ ગઈ …. તેણે કહ્યું “હું આટલું આટલું ભણેલો છું …. મારે આશ્રમમાં રહેવું છે. … મને કંઈક કામ આપો…”

ગાંધીજી એ કહ્યું … “ પેલું ઝાડું લઈ લો અને પાછળના વાડાની સફાઈ કરી નાખો… “

   ————————————— (કોણ મૌન ?) ———————————————-

“ગુરુજી કંઈક શિખામણ આપો …”

“હે જીજ્ઞાસુ !! તેં ખીચડી ખાધી ?

“જી, ગુરુજી … મેં ખીચડી ખાધી …!!!”

“તો હે જાતક , તું તે પ્લેટને ધોઈ નાખ …”

  ——————————— (સાધક જાતકને બોધ પ્રાપ્તિ થઈ ગઈ) ——————–

બેકાબુ બનેલા ઘોડા ઉપર બેઠેલા અસવારને કોઈએ પૂછ્યું … “ભાઈ …. ક્યાં જાઓ છે …?”

ઘોડેસવારે કહ્યું “ …. મને નહીં … ઘોડાને પૂછો” ….

ટ્રેનમાં સંતા સરદારજી ને ટ્રેનમાં ઉપલી બર્થ મળી …  બંતા સરદારજીને નીચેની બર્થ મળી. સંતાજીએ બંતાજીને પૂછ્યું … “કહાં જા રહે હો સરદારજી …?”

સંતાજીએ કહ્યું … “મૈં તો અમૃતસર જા રહા હું… આપ … !”

બંતાજી એ કહ્યું …”મૈં તો દિલ્લી જા રહા હું … “

સંતાજી બોલ્યા .. “સાયન્સકી ક્યા કમાલ હૈ !!! ઉપરકી બર્થ અમૃતસર જા રહી હૈ … ઔર નીચેકી બર્થ દિલ્લી જા રહી હૈ …”

 ————— (ખીડકીકે પાસ બૈઠે મોનાજી બોલે … “એન્જીનકો પૂછના પડેગા”) ———

શિષ્ય ગુરુપાસે ગયો. કહ્યું … “ગુરુજી …, મારી બાર વર્ષની અથાક મહેનત પછી મને યોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે હવે હું પાણી પર ચાલી શકું છું … હવે હું પેલી નદીના પાણી ઉપર ચાલીને સામે પાર જઈ શકું છું. … મારી આ યોગસિદ્ધિનું મૂલ્ય શું? ”

ગુરુએ કહ્યું “ તારી યોગસિદ્ધિનું મૂલ્ય “બે આના”…. પેલા હોડીવાળાને બે આના આપીને નદી પાર કરી શકાય છે. …” 

  ————————————– (પ્રશ્નકર્તા મૌન) ————————————

 ગાંધીજીની અહિંસા એ સાચી અહિંસા નથી.  એક વેશ્યા એક યુવકના ઘરસામે ઉપવાસ કરવા બેઠી. મને પરણ ને પરણ જ. નહીં તો હું અહીં ઉપવાસ કરીને પ્રાણ ત્યાગીશ.

સાચી અહિંસા તો પેલા પાદરીની હતી કે જેણે દૂર રહ્યે રહ્યે પોતાની સાધનાથી એક માણસનું હૃદય પરિવર્તન કર્યું ….

  ————————— (જંગલમેં મોર નાચા કિસીને ના દેખા) ————————-

પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ આસન કયું?

દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે. કારણ કે તેમાં ગાયને દોહતી વખતે આંચળ ઉપર હાથ હોય છે. પગના બે સાથળ વચ્ચે બોઘરણું હોય છે. અને બધો ભાર બે પગના બે અંગુઠા ઉપર હોય છે. ધરતીમાતા ઉપર બે અંગુઠા જ હોય છે. એટલે ધરતીમાતા ઉપર ઓછામાં ઓછો ભાર હોય છે. તેથી આ દુગ્ધદોહનાસન એ શ્રેષ્ઠ આસન છે.

 ———– (એક દયાળુ કઠિયારાએ લાકડાની ભારી પોતાના માથે રાખી અને પછી ગધેડા ઉપર બેઠો જેથી લાકડાની ભારીનું વજન ગધુભાઈને ન લાગે) ———————————————–

“ અરે વાહ શું સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ હતા …

“પણ તેં શું ચાર દિવસના ઉપવાસ કરીને રોટલો અને મરચાના સ્વાદને માણ્યો છે?

   ——————————————————————————————–

“ બૂલેટ ટ્રેનમાં શું મજા આવી … શું મજા આવી …

“પણ તેં શું ગોધરાથી લુણાવાડાની નેરોગેજ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઉતરી જંગલમાં પડતા પહેલા વરસાદની સુગંધ માણી છે?

    —————————————————————————————— 

“એ.સી. ફર્સ્ટ ક્લાસમાં જે મુસાફરીની મજા છે તે ક્યાંય નથી … 

“શું તેં ભાવનગર મહુવાની નેરોગેજ ટ્રેનમાં એંજીનમાં ઉભા રહી મુસાફરીની મજા માણી છે?

    ——————————————————————————————–

ઉપરોક્ત ચૂટકલાઓમાં સોડા, રાસ્પબરી અને લેમન મિક્સ છે. જેને જે અર્થ ઘટન કરવું હોય તે કરે અને જે બોધ લેવો હોય તે લે.

જો તમારે બાવા થવું હોય તો આવું આવું બોલ્યા કરવું.

દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક એવો ભાસ થાય છે કે તેને હવે બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. બુદ્ધ ભગવાનને પણ આવું જ થયું હતું. હવે શિષ્યોની જરુર છે. કે જેથી તે પોતાનું જ્ઞાન તેમની સાથે શેર કરી શકે. પણ કેટલીક વ્યક્તિઓમાં બ્રહ્મજ્ઞાન ફાટફાટ થતું હોય છે. વળી કેટલાકને “પીણા”ની ટેવ પડી ગઈ હોય છે. તેથી ગુરુપદ માટેની તીવ્ર-વૃત્તિ હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે પીધા પછી અને પીવડાવ્યા પછી બંને ક્રીડાકર્તાઓને સંત-રજનીશમલના આસનમાં ( ‘ભોગાસન)માં બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તેવું લાગે છે. અમુક રાધાઓ સંત રજનીશમલ કે ઓશો-આસારામ પાછળ શું કામ ઘેલી થતી હતી તે ઉપર સંશોધન થવું જોઇએ તો ડ્રગ્ઝના ક્ષેત્રમાં બાવાઓના સંશોધન અને પ્રયોગો વિષે વધુ માહિતિ મળી શકે.

જો કે એક વાત સાચી છે કે જ્યારે મગજમાં લોહી અને ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે “શૂન્યમનસ્કતા”નો ભાસ થાય છે. હિમાલયમાં ઉંચાઈ ઉપર આવો અનુભવ થતો હોય છે.

સંત રજનીશમલ કહે છે કે “વિવેકાનંદ મહાન હતા, … જ્ઞાની હતા … વિચારક હતા, …. ચિંતક હતા, … અભ્યાસી હતા, … મહેનતુ હતા, …. આકર્ષક હતા, ….  ઘણુ બધું હતા, … પણ … પણ … તેઓ સમાધિ અવસ્થામાં પહોંચી શક્યા ન હતા …  તેમણે પોતે જ આ વાત કબુલ કરી છે …. “

સંત રજનીશમલને પૂછવું પડશે … “બાવાજી તમે ‘યોયો’થી રમવાનો આનંદ લીધો છે? ગરીયો (ભમરડો) ફેરવવા કરતાં તે સહેલો છે”

   ——————————————————————-

 “અરે તમે રજનીશને છોડીને “ એક્સ એક્સ એક્સ”માં ક્યાં ગયા.

“મહાનુભાવ, તમે તો ભૂતમાં માનતા ન હતા અને પલિતમાં કેવીરીતે માનવા લાગ્ય?

   ———————————————————————–

“અરે ભાઈ, (અર્વાચીન) રામ રહીમ  કહો કે સંત કહો બધા  એક જ વહાણના મુસાફર છે.

મોરારજી દેસાઈએ કહેલ કે પોંડીચેરીના આશ્રમમાં પણ વ્યક્તિની પાત્રતા પ્રમાણે (આર્થિક દાન આપવાની ક્ષમતા પ્રમાણે) સુવિધા અને વ્યવહાર થાય છે.

રુપીયા તો રુપીયા છે. તે લાલ, કાળા કે શ્વેત હોતા નથી. ફક્ત તે પ્રાપ્ત કરવાના રસ્તા જ લાલ, કાળા અથવા શ્વેત હોય છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

ઓગણવીસ સ્ત્રીઓ સ્નાનાર્થે સરયુ નદીએ ગઈ, વીસ પાછી આવી અને ઓગણને વાઘ ખાઈ ગયો.

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

Where is he lost, the man who walked on this earth with flesh and blood? Part-4 / 9 (GUJARATI)

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ – ૪ / ૯

રાજગાદી કોને મળવી જોઇએ? રામને કે ભરતને ?

દશરથ રાજાએ કૈકેયીના પિતાને વિશ્વાસ આપ્યો હતો કે જો પટ્ટરાણીને પણ પુત્ર થશે તો પણ કૈકેયીના પુત્રનો જ રાજ્યભિષેક થશે.

હવે થયું એવું કે પટ્ટરાણી સૌ પ્રથમ ગર્ભવતી થઈ. એટલે કે જ્યેષ્ઠપુત્ર કૌશલ્યાને થયો. કૈકેયી પછી ગર્ભવતી થઈ એટલે એનો પુત્ર જ્યેષ્ઠ પુત્ર ન બન્યો. પ્રણાલી એવી હતી કે જ્યેષ્ઠપુત્રને રાજગાદી મળે. અથવા તો જે સૌથી વધુ લોકપ્રિય રાજકુંવર હોય તેને રાજગાદી મળૅ. રામ લોકપ્રિય પણ હતા અને જ્યેષ્ઠ પુત્ર પણ હતા.

હવે શું કરવું?

બધી લડાઈ મીકી માઉસ જેવી બનાવી?

આ સમસ્યામાં જે દેવી તત્વોની રમત રમવાની જે વાતો કહી છે તેની આપણે ચર્ચા કરવી જરુરી નથી તેથી તે ચર્ચા નહીં કરીએ. જો કે ટૂંકમાંતે વાત આમ છે, કે દશરથ રાજાએ રામના યુવરાજ પદની ઘોષણા કરી એટલે ઈંદ્રાદિ દેવો મુંઝાયા. જો રામ અયોધ્યાના રાજા થઈ જશે તો તેઓ રાજકાજમાં વ્યસ્ત થઈ જશે. જો આમ થશે તો રાવણના ત્રાસમાંથી આપણને છોડાવશે કોણ? એટલે કંઈક તો કરવું પડશે.

કૈકેયી આમ તો સારી છે. એટલે તેને પૂર્ણ રીતે વાંકમાં લેવાની જરુર નથી. તો શું કરીશું? મંથરા જે કૈકેયીની દાસી છે તેને પટમાં લાવો. બલિનો બકરો (બલિની બકરી) તેને બનાવો. ભાઈઓ અને બહેનો, આ કૈકેયી તો બહુ જ સારી હતી. એટલે તો દશરથ રાજાને ગમતી હતી. પણ દૈવી શક્તિઓ સામે કૈકેયી બીચારી શું કરે?

આમ તો ઈન્દિરા ગાંધી સારી હતી કારણકે જવાહરલાલ નહેરુની પુત્રી હતી.

જવારહરલાલ તો કેટલા બધા સારા હતા. જુઓને જવાહર લાલે કેવા કેવા ભોગ આપેલા. સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના ઘરમાં પડ્યા પાથર્યા રહેતા હતા. તેમની આગતા સ્વાગતા થતી હતી. ચા અને નાસ્તાપાણી થતા હતા. ભલે જે કંઈ ખર્ચ થતો હતો, એ પૈસા તેઓ કમાયા ન હતા પણ તેમના પિતાશ્રીના તો હતા જ ને ? જો પિતાના વારસા ઉપર તેમનો હક્ક હોય તો પોતે ( ભલે પછી તે, મહાત્મા ગાંધી આગળ ત્રાગું કરીને) મેળવેલા વડાપ્રધાનપદ હોય પણ આ પદનો વારસો ઇન્દિરા ગાંધીને મળે તેવી જોગવાઈ તો તેમણે કરવી જ પડે ને ! આવા સુંદર, ચપળ, પોતાનું વારસાગત ઘર ત્યાગી ને દેશને સમર્પણ કરનાર, દેશી વિદેશી નેતાઓના સંપર્કોવાળા એવા નહેરુની પુત્રી તો સારી જ હોયને.

હા આ કટોકટીમાં એણે તેના વિરોધીઓને જેલમાં પૂર્યા એ વાત ખરી. પણ એમાં બિચારી ઇન્દિરા ગાંધીનો કંઈ વાંક ન હતો. તે તો રાજીનામુ આપવા તૈયાર હતી. પણ સંજય ગાંધી એવો હતો કે જેણે ઇન્દિરાગાંધીની ઉપર ઇમોશનલ કે બ્લેકમેલની ધમકી રુપી દબાણ કર્યું. આમ તો સંજય ગાંધી પણ એવો ન હતો. પણ એ ચંડાળ ચોકડીની વાતોમાં ચડી ગયો. અને ઈન્દિરા ગાંધી દ્વારા કટોકટી લદાવી. ઇન્દિરા ગાંધી બિચારી કંઈ કટોકટી લાદીને ખુશ થઈ ન હતી.

આ મનમોહન સિંગ ની જ વાત કરોને. બિચારા સાબ ગરીબડા છે. સોનીયા પણ કંઈ એવી ખરાબ નથી. આ તો ડીએમકે અને સોનીયાના સાથી પક્ષો જ એવા છે. ભાઈ રાજકારણ છે જ એવું હોય છે. તેર સાંધો અને ત્રેપન તૂટે. બિચારા મન મોહન અને સોનીયા કરે પણ શું !!

જો આપણા હાલના સમાચાર માધ્યમોના ખેરખાંઓની અને મૂર્ધન્યોની આવી અવદશા હોય તો જેમને એક મહાપુરુષની કથાને રસમાય કરવાની હોય તેઓ તો કંકને કંઈક જોડે જ ને.

કૈકેયીનો કેસ ઇન્દિરાગાંધી જેવો નબળો નહતો. તેણે જે માગણી મુકી અને આચરણ કર્યું તે તેનો હક્ક હતો.

પુરાણકારોમાં એક વાત સામાન્ય હતી. અસુર, દૈત્ય, રાક્ષસ, દાનવ પોતાની ઉન્નતિ માટે બ્રહ્માજી, શિવજી આદિ કોઈનું તપ કરે અને તેમને પ્રસન્ન કરે. તેમની પાસેથી મનોવાંચ્છિત વરદાન મેળવે. પછી દેવોને ડરાવે, દેવોની હકાલ પટ્ટી કરે પરેશાન કરે. આવું બધું થાય, પછી વિષ્ણુ કે શિવ, કે ગણેશ કે કાર્તિકેય કે માતાજી ઓ આ રાક્ષસી શક્તિઓ સામે મહાયુદ્ધ કરે અને દેવોની રક્ષા કરે. જનતાને પણ આ રીત ગોઠી ગઈ હતી.

આ રીતમાં જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરાય અને જેટલું લંબાવવું હોય તેટલું લંબાવાય. જનતા ભાગી ન જાય. અત્યારની ટીવી સીરીયલોના ડીરેક્ટરો જેવું ન હતું કે એક પાત્ર એક વાક્ય બોલે અને કેમેરા ડક્ઝન બંધ પાત્રોના મોઢા ઉપર કેમેરા ડઝનેકવાર ફેરવવા માંડે. પાત્રોના વાક્યે વાક્યે આવું થાય. ડાયરેક્ટરને થાય કે આ તો “તાજ સીગરેટ જેવું થાય છે” ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે. જો કે પુરાણ કારોનું સાવ આવું ન હતું. પુરાણ, એપીસોડ જેવું સાવ સ્લો થઈ જતું નહીં, કે અમુક દર્શકો સીરીયલો જોવી બંધ કરી દે.

દેવોએ મંથરાને પોતાની રીતે ઉશ્કેરી ઉકસાવી. મંથરાએ કૈકેયીને ઉશ્કેરી.

દશરથ રાજા માટે ધર્મ સંકટ ઉભું થયું. ત્રણ પ્રણાલીઓ સામસામે આવી. સંભવ છે કે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળે એવો રસ્તો કાઢ્યો કે ત્રણે પ્રણાલીઓ ને સન્માન મળે. આ પ્રમાણે રામ ૧૪ વર્ષ વનમાં જાય. ભરત ૧૪ વર્ષ નિશ્ચિંત થઈને રાજ કરે. જો ભરત સુચારુ રુપે રાજ કરશે તો જનતા તેને જ રાજા તરીકે ચાલુ રાખશે.

રામને વનવાસ શા માટે?

રામને વનવાસ એ માટે કે રામ લોક પ્રિય હતા. જનતા રામના પક્ષમાં રસ્તા ઉપર ઉતરી આવે તો ભરતે રાજગાદી છોડવી પડે. રામની ગેરહાજરીમાં ભરત, જનતાનો પ્રેમ હાંસલ કરી લે.

રામ સાથે સેના પણ નહીં. વનવાસ એટલે વનવાસ. જો રામ સેના રાખે તો રામ એજ સેના થી બીજા મુલકો જીતીને રાજા થઈ જાય. પછી અયોધ્યા ઉપર પણ કબજો કરી લે તો !!

રઘુવંશના રાજાઓ કે એ વખતના રાજાઓ મનમાની કરી શકતા ન હતા. રાજાએ જો વચન આપ્યું હોય તો તે વચન પાળવું જ પડે. પ્રણાલીઓનું પાલન કરવું જ પડે. રામે દશરથ રાજાની વાત કબુલ રાખી.

લક્ષ્મણે તો રામની સાથે જ રહેવાનું હતું.

સીતાએ વિચાર્યું હોઈ શકે કે જે વ્યક્તિ જુના પ્રકારનું અટપટું ધનુષ વાપરવામાં પણ પાવરધી હોય તે વનવાસ દરમ્યાન ચૂપ બેસશે નહીં. માટે આ વ્યક્તિ ઉપર નજર તો રાખવી જ પડશે. કદાચ સીતા અને લક્ષ્મણની પત્ની ઉર્મલા બંન્નેએ મસલત કરી આ નિર્ણય લીધો હોય. સીતા, રામ અને લક્ષ્મણ પર નજર રાખે, અને ઉર્મિલા અયોધ્યામાં જે કંઈ થાય તેના ઉપર નજર રાખે.

આમ તો રામાયણ ચમત્કારોથી ભરપુર છે. તેમાં દંતકથાઓ અને બીજા ઉમેરણો પુષ્કળ છે. પહેલે થી જ રામ દ્વારા ઘણા રાક્ષસોની હત્યા થયેલી, આકાશમાંથી પુષ્પ વર્ષા થતી, અહલ્યાનો ઉદ્ધાર, રામ જન્મ થવાથી દેવતાઓ અયોધ્યામાં આવે અને રામના રુપમાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી ખુશ થાય. વિષ્ણુ અવતાર લે એટલે બીજા દેવો પણ અવતાર લે જેમકે કોઈ પ્રધાન બહારગામ જાય એટલે તેમની સાથે સુરક્ષાદળો, સચિવ, સ્ટેનો અને બીજો સ્ટાફ પણ મદદમાં જાય (અને શોપીંગ પણ કરી લે). યજમાન પ્રદેશના સુયોગ્ય લેવલના મહાનુભાવ પ્રોટોકોલ નિભાવે. આ બધી વાતો વ્યર્થ છે.

શુર્પણખા અને રામ-લક્ષ્મણ

રામ લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહે છે. રામ હમેશા પોતાને સમ્રાટ ભરતના પ્રતિનિધિ તરીકે પ્રસ્તૂત કરતા રહે છે. યથા યોગ્ય રીતે વનવાસીઓની સુરક્ષા કરતા રહે છે.

રાવણની બહેન શુર્પણખા

એક દિવસ શુર્પણખા ફરતાં ફરતાં પંચવટી આવે છે. રામના રુપથી એ મોહિત થાય છે. તે રામ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. રામ તો આદર્શ પુરુષ છે. તેઓ એક પત્નીવ્રતમાં માનતા હોય છે. વળી સીતા પ્રત્યક્ષ નહીં તો પંચવટીમાં તો હતી જ. “આવ પથરા પગ ઉપર” એવું શું કામ કરવું? એટલે રામ શુર્પણખાને સૂચન કરે છે કે તે લક્ષ્મણને પ્રપોઝ કરે.

શુર્પણખા લક્ષ્મણને જુએ છે. એ પણ કંઈ ખોટો ન લાગ્યો. શુર્પણખા લક્ષ્મણને પ્રપોઝ કરે છે. પણ લક્ષ્મણ તેને ફરીથી રામ પાસે મોકલે છે. આમ આ બંને અવારનવાર એકબીજા પાસે શુર્પણખાને મોકલીને જુદી જાતના “ઈવ ટીઝીંગ” નો લાભ લે છે. શુર્પણખાને અંતે ટ્યુબલાઈટ થાય છે કે આ બંને મને ભઠાવે છે. આવા સંજોગોમાં સ્ત્રીનો અધિકાર છે કે તે ગુસ્સો કરે. અને શુર્પણખા તો મોટા ઘરની હતી તેથી આ બંને સાથે મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા દેશમાં મંત્રીનો છોકરો સ્વમાન ભંગ થતાં મારપીટ ઉપર ઉતરી આવે છે. આપણા રામ અને લક્ષ્મણ, બે પુરુષ તે શુર્પણખાને નાક અને કાન ઉપર ઈજા પહોંચાડે છે. જોકે યુપીના મુંહાવરા પ્રમાણે નાક કાન કટા એમ કહે છે. શુર્પણખા, પોતાના ભાઈ, રાવણ પાસે જઈને રામ અને લક્ષ્મણ વિરુદ્ધ ફરીયાદ કરેછે.

સીતા હરણ

સીતા હરણ શું થયું હશે? એક પાઠ પ્રમાણે સીતા પોતાની મેળે લંકા જતી રહી હતી. ક્યાંક વળી સીતાને રાવણની પુત્રી બતાવી છે. પણ મોટાભાગના પાઠ પ્રમાણે રાવણ સીતાનું અપહરણ કે હરણ કરી કરી ગયો હતો.

સુવર્ણ મૃગની વાત આવે છે. મરિચી જે રાવણનો મામા હતો તે પોતાની માયાવી શક્તિથી સુવર્ણ મૃગ બની જાય છે. સીતાને લોભાવે છે. આપણે બહુરુપીયાઓની કળાઓથી પરિચિત છીએ. પણ આ અતિશયોક્તિ કે ઉમેરણ હોઈ શકે.

સીતા, રામને આ સુવર્ણ મૃગને લઈ આવવાનું કહે છે. રામ જાય છે. મરિચી રામને દૂરદૂર લઈ જાય છે. રામ એને તીર મારે છે. મરિચી રામના જેવા અવાજમાં લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે.

સીતા લક્ષ્મણને તપાસ કરવાનું કહે છે. તે માટે લેખક સીતાના મોઢામાં કડવા શબ્દો પણ મુકે છે. પણ લક્ષ્મણ એક રેખા દોરીને સીતાને કહે છે કે આ રેખાનું ઉલ્લંઘન ન કરશો. કારણકે આ રેખાની અંદરની દિશામાં હશો ત્યાં સુધી હું તમને જોઈ શકીશ. આવું જ કંઈક હશે. કારણ કે જેવી વર્ણવવામાં આવી છે એવી ચમત્કારિક રેખા કોઈ દોરી ન શકે.

રાવણ સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. આમાં પણ નાટ્યકરણ છે. સીતા એક પગ ઉંચો કરીને રેખાની બહાર લંબાવે છે. રાવણ તે પગને ખેંચીને સીતાને ઉઠાવી લે છે.

રામ તો વિષ્ણુ ભગવાન છે. સીતા સાક્ષાત લક્ષ્મી છે. સીતા તો વલ્કલ પહેરતી હતી. રાવણ આવી સીતાનો ઉંચો થયેલો પગ ખેંચીને પોતાના ખભા ઉપર ઉઠાવી લે છે.

સીતા આવી નિર્માલ્ય અને નિર્બળ કેવી રીતે હોઈ શકે? માતા લક્ષ્મીની આવી અવમાનના થઈ જ કેવી રીતે શકે !!

કોઈને જ્યારે ભગવાન બનાવી દઈએ અને કોઈ સ્ત્રીને દેવી બનાવી દઈએ ત્યારે સર્વશક્તિમાન ભગવાન અને માતાજી વિષે આવી મુસીબતો ઉભી થાય છે.

પણ ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા ટેકા.

અરે ભાઈ આ બધી તો ભગવાનની લીલા છે. ભગવાન તો સંકલ્પમાત્રથી બધું જ કરી શકે છે. ભગવાનોએ તો લીલા પણ કરવાની હોય છે. એટલે તો ભગવાન આવું બધું કરે છે.

કોઈ કહેશે અરે ભાઈ એવી કેવી લીલા કે લક્ષ્મીજીની ઈજ્જત જતી રહે. લક્ષ્મીજીની બેઈજ્જતી કેમ થવા દીધી?

આનો પણ ઉત્તર છે. જુઓ. ભાઈઓ અને બહેનો … જ્યારે રામ વનવાસ માટે નિકળ્યા ત્યારે લક્ષ્મીજી તો વૈંકુંઠ પાછા જતા રહ્યા. રામની સાથે જે સીતા ગઈ એ કંઈ સાક્ષાત લક્ષ્મીદેવી ન હતાં. એ તો લક્ષ્મીની છાયા હતી.લક્ષ્મીજી તો રામની પાસે પોતાની છાયાને રાખીને ગયાં હતાં. જે સીતા હતી તે છાયાલક્ષ્મી હતી. ઇતિ સિદ્ધમ્‌.

આ તો ચમત્કાર થયો. હા ભાઈ. પણ યાદ રાખો તમારો શ્રોતાગણ. એ તો ચમત્કાર વિષે પ્રશ્ન નહીં ઉઠાવે. માટે તમે નિશ્ચિંત રહો.

બસ એટલું જ સમજો કે સીતા લંકા પહોંચી ગઈ.

રાવણને સીતામાં કોઈ રસ હતો? શું રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું? શું રાવણે સીતા ઉપર અત્યાચાર કરેલ?

આવું કશું હતું નહીં. રાવણને સીતામાં કોઈ રસ ન હતો. ન તો રાવણને સીતા સાથે લગ્ન કરવું હતું. ન તો રાવણ સીતાને પરેશાન કરવા માગતો હતો. જે રાવણે કૌશલ્યાને દશરથ સાથે છોડી દીધી અને પોતાની ઈચ્છા જતી કરી, એને સીતામાં કેવી રીતે રસ હોય? જે રાવણ દશરથ અને કૌશલ્યા એમ બંનેનું એક સાથે અપહરણ કરી શકતો હોય અને પછી છોડી પણ દેતો હોય, તેને સીતામાં કોઈ રસ ન હોઈ શકે. ઘણા પુરુષોની પ્રકૃતિ એવી હોય કે તેમને સ્ત્રી ઉપર દબાવ લાવવો પસંદ ન હોય. રાવણને તો ફક્ત રામનું અપમાન કરવું હતું. આ તેણે કરીને બતાવ્યું. રાવણે પોતાની બહેન પર કરવામાં આવેલ “ઈવ ટીઝીંગ” નો જવાબ આપી દીધો. રાવણે સીતાને અશોકવાટિકામાં છૉડી દીધી. મશ્કરીનો જવાબ બે ગણી મશ્કરી થી આપી દીધો.

રામનું અપમાન તો થઈ જ ગયું.

પણ રામ એમ કંઈ ગાંજ્યા જાય તેવા ન હતા.

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, મંથરા, ઈંદ્ર, ઈંદિરા, જવાહર લાલ, નહેરુ, કટોકટી, સંજય, ચંડાળ ચોકડી, શિવ, વિષ્ણુ, રાક્ષસ, તપ, વરદાન, અપહરણ, ઈવ ટીઝીંગ, રાવણ

Read Full Post »

where is he lost who walked on this earth in flesh and blood? Part-3 / 9

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ?  ભાગ – ૩/૯

દશરથ રાજાઃ

વૈવસ્વતઃ મનુ એ સૂર્યવંશનો પ્રથમ રાજા હતો. તેના પછી ૬૩મા ક્રમે રાજા દશરથ (દશરથ-૨) આવે છે. રામચંદ્ર, આ દશરથ રાજાના પ્રથમ પુત્ર હતા. ઉપરોક્ત મનુરાજા ૧૪ મન્વન્તરોમાંથી ૭મા મન્વ ન્તર નો પહેલો રાજા ગણાય છે. આ મન્વન્તરની કાળગણનાની વાતને માનો કે ન માનો તેથી કોઈ ફેર પડતો નથી. પુરાણોમાં ઇતિહાસ છે અને તેમાં દશરથ નું નામ છે અને તેનો સૌથી મોટો પુત્ર રામ છે. કોઈ રાજા બે નામથી પણ ઓળખાતો હોય છે. રામના પિતા દશરથ, દશરથ-૨ હતા.

અયોધ્યાને નકારવું જરુરી નથી.

દશરથે કૈકેયી સાથે લગ્ન કર્યું. કૈકેયી કેકેય પ્રદેશની હતી. કેકેય પ્રદેશ અયોધ્યાની પશ્ચિમે લાંબા અંતરે આવેલો પ્રદેશ છે. કુરુક્ષેત્રને પસાર કર્યા પછી પણ ઘણી નદીઓને પસાર કર્યા પછી તે આવે છે. એ જમાનામાં તેજ ગતિથી દોડતા ઘોડાઓ હતા તો પણ અયોધ્યાથી ત્યાં પહોંચતાં સાત દિવસ થતા હતા. કેકેય પછી ગાંધાર આવતું હતું. એટલે આ અંતરને નકારવું જરુરી નથી.

દશરથ રાજાને પોતાની બે રાણીઓથી કોઈ પુત્ર થયેલ નહીં. એટલે દશરથે કેકેયની રાજકન્યા પસંદ કરી. આપણે એવું માની શકીએ કે ભારતીય સંસ્કૃતિ તે વખતે પણ ગાંધાર સુધી ફેલાયેલી હતી. આમ તો ઇશુની પહેલી સદી સુધી ભારતીય રાજાઓ ઈરાન સુધી રાજ કરતા હતા એવું અમને “કમળા શંકર સુંદરલાલ” ના પાઠ્યપુસ્તક દ્વારા ભણાવવામાં અવેલ..

કૈકેયીની સાથે લગ્ન કર્યા પછી પણ દશરથ રાજાને સંતાન થયેલ નહીં. દશરથ રજા પુત્રેષ્ટી યજ્ઞ કરે છે.

પુત્રેષ્ટી યજ્ઞ શું હતો?

વાસ્તવમાં આ એક ઉપચાર જ હોવો જોઇએ. આયુર્વેદમાં દૂધ, ખાંડ અને ચોખાના નિત્યસેવનને પુત્રપ્રાપ્તિનો એક ઉપચાર માનવામાં આવે છે. યજ્ઞ એટલે જોડવું. એનો એવો અર્થ પણ થાય છે. વિશેષ અર્થ એ પણ થાય કે કુશળતા પૂર્વક અને ઓતપ્રોત થઈને જોડવું. આ યજ્ઞને ઉપચારની પ્રક્રિયા તરીકે સમજી શકાય.

બધી રાણીઓ ગર્ભવતી થઈ. સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન એમ બે પુત્રો થયા. લગ્ન પછી થોડા લાંબા સમયે જોડકા પુત્રો જન્મવાની શક્યતા થોડી ઘણી વધે છે. એટલે તેનું કારણ શોધવાની જરુર નથી. પણ લેખકે એવું જોડી દીધું કે કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી ખીર આપી. આનું કશું મહત્વ નથી. કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીએ ભરતને જન્મ આપ્યો.

ભાઈઓની જોડી જુદી રીતે થઈ.

સામાન્ય રીતે જોડકા ભાઈઓ વચ્ચે ગાઢ મૈત્રી થાય કારણકે તેઓ સાથે સાથે જ ઉછરે છે. પણ રામાયણમાં રામ – લક્ષ્મણની જોડી થઈ અને ભરત-શત્રુઘ્નની જોડી થઈ.

“રામ – લક્ષ્મણની જોડી અને ભરત-શત્રુઘ્નની જોડી” આવું શા માટે થયું?

શક્યતા છે જ કે પ્રારંભથી જ આ વાત નિશ્ચિત ન હતી કે દશરથનો અનુગામી રાજા કોણ થશે.

એટલે કે “રામને રાજગાદી સોંપવી કે ભરતને રાજગાદી સોંપવી?”

આ બાબતમાં ત્રણે રાણીઓમાં અનિશ્ચિતતા હતી. ઓછામાં ઓછું સુમિત્રાના મનમાં તો હતું જ કે રામને રાજગાદી મળે પણ ખરી અને ન પણ મળે. ભરતને પણ રાજગાદી મળવાની શક્યતા હતી. આ કારણ થી સુમિત્રાએ એક પુત્રને રામ સાથે લાગુ કરી દીધો અને બીજા પુત્રને ભરત સાથે લાગુ કરી દીધો.

આમ કરવાથી જો રામને રાજગાદી મળે તો લક્ષ્મણ નું ભવિષ્ય નિશ્ચિંત થાય અને જો ભરતને રાજગાદી મળે તો શત્રુઘ્નનું ભવિષ્ય નિશ્ચિંત થાય. ભરત અને શત્રુઘ્ન તો જોડીયા ભાઈ જ હતા તેથી બંને એકબીજાનું ધ્યાન રાખી શકે. આમ સુમિત્રા પોતે પણ સુરક્ષિત થઈ જાય.

ભરતને રાજગાદી મળવાની શક્યતા કેવી રીતે હતી?

જ્યારે દશરથ રાજા કેકેય નરેશ પાસે તેની પુત્રીનો હાથ માગવા ગયા ત્યારે દશરથ રાજાને પ્રશ્ન પૂછાયો હશે એવી શક્યતા હતી જ. ક્યાંક આ ઉલ્લેખ પણ છે. આ વાતની શક્યતાને નકારી ન શકાય.

કેકેય નરેશને ખબર હતી કે દશરથ ને બીજી રાણીઓથી સંતાન નથી. અને તેથી દશરથ રાજા સાથે પોતાની પુત્રી પરણાવીએ તો તેના પુત્રને જ રાજગાદી મળશે. પણ તેને એ પ્રશ્ન પણ થયો કે પટ્ટરાણી તો કૌશલ્યા હતી. અને જો પાછળથી કૌશલ્યાને પણ પુત્ર થાય તો પોતાની પુત્રીનો પુત્ર, રાજગાદીનો હક્ક ગુમાવે. આવું થાય તો, તે, કેકેય નરેશને મંજુર ન હતું. તેથી તેણે દશરથ રાજા પાસેથી વચન લીધું કે મારી પુત્રીના પુત્રને જ રાજ ગાદી મળવી જોઇએ. દશરથ અને કેકેય બંને માન્યું હશે કે જો કૌશલ્યાએ હજુ સુધી પુત્રને જન્મ આપ્યો નથી તો હવે પછી તો નહી આપે. અને ધારો કે કૌશલ્યા પુત્રને જન્મ આપશે તો તે કૈકેયીના પુત્ર કરતાં તો નાનો જ હશે.

મોટો પુત્ર હોય તેને રાજગાદી મળે તેવી પ્રણાલી હતી.

કૈકેયી શુરવીર અને મેધાવી હતી. દશરથ રાજાને કૈકેયી પ્રિય પણ હતી. પણ પટ્ટરાણી કૌશલ્યા હતી. તે સમયની પ્રણાલી પ્રમાણે પટ્ટરાણી પદ એકવાર આપ્યું એટલે આપ્યું. એનો ફેરબદલો ન કરી શકાય.

ચારેય પુત્રોએ વિશ્વામિત્ર ઋષિ પાસે અસ્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર કેવી રીતે આવ્યા અને વિશ્વામિત્રે દશરથ રાજા અને તેમના મંત્રીમંડળ સાથે શું સંવાદ કર્યો તેનું વર્ણન કરવું અહીં જરુરી નથી. કારણકે આ બધો સંવાદ અને વર્ણન છે . આ બધું લેખકની ધારણા, કલ્પના ઉપર આધાર રાખે છે. જે પ્રસંગો બનાતા હોય તેના ક્રમના આધારે ઇતિહાસનું અનુમાન લગાવી શકાય છે.

શિવ ધનુષ ઉપર શરસંધાન કરવું

દક્ષ રાજાએ એક યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞનો ધ્વંશ ઈશ્વર શિવે કર્યો હતો. પણ આવું બને નહીં. ઈશ્વર પોતે આવું ન કરી શકે. પણ વીરભદ્ર અને ભદ્રકાળીને શિવે ઉત્પન્ન કર્યા હતા અને આ બંને એ યજ્ઞનો નાશ કર્યો હતો.

વીરભદ્ર કોણ હતો?

એ કોઈ રાજા હશે. જેને દક્ષ સાથે તાત્વિક વાંધો પડ્યો હશે. જેમ કૃષ્ણને ઈંદ્રની પૂજા વિષે વાંધો પડ્યો હતો તેમ. પણ આની શાસ્ત્રીય ચર્ચા આપણે નહીં કરીએ.

આ વીરભદ્રનું ધનુષ્ય કાળક્રમે કોઈ પણ રીતે જનક રાજા પાસે આવ્યું. આ અદભૂત ધનુષ્ય કે વિશિષ્ઠ ધનુષ્ય હતું. તેને કદાચ કળથી જ પકડાતું હશે અને શરસંધાન પણ કરવાની રીત પણ વિશિષ્ઠ જ હશે. આ કામ મહાનબાણાવળીઓમાં થી પણ જુજ બાણાવળીઓ જ કરી શકતા હશે. રામે શ્રેષ્ઠ બાણાવળી બનવાનું શિક્ષણ લીધું હતું અને બન્યા પણ હતા. તેથી જ તેઓ ગુરુને પ્રિય બન્યા હતા.

એક આડવાત કરવી પડશે. આ વાત “યાજ્ઞવલ્ક રામાયણ”માં લખી છે. આ શ્રીરામ, કોઈ એક વખતે બહુ ઉદાસીન થઈ ગયેલ. કારણકે તેમણે જાણ્યું કે મનુષ્યનું ભાવી નિશ્ચિત છે. ગ્રહો ઉપર વ્યક્તિના ભવિષ્યનો આધાર છે. ગ્રહોની ગતિ નિશ્ચિત છે. આમ મનુષ્ય પોતે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે જે નક્કી છે તેને બદલી શકતો નથી. તો આવા જીવનનો અર્થ શો? જે થવાનું છે તે તો થવાનું જ છે. મારા બધા કામો નિરર્થક છે. આમ શ્રી રામ મૌન અને ઉદાસ રહેવા લાગ્યા અને દુબળા થવા લાગ્યા. દશરથ રાજાને ચિંતા થવા માંડી. તેમણે વિશ્વામિત્રને પોતાની ચિંતા જણાવી. વિશ્વામિત્રે તપાસ કરી કે રામને કોઈ પણ જાતનું વ્યસન ન હતું. તેઓ દુરાચારી પણ ન હતા. તેમનું કોઈએ અપમાન પણ કર્યું ન હતું. તેઓ સૌને પ્રિય પણ હતા. એટલે વિશ્વામિત્રે તેમને વિશ્વાસમાં લઈને વાતચીત કરી. રામે પોતાનો મનોભાવ જણાવ્યો. એટલે વિશ્વામિત્રે તેમને જણાવ્યુમ કે પુરુષાર્થ આગળ અને દૃઢ નિર્ણય આગળ ગ્રહો બધા નકામા છે. જેમ ખેલાડી પોતાના ડંડા વડે દડાને મનોવાંછિત દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી અને દૃઢ નિશ્ચયી મનુષ્ય પોતાના ભવિષ્યને ધારે તેવું કરી શકે છે. તેના ડંડાથી ગ્રહો પણ ડરે છે. આમ કહી વિશ્વામિત્ર અમુક ઉદાહરણો આપે છે. આ ઉદાહરણોની વાત આપણે નહીં કરીએ. પણ વિશ્વામિત્રની વાતોથી રામ નોર્મલ થાય છે. આ વિશ્વામિત્ર રામના અને તેમના ભાઈઓના ગુરુ બને છે.

શિવધનુષ્યની વાત ઉપર આવીએ.

આ શિવ ધનુષ્ય થી બાળ-સીતા રમવા લાગી. સામાન્ય રીતે બાલિકાઓ ઢીંગલીઓ થી રમે. પણ સીતા ધનુષ્યથી રમવા લાગી તેથી જનકને લાગ્યું કે આ સીતા અસામાન્ય છે. તેથી હું, આ વિશિષ્ઠ ધનુષ્યને પણછ બાંધીને જે વ્યક્તિ શ્રેષ્ઠ રીતે શરસંધાન કરશે તેની જોડે સીતાને પરણાવીશ.

આ શિવ ધનુષ્ય, વિશિષ્ઠ ઉપરાંત વજનદાર પણ હશે. તેને કળથી ઉપાડવું પડતું હશે.તેની ઉપર શરસંધાન કરવાની બાબતમાં શું વાત હતી?

જુદા જુદા રાજાઓ સ્વયંવરમાં આવેલ એવી કોઈ વાત નથી. પણ રાજાઓ સમૂહમાં કે છૂટક છૂટક આવેલ. અને સૌ નિસ્ફળ ગયેલા અને પછી ભેગા થઈ તેમણે જનક રાજાની ઉપર આક્ર્મણ કરેલ. જનક રાજાએ તેમને કોઈપણ રીતે હરાવેલ.

રાવણ આ ધનુષ્ય ઉઠાવી ન શકેલ એ વાતમાં તથ્ય નથી. રાવણ ઉંમરમાં મોટો હતો. રાવણને સમજાવવામાં અવેલ કે સીતા તો તેની પુત્રી સમાન છે. તેથી તેણે સ્પર્ધામાં ભાગ ન લેવો એવી વિનંતિ કરાયેલી અને રાવણે તે વાત માન્ય રાખેલ.

જો આ વાત ઉપર શક હોય તો નીચેની વાત વાંચો.

૧૯૫૫માં બૃહદ ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા સંસ્કૃત પરીક્ષા “મધ્યમા” ના અભ્યાસક્રમમાં એક પાઠ હતો. “કૌશલ્યા હરણમ્‌”. આ પાઠમાં રાવણ ફક્ત કૌશલ્યાને જ નહીં પણ સાથે સાથે દશરથ ને પણ ઉપાડી જાય છે. રાવણને કૌશલ્યા સાથે પરણવું હોય છે પણ તે મોડો પહોંચે છે કે કૌશલ્યા દશરથને પસંદ કરેછે. જે હોય તે. કૌશલ્યા અને દશરથના લગ્ન થઈ ગયા પછી તે પહોંચે છે તેથી રાવણ બંનેનું અપહરણ કરી જાય છે અને લંકા લઈ આવે છે. પણ લંકામાં ઋષિઓ કે તેનું મંત્રીમંડળ રાવણને સમજાવે છે કે કૌશલ્યા તો હવે પરિણિત સ્ત્રી છે. પરિણિત્ર સ્ત્રી સાથે લગ્ન કરવું તારા માટે વર્જિત છે. રાવણ માની જાય છે. તે પછી રાવણ એક લાકડાની મોટી છબડીમાં બંનેને નાખી તેમને સમુદ્રમાં છૂટા મુકી દે છે. જો રાવણ કૌશલ્યાને છોડી શકતો હોય તો આ રાવણ સીતાને પણ છૉડી શકે છે.

ભારતની ગેરહાજરીમાં રામનો યુવરાજ પદ સમારોહ.

“યુવરાજ પદ સમારોહ” એવી કોઈ પ્રણાલી ઇતિહાસમાં બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

શું દશરથ રાજા મુત્સદ્દી હતો?

આપણે થોડા વર્ષ પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં જોયેલ કે ચૂંટણી માટે બીજેપીએ એક સમિતિનું ગઠન કર્યું અને તેની પ્રચાર સમિતિના અધ્યક્ષ સ્થાને નરેન્દ્ર મોદીને નીમ્યા. આ વાતનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. કારણકે આમાં એક અકથિત એવો સંદેશ હતો કે નરેન્દ્ર મોદી બીજેપીના લોકસભાના નેતા થશે અને વડાપ્રધાનપદના ઉમેદવાર થશે. જેથી અગર કોઈનો નરેન્દ્ર મોદીના પ્રધાનપદના ઉમેદવાર તરીકે વિરોધ હોય તો અત્યારથી જ જાહેરમાં આવી શકે. જેમને વિરોધ કરવો હતો તેમણે કર્યો. જેમને રીસાઈ જવું હતું તેઓ રીસાયા. કોની કેટલી શક્તિ હતી તે મપાઈ ગયું. જનતાના પ્રતિભાવ દ્વારા જનતાનો અભિપ્રાય મપાઈ ગયો. જેઓ વિરોધી હતા તેઓને પણ જનશક્તિનો પરિચય થઈ ગયો.

દશરથ રાજાએ રામની યુવરાજ પદની જાહેરાત અને સમારોહનો સાનુકુળ સમય નિશ્ચિત કર્યો. જ્યારે ભરત પોતાના મોસાળ ગયો ત્યારનો સમય દશરથ રાજાએ પસંદ કર્યો. દશરથની ધારણા હતી કે કદાચ ભરત વિરોધ પ્રગટ કરશે. જનતા તો વિરોધ નહીં જ કરે. તેથી કૈકેયી ને નબળી પાડવા ભરતની ગેરહાજરીનો સમય અનુકુળ હતો. ભરત જયારે પાછો આવશે ત્યારે તેને પણ ખબર પડશે કે રામના યુવરાજપદના નિર્ણયમાં જનતાની સંમતિ હતી તેથી ભરત પણ વિરોધ કરી નહીં શકે.

કોઈ એક સમયે દશરથ રજાએ કૈકેયીને બે વર માગવા કહેલ. આમાં બે પ્રકારના પાઠ છે. જ્યારે દશરથ રાજા સુરોને મદદ કરવા સુરોના પક્ષે રહી અસુરો સામે લડવા ગયેલ ત્યારે યુદ્ધ સમયે કૈકેયી દશરથ રાજાની સારથી બનેલ. અસુરો જ્યારે દશરથ ઉપર ધસી આવ્યા ત્યારે કૈકેયી દશરથ રાજાને બચાવવા રથને યુક્તિ અને કુશળતા પૂર્વક ભગાવીને દૂર દૂર લઈ ગઈ. બીજી વાતનો પાઠ એવો છે કે રથના પૈડાની ધરીમાંથી ઠેસી નિકળી ગઈ અને કૈકેયીએ પોતાની આંગળી ત્યાં ખોસી દીધી જેથી રથનું પૈડું નિકળી ન જાય. કૈકેયીની આંગળી ઇજાગ્રસ્ત થઈ ગઈ અથવા તો કપાઈ ગઈ. દશરથ રાજા કૈકેયીની ચતુરાઈ અને કુશળતાથી ખુશ થયા અને બે વર માગવા કહ્યું. કૈકેયીએ તે પછી ક્યારેક માગશે તેમ કહ્યું.

કેકેય એક સીમાવર્તી પ્રદેશ હતો. સીમાવર્તી પ્રદેશ હમેશા વિદેશી આક્રમણનું પ્રથમ ભક્ષ્ય બને છે. શક્ય છે કે કૈકેયી વિરાંગના હોય એટલા માટે જ કૈકેયીના પિતાએ કૈકેયીના પુત્રને જ રાજગાદી મળે એવી શરત દશરથ આગળ મંજુર કરાવી હોય. રાજાએ વચન પાળવું જોઇએ એ પણ પ્રણાલી હતી અને રાજગાદી જ્યેષ્ઠ પુત્રને મળે એ પણ પ્રણાલી હતી. જનતાને જે મંજુર હોય તેને રાજગાદી મળે તેવી પણ પ્રણાલી હતી તેવો પણ રામાયણમાં ઉલ્લેખ છે.

આનો ઉપાય?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ રામ, દશરથ, કૈકેયી, સીતા, જનક, ધનુષ, વીરભદ્ર, ભદ્રકાળી, દક્ષ, યજ્ઞ, શિવ, લંકા, રાવણ, કુબેર, રામાયણ, ઇતિહાસ, તથ્ય, પ્રણાલી

Read Full Post »

ક્યાં ખોવાયા હાડમાંસના બનેલા રામ? ભાગ-૧/૯

રામ કોણ હતા?

એક એવા રામ હતા જે રઘુવંશી દશરાજાના પુત્ર હતા. તેઓ હાડમાંસના બનેલા માત્ર અને માત્ર મનુષ્ય હતા. આમ તો તેઓ એક રાજકુંવર હતા અને એક કુશળ શાસક પણ અવશ્ય હતા. પણ થયું એવું કે એમની અસાધારણ, અદ્વિતીય મહાનતા અને આદર્શને કારણે એમને જનતાએ ભગવાન બનાવી દીધા.

જ્યારે કોઈને ભગવાન બનાવી દઈએ ત્યારે તે વ્યક્તિમાં રહેલી વાસ્તવિકતા, વિદ્વત્તા, નૈતિક દૃઢતા અને ઐતિહાસિકતા નષ્ટ પામે છે. કારણ કે રામની વાત કરવી એ એક ધર્મની વાત બની જાય છે. તેમના અસ્તિત્વને લગતી માન્યતા સહેલાઈથી સહેલાઈથી નકારી શકાય છે. પરધર્મીઓ જ નહીં પણ જેઓ પોતાને તટસ્થ માનવાની ઘેલછા રાખે છે તેઓ પણ આવી વ્યક્તિની ઐતિહાસિકતાને સહજ રીતે જ નકારે છે. જો તમે રામના ઐતિહાસિક અસ્તિત્વને ન નકારો તો તમે ઇતિહાસનું ભગવાકરણ કર્યું કહેવાય. તમને ધર્માંધ પણ કહી શકાય.

ગુજરાત અપરાધી હતું?

૨૦૦૨ માં ગુજરાતમાં હુલ્લડ થયું. આ હુલ્લડનો દોષ નરેન્દ્ર મોદી અને હિન્દુઓ ઉપર ઢોળી દેવાયો. એટલે કેરલના પાઠ્યપુસ્તકમાં ગુજરાતનું અસ્તિત્વ ભારતના નકશામાંથી દૂર કરવામાં આવ્યું. ગુજરાતનું અસ્તિત્વ રદ થયું. કારણકે ગુજરાત અપરાધી હતું.

તમે રામના અસ્તિત્વને નકારો છો? રામને ભગવાન માન્યા એટલે જ ને!  જો તમે રામને ભગવાન માનો તો આમાં રામનો શો અપરાધ છે?

તમે કહેશો આમાં રામ અપરાધી છે તેની વાત ક્યાં આવી? રામ અપરાધી હતા કે નહીં …  અથવા તેમની પ્રત્યે એક અન્યાયી વર્તન દાખવવામાં આવ્યું કે નહીં તે વિષે આગળ ચર્ચા કરીશું.

હાલ તો આપણે સામાન્ય હિન્દુઓ રામને ભગવાન કેમ માને છે અને બીજા તેમના અસ્તિત્વને કેમ નકારે છે તે જોઈશું.

ચમત્કાર અને ભગવાન અને અસ્તિત્વનો નકાર

જે હિન્દુઓ રામને ભગવાન માને છે તેઓ ચમત્કારમાં પણ માને છે. રામે અનેક ચમત્કારો કર્યા. આવા ચમત્કારો તો ભગવાન જ કરી શકે. મનુષ્ય તો ચમત્કાર ન જ કરી શકે. માટે રામ ભગવાન છે. જેઓ ચમત્કારમાં માનતા નથી તેઓ કહેશે કે આ ચમત્કારની વાતો બધી ગપગોળા છે. કારણ કે ચમત્કારો તો થઈ જ ન શકે. એટલે ચમત્કારોનું અસ્તિત્વ હોઈ જ ન શકે. એટલે આ ચમત્કારી વ્યક્તિ એક ગપગોળો છે. રામ કથાનું એક સાહિત્યિક અસ્તિત્વ છે. રામની કથામાં ફક્ત સાહિત્યિક દૃષ્ટિ રાખવી જોઇએ. અવતાર બવતાર જેવું કશું હોતું નથી.

જ્યારે વ્યક્તિ સાહિત્યિક બની જાય ત્યારે તે એક નહીં અનેક બની જાય. વાલ્મિકીના રામ, કાલીદાસના રામ, ભવભૂતિના રામ, તુલસીદાસના રામ …

Ram

આપણે રામને ભગવાન માની લીધા એટલે રામ ધર્મનો વિષય બની ગયા. રામ ધર્મનો વિષય બન્યા એટલે રામ શ્રદ્ધાનો વિષય બની ગયા. રામનું વર્ણન ભારતની ભાષાઓમાંથી ઉદભવ્યું એટલે એ ભારતના છે. ભારતમાં હિન્દુધર્મ પાળવામાં આવે છે એટલે રામ હિન્દુઓના ભગવાન છે. રામ હિન્દુઓના ભગવાન છે એટલે રામ એ હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા, ભગવાન, ચમત્કાર આ બધું કાલ્પનિક છે. કાલ્પનિક વાતોમાં વિશ્વાસ રાખવો અને એવું બધું સ્વિકારવું એ અંધશ્રદ્ધા છે. સમાજમાં અંધશ્રદ્ધાનું બહુમાન ન કરવું જોઇએ. અંધશ્રદ્ધાને આવકારવી ન જોઇએ. જેઓ પોતાને પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળા માને છે તેઓ કંઈક આવું વિચારે છે. જેઓ “રામજન્મ ભૂમિ ઉપર રામ મંદિર બનાવવાનો આગ્રહ રાખનારાઓનો વિરોધ કરે છે તેઓ પણ આવી માનસિકતા રાખે છે

પોતાને વિદ્વાન, જ્ઞાની અને બુદ્ધિશાળી માનતા માણસો પણ રામને કાલ્પનિક પુરુષ માને છે.

તેઓની માન્યતા પ્રમાણે આનું મુખ્ય કારણ એ છે કે પ્રાચીન અને મધ્યકાલિન ભારતીય પુસ્તકોમાં ચમત્કારની બહુ વાતો છે. આ બધી કપોળકલ્પિત અને અવાસ્તવિક છે. ભારતીય લોકોને ઇતિહાસ લખવાની ટેવ જ ન હતી. જેને જેમ ફાવ્યું અને મગજમાં આવ્યું તેમ લખ્યું છે. ભારતીયોના મનમાં ઇતિહાસ લખવો જોઇએ એવી કોઈ વાત જ ન હતી. એટલે વિદેશી યાત્રીઓએ અને બીનભારતીય ઇતિહાસ કારોએ જે લખ્યું તેને જ આધારભૂત ગણી શકાય. જેમ કે ગ્રીક આક્રમણકારીઓએ, તેમની સાથે આવેલા લોકોએ, અરબસ્તાન, મોંગોલીયાના મુસ્લિમ આક્રમકોએ, મુસાફરોએ, ચીનના મુસાફરોએ જે કંઈ ભારત વિષે, ભારતીય સમાજ વિષે લખ્યું તે જ પ્રમાણભૂત કહેવાય. આપણા લોકો તો રાઈ વગર રાઈનો પહાડ બનાવવામાંથી  અને ચમત્કારો લખવામાંથી ઉંચા જ ક્યાં આવતા હતા!

આમ જોવા જઈએ તો દરેક ધર્મના પુસ્તકોમાં ચમત્કારિક વાતોના વર્ણનો જોવા મળે છે. પણ એ બધા ધર્મોના બધા મહાપુરુષો ઐતિહાસિક છે. કારણકે આ બધામાંના મોટેભાગે છેલ્લા ૨૬૦૦ વર્ષ અંતર્ગત થયા. એ બધા લોકાના કંઇને કંઈ અવશેષો મળી આવે છે એવું મનવામાં આવે છે. એટલે એ બધામાં ચમત્કારી વાતો હોય તો પણ તે બધું ઐતિહાસિક છે અને તે વ્યક્તિઓ પણ ઐતિહાસિક છે.

રામના કોઈ ભૂસ્તરીય અવશેષો મળતા નથી.

જે કંઈ મળે છે તેને રામ સાથે જોડી દેવા એ અંધશ્રદ્ધા જ છે. આવી દૃઢ માનસિકતા આપણા વિદ્વાનોમાં અને મૂર્ધન્યોમાં પ્રવર્તે છે. આપણા ભારતીયો જ જો આવી માનસિકતા રાખતા હોય તો સહજ રીતે જ પરધર્મીઓ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રીસ્તીઓ તો રાખે જ.

શું ઐતિહાસિકતાનો આધાર ફક્ત પૂરાતત્વીય અવશેષો જ હોઈ શકે? ધારો કે ઉત્ખનન થયું  ન હોય તો શું માનવવાનું? ધારોકે ઉત્ખનન શક્ય જ ન હોય તો શું માનવાનું? જો મોહેં જો દેરોની જગ્યાઓએ ઉત્ખનન ન થયું હોત તો ભારતનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષથી વધુ પ્રાચીન ન ગણવામાં આવત.

રામજન્મભૂમિની જગ્યા ઉપર બાબરી મસ્જીદ બની ગયેલ. હવે ધારો કે એ જમીન રામજન્મભૂમિ તરીકે ઓળખાતી જ ન હોત તો તેને વિષે કોઈ આંદોલન પણ ન થાત. અને તે બાબરી મસ્જીદ તોડી પાડવામાં પણ ન આવી હોત. અને કોઈએ ન્યાયના દ્વાર પણ ન ખટખટાવ્યા હોત. અને ત્યાં કશું ખોદકામ પણ ન થાત.

જો ખોદકામ ન થાત તો તેની નીચે આવેલા શિવમંદિરના અવશેષો પણ ન મળત. આવા તો અનેક સ્થાનો છે કે જ્યાં વિવાદ ચાલે પણ છે અને વિવાદ નથી પણ ચાલતા. હવે ધારો કે મુસ્લિમો અને ખ્રીસ્તી શાસકોએ, જેમ બીજી જગ્યાએ પ્રાચીન સંસ્કૃતિના નિર્માણોને તોડીને અથવા અને તેના અવશેષો પર પોતાની સંસ્કૃતિને લગતા  નિર્માણો કરી દીધેલ અને ત્યાંની સંસ્કૃતિને કાયમ માટે નષ્ટ કરી દીધેલ અને જનતાને પૂર્ણ રીતે પોતાના ધર્મમાં વટલાવી દીધી એમ ભારતમાં પણ કરી શક્યા હોત તો અહીં પ્રાચીન કાળમાં મંદિર હતું તેની ખબર કેવી રીતે પડત?   પણ ભારતની બાબતમાં થયું એવું કે ભારતીય સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટતા અને સબળતાને કારણે ટકી ગઈ.

ઇતિહાસ કેવીરીતે જળવાઈ રહે છે?

લોક સાહિત્ય, લોકવાયકા, સ્થાપત્ય અને પરંપરાગત પ્રણાલીઓ પાછળ ચાલી આવતી દંતકથાઓ દ્વારા પણ ઇતિહાસ જળવાઈ રહે છે. આપણે અત્યારે તેનું વિશ્લેષણ અને તેની ચર્ચા નહીં કરીએ.

“રામ જન્મ ભૂમિ” નું સ્થળ એ એક પરાપૂર્વથી ચાલી આવતી માન્યતા અનુસારનું નામકરણ હતું. જેવા કામો વિદેશી ધર્મીઓએ બીજા દેશોમાં કર્યાં તેવા જ કામો તેઓએ ભારતમાં જરુર કર્યા. પણ ભારતમાં તેઓ સંપૂર્ણ સફળ ન થયા. તેથી ખંડિત સ્થળોના નામ લોકવાયકામાં પરંપરાગત રીતે ક્યાંક ક્યાંક ચાલુ રહ્યાં. પણ સાથે સાથે ખંડિત સ્થળ પર નવું નિર્માણ થયું તે નામ પણ ઉમેરાયું.   

બીજી એક વાત એ બની કે પાશ્ચાત્ય ઇતિહાસકારો દ્વારા ભારતનો જે નવ્ય ઇતિહાસ લખાયો, તેમાં ભારતીય સાહિત્ય, લોકવાયકાઓ, લોક કથાઓ જ નહીં પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા તાત્વિક ઉંડાણને પણ સ્પર્ષવામાં ન આવ્યાં.

 પરિણામ એ આવ્યું કે ભારતીય સાહિત્યમાં જે ઇતિહાસ, લોકભોગ્ય શૈલીમાં લખવામાં આવેલ તેને ઇતિહાસ તરીકેની માન્યતા જ ન આપી. આનુ પરિણામ એ આવ્યું કે ભારતના વિદ્વાનો ફક્ત પાશ્ચાત્ય વાતોને જ પ્રમાણભૂત માનવા લાગ્યા. આ માનસિકતાનું મૂળ “આર્યન ઈન્વેઝન થીયેરી”  એટલે કે “આર્યજાતિનું ભારત ઉપર આક્ર્મણ” વાળો સિદ્ધાંત છે.

એવું ધારવામાં આવ્યું કે આર્ય એક રખડુ જાતિ હતી જે મધ્ય એશિયા કે પૂર્વ યુરોપ કે એવી કોઈક જગ્યાએ રહેતી ભમતી હતી. તેઓએ મોટું સ્થાળાંતર કર્યું, તે ઇરાન ગઈ. ત્યાં આ જાતિનો એક ભાગ ગ્રીસ ગયો. એક ભાગ થોડા સમય પછી ભારત આવ્યો. અહીંના દ્રવિડો જે બહુ સુસંસ્કૃત અને સ્થાપત્યમાં પ્રવિણ હતા તેમને આ વિચરતી જાતિએ તહસ નહસ કરી નાખ્યા, તેમને ગુલામ બનાવ્યા, તેમના નગરોનો નાશ કર્યો. આ જાતિ પછી અહીં સ્થાઈ થઈ. આ બધી વાતો ભારતમાં દંત કથાઓના રુપમાં અને વેદોની ઋચાઓમાંની તારવણીઓથી સિદ્ધ થઈ શકે છે એવું પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તર્કહીન રીતે તુક્કાઓ દ્વારા સિદ્ધ કર્યું.

રામ દંતકથાનું પાત્ર છે. આ પાત્ર ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું અને રાવણને હરાવ્યો. એટલે એવું તારવવામાં આવ્યું કે આર્યોએ દ્રવિડોને હરાવ્યા. આ વાતને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવ્યું. પાશ્ચાત્ય ઇતિહાસકારોએ તેમના પ્રચ્છન્ન હેતુઓ સિદ્ધ કરવા ઘણા ગપગોળા ચલાવ્યા. આ બધી વાતો અન્યત્ર કરેલી છે. ભારતીય સંસ્કૃતિના અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રકાંડ પંડિત શ્રી રાજીવ મલહોત્રા અને બીજા અનેક વિદ્વાનોએ  “આર્યન ઈન્વેઝન થીયેરી” ને ધરાશાયી કરી છે અને તે વિષે પુસ્કળ સાહિત્ય ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે એટલે આની ચર્ચા નહીં કરીએ. આપણી વાત ફક્ત રામની ઐતિહાસિકતા પૂરતી સીમિત રાખીશું.

આપણે પ્રાચીન સાહિત્યની અવગણના નહીં કરી શકીએ. પુરાણો અને મહાકાવ્યોને કપોળ વાતો તરીકે ન જોવા જોઇએ. વાસ્તવમાં આ એક કથન પ્રણાલી હતી. જ્ઞાન પીરસવા અને યાદ રાખવાના અનેક માર્ગો હોય. રુપક, અન્યોક્તિ, વિશેષણ, ઉપમા, રમૂજ, શિખામણ, વર્ણન, પ્રાસ, અનુપ્રાસ, કવિતા, કથા, જોડકણા, કહેવત, દંતકથાઓ, અતિશયોક્તિ, અલંકાર, જેવી અનેક રીતો હોય છે. આમાં ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોવા છતાં પણ, આ ઈશ્વર, ક્રોધિત કે ખુશી ખુશી થઈને મનુષ્ય કે અન્ય પ્રાણીના સ્વરુપમાં પાત્ર તરીકે આવી જાય છે.

ધારોકે શિખરણી છંદના સ્વરુપને યાદ રાખવું છે. તો શું કરશું? રસૈઃ રુદ્રૈઃ છિન્ના, યમનસભલાગઃ શિખરણી.

રસ કેટલા હોય છે?

છ રસ હોય છે.

રુદ્ર કેટલા છે?

૧૧ રુદ્ર હોય છે.

છ અક્ષર અને ૧૧ અક્ષર થી આ છંદ કપાયેલો છે. અને તેમાં યમનસભલગ થી બંધાયેલો છે. રસ અને રુદ્ર એ ભૂત સંખ્યા છે. આવી તો ભારતીય પદ્ધતિઓમાં અનેક વાતો છે.

આ રીતે શાસ્ત્રોના સિદ્ધાંતો યાદ રાખવા એવી પ્રણાલી આજે પણ ચાલે છે. જેમકે “ઓલ સીલ્વર ટી કપ્સ.”

“ઓલ” એટલે બધા. સીલ્વર એટલે સાઈન. ટી એટલે ટેન્જન્ટ, કપ્સ એટલે કોસાઈન.

બધા એટલે કોણ?

સાઈન, કોસાઈન અને ટેન્જન્ટ.

સાઈન એટલે શું? કાટખુણ ત્રીકોણમાં કોઈ એક ખૂણો તેની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર સાઈન કહેવાય છે.

કોસાઈન એટલે શું? કોઈ ખૂણાની પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનો ગુણોત્તર કોસાઈન કહેવાય છે.

ટેન્જન્ટ એટલે શું? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર ટેન (ટેન્જન્ટ) કહેવાય છે.

પણ ગુણોત્તર ક્યારે ધન હોય અને ક્યારે ઋણ હોય? આ ધન અને ઋણને કેવી રીતે યાદ રાખવા?

જો ખૂણો ૦ થી ૯૦ની વચ્ચે હોય તો બધા જ ધન હોય છે.

જો ખૂણો  ૯૦+ થી ૧૮૦ની વચ્ચે હોય તો સાઈન ની કિમત ધન હોય.

જો ખૂણો ૧૮૦+ થી ૨૭૦ વચ્ચે હોય તો ટેનની કિમત ધન હોય.

જો ખૂણો ૨૭૦+થી ૩૬૦ ની વચ્ચે હોય તો કોસાઈન ની કિમત ધન હોય.

ત્રિકોણમિતિના કોઈ એક મૂલ્યને યાદ રાખવાની આ એક સહેલી રીત છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ આવી અનેક રીતો પ્રચલિત હતી. અનેક ચમત્કારિક વાતો આનો હિસ્સો છે પણ તેનો હેતુ ફક્ત વાતને, પ્રસંગને, વર્ણનને, કથનને રસમય બનાવવા માટે હોય છે જેથી તે યાદ રહે.

ઈશ્વર-રુદ્ર-શિવ, સૂર્ય-વિષ્ણુ-બ્રહ્મા અને અનેક દેવતાઓ (ઈન્દ્ર, વાયુ, વરુણ …) વિગેરે પાત્ર તરીકે આવે એવી ઘણી વાતો છે. પણ આ બધું ઐતિહાસિક વાતોને રસપ્રદ બનાવવા માટે હોય છે. આજે પણ આ પ્રણાલી એક યા બીજા સ્વરુપે ચાલે છે. ફિલમમાં તમે જોતા હશો કે કોઈ પાત્ર ઉપર આપત્તિ આવે તો પાર્શ્વભૂમિકામાં આકાશમાં કડાકા ભડાકા અને વિજળીઓ બતાવે. કોઈ પાત્રના મનમાં ખળભળાટ હોય તો તોફાની દરિયો બતાવે. ઐતિહાસિક વાર્તાના પુસ્તકોમાં કોઈ વાર્તાલાપમાં આવતા શબ્દ પ્રયોગો, સ્થળોના વર્ણનો, વસ્ત્રોના વર્ણનોના શબ્દ પ્રયોગો, જરુરી નથી કે તે, વાસ્તવમાં જે તે રુપમાં હોય તેજ સ્વરુપમાં વર્ણિત હોય.

દાખલા તરીકે મૈથિલી શરણગુપ્તે સામ્રાટ અશોક ઉપર કોઈ નાટક લખ્યું હોય. કલિંગના યુદ્ધ પછીનો અશોક અને તેની પત્ની તિષ્યરક્ષિતા વચ્ચેનો કોઈ સંવાદ હોય. જરુરી નથી કે આ સંવાદ અક્ષરસઃ સાચો જ અને વાસ્તવિક હોય. એ પણ જરુરી નથી કે આ સંવાદને કારણે જ અશોકનું હૃદય પરિવર્તન થયું હોય. સંભવ છે કે આવો સંવાદ થયો પણ ન હોય. આ બધું હોવા છતાં અશોકના હૃદય પરિવર્તનની સત્યતાને આપણે નકારી ન શકીએ. અશોકના પિતાનું નામ મોટાભાગના ગ્રંથોમાં બિંબિસાર લખ્યું છે. આ વાત આપણે નકારી ન શકીએ.   

મહાકાવ્યોની વાત બાજુપર રાખો. બધા પુરાણોમાં રામનો ઉલ્લેખ છે. રામના પિતા દશરથ હતા તેવો પણ બધા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં. તેમના વંશના બધા રાજાઓનો નામ સાથે ઉલ્લેખ છે. આ બધો ઉલ્લેખ સમાન રીતે છે. એટલે કે નામોનો ક્ર્મ પણ સમાન છે. આ બધા પુરાણો એક સાથે લખાયા નથી. આ પુરાણો એક જ જગ્યાએ પણ લખાયા નથી. આ પુરાણો એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવું પણ મનાય તેમ નથી. પુરાણ સતત લખાતા ગયાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પુરાણો લખાતા ગયા. ઓછામાં ઓછું ઇસ્વીસન પૂર્વે ૧૦મી સદી થી ઇસ્વીસનની ૮ મી સદી કે બારમી સદી સુધી આ પુરાણો લખાતા રહ્યાં. વિશ્વના ઘણા ગ્રંથો આવી રીતે લખાતા રહ્યા છે.

સૌથી પ્રાચીન પુરાણ, વાયુ પુરાણ છે.

વાયુ પુરાણ સૌથી પ્રાચીન શા માટે ગણાય છે?

વાયુ પુરાણના આમ તો છ પાઠ મળે છે. જે સૌથી જુનો પાઠ છે તે અનપાણીનીયન સંસ્કૃતમાં લખાયેલો જોવા મળે છે. પાણીની સંસ્કૃત ભાષાના વૈયાકરણી હતા. પાણીની ઇસ્વીસન પૂર્વે આઠમી સદી થી ઇસ્વીસન પૂર્વે ચોથી સદીની વચ્ચે થઈ ગયા એમ પાશ્ચાત્ય ઇતિહાસકારો પણ માને છે. વાયુ પુરાણની શૈલી પણ પ્રાચીન લાગે છે.  આ પુરાણમાં પણ ઉત્તરોત્તર પ્રક્ષેપ થયા છે. પ્રકરણો પણ મોટા થતા ગયા છે.

વાયુ પુરાણના પ્રાચીન પાઠમાં બુદ્ધ ભગવાનનો ઉલેખ નથી. વિષ્ણુના દશ અવતારની વાત આવે છે ખરી, પણ રામનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ નથી. સૂર્યવંશના બધા રાજાઓની વંશાવળી છે.  રામનો એક બળવાન રાજા દશરથના પરાક્રમી પુત્ર તરીકે ઉલ્લેખ છે. તેમણે લંકાના રાજા રાવણને હરાવ્યો એવો ઉલ્લેખ છે. બસ આથી વિશેષ કશું નથી.

વાયુ પુરાણમાં એમ તો કૃષ્ણ ભગવાનનો પણ ઉલ્લેખ છે. કૃષ્ણને વિષ્ણુભગવાનના અવતાર પણ માનવામાં આવ્યા છે. કૃષ્ણ વિષે અર્ધું પ્રકરણ છે. વાયુ પુરાણના લેખકને કૃષ્ણ વિષે મુખ્ય વાત સ્યામંતક મણીની ચોરીનું જે આળ આવેલું તે કૃષ્ણ ભગવાને કેવીરીતે દૂર કર્યું તેની કથા લાગી છે. ટૂંકમાં લેખકને કૃષ્ણના જીવનની આ સ્યમંતક મણીની વાત જ ઉલ્લેખનીય લાગી છે. આ ઉપરાંત એમ પણ લખ્યું છે કે કંસ, વસુદેવના પુત્રોને મારી નાખતો હતો. વસુદેવના પુત્રોની નામાવલી પણ આપવામાં આવી છે. એવું લાગે છે કે તે તેમની સાથે યુદ્ધ કરીને મારી નાખતો હોય. વાયુ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કંસની આવી આદતથી,  વસુદેવ, પોતાના પુત્ર કૃષ્ણને તેમના મિત્ર નંદને ઘરે મુકી આવે છે.

આમ આ આખા વર્ણનમાં ન તો જેલનો ઉલ્લેખ છે, ન તો કંસ વસુદેવના પુત્રોને જન્મની સાથે મારી નાખતો હતો તેવો ઉલ્લેખ છે, ન તો વસુદેવ મધ્યરાત્રીએ તાજા જન્મેલા કૃષ્ણને યમુનાના પૂરમાં થઈને લઈ જતા હોય તેવો ઉલ્લેખ છે, ન તો યમુના તેમને જગ્યા કરી દેતી હોય તેવો ઉલ્લેખ છે, ન તો નંદને ઘરે પુત્રી જન્મ્યાનો ઉલ્લેખ છે, ન તો કોઈ બચ્ચાંના આદાન પ્રદાન નો ઉલ્લેખ છે. ન તો રાધાઓ કે ગોપીઓનો ઉલ્લેખ છે, ન તો કોઈ બીજા ચમત્કારોનો ઉલ્લેખ છે. એક વાત ચોક્કસ લખી છે કે કૃષ્ણ ભગવાનને  વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. સાથે સાથે તેમના મોટાભાઈ બળદેવ પણ વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવ્યા છે.

ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે અનેક શ્લોકોમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ને બદલે બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિ એ રીતે ત્રણ દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણનો આરંભ જ મહેશ ઈશાન (રુદ્ર) ની સ્તૂતિ થી કરવામાં આવ્યો છે.  વેદોમાં અગ્નિનું નામ ઇશાન પણ છે. મહો દેવો (“મહઃ દેવઃ … સો મહો દેવો મર્ત્યાં આવિવેશ” ઋગ્વેદમાં નો અગ્નિનો એક શ્લોક). કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુપુરાણમાં અગ્નિ, રુદ્ર, વિશ્વદેવ, મહાદેવ, મહેશ ની એકસુત્રતા સ્પષ્ટ જોવા મળે છે. તેથી જ ઇશ્વરની બાબતમાં ભારતીય શાસ્ત્રીઓએ કશા વિરોધાભાષો જોયા નથી.

“ … ક્ષોભયામાસ યોગેન પરેણ પરમેશ્વર …. રજો બ્રહ્મા, તમો અગ્નિ, સત્વો વિષ્ણુરજાયત    …. એત એવ ત્રયો લોકા, એત એવ ત્રયો ગુણા, એત એવ ત્રયો વેદા, એત એવ ત્રયોગ્નયઃ”. પરમેશ્વર પોતાની માયારુપી પ્રકૃતિ રુપી અંડમાં પ્રવેશ કરી તેને ક્ષોભિત કરે છે અને રજસ તમસ અને સત્વગુણ રુપી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ જ ત્રણ લોક છે, આ જ ત્રણ ગુણો છે, આજ ત્રણ વેદ છે આજ ત્રણ અગ્નિઓ છે.

આ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને અગ્નિના ત્રણ રુપ માનવામાં આવ્યા છે. એમ કહ્યું છે કે પરમેશ્વરના (શિવના) ત્રણ અગ્નિઓ છે. શિવને ત્રીમૂર્ત્તિ પણ કહેવાય છે.

“એત એવ” જેવા અનેક શબ્દ પ્રયોગો વાયુપુરાણમાં મળી આવે છે. આ અનપાણીયન શબ્દ પ્રયોગ છે. પાણીનીયન શબ્દ પ્રયોગ “એષઃ એવ” છે.

તમે કહેશો આમાં રામના ઐતિહાસિકપણાની વાત ક્યાં આવી?

(ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, દશરથ, રાવણ, કૃષ્ણ, સ્યમંતક મણી, ચોરીનું આળ, કંસ, વસુદેવ, આર્ય, દ્રવિડ, આર્ય, વિચરતી જાતિ, પ્રણાલી, શિવ, અગ્નિ, પરમેશ્વર, પ્રાચીન, ત્રિમૂર્તિ, ચમત્કાર, ઇતિહાસ, રસપ્રદ          

 

Read Full Post »

વિશ્વના આશ્ચર્યો કે ભારતના આશ્ચર્યો

આમ તો શંકર ભગવાન એટલે કે શિવ ઈશ્વરને શ્વેત વર્ણના ગણવામાં આવ્યા છે. બ્રહ્માને રક્તવર્ણના અને વિષ્ણુને શ્યામ વર્ણના ગણવામાં આવ્યા છે. આધુનિક ચિત્રકારો વિષ્ણુ અને તેમના અવતારો જેવા કે રામ અને કૃષ્ણને કાળા ચિતરે છે તે તો ઠીક છે પણ શિવને પણ કાળા (એટલે કે આછા ભૂરા રંગના) ચિતરે છે. શિવના શ્વેત રંગ વિષે હજાર ઉલ્લેખો મળશે. સિવાય કે એમનું મહાકાળ સ્વરુપ.

શિવ કે મહાદેવ કે રુદ્ર કે મહેશ્વર દુધ જેવા ધોળા, ચંદ્રના જેવા શ્વેત, વિદ્યુત જેવા શ્વેત …  જેવા અનેક શ્લોકો જોવા મળે છે. કાળા રંગ વિષે એક પણ ઉલ્લેખ નહીં મળતો નથી. એક આશ્ચર્ય છે. પણ વાત જવા દો. ઈશ્વર તો ત્રણેમાં એક છે. અને પરબ્રહ્મ પણ તે છે.

કપાસની એક જાત છે. જેનેટિકલી મોડીફાઈડ જાત. સંકર. સંકર ને શંકર ભગવાન સાથે કશી લેવા દેવા નથી. પણ એક બીજી જેનેટીકલી મોડીફાઈડ જાત એનું નામ આપ્યું વિષ્ણુ. આપણા કૃષિ વૈજ્ઞાનિકોને સંકર અને શંકર માં ભેદ દેખાતો નથી.

છે ને આશ્ચર્યની વાત?

આપણા અંગ્રેજોએ લખેલા ભારતના ઐતિહાસિક આશ્ચર્યોને તો અવગણવા પડશે. એની ચર્ચા નહીં કરીએ.

સંતો, ઓશાઓ,  … હિરાઓ.માં સાચા કેટલા?

મોટા નામ વામણા જન

આમ તો વિષય છેસંતો, ઓશાઓ, બાવાઓ, બાબાઓ, સ્વામીઓ, નેતાઓ અને હિરાઓ.માં સાચા કેટલા?

બહુ ચવાઈ ગયેલો વિષય છે. પણ માથે પડેલો વિષય છે. કારણકે તેમના ભક્તોને ચેન નથી.

કોઈ મહાન લેખકે તારવ્યું હશે, પણ અમારા સાંભળવામાં અમારા જુના મિત્ર પ્રકાશભાઈ શાહ દ્વારા એક બ્રહ્મ વાક્ય જે કંઈક આવું હતું, કે જન સામાન્યની વૃત્તિ બુદ્ધિને કષ્ટ આપવામાંથી મૂક્તિ મેળવવાની હોય છે અને કોઈકને ને કોઈકને તાબે થવાની હોય છે.

કથનની સત્યતા જોવી હોય તો તમે તેમના ભક્તોની સંખ્યા જોઇ લો.

તમે કહેશો ઓશા અને હિરાઓ એટલે શું?

ઓરડોનું બહુવચન ઓરડા અથવા ઓરડાઓ છે, “ટોપોનું બહુવચન ટોપા કે ટોપાઓ એમ છે, તેવીરીતે ઓશોનું બહુવચન ઓશા અથવા ઓશાઓ છે. ગુજરાતી વ્યકરણશાસ્ત્રીઓ આને વિષે કંઈ ફેરફાર સૂચવવો હોય તો સૂચવે.

હિરાઓ એટલે અંગ્રેજીમાં એચ આર હિરો શબ્દ છે તે શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે અને તેનું બહુવચન છે. આમ તોએચ આર નો અર્થ મુખ્યપાત્ર થાય છે. પણ આપણા કેટલાક ભાઈઓ (બહેનો સહિત), તેને ડાયમન્ડહીરો તરીકે પણ સમજે છે.

સંત એટલે કે જે સજ્જન હોય હોય અને નિર્લિપ્ત પણ હોય તેને કહેવાય છે.

ઓશો વિદેશી શબ્દ છે.

તેનો અર્થ જ્ઞાની થાય છે. જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞાની થાય છે કે કેમ તે વિષે સંત રજનીશના ભક્તો ફોડ પાડશે? વાત જવા દો. ઓશોઉપપદ (ખિતાબ) રજનીશે, તેમણે જાતે પોતાને આપેલ. તમે કહેશો કે એવું તે કંઈ હોતું હશે?

સંત રજનીશ કંઈ નહેરુ થોડા છે કે પોતેને પોતે , પોતાને ભારતરત્ન આપે? પહેલાં સંત રજનીશે જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓઆચાર્ય રજનીશએમ હતા. પછી જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓભગવાન રજનીશએમ થયા. પછી જે પુસ્તકો સંત રજનીશે છપાવ્યાં તેમાંઓશો + રજનીશ નો ફોટોએટલે કે ફોટાવાળા ભાઈ ઓશો છે.

સંત રજનીશે નામનો ત્યાગ કર્યો. “નામમાં શું બળ્યું છે!!”. ગુણ મૂખ્ય છે. નામ નહીં.

ગુણાઃ સર્વત્ર પૂજ્યંતે લિંગં વયઃ

એટલે કે ગુણો પૂજાય છે. જાતિ કે વય નહીં.

સંત રજનીશે વિચાર્યું કે ખ્યાતિ માટે ભક્તમંડળ હોવું જરુરી છે. ભક્તોને આકર્ષવા માટે જ્ઞાની હોવું જરુરી છે. જ્ઞાની થવા માટે જ્ઞાન હોવું જરુરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંતો વાચન અથવા ચિંતન અથવા બંને જરુરી છે. જો વાચન આપણને પળોજણ લાગતી હોય તો ન્યૂનતમ વાચનથી ગાડું ગબડશે પણ શબ્દોની રમત તો શિખવી પડશે. જો પ્રાસાનુપ્રાસવાળા શબ્દ પ્રયોગો કરીશું, વિરોધાત્મક શબ્દ પ્રયોગો કરીશું, આંચકા લાગે તેવું બોલીશું તો શ્રોતાઓબોરનહીં થાય અને બગાશાં નહીં ખાય. ચીટકેલા રહેશે. માટે ચિંતન દિશામાં કરો.

સંત રજનીશમલની આચાર્ય થી ઓશો સુધીની સફર આમ તો રસમય છે. પણ વાત અત્યારે અપ્રસ્તૂત છે. આપણા ડીબીના એક કટાર લેખકે તેમની સફરને પ્રોફેસર થી આચાર્ય થી ભગવાનથી ઓશો સુધીની દર્શાવી છે. આમ તો સંત રજનીશમલ  ક્યારેય આચાર્ય હતા. આચાર્યના બે અર્થ થાય છે. જેઓ ગીતા અને વેદાંગ ઉપર ભાષ્ય લખે તેને આચાર્યની ઉપાધિ અપાય છે. કાશીની વિદ્યાપીઠ પણ આ ઉપાધિ આપે છે. શાળા, મહાશાળાના ઉપરીને એટલેકે પ્રીન્સીપાલને પણ આચાર્ય કહેવાય છે.

આચાર્યના અર્થ વિષે, આચાર્ય રજનીશનું વાચન એટલું હતું નહીં.

તેમને આચાર્યના અર્થ વિષે સમજણ પણ નહી હોય એવું લાગે છે.

“આચાર્ય” શબ્દ સારો લાગે છે. તેનો ઉપયોગ કરવો. સંત રજનીશમલે કદાચ એમ વિચાર્યું હશે, “ શબ્દ બહુ ભરાવદાર લાગે છે…. શંકરાચાર્ય…. ભાસ્કરાચાર્યસાયણાચાર્યદ્રોણાચાર્ય ….  અહો !! . કેવા સુંદર શોભે છે !!

રાખી લો ત્યારે ઉપાધિ. “હરિ તત્સત્‍”. પહેલાં લખોઆચાર્યપછી લખો રજનીશ. પુસ્તકનું નામ ગમે તે હોય પણ મોટા અક્ષરે લખોઆચાર્ય રજનીશ”.

કાળાંતરે કોઈ અળવીતરા પત્રકારે સંત રજનીશમલને પ્રશ્ન કર્યો, કે તમે તમારા નામની આગળઆચાર્યલખો છો તો આચાર્યનો અર્થ શો થાય છે? સંત રજનીશમલે બેધડક કહી દીધું કેહું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો. પ્રોફેસરનો અર્થ આચાર્ય થાય છે”. પત્રકારે સંત રજનીશમલની સમજણને ટપારી અને કહ્યું કે પ્રોફેસરનું આપણી ભાષામાં ભાષાંતર પ્રાધ્યાપક થાય. આચાર્ય એટલે તો પ્રીન્સીપાલ થાય. તમે ક્યાંય પ્રીન્સીપાલ હતા?

શબ્દોની રમત રમવામાં પોતાને અભેદ્ય અને અપરાજિત માનનારા સંત રજનીશમલને કદાચ મોં સંતામણ થઈ હશે. પણ તે પછી તેમણે પોતાની ઉપાધિમાં પરિવર્તન કર્યું.

દોલતશંકરને યાદ કરોbhadrambhadra

દોલતશંકરને જ્યારે ભગવાન શંકરે ટપાર્યા હતાહે બ્રાહ્મણ તેં કેવું નામ રાખ્યું છે! દોલત શબ્દ તો મ્લેચ્છ ભાષાનો છે અને અંતઃસર્ગ (સફીક્સ) શંકર ગિર્વાણગિર્છે. મ્લેચ્છ અને ગિર્વાણગિર્ને તેં સમકક્ષ મુકવાનો ઘોર અપરાધ કર્યો છે? તું દંડને પાત્ર છે…. જો કે પછી દોલત શંકરે આપણા ન્યાયાલયમાં કામ લાગે અને શોભે તેવો બચાવ કર્યો કેહે પ્રભો આમાં મારો રજમાત્ર પણ વાંક નથી. મારું નામ તો મારા ફોઈબાએ પાડ્યું છે…” પણ શંકર ભગવાને  દલીલ માન્ય રાખી હોય એવું દોલતશંકરને લાગ્યું કારણ કે તેમણે શંકર ભગવાનને ત્રીશૂળ હાથમાં લેતા જોયા અને તેઓને, ત્રીશૂળ ઉગામવાની તૈયારીમાં જોયા. દોલત શંકરના મોતિયા મરી ગયા.

દોલતશંકર સ્વપ્ન ભંગ થયા. નિદ્રાભંગ થયા પછી દોલતશંકરે પોતાના સાથી અંબારામને પોતાના નામનું પરિવર્તન કરવાની વાત કરી.

તે પછી દોલત શંકરે વિધિસર નવનામકરણ કર્યું અને પોતાનું નામભદ્રંભદ્રએમ રાખ્યું. આપણા સંત રજનીશમલે વિધિસરનવપદવીકરણવિધિસર કરેલ કે કેમ તે આપણે કોઈ જાણતા નથી. પણ પછી તેમના બધા પુસ્તકો ઉપર ભગવાન રજનીશ, ભગવાન રજનીશ, ભગવાન રજનીશ દેખાવા લાગ્યું. ભગવાન માંથી ઓશો શું કામ થયા તે કોઈ જાણતા નથી.

સંભવ છે કે તેમને ખબર પડી હોય કે કોઈ પણ સમયે અને જે તે સમયમાં મનુષ્ય દેહે વિચરતા ભગવાનોની સંખ્યા, પૃથ્વી ઉપર હમેશા એક હજારથી ઉપર હોય છે. એટલે સંત રજનીશમલને થયું હોય કે સ્વયં પ્રમાણિત અને સ્વયં આભૂષિત ઉપાધિભગવાન” ને બદલે, બીજું અભૂતપૂર્વ કે અસામાન્ય ,જેવું કંઈક ઉપપદ રાખીએ.

એશિયામાં તો જાપાન બહુ સમૃદ્ધ અને આધુનિક દેશ ગણાય છે. વળી ત્યાં બૌધ ધર્મ પળાય છે. બુદ્ધ આતર્રાષ્ટ્રીય છે. કૃષ્ણ અને મહાવીર આપણા વેપારીભાઈઓના દેવ છે. ત્રણેનું મિશ્રણ કરીને અવનવાર આપણે તેમના નામના ઉલ્લેખો કરતા રહ્યા છે. એટલે જાપાની ભાષા નુંઑશોઆપણને વધુ ફાવશે.      

જગત ખરેખર અનિર્વચનીય છે. એક રજનીશ ભક્તે મારી પાસે એકડઝન જેટલા પુસ્તકોની થપ્પી કરી. અને કહ્યું કે તમે વાંચો. તેમણે ઉમેર્યું. વાંચ્યા પછી મને એવો જુસ્સો આવી ગયો કે હું શું નું શું કરી નાખું?

મેં કહ્યું, હું વાંચું ખરો પણ તમે આમાંના કોઈપણ એક પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલો અને હું એક ફકરો વાંચી તેને તર્ક હીન સાબિત કરી દઉં તો? શરત મારવી છે? તેઓ તૈયાર થયા.

વિશ્વનું નહીં તો ભારતનું એક આશ્ચર્ય છે કે રજનીશ જેવા અજ્ઞાનીને પણ જ્ઞાની (ઓશો) કહેવાવાળા છે.

ઓશો આસારામઃ

આસારામ વિષે એવું જાણવા મળ્યું છે કે તેઓ તેમના પૂર્વસંસારી દેહે, આસુમલ હતા. કહેવાય છે કે નામ દેહે તેઓશ્રી દારુની હેરફેર કરતા એટલે નીચે દારુની હેરફેર અને ઉપર લક્ષ્મીની હેરફેરમાં જે તે અનુકુળ જગ્યાઓએ સંબંધો વિકસી ગયા. નવા નામરુપ દેહ અવતારમાં સંબંધો કદાચ નવા સંબંધો બાંધવામાં કામ લાગ્યા હશે. પણ લક્ષ્મીની હેરફેરમાંથી, કોઈની ગૃહલક્ષ્મી કે કોઈની થનાર ગૃહલક્ષ્મીઓ તેમની પાછળ રાધાઓ થઈને કેમ પડી અને તેમના પતિ અને પિતાઓ પણ ગોપ થઈને કેવીરીતે ગરબે ઘુમવા લાગ્યા તે આશ્ચર્યની વાત છે.

કલેક્ટરો અને મામલતદારોએ પણ ઓશો આસારામને બેધડક સરકારી ભૂમિ કેવીરીતે અધિગ્રહણ કરવા દીધી તે પણ આશ્ચર્યની વાત છે. શ્રેય તો ત્યારે ગણાશે કે એક વિશિષ્ઠ અન્વેષણ સમિતિ નિમાય અને જે કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોય તેમને જેલમાં નાખી દેવાય. ઓશો આસારામને કંઈ નહીં તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ નો વિશિષ્ઠ પુરસ્કાર અપાય પછી તે પદ્મ ભલે કુવેચનું હોય.

ઓશો આસારામે એકવાર વાત વાતમાં એમ કહેલ કે નરેન્દ્ર મોદી તો મલ છે મલ. ધારે એમ કરી શકે છે. મલ (મલ્લ) છે. એટલે કે જોરદાર છે.

બધા સંતો ઓશાઓ પણ મલ્લ એટલે કે મલ છે. સંત રજનીશન પણ સમાજના મલ છે. અને ઓશો આસારામ પણ મલ છે.

પણ ભારતનું આશ્ચર્ય છે.

સાંઈબાબાઃ

sai baba

ચમત્કારોની વાત ક્યાં નથી? રામાયણમાં રામે અને સીતાએ પણ ચમત્કારો કર્યા. કૃષ્ણ ભગવાને પણ ચમત્કારો કર્યા હતા. આમ જોવા જઈએ તો ઈશ્વર માટે પણ ચમત્કાર કરવા શક્ય નથી. છતાં પણ હાડમાંસના બનેલા રામ, સીતા અને કૃષ્ણ સૌએ તેમના સાથીઓથી પણ ઘણા મોટા ચમત્કારો કરેલ. બધા ચમત્કારોને સદંતર અવગણો તો પણ રામ અને કૃષ્ણની મહાનતાને ક્ષતિ પહંચતી નથી અને તેમની મહાનતા અકબંધ રહે છે. કારણ કે તેઓ તેમના ચમત્કારોને કારણે મહાન ગણાયા નથી. તેઓ પહેલાં મહાન ગણાયા. ચમત્કારો તો પછી ઉમેરાયા.

પણ સાંઈબાબા વિષે તમે શું કહેશો? જો તમે ચમત્કારોની બાદબાકી કરી નાખો તો તેમનામાં શેષ શું રહેશે? કશું નહીં. કેવળ શૂન્ય. છતાં પણ લાખો માણસો તેમને ભગવાન માને છે. તેમનામાં શ્રદ્ધા રાખે છે. કોઈ તેમને પીર સમજે છે, કોઈ તેમને ઓલીયા સમજે છે, કોઈ તેમને દત્તાત્રેય તરીકે પૂજે છે. કોઈ તેમને શિવ તરીકે પણ પૂજે છે અને તેમના માથે ત્રીપૂણ્ડ દર્શાવે છે અને તેમની મૂર્તિ આગળ શિવના વાહન પોઠિયાને બેસાડે છે. “ સાંઈઅને સબકા માલિક એકએમ લખે છે. જેમ સંગીતમાં મિયાં અને મહાદેવ ભેગા થાય છે તેમ સાંઈબાબા પાસે પણ હિન્દુઓ અને મુસલમાનો ભેગા થાય છે. જો આને સિદ્ધિ ગણીએ તો બધું ક્ષમ્ય છે. શિવ આગળ સૌ સમાન છે.

સત્યસાંઈ બાબાઃ

સત્ય સાંઈબાબાના ચમત્કારો ને અવગણીએ તો, સત્ય સાંઈબાબા પાસે અબજો રુપીયાની મિલ્કત બાકી રહે છે. તે સંપત્તિ થકી કેટલાક વિદ્યાલયોના ધંધા ચાલે છે અને તેમના ભક્તો પોષાય છે. પણ સૌ ભક્તો શરુઆતમાં તો તેમના ચમત્કારોથી (હાથ ચાલાકીઓથી) અંજાયેલા. પછી ભક્તોને થયું હશે, “અહીં બધું ચાલે છે અને આપણને ફાયદો છે તો પછી વાંધો નહીં.” “માંહે પડેલા મહાસુખ માણે”.

પણ આશ્ચર્ય તો છે .

સહજાનંદસ્વામીઃ

sahajanandaswami

આમ તો ભગવાન ઓગણીશમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેમણે પણ અનેકાનેક ચમત્કારો કરેલ. તેમના પણ લાખો ભક્ત છે. સહજાનંદ સ્વામી પાસે એવું કશું ધન કે સંપત્તિ હતાં. સહજાનંદ સ્વામી ચમત્કારોથી આગળ આવેલા હતા. જેમ કૃષ્ણની ગીતા છે. તેમ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી છે. કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ, સમસ્યાના સમાધાન માટે શિક્ષાપત્રી વાંચી લેતા હતા.

કાળાંતરે સહ્જાનંદ સ્વામીના ચમત્કારો આગળ આવ્યા. બધું છતાં, તેમનું મુખ્ય કામ ગરીબ જનતાને વ્યસનમુક્ત કરવાનું હતું. એટલે કે દારુ, તમાકુ, બીડી, ભાંગ ….

જેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના છે તેઓ બધા, વ્યસન મુક્ત છે. જો કે નોંધ કરો બધી જાતના વ્યસનોથી મુક્ત નહીં.  સહજાનંદસ્વામીનો એક આશિર્વાદ હતો કે એમના ભક્તોએ કદી ભીખ માગવી નહીં પડે. વાત આજે પણ સાચી છે. સહજાનંદ સ્વામીના ભક્તોએ ઘણા સારાં કામો કર્યા છે. શિલ્પકળા, સ્થાપત્યો, વિદ્યામંદિરો અને સંસ્કૃતનો ઉદ્ધાર મુખ્ય છે.

આમ તો દયાનંદ સરસ્વતીએ સૌ ધર્મગુરુઓની ઠેકડી ઉડાવેલી તેમાં સ્વામીનારાયણ ભગવાનનો પણ સમાવેશ થઈ જતો હતો. પણ આજે તમને અગ્નિવેશ જેવા ગાંડુંઘેલું બોલનારા આર્યસમાજમાં મળશે. પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવા ધર્મગુરુઓ મળશે નહીં. પૈસાથી છકી જનારા કે કીર્તિથી છકી જનારા તમને અહીં નહીં મળે.

પણ એક આશ્ચર્ય છે. જય સ્વામીનારાયણ. મારા ફોઈબા જેવા પ્રેમાળ અને અજાતશત્રુ સ્ત્રીના જે આરાધ્ય દેવ હોય તેમનામાં પણ કંઈક સત્વ તો હશે .

જૈન ધર્મના સોએ સો ટકા ધર્મગુરુઓ વિદ્વાન હોય છે. તેમનામાં કેટલાક દિગંબર હોય છે. ત્યાગની આ કક્ષા સુધી પહોંચી જવું તેનાથી મોટું આશ્ચર્ય શું હોય?

હિરાભાઈઓઃ

હવે જ્યાં ભગવાનોની વાતો થતી હોય ત્યાં હિરાભાઈઓને લાવવા તે જરા અજુગતું લાગે છે. પણ આપણે ભારતમાં થતા ચમત્કારોની વાતો કરીએ છીએ ત્યારે બીજા ચમત્કારોની અવગણના કેવી રીતે થાય? સીલીકોન ઈન્ડીયા એક વેબસાઈટ છે. તેમાં એક વખત કેટલાક અતિ મહાન પુરુષોના સુવાક્યો લખ્યા. જેમકે બર્ટ્રાન્ડ રસેલ, સમરસેમ મોમ, મહાત્મા ગાંધી, ન્યુટન, લીઓ ટોલ્સટોયઅને છેલ્લે વળી હકલાનું પણ એક સુવાક્ય કથન લખ્યું. જો કે કોમેંટમાં સીલીકોન ઈન્ડીયા ની ઘણી મજાક ભરી ટીકા થઈ. કદાચ હકલાભાઈને આવા ગોદા મળે તે હેતુથી સીલીકોન વેલીએ મજાક માટે લખ્યું હશે. અહીં આપણે ફક્ત ચમત્કારના અનુસંધાનમાં લખીએ છીએ.

યુવાનોના અતૃપ્ત આત્માઓ પોતાની જાતીય અતૃપ્તિને તુષ્ટ કરી શકે તે કારણથી હર સમયે નાટક અને ફિલમના હિરાભાઈઓ પોતાની ફરજ બજાવે છે. તેમાં તેઓ તો ભૌતિક રીતે તૃપ્ત થાય છે પણ સાથે સાથે અતૃપ્ત શરીરનિવાસી આત્માઓ પણ યેનકેન પ્રકારેણ તાદાત્મ્ય સાધે છે. જેમ મનુષ્ય પોતાના સ્વપ્નમાં પોતાની અતૃપ્તિને તૃપ્ત કરતી પ્રવૃત્તિઓ કરે છે તેમ ઉપરોક્ત ક્રિયાને દિવાસ્વપ્ન ગણવું.

હિરાભાઈઓને ખ્યાતિ મળી. એટલે તેઓ પોતાને સાચેસાચ મહાન માનવા લાગ્યા. નાટકમાં કામ કરવું અઘરું છે. પણ ફિલમમાં તે અઘરું નથી. ફિલમમાં હિરાભાઈઓએ સંવાદો યાદ રાખવા પડતા નથી. બરાબર સંવાદ બોલાયો હોય તો અને અભિનય બરાબર થયો હોય તો દિગદર્શક અવારનવાર અભિનય કરાવડાવેપણ ફિલમમાં કંઈ તેની ભૂલો બતાવે. જે શ્રેષ્ઠ હોય તે બતાવે. પ્રેક્ષકો ખુશ થાય. એક ફિલમની પાછળ ઘણી વ્યક્તિઓનું પ્રદાન હોય છે. પણ દેખાય આપણને હિરા ભાઈ એકલા. એટલે અલ્પજ્ઞ કે અતૃપ્ત ને અહોભાવ જાગે.

અભિનયએક શાસ્ત્ર છે. તમે ગામડીયાની પાસે ગામડીયાનો અભિનય કરાવો તો તે બરાબર કરશે. બાળક, બાળક તરીકે નો અભિનય બરાબર કરશે. ગાંડો ગાંડાનો અભિનય બરાબર કરશે. પણ તમે કહેશો ત્યારે આ ત્રણેય બરાબર અભિનય નહીં કરે.

તમે અભિનય ક્ષેત્રે પડો તો તમારે જાત જાતના પાત્રના અભિનય કરવા પડે. જેમ રાજકારણમાં તમે તમારા માતા પિતા કે ગુરુના ખભે બેસીને આગળ આવી શકો. તેમ ફિલમ ક્ષેત્રમાં પણ એવું છે. અહીં ગુરુ તરીકે દાઉદભાઈ ઓળખાય છે. માતા પિતા પણ ચાલે પણ તેઓ કેટલા પૈસા ખર્ચી શકે? તેની સીમા હોય છે. અહીં તો દાઉદભાઈ વધુ ચાલે.

હવે જુઓ હકલાભાઈ ( નામ દાઉદભાઈએ પાડેલું છે), આગળ તો આવી ગયા. પણ અભિનયમાં શૂન્ય. એક જાતનો અભિનય. દિલીપ કુમારની જેમ . તમે દિલીપભાઈને મજુર બનાવો, ઘોડાગાડીના ચાલક બનાવો, દરવાન બનાવો, નેતા બનાવો કે જહાંગીર બનાવી દો. અભિનય તો એક જાતનો કરશે. હકલાભાઈ પણ એવા છે. ગામડીયા તરીકે કે અભણ પાત્રનો અભિનય કરવાનો હોય તો બરાબર મેચ થાય. પણ જો જાહેરમાં તેઓ એજ પહેરવેશમાં આવે તો ફજેતી થાય. અરે ફિલમમાં પણ તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા બતાવવા પડે અને વેળાસર તેમને શુટબુટમાં લાવવા પડે. શુટબુટમાં આવે તો દર્શનીય બને. આવા અનેક હિરાભાઈઓ છે. હિરીબેનો પણ છે. પણ તેમની વાતો આપણે નહીં કરીએ. તેમને તો બ્યુટીફીકેશન માટે રાખ્યા હોય છે. હિરીબેનો આધારિત બહુ ઓછી ફિલમો બને છે.

હકલાભાઈને વિદેશમાં એક એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓએ કેટલાક કલાક રોક્યા કારણ કે તેમના કોઈ નજીકના સગા ટેરરીસ્ટ એક્ટીવીટી સાથે સંકળાયેલા છે તેવી અમેરિકાને શંકા હતી. તો પણ હિરાભાઈને ભાન થયું કે તેઓ મહાન પુરુષ નથી. અરે ભાઈ તમે તો અભિનયમાં પણ શૂન્ય છો. નહેરુવીયનો જેમ લાયકાત વગર બીજાના ખભે બેસીને ખ્યાતિ પામ્યા, તેમ તમે પણ અમુક કારણોસર આગળ આવ્યા છો.

જે હોય તે પણ એક આશ્ચર્ય તો છે .

ટીવી ચેનલના એંકરોઃ

દરેક એંકર પોતે આમંત્રિત વ્યક્તિગણના સંવાદનું સંચાલન કરતો હોવાથી પોતાને સર્વજ્ઞ માને છે. જો કે જે અણઘડતાથી તે સંચાલન કરતો હોય છે કે આપણને ખબર પડે કે ચર્ચાનો હેતુ શો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તાત્કાલિક થતીસુષ્મા સ્વરાજની લલિત મોદીને કરેલી વિસાભલામણ ની છે.” રજત શર્મા જેવા પણ જો પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાની લાલચ રોકી શકતા હોય તો બીજા પરચુરણની તો વાત શું કરવી? શું યોગ્ય ચર્ચા ચલાવવા માટે બધાએ પ્રભુ ચાવલા પાસે પ્રશિક્ષણ લેવું પડશે? પ્રશિક્ષણ લીધા પછી પણ તેઓ સુધરશે તેની ખાતરી કોણ આપી શકશે?

સીધી સાદી વાત હતી. લલિત મોદીની પત્નીનું કેન્સરનું પોર્ટુગાલમાં ઓપરેશન હતું. લલિત મોદીની હાજરી જરુરી હતી. લલિત મોદી છે જેણે કેટલીક ખાનગી કંપનીઓ કે જેમની સ્થાપના જ એકબીજાસાથે ગોલમાલવાળા નાણા વ્યવહારો કરવા માટે થઈ હતી તેમાં સંડોવાયેલા હતા. ભારત સરકારને કરમાં જે નાણા જમા થવા જોઇએ તે થયા.

lalit and ors

લલિતભાઈ ને ભારતમાં નહેરુવીયન સરકાર સુરક્ષા આપતી હતી કારણકે તેના નેતાઓ અને મળતીયાઓ તેમાં ભાગીદાર હતા. સુનંદાબેન નામની એક સ્ત્રી નહેરુવીયન કોંગ્રેસ નેતાગણના મિત્રમંડળમાં સામેલ હતી. લલિતભાઈએ તેનો અને તેના વરનો ભંડો ફોડ્યો. એટલે નહેરુવીયન કોંગ્રેસ મિત્રમંડળ અને તેમના ક્રોસબોર્ડર સાથી દાઉદભાઈને પસંદ પડ્યું. નહેરુવીયન કોંગની સરકારે લલિતભાઈની સુરક્ષા પાછી ખેંચી લીધી, જેથી દાઉદભાઈનું લલિતભાઈની ગેમ કરવાનું કામ આસાન થઈ જાય. લલિતભાઈ જાન બચાવવા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. નહેરુવીયન સરકારે લલિતભાઈનો પાસપોર્ટ રદ કર્યો. પણ ન્યાયાલયે નહેરુવીયન સરકારનો હુકમ અમાન્ય ઠેરવ્યો. જ્યાં સુધી સુરક્ષાનું વચન ભારત સરકાર આપે ત્યાં સુધી લલિતભાઈ ભારત પાછા કેવી રીતે આવે તેવું લલિતભાઈએ તેમના વકીલ મારફત જાહેર કર્યું. તે ઉપરાંત તેમને કે યુકેને એવી કોઈ નોટીસ મળી નથી. સુષ્મા બહેને વિદેશી સરકારને લલિત મોદીને પોર્ટુગાલનો વિસા માટે કાયદેસર શક્ય હોય તો તે આપવા ભલામણ કરી. તે સરકારે વિસા આપવો કાયદેસર શક્ય હતો એટલે આપ્યો.

ચર્ચા શું થઈ શકે અને તેના મુદ્દાઓ શું હોઈ શકે?

વિદેશી સરકારે વિસા કાયદેસર આપ્યો કે ભલામણથી આપ્યો?

નહેરુવીયન કોંગ્રેસે વર્ષમાં શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસે સુનંદા બેન અને વર સામે શું કર્યું?

નહેરુવીયન સરકારે દાઉદની ધમકીનું શું કર્યુ?

નહેરુવીયન કોંગ્રેસ શું દાઉદ સાથે જોઈન્ટ વેન્ચરમાં છે? જો હોય તો લલિતભાઈની સુરક્ષા કેમ પાછી ખેંચી લીધી?

સુરક્ષા પાછી ખેંચી લેવાના કારણો લલિતભાઈને કેમ જણાવ્યા? જાહેર કેમ કર્યા?

નહેરુવીયન કોંગ્રેસ તેની આવી વર્તણુક થી જાહેર જનતાને શો સંદેશો આપવા માગે છે?

નહેરુવીયન કોંગ્રેસ સત્તાસ્થાનેથી ફેંકાઈ ગઈ એટલે શું તે હવે કશી જ બાબતો માટે ઉત્તરદાયી રહેતી નથી? નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ ઉત્તરો આપવા જ જોઇએ.  ભૂતકાળની બેજવાબદારી ભર્યા આચારોની   બાબતમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કુલા ખંખેરી નાખે છે.  સમાચાર માધ્યમો તેને તેમ કરવા દે છે,  આ નિંદનીય જ નહીં પણ દંડનીય પણ છે.

ચર્ચામાં મુદ્દા સામેલ કરવા જોઇએ.

વાસ્તવમાં તો નહેરુવીયન કોંગ્રેસને, નીતિ, ગુણવત્તા, સંસ્કારિતા, નિયમ, બંધારણીય ફરજો, લોકશાહી, માનવ અધિકારો, ધર્મ નિરપેક્ષતા, પારદર્શિતા વિગેરે વિષયો ઉપર હાથ જ ન મુકવા દેવો જોઇએ. નહેરુવીયન કોંગ્રેસે તથા તેના સમાચાર માધ્યમ સહિતના સાથીઓએ આનું એટલા મોટા પ્રમાણમાં હનન કર્યું છે કે તેમને વેળાસર દંડવા જોઇએ. જો તમારે મોટા નામ હેઠળ વામણી વ્યક્તિઓને જ્વી હોય તો આ લોકોને જોઈ લેવા.

એક પ્રસંગ નથી. દરેક પ્રસંગોની ચર્ચા વખતે સમાચાર માધ્યમ ચર્ચાને અવળી દિશામાં દોરે છે. ચર્ચા કદી સુચારુરુપે ચાલતી નથી.

વું અણઘડપણું બીજા વિકસિત કે વિકાસશીલ દેશોમાં નથી. ફક્ત ભારતમાં છે.

શું આશ્ચર્ય નથી?

રાજકારણના નેતાઓની વાત નહીં કરીએ. હરિ અનંતો હરિ કથા અનંતા. હરિ તત્સત્

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ શિવ, શ્વેત, સંકર-૪, વિષ્ણુ-૪, રામ, કૃષ્ણ, ચમત્કાર, આશ્ચર્ય, ઓશો, સંત, ભગવાન, ગુણ, રજનીશ, આસારામ, સ્વામીનારાયણ,  સાંઈ, સત્યસાંઈ, જ્ઞાન, વાચન, આચાર્ય, દોલતશંકર, ભદ્રંભદ્ર

Read Full Post »

%d bloggers like this: