Feeds:
Posts
Comments

Posts Tagged ‘સંત’

ફતવાની પ્રણાલી સનાતન ધર્મમાં લાવો … !!! (૨)

હાજી … પણ સુનીતિ અને આદર્શને સમજવા માટે તુલસીદાસનું રામાયણ સમાજ માટે અમૂલ્ય છે. 

“અરે પણ … આમ ભક્તિ કરવામાં અલ્લા મોલાને ઉમેરતા જઈશું તો તેનો અંત ક્યારે આવશે?

“હા જી. એ વિચારવા જેવું ખરું.

એક આડ વાત કરી લઈએ.

આચાર્ય રજનીશનું, નવનામાંકરણ, તેમણે “ભગવાન રજનીશ” કરેલું?

કેમ એમ કરેલું?

કોઈ પત્રકારે કે કોઈ અદકપાંસળાએ રજનીશને પૂછ્યું કે તમે તમારા નામની આગળ “આચાર્ય” શબ્દ કેમ લગાડો છે, તમે શું કોઈ આચાર્યની ડીગ્રી (દેશી) લીધી છે?

રજનીશે ઉત્તર આપ્યો કે “ના … ના … હું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો ને એટલે?”

પ્રશ્ન કર્તા એ પૂછ્યું “પણ પ્રોફેસરને તો પ્રાધ્યાપક (હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ) કહેવાય. આચાર્ય તો પ્રીન્સીપાલને કહેવાય.

આમ આપણા ભાષણીયા અને પ્રાસાનુપ્રાસ ન હોય તો પણ સ્વરોના ઉમેરણ દ્વારા પ્રાસ લાવવાનુ જેમને ગોઠી ગયું છે તે રજનીશ ફસાઈ ગયા. અને ભગવાન થઈ ગયા. એટલે કે ભગવાન રજનીશ થઈ ગયા.

નવી પેઢીને ખબર ન પડે કે નવું શું અને જુનું શું?

ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન બુદ્ધ, ભગવાન શંકરાચાર્ય … આવા બધા ભગવાનોની જેમ એક છબી મળી. નીચે લખેલું કે ભગવાન રજનીશ. અને આ છબી નવી પેઢીના એક બાબલાએ પૂજામાં મુકી દીધી.

ભગવાન સ્વામીનારાયણ ની છબી પૂજાના પાલખામાં હોય છે. અરે કેટલાક તો સાંઈબાબા અને સત્ય સાંઈબાબાની પણ છબી પૂજામાં રાખે છે. તો બાબલાને થયું આ રજનીશ પણ કોઈ ભગવાન હશે.

લો બોલો. આવું કંઈ ચાલતું હશે?

કેટલાક ભગવાનો એવા હોય છે કે તેમના જીવનમાંથી ચમત્કારોને બાદ કરી નાખો તો “શૂન્ય” બાકી રહે. ઘનશ્યામ મહારાજ ઉર્ફે ભગવાન સ્વામીનારાયણ ની કથા ચમત્કારોથી ભરપુર છે. પણ આ ઘનશ્યામ મહારાજમાંથી, ચમાત્કારોને કાઢી નાખીએ તો શૂન્ય થઈ જતા નથી. તેમણે અગણિત સારા કામો કર્યાં છે. સૌથી શ્રેષ્ઠ તો તેમણે તેમના ભક્તોને વ્યસનમુક્ત કર્યા છે. પણ સાંઈબાબા કે તેમના અન્ય અવતારો વિષે આપણે જાણતા નથી કે ચમત્કારો બાદ કરતાં તેમના જીવનમાં “શૂન્ય” સિવાય શું બાકી રહે છે?

જેમ દરેક વ્યક્તિને અમુક ઉંમરે (ખાસ કરી ને ૩૦વર્ષ થી ૪૫ વર્ષ ની વચ્ચે) એવો આભાસ થાય છે કે તેને બ્રહ્મ જ્ઞાન લાધી ગયું છે. અને હવે તે પોતાની ચાંચ કોઈપણ વિષયમાં ડુબાડી શકે તેમ છે.

બાવાઓને (બાપુઓને પણ ગણવા હોય તો ગણી લેવા) આ વાત ખાસ લાગુ પડે છે. રજનીશ પણ આવા હતા. રજનીશે પોતાનું નામ ઓશો રાખી દીધું.

જ્યાં સુધી તમે વિજ્ઞાનની વાત ન કરો ત્યાં સુધી તમે મોડર્ન બાબા ન કહેવાઓ.

યોગગુરુ રજનીશને તેમના એક શિષ્યે પ્રશ્ન કર્યો કે “શ્રેષ્ઠ આસન” કયુ કહેવાય?

રજનીશે કહ્યું કે શ્રેષ્ઠ આસન “દુગ્ધ દોહનાસન”.

શિષ્યે પૂછ્યું ; “દુગ્ધ દોહનાસન શા માટે?”

રજનીશે કહ્યું; “તમે ગાયને દોહતી વખતે તમારા બે પગના અંગુઠા ઉપર હો છો. તેથી ધરતી ઉપર તમારો ભાર ઓછામાં ઓછો હોય છે.”

રજનીશ ભાઈને કે એના શિષ્યને કદાચ કુંભાર ની વાત ખબર નહીં હોય.

એક કુંભાર ભાઈ તેમના ગધેડા ઉપર બેઠેલા હતા. તેણે વાસણનું પોટલું પોતાના માથા ઉપર રાખ્યું. ગધેડાને ભાર ન લાગે ને એટલે.

bhUvibhaara nyunaM

સંત રજનીશમલ ને અનેક શિષ્યો હતા, જેમ ઓશો આસારામને અનેક શિષ્યો છે તેમ.

“તો હવે મોરારી બાપુનું શું કરવું? તેમણે જે અલ્લા મોલા ની ધૂન બોલાવી તેનું શું કરવું?

ઘણા લોકો કે જેઓને આ નથી ગમ્યું તેઓ કહે છે કે આમ તો મોરારી બાપુ પોતાને મોડર્ન કહેવાડે છે. મોરારી બાપુ વાસ્તુ શાસ્ત્રમાં માનતા નથી … જ્યોતિષમાં માનતા નથી … મરણોત્તર ક્રિયાઓમાં માનતા નથી … તેમણે તેમના પ્રાચીન સમયમાં લગ્નમાં લખલુટ ખર્ચો કર્યો હતો. ભલે તેઓ સાદા વસ્ત્રો પહેરતા હોય તેમની પાસે અઢળક સંપત્તિ છે. રામ કથા, ત્યાગ, લોકાપવાદ નો ભય … આ બધા ઉપદેશો એક દંભ છે. સાઉદીથી પણ તેમને પૈસા મળ્યા હશે/મળે છે/ મળે છે.

 —–

એક ડોંગરે મહારાજ હતા. તેઓ ભાગવત કથા કહેતા. તેઓશ્રી “મારો લાલો … મારો લાલો … એવા બાલકૃષ્ણની વાત કરતાં કરતાં ગળગળા થઈ જતા હતા. કદાચ રાધાના વિરહમાં રહેલા કૃષ્ણના દુઃખના દુઃખથી આંસુડા પણ પાડતા હશે.

કેટલાક રાધાકૃષ્ણના દૈવી પ્રેમની વાતો કરતાં કરતાં ભાવસૃષ્ટિમાં ખોવાઈ જાય છે.

આ બધા આપણને ધત્તીંગ લાગે કારણ કે કૃષ્ણ ભગવાન ઐતિહાસિક રીતે સાચા હતા તે વાત ખરી છે.  પણ રાધાનું પાત્ર એક કલ્પિત પાત્ર છે. બાલકૃષ્ણની વાતો પણ કલ્પિત છે. તેને સાચી માનીને ભાવોદ્રેક થઈ જવું દયાને પાત્ર કે રમૂજ જેવું લાગે છે. જો કે નાટકનું પાત્ર ભજવતા હોય તો અલગ વાત છે. એમાં અઢળક અશ્રુપાત્‌ કરી શકાય.

“પણ અલ્લા મોલાની ધૂનનું શું કરીશું?

“અલ્લા તો સાતમા આસમાનની પણ ઉપર છે. તે અલ્લાની સરખામણી આપણા ઈશ્વર સાથે કેમ કરી જ શકાય?

હા … એ વાત પણ ખરી.

પણ ઈશ્વર તો બધે જ છે. જે વ્યક્ત છે તે પણ ઈશ્વર છે. અને જે અવ્યક્ત છે તે પણ ઈશ્વર છે. સુક્ષ્માતિસુક્ષ્મ પણ ઈશ્વર છે અને ચૌદ કોટી બ્રહ્માણ્ડોનો સમુચ્ચય પણ ઈશ્વરમાં સમાયેલા છે.  સુર, અસુર, માનવ, પર્વત, નદી, સમુદ્ર, પ્રાણી વનસ્પતિ માત્ર ઈશ્વર છે. કર્મ ઈશ્વર છે. કાર્ય ઈશ્વર છે, કરનાર ઈશ્વર છે અને જોનાર પણ ઈશ્વર છે. તો હવે ભલેને અલ્લા પણ ઈશ્વરમાં આવતા.

આપણા હેલ્પેશભાઈએ ન તો ડોંગરે મહારાજની કથા સાંભાળી છે, ન તો તેમણે મોરારી બાપુની કથા સાંભળી છે. કે ન તો હકલાની કોઈ ફિલમ જોઈ છે.

જો કોઈને આ બધું ન ગમતું હોય તો તેઓશ્રી માનવજાતમાં પ્રકૃતિએ ભરેલી વિવિધતાનો આનંદ માણી લે. બીજું તો આપણે શું કહી શકીએ?

ભૂવો ધુણાવીએ? તેને પૂછીએ?

કશુંક જાણી જોઇને ખોટું થતું હોય તો પૂણ્ય પ્રકોપ આ બાપુ ઉપર કરી લેવો. પછી ભૂલી જવું. સજ્જનોનો કોપ પણ ક્ષણ ભંગુર હોય છે. અથવા તો…

कुपितोऽपि गुणायैव गुणवान् भवति ध्रुवम्।
स्वभावमधुरं क्षीरं क्वथितं हि रसोत्तरम्॥

સજ્જન ગુસ્સે (ગરમ) થાય તો પણ તે લાભપ્રદ હોય છે. જેમ ગળ્યું દૂધ ગરમ થવાથી દૂધપાક થાય અને વધુ સ્વાદિષ્ટ લાગે છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અકબર પાસે એક કુંભાર આવ્યો. તેણે કહ્યું મારી પાસે આ એક ચમત્કારિક ગધેડો છે. વરસાદ આવવાનો હોય તો તે આગલે દિવસે જ તેના કાન ઉંચા કરી દે છે.એટલે આપણને ખબર પડી જાય કે આવતી કાલે વરસાદ આવશે.

કુંભારે ઠીક ઠીક કિમત વસુલ કરી અકબરને એ ગધેડો વેચી દીધો.

અકબર અને બીરબલ ચોમાસાના દિવસોમાં ફરવા નિકળ્યા. કારણકે આગલે દિવસે આ ચમત્કારિક ગધેડાએ કાન ઉંચા કર્યા ન હતા. અકબર અને બીરબલ નગરની બહાર નિકળ્યાને વરસાદ તૂટી પડ્યો. અકબર અને બીરબલ પલળી ગયા.

બીજે દિવસે સૈનિકોને હૂકમ કર્યો કે પેલા કુંભારને પકડી લાવો. સૈનિકોએ કુંભારને હાજર કર્યો. અકબરે કહ્યું તારા ગધેડાએ પરમ દિવસે કાન ઉંચા કર્યા ન હતા. અને ગઈકાલે અમે બહાર નિકળ્યા અને વરસાદ પડ્યો.     

કુંભાર કહે ; “જહાંપનાહ, એ તો સાવ ગધેડો જ છે ને !”

 ————–

દુકાન ઉપર વાણીયાનો દિકરો બેઠેલો. એક બાપુ (દરબાર) આવ્યા. તેમણે વાણીયાના દિકરાને ડોલચુ આપ્યું અને બશેર તેલ માગ્યું. વાણીયાનો દિકરો ડોલચાનો ધડો કરવા લાગ્યો. ત્યાં વાણિયો આવ્યો. “અરે મૂર્ખ, ધડો કાઢી નાખ … કાઢી નાખ, બાપુનો કંઈ ધડો થતો હશે. સીધે સીધું તેલ આપી દે.

બાપુ ખુશ થયા. મનમાં મલક્યા. “જોયું વટ છે ને આપણો. આપણો ધડો ન હોય હો”. બાપુએ  મુછે તાવ દીધો.

     —————————

બાપુ … ગુરુ … કે ગધુભાઈના કુંભાર … કોઈએ ભળતી ટોપી પહેરવી નહીં

Read Full Post »

વિશ્વના આશ્ચર્યો કે ભારતના આશ્ચર્યો

આમ તો શંકર ભગવાન એટલે કે શિવ ઈશ્વરને શ્વેત વર્ણના ગણવામાં આવ્યા છે. બ્રહ્માને રક્તવર્ણના અને વિષ્ણુને શ્યામ વર્ણના ગણવામાં આવ્યા છે. આધુનિક ચિત્રકારો વિષ્ણુ અને તેમના અવતારો જેવા કે રામ અને કૃષ્ણને કાળા ચિતરે છે તે તો ઠીક છે પણ શિવને પણ કાળા (એટલે કે આછા ભૂરા રંગના) ચિતરે છે. શિવના શ્વેત રંગ વિષે હજાર ઉલ્લેખો મળશે. સિવાય કે એમનું મહાકાળ સ્વરુપ.

શિવ કે મહાદેવ કે રુદ્ર કે મહેશ્વર દુધ જેવા ધોળા, ચંદ્રના જેવા શ્વેત, વિદ્યુત જેવા શ્વેત …  જેવા અનેક શ્લોકો જોવા મળે છે. કાળા રંગ વિષે એક પણ ઉલ્લેખ નહીં મળતો નથી. એક આશ્ચર્ય છે. પણ વાત જવા દો. ઈશ્વર તો ત્રણેમાં એક છે. અને પરબ્રહ્મ પણ તે છે.

કપાસની એક જાત છે. જેનેટિકલી મોડીફાઈડ જાત. સંકર. સંકર ને શંકર ભગવાન સાથે કશી લેવા દેવા નથી. પણ એક બીજી જેનેટીકલી મોડીફાઈડ જાત એનું નામ આપ્યું વિષ્ણુ. આપણા કૃષિ વૈજ્ઞાનિકોને સંકર અને શંકર માં ભેદ દેખાતો નથી.

છે ને આશ્ચર્યની વાત?

આપણા અંગ્રેજોએ લખેલા ભારતના ઐતિહાસિક આશ્ચર્યોને તો અવગણવા પડશે. એની ચર્ચા નહીં કરીએ.

સંતો, ઓશાઓ,  … હિરાઓ.માં સાચા કેટલા?

મોટા નામ વામણા જન

આમ તો વિષય છેસંતો, ઓશાઓ, બાવાઓ, બાબાઓ, સ્વામીઓ, નેતાઓ અને હિરાઓ.માં સાચા કેટલા?

બહુ ચવાઈ ગયેલો વિષય છે. પણ માથે પડેલો વિષય છે. કારણકે તેમના ભક્તોને ચેન નથી.

કોઈ મહાન લેખકે તારવ્યું હશે, પણ અમારા સાંભળવામાં અમારા જુના મિત્ર પ્રકાશભાઈ શાહ દ્વારા એક બ્રહ્મ વાક્ય જે કંઈક આવું હતું, કે જન સામાન્યની વૃત્તિ બુદ્ધિને કષ્ટ આપવામાંથી મૂક્તિ મેળવવાની હોય છે અને કોઈકને ને કોઈકને તાબે થવાની હોય છે.

કથનની સત્યતા જોવી હોય તો તમે તેમના ભક્તોની સંખ્યા જોઇ લો.

તમે કહેશો ઓશા અને હિરાઓ એટલે શું?

ઓરડોનું બહુવચન ઓરડા અથવા ઓરડાઓ છે, “ટોપોનું બહુવચન ટોપા કે ટોપાઓ એમ છે, તેવીરીતે ઓશોનું બહુવચન ઓશા અથવા ઓશાઓ છે. ગુજરાતી વ્યકરણશાસ્ત્રીઓ આને વિષે કંઈ ફેરફાર સૂચવવો હોય તો સૂચવે.

હિરાઓ એટલે અંગ્રેજીમાં એચ આર હિરો શબ્દ છે તે શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે અને તેનું બહુવચન છે. આમ તોએચ આર નો અર્થ મુખ્યપાત્ર થાય છે. પણ આપણા કેટલાક ભાઈઓ (બહેનો સહિત), તેને ડાયમન્ડહીરો તરીકે પણ સમજે છે.

સંત એટલે કે જે સજ્જન હોય હોય અને નિર્લિપ્ત પણ હોય તેને કહેવાય છે.

ઓશો વિદેશી શબ્દ છે.

તેનો અર્થ જ્ઞાની થાય છે. જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞાની થાય છે કે કેમ તે વિષે સંત રજનીશના ભક્તો ફોડ પાડશે? વાત જવા દો. ઓશોઉપપદ (ખિતાબ) રજનીશે, તેમણે જાતે પોતાને આપેલ. તમે કહેશો કે એવું તે કંઈ હોતું હશે?

સંત રજનીશ કંઈ નહેરુ થોડા છે કે પોતેને પોતે , પોતાને ભારતરત્ન આપે? પહેલાં સંત રજનીશે જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓઆચાર્ય રજનીશએમ હતા. પછી જે પુસ્તકો છપાવ્યાં તેમાં તેઓભગવાન રજનીશએમ થયા. પછી જે પુસ્તકો સંત રજનીશે છપાવ્યાં તેમાંઓશો + રજનીશ નો ફોટોએટલે કે ફોટાવાળા ભાઈ ઓશો છે.

સંત રજનીશે નામનો ત્યાગ કર્યો. “નામમાં શું બળ્યું છે!!”. ગુણ મૂખ્ય છે. નામ નહીં.

ગુણાઃ સર્વત્ર પૂજ્યંતે લિંગં વયઃ

એટલે કે ગુણો પૂજાય છે. જાતિ કે વય નહીં.

સંત રજનીશે વિચાર્યું કે ખ્યાતિ માટે ભક્તમંડળ હોવું જરુરી છે. ભક્તોને આકર્ષવા માટે જ્ઞાની હોવું જરુરી છે. જ્ઞાની થવા માટે જ્ઞાન હોવું જરુરી છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કાંતો વાચન અથવા ચિંતન અથવા બંને જરુરી છે. જો વાચન આપણને પળોજણ લાગતી હોય તો ન્યૂનતમ વાચનથી ગાડું ગબડશે પણ શબ્દોની રમત તો શિખવી પડશે. જો પ્રાસાનુપ્રાસવાળા શબ્દ પ્રયોગો કરીશું, વિરોધાત્મક શબ્દ પ્રયોગો કરીશું, આંચકા લાગે તેવું બોલીશું તો શ્રોતાઓબોરનહીં થાય અને બગાશાં નહીં ખાય. ચીટકેલા રહેશે. માટે ચિંતન દિશામાં કરો.

સંત રજનીશમલની આચાર્ય થી ઓશો સુધીની સફર આમ તો રસમય છે. પણ વાત અત્યારે અપ્રસ્તૂત છે. આપણા ડીબીના એક કટાર લેખકે તેમની સફરને પ્રોફેસર થી આચાર્ય થી ભગવાનથી ઓશો સુધીની દર્શાવી છે. આમ તો સંત રજનીશમલ  ક્યારેય આચાર્ય હતા. આચાર્યના બે અર્થ થાય છે. જેઓ ગીતા અને વેદાંગ ઉપર ભાષ્ય લખે તેને આચાર્યની ઉપાધિ અપાય છે. કાશીની વિદ્યાપીઠ પણ આ ઉપાધિ આપે છે. શાળા, મહાશાળાના ઉપરીને એટલેકે પ્રીન્સીપાલને પણ આચાર્ય કહેવાય છે.

આચાર્યના અર્થ વિષે, આચાર્ય રજનીશનું વાચન એટલું હતું નહીં.

તેમને આચાર્યના અર્થ વિષે સમજણ પણ નહી હોય એવું લાગે છે.

“આચાર્ય” શબ્દ સારો લાગે છે. તેનો ઉપયોગ કરવો. સંત રજનીશમલે કદાચ એમ વિચાર્યું હશે, “ શબ્દ બહુ ભરાવદાર લાગે છે…. શંકરાચાર્ય…. ભાસ્કરાચાર્યસાયણાચાર્યદ્રોણાચાર્ય ….  અહો !! . કેવા સુંદર શોભે છે !!

રાખી લો ત્યારે ઉપાધિ. “હરિ તત્સત્‍”. પહેલાં લખોઆચાર્યપછી લખો રજનીશ. પુસ્તકનું નામ ગમે તે હોય પણ મોટા અક્ષરે લખોઆચાર્ય રજનીશ”.

કાળાંતરે કોઈ અળવીતરા પત્રકારે સંત રજનીશમલને પ્રશ્ન કર્યો, કે તમે તમારા નામની આગળઆચાર્યલખો છો તો આચાર્યનો અર્થ શો થાય છે? સંત રજનીશમલે બેધડક કહી દીધું કેહું ફલાણી ફલાણી કોલેજમાં પ્રોફેસર હતો. પ્રોફેસરનો અર્થ આચાર્ય થાય છે”. પત્રકારે સંત રજનીશમલની સમજણને ટપારી અને કહ્યું કે પ્રોફેસરનું આપણી ભાષામાં ભાષાંતર પ્રાધ્યાપક થાય. આચાર્ય એટલે તો પ્રીન્સીપાલ થાય. તમે ક્યાંય પ્રીન્સીપાલ હતા?

શબ્દોની રમત રમવામાં પોતાને અભેદ્ય અને અપરાજિત માનનારા સંત રજનીશમલને કદાચ મોં સંતામણ થઈ હશે. પણ તે પછી તેમણે પોતાની ઉપાધિમાં પરિવર્તન કર્યું.

દોલતશંકરને યાદ કરોbhadrambhadra

દોલતશંકરને જ્યારે ભગવાન શંકરે ટપાર્યા હતાહે બ્રાહ્મણ તેં કેવું નામ રાખ્યું છે! દોલત શબ્દ તો મ્લેચ્છ ભાષાનો છે અને અંતઃસર્ગ (સફીક્સ) શંકર ગિર્વાણગિર્છે. મ્લેચ્છ અને ગિર્વાણગિર્ને તેં સમકક્ષ મુકવાનો ઘોર અપરાધ કર્યો છે? તું દંડને પાત્ર છે…. જો કે પછી દોલત શંકરે આપણા ન્યાયાલયમાં કામ લાગે અને શોભે તેવો બચાવ કર્યો કેહે પ્રભો આમાં મારો રજમાત્ર પણ વાંક નથી. મારું નામ તો મારા ફોઈબાએ પાડ્યું છે…” પણ શંકર ભગવાને  દલીલ માન્ય રાખી હોય એવું દોલતશંકરને લાગ્યું કારણ કે તેમણે શંકર ભગવાનને ત્રીશૂળ હાથમાં લેતા જોયા અને તેઓને, ત્રીશૂળ ઉગામવાની તૈયારીમાં જોયા. દોલત શંકરના મોતિયા મરી ગયા.

દોલતશંકર સ્વપ્ન ભંગ થયા. નિદ્રાભંગ થયા પછી દોલતશંકરે પોતાના સાથી અંબારામને પોતાના નામનું પરિવર્તન કરવાની વાત કરી.

તે પછી દોલત શંકરે વિધિસર નવનામકરણ કર્યું અને પોતાનું નામભદ્રંભદ્રએમ રાખ્યું. આપણા સંત રજનીશમલે વિધિસરનવપદવીકરણવિધિસર કરેલ કે કેમ તે આપણે કોઈ જાણતા નથી. પણ પછી તેમના બધા પુસ્તકો ઉપર ભગવાન રજનીશ, ભગવાન રજનીશ, ભગવાન રજનીશ દેખાવા લાગ્યું. ભગવાન માંથી ઓશો શું કામ થયા તે કોઈ જાણતા નથી.

સંભવ છે કે તેમને ખબર પડી હોય કે કોઈ પણ સમયે અને જે તે સમયમાં મનુષ્ય દેહે વિચરતા ભગવાનોની સંખ્યા, પૃથ્વી ઉપર હમેશા એક હજારથી ઉપર હોય છે. એટલે સંત રજનીશમલને થયું હોય કે સ્વયં પ્રમાણિત અને સ્વયં આભૂષિત ઉપાધિભગવાન” ને બદલે, બીજું અભૂતપૂર્વ કે અસામાન્ય ,જેવું કંઈક ઉપપદ રાખીએ.

એશિયામાં તો જાપાન બહુ સમૃદ્ધ અને આધુનિક દેશ ગણાય છે. વળી ત્યાં બૌધ ધર્મ પળાય છે. બુદ્ધ આતર્રાષ્ટ્રીય છે. કૃષ્ણ અને મહાવીર આપણા વેપારીભાઈઓના દેવ છે. ત્રણેનું મિશ્રણ કરીને અવનવાર આપણે તેમના નામના ઉલ્લેખો કરતા રહ્યા છે. એટલે જાપાની ભાષા નુંઑશોઆપણને વધુ ફાવશે.      

જગત ખરેખર અનિર્વચનીય છે. એક રજનીશ ભક્તે મારી પાસે એકડઝન જેટલા પુસ્તકોની થપ્પી કરી. અને કહ્યું કે તમે વાંચો. તેમણે ઉમેર્યું. વાંચ્યા પછી મને એવો જુસ્સો આવી ગયો કે હું શું નું શું કરી નાખું?

મેં કહ્યું, હું વાંચું ખરો પણ તમે આમાંના કોઈપણ એક પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલો અને હું એક ફકરો વાંચી તેને તર્ક હીન સાબિત કરી દઉં તો? શરત મારવી છે? તેઓ તૈયાર થયા.

વિશ્વનું નહીં તો ભારતનું એક આશ્ચર્ય છે કે રજનીશ જેવા અજ્ઞાનીને પણ જ્ઞાની (ઓશો) કહેવાવાળા છે.

ઓશો આસારામઃ

આસારામ વિષે એવું જાણવા મળ્યું છે કે તેઓ તેમના પૂર્વસંસારી દેહે, આસુમલ હતા. કહેવાય છે કે નામ દેહે તેઓશ્રી દારુની હેરફેર કરતા એટલે નીચે દારુની હેરફેર અને ઉપર લક્ષ્મીની હેરફેરમાં જે તે અનુકુળ જગ્યાઓએ સંબંધો વિકસી ગયા. નવા નામરુપ દેહ અવતારમાં સંબંધો કદાચ નવા સંબંધો બાંધવામાં કામ લાગ્યા હશે. પણ લક્ષ્મીની હેરફેરમાંથી, કોઈની ગૃહલક્ષ્મી કે કોઈની થનાર ગૃહલક્ષ્મીઓ તેમની પાછળ રાધાઓ થઈને કેમ પડી અને તેમના પતિ અને પિતાઓ પણ ગોપ થઈને કેવીરીતે ગરબે ઘુમવા લાગ્યા તે આશ્ચર્યની વાત છે.

કલેક્ટરો અને મામલતદારોએ પણ ઓશો આસારામને બેધડક સરકારી ભૂમિ કેવીરીતે અધિગ્રહણ કરવા દીધી તે પણ આશ્ચર્યની વાત છે. શ્રેય તો ત્યારે ગણાશે કે એક વિશિષ્ઠ અન્વેષણ સમિતિ નિમાય અને જે કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોય તેમને જેલમાં નાખી દેવાય. ઓશો આસારામને કંઈ નહીં તો પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ નો વિશિષ્ઠ પુરસ્કાર અપાય પછી તે પદ્મ ભલે કુવેચનું હોય.

ઓશો આસારામે એકવાર વાત વાતમાં એમ કહેલ કે નરેન્દ્ર મોદી તો મલ છે મલ. ધારે એમ કરી શકે છે. મલ (મલ્લ) છે. એટલે કે જોરદાર છે.

બધા સંતો ઓશાઓ પણ મલ્લ એટલે કે મલ છે. સંત રજનીશન પણ સમાજના મલ છે. અને ઓશો આસારામ પણ મલ છે.

પણ ભારતનું આશ્ચર્ય છે.

સાંઈબાબાઃ

sai baba

ચમત્કારોની વાત ક્યાં નથી? રામાયણમાં રામે અને સીતાએ પણ ચમત્કારો કર્યા. કૃષ્ણ ભગવાને પણ ચમત્કારો કર્યા હતા. આમ જોવા જઈએ તો ઈશ્વર માટે પણ ચમત્કાર કરવા શક્ય નથી. છતાં પણ હાડમાંસના બનેલા રામ, સીતા અને કૃષ્ણ સૌએ તેમના સાથીઓથી પણ ઘણા મોટા ચમત્કારો કરેલ. બધા ચમત્કારોને સદંતર અવગણો તો પણ રામ અને કૃષ્ણની મહાનતાને ક્ષતિ પહંચતી નથી અને તેમની મહાનતા અકબંધ રહે છે. કારણ કે તેઓ તેમના ચમત્કારોને કારણે મહાન ગણાયા નથી. તેઓ પહેલાં મહાન ગણાયા. ચમત્કારો તો પછી ઉમેરાયા.

પણ સાંઈબાબા વિષે તમે શું કહેશો? જો તમે ચમત્કારોની બાદબાકી કરી નાખો તો તેમનામાં શેષ શું રહેશે? કશું નહીં. કેવળ શૂન્ય. છતાં પણ લાખો માણસો તેમને ભગવાન માને છે. તેમનામાં શ્રદ્ધા રાખે છે. કોઈ તેમને પીર સમજે છે, કોઈ તેમને ઓલીયા સમજે છે, કોઈ તેમને દત્તાત્રેય તરીકે પૂજે છે. કોઈ તેમને શિવ તરીકે પણ પૂજે છે અને તેમના માથે ત્રીપૂણ્ડ દર્શાવે છે અને તેમની મૂર્તિ આગળ શિવના વાહન પોઠિયાને બેસાડે છે. “ સાંઈઅને સબકા માલિક એકએમ લખે છે. જેમ સંગીતમાં મિયાં અને મહાદેવ ભેગા થાય છે તેમ સાંઈબાબા પાસે પણ હિન્દુઓ અને મુસલમાનો ભેગા થાય છે. જો આને સિદ્ધિ ગણીએ તો બધું ક્ષમ્ય છે. શિવ આગળ સૌ સમાન છે.

સત્યસાંઈ બાબાઃ

સત્ય સાંઈબાબાના ચમત્કારો ને અવગણીએ તો, સત્ય સાંઈબાબા પાસે અબજો રુપીયાની મિલ્કત બાકી રહે છે. તે સંપત્તિ થકી કેટલાક વિદ્યાલયોના ધંધા ચાલે છે અને તેમના ભક્તો પોષાય છે. પણ સૌ ભક્તો શરુઆતમાં તો તેમના ચમત્કારોથી (હાથ ચાલાકીઓથી) અંજાયેલા. પછી ભક્તોને થયું હશે, “અહીં બધું ચાલે છે અને આપણને ફાયદો છે તો પછી વાંધો નહીં.” “માંહે પડેલા મહાસુખ માણે”.

પણ આશ્ચર્ય તો છે .

સહજાનંદસ્વામીઃ

sahajanandaswami

આમ તો ભગવાન ઓગણીશમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. તેમણે પણ અનેકાનેક ચમત્કારો કરેલ. તેમના પણ લાખો ભક્ત છે. સહજાનંદ સ્વામી પાસે એવું કશું ધન કે સંપત્તિ હતાં. સહજાનંદ સ્વામી ચમત્કારોથી આગળ આવેલા હતા. જેમ કૃષ્ણની ગીતા છે. તેમ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી છે. કહેવાય છે કે વલ્લભભાઈ પટેલ, સમસ્યાના સમાધાન માટે શિક્ષાપત્રી વાંચી લેતા હતા.

કાળાંતરે સહ્જાનંદ સ્વામીના ચમત્કારો આગળ આવ્યા. બધું છતાં, તેમનું મુખ્ય કામ ગરીબ જનતાને વ્યસનમુક્ત કરવાનું હતું. એટલે કે દારુ, તમાકુ, બીડી, ભાંગ ….

જેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના છે તેઓ બધા, વ્યસન મુક્ત છે. જો કે નોંધ કરો બધી જાતના વ્યસનોથી મુક્ત નહીં.  સહજાનંદસ્વામીનો એક આશિર્વાદ હતો કે એમના ભક્તોએ કદી ભીખ માગવી નહીં પડે. વાત આજે પણ સાચી છે. સહજાનંદ સ્વામીના ભક્તોએ ઘણા સારાં કામો કર્યા છે. શિલ્પકળા, સ્થાપત્યો, વિદ્યામંદિરો અને સંસ્કૃતનો ઉદ્ધાર મુખ્ય છે.

આમ તો દયાનંદ સરસ્વતીએ સૌ ધર્મગુરુઓની ઠેકડી ઉડાવેલી તેમાં સ્વામીનારાયણ ભગવાનનો પણ સમાવેશ થઈ જતો હતો. પણ આજે તમને અગ્નિવેશ જેવા ગાંડુંઘેલું બોલનારા આર્યસમાજમાં મળશે. પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવા ધર્મગુરુઓ મળશે નહીં. પૈસાથી છકી જનારા કે કીર્તિથી છકી જનારા તમને અહીં નહીં મળે.

પણ એક આશ્ચર્ય છે. જય સ્વામીનારાયણ. મારા ફોઈબા જેવા પ્રેમાળ અને અજાતશત્રુ સ્ત્રીના જે આરાધ્ય દેવ હોય તેમનામાં પણ કંઈક સત્વ તો હશે .

જૈન ધર્મના સોએ સો ટકા ધર્મગુરુઓ વિદ્વાન હોય છે. તેમનામાં કેટલાક દિગંબર હોય છે. ત્યાગની આ કક્ષા સુધી પહોંચી જવું તેનાથી મોટું આશ્ચર્ય શું હોય?

હિરાભાઈઓઃ

હવે જ્યાં ભગવાનોની વાતો થતી હોય ત્યાં હિરાભાઈઓને લાવવા તે જરા અજુગતું લાગે છે. પણ આપણે ભારતમાં થતા ચમત્કારોની વાતો કરીએ છીએ ત્યારે બીજા ચમત્કારોની અવગણના કેવી રીતે થાય? સીલીકોન ઈન્ડીયા એક વેબસાઈટ છે. તેમાં એક વખત કેટલાક અતિ મહાન પુરુષોના સુવાક્યો લખ્યા. જેમકે બર્ટ્રાન્ડ રસેલ, સમરસેમ મોમ, મહાત્મા ગાંધી, ન્યુટન, લીઓ ટોલ્સટોયઅને છેલ્લે વળી હકલાનું પણ એક સુવાક્ય કથન લખ્યું. જો કે કોમેંટમાં સીલીકોન ઈન્ડીયા ની ઘણી મજાક ભરી ટીકા થઈ. કદાચ હકલાભાઈને આવા ગોદા મળે તે હેતુથી સીલીકોન વેલીએ મજાક માટે લખ્યું હશે. અહીં આપણે ફક્ત ચમત્કારના અનુસંધાનમાં લખીએ છીએ.

યુવાનોના અતૃપ્ત આત્માઓ પોતાની જાતીય અતૃપ્તિને તુષ્ટ કરી શકે તે કારણથી હર સમયે નાટક અને ફિલમના હિરાભાઈઓ પોતાની ફરજ બજાવે છે. તેમાં તેઓ તો ભૌતિક રીતે તૃપ્ત થાય છે પણ સાથે સાથે અતૃપ્ત શરીરનિવાસી આત્માઓ પણ યેનકેન પ્રકારેણ તાદાત્મ્ય સાધે છે. જેમ મનુષ્ય પોતાના સ્વપ્નમાં પોતાની અતૃપ્તિને તૃપ્ત કરતી પ્રવૃત્તિઓ કરે છે તેમ ઉપરોક્ત ક્રિયાને દિવાસ્વપ્ન ગણવું.

હિરાભાઈઓને ખ્યાતિ મળી. એટલે તેઓ પોતાને સાચેસાચ મહાન માનવા લાગ્યા. નાટકમાં કામ કરવું અઘરું છે. પણ ફિલમમાં તે અઘરું નથી. ફિલમમાં હિરાભાઈઓએ સંવાદો યાદ રાખવા પડતા નથી. બરાબર સંવાદ બોલાયો હોય તો અને અભિનય બરાબર થયો હોય તો દિગદર્શક અવારનવાર અભિનય કરાવડાવેપણ ફિલમમાં કંઈ તેની ભૂલો બતાવે. જે શ્રેષ્ઠ હોય તે બતાવે. પ્રેક્ષકો ખુશ થાય. એક ફિલમની પાછળ ઘણી વ્યક્તિઓનું પ્રદાન હોય છે. પણ દેખાય આપણને હિરા ભાઈ એકલા. એટલે અલ્પજ્ઞ કે અતૃપ્ત ને અહોભાવ જાગે.

અભિનયએક શાસ્ત્ર છે. તમે ગામડીયાની પાસે ગામડીયાનો અભિનય કરાવો તો તે બરાબર કરશે. બાળક, બાળક તરીકે નો અભિનય બરાબર કરશે. ગાંડો ગાંડાનો અભિનય બરાબર કરશે. પણ તમે કહેશો ત્યારે આ ત્રણેય બરાબર અભિનય નહીં કરે.

તમે અભિનય ક્ષેત્રે પડો તો તમારે જાત જાતના પાત્રના અભિનય કરવા પડે. જેમ રાજકારણમાં તમે તમારા માતા પિતા કે ગુરુના ખભે બેસીને આગળ આવી શકો. તેમ ફિલમ ક્ષેત્રમાં પણ એવું છે. અહીં ગુરુ તરીકે દાઉદભાઈ ઓળખાય છે. માતા પિતા પણ ચાલે પણ તેઓ કેટલા પૈસા ખર્ચી શકે? તેની સીમા હોય છે. અહીં તો દાઉદભાઈ વધુ ચાલે.

હવે જુઓ હકલાભાઈ ( નામ દાઉદભાઈએ પાડેલું છે), આગળ તો આવી ગયા. પણ અભિનયમાં શૂન્ય. એક જાતનો અભિનય. દિલીપ કુમારની જેમ . તમે દિલીપભાઈને મજુર બનાવો, ઘોડાગાડીના ચાલક બનાવો, દરવાન બનાવો, નેતા બનાવો કે જહાંગીર બનાવી દો. અભિનય તો એક જાતનો કરશે. હકલાભાઈ પણ એવા છે. ગામડીયા તરીકે કે અભણ પાત્રનો અભિનય કરવાનો હોય તો બરાબર મેચ થાય. પણ જો જાહેરમાં તેઓ એજ પહેરવેશમાં આવે તો ફજેતી થાય. અરે ફિલમમાં પણ તેમને ઉત્તરોત્તર પ્રગતિ કરતા બતાવવા પડે અને વેળાસર તેમને શુટબુટમાં લાવવા પડે. શુટબુટમાં આવે તો દર્શનીય બને. આવા અનેક હિરાભાઈઓ છે. હિરીબેનો પણ છે. પણ તેમની વાતો આપણે નહીં કરીએ. તેમને તો બ્યુટીફીકેશન માટે રાખ્યા હોય છે. હિરીબેનો આધારિત બહુ ઓછી ફિલમો બને છે.

હકલાભાઈને વિદેશમાં એક એરપોર્ટ પર સુરક્ષા કર્મીઓએ કેટલાક કલાક રોક્યા કારણ કે તેમના કોઈ નજીકના સગા ટેરરીસ્ટ એક્ટીવીટી સાથે સંકળાયેલા છે તેવી અમેરિકાને શંકા હતી. તો પણ હિરાભાઈને ભાન થયું કે તેઓ મહાન પુરુષ નથી. અરે ભાઈ તમે તો અભિનયમાં પણ શૂન્ય છો. નહેરુવીયનો જેમ લાયકાત વગર બીજાના ખભે બેસીને ખ્યાતિ પામ્યા, તેમ તમે પણ અમુક કારણોસર આગળ આવ્યા છો.

જે હોય તે પણ એક આશ્ચર્ય તો છે .

ટીવી ચેનલના એંકરોઃ

દરેક એંકર પોતે આમંત્રિત વ્યક્તિગણના સંવાદનું સંચાલન કરતો હોવાથી પોતાને સર્વજ્ઞ માને છે. જો કે જે અણઘડતાથી તે સંચાલન કરતો હોય છે કે આપણને ખબર પડે કે ચર્ચાનો હેતુ શો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તાત્કાલિક થતીસુષ્મા સ્વરાજની લલિત મોદીને કરેલી વિસાભલામણ ની છે.” રજત શર્મા જેવા પણ જો પોતાના અભિપ્રાય વ્યક્ત કરવાની લાલચ રોકી શકતા હોય તો બીજા પરચુરણની તો વાત શું કરવી? શું યોગ્ય ચર્ચા ચલાવવા માટે બધાએ પ્રભુ ચાવલા પાસે પ્રશિક્ષણ લેવું પડશે? પ્રશિક્ષણ લીધા પછી પણ તેઓ સુધરશે તેની ખાતરી કોણ આપી શકશે?

સીધી સાદી વાત હતી. લલિત મોદીની પત્નીનું કેન્સરનું પોર્ટુગાલમાં ઓપરેશન હતું. લલિત મોદીની હાજરી જરુરી હતી. લલિત મોદી છે જેણે કેટલીક ખાનગી કંપનીઓ કે જેમની સ્થાપના જ એકબીજાસાથે ગોલમાલવાળા નાણા વ્યવહારો કરવા માટે થઈ હતી તેમાં સંડોવાયેલા હતા. ભારત સરકારને કરમાં જે નાણા જમા થવા જોઇએ તે થયા.

lalit and ors

લલિતભાઈ ને ભારતમાં નહેરુવીયન સરકાર સુરક્ષા આપતી હતી કારણકે તેના નેતાઓ અને મળતીયાઓ તેમાં ભાગીદાર હતા. સુનંદાબેન નામની એક સ્ત્રી નહેરુવીયન કોંગ્રેસ નેતાગણના મિત્રમંડળમાં સામેલ હતી. લલિતભાઈએ તેનો અને તેના વરનો ભંડો ફોડ્યો. એટલે નહેરુવીયન કોંગ્રેસ મિત્રમંડળ અને તેમના ક્રોસબોર્ડર સાથી દાઉદભાઈને પસંદ પડ્યું. નહેરુવીયન કોંગની સરકારે લલિતભાઈની સુરક્ષા પાછી ખેંચી લીધી, જેથી દાઉદભાઈનું લલિતભાઈની ગેમ કરવાનું કામ આસાન થઈ જાય. લલિતભાઈ જાન બચાવવા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. નહેરુવીયન સરકારે લલિતભાઈનો પાસપોર્ટ રદ કર્યો. પણ ન્યાયાલયે નહેરુવીયન સરકારનો હુકમ અમાન્ય ઠેરવ્યો. જ્યાં સુધી સુરક્ષાનું વચન ભારત સરકાર આપે ત્યાં સુધી લલિતભાઈ ભારત પાછા કેવી રીતે આવે તેવું લલિતભાઈએ તેમના વકીલ મારફત જાહેર કર્યું. તે ઉપરાંત તેમને કે યુકેને એવી કોઈ નોટીસ મળી નથી. સુષ્મા બહેને વિદેશી સરકારને લલિત મોદીને પોર્ટુગાલનો વિસા માટે કાયદેસર શક્ય હોય તો તે આપવા ભલામણ કરી. તે સરકારે વિસા આપવો કાયદેસર શક્ય હતો એટલે આપ્યો.

ચર્ચા શું થઈ શકે અને તેના મુદ્દાઓ શું હોઈ શકે?

વિદેશી સરકારે વિસા કાયદેસર આપ્યો કે ભલામણથી આપ્યો?

નહેરુવીયન કોંગ્રેસે વર્ષમાં શું કર્યું?

નહેરુવીયન કોંગ્રેસે સુનંદા બેન અને વર સામે શું કર્યું?

નહેરુવીયન સરકારે દાઉદની ધમકીનું શું કર્યુ?

નહેરુવીયન કોંગ્રેસ શું દાઉદ સાથે જોઈન્ટ વેન્ચરમાં છે? જો હોય તો લલિતભાઈની સુરક્ષા કેમ પાછી ખેંચી લીધી?

સુરક્ષા પાછી ખેંચી લેવાના કારણો લલિતભાઈને કેમ જણાવ્યા? જાહેર કેમ કર્યા?

નહેરુવીયન કોંગ્રેસ તેની આવી વર્તણુક થી જાહેર જનતાને શો સંદેશો આપવા માગે છે?

નહેરુવીયન કોંગ્રેસ સત્તાસ્થાનેથી ફેંકાઈ ગઈ એટલે શું તે હવે કશી જ બાબતો માટે ઉત્તરદાયી રહેતી નથી? નહેરુવીયન કોંગ્રેસી નેતાઓએ ઉત્તરો આપવા જ જોઇએ.  ભૂતકાળની બેજવાબદારી ભર્યા આચારોની   બાબતમાં નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કુલા ખંખેરી નાખે છે.  સમાચાર માધ્યમો તેને તેમ કરવા દે છે,  આ નિંદનીય જ નહીં પણ દંડનીય પણ છે.

ચર્ચામાં મુદ્દા સામેલ કરવા જોઇએ.

વાસ્તવમાં તો નહેરુવીયન કોંગ્રેસને, નીતિ, ગુણવત્તા, સંસ્કારિતા, નિયમ, બંધારણીય ફરજો, લોકશાહી, માનવ અધિકારો, ધર્મ નિરપેક્ષતા, પારદર્શિતા વિગેરે વિષયો ઉપર હાથ જ ન મુકવા દેવો જોઇએ. નહેરુવીયન કોંગ્રેસે તથા તેના સમાચાર માધ્યમ સહિતના સાથીઓએ આનું એટલા મોટા પ્રમાણમાં હનન કર્યું છે કે તેમને વેળાસર દંડવા જોઇએ. જો તમારે મોટા નામ હેઠળ વામણી વ્યક્તિઓને જ્વી હોય તો આ લોકોને જોઈ લેવા.

એક પ્રસંગ નથી. દરેક પ્રસંગોની ચર્ચા વખતે સમાચાર માધ્યમ ચર્ચાને અવળી દિશામાં દોરે છે. ચર્ચા કદી સુચારુરુપે ચાલતી નથી.

વું અણઘડપણું બીજા વિકસિત કે વિકાસશીલ દેશોમાં નથી. ફક્ત ભારતમાં છે.

શું આશ્ચર્ય નથી?

રાજકારણના નેતાઓની વાત નહીં કરીએ. હરિ અનંતો હરિ કથા અનંતા. હરિ તત્સત્

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ શિવ, શ્વેત, સંકર-૪, વિષ્ણુ-૪, રામ, કૃષ્ણ, ચમત્કાર, આશ્ચર્ય, ઓશો, સંત, ભગવાન, ગુણ, રજનીશ, આસારામ, સ્વામીનારાયણ,  સાંઈ, સત્યસાંઈ, જ્ઞાન, વાચન, આચાર્ય, દોલતશંકર, ભદ્રંભદ્ર

Read Full Post »

તેમને પણ સાંભળો અને તેઓ પણ સાંભળે. (નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન) ભાગ-૧

શનિવાર તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મહેદીનવાબજંગ હોલમાં એક સભામાં જવાનું થયું. આમાં વક્તાઓ પૂર્વનિશ્ચિત હતા. તેઓ સઘળા નરેન્દ્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના વિરોધી હતા. તેથી તેમને માટે નરેન્દ્ર મોદીની અમુક ચૂંટી કાઢેલી બાબતોની ટીકા કરવી સ્વાભાવિક હતી. સભાના પ્રમુખશ્રી (પ્રકાશભાઈ શાહ) હતા. સ્ટેજની પાસે ત્રણ બોર્ડ હતા જેમાં જે મુદ્દાઓ અને માગણીઓ હતી તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. મુદ્દાઓ કે માગણીઓની સંખ્યા ૨૭ જેટલી હતી. અને એક એવો ઠરાવ હતો કે ગુજરાતમાં પ્રવર્તતા ભય અને ગુજરાતની પ્રગતિના ભ્રમમાંથી ગુજરાતની અને ભારતની જનતાને મુક્ત કરવામાં આવે. માટે દેશવ્યાપી જાગૃતિ ફેલાવવામાં આવે.

વાત સ્વિકારી લેવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી આપખુદ છે, નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી, નરેન્દ્ર મોદી કોમવાદી છે, નરેન્દ્ર મોદી જુઠાણાનો પ્રચાર કરે છે. નરેન્દ્ર મોદીએ લોકશાહીને ભયમાં મુકી છે. એટલે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતના સમવાય તંત્ર અને ધર્મનિરપેક્ષતાનો નાશ થશે. માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા પડશે. નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વિરુદ્ધ વ્યવસ્થિત પ્રચાર કરવો પડશે. આ માટે સીવીલ સોસાઈટીઓએ આગળ આવી લોકોના જુથોને સંગઠિત કરવા જોઇશે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તેથી ગુજરાતમાંથી જનતાએ બીજા રાજ્યોમાં જઈ નરેન્દ્ર મોદીએ ફેલાવેલા ભય અને ભ્રમની વાતોનો પ્રચાર કરી લોકોને સાચી(?) વાતો જણાવવી જેથી બીજા રાજ્યોમાં મોદીનો પ્રભાવ પડી શકે.

ક્યારે દલીલ અને તર્ક ની જરુર પડે

અને ક્યારે જરુર પડે?

આપણે સમાજશાસ્ત્ર પુરતી આપણી વાત મર્યાદિત રાખીશું. સમાજની સુખાકારી માટે અવનવા માર્ગોને વાદો તરીકે  માનવામાં આવે છે. ગઈ સદીના પ્રારંભમાં વાદો તેની પરાકાષ્ટાએ હતા. અમુક લોકો સામ્યવાદી રસ્તે સમાજની ઉન્નતિ અને કે સુખાકારી આવી શકે છે એમ માને છેબીજા અમુક લોકો મુડીવાદી રસ્તે ઉન્નતિ અને સુખાકારી આવી શકે છે તેમ માને છે. બંને વાદો આમ તો ભ્રામક છે. પણ બહુ લાબીં ચર્ચા છે.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન” ના વક્તાઓની દૃષ્ટિ પ્રમાણે મોદીશૈલી, મોદી મોડેલ અને મોદીની આરએસએસ ની કડીને કારણે, મોદી ધાર્મિક રીતે અસહિષ્ણુ પણ છે.  આપણે આપણી વાત નરેન્દ્ર મોદીની આ છબી પુરતી મર્યાદિત રાખીશું.

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાગણ શું વિચારે છે?

નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના નેતાઓના વક્તાઓના કહેવા પ્રમાણે;

મોદી એટલે એક સરમુખત્યાર, ગોબ્બેલ અને હિટલર ત્રણેના મિશ્રણ થી પણ ચડે એવો છે.

नरेन्द्र मोदी तो मुसोलीनी, गोबेल्स और हिटलरका मिश्रण है

સરમુખત્યાર એટલે શું?

સરમુખત્યાર એ હોય છે જે લોકશાહીમાં માનતો હોય અને વિરોધીઓને બોલવા દેતો હોય, અગર કોઈ બોલે તો તેને ગુમ કરાવી દેતો હોય, અથવા  ખોટા આરોપો લગાવી તેને યથેચ્છ જેલમાં પૂરી દેતો હોય.

હવે જુઓ તેની સામે ની દલીલો

મોદી તો ચૂંટાઈને આવે છે. કેન્દ્રમાં મોદીની વિરોધીની સરકાર હોય તો પણ મોદી લોકશાહી ઢબે ચૂંટાઈને આવે છે. એકવાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટાઈને આવે છે. પક્ષની અંદર અને પક્ષની બહાર, સમાચાર માધ્યમો ના સતત કલુષિત, વિકૃત અને વિરોધી પ્રચાર છતાં નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવે છે. હવે જો પ્રક્રિયામાંથી પસાર થઈને આવનાર નરેન્દ્ર મોદીને તમે સરમુખત્યાર કહો તો તેનો અર્થ થયો કે તમે અત્યાર સુધી ચાલતી આવતી લોકશાહી પ્રક્રિયાને માનતા નથી. એટલે કે તમે પોતે ખુદ લોકશાહીમાં માનતા નથી, અને તમને નરેન્દ્ર મોદીને બદલે કોઈ બીજાને કે જે વિકલ્પની તમને પણ ખબર નથી તેને  શાસક તરીકે તમારી મુનસફ્ફી મુજબ લોકો ઉપર ઠોકી બેસાડાવામાં માનો છો. કારણ કે તમે વાતની નોંધ જ લેતા નથી કે ચૂંટણી એક સંવિધાનિક પ્રક્રીયા છે, તમે સંવિધાનની પ્રક્રીયાને આદર આપતા નથી. હવે એવું પણ નથી કે વિરોધીઓને પ્રચાર અને પ્રસારની છૂટ નથી. વાસ્તવમાં ૨૦૦૨થી હાલ સુધી મોદીને ગાલીપ્રદાન કરવું અને તેના ઉપર ખોટા આરોપો મુકવા તો ફેશન છે. વાસ્તવમાં તો મોદીને બદનામ કરવામાં મોદીના વિરોધીઓએ કશું બાકી રાખ્યું નથી. છતાં જનતા મોદીને ચૂંટે છે, એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ ત્રણવાર ચૂંટે છે. અને જનતાના દબાણને વશ થઈ તેના પક્ષમાં તમે જ ફેલાવેલા આંતર વિરોધની અફવાઓ હોવા છતાં પણ પક્ષને મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરવા પડે છે. આમાં મોદીની સરમુખત્યારી ક્યાં આવી? એટલે તમારો સરમુખત્યારની શબ્દનો ઉપયોગ,  શબ્દકોષને બંધબેસતો નથી. જયપ્રકાશ નારાયણે કહેલું કે ઈન્દીરાના (સરમુખત્યારના) શબ્દોના અર્થ “હમ્ટી ડપ્ટી જેવા છે.

નરેન્દ્ર મોદીનો પ્રચાર ગોબેલ્સના પ્રચાર જેવો છેઃ

હવે તમે સમજી લો. ગોબેલ્સ નો પ્રચાર હતો તે હિટલરના રાજમાં હતો. તે યુદ્ધ વખતે હતો. તે પ્રચાર એક નિયત અને નાના સમય પૂરતો જ હતો. મુક્ત પ્રચારની તેના સમયમાં બંધી હતી. ગોબેલ્સ પ્રકારનો પ્રચાર ફક્ત સરમુખત્યારીમાં જ સંભવી શકે છે. નરેન્દ્ર મોદીના ચાલુ સમય કે ભૂતકાળના સમયને સરમુખત્યારી જેવો કોઈ રેકોર્ડ નથી.

ભારતીય જનતાએ અને તમે પણ, નહેરુવીયન કોંગ્રેસની ઈન્દીરાઈ સરમુખત્યારી અને તેણીની અને તેણીના પક્ષને લગતા પ્રત્યક્ષ, શંકાસ્પદ અને પરોક્ષ  વિરોધી  સમાચાર ઉપરની મનાઈ જોયેલી જ છે. તમારામાંના કેટલાક તેનો ભોગ પણ બનેલા છે. ઈન્દીરાગાંધીએ કટોકટી ચાલુ રાકઃઈને અને સેન્સરશીપ ચાલુરાખીને ચૂંટણીઓ કરાવેલી. ભારતની જનતાએ કટોકટીના સમયમાં જ ચૂંટણી  થયેલી તે છતાં પણ  અને સેન્સરશીપ હોવા છતાં પણ આ જ ઈન્દીરા ગાંધીને તેને હરાવેલી. એટલે તમારે ગુજરાતી જનતાને નપુંષક માનવાની જરુર નથી. વળી અત્યારે કટોકટી કે સેન્સરશીપ તો નથી જ નથી જ. કટોકટી અને ગોબેલ્સ પ્રકારનો પ્રચાર એટલે શું તે તમે સુપેરે જાણો છો જ. તમારે શબ્દો ઉપર બળાત્કાર કરવાની જરુર નથી.सही शब्दोंका प्रयोग करें”.

૧૯૮૦ની ચૂંટણી વખતે તમે કેમ ચૂપ રહ્યા?

ઈન્દીરાઈ સંસ્કારને ભૂલી જાઓ તેટલા બાલીશ તો તમે નથી જ. ઈન્દીરા ગાંધીની ૧૯૭૧ની ખુદની ચૂંટણીને ન્યાયાલયમાં પડકારવામાં આવેલી. તેમાં ન્યાયાલયે નોંધ લીધેલી કે ઈન્દીરા ગાંધી ૧૪ વખત ન્યાયાલય સમક્ષ (જે શપથ પૂર્વક બોલવામાં આવે છે કે “હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ અને સત્ય સિવાય કશું કહીશ નહીં) ખોટું બોલેલાં. ન્યાયાલયે તેણીની ચૂંટણી ગેરરીતીઓને કારણે રદ કરેલી. ઈન્દીરા ગાંધીને ન્યાયાલયે છ વર્ષમાટે ગેરલાયક ગણેલાં.  આ હતો  ઈન્દીરા ગાંધીનો કટોકટીની પહેલાંનો, કટોકટી અંતર્ગતનો અને તે પછીનો, સરમુખત્યારશાહીનો અને તેને સંલગ્ન સેન્સર શીપનો ટ્રેક રેકોર્ડ.

આ ઈન્દીરા ગાંધીએ, પોતાને ગાંધીવાદી માનતા એવા ચરણસિંઘને ફોડીને ગાંધીવાદી મોરારજી દેસાઈની, સુપેરે કામ કરતી સરકારને, ઉથલાવેલી. અને ૧૯૮૦માં ચૂંટણી જાહેર થયેલી. ઈન્દીરા ગાંધીનો ટ્રેક રેકોર્ડ આટલો શર્મનાક અને આતંકિત હોવા છતાં પણ તમે ૧૯૮૦ની ચૂંટણી વખતે ચૂપ રહેલા. શા માટે? નહેરુવીયન વંશની જે વ્યક્તિનો ટ્રેકરેકોર્ડ બિનલોકશાહી યુક્ત, માનવીય અધિકારોથી વિમુખ, એટલું જ નહીં કુદરતી અધિકારોથી પણ વિમુખ અને આપખુદી અને સરમુખત્યારીથી ભરપૂર હતો તેવી ઈન્દીરા સામે કે ઈન્દીરાઈ કોંગ્રેસ ની સામે તમે લોકો ૧૯૮૦ની ચૂંટણીમાં પડેલ નહીં. જનતા નથી માનતી કે તે વખતે તમે લોકો બાબાગાડી ચલાવતા હતા. અને તમારામાંના કોઈપણ ધારોકે તે સમયે બાબાગાડી ચલાવતા હોય તો પણ તમારા સૌમાં ઈતિહાસનું જ્ઞાન હોવું જરુરી છે કારણકે તમે અત્યારે બાબાગાડીના સહારે ચાલતા નથી.

નરેન્દ્ર મોદી હિટલર છેઃ

આમ તો જો કે એક ભાઈએ એમ કહેલ કે નરેન્દ્ર મોદી હિટલર થી પણ વિશેષ છે. કારણ કે તે સરમુખત્યાર, ગોબેલ્સ અને હિટલર ત્રણેનું મિશ્રણ છે.  ચાલો જવા દો. આપણે પહેલી બે ઉપમાઓ વિષે તો જોયું કે તે કેવી છે. હિટલરે તેના વિરોધીઓ પાસે ચૂંટણી કરાવેલી? હિટલરે કેટલીવાર ચૂંટણીઓ કરાવેલી અને કેવી રીતે? હિટલર કોણ હતો? અને હિટલરની રાજકીય પાર્શ્વ ભૂમિ શું હતી?

હિટલરની સામેના ગુનાઓ સાબિત થયેલા. તેને જેલ પણ જવું પડેલું. હિટલર  ૧૯૧૯માં જર્મનીની વર્કર્સ પાર્ટી માં દાખલ થયેલો અને બે વર્ષમાં જ લીડર તરીકે જાણીતો થયેલ. તેને તે પહેલાં પોતે કરેલા કાવતરા બદલ જેલમાં જવું પડેલ. જર્મન સમાજવાદી વર્કર્સ પાર્ટીનો તે ૧૯૩૩માં ચાન્સેલર થયો અને તેણે ડીક્ટેટરશીપ વાળી પાર્ટી બનાવેલી.

હવે આ વાત નરેન્દ્ર મોદી સાથે જરાપણ બંધ બેસતી નથી. નરેન્દ્ર મોદી ના બાળપણની વાતો જવા દઈએ અને ભણ્યા પછી તેના હિમાલય પ્રયાણની વાત જવા દઈએ અને તે પછી એક સામાન્ય કાર્યકર થયાની વાત પણ જવા દઈએ તો ૧૯૭૫થી કટોકટીના સમયથી તેની રાજકીય લડત શરુ થઈ કહેવાય. નરેન્દ્ર મોદીએ એક સામાન્ય વર્કર તરીકે કામ કર્યું છે. તેણે ઓછામાં ઓછું બે દશકા સુધી કોઈ રાજકીય હોદ્દો ભોગવ્યો નથી. તે બાદ તેની કાર્ય કુશળતાને કારણે તેને પક્ષમાં પ્રવક્તા અને પ્રભારી તરીકે રાખેલ. તેણે કદી જનપ્રતિનિધિ બનવા માટે માગણી મુકી નથી, કે તેને કદી રાજસભાનો સભ્ય કે કોઈ કોર્પોરેશનનો પ્રમુખ બનાવાયો નથી. તેણે આવી કોઈ માગણી મુકી હોય કે તેણે કોઈ દાવ ખેલ્યો હોય એવી કોઈ અફવાઓ પણ જે તે સમયે સમાચાર માધ્યમો દ્વારા ફેલાયેલી હોય તેવું પણ જાણવા મળ્યું નથી. કેશુભાઈને હટાવવામાં કે બીજા કોઈને હટાવવામાં કે પોતાને પ્રધાન કરવામાં તેણે કોઈ દોરી સંચાર કે લોબીયીંગ કર્યું હોય તેવા કોઈ સમાચારો ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીમાં, એટલે કે તે મુખ્યમંત્રી થયા ત્યાં સુધી, અને તે પછી પણ ૨૦૧૨ ના મધ્ય સુધી પણ, કોઈ પણ સમાચારપત્રોમાં અફવા રુપે પણ આવ્યા ન હતા. બીજેપીના સ્વકેન્દ્રી અને નરેન્દ્ર મોદીના વિકાસના કામોથી હતઃપ્રભ થયેલા નેતાઓએ અને અથવા નરેન્દ્ર મોદી-દ્વેષી સમાચાર માધ્યમોએ બધી જ જાતની અફવાઓ ફેલાવવાનું શરુ કર્યું છે.

હિટલરની ઉપમા કોને લાગુ પડે છે?

હિટલરની ઉપમા નહેરુવંશીઓને વધુ લાગુ પડે છે.

નહેરુ ભણવામાં (આઈસીએસ)માં નિસ્ફળ ગયા એટલે  મોતીલાલે મહાત્મા ગાંધી થકી જવાહરલાલને ઠેકાણે પાડ્યા. માલેતુજાર હોવાને કારણે તેમનો પક્ષમાં ઝડપથી ઉદય થયો. હિટલરની જેમ જવાહરને ગ્લોરીફાય કરવામાં આવ્યા. જવાહરની તે સમયની વાક્છટાને કારણે અને નાટકીયવેડાને કારણે તેઓ જનતામાં પ્રિય પણ થયા.

૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા હોવા છતાં પણ ગાંધીજી દ્વારા જ જવાહરલાલને  પક્ષના લીડર બનાવવા પડ્યા. ગાંધીજીને દેશના બેથી વધુ ભાગલા અટકાવવા માટે દેશના બે ભાગલા પણ સ્વિકારવા પડ્યા.

નહેરુએ પોતાની હિમાલય જેવડી બ્લન્ડરો છૂપાવવા સીન્ડીકેટની રચના કરી.

પોતાની પુત્રીને રાજગાદી મળે તેવી ગોઠવણ તેમણે સીન્ડીકેટ દ્વારા કરી. નહેરુવંશી સરમુખત્યારીના બીજ નહેરુએ વાવ્યા અને છોડ તૈયાર કર્યો. આ બાબત ઈતિહાસના પૃષ્ઠો ઉપર છે. ઈન્દીરા ગાંધીએ વંશ વેલાનું વૃક્ષ બનાવ્યું. રાજવંશમાં જેમ થાય તેમ ઈન્દીરાના અવસાન પછી પ્રધાનમંડળની અને સંસદની મંજુરી વગર જ કહ્યાગરા રાષ્ટ્રપ્રમુખે ઈન્દીરાના પુત્રને વડાપ્રધાન સ્થાપિત કર્યો અને તેની પાસે વડાપ્રધાનપદના શપથ લેવડાવ્યા. આ વંશીય રાજકારણની પ્રણાલી અંતર્ગત આજે તેના જમાઈને પણ ઝેડ સીક્યોરીટી મળે છે. આ કોઈ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો.       

નહેરુના સમયમાં અનેક લોકો વગર મોતે મર્યા

હિટલરે વિરોધીઓની કતલ કરેલી. ગેસ ચેમ્બરો બનાવેલી અને તેમાં નિર્દોષોને હોમી દીધેલ. નહેરુએ શું કરેલ.? દેશના ભાગલા થયા પછી દેશમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે સંજોગોને નહેરુ પોતાના “નંબરવન” પદની લાલસામાં સમજી શકેલ નહીં. હિન્દુ–મુસ્લિમ હુલ્લડો તે નવી વાત ન હતી. આ વાત નહેરુએ સમજવા જેવી હતી. વિભાજના કબુલાતનામામાં એક કોમ દ્વારા બીજી કોમને નુકશાન થાય તો તેના વળતરની જોગવાઈ કરવાની જરુર નહેરુએ સમજવા જેવી હતી. પણ નહેરુમાં આર્ષદૃષ્ટિનો સંપૂર્ણ અભાવ હતો. આમ દેશના ભાગલા પછીની કત્લેઆમ માટે નહેરુ જવાબદાર હતા.

ભારતીય સૈન્ય હમેશા અજેય રહ્યું છે. ચીન સાથેનું યુદ્ધ પણ ભારત જીતી શક્યું હોત જો નહેરુએ અગમ ચેતી વાપરીને ચીન સાથેની સરહદને રેઢી મુકી ન હોત તો. આ વાત મને એક એક બ્રીગેડીયરે કહેલી. નહેરુની ચીન સાથેની બેવકુફી ભરેલી નીતિ માટે અને ભારતના અજેય સૈન્યના જવાનોના મોત માટે પણ નહેરુ જવાબદાર હતા.

આવું જ ઈન્દીરા ગાંધી માટે હતું.

હિન્દીભાષી બંગ્લાદેશી (પૂર્વપાકિસ્તાની) ઘુસણખોરો કરોડોની સંખ્યામાં દેશમાં ઘુસી આવ્યા અને તેને ઈન્દીરા ગાંધી વચન બદ્ધ હોવા છતાં પણ ખદેડી શકેલ નહીં. પાકિસ્તાનને સમયસર લાલ આંખ બતાવેલ નહીં તેથી ભારતના હજારો સૈનિકો માર્યા ગયેલ. અને તાજેતરની માહિતિ પ્રમાણે હજુ આપણા સેંકડો સૈનિકો પાકિસ્તાની જેલોમાં સબડે છે, જ્યારે ઈન્દીરા ગાંધીએ ગાલાવેલી કરીને હૈયા ફુટ્યા થઈને ૯૨૦૦૦ પાકિસ્તાનના યુદ્ધ કેદીઓને મફતમાં મુક્ત કરી દીધેલ. સિમલા કરાર તો એક કૌભાન્ડ છે તેને નકારી ન શકાય.

ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી એક અક્ષમ્ય અપરાધ હતો. તેને માટે તો આખા પક્ષને દેશ નિકાલ કરી શકાય. તેને વિષે તો મહાભારત જેવડો ગ્રંથ લખાય.

ઈન્દીરા ગાંધીએ ભીંદરાનવાલેને પોતાના રાજકીય સ્વાર્થ માટે સંત ઘોષિત કરેલ. આ સંતે પાકિસ્તાનની મિલી ભગતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરેલ. પંજાબના સામાજીક જીવનને લકવાગ્રસ્ત કરી નાખેલ. હજારો નિર્દોષ લોકો આતંકવાદમાં કતલ થયેલ. આતંકવાદીઓએ સ્વર્ણમંદિરનો શસ્ત્ર સરંજામ અને રહેઠાણ તરીકે ઉપયોગ કરેલ. દેશમાં એવો કોઈ કાયદો નથી કે ખૂની કે ચોરને તમે ધાર્મિકસ્થાનમાં ઘુસીગયો હોય તો ત્યાંથી તેને પકડી ન શકો. પણ અનિર્ણાયકતાની કેદી ઈન્દીરા ગાંધીએ આ આતંકવાદીઓને વકરવા દીધા. આ દરમ્યાન અનેક નિર્દોષોની કતલ થઈ. ઈન્દીરા ગાંધી પોતાની સ્વાર્થ વૃત્તિ અને વહીવટી અણઆવડતનો શિકાર બની. અને તેના ખૂનથી તેના પક્ષના માણસોએ હજારો નિર્દોષ શિખોની કતલ કરી.  ઈન્દીરા ગાંધીએ યુનીયન કાર્બાઈડની સાથે ક્ષતિયુક્ત ડીલ કર્યું, હજારો માણસો ભોપાલ ગેસ દુર્ઘટનામાં માર્યા ગયા, અનેક ગણા કાયમી રીતે ક્ષતિગ્રસ્ત થયા અને  તેમને કશી અર્થપૂર્ણ નુકશાની પણ ન મળી. ઈન્દીરાના પુત્રે અર્જુનસિંઘની મીલી ભગતમાં એન્ડરસનને ભાગી જવા દીધો.

આ બધી જાન હાનિઓ માટે ઈન્દીરા ગાંધી અને તેના પુત્ર જવાબદાર છે.

તમે એ પણ જુઓ કે ઈન્દીરા ગાંધીએ વકરવા દીધેલા ખાલીસ્તાની આતંકવાદ થકી મુસ્લિમ આતંકવાદને ભારતમાં પાંગરવાની તક મળી. ૧૯૯૦ માં આ આતંકવાદે માઝા મુકી અને કાશ્મિરના છ લાખ હિન્દુઓને જાહેરમાં અને અખબારોમાં કાશ્મિર છોડી જવા માટે પોસ્ટરો દ્વારા ખૂલ્લે આમ ધમકીઓ આપી. ખૂનામરકી કરી અને ૧૦ હજારની સંખ્યામાં કતલ કરી. લાખો હિન્દુઓ ને તગેડી મુક્યા. તેમણે પોતાના રાજ્યની બહાર તંબુઓમાં આશરો લીધો. આજે ૨૩ વર્ષ ને અંતે પણ નહેરુવીયન કોંગ્રેસ અને ફારુખ ની કહેવાતી મીલીજુલી સેક્યુલર સરકાર આ હિન્દુઓને પુનર્‌સ્થાપિત કરી શકી નથી. નહેરુવીયન કોંગ્રેસીઓને, તેમના સાથીઓને અને દંભી સેક્યુલરોને આ હિન્દુઓની કશી પડી નથી. તેઓ ચર્ચા કરે છે ખરા પણ તે કાશ્મિરમાંથી સુરક્ષા દળોને હટાવવા માટે અને જે આતંકવાદીઓ સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયા તેમના કુટુંબી જનોને વધુ રાહતો આપવાની વાતો કરે છે. આતંકવાદીઓના કુટુંબી જનોને પેન્શન તો આપવા માંડ્યું જ છે! આ સેક્યુલરોને આપણે શું કહીશું?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ નરેન્દ્ર મોદી, સરમુખત્યાર, ગોબેલ્સ, હિટલર, દંગા, હુલ્લડ, ૨૦૦૨, હિન્દુ, મુસ્લિમ, નહેરુ, ઈન્દીરા, કટોકટી, સેન્સરશીપ, નેતા, ચૂંટણી, પસંદગી, સંવિધાનિક, જયપ્રકાશ નારાયણ, હમ્ટી ડમ્ટી, ટ્રેકરેકોર્ડ, બિનલોકશાહીયુક્ત, આપખુદ, બાબાગાડી, મુખ્યમંત્રી, હતઃપ્રભ, રેઢી સરહદ, ઘુસણખોરી, અનિર્ણાયકતાની કેદી, સંત, ભિન્દરાનવાલે, સ્વર્ણમંદિર, સિમલાકરાર, કૌભાન્ડ, યુનીયન કાર્બાઈડ, એન્ડરસન, ભોપાલ ગેસ, કતલ, કાશ્મિર, પોસ્ટરો, ખૂનામરકી, સેક્યુલર

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 3

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – 3

માદાઓને પટાવવી કે કમજોરીનો લાભ લેવો

ઓશો આશારામ અને સંત રજનીશમલ વિષે આપણે જોયું.

ઓશો આશારામ રસાયણ અને અથવા હિપ્નોટીઝમના ઉપયોગ દ્વારા માદાઓને પોતાના માટે પટાવી શકતા હતા.

સંત રજનીશમલ એવા હતા કે તેમના તર્કને ભૌતિક શાસ્ત્રીઓ માન્ય ન રાખે પણ જેઓ જાતીય રીતે અસંતુષ્ટ હોય તેવા પોતાના (અક્કલ વગરના) તર્કદ્વારા પોતાની વાત રજુ કરતા અને તેમનો અનુયાયી વર્ગ ઉપરોક્ત રીતે સંવેદના અને આર્થિક ક્ષમતાના માપ દંડ દ્વારા ગળાયેલો હોવાથી આ વર્ગને સંત રજનીશમલનો તર્ક શીરાની જેમ ગળે ઉતરી જતો હતો.

SOCIAL REFORMERS

સાહેબ તરુણ તેજપાલની વાત

ઓફીસમાં સ્ત્રી ન હોય તો એ ઓફિસ સ્ત્રીપાત્ર વગરના નાટક જેવી ગણાય. ઓફિસ એટલે દુકાનો પણ આવી જાય. મનુષ્યમાં રહેલી આવડતને વધારવા અને તેના મગજને સક્રીય બનાવવા તેમજ ઘરાકી વધારવા પુરુષો સાથે સ્ત્રીઓને પણ રાખવામાં આવે છે. આની પાછળ માનસ શાસ્ત્રીય કારણો હોય છે. અને તે ક્ષમ્ય પણ છે.

સ્ત્રી અને પુરુષ એક સાથે કામ કરે એટલે જાતીય આકર્ષણથી નીપજતા બનાવો બને તે કુદરતી છે. બે માંથી એક કે બંને પરણેલા હોય તેથી કોઈ ખાસ ફેર પડતો નથી. જો બંને કુંવારા હોય તો થોડો ઘણો ફેર પડે ખરો. આ બધું કોઈ પણ રીતે હોય પણ જો બે વિજાતીય વ્યક્તિ વચ્ચે કશું અંગત અંગત હોય તો તે છાનું રહેતું નથી. અને ન હોય તો પણ જો બે વિજાયતીય વ્યક્તિઓનો સંપર્ક સામાન્ય કરતાં થોડો વધુ પ્રમાણમાં હોય તો મોટે ભાગે અફવાઓ તો ઉડે જ છે.

સદા જુવાન નરભાઈઓ

ખાસ કરીને નરભાઈઓ સદા જુવાન હોય છે. એટલે કેટલાક અને ખાસ કરીને સાહેબ કે શેઠ સમાજમાં લાગુ પડતા ઉમરના તફાવતને ધ્યાનમાં લીધા વગર માદાઓને ફસાવવાના પેંતરાઓ કરતા હોય છે. આમાં આર્થિક મદદ, ભેટસોગાદ, બૉડી, બૉડી લેંગ્વેજ, બઢતીની પ્રત્યક્ષ કે પરોક્ષ લાલચ વિગેરેનો તેઓ ઉપયોગ કરે છે. કોઈએક માદાને કેટલી ફસાવી શકાય એમ છે તે પ્રમાણે તેને ફસાવવામાં આવે છે. નરસાહેબ જો પરિણિત હોય અને તેઓ એક કે એક કરતાં વધુ માદાઓને ફસાવવાની કોશિસ કરતા હોય કે ફસાવતા હોય તો અફવાઓ જોર પકડે છે. કાર્યાલયમાં જો કોઈ જોરદાર નર કે માદા અસહિષ્ણુ હોય તો સાહેબભાઈ ફસાય છે પણ ખરા.

મોટે ભાગે તો અફવાઓ વધુ હોય છે અને વાસ્તવિકતા ઓછી હોય છે. પણ દરેક જગ્યાએ વાસ્તવિકતા શૂન્ય હોતી નથી.

જેમ સહકાર્યકર સાહેબ હોદ્દાની રુએ કે આર્થિક રીતે કે આવડતમાં મોટા તેટલું ઈચ્છુક સાહેબને માદાને ફસાવવાનો ઓછો શ્રમ કરવો પડે છે. જો માદા ફસાય અને જો  તે ફસામણી જાહેર થાય તો માદાની ટીકા વધુ થાય એટલે મોટા ભાગે માદાઓ કોઈ ફસામણી જાહેર કરતી નથી. આવા સંજોગોમાં સાહેબ અફવાઓ દ્વારા બદનામ જરુર થાય છે. પણ નરભાઈને આ બદનામી કે ટીકા ખાસ નડતી નથી. માદાઓ આવા સાહેબનરથી ચેતીને ચાલે છે.

તેજપાલ સાહેબો તરુણ ન હોય તો પણ તેમની કામેચ્છાને તેઓ પોતાની પત્ની સિવાયની માદાઓ દ્વારા સંતોષવા આતુર હોય છે. આ બાબત (માદાઓ પણ નરની હિંમત એવો શબ્દ પ્રયોગ કરેછે) સાહેબમાં રહેલી હિંમત, પ્રબળતા અને માદાની પ્રતિકારહીનતાના પ્રમાણ અને માનસિકતા ઉપર આધાર રાખે છે.

માદાબહેનો સહયોગીભાઈ કે સાહેબભાઈ સાથે જાતીય સંબંધ બાબતે અમુક શારીરિક સીમા રાખે છે.  આ સીમા કેટલી છે તે નરભાઈ તત્કાલિન કે સ્મૃતિમાં પડેલા અનુભવથી સમજતો હોય છે. વળી આ સહયોગી ભાઈ કે સાહેબભાઈ પશુ તો હોતા નથી, પણ બુદ્ધિશાળી હોય છે અને મુશ્કેલીઓની આગાહીઓ કરવા માટે સક્ષમ હોય છે છતાં પણ તેઓ ભાવિ પરિણામોથી ડર્યાવગર જાતીય વલણોમાં સ્ખલન કેમ અનુભવે છે?

સહયોગી ભાઈઓ કે સાહેબભાઈઓ સામે પક્ષે રહેલી માદાની પ્રતિકાર કરી શકવાની ક્ષમતાને કેમ સમજી શકતા નથી?

કુદરત શું કહે છે? અથવા તો કુદરતી વ્યવસ્થા શું છે?

ભારતીય સંસ્કૃતિ શું કહે છે

આહાર, નિદ્રા, ભય અને મૈથુન સહજ છે. વૈજ્ઞાનિકો આને “આવેગ” એમ કહે છે. માણસની કેટલીક ક્રિયાઓનો આધાર આવેગો હોય છે જે કુદરતી હોય છે. આપણા શાસ્ત્રો કહે છે કે  આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે.

આ વૃત્તિઓ મનુષ્યમાં શા માટે સહજ હોય છે?

અદ્વૈતની માયાજાળમાં આપણે જોયું કે દરેક વસ્તુ સજીવ છે. સુપરસ્ટ્રીંગ મૂળભૂત સજીવ છે. આ સજીવ ભૌતિક ક્રિયા દ્વારા એક બીજા સાથે જોડાઈને બીજા કણો બનાવે છે. આ કણોમાં ક્વાર્ક, ગોડ કણ, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રીનો, ફોટોન, પરમાણુ, અણુ, સંયોજનો, વિગેરે આવે છે. તેઓ સૌ ભૌતિક સાનુકુળતાઓ પ્રમાણે બને છે અને આંતરિક બળોથી ટકે છે. આ પ્રમાણે શક્યતાઓ ઉભી થઈ ત્યારે વધુ સંકીર્ણ કણો ઉત્પન્ન થયા જેઓને આપણે સજીવ કહ્યા કારણકે તેઓ પોતાના જેવા બીજા કણો ઉત્પન્ન કરતા હતા. આપણે કણો માટેની વ્યાખ્યાની એક સીમા બાંધી અને જેઓ વંશવૃદ્ધિ કરે છે તેને જ સજીવ ગણ્યા.

સજીવોનો સમૂહ

સજીવોનો સમૂહ પણ એક જાતનો સજીવ છે. મનુષ્ય સજીવ છે તેમ મનુષ્યનો સમૂહ પણ સજીવ છે. સજીવમાં જીવવાની (ટકી રહેવાની) ઈચ્છા હોય છે. આ માટે જે કંઈ કરવાનું હોય તે તેની ઈંદ્રીયો દ્વારા કરે છે કે નીતિ-નિયમ દ્વારા કરાવે છે. વ્યક્તિગત રીતે આ કાર્યશક્તિ સજીવના ડીએનએ-આરએનએ ના બંધારણ ઉપર આધાર રાખે છે.

એક જ જાતના સજીવોનો સમૂહ પણ સજીવ હોવાથી તેનામાં પણ જીજીવિષા હોય છે. અને તેને પરિણામે કુદરતી વ્યવસ્થા પ્રમાણે અમુક પ્રકારના સજીવો વિભક્ત થઈને વંશવૃદ્ધિ કરે છે. તો અમુક પ્રકારના સજીવો મૈથુની ક્રિયા દ્વારા વંશવૃદ્ધિ કરે છે. સમાજ પણ ટકી રહેવા માટે પોતાના વર્તનમાં ભૌગોલિક કે વૈચારિક પરિમાણોને આધારે બદલાવ લાવે છે અથવા વિભક્ત થાય છે અને ટકવાની કોશિસ કરે છે.

જાતીય વૃત્તિનું આરોપણ

સજીવને વિભક્ત થવું હોય તો તેણે ભૌતિકરીતે વૃદ્ધિ પણ કરવી જોઇએ. એટલે તેણે ખોરાક પણ લેવો પડે. ખોરાકમાં હવા અને પાણી પણ આવી જાય. ખોરાકમાંથી યોગ્ય તત્વોને શોષવા પડે અને આ જુદા જુદા તત્વોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા પડે. આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા હોય છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા પણ ડીએનએ-ઓ દ્વારા ગોઠવાય છે. આ વ્યવસ્થા માદાના શરીરમાં થાય છે. અને તેમાં કુદરતી વ્યવસ્થા પ્રમાણે નરનો શુક્રકણ પણ ભાગ ભજવે છે. એ પછી માદામાંથી તે નવો જીવ નિકળી આવે છે. આમ જીવસમુહ એક જીવ તરીકે ટકી રહે છે. આ મૈથુની સૃષ્ટિ કહેવાય છે. આ મૈથુની સૃષ્ટિના જીવોમાં ઈશ્વરે જાતીય વૃત્તિ મુકી છે.

જીવને ટકાવી રાખવા માટે આહાર છે. જીવ અનેક અંગોનો અને અંગો જાત જાતના કોષોનો બનેલા  છે. સૌ પોતપોતાનું કામ અગમ્ય રીતે હળી મળીને કરે છે. મનુષ્યનું એક અંગ મગજ છે જેમાં એક વિશિષ્ઠ કાર્ય એટલે કે બૌદ્ધિક કાર્ય થાય છે. આ ક્રિયામાં બ્રહ્મરંધ્ર છે જે કેવીરીતે શરીરનું સંચાલન કરે છે તે સંશોધનનો વિષય છે. બ્રહ્મરંધ્રમાં બેઝીક ટાઈમ હોય છે જે સીગ્નલો મોકલે છે. બીજા અનેક વિભાગો છે. આ વિભાગો અનેક પ્રકારના કોષોના બનેલા છે જેમાં ન્યુરોન પણ આવી જાય. બુદ્ધિ સ્મૃતિના કોષોથી જોડાયેલી હોય છે. સ્મૃતિ અંગોદ્વારા મળેલી માહિતિઓનો સંગ્રહ કરે છે અને જ્યારે મગજ માગે ત્યારે તેને આપે. બુદ્ધિ,  સ્મૃતિસમૂહોનું સંકલન કરી સરખામણી કરી નિર્ણયો કરે છે. આ ક્રિયાને બૌદ્ધિક ક્રિયા ગણાય. જોકે આ ક્રિયા બધા સજીવોમાં વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. મનુષ્યમાં વિશેષ હોય છે. તેથી મનુષ્ય બુદ્ધિદ્વારા વિચારશીલ બને છે અને ભાવી યોજનાઓ ઘડે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નર, માદા, પટાવવી, ઓશો, સંત, હિપ્નોટીઝમ, તર્ક, ભૌતિકશાસ્ત્ર, જાતીય, આકર્ષણ, સ્ત્રી, પુરુષ, અફવા, સદા જુવાન, નરભાઈ, સાહેબ, મદદ, લાલચ, કાર્યાલય, હોદ્દો, તેજપાલ, હિંમત, પ્રતિકાર, કુદરતી વ્યવસ્થા, ભારતીય, સંસ્કૃતિ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, સમૂહ, કણ

 

Read Full Post »

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi–Part – 2.

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – ૨

સંત રજનીશમલ પ્રવિચાર યા પ્રવચન શૈલી નાટ્યરુપાંતરણમ્

ભક્ત એટલે આચાર્ય રજનીશ યા ભગવાન રજનીશ યા ઓશો રજનીશ યાઓશોયા સંત સંત રજનીશમલ યા આજ પ્રભુનો જીજ્ઞાસુ અનુયાયી.

ભક્તઃપ્રભો! પ્રેમ શું છે?”

પ્રભુ ઉવાચઃ જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ. તેમણે કરુણાનો સાક્ષાત્કાર કરેલોકરુણાનો સાક્ષાત્કાર બુદ્ધને કોણે કરાવ્યો. સુજાતાના હૃદયમાં કરુણા હતી. તેણે ખીર દ્વારા બોધિવૃક્ષની નીચે તપ કરતા પણ ક્ષુધા પીડિત એવા બુદ્ધને કરુણાનો સાક્ષાત્કાર કરાવ્યો. બુદ્ધમાં કરુણા તો હતી . પણ સુજાતાની ખીરથી તેમને કરુણાનો સાક્ષાત્કાર થયો. તેઓ કરુણામય બન્યા હતા. તેઓ કરુણામય થયા તેથી તેઓ સમગ્ર જગતને પ્રેમ કરતા થયા. જગતની દરેક એન્ટીટીઓ પ્રત્યે તેમને કરુણા હતી. પછી ભલે તે વાઘ, અજગર કે સર્પ પણ કેમ હોય? જ્યાં પ્રેમ હોય ત્યાં ભલા હિંસા ક્યાંથી હોય?

RAJNISH RADHA KRISHNA

પ્રેમ અને કરુણા

પ્રેમ હોય તો કરુણા હોય અને કરુણા હોય તો પ્રેમ હોય. કરુણા અને પ્રેમને તમે જુદા પાડી શકો. “કૃષ્ણ અને રાધાને સમજોત્યાં સુધી તમે પ્રેમને પણ સમજી શકો અને કરુણાને પણ સમજી શકો. કૃષ્ણ પ્રેમ છે અને રાધા કરુણા છે. કરુણા અને પ્રેમ નું યુગલ અદ્ભૂત છે. જ્યાં કરુણા  છે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. તેથી જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણ ને તમે ભિન્ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ પ્રેમ અને કરુણા એક ઈશ્વરીય સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાના બે ફાડીયા કરી નાખો તો શું થાય? સિક્કાનું કોઈ મૂલ્ય રહેતું નથી. મૂલ્ય વગરના સિક્કાના ફાડીયાથી કશું નીપજતું નથી. તે એક શૂન્ય છે. તે રીતે પ્રેમ અને કરુણા વગરનું જગત શૂન્ય છે. રાધા અને કૃષ્ણ વગરનું જગત પણ શૂન્ય છે. રાધા વગરના કૃષ્ણ અને કૃષ્ણ વગરની રાધા કલ્પી શકાયકારણ કે કૃષ્ણ રાધામય છે અને રાધા કૃષ્ણમય છે.

ભક્તઃ પ્રભો, બંસી શું છે? કૃષ્ણ ની બંસીના સૂર થી રાધા ઘેલી બને છેએટલે શું?

પ્રભુ ઉવાચઃ બંસીના સૂર ઈશ્વરનો આલાપ છે. ઈશ્વરનો આલાપ સૌને ઘેલા ઘેલા કરી દે છે. કૃષ્ણ મહાયોગી હતા. યોગીઓના ઈશ્વર હતા. “યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ ધનુર્ધર … ”. જો તમે કૃષ્ણનો આલાપ સાંભળો તો તમારે કશું સાંભળવાનું બાકી રહેતું નથી અને જાણવાનું બાકી રહેતું નથી. રાધાએ કૃષ્ણનો આલાપ સાંભળ્યો અને પછી રાધાને બીજું કશું સાંભળવાનું કે જાણવાનું રહેતું નથી. રાધાએ કૃષ્ણ સાથે ઐક્ય સાધ્યું છે. રાધા અને કૃષ્ણ એકરુપ થઈ ગયાં છે. ક્યાંથી કૃષ્ણ શરુ થાય છે, ક્યાં કૃષ્ણ પુરા થાય છે અને ક્યાથી રાધા શરુ થઈ જાય છે તે ખબર પડતી નથી. રાધાને પણ ખબર પડતી નથી. કૃષ્ણને પણ ખબર પડતી નથી. બંસીના સૂરમાં બંને સમાધિ અવસ્થામાં આવી ગયા. બંસીના સૂરના સ્પંદનોનો પ્રભાવ છે. બંસીના સૂરો જે કૃષ્ણે રેલાવ્યા હતા તે અદ્ભૂત હતા. તેમાં અદ્ભૂત ઉર્જા હતી. ઉર્જા કદી નાશ પામતી નથી. શ્રી કૃષ્ણે જે વૃન્દાવનમાં, બંસીના સૂરો રેલાવ્યા તે સૂરો આજે પણ છે. કારણ કે સ્પંદનો નાશ પામતા નથી. સ્પંદનોની ઉર્જા નાશ પામી શકતી નથી. વિજ્ઞાન હજુ પૂરતું વિકસ્યું નથી કે જે અવિનાશી ક્ષીણ થયેલી ઉર્જાને એમ્પ્લીફાયરથી મોટી કરી શકે. જ્યારે વિજ્ઞાન એટલું વિકસિત થશે ત્યારે તે સ્પંદનોને શ્રાવ્ય બનાવી શકશે અને સૌ કોઈ વૃન્દાવનમાં જઈ કૃષ્ણની બંસીના આલ્હાદક સૂરોને સાંભળી શકશે.

ભક્તઃ પ્રભુ! ગોપીઓ …

પ્રભુ ઉવાચઃ કૃષ્ણ શું કહે છે? તમે મારાથી શું છૂપાવી શકશો? તમે કૃષ્ણથી કશું છૂપાવી શકતા નથી. કૃષ્ણ બધું જાણે છે. કૃષ્ણ પાસે તમારે માગવાનું હોય તો છૂપાવવાની શી જરુર છે? આવરણ એ એક બંધન પણ છે. છૂપાવવું એ એક છેતરપીંડી છે. કૃષ્ણ પાસે છેતરપીંડી? કૃષ્ણ પાસે તમે મુક્ત થઈને જાઓ. કૃષ્ણ સામે શરમ કે લજ્જાનું બંધન શા માટે? કૃષ્ણ પાસે તમારે અનાવરિત થઈને જ જવાનું છે.  ખુલ્લા દિલે કૃષ્ણ પાસે માગો.

ભક્તઃ પ્રભુ! રાસલીલા….

પ્રભુ ઉવાચઃ જુઓ તમે સમજીલો. કૃષ્ણ સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ છે. તમારામાં પણ કૃષ્ણ રહેલો છે. મારામાં પણ કૃષ્ણ રહેલો છે. રાધા વિષે પણ એવું જ છે. દરેક ગોપીમાં રાધા બેઠેલી છે. દરેક સ્ત્રીમાં પણ રાધા બેઠેલી છે. તમારે આ કૃષ્ણની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. તમારે રાધાની સર્વવ્યાપકતાને ઓળખવાની છે. દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને જોવાનો છે, દરેક સ્ત્રીએ પુરુષમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો છે. દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાની સર્વવ્યાપકતાને  જોવાની છે, દરેક પુરુષે સ્ત્રીમાં રહેલી રાધાને ઓળખવાની છે. જ્યારે આવું થશે ત્યારે આખું વિશ્વ તમને પ્રેમમય અને કરુણામય લાગશે. સર્વત્ર આનંદ અને માત્ર આનંદની જ અનુભૂતિ થશે.

RAJNISH GROUP PROGRAM

ભક્તઃ પ્રભુ, લગ્ન સંસ્થાનું શું થશે?

પ્રભુ ઉવાચઃ લગ્ન એ એક બંધન છે. દરેક બંધન એક પીડા છે. દરેક બંધન એક દબાણ છે. આ પીડા તો મનુષ્ય સમાજે જ ઉત્પન્ન કરી છે. આ બંધન તો મનુષ્ય સમાજે જ બાંધ્યું છે. પ્રકૃતિએ તો દરેક પ્રાણીઓને મુક્ત જ સર્જ્યા છે. પ્રકૃતિએ તો મનુષ્યને બંધનમાં બાંધ્યો જ ક્યાં છે? અહીં તો મનુષ્ય પોતે જ ગળામાં ગાળીયો નાખે છે અને પછી કહે છે કે મને ગુંગળામણ થાય છે… મને પીડા થાય છે. પશુપક્ષીઓ અને નાના ક્ષુદ્ર જીવો કરતાં પણ મનુષ્ય તો ઉણો ઉતર્યો છે. પોતે જ પોતાને બંધન બાંધ્યું અને પછી બુમાબુમ કરે છે “મને બચાવો …. મને બચાવો”. અરે ભાઈ તું બંધનમાંથી મુક્ત થા અને મુક્તિનો અનુભવ કર. પ્રકૃતિએ તો મનુષ્યનું મન એવું ઘડ્યું છે કે તેને બંધનમાં રહેવું ન ગમે. બંધન અપ્રાકૃતિક છે. મેં તમને કહ્યું કે આ એક દબાણ છે. તમે કોઈપણ બાબત વિષે મનને જેટલું દબાણમાં રાખશો તેટલું તેને તે બાબતનું વધું ખેંચાણ આકર્ષણ થશે. આ સ્થિતિ પ્રકૃતિએ જ સર્જી છે. માતા બાળકને કહેશે “બેટા બહાર ન જઈશ”, તો બાળકને બહાર જવાની ઈચ્છા થશે. સરકાર મનુષ્યને કહેશે દારુ ન પીવો જોઇએ. અને સરકાર તે માટે દારુબંધી નો કાયદો કરશે તો મનુષ્યને દારુનું વધુ આકર્ષણ થશે. અને મનુષ્ય છાનો છપનો પીશે. સમાજમાં બમણો દારુ પીવાશે. જો મનુષ્ય મન ઉપર કાબુ રાખવાનો પ્રયત્ન કરશે તો મન બેકાબુ બનશે અને અનેક માનસિક વિકૃતિઓ સર્જાશે. હું જોઈ શકું છું કે લગ્ન સંસ્થા તેના ભારથી જ તૂટી પડશે. લગ્ન સંસ્થા સાવ અકુદરતી છે. લગ્નસંસ્થા નિરર્થક છે.

ભક્તઃ પ્રભો વિજાતીય સંબંધો …

પ્રભુ ઉવાચઃ લગ્ન સંસ્થા જ નિરર્થક છે તેમાં જ બધું આવી જાય છે. તમે પુરુષની અને સ્ત્રીની જાતીય વૃત્તિઓની ઉપર કાબુ રાખવાનું જેટલું દબાણ લાવશો તેટલી આ વૃત્તિઓ વધુ બેકાબુ બનશો. આ દબાણ સમાજના મહાપુરુષોના બોધપાઠ દ્વારા ઉત્પન કરવામાં આવતું હોય કે સરકારના કાયદાના પશુબળ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ધારોકે તમે કદાચ આ રીતે મનુષ્યના શરીરને કદાચ કાબુમાં રાખશો. પણ મનુષ્યના મનને કેવી રીતે કાબુમાં રાકશો? મનને તો સરકાર કશું કરી શકશે નહીં. તમે મનમાં કાયદાનો ભંગ કર્યો, તો શું સરકાર તમને તે બદલ દંડિત કરી શકશે? નહીં જ કરી શકે. તમારા મનની જે ઇચ્છા તમે બળજબરી કરીને દબાવી રાખી છે તે ક્યારેક તો સ્પ્રીંગની જેમ ઉછળીને આચારમાં આવવાની જ છે.

RAJNISH VERTICAL AWARENESS

ભક્તઃ પણ પ્રભો પરસ્ત્રી તો માત સમાન ગણવી જોઇએ એવું કહેવાય છે…

પ્રભુ ઉવાચઃ આ એક દંભ છે. પરસ્ત્રીને કોઈ માતા ગણી શકતું નથી. સ્ત્રી માત્ર  સ્ત્રી છે એમ દરેક પુરુષ માનતો હોય છે. પુરુષ પણ માત્ર પુરુષ છે એમ દરેક સ્ત્રી માનતી હોય છે. સ્ત્રી એવું ઈચ્છતી પણ હોય છે કે તેને સ્ત્રી માનવામાં આવે. કોઈ સ્ત્રી એવું કદી ન ઈચ્છે કે બીજા તેને સ્ત્રી ન માને. પુરુષ પણ કદી એવું જ ઈચ્છતો હોતો નથી તેને કોઈ પુરુષ ન માને. આ કુદરતી વ્યવસ્થા છે. હા સ્ત્રીને માતા બનાવી છે. પણ ઈશ્વર એવું ઈચ્છે કે સ્ત્રી પણ આનંદ કરે. પુરુષ પણ આનંદ કરે. આનંદ એ પ્રાકૃતિક વ્યવસ્થા છે અને ઈશ્વરનો આદેશ છે. ઈશ્વર સ્ત્રીને પોતાનો આદેશ માનવા બદલ પુત્ર અને પુત્રીની ભેટ આપે છે.          

કટઃ

હરિ અનંતો હરિ કથા અનંતા. વાર્તાલાપ અનંત કાળ સુધી ચલાવી શકાય. અને આગળ જતા એવું પણ નિષ્પન્ન કરાવી શકાય કે સંભોગ દ્વારા પણ સમાધિ તરફ જઈ શકાય. પરમાનંદની અનુભૂતિ સમાધિ છે.

સંત રજનીશ કોઈ રીસ્ક લેવા માગતા હતાતેઓ આકાશ ભરાઈ જાય તેટલા શિષ્યો ભેગા કરવા માગતા હતા. તેથી જેઓ સામાજીક નિયમોમાંથી મુક્તિ દ્વારા થતો વિજાતીય સંપર્કનો આનંદ લેવા માગતા હતા તેમને ટિકિટ દ્વારા સભ્ય બનાવતા. તેમનો આશ્રમ આચાર માટેની ભૌગોલિક સીમા હતી.

સંત રજનીશમલે જોયું કે દેશી માલેતુજારો તો મળે છે. પણ વિદેશી આગંતુકો પણ કંઈ કમ નથી. પરમાનંદની અનુભૂતિનો ભ્રમ તો (શરીરને) રસાયણો દ્વારા અને અથવા રસાયણપાન કરેલ સંભોગસ્થ (શરીરને) પણ કરી કરાવી શકાય છે. જ્યારે વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોય અને મગજને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં પહોંચતો હોય ત્યારે મગજ અન્યમનસ્ક થઈ જાય છે. તેવે વખતે આવો અનુભવ અસંભોગસ્થ અવસ્થામાં પણ કરી શકાય છે. તમે મનને  કેવા વિચારોમાં અને કેવી અવસ્થામાં રાખવા માગો છો તેની ઉપર આધાર છે. વિશ્વમાં પોતે ભળી ગયા છે તેવી અનુભૂતિ હિમાલયમાં અને ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રા દરમ્યાન થતી હોય છે.     

રસાયણ

સંત રજનીશમલે શરીરસ્થ રસાયણ અને સંભોગસ્થ શરીર વિષે વિચાર્યું. ધંધો કસ વાળો છે. ધંધાને વિકસાવી શકાય તેમ છે. ભૌતિક અફિણ, ગાંજા, ચરસ, કોકેન, અને એવા બીજા રસાયણોની જેમ ધર્મ ની સુષ્ઠુ સુષ્ઠુ વાતો પણ અફિણ છે. જરુર પડે તેનો પણ ઉપયોગ કરવો. જીસસ ને પણ ભેળવવા. કન્ફુસીયસને પણ ભેળવો. સામાન્ય બુદ્ધિ કંઈ બધી સામાન્ય વ્યક્તિઓમાં હોવી જરુરી નથી.

ઉપરોક્ત સૌ રસાયણ અફિણોનો ધંધો કસદાર લાગવાથી, સંત રજનીશમલે અમેરિકામાં ધામા નાખ્યા.

ફોટાઓ માટે જુઓ ઓશોરજનીશડૉટકૉમ

આમ તો અમેરિકન સરકાર ને ધર્મ બાબતમાં કશી આળી વૃત્તિ હોતી નથી. પણ રસાયણોના ધંધા અને તેની આદતો વિષે તે થોડી ઘણી જગૃત છે. એટલે તેને ખબર પડી કે સંત રજનીશમલના આશ્રમની બાબતમાં દાળમાં કંઈક કાળું છે. આમ તો અમેરિકન સરકાર પોતાને મુક્ત વ્યક્તિસ્વાતંત્ર્યવાળીમાં ખપાવે. પણ રસાયણ કે સ્વહિતની બાબતમાં પોતાને માટે જુદા માપદંડ રાખે. કથા કથિત ધાર્મિક ભેદભાવ બાબતામાં ભારતના બંધારણનું અપમાન કરી ભારતીય સરકારની મોદીની વિસા માટેની અરજીને તે નકારે છે, અને ઈરાકમાં યુદ્ધ વખતે ક્લસ્ટર બોંબ ઝીંકી, નિર્દોષ નાગરિકોને મારી નાખે છે, તો પણ અપમાનિત એવા ભારત દેશની સરકાર પણ ચૂં કે ચાં કરી શકતી નથી, તેવી અમેરિકી સરકારને માટે તો સંત રજનીશમલને તગેડી દેવા તે ડાબા હાથનો ખેલ હતો. તે તેણે પાર પાડ્યો.

અમેરિકામાં એલબીડબલ્યુમાં આઉટ થયા પછી સંત રજનીશમલે કચ્છના એકલવાયા વેરાન પ્રદેશમાં આશ્રમ વિષે વિચાર્યું (તે વખતે કચ્છ વેરાન ઉજ્જડ હતું. હવે તો તે પર્યટન સ્થળ છે. મોદીકાકાની જય હો). પણ ત્યાં ઉહાપોહ થયો. વળી ઘરાકીનો પણ સવાલ હતો. એટલે પૂના આવ્યા. અને થોડે દૂર આશ્રમ સ્થાપ્યો. મુંબઈ નજીક હતું. મુંબઈનો દરિયો પણ નજીક હતો. માલેતુજારો પણ નજીક હતા અને વિદેશીઓ પણ ટ્રીપ મારી શકે તેમ હતા.

હાજી ઓશો આશારામ અને સંત રજનીશમલ સમાન આઈટમ વાનગીઓના વેપારી હતા. ઓશો આશારામ અમર્યાદિત પુરુષોત્તમ હતા. સંત રજનીશમલ મર્યાદા પુરુષોત્તમ હતા.

ओशो राधे राधे

ઈતિ સંત પુરાણે દ્વિતીયોધ્યાયઃ સંપૂર્ણઃ

 (ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સંત, પ્રેમ, કરુણા, સિક્કા, ઐક્ય, કૃષ્ણ, રાધા, બુદ્ધ, સુજાતા, ખીર, રજનીશ, બંસી, સૂર, સ્પંદન, આલાપ, ઉર્જા, સંભોગ, સમાધિ, રસાયણ, માલેતુજાર, વિદેશી, અમેરિકા

Read Full Post »

This is about Rape on Female by Saints and Controversy on Mahatma Gandhi  

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ

માદાઃ

માદા એટલે નારી જાતિ. પણ આપણે ખાસા કરીને સ્ત્રીઓને માદા તરીકે ગણીને વર્તતા સંતો વિષે વિશ્લેષણ કરીશું.

શિયળઃ

શિયળ એટલે સ્ત્રીની માદા હોવાને નાતે કુદરતે આપેલી શારીરિક, બાહ્ય, આંતરિક, માનસિક અને વ્યવહારિક સંપત્તિ. સંપત્તિનો અમુક વ્યક્તિઓ સિવાય કોઈ બીજો ઉપયોગ કરી શકે. અને જો સ્ત્રીની માનસિક ઈચ્છા વિરુદ્ધ અને ખાસ કરીને તે સ્ત્રીના પતિ સિવાય જો કોઈ ઉપયોગ કરે તો તે સ્ત્રીનો શિયળ ભંગ થયો ગણાય. અને તે વ્યક્તિ અને બીજી વ્યક્તિઓએ જેણે વ્યક્તિને મદદ કરી હોય તે કાનૂની રીતે ગુનેગાર ગણાય. આમ આ બનાવને સ્ત્રીનું શિયળ લૂંટ્યું ગણાય અને લૂંટમાં મદદ કરી ગણાય.

સંતઃ

સંત એટલે મહાનુભાવ. જે પોતાને જ્ઞાની માને છે અને સમાજને સુધારવાની પોતે કોશિસ કરે છે એવું પોતાનું ધ્યેય છે તેમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે માને છે તે સંત કહેવાય. આપણે ફક્ત પુરુષો પુરતી ચર્ચા કરીશું. સંત પુરુષોમાં પ્રણાલીગત રીતે ઓળખાતા સંતો અને બીજા સમાજ સુધારકો આવે છે. સંતો પરિણિત અને અપરિણિત હોય છે. જેઓ અપરિણિત છે તે બ્રહ્મચારી ગણાય છે. અને જેઓ પરિણિત છે પણ ફક્ત પોતાની પત્ની સાથે શારીરિક સુખ ભોગવે છે તેમને પણ સંત કહેવાની પ્રણાલી છે.

બ્રહ્મચારીઃ

જે વ્યક્તિ કોઈપણ વિજાતીય વ્યક્તિ સાથે મનથી, વાણીથી અને કર્મ થી શારીરિક સંબધ રાખતી નથી અને જે પરમ તત્વને પામવા જ્ઞાનની ઉપાસના કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચારીને પણ સંત કહેવું હોય તો કહી શકાય.

સમાજ સુધારકોઃ

સમાજ સુધારકો એટલે જેઓ સમાજને સમાજની અંદર પ્રવર્તતા તેમને સમજાયેલા દુષણોને દૂર રવાનો પ્રયત્ન કરનારા, સમાજને  ઉચ્ચ કક્ષાએ લઈ જનારા અને સમાજમાં શાંતિ, સુખ અને જ્ઞાન પ્રવર્તે તે માટે કર્મ કરનારા, ખ્યાતિ પામેલા ઉપરોક્ત સંત અને વ્યક્તિઓ  હોય છે.

આપણે આપણી ચર્ચા ત્રણ ચાર સંતો પુરતી મર્યાદિત રાખીશું.

SOCIAL REFORMERS

સંતો છે; ઓશો આશારામ, સંત રજનીશ, સમાજ સુધારક તરુણ તેજપાલ અને મહાત્મા ગાંધી.

શિયળની લૂંટઃ

આમ તો કશું ભૌતિક રીતે કશું લૂંટાતું નથી. પણ એક વ્યક્તિને સુખ થાય છે અને બીજી વ્યક્તિને પહેલી વ્યક્તિના આચારથી દુઃખ થાય છે. લૂંટ, ચોરી અને છેતરપીંડી ભૌતિક વસ્તુઓ બાબતની હોય છે. પણ અહીં તે માનસિક અને સામાજીક હોય છે.

સ્ત્રી સાથેનું જાતીય સુખ કઈ રીતે પામી શકાય છે?

સમાજની સ્વિકૃતિના નિયમો પ્રમાણે સ્ત્રી સાથેનું જાતીય સુખ મેળવાય છે.

સ્ત્રી સાથે બળ દ્વારા પણ જાતીય સુખ ભોગવી શકાય છે. બળમાં બૌધિક બળ પણ આવે છે.

સ્ત્રી પ્રતિકાર કરી શકે તેવા  સંજોગોમાં સ્ત્રી સાથે જાતીય સુખ ભોગવી શકાય છે.

સ્ત્રી ને કામ ચલાઉ રીતે પ્રતિકાર હીન કરીને બૌધિક બળથી સ્ત્રીને મોહિત કરીને સ્ત્રી સાથે જાતીય સુખ માણી શકાય છે. જોકે કામચલાઉ સમયકેટલો હોઈ શકે સાપેક્ષ છે. તે શૂન્ય થી જીવન પર્યંત સુધીનો હોઈ શકે.

સ્ત્રીને પ્રતિકાર હીન કઈ રીતે કરાય છે?

કેટલીક સ્ત્રીઓના મનને સમજીને તેને પ્રતિકાર હીન કરી શકાય છે.

 

કેટલીક સ્ત્રીઓને ભેટ સોગાદો આપીને કે લાલચો આપીને કે અમુક વચનો આપીને પ્રતિકારહીન કરી શકાય છે.

એવા સંજોગો ઉત્પન્ન કરીને કે આવી પડવાથી કેટલીક સ્ત્રીઓને પ્રતિકારહીન કરી શકાય છે.

વિશ્લેષણ શું કરી શકાય?

ઓશો આશારામઃ

ઓશો આશારામ એવા સંજોગો ઉભા કરતા હશે કે સ્ત્રી પ્રતિકાર કરી શકે. સ્ત્રીની ધાર્મિક અંધતાનો લાભ, લાલચ, ભેટ સોગાદ વિગેરેનો ઉપયોગ કરીઠગ વિદ્યા અપનાવતા હશે. તેઓ રસાયણોનો પણ ઉપયોગ પણ કરતા હશે. વાત કારી શકાય. જરુર પડે બળજબરી પણ કરતા હશે. પણ ઓશો આશારામ પાસે મહાનુભાવ હોવાનું વ્યક્તિબળ હોવાથી પીડિતા પ્રતિકાર કરતી નહીં હોય અથવા પ્રતિકાર કરવામાં નિસ્ફળ જતી હશે.

ઓશો આશારામ વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના પૂર્વાશ્રમમાં ગાંધીજીના ગુજરાતમાં દારુ પહોંચતો કરવાનું કામ કરતા હતા. જેમ દારુની લત અને પરસ્ત્રી સંગની લત નજીકના સંબંધો ગણાવાય છે, તેમ કદાચ ઓશો આશારામની બાબતમાં બન્યું હોય. એવું ન પણ હોય.

ઉત્તરભારતના બાવા-ક્ષેત્રમાં એક માન્યતા પ્રચલિત છે કે ગુજરાત એ બાવાઓ માટે સ્વર્ગ છે. આ માન્યતાના આધારે ઓશો આશારામે મંદિરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હશે. થોડી ઇંટો ગોઠવવીને દેરીનો આભાસ કેવી રીતે ઉત્પન્ન કરવો અને પછી સાચે સાચ દેરી બનાવી દઈને તેને વિકસાવતા વિકસાવતા મંદિર કેવીરીતે કરી દેવું તે બાવાઓ, પોલીસભાઈઓ અને જનપ્રતિનિધિઓ જાણે છે. જો ગામ શહેરની બહાર આ ક્રિયા કરી હોય તો જમીનનો વધુ અને વધુ કબજો કેવી રીતે જમાવતા જવું અને અન્ય સુવિધાઓ કેવી રીતે ઉભી કરવી તે પણ આજ લોકો જાણે છે અને તેમાં રેવન્યુ ખાતાના ભક્તો પણ સામેલ થાય કે ભાગબટાઈ કરી લે છે. પૂર્વાશ્રમના મિત્રો નું મિલન સ્થળ કે ગુફતેગુ-સ્થળ પણ આજ હોય છે. ધીમે ધીમે નવા સભ્યો દાખલ થાય છે. ઉત્તર ભારતના થોડા નવા સવા લોકો પણ આવે જ્ઞાનની વાતો પણ થાય અને આપણા મૂળ બાવાજીના જ્ઞાનમાં વૃદ્ધિ પણ થાય. ધંધો વિકાસ પામે અને નવા ધંધાઓનો પણ સમાવેશ થાય. કેટલાક શાખાઓ ખુલે અને સામ્રાજ્ય થાય. સંપત્તિ, ધન અને ભક્તો આવે એટલે સ્ત્રી ભક્તો આવે. સ્ત્રી ભક્તો આવે એટલે મદદ વાંચ્છું સ્ત્રીઓ પણ આવે. સ્ત્રી એક વાર બાવાજીને શરણે આવે એટલે બાવાજીની દાઢ ન સળકે તો જ નવાઈ કહેવાય. દવાઓ અને રસાયણો આવે. એટલે ભલભલીઓ વશ થઈ જાય. કારણ કે દારુ કરતાં પણ રસાયણો વધુ જોરદાર હોય છે.  

સંત રજનીશમલઃ

સંત રજનીશમલ ની વાત થોડી અલગ છે. તેમની કાર્ય શૈલી થોડી અલગ છે. જૈન સાધુમહારાજ કંઈક ભણેલા હોય છે. તેઓ મર્યાદા બાંધીને કાર્ય આગળ ધપાવે છે અને તેમાં પણ મર્યાદા નક્કી કરે છે.

સંત રજનીશમલને થયું કે આ ચીલાચાલુ રીતે મહારાજ સાહેબ થઈને રહીશું તો મનુષ્ય દેહ કોઈ ખાસ આનંદ આપી શકશે નહીં. વળી આપણે આપણું કાર્યક્ષેત્ર જૈન ધર્મીઓ અને અપાસરા પુરતું મર્યાદિત રાખીશું તો આપણે પણ તેના નિયમો અને કર્તવ્યોના ગુલામ થઈને રહેવં પડશે. માટે જો મુક્ત બનવું હશે તો કંઈક બોલવું પડશે. (બોલવાથી મુક્તિ મળે છે). વળી એક જ પંથના શિષ્યો થકી દી વળશે નહીં. માલેતુજારો તો જૈન ઉપરાંત વૈષ્ણવ વણિકોમાં પણ હોય છે. એટલે મહાવીર સ્વામીને છોડ્યા વગર કૃષ્ણ ભગવાનને પણ પકડો.

સંત રજનીશમલને ખબર હતી કે એમ કંઈ વૈષ્ણવો આવશે નહીં. પહેલાં થોડી ખ્યાતિ મેળવો. પછી અહિંસા, પ્રેમ, આનંદ, તત્વ જ્ઞાન અને યોગની વાતો કરો.

છાપાંવાળાઓનું કેવું હોય છે? કુતરું માણસને કરડે તો તે “સમાચાર” ન કહેવાય. પણ જો માણસ કુતરાને કરડે તો સમાચાર કહેવાય. કારણ કે માણસ કુતરાને કરડે તે અસામાન્ય બનાવ કહેવાય. અસામાન્ય બનાવ “સમાચાર” માટે પ્રસિદ્ધિને લાયક બને છે.

ઓગણીસસો પચાસના દાયકાનો ઉત્તરાર્ધ

ઓગણીસસોપચાસના દાયકાના અંતિમ વર્ષોમાં આપણા સંત રજનીશમલ ગુજરાતના પટમાં આવેલ. અને તેમણે મહાત્મા ગાંધી ઉપર સૈધાંતિક વૈચારિક આક્રમણ કરેલ.   આમ સંત રજનીશમલે પહેલાં મહાત્મા ગાંધીની અહિંસામાં રહેલા હિંસક તત્વ ઉપર હુમલો કર્યો. ક્યારેક ગાંધીજીની હિંસાને અપૂર્ણ અહિંસામાં ખપાવી. તો ક્યારેક તેને કાયરતામાં ખપાવી. તમને થશે કે તો તો સંત રજનીશમલે ગાંધીજી વિષે ઘણું વાંચ્યું હશે. ના … જી. ના … જી. જો શબ્દોની રમત આવડતી હોય અને શ્રોતાગણ કે મુદ્રકગણ (છાપાંવાળા), અલ્પજ્ઞ હોય તો આ રમત અમુક ખાસ લોકોને ઠીક ઠીક ખ્યાતિ અપાવી શકે. આમ તો પોતે જબલપુરના હોવા છતાં આ સંત રજનીશમલે જબલપુઅરના ગાંધી ચોકના ગાંધીજીના બાવલા નીચે લખેલ ગાંધીજીના વાક્યો પણ વાંચેલ નહીં. પણ ગુજરાતના છાપાંવાળાને આવી બધી ખબર ક્યાંથી હોય? વળી એ જમાનો એવો હતો કે સાધુ મા’તમાઓ તો સુષ્ઠુ સુષ્ઠુ જ બોલે. એવા જમાનામાં જો સંત રજનીશમલ જેવા મા’તમા જો મા’તમા ગાંધી વિષે કંઈ અજુગતું તો બોલે તો છાપાંવાળા કંઈ થોડા ઝાલ્યા રહે?

આમ સંત રજનીશમલે જરુરી ખ્યાતિ મેળવી લીધી. પછી વાણીવિલાસમાં કૃષ્ણ ભગવાનને રંગે ચંગે ભેળવ્યા. પોતે યુનીવર્સલ છે તે બતાવવા બુદ્ધ ભગવાનને ભેળવ્યા. અને માખીઓ બણબણે તેવી આકર્ષક વાનગીઓ તૈયાર કરી. કૃષ્ણ ભગવાન એક સર્વ સ્વિકૃત પાત્ર છે. જેમ “નાટ્યં ભિન્નરુચેઃ જનસ્ય એકં સમારાધનમ્‌” (નાટક ભિન્ન ભિન્ન રુચિના લોકોને પ્રસન્ન કરવાનું એક સાધન છે), તેમ કૃષ્ણભગવાન વિષે પણ તેવું જ છે. ભિન્ન ભિન્ન પુરુષો અને સ્ત્રીઓ બંનેને કૃષ્ણભગવાનની ભિન્ન ભિન્ન વાતો થી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શિવ અને પાર્વતિ પણ છે. પણ તેઓ તો પ્રતિકાત્મક છે. જ્યારે કૃષ્ણ અને રાધા તો હાડમાંસના હતા. (જોકે રાધા વિષે વિવાદ છે). પણ વિવાદો તો ક્યાં નથી?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શિયળ, લૂંટ, સ્ત્રી, માદા, પુરુષ, જાતીય, આનંદ, બળજબરી, અનિચ્છા, પ્રતિકાર, બાવા, સંત, મહાનુભાવો, ઓશો, આશારામ, સંત રજનીશ, તેજપાલ, ઠગ, જૈન, મહારાજ, વૈષ્ણવ, વાણિયા, માલેતુજાર, બ્રહ્મચર્ય, આનંદ

Read Full Post »

ઓશો આશારામ અને સંત રજનીશમલ

અશારામ ઉર્ફે આસારામ ઉર્ફે આસુમલ ને ઓશો કેવી રીતે કહી શકાય? “ઓશોનો અર્થ ઓશોવાદીઓ કોઈ એક ભાષાના શબ્દકોષ પ્રમાણે સંપૂર્ણ જ્ઞાની, બ્રહ્મજ્ઞાની કે જ્ઞાની એમ બતાવે છે. ચાલો કમસે કમ ઓશો શબ્દ જ્ઞાન સાથે સંકળાયેલો છે તે વિષે મતભેદ નથી. પણ કેટલાકને વાંધો પડશે કે જો આશારામને ઓશો આશારામ કહીશું તોઓશોનું અવમૂલ્યન કર્યું ગણાશે. અનેઓશોશબ્દને તો રજનીશના ભક્તોએ રજનીશ સાથે એવો સાંકળી લીધો છે કે તેઓએ એક પરંપરા બનાવી છે કેઓશોઅનેરજનીશ પર્યાયવાચી છે. તે હદ સુધી કેઓશોએટલું માત્ર ઉલ્લેખવાથી રજનીશ એમ સમજવું.

ओशो राधे राधे

ઓશો લીલાઃ

પણ જેઓ સાક્ષી ભાવે જગતને જુએ છે અથવા જોવા માગે છે અથવા જોવાની કોશિસ કરે છે તેઓ આવા મર્યાદિત શબ્દ પ્રયોગ કરવામાં વિચરી શકે. જગતને સાક્ષીભાવે જોનારા નેઓશોશબ્દના વ્યાપક પ્રયોગ કરવામાંથી કોઈ વિચલિત કરી શકે. અને ભાવે અને તર્કે આપણે આપણા લોકશાહી દેશમાંઓશોનો વ્યપક શબ્દ પ્રયોગ કરીશું અને આશારામને ઓશો આશારામ કહીશું. જો કે ઓશો આશારામને તેમના ભક્તોમાંના ઘણા ભગવાન અને અથવા સિદ્ધપુરુષ પણ માને છે. લોકશાહીમાં તર્કહીન અંગત માન્યતા ધરાવવી પણ એક અધિકાર છે. જ્યાંસુધી તમે બીજાની તંદુરસ્તીને કે સમાજની તંદુરસ્તીને છેતરવા માટે આવું કરો ત્યાં સુધી તો તમને બધી સ્વતંત્રતા છે. સમાજની તંદુરસ્તી એક અઘરો વિષય છે. અને સમાજના મૂર્ધન્યો અને મહાજનો તેના વિષે વિસંવાદિત રીતે પણ, સંવાદ, વિવાદ, વિતંડાવાદ અને તલવારી યુદ્ધો કરતા આવ્યા છે. અહીં તે વિષય અપ્રસ્તુત્ય છે.

આઉટ સાઈડર

પાશ્ચાત્ય તત્વજ્ઞો આવા સાક્ષીભાવવાળા માણસો માટેઆઉટ સાઈડરએવો શબ્દ વાપરીને ધન્યતા અનુભવે છે. સંત રજનીશમલે પણ આઉટ સાઈડરનો શબ્દ પ્રયોગ કરીને ઘણું અદભૂત લખ્યું છે એમ આપણા કટારીયા લેખક શ્રી કાન્તિભાઈ ભટ્ટ કહે છે. તેમજ શ્રી કિશોરભાઈ મકવાણા પણદિવ્ય ભાસ્કર ૨૦મી ઓક્ટોબર ૨૦૧૩ રવિપૂર્તિમાં  કહે છે.

આઉટસાઈડર ક્યાંથી ટપકી પડે છે?

જેણે સત્યને જાણ્યું છે અથવા તો સત્યને જાણવાની કોશિસ કરી છે તેમનું કહેવું હોય છે કેઆઉટ સાઈડરબન્યાવગર સત્ય જાણવાના રસ્તે આગળ વધી શકાતું નથી. એટલે કે તટસ્થભાવ રાખ્યા વગર તમે સત્યને (તથ્ય) તારવી શકો. ન્યુટનનો હું ભક્ત છું માટે ન્યુટન કહે તે સાચું એવું જો કહીયે તો અવકાશ યાનો ચાલી શકે. ન્યુટનના સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા ચકાસીએ તો તથ્ય લાધે. કારણકે ચકાસણીના ઉપકરણો તટસ્થ હોય છે. અને ચકાસણીના કામમાં તર્ક બુદ્ધિ પણ એક ઉપકરણ હોય છે. તેને પણ તટસ્થ રાખવું પડે.

પણ બને છે એવું કે સમાજશાસ્ત્રના તત્વજ્ઞાનમાં આપણા મૂર્ધન્યો, તો ઉપકરણોને તટસ્થ રાખે છે કે તો તર્કબુદ્ધિને તટસ્થ રાખે છે. તમે જુઓ, “ફલાણા આમ કહ્યું અનેફલાણા તેમ કહ્યું. આપણે માનનીય કટારીયા શ્રી કાન્તિભટ્ટ ની કટારનો કોઈપણ લેખ વાંચી શું તો તમને અગણિત પાશ્ચાત્ય વિદ્વાનોના ઉદ્ધૃતો વાંચવા મળશે. જાણે કે તે તારવણીઓ સ્વયંસિદ્ધ અને પરમબ્રહ્મ સત્ય હોય.  … અહો રુપમ અહો ધ્વનિજેવું . કમસે કમ આજે જેની વાત કરીએ છીએ તે સંત રજનીશમલ વિષે કે ઓશો આશારામ વિષે તો આવું લાગે છે.

ओशो संत

તમે આઉટસાઈડર છો તો તમારે માટે ઓશો આશારામ અને સંત રજનીશ સમાન છે.

આશારામ ઓશો શા માટે?

જો રજનીશ એટલે રજન્યાઃ ઈશઃ અસૌ, સઃ રજનીશઃ રાત્રીનો જે ઈશ્વર છે તે રજનીશ. એટલે કે રજનીશમાં ઈશ (ભગવાન) તો સમાયેલો છે તો પછી ભગવાન રજનીશ કેમ? છતાં પણ રજનીશના ભક્તો, રજનીશને ભગવાન રજનીશ એમ કહેતા.

આશારામ કેવીરીતે ઓશો તો હોવા જોઇએ?

આશારામ રાજકીય મહાનુભાવ નથી. જો કે કેટલાક સર્વ પક્ષીય રાજકીય મહાનુભાવો તેમને નમન કરે છે. નમન કરતા હોય તો તેમના મુલાકાતીઓ તો બનેલા છે. આશારામ પાસે સત્તા નથી. તે છતાં પણ તેમને મહાનુભાવો નમન કરેછે અને મુલાકાત લે છે. સત્તા વગરનું શાસન છે તેથી તેમનું અનુશાસન છે. માટે તેમનામાં કંઈક તો હોવું જોઇએ.

આશારામને જ્ઞાન તો થયું છે કે ખરું, કે આ જગતમાં પરમ સત્ય આખરે શું છે, જેથી તમે સદેહે પરમાનંદ પામી શકો? પરમાનંદની પ્રાપ્તિમાટે તમારી પાસે અનુયાયીઓ હોવા જોઇએ. જો તમારી પાસે અનુયાયીઓ હશે તો તર્કની શું વિસાત છે! તર્ક બર્ક માર્યા ફરે. જેમ ગેડી દડાનો ખેલાડી, દડાને ગાંઠતો નથી, પણ પોતાની ગેડીથી દડાને ફાવે તે દિશામાં ફંગોળે છે તેમ પુરુષાર્થી સંકલ્પબદ્ધ પુરુષ ભાગ્ય ઘડનારા ગ્રહોને ગાંઠતો નથી અને ગ્રહોની ઐસી તૈસી કરીને તે પોતાના પ્રારબ્ધને ઘડે છે. તેવી રીતે બહોળા અનુયાયીઓ ધરાવતો પુરુષ (પુરુષમાં સ્ત્રી પણ આવી જાય એમ કાયદો અને ધર્મ ગ્રંથો કહે છે), તર્કને ગાંઠતો નથી અને અર્થોને ફાવે તે દિશામાં ફંગોળે છે.

ધર્મ કરતાં લાંચ મહાન છે” ( ‘ગરમ હવા ફિલમની એક ઉક્તિ).

લાંચ એટલે એક જાતની લક્ષ્મી. લક્ષ્મીપતિઓની કમી નથી. લક્ષ્મી થી પણ અનુયાયીઓ મહાન છે કારણ કે ખરી શક્તિ તો અનુયાયીઓની બનેલી હોય છે.

ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય?

બલીહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય.

ગુરુ અને ભગવાન બે ઉભા હોય તો પહેલાં કોને પગે લાગું?

ગુરુને તો (પહેલાં પગે લાગવાનું હોયને)? (કારણ કે ભગવાન તો ધન સંપત્તિ આપે છે), પણ ગુરુ તો આપણને ભગવાન આપી દે છે.

લક્ષ્મી અને અનુયાયીઓ બે ઉભા હોય કોને પગે લાગું? અનુયાયીને તો કારણ કે તે તો તમને લક્ષ્મી પણ આપી દે છે. જેમની પાસે લક્ષ્મી છે તે ચરિત્રવાન છે, તે જ્ઞાની છે, તે તર્કશાસ્ત્રી  છે, તે વક્તા છે અને તે દર્શન કરવાને યોગ્ય છે.

તો હવે કહો, કોની પાસે વધુ લક્ષ્મી છે? ચોક્કસ રીતે આશારામ પાસે વધુ લક્ષ્મી છે. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સહુ ગુણો આંટા ફેરા મારે એટલું નહીં રાજકીય મહાજનો પણ આંટાફેરા મારે છે. તેથી આશારામ ખરા ઓશો છે.

હવે તમે કહેશો, કે સારું ચાલો. તમે આશારામને ઓશો આશારામ કહ્યા તેમાં તથ્ય હશે. પણ તમે રજનીશને સંત રજનીશમલ કેમ કહ્યા? રજનીશસંતકેવી રીતે અને રજનીશમલકેવી રીતે?

સંત અને મલ

બાવા બના હૈ તો હિન્દી તો બોલના હી પડેગા ?

કેટલાક લોકો મનમોહન સિંહને શરુઆતમાં કદાચ ફક્ત તેમની દાઢીને કારણે મીસ્ટર ક્લીન કહેતા હશે. પણ તે પછી નહેરુવીયન કોંગ્રેસની ગટરગંગામાં ઘણી શ્યામાલક્ષ્મીના હિમશીલા જેવા વહેણ પકડાયા, તેથી હવે તેમને કોઈ સંત કહેતું નથી. પણ ભીન્દરાણવાલે ને ઈન્દીરા ગાંધીએ સંત કહેલા. અને કહેવાય છે કે કશીક ભાગબટાઈ પણ કરેલી.

દાઢીવાળા સંતશબ્દના પ્રીફીક્સ વાળા બાવાજીઓનો તૂટો નથી. જો કોઈ એક તથ્યએકમાટે સત્ય તરીકે લાગુ પડતું હોય, “બેમાટે લાગુ પડતું જોય, “ત્રણમાટે લાગુ પડતું હોય, અને  આર” (જ્યાં આરકોઈ પણ એક ધનાત્મક પૂર્ણ સંખ્યા છે એટલે કે પોઝીટીવ ઈન્ટીજર નંબર છેએટલે કે એક રેન્ડમ રીતે પકડેલ છે, તેને લાગુ પડતું હોય તો તેને સત્ય માનવું, એવો એક તર્ક તારણ ગણાય છે. તો આપણે અનુયાયીઓના વૃંદની વચ્ચે શોભાયમાન થતા દાઢીવાળા જણને સંત કહી શકીએ. માટે રજનીશ સંત તો કહેવાય .

રજનીશમલ”  કેવી રીતે?

જગ્ગુમલ, ટેહુમલ, ટોપામલ, ટેભામલ, આસુમલ, વિગેરે મલ તો આપણે સાંભળ્યા છે. પણ રજનીશ મલ ક્યાં હોય છે? અરે ભાઈ સિંધીભાઈઓના નામોમાં પણ ક્રાંતિ આવી શકે છે. વળી ઓશો આશારામ જો બીનસિંધી એવા નરેન્દ્ર મોદીને પણ નરેન્દ્રમલ કહેતા હોય તો મલ શબ્દ કંઈ સિંધી, મારવાડી, પંજાબીઓ પુરતો મર્યાદિત ગણી શકાય. હવે તો દક્ષિણ ભારતીય યુવકોના શ્રીનિવાસન, વેંકટરામન, રામન, શંકરન, કૃષ્નન ને બદલે શૈલેશ, સુરેશ, ઉમેશ એવા નામ જોવા મળે છે. અને ઉત્તરભારતીય મહિલાઓના નામ પણ રામકટોરી, રબડી, રામપ્યારી, રામદુલારીને બદલે કાન્તા, શાન્તા, રાધિકા, જેવા નામો જોવા મળે છે અને ભાઈઓમાં પણ રામખિલાવન, રામપિલાવન, રામરતન, ને બદલે રાકેશ, રાજેશ, રમેશ જેવા નામો જોવા મળે છે.

ગુજરાતીમાં મલ્લ શબ્દ વપરાય છે.એમ તો મલ શબ્દ પણ છે. પણ પાશ્ચ્યોક્ત શબ્દથી તો જનતા દૂર ભાગે, જો તે શરીરની બહાર હોય તો. શરીરની અંદર હોય તો તેને દૂર કરવાના પ્રયત્નો કરે. એટલે બીરબલે અકબરને, “સુખી કોણ પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ કે સુખી માણસ કે જે સંતોષકારક રીતે હંગી શકે. હંગ પણતમસો મા જ્યોતિર્ગમયની જેમ શરીરની અંદરના અંધકારમાંથી દુનિયાના પ્રકાશમાં આવે છે. અને સુખી થાય છે.

સંત રજનીશમલને પણ તેમના અને તેમના શિષ્યોના કહેવા પ્રમાણે પ્રકાશ લાધ્યો હતો.

શું સંત રજનીશમલ સુખી હતા?

લક્ષ્મી, સંપત્તિ અને અનુયાયીગણ તો સંત રજનીશમલ પાસે પણ હતાં. તો પછી સંત રજનીશમલ અને ઓશો આશારામ માં ફેર શો છે?

આમ તો બંનેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સરખાં છે પણ પ્રસ્તુતિ અલગ અલગ છે. વ્યવવસાય એક છે પણ વ્યુહરચના અલગ અલગ છે.

જો રોગ કહેવામાં આવતો હોય તો રોગ અને જો યોગ કહેવામાં આવતો હોય તો યોગ. સમાધિ કહેવામાં આવતી હોય તો સમાધિ. વિષેનો નિર્ણય રોગશાસ્ત્રીઓ ઉપર અને માનસશાસ્ત્રીઓ ઉપર છોડી દેવો જોઇએ. પણ જે હોય તે બંનેમાં સમાન છે.

સૌથી ભયંકર કોને કહેવાય તે કેવી રીતે નક્કી કરશો?

જે વસ્તુ નિડરને પણ ભય પમાડે તે સૌથી વધુ ભયંકર ગણાય.

તેવી રીતે સૌથી શરમજનક વાત કોને કહેવાય?

જે વાત બેશરમીને પણ શરમ પમાડે તે વાત સૌથી શરમજનક કહેવાય.

ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને ગોપીઓના શોખીન. એમ તો કૃષ્ણ વિષે પણ ગોપીઓને ટાંકવામાં આવે છે. પણ તેમાં દંતકથાત્મકતા વધુ છે. શ્રી કૃષ્ણે ઘણો પરસેવો પાડેલ અને ભારતીય સમૂદ્ર ઉપર ધ્વજ પતાકા લહેરાવેલ. પછી લોકો દ્વારા ખાસ કરીને માલેતુજાર લોકો દ્વારા બધું કૃષ્ણાર્પણ કરવામાં આવ્યું તેમાં ગોપીલીલાઓ પણ આવી ગઈ. વિષયાંતર છે તેથી તેની ચર્ચા નહીં કરીએ.

આપણા ઓશો આશારામ અને સંત રજનીશમલ, બંને પોતાની આગવી જુદી જુદી વ્યુહરચનાઓ દ્વારા ગોપી લીલાઓ કરતા હશે એવું હોઈ શકે.

જગતમાં ત્રણ જાતના લોકો હોય છે.

ગરીબ, મધ્યમ અને માલેતુજાર.

વૈચારિક કે ધન સંપત્તિ કે બંને, બાબત વિષે વાચકોએ નક્કી કરવું.

ગરીબ લોકોને ગરીબ રાખી, લાલચ આપી, ભરમાવી શકાય છે. મધ્યમ લોકોને થોડા સમય માટે ભરમાવી શકાય છે. માલેતુજારોને સંતોષીને ભરમાવી શકાય છે.

નહેરુવીયન કોંગ્રેસીઓ આમ કરતા આવ્યા છે. એટલે તો ગરીબ ગરીબ રહ્યા છે અને બાવાઓ, મૌલવીઓ, રાજાભૈયાઓ, દાઉદો, શાહજાદાઓ અને જમાઈઓ ફુલાફાલ્યા છે.

જુઓ ગોપી લીલાઓમાં તેઓ કેવા આગળ છે!

ઓશો આશારામ એટલે તું અતૃપ્ત રાધા અને તને તૃપ્ત કરનારો કૃષ્ણ હું છું, એવું છાપામાં વાંચવા મળેલ. સંત રજનીશમલની તો સંભોગથી સમાધિની વાત પ્રસિદ્ધ છે.

ઓશો આશારામે સૌ માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા. સંત રજનીશમલને આકાશ સાથે બાથ ભીડવી હતી. તેથી તેમણે માલેતુજારોને પસંદ કર્યા અને મધ્યમવર્ગીય ગોપીઓ પસંદ કરી. બધું ચાર દિવાલ વચ્ચે રાખ્યું. એક સમયે ફક્ત એક ગોકુળ રાખ્યું.

ઓશો આશારામે ગામે ગામ ગોકુળ બનાવ્યા.

ઓશો આશારામ ઉપર કેમ આભ તૂટી પડ્યું અને સંત રજનીશ કેમ બચી ગયા?

ચિમન ભાઈ પટેલે ગુજરાતના બધા મુખ્ય મંત્રીઓને ઉથલાવ્યા. પણ બળવંતરાય મહેતા ૧૯૬૫માં વિમાન અકસ્માતમાં મરી ગયા એટલે (ઉથલવામાંથી) બચી ગયા.

સંત રજનીશ એમ તો સાવ કોરા ધાકોર રહ્યા હતા. અમેરિકાના આશિક હોવાથી અમેરિકા સ્થાયી થવા ગયેલ. ધોળીયા શિષ્યો પણ મળેલ. અને ગોપી લીલાઓનો ત્યાં સૈધાંતિક છોછ હોતો નથી તેથી તે લીલા ચાલી પણ હતી. પણ ભારતીય લોકોને દેશી ભાંગ કે અફીણ જોઇએ તો ધોળીયા લોકો ને વિદેશી ભાંગ એટલે કે ડ્રગ જોઇએ. અને ધંધો નફાનો છે.

અમેરિકન સરકારને અને પાદરીભાઈઓને સુષ્ઠુ સુષ્ઠુ બોલવું બહુ ગમે પણ જો તેમને અનુક્રમે એમ લાગે કેદાળમાં કંઇક કાળું છેઅને આપણું મહત્વ ઘટે એમ છે તો તેઓ કોથળામાં પાંચશેરી રાખીને કોથળાના પ્રહાર કરે. આવું કંઈક તેમણે સંત રજનીશ વિષે કર્યું. અને સંત રજનીશે અમેરિકામાંથી ઉચાળા ભર્યા. તે આજ ની ઘડી અને કાલનો દિ’, સંત રજનીશે અમેરિકા સામે જોયું નથી. રજનીશમલની વાત જવા દો, તેમનો કોઈપણ શિષ્યઅમેરિકામાંથી કેમ ઉચાળા ભર્યા તે વિષે ઉચ્ચરવા પારદર્શી નથી.

અમેરિકા પણ જો સોય થી પતી જતું હોય તો કરવત ચલાવે. માનવ હક્કોની વાતો કરે. પણ ઓસામા બીન લાદેન ઉપર કાયદેસર કામ ચલાવે. છડે ચોક એનકાઉન્ટર કરે અને પછી સમૂદ્રમાં પાર્થિવ શરીરનું ધબાય નમઃ કરે. અમેરિકાની તો ન્યાયપ્રણાલી શીઘ્રાતિશીઘ્ર છે. તો પણ તે આતંકવાદીઓની બાબતમાં કોઈ ન્યાયિક સાહસ કરવામાં માનતી નથી.

તેનાથી ઉંધું ભારતીય ન્યાયિક પ્રણાલી થર્ડક્લાસ છે તો પણ આપણી નહેરુવીયન સરકાર આતંકવાદીઓની બાબતમાં નકલી એનકાઉન્ટરના ફીફાં ખાંડે છે. કહ્યું છે ને કે:

જ્યાં બુદ્ધિશાળીઓ જતાં વિચાર કરેછે ત્યાં મૂર્ખાઓ માથું મારીને ઘુસી જાય છે.

મૂળ વાત પર આવીએ તો સંત રજનીશના હાલ, ઓશો આશારામ જેવા એટલા માટે થયા કે જેમ બળવંતરાય મહેતા ચિમન ભાઈ પટેલથી બચી ગયા તેમ સંત રજનીશ પણ બચી ગયા.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ઓશો, આશારામ, સંત, રજનીશ, યોગ, રોગ, સંભોગ, સમાધિ, અમેરિકા, ગોપી, લીલા, વૃંદાવન,     

      

 

  

  

      

Read Full Post »

%d bloggers like this: