Feeds:
Posts
Comments

Posts Tagged ‘સમાચાર માધ્યમ’

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

કળીયુગી શિવગીતા દ્વિતીયોધ્યાયઃ

દેશદ્રોહ આશંકા યોગઃ

આપણા નરેન્દ્ર  મોદી સાહેબ પદ્માસનવાળી ધ્યાનસ્થ થયા. પદ્માસન એ સેલ્ફ સપોર્ટેડ બેલેન્સ્ડ આસન છે.

નરેન્દ્ર મોદી સમાધિ અવસ્થામાં  કૈલાશ ગયા કે દેવાધિદેવ મહાદેવે નરેન્દ્ર મોદીને દર્શન આપ્યા કે સમાધિ અવસ્થામાં નિદ્રાધીન થઈ નરેન્દ્ર ભાઈએ સ્વપ્ન સૃષ્ટિમાં પ્રવેશ કર્યો, તેની ચર્ચા આપણે નહીં કરીએ.

Dakshina Murtti

નરેન્દ્રભાઈ મોદીને લાગ્યું કે તેમની સમક્ષ મહેશ્વર પ્રગટ થયા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે દામોદરપુત્ર, તું આટલો ચિંતાગ્રસ્ત શા માટે છે?

નરેન્દ્ર ઉવાચઃ “ભક્તસ્તેહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ (હુ તમારો ભક્ત છું અને આપને શરણે આવેલા એવા મને બોધ આપો)

મહેશ્વરઃ ઉવાચ ; “હે હિરાનંદન,  શી વાત છે?

 નરેન્દ્ર ઉવાચ ;  “હે પ્રભુ, ભારતવર્ષમાં અત્યારે કેટલાક પરિબળો અશાંતિ સ્થાપવા કૃતસંકલ્પ થયા છે અને સમાચાર માધ્યમો એટલે કે કેટલાક  વર્તમાન પત્રો અને કેટલીક  ટીવી ચેનલો સમાચારોને પોતાના એજન્ડાને અનુરુપ શબ્દોની ગોઠવણી કરીને એવા રુપે રજુ કરે છે કે ઘટનાઓનું મૂળ સ્વરુપ નષ્ટ થાય અને વિકૃત સ્વરુપ સામે આવે છે. આનો લાભ લઈને દેશના વિભાજન વાદી પરિબળો વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે પરિશ્રમી, તારે તો તારો રાજધર્મ બજાવવાનો છે.

નરેન્દ્ર ઉવાચ ; “હે પ્રભુ, હું મારા રાજ ધર્મને જાણું છું. હું  હમેશા મારો રાજધર્મ બાજાવતો આવ્યો છું. ૨૦૦૧ થી જ્યારથી મારા પક્ષ દ્વારા મને શાસનની ધૂરા સોંપવામાં આવી ત્યારથી શરુ કરી રાજ ધર્મ જ બજાવતો આવ્યો છું. હે પરમેશ્વર તમે તો જાણો જ છો કે ૨૦૦૨ના હુલ્લડોથી મને અમુક પ્રકારના તત્ત્વો બદનામ કરતા જ આવ્યા છે. હું એ પણ જાણું છું કે તેમની તો આદત છે. પણ જ્યારથી, ૨૦૧૯ની ચૂંટણી હું અને મારો પક્ષ જીત્યા છે ત્યારથી આ હુલ્લડવાદી તત્ત્વો મરણીયા થયા  છે. અફવાઓ તો તેઓ પહેલાં પણ ફેલાવતાં હતાં. પણ એ અફવાઓ ખોટી હતી અથવા વિવાદાસ્પદ હતી તેથી મને ખાસ વાંધો ન હતો.

મહેશ્વરઃ ઉવાચ ; “ હે સમાજશાસ્ત્રી, તો શું તું એમ કહેવા માગે છે કે હાલમાં પ્રવર્તમાન અફવાઓમાં સત્ય છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “ના પ્રભુ ના… હવે મારા વિરોધીઓ રસ્તા ઉપર આવી ગયા છે અને ધરણાઓ કરવા માંડ્યા છે. એટલું જ નહીં તેઓ મુસ્લિમ સ્ત્રીઓ દ્વારા ધરણા અને પ્રદર્શનો કરવવા માંડ્યા છે. એટલે મારી દશા શિખંડીએ ભિષ્મ પિતામહની કરી હતી તેવી થઈ છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપરાંત બાળકો પણ છે. બાળકોની પાસે “મોદીને ગોળી મારો” એવા સૂત્રો પણ બોલાવે છે. …

મહેશ્વરઃ ઉવાચ; ” હે અષ્ટકૂટ, મને લાગતું નથી કે તું આવી વાતોથી ગભરાઈ જાય !! અને તારા ધ્યેય થી વિચલિત થાય !!

નરેન્દ્રઃ ઉવાચ ; “હે અંતર્‌યામી, હું તો આપની સલાહ લેવા આવ્યોં છું કે હું સાચા માર્ગે છું કે મારે કશોક ફેરફાર કરવાની જરુર છે?

મહેશ્વરઃ ઉવાચ ; “હે મહાધૈર્યવાન, તું જાણે જ છે કે શાહીન બાગ પ્રદર્શનનો હેતુ શો હતો? આવા પ્રદર્શનો તો તું પણ કરાવી શકે છે, અને તે પણ વધુ સારી રીતે. પણ હે પ્રજાપ્રિય, તું તો જાણે જ છે કે આ પ્રદર્શન એક પ્રયોગ હતો અને આ પ્રયોગમાં જો તું કંઈપણ સકારાત્મક પગલુ  ભરે, તો તેઓ હુલ્લડ કરાવે. હુલ્લડ કરાવવામાં તો તારા વિરોધીઓ નિપૂણ છે. જો તેઓ ૨૦૦૮ના આતંકવાદી હુમલાને પણ તારે નામ કરવાનું કાવતરું રચી શકતા હોય તો તેઓ શું ન કરી શકે?  

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વમૂર્ત્તિ, આપ તો જાણો જ છો કે મારા વિરોધીઓ શું શું કરી શકે છે !! કારણ કે તેમને માટે આ બધું મહદ્‌ અંશે સરળ છે. કારણ કે તે સૌ “જૈસે થે વાદી છે … લૂટો અને લૂટવા દો, ગરીબોને ખેરાતના વચનો આપો, તેમને અશક્ત તથા સરકાર ઉપર અવલંબિત જ રાખો … મારા વિરોધીઓ એવું ઈચ્છે છે કે “કાળું નાણું ઉત્પન્ન થવા દો, તેના થકી આપણે વિદેશોમાં રોકાણ કરી શકીશું, વિદેશોમાં સંપત્તિ ખરીદી શકીશું, વિદેશોમાં ટાપુઓ ખરીદી શકીશું અને તેના ઉપર અફલાતૂન બંગલાઓ બાંધી શકીશું …” હે સર્વજ્ઞ, આ બધાં કારણોથી જ મોદી તેમને નડે છે. મારા વિરોધીઓ મારા ઉપર ભૂરાયા થયા છે. મેં વિદેશો સાથે આપણા દેશના સંબંધો સુધાર્યા …, આપણા  દેશની આબરુને ટોચ ઉપર લઈ ગયો … આવું બધું તેમને નડે છે. એટલે જ ટ્રમ્પ આવવાના સમયે તેમણે શાહીન બાગનો પ્રપંચ પ્રાયોજિત કર્યો. તોફાનો કરાવ્યા, જનતાની સંપત્તિને બાળી, અને આ બધું આર.એસ.એસ.વાળાએ કરાવ્યું એવો વિદેશોમાં પ્રચાર કર્યો. મને તો દૃઢ વિશ્વાસ છે કે આ બધું એક મહાપ્રપંચનો ભાગ છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે સહસ્રબુદ્ધે, તું સઘળું તો જાણે જ છે. તો પછી મારી પાસે કેમ આવ્યો છે?

નરેન્દ્રઃ ઉવાચ ; “હે વિશ્વવ્યાપી, મારે ફક્ત આપની પાસેથી લીલી ઝંડી જોઇએ. અને જો આપના તરફથી કોઈ સૂચન હોય તો તે જોઇએ. ક્યારેક મને એવું લાગે છે કે જો બધું નિશ્ચિત જ છે તો મને જે કંઈ સુઝે તે મારે કરવું જોઇએ. જે થવાનું છે તે તો થવાનું જ છે, તો પછી મારે “શું થશે?” એવી ચિંતા કે વિચાર પણ શા માટે કરવો જોઇએ? હે વિશ્વ નિયંતા, તમે વિશ્વના નિયમો બનાવ્યા, મનુષ્યને પ્રજ્ઞા આપી, તો પછી તમે મતિભ્રષ્ટ મૂર્ધન્યો અને મતિ ભ્રષ્ટ વિશ્લેષકો કેમ ઉત્પન્ન કર્યા?

મહેશ્વરઃ ઉવાચ ; હે મેઘાવી, માનવ સમાજની બૌધિક અને કર્મકૌશલ્યની  ઉન્નતિ માટે સમાજ વિરોધી તત્ત્વો હોવા જરુરી પણ છે. કારણ કે શાણો મનુષ્ય આવા લોકોના વિચારોનો અને વર્તણુંકનો અભ્યાસ કરે છે અને તેમ કરતાં કરતાં પોતાની બુદ્ધિનો અને કૌશલ્યનો વિકાસ કરે છે. જો વિરોધી તત્ત્વો જ ન હોય તો મનુષ્યની વિચાર શક્તિ વિકસે જ કેવી રીતે? સમાજ આગળ જ કેવીરીતે વધી શકે? ચર્ચા દ્વારા સામેના માણસના વિચાર અને વિચાર પદ્ધતિ જાણે છે, વિચારનું આદાનપ્રદાન થાય, વિરોધીઓના વિચારોની ચકાસણી થાય છે અને તેથી મનુષ્યના મગજનો  વિકાસ થાય છે.   કર્મ કરવામાં પણ તેને વધુસારું કઈ રીતે કરી શકાય તે વિષે વિચારવાથી અને એક જ કર્મને અવારનવાર કરવાથી (અભ્યાસથી) કર્મ કરવામાં કૌશલ્ય અને ઝડપ આવે છે.  

 નરેન્દ્રઃ ઉવાચ ; “હે ઈશ્વર, તમે તો સર્વ શક્તિમાન છો … તમારી ઈચ્છાવગર પાંદડું પળ હલી શકતું નથી. તો તમે સર્વજ્ઞતા અને પરિપૂર્ણતા મનુષ્યમાં પહેલેથી જ કેમ મુકી દેતા નથી?

મહેશ્વરઃ ઉવાચ ; હે પ્રચેતસ્‍, હું અનિર્વચનીય છું. વિશ્વની સરખામણીમાં એક કણ જેટલો નાનો છે, તે કણના કણથી પણ નાની આ પૃથ્વિ છે. તમે જે વિશ્વમાં રહો છો તે જેવું છે, તેવું કેમ છે, તે મૂળભૂત તત્ત્વ અને ઉર્જાના ઐક્યત્વને જોડતા પ્લેંક અચળ ની સંખ્યા ઉપર આધારિત છે. જે  ૬.૬૨૬૦૭૦૦૪ x [૧/(૧૦ x … ૩૪ વખત)]જુલ સેકન્ડ છે. એ જરુરી નથી કે પ્લેંકના અચળ અંક હમેશા આ જ હોઈ શકે. એવાં હજારો કરોડો વિશ્વ હોઈ શકે જેમાં પ્લેન્કનો અચળાંક શૂન્ય થી અનંત સુધીનો હોઈ શકે. હું આ બધા વિશ્વોનો સમુચ્ચય છું. તમે અત્યાર સુધી ત્રણ પરિમાણને જાણતા હતા. તમે જેમ જેમ વિચારતા ગયા, પ્રયોગો કરતા ગયા તેમ તેમ તમને જાણવા મળતું ગયું કે પરિમાણો તો ૧૧+૧૧+૪=૨૬ (૪=લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય) છે. …

નરેન્દ્રઃ ઉવાચ ; “હે પ્રભુ, હું આ બધું સમજતો નથી. અને મારે સમજવું પણ નથી. અત્યારે તો મારા વિરોધીઓ મને બંધારણનો ઘાતક, લોક શાહીનો દુશ્મન, કોમવાદી, કટ્ટર હિન્દુત્વ વાદી … અને  અહિંસાને નેવે મુકનારો … એવું બધું કહે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિસ્પૃહી, તું એક વાત સમજ. જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તે સમજતો ગયો કે “બળીયાના બે ભાગ” ઉપર કશુંક તો નિયમન લાવવું જ પડશે. એટલે તે નિયમો બનાવતો ગયો. આ નિયમો બનાવવા પાછળની વૃત્તિનું પ્રેરક બળ, ઓછામાં ઓછી હિંસા એટલે કે અહિંસા છે. આ નિયમો બનાવનારને કેટલાક પેગમ્બર કહેતા, કેટલાક ઈશ્વરનો પુત્ર કહેતા, તો કેટલાક ઈશ્વરનો અવતાર કહેતા. ભારતમાં આવું ન હતું. જેમને ઈશ્વરનો અવતાર કહેતા તે એક વિશેષણ જ હતું. ભારતમાં તો નિયમો ઋષિઓએ બનાવ્યા. તેઓ જ્ઞાની, દાર્શનિક,  મનનશીલ અને ચિંતનશીલ હતા. તેઓ ધ્યાની હતા. તેમણે આને “શાસ્ત્ર” નામ આપ્યું. તેમણે દરેક ક્ષેત્રમાં શાસ્ત્રો રચ્યાં. ભારતમાં શાસ્ત્રો પ્રમાણે શાસન અને જન-વ્યવહાર થતો હતો. આમાં ફેરફાર કરવાનો હક્ક ફક્ત તજજ્ઞનોને જ હતો. તેટલું જ નહીં તેના ઉપર ચર્ચા કરવાનો હક્ક સૌ કોઈનો હતો. પણ ચર્ચા વિવેકશીલ હોવી જોઇએ. ચર્ચા વિતંડાવાદી અને હિંસક ન હોવી જોઇએ.

નરેન્દ્રઃ ઉવાચ ; “પણ હે વિશ્વેશ્વર, ભારતમાં તો ચર્ચા ને તો બાજુપર મુકો પણ જે પ્રદર્શનો થાય છે તે હિંસાને જન્મ આપે છે અને તેને ફેલાવે પણ છે. તેનું શું?

મહેશ્વરઃ ઉવાચ ; હે કૃતનિશ્ચયી, તેં જે વાત કરી, તે નિયમ અને તેના પાલન કરાવવાની સમસ્યા છે. જો જનતાને અનુભૂતિ થશે કે નિયમનો ભંગ કર્યો એટલે સજા થવાની શક્યતા સો ટકા છે. મોટો ચમરબંધી પણ આપણને બચાવી શકશે નહીં. તો દરેક વ્યક્તિ નિયમબદ્ધ બનશે જ.

નરેન્દ્રઃ ઉવાચ ; “હે કલ્યાણકારી, હું તો પ્રયત્ન કરું જ છું. પણ ખબર નથી પડતી કે ન્યાયાલય ને કેમ અમુક બનાવોની ગંભીરતાની ખબર પડતી નથી.

મહેશ્વરઃ ઉવાચ ; હે આર્ષદર્શી, આમાં મારે તને કશું કહેવાની જરુર નથી. પણ તું જે સીસ્ટમ બદલવાની વાત કરે છે તે બરાબર છે. પણ તે સીસ્ટમ બદલવાની વાતમાં કોઈ સામાન્ય માણસને પણ લે, કારણ કે સામાન્ય માણસની મુશ્કેલીઓ તારા અધિકારીઓ સમજવા માગતા નથી. સરકારી પોર્ટલ માં શું ખામી છે અને ખાસ કરીને સરકારને પોતાની વાત પહોંચાડવામાં શું ખામી છે અને તેથી શી  મુશ્કેલી છે તે સામાન્ય સુજ્ઞ માણસ જ કહી શકશે.  સરકારી નોકરો  હમેશા પોતાની સગવડતા જોતા હોય છે. આ ઉપરાંત તારા વિરોધીઓ ઉપરના  જે કંઈ કેસ ચાલે છે તેને ઝડપથી ચલાવવાની સીસ્ટમ ગોઠવ. તારા વિરોધીઓ અત્યારે નવરા છે એટલે તેઓ ન્યાયાલયમાં ફાલતુ અરજીઓ કર્યા કરે છે. ન્યાયધીશોને પણ તારે દુધે ધોયેલા માનવા નહીં.

નરેન્દ્રઃ ઉવાચઃ હે કરુણામય, હું તો આ મારા વિરોધીઓની ગેંગો થી ત્રસ્ત છું. એક તરફ તેઓ હિંસા ફેલાવે છે અને બીજી તરફ મને નાઝી વાદી કહે છે. વિદેશોમાં પણ મને તેમના નેટવર્ક દ્વારા બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ;  “હે પરદુઃખભંજક, તું આવી બધી સમસ્યાઓ તારા અનુયાયીઓને સોંપી દે અને એક તંત્ર પણ બનાવ. જનતામાં તારા પ્રશંસકો છે  તેઓ તો હોંશે હોંશે તને મદદ કરવા આતુર છે. અને તેઓ તારા નિર્ણયોની યોગ્યતાનો પ્રચાર પણ કરે છે. તું સોસીયલ મીડીયા ઉપર સક્રિય રહે. પલાયનવાદી વૃત્તિનો જો તારામાં જન્મ થયો હોય તો તેનો ત્યાગ કર. જનતામાં તું જ સૌથી વધુ વિશ્વસનીય છે. અને તારા ઉપર જ દેશપ્રેમીઓ આશાની ઉમ્મીદ લઈને બેઠા છે. એટલે તેમની સાથેના સંવાદને તું બંધ ન કર.

નરેન્દ્રઃ ઉવાચ ; “ હે હરિહર, હું ખંતથી, સ્વાર્થહીન રીતે, અથાક મહેનતથી અને નીતિમત્તાથી કામ કરું છું. આથી પણ જો સારી રીતે કામ થઈ શકતું હોય તો હું તે માટે તૈયાર છું. તો પણ મારા વિરોધીઓ મને તો એલફેલ બોલે તેમાં મને બહુ વાંધો નથી પણ મારા વિરોધ કરતાં કરતાં તેઓ દેશના હિતનો ખ્યાલ રાખતા કેમ નથી? શું કર્મનો સિદ્ધાંત ખોટો છે? જ્યારે દેશને તોડનારી તાકાતો દેશ વિરુદ્ધ અદ્ધર અદ્ધર જ ઉચ્ચારણો કરે છે, ત્યારે મારા પ્રશંસકો દેખીતી રીતે તેમને ગદ્દાર કહેવાના જ. તો આ લોકો એમ કહે છે કે હવે તો સરકારની વિરુદ્ધ બોલનારાઓને પણ દેશના ગદ્દારો કહેવાની પ્રણાલી મોદીએ પાડી છે. અને આવી વાતો દેશના કેટલાક પ્રતિષ્ઠિત કહેવાતા મૂર્ધન્યો પણ કરે છે.

મહેશ્વરઃ ઉવાચ ; “હે નિષ્કામકર્મી, તું જાણે છે કે કર્મનું ફળ સર્વત્ર અને સર્વદા, વ્યક્તિગત કર્મફળ હોતું નથી. સમાજ, જેમાં કુદરત પણ આવી જાય, તેની પરિસ્થિતિ, સમાજજન્ય કર્મ અને વ્યક્તિગત કર્મના પરિણામી કર્મફળ મળે છે. જેમ કે તું ચા બનાવવા ઇચ્છે  તો, ચા, તો જ થાય, જો તપેલીવાળાએ તપેલી બનાવી હોય, પ્રાયમસવાળાએ પ્રાયમસ બનાવ્યો હોય, અને બીજા અનેક આનુસંગિક કર્મો, પદાર્થો હોય કે થયાં હોય તો જ તું  ચા બનાવી શકે. અને જો તું ચા કરી શકતો હોય તો રાક્ષસ પણ ચા કરી શકે. “આ રાક્ષસ છે એટલે હું નહીં સળગું, અથવા રાક્ષસને જ સળગાવી દઈશ” એમ અગ્નિ કહી ન શકે. આવા કારણો થકી કેટલાક મને ભોલેનાથ કહે છે. પણ હે દેશસુરક્ષાના ક્રાંતિવીર,  જો તું  સુરક્ષાને ધ્યાનમાં નહી લે તો તું ભલે શ્રેયના માર્ગે છે તેમ માનતો હોય તો પણ તારા દેશનો નાશ કે પરાજય થઈ શકે છે.

ત્રીનેત્રક્ષેત્રે કળીયુગ ગીતા દ્વિતીય અધ્યાયઃ સમાપ્તઃ

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ભેંસ ભાગોળે પણ નથી, પણ કેટલાક કરે છે ધમા ધમ

buffelow

આ એક ગુજરાતી કહેવત છે. નાનપણમાં કોઈ એક સામાયિકમાં આ કહેવતને અનુલક્ષીને એક વાર્તા વાંચવામાં આવેલી હતી. એક વડિલને ભેંસ ખરીદવાને વિચાર આવ્યો. ભાગોળે ભેંસ ખરીદવા ગયા કે બીજે ક્યાંક તે હવે બરાબર યાદ નથી. ઘરના બધા સભ્યો ભેંસને લગતા આનુસંગિક કર્મો,  ઉત્પાદનો, ઉત્પાદનોને લગતા કર્મોની વહેંચણી વિષે અને તે સૌના આયોજન વિષે ઘરમાં જોરદાર ચર્ચાઓ કરવા માંડ્યા, જેમકે દાખલા તરીકે વધારાની છાસનું શું કરવું? ઘેંસ કરવી તો કઈ ઘેંસ કરવી. ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરુપ લીધું અને ચર્ચા હિંસક થવાની અણી પર આવી ગઈ.

પાડોશીઓને થયું કે આ શેનો કોલાહલ છે? તેઓએ જ્યારે જાણ્યું કે આ તો ન ખરીદાયેલી ભેંસ વિષે ઘરમાં ધમાધમ થાય છે. અને આ પ્રમાણે પાડોશીઓના મુખેથી ઉપરોક્ત શબ્દો નિકળી પડ્યા. ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ.

કોંગ્રેસ આવે છે

કોંગ્રેસ આવે છે…. એટલે કે નહેરુવીયન કોંગ્રેસ. આ કોંગ્રેસે ઠેર ઠેર પોસ્ટરો લગાવી દીધા છે. સ્મશાનમાં પણ પોસ્ટર લગાવી દીધું. કોઈ જગ્યા બચી શેની જાય?

સમાચાર માધ્યમોનું કામ લોકોમાં જાગૃતિ લાવવાનું છે. પણ જો સમાચારના સંચાલકને લાગે કે તે જનતાને શિક્ષિત કરવા સક્ષમ નથી અને જો લોકોને શિક્ષિત કરવાનો હેતુ નભાવવો હોય તો તેણે ફક્ત એટલો ખ્યાલ રાખવો જોઇએ કે સમાજને જેઓ વિભાજિત કરે છે તેમના સમાચાર આપે ત્યારે તેની સાથે સાથે તેમના અનુસંધાન (રેફરન્સ) પણ  આપે. જો તેમાં પણ સમાચાર માધ્યમનો “ટકલો કામ ન કરતો હોય” તો સમાચાર માધ્યમના સંચાલકે સમાચારને કેવળ અને કેવળ “સીધા સમાચાર” તરીકે છપવા જોઇએ. આવા સમાચારોને ઉન્મેશમાં આવીને ચિત્ર વિચિત્ર શબ્દોમાં ગોઠવીને છાપવાની જરુર નથી. કટારીયા ભાઈઓમાં મોટા ભાગના હવે કોઈને કોઈ વિચાર ધારાને વળગી પડ્યા છે. જો કે વિચારધારા શબ્દ, યોગ્ય શબ્દ છે જ નહીં. કારણ કે કોઈ એક “વિચાર ધારા”ના નામનો શબ્દ કોઈ એક “વાદ”ને સૂચિત કરે છે. વાદ શબ્દ જ નિરર્થક છે. આજના વૈજ્ઞાનિક અને તર્કના યુગમાં, રાજકારણમાં વાદનું સૂચન કરવું તે માનવબુદ્ધિની કચાશ છે.

રાજકીય સત્તાનો હેતુ, સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ, સમાજના સામાન્ય માણસની માનસિકતાને  પ્રક્રિયાઓને અનુરુપ સ્તર ઉપર લઈ જાય છે.

વિનોબા ભાવેએ અને જયપ્રકાશ નારાયણે આ વાત સીત્તેરના દાયકાના પૂર્વાર્ધમાં કરી હતી જ્યારે ઇન્દિરા નહેરુ-ગાંધી “સમાજવાદ”ના નામનો શોર બકોર કરી રહ્યા હતા.

MK GANDHI & VINOBA & JP

સીત્તેરના દાયકામાં પક્ષવિહીન રાજકારણની પણ વાત હતી. કારણ કે પક્ષ એ માત્ર “વાડો” જ છે.

જો આપણે બધી જ બારીઓ અને બારણા ખૂલ્લા રાખીએ તો આપણને ચારે દિશામાંથી વિચારો અને માહિતિઓ મળી શકે. આપણા નિર્ણયો તર્ક શુદ્ધ બની શકે. આ વાત ઋગ્વેદના કાળથી કહેવાયેલી છે.

પણ જો આપણને અમુક વાડામાં રહેલા પ્રાણીઓની પ્રત્યે જ લગાવ હોય તો આપણે તે લગાવને યોગ્ય ઠેરવવા માટે આકર્ષક અને પ્રાસ અનુપ્રાસ વાળા વ્યંઢ અને અર્થહીન શબ્દોના પતંગીયા ઉડાડીએ અને અથવા “ટ્રોલ”-કલ્ચરને શરણે જઈએ.

આપણા આ બ્લોગનું શિર્ષક છે ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ. એટલે હવે તેને વિષે ચર્ચા કરીશું.

નહેરુએ એક સૂત્ર આપેલ કે “આરામ હરામ હૈ”. આપણે કહેવું પડશે કે નરેન્દ્ર મોદીમાં અને નહેરુમાં કોઈ એક વાતમાં જો સમાનતા હોય તો તે છે કે સતત કામ કરતા રહેવું. નહેરુ પાસે સ્વાતંત્ર્યની લડતમાં મેળવેલી જમા પૂંજી હતી. આ કારણથી તેમને ૧૫ વર્ષ સુધી વાંધો ન આવ્યો. પણ ૧૯૬૨માં ભારત, ચીન સાથે યુદ્ધમાં બહુ સહેલાઈથી હારી ગયું એટલે તેમનું સિંહાસન હચમચી ગયું. પણ નહેરુ રાજકીય રમતો રમવામાં નિષ્ણાત હતા. તેમને બદનામીનો ડર હતો. એટલે તેઓ પોતાની પૂત્રી અનુગામી બને તેવી ગોઠવણ કરતા ગયા. નાના ઐતિહાસિક સત્યોની આવરદા એક કે બે પેઢીની હોય છે. એટલે જો ઇન્દિરા અનુગામી બને તો એક પેઢી સુધી કશો વાંધો ન આવે. આવો કંઈક ખ્યાલ નહેરુનો હોઈ શકે. નહેરુ આમ તો અચાનક ગુજરી ગયેલા. એટલે લોકશાહીમાં શોકના દિવસોમાં સંતાનનો રાજ્યાભિષેક ન થઈ શકે. એટલે ગૃહપ્રધાન એવા ગુલઝારીલાલ નંદા ને કામ ચલાઉ વડાપ્રધાન બનાવી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવ્યા. એ વાત પણ નોંધાયેલી છે કે  લાલબહાદુર શાસ્ત્રી અગાઉથી જ ચાર આંખે નહેરુનું હલનચલન જોતા હતા. આ ઓછું હોય તેમ મોરારજી દેસાઈ પણ વડાપ્રધાન થવા તૈયાર જ હતા. એટલે નહેરુએ બનાવેલી સીન્ડીકેટનું કામ તાત્કાલિક થાય તેમ ન હતું. લોકશાહીને અનુરુપ પ્રણાલી પાળવી પડે તેમ હતું. પણ જ્યારે શાસ્ત્રીજી અચાનક ગુજરી ગયા ત્યારે તેમણે શોક સમય પુરતા ગુલઝારી લાલ નંદાને વડાપ્રધાન બનાવી, લોકશાહી પ્રક્રિયા હાથ ધરી ઇન્દિરા ગાંધીને બધા વરિષ્ઠ નેતાઓ પાસેથી સહયોગ અને અનુમોદન અપાવી સંસદના નેતા તરીકે જીતાડી વડાપ્રધાન બનાવ્યાં. 

એક માન્યતા એવી છે કે ત્રીજી પેઢીનો વ્યક્તિ બેવકૂફ જન્મે. આમ ઇન્દિરા ગાંધીએ નહેરુવંશની ત્રીજી પેઢી હતી. તેમનું વાચન ઓછું હતું. દેશ વિષે પૂરતી માહિતિ ન હતી. બુદ્ધિ હતી પણ એકાંગી હતી. તેમનામાં આર્ષદૃષ્ટિનો તેના પિતાજીની જેમ જ અભાવ હતો. માહિતિવગરની બુદ્ધિ લાંબા ગાળા માટે કારગર નિકળતી નથી. પક્ષના માણસોને કેવી રીતે અંકૂશમાં રાખવા તે પોતાના પિતાજીની પાસેથી શિખ્યાં હતાં. તેમજ તેના પિતાજીએ જે બીન રાજકીય સંબંધો બનાવેલા તેને તે જાળવી શક્યાં હતાં. પણ ઇન્દિરા ગાંધીના ખોટા નિર્ણયો દ્વારા જેવા કે હિન્દીભાષી બાંગ્લાદેશીઓની ઘૂષણ ખોરી, રાજકારણમાં સ્વકેન્દ્રીપણું, સિમલા કરાર, આતંકવાદીનેતાને ઉત્તેજન અને ટૂંકાગાળાના લાભ માટેની અનીતિમત્તાએ નહેરુવીયન કોંગ્રેસની ઘોર ખોદી.

વિરોધ પક્ષોની વાતોમાં તથ્ય હતું અને વિરોધપક્ષોના નેતાઓ સ્વચ્છ પણ હતા. પણ મોટા ભાગના  નેતાઓ સત્તાના ભોગવટા દ્વારા નણાયા ન હતા. આમ તો જોકે નહેરુવીયન કોંગ્રેસ કદીય ૫૦ ટકા કે તેથી વધુ મત મેળવી શકી નથી. એટલે જો બધા વિરોધ પક્ષો ભેગા થઈને નહેરુવીયન કોંગ્રેસ સામે લડે તો નહેરુવીયન કોંગ્રેસનો પરાજય નિશ્ચિત હતો. ડૉ. લોહિયાએ કહેલ કે વિરોધ પક્ષ ઈચ્છશે ત્યાં સુધી (નહેરુવીયન) કોંગ્રેસ રાજ કરી શકશે.

ઈન્દિરા ગાંધી સત્તા માટે આપખુદ હતાં અને સુરાજનીતિમાં એટલે કે સમાજશાસ્ત્રમાં ઢબુ પૈસાનો ઢ હતાં. પણ પક્ષમાં એક હત્થુ શાસન કેવી રીતે કરવું તે બાબતમાં તે તેના પિતાજીની જેમ નિપૂણ હતાં. આવો પક્ષ શિક્ષિત સમાજમાં લાંબો ટકી ન શકે.

પણ હવે કેટલાક મૂર્ધન્યોને અને લોકશાહીના હિત રક્ષકોને લાગે છે કે નહેરુવીયન કોંગ્રેસને બચાવવી જોઇએ. જ્યારે બીજેપીને ૧૯૮૦ની ચૂંટણીમાં ફક્ત બે બેઠક જ મળી ત્યારે તેમને બીજેપીને (જનસંઘને) બચાવવો જોઇએ એવો વિચાર ન આવેલ. તેમજ ૧૯૫૨ની વાત જવા દો, પણ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૭૦ની ચૂંટણી વખતે પણ પ્રજાસમાજવાદી પક્ષ કે સંયુક્ત સમાજવાદી પક્ષને બચાવવો જોઇએ તેવો વિચાર ન આવેલ. 

કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસમાં ફેર શો છે?

COW

(૧) કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય પહેલાં (સ્થાનિક સ્વરાજ્યની) સત્તા હતી. નહેરુવીયન કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં સત્તા રહી હતી.

(૨) કોંગ્રેસ પાસે ગાંધીજીનું માર્ગદર્શન અને નિરીક્ષણ હતું. નહેરુવીયન કોંગ્રેસ પાસે શરુઆતમાં વરિષ્ઠ નેતાઓનુ સામૂહિક માર્ગદર્શન હતું પણ બીજા દાયકા પછી કેવળ નહેરુનો શબ્દ આખરી ગણાવા માંડ્યો.

(૩) કોંગ્રેસ સ્વદેશી, દારુબંધી, સાદગી અને નીતિના પાયા ઉપર રચાયેલી સંસ્થા હતી. નહેરુવીયન કોંગ્રેસ સત્તા ના પાયા ઉપર રચાયેલી સંસ્થા બની. અને તે સત્તા મેળવવા માટે અને ટકાવી રાખવા માટે મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓ જેવી હળાહળ કોમવાદી અને આપખુદ પક્ષો સાથે પણ બેસી શકે છે.

(૪) કોંગ્રેસમાં, વિરોધીઓ પ્રત્યે કડવાશની ભાવના ન હતી. નહેરુવીયન કોંગ્રેસમાં પહેલા દશકામાં વિરોધીઓને શક્તિહીન કરી દેવાના પ્રપંચો થયા હતા અને પછી તો નહેરુવીયન કોંગ્રેસમાં સમાજને અલગ અલગ જુથોમાં વિભાજીત કરવાની સંસ્કૃતિ વિકસિત થઈ.

(૫) કોંગ્રેસમાં કાયદાને માન હતું. જો કે આ ગુણ બ્રીટીશ સરકારના સંસ્કાર હોઈ શકે. પણ કોંગ્રેસના ખાતામાં પણ આ ક્રેડિટ જમા થાય છે. નહેરુવીયન કોંગ્રેસમાં આ સંસ્કાર ક્રમશઃ ઘટતા ગયા. અને ઇન્દિરાના સમયમાં તો તેની “ધજ્જીયાં” ઉડાડવાની શરુ થઈ.

(૬) કોંગ્રેસ દારુબંધીને માનતી હતી. અને દારુની દુકાનો ઉપર વિરોધ પ્રદર્શન કરતી હતી. નહેરુવીયન કોંગ્રેસની દારુની નીતિ કેવી ઉંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.

(૭) કોંગ્રેસ અહિંસક સમાજ રચનામાં એટલે કે ગૌવંશ હત્યા નિષેધમાં માનતી હતી. અને આ વાતનો બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. નહેરુવીયન કોંગ્રેસ દંભી છે અને તેણે આ સમાવેશને “આદેશાત્મક વિભાગમાં” સામેલ કર્યો છે અને રાજ્યો ઉપર છોડી દીધો છે. “જા બીલ્લી કુત્તેકો માર”. દારુબંધીના અમલ વિષે રાજ્યોનું અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યોનું વલણ તદ્દન વિરોધી રહ્વયું. કેન્દ્ર દ્વારા આ મુદ્દે રાજ્યો ઉપર કશું દબાણ કે દંડનીય પ્રાવધાન નથી.

આવા તો અનેક ભેદ જોઈ શકાય છે. પણ એક દાખલો જ બસ થઈ પડશે કે પહેલાંનો કોંગ્રેસી વિશ્વસનીય હતો. અને નહેરુવીયન કોંગ્રેસી જો તે પ્રતિજ્ઞા પૂર્વક કહે તો પણ જરાપણ વિશ્વસનીય નથી.

તો પછી આવી કોંગ્રેસને મરતી હોય તો મરવા દેવામાં વાંધો શો છે?

વાંધાના કારણ નિમ્ન લિખિત છે.

(૧) નહેરુવીયન કોંગ્રેસનું ચૂંટણી આયોગના દસ્તાવેજોમાં કોંગ્રેસ તરીકે ઓળખ છેઃ

છેદ ઉડે છેઃ આ એક આકસ્મિક ઘટના છે. ૧૯૬૯માં શરુઆતમાં આ જ કોંગ્રેસ, કોંગ્રેસ (આર), કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (જે) તરીકે ઓળખાતી હતી. જ્યારે બીજી કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ (ઓ), કોંગ્રેસ (એન) તરીકે ઓળખાતી હતી. સંસ્થાનો અર્થ સંગઠન થાય છે. સંગઠન ઉપર કારોબારીનું વર્ચસ્વ એક સર્વ સ્વિકાર્ય બાબત છે. એટલે નૈતિક રીતે તો કોંગ્રેસ (સંસ્થા) જ મૂળ કોંગ્રેસ કહેવાય. ચૂંટણીના પરિણામોથી કયો પક્ષ મૂળ પક્ષ એ નક્કી ન થઈ શકે. ચૂંટણીમાં તો હારજીત થતી રહે છે. અને કાયદેસર રીતે જોઇએ તો જનતા વ્યક્તિને ચૂંટે છે. પક્ષને નહીં.

૧૯૭૭માં કોંગ્રેસ સંસ્થાનો વિલય થયો. એટલે બીજી કોંગ્રેસ કે જે કોંગ્રેસ (આઈ, આર કે જે) બચી,  તે જ બાકી રહી. એટલે તે કોંગ્રેસ તરીકે ઓળખાઈ. આ કોંગ્રેસને મૂળ કોંગ્રેસ સાથે સૈદ્ધાંતિક રીતે કશી લેવા દેવા નથી.

(૨) એ જે હોય તે. પણ આ કોંગ્રેસમાં હવે એક કોંગ્રેસ શબ્દ છે એટલે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ ૧૯૭૭માં કોંગ્રેસ (આઈ) વિભાજિત થઈ. અને યશવંત રાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ બનાવ્યો. ૧૯૮૦ માં જનતા પાર્ટી હારી ગઈ, તો જગજીવન રામે “કોંગ્રેસ રીયલ”, પક્ષ બનાવ્યો. મમતાએ તૃણમૂલ કોંગ્રેસ બનાવ્યો. ઉડીયા કોંગ્રેસ પક્ષ પણ બન્યો. કોંગ્રેસ શબ્દ તો આ બધા પક્ષોમાં છે. તો તેમનો પણ મૂળ કોંગ્રેસ હોવાનો હક્ક છે.

નાશ નિશ્ચિત છે

(૩) નહેરુવીયન કોંગ્રેસમાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા માટે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ સ્વાંત્ર્ય સેનાનીઓ હોવા એ કંઈ કોંગ્રેસનો ઈજારો નથી. સમાજવાદી પક્ષમાં, પ્રજા સમાજવાદી પક્ષમાં, સંયુક્ત સમાજવાદી પક્ષમાં, જનસંઘમાં અને તૂટેલી કોંગ્રેસના બીજા હિસ્સાઓમાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. જો સંખ્યાને હિસાબે જોઇએ તો સર્વોદય સંગઠનમાં સૌથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. અને હવે તો કોઈપણ પક્ષમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ બચ્યા નથી. પૈતૃક વારસો લોકશાહીમાં મળતો નથી.

(૪) નહેરુવીયન કોંગ્રેસમાં સ્વાતંત્ર્ય સેનાની નહેરુ પોતે હતા. તેઓશ્રી પ્રધાન મંત્રી હતા. વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી પ્રધાન મંત્રી થયા, પછી ઈન્દિરા ગાંધી પ્રધાન મંત્રી થયાં. પછી રાજીવ ગાંધી પ્રધાન મંત્રી થયા. પછી રાજીવ ગાંધીના પત્ની સોનીયા ગાંધી પક્ષ પ્રમુખ થયાં. એટલે એક મહાન કુટૂંબ કે જેના એક આદ્ય વડિલે પોતાની સંપત્તિ દેશને દાનમાં આપી દીધી. અને વંશ પરંપરાગત રીતે પ્રધાન મંત્રી થતા રહ્યા કે પક્ષીય પ્રમુખ થતા રહ્યા તેને જ મૂળ કોંગ્રેસ કહી શકાય.

છેદ ઉડે છેઃ દાનમાં પોતાની સંપત્તિ આપી દેવાથી તે વ્યક્તિના વંશજો સંસ્થાનો કબજો ન લઈ શકે. લોકશાહીમાં આવી જોગવાઈ નથી. એક જ કુટૂંબના સંતાનો, વંશીય અનુક્રમે વડાપ્રધાન પદ કે પક્ષીય પ્રમુખ પદ ભોગવે તે કારણથી તે પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ગણી ન શકાય. લોકશાહીમાં આવો વારસો આપવાની જોગવાઈ નથી.

તો પછી નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી જોઇએ કે નહીં?

કેટલાક સુજ્ઞ લોકો માને છે કે કોંગ્રેસને એટલે કે નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી ન જોઇએ. તેને કોઈપણ ભોગે જીવાડવી જોઇએ.

કારણ કેઃ

(૧) લોકશાહી માટે એક જ પક્ષ હોવો હિતાવહ નથી.

(૨) બીજા વિકસિત અને લોકશાહી દેશોમાં સક્ષમ વિરોધ પક્ષ હોય છે.

(૩) વિરોધ પક્ષ મજબુત હોવો જોઇએ.

(૪) જો વિરોધ પક્ષ મજબુત હોય તો જ શાસક પક્ષ સીધો રહેશે.

(૫) જો વિરોધ પક્ષ મજબુત ન હોય તો શાસક પક્ષ આપખુદ થઈ જાય.

(૬) શાસક પક્ષને આપખુદ થતો ઘણા લોકશાહી દેશોએ જોયો છે. આપણા દેશે પણ શાસક પક્ષને આપખુદ થતાં જોયો છે.

છેદ ઉડે છેઃ ઉપરોક્ત માન્યતાવાળા મૂર્ધન્યો ઓગણીસો પચાસના દાયકામાં બાબાગાડી ચલાવતા ન હતા. અને ધારો કે તેઓ તે વખતે બાબાગાડી ચલાવતા પણ હોય તો પણ જ્યારે તમે રાજકારણની જે તે પરિસ્થિતિની વાત કરતા હો તે વખતનું જ્ઞાન તમને હોવું જોઇએ.

જો આપણે ભારતની વાત કરીએ તો ૧૯૫૨માં જવાહરલાલ નહેરુએ વડા પ્રધાન પદ ઉપર ૫ વર્ષ તો પૂરા કરેલા જ. તે વખતે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મૂર્ધન્યો જીવતા હતા. તે વખતે વિરોધ પક્ષ નહીં જેવો હતો. વિરોધપક્ષના નેતાઓ નીતિમત્તાવાળા હતા. પણ કોઈ ફલાણા પક્ષને જીવતો રાખો, અથવા લોકશાહીને મજબુત રાખવા માટે ફલાણા પક્ષને મજબુત કરો તેવી વાતો કોઈ કરતા ન હતા. વિરોધ પક્ષોને તેમણે તેમના હાલ ઉપર છોડી દીધેલા. ૧૯૫૭, ૧૯૬૨માં પણ આમ જ થયેલ. નહેરુ માનસિક રીતે આપખુદ હતા. વિરોધીઓની સાચી વાતોને પણ નકારતા હતા અથવા ઉડાવી દેતા હતા. આ બાબતમાં જેમને શંકા હોય તેમણે આચાર્ય ક્રિપલાણીની આત્મકથા અને મોરારજી દેસાઈની આત્મકથાના અમુક પ્રકરણો વાંચી લેવા.

સરદાર પટેલે નહેરુને અંગત પત્ર (ડૅમી ઓફીસીયલ) દ્વારા ચીનના ઇરાદાઓ વિષે ચેતવેલા. ધારો  કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવું માની ને આપણે નહેરુને માફ કરીએ. પણ  તિબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકારવું તે અક્ષમ્ય હતું, ધારો કે આ બીજી ભૂલ પણ માફ કરી દઈએ તો, વિરોધ પક્ષો દ્વારા ચીની સૈન્યની ઘુસણખોરીનો મુદ્દો જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠાવાતો ત્યારે ત્યારે નહેરુ, તે ઘુસણખોરીને ધરાર તેને નકારી કાઢતા હતા. વાસ્તવમાં જોઇએ તો ચીની સૈન્યની ભારતીય સીમામાં અવાર નવાર થતી ઘુસણખોરી તે જુઠાણાં ન હતાં. આ ઉપરાંત, ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સૈન્ય તૈનાત જ ન હતું. સરહદી સૈન્ય પાસે ઠંડીથી બચવા માટેના વસ્ત્રો ન હતા. મોજા ન હતા, બુટ ન હતા, શસ્ત્રો ન હતા એટલે જ્યારે ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું ત્યારે જનતા પાસે ઉઘરાણું કરવું પડ્યું.

યાદ રાખો, ભારતીય સૈન્ય કદી હાર્યું નથી. ચીન તે વખતે એવું સબળ ન હતું. આપણું સૈન્ય અનુભવી અને સક્ષમ હતું. પણ આપણું સૈન્ય તૈનાત જ ન હતું. આપણી સરહદ અસુરક્ષિત હતી.  ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સક્ષમ સુરક્ષા પુરી પાડવા માટે ઓછામાં ઓછો છ માસનો સમય જોઇએ.

નહેરુને સ્વપ્નીલ વ્યક્તિ ને બદલે કમસે કમ ધૂની વ્યક્તિ કહી શકાય. એવી ધૂની વ્યક્તિ કે જે બધી બારીઓ બંધ રાખે છે. ફક્ત સમાજવાદની બારી ઉઘાડી રાખે છે. જ્યારે ચીન, નહેરુની એક બંધ બારી તોડીને અંદર આવ્યું ત્યારે નહેરુનો ભ્રમ ભાંગ્યો. નહેરુએ ઇતિહાસ અને મિત્રોની ચેતવણીઓની ધરાર અવગણના કરેલી.

ચીનના સમાજવાદમાં ચીનના શાસકનું આપખુદી પણું નહેરુને કઠતું ન હતું. પણ પાકિસ્તાનમાં જ્યારે ઇસ્કંદર મીરઝાએ માર્શલ લૉ જાહેર કર્યો તે નહેરુને લગાતાર કઠવા લાગ્યો હતો. નહેરુ ઉછળી ઉછળીને પાકિસ્તાનના  લશ્કરી શાસનની વિરુદ્ધ બોલતા હતા. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાનું બીજ ૧૯૫૪માં નહેરુએ અતિ ઉત્સાહિત થઈને વાવ્યું હતું.

ગાંધીજી હતા ત્યારે સર્વોદયી સમાજ સ્થાપવાની વાતો થતી હતી. આ વાતો ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી ૧૯૫૬ના અરસામાં લોકશાહીવાદી સમાજવાદી સમાજ રચનાનો ખરડો કોંગ્રેસ કારોબારીએ પાસ ન કર્યો.

કેટલાકને મન “સમાજવાદ ખરો પણ તેમાં લોકશાહી ન પણ હોય” એમ લાગતું હોય. જો કે ગાંધીજીએ કહેલું કે હું જવાહરને સમજી શકું છું પણ તેમના સમાજવાદને સમજી શકતો નથી.

આ સમાજવાદ એ વળી કયું ભૂત છે?

સમાજવાદ એ ભૂત પણ નથી અને વાદ પણ નથી. સમાજવાદ એક તૂત છે. જો તમે માનવીય મૂલ્યોનું હનન ન થવા તો સ્વસ્થ સમાજ હાથવેંતમાં છે. ગાંધીજીએ પ્રચ્છન્ન રીતે બધા વાદોને નકાર્યા હતા. ગાંધીજીએ કહેલ કે “તમે જ્યારે કંઈપણ કરો ત્યારે સૌથી અંતીમ માણસને તેનાથી શું ફાયદો થશે તે વિચારો. અને તે પ્રમાણે કાર્ય કરતા રહો એટલે બસ.

વિનોબા ભાવે એ ઈન્દિરાની સમાજવાદની મીથ્યા બાંગો વચ્ચે કહેલ કે

કુદરતી સંપત્તિ+માનવીય મૂલ્યો+ટેક્નોલોજી=વિકાસ. આ સમીકરણમાં ક્યાંય સમાજવાદનું પદ આવતું નથી.

सबका साथ

પક્ષ અને વાદ એ બંનેને ઉપરોક્ત વિકાસ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. આ વાત ૧૯૭૩ના અરસામાં પ્રચલિત કરવામાં આવી હતી. મોદીએ નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો હતો. એટલે તો મોદી “સૌનો સાથ સૌનો વિકાસ” એવો શબ્દ પ્રયોગ કરે છે. પણ જેઓ વિકાસને ગાળો આપે છે તેમની માનસિકતાની ચિકિત્સા થવી જોઇએ.

જગત મીથ્યા છે પણ વિશ્વ અનિર્વચનીય છે. જગત એટલે કે જગતની અંદર ચાલતા વ્યવહારો મીથ્યા છે. પણ વિશ્વ તો ઈશ્વરનું શરીર છે. વિશ્વ મીથ્યા નથી. વિશ્વ અનિર્વચનીય છે. વિશ્વને સમજ્યા વગર, જો મૂર્ધન્યો, જે પરિબળો સમાજને વિભાજિત કરે છે તેવા પરિબળોને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉત્તેજન આપશે તો તે સમાજ માટે ઘાતક બનશે.

સમજી લો. જ્યારે મહાત્મા ગાંધીના વિરોધીઓ હોઈ શકે છે તો મોદીના પણ વિરોધીઓ હોઈ શકે. જેમ ગાંધીજીને વાંચ્યા વગર, પોતાના મનગઢંત માન્યતાઓ અનુસાર ગાંધીજીને ગાળો આપ્યા કરનારાઓ આજની તારીખમાં અસ્તિત્વ ધરાવી શકે છે અને ખૂદને અવિશ્વસનીય સિદ્ધ કરી ખૂદને બદનામ કરે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીને બદનામ કરવા અમુક મૂર્ધન્યો, અસરકારક તથ્યો સંતાડી “સંત રજનીશમલ” અને “ઓશો આસારામ” જેવા બાવાઓને શોભે તેવા ટૂચકાઓ કહેતા હોય છે. પોતાની પીઠ થાબડતા હોય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

કકળાટ, વૃત્તિ કે એજન્ડા

ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!

આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.

કકળાટ

જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.

વૃત્તિઃ

તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.

એજન્ડાઃ

તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.

જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને  આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.

આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.

વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ

10 long term goals of demonetization

કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ

જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.

કાળાં નાણાં કોની પાસે છે?

નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.

આપણો એજન્ડા અલગ છે તો?

જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.

ભારતની વાસ્તવિકતા શું છે?

ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો  ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.

નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.

જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.

પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/-  નોટો બદલાવવા ઉભા હતા.

જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.

બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.

નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.

એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.

જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.

કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?

ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું.  પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?

જો આવું થયું હોત તો?

કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.

આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?

બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)

૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.

એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”

એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.

બનાવટી નોટોની વ્યાપકતા

રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની  વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.

આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.

સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.

ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.  

બે લાખ બોગસ કંપનીઓઃ

એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.

બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?

(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)

બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ  અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.

તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?

તેમજ

નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?

જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.

જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.

આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”   

આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.   

તમે તટસ્થ ક્યારે કહેવાઓ?

તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.

આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.

જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.

તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો ….  આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

આત્મવત્‌ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ

(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)

Read Full Post »

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

જી.એસ.ટી.માં ચાંચ મારવી કે પૂંછડી?

સમાજશાસ્ત્રમાં ઇતિહાસ, રાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સમાવેશ થઈ જાય. જી.એસ.ટી. આમ તો અર્થશાસ્ત્રમાં આવે. જો તમે અર્થશાસ્ત્રી હો તો અર્થશાસ્ત્રના પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. જો તમે રાજશાસ્ત્રી હો તો તેની રાજકીય પરિપેક્ષ્યમાં ચર્ચા કરો. ઇતિહાસકાર હો તો કદાચ તમે તેના અતિ લાંબાગાળાની અસરો વિષે ચર્ચા કરો. જો તમે સમાજશાસ્ત્રી હો તો તમે બધી જ ચર્ચા કરો અને એક પુસ્તક પણ કદાચ લખો. જો કે આ બધી ભેદરેખાઓ બહુ સુક્ષ્મ નથી એટલે તમે કદાચ તેનો લાભ લઈ શકો અને જેમ રાજશાસ્ત્રમાં ડૂબેલા કેટલાક લોકો પોતાની લુલીને (જીવ્હાને) બેફામ રીતે મૂક્ત વિહાર કરવા દે છે તેમ આપણા કેટલાક તંત્રીશ્રી દ્વારા જે તે ક્ષેત્રમાટે પ્રમાણિત કટારીયા (કોલમીસ્ટ), મૂર્ધન્યો પોતાની જીવ્હાને તેમની લેખિની દ્વારા વાચા આપે છે એટલે કે લખે છે.

વાચકોને શું વાંધો પડી શકે?

વાચકોને કોણ પૂછે છે? આપણા ભારતમાં તો જનતંત્ર છે એટલે બધા ભારતીયોને વાણીવિલાસનો જન્મસિદ્ધ અધિકાર છે. સમાચાર માધ્યમોના વિશ્લેષકો એટલે કે કટારીયા ભાઈ-બેનો પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર ભોગવી જ શકે છે. જો કોઈને વાંધો પડતો હોય તો તે, એક રૉટલો વધુ ખાય.

પણ વાત શી છે?

વાત જાણે એમ છે કે આપણે તો સામાન્ય માણસ છીએ, એટલે આપણે કોઈ વિષયમાં નિપૂણ થવું નથી. પણ જે તે વિષયના નિપૂણો જે કંઈ કહે (કે લખે) તે વાંચવું. જેથી આપણા સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

હમણાં હમણાં છાપાઓમાં જી.એસ.ટી.ને લગતું ઘણું બધું  આવે છે. સામાન્ય માણસ જો ધંધો ન કરતો હોય તો, તેને એટલો જ રસ તો હોય જ, કે કઈ વસ્તુ કેટલી મોંઘી થશે કે કેટલી સસ્તી થશે!

જો કે આમ તો અર્થશાસ્ત્રના માન્ય સિદ્ધાંત પ્રમાણે વિકસતા અર્થતંત્રમાં મોંઘવારી વધતી જ જાય છે એટલે જો આપણો દેશ વિકાસશીલ હોય તો આપણા દેશમાં મોંઘવારી તો વધશે. પણ આ મોંઘવારી કોઈ બીજું વધારાનું બહાનું ન શોધે તે જાણી લેવું સારું.

આપણા ડી.બી.ભાઈ (દિવ્યભાસ્કર સમાચાર પત્રવાળા) એક અગ્રગણ્ય છાપું છે. તેમાંના એક કટારીયાભાઈ ડૉ. હરિભાઈ (હરિભાઈ દેસાઈ) કે જેઓશ્રીને ડૉક્ટર હોવાના નાતે સંશોધક તો વાચકોએ ગણવા જ પડે અને તેથી ડી.બી.ભાઈ તેમના નામ નીચે સંશોધક ન લખે તો પણ ચાલે. પણ લખવું સારું કે જેથી કોઈ તેમને “જેવા તેવા” ન સમજે. આ ઉપરાંત હરિભાઈ વિશ્લેષક પણ છે. જો કે સંશોધનનો એક હિસ્સો વિશ્લેષણ પણ હોય છે. વિશ્લેષણનું કામ વિભાગીકરણ અને નામકરણ હોય છે. આ માટે જે તે ક્ષેત્રની નિપૂણતા હોય તો “આઈટેમ”ના ગુણધર્મો સમજી શકાય, અને તેને આધારે વિશ્લેષણ થઈ શકે. હવે આમાં ત્રીજું એક પ્રમાણ પત્ર ઉમેરો એટલે જો કશું આડું અવળું લખાઈ જાય તો ક્ષમ્ય ગણાય. આ પ્રમાણપત્ર છે પત્રકારિત્વનું પ્રમાણપત્ર “પત્રકાર”. એટલે કે “સબ બંદરકા બ્યાપારી”. બંદર એટલે “પૉર્ટ”. વાંદરો નહીં, પણ કૂદાકૂદ કરવાની છૂટ્ટી. એટલે કે “એક વિષય ઉપરથી તે વિષયની વાતને અધૂરી રાખી, બીજા વિષય ઉપર કૂદવું” તેમ સમજવું.

આપણે મુખ્ય વિષય પર આવીએ.

વિષય છે “જી.એસ.ટી.”. કાટારીયા ભાઈ છે ડૉક્ટર, એટલે કે સંશોધક. એટલે વાચકોની સામાન્ય ધારણા હોય કે “જી.એસ.ટી.” ની “ભારતીય અર્થતંત્ર ઉપર કઈ કઈ રીતે કેવી કેવી અસરો પડશે” તે વિષે જાણવા મળશે.

આ જી.એસ.ટી. શું છે?

જી.એસ.ટી. એટલે ગુડઝ(માલ) અને સેવા (સર્વીસ) ઉપર ટેક્સ(કર).  આ ટેક્સને ટૂંકમાં “યુનીફાઈડ ટેક્સ થીએરી(થીએરીને બદલે સીસ્ટમ કહેવું ઠીક રહેશે. સીસ્ટમ=પ્રણાલી)” એમ કહી શકાય. ભૌતિકશાસ્ત્રમાં જેમ “યુનીફાઈડ ફીલ્ડ થીએરી છે અને આ ફીલ્ડ થીએરી બધાં જ ફિલ્ડ પરિબળોની અસરને એક જ સમીકરણમાં કેવીરીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરતી અને પ્રતિપાદન કરતી થીએરી છે. તેમ સરકારના બધા ટેક્સ ને એક જ નામ રુપી ટેક્સમાં સાંકળી લેવા તે ટેક્સને જી.એસ.ટી. નામ આપવામાં આવ્યું છે. જો કે આયકર (ઈન્કમટેક્સ)ને આમાં આવરી લેવામાં આવ્યો નથી. એમ તો યુનીફાઈડ ફીલ્ડ થીએરીમાં ગુરુત્વાકર્ષણને આવરી લેવાયું ન હતું. પણ પછી રામનુજમના સમીકરણની ખૂબી સમજાતાં ગુરુત્વાકર્ષણને આવરી લેવામાં આવ્યું હતું. રામાનુજમના સમીકરણને માન્યતા મળી. ભવિષ્યમાં આયકરને નાબુદ કરવામાં આવશે તે શક્યતા નકારી ન શકાય. પણ એ વાત જવા દો.

વાચક એમ માનતો હોઈ શકે કે આ લેખમાં જી.એસ.ટી.ની અસરો વિષેનું લગતું કંઈક હશે.

“હરિ ૐ”

“હરિ ૐ”નું રહસ્ય તમે સમજતા હશો. ન સમજતા હો તો સમજો. હરિ એટલે વિષ્ણુ ભગવાન. ૐ એટલે “પ્રથમ તત્ત્વ” એટલે કે મૂળભૂત તત્વ, પરમતત્ત્વ, બ્રહ્મ કે પરમબ્રહ્મ. હવે જે હરિ છે એમને તો સર્વપ્રથમ માનવાના છે. હરિની પહેલાં કશું હોઈ ન શકે. એટલે ૐથી પણ પહેલાં હરિ ને માનવાના. માટે ૐ ને પહેલાં નહીં બોલવાનો. એટલે કે “ૐ હરિ” ન બોલાય. હરિ ૐ” બોલાય.

તેવી જ રીતે આપણા કટારીયા “હરિભાઈ દેસાઈ” નો પૂર્વગ છે ડૉક્ટર. એટલે કે હરિભાઈ સંશોધક પહેલાં છે અને પછી પત્રકાર છે એમ વાચક ધારણા રાખી શકે. પણ વાચક આમાં “ખાંડ ખાય છે”.

ઘણા પત્રકારોનો એજંડા અલગ હોય છે. આપણા કટારીયા ભાઈનો એજંડા પણ અલગ હોઈ શકે છે. એજંડા કંઈક આવો છે.

CONVERT OBSTRUCTIONS INTO OPPORTUNITY

સાલુ ….. આ મોદીએ તો ભારે … ઘાણી કરી ….

જી.એસ.ટી. લાગુ કર્યું અને તે પણ અડધી રાત્રે અને વળી પાછા આઝાદી એટલે કે “અડધી રાત્રે આઝાદી” સાથે તેને સરખાવે છે.

મુખ્ય વાંધો તો એ છે કે જી.એસ.ટી.ના અમલની અડધી રાત્રે ઉજવણી ગોઠવવામાં આવી. વળી આ ઉજવણીને આર્થિક આઝાદીના દિવસ તરીકે સંસદના સેન્ટ્રલ હોલમાં ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. તો હવે આનો વિરોધ કેવી રીતે કરવો?

“જીભ હાબદી તો ઉત્તર ઝાઝા”

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની જીભ તો હાબદી (હાબદી=સાબદી, સજ્જ, તૈયાર) જ હોય છે. નવરા ધૂપ હોવું એ પણ એક “હાબદાઈ”નું પરિબળ બને છે. નહેરુવીયન કોંગ્રેસના સાંસ્કૃતિક સાથીઓ પણ નહેરુવીયન કોંગ્રેસીઓથી ઉણા ઉતરે એવા નથી, કારણ કે તેમનો એજંડા પણ એ જ છે કે “મોદી”ને કોઈ ખ્યાતિ ન મળવી જોઇએ. એટલે જે કોઈ બનાવ હોય તેનો જો મોદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખ્યાતિ માટે ઉપયોગ કરતો હોય અથવા આપોઆપ થઈ જતો હોય તો તે બનાવને વિવાદાસ્પદ બનાવી દો અને ચર્ચા “વિશ્લેષણાત્મક” બનાવવાને બદલે આડે પાટે ચડાવી દો.

કોઈ એક બનાવને ચર્ચા તરીકે જોવો હોય તો ચર્ચાના મુદ્દાની સકારાત્મ અને નકારાત્મક એમ બંને અસરો વિષે લખવું જોઇએ અને ગુણદોષ જોવા જોઇએ. જે પરિબળ/પરિબળોનો મહત્તમ સરવાળો વધુ પ્રભાવકારી હોય તેના આધારે નિષ્ક્રર્ષ ઉપર પહોંચવું જોઇએ. પણ કટારીયાભાઈનો આવો શૈક્ષણિક એજંડા નથી તે આપણે જાણીએ છીએ. એટલે તેમણે જી.એસ.ટી. ને રાજકીય આઝાદીની સાથેની સરખામણીને ખોટી ઠેરવી.

ચંદ્રમુખી નારાજ થઈ

એક કવિએ એક સ્ત્રીને ચંદ્રમુખીની ઉપમા આપી એટલે તે સ્ત્રી નારાજ થઈ ગઈ.

તે સ્ત્રી શા માટે નારાજ થઈ ગઈ?

ચંદ્રની સપાટી તો ખાડાખડિયા વાળી છે. તે સ્ત્રીને પોતાના મુખારવિંદને ખાડાખડિયાવાળું કહેવાય તે ગમ્યું નહીં.

હવે જો આપણે સરખામણી વિષે આવી રીતે વિચારીએ તો કોઈ પણ સરખામણી થઈ જ ન શકે. ઉપમા નામનો અલંકાર જ નષ્ટ કરી દેવો પડે. જે કવિએ સરખામણી કરી હતી તેમાં સૌદર્ય ની સરખામણી હતી. નહીં કે ચંદ્રની વાસ્તવિક સપાટીની સરખામણી. ધારો કે કોઈ કહે કે અમિત શાહ  તો ચાણક્ય  છે. તો બીજો કહેશે કે પણ અમિત શાહને ચોટલી ક્યાં છે? ચાણક્યને તો ચોટલી હતી. જો આપણે ઉપમા અને ઉપમેયના ભેદ જોવા માંડીએ તો ભેદની સંખ્યા જ વધી જાય. બધી વસ્તુઓ તો મળતી આવે જ નહીં.

આર્થિક ક્રાંતિ

જી.એસ.ટી. ને આર્થિક ક્રાંતિ તરીકે ઓળખવવામાં આવી. ૧૫મી ઓગષ્ટ એ એક રાજકીય ક્રાંતિ હતી. રાજકીય ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ આવી શકે ખરી પણ આર્થિક ક્રાંતિ આપોઆપ ઉત્પન્ન થઈને રાજકીય ક્રાંતિની પાછળ પાછળ આવતી નથી. આર્થિક ક્રાંતિને લાવવી પડે છે. આર્થિક પ્રણાલીઓ બદલવી પડે છે. આર્થિકક્રાંતિનું એક મહત્વનું પરિબળ કર માળખું પણ છે. તેને બદલવામાં આવ્યું. કર (ટેક્સ)ને ભાવ સાથે સંબંધ છે. કર બદલાય એટલે ભાવ પણ બદલાય. અને આ કામ તો શૂન્યકાળથી અમલમાં આવે તેમ કરી શકાય. જેમ પેટ્રોલના ભાવ રાત્રે શૂન્યકાળે જ બદલવામાં આવે છે.

ટૂંકમાં આ આર્થિક કર-પ્રણાલી જુલાઈમાસના પ્રારંભથી (પહેલી તારીખ શૂન્યકાળથી) અમલમાં મૂકવામાં આવી અને તેને માટે મોટા દેકારા પડકારા કરવામાં આવ્યા તે બરાબર નથી એમ આપણા કટારીયાભાઈ માને છે. તેમને હિસાબે આ બધું ચૂપચાપ થવું જોઇએ.

જો કે નહેરુવીયન કોંગ્રેસના એક ફરજંદે તો કટોકટી ૨૬મીના શૂન્યકાળથી અમલમાં મૂકી હતી. તેમાં એવી જોગવાઈ હતી કે શાસકની સામેના વિરોધને શાસનનો વિરોધ ગણવામાં આવશે અને શાસનનો વિરોધ દેશની સામે બળવાના રુપમાં જોવામાં આવશે. અને આવી શંકા પણ દંડને (કારાવાસને) પાત્ર થશે. અને નિયમ પાછલી તારીખથી ગણવામાં આવશે. એટલે કે વિદ્યમાન વ્યક્તિએ (જીવતી વ્યક્તિએ) ૨૬મી જુન ૧૯૭૫, ની પહેલાં કરેલા આવા કામોને પણ ગુનાઈત ગણવામાં આવશે. એટલે જ તો જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ, મધુ લીમયે વિગેરે હજારોને તેમના તથા કથિત ૨૬મી જુન ૧૯૭૫ની પહેલાં કરેલા નિવેદનોને દેશની સામે બળવો કરવા માટે ઉશ્કેરણીવાળા છે તેમ અર્થઘટિત કરવામાં આવેલ. અને આ બધા લોકોને અનિયતકાલ માટે જેલમાં પૂરવામાં આવેલ.

જો કે બધા શાસકો ગાંડું ન કાઢે. પણ ઈન્દિરા ગાંધી નામના નહેરુવીયન ફરજંદને આવી, પૂર્વ-પ્રભાવી (પૂર્વેના દિવસોથી અમલમાં આવે) કાયદાઓ બનાવવાની આદત હતી. જો કે અત્યારે આ ચર્ચાનો વિષય નથી તેથી  તે વાત આપણે હાલ નહીં કરીએ. પણ તે શાસકના જ અનુગામીઓ, જ્યારે શાસક કાયદેસરની માન્ય પ્રણાલીઓને આગામી નિશ્ચિત તારીખથી અમલમાં મૂકે, તેમાં શો વાંધો હોય તે સમજી શકાતું નથી.

નવી પ્રણાલીને શા માટે ઉજવવી?

આપણા કટારીયા ભાઈ કહે છે કે “ … નવી પ્રણાલીને ઉજવવી અને તેને માટે ખાસ સંસદ-સત્ર બોલાવવું અને રાષ્ટ્રપ્રમુખ પાસે રાત્રે શૂન્ય કલાકે ડંકો વગાડાવવો એ બધું પ્રસિદ્ધિ કાજેનું અંધાનુકરણ છે”.

“અંધાનુકરણ” એ શબ્દ પ્રયોગ સમજાય એવો નથી. જો આનો અર્થ “આંધળું અનુકરણ” ગણીએ તો “કોનું અનુકરણ” પ્રશ્ન ઉભો થાય. તે ઉપરાંત જેનું અનુકરણ કરવામાં આવ્યું તે કર્તાએ જે હેતુને બર લાવ્યો હતો એટલે કે સાધ્યો હતો, તે હેતુ અહીં બર આવ્યો નથી. પણ લોલં લોલ કરીને વ્યંઢ અનુકરણ કરવામાં આવ્યુ છે.

“અંધાનુકરણ”નો સચોટ દાખલો જોઈતો હોય તો તે આ છે.

નરેન્દ્ર મોદીએ ”ચાય પે ચર્ચા” એવું આયોજન કર્યું. એટલે આપણા નહેરુવીયન ફરજંદે “ખાટપે ચર્ચા”નું આયોજન કર્યું. આ અનુકરણને અંધાનુકરણ કહી શકાય કારણ કે “ખાટપે ચર્ચા”નું શું થયું તે આપણે સૌ જાણીએ છીએ.

“સંસદ”નો ઉપયોગ રાજકારણ માટે ન થવો જોઇએ તેવું પણ આપણા કટારીયાભાઈનું કહેવું છે. જો કે આ વાત આમ તો હાસ્યાસ્પદ લાગે છે. નહેરુવીયન ફરજંદે તો “અમે તો સંસદ ચાલવા જ નહીં દઈએ” એમ કહ્યું હતું. ગયે વરસે રાજસભા ઠપ જ થઈ ગયેલી. લોકસભા પણ નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ અવારનવાર ખોરવી દીધેલી. એ પણ એટલી હદ સુધી કે તેઓ ખુદ જનતામાં બદનામ થઈ ગયેલ.

બીજેપીવાળા પણ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓએ પણ આવું  કરેલ તેમ હાલના વિપક્ષોનું કહેવું છે પણ જો તમે વિગતો જોશો તો ખ્યાલ આવશે કે પૂર્વનો વિપક્ષ, પ્રશ્નોના ઉત્તર માગતો હતો અને પૂર્વનો શાસક પક્ષ ઉત્તરો આપતો નહતો. જ્યારે હાલનો વિપક્ષ, શાસક પક્ષના ઉત્તરોને સાંભળવાની વાત તો બાજુ પર મૂકો પણ તે તો શાસક પક્ષને સાંભળવા માગતો જ ન હતો. હાલનો વિપક્ષ તો પોતે પ્રશ્ન પૂછવા કે ચર્ચા કરવા તૈયાર જ ન હતો. હાલના વિપક્ષનું ધ્યેય તો તેના નહેરુવીયન કોંગ્રેસના ફરજંદે કહ્યા પ્રમાણે સંસદ જ ન ચાલે તે જ હતું. તો હે કટારીયાભાઈ, “અમે સંસદ ચાલવા જ નહીં દઈએ” એ વાતને “રાજકારણ” નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન કોંગ્રેસ અને તેના અમુક સાંસ્કૃતિક સાથીઓએ તો સંસદને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ઈન્દિરા ગાંધી જ્યારે એક વખત વિપક્ષમાં હતી ત્યારે કહ્યું હતું કે શાસકનો વિરોધ કરવો એ અમારો ધર્મ છે અને અમે એમ જ કરીશું. તે વખતના સમાચાર માધ્યમોએ તાલીઓ પાડી હતી. ટૂંકમાં કટારીયાભાઈની માનસિકતા એમ છે કે “જો શાસક, સંસદમાં સારું કામ કરે તો તેને રાજકારણ કર્યું એમ કહેવાય અને ખરાબ કામ કરે તો શાસન કર્યું કહેવાય. અને બીજેપીએ સારા કામોનું રાજકારણ ન ખેલવું જોઇએ.” કટારીયાભાઈનું આવું અવલોકન “અહો ! વૈચિત્ર્યમ્‌ !!” લાગતું નથી શું?

નો ક્રેડીટ ટુ નરેન્દ્ર મોદી

આપણા કટારીયાભાઈને “જી.એસ.ટી.” ના અમલના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર “ક્રેડીટ” લઈ જાય તે પસંદ નથી. કારણ કે નરેન્દ્ર મોદી તે માટે હક્કદાર નથી. હક્કદાર એટલા માટે નથી કે નરેન્દ્ર મોદીએ જ જી.એસ.ટી. વિધેયકનો વિરોધ કરેલો અને તે પણ ત્યારે કે જ્યારે અટલ બિહારી બાજપાઈની સરકાર હતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. જો પોતાના પક્ષની જ સરકાર હોય અને જો કોઈ મુખ્ય મંત્રી તેનો વિરોધ કરે ત્યારે સમજવું જ જોઇએ કે વિરોધમાં કંઈક તથ્ય સમાયેલું છે અને તે એ કે જી.એસ.ટી.નું વિધેયક ક્ષતિપૂર્ણ રહ્યું હોઈ શકે. કટારીયા ભાઈએ સમજવું જોઇએ કે હાલનું જી.એસ.ટી. વિધેયક, બાજપાઈની સરકારે રજુ કરેલા જી.એસ.ટી.  વિધેયકની “કાર્બન કોપી” નથી. એટલું જ નહીં, હાલનું જી.એસ.ટી. વિધેયક, નહેરુવીયન કોંગ્રેસની સરકારે રજુ કરેલા જી.એસ.ટી. વિધેયકની પણ કાર્બન કોપી નથી. ત્રણે બીલના પ્રાવધાનો ભીન્ન ભીન્ન છે.

હાલનું વિધેયક  સર્વે પક્ષોના વિચાર વિમર્શના “સમૂદ્ર મંથન”ની નીપજ છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે આવું કશું કર્યું ન હતું. “જી.એસ.ટી. સંકલન સમિતિ” જેવું કશું રચ્યું ન હતું. નહેરુવીયન કોંગ્રેસે તો “ગર્ભ ધારણ” વગરની પ્રસૂતિની પીડા જ જન્માવી હતી. જે કામ નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષમાં કરી શકી હતી તે કામ લાબાંગાળાનો શાસનનો અનુભવ ધરાવતી નહેરુવીયન કોંગ્રેસ દશવર્ષેય કરી શકી ન હતી. કારણ કે તેની દાનત જ ન હતી. નહેરુવીયન કોંગ્રેસની અંદર જ “બાર પુરબીયા અને તેર ચોકા” જેવી સ્થિતિ હતી. એટલે કટારીયાભાઈએ સમજવું જોઇએ કે નરેન્દ્ર મોદીનો બાજપાઈ સરકારના જી.એસ.ટી. વિધેયકનો વિરોધ નિરર્થક ન હતો. નહેરુવીયન ફરજંદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાં જમીન આસમાનનો ફેર ઉડીને આંખે વળગે તેવો છે.

જો આપણા કટારીયાભાઈ ધાર્યું હોત તો બાજપાઈની સરકારની જી.એસ.ટી. વિધેયક પસાર કરવાની નિસ્ફળતાને ઉજાગર કરી શક્યા હોત. પણ તેમણે તે કર્યું નથી તે સુષ્ઠુ જ છે. બાજપાઈને ભારતની ત્રણ સ્ત્રીઓ(માયા, મમતા, જયા)એ બહુ કનડ્યા હતા અને તે ત્રણેય સ્ત્રીઓ પોતાનો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકીઓ, નાના નાના મુદ્દાઓ ઉપર પણ આપ્યા જ કરતી હતી.

નરેન્દ્ર મોદી એ બાજપાઈ નથી. નરેન્દ્ર મોદી એ મનમોહન નથી. નરેન્દ્ર મોદી એ રાહુલ ગાંધી તો હોઈ જ ન શકે. રાજસભામાં બહુમતિ ન હોવા છતાં પણ જી.એસ.ટી. વિધેયક પસાર કેવી રીતે કરાવવું તે નરેન્દ્ર મોદી જાણે છે. અને આ જી.એસ.ટી. વિધેયકને લાગુ કરવાની ઘટનાને ઉજવવી તેમાં પણ નરેન્દ્ર મોદીની ગણત્રીઓ છે. જો કેટલાક સુજ્ઞ જનોને આ વાત ન સમજાય તો તે સંશોધનનો વિષય છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ   જી.એસ.ટી., વિધેયક, રાજસભા, લોકસભા, સંસદ, સેન્ટ્રલ હૉલ, અર્થશાત્રી, રાજકીય, શાસન, શાસક, ઇતિહાસકાર, સમાજશાસ્ત્રી, તંત્રીશ્રી, મૂર્ધન્ય, રાજ્યશાસ્ત્ર, કટારીયા, ડૉક્ટર, વાણીવિલાસ, જન્મસિદ્ધ, હક્ક, અધિકાર, સમાચાર માધ્યમ, વિશ્લેષક, સંશોધક, ડી.બી.ભાઈ, દિવ્યભાસ્કર, ૐ, હરિ ૐ, હરિભાઈ દેસાઈ, જનતંત્ર, નિપૂણ, જેવા તેવા, નહેરુવીયન કોંગ્રેસ, ફરજંદ, ઈન્દિરા ગાંધી, સમીકરણ, યુનીફાઈડ ટેક્સ થીએરી, સાંસ્કૃતિક સાથી, વિવાદાસ્પદ, ચંદ્રમુખી, મુખારવિંદ, અમિત શાહ, ચાણક્ય, ચોટલી, ઉપમા, ઉપમેય, ક્રાંતિ, આર્થિક, નરેન્દ્ર મોદી, શૂન્યકાળ, પ્રણાલી, અંધાનુકરણ, હાસ્યાસ્પદ

 

Read Full Post »

નહેરુવીયન કોંગ્રેસના જુઠાણા ભાગ – ૧

જુઠાણાઓ ઉપર કરો આક્રમણ
આક્રમણ એજ કલ્યાણ

હાજી કોંગ્રેસના જુઠાણાઓ ઉપર કરો શાબ્દિક અને પ્રદર્શનીય આક્ર્મણ

પહેલાં સમજી લો કોંગ્રેસ એટલે કોણ?

કોંગ્રેસ એટલે ફક્ત નહેરુવીયન કોંગ્રેસ એકલી જ નહી.

કોંગ્રેસ એટલે જે પક્ષો, જે સંસ્થાઓ, જે સમાચાર માધ્યમો અને જે વ્યક્તિઓ દેશના હિતને નુકશાન થાય તે રીતે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિવેદનો આપે છે તેમને કોંગ્રેસીઓ ગણો.

દાખલા તરીકેઃ

(૧) નહેરુવીયન કોંગ્રેસ (૨) જે પક્ષોએ નહેરુવીયન કોંગ્રેસને ભૂતકાળમાં એટલે કે સરદાર પટેલે નહેરુને શિખામણો આપી અને નહેરુએ ન માનવાની શરુઆત કરી ત્યારથી, વૈચારિક રીતે કે ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી નહેરુની, તેના ફરજંદોની અને તેના પક્ષની સાથે જોડાણો કર્યા તે સઘળા પક્ષો. (૩) સમાચાર માધ્યમો એટલે કે ટીવી ચેનલોના અને સમાચાર પત્રો ના માલિકો, તંત્રીઓ, સંપાદકો, એંકરો, કોલમીસ્ટો (કટારીયાઓ) જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર મુદ્દાઓને ચગાવ્યા કરે છે (૪) મહાનુભાવો (સેલીબ્રીટીઓ), હોદ્દેદારો, સાહિત્યકારો, જેઓ પરોક્ષ અને પ્રત્યક્ષરીતે પ્રમાણ ભાન અને સંદર્ભ નું ભાન રાખ્યા વગર નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં, તેના પક્ષની વિરુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુદ્દાઓને ચગાવ્યા કરે છે. આ સૌને કોંગ્રેસી ગણો

આ સમજવા માટે તાજેતરમાં ચગાવેલા અને ચગાવાઈ રહેલા મુદાઓ જુઓ.

“બાહ્ય અને બિહારી”

(૧) બિહારમાં ચૂંટણી વખતે બીજેપીના નેતાઓના પ્રચારની અસરને નાબુદ કરવાના પ્રયાસ રુપે બીજેપીના જે નેતાઓ બિહારના ન હતા તેમને પ્રચાર કરતા રોકવા માટે નીતીશકુમારે તેમને “બાહરી” તરીકે ઓળખાવ્યા હતા. આ એક ઘૃણાસ્પદ, દેશ માટે વિભાજનવાદી અને નિંદનીય પ્રચાર હતો.
દેશના એક રાજ્યનો નાગરિક બીજા પ્રાંતમાં જાય તો તેનો વિરોધ કરવો અને તેવો પ્રચાર કરવો તે, દેશની એકતા માટે ઘાતક છે.

દેશની એકતા ઉપર આઘાત પહોચાડનારનું બહુમાન કરવું કે તેની ટીકા ન કરવી તે કૃત્ય પણ દેશ દ્રોહની કક્ષામાં જ આવે. સમાચાર માધ્યમો પણ આ જ કક્ષામાં આવ્યા છે.

જો એક રાજ્યના નાગરિકના વાણી સ્વાતંત્ર્ય હક્કને બીજા રાજ્યમાં નકારવામાં આવે કે તે માટે જનતાને ઉશ્કેરવામાં અને એવો પ્રચાર કરવામાં આવે તો તેમાંથી ઘણું અભિપ્રેત થાય છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યના હિતનો વિરોધી છે.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં કોઈ અધિકાર ધરાવતો નથી.

એક રાજ્યના નાગરિકનું જો બીજા રાજ્યમાં બોલવાનું પણ જો આવકાર્ય ન હોય એવો પ્રચાર કરવામાં આવે તો તેનો અર્થ એમજ થાય કે તે બીજા રાજ્યનો હિતૈષી નથી.

એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં જો બોલવાનો અધિકાર ગુમાવે તો તે આપોઆપ તે બીજા રાજ્યમાં નોકરી અને વ્યવસાયનો અધિકાર પણ ગુમાવે છે. સંદેશો આને બોધ તો આજ જાય છે.

આ જાતનો પ્રચાર, ભારતીય બંધારણને બદલાવવાનું સૂચન કર્યા વગર, કરવો તે બંધારણનું અપમાન છે. એટલું જ નહીં પણ આને અરાજકતા ફેલાવવાનો દુરાચાર જ કહેવાય.

અરાજકતા ફેલાવવી એ દેશદ્રોહ જ કહેવાય. જ્યારે કોઈ એક નેતા અને સત્તાના હોદ્દેદાર દ્વારા જો આવો અરાજકતાને ઉશ્કેરવાનો આચાર પ્રચાર કરવામાં આવે તો તેને પદચ્યૂત કરી તેની નાગરિકતા રદ કરવી જોઇએ.

એક નાગરિકને, બીજા રાજ્યમાં “બાહરી” રાજ્યનો જો ગણવામાં આવે તો તે બીજા રાજ્યમાં મિલ્કત ધરાવવાનો અધિકાર પણ ગુમાવે જ છે. એટલે કાંતો તેણે ભાડે રહેવું પડે કે તેણે હોટેલમાં રહેવું પડે. જો બોલવાનો અધિકાર પણ ન હોય તો તેને નોકરી કરવાનો અધિકાર તો હોય જ નહીં તેથી ક્વાર્ટર્સ ફાળવવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી.

એક રાજ્યના નાગરિકને બીજા રાજ્યમા ગુનો કરવાનો અધિકાર તો હોઈ જ ન શકે. તેથી તે બીજા રાજ્યમાં જઈ જાહેર કે ખાનગી મિલ્કત એટલે ફુટપાથ, રસ્તા, જાહેર જમીન વિગેરે ઉપર લારી, ગલ્લા, કે પાથરણા પાથરી દબાણ પણ ન કરી શકે. તેટલું જ નહીં તે એવી માગણી કે હક્ક પણ ન જ કરી શકે. કારણે કે તેનું બોલવું આવકાર્ય જ નથી

હવે નીતીશકુમાર જેવા નેતાઓએ મુંબઈ મહારાષ્ટ્રમાંથી ઉચાળા ભરવા જોઇએ. નીતીશ કુમારે નૈતિકરીતે બિહારની બહાર નોકરી ધંધા અને દબાણ કરતા બધા જ બિહારીઓને બિહારમાં પાછા બોલાવી લેવા જોઇએ. નીતીશકુમાર પોતે સત્તાનો હોદ્દો ધરાવે છે. તેથી કાંતો બિહારની બહાર “બાહરી ગણાતા” બિહારીઓને બિહારમાં જ રાખવા જોઇએ અથવા તો નીતીશકુમારે પોતે દેશ છોડીને જતા રહેવું જોઇએ. જો તેઓ આમ ન કરે તો તેમની ઉપર કામ ચલાવી તેમને કાળાપાણીની સજા કરવી જોઇએ.

આતંકવાદને પ્રોત્સાહન આપવાના ગુનાઇત કૃત્ય પછીનું દેશદ્રોહનું કૃત્ય, નાગરિકોમાં “બાહ્ય અને બિહારી”ના આધાર પર ત્યાજ્ય ગણવા, તે જ છે.

તમે વિચારો, જો બધા જ રાજ્યના લોકો નીતીશકુમારના આ વિઘાતકવાદી મન્તવ્યને આચરે તો દેશની શી દશા થાય? દેશ આખો જીલ્લા અને તાલુકા સુધી વિભાજિત થઈ જાય. કારણ કે એક વખત જો રાજ્ય કક્ષાએ વિભાજનવાદી મનોવૃત્તિને પ્રોત્સાહન મળે તો તે વૃત્તિને જીલ્લાસ્તરે અને તેને તે પછી તાલુકા કક્ષાએ પહોંચતા વાર ન લાગે. જો આવી રીતે ભારતીય નાગરિકોને વિભાજિત કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે તો ધર્માંધતામાં રાચતા પક્ષો અને જુથો બળવત્તર બને અંતે ધર્માંધતા અને પોતાના ધર્મને પ્રસારવાની મનોવૃત્તિ વાળા જુથો આતંકતા વાદ તરફ વળે

(૨) મુસ્લિમ લીગ એક હળાહળ અને હાડોહાડ કોમવાદી સંસ્થા છે. કોઈ પણ બીન મુસ્લિમ વ્યક્તિ મુસ્લિમ લીગનો સદસ્ય બની શકતો નથી. મુસ્લિમ લીગનો એજન્ડા એ જ છે જે સ્વતંત્રતા પૂર્વે હતો. મુસ્લિમ લીગ ભારતીય બંધારણ પ્રમાણે પણ એક કોમવાદી સંસ્થા છે. આ મુસ્લિમ લીગ નહેરુવીયન કોંગ્રેસનો સહભાગી સહયોગી પક્ષ છે. આ બધું હોવા છતાં પણ નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પોતાને ધર્મનિરપેક્ષ માને છે એટલું જ નહીં પણ તેઓ બીજેપીને કોમવાદી પક્ષ માને છે. જ્યારે જ્યારે જરુર પડે અને લાગ આવે ત્યારે તેઓ કોમવાદ અને બીજેપીને એકબીજા સાથે સાંકળી બીજેપીની ભર્ત્સના કરે છે. આમ જુઓ તો બીજેપીના દ્વાર બધા જ ધર્મીઓ માટે ખૂલ્લા છે.

બીજેપીના દ્વાર બધા માટે ખૂલ્લા હોવા છતાં પણ,

બીજેપીમાં અહિન્દુઓ હોવા છતાં પણ,

તેમજ અહિન્દુઓ બીજેપી સરકારમાં હોદ્દાઓ ભોગવતા હોવા છતાં પણ,

અહિન્દુઓને જે વિશેષ લાભો મળતા ચાલુ રહ્યા હોવા છતાં પણ,

બીજેપીને જે મોટા ઉપાડે કોમવાદી પક્ષ કહેવાનું વરણાગીયાપણું કેટલાક દંભી ધર્મનિરપેક્ષીયોએ રાખ્યું છે તે “વદતઃ વ્યાઘાત” જેવું છે.

બીજેપીને કોમવાદી કહેવાનો આધાર આ વરણાગીયા દંભીઓ માટે કયો છે?
આરએસએસ અને વીએચપીવાળા બીજેપીનો પ્રચાર કરે છે એ કારણસર બીજેપીને કોમવાદી કહી શકાય? ના જી. એવું તો ન જ તારવી શકાય. કારણ કે જો આ રીતે તારવણીઓ કરીએ તો નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તો આતંકવાદી અને અસામાજિક તત્વો જ કહેવાય.

યાદ કરો:
૨૦૦૧ના અરસામાં નરેન્દ્ર મોદીએ એક જગ્યાએ ભાષણમાં કહેલ કે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે. કારણકે બીજેપી કોમી દંગાઓને પ્રોત્સાહન આપતો નથી.

આ સમાચાર જાહેર થયા પછી સાબરમતી એક્સપ્રેસનો હિન્દુઓથી ભરેલો ડબ્બો ૨૦૦૨માં ફેબ્રુઆરીમાં ગોધરામાં મુસ્લિમો દ્વારા પૂર્વ આયોજન પૂર્વક સળગાવી દેવામાં આવ્યો અને ૫૯ મુસાફરોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બનાવની વિષે નહેરુવીયન કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ “ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યા પછી કોમી દંગાઓ થતા બંધ થઈ ગયા છે” એવું કહીને મુસ્લિમોને દંગા કરવા ઉશ્કેર્યા હતા.

હવે સમજી લો કે આ પ્રમાણેનું મુસ્લિમોનું માનસ ઘડવા માટે કોણ જવાબદાર ગણાય? ખચિત રીતે જ નહેરુવીયન કોંગ્રેસના શાસકો જ ગણાય. અને તેથી જ્યારે નહેરુવીયન કોંગ્રેસના નેતા આવી રીતે મુસ્લિમો દ્વારા પ્રાયોજિત હિન્દુ સંહારનો બચાવ કરે ત્યારે તો તેમની બેજવાબદારી સિદ્ધ થઈ જાય છે. એટલું જ નહીં નહેરુવીયન કોંગ્રેસના નેતાગણ ખુદ નરાતર કોમવાદી છે તે પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.

નહેરુવીયન કોંગ્રેસી સરકારના એક વખતના મંત્રી શશી થરુર શું બોલેલા ખબર છે?

હાજી આ શશી થરુર પાકિસ્તાની ચેનલના વાર્તા-ચર્ચા આલાપમાં જે બોલેલા તે ચોંકાવનારું છે. કાશ્મિરના હિન્દુઓની જે કત્લેઆમ થયેલી અને કાશ્મિરના હિન્દુઓની તેમના ઘરમાંથી હકાલ પટ્ટી કરવામાં આવેલી તે વિષે આ શશી થરુરે કહેલ કે “આ પ્રક્રિયા આરએસએસના પ્લાન પ્રમાણે થયેલી.”

હાલમાં જ નહેરુવીયન કોંગ્રેસના એક પૂર્વ મંત્રીએ પાકિસ્તાની એક ચેનલના ચર્ચા-વાર્તાલાપમાં પાકિસ્તાનીઓને કહેલ કે “પાકિસ્તાન અને ભારત વચ્ચે ના સંબંધો સુધારવા હોય તો તમારે નરેન્દ્ર મોદીને હટાવવા પડશે”.

આ નહેરુવીયન કોંગ્રેસની માનસિકતા કેવી છે? પાકિસ્તાનની સરકારની પાસે આ નહેરુવીયન કોંગ્રેસના સરકારી મંત્રી, નરેન્દ્ર મોદીની સરકારને હટાવવા પાકિસ્તાનની મદદ માગે છે.

પાકિસ્તાનની આઇએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર એ બંને પાકિસ્તાનની સરકારનો હિસ્સો છે. આઈએસઆઈ, પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ભારતમાં ત્રાસવાદ દ્વારા ખૂના મરકી કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ આ હકિકતથી અજાણ નથી અને નથી જ. હવે જ્યારે આ કોંગ્રેસ પાકિસ્તાનને એમ કહે કે “નરેન્દ્ર મોદીને તમે હટાવો” તો તેનો અર્થ એમ જ થાય કે તમે ભારતમાં આતંકવાદ એ હદે ફેલાવો કે ભારતની જનતા ત્રાહીમામ ત્રાહીમામ થઈ જાય અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વાતાવરણ તૈયાર થાય જેથી નરેન્દ્ર મોદીની સરકારનું પતન થાય.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓની આ માનસિકતા છે. આને તમે કોમવાદી નહીં કહો તો શું કહેશો? નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના કોમવાદી માનસનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં મુસ્લિમ કોમવાદ અને પ્રત્યેક પ્રકારના આતંકવાદના મૂળ નહેરુવીયન કોંગ્રેસમાં છે. આ વિષે મોટાં પુસ્તકો લખી શકાય તેમ છે અને લખાયાં પણ છે.

૧૦૬૨માં જ્યારે ભારત ઉપર ચીને આક્રમણ કરેલ ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓએ ચીનની સેનાને “મૂક્તિ-સેના” તરીકે ઓળખાવી હતી. તેના સ્વાગત માટે તેઓ બેનરો સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ સામ્યવાદીઓની સાથે રાજકીય ગઠબંધન નહેરુવીયન કોંગ્રેસે અનેક વાર કર્યું છે. શું આપણા દેશ ઉપર આક્રમણ કરનારી દુશ્મનની સેનાને આવકારવી એ દેશદ્રોહી કામ નથી? દુશ્મનની સેનાને આવકારનાર પક્ષની સાથે ગઠબંધન કરવું એ પણ દેશદ્રોહી કામ જ છે.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ એ હદ સુધી અને એટલા બધા પ્રમાણમાં સામાજિક અને બંધારણીય રીતે ભ્રષ્ટ છે કે તમે જ્યાં હાથ નાખો ત્યાં તમને તેમની ભ્રષ્ટતા નજરે પડશે. આ કારણથી તેમના ઉપર આક્રમણ કરવું સાવ જ સરળ છે.

(3) વ્યર્થ વિવાદોના જનક એટલે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સહયોગીઓ.

નહેરુવીયન કોંગ્રેસના નેતાઓએ બિહારની ચૂંટણીને લક્ષમાં રાખીને અનામત અને અસહિષ્ણુતાનો મીથ્યા વિવાદ ચગાવેલો.

બિહારની ચૂંટણીમાં આ ઠગ ગઠબંધાનને સફળતા મળી છે.

06 COME ON - IT CANNOT GO WRONG EVERY TIME

અનામતના મુદ્દાને ગુજરાતના પટેલો માટે ચગાવીને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમને આંશિક સફળતા મળી છે. તેથી તેઓ તેને હજુ ચગાવી રહ્યા છે. હવે તેઓ રામ મંદિરનો વિવાદ પણ ચગાવવા માટે સજ્જ થયા છે.

આ બધા જ મુદ્દાઓ ઉપર આ ઠગ મંડળ ઉપર વૈચારિક આક્રમણ કરી શકાય તેમ છે.

બીજેપી નેતાઓએ અને દેશના હિતેચ્છુઓએ આને એક ચેલેન્જ તરીકે અને દેશ પ્રત્યેની ફરજ તરીકે સમજીને પ્રત્યાઘાતો આપવા બેહદ જરુરી છે. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ ઉપર પ્રહાર કરવા માટેના શસ્ત્રો માટે તમારે એતતકાલિન સમયના બનાવોને જ મદદમાં લેવા જરુરી નથી. કારણ કે નહેરુવીયન કોંગ્રેસનો જન્મ નહેરુએ વડાપ્રધાન થવા માટે મમત રાખી ત્યારથી થયો છે. તમે નહેરુવીયનોના કુકર્મોનો આધાર તે સમયથી લઈ શકો.

શિરીષ મોહનલાલ દવે.
ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, જુઠાણા, આક્ર્મણ, કટારીયા, સમાચાર માધ્યમ, કોલમીસ્ટ, સંદર્ભ, મુદ્દા, પ્રત્યક્ષ, પરોક્ષ, બિહાર, ચૂંટણી, નાગરિક, અધિકાર, ઘૃણાસ્પદ, દેશદ્રોહ, વિભાજનવાદી, વિઘાતક, પ્રાંત, રાજ્ય, સ્વાતંત્ર્ય, નોકરી, વ્યવસાય, અરાજકતા, આતંક, હિન્દુ સંહાર, બાહરી, નીતીશકુમાર, મુસ્લિમ લીગ, કોમવાદ, દંગા, નરેન્દ્ર મોદી, મૂક્તિસેના, સ્વાગત, બીજેપી

Read Full Post »

ફુગ્ગાઓ કોના સંતાન છે અને તેમને કોણ કેમ ઉડાડે છે?

ફુગ્ગાઓ એટલે ફુક્કાઓ (કાઠીયાવાડીમાં). તે ફેક્ટરીઓમાં બને. મોટા લોકો તેમાં હવા ભરે અને બાબલાઓ તેને આકાશમાં ઉડાડે.

KITES  &  BALOONS

ફુક્કા અને પતંગ

આમ તો પતંગ પણ આકાશમાં ઉડે.

પણ પતંગ તો ગૃહ ઉદ્યોગમાં આવે. પતંગ બનાવવામાં શ્રમ કરવો પડે. પતંગ ઉડાડવાનું અનુભવે આવડે. બધાને પતંગ ઉડાડતા આવડે. પતંગ આકારના ફુક્કા બનાવી શકાય. અને ફુક્કા આકારના પતંગ બનાવી શકાય. પણ ફુક્કાને કોઈ પતંગ કહે અને પતંગને કોઈ ફુક્કો કહે.

પતંગ અને ફુક્કા બંનેને દોરી બાંધી ઉડાડી શકાય, પતંગને હવાથી વધુમાં વધુ ૮૯. અંશ આઘોપાછો કરી શકાય. પણ ફુક્કો તો હવાની દીશામાં ઉડે. કારણ કે પતંગ પતંગ છે અને ફુક્કો ફુક્કો છે.

પતંગ ક્યાં સુધી ઉડ્યા કરે?

પતંગનું ડ્ડાયન, પતંગની ઉડાણની સમ સીમા, તેની પોતાની મજબુતાઈ અને દોરીની મજબુતાઈ અને કન્ના બાંધવાની તેમજ ઉડાડનારાની કુશળતા ઉપર આધાર રાખે છે. જો કાપનારો હોય તો તે જ્યાં સુધી તેનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધી ઉડ્યા કરશે. દોરી પકડનારા બદલાશે પણ પતંગ ઉડશે.

પણ ફુક્કાનું તેમ નથી. તેતો  પવન ને સમર્પિત છે અને જ્યાં સુધી તેની અંદરની હવા ઉડાડવાને સક્ષમ પ્રમાણમાં હોય, હવાનું લીકેજ હોય ત્યાં સુધી ઉડશે. પણ હજુ સુધી હવા લીક થાય તેવા ફુક્કા શોધાયા નથી.

આમ તો વિમાન પણ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે. પણ તે બનાવવા માટે સમુહગત નિષ્ણાતો અને સમુહગત વ્યવસ્થા જોઇએ. પણ આપણે તેની વાત નહીં કરીએ. આપણે ફક્ત ફુક્કાઓની વાત કરીશું.

ફુક્કાઓની કોઈ સમસ્યા નથી. તેના આકારો બદલી શકાય છે. પણ સમાચાર માધ્યમો દરેક સમસ્યાને ફુક્કો માને છે અને જ્યાં સુધી ફુક્કામાં હવા હોય અને પવન પણ હોય ત્યાં સુધી તેને ઉડાડ્યા કરે છે. ફુકામાંથી હવા નિકળી જાય એટલે તેને ઉડાડવો બંધ કરી બીજો ફુક્કો ઉડાડે. તમે જો તેમને પૂછો તો કે પેલો ફુક્કો કેમ મુકી દીધો. તો તેઓ કહેશે કે હવે તેમાં હવા નથી. સમાચાર માધ્યમો હમેશા ફુક્કાઓની શોધમાં હોય છે. સમાચાર માધ્યમો કોઈપણ બનાવને મનગમતા આકારનો ફુક્કો બનાવી શકે છે. પોતાના ફુક્કાનેઅમારો તો પતંગ છે”  એમ પણ એમના ફુક્કા ઉપર પ્રદર્શિત કરી શકે છે. આટલું નહીં તેઓ તેમણે માનેલા દુશ્મનના ઉડતા પતંગને પણ તો ફુક્કો છેએવા લખાણ વાળો ફુક્કો ઉડાડી શકે છે. પતંગની ક્યાં વાત કરો છો, તેઓ તો ઉડતા વિમાનને પણ ફુક્કો કહી શકે છે અથવા તો એમ પણ કહી શકે છે કેક્યાં છે વિમાન? ક્યાં છે વિમાન? વિમાન બિમાન જેવું કશું નથી

પણ બધું શું છે? તો બધા ફુક્કા છે.

ફુક્કાને અંગ્રેજીમાં બલુન કહે છે. શિખ લોકોને ભારતીયો સરદારજી કહે છે તેમ કોલેજમાં અમે પટેલો, પટેલોને બલૂન કહેતા. શિખ લોકોએસરદારજીશબ્દ સંપૂર્ણ પણે સ્વિકારી લીધો છે. એટલું નહીંબાર વાગ્યાનીરમૂજોને પણ હાસ્યવૃત્તિના કારણે સ્વિકારી લીધી છે અને તેઓ પોતે પણ પોતાની રમૂજો કરે છે.

અમારા પટેલ બલૂનોએ પોતે બલૂન છે એટલું તો સ્વિકારેલ પણ તેમને બહુ પસંદ પડતું નહીં. હૉવઅ.

અમારે ડેરોલ(પંચમહાલ)ની પ્રાથમિક શાળામાં અને અમારે અમદાવાદની એમ.જી.ની કોલેજમાં અને હોસ્ટેલમાં બધે બલૂન બલૂન હતા. એટલે બલૂન અને બલૂન વચ્ચે વિખવાદ હતો.

પણ એમ જી ની હૉસ્ટેલમાં ઉત્તર ગુજરાતના બલૂન અને ખેડા જીલ્લાના બલૂન એમ બે પ્રકારના બલૂન હતા. અમને કાઠીયાવાડીઓનેબાપુકહેવાય. બલૂન ઉડે એમ કહેવાય. પતંગ ચગે એમ કહેવાય છે. બાપુને ચગાવી શકાય ખરા. બાપુ ખુશ થાય.

બલૂનોમાં જુથ હતા. અમે કાઠીયાવાડીઓ જે દિશામાં જઈએ તેનું પલ્લું ભારે થતું. વાતની મારા જેવાને ખબર નહીં. પણ હોસ્ટેલમાં ચૂંટણી થઈ તેમાં ખેડા જીલ્લાના બલૂનની હાર થઈ. અને ઉત્તર ગુજરાતના બલૂનની જીત થઈ. કદાચ મારા મતને કારણે . મારે તો બંને જુથોના બલૂનો સાથે મૈત્રી હતી. મારા પડોશી બાપુ (કાઠીયાવાડી છોકરો) હતો. ખેડા જિલ્લાના ઉમેદવારનો ખાસ મિત્ર હતો. એટલે ખેડા જીલ્લાના બલુનને એમ કે મારો મત તો તેને પડશે. પણ મેં તો જે યોગ્ય લાગ્યો તેને મત આપ્યો. જો કે કોઈ મારામારી થઈ. જોકે મારો એવો કોઈ પ્રભાવ હતો કે મારાથી કોઈ ડરે.  “બાપુને વતાવવા નહીંએવું કદાચ ખેડા જીલ્લાના બલૂન ઉમેદવારે માન્યું હોય. અમારે અમદાવાદ ટેલીફોન્સમાં પણ ઘણા બલૂન. અને રાણીપમાં એકબલોલનગર નામની સોસાઈટી પણ છે. એને અમે બલૂનનગર કહીએ છીએ. આમ તો અમદાવાદ આખું બલૂનોથી ખદબદે છે.

પણ હે બલૂનભાઈઓ તમે બલૂન છો તે સિદ્ધ કરવાનો પ્રયત્ન તમે કેમ ચાલુ કર્યો છે?

કૃષ્ણ ભગવાને કહેલ કે ચાર વર્ણોની રચના, (પ્રકૃતિરુપી મેં) શ્રમવિભાજન અને તેને કારણે થતી વૃત્તિઓના આધારે કરી છે. વૃત્તિઓ આનુવંશિક હોય શકે છે. પણ બાહ્યપરિબળો અને કર્મ મુખ્ય ભાગ ભજવે છે એટલે કૃષ્ણભગવાનેઅનુવંશને અવગણ્યો. જો કૃષ્ણભગવાન વંશવાદમાં માનતા હોત તો તેઓ જરુર વંશવાદને અનુરુપ કહેત. જેઓ પોતાને હિન્દુ (સનાતન ધર્મી) માને છે તેઓએ આ બાબતમાં શંકા ન કરવી.

અનામતની વાત

અનામતની આ કે તે સ્વરુપની વાત, સ્વાતંત્ર્યની ચળવળ જેટલી જુની છે. ડૉ. આંબેડકરે અનામતની વાત કરેલી. અનામતનો તેમણે આગ્રહ પણ રાખેલો. તેમની વાતમાં થોડો તો થોડો, પણ દમ હતો. પણ ગાંધીજી કોઈપણ જાતની કે પ્રકારની અનામતના સજ્જડ વિરોધી હતા. એટલે ગાંધીજી તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા. અંતે આંબેડકરે “એક મહાન નેતાના જીવને બચાવવા હું મારી પછાત જાતિના હિતનું બલિદાન આપું છું”. પણ આંબેડકરે કબુલ રાખેલ કે પછાત લોકોની પ્રત્યે ગાંધીજીને અપાર સહાનુભૂતિ છે. આંબેડકરને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ન હતો.

અનામત એટલે ફક્ત વરવું રાજકારણ

ગાંધીજી અને સરદાર પટેલ ગયા પછી નહેરુએ અનામતની પ્રથા બીજે સ્વરુપે દાખલ કરી. તે ક્ષમ્ય પણ હતી. પણ નહેરુએ અને ખાસ કરીને તેના ઔરસ સંતાન ઇન્દિરાએ તેને “મતબેંક”ના સ્વરુપમાં ફેરવી નાખી તેથી આખા રાજકારણની દિશા અને સંસ્કાર બદલાઈ ગયા.

નહેરુએ પરોક્ષ રીતે ધર્મ અને ભાષાવાદને પુરસ્કૃત કરતી રાજનીતિ અપનાવી.  ચૂંટણી પ્રચારમાં “જનસંઘને ભાંડવો” અને બીજી તરફ “મરાઠી લોકોને મુંબઈ મળશે તો હું ખુશ થઈશ” એમ કહેવું એ નહેરુની રાજનીતિની દિશા અને નહેરુના સંસ્કાર બતાવે છે. નહેરુએ કદાચ વાણી ઉપર કાબુ રાખ્યો હશે કારણકે સ્વાતંત્ર્યની લડતમાં તેમણે કરેલું યોગદાન તેમની આ પાર્શ્વભૂમિકાને “લુલીને છૂટી મુકી દેવામાંથી” રોકતું હશે.

તેમની પુત્રીને એવી  કશી પાર્શ્વભૂમિકા ન હોવાને કારણે, તે બેફામ બોલી શકતી હતી. ૧૯૬૯માં મોરારજી દેસાઈના હિતેન્દ્ર દેસાઈના રાજ્યમાં કોમી હુલ્લડ થયું. અને તેમનો પક્ષ નબળો કર્યો. તે પછી ગરીબી હટાવોના નારા આપ્યા પછી સવર્ણ-અસવર્ણ વચ્ચે ભેદ કર્યા. આ વાતાવરણ તેણે નવનિર્માણના આંદોલન ના અંતિમ તબક્કામાં કર્યું. નવનિર્માણનું આંદોલન તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે અને આમાં શ્રમજીવીઓનો કોઈ હિસ્સો નથી. કંઈક અંશે આ વાત સાચી હતી. પણ આંદોલન કર્તાઓનો હેતુ કદીય શ્રમજીવીઓને અવગણવાનો ન હતો. નવનિર્માણનું આંદોલન વાસ્તવિક રીતે વિશાળ હિત માટે ભ્રષ્ટાચાર હટાવવા માટે હતું. જોકે ભ્રષ્ટાચાર હટાવવા માટેની સર્વમાન્ય બ્લ્યુપ્રીંટ ન હતી. તેમજ આ આંદોલન કોઈ એક જુથના જાતિના લાભ માટે પણ ન હતું. તેમાં પણ બલુનો હતા. પણ બલુનો કોઈ જાતિના લાભ માટે આંદોલનમાં ભાગ લેતા ન હતા.

કોઈ પણ આંદોલનમાં હેતુ મુખ્ય હોય છે. સ્વતંત્રતા માટેનું આંદોલન સર્વજન હિતાય હતું. નવનિર્માણનું આંદોલન પણ સર્વજન હિતાય હતું. તેમાં કોઈ સ્વજાતિવાદ કે સ્વધર્મવાદની દુર્ગંધ ન હતી.

કેવળ અને કેવળ વિભાજનવાદી આંદોલન

હાલમાં બલૂનો દ્વારા (પાટીદારો દ્વારા) ચાલતું આંદોલન પાટીદારોના લાભના ધ્યેય માટે ચાલી રહ્યું છે.  આ વાતને કોઈએ નકારી નથી અને કોઈ નકારી શકે તેમ નથી.

સરદાર વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા હતા. આ બાબતમાં બલુનભાઈઓને કે કોઈને પણ શક હોવો જોઇએ. લ્લભભાઈ પટેલે તીબેટ પ્રત્યેની અને ચીન પ્રત્યેની નહેરુની વિદેશ નીતિ વિષે નહેરુને ચેતવણી આપેલ. નહેરુએ તે ચેતવણીને પોતાની સંકુચિત વૃત્તિને કારણે અવગણી. તેવું કશ્મિર વિષે થયું. આજે આપણી ૯૦ ટકા સમસ્યાનું મૂળ નહેરુઈન્દિરાના કુત્સિત કર્મો છે. પણ જેઓને બલૂનોને ઉડાડવા છે અને પોતાને પણ ઉડવું  છે તેમને વાતનો સાક્ષાતકાર નહીં થાય.

સરદાર પટેલને જોડાનો હાર

બલૂનવાદને ચલાવનારાઓએ સૌપ્રથમતો સરદાર વલ્લભભાઈ પટેલને જોડાનો હાર પહેરાવવો જોઇએ. કારણ કે આ વલ્લભભાઈ પટેલ પાટીદાર હોવા છતાં અને આર્ષદૃષ્ટા હોવા છતાં તેમના જાતભાઈઓ માટે અનામતની વાત કરી ન હતી. જેમ નહેરુવીયન કોંગ્રેસીઓએ મહાત્માગાંધીનું ખૂન કર્યું છે તેમ બલૂનવાદીઓએ પણ સરદાર પટેલનું ખૂન કર્યું છે. ગાંધીજીનું ધ્યેય હતું, અંતિમછેડાના આદમી થી (ઓન ટુ ધ લાસ્ટ થી) શરુઆત કરવી. જો આમ કરીએ તો અનામતનો પ્રશ્ન જ ન રહે.

પણ આવું તો કેમ થાય!! ખાદી અને ગૃહ ઉદ્યોગતો અપનાવાય જ કેમ !! દારુ તો છોડાય જ કેમ!! સાદગી તો અપનાવાય જ કેમ !! ગરીબોની ગરીબાઈ દૂર કરવા માટે આપણાથી આવા ભોગ, કામચાલાઉ પણ અપાય જ કેમ!! નહેરુવીયન કોંગ્રેસનું ધ્યેય રહ્યું છે “સ્વ”ના હિતથી થી શરુઆત કરવી. પ્રધાનોને મોટા પગારો આપો, સગવડો આપો … ૨૦ લાખ રુપીયા ખર્ચીને ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓને પણ પગારો, ભત્થાઓ, સગવડો આપો અને નિવૃત્તિવેતન પણ આપો.

યોગ્યતા ઉપલબ્ધ કર્યા વગરના, શ્રમહીનતા થી મળતા કે અપાતા લાભો અને નિરર્થક લાભો આવા સૌ લાભો “અનામત –આરક્ષણ”ના લાભને સમકક્ષ જ છે. આ સ્વને મળતા લાભો મેળવનારાઓમાં રાષ્ટ્રપતિથી શરુ કરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધીનો સમાવેશ થાય છે. આમાંના કોઈપણ પોતાને મળતા વિશેષ અધિકારો છોડવા તૈયાર નથી.

૧૯૭૩-૭૪ના અરસામાં ઇન્દિરા ગાંધીએ સવર્ણ-સવર્ણના ભેદ ઉભા કરેલ. પણ ૧૯૮૦ પછી ફરીથી સત્તા ઉપર આવતાંની સાથે વર્ગવિગ્રહ ચાલુ કરાવેલ.

તે વખતે આ જ પટેલ ભાઈઓનો “અનામતનો મૃત્યુ ઘંટ વગાડવામાં” હિસ્સો હતો. અનામતના લાભ નિરર્થક છે. તે વાત સાચી છે. પણ અછૂતોએ પોતે કદી તે માટે આંદોલનલો ચલાવ્યા હોય તે જાણમાં નથી. તેમના નેતાઓએ બંધારણીય માર્ગે તેમને અપાવ્યા છે. આ નિર્ણયો અયોગ્ય હોઈ શકે. તેનો વિરોધ થઈ શકે પણ તે માટે પછાતવર્ગોને એમ ન કહી શકાય કે તમે આ લાભ છોડી દો નહીં તો અમે તમારા ઉપર હુમલો કરીશું. હોદ્દેદારોને અપાતી વિશેષ સગવડ પણ અનામતને સમકક્ષ જ છે. એટલે જો આંદોલન કરવું જ હોય તો તેની પ્રાથમિકતાનું લક્ષ્ય રાષ્ટ્રપતિથી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી શરુ થવું જોઇએ.

૮૦ના દશકામાં અનામતનો ભરપુર વિરોધકરનારા આ પટેલભાઈઓ આજે પોતાની જાતિમાટે અનામત માગે છે. આ લોકોને બલૂન નહીં તો શું કહેવું?

હે પટેલ ભાઈઓ જો તમને તમારી માગણી સિદ્ધાંતયુક્ત લાગતી હોય તો તમે તમારા અદાઓને, ભાભાઓને, બાપાઓને કે જેમણે તમારાથી ઉંધું આંદોલન કરેલ તેમને જોડાના હાર પહેરાવો અને તેનું સરઘસ કાઢો. જો તમે આવું કરો તો તમે ખરા ભડના દિકરા, બાકી મોરીદાર (મોળીદાળ) નહીં કે પાટીદાર. “સર્વપ્રથમ ભારત” (ઈન્ડીયા ફર્ષ્ટ)વાળા તો તમે નહીં જ નહીં.      

 આ “સ્વ”ને ( આ “સ્વ” પોતે ખુદ હોય કે પોતાની જાતિ હોઈ શકે છે) કેન્દ્રમાં રાખી કરતા  આંદોલનોને આવકાર્ય પણ ન ગણાય અને ક્ષમ્ય પણ ન ગણાય.

પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમો

પીળાપત્રકારત્વવાળા સમાચાર માધ્યમોને, આંદોલનને તેના ધ્યેયના વ્યાજબીપણાને આધારે મુલવવાને બદલે આંદોલન વકરે એમાં જ રસ છે.

પટેલ ભાઈઓ કોણ છે? પટેલભાઈઓ ક્યાં ક્યાં છે? પટેલભાઈઓ કઈ કઈ જગ્યાએ કેટલી સંખ્યામાં છે? પટેલભાઈઓનું જોર ક્યાં ક્યાં કેટલું છે? પટેલભાઈઓ કેવા છે? પટેલભાઈઓમાં કેટલી જાતિઓ છે? પટેલભાઈઓના સ્વભાવ કેવા છે? પટેલભાઈઓનો ઈતિહાસ શો છે? પટેલભાઈઓના પૂર્વજો કોણ હતા? પટેલભાઈઓના પૂર્વજોએ શું શું કરેલ? પટેલ ભાઈઓ શું શું કરી શકે છે? પટેલભાઈઓ સંપી જશે તો શું શું થશે?

ઘોડો જો … ઘોડો જો … ઘોડાની ડોક જો … ઘોડાની કેશવાળી જો … ઘોડે કેવો ચાલે છે … ઘોડો કેવો દોડે છે … ઘોડો કેવો  હણહણે છે …  ઘોડો જો … ઘોડો જો..

હવે પટેલભાઈઓ શું કરશે? શું તે અન્યાય સહન કરી લેશે.. ? પટેલભાઈઓના નેતા કોણ કોણ છે…. આ નેતાઓ કેવા છે …. આંદોલન કેવું વ્યાપક હતું …. આંદોલન કેવું સ્વયંભૂ હતું … સ્વયંભૂ આંદોલનો કેવા હોય છે … આવા આંદોલનો શું શું કરી શકે છે … આવા આંદોલનો સામે જેઓ પડ્યા અને જે સરકારો પડી તેના કેવા હાલ થયા …. આનંદીબેનનું શું થશે … શું આનંદીબેનને જવું પડશે … આર એસ એસ માં તડાં પડશે … શું બીજેપી આ આંદોલનના જુવાળમાં ડૂબી જશે… શું બીજેપીનું કાઉન્ટ ડાઉન ચાલું થઈ ગયું છે … નરેન્દ્ર મોદીનું નાક કપાયું … બીજેપી હતઃપ્રભઃ છે … બીજેપીના નેતાઓને મોઢે તાળાં છે… હવે પટેલભાઈઓ આગળ તેમની ખેર નથી. હવે પટેલભાઈઓ બીજેપીના નેતાઓને ઉઘાડા કરશે…. બીજેપીની પોલો ખૂલ્લી પડશે … વિકાસના ફુગ્ગાની વાત કેવી પોલંપોલ છે તેની જનતાને ખબર પડશે. 

ફુગ્ગાઓ ઉડાડવાની ફાવટ

સમાચાર માધ્યમોને આવા ફુગ્ગાઓ ઉડાડવામાં ફાવટ છે. આ બધું તેઓ નહેરુવીયન ફરજંદ ઇન્દિરા ગાંધી (કે જેના સલાહકાર સીમાપારના કેજીબી સામ્યવાદીઓ હતા) પાસેથી શિખેલા કે અફવાઓ, વિસંવાદો અને અસત્યોને કેવી રીતે ફેલાવી શકાય. વિરોધીઓને મુક્કાઓ કેવી રીતે મારી શકાય છે.

અમરીતભાઈ પાસે કામ લઈને આવેલા મુલાકાતીને અમરીતભાઈએ કહ્યું “મેં તમને પૈસા આપ્યા. તમે મને મત આપ્યો. હું ચૂંટાયો. વાત પુરી. હિસાબ પુરો. મારી પાસે કામ માટે આવવું નહીં.” આજની ઘડી ને કાલનો દિ….

“અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જ્યાં સુધી ચીને કબજે કરેલા ભારતીય ભૂખંડો અમે પાછા મેળવીશું નહીં ત્યાં સુધી જંપીને બેસીશું નહીં.” સંસદમધ્યે નહેરુ ઉવાચ.

આજની ઘડીને કાલનો દિ…

તેમિ માનવરાક્ષસા પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે,

યે તુ ઘ્નન્તિ નિરર્થકં પરહિતં, તે કે ન જાનિમહે

આ શ્લોકનો અર્થ સમજતાં પહેલાં આપણે સમાચાર માધ્યમના સંચાલકો શું કહે છે તે સાંભળીએ.

સમાચાર માધ્યમના સંચાલકો એમ કહે છે કે અમે “પેઈડ” સમાચાર છાપતા નથી. જો તમે સાબિતી આપશો તો અમે તમને ઈનામ આપીશું.

પણ તમે જુઓ. “હાથ કંગન કો આરસી ક્યા”. સમાચારોના શિર્ષકો અને કથાઓ જ તમને કહી દે કે સમાચારોના માલિકોની માનસિકતા કેવી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા શિર્ષકો અને કથાબંધોની સંરચના કરવા માટે પૈસા લીધા છે કે નહીં?

જો તેમનો ઉત્તર “હા” હોય તો તે તેમનો સ્વાર્થ થયો. તેથી ઉપરના શ્લોકની પહેલી કડી તેમને લાગુ પડે છે કે “જેઓ પોતાના સ્વાર્થ માટે બીજાનું (દેશનું) અહિત કરે છે તેઓ માનવરાક્ષસો છે.

જો તેમનો ઉત્તર “ના” હોય તો, એવો અર્થ થયો કે તેમણે નિરર્થક જ દેશનું અહિત કર્યું. ઉપરના શ્લોકની બીજી કડી એમ કહે છે “જેઓ નિરર્થક જ બીજાના (દેશના) હિતને હાનિ કરે છે તેઓ (તો રાક્ષસથી પણ બદતર છે અને તેમના માટે કયો શબ્દ વાપરવો તે) અમે જાણતા નથી. કોઈ કહેશે કે આમાં દેશના હિતની કે અહિતની વાત ક્યાં આવી?

અરે ભાઈ આ તો તમે “સીતાનું હરણ તો થયું પણ હરણની સીતા થઈ કે નહીં” તેના જેવી કરી. જે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો અને તેમ કરવામાં પોતાની નાદુરસ્ત તબિયતનો પણ ખ્યાલ ન કર્યો. આજે એજ સરદાર પટેલના ફરજંદો પોતાના વંશીયલાભ માટે બસો સળગાવે છે, બસસ્ટેંડો તોડે છે, રેલ્વે ટ્રેનો બંધ કરે છે … રેલ્વેના પાટાઓ ઉખેડી નાખે છે,  દુકાન બંધ કરાવે છે, વાહનવ્યવહાર બંધ કરાવે છે.. શું નથી કરતા તે પૂછો…

આંદોલન, ફક્ત સમગ્રદેશના હિત માટે હોઈ શકે.

ગાંધી-સરદારે જે આંદોલનો કરેલા તે જનતાના વિશાળ હિત માટે કરેલા. મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી દાંડી સુધીની દાંડી કૂચ કરેલી જેથી જનતાને કરમૂક્તિ વાળું મીઠું મળે અને સમગ્ર ભારતની જનતા મીઠાવાળી થાય.

આ બલૂનોના નેતાઓની બધી જ વાતો, ગાંધી-સરદારથી ઉંધી છે. તેમની માગ, જાતિવાદી જ નહીં પણ તેમની માગની આડઅસરો જનતાને વિભાજિત કરે છે અને વર્ગવિગ્રહ કરાવે છે.  તેથી જ તેમની દાંડી યાત્રા પણ ઉંધી દિશાની છે.

લોકશાહીમાં જો અન્યાય થતો હોય તો તેને માટે ન્યાયાલય છે.

મહાત્મા ગાંધી કહેતા હતા કે સમાચાર પત્રો (માધ્યમોનું) કામ જનતાને કેળવવાનું છે. સમાચાર માધ્યમો કબુલ કરે કે ન કરે પણ તેઓ સહુ બિકાઉ છે અને “વેચાઈ ગયેલો માલ છે”.

અખબારી મૂર્ધન્યો

સમાચાર માધ્યમોના મૂર્ધન્યોનું શું છે? એટલે કે કટારીયા લેખકો અને ચર્ચા ચલાવતા એંકરોનું શું છે? બલૂનોના આંદોલનમાં તેમના પ્રતિભાવો કેવા છે?

આ આંદોલન ગુણવત્તા હીન છે. તેમાં કોઈને શક ન હોવો જોઇએ. આ આંદોલનને કમનસીબ ગણવું જોઇએ. પટેલ જેવા પ્રતિષ્ઠિત સમાજ ઉપર લાંબા ગાળા સુધી ન ભૂંસાય તેવો એક કાળો ડાઘ લાગી ગયો છે. પણ બધા મૂર્ધન્યો આ આંદોલનને તેના સુયોગ્ય સંદર્ભમાં મુલવતા નથી. કેટલાક મૂર્ધન્યો તેમના પ્રતિભાવ અને મુલવણીમાં તેમના પૂર્વગ્રહોનું મિશ્રણ કરે છે. એક ભાઈશ્રીએ પટેલોનો ૧૦૦૦૦ થી માંડીને આજ સુધીનો ઇતિહાસ લખ્યો. અને પટેલોને બિરદાવ્યા. બીજા એક વિદ્વાન ગ્રામસ્વરાજ્ય મિત્રે યેન કેન પ્રકારેણ સરસ્વતી દેવીને પણ સમજવામાં મુંઝવણ થાય તે રીતે શબ્દોનો ગુંચવાડો ઉભો કરીને નરેન્દ્ર મોદી, બીજેપી અને આરએસએસને ગોદા માર્યા.

નરેન્દ્ર મોદી અને બીજેપીની વિરુદ્ધમાં હવા ચલાવવી એ તો અમુક લોકોનો શોખ છે. આરએસએસ પાસે બીજેપીનો રીમોટ કન્ટ્રોલ છે. અફવા ચલાવવી એ ફેશન છે. શૌક ભી કોઈ ચીજ હૈ ભાઈ!! જો આવા શોખ રાખીશું તો જ બીજેપીના સારા કામોની વાતો માટે સમાચાર માધ્યમોમાં સમય બચશે જ નહીં. અને બીજેપી વિષે નકારાત્મક હવા ફેલાવવાનું આપણું લક્ષ્ય સિદ્ધ થશે. ભલેને મોદી ગમે તેટલો વિકાસ કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ અનામત, આરક્ષણ, પટેલ, પાટીદાર, બલૂન, પતંગ, પછાત વર્ગ, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, નહેરુ, નહેરુવીયન ફરજંદ, વંશવાદ, માગ, આંદોલન, સ્વ, મૂર્ધન્યો, સમાચાર માધ્યમ,

ચમત્કૃતિઃ ઈદી અમીન કહેતો હતો કે હિટલર બહુ ક્રૂર હતો. માણસોને મારી નાખતો હતો. મારીને તેમને ખાતો પણ ન હતો. ખાલી ખાલી જ મારતો હતો. તમે જેને ખાતા નથી તેને ખાલી ખાલી મારવાનો શું અર્થ? આ તો નરી ક્રૂરતા જ કહેવાય.  નહેરુવીયનો માટે પણ આવું કહી શકાય.

Read Full Post »

%d bloggers like this: