Feeds:
Posts
Comments

Posts Tagged ‘સમાજવાદ’

ભેંસ ભાગોળે પણ નથી, પણ કેટલાક કરે છે ધમા ધમ

buffelow

આ એક ગુજરાતી કહેવત છે. નાનપણમાં કોઈ એક સામાયિકમાં આ કહેવતને અનુલક્ષીને એક વાર્તા વાંચવામાં આવેલી હતી. એક વડિલને ભેંસ ખરીદવાને વિચાર આવ્યો. ભાગોળે ભેંસ ખરીદવા ગયા કે બીજે ક્યાંક તે હવે બરાબર યાદ નથી. ઘરના બધા સભ્યો ભેંસને લગતા આનુસંગિક કર્મો,  ઉત્પાદનો, ઉત્પાદનોને લગતા કર્મોની વહેંચણી વિષે અને તે સૌના આયોજન વિષે ઘરમાં જોરદાર ચર્ચાઓ કરવા માંડ્યા, જેમકે દાખલા તરીકે વધારાની છાસનું શું કરવું? ઘેંસ કરવી તો કઈ ઘેંસ કરવી. ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરુપ લીધું અને ચર્ચા હિંસક થવાની અણી પર આવી ગઈ.

પાડોશીઓને થયું કે આ શેનો કોલાહલ છે? તેઓએ જ્યારે જાણ્યું કે આ તો ન ખરીદાયેલી ભેંસ વિષે ઘરમાં ધમાધમ થાય છે. અને આ પ્રમાણે પાડોશીઓના મુખેથી ઉપરોક્ત શબ્દો નિકળી પડ્યા. ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ.

કોંગ્રેસ આવે છે

કોંગ્રેસ આવે છે…. એટલે કે નહેરુવીયન કોંગ્રેસ. આ કોંગ્રેસે ઠેર ઠેર પોસ્ટરો લગાવી દીધા છે. સ્મશાનમાં પણ પોસ્ટર લગાવી દીધું. કોઈ જગ્યા બચી શેની જાય?

સમાચાર માધ્યમોનું કામ લોકોમાં જાગૃતિ લાવવાનું છે. પણ જો સમાચારના સંચાલકને લાગે કે તે જનતાને શિક્ષિત કરવા સક્ષમ નથી અને જો લોકોને શિક્ષિત કરવાનો હેતુ નભાવવો હોય તો તેણે ફક્ત એટલો ખ્યાલ રાખવો જોઇએ કે સમાજને જેઓ વિભાજિત કરે છે તેમના સમાચાર આપે ત્યારે તેની સાથે સાથે તેમના અનુસંધાન (રેફરન્સ) પણ  આપે. જો તેમાં પણ સમાચાર માધ્યમનો “ટકલો કામ ન કરતો હોય” તો સમાચાર માધ્યમના સંચાલકે સમાચારને કેવળ અને કેવળ “સીધા સમાચાર” તરીકે છપવા જોઇએ. આવા સમાચારોને ઉન્મેશમાં આવીને ચિત્ર વિચિત્ર શબ્દોમાં ગોઠવીને છાપવાની જરુર નથી. કટારીયા ભાઈઓમાં મોટા ભાગના હવે કોઈને કોઈ વિચાર ધારાને વળગી પડ્યા છે. જો કે વિચારધારા શબ્દ, યોગ્ય શબ્દ છે જ નહીં. કારણ કે કોઈ એક “વિચાર ધારા”ના નામનો શબ્દ કોઈ એક “વાદ”ને સૂચિત કરે છે. વાદ શબ્દ જ નિરર્થક છે. આજના વૈજ્ઞાનિક અને તર્કના યુગમાં, રાજકારણમાં વાદનું સૂચન કરવું તે માનવબુદ્ધિની કચાશ છે.

રાજકીય સત્તાનો હેતુ, સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ, સમાજના સામાન્ય માણસની માનસિકતાને  પ્રક્રિયાઓને અનુરુપ સ્તર ઉપર લઈ જાય છે.

વિનોબા ભાવેએ અને જયપ્રકાશ નારાયણે આ વાત સીત્તેરના દાયકાના પૂર્વાર્ધમાં કરી હતી જ્યારે ઇન્દિરા નહેરુ-ગાંધી “સમાજવાદ”ના નામનો શોર બકોર કરી રહ્યા હતા.

MK GANDHI & VINOBA & JP

સીત્તેરના દાયકામાં પક્ષવિહીન રાજકારણની પણ વાત હતી. કારણ કે પક્ષ એ માત્ર “વાડો” જ છે.

જો આપણે બધી જ બારીઓ અને બારણા ખૂલ્લા રાખીએ તો આપણને ચારે દિશામાંથી વિચારો અને માહિતિઓ મળી શકે. આપણા નિર્ણયો તર્ક શુદ્ધ બની શકે. આ વાત ઋગ્વેદના કાળથી કહેવાયેલી છે.

પણ જો આપણને અમુક વાડામાં રહેલા પ્રાણીઓની પ્રત્યે જ લગાવ હોય તો આપણે તે લગાવને યોગ્ય ઠેરવવા માટે આકર્ષક અને પ્રાસ અનુપ્રાસ વાળા વ્યંઢ અને અર્થહીન શબ્દોના પતંગીયા ઉડાડીએ અને અથવા “ટ્રોલ”-કલ્ચરને શરણે જઈએ.

આપણા આ બ્લોગનું શિર્ષક છે ભેંસ ભાગોળે, ઘેંસ છાગોળે અને ઘેર ધમાધમ. એટલે હવે તેને વિષે ચર્ચા કરીશું.

નહેરુએ એક સૂત્ર આપેલ કે “આરામ હરામ હૈ”. આપણે કહેવું પડશે કે નરેન્દ્ર મોદીમાં અને નહેરુમાં કોઈ એક વાતમાં જો સમાનતા હોય તો તે છે કે સતત કામ કરતા રહેવું. નહેરુ પાસે સ્વાતંત્ર્યની લડતમાં મેળવેલી જમા પૂંજી હતી. આ કારણથી તેમને ૧૫ વર્ષ સુધી વાંધો ન આવ્યો. પણ ૧૯૬૨માં ભારત, ચીન સાથે યુદ્ધમાં બહુ સહેલાઈથી હારી ગયું એટલે તેમનું સિંહાસન હચમચી ગયું. પણ નહેરુ રાજકીય રમતો રમવામાં નિષ્ણાત હતા. તેમને બદનામીનો ડર હતો. એટલે તેઓ પોતાની પૂત્રી અનુગામી બને તેવી ગોઠવણ કરતા ગયા. નાના ઐતિહાસિક સત્યોની આવરદા એક કે બે પેઢીની હોય છે. એટલે જો ઇન્દિરા અનુગામી બને તો એક પેઢી સુધી કશો વાંધો ન આવે. આવો કંઈક ખ્યાલ નહેરુનો હોઈ શકે. નહેરુ આમ તો અચાનક ગુજરી ગયેલા. એટલે લોકશાહીમાં શોકના દિવસોમાં સંતાનનો રાજ્યાભિષેક ન થઈ શકે. એટલે ગૃહપ્રધાન એવા ગુલઝારીલાલ નંદા ને કામ ચલાઉ વડાપ્રધાન બનાવી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવ્યા. એ વાત પણ નોંધાયેલી છે કે  લાલબહાદુર શાસ્ત્રી અગાઉથી જ ચાર આંખે નહેરુનું હલનચલન જોતા હતા. આ ઓછું હોય તેમ મોરારજી દેસાઈ પણ વડાપ્રધાન થવા તૈયાર જ હતા. એટલે નહેરુએ બનાવેલી સીન્ડીકેટનું કામ તાત્કાલિક થાય તેમ ન હતું. લોકશાહીને અનુરુપ પ્રણાલી પાળવી પડે તેમ હતું. પણ જ્યારે શાસ્ત્રીજી અચાનક ગુજરી ગયા ત્યારે તેમણે શોક સમય પુરતા ગુલઝારી લાલ નંદાને વડાપ્રધાન બનાવી, લોકશાહી પ્રક્રિયા હાથ ધરી ઇન્દિરા ગાંધીને બધા વરિષ્ઠ નેતાઓ પાસેથી સહયોગ અને અનુમોદન અપાવી સંસદના નેતા તરીકે જીતાડી વડાપ્રધાન બનાવ્યાં. 

એક માન્યતા એવી છે કે ત્રીજી પેઢીનો વ્યક્તિ બેવકૂફ જન્મે. આમ ઇન્દિરા ગાંધીએ નહેરુવંશની ત્રીજી પેઢી હતી. તેમનું વાચન ઓછું હતું. દેશ વિષે પૂરતી માહિતિ ન હતી. બુદ્ધિ હતી પણ એકાંગી હતી. તેમનામાં આર્ષદૃષ્ટિનો તેના પિતાજીની જેમ જ અભાવ હતો. માહિતિવગરની બુદ્ધિ લાંબા ગાળા માટે કારગર નિકળતી નથી. પક્ષના માણસોને કેવી રીતે અંકૂશમાં રાખવા તે પોતાના પિતાજીની પાસેથી શિખ્યાં હતાં. તેમજ તેના પિતાજીએ જે બીન રાજકીય સંબંધો બનાવેલા તેને તે જાળવી શક્યાં હતાં. પણ ઇન્દિરા ગાંધીના ખોટા નિર્ણયો દ્વારા જેવા કે હિન્દીભાષી બાંગ્લાદેશીઓની ઘૂષણ ખોરી, રાજકારણમાં સ્વકેન્દ્રીપણું, સિમલા કરાર, આતંકવાદીનેતાને ઉત્તેજન અને ટૂંકાગાળાના લાભ માટેની અનીતિમત્તાએ નહેરુવીયન કોંગ્રેસની ઘોર ખોદી.

વિરોધ પક્ષોની વાતોમાં તથ્ય હતું અને વિરોધપક્ષોના નેતાઓ સ્વચ્છ પણ હતા. પણ મોટા ભાગના  નેતાઓ સત્તાના ભોગવટા દ્વારા નણાયા ન હતા. આમ તો જોકે નહેરુવીયન કોંગ્રેસ કદીય ૫૦ ટકા કે તેથી વધુ મત મેળવી શકી નથી. એટલે જો બધા વિરોધ પક્ષો ભેગા થઈને નહેરુવીયન કોંગ્રેસ સામે લડે તો નહેરુવીયન કોંગ્રેસનો પરાજય નિશ્ચિત હતો. ડૉ. લોહિયાએ કહેલ કે વિરોધ પક્ષ ઈચ્છશે ત્યાં સુધી (નહેરુવીયન) કોંગ્રેસ રાજ કરી શકશે.

ઈન્દિરા ગાંધી સત્તા માટે આપખુદ હતાં અને સુરાજનીતિમાં એટલે કે સમાજશાસ્ત્રમાં ઢબુ પૈસાનો ઢ હતાં. પણ પક્ષમાં એક હત્થુ શાસન કેવી રીતે કરવું તે બાબતમાં તે તેના પિતાજીની જેમ નિપૂણ હતાં. આવો પક્ષ શિક્ષિત સમાજમાં લાંબો ટકી ન શકે.

પણ હવે કેટલાક મૂર્ધન્યોને અને લોકશાહીના હિત રક્ષકોને લાગે છે કે નહેરુવીયન કોંગ્રેસને બચાવવી જોઇએ. જ્યારે બીજેપીને ૧૯૮૦ની ચૂંટણીમાં ફક્ત બે બેઠક જ મળી ત્યારે તેમને બીજેપીને (જનસંઘને) બચાવવો જોઇએ એવો વિચાર ન આવેલ. તેમજ ૧૯૫૨ની વાત જવા દો, પણ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૭૦ની ચૂંટણી વખતે પણ પ્રજાસમાજવાદી પક્ષ કે સંયુક્ત સમાજવાદી પક્ષને બચાવવો જોઇએ તેવો વિચાર ન આવેલ. 

કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસમાં ફેર શો છે?

COW

(૧) કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય પહેલાં (સ્થાનિક સ્વરાજ્યની) સત્તા હતી. નહેરુવીયન કોંગ્રેસ પાસે સ્વાતંત્ર્ય મેળવ્યા પછીના કાળમાં સત્તા રહી હતી.

(૨) કોંગ્રેસ પાસે ગાંધીજીનું માર્ગદર્શન અને નિરીક્ષણ હતું. નહેરુવીયન કોંગ્રેસ પાસે શરુઆતમાં વરિષ્ઠ નેતાઓનુ સામૂહિક માર્ગદર્શન હતું પણ બીજા દાયકા પછી કેવળ નહેરુનો શબ્દ આખરી ગણાવા માંડ્યો.

(૩) કોંગ્રેસ સ્વદેશી, દારુબંધી, સાદગી અને નીતિના પાયા ઉપર રચાયેલી સંસ્થા હતી. નહેરુવીયન કોંગ્રેસ સત્તા ના પાયા ઉપર રચાયેલી સંસ્થા બની. અને તે સત્તા મેળવવા માટે અને ટકાવી રાખવા માટે મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓ જેવી હળાહળ કોમવાદી અને આપખુદ પક્ષો સાથે પણ બેસી શકે છે.

(૪) કોંગ્રેસમાં, વિરોધીઓ પ્રત્યે કડવાશની ભાવના ન હતી. નહેરુવીયન કોંગ્રેસમાં પહેલા દશકામાં વિરોધીઓને શક્તિહીન કરી દેવાના પ્રપંચો થયા હતા અને પછી તો નહેરુવીયન કોંગ્રેસમાં સમાજને અલગ અલગ જુથોમાં વિભાજીત કરવાની સંસ્કૃતિ વિકસિત થઈ.

(૫) કોંગ્રેસમાં કાયદાને માન હતું. જો કે આ ગુણ બ્રીટીશ સરકારના સંસ્કાર હોઈ શકે. પણ કોંગ્રેસના ખાતામાં પણ આ ક્રેડિટ જમા થાય છે. નહેરુવીયન કોંગ્રેસમાં આ સંસ્કાર ક્રમશઃ ઘટતા ગયા. અને ઇન્દિરાના સમયમાં તો તેની “ધજ્જીયાં” ઉડાડવાની શરુ થઈ.

(૬) કોંગ્રેસ દારુબંધીને માનતી હતી. અને દારુની દુકાનો ઉપર વિરોધ પ્રદર્શન કરતી હતી. નહેરુવીયન કોંગ્રેસની દારુની નીતિ કેવી ઉંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.

(૭) કોંગ્રેસ અહિંસક સમાજ રચનામાં એટલે કે ગૌવંશ હત્યા નિષેધમાં માનતી હતી. અને આ વાતનો બંધારણમાં સમાવેશ કરાવ્યો હતો. નહેરુવીયન કોંગ્રેસ દંભી છે અને તેણે આ સમાવેશને “આદેશાત્મક વિભાગમાં” સામેલ કર્યો છે અને રાજ્યો ઉપર છોડી દીધો છે. “જા બીલ્લી કુત્તેકો માર”. દારુબંધીના અમલ વિષે રાજ્યોનું અને ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યોનું વલણ તદ્દન વિરોધી રહ્વયું. કેન્દ્ર દ્વારા આ મુદ્દે રાજ્યો ઉપર કશું દબાણ કે દંડનીય પ્રાવધાન નથી.

આવા તો અનેક ભેદ જોઈ શકાય છે. પણ એક દાખલો જ બસ થઈ પડશે કે પહેલાંનો કોંગ્રેસી વિશ્વસનીય હતો. અને નહેરુવીયન કોંગ્રેસી જો તે પ્રતિજ્ઞા પૂર્વક કહે તો પણ જરાપણ વિશ્વસનીય નથી.

તો પછી આવી કોંગ્રેસને મરતી હોય તો મરવા દેવામાં વાંધો શો છે?

વાંધાના કારણ નિમ્ન લિખિત છે.

(૧) નહેરુવીયન કોંગ્રેસનું ચૂંટણી આયોગના દસ્તાવેજોમાં કોંગ્રેસ તરીકે ઓળખ છેઃ

છેદ ઉડે છેઃ આ એક આકસ્મિક ઘટના છે. ૧૯૬૯માં શરુઆતમાં આ જ કોંગ્રેસ, કોંગ્રેસ (આર), કોંગ્રેસ (આઈ), કોંગ્રેસ (જે) તરીકે ઓળખાતી હતી. જ્યારે બીજી કોંગ્રેસ, કોંગ્રેસ (સંસ્થા), કોંગ્રેસ (ઓ), કોંગ્રેસ (એન) તરીકે ઓળખાતી હતી. સંસ્થાનો અર્થ સંગઠન થાય છે. સંગઠન ઉપર કારોબારીનું વર્ચસ્વ એક સર્વ સ્વિકાર્ય બાબત છે. એટલે નૈતિક રીતે તો કોંગ્રેસ (સંસ્થા) જ મૂળ કોંગ્રેસ કહેવાય. ચૂંટણીના પરિણામોથી કયો પક્ષ મૂળ પક્ષ એ નક્કી ન થઈ શકે. ચૂંટણીમાં તો હારજીત થતી રહે છે. અને કાયદેસર રીતે જોઇએ તો જનતા વ્યક્તિને ચૂંટે છે. પક્ષને નહીં.

૧૯૭૭માં કોંગ્રેસ સંસ્થાનો વિલય થયો. એટલે બીજી કોંગ્રેસ કે જે કોંગ્રેસ (આઈ, આર કે જે) બચી,  તે જ બાકી રહી. એટલે તે કોંગ્રેસ તરીકે ઓળખાઈ. આ કોંગ્રેસને મૂળ કોંગ્રેસ સાથે સૈદ્ધાંતિક રીતે કશી લેવા દેવા નથી.

(૨) એ જે હોય તે. પણ આ કોંગ્રેસમાં હવે એક કોંગ્રેસ શબ્દ છે એટલે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ ૧૯૭૭માં કોંગ્રેસ (આઈ) વિભાજિત થઈ. અને યશવંત રાવ ચવાણે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ બનાવ્યો. ૧૯૮૦ માં જનતા પાર્ટી હારી ગઈ, તો જગજીવન રામે “કોંગ્રેસ રીયલ”, પક્ષ બનાવ્યો. મમતાએ તૃણમૂલ કોંગ્રેસ બનાવ્યો. ઉડીયા કોંગ્રેસ પક્ષ પણ બન્યો. કોંગ્રેસ શબ્દ તો આ બધા પક્ષોમાં છે. તો તેમનો પણ મૂળ કોંગ્રેસ હોવાનો હક્ક છે.

નાશ નિશ્ચિત છે

(૩) નહેરુવીયન કોંગ્રેસમાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા માટે તેને મૂળ કોંગ્રેસ માનવી જોઇએ.

છેદ ઉડે છેઃ સ્વાંત્ર્ય સેનાનીઓ હોવા એ કંઈ કોંગ્રેસનો ઈજારો નથી. સમાજવાદી પક્ષમાં, પ્રજા સમાજવાદી પક્ષમાં, સંયુક્ત સમાજવાદી પક્ષમાં, જનસંઘમાં અને તૂટેલી કોંગ્રેસના બીજા હિસ્સાઓમાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. જો સંખ્યાને હિસાબે જોઇએ તો સર્વોદય સંગઠનમાં સૌથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. અને હવે તો કોઈપણ પક્ષમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ બચ્યા નથી. પૈતૃક વારસો લોકશાહીમાં મળતો નથી.

(૪) નહેરુવીયન કોંગ્રેસમાં સ્વાતંત્ર્ય સેનાની નહેરુ પોતે હતા. તેઓશ્રી પ્રધાન મંત્રી હતા. વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી પ્રધાન મંત્રી થયા, પછી ઈન્દિરા ગાંધી પ્રધાન મંત્રી થયાં. પછી રાજીવ ગાંધી પ્રધાન મંત્રી થયા. પછી રાજીવ ગાંધીના પત્ની સોનીયા ગાંધી પક્ષ પ્રમુખ થયાં. એટલે એક મહાન કુટૂંબ કે જેના એક આદ્ય વડિલે પોતાની સંપત્તિ દેશને દાનમાં આપી દીધી. અને વંશ પરંપરાગત રીતે પ્રધાન મંત્રી થતા રહ્યા કે પક્ષીય પ્રમુખ થતા રહ્યા તેને જ મૂળ કોંગ્રેસ કહી શકાય.

છેદ ઉડે છેઃ દાનમાં પોતાની સંપત્તિ આપી દેવાથી તે વ્યક્તિના વંશજો સંસ્થાનો કબજો ન લઈ શકે. લોકશાહીમાં આવી જોગવાઈ નથી. એક જ કુટૂંબના સંતાનો, વંશીય અનુક્રમે વડાપ્રધાન પદ કે પક્ષીય પ્રમુખ પદ ભોગવે તે કારણથી તે પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ગણી ન શકાય. લોકશાહીમાં આવો વારસો આપવાની જોગવાઈ નથી.

તો પછી નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી જોઇએ કે નહીં?

કેટલાક સુજ્ઞ લોકો માને છે કે કોંગ્રેસને એટલે કે નહેરુવીયન કોંગ્રેસને મરવા દેવી ન જોઇએ. તેને કોઈપણ ભોગે જીવાડવી જોઇએ.

કારણ કેઃ

(૧) લોકશાહી માટે એક જ પક્ષ હોવો હિતાવહ નથી.

(૨) બીજા વિકસિત અને લોકશાહી દેશોમાં સક્ષમ વિરોધ પક્ષ હોય છે.

(૩) વિરોધ પક્ષ મજબુત હોવો જોઇએ.

(૪) જો વિરોધ પક્ષ મજબુત હોય તો જ શાસક પક્ષ સીધો રહેશે.

(૫) જો વિરોધ પક્ષ મજબુત ન હોય તો શાસક પક્ષ આપખુદ થઈ જાય.

(૬) શાસક પક્ષને આપખુદ થતો ઘણા લોકશાહી દેશોએ જોયો છે. આપણા દેશે પણ શાસક પક્ષને આપખુદ થતાં જોયો છે.

છેદ ઉડે છેઃ ઉપરોક્ત માન્યતાવાળા મૂર્ધન્યો ઓગણીસો પચાસના દાયકામાં બાબાગાડી ચલાવતા ન હતા. અને ધારો કે તેઓ તે વખતે બાબાગાડી ચલાવતા પણ હોય તો પણ જ્યારે તમે રાજકારણની જે તે પરિસ્થિતિની વાત કરતા હો તે વખતનું જ્ઞાન તમને હોવું જોઇએ.

જો આપણે ભારતની વાત કરીએ તો ૧૯૫૨માં જવાહરલાલ નહેરુએ વડા પ્રધાન પદ ઉપર ૫ વર્ષ તો પૂરા કરેલા જ. તે વખતે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મૂર્ધન્યો જીવતા હતા. તે વખતે વિરોધ પક્ષ નહીં જેવો હતો. વિરોધપક્ષના નેતાઓ નીતિમત્તાવાળા હતા. પણ કોઈ ફલાણા પક્ષને જીવતો રાખો, અથવા લોકશાહીને મજબુત રાખવા માટે ફલાણા પક્ષને મજબુત કરો તેવી વાતો કોઈ કરતા ન હતા. વિરોધ પક્ષોને તેમણે તેમના હાલ ઉપર છોડી દીધેલા. ૧૯૫૭, ૧૯૬૨માં પણ આમ જ થયેલ. નહેરુ માનસિક રીતે આપખુદ હતા. વિરોધીઓની સાચી વાતોને પણ નકારતા હતા અથવા ઉડાવી દેતા હતા. આ બાબતમાં જેમને શંકા હોય તેમણે આચાર્ય ક્રિપલાણીની આત્મકથા અને મોરારજી દેસાઈની આત્મકથાના અમુક પ્રકરણો વાંચી લેવા.

સરદાર પટેલે નહેરુને અંગત પત્ર (ડૅમી ઓફીસીયલ) દ્વારા ચીનના ઇરાદાઓ વિષે ચેતવેલા. ધારો  કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, એવું માની ને આપણે નહેરુને માફ કરીએ. પણ  તિબેટ ઉપર ચીનનું આધિપત્ય સ્વિકારવું તે અક્ષમ્ય હતું, ધારો કે આ બીજી ભૂલ પણ માફ કરી દઈએ તો, વિરોધ પક્ષો દ્વારા ચીની સૈન્યની ઘુસણખોરીનો મુદ્દો જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠાવાતો ત્યારે ત્યારે નહેરુ, તે ઘુસણખોરીને ધરાર તેને નકારી કાઢતા હતા. વાસ્તવમાં જોઇએ તો ચીની સૈન્યની ભારતીય સીમામાં અવાર નવાર થતી ઘુસણખોરી તે જુઠાણાં ન હતાં. આ ઉપરાંત, ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સૈન્ય તૈનાત જ ન હતું. સરહદી સૈન્ય પાસે ઠંડીથી બચવા માટેના વસ્ત્રો ન હતા. મોજા ન હતા, બુટ ન હતા, શસ્ત્રો ન હતા એટલે જ્યારે ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું ત્યારે જનતા પાસે ઉઘરાણું કરવું પડ્યું.

યાદ રાખો, ભારતીય સૈન્ય કદી હાર્યું નથી. ચીન તે વખતે એવું સબળ ન હતું. આપણું સૈન્ય અનુભવી અને સક્ષમ હતું. પણ આપણું સૈન્ય તૈનાત જ ન હતું. આપણી સરહદ અસુરક્ષિત હતી.  ઈન્ડો-ચાઈના સરહદ ઉપર સક્ષમ સુરક્ષા પુરી પાડવા માટે ઓછામાં ઓછો છ માસનો સમય જોઇએ.

નહેરુને સ્વપ્નીલ વ્યક્તિ ને બદલે કમસે કમ ધૂની વ્યક્તિ કહી શકાય. એવી ધૂની વ્યક્તિ કે જે બધી બારીઓ બંધ રાખે છે. ફક્ત સમાજવાદની બારી ઉઘાડી રાખે છે. જ્યારે ચીન, નહેરુની એક બંધ બારી તોડીને અંદર આવ્યું ત્યારે નહેરુનો ભ્રમ ભાંગ્યો. નહેરુએ ઇતિહાસ અને મિત્રોની ચેતવણીઓની ધરાર અવગણના કરેલી.

ચીનના સમાજવાદમાં ચીનના શાસકનું આપખુદી પણું નહેરુને કઠતું ન હતું. પણ પાકિસ્તાનમાં જ્યારે ઇસ્કંદર મીરઝાએ માર્શલ લૉ જાહેર કર્યો તે નહેરુને લગાતાર કઠવા લાગ્યો હતો. નહેરુ ઉછળી ઉછળીને પાકિસ્તાનના  લશ્કરી શાસનની વિરુદ્ધ બોલતા હતા. પાકિસ્તાન સાથેના સંબંધો બગડવાનું બીજ ૧૯૫૪માં નહેરુએ અતિ ઉત્સાહિત થઈને વાવ્યું હતું.

ગાંધીજી હતા ત્યારે સર્વોદયી સમાજ સ્થાપવાની વાતો થતી હતી. આ વાતો ત્યાં સુધી ચાલુ રહી જ્યાં સુધી ૧૯૫૬ના અરસામાં લોકશાહીવાદી સમાજવાદી સમાજ રચનાનો ખરડો કોંગ્રેસ કારોબારીએ પાસ ન કર્યો.

કેટલાકને મન “સમાજવાદ ખરો પણ તેમાં લોકશાહી ન પણ હોય” એમ લાગતું હોય. જો કે ગાંધીજીએ કહેલું કે હું જવાહરને સમજી શકું છું પણ તેમના સમાજવાદને સમજી શકતો નથી.

આ સમાજવાદ એ વળી કયું ભૂત છે?

સમાજવાદ એ ભૂત પણ નથી અને વાદ પણ નથી. સમાજવાદ એક તૂત છે. જો તમે માનવીય મૂલ્યોનું હનન ન થવા તો સ્વસ્થ સમાજ હાથવેંતમાં છે. ગાંધીજીએ પ્રચ્છન્ન રીતે બધા વાદોને નકાર્યા હતા. ગાંધીજીએ કહેલ કે “તમે જ્યારે કંઈપણ કરો ત્યારે સૌથી અંતીમ માણસને તેનાથી શું ફાયદો થશે તે વિચારો. અને તે પ્રમાણે કાર્ય કરતા રહો એટલે બસ.

વિનોબા ભાવે એ ઈન્દિરાની સમાજવાદની મીથ્યા બાંગો વચ્ચે કહેલ કે

કુદરતી સંપત્તિ+માનવીય મૂલ્યો+ટેક્નોલોજી=વિકાસ. આ સમીકરણમાં ક્યાંય સમાજવાદનું પદ આવતું નથી.

सबका साथ

પક્ષ અને વાદ એ બંનેને ઉપરોક્ત વિકાસ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. આ વાત ૧૯૭૩ના અરસામાં પ્રચલિત કરવામાં આવી હતી. મોદીએ નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો હતો. એટલે તો મોદી “સૌનો સાથ સૌનો વિકાસ” એવો શબ્દ પ્રયોગ કરે છે. પણ જેઓ વિકાસને ગાળો આપે છે તેમની માનસિકતાની ચિકિત્સા થવી જોઇએ.

જગત મીથ્યા છે પણ વિશ્વ અનિર્વચનીય છે. જગત એટલે કે જગતની અંદર ચાલતા વ્યવહારો મીથ્યા છે. પણ વિશ્વ તો ઈશ્વરનું શરીર છે. વિશ્વ મીથ્યા નથી. વિશ્વ અનિર્વચનીય છે. વિશ્વને સમજ્યા વગર, જો મૂર્ધન્યો, જે પરિબળો સમાજને વિભાજિત કરે છે તેવા પરિબળોને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉત્તેજન આપશે તો તે સમાજ માટે ઘાતક બનશે.

સમજી લો. જ્યારે મહાત્મા ગાંધીના વિરોધીઓ હોઈ શકે છે તો મોદીના પણ વિરોધીઓ હોઈ શકે. જેમ ગાંધીજીને વાંચ્યા વગર, પોતાના મનગઢંત માન્યતાઓ અનુસાર ગાંધીજીને ગાળો આપ્યા કરનારાઓ આજની તારીખમાં અસ્તિત્વ ધરાવી શકે છે અને ખૂદને અવિશ્વસનીય સિદ્ધ કરી ખૂદને બદનામ કરે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીને બદનામ કરવા અમુક મૂર્ધન્યો, અસરકારક તથ્યો સંતાડી “સંત રજનીશમલ” અને “ઓશો આસારામ” જેવા બાવાઓને શોભે તેવા ટૂચકાઓ કહેતા હોય છે. પોતાની પીઠ થાબડતા હોય છે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ (માંસાહાર અને શાકાહાર)

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિ

ગુજરાતના એક ક્રાંતિકારી વિચારક મનાતા સ્વામિએ ગૌ-હત્યા બંધીને અહિંસાનો અતિરેક ગણાવ્યો છે. તેઓશ્રીએ એક પુસ્તક લખ્યું છે “ત્યાગ, અહિંસા અને આતંકવાદ”.

આપણે “અહિંસા” પુરતી આપણી ચર્ચાને મર્યાદિત રાખીશું. જ્યારે ગાંધીજીને અને અહિંસાને સાંકળીએ તો ગાંધીજીને અન્યાય ન થાય તે માટે ગાંધીજીની “અહિંસા” ની વ્યાખ્યાને સમજી લેવી જોઇએ. “સત્યાગ્રહ”ની વ્યાખ્યાને પણ સમજી લેવી જોઇએ.

“અહિંસા”, સાપેક્ષ હોય છે. ઓછામાં ઓછી હિંસા, એટલે અહિંસા. જબલપુરના એક ચાર રસ્તા ઉપર ગાંધીજીનું પુતળું છે. તેની નીચે લખ્યું છે કે “જો મારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું”.

જો કોઈ એક કામ એક લાકડી મારવાથી પતી જતું હોય તો બે લાકડી ન મારવી. અહિંસાનું શસ્ત્ર તેની સામે જ ઉઠાવી શકાય જે કાયદાના શાસનમાં માનતો હોય અને તેને તમારા ઉપર પ્રેમ હોય. જો કે તમે તેનું પારખું કરી શકો. કાઠીયાવાડના એક બાપુ પાસે ગાંધીજી સત્યાગ્રહ કરવા ગયા. સત્યાગ્રહ ઉપર (ઉપવાસ ઉપર) બેઠા પણ ખરા.  તે બાપુ તો વાટાઘાટો કરવા પણ તૈયાર ન હતા. વળી તે બાપુએ કહ્યું કે મારે તો સારું થશે કે જો ગાંધીજી ઉપવાસમાં મરી જશે તો મારું ગામ તો તીરથ થશે. ગાંધીજી ઉપવાસ બંધ કરીને ભાગી ગયા હતા.

greatness depends upon treatment of animal

અહિંસાનો અતિરેક છે?

ઉપરોક્ત સ્વામીજીને લાગે છે કે ગાય અને બળદ ની હત્યાની બંધી કરવી અને તેના માંસની બંધી કરવી તે અહિંસાનો અતિરેક છે. કોઈ પણ બાબતમાં અતિરેક યોગ્ય નથી. તે વાત સાચી છે.

અહિંસામાં અતિરેક કોને કહેવો તે નક્કી કરવું અઘરું છે અને તે વ્યક્તિગત પણ છે. વળી તે બીજા ઘણા પરિબળો ઉપર અવલંબે છે.

જોકે સ્વામીજી તે બાબતમાં આગળ વધુ લખે છે. ગાય અને બળદ (ખસી કરેલો સાંઢ), આર્થિક રીતે પોષાય તેમ નથી. સાંઢને ખસી કરવી તે પણ હિંસા છે પણ તે વગર છૂટકો નથી. કારણ કે સાંઢ આક્રમક હોય છે.  સો ગાયો વચ્ચે એક સાંઢ પૂરતો હોય છે. એટલે બાકીના સાંઢને ખસી કરી બળદ બનાવવા જ પડે. આજનો જમાનો ટ્રેક્ટરનો છે. બળદ હવે નિરુપયોગી થઈ ગયા છે. ગાય સતત દુઝણી હોતી નથી. ગૌશાળાઓમાં પણ હવે ગાય અને બળદ આર્થિક રીતે પોષાય તેમ રહ્યા નથી. આ બધા કારણસર તેમની કતલ કરવી જરુરી છે અને જેઓ માંસાહાર કરતા હોય તો તેમને માંસાહાર કરવા દેવો.  સ્વામીજીની પાસે પોતાની ગૌશાળા છે અને ગૌશાળાનો તેમને અનુભવ છે. તેના આધારે તેઓ માને છે કે ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી.

શું ગૌશાળા આર્થિક રીતે પોષાય તેમ નથી?

આજ બ્લોગ સાઈટ ઉપર “ગૌ હત્યાબંધી વિષે દંભીઓનું દે ધનાધન” વિષે બે લેખ આપેલા છે, તેને વાંચી જવા વિનંતી છે. આમ કહેવા પાછળનો હેતુ, પુનરાવર્તન ન કરવાનો છે.

જ્યાં સુધી માનવસમાજ જમીન ઉપર ખેતી કરે છે ત્યાં સુધી પશુઓ અનિવાર્ય છે.

આપણે બધા પ્રાણીઓ માટે બળદ શબ્દ વાપરીશું. બળ એટલે ઉર્જા અને “દ” એટલે ઉર્જા આપનાર. બળદ દ્વારા થતી ખેતી કુદરતી છે. આ ખેતી શ્રેય છે. જો કે માણસ જે કંઈ વિચારે અને કરે તે બધું જ કુદરતી છે. પણ ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે એટલે માણસની જવાબદારી વધે છે. માણસ વિરોધાભાસી નિર્ણયો લઈ શકે છે. પણ પૃથ્વી ઉપર વાતાવરણનું સંતુલન જળવાઈ રહે તે જવાબદારી માણસની છે.

“ટ્રેક્ટરનો જમાનો છે એટલે બળદ નકામા થઈ ગયા છે”. જમાનો ટ્રેક્ટરનો છે તે પર્યાવરણવાદીઓને માન્ય નથી.

સર્વોદય કાર્યકર જુગતરામ કાકા પાસે ઝીણાભાઈ દરજી ગયા હતા અને તેમને મોટર કાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. જુગતરામ કાકાએ સપ્રેમ ના પાડી. તેથી તેમણે ટ્રેક્ટર આપવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે જુગતરામ કાકાએ પૂછ્યું કે “તમારું ટ્રેક્ટર પોદળો મૂકે છે?”

 “ગૌ સૃષ્ટિના પ્રાણીઓ આર્થિક રીતે પરવડે કે નહીં?”  તેનું અર્થ શાસ્ત્ર અને ગણિત તમે સરવાળા-બાદબાકીમાં ન કરી શકો. એક કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ સોનું એમાં મોઘું કોણ તે સામાજીક અર્થશાસ્ત્રના નિયમોને આધારે નક્કી કરાય છે. વાસ્તવમાં જમીન અને અન્ન અમૂલ્ય છે.  પહેલું પૂનર્પ્રાપ્ય નથી, બીજું પૂનર્પ્રાપ્ય છે. આપણે જમીનની માલિકીના, ગામડાની સંરચનાના અને શહેરોની સંરચનાના ખ્યાલો બદલવા પડશે. અને તે માટે મન ખુલ્લું રાખી કાયદાઓ અને નિયમો ઘડવા પડશે. ન્યાયાલયો ઉપર સૌથી મોટો બોજો સ્થાવર મિલ્કતની માલિકીને લગતા, અને અણઘડ સરકારી અમલદારોએ લીધેલા ચૂકાદાની સામે થયેલી અપીલોના કેસોનો જ છે.

ટ્રેક્ટર એક મશીન છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી એ એક રીત છે.

ટ્રેક્ટરનું આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી તે રીતનું પણ આયુષ્ય કેટલું?

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે.

ટ્રેક્ટર એક અવિદ્યા છે. બળદ કે પાડો, એ વિદ્યા છે. અવિદ્યા એ અધૃવ છે. વિદ્યા એ ધૃવ છે. જે ધૃવ ને છોડીને અધૃવનું સેવન કરે છે તેનું ધૃવ પણ નાશ પામે છે અને અધૃવ તો નાશ પામેલું જ છે. તમે ટ્રેક્ટરને લાવ્યા એટલે બળદ નકામો થઈ ગયો. અને ટ્રેક્ટર તો નાશ પામવાનું જ છે. ભૂગર્ભતેલના ભંડાર અમાપ નથી. તે ૪૦ વર્ષ ચાલે એટલા છે. તે પછી શું?

ટ્રેક્ટર માણસે બનાવેલું મશીન છે. બળદ ઈશ્વરે (પ્રકૃતિએ) બનાવેલું મશીન છે. મનુષ્ય ઈશ્વરથી કુશળ ન હોઈ શકે.

પ્રકૃતિ રહી દુર્જેય પરાજિત હમ સબ ભૂલે થે મદમેં

હાં કિ, ગર્વરથમેં તુરંગસા જો ચાહે જિતના જુત લે (પ્રલય મહાકાવ્ય)

સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નક્કી કરી આપે. ખેડૂતોના દેવા માફ કરવા તે સાચો ઉપાય નથી. આવા ઉપાયોને અવારનવાર સ્વિકૃતિ આપી ન શકાય. આવા ઉપાયો કરવાથી ખેડૂતોની આદતો બગડે છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યાઓ ઉપર સંશોધન થવું જોઇએ. સામાજીક રીતરિવાજોના ખર્ચાઓને કારણે પણ તેમને પૈસાની તંગી પડતી હોય છે. વિલાયતી ખાતર બનાવતા કારખાનાઓ સદંતર બંધ કરી દેવા જોઇએ. દેશી ખાતર જ શ્રેષ્ઠ ખાતર છે. ભલે ઓછું ઉત્પાદન થતું હોય પણ લાંબા ગાળે અને સરવાળે તે ખાતર જ જમીનને માટે અને ઉત્પાદનની વૃદ્ધિ માટે યોગ્ય છે. ટપક પદ્ધતિ, ખેત તલાવડી, અપાર વૃક્ષો, ગૌ મૂત્રનો વ્યાપક ઉપયોગ, કૃષિ આધારિત ઉદ્યોગો અને તેના વેપારનું ખેડૂતો દ્વારા જ સંચાલન, ખેડૂતોનો ઉદ્ધાર કરી શકશે.

ગૌસૃષ્ટિનો સભ્ય પર્યાવરણનો રક્ષક છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોદળો મુકે છે. તેનું ખાતર બનાવી શકાય છે અને તેનું બળતણ પણ કરી શકાય છે. ટ્રેક્ટર પ્રદુષણ યુક્ત ધુમાડો છોડે છે. ટ્રેક્ટર બગડે તો કુશળ કારીગરની જરુર પડે છે. ગૌસૃષ્ટિનો સભ્ય અને ટ્રેક્ટરની સરખામણી થઈ ન શકે.

તમે હિસાબ માંડો. ગૌસૃષ્ટિનો સભ્ય કેટલું ખાતર આપે છે? ગૌસૃષ્ટિનો સભ્ય કેટલી જમીન સુધારે છે? ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની દવા પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય પોતાની મેળે ઘરે આવી શકે છે.  ગૌસૃષ્ટિનો સભ્ય પોતાનો બચાવ પોતે કરી શકે છે. ગૌસૃષ્ટિનો સભ્ય રીપ્રોડક્ટીવ છે. ટ્રેક્ટર આમાંનું કશું જ નથી. તમે એનો પણ હિસાબ લગાવો કે વિલાયતી ખાતરના કારખાના પાછળ કેટલો ખર્ચો થાય છે. તે કેટલી જમીન રોકે છે. આ ખાતરના કારખાના કેટલી જમીન બરબાદ કરે છે. ખાતરના ટ્રાન્સ્પોર્ટેશનમાં કેટલો ખર્ચો થાય છે. ખાતરના કારખાનાને જે કંઈ સવલતો સરકારે આપી છે તેનો પણ હિસાબ કરો. આ બધાની કિંમતનો સરવાળો કરો અને તેને દેશી ખાતરથી થતી ખેતીના ખર્ચામાંથી અને ગૌશાળાના ખર્ચામાંથી બાદ કરો.

એપ્રોપ્રીએટ ટેક્નોલોજી

જો તમે ટૂંકા ગાળાનો હિસાબ માંડતા હો તો …. આ બધી વાતો છોડો. આપણે હિસાબ જુદી રીતે લગાવીએ. ગૌસૃષ્ટિનું કોઈ પણ પ્રાણી નિરુપયોગી નથી. દરેક પ્રાણી ઉર્જાવાન છે. પણ આપણે તેની ઉર્જાના ઉપયોગની શક્યતાઓને વિચારી નથી. તેથી તેની ઉર્જાનો ઉપયોગ કરી શકાય તેવી તકનિકીઓ વિકસાવી નથી. આપણે ધારી લીધું છે કે આવી તકનિકીઓ વિકસી જ ન શકે.

દરેક પ્રાણીને કેળવી શકાય છે. તમે પ્રાણીઓની ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરી શકો છો. તેના થી લીફ્ટ ચલાવી શકો (ગ્રામ્ય વિસ્તારોમાં). તમે તેલઘાણીમાં તે ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. તેલઘાણીનો ખોળ પશુઓ માટે શ્રેષ્ઠ વિટામીન છે. તમે નાના અંતરમાં તેનો વાહન ચલાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના ખાતરનો અને તેમાંથી નિકળતા ગેસનો ઉપયોગ ગેસના સીલીન્ડર ભરવાની ટેકનિક વિકસાવીને કરી શકો છો. તમે બીજી અનેક રીતે તેની ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. આપણી ટેક્નોલોજી એપ્રોપ્રીએટ ટેક્નોલોજી હોવી જોઇએ. નફા તોટાનો હિસાબ, તમે હિસાબ કેવી રીતે કરો છો તેના ઉપર આધાર રાખે છે.

જો મનુષ્યજાતિએ સ્વકેન્દ્રી થવું ન હોય તો, પ્રાકૃતિક યંત્રો સાથે મનુષ્યના યંત્રો સ્પર્ધા જ ન કરી શકે. જો આમ ન હોત તો પશ્ચિમી સત્તાને ભારતમાં વણકરોના આંગળા કાપી નાખવાની જરુર પડી ન હોત. મહાત્મા ગાંધીએ ખાદીનો પ્રચાર શા માટે કરેલો? મહાત્મા ગાંધીનો પહેલો સવાલ એ હતો કે “તમે ભારતના ગરીબોને તાત્કાલિક રોજી, કેવી રીતે આપી શકશો?

આજ બ્લોગ સાઈટ ઉપર “નવ્ય સર્વોદયવાદ” ઉપલબ્ધ છે. વિસ્તૃત માહિતિ માટે તમને તે વાંચવાની વિનંતિ છે.

“ભારતીય સંસ્કૃતિમાં ગૌ-સૃષ્ટિ સાથે જે લાગણીશીલતાનું પરિબળ સંકળાયેલું છે તેની સદંતર અવગણના કરી ન શકાય. ભારતીયોને તમે કૃતઘ્ન (હરામખોર) થવાની ફરજ પાડી ન શકો. દરેક દેશને પોતાની માનસિકતા હોય છે.

ગૌ-હત્યા બંધીનો વિરોધ વાસ્તવમાં કોને છે?

મુસ્લિમોને ગૌ-હત્યા બંધી સામે વિરોધ નથી. જે કંઈ વાંધો છે તે સામ્યવાદીઓને અને ખ્રીસ્તીઓને છે. સામ્યવાદીઓને એટલા માટે છે કે તેઓ જ્યારે સત્તામાં ન હોય ત્યારે વિખવાદ અને અરાજકતા ફેલાવવામાં માને છે. પ્રણાલીઓને ધર્મ સાથે જોડી તેઓ વિખવાદ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા તેઓ અરાજકતા ફેલાવવા માગે છે.

સામાન્ય ખ્રીસ્તીઓ નિરુપદ્રવી છે. પણ તેમના શાસકો અને પાદરીઓ લાંબાગાળાનું વિચારે છે. જો તેમને સમજવા હોય તો તમારે રાજીવ મલહોત્રાએ લખેલ પુસ્તકો જેમકે “બ્રેકીંગ ઈન્ડિયા”, “વી આર ડીફરન્ટ”, “ઈન્દ્રાજ઼ નેટ” અને “બેટલ ફોર સંસ્કૃત” જરુર વાંચવા. યુ-ટ્યુબ ઉપર તેમના પ્રવચન અને સંવાદો ઉપલબ્ધ છે.  અમેરિકા ભલે પોતાને “માનવીય હક્કો”નો પુરસ્કર્તા માનતું હોય પણ તેની કાર્યશૈલી “મુસ્લિમ આતંક”વાદીઓ પ્રત્યે ભેદભાવ વાળી જ રહી છે. તેમને મન કેટલાક આતંકવાદીઓ ગ્રુપો સારા અને કેટલાક આતંકવાદી ગ્રુપો ખરાબ હોય છે. ખ્રીસ્તી આતંકવાદથી તો તે પોતાને સાવ અજ્ઞાની જ રાખે છે. ભારતમાં સામ્યવાદીઓનો, ખ્રીસ્તી પાદરીઓનો અને કટ્ટર મુસ્લિમોનો એક સમાન એજન્ડા છે. આપણામાંના કેટલાક સુજ્ઞ લોકો તેમના તર્કશાસ્ત્રથી ભોળવાઈ જાય છે. તેથી તેઓ તેમની પ્રત્યે કંઈક વધુ પડતા (તેને આપણે અતિરેક કહીશું), સહિષ્ણુ અને રીસ્પેક્ટફુલ બની ગયા છે.

ગાંધીજી જવાહરના માનસને સમજી શકતા હતા

ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વને કારણે કોંગ્રેસી નેતાઓ તેમના સિદ્ધાંતોને નકારી શકતા ન હતા. ગાંધીજીએ કહેલ કે તેઓ “જવાહરને સમજી શકે છે. પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી”.

ગાંધીજી “જવાહર”ને સમજી શકે છે તેમાં  ઘણું સમાયેલું છે.  ગાંધીજી સમજતા હતા કે નહેરુ એક “નૉટી બૉય” છે. નહેરુનું તત્કાલિન કોંગ્રેસ સંગઠન ઉપર એટલું બળ ન હતું. પણ નહેરુ યુવાનોના પોસ્ટર બૉય હતા. એટલે તેઓ કોંગ્રેસને તોડવા માટે સક્ષમ હતા. જો તે વખતના નાજુક સમયમાં કોંગ્રેસ તૂટે તો દેશના બે કરતાં વધુ, એટલે કે કદાચ છ થી સાત ભાગલા પડી શકે તેમ હતા. એટલે મહાત્મા ગાંધીએ વ્યુહરચનાના ભાગરુપે, કોઈએ ભલામણ કરી ન હતી તે છતાં પણ, નહેરુને વડાપ્રધાન બનાવ્યા. આ એક હંગામી વ્યવસ્થા હતી. પણ તે પછી થોડા જ સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ મરી ગયા. નહેરુએ એક પછી એક તેમના પ્રતિસ્પર્ધીઓને દૂર કર્યા. પરિણામ સ્વરુપે શું થયું તે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં બહુમતિ ઉપર દમન થયું અને આપણા સુજ્ઞ લોકો મૂર્ખતા કે સ્વાર્થને કારણે તેના હાથા બન્યા.

આઝાદીની શરુઆતમાં ગાંધી-વિચારોનું પ્રબલ્ય રહ્યું હતું. તેથી જ ગૌ-હત્યા બંધી, દારુ-બંધી, અહિંસક સમાજ જેવા સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં “આદેશાત્મક સિદ્ધાંતો તરીકે જગા મળી”. પણ નહેરુ ખંધા હતા એટલે તેમણે તેને લગતા કાયદા અને અમલનું કામ રાજ્યો ઉપર છોડ્યું. “જા બીલ્લી કુત્તેકો માર”

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

ટેગ્ઝઃ ગુજરાતના ક્રાંતિકારી વિચારક, અહિંસા, અતિરેક, ગાંધીજી, સત્યાગ્રહ, કાયરતા, કાઠીયાવાડી, ગૌ સૃષ્ટિ, ગાય, બળદ, સાંઢ, બકરી ઘેટાં, ઊંટ, ભેંસ, પાડા, માનવ સમાજ, ઈશ્વર, બુદ્ધિ, પૃથ્વી, વાતાવરણ, પર્યાવરણ, સંતુલન, કુદરતી, પ્રાકૃતિક, ટ્રેક્ટર, ખેતી, પોદળો, વિલાયતી ખાતર, ગૌમૂત્ર, સંરચના, ન્યાયાલય, વિદ્યા, અવિદ્યા, ધૃવ, અધૃવ, મશીન, જવાહર, સમાજવાદ, સામ્યવાદ, ખ્રીસ્તી પાદરીઓ, શાકાહારી, માંસાહારી

 

Read Full Post »

લાંબી ધારે દુગ્ધપાન

હાજી … નહેરુવીયન કોંગ્રેસ એટલે કે કોંગી, અનામતીયા

પાટીદારોને લાંબીધારે દુગ્ધપાન કરાવશે.

આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે.

breast feeding

હાજી આ લેખ અનામતીયા પાટીદારોને અર્પણ છે. કારણ કે મારે અગણિત પાટીદાર મિત્રો છે અને તેઓ અનામતમાં માનતા નથી. એટલે સામાન્યીકરણ કરી સમગ્ર પાટીદાર જાતિને અપમાનિત ન કરી શકાય.

જે પાટીદારો અનામત મેળવવા માટે બીજેપી ની સામે પડ્યા છે અને ચોર (નહેરુવીયન કોંગ્રેસ)ની વાદે ચણા ખાવાના અભરખા રાખે છે તેઓ બલુન છે. (“ચોરનીવાદે ચણાખાવા” એ એક કાઠીયાવાડી શબ્દપ્રયોગ છે).

બલુનમાં ભેજુ ન હોય. બલુનમાં હવા હોય. નહેરુવીયન કોંગીઓએ હવા ભરી એટલે આ બલુન ઉડ્યાં છે.

જો આ બલુનોમાં ભેજુ હોત તો નહેરુવીયન કોંગીને ચાળે ચડ્યાં ન હોત.

લાંબી ધારે દુગ્ધપાન એટલે શું?

જેઓ તળપદી ગુજરાતીથી અજ્ઞ નથી તેઓ “લાંબી ધારે દુગ્ધપાન” શબ્દ પ્રયોગનો અર્થ સુપેરે જાણે છે. જો કે “દુગ્ધપાન” શબ્દ “સુરુચિનો ભંગ” ન થાય એટલા માટે વાપર્યો છે.

કોંગી એટલે કોંગ્રેસ (આઈ) એટલે કે “ઈન્દિરા કોંગ્રેસ” માટે વપરાતો શબ્દ હતો અને હજી પણ તે માટે વપરાય છે. જો કે કોંગ્રેસના વંશવાદી લક્ષણ ૧૯૫૦ પછી નહેરુ દ્વારા પ્રદર્શિત થયા એટલે “નહેરુવીયન કોંગ્રેસ” શબ્દ વધુ યોગ્ય છે. પક્ષ એટલે પાર્ટી. પક્ષ પુલ્લિંગ છે. પાર્ટી સ્ત્રીલિંગ છે. એટલે દુગ્ધપાન સાથે કોંગી શબ્દનો વધુ મેળ ખાય છે.

બિચારા આ બલુનો ભૂલી ગયા કે કેશુભાઈને કોણે ગબડાવેલા? આ સંકરસિંહ વાઘેલાએ જ તો તેમને ગબડાવેલા. હવે જો શબ્દોની રમત રમવી હોય તો “વાઘેલા” ને બદલે “વા ઘેલા”, કે “વા” ને બદલે “અ” પણ વપરાય. કે “બા” (સોનિયાબા માં પણ બા શબ્દને ઉઠાવાય) પણ વપરાય. પણ જવા દો એવી શબ્દોના પ્રાસથી સત્ય સિદ્ધ થતું નથી. એટલે એ પ્રયોગો આપણા દેશના “રાહુ” કે “અ ધેલા” જેટલી કિમતવાળા લોકો માટે રાખીએ.

કેશુભાઈને કોણે ગબડાવ્યા?

આ સંકરશીંગ જ ઉતાવળ ને ઉતાવળમાં હાથ ધોયા વગર કેશુબાપાને ઉથલાવવામાં પડી ગયેલા. આ સંકરશીંગ જરા પૉરૉ ખાવા પણ ઉભા રહ્યા ન હતા. (ભાઈઓ અને બહેનો, ભૈયાજીભાઈઓ સિંહનો ઉચ્ચાર સીંગ કરે છે. અને આપણા કેટલાક ભાઈઓ “હ્રસ્વ દીર્ઘના ભેદમાં ન માનવું” એવી ચળવળ ચલાવે છે. “શ”, “ષ” અને “સ” ના ભેદમાં પણ ન માનવું, તે પણ, આમ તો તે જ વિચારધારામાં આવે છે. પણ આ વિષે આપણે ચર્ચા નહીં કરીએ. ક્યારેક આપણે તેમની મજાક પણ કરવી જોઇએ.) બિચારા બલુનો ભૂલી ગયા કે આ સંકરશીંગ વાઘેલાએ તેમને “હજુરીયા” કહેલ. આ સંકરશીંગભાઈએ ચિમનભાઈ પટેલ પાસે થી “ચેપ” લીધેલ.

આ “ચેપ” વળી શું છે?

ભાઈઓ અને બહેનો, રાજકારણમાં જેમ પેચ લડાવવાની પ્રણાલી કે ફેશન છે તેમ રાજકારણમાં “ચેપ” લેવાની ફેશન છે. ઘણી જાતના ચેપ હોય છે.

પહેલો ચેપ “પક્ષમાં જ જુથ”

પહેલો “ચેપ” એ હતો કે પક્ષની અંદર જ એક “વહાલું” જુથ બનાવવું જેથી જ્યારે જરુર પડે ત્યારે આપણા આ “વહાલા” જુથના સભ્યો સિવાયના સભ્યોને “દવલા” બનાવી શકાય અને આપણે નવો પક્ષ બનાવવો હોય તો લોકશાહીમાં સરળતા રહે છે. (સામ્યવાદમાં આ શક્ય નથી. ત્યાં તો કાં તો જીતો કાંતો ખતમ થાઓ.)
આ “ચેપ” વિષે જો રોયલ્ટી આપવાની થાય તો તેની રોયલ્ટી નહેરુને મળે. કોંગ્રેસમાં બે જુથો હતાં. જહાલ અને મવાળ. મવાળ જુથ આગળ ચાલ્યું. એ પછી આપણા સમાજવાદી જવાહરલાલ નહેરુએ એક “સમાજવાદી” ગ્રુપ બનાવ્યું. એના બે ભાગ પડ્યા અને એક ભાગ કોંગ્રેસથી જુદો થયો. આ ભાગ પ્રજાસમાજવાદી પક્ષ તરીકે જુદો પક્ષ બન્યો. વાત બહુ લાંબી છે. એટલે એની ચર્ચા નહીં કરીએ.

જવાહર લાલ પોતાને સમાજવાદી માનતા કારણ કે વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદમાં માનવું એ પોતાને “તરવરીયા યુવાન”માં ખપાવવા માટેની એક માન્ય ફેશન હતી !!

જ્યારે સ્વતંત્રતા હાથવેંતમાં આવી ત્યારે પ્રણાલી પ્રમાણે કોંગ્રેસે તેની પ્રાંતોની સમિતિઓ પાસેથી વડાપ્રધાન પદ માટેની ભલામણો માગી. એક પણ પ્રાંતે નહેરુના નામની ભલામણ કરી ન હતી.
નહેરુ લોકપ્રિય હતા તેની ના ન પાડી શકાય. કોઈ એક વ્યક્તિ, પક્ષમાંના યુવાનોમાં લોકપ્રિય હોય અને જનતામાંના યુવાનોમાં લોકપ્રિય હોય એનો અર્થ એવો નથી કે પક્ષના સંગઠનમાં પણ તે વ્યક્તિ એક નંબરનો હોય.

પક્ષના સંગઠનમાં સામુહિક અને અનુભવી નેતાઓનું વર્ચસ્વ હોય છે. કારણ કે દેશ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. તેવીજ રીતે પક્ષ પણ ફક્ત યુવાનોનો બનેલો હોતો નથી. યુવાનો ચંચળ મનોવૃત્તિના હોય છે અને તેમને જલ્દી ફસાવી અને ફોસલાવી શકાય છે. જેમકે “નવનિર્માણ” નું આંદોલન, યુવાનોએ ચલાવેલ. આ આંદોલન યુવાનોએ નહેરુવીયન કોંગ્રેસ સામે ચલાવેલ. તેમાંના તે વખતના કેટલાક, આગળ પડતા નેતાઓ, થોડા સમય પછી નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા હતા. અત્યારે પણ નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.

નહેરુના સમાજવાદને કોંગ્રેસના મૂર્ધન્ય નેતાઓ સમજી શકતા ન હતા. પણ નહેરુની સમાજવાદની પપુડી વાગ્યા કરતી હતી. જવાહરલાલ નહેરુ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને જણાવ્યું કે વડાપ્રધાનના પદ માટે, તેમના નામની ભલામણ એક પણ પ્રાંતીય સમિતિએ કરી નથી.

“તેજીને ટકોરો હોય” અને “શાણો માણસ સાનમાં સમજી જાય”. ગાંધીજીનું કહેવું એ હતું કે “હે જવાહર, તું હવે તારી ઉમેદવારી પાછી ખેંચી લે… કારણ કે દેશનો નેતા પ્રાંતીય સમિતિઓની સર્વસંમતિથી થાય એ યોગ્ય રહેશે”.

નહેરુ આ વાત સમજી ન શકે તેવા મૂઢ ન હતા. તેમણે વિચાર્યુ કે પક્ષની અંદરનું મારું સમાજવાદી જુથ તો મારી સાથે છે જ. પક્ષની બહારના અનેક બીજા જુથો મારા જુથમાં ભળી જશે અને મને સહકાર આપશે. જનતામાં પણ હું લોકપ્રિય તો છું જ. પક્ષની અસાધારણ સભા બોલાવવા જેટલા સભ્યો તો મારી પાસે છે જ. એટલે કોંગ્રેસના ભાગલા પાડી નવો પક્ષ સહેલાઈ થી બનાવી શકીશ. નહેરુ માટે ઉપરોક્ત વાત શક્ય હતી.

ગાંધીજીની વાત સાંભળી નહેરુ ખીન્ન તો થયા. નહેરું કશું બોલ્યા વગર ગાંધીજીનો ખંડ છોડીને જતા રહ્યા. ગાંધીજીને એ વાતની ગંધ આવી ગઈ કે નહેરુ કોઈ પરાક્ર્મ કરવા કૃતનિશ્ચયી છે. એટલે કે કોંગ્રેસના ભાગલા કરવા કૃતનિશ્ચયી છે.

સરદાર પટેલ, નહેરુથી એક મુઠ્ઠી ઉંચેરા માનવી હતા

કહેવાતા સમાજવાદી નહેરુના મુખ્ય હરિફ સરદાર પટેલ હતા. નહેરુના સાથીદારો સરદાર પટેલને “મૂડીવાદીઓના પીઠ્ઠુ”, “સ્થાપિત હિતોના પીઠ્ઠુ” “બુર્ઝવા” તરીકે ભાંડતા હતા. આ વાતથી દેશ અજાણ્યો ન હતો એટલે આ વાતની ગાંધીજીને ખબર ન હોય તે બનવા જોગ નથી. એટલે જ ગાંધીજીએ સરદાર પટેલને બોલાવ્યા. પોતાનો ભય બતાવ્યો કે હાલના સંજોગોમાં જો કોંગ્રેસ તૂટશે તો દેશના અનેક ટૂકડા થશે. નહેરુ પોતાને માટે કમસે કમ ઉત્તરાંચલિસ્તાન તો અલગ કરશે. ખાલિસ્તાન, દલિતીસ્તાન, દ્રવિડીસ્તાન અને કેટલાક સ્વતંત્ર રહેવા માગતા રાજાઓ, આ બધી માગણીઓને નહેરુ કે તૂટેલી કોંગ્રેસ નિવારી નહીં શકે. આ બધું નિવારવા માટે આર્ષદૃષ્ટા અને વહીવટી રીતે કુશળ સરદાર પટેલ જ યોગ્ય છે. સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસ આપ્યો કે તે કોંગ્રેસને તૂટવા દેશે નહીં. અને આપણે જોઇએ છીએ કે સરદાર પટેલે બાજી કેવી રીતે સંભાળી લીધી.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે સરદાર પટેલને “કોમ્યુનલ” કહીને હૈદરાબાદમાં ધૂતકારેલ કોણે? ખુદ જવાહર લાલ નહેરુએ.

જે નહેરુવીયન કોંગ્રેસના પાયામાં જ સરદાર પટેલનો અનાદર અને અપમાન હતા, તે જ નહેરુવીયન કોંગ્રેસ જ્યારે (લાંબી ધારે) “દુગ્ધપાન” કરાવવાની લાલચ આપે છે ત્યારે આ અનામતીયા પાટીદારો તેના ખોળામાં બેસવા તૈયાર થઈ ગયા તેને તમે હૈયા ફુટ્યા નહીં કહો તો શું કહેશો?

આ કોઈ હાઈપોથીસીસ નથી. આ વાતની આ રહી સાબિતી. દેશમાં બધું ઠરીને ઠામ થયું. કોંગ્રેસમાં નહેરુ એકચક્રી રાજા થયા અને જ્યારે ચીન સામે ભારતનો કરુણ પરાજય થયો, ત્યારે નહેરુએ “કામરાજ પ્લાન હેઠળ, સરદાર પટેલના વારસદાર મોરારજી દેસાઈને કેવી રીતે બદનામ કર્યા અને મંત્રીમંડળમાં થી હટાવ્યા તે આપણે જાણીએ છીએ. એટલું જ નહીં તેમણે પ્રજાસમાજવાદી પક્ષને પણ પોતાની જોડે કેવો ભેળવી દીધો તે પણ આપણે જાણીએ છીએ.

“આયારામ ગયારામ” ના જનક નહેરુ હતા.

આ ચેપ સૌપ્રથમ ચરણસીંગે યુપીમાં “સંયુક્ત વિધાયક દલ” સ્થાપીને યુપીમાં નહેરુવીયન કોંગ્રેસની સરકારને ઉથલાવી. પછી તો આ ચેપ ઘણાને લાગ્યો. જેમકે બંસીલાલ, ભજનલાલ, સુખડીયા, ચિમનભાઈ, એનટી રામારાવ, તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુ, જય લલિતા આદિ. આપણા સંકરશીંગે પણ તે ચેપને અપનાવ્યો.

બીજો ચેપઃ “ધરાર ખોટું બોલવું”

નહેરુએ તત્વજ્ઞાની શબ્દો વાપરી વિતંડાવાદ ઉત્પન્ન કરતા અને પોતાના જુઠાણાનો બચાવ કરતા. ગઈ સદીના પચાસના દશકામાં તેમણે ચીનની લશ્કરી ઘુસણ ખોરીનો બચાવ આ રીતે કરેલો, “ચીને કોઈ ઘુસણખોરી કરી નથી (મસ્જીદમાં ગર્યો તો જ કોણ?)…એ પ્રદેશ તો ઉજ્જડ છે. ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી… લાઈન ઓફ કન્ટ્રોલની કોઈ વ્યાખ્યા નથી, યુદ્ધથી કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી, યુનોદ્વારા કોઈ પ્રશ્નો ઉકેલાયા નથી…”

તત્વજ્ઞાની વિતંડાવાદ કરવો, ધરાર ખોટું બોલવું અને તારતમ્યોવાળા નિવેદનો કરવા એ વલણ ઈન્દિરા ગાંધીએ પૂરબહારમાં વિકસાવ્યું હતું. “આત્માનો અવાજ, કટોકટી અનુશાસન પર્વ છે, હમારા લક્ષ્ય સબસે નમ્ર વ્યવહાર, જેવા અનેક, સ્લોગનો વહેતા મુકેલા હતા.

નહેરુવીયન કોંગ્રેસનું બીજું ગુજરાતી ભક્ષ્ય “ચિમનભાઈ પટેલ”

ગુજરાતમાં નહેરુવીયન કોંગ્રેસને મજબુત કરવામાં ચિમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ૧૯૭૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નહેરુવીયન કોંગ્રેસને ૧૬૨માંથી ૧૪૦ બેઠક અપાવનાર ચિમનભાઈ પટેલ હતા. તેથી ચિમનભાઈ પટેલ વિધાનસભાના નહેરુવીયન કોંગ્રેસમાં અસાધારણ બહુમતિ ધરાવતા હતા. પણ ચિમનભાઈ આજ્ઞાંકિત ન હતા. ઘનશ્યામભાઈ ઓઝાને હટાવીને ચિમનભાઈ પટેલ ધરાર મુખ્ય મંત્રી થયા.
પણ કોંગીને ખાટલે ખોડ હતી.

કોંગીનું મૂળ ભ્રષ્ટાચારમાં હતું. ભ્રષ્ટાચાર તો કોંગીની ગળથુથીમાં હતો. કોંગીની સામે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને કોંગીએ પદભ્રષ્ટ કર્યા. ચિમનભાઈએ પુસ્તિકા લખી કે કોંગીના કુળદેવીએ કેવી રીતે ગુજરાતમાંથી પૈસા ઉઘરાવેલા. કોંગીએ ચિમનભાઈની પક્ષમાંથી હકાલપટ્ટી કરેલી. ચિમનભાઈએ કિસાન-મઝદુર-લોક-પક્ષ સ્થાપ્યો.

આ અનામતવાળા બિચારા બલુનો ભૂલી ગયા કે ચિમનભાઈ પટેલની રેવડી દેણેદાણ કોણે કરેલી? ઇન્દિરા ગાંધીએ જ તો તેમને જેલમાં પૂરેલ અને ટોર્ચર કરેલ. એટલે ચિમનભાઈએ તેમના પક્ષ કિમલોપ નો લોપ કરી નહેરુવીયન કોંગ્રેસમાં પોતાની જાતને ભેળવી દીધેલી. અને આ નહેરુવીયન કોંગ્રેસે તેમને તરણું મોઢામાં લેવડાવેલ.

આ બલુનોમાં અક્કલ કે આબરુ કે સ્વમાન જેવું છે જ ક્યાં?

કુતરા અને ગધેડાને તમે મારો તો તેઓ તેની વેદના બીજી ક્ષણે ભૂલી જાય છે. તમે ભક્ષ્ય ધરો એટલે પંછડી પટપટાવતા તમારી પાસે આવી જાય છે. યાદ કરો સંસ્કૃતનો શ્લોકઃ “સારમેય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ, મુહૂર્તાત્‌ પરતો નાસ્તિ પ્રહાર જનિતા વ્યથા.

ધિક્કાર છે આવા બલુનીયા પાટીદારોને જેઓ “ભારત સર્વ પ્રથમ” ને બદલે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે અને તે માટે મુસલમાન થવા પણ તૈયાર છે.

કોંગીનું ત્રીજું ભક્ષ્ય હતું કેશુભાઈ પટેલ.

કોંગીએ સંકરશીંગને (લાંબી ધારે) દુગ્ધપાન નો વાયદો કરેલ. સંકરશીંગ વાઘેલાએ પહેલાં તો પોતાનું પપુડું વગાડેલ કેશુભાઈને ગબડાવેલ. પછી અસ્તિત્વ ટકાવવા તેઓ કોંગીમાં ભળ્યા. કોંગીએ સંકરશીંગને કેટલું દુગ્ધપાન કરાવ્યું તે આપણે જાણતા નથી.
બીજેપીના પ્રભારી નરેન્દ્ર મોદીએ બીજેપીને જીતાડી કેશુભાઈને પૂનર્ સ્થાપિત કરેલ.
પણ જણનારીમાં જોર ન હોય તો સુયાણી બિચારી શું કરે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી હારવા માંડી. હદ તો ત્યારે થઈ કે ૧૯૭૫માં ઈન્દિરાઈ કટોકટીમાં પણ અમદાવાદની મ્યુનીસીપાલીટીની ચૂંટણીમાં જનતાપાર્ટી જીતી હતી અને કોંગી હારી હતી, તે અમદાવાદની ચૂંટણી ૨૦૦૦માં કોંગી જીતી ગઈ અને બીજેપી હારી ગઈ.

કોંગીનું ચોથું ભક્ષ્ય છે આનંદીબેન પટેલઃ

કોંગી જ્યારે ક્યારેય પણ બહુમતિ ન આવે ત્યારે બીજા પક્ષોનો સાથ લે છે. કેરાલાની સામ્યવાદી સરકારને હરાવવા માટે કોંગીએ ઘોર કોમવાદી મુસ્લિમ લીગની સાથે ૧૯૫૮-૫૯માં જોડાણ કરેલ.
કોંગી માટે જો આવું શક્ય ન હોય તો તે “ચરણશીંગ” ની તલાશ કરે છે. ગુજરાતમાં તો ૧૯૭૬માં ચિમનભાઈ પટેલ હાથવગા હતા. લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપવાની જરુર ન હતી. કટોકટીમાં તો ડંડો જ પૂરતો હતો.

કોંગીએ ૧૯૭૯માં ચરણસીંગને લાંબી ધારે દુગ્ધપાનની લાલચ આપી. ચરણ સીંગે મોરારજી દેસાઈ ની સરકારને ગબડાવી. તે પછી તો ઇન્દિરાએ ભીંદરાનવાલે ને તેવીજ લાલચ આપીને પંજાબમાં મોટાભા બનાવેલ. પણ એમાં થોડી ચૂક થઈ ગઈ અને કોંગ-માઈએ જાન થી હાથ ધોયા.

લાંબી ધારે દુગ્ધપાનની લાલચના મૂળ ઉંડા છે. તે કંઈ ફક્ત સરકારો ઉથલાવવા માટે જ નથી. મત માટે પણ છે. કોંગી માઈએ તેનો ઉપયોગ અનામત માટે ઘણો જ કરેલ છે.

સૌ પ્રથમ તો અનામત ફક્ત અંત્યજો-અસ્પૃશ્યો માટે જ હતી. કારણ કે જેઓ સ્પર્શ માટે પણ લાયક ન હોય તે આર્થિક રીતે કેવી રીતે ઉંચે આવી શકે? એટલે તેમને માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. પણ પછી કોંગીએ જમને પેધો પાડ્યો.

જેને જેને એમ લાગતું હોય કે પોતે પછાત છે તેઓ સૌ કોઈ આવેદન આપે. એમ કરતાં કરતાં બ્રાહ્મણ ક્ષત્રીય અને વૈશ્ય સિવાય બધા અનામતમાં આવવા લાગ્યા. છેલ્લે છેલ્લે વિશ્વકર્માના સંતાનો(જેઓ વાસ્તવમાં બ્રાહ્મણ હતા પણ ભણતા નહીં અને બાપિકો ધંધો ચલાવતા)નો નંબર પણ લાગી ગયો. જેઓ ખેતી કરતા તેઓ વૈશ્ય હતા પણ વેપારને બદલે ઉત્પાદન કરતા તેઓ પાટીદાર કહેવાય. તેઓ ભણવા પણ લાગ્યા અને વેપાર પણ કરવા લાગ્યા.

કોંગીની દાઢ સળકી

કોંગીને રાજસ્થાનના અનુભવે જ્ઞાન લાધ્યું કે તોફાનો કરીને, બસો સળગાવીને, રેલ્વે વ્યવહાર ખોરવીને, બસસ્ટેન્ડોને સળગાવીને, રેલ્વેના પાટા ઉખેડીને અને જાહેરજીવન અસ્તવ્યસ્ત કરીને, સરકારોને ઉથલાવી શકાય છે તો પછી ચરણશીંગને શોધવાની પ્રક્રિયા ચાલુ રાખીને પણ, કોઈ કોમ્યુનીટીને (લાંબી ધારે) દુગ્ધપાનની લાલચ કેમ ન આપવી. એવું પણ બને કે આમ કરતાં કરતાં પણ કોઈ ચરણશીંગ હાથ લાગી પણ જાય.

જો કે હજુ સુધી ગુજરાતમાં કે કેન્દ્રમાં કોંગીને કોઈ ચરણશીંગ હાથ લાગ્યા નથી. એ વાત પછી ક્યારેક કરીશું.

કોંગી માટે એક બીજી પણ મુશ્કેલી છે કે કોંગી અત્યારે બારાજા* છે. દુગ્ધ કન્ટેઈનર એટ્રેક્ટીવ નથી. શરીર સંપત્તિમાં શરીરની અંદર(ચરબી=કાળું લાલ નાણું)ની સંપત્તિની કોઈ ખોટ નથી. શરીરની અંદરની સંપત્તિ કંઈ થોડી અપાય છે? આપણે કંઈ શિબિરાજાના વંશજ નથી.

દુગ્ધપાન એ દુગ્ધપાન છે. લાંબી ધારનું હોય કે ટૂંકી ધારનું (ટૂંકી ધારનું ઔરસ માટે હોય છે) હોય. પણ કોંગી માને છે કે દુગ્ધપાન ની લાલચ તો આપી જ શકાય. આપણું દુગ્ધ કંટેનર કેટલું એટ્રેક્ટીવ છે અને દુગ્ધથી ફાટ ફાટ થાય છે કે નહીં તેની બીજાને ક્યાં ખબર છે? દુગ્ધપાન ભવિષ્યમાં કેવીરીતે કરાવશું, કરાવશું કે નહીં તે પણ આપણી મુનસફ્ફીની વાત છે. જીભ સાબદી તો ઉત્તર ઝાઝા. અને “ધરાર ખોટું બોલવું”નો આપણને ક્યાં આભડછેટ છે? (અનામતના) લોભીયા હોય ત્યાં ધૂતારા પણ હોય.

શિરીષ મોહનલાલ દવે

*  શુષ્ક પ્રલંબિતસ્તના. વસુકી (મોનો પોઝ) જવાની તૈયારી !!

ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તામાંથી અધિગત થયેલો શબ્દ છે.

ટેગ્ઝઃ લાંબી ધારે, દુગ્ધપાન, નહેરુવીયન, નહેરુ, કોંગ્રેસ, કોંગી, ઇન્દિરા, અનામતીયા, પાટીદાર, બલુન, સુરુચિ ભંગ, કેશુભાઈ, સંકર, શીંગ, ઘેલા, બા, રાહુ, ચેપ, ભક્ષ્ય, નવનિર્માણ, સમાજવાદ, ફેશન, જુથ, સંગઠન, ગાંધીજી, તેજીને ટકોરો, મુઠ્ઠી ઉંચેરા માનવી, સરદાર પટેલ, આનંદીબેન પટેલ, ચિમનભાઈ

Read Full Post »

નહેરુવીયન કોંગ ઊંટ કહે આ સમામાં …. ભાગ – ૨

આમ તો નહેરુવીયન કોંગ્રેસનો એકડો ભૂંસાઈ જવાની અણી ઉપર છે. પણ આ કોંગ્રેસે લગભગ છ દાયકા ભારત ઉપર રાજ કર્યું અને તેમાં પણ ૩૦ વર્ષ નિરપેક્ષ બહુમતિથી તથા બે વર્ષ સરમુખત્યારીથી અને બાકીના વર્ષ બહુમતિથી રાજ કર્યું. એટલે તેને હુકમ કર્યા વગર નવરા બેસવું ગમે નહીં. આમ તો તેની પાસે સાતપેઢી તો શું સીત્તેર પેઢી સુધી ચાલે તેટલા પૈસા છે. સત્તામાં રહેવાથી જે ધન સંચયમાં વૃદ્ધિ થયા કરતી હતી તે અટકી ગઈ તેનું તેને દુઃખ ખરું. તે દુઃખને ભૂલવા માટે તેણે કંઈક તો કરવું જ જોઇએ.

પૈસા હાથવગા હોય તો શું અશક્ય છે?

૭૦ પેઢી કોણે જોઇ છે? નહેરુ, જોકે આમ તો પોતાને બ્રાહ્મણ તરીકે પરોક્ષ રીતે પોતાની ઓળખ આપતા હતા પણ બ્રાહ્મણીય પ્રણાલીથી ઉંધું તેમને બાર પેઢી તો શું પાંચ પેઢીના નામ પણ ગોત્યા જડતા ન હતાં (બ્રાહ્મણોમાં દશથી બાર પેઢી સુધી યાદ રાખવું જરુરી મનાય છે. જુઓ મારી પેઢીઓ). એટલે ૭૦ પેઢીની ચિંતા કરવાની જરુર નથી એમ વિચારી સમાચાર માધ્યમોને સાધ્યા હતા. અને આ પ્રમાણે કદાચ પાયો બનાવ્યો.

સમાજવાદી (સામ્યવાદી) વિચારધારાવાળાઓ માટે પ્રચાર લીલા એ મહત્વનું શસ્ત્ર છે. ક્રુશ્ચોવે નહેરુને આ બાબતનો એકડો ઘુંટાવેલો. સમાજવાદી વિચારધારા રાખવી, તે જમાનાની ફેશન હતી. નહેરુએ તો નિરપેક્ષ બહુમતિથી રાજ કરેલ કારણ કે તેમના કરતાં તેમની ટીમ વધુ જોરદાર હતી. જે ખાતાં નહેરુએ પોતાના હસ્તક રાખેલા તેમાં તો તેમણે ભાંગરો જ વાટેલો જેના પરિણામો આપણે આજે પણ ભોગવીએ છીએ.

પ્રચારલીલા કરવાની જરુર ઇન્દિરા ગાંધીને પડેલી.

લોકશાહી એ કોઈ નિરપેક્ષ વ્યવસ્થા નથી. લોકોનો શાસક ઉપરનો કાબુ જેટલો વધુ તેટલી લોકોની શક્તિ વધુ કહેવાય. પણ શાસકો ઉપર કાબુ ધરાવતા લોકોમાં “તૂંડે તૂંડે મતિર્ભીન્ના” એવું હોય છે. એટલે બધાના અભિપ્રાયો જુદા જુદા હોય છે.

જનતામાંના મોટા ભાગનાઓને એકમત કરવા માટે તેના પરિબળોને સમજવા જરુરી હોય છે.

જો શાસક, લોકોમાં વિશ્વસનીય થાય તો શાસક જે અભિપ્રાય ધરાવે તે મોટે ભાગે જનતામાં સ્વિકાર્ય બને. આ વિશ્વસનીયતા ત્યારે જ આવે જ્યારે શાસક અન્ન, વસ્ત્ર અને રહેઠાણની વ્યવસ્થામાં સુધાર લાવે. આ માટે શિક્ષણનો પ્રસાર, કામની તકો અને માળખાકીય સુવિધાઓ વધવી જોઇએ. આ માટે શાસકે દૃઢ સંકલ્પવાળા, કુશળ અને નીતિમાન બનવું પડે. પણ જો વ્યક્તિ કે તેનો એક નાનો સમૂહ કોઈ ખાસ મહેનત વગર જ સત્તા ઉપર આવી જાય ત્યારે તેને મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓ ચૂંટણી સ્વરુપે આવે છે.

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી (સામ્યવાદી) લોકશાહી

મુડીવાદી લોકશાહી અને સમાજવાદી લોકશાહી એ બંને વિષે સામાન્ય વ્યક્તિને ખાસ ફેર પડતો નથી સિવાયકે તે પોતે શાસનનો હિસ્સો બને.

મૂડીવાદી લોકશાહી એ સરખામણીમાં પારદર્શી છે. તે ઉપરાંત અભિવ્યક્તિની પૂરી છૂટ છે સિવાય કે કોઈની અંગત સ્વતંત્રતા જોખમાતી હોય.

સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં મોટેભાગે બધું અપારદર્શી હોય છે.

મુડીવાદી લોકશાહીમાં પક્ષો ખુલ્લી રીતે જોઈ શકાય છે. આ પક્ષો ખૂલ્લી રીતે એકબીજા સામે અથડાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં પણ પક્ષો હોય છે પણ તે અપારદર્શી હોય છે. તેઓ પક્ષની અંદર જુથ તરીકે ઓળખાય છે.  એટલે જેઓ માં’ય પડ્યા છે તેઓ જ આ જુથોને જોઈ શકે છે. અને નથી પણ જોઈ શકતા એવું પણ બને છે.

મુડીવાદી લોકશાહીમાં નેતાઓ કાયદેસર સુખ માણે છે, અને ગેરકાયદેસર રીતે મહાસુખ માણે છે. તેથી જ્યારે તેમની ગેરકાયદેસરતા પકડાઈ જાય ત્યારે તેઓ શાસનમાંથી ફારેગ થાય છે. સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં નેતાઓ જેઓ “માં’ય” પડ્યા છે તેઓ જ મહાસુખ માણે છે.  સમાજવાદી (સામ્યવાદી) લોકશાહીમાં શાસન સત્તામાંથી ફારેગ થવા માટેનો કોઈ માપદંડ નથી.

એટલે આ બંને કહેવાતા વાદમાં સામાન્ય માણસ માટે ખાસ ભેદ હોતો નથી. જે લોકશાહીમાં સત્યનો આદર થાય એવી પ્રણાલી સ્થપાય તેને વાસ્તવમાં લોકશાહી કહેવાય.

સત્યનો આદર ક્યારે થાય?

જો માહિતિ ઉપલબ્ધ હોય તો, સંવાદ થાય. સંવાદ થાય તો ચર્ચા શક્ય બને. ચર્ચા શક્ય બને તો સત્ય પરખાય.

પણ માહિતિ ઉપલબ્ધ કેવી રીતે થાય?

જો વહીવટમાં પારદર્શિતા હોય તો માહિતિ ઉપલબ્ધ થાય.

આ પ્રમાણે માહિતિનો અધિકાર લોકશાહી સાથે એકરુપ થયેલો અને સહજ (સાથે જન્મેલો) અધિકાર છે. જો તમે કોઈને એક કામ માટે નિયુક્ત કર્યો હોય અને તેનું મહેનતાણું પણ નક્કી કર્યું, તો તમારો એ જાણવાનો કુદરતી હક્ક છે કે તમે સોંપેલું કામ તે કેવી રીતે કરશે અને કેવી રીતે કર્યું. તમે એક નોકર રાખ્યો અને તેને શાક લાવવા માટે મોકલ્યો, તો તમારો એ પૂછવાનો હક્ક છે કે તે શાક લેવા કેવી રીતે ગયો, ક્યાં ગયો, કેટલું શાક કયા ભાવે લીધું અને કેવું લીધું? આને માટે કોઈ કાયદાની જરુર નથી. તેવી રીતે માહિતિ અધિકાર માટે જુદા કાયદાની જરુર નથી.

શાસક ઉપર નજર કોણ રાખી શકે?

શાસક ઉપર જનતા નજર રાખી શકે. આ માટે સરકારે કેટલીક માહિતિ “ઓન લાઈન” રાખેલી છે. બીજેપી શાસિત રાજ્યોમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. જનતાભિમુખ લોકશાહીની દિશામાંનું આ એક મહત્વનું પગથીયું છે. દિશા સાચી છે, પણ આ બાબતમાં મજલ બહુ લાંબી છે. સમયનો સવાલ છે.

આ સમય દરમ્યાન શું થઈ શકે?

આ જવાબદારી  નિભાવવાની જવાબદારી વિરોધ પક્ષની છે. કારણ કે તે પણ વેતન તો લે જ છે.

ધારો કે એક શેઠે એક નોકર રાખ્યો. શેઠે તેને કહ્યું “જા લઈ આવ”

નોકરે કહ્યું “શું લાવું?”

શેઠે કહ્યુઃ “સામા સવાલો કરે છે? કહ્યું ને કે જા લઈ આવ.”

નોકરે કહ્યું; “અરે પણ એ તો કહો કે શું લાવું?”

શેઠે કહ્યું; “જા તને નોકરીમાંથી છૂટો કરીએ છીએ”

નોકરે કહ્યુઃ “અરે પણ મારો કોઈ ગુનો?”

શેઠે કહ્યુઃ “તું કામ નથી કરતો …. માટે તને દંડ રુપે ફારેગ કરવામાં આવે છે”

લોકશાહીમાં તમે શેઠ છો. તમે બે નોકર રાખ્યા. એક નોકર જે વધુ હોશિયાર અને કુશળ લાગ્યો તેને તમે બધું કામ કરવાનું સોંપ્યું (જેમકે બીજેપી). અને બીજા નોકરને એ કામ સોંપ્યું કે તે બધું જુએ અને તમને જણાવે (જેમકે નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓને જનતાએ બીજા નોકર તરીકે રાખ્યા છે).

શરુઆતમાં તમે આ બીજા નોકરને “કામ કરવાનું” કામ સોંપેલ. પણ તે નપાવટ નિકળ્યો. તે પૈસા ચાઉં કરી જતો હતો. તમારા પૈસે તમારા કરતાં લાખ ગણો પૈસાદાર થઈ ગયો. તે હમેશા સિફત પૂર્વક ખોટું બોલતો હતો. મોટે ભાગે તો કામ જ ન કરે. પાડોશીઓ સાથે અને પાડોશી નોકરો સાથે ઝગડા કરે અને ચોરટા નોકરો સાથે મળીને તમને ખાલી કરવાના પ્લાન કરતો હતો, અને તમને પારાવાર નુકશાન પણ પહોંચાડતો હતો. જ્યારે તેની નોકરીને રીન્યુ કરવાનો સમય આવે ત્યારે પ્રપંચ કરીને આ નોકર, જે નોકર “કામ કરવાનું “ પદ લેવા ઉત્સુક હોય તેની વિષે અફવાઓ એવી સિફત પૂર્વક તમારી આગળ ફેલાવતો કે તમારી પાસે ઓછી માહિતિ હોવાથી તમે, “મેલ કરવત મોચીના મોચી” જેવું કરતા. તમે ઘણું દરગુજર કરેલું. સુદૂરના વિદેશીઓ તમારી મૂર્ખતાથી અને અજ્ઞાનતાથી આશ્ચર્ય પામતા. તમારી આબરુના અને તમારા ઘરની આબરુના કાંકરા થઈ ગયેલા.  એક વખત તો આ નોકરે તમને ૧૮ માસ સુધી એક કમરામાં પૂરી દીધેલ કે તમે સૂર્યનો પ્રકાશ પણ ન જોઇ શકો. ૬૦ વર્ષેને અંતે તમે ત્રસ્ત થઈને આ નોકરને કામ કરવામાંથી ફારેગ કર્યો.

લોકશાહીમાં તમે એક વ્યક્તિ નથી. તમે તો અનેક છો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે પેલા નપાવટ નોકરને તમારે પેલા કુશળ નોકર ઉપર નજર રાખવાનું કામ સોંપવું પડ્યું. હવે તો તેને પેલા કામગરા નોકરને વગોવવા સિવાય કશું કામ જ ન રહ્યું. હા એક વાત ખરી કે તે ગેરકાયદેસર પૈસા બનાવતો અટકી ગયો. મહાત્મા ગાંધીએ તો તમને ચેતવ્યા જ હતા. પણ તમે ક્યાં સમજી શકો તેમ હતા !! તમે તો વિભાજિત હતા અને આ નોકરે તમને વધુ વિભાજિત કરેલ.

હવે તમે જુઓ કે શું થાય છે !!

ન્યાયાલયમાં એક કેસ આવ્યો.

હજી દાખલ થયો નથી.

વકિલાત નામુ રજુ કર્યું છે કે નહીં તેની ખબર નથી.

ફરીયાદી કહે છે કે “અ” સામે મારો આરોપ છે કે તે ચોર છે અને નીતિભ્રષ્ટ છે.

ન્યાયધીશ કહે છે. ઓકે. લાવો તમારી ફરીયાદ.

ફરીયાદી કહે છે “ફરીયાદ હું પછી આપીશ. તમે પહેલાં આ આરોપીને દંડિત કરો”

ન્યાયાધીશ કહે છે; “ અરે ભાઈ, આરોપીને દંડવા માટે તમારે પહેલાં ફરીયાદ તૈયાર કરવી પડે. તેમાં તમારે વિગતો લખવી પડે. તમારી વિગતો મારે જોવી પડે. મને પ્રાથમિક રીતે લાગવું જોઈએ કે આ ચલાવવા જેવો કેસ છે. પછી મારે આરોપીને નોટીસ આપવી પડે. એનો જવાબ લેવો પડે. પછી કેસ ચલાવવો પડે. સામસામી દલીલો થાય. એ પછી જ મારાથી ન્યાય કરી શકાય.

ફરીયાદી કહે છે. “ ના સાહેબ. એ બધું પછી કરજો. પહેલાં તમે આરોપીને સજા કરો. આવું નહીં કરો તો હું તમારી કોર્ટ ચાલવા નહીં દઉં.”

ન્યાયાલયમાં જજ શું એમ કહેશે કે હા ચાલો, હું તેને જેલમાં પૂરી દઉં છું. પછી નિરાંતે આપણે કેસ ચલાવીશું?

નાજી ન્યાયધીશ એવું નહીં કહે.

પણ આ આપણા નહેરુવીયન કોંગી નેતાઓ એવું કહેશે.

તેમણે કહ્યું

“પહેલાં વસુંધરા રાજે મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સ્મૃતિ ઇરાની પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં શિવરાજ પાટીલ મુખ્ય પ્રધાન પદેથી દૂર થાય,

“પહેલાં સુષ્મા સ્વરાજ પ્રધાન પદેથી દૂર થાય,

પછી જ અમે લોકસભા અને રાજસભા ચાલવા દઈશું. લોકસભામાં તો તેઓ લઘુમતિમાં હતા અને તેમણે અસભ્ય વર્તણુંક કરી એટલે સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા.

પણ આ નહેરુવીયન કોંગીઓએ રાજ સભા તો ચાલવા જ ન દીધી કારણ કે ત્યાં બીજેપીની બહુમતિ નથી. નહેરુવીયન કોંગી નેતાઓએ કહ્યું કે પહેલાં અમે જેની ઉપર આરોપ મુકીએ છીએ તેને દંડિત કરો (પ્રધાનપદે થી દૂર કરો).

સંસદ શા માટે છે?

સંસદ ચર્ચા માટે છે. માહિતિ સભર ચર્ચા અને તાર્કિક ચર્ચા એ સંસદની ગરિમા છે. પણ જો નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ સંસદની આ ગરિમા સાચવવા જ તૈયાર ન થાય તો તેમને માટે કયા શબ્દો વાપરી શકાય?

આ એજ નહેરુવીયન કોંગ્રેસીઓ છે જેમણે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં કાળાનાણાની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી ન હતી.

તમે કહેશો કે ઘણા પ્રધાનો પોતાની ઉપર આરોપો થતાં પ્રધાન પદેથી પોતાને દૂર કર્યા હતા. તો પછી બીજેપીના પ્રધાનોએ આ પ્રમાણે શા માટે ન કરવું?

વાસ્તવમાં આ તર્ક અહીં લાગુ પડતો નથી. હા એક વાત ખરી કે એક હાથની આંગળીઓથી ગણી શકાય તેટલી સંખ્યામાં નહેરુવીયન સરકારોના પ્રધાનોએ રાજીનામા આપ્યાં છે. પણ એ બધાં રાજીનામા સરકારે જ નીમેલી સંસ્થાઓએ આપેલ રીપોર્ટમાં તેમને દોષી દર્શાવાયેલા એટલે તેમને રાજીનામાં આપવા પડેલ.

એવા પારાવાર કિસ્સાઓ છે કે જેમાં તપાસ સમિતિના રીપોર્ટ પ્રમાણે દોષી હોય તો પણ અને અથવા ન્યાયાલયે દંડિત કર્યા હોય તો પણ  નહેરુવીયન કોંગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા ન હતા. આના સૌ પ્રથમ દોષી નહેરુ પોતે હતા. જેમાં મિત્ર પ્રધાન વીકે મેનન અને જીપ કૌભાંડ એમ હતું. તે વખતે વિપક્ષે “તપાસ સમિતિ” નિમવાની વાત કરેલી. તો નહેરુએ કહેલ કે તમે આ મુદ્દા ઉપર આગામી ચૂંટણી લડજો.

લાંબી વાત ન કરીએ તો ઇન્દિરા ગાંધીને ઉચ્ચન્યાયાલયે દોષી ઠેરવેલ અને તેમને સંસદ સદસ્ય માટે છ વર્ષ માટે અયોગ્ય ઠેરવેલ. તેમણે ધરાર રાજીનામુ ન આપેલ અને બીજા હજારોને કેસ ચલાવ્યા વગર જેલમાં ગોંધેલ.

નહેરુવીયનો ગળથુથીમાંથી શિખ્યા છે

ગુનો થયા વગર, કેસ દાખલ થયા વગર, આરોપનામુ દાખલ થયા વગર, કેસ ચલાવ્યા વગર, આરોપીને જેલની સજા કરી દેવી એ આચાર, નહેરુવીયન કોંગી નેતાઓ ગળથુથીમાંથી શિખ્યા છે. આ પ્રણાલી તેમણે પોતાના વિરોધીઓ ઉપર હમેશા લાગુ કરી છે. એટલે જો તેઓ વિપક્ષમાં હોય તો પણ તેઓ કેસ સાંભળ્યા વગર વ્યક્તિને સજા કરવા ઉપર આંદોલન કરે તો તેનાથી જનતાને આશ્ચર્ય થવું ન જોઇએ. નહેરુવીયન કોંગ્રેસીઓ તેમના વિરોધીઓના માનવ-અધિકારોમાં કે કુદરતી અધિકારોમાં માનતા નથી.

નહેરુવીયન કોંગ્રેસીઓએ જોયું કે આપણે જે કંઈ મુદ્દઓ ઉઠાવીએ છીએ તેમાં કશો દમ હોતો નથી. એટલે તેની ચર્ચા તો ન જ થઈ શકે. કારણ કે જો ચર્ચા કરવા જઈશું તો આપણા મુદ્દાથી સો ગણા મોટા મુદ્દા આપણી સામે ઉભા થાય છે અને એક આંગળી આપણે ચીંધવા જઈએ છીએ તો સો આંગળી આપણી સામે ચીંધાય છે. એટલે ચર્ચા થી તો બાર ગાઉ છેટા જ રહેવું સારું.

જીન્ના સાહેબની જેમ ડાયરેક્ટ એક્સન ન જ કરો.

જીન્નાનું “ડાયરેક્ટ એક્સન” તો જ્યાં મુસ્લિમો માટે શક્ય હોય ત્યાં તેઓએ “હિન્દુઓની કતલ કરવી” એમ હતું. જો નહેરુવીયન કોંગ્રેસીઓ આવું કરવા જાય તો તો “કાયદો એનું કામ કરે” અને આ જાતનું આંદોલન તો “આ બૈલ મુઝે માર” એના જેવું થાય.

આંદોલનનો હેતુ જનતામાં જાગૃતિ આવે અને જનતા સમસ્યાને સમજવા માંડે, એ હોય છે. જ્યારે આંદોલનકારી પ્રદર્શન કરે ત્યારે તેના હાથમાં પ્લે-કાર્ડ હોય તેના ઉપર કંઈક લખ્યું હોય. જનતા તે વાંચે. વળી તમે ભાષણ દ્વારા જનતાને વધુ માહિતિ આપો. એટલે જનતાને શાસકની ક્ષતિઓ દેખાય. જનતાને અસંતોષ થાય. જનતાને શાસક પક્ષ પ્રત્યે અસંતોષ થાય એટલે ઘૃણા પણ થાય. આ ઘૃણાને લીધે તે ચૂંટણીમાં જનતા શાસક પક્ષને મત ન આપે. ટૂંકમાં આંદોલનનો હેતુ જનતામાં શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો છે.

આંદોલન એટલે શું અને તે કેવું હોવું જોઇએ તે વિષે જનતાને જ્ઞાન નથી. બધાએ ગાંધીજીને વાંચ્યા હોતા નથી. જેઓએ વાંચ્યા છે તેમના મોટા ભાગનાઓ તેમને સમજ્યા નથી કે સમજવા માગતા નથી. એટલે જે સામુહિક આચારો, ધમાલ અને સામાન્ય જીવનમાં અરાજકતા ઉભી કરે તેને આંદોલન માની લેવામાં આવે છે. અને તેને લોકશાહીનો ગુણ અને હક્ક માની લેવામાં આવે છે.

બીજેપી વિરોધીઓ માટે “ચર્ચા” એ આત્મહત્યા નો રસ્તો છેઃ

નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજસ્થાનમાં દશકા અગાઉ એક જ્ઞાતિને અનામત અપાવવા માટે ધમાલો કરીને સામાન્ય જનજીવનમાં અરાજકતા ઉભી કરી દીધેલી. બીજેપીએ સત્તા ગુમાવેલી.

આને પરિણામે ગુજરાતમાં પણ નહેરુવીયન કોંગી નેતાઓની દાઢ સળકી. નહેરુવીયન કોંગીઓને લાગ્યું કે મુદ્દાઓ વિષે ગુણવત્તાના આધારે ચર્ચા કરવી એ આત્મહત્યા નો રસ્તો છે. હેતુ સિદ્ધિ માટે મટીરીયલની જરુર નથી. મટીરીયલ વગર પણ અરાજકતા અને ઘૃણા ફેલાવી શકાય છે.

પ્રમેયઃ મટીરીયલ વગર અને ચર્ચા વગર પણ શાસક પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરી શકાય છે

સાધ્યઃ સામાજીક વાતાવરણ દુષિત કરવું.

સાધનોઃ નાણાં, સમાચાર માધ્યમો, અફવાઓ, આક્ષેપો, આપણા મળતીયા મૂર્ધન્યો, રબરના માપદંડો અને અસમાન ત્રાજવાંઓ, દેડકાના કાટલાઓ, સ્વકેન્દ્રી ખ્યાતિપ્રિય વ્ય્ક્તિઓ

રીતઃ

આટલું નકારાત્મક કરોઃ

કદી મટીરીયલ ન આપો.

કદી ચર્ચા ન કરો,

કદી મુદ્દા પ્રમાણે વાત ન કરો,

જો ભૂલથી પણ ચર્ચામાં સામેલ થઈ જવાય તો સામેવાળા કરતાં આપણા અવાજો મોટા રાખો અને સતત અવાજો કર્યા કરો. એંકરને સાધી લો કે તે આપણને બોલતાં ન રોકે પણ સામે વાળાને જો તે મુદ્દની વાત કરતો હોય તો તેને બીજ પ્રશ્નો પૂછી રોકે અને ચર્ચાને આડે માર્ગે દોરે. એમ કરીને તે આપણને બચાવે.

સ્વકેન્દ્રી વ્યક્તિઓને પટાવો તેમને ખ્યાતિની લાલચ પણ આપો કારણકે સમાચાર માધ્યમ તમારા પૈસા થકી તમારે માટે તે હાથવગુ હથીયાર છે.

જે વ્યક્તિઓના જાતિવાદની અને કે ખ્યાતિની ભૂખને ઉત્તેજી શકાય છે તેમને ઉત્તેજો અને તેમની પાસે પ્રતિકારાત્મક અને તારતમ્યાત્મક (કનક્લ્યુઝિવ) ઉચારણો કરાવો. ગાળો પણ બોલાવડાવો. જેમકે “ગાંધીનગરમાં એક ઢુંઢીયો રાક્ષસ બેઠો છે. (કેશુબાપા, નરેન્દ્ર મોદીને અનુલક્ષીને બોલેલા). આપણા સમાચાર માધ્યમ વાળા કેશુભાઈની જબાનની વિરુદ્ધ નહીં બોલે. તે તો એમ જ કહેશે કે કેશુભાઈએ નરેન્દ્ર મોદીને આડે હાથ લીધો. બહુ બહુ તો એમ કહેશે કે હે ભાઈઓ, પટેલો તો આખા બોલા હોય જ ને !!

કેશુભાઈ (ઢુંઢિયા રાક્ષસવાળા) કે સોનીયા (મૌતકા સોદાગરવાળ), કે લાલુ યાદવ (નરભક્ષીવાળા), વિગેરે કરતાં સો ગણા નબળાં વિશેષણો જો સામેવાળો (કોઈ બીજેપીનો નેતા) બોલે તો આપણા પીળા અખબારો સામેવાળાની અસભ્યતાને ઉછાળવા તૈયાર જ હોય છે. ટૂંકમાં આપણે (બીજેપી વિરોધીઓએ) આપણી લૂલીને આપણે લગામ રાખવાની જરુર નથી. આપણને સમાચાર માધ્યમોનો સાથ છે. મોટા ભાગના કટારીયા લેખકો ખ્યાતિ ભૂખ્યા છે તેથી તેઓ હવાઈ તુક્કાવાળી અને તારતમ્યોવાળી વાતો કરશે તો પણ આપણા સમાચાર માધ્યમોવાળા છાપશે. આપણા સાધ્ય માટે દલીલ અને તર્કની જરુર નથી. કારણ કે જો આપણે આની ચર્ચા કરવા જઈશું તો આપણા વાક્યો જ આપણા માટે બુમરેંગ થશે.

થાળીઓ વગાડો, જો કે વગાડવા લાયક વસ્તુ તો ઢોલ છે. પણ ઢોલ તો કેમ વગાડાય.!!  તો તો આપણે ઢોલ બજાણીયામાં ખપી જઈએ. જો કે આપણી માગણીઓ પછાત જ્ઞાતિઓ ભોગવે છે તેવી જ છે. પણ તેથી શું? આપણે ક્યાં મગજ ચલાવવાનું છે !! તર્ક અને ચર્ચાનું તો નામ જ નહીં લેવાનું. રસ્તા રોકો, રેલ રોકો, એસટી બસોને રોકો. એસટી બસોને બાળો, એસટી સ્ટેન્ડો બાળો, લોકલ બસોને બાળો, રેલ્વેના પાટા ઉખેડી નાખો. દુકાનો બંધ કરાવો. શાળા કોલેજ બંધ કરાવો, યાતાયાત અને જનવ્યવહાર ખોરવી દો.. આમ જનતાને ત્રાહી ત્રાહી પોકારી દો.

આ ઉપરાંત, સરઘસો કાઢો, પુતળાં બાળો,  પોલીસો ઉપર પથરા ફેંકો. પોલીસ વાળા તો બધા સંત પુરુષો છે. તેઓ સંત પુરુષો ન હોય તો તેમણે સંત જેવા બનવું જ જોઇએ. આ લોક શાહી છે. તે તેમણે સમજવું જોઇએ અને અમને અમારા પ્રતિભાવો કે ભાવો પ્રગટ કરવાની છૂટ હોય છે તે તેમણે સમજવું જોઇએ અને અમને હાથ પણ અડાડવો ન જોઇએ. જો તેઓ અમને અટકાવશે તો તે તેમની હિંસા કહેવાશે. અને અમે તે માટે તપાસ સમિતિની માગણી કરીશું.

થોડા તકિયા કલમી શબ્દો અને વાક્યો શોધી કાઢો.

૨૦૦૨, રાજધર્મ, અદાણી, રીલાયન્સ, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને ફાયદો, લાલ જાજમ, ખેડૂતોના આપઘાત, તાનાશાહી, અસુરક્ષિત મુસ્લિમો, આરએસએસ નો રીમોટ કન્ટ્રોલ, સીનીયર લીડરોની અવજ્ઞા, સીનીયર લીડરોને હાંસીયામાં મુક્યા, પાટીદારોની (કે એવી કોઈ બીજી જાતિ કે વર્ગની) ઉપેક્ષા, સરકારનો યુ ટર્ન, સરકારને ન છૂટકે કરવું પડ્યું, સરકારને કોર્ટ દ્વારા ઝટકો, બીજેપી ઉપર પ્રહાર, આડે હાથ લીધા, નરેન્દ્ર મોદીની બોલતી બંધ, નરેન્દ્ર મોદી જવાબ આપે,

અને હવે એક એવું બનાવટી અને ઢંગધડા વગરનું તારણ કાઢો કે માનવ હક્કો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હનન થઈ રહ્યું છે. આપણા પાળીતા  મૂર્ધન્યો દ્વારા સરકારી “ચાંદ્રકો” અને “માનપત્રો” પાછા આપી રહ્યા છે એ વાતને ચગાવો.

આનાથી એવું વાતાવરણ સર્જાશે કે આ બધું નરેન્દ્ર મોદીના આવ્યા પછી થયું છે એટલે જનસમુદાયમાં મોદી શૂન્ય તરફ જઈ રહ્યા છે એવી હવા ઉત્પન્ન કરો. આ બધું કરવું જરુરી છે અને જો આવું નહીં કરીએ તો તેમણે વિદેશોમાં ભારતની પ્રતિભાને જે ઉંચી લાવ્યા છે તેની ચર્ચાઓ થશે અને નરેન્દ્ર મોદી તેમજ મોદીની પ્રતિભા સાતમા આસમાને પહોંચી જશે. આ પરિસ્થિતિ અટકાવવા સમાચાર પ્રસારણનો સમય આપણે વાપરવો જ રહ્યો.

જો બિહારની ચૂંટણીમાં આપણું આ શસ્ત્ર (નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાંસ્કૃતિક સાથીઓનો આ દાવ) સફળ થશે તો બીજેપી ના હવે વળતા પાણી છે એવું અચૂક સિદ્ધ થઈ જશે. આપણી સત્તાની પુનઃપ્રાપ્તિનો દરવાજો ખૂલી જશે. પછી આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે ન્યાયાલયમાં ચાલતા આપણા કુકર્મોના કેસો અને ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા થતી તપાસોને નિરર્થક બનાવી દઈશું. ખુલ્લે આમ આપણે કટોકટીમાં માનવ અધિકારોનું હનન કરેલ અને હજારો નિર્દોષ લોકોને,  અઢાર અઢાર મહિના સુધી જેલમાં ખોસી દીધેલ તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શક્યા નથી તો “કાળા નાણા અને અસામાજીક તત્વો સાથેની આપણી સાંઠ ગાંઠ” એ વળી કઈ ચીજ છે?

(ક્રમશઃ)

શિરીષ-મોહનલાલ-મહાશંકર-હરિશંકર-લીંબેશ્વર-ત્ર્યંબકેશ્વર-વૈજનાથ-ભવાનીદત્ત-રદેરામ-દવેશ્વર-ગોવર્ધન દવે (દ્વિવેદી)

Date 2015 11 07

ટેગ્ઝઃ નહેરુવીયન કોંગ્રેસ, બહુમતિ, નિરપેક્ષ, સરમુખત્યારી, સીત્તેર પેઢી, સાત પેઢી, પૈસા, બાર પેઢી, સામ્યવાદ, સમાજવાદ, મૂડીવાદ, લોકશાહી, નહેરુ, ઈન્દિરા, વિશ્વસનીયતા, માહિતિ, અધિકાર, પારદર્શિતા, ચર્ચા, વિરોધ પક્ષ, પ્રપંચ, સ્વકેન્દ્રી, ખ્યાતિભૂખ્યા, આંદોલન, અરાજકતા, ધમાલ, હક્ક, અનામત

Read Full Post »

ભગત, બ્રીટીશ અને સુભાષ ના સ્વપ્નનું ભારત બનાવો.

ભગત એટલે કોઈ સંત રજનીશમલ, ઓશો આશારામ, કે નિર્મલ બાબા નહીં. ભગત, એટલે ભગત સિંહ કે જેઓ ભારતની આઝાદી ખાતર શહિદ થયેલ. બ્રીટીશ એટલે જેઓએ આપણને ભારતવાસીઓને કે જેઓ દેડકાની પાંચશેરી જેવા અડૂક દડૂક હતા અને હમેશા ગુલામ રહેવા જ સર્જાયેલા હતા એવું માનનારાઓ છે તેમને  મતે જે શાસને આપણને એક કર્યા. સુભાષ એટલે કે સુભાસ ચંદ્ર બોઝ કે જેમણે આપણને સ્વતંત્ર કરવા માટે આઝાદ સેના રચી. આ ત્રણેયની પાસે આપણા દેશને ક્યાં લઈ જવો કે તેમણે શું કરવું એ માટેના સ્વપ્નો કે વિચારો હતા. આ ત્રણેનો શું સમન્વય ન થઈ શકે?

જો કે વાત થોડી વિચિત્ર લાગે. પણ વિચિત્રતાઓ ક્યાં નથી? અહો વૈચિત્ર્યં કે વિરોધાભાષોમાં એકતા જોવી એ આપણી ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આ લક્ષણને બિરદાવવું જ રહ્યું.

ગાંધી, નહેરુ અને સરદારના સ્વપ્નનું ભારત

GANDHI SARDAR AND NEHRU

હાજી, આમ તો દીપક ભાઈ સોલિયા સારું અને રસપ્રદ લખે છે. ૮ નવેમ્બર ૨૦૧૩, શુક્રવારના દિવ્ય ભાસ્કરમાં એક લેખ લખેલો. ગાંધી, નહેરુ અને સરદારના સ્વપ્નનું ભારત બનાવો. જો દૂધ, ખાંડ અને મીઠું (નમક) ને ભેગા કરી દૂધ પાક બનાવી શકાતો હોય તો ભગત, સુભાષ અને બ્રીટીશ ની ઈચ્છા પૂર્વકનું અથવા ગાંધી, સરદાર અને નહેરુને ભેગા કરી નવભારતનું સર્જન કરી શકાય.

દૂધ અને ખાંડ તો ભેગા થઈ શકે. તેમાં ઉષ્મા રુપી પરિશ્રમ નાખી સુંદર, સ્વાદિષ્ટ અને તૃપ્તીનો આનંદ આપે તેવો દૂધપાક પણ થઈ શકે. પણ જો આ દૂધપાકમાં મીઠું પણ નાખો તો સ્વાદનો તમારો બધો આનંદ ગાયબ થઈ જાય. ભગત સિંહ અને સુભાષ પણ ભેગા થઈ શકે પણ જો તેમાં બ્રીટીશનું રાજકીય તત્વ ઉમેરાય તો કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી એવો ઘાટ થાય. આમ તો મીઠું કંઈ ખરાબ વસ્તુ નથી. મીઠાને ગળ્યા સિવાય ની બધી વાનગીઓમાં નખાય. મીઠાનું પ્રમાણ માફકસરનું હોવું જોઇએ. તેવું જ સગવડો વિષેનું છે. સગવડો જરુર પૂરતી હોવી જોઇએ. સગવડો આપણને ગુલામ કરી દે તે હદ સુધીની ન હોવી જોઇએ. ગાંધીજીએ મીઠાનો અને સગવડોનો ત્યાગ કરેલ. બ્રીટીશ લોકોનો સ્વાર્થ હતો. ભગત સિંહ અને સુભાષ બાબુને કશો સ્વાર્થ ન હતો. નહેરુ ને સત્તા રુપી સગવડ અને ખ્યાતિનો સ્વાર્થ હતો.

જો કે આતો સરખામણી છે. અને જ્યારે સરખામણી કરવા બેસીએ ત્યારે કંઈ બધું જ મળતું આવે તે જરુરી નથી. જ્યારે અજ્ઞાન હોય ત્યારે દોરડામાં સર્પનો આભાસ થાય. પણ જ્યારે જ્ઞાન આવે ત્યારે ખબર પડે કે અરે આતો સર્પ નથી, આ તો દોરડું છે. બ્રહ્મ વિષે શંકરાચાર્ય આમ જ કહે છે. તો વિરોધીઓ એમ કહે છે કે જો દોરડાને સર્પમાની લીધું અને પછી ખબર પડી કે આ તો દોરડું છે તો તેનો અર્થ એમ થયો કે ક્યાંક તો સર્પ અસ્તિત્વ ધરાવે જ છે. માટે ભલે અહીં એક જ વસ્તુ છે, પણ બે વસ્તુઓ તો અસ્તિત્વ ધરાવે જ છે. એક દોરડું છે કે જે અહીં છે. અને બીજી વસ્તુ તે સર્પ છે જે બીજે ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. માટે આતો અદ્વૈતવાદ ધ્વસ્ત થયો કહેવાય.

શંકરાચાર્યે જવાબ આપ્યો. આ તો અજ્ઞાનતા અને અસત્ય નો સંબંધ દર્શાવવા માટે સરખામણી કરી છે. બધી વસ્તુઓ મળતી આવવી જરુરી નથી. જો તમે એક સ્ત્રીને ચંદ્ર મુખી કહો તો એનો અર્થ એવો નથી કે તેના ગાલ ઉપર ચંદ્ર જેવા ખાડા ટેકરા છે.

ગાંધીજી અને તેમના સ્વપ્નનું ભારત કેવું હતું?

આ માટે ચર્ચાનો અવકાશ નથી. ગાંધીજીનું બધું જ કામ વ્યવસ્થિત હતું. તેમણે તો બધું લખીને જ આપ્યું છે. જેથી કોઈ એમ ન કહી શકે ગાંધીજીએ તો આમ કહ્યું હતું અને ગાંધીજી એ તેમ કહ્યું હતું કે ગાંધીજીએ કંઈ આવું કહ્યું ન હતું. જો કે ગાંધીજીના સિદ્ધાંતો અને સમસ્યાના હલ સ્પષ્ટ હોવાં છતાં તેમની વાતોમાં પ્રાથમિકતા કોને આપવી તેવા વિવાદો તો રહ્યા જ છે. જેમકે ગાંધીજીને માટે દારુબંધી પ્રાથમિકતા હતી. નહેરુમાટે કે નહેરુવીયન કોંગ્રેસ માટે દારુબંધી લીસ્ટમાં જ આવતી નથી.

ગાંધીજીની અહિંસામાં (શોષણ હીનતા), માનવીય અભિગમ, સાક્ષરતા, અને વૈજ્ઞાનિક અભિગમમાં માનતા હતા.

શોષણ હીનતામાં વિકેન્દ્રીકરણ આવે, અને વિકેન્દ્રી કરણમાં સત્તા અને ઉત્પાદન પણ આવે. એટલે ગ્રામ સ્વરાજ પણ આવી જાય.

માનવીય અભિગમ

અમાનવીય અભિગમમાં યંત્રો અને વહીવટ દ્વારા થતી માનવોની ગુલામી અને  તેના થકી થતી વધુ પડતી આર્થિક અસામનતા આવી જાય છે. આમ માનવીય અભિગમને માટે બેકારીનો તાત્કાલિક ઉકેલ જોઇએ. તાત્કાલિક ઉકેલ માટે સૌને કામ આપવા માટે સાદાં યંત્રો જેવાં કે રેંટિયો, હાથશાળ, કુંભારનો ચાકડો જોઈએ. કુદરત સાથેની સમજુતી અને સહવાસ આવી જાય. આ રીતે કુદરતી ઉપચારો અને સ્વચ્છતા અને સાદગી પણ આવી જાય.

સાક્ષરતામાં વાચન ક્ષમતા ઉપરાંત સમસ્યાની સમજણ અને સંવાદ પણ આવી જાય.

વૈજ્ઞાનિક અભિગમમાં, વિજ્ઞાનમાંના આવિષ્કારો ઉપરાંત  પોતાને એક બાજુ પર મુકી તટસ્થ રીતે કેવી રીતે વિચારવું તે પણ આવી જાય. ઈશાવાસ્ય વૃત્તિ પણ વૈજ્ઞાનિક અભિગમનો એક ભાગ અથવા આડ પેદાશ છે.

વાંચોઃ

ચોક્ખું ઘી અને હાથી.

https://treenetram.wordpress.com/2010/10/22/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%98%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80/

સરદારના સ્વપ્નનું ભારતઃ

સરદાર પટેલ નું ભારતવિષે કેવું સ્વપ્ન હતું તે વિષે કોઈ ચર્ચા થતી નથી કદાચ આપણે જાણતા પણ નથી. પણ કોંગ્રેસના સંગઠનમાં  સરદારનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમની આર્ષદૃષ્ટિ અને વહીવટી ક્ષમતાને કારણે  એ અદ્વિતીય અને પ્રચંડ હતા. સરદાર પટેલ, સાદગીમાં, વ્યવસ્થિતતામાં અને દૃઢતામાં સંપૂર્ણ રીતે ગાંધીવાદી હતા. તદઉપરાંત તેઓ વાસ્તવવાદી હતા.

નહેરુનું સ્વપ્ન

નહેરુનું સ્વપ્ન શું હતું. જો આપણે ઓગણીસમી સદીના અંતીમ દશકાઓની અને વીસમી સદીના પ્રારંભિક દશકાઓની વાત કરીએ  તો સમાજવાદ એ એક યૌવનની ધૂન હતી. કદાચ ગાંડપણ પણ હોઈ શકે. સૌ યુવાનોને કંઈ કરી નાખવાની તમન્ના હોય. આ તમન્ના ધૂંધળી પણ હોય. નહેરુ પણ આમાંથી બકાત ન હતા. તેથી જ ગાંધીજીએ નહેરુને કહેલ કે તેઓ નહેરુને સમજી શકે છે પણ તેમના સમાજવાદને સમજી શકતા નથી.

જેમ નહેરુવીયન કોંગ્રેસનો ગાંધીવાદ, સાચા ગાંધીવાદ સાથે મેળ ખાઈ ન શકે, તેમ રશીયાનો સમાજવાદ, લેનીનના (કે કાર્લમાર્ક્સના), સમાજવાદ સાથે મેળ ન ખાય. ગાંધીજી સમજતા હતા કે જો ઉત્પાદનના પદ્ધતિઓ અને વહેંચણીઓ સમાજવાદમાં અને મૂડીવાદમાં સમાન હોય તો તેના પરિણામો પણ લગભગ સમાન જ હોય. સમાજવાદ તો વાસ્તવમાં અતિ-મૂડીવાદ છે. નહેરુ વિજ્ઞાનના સ્નાતક હતા. છતાં તેમનામાં તર્ક શક્તિ કેમ ન હતી તે વિસ્મયકારક છે. પણ મનમોહન સિંહના અર્થશાસ્ત્રના પ્રમાણ પત્રો અને તેમની અર્થ નીતિઓને જોઇને એવા વિસ્મય હવે રહેતા નથી. વાચન અને પ્રમાણ પત્રો એક વાત છે, જ્ઞાન અને ચિંતન બીજી વાત છે.

જ્યારે મોરારજી દેસાઈ અર્થમંત્રી હતા ત્યારે નહેરુ અને મોરારજી દેસાઈમાં નહેરુની આગાહીઓ ખોટી પડતી અને મોરારજી દેસાઈની ધારણાઓ સાચી પડતી. દા.ત. કે  નહેરુ આવકનાસ્રોતો વિષે એમ માનતા કે “આટલી” આવક જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માંથી થશે. જ્યારે મોરારજી દેસાઈની ધારણા એવી રહેતી કે નહેરુનું લક્ષ્ય ઉંચું છે. જાહેર ક્ષેત્રો ખોટ ન કરે તો સારું. નફાની વાત તો દૂર રહી, પણ જાહેર સાહસો ખોટ બતાવતાં.

આવા નહેરુને, વાસ્તવવાદી સરદાર પસંદ ન પડે તે સ્વાભાવિક હતું.

નહેરુને સરદાર સહિત ઘણા નેતાઓ દંભી માનતા. જ્યારે ગાંધીજી જીવતા હતા ત્યારે પણ એક વખત નહેરુએ રાજીનામાની ધમકી આપી હતી. ત્યારે સરદારે ગાંધીજીને કહેલ કે તેમની ધમકી ઠાલી છે. તે કદી રાજીનામું નહીં આપે.

નહેરુના શાસન વખતે કોંગ્રેસમાં અને કોંગ્રેસની બહાર ઘણા સેવાભાવી નેતાઓ જીવતા હતા. આ નેતાઓને કારણે જુદા જુદા ખાતઓ સુપેરે ચાલતા હતા. જે કંઈ ગોલમાલ થઈ તે નહેરુના ખુદના અને તેમના મિત્રો ખાતાઓમાં થઈ. આ ખાતાઓ વિદેશ નીતિ, યોજના આયોગ અને સંરક્ષણ હતા.

આ ક્ષેત્રોમાં નીવડેલી નિસ્ફળતાના ફળ આપણે હજુ સુધી ભોગવી રહ્યા છીએ. આ હિમાલયન બ્લંડર વિષે મહાભારતથી પણ મોટાં અનેક ગ્રંથો લખી શકાય. આ બ્લંડરોની અનેક આડ પેદાશો છે. આમાંથી ક્યારે છૂટકારો થશે તે વિષે જ્યોતિષ શાસ્ત્રીઓ પણ આગાહી કરતાં ડરે છે. નહેરુએ અનેક વખત સંસદને ગેર માર્ગે દોરી છે. આચાર્ય ક્રિપલાનીએ તેના વિષે વિગતે પોતાની આત્મકથામાં લખ્યું છે.

સ્વતંત્રતા પૂર્વે 

સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતાની ચળવળમાં નહેરુનો હિસ્સો ઠીક ઠીક હતો. તેઓ ખવડાવવા પિવડાવવામાં ઉદાર હતા. તેઓ મહેનતુ હતા. યુવાનોમાં અને ખાસ કરીને યુપી માં લોકપ્રિય હતા. એટલે ગાંધીજીને ડર હતો કે જો નહેરુને નંબર વન નહીં કરીએ તો કોંગ્રેસના ટૂકડા થઈ જશે. અને હાલના તબક્કે એટલે કે સ્વતંત્ર મળે તે સમય અને બધું ઠરીને ઠામ થાય અને ચૂંટણી થાય ત્યાં સુધીના ગાળામાં કોંગ્રેસના ભાગલા (કે જે દેશના વધુ ભાગલા તરફ પણ દોરી જાય) દેશને પોષાય તેમ નથી. આ વાત ગાંધીજીએ સરદાર પટેલને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરેલ. અને તેથી જ સરદાર પટેલે ગાંધીજીને ખાત્રી આપેલ કે તેઓ કોંગ્રેસને અકબંધ રાખશે. ન છૂટકે સરદાર પટેલે, નહેરુને ચીન વિષે લખાણ દ્વારા ચેતવેલ. પણ નહેરુ ઉચ્ચ આર્થિક સ્થિતિ અને અથવા બીજા  કોઈપણ કારણ થી આપખુદ હતા. અને કાશ્મિરનો પ્રશ્ન પ્રધાનમંડળની મંજુરી લીધાવગર અને સરદાર પટેલને પૂછ્યા વગર યુનોમાં લઈ જવાની ઓલ ઈન્ડીયા રેડિઓ ઉપર જાહેરાત કરી દીધેલ.

દેશને એક રાખવા માટે સરદાર પટેલને ગૃહ ખાતુ આપ્યા વગર છૂટકો ન હતો. નહેરુએ કશ્મિરનો પ્રશ્ન હાથમાં લઈ તેને ચૂંથી નાખ્યો. જો નહેરુ ગૃહ પ્રધાન થયા હોત તો દેશ આખો અનેક ટૂકડામાં વિભાજિત થઈ જાત. ગાંધીજી જીવતા હતા ત્યારે પણ સરદાર પટેલની તબિયત સારી રહેતી ન હતી. અને ૧૯૫૦ સુધીમાં તો ઘણી નાજુક થઈ ગયેલી. ઘણા અખબારી અને આરએસએસ- બીજેપીના વિદ્વાનોને આ વાતની ખબર નથી એટલે તેઓ દેશના ભાગલા માટે ગાંધીજીને માથે માછલાં ધોવે છે. જોકે એક વાત નોંધનીય છે કે ૧૯૪૨-૧૯૪૭ના કોમી હુલ્લડોએ દેશના ભાગલા નક્કી કરી દીધેલા. જો તે વખતે ભાગલા ન થયા હોત તો કોમી દાવાનળને કોઈ બુઝવી શકે તેમ ન હતું. ગાંધીજી પણ નહીં. એટલે જ ગાંધીજીએ આ ભાગલાની આડે આવ્યા ન હતા. તેમનો વિચાર એવો હતો કે એક વખત જો બધું ઠરીને ઠામ થાય પછી જનતાને જ એકતા માટે તૈયાર કરવી અને નેતાઓની ખાસ કરીને પાકિસ્તાનના નેતાઓની શાન ઠેકાણે લાવવી. કારણ કે ગાંધીજી જાણતા હતા કે પાકિસ્તાનના નેતાઓ વિભાજિત હતા.

અવિભક્ત ભારત માટેનો યોગ્ય પ્રસંગ ૧૯૫૪ પૂર્વેના તૂર્તના એક ગાળામા  બનેલ જેમાં સુહરાવર્દી નુને ભારતની મુલાકાત લીધેલ અને નિર્વાસિતોની સંપત્તિના પ્રશ્નો ના ઉકેલ માટે પણ તૈયારી બતાવેલ. આ મુલાકતનો પ્રારંભ આનંદ પમાડે એવો હતો. નુનના પત્ની એરોપ્લેનમાં ઉતરતા હતાં  ત્યારે તેમના સેન્ડલ નિકળી ગયેલ અને તે સેંડલ નીચે લસરી પડેલ. નહેરુ નીચે સીડી પાસે ઉભેલા. નહેરુએ પોતે સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાની રૂએ તે સેંડલને નીચે પકડી લીધેલ. અને નુનનાં પત્નીને હાથોહાથ પરત કરેલ. તેથી નુન અને તેમના પત્ની ભાવ વિભોર બની ગયેલ. ભારત પકિસ્તાનના સંબંધો તદન સુધરી જશે તેવી આશા બંધાયેલ. પણ આ સમય દરમ્યાન ભારત અને યુએસના સંબંધ વણસી ગયેલ. અને કદાચ યુએસએ જ પાકિસ્તાનમાં લશ્કરી બળવો કરાવેલ એ શક્યતા અવગણી ન શકાય. ૧૯૫૪માં પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયેલ અને તે વખતના પ્રમુખ ઈસ્કંદર મિરઝાએ નહેરુને સમવાય તંત્ર સ્થાપવા માટે આમંત્રણ આપેલ. આ આમંત્રણ નહેરુએ પ્રધાન મંડળની સલાહ લીધા વગર ધુત્કારી નાખેલ. એટલું જ નહીં લશ્કરી સરમુખત્યારશાહીની વગોવણી કરતી લૂલીને છૂટ્ટો દોર આપી દીધેલ. જોકે આજ નહેરુને સવાઈ બીન લોકશાહીવાળા રશિયા અને ચીન સામે કશો વાંધો ન હતો. એટલું જ નહીં, દિવસરાત પિતાની સાથે જ રહેનારી તેમની પૂત્રી ઈન્દીરાએ લશ્કરી સરમુખત્યારોને પણ અભડાવે એવી કટોકટી લાદેલ. જે નહેરુમાં પ્રચ્છન્ન હતું તે ઈન્દીરામાં ઉઘાડે છોગ હતું.

ટૂંક્માં નહેરુને કોઈ સ્પષ્ટ સિદ્ધાંતો કે સ્વપ્નો ન હતા. ઓળઘોળ કરીને નિસ્પન્ન થતું સ્વપ્ન એ હતું કે નંબર વન રહેવું. ગોલ્ડ કન્ટ્રોલ, કામરાજ યોજના અને સીન્ડીકેટની રચના ની વ્યુહ રચનાઓના પરિણામો જોયા પછી નહેરુને બીજા કોઈ સ્વપ્નો હોય એવું લાગતું નથી. છતાં જેઓ નહેરુના ફિલોસોફી વાળા ઉચ્ચારણોથી અભિભૂત છે તેઓ તેવી જાતના ઉચ્ચારણોથી નહેરુની પ્રશંસા કરશે જ. (નહેરુના ઉચ્ચારણો કેવા હતાં? ભારતની સીમા નિયંત્રણ રેખા કોઈ સ્થૂળ રેખા નથી. સીમા નિયંત્રણ રેખાની કોઈ વ્યાખ્યા નથી. યુનો દ્વારા કોઈ સમસ્યા ઉકેલાતી નથી. તે ભૂમિ તો બંજર ભૂમિ છે.) મેક મોહન લાઈન અને તીબેટને બફર સ્ટેટ નો દરજ્જો અને ચીન સાથેના બ્રીટનના કરાર ને આ પ્રમાણે નહેરુએ નજર અંદાજ કરેલ. અને આથી જ ચીનને ભારત ઉપર આસાન વિજય મળી ગયેલ.

નરેન્દ્ર મોદી પાસે ઘણો દારુગોળો છે.

NARENDRA MODI

નરેન્દ્ર મોદીએ જે નહેરુવીયન કોંગ્રેસદ્વારા થયેલી સરદાર પટેલની અવગણના વિષે ટોણો માર્યો છે તે હકિકત છે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ અકળાઈને અદ્ધર અદ્ધર રીતે નરેન્દ્ર મોદીની બુરાઈ કરે છે.

નહેરુવીયન કોંગ્રેસ દ્વારા થયેલી સરદાર પટેલની અવગણના તો અનેક ઉદાહરણો છે. અને તેને માટે વાંચો

નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય

https://treenetram.wordpress.com/2012/12/12/%E0%AA%A8%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%81%E0%AA%B5%E0%AB%80%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81/

નહેરુવીયન કોંગ્રેસ સામે તો અનેક બોંબ ફોડી શકાય તેમ છે. નરેન્દ્ર મોદીએ તો હજુ એક ફટાકડી જ ફોડી છે.

સરદાર પટેલ ગુજરાતના હતા. અહીંના કોંગ્રેસના કાર્યાલયનું નામ ભવન (નહેરુવીયન કોંગ્રેસ કાર્યાલય) શું છે? રાજીવ ગાંધી ભવન. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને સ્વતંત્રતા માટે લડનારી કોંગ્રેસનો વારસો જોઇએ છે પણ તેમને નહેરુવંશીઓ સિવાય કશું દેખાતું નથી. મહાત્મા ગાંધી પણ દેખાતા નથી. દિલ્લીના બધા એરપોર્ટોના નામ શું છે. ગાંધીના ઘાટ પાસે નહેરુ, ઈન્દીરા, સંજય, રાજીવ, બધાના ઘાટ બનાવી દીધા જાણે એ બધા મહાત્મા ગાંધીની સમકક્ષ ન હોય? જે નેતાના અનુયાયીઓ નેતા ભક્તિમાં આટલા બધા અંધ હોય તેઓ દેશનું શું ઉકાળી શકવાના છે?

ત્રિપુટીઃ

દિપકભાઈ સોલીયા લખે છે કે આપણી પાસે તો ભલા ભોળા શંકર ભગવાન હતા. બહાર થી આર્યો આવ્યા અને તેઓ બ્રહ્મા અને વિષ્ણુને લાવ્યા. ભારતે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો સમન્વય કર્યો. તેથી હિન્દુ ધર્મ અખંડ રહ્યો. તેવી જ રીતે આપણે ગાંધી, સરદાર અને નહેરુનો સમન્વય કરવો જોઇએ. જોકે દિપકભાઈએ આ વાત કહેવા ખાતર કહી નાખી લાગે છે. બ્રહ્મા વિષ્ણુ પરદેશી ન હતા. [એવું લાગે છે કે આપણે વિઘાતક અને બનાવટી આર્યન ઈન્વેઝન થીયેરી (આઈએટી) માંથી બહાર નિકળતા પેઢીઓ વીતી જશે. જ્યારે પશ્ચિમી ઈતિહાસ કારો કહેશે કે (જો કે મેક્સ મુલરે તેના અંતિમ મંતવ્યોમાં કહ્યું છે કે આર્યો ભારતના જ હતા) એ.આઈ.ટી  બકવાસ હતી ત્યારે આપણા અમુક મૂર્ધન્યો સ્વિકારશે.]

ગાંધી, સરદાર અને નહેરુ પણ દેશી જ હતા. ગાંધી સરદાર તો પોતાને સાવ જ દેશી માનતા હતા. નહેરુ પોતાને વિષે કંઈક જુદુ માનતા. તેઓ કહેતા કે પોતે જન્મે હિન્દુ છે. પણ કર્મે અને વિચારે હિન્દુ નથી પણ અનુક્રમે મુસ્લિમ અને ખ્રીસ્તી છે. ગાંધીજી ગૌવધબંધીના હિમાયતી હતા. પણ નહેરુને ગૌવધ બંધી મંજુર ન હતી. તેઓ તો વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયેલ (નોન- ઓફીસીયલ બીલ ૧૯૫૪). આમ જુઓ તો ગાંધી અને નહેરુ વચ્ચે કોઈ સમાનતા ન હતી.

આ ત્રણેને ભેગા કરવાની કોઈ જરુર પણ નથી. ઐતિહાસિક અફવાઓ ફેલાવા કરતાં તેઓને તેમના ઉચ્ચારણો અને પુસ્તકો દ્વારા તેમના સ્થાને રહેવા દો.

વિનોબા ભાવે એ કંઈક આવું કહ્યું છે. અર્થશાસ્ત્રનો વાદ એ નિરર્થક છે. વિજ્ઞાનના યુગમાં નીચેનું સમીકરણ જ યોગ્ય છે.

(કુદરતી) સ્રોતો+માનવતા+ટેક્નોલોજી=પ્રગતિ+આનંદ

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્ઝઃ ગાંધી, સરદાર, પટેલ, નહેરુ, સમાજવાદ, અતિમૂડીવાદ, ઉત્પાદન, યંત્રો, માનવતા, શોષણ, સરમુખત્યારી, દેશી, ઐતિહાસિક, દીપક સોલિયા

Read Full Post »

જાહોજલાલીમાં પૂર્ણ વિરામ  કે અલ્પવિરામની શોધ કરો

જાહોજલાલીની વ્યાખ્યા શું?

જો કડક વ્યાખ્યા એટલે કે જેને આપણે નિરપેક્ષ વ્યાખ્યા કહીયે તેવી વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે જો એક કુટુંબની જરુરીયાત એક ગાયની હોય અને તેની પાસે બે ગાય હોય અને બીજા પાસે એક પણ ગાય ન હોય તો બે ગાયવાળો  માલેતુજાર કહેવાય.  એટલે પહેલા કુટુંબે બીજા કુટુંબને એક ગાય કોઈ એક નક્કી કરેલી પ્રણાલી પ્રમાણે બીજા કુટુંબને આપી દેવી જોઇએ.

હવે ધારો કે પહેલા કુટુંબે એક ગાય જે વધારાની ગણાઈ હતી તે બીજા કુટુંબને આપી દીધી.

પણ હવે એવું થયું કે પહેલા કુટુંબની પરિસ્થિતિ બદલાઈ, તેનું કુટુંબ વધ્યું કે તેના કુટુંબમાં કોઈ માંદુ પડ્યું કે જે એક ગાય હતી તે એક ગાયે દુધ આપવાનું બંધ કર્યું કે દુધ ઓછું આપવાનું શરુ કર્યું કે એ ગાય મરી ગઈ, તો હવે શું કરવું?

પણ હવે આ સમસ્યા આ રીતે ઉકેલી નહીં શકાય.

આપણે ફક્ત બે કુટુંબનું એકમ લીધું. આપણે એક ગામને એકમ લેવું જોઇએ. ગામમાં ઘણી ગાયો હોઈ શકે. બધાને એક એક ગાય કદાચ આપી પણ ન શકાય. ધારોકે આપી શકાય તેમ હોય તો ઉપર જણાવેલ સમસ્યા તો ઉભી થવાની જ. માટે ઉત્પાદના કે સુખસગવડના બીજા કામો ઉભા કરો. અને અમુક લોકોને એમાં રોકો. દા.ત. ખેતી.

કામની વહેંચણી અને વર્ગનું સર્જન

ખેતી માટે ઓજારો જોઈશે, એટલે અમુક લોકોને ઓજારો બનાવવાનું કામ સોંપો. એટલે ઓજારો બનાવનારા માણસો, ખેતી કરનારા માણસો અને ગાયનું દુધ ઉત્પન્ન કરનારા માણસો એવા ત્રણ વર્ગ પડશે. આ બધાની વહેંચણી કરવામાં ગણત્રીઓ કરવી પડશે. એટલે અમુક લોકોને ગણત્રી કરવાનું ગમતું હશે. અને તે કેવી રીતે કરવી તે શિખવવાનું પણ ગમતું હશે. આવું બધું વિસ્તરે એટલે એક શિક્ષક વર્ગ પણ ઉભો થશે. હવે ગણત્રી કરવામાં જરુરીયાતો અને નિયમો નક્કી કરવા પડે એટલે કેટલાક સમજુ અને વિવેક કરવા વાળા સર્વ સ્વિકૃત વિશ્વસનીય માણસો જોઇશે. એટલે શિક્ષકોમાં એક વિભાગ પડશે જેને ન્યાયનું કામ આપવામાં આવશે. પણ દેશમાં એક ગામ તો હોય નહીં. એટલે બીજા ગામવાળા તમારા ગામમાં હસ્તક્ષેપ કરે તો તેની સામે રક્ષણ માટે વળી પાછો એક વર્ગ બનાવવો પડશે. પણ આ તો રક્ષણની વાત થઈ. તેમાં તો વ્યુહ રચનાઓ કરવી પડે. જેમ ઝાઝા રસોયા રસોઈ બગાડે તેમ એક કરતા વધુ વ્યુહરચનામાંથી શ્રેષ્ઠ રચના કઈ એ નક્કી કરવું પડે. એટલે એક નેતા નક્કી કરવો પડે જે રક્ષણ કરવા અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય.

કાળ ક્રમે ઉત્પાદકો, કારીગરો, શિક્ષકો, ન્યાયધીશો કે અને રાજાઓ, સૈનિકો અને મજુરોના વર્ગો અસ્તિત્વમાં આવ્યા હશે. એક કરતાં વધુ ગામો હોય અને સલાહ સંપથી રહી શકવાના પ્રયત્નોના ભાગ રૂપે  રાજાઓ, મહારાજાઓ અને ચક્રવર્તી રાજાઓ બન્યા હશે. નિયમો જટીલ બનાવવા પડ્યા હશે. અને અન્યાયો પણ ચાલુ થયા હશે. અને સુખાકારી માટે જુદી જુદી પ્રણાલીઓ અસ્તિત્વમાં આવી હશે અને વિકસી હશે.

સવાલ એ છે કે આ બધું શું કામ થાય છે?

માણસને જોઇએ છે શું?

માણસે શા માટે સમૂહમાં રહેવાનું નક્કી કર્યું?

સમૂહમાં રહેવાથી મનુષ્યની શક્તિમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થાય છે. એટલે સુરક્ષા પણ મળે છે. અને નિશ્ચિંતતા પણ મળે છે. ટૂંકમાં માણસની બુદ્ધિએ માણસને સામાજીક પ્રાણી તરીકે રહેવાનું શિખવ્યું.

સમુહમાં જીવવાથી માણસ શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાધી શકે છે જેથી તે વધુ આનંદ પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્ય તો મરી જાય, સમાજ તો જીવતો રહે છે. એટલે મનુષ્યનું જ્ઞાન સમાજમાં જળવાઈ રહે છે. સમાજ એક એકમ તરીકે સુધરતો સુધરતો સદાકાળ (?), જીવતો રહી શકે. આવા સાતત્યને લીધે પેઢી દર પેઢીના મનુષ્યો વ્યક્તિગત રીતે વધુ આનંદપૂર્વક જીવી શકે.

સમાજનો મુખ્ય ગુણ ધર્મ શો?

સંવાદ, કામની વહેંચણી, સહયોગ અને સહકાર આ સમાજના મુખ્ય ગુણધર્મ હોવા જોઇએ. સહયોગ અને સહકારમાં ફેર શો? સહયોગ એ પ્રણાલી બદ્ધ છે. જ્યારે સહકારમાં મનોભાવ સંકળાયેલો છે. મુખ્ય ગુણધર્મ તો સંવાદ માત્ર છે. સંવાદના કારણે કામની વહેંચણીની સ્વિકૃતિ, સહયોગ અને સહકારની ભાવનાઓ ઉત્પન્ન થઈ. ટૂંકામાં સંવાદ સિવાયના બાકીના બધા તો આનંદ પ્રાપ્તિની ખોજના પ્રયાસોની આડ પેદાશ છે. વધુને વધુ સંવાદ માટે ભાષાનો વિકાસ થયો.

મનુષ્ય સામાજીક પ્રાણી છે. સમાજનું એકમ મનુષ્ય છે. જો મનુષ્યનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. અને જો સમાજ વિકસિત થતો હશે તો મનુષ્યને વધુ સરળ રીતે આનંદ મળતો થશે .

તો પછી કેન્દ્રમાં કોણ હોવું જોઇએ? સમાજ કે મનુષ્ય?

જ્યાં મનુષ્યને કેન્દ્રમાં રખાયો તેને મુડીવાદ કહેવામાં આવ્યો. જ્યાં સમાજને કેન્દ્રમાં રખાયો તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાયો.

જ્યારે મનુષ્ય પોતાના સુખને કે પોતાના કુટુંબના સુખને કેન્દ્રમાં રાખે અને બુદ્ધિનો તેમાં ઉપયોગ કરે ત્યાં દંભ ઉભો થાય છે. જ્યારે મુડીવાદમાં અને સમાજવાદમાં દંભનું મિશ્રણ થાય ત્યારે તે પોતાનું સૈધાન્તિક પોત ગુમાવે છે. એવું જ થયું છે.

મુડીવાદે અને સમાજવાદે (સામ્યવાદે) માણસોને અળગા, સંવાદહીન અને કંઈક અંશે સંવેદનહીન  કર્યા.

સામ્યવાદ સંવાદહીનતાને કારણે અપારદર્શક બન્યો અને લગભગ નષ્ટ થયો.

મૂડીવાદી સમાજ અસ્થિરતામાં ફસાયેલો રહે છે. એટલે કે મંદીના મોજાંઓ આવ્યા કરે અને માણસો, આર્થિક અને માનસિક યાતનાઓના ભોગ બનતા રહે. આ મંદીઓ અક્ષમ્ય છે. જે દેશપાસે, અતિવિદ્વાન એવા અર્થશાસ્ત્રીઓ હોય, હિસાબો ત્રણ ત્રણ મહિને ચકાસાતા હોય, ચાલુ નિયમોને અવારનવાર સમજણ પૂર્વક અને પરિણામી અસરોને અનુલક્ષીને મઠારવવામાં આવતા હોય, આવી જ્યાં વ્યવસ્થાઓ હોય, ત્યાં રાતોરાત મંદી આવી જય અને હજારો લાખો લોકો યાતનાઓમાં ડૂબી જાય, અને આવું થયા પછી પણ કોઈની જવાબદારી પણ નક્કી ન થઈ શકે અને કોઈને કશો દંડ પણ ન થઈ શકે, તે મૂડીવાદને કેવીરીતે યોગ્ય ગણાવી શકાય? આમાં વ્યાપક રીતે અપારદર્શિતા તો છે જ, અને દંભ પણ છે.

ક્ષતિ ક્યાં છે?

ખાટલે મોટી ખોડ એ છે કે સમાજને કેન્દ્રમાં રખાયો તો નથી જ. પણ ગણીગાંઠી વ્યક્તિઓએ તત્કાલિન સત્તા અને સુખાકારી માટે દંભ આચર્યો અને અપારદર્શિતા રાખી અને અથવા જનતાને ગુમરાહ કરી. ખેરખાંઓ એ જાહેર કર્યું કે અવારનવાર મંદીઓ તો આવ્યાજ કરશે. આ તો મુડીવાદનું લક્ષણ છે. ઈતિ સિદ્ધમ્‌ તથા પૂર્ણમ્‌.

નફાનું ધોરણ શું અને શ્રમનું મૂલ્ય શું?

નફાનું ધોરણ મનસ્વી. શ્રમનું મૂલ્ય પણ લગભગ મનસ્વી.

શા માટે આ બધું મનસ્વી રીતે છે?

ઉત્પાદનમાં કોઈ સીમા રાખી નથી અને જેને જે ઉત્પાદન કરવું હોય તે કરે. તેથી સ્પર્ધા થશે અને નફા ઉપર આપોઆપ અંકૂશ આવશે. શ્રમના મૂલ્ય નક્કી કરવામાં પણ આવું જ થશે. શ્રમજીવીઓ પોતાનું સંગઠન કરશે અને માલિક ઉપર દબાણ લાવી શ્રમનું મૂલ્ય વધારશે.

શ્રમ એક એવી વપરાશની વસ્તુ બનશે. તેનો કામચલાઉ રીતે અભાવ ઉત્પન્ન કરવામાં આવે તો માલિક તેના પ્રતિસ્પર્ધિઓ સામે ટકી ન શકે. આમ માલિક અને શ્રમજીવી (બુદ્ધિ જીવી સહિત) સૌ કોઈ વપરાશની વસ્તુ તરીકે પોતાનું મૂલ્ય નક્કી કરાવશે. માલિક પણ એક ખરીદનાર તરીકે તે વસ્તુના બજારી જત્થાના વેચનારની/વેચાનારની ગરજના  વ્યસ્ત પ્રમાણમાં અને પોતાની જરુરીયાતના સમપ્રમાણના આધારે તેનું મૂલ્ય નક્કી કરશે. આ પ્રક્રિયામાં કુદરતી અને માનવીય મૂલ્યોનો નાશ થશે. છતાં બધું કાયદેસર ગણાશે.

દા.ત.

સરકારી નોકરોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ જવાબદારીઓ દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી. આ સેવાઓની સામે તેમના કામના નક્કી કરાયેલા શ્રમના મૂલ્ય પ્રમાણે તેમને વેતન મળે છે. જ્યારે આ નોકરો સેવા બજાવતા હતા ત્યારે તેમને અન્ય બીજો કોઈ વ્યવસાય કરવાની છૂટ ન હતી. આ સરકારી નોકરોને વૃદ્ધાવસ્થા આવે અને શારીરિક રીતે (માનસિક રીતે અશક્ત થાય) તે માટે એક વય નક્કી કરવામાં આવી અને તે સમયે તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું.

WHO IS DRIVING THE TRAIN

આ સરકારી નોકરોના કામ ઉપર નીગરાની રાખવા અને તેમને કામદ્વારા થતી ધ્યેય પ્રાપ્તિમાં આવતી સમસ્યાઓના નિવારણ માટે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગોઠવવામાં આવ્યા. આ પ્રતિનિધિઓ કહે અમને પણ વેતન જોઇએ. તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે મંત્રી મંડળ સિવાય કોઈપણ પ્રતિનિધિની કોઈ જવાબદારી ન હતી. તેટલું જ નહીં પણ તેમને પોતાના બીજા એક કે અનેક વ્યવસાય કરવાની છૂટ પણ હતી. તો પણ તેમને વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તેમની મૂદત પાંચ વર્ષ ની હતી. પાંચ વર્ષ પછી જો તેઓ ફરીથી ચૂંટાઈને ન આવે તો પણ તેમને પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ જો વિધાન સભા કે સંસદ, મૂદત પહેલાં બરખાસ્ત થાય તો પણ તેમને તેટલું જ પેન્શન મળશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ ખમતીધર હોવાં છતાં તેમને ભત્થાં, રહેણાંક, સુરક્ષા અને અત્યંત ઓછા ભાવે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું.

સમાજ સેવા માટે કઈ પદ્ધતિ સારી એ વાત ઉપર ખૂરસીઓ અને માઈર્કોફોન અને પેપરો, પેપરવેટ ફેંકીને પોતે પોતાના સૈધાંતિક વિરોધમાં કેટલા પ્રબળ છે તે દર્શાવતા આ પ્રતિનિધિઓ વેતન, પેન્શન અને સગવડો માટે હાથ મિલાવતા થયા.

જો પોતાની સુખસગવડોને વધારવા માટે ભૌતિક રીતે લડનારા આ પ્રતિનિધિઓ જેમના હલન ચલન અને વ્યવહારો પારદર્શક બનાવવામાં આવ્યા છે તેઓ પણ જો સંપીને કામ કરતા હોય તો ઉત્પાદન અને વહેંચણીના માલિકો કેમ સંપી ન શકે? તેઓ પણ સંપી જ જાય છે. જો ક્ષેત્ર વિશાળ બને તો સંપી જવાની શક્યતાઓ ઘટે. જો સંવાદના ઉપકરણો વધે તો વળી સંપીને નફો રળવાની શક્યતાઓ વધે.

જો દરેક જગ્યાએ પારદર્શિતાને લાવવામાં આવે તો જનતાને ખબર પડે કે પોતે ક્યાં છેતરાય છે. પણ જેમ દરેક વ્યક્તિને પોતાની અમુક બાબતો ખાનગી રાખવાનો હક્ક હોય છે. તેમ સંસ્થાઓને પણ આવા હક્ક આપવામાં આવ્યા હોય છે.

ટૂંકમાં સમાજનું મુખ્ય લક્ષણ સંવાદ છે અને આનંદ તેનું ધ્યેય છે. પણ સમાજનું પોત એવું બને છે કે ત્યાં સંવાદની વ્યાપકતામાં ખામી ઉત્પન્ન થાય છે. સુખના પ્રમાણમાં દુઃખ વધુ ઉત્પન્ન થાય છે.

સંવાદ માટે હાનિકારક શું છે?

સુખ સગવડોના ભોગવટામાં અસાધારણ અસમાનતા, મનુષ્યમાં અસંતોષની લાગણી ઉત્પન્ન કરેછે. અસંતોષ દુઃખ દાયક હોય છે. આ અસમાનતા મનુષ્યને એકલો પાડી દે છે. તેને વિસંવાદ અને અસંવાદની સ્થિતિ ઉપર લાવી મુકે છે. આથી મનુષ્યમાં રહેલી સહકાર અને સહયોગની ભાવનાને અપાર ક્ષતિ પહોંચે છે. એટલે થાય છે એવું કે જેઓ સમાન સગવડો ભોગવે છે તેઓ સંવાદ અને સહયોગ કરી શકે છે પણ અસમાન જુથો વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. વર્ગ વિગ્રહ થાય તો સહયોગ તો થાય જ કેવી રીતે?

WHO WERE INSIDE CONFIDENTIAL

જો સમાજના પોતમાં સંવાદ, સહકાર, સહયોગ ક્ષતિયુક્ત હોય તો કામનું યોગ્ય મૂલ્ય રોગિષ્ટ થાય છે.

આવી પરિસ્થિતિમાં સમાજનું શું થશે?

અંતે તો વ્યક્તિની સુખાકારી સમાજની તંદુરસ્તી ઉપર જ અવલંબે છે. જો સમાજ જ તંદુરસ્ત ન હોય તો તે નષ્ટ જ થાય. જેમ વ્યક્તિનું થાય તેવું જ સમાજનું થાય. જો તમે વ્યક્તિના હક્ક માન્ય રાખો, સંસ્થાના હક્કો માન્ય રાખો તો સમાજના હક્કો પણ માન્ય રાખવા જ જોઇએ.

કુદરતે શું નક્કી કર્યું છે?

કુદરત પણ એક વ્યક્તિ છે. તે એક વૈશ્વિક સમાજ છે. આનું બંધારણ અલગ જ છે. આના ઘટકોમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, હવા, પાણી, પૃથ્વી, સૂર્ય મંડળ, આકાશ ગંગા અને ખુદ બ્રહ્માણ્ડ અને અનંત કોટિ બ્રહ્માણ્ડોના સમૂહયુક્ત મહાબ્રહ્માણ્ડ ખુદ છે. આ અનંત કોટિ બ્રહ્માણ્ડો જેનું શરીર છે તે વિશ્વમૂર્તિ શિવ પાસે પારવિનાની શક્યતાઓ પડેલી છે. તેને એક રજકણના પણ અતિસુક્ષ્મ કદની પૃથ્વી ઉપરના થોડા હજાર વર્ષ જુના માનવ સમાજની ખાસ પડી ન પણ હોય. તેણે તો નિયમો બનાવીને માનવજાતને તેમના કર્મના ભરોસે છોડી દીધી. માનવજાતને બુદ્ધિ આપી કે જેથી તે પોતાની સામુહિક બુદ્ધિ દ્વારા પોતાની સમસ્યાઓ દૂર કરી  સુખપ્રાપ્તિ કરી શકે છે.

સમાજ તેના કર્મોને આધારે શેરબજારની જેમ વાંકો ચૂકો પડી આખડી આગળ વધે પણ ખરો અને નષ્ટ પણ થાય. જો જણનારીમાં જોર ન હોય તો ઈશ્વર બિચારો શું કરે?

જો આપણે સમસ્યાઓ જ વર્ણવીએ અને તેના જ રોદણાં જ રોઈએ તો એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય.                 

મહાત્મા ગાંધીએ સમન્વયનો રસ્તો બતાવ્યો. છે. સ્વમાં અને સંસ્થામાં અને સરકારમાં પારદર્શિતા લાવો. શ્રમનું મૂલ્ય નિશ્ચિત કરો. જે સગવડો બધા ન ભોગવી શકે તે ઉપર અંકુશ લાવો. તમે જે કંઈ પ્રપ્ત કર્યું તેના ઉપર સમાજનો પણ અધિકાર છે. માટે તમે તેના ટ્રસ્ટી બનો. આ ટ્રસ્ટીશીપને તમે તમારી ઓળખ માનો. તેજ તમારું ફળ છે. આ વાતે તમે સંતુષ્ટ બનો.

ત્યક્તેન ભૂંજીથાઃ

ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે “તેન ત્યક્તેન ભૂંજીથાઃ”  તેથી કરીને એટલે કે ત્યાગીને ભોગવો. ત્યાગ થકી જે આનંદ પ્રાપ્ત થાય તે આનંદને ભોગવો. ભોગવી તો જુઓ. જો તમે આવા આનંદને ભોગવશો તો તમને ખ્યાલ આવશે કે આ રીતે આવેલો આનંદ કેટલો બધો આનંદ દાયક હોય છે. રવિશંકર મહારાજે તો તે હદ સુધી કહ્યું કે તમે ઘસાઈને ઉજળા બનો. બીજાને ઉપયોગી થાઓ.

તો આ બધા માટે કેવી પ્રણાલી કઈ રીતે ગોઠવવી? (ચાલુ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જાહોજલાલી, વિરામ, પૂર્ણ વિરામ, સમસ્યા, કુટુંબ, એકમ, ગામ, દેશ, સમાજ, સામાજીક, ઉત્પાદન, વહેંચણી, સુખ સગવડ, ખેતી, ઓજારો, વર્ગ, શિક્ષક, ન્યાય, નેતા, રાજા, સૈનિકો, સહકાર, સહયોગ, સંવાદ, આનંદ, વિકાસ, કેન્દ્ર, મનુષ્ય, બુદ્ધિ, પોત, દંભ, મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, મંદી, પારદર્શિતા

Read Full Post »

ગાંધીવાદીમાંની સાદાઈ અને સાદાઈમાં ગાંધીવાદ

આમ તો મે માસ આવશે. એટલે જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ આવશે એટલે કેટલાક મૂર્ધન્યોના હાથને ચળ આવશે.

સાલુ આમ તો નહેરુની ટૂંકી દીર્ઘ દૃષ્ટિના અભાવને લીધે અને તેમના સંતાનોના સ્વાર્થી નિર્ણયોને લીધે દેશ અવનતિનીમાં ગર્ત થયેલો છે. પણ નહેરુની ઐતિહાસિકતાને તો સૂપેરે મુલવવી જ પડશે એવું ઘણા મૂર્ધન્યો માને છે. જેમ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પોતાને સંવેદનશીલ ગણાવનારાઓમાં સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં મોહાન્ધ થવાની ફેશન હતી, તેમ ભારતના કેટલાક પોતાને રેશનાલીસ્ટ ગનાવનારાઓમાં નહેરુપ્રત્યે મોહભાવના હતી.   

Mahatma Gandhi (6)

સંમોહન

આમ તો સંમોહન વિષે ગીતાએ પણ ફોડ પાડીને કહ્યું છે કે તેથી બુદ્ધિ નષ્ટ પામે છે. પુરુષો પણ પુરુષોને સંમોહિત કરી શકે છે. પુરુષ પણ ઘણા પરિબળો જો પ્રાપ્ય હોય તો તે તેનો ઉપયોગ કરીને લોકોને સંમોહિત કરી શકે છે.

નહેરુ પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. ગાંધીજી પણ બીજાને સંમોહિત કરી શકતા હતા. પણ બંનેના પરિબળો અલગ અલગ હતા. ગાંધીજી પાસે વૈચારિક અને આચારોનું પરિબળ હતું. નહેરુ પાસે પૈસા અને પ્રદર્શનીય આચારોનું પરિબળ હતું.

સ્વાતંત્ર્યની ચળવળના સમયમાં નહેરુએ તેમનું ઘર ધર્મ શાળા જેવું બનાવી દીધું હતું. બધા નેતાઓ તેમને ત્યાં ઉતરતા અને નહેરુના ઘરમાં નોકરચાકરો દ્વારા તેમનું ધ્યાન રખાતું હતું. વળી ગાંધીજીની અહિંસક ચળવળ અને તેમની વૈચારિક વ્યુહરચનાઓનો અમલ થતો હતો. એટલે મહાવીર ત્યાગી જેવા નેતાઓ પણ નહેરુથી સંમોહિત થતા હતા.

સંમોહિત થવું આમ તો સહેલું છે. પણ જ્યારે વૈચારિક અને આચારના વિરોધાભાષો ઉભા થાય અને જે પરિણામોની આશા રાખવામાં આવી હતી તે પરિણામો પ્રમાણમાં સંતોષજનક ન હોય અને અથવા ઉંધા હોય તો મોહભંગ થઈ શકાય છે.

આવો મોહભંગ ભોગીભાઈ ગાંધીને સામ્યવાદીઓથી અને લોહીયાને નહેરુના સમાજવાદથી થઈ ગયો હતો.

સ્વતંત્રતા મેળવ્યા પછી, ઘણા લોકોને નહેરુ પ્રત્યેના મોહનો ભંગ થવા માંડ્યો હતો. ગાંધીજીને કદાચ સૌ પ્રથમ મોહભંગ થયો હશે. પણ ગાંધીજી સ્વાતંત્ર્ય મેળવ્યા પછી જીવ્યા નહીં તેથી નહેરુનો ખુલ્લો બહિષ્કાર જોવા ન મળ્યો. પણ મહાવીર ત્યાગી, રામમનોહર લોહીયા જેવા ઘણાએ તેમની ખુલ્લેઆમ ટીકા કરેલી. આ બંને પણ સમાજવાદી જ હતા. એક કોંગ્રેસમાં હતા અને એક કોંગ્રેસની બહાર હતા.

આપણું ધ્યેય નહેરુને પ્રગતિશીલ બતાવવાનું છે

નહેરુના વલણનું પૃથક્કરણ કરવું અને તેનું મૂલ્યાંકન કરવું અને મોહભંગ થવું એ બધી જ વ્યક્તિઓની પ્રાથમિકતા ન હોય. એટલે ઘણા મૂર્ધન્યો, સમાચારપત્રોના વિદ્વાનો અને મહાપુરુષોનો મોહ નહેરુ જીવ્યા ત્યાં સુધી અને તે પછી પણ ચાલુ રહ્યો. અને હજી પણ તે દેખા દે છે. ખાસ કરીને નહેરુનો જન્મદિન નજીક આવે ત્યારે.

આપણા આવા એક મૂર્ધન્ય નો લેખ ૨૮મી એપ્રીલ ૨૦૧૩ રવિવારના દિવ્યભાસ્કરમાં જોવા મળ્યો.

આપણા આ લેખકશ્રી માનનીય છે. તેમની તટસ્થતા માટે તેઓ જાણીતા છે એ વિષે બે મત નથી. પણ ક્યારેક તો વિવાદ ઉત્પન્ન થાય જ. કેટલીક વખત સત્ય કરતાં ધ્યેયને વધુ મહત્વ આપી દેવાય તો આવી ભૂલ થાય છે.

કોઈ વ્યક્તિનો જન્મદિન હોય તો તેને શ્રાપ તો ન જ અપાય. બહુ બહુ તો મૌન રહી શકાય. પણ મૌન રહીએ તો આ એક અવસર જતો રહે એટલે મૌન ન રહી શકતા હોઈએ તો મભમ મભમ બોલીયે. પણ આપણ્રે જો નક્કી જ કર્યું હોય કે આપણે તરફમાં જ બોલવું છે તો પછી મગજને કસરત આપવી જ પડે.

નહેરુ ગાંધી વચ્ચે નો વિસંવાદનો સંવાદ

નહેરુની લોકપ્રિયતા, સ્વાતંત્ર્યની ચળવળ દરમ્યાન તેમણે કરેલી કારકિર્દીને કારણે હતી. ખાદી, સાદગી, યંત્રોના વપરાશ અને સરળતા બાબતમાં નહેરુ અને ગાંધીજી વચ્ચે કેવા મતભેદો હતા તે વિષે આપણા જેવા સામાન્ય માણસો જાણતા નથી. પણ બીજાઓ કંઈક જાણે છે તેવું આપણને લાગે છે. હવે જો આપણે આપણા ઉપરોક્ત લેખકની વાતોને અને તારણોને સાચા માનીએ તો નહેરુનું મૂલ્યાંકન કેટલું સાચું છે તે વાત તો જવા જ દો, પણ ગાંધીજીને તો ભારોભાર અન્યાય થાય છે.

ઉપરોક્ત લેખકશ્રીને થયું, ચાલો શબ્દોની રમત રમીએ અને નહેરુ કેવા પ્રગતિશીલ હતા તે સિદ્ધ કરીએ.

આપણા મૂર્ધન્યશ્રીએ અમુક શબ્દો પકડ્યા. શાશ્વત સત્ય, અશાશ્વત સત્ય. શાશ્વત ગાંધી, અશાશ્વત ગાંધી.

આપણા મૂર્ધન્યશ્રીએ રેંટીયો અને ખાદી એટલે અશાશ્વત ગાંધી એવું કંઈક તારવ્યું છે. સંદેશ તો એવો જ લાગે છે.

શું ગાંધીજી પોતે જ ખાદીને શાશ્વત માનતા હતા? એવું લાગતું તો નથી જ. પણ આવું અશાશ્વત ગાંધીજીને નામે કેમ ચડાવી દીધું? જે વાત ગાંધીજીએ કહી નથી, એટલે કે જે ગાંધીજીનું નથી તે ગાંધીજીને નામે ચડાવી દેવું અને પછી બીજાને સાચા પાડવા માટે ગાંધીજીને ખોટા પાડવા. આને કેવી રમત કહેવી?

રજનીશને આવી કળા હસ્તગત હતી. જોકે આવી ટેવને કળા કહેવી એ કળાનું અપમાન છે. રજનીશના ચાહકોની નજર એવી તીક્ષ્ણ ન હતી કે તેઓ રજનીશની આ ચાલાકી પકડી શકે. તેમની કક્ષા તો બકરીની ત્રણ ટાંગની ચર્ચા જેવી હતી. જોકે હું આ મૂર્ધન્યશ્રીને રજનીશ સાથે નહીં સરખાવું. કારણ કે રજનીશની તો આવી આદત હતી. આપણા મૂર્ધન્યશ્રીની આ આદત નથી. પણ ઘણીવાર એવું બને કે આપણે તાનમાંને તાનમાં ઉંડું વિચાર્યા વગર કહી નાખીએ એવું કદાચ આ મૂર્ધન્યશ્રી વિષે બન્યું હોય.

ગાંધીજીને ખાદી વિષે શું કહેવું હતું?

ખાદી વિષે તો ગાંધીજીએ પુસ્તક લખ્યું છે. જેઓ ઉંડું વિચારી શકે છે તેઓ આ પુસ્તક ન વાંચે તો પણ ચાલે. ગાંધીજીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે ખાદી શા માટે?

ગાંધીજીનો જવાબ શું હતો? “મારી સામે ભારતની બેકાર ગરીબ જનતા છે. તેમને તમે તાત્કાલિક કઈ રોજી આપી શકો તેમ છો?”

ગાંધીજીનો જવાબ અને તેમનો સવાલ જ ઘણું બધું કહી જાય છે.

તમે એવી ઘૃષ્ટતા તો નહીં જ કરો કે ગાંધીજી ભારતની જનતાને બેકાર અને ભૂખે ટળવળતી રાખવા માગતા હતા. તો પછી ગાંધીજીની ખાદીની વાત ગાંધીજીની દૃષ્ટિએ પણ અશાશ્વત જ હતી. ગાંધીજીની ખાદીની પ્રસ્તુતિ સમયની માગને અનુરુપ હતી.

જો માણસની જીંદગીની લંબાઈ જેટલા સમયગાળા દરમ્યાન પણ નહેરુના વાદને કારણે   બેસુમાર લોકો બેકારી અને ગરીબી સબડતા હોય તો તેમને માટે તો ખાદી શાશ્વત જ ગણાય. આપ મૂઆ ફિર ડૂબ ગઈ દુનિયા.

ટૂંકમાં જ્યાં સુધી ખાદી કે જેની અશાશ્વતતા (ઈર્રેલેવન્સ, અપ્રસ્તુતિ)  પાકી નથી તેને તમે કેવી રીતે “અપ્રસ્તુત” જાહેર કરી શકો?

ફેશનના મોહમાં અંધ થવું

જેમ નરેન્દ્ર મોદીને ૨૦૦૨ સાથે સાંકળવાની પોતાને સેક્યુલર માનતા સ્યુડો સેક્યુલર લોકોની ફેશન  છે તેમ ગાંધીજી, યંત્રના વિરોધી હતા એવું માનવાની કેટલાક અર્ધદગ્ધ લોકોની એક ફેશન છે.

ગાંધીજી યથાયોગ્ય (એપ્રોપ્રીએટ) ટેક્નોલોજીમાં માનતા હતા. સીલાઈ મશીન પણ એક યંત્ર છે. ગાંધીજી તેના વિરોધી ન હતા. મનુષ્યના શ્રમને ઓછો કરે તેમાં ગાંધીજીને વાંધો ન હતો. સગવડોના ગુલામ થવું અને અથવા સમાજવ્યવસ્થા એવી ગોઠવવી કે જેથી સક્ષમ લોકો સગવડોના ગુલામ થઈ જાય અને સમાજમાં લોકોમાં એવી અસમાનતા ઉત્પન્ન થાય કે તેઓ સહકાર અને સંવાદ જ ન કરી શકે તો એવી અસંવેદનશીલ વિઘાતક સગવડોનો અર્થ શો? 

સગવડોને ઓછી ભોગવવી, કરકસર કરવી વિગેરે જેવી અનેક બાબતો ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલી. તેનું કારણ ગરીબો પ્રત્યેની તેમની સંવેદનશીલતા હતી.

નહેરુની આત્મવંચના

ગાંધીવાદીઓ વિષે નહેરુના ઉચ્ચારણ કંઈક આવા હતા, “કૃશ શરીર અને નિસ્તેજ દેખાવમાં જ સાધુતા રહેલી છે એવી કલ્પના આ ગાંધીવાદીઓમાં ઘરઘાલી બેઠી છે.” આવું આપણા મૂર્ધન્યશ્રીએ ઉદ્ધૃત કર્યું છે.

ધારો કે ગાંધીવાદીઓ આવા છે. તો તેઓ બે કારણસર આવા હોઈ શકે.

કાંતો તેઓ ગાંધીજીને જે પ્રમાણે સમજ્યા તે પ્રમાણે તેઓ સ્વેચ્છાએ આવા છે

અથવા તો તેઓ ગરીબાઈને લીધે અછતને કારણે આવા છે.

હવે જો તેઓ ગરીબાઈને કારણે આવા હોય તો તે ગરીબાઈ તેમને સ્વેચ્છાએ મળેલી છે કે તે ગરીબાઈ તેમને અણઆવડત અને નિસ્ફળતાને કારણે મળેલી છે?

આ પ્રશ્નોના જવાબો તમે ન આપો અને ગાંધીવાદીઓની બુરાઈ કરો તો તમે જનતાને એક જુદો જ સંદેશો આપો છો. નહેરુના મનમાં તો દંભ હતો જ, પણ જો તમે તેને પુરસ્કૃત કરો તો તમારા અસંપ્રજ્ઞાત માનસમાં દંભ બેઠેલો છે એવું નિસ્પન્ન થાય છે.

મેં જેટલા ગાંધીવાદીઓને જોયા છે તેઓ સૌ સ્વેચ્છાએ સ્વિકારેલી સાદગીમાં અને કરકસરમાં જીવે છે. તેઓમાંના ઘણા તો ઉચ્ચ શિક્ષણ લીધેલા છે અને તેમણે ઉચ્ચ હોદ્દાઓ પણ ભોગવેલા છે. બાકીનાઓ પણ આવડતમાં કંઈ કમ નથી.

ગાંધીવાદીઓની સાદાઈ અને કરકસરના મૂળમાં તેમનો કોઇ ફોબીયા નથી. જો નહેરુ અને નહેરુથી મોહિત મૂર્ધન્યો જો ગાંધીવાદીઓમાં કોઈ પ્રકારનો ફોબીયા જુએ તો એ અણઘડપણાની જ નહીં પણ પોતાની અંદર રહેલી રાક્ષસી ન્યુનતાને છૂપાવવાનો પ્રપંચ અને એક  માયાજાળ છે.

મજબુરીકા નામ મહાત્મા ગાંધી

નહેરુ જેવું વલણ રાખવું એ કંઈ નવી વાત નથી. આવો ભળતો તર્ક ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમકે “મજબુરીકા નામ મહાત્મા ગાંધી”. સત્યાગ્રહ અને અહિંસાને પણ કાયરતા છૂપાવવાની ચેષ્ટા તરીકે જોવામાં આવે છે. જોકે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરું.

એટલે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે “… અમારે ઘર હતા, વહાલાં હતાં, … અમે વતનને કાજે બધું છોડીને નિકળી પડેલા…  ભાઈ … કદાચ અમારી હયાતીમાં સ્વતંત્રતા આવે કે ન આવે. પણ ધારો કે ભવિષ્યમાં તમારા જુદી જાતના પ્રયત્નોથી સ્વતંત્રતા આવે તો અમને પણ એક પળ માટે યાદ કરી લેજો, ભલે અમને લાખો ધિક્કાર આપજો અને ભાન ભૂલેલા કહેજો, પણ કદીય અશક્ત (કાયર) ન કહેશો.

કાર્યશીલ ગાંધીવાદીઓ તો તીર્થભૂમિ છે. તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપ ભવિષ્યતિ. એટલે કે તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ જેવું કદીય દૂર ન થાય તેવું હોય છે.

જોકે નહેરુના સમયમાં ઘણા સંનિષ્ઠ મહાનુભાવ ગાંધીવાદીઓ કાર્યરત હતા. આજે પણ છે. ખાદીમાંથી સરકારી અને વહીવટી ભાવનાત્મકતા જતી રહી હશે. છતાં ઘણામાં એ સંવેદના છે કે જો આપણે ગૃહઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનને પ્રાધાન્ય આપીશું તો જેઓ બેકાર અને ગરીબ છે તેમને થોડા તો મદદ રુપ થતાં હોઈશું. આવું વિચારીને પણ તેઓ ખાદી છોડી શકતા નથી.

ચમત્કૃતિઃ

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાનમંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાનમંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાનનો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

Lester B Pearson

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

વધુ માટે વાંચો “ ચોક્ખું ઘી અને હાથી” વેબપેજ treenetram.wordpress.com

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ ગાંધીજી, નહેરુ, ખાદી, યંત્ર, શાશ્વત, અશાશ્વત, સાદગી, કરકસર, ગરીબી, બેકારી, મૂર્ધન્ય, સમાજવાદ, ફોબીયા, દંભ, માયાજાળ, મોહ, મોહાંધ

Read Full Post »

નહેરુવીયનો દ્વારા થતા ગુજરાત અને ગુજરાતીઓને અન્યાય

ગુજરાતાને ગુજરાતીઓને થતા અન્યાય ની વાત નવી નથી. પણ આ સમસ્યા, વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી વકરી.

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના હેતુઓઃ

રાજકીય વ્યક્તિઓના રાજકારણમાં આવવાના આમ તો બે હેતુઓ હોવા જોઇએ. પણ નહેરુવીયન શાસનમાં અને ખાસ કરીને નહેરુવંશીઓ અને તેમના પૂજારીઓમાં ત્રણ હેતુઓ થયા હતા.

ગાંધીજીનો રાજકારણમાં આવવાનો હેતુ ફક્ત સમાજ સેવા હતો.

વલ્લભભાઈ પટેલનો હેતુ દેશની એકતા અને દેશની સેવા એમ હતો. દેશની એકતા અને તે માટે યોગ્ય વહીવટ જો સત્તા હોય તો સરળ અને ઝડપી બને. તેથી વલ્લભભાઈ પટેલે સત્તા સ્વિકારેલી. એટલે એમ કહી શકાય કે વલ્લભભાઈ પટેલનો રાજકારણમાં રહેવાનો હેતુ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

મોરારજી દેસાઈ નો હેતુ પણ દેશની સેવા અને તે માટે સત્તા એમ હતો.

જવાહર લાલ નહેરુનો હેતુ સર્વોચ્ચ સત્તા અને દેશ સેવા એમ હતો. એટલે કે વલ્લભભાઈ પટેલ અને નહેરુ ના હેતુઓ બાબતમાં પ્રાથમિકતા અલગ અલગ હતી.

આમાં ગુજરાતને અને ગુજરાતીઓને અન્યાય થવાની વાત ક્યાં આવી?

નહેરુ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ અને તેમના વલણોઃ 

૧૯૪૭ પહેલાં તો દેશ માં રજવાડા હતા અને તે સિવાયના ભારત ઉપર એજન્સી સરકારનું રાજ હતું. એટલે જે વિકાસ થતો તે દેશી રજવાડાઓને હિસાબે થતો હતો. અંગ્રેજોની એજન્સી સરકાર જેટલો તેમના લાભમાં હોય તેટલો વિકાસ પોતાના પ્રત્યક્ષ તાબા હેઠળના પ્રદેશોમાં કરતી.

તે વખતના સ્વાતંત્ર્ય સેનાનીઓને હજી સત્તાનો નશો અને મદ ચડ્યા ન હતા અને સૌ કોઈ ગાંધીજીના વ્યક્તિત્વ અને “સાદાઈ” પ્રત્યે અને “દેશ પ્રથમ” એ ભાવના પ્રત્યે જણે અજાણે સકારાત્મક વલણ અપનાવતા હતા. પણ જેવી સ્વતંત્રતા પ્રાપ્તિ નજીકમાં દેખાઈ એટલે કેટલાકની અને ખાસ કરીને નહેરુની પ્રાથમિકતા બદલાઈ. આમ પણ કોંગ્રેસમાં જુથવાદ તો હતો પણ તે વૈચારિક વધુ અને હોદ્દા પ્રાપ્તિ માટે પ્રમાણમાં ઓછો એ પ્રમાણે હતો. કારણ કે ગાંધીજીની આંખની શરમ તેમને નડતી હતી. સૌથી ઓછી આ આંખની શરમ નહેરુને નડતી હતી. તેથી જેવી સ્વતંત્રતા નજીક આવી કે તૂર્ત જ નહેરુએ વડપ્રધાન પદની દાવેદારી કરી.

આ અગાઉ પણ સરદાર પટેલની ઉપર “તેઓ મૂડી વાદીઓના પીઠ્ઠુ છે” તેવી વાતો પણ નહેરુના અનુયાયીઓ દ્વારા ફેલાવામાં આવતી. પણ વલ્લભભઈ પટેલનું વ્યક્તિત્વ વિશિષ્ઠ અને ઉચ્ચ હતું તેથી વલ્લભભાઈ પટેલના સપોર્ટર વધુ હતા.

વડાપ્રધાન પદ માટે નહેરુના નામની કોઈપણ પ્રદેશ સમિતિએ ભલામણ કરી ન હતી.

વલ્લભભાઈ પટેલના નામની ભલામણો થઈ હતી.

નહેરુ જ્યારે ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ આ વાત નહેરુને કરી. હવે જો નહેરુ નિરપેક્ષ અને નૈતિક રીતે લોકશાહીવાદી હોત તો તેમણે કહેવું જરુરી હતું કે “હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું.” પણ નહેરુ એવું કશું જ ન બોલ્યા. પણ તેમણે પોતાનું મોઢું તંગ કર્યું હતું.

કેટલાકનું  માનવું છે કે નહેરુએ ગાંધીજીને ધમકી આપી કે તેઓ કોંગ્રેસનું વિભાજન કરશે. આ વાત સાચી હોય અને સાચી ન પણ હોય. પણ ગાંધીજી વિચક્ષણ હતા તે વાત નકારી ન શકાય. તેઓ નહેરુના ચહેરા ઉપરથી કશુંક અમંગળ બને તેવી શક્યતા પામી શક્યા હોય. ગાંધીજીને લાગ્યું કે હાલ તૂર્ત કોંગ્રેસના ભાગલા પડે તો દેશ પણ અનેક ભાગોમાં વિભક્ત થઈ જાય. એક વખત બધું ઠરી ઠામ થઈ જાય અને કમસે કમ પાકિસ્તાન રહિત ભારત તો પાકિસ્તાન રહિત ભારત પણ, જો અકબંધ રહે તો સારું.

જુઓ આ લીંકઃ

http://www.youtube.com/watch?v=94LGke-lFKc&feature=related

Rajiv Dixit on Mahatma Gandhi

ગાંધીજી એ આમ એટલા માટે વિચાર્યું કે જ્યારે બંધારણ ઘડાશે અને ચૂંટણીઓ થશે ત્યારે પ્રજા જે ઈચ્છશે તે જ વડાપ્રધાન થશે.

હાલનો નિર્ણય તો કામચલાઉ છે.

લોકશાહીમાં તો લોકોનો નિર્ણય જ સર્વોપરી રહેશે.

વળી ગૃહપ્રધાન પદ માટે તો વલ્લભભાઈ પટેલ અનિવાર્ય જ છે.

વલ્લભભાઈ પટેલની તબિયત પણ વિદેશી પ્રવાસો માટે અનુકુળ ન હતી.

તે વખતના સંજોગોના સંદર્ભમાં ગાંધીજીનો નિર્ણય બરાબર હોઈ શકે.

ધારો કે વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થયા હોત તો નહેરુને ગૃહખાતું આપવું પડ્યું હોત. નહેરુ પાસે એવી આર્ષ દૃષ્ટિ ન હતી અને વહીવટી નિપૂણતા પણ ન હતી. નહેરુની સમસ્યા કહો તો સમસ્યા, માનસિકતા કહો તો માનસિકતા અને સ્વભાવ કહો તો સ્વભાવ, સમસ્યાઓના નિવારણને પ્રલંબિત અવસ્થામાં રાખી દેવાનો હતો. આવી વૃત્તિ નવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને મૂળ સમસ્યા તો ઉભી રહે છે જ

વલ્લભભાઈ પટેલ આર્ષદૃષ્ટા અને વહીવટી નિષ્ણાત હતા. દેશના હિતમાટે સત્તાને તેઓ અછૂત માનતા ન હતા. બધા પ્રશ્નો લોકજાગૃતિની વિચાર ધારા વડે ઉકેલી શકાતા નથી તે વાત તેઓ ગાંધીજી જેટલા જ પ્રમાણમાં કે તેથી વધુ પ્રમાણમાં જાણતા હતા તેથી તેઓ ગૃહપ્રધાનપદ અને નાયબવડાપ્રધાન પદ સ્વિકારવા તૈયાર થયા.

વલ્લભભાઈ પટેલને વડાપ્રધાનપદ ન મળે એ વાત વલ્લભભાઈ પટેલના અનુયાયીઓને ન ગમે તે સ્વાભાવિક છે. અને આ વાતથી નહેરુ માહિતગાર હતા. તેથી નહેરુ “સર્વોદયવાદી સમાજવાદ” ની વાતો કરતા હતા. આ વાત વાસ્તવમાં નહેરુની એક ચાલ હતી કે જેથી વલ્લભભાઈ પટેલના અનુયાયીઓમાં અને ગાંધીવાદીઓમાં ભ્રમ ઉભો કરી શકાય અને તેમને કમસે કમ દહીં દૂધમાં રાખી શકાય.

દેશના કમનસીબે વલ્લભભાઈ પટેલ ૧૯૫૦માં ખરાબ તબિયતને કારણે અવસાન પામ્યા. તેથી નહેરુનો મુખ્ય પ્રતિસ્પર્ધી દૂર થયો. તે પછી જે પ્રતિસ્પર્ધી રહ્યા તેમને દૂર કરવા તે નહેરુ માટે ડાબા હાથનો ખેલ હતો. નહેરુના દેશી અને વિદેશી સંપર્કો સૌથી વધુ હતા. સ્વાતંત્ર્યની લડત દરમ્યાન સેનાનીઓનું આશ્રયસ્થાન નહેરુનું નિવાસસ્થાન રહેતું હતું. સ્વાતંત્ર્ય મેળવ્યા પછી હોદ્દાની રુએ સુખસગવડની જોગવાઈ, અનુમતિ અને તે માટેના રાજકીય પ્રમાણ પત્રની અપેક્ષા નહેરુ જ સંતોષી શકે. નહેરુએ જયપ્રકાશ નારાયણ અને રાજાજીને (ચક્રવર્તી રાજગોપાલાચારીને) અનુક્રમે વેદીયા અને જુનવાણી ઠેરવી દૂર કર્યા. મૌલાના આઝાદ, ગોવિંદવલ્લભ પંત, મદનમોહન માલવીયા વિગેરેને સર્વોચ્ચ પદની અપેક્ષા ન હતી. તેઓ કાળક્રમે ટાઈમસર પ્રભુને પ્યારા થયા. 

તમે કહેશો કે નહેરુ અને વલ્લભભાઈ વચ્ચેનો વિખવાદ તો વૈચારિક હતો. એમાં ગુજરાત અને ગુજરાતીઓ ક્યાં આવ્યા? વળી મહાત્માગાંધી તો ગુજરાતી હતા, અને નહેરુ તો મહાત્મા ગાંધીનું નામ લેતા થાકતા ન હતા. તો પછી નહેરુને ગુજરાતી દ્વેષી કેમ કહેવાય?

નહેરુનો રાજકારણમાં મુખ્ય હેતુ સત્તા અને સર્વોચ્ચ પદ હતો. દેશની સેવા એક આડ પેદાશ તરીકે હતી. તેમની ખુરસી સર્વોચ્ચ હોય અને આ ખુરસી સલામત રહે તે માટે તેમનું મગજ ક્રિયાશીલ રહેતું. પ્રસાર માધ્યમો તેમને આધિન રહેતા. તેમનું વ્યક્તિત્વ જ નાટકીય હતું. તેઓ વાંચ્યા વગર શબ્દોની રમત રમી શકતા હતા. જેમને બદનામ કરવા હોય તેમને બદનામ કરાવી શકતા હતા કે કરી શકતા હતા.

ગાંધીજીની સાદગી, સર્વોદયવાદ અને શાસકીય અહિંસા પરત્વે નહેરુનું વલણ સકારાત્મક ન હતું. એટલે વિરોધીઓને પછાડવામાં તેઓ વ્યુહરચના કરી શકતા હતા. ગાંધીજીના દેશી અને વિદેશી સંપર્કો નહેરુ કરતાં વિશાળ હતા. ગાંધીજીના કદ આગળ નહેરુ તો વામન હતા, તેથી તેમનો દ્વેષ કરવો નહેરુને પોષાય તેમ ન હતો. તેથી ન છૂટકે તેઓ ગાંધીજી પાસે ચૂમાઈને ચૂપ રહેતા. ગાંધીજીની સાદગી વિષે તેમના અનુયાયીયો અફવા ફેલાવતા “ગાંધીજીની સાદગી નભાવવા સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. જો કે આ નો દાખલો ફક્ત એક જ અવારનવાર દોહરાવવામાં આવે છે જે “અંગ્રેજ સરકારે ગાંધીજીને વટોઘાટો માટે તેડવા માટે સ્પેસીયલ ટ્રેન દોડાવેલી. ટ્રેન એટલે એન્જીન અને ડબ્બો. એક બનાવ બન્યો. તેમાં થયેલ ખર્ચને કોઈ આધાર વગર અને ગણત્રીહીન રીતે  તમે “લાખ રુપીયા” ઠેરવી દીધો. અને પછી “લાખ”ના કર્યા “લાખો”.   એક જુઠ સો વાર બોલો એટલે તે અવાર નવાર બન્યું હશે તેમ ગણાઈ જાય.

“ગાંધી? એ બુઢ્ઢો તો બડો નાટકીય અને દંભી હતો” નહેરુ વદ્યા એક વિદેશી પાસે.

નહેરુને ગાંધીજી પસંદ ન હતા. જો તમે ન જાણતા હો તો આ વાત જાણો. ખંડિત ભારતના વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ની વાત છે. ૧૯૫૫ની વાત છે. કેનેડાના પ્રધાન મંત્રી લેસ્ટર પીયરસન ભારત આવ્યા હતા. કેનેડાના આ પ્રધાન મંત્રીની નહેરુ સાથે મુલાકાત થયેલી. આ મુલાકાત નો લેસ્ટર પીયરસને તેમણે લખેલા પુસ્તક “ધ ઈન્ટર્નેશનલ હેયર્સ” માં ઉલ્લેખ કર્યો છે. તેઓ શ્રી લખે છે કે “આ દિલ્લીમાં થયેલી મુલાકાત દરમ્યાન મને નહેરુને ઠીકઠીક રીતે સમજવાનો મોકો મળ્યો. મને તે રાત યાદ છે. તે રાત અમે બંને (લેસ્ટર પીયરસન અને જવાહરલાલ નહેરુ) એક સાથે બેઠેલા હતા. રાત્રીના સાત વાગ્યા હશે. ચાંદની રેળાઇ રહેલી હતી. પાર્ટીમાં નાચ ગાન નો પ્રોગ્રામ હતો, નૃત્ય ચાલુ થાય એ પહેલાં એક નૃત્યકાર દોડીને આવ્યો અને તેણે નહેરુના ચરણ સ્પર્ષ કર્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. એમણે મહાત્મા ગાંધી વિષે ચર્ચા કરી. એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. નહેરુએ ગાંધી કેવા કુશળ અભિનેતા હતા. તેમણે અંગ્રેજો સાથેના વ્યહવારમાં કેવી ચાલાકી બતાવી. પોતાની આસપાસ એવું નેટવર્ક વણ્યું કે જે અંગ્રેજોને અપીલ કરે. મારા સવાલના જવાબમાં નહેરુએ કહ્યું “ઓહ તે ભયંકર ઢોંગી ડોસો (oh, that awful old hypocrite)” [ગ્રન્થ વિકાસ, ૩૭ રાજપાર્ક, આદર્શ નગર, જયપુર દ્વારા પકશિત સર્યનારાયણ ચૌધરીની ‘રાજનીતિકે અધખુલે ગવાક્ષ’ પુસ્તકમાંથી ઉદ્‌ધૃત]

તમે કદાચ કહેશો કે નહેરુને દારુનો શોખ હતો એટલે દારુના નશામાં એલફેલ બોલ્યા હશે. જો આમ હોય તો દારુનો નશો જ માણસના આંતરમનને પ્રતિબિંબિત કરે છે. એટલે તેને અવગણી ન શકાય. બે ચહેરાવાળા ઘણા માણસો હોય છે. નહેરુનો તેમના ઘરની ચાર દિવાલો વચ્ચે જુદો ચહેરો હશે હશે ને હશે જ. નહેરુએ આ વાત તેમના ઉચ્ચારણોમાં તે પછી પણ ઘણીવાર સિદ્ધ કરી છે.

મહાત્મા ગાંધીની બકરીની બદામ અને ઈન્દીરા ગાંધી.

સાદાઈની વાતો થતી હતી ત્યારે ઈન્દીરા ગાંધીએ ગાંધીજીની સાદાઈની મજાક ઉડાવેલી. તેમણે કહેલ કે ગાંધીજીની બકરીને બદામ ખવડાવવામાં આવતી હતી.એટલે કે ગાંધીજી બદામ ખાધેલી બકરીનું દુધ પીતા હતા. આ વાત સમાચાર પત્રોની હેડલાઈનો બનેલા. ગાંધીજીની સાદાઈ નભાવવા માટે સરકારને લાખો રુપીયાનો ખર્ચ થાય છે. અને ગાંધીજી ની બકરીનો ખોરાક બદામ હોય. આ બીજી વાત તો “બકરીકી તીન ટાંગ” જેવી હતી. પણ સમાચાર પત્રોની હેડ લાઈન ઉપર ચમકી એટલે એક ગાંધીવાદી તંત્રીશ્રીએ ખુલ્લો પ્રશ્ન કર્યો કે આ વાત માન્યામાં આવે તેમ નથી . પણ જો આ સત્ય હોય તો  કોઈ ગાંધીજીનો અંતેવાસી આ વાત વિષે સ્પષ્ટીકરણ કરે. એક અંતેવાસીએ સ્પષ્ટતા કરેલ, કે એક વખત ગાંધીજીની બકરી માંદી પડેલ. એટલે એક વૈદ્યે કે ડૉક્ટરે, તેને એક બે દિવસ દવા તરીકે બદામ ખવડાવવાનું સૂચવેલ. ગાંધીજીની બકરીને આ સિવાય ક્યારેય બદામ ખવડાવવામાં આવી ન હતી.  એક વાત સમજવાની   છે. જ્યારે કોઈ ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિ એક વાત ( જે આંચકો આપે તેવી હોય અને તેવું જુઠાણું પણ હોય) ફેલાવે ત્યારે તેને વ્યાપક પ્રસિદ્ધિ મળે. પણ તે જુઠ્ઠી વાતની સચ્ચાઈ જ્યારે કોઈ નાનો માણસ બતાવે ત્યારે તેની સચ્ચાઈને એવી પ્રસિદ્ધિ મળતી નથી. ગાંધીજીની સાદાઈની વાતને નહેરુવંશીઓએ મજાક બનાવેલી છે. જે નુકશાન કરવાનું હતું તે થઈ જ ગયું છે.

સરદાર પટેલ તરફનું નહેરુનું અસભ્ય વર્તનઃ

સરદાર પટેલ ની પ્રતિભા નહેરુને ખૂંચતી હતી. અને તેમણે સરદાર પટેલની સાથે અનેક વાર એવી કઢંગી રીતે વર્તેલા કે તે પછી સરદાર પટેલે તેમને મળવાનું ટાળેલ. આ બનાવનો ઉલ્લેખ એમ કે કે નાયર જેઓ સરદાર પટેલ અને વીપી મેનન બંનેની ખાસ નજીકના અને ૧૯૪૭ આઇએએસ કેડરના અધિકારી હતા.

કેબીનેટમીટીંગમાં વાત શી હતી અને નહેરુ શું બોલ્યા હતા?

વાત હતી હૈદરાબાદની. અને તેને કબજે લેવા માટેના પોલીસ એક્સનની હતી. નહેરુ, સરદાર પટેલ ને ઉંચા અવાજે તાડૂક્યા; તમે પૂરેપૂરા કોમવાદી છો. અને હું તમારા સૂચનો અને ભલામણ માં ભાગીદાર નહીં બનું.” આના પ્રતિભાવમાં સરદાર પટેલ ચોંકી ગયા હતા અને પ્રતિકારમાં સરદાર પટેલ કંઈપણ બોલ્યા વગર,  કાગળો લઈ કેબીનેટની બહાર નિકળી ગયા હતા. જોકે નાયરે આ બનાવનો દિવસ બતાવ્યો નથી. પણ મોટેભાગે આ કેબીનેટ મીટીંગ હૈદરાબાદની મુક્તિ પહેલાના એક અઠવાડીયા પૂર્વેની હશે. સરદાર પટેલ હૈદરાબાદના અંગત સૈન્ય રઝાકારોનો જો સામનો કરવો પડે તો તે સામનો પલીસ એક્સન દ્વારા અને જરુર પડે તો સૈન્યદ્વારા કરવા માગતા હતા. જ્યારે નહેરુ આ સમસ્યા યુનો મારફતે હલ કરવાના મુડમાં હતા.

સરદાર પટેલની સળંગ સફળતાઓથી નહેરુ, મનોમન ગુજરાતીઓના દ્વેષી બની ગયા હતા. તેઓ આ કારણને લીધે ગાંધીવાદીઓથી પણ નારાજ હતા. વલ્લભભાઈ પટેલ મૃત્યુ પામ્યા એટલે નહેરુની ઘાત ગઈ. નહેરુનો સરદાર પટેલ તરફનો દ્વેષ ૧૫મી ડીસેમ્બર ૧૯૫૦ના રોજ છતો થયો જ્યારે સરદાર પટેલે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. નહેરુએ તત્‌કાલીન મુંબઈપ્રાંતના કેબીનેટ સેક્રેટરી વીપી મેનનને બે નોંધ મોકલી. એક નોંધમાં સરદાર પટેલની કાર પરત કરવી. અને બીજી નોંધ માં એ સૂચન હતું કે જે અફસરો સરદાર પટેલની સ્મશાન યાત્રામાં જવા માગતા હોય તેમણે પોતાને ખર્ચે જવું. નાયર આગળ લખે છે કે વીપી મેનને બધા અફસરોની મીટીંગ બોલાવી અને જેઓ સરદાર પટેલની અંતેષ્ટીમાં જવા ઈચ્છતા હતા તેમનું એક લીસ્ટ બનાવ્યું. વીપી મેનને એ જાહેર ન કર્યું કે સૌએ પોતાના ખર્ચે જવાનું છે. પણ તેમણે સૌની એર ટીકીટ ખરીદી અને તે સૌની ચૂકવણી તેમણે પોતાના ખીસ્સાના પૈસે કરી. નહેરુ ગુજરાતીઓની વિરુદ્ધમાં હતા તે માટે વિશેષ પુરાવાઓની જરુર રહેતી નથી. પણ પુરાવા વધુ પણ મળશે. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં ગાંધીજીનું અને સરદાર પટેલનું  જ્યાં સુધી કોંગ્રેસ ઉપર વર્ચસ્વ હતું અને નહેરુ તેમના આશ્રિત હતા ત્યાં સુધી ગુજરાતી નેતાઓ ની આવડત પ્રતિષ્ઠા પામતી પણ જેવા તેઓ અવસાન પામ્યા, તેમને હમેશા અમુક હદે રોકવામાં આવ્યા છે. 

નહેરુવીયનો અને મોરારજી દેસાઈઃ     

સરદાર પટેલ પછી ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ મોરારજી દેસાઈ બન્યા. કોંગ્રેસની વિદેશ નીતિ વિવાદાસ્પદ હતી અને ઘણાને પસંદ ન હતી. તેમાં મોરારજી દેસાઈ એક હતા. પણ મોરારજી દેસાઈ શિસ્તમાં માનતા અને મોવડીમંડળ જે સૈદ્ધાંતિક નિર્ણય લે તેને વળગી રહેવું અને તેનો બચાવ પણ કરવો તેમને શિસ્તમાટે જરુરી લાગતું હતું. કોંગ્રેસની એક સિદ્ધાંત નીતિ એ પણ હતી કે ભાષાવાર પ્રાંત રચના કરવી. અને તે પછી જે તે પ્રાંતની ભાષામાં વહીવટ કરવો. કોંગ્રેસ પ્રદેશ સમિતિઓની રચના પણ આ પ્રમાણે જ ક્યારનીય કરવામાં આવેલી.

મુંબઈનો વિશિષ્ઠ દરજ્જો હતો. મુંબઈ ગુજરાતીઓએ વસાવેલ. અને તેનો વિકાસ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી ૨૦થી ૨૫ ટકા, પ્રોપર્ટી ૭૦ ટકા અને ઔદ્યોગિક માલિકી ૯૦ ટકા હતી.

મુંબઈ કોંગ્રેસ પ્રદેશ સમિતિ અલગ હતી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અલગ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિ પણ હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર અલગ રાજ્યો હતા. મુંબઈ આવકનું સાધન હતું ગ્રામ્યવિસ્તારોમં મરાઠી બહુમતી હતી. અને મુંબઈમાં પણ મરાઠી લોકો ૪૦થી ૪૫ ટકા હતા. કોંગ્રેસે શરુઆતમાં મધ્યમાર્ગ અપનાવ્યો અને 1956ના અંત ભાગે દ્વીભાષી રાજ્ય કર્યું.

૧૯૫૫-૫૬માં આંદોલનો થયાં હતા. મરાઠી જનતા અને નેતાઓને સંતોષ ન થયો. એટલે તેમણે આંદોલન ઉપાડ્યું હતું અને તેનો પડઘો ૧૯૫૭માં પડવાનો હતો. એવો પ્રચાર થયો કે ગુજરાતીઓ મુંબઈ મહારાષ્ટ્રને મળે તે બાબતમાં આડખીલી રુપ છે. સીડી દેશમુ્ખે રાજીનામું પણ આપેલ. (જો કે સીડી દેશમુખ એક વિવાદાસ્પદ વ્યક્તિ હતા. તેમને વિષે ઘણા વિવાદો અને વિસંવાદો છે)  દ્વીભાષી રાજ્ય થયું અને ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચલાવ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતને કારણે કોંગ્રેસની સત્તા દ્વીભાષી મુંબઈમાં ટકી ગઈ. ખરી રીતે નહેરુએ મોરારજી દેસાઈનો આભાર માનવો જોઇએ. પણ મોરારજી દેસાઈ ને જનતાના રોષ નો ભોગ બનાવાયા. જે મરાઠી અને ગુજરાતી પ્રજા સેંકડો વર્ષોથી હળી મળીને રહેતી હતી તેમની વચ્ચે વિખવાદ ઉત્પન્ન કરાયો.

વડાપ્રધાન પદને ન શોભે તેવા નહેરુના ઉચ્ચારણો નીચે પ્રમાણે હતા. “મરાઠી ભાઈઓ તમે શું કામ દ્વીભાષી મુંબઈ રાજ્યથી નાખુશ છો. તમને તો અમે ગુજરાતીઓ ઉપર રાજ કરવાની તક આપી છે.”

“મરાઠી ભાઈઓને જો મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ.”

 ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ. નહેરુની કેન્દ્ર સરકારે ગુજરાતમાં સરકારી નોકરોનું પગાર ધોરણ સુધરવા ગ્રાન્ટ આપેલ. જીવરાજ મહેતાએ નહેરુને વહાલા થવા માટે તે પરત કરેલ. જો જીવરાજ મહેતાએ તે વખતે જ સરકારી નોકરોના પગાર ધોરણો સુધારી નાખ્યા હોત તો ઘણા જ નોકરો લાંચ રુસ્વત ની બદીથી અળગા રહી શક્યા હોત. વિદેશોમાં સરકારી નોકરો યાતના ભર્યું કૌટુંબિક જીવન જીવતા હોતા નથી. તેમના પગાર સારા હોય છે. આપણે ત્યાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા એવો ઘાટ હોય છે.

મોરારજી દેસાઈ કાયદાના રાજમાં માનતા હતા. મુંબઈમાં ગુજરાતીઓ ઉપર હુમલાઓ થતા. અને ગુજરાતીઓએ હિજરત કરવી પડેલી. ગુજરાતી મરાઠી વૈમનસ્ય નહેરુએ ઉત્પન્ન કરેલ. મોરારજી દેસાઈને મહારાષ્ટ્રમાં મરાઠીઓ ધિક્કારતા હતા. મોરારજી દેસાઈને કેન્દ્રમાં લેવામાં આવેલ અને નાંણા ખાતું આપેલ. નહેરુને મોરારજી દેસાઈની આર્થિક નીતિ પસંદ ન હતી. નહેરુની આગાહીઓ ખોટી પડતી હતી. અને મોરારજીની આગાહીઓ સાચી પડતી હતી. આ બાબતો ખાસ કરીને જાહેર સાહસો બાબતે હતી. ખાનગી ક્ષેત્રોને કારણે દેશ પ્રગતિને પંથે હતો. પણ લાંબો પંથ કાપવાનો હતો. ચીનની ઘુસણખોરીથી દેશ ત્રસ્ત હતો. ૧૯૬૨માં ચીને આક્રમણ કરી આસાન વિજય પ્રાપ્ત કર્યો અને ૭૪૦૦૦ ચોરસ માઈલ ભરતીય જમીન કબજે કરી. આ બાબત તેણે ઉભી કરેલી માગણી કરતાં ૧૨૦૦૦ ચોરસ માઇલ વધુ હતી. ચીને તે ૧૨૦૦૦ ચોરસ માઈલ જમીન ખાલી પણ કરી. વિનોબા ભાવેએ ચીનને વધાઈ આપી કે ચીન એક એવો એક માત્ર દેશ છે જે જીતેલી જમીન પાછી આપી રહેલો છે. પણ નહેરુએ અગાઉ એવી ફીશીયારી મારેલ કે ચીનને આગળ વધતું આપણે અટકાવીશું ત્યારે જ અટકશે. આપણા સમાચાર પત્રોએ એવી હેડ લાઈન  છાપેલ કે “ચીની લશ્કર પાછું જઈ રહ્યું છે”  જાણે કે સંદેશ એવો હોય કે ભારતીય લશ્કર ચીની દળોને હટાવી રહ્યું છે. આ બધી વાતો બહુ લાંબી છે. પણ મોરારજી દેસાઈ નહેરુના એક નવા ગુજરાતી પ્રતિસ્પર્ધી બની ગયા હતા.

૧૯૬૨માં ગુજરાતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો. અવિભાજીત મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. અને તેઓ નહેરુના ખાસ માનીતા હતા. એટલે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાયા. ગુજરાતમાં મોરારજી દેસાઈની શક્તિને કાપવા માટે તેમણે મોરારજી દેસાઈને કામરાજપ્લાન હેઠળ દૂર કર્યા. પણ ગુજરાત મોવડીમંડળ ઉપર મોરારજી દેસાઈનો પ્રભાવ ચાલુ રહ્યો. નહેરુ એક બીજો દાવ પણ ખેલ્યા તે “લોકશાહી વાદી સમાજવાદી સમાજ રચના. અને આ ઓઠા હેઠળ તેમણે પ્રજાસમાજવાદી પક્ષના સભ્યોનો પક્ષ પલ્ટો કરાવ્યો. તેમની ધારણા હતી કે ગમે ત્યારે આ નેતાઓની મારે નહીં તો મારી દિકરીને જરુર પડશે.

ગુજરાત મોવડી મંડળે ૧૯૬૨માં મુખ્યમંત્રીને સૂચના આપેલ કે જે નેતાઓ વિષે વિવાદો છે તેમને મંત્રી મંડળમાં ન લેવા. પણ જીવરાજ મહેતાએ રસિકલાલ પરીખ ગ્રુપને મંત્રી મંડળમાં લીધું અને તેથી મોરારજી દેસાઈએ ચિમનભઈ પટેલ મારફત જીવરાજ મહેતાની સરકાર પાસે રાજીનામુ અપાવ્યું અને બળવંતરાય મહેતા મુખ્ય મંત્રી બન્યા. આ બધી બાબતોથી નહેરુ નારાજ હતા. નહેરુએ ગોઠવણ કરેલી કે પોતાના અનુગામી તરીકે મોરારજી ન આવે પણ પોતાની દિકરી જ આવે જેથી નહેરુની ક્ષતિઓ બહાર ન આવે.

મોરારજી દેસાઈને ખુબ ખુબ બદનામ કરવામાં આવતા હતા. મોરારજી જીદ્દી છે, મોરારજી રાક્ષસ છે, વડાપ્રધાન થવાના સ્વપ્ના જુએ છે. મોરારજી સત્તા ભૂખ્યા છે. અર્થ તંત્રને શિર્ષાસન કરાવેલ. સમાચાર પત્રો મોરારજી દેસાઈની ઠેકડી ઉડાડવામાં આગળપડતા રહેતા હતા. છતાં ગુજરાત મોવડી મંડળમાં મોરારજી દેસાઈનું પ્રભૂત્વ રહ્યું હતું. જ્યારે નહેરુ અવસાન પામ્યા ત્યારે તૂર્ત જ એવા સમાચાર પ્રગટ થયા કે વડાપ્રધાનની ખુરસી ઉપર મોરારજી દેસાઈએ પહેલી પોતાની હૅટ ફેંકી. નહેરુના મૃતદેહને બે દિવસ જનતાના દર્શન માટે રાખી મુકવામાં આવેલ. તમે એક અશક્ત, માંદા અને વૃદ્ધ વ્યક્તિના કુદરતી મ્રૂત્યુ પછી સોગીયું મોઢું સતત ન રાખી શકો.

પત્રકારો, કેટાલાક પત્રકારો સતત મોરારજી ને સકંજામાં લેવાને આતુર રહેતા હતા. એક વાર તેઓ કોઈ કોંગી બંધુએ કરેલી રમૂજ પર હસ્યા. તૂર્ત જ કોઈ એક પત્રકારે કેમેરાની ચાંપ દબાવી દીધી, અને તે હસતા ચહેરાને નહેરુના મૃતદેહ સાથે જોડાયેલો રાખ્યો. જનતાને મેસેજ આપ્યો કે કે “જુઓ આ મોરારજી દેસાઈ જેઓ લોકલાડીલા માનવંતા વડાપ્રધાનના મૃતદેહની પણ આમન્યા રાખતા નથી અને હંસી મજાક કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં પણ આ ફોટો છપાએલ. ટૂંકમાં મોરારજી દેસાઇને યેનકેન પ્રકારેણ બદનામ કરવાની એક પણ તક ન જાય તેનું ઘણા અખબારો અને નહેરુના મળતીયાઓ બારીકાઇથી ધ્યાન રાખતા હતા.

નહેરુની વ્યુહરચના પ્રમાણે તેમના મૃત્યુ પછી ઇન્દીરા ગાંધીને વડપ્રધાન બનાવવાના હતા. પણ લાલબહાદુર શાસ્ત્રી સીનીયર હતા અને તેમના ખુદના શબ્દો પ્રમાણે “મૈં સાધુ નહીં હું.” એમ કહી પોતાનો દાવો અસ્તિત્વમાં છે એમ કહી ચૂકેલા. નહેરુએ રચેલી સીન્ડીકેટે તેમને પ્રધાન મંત્રી બનાવેલ. મોરારજીને અળગા રાખેલ.

લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક મોત પછી ફરીથી મોરારજી દેસાઈનો વડાપ્રધાન માટેનો દાવો અસ્તિત્વમાં આવતો હતો. પહેલાંની જેમજ તેમની સામે મજકના સૂર રેલાયા હતા. મોરારજી દેસાઈનો દાવો એ કારણ થી હતો કે તેઓ સીનીયર હતા. પણ અખબારી મૂધ્યન્યો એ એમ કહ્યું કે ઈન્દીરા ગાંધી સીનીયર છે. કારણ કે ઈન્દીરાની હેઠળ મોરારજી દેસાઈએ કામ કર્યું છે. પણ ઈન્દીરાએ કદી પણ મોરારજી દેસાઈની હેઠળ કામ કર્યું નથી. એક સમયે ઈન્દીરા ગાંધી કોંગ્રેસ પ્રમુખ હતા, તેથી દરેક કોંગ્રેસીએ ઇન્દીરા ગાંધી હેઠળ કામ કર્યું કહેવાય. એટલે મોરારજી દેસાઈએ પણ ઇન્દીરા હેઠળ કામ કર્યું કહેવાય. જો આ માપદંડ ને લંબાવીએ તો ઢેબરભાઈ અને લાલબહાદુર શાસ્ત્રી પણ કોંગ્રેસ પ્રમુખ હતા. જવાહરલાલ નહેરુએ પણ ઇન્દીરા સહિત આ બધાની હેઠળ કામ કર્યું કહેવાય. પણ નહેરુવંશના આશકોના માપદંડ રબરના હોય છે અને તેને લાંબા ટૂંકા કરી શકાય છે. આમ મોરારજી દેસાઇને ફરીથી નકારાયા અને તેમના દાવાને અર્થહીન ગણાવાયો. તેમને સત્તાથી વિમુખ કરાયા.

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં ઈન્દીરાઈ નેતૃત્વવાળી આ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. કેટલાક રાજ્યોમાં તેણે સત્તા ગુમાવી. ગુજરાતમાં પાતળી બહુમતી મળી. કોંગ્રેસ મોવડી મંડળની આંખ ઉઘડી. તેમને થયું કે આતો ઈન્દીરાને મદદ કરવામાં આપણે ક્યાંયનાય નહીં રહીએ. એટલે મોરારજી દેસાઈને લાવો.

મોરારજી દેસાઈ ની વાત કરીએ તો તેઓ ઈન્દીરા ગાંધી કરતાં બધી જ રીતે ઉચ્ચ કક્ષાના હતા. તેઓ બધી રીતે ગાંધીવાદી હતા. જે સાચું હોય તે જ કહેતા. મૂલ્યોના ભોગે કશું મેળવવામાં માનતા નહીં. કડવા ઘુંટડા પી જતા હતા. દેશ હિતનો ખ્યાલ રાખતા. તે નિડર હતા. નિપુણ વહિવટ કર્તા હતા. આઈ સી એસ અધિકારી હતા પણ દેશસેવા માટે તેનો ત્યાગ કરી રાજકારણમાં જોડાયા હતા. આની સામે ઇન્દીરા ગાંધી બધી જરીતે શૂન્ય હતા. તેમના બધા જ માર્ક્સ તે નહેરુનું સંતાન હતા એ વાતમાં આવતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી નો વડાપ્રધાન પદ માટે નંબર લાગી શકે પણ મોરારજી દેસાઈનો નંબર ન લાગે કારણ કે તેઓ ગુજરાતી હતા.

મોરારજી દેસાઈના બધા જ ગુણોને તેમની ગેરલાયકાત તરીકે જોવામાં આવતા હતા.

તેમની દૃઢતાને તેમની જીદ સમજવામાં આવતી.

તેમના સિદ્ધાંતને તેમનું વેદીયાપણું ગણવામાં આવતું,

તેમના મૂલ્યનિષ્ઠ પ્રતિભાવોને/પ્રતિકારોને નાટક ગણવામાં આવતું.

તેમના વર્તનોમાં સંદર્ભોને અવગણવામાં આવતા અને વિરોધાભાસ તરીકે તેને ચગાવવામાં આવતા હતા.

તેમની વહીવટી કુશળતાને કઠોરપણું સમજવામાં આવતું હતું.

તેમની આર્ષ દૃષ્ટિને નકારવામાં આવતી અને મજાક પણ કરવામાં આવતી હતી.

તેમની અગમચેતીને નકારવામાં આવતી અને બંધછોડ કરવા કહેવામાં આવતું હતું.

તેમના અનુભવને બીન જરુરી માનવામાં આવતો હતો.

તેમની તંદુરસ્તી અને ચપળતાને કશું સ્થાન ન હતું, પણ તેમની ઉંમરને વૃદ્ધત્વ ગણવામાં આવતું હતું,

તેમના સામુહિક રીતે લેવાયેલા નિર્ણયોને અને તેમાં બીજાઓએ દાખવેલી વહીવટી કચાસને મોરારજીને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવતો હતો,

તેમની કાર્યકુશળતા થી મળતા પરિણામોમાં બીજા ભ્રષ્ટ નેતાઓનું ભાવી અંધકારમય થતું હતું, તેથી પણ મોરારજી દેસાઈનો પ્રગતિનો પથ બીજા નેતાઓને ખૂંચતો હતો. જો મોરારજી દેસાઈ એક વખત સર્વોચ્ચ સત્તા સ્થાને આવી જાય તો તેમને હઠાવવા મુશ્કેલ હતા. નહેરુ અને ઈન્દીરા ગાંધી જેવા નેતાઓ જો સર્વોચ્ચ પદે આવે તો, બીન-ગુજરાતી નેતાઓને ચાલી શકે કારણ કે કમસે કમ તેમની દુકાનો બંધ થતી ન હતી. પણ જો એક વખત મોરારજી દેસાઈ સર્વોચ્ચ સ્થાને આવી જાય તો તો તેમની દુકાનો જ બંધ થઈ જાય. ગુજરાતીઓ વિષે સામાન્ય ખ્યાલ આવો છે.

ગુજરાતના બીજા નેતાઓ પણ હતા. ઢેબરભાઈને એક વખત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવેલ. ઢેબરભાઈ શ્રેષ્ઠ મુખ્ય મંત્રી હતા. તેઓ ગાંધીવાદી હતા. તેઓ કેમ આગળ ન આવ્યા તે એક સંશોધનનો વિષય છે. મનુભાઈ શાહ એક કુશળ અને કુશાગ્રબુદ્ધિવાળા નેતા હતા. મનુભાઈ શાહનું મહત્વ જ્યાં સુધી મોરારજી દેસાઈ કેન્દ્રમાં હતા ત્યાં સુધી રહેલ. બળવંતરાય મહેતાનું કસમયે મૃત્યુ થયેલ. ચિમનભાઈ પટેલ એક ભડના દિકરા હતા. કેન્દ્રની કોંગીમાં કોઈની સાડીબારી ન રાખે તેવા અને અઠંગ સંયોજક હતા. પણ ખાટલે ખોડ એ હતી કે તેઓ વિવાદાસ્પદ હતા અને તેમનો વહીવટ સાફસુથરો ન હતો. તેથી તેઓ જનતામાં પણ બદનામ થયેલ. તેઓ પાટલી બદલુ હતા તે તેમનો મોટો માઈનસ પોઈન્ટ હતો. જો કે આવા તો અનેક નેતાઓ બીન ગુજરાતી રાજ્યોમાં હોય છે. પણ આતો ગુજરાતી હતા એટલે જો આડા ફાટે તો વગોવવા જ રહ્યા એવું નહેરુવંશીઓ માનતા.

હવે ગુજરાતને મળ્યા છે નરેન્દ્ર મોદી. અને તમે જુઓ છો કે તેમના હાલ નહેરુવીયનો જ નહીં પણ આપણા ગુજ્જુ  સમાચારપત્રો ના ધુરંધરો  અને મોટાભાગના જાણ્યા અને અજાણ્યા કટાર લેખકો કેવા આદુખાઈને પડ્યા છે.

મમતા બેનરજી અને બંગાળી

મમતા બેનરજી, બંગાળ, અને બંગાળીઓના હિત માટે બધાજ કોંગી નેતાઓના બધા જ ગુનાઓ પછી ભલે તે ક્રીમીનલ કક્ષાના હોય તો પણ પ્રણવ મુખરજીને તેઓ બંગબંધુ હોવાના નાતે સપોર્ટ કરેછે.

આ દંભી મમતાને ઓળખો. આ જ મમતા બેનરજી ૧૯૭૪માં જયપ્રકાશ નારાયણે ઈંદીરા કોંગ્રેસ સામે શરુ કરેલ આંદોલન વખતે જયપ્રકાશ નારાયણ પક્ષે આંદોલનમાં ઝુકાવ્યું હતું. જયપ્રકાશ નારાયણ ની જીપ ઉપર તેઓ નાચ્યાં હતાં. ૧૯૭૫માં ઈન્દીરા ગાંધીએ કટોકટી લાદીને સૌને કોઈપણ ગુનાના અસ્ત્વિત્વ વગર જેલમાં પૂરેલ. ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી અને તેમાં થયેલા કેટલાક અત્યાચારોમાં પ્રણવ મુખરજી સહભાગી મદદગાર હતા. આ વાત કાયદેસરના રેકોર્ડ ઉપર છે. છતાં પણ જ્યારે આ પ્રણવ મુખરજીને દેશના રાષ્ટ્ર પ્રમુખ કરવાની વાત આવી ત્યારે આ મમતાએ ઓળઘોળ કરીને પ્રણવ મુખરજીને તેમના પક્ષના મત અપાવ્યા અને પોતે પણ પ્રણવ મુખરજીને જ મત આપ્યો.

પ્રતિભા પાટિલ અને મરાઠી માણુસ

આવી કથા મરાઠીમાણુસ પ્રતિભા પાટિલ ની પણ છે. પોતાને કોંગીના જાની દુશ્મન ગણાવતા શિવસેનાના પ્રમુખ અને મરાઠી માણુસ બાલાસાહેબ ઠાકરેએ પણ પોતાના પક્ષના મતો કોંગીની પ્રતિભા પાટિલને જ અપાવેલ.

આપણા હૈયા ફુટ્યા ગુજ્જુ નેતાઓ અને વિદ્વાનો વિષે આગળ વાત કરીશું

(ચાલુ)

 

શિરીષ મોહનલાલ દવે

ટેગ્સઃ નહેરુ, નહેરુવીયન, નહેરુવંશી, મહાત્માગાંધી, સરદાર પટેલ, સમાજવાદ, સર્વોદયવાદ, લોકશાહી સમાજવાદ, મોરારજી દેસાઈ, ગુજરાતી,  દ્વીભાષી મુંબઈ, મહારાષ્ટ્ર, મરાઠી, પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Read Full Post »

%d bloggers like this: