Posts Tagged ‘સરકારી’
નહેરુવીયન કોંગ્રેસનું કલ્ચર અને કટોકટીનો કાળોકેર – ૨
Posted in માનવીય સમસ્યાઓ, tagged આતંકવાદ, ઈન્દીરાઈ, એનકાઉન્ટર, કટોકટી, કીડની, કુદરતી અધિકાર, ચિકિત્સા, જયપ્રકાશ નારાયણ, ડાયાલીસીસ, ધરપકડ, બંધારણીય અધિકાર, માનવીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, સરકારી, ૨૫મી જુન on June 24, 2014| Leave a Comment »
Emergency શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ
Posted in માનવીય સમસ્યાઓ, tagged અધિકાર, અફવા, આતંકવાદ, ઈન્દીરા, કટારીયા, કટોકટી, ગાંધીજી, જયપ્રકાશ, જાગીર, જેલ, દંડવત, દંભ, ધોતીયું, નમન, નહેરુવંશી, ફ્રૉડ, મૂર્ધન્યો, લીરે લીરા, વિરોધ, શિર્ષાસન, સરકારી, સાષ્ટાંગ on June 25, 2013| 4 Comments »
શિલા લિખિત નહેરુવીયન આતંકવાદ
ઈતિહાસના કેટલાક પ્રકરણો એવા હોય છે જે હજારો વર્ષસુધીમાં પણ ન ભૂંસી શકાય. અલબત્ત જો તે વંશીય શાસકોનું શાસન ચાલુ રહે તો તે શાસકો જરુર તે પ્રકરણોને ભૂંસી નાખવાની કોશિસ કરે. પ્રજા જો મૂર્ખ હોય તો હોય તો તે વંશીય શાસકોને આ પ્રકરણો ભૂંસી નાખવામાં સરળતા પણ રહે. હાજી લોકશાહીમાં પણ આવું થઈ શકે.
જેઓ સુજ્ઞ છે અને જેઓને સત્તાની ઝંખના નથી અને જેઓને ખ્યાતિની ભૂખ નથી અને જેઓને પોતાના અસ્તિત્વની પડી નથી તેઓ જો જાતના ગુણધર્મો પ્રતિ આદર ધરાવતા હોય અને તેવી તેમની દીશા હોય, તો તેઓએ કદી આ નહેરુવીયન આતંકવાદ ભૂલવો ન જોઇએ.
હાજી. નહેરુવંશીય એક ફરજંદે પોતાની ગેરકાયદેસર સત્તા ચાલુ રાખવા દેશ ઉપર કટોકટી લાદેલી. તેની આ વાત છે.
કટોકટીમાં શું હતું?
આ કટોકટીમાં આ નહેરુવીયન ફરજંદે પોતાની વિરુદ્ધ જે કંઈ હોય, પછી તે વિરોધ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે હોય કે તે વિરોધ મનમાની શંકા માત્રના આધારે હોય તેવા વિરોધી સમાચારો માત્રને પ્રગટ થતા અટકાવી શકાતા હતા. જો કોઈ છાપાં આવા વિરોધી લાગે તેવા સમાચાર છાપે તો તેના પ્રેસને તાળા મારી શકાતા હતા અને તે વ્યક્તિઓને અનિયતકાળ માટે જેલમાં રાખવામાં આવતી હતી.
જેઓ કટોકટીમાં ટટાર ઉભા રહ્યા અને માથું ઉંચું રાખ્યું તેમની પ્રત્યે આ નહેરુવીયન ફરજંદના સેવકોએ આ નહેરુવીયન ફરજંદના પુરસ્કૃત આજ્ઞાઓને આધારે આતંકીઓને શોભે તેવા વર્તનો કરેલાં.
સર્વોદયનું મુખપત્ર “ભૂમિ પૂત્ર”ના પ્રેસને તાળાં લાગી ગયાં હતાં અને તેના સંપાદક તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ જેલમાં શોભતા હતા.
“ઓપીનીયન” ના તંત્રી સંપાદક ગોરવાલાના પણ ક્રમે ક્રમે એવા જ હાલ કરેલા.
રોજીંદા છાપાંના તંત્રી, માલિકો અને કટારીયાઓએ (કટાર લેખકોએ) શું કર્યું?
“સેન્સર થયેલા સમાચારોની જગ્યા કોરી રાખો” એક સૂચન
જૂજ માલિકો અને કેટલાક તેમની સાથે સંકળાયેલા હતા તેમણે સૂચવ્યું કે સમાચારો જે કંઈ છપાવવા માટે આવે છે તે સૌપ્રથમ તો આ નહેરુવીયન ફરજંદે નિમેલા સેવકોની ચકાસણી અને મંજુરી પછી જ છપાય છે માટે આપણે ટકી રહેવા માટે એવું કરીએ કે જે સમાચારોને મંજુર ન કરવામાં આવ્યા, તે સમાચારો છાપાંમાં જે જગ્યા રોકવાના હતા, તે જગ્યા આપણે કોરી રાખવી. આવું કરવાથી કમસે કમ જનતાને ખબર પડશે કે કેટલા સમાચારોનો અને કેટલા લખાણોનો જત્થો રોકવામાં આવ્યો છે.
પણ આવી વર્તણુંકનો અર્થ એવો કરવામાં આવ્યો કે આ તો નહેરુવીયન ફરજંદની પરોક્ષ નિંદા થઈ કહેવાય. એટલે દેશની પણ નિંદા થઈ કહેવાય, એટલે દેશદ્રોહ પણ થયો કહેવાય. એટલે આવું કરનારા તો જેલમાં જ શોભે. અમે તો દેશની ભલાઈ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી સેન્સર શીપ સમાચાર અટકાવે છે એવો સંદેશ પણ જનતામાં જવો જ ન જોઇએ. સરકારની કોઈપણ વાત નકારાત્મક છે તે ઈન્દીરામાઈનું અપમાન છે. અને ઈન્દીરામાઈનું અપમાન એટલે દેશનું અપમાન. ઈતિ સિદ્ધમ્.
નમવાનું કહો છો? અમે તો તમારા પગમાં આળોટવા માંડ્યા છીએ.
મોટાભાગના સમાચાર પત્રોના માલિકો, તંત્રીઓ, સંપાદકો અને કટાર લેખકોને ખબર પડી ગઈ કે સરકાર માબાપ નમવાનું કહે છે. એટલે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા થઈ ગયા એટલું જ નહીં સરકારની ભાટાઈ અને વિપક્ષી નેતાઓની નિંદા કરતા થઈ ગયા. અરે આ બાબતમાં સ્પર્ધા કરતા પણ થઈ ગયા.
અફવાઓ ફેલાવવાનો સરકારનો અબાધિત હક્કઃ
દેશદ્રોહીઓને અમે પકડ્યા છે. કાળાબજારીયાઓને અમે પકડ્યા છે, ચોરોને અમે પકડ્યા છે, જનતાને ગેરમાર્ગે દોરનારાઓને અમે પકડ્યા છે. ગરીબોને અમે પાકા રહેઠાણો આપી દીધા છે, રેલગાડીઓ નિયમિત દોડતી કરી દીધી છે, મોંઘવારીનું નામ નિશાન નથી, જનતા ખુશહાલ છે. બધે આનંદ મંગળ છે. જે કોઈ કર્મચારીની સામે ફરિયાદ આવે તેને અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ, અને કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે સરકારી કર્મચારીઓમાં લાંચરુશ્વત નાબુદ થઈ ગઈ છે. સૌ કોઈ નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી થઈ ગયા છે. બધે કાયદાનું શાસન છે.
એક વયોવૃદ્ધ નેતા (મોરારજી દેસાઈ)ની પાછળ તેની (આદતને પોષવા માટે) રોજ વીસ કીલોગ્રામ ફળો આપાય છે.
એક પોતાને સર્વોદયવાદી ગણાવતો નેતા (જયપ્રકાશ નારાયણ) લશ્કરને બળવો કરવા ઉશ્કેરતો હતો.
એક વયોવૃદ્ધ સર્વોદયવાદી નેતાના (રવિશંકર મહારાજના) ઘરમાં સ્ફોટક પદાર્થોનો જત્થો રખાયો હતો. જોકે અમે તેને તેની ઉંમરને લક્ષ્યમાં લઈ પકડ્યો નથી (ઘરકેદમાં રાખ્યો છે).
અમારું ધ્યેય (ઈન્દીરાઈ સરકારનું ધ્યેય) “સબસે નમ્ર વ્યવહાર” (કામ જેલમાં પુરવાનું).
વિનોબા ભાવે કામકરતી સરકાર ઉપર ગૌવધબંધીને લગતો કાયદો ઘડવાની ભલામણ કરી રહ્યા છે અને આ માટે આમરણાંત ઉપવાસની ધમકી આપી રહ્યા છે. વિનોબાભાવેએ સુધબુધ ગુમાવી દીધી છે. શું આ “અનુશાસન પર્વ” રુપી દેશની કટોકટીના સમયે આવી ક્ષુલ્લક વાતો કરવી તેમને શોભે છે? જોકે કોઈ પણ સમાચારપત્રમાં વિનોબા ભાવેએ કરેલી ઉપરોક્ત વાત આવી ન હતી. પણ નહેરુવીયન કોંગ્રેસના કોઈ એક નેતાએ વિનોબા ભાવેની ટીકા કરી એને તો સેન્સર કરી ન જ શકાય એ આધારે સરકારી સેવકે સમાચાર છપાવા દીધા.
સૌથી મોટું કૌભાણ્ડ અને ફ્રૉડ એટલે કટોકટી
૧૯૭૫ની ૨૫મી જુને, ઈન્દીરા ગાંધીએ શામાટે કટોકટી લાદી અને તે માટે કયા કારણો હતા અને કયા કારણો પ્રસારિત કરવામાં આવ્યા તે ઉપર પુસ્તકો લખાયા છે કે નહીં તે વિષે બહુ ચર્ચા થતી નથી.
કટોકટી લાદવાની આખી પ્રક્રિયા, તેની જાહેરાત, તેના કારણો, તેના આચારો અને અત્યાચારો, માન્યતાઓ એક શિલા લિખિત આતંકવાદ જ નહીં પણ જનતા ઉપર સતત લટકતી આતંકવાદી સરકારી ધમકી હતી.
ઈન્દીરા ગાંધીની સરકાર એક સુસ્થાપિત લગભગ સાર્વત્રિક રીતે વ્યાપક (એક બે અપવાદિત રાજ્યોને બાદ કરતાં) સરકાર હતી, ઈન્દીરા ગાંધીએ ખુદ એવા મંત્રી, મુખ્યમંત્રીઓ નિયુક્ત કરેલા કે જે હાજી હા કરવા વાળા હોય. કેન્દ્રમાં, રાજસભા તથા લોકસભામાં ઈન્દીરાઈ નહેરુવીયન કોંગ્રેસને માત્ર બહુમતી નહીં પણ સંપૂર્ણ બહુમતિ (બે તૃતીયાંશ બહુમતિથી પણ વિશેષ) હતી.
ઈન્દીરા ગાંધીનો કારભાર જ અરાજકતા ભર્યો હતો એટલે તેનો અસલ ચહેરો ૧૯૭૩થી જ ખુલવા માંડ્યો હતો. ગુજરાતમાં ૧૯૭૨ની વિધાનસભાની ચૂંટણીમાં નહેરુ-ઈન્દીરાઈ કોંગ્રેસને ૧૬૨ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો મળી. ચિમનભાઈ પટેલને બહુમતિ સભ્યોનો સપોર્ટ હતો. પણ ઈન્દીરા ગાંધીને તો હાજી હા કરનારા જ મુખ્ય મંત્રી જોઇએ. એટલે ચિમનભાઈને બદલે ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્ય મંત્રી બનાવ્યા. ચિમન ભાઈએ તેમની રીતે લડત આપી અને ધરાર ઈન્દીરાગાંધીની ઈચ્છાની ઉપરવટ જઈ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.
બે રાક્ષસો એક બીજા સામે લડે તો બંને નબળા પડે. અરાજકતા હોય એટલે કારણો શોધવા ન પડે. એટલે નવનિર્માણ આંદોલન થયું અને વિધાનસભાનું વિસર્જન થયું. ૧૯૭૫માં બાબુભાઈ જશભાઈએ પાતળી બહુમતિ વાળી જનતા મોરચાની સરકાર બનાવી. બીજીબાજુ ઈન્દીરા ગાંધી જે કશા નીતિ નિયમો વ્યવહારમાં માનતી ન હોવાથી, તેની ચૂંટણી અલ્હાબાદ ઉચ્ચાદાલતે રદબાતલ કરી. અને ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી.
જોકે ઈન્દીરા ગાંધીમાં યોગ્યતા, કાબેલીયત અને નિષ્ઠા હોત તો તે દેશની ભલાઈ માટે ચમત્કાર સર્જી શક્યાં હોત. પણ તેમને સંસદમાં અને રાજ્યોમાં સંપૂર્ણ બહુમતિ, નિર્વિરોધ નેતાગીરી ઓછાં પડ્યાં. એટલે લોકશાહીનું ખુન કર્યું અને આપખુદ શાહી લાદી અને સૌ વિરોધીઓને જ નહીં પણ તેમના લાગતા વળગતાનેય વિના વાંકે જેલ ભેગા કર્યા અને સમાચાર પત્રો ઉપર સંપૂર્ણ અંકુશ મુક્યો અને રેડીયો ઉપર સરકારી વાહવાહ, વાહ ભાઈ વાહ અને વિરોધીઓ ઉપર થૂથૂ ચાલુ કર્યું.
અત્યારે ઢ’વાળીયા જેવા, તેમના મળતીયાઓ, કોંગી જનો અને જેમને નરેન્દ્ર મોદી પોતાના આગવા કારણોસર પસંદ નથી, તેઓ નરેન્દ્ર મોદીને આપખુદ, સરમુખત્યાર અને સત્તા લાલચુ કહે છે આ લોકોમાંના કોઈપણ કટોકટી વખતે ભાંખોડીયા ભરતા ન હતા અને અથવા કટોકટીના ઇતિહાસથી અજ્ઞાન નથી, છતાં પણ કટોકટીના આતંકવાદની નિંદા કરવાનું ટાળે છે.
કટોકટી એ સરકારી આતંકવાદ હતોઃ
આતંકવાદ એટલે શું?
તમે મનુષ્યને તેના બંધારણીય હક્કો ન ભોગવવા દો તેને શું આતંકવાદ ન કહેવાય? જો કાશ્મિરના હિંદુઓને તેમના ખુદના કોઈ ગુના વગર, તેમના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી નાખો તો આ કૃત્ય ને આતંક વાદી કૃત્ય કહેવાય કે ન કહેવાય?
તમે કોઈ મનુષ્યને તેના કોઈ ગુનાના અસ્તિત્વ વગર જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?
જો તમે કોઈ બિમાર વ્યક્તિ કે જેનો ઉપચાર ચાલતો હોય તેને જેલમાં પુરી દો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?
જો કોઈ બિમાર વ્યક્તિની બિમારીને અવગણીને તમે તેને મરણતોલ કક્ષાએ પહોંચાડો તો તે આતંકવાદી કૃત્ય કહેવાય કે નહીં?
જે વ્યક્તિનું આતંકવાદીઓ અપહરણ કરે છે તેને તેઓ વાણીસ્વાતંત્ર્ય આપે છે? શું આતંકવાદીઓ અપહૃત વ્યક્તિને પોતાની માન્યતા રજુ કરવાની સ્વતંત્રતા આપે છે?
જો સરકાર જ આવું બધું કરે તો તેને શા માટે આતંકવાદી ન કહી શકાય?
મનુષ્યના કુદરતી અને બંધારણીય અધિકારોનું હનન જો આતંકવાદીઓ કરતા હોય અને તેને તમે આ કારણસર આતંકવાદી ઘોષિત કરતા હો તો, જો સરકાર જ આવાં કામો કરે તો તેને શામાટે આતંકવાદી ન કહેવાય?
શું ધર્મને નામે જ અત્યાચાર કરીએ તેને જ આતંકવાદ કહેવાય?
નહેરુવીયન કોંગ્રેસનું અર્થઘટન એવું જ રહ્યું છે કે જો કોમી દંગાઓ થાય તો ભારતમાં તેને ભગવા આતંકવાદમાં ખપાવી દેવામાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરવો. તેવી જ રીતે જ્ઞાતિવાદી સંઘર્ષો પણ કરાવવા. જ્ઞાતિવાદ, ધંધા, ધર્મ, પ્રદેશ, ભાષા વિગેરે દ્વારા માનવસમાજ વિભાજીત છે અને આ વિભાજીત લોકોને એક બીજા સામે તિરસ્કાર ઉત્પન્ન કરાવવો અને નબળાને નબળો રાખવા માટે પ્રયુક્તિઓ કરવી અને અંદરખાને થી સબળાને સબળો બનાવવો. આવી જ વ્યુહરચના નહેરુવીયન કોંગ્રેસની રહી છે. ઉપરોક્ત બધા જ જુથો પછી ભલે તે જ્ઞાતિને અધારે બનેલા હોય કે, ધંધાને આધારે બનેલા હોય, ધર્મને અધારે બનેલા હોય, પ્રદેશને આધારે બનેલા હોય, ભાષાને આધારે બનેલા હોય કે રાજકીય પક્ષને આધારે બનેલા હોય. આમ તો માનવના જ બનેલા છે. અને તેઓમાંના કોઈપણ જુથમાં રહેલા માનવોના કુદરતી કે બંધારણીય હક્કોનું જો કોઈપણ બીજા જુથદ્વારા હનન કરવામાં આવે તો તે આતંકવાદ જ કહેવાય. અને આ પ્રમાણે નહેરુવીયન કોંગ્રેસે તેમના વિરોધીઓના કુદરતી અને બંધારણીય માનવ અધિકારોનું હનન કરી ૧૯૭૫થી ૧૯૭૮સુધી આતંકવાદ આચરેલો. આતંકવાદ અક્ષમ્ય જ ગણાય.
આપણા અખબારી મૂર્ધન્યો શું કરે છે?
પોતાને વિષે પોતાને “તડ અને ફડ” કહેનારા માનતા એક અખબારી મૂર્ધન્ય શું કહેછે? કટોકટી ના સમયમાં ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસો દોરડાના છેડાઓ પકડી લાલ-લીલી લાઈટ અનુસાર ટ્રાફિકનું સંચાલન કરતા જોઇ, આ મૂર્ધન્યભાઈ ગદગદ થઈ ગયેલ. અને કટોકટીને બિરદાવેલ.
એક કટારીયા મૂર્ધન્ય એવું લખતા કે તમે તેમના વાક્યોનું વિભાજન કરીને પણ કશો અર્થ ન તારવી શકો.
કેટલાક કટારીયા મૂર્ધન્યોએ રાજકારણને છોડીને કાંદા બટેકાને લગતા લેખો લખવા માંડેલ. સાલુ કટાર પણ એક જાગીર જ છે ને. તેનો કબજો હોવો જ મુખ્ય વસ્તુ છે.
મોટાભાગના કટારીયા મૂર્ધન્યોને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે સાલુ આપણે અત્યાર સુધી શિર્ષાસન કરતા હતા. આપણે હવે સીધા થઈએ. ઈન્દીરા માઈ જ ખરી દેવી છે. તેના ગુણગાન જ કરો.
૧૯૭૬-૭૭ સમયે કરવટ બદલી.
સંપૂર્ણ બહુમતી, નિર્વિરોધ નેતાગીરી, અંતે આપખુદશાહી અને સરકારી આતંકવાદ પણ (જે દેશના ભલા માટે ઘોષિત રીતે પ્રયોજાયેલા), તે કશું કામમાં ન આવ્યું. સમાચાર માધ્યમોએ કરેલી માત્ર અને માત્ર એક તરફી, ઈન્દીરાઈ પ્રગતિ વિષેની ભાટાઈ પણ કામમાં ન આવી. જનતાએ જે પ્રત્યક્ષ જોયું તેને જ પ્રમાણભૂત માન્યું અને સ્વિકાર્યું. કટોકટીનો આતંકવાદ તેના ભારથી જ તૂટી ગયો.
૧૯૭૭માં ચૂંટણી આપવી પડી. નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસનો ઘોર પરાજય થયો. દહીંદૂધીયા, “જિસકે તડમેં લડ્ડુ ઉસમેં હમ” જેવા, અને ડરપોક એવા યશવંતરાવ જેવા નેતાઓ ઈન્દીરાને છોડી ગયા.
“લોકશાહી હોય તો બધા દુરાચારો અમને ખપે” મૂર્ધન્યો બોલ્યા
મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટીની સુચારુ રુપે કામકરતી સરકાર ટકી નહીં. ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં રાજકીય અનીતિમત્તા, નાણાંકીય અનીતિમત્તા, વફાદારી અને જ્ઞાતિવાદી વિભાજન અધમ કક્ષા હતું અને હજી છે.
એટલે નહેરુવીયન કોંગ્રેસ આ અનીતિવાદી સમીકરણો થી હજુ પણ શાસન કરે છે. જ્યાં સુધી મૂર્ધન્યો શિક્ષિત બનશે નહીં ત્યાં સુધી આપણા દેશ ઉપર આ એક સમયે અપ્રચ્છન્ન રીતે આતંકવાદી બનેલી નહેરુવીયન કોંગ્રેસ અને અત્યારની પ્રચ્છન્ન આતંકવાદી સરકાર તરીકે શાસન કરશે.
નહેરુવંશીઓ કોઈને છોડતા નથી
આ નહેરુવીયન કોંગી નેતાઓ કોઈ એક બાજપાઈ નામના વ્યક્તિએ ૧૯૪૨ની ચળવળ વખતે સરકારની માફી માગીને જેલ માંથી છૂટકારો મેળવેલ, તેને અટલ બિહારી બાજપાઈ તરીકે ખપાવી ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીસુધી અને તે પછી પણ યાદ કરીને બાજપાઈ અને બીજેપીની બદબોઈ કરતા હતા.
૨૦૦૨માં નહેરુવીયન કોંગ્રેસના ગોધરાના એક સ્થાનિક મુસ્લિમ નેતાની આગેવાની હેઠળ સાબરમતી એક્સપ્રેસના હિન્દુયાત્રીઓને ડબા સહિત જીવતા બાળી દીધેલ. આના બચાવમાં નહેરુવીયન કોંગી આગેવાનોએ કહેલ કે “એ તો નરેન્દ્ર મોદીએ એમ કહીને મુસ્લિમભાઈઓને ઉશ્કેરેલ કે “અમારા બીજેપીના રાજમાં હિન્દુ મુસ્લિમ દંગાઓ થતા બંધ થઈ ગયા છે. આવું કહેવાતું હશે?”
તેમજ આજ નહેરુવીયન કોંગીના નેતાઓ, તેમના મળતીયાઓ અને સમાચાર માધ્યમના ખેરખાંઓ ઉપરોક્ત બનાવની પ્રતિક્રિયાના ભાગ રુપે ફાટી નિકળેલ તોફાનો પર રાજકીય રોટલો શેકવા માટે નરેન્દ્ર મોદીને આજની તારીખ સુધી વગોવ્યા કરે છે અને કોમવાદને સક્રીય રાખવાની કોશિસ કર્યા કરે છે.
બીજેપીના નેતાઓ અને અખબારી મૂર્ધન્યો શામાટે નહેરુવંશીય ઈન્દીરાઈ કટોકટીને યાદ કરતા નથી? આ કટોકટી તો ભારતના ઈતિહાસનું અને ભારતના ગૌરવને લાંછન અપાવે તેવું એક સૌથી કાળું પ્રકરણ હતું. શાસકે આચરેલો નગ્ન આતંકવાદ હતો. તો પણ તેને કેમ ભૂલી જવાય છે?
દંભીઓ શું કહે છે?
નહેરુવીયન કોંગી નેતાઓ, મહાનુભાવો, અખબારી મૂર્ધન્યો જેઓ વાસ્તવમાં પ્રચ્છન્ન રીતે નહેરુવીયન કોંગ્રેસના હિતેચ્છુઓ છે અથવા તો તટસ્થતાનો ઘમંડ ધરાવે છે તેમની દલીલો કંઈક આવી છે.
નહેરુવીયન કોંગીના નેતાઓઃ “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્ય તરફ જુઓ.” (ડાકુઓ આવું કહેતો તેને દેશની ધૂરા આપી દેશો શું? કાયદામાં આવી જોગવાઈ છે?)
યશવંતરાવ ચવાણ અને તેમના ચેલકાઓ જેઓ અત્યારે એનસીપીને શોભાવી રહ્યા છે તેઓ આમ કહે છે. કટોકટીને ભૂલી જાવ. અમે ભૂલ કરી હતી અને તેના ફળ પણ મેળવી લીધા છે. બસ વાત પુરી. (ડાકુ ચૂંટણી હારી ગયો એટલે તેને સજા મળી ગઈ. વાત પુરી.)
હુસેન ચિત્રકારઃ કટોકટી એક છીંક હતી. હવે બધું સામાન્ય છે. કટોકટીની વાતને એક છીંકની જેમ ભૂલી જાઓ. (જે રાક્ષસી છીંકે હજારો લોકોના કુટુંબીઓને યાતના ગ્રસ્ત કર્યા તેને ભૂલી જાઓ એમ જ ને?)
બચ્ચન (હિન્દીના ખ્યાતનામ કવિ); “ અમારે તો નહેરુ સાથે કૌટુંબિક સંબંધ છે” (ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય હૈ એતો એમના માટે પોથીમાંના રીંગણા છે)
કેટલાક સર્વોદય બંધુઓઃ સારું સારું યાદ કરો અને ખરાબ વાતો ભૂલી જાવ. (શેતાન એના પાપો ચાલુ રાખે તો તમે શું કરશો? નરેન્દ્ર મોદીનું પણ સારું સારું જુઓને તો પછી…)
કેટલાક સર્વોદય નેતાઓઃ (મનમાં) આ બીજેપી વાળા તો અમારો ભાવ પણ નથી પૂછતા તો લોકોની નજરમાં ટકી રહેવા માટે અને કંઈક કરી રહ્યા છીએ એવું બતાવવા માટે અમારે નહેરુવીયન કોંગ્રેસને સાથ આપ્યા વગર છૂટકો નથી. હવે ક્યાં કટોકટી છે?
તડફડવાળા મૂર્ધન્યઃ બાઈ જોરદાર હતી.
જો બાઈ જોરદાર હતી તો તે પક્ષ માટે જોરદાર હતી. વહીવટમાં અને દેશ હિત માટે નહીં. એમ તો નરેન્દ્ર ભાઈ પણ જોરદાર છે જ ને. અને નરેન્દ્રભાઈનો તો કોઈ રેકોર્ડેડ ગુનો પણ નથી. તેમને વિષે તો બધું ધારણાઓના આધારે (હાઇપોથેટીકલ) છે. હાઈપોથેટીકલી તમે કોઈને ગુનેગાર ઠેરવી ન શકો અને તેની બુરાઈ પણ ન કરી શકો.
“આસપાસ”વાળા કટારીયાઃ ઈન્દીરા ગાંધીએ તો કટોકટી બદલ ઘરે ઘરે જઈને માફી માગેલી.
આસપાસ વાળા ભાઈ, તમે રામ ભરોસે બોલ્યા કરો છો. બકરીની ત્રણ ટાંગ જેવી વાત છે. કોણ જોવા ગયું છે? છાપામાં અને ઈન્દીયન ન્યુઝમાં તો એવી કોઈ વીડીયો જેવા મળી ન હતી, કે છાપામાં પણ એવા કોઈ ફોટા આવ્યા ન હતા. “જંગલમેં મોર નાચા કિસીને ના દેખા”.
મૂર્ધન્યોએ સમજવું જોઇએ કે જે સરકારી તપાસપંચ પ્રમાણે ફોજદારી ગુનેગાર છે તેની સજા માફી માગવાથી માફ થઈ જઈ શકતી નથી. કેસ તો ચલાવવો જ પડે.
માફી માગવાથી કયા કયા ગુનાઓ માફ થઈ શકે?
જે તમારા દૂરના પૂર્વજો કે જેને તમે જાણતા નથી તેમણે કરેલા ગુના તમે માફી માગીને કહી શકો કે અમે તેમના કૃત્યોથી શરમ અનુભવીએ છીએ . અમને માફ કરી દો.
પણ જે પૂર્વજોની તમને શરમ ન હોય, પણ ગર્વ હોય, તો તેના ગુનાઓ માફી માગવાથી પણ માફ ન થઈ શકે.
દા.ત. યુરોપીય પ્રજાએ અમેરિકાની રેડ ઈન્ડીયન પ્રજાની કત્લેઆમ કરેલી. તેમને આ કત્લેઆમની શરમ છે અને હાલની પ્રજાએ પ્રાયશ્ચિત રુપે રેડ ઈન્ડીયન પ્રજાને વિશેષ સવલતો આપી અને માફી પણ માગી.
બ્રીટીશ શાસકોએ જલીયાનવાલા બાગની ઘટના બાબતે હાલ શરમ અનુભવી અને માફી માગી. જોકે ભારતીય પ્રજાએ માફી આપી નથી.
કોને વિશ્વાસ પાત્ર માનેલા?
મમતા બેનર્જી જેણે પશ્ચિમ બંગાળમાં જયપ્રકાશનારાયણની લડતમાં પોતાનું યોગદાન આપેલું. અને જયપ્રકાશનારાયણની જીપ ના હુડ ઉપર નાચ કરેલો. લાલુ યાદવ, મુલાયમ, ચરણસીંગ, નીતીશકુમાર, શરદ યાદવ, જનસંઘી નેતાઓ અને ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના, વિગેરેના નેતાઓ પણ પૂરજોશથી સામેલ હતા.
ગાંધીજી અને જયપ્રકાશ નારાયણનું ધોતીયું
ગુજરાતના નવનિર્માણ સમિતિ, લોકસ્વરાજ્યા આંદોલન, લોકસમિતિ, શાંતિસેના કેટલાક પરોક્ષ રીતે તો કેટલાક પ્રત્યક્ષરીતે નહેરુવીયન કોંગ્રેસને શોભાવી રહ્યા છે.
મમતા પોતાની સત્તા ખાતર નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે.
માયાવતી, લાલુપ્રસાદ, મુલાયમ, ચરણસીંગના સુપુત્ર પણ જરુર પડે નહેરુવીયન કોંગ્રેસને મદદ કરવા આતુર છે. કારણ કે તેઓ નહેરુવીયન કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટથવાને કાબેલ છે.
નીતીશકુમાર પણ સત્તાનો સ્વાદ ચાખ્યા વિતંડાવાદ દ્વારા પોતે પોતાનો દંભ છૂપાવી શકે છે તેવું માનતા થઈ ગયા છે. નીતીશ કુમાર એવું માને છે કે દસ્તાવેજોદ્વારા સિદ્ધ થયેલો નહેરુવીયન પક્ષનો આતંકવાદ ને અસ્પૃષ્ય ન માનવો પણ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માનવો.
નીતીશકુમાર માને છે કે જો અડવાણી પોતેજ નરેન્દ્ર મોદીને અસ્પૃષ્ય માને છે તેવી હવા ચલાવાતી હોય તો રાજકીય નીતિમત્તા જાય ચૂલામાં. નીતીશકુમાર માને છે કે નરેન્દ્ર મોદી જેવો લોખંડી નેતા જો વડાપ્રધાન તરીકે આવી જશે તો આપણા જાતિવાદી વોટબેંકનું જે રાજકારણ આપણે છ દાયકાથી ચલાવીને જે કંઈ સુખડી ખાઈએ છીએ તેનો અંત આવી જશે. તેથી કરીને ટકી રહેવા માટે નરેન્દ્ર મોદી વિષે ફાવે તેમ ધારણાઓ વહેતી મુકો અને મોદીની બુરાઈ કરો.
જો સમાચાર માધ્યમોના ખેરખાંઓ જ નહેરુવંશીય રાજકીય આતંકવાદને ન સમજી શકતા હોય અને નરેન્દ્રમોદી-બીજેપીની ધારણાઓ ઉપર આધારિત અને કપોળ કલ્પિત બુરાઈઓ ફેલાવતા હોય તો આપણે પણ એ જ ફેશન અપનાવવી જોઇએ. આપણા ઉચ્ચારણોને પણ ચાર ચાંદ લાગશે.
જો જેએલ નહેરુ જેવા લીડરો સત્તા માટે ગાંધીજીનું ધોતીયું પકડીને આગળ આવ્યા હતા. તેમને સત્તા મળ્યા પછી, તેમણે ગાંધીજીના (સિંદ્ધાંતો રૂપી) ધોતીયાના લીરે લીરા ઉડાડી દીધા.
મમતા, મુલાયમ, લાલુ, નીતીશ, ચરણના સપુત વિગેરે પણ જયપ્રકાશ નારાયણનું ધોતીયું પકડીને આગળ આવેલા. અને હવે તેઓ પણ જયપ્રકાશ નારાયણના (રાજકીય નીતિમત્તાના સિદ્ધાંતો રુપી) ધોતીયાના લીરેલીરા ઉડાડી રહ્યા છે.
સિદ્ધાંત વિહોણાઓને ઓળખી લો.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ
નહેરુવંશી, ઈન્દીરા, કટોકટી, દંભ, ફ્રૉડ, વિરોધ, જેલ, સરકારી, અફવા, આતંકવાદ, અધિકાર, કટારીયા, મૂર્ધન્યો, જાગીર, સાષ્ટાંગ, દંડવત, નમન, શિર્ષાસન, ગાંધીજી, જયપ્રકાશ, ધોતીયું, લીરે લીરા
ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો
Posted in માનવીય સમસ્યાઓ, tagged આરોગ્ય, કુશળતા, કોષ, ખાણીપીણી, ખૂમચા, ખોરાક, ગંદકી, ગલ્લા, જવાબદાર, પાણી, બુદ્ધિ, મન, મેડીકલ કાઉન્સીલ, યોગ, લારી, વિચાર, શાકભાજી, શોપીંગ, શ્વાસોચ્છવાસ, સંકુલ, સરકારી, હપ્તા, હવા on May 16, 2013| 2 Comments »
ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ સરકાર,મેડીકલ કાઉન્સીલ, હૉસ્પીટલો, દવાઓ અને ડૉક્ટરો
રોગો અને તેના ઉપચારો ને લગતો આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં શું હોય છે તેનાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે.
કોઈવ્યક્તિ માંદો પડે એટલે શું થાય?
તે ડોક્ટર પાસે જાય,
ડૉક્ટર દવાઓ લખી આપે, કેટલીક વાર દવા એવી હોય કે તે ડૉક્ટરની નજીકના મેડિકલ સ્ટોરમાં જ મળે. ડૉક્ટરને અમુક ટકા કમીશન મળે.
દરદી સાજો થયો તો વાત પૂરી. ન થયો તો ડૉક્ટર દવા બદલે અથવા અમુક ટેસ્ટ કરાવે. ક્યા ટેસ્ટ જરુરી છે કે નહીં તે વાત જવા દો. કેટલીક વાર ડોક્ટર લેબોરેટરીની પણ ભલામણ કરે.
દરદી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે. ડોક્ટરનું કમીશન ચડે.
ડૉક્ટર ટેસ્ટ રીપોર્ટ જુએ. અને રોગને પારખે અને દવાઓનો નવો કોર્સ લખી આપે. દરદી હવે આ રોગની દવાઓનો કોર્સ કરે. જે કદાચ એક સપ્તાહ થી ત્રણ માસ સુધી ચાલે.
જો દરદી સાજો થઈ ગયો તો દરદીએ ડોક્ટર અને ઈશ્વરનો ઉપકાર ગણવાનો.
જો તમે ઉચ્ચ વર્ગના કે ઉચ્ચ મધ્યમ વર્ગના હો કે અતિ માલેતુજાર હો તો આ ચિકિત્સા પ્રણાલી બહુ નડશે નહીં. કારણકે તમે ખમતીધર છો અને મેડીક્લેમ પણ હશે. જો ડોક્ટર જાણીતો હશે તો તમને થોડા વધુ ખર્ચા કરવાશે પણ તમને સાજા કરી દેશે. પણ જો તમે અજાણ્યા ડોક્ટર પાસે જશો તો જોખમ મોટું તો હોઈ શકે છે. તમે સારી ભલામણ લઈને જાવ તો જરા જોખમ ઓછું. પણ તમે ઈશ્વર પર ભરોસો રાખશો.
આ બધી વાતો જનરલ ફીઝીસીયનના સ્ટેજ સુધીની થઈ. જો રોગ મોટો છે અને બહુ વખત સુધી ગણકાર્યો નહીં અને પછી સ્પે્શીયાલીસ્ટ પાસે ગયા એટલે તમારે છ માસથી શરુ કરી પાંચ વર્ષ સુધીનો દવાના ટેસ્ટ રીપોર્ટો સાથેનો કોર્સ તો તમારે લમણે લખાઈ ગયો એ સમજી લેવાનું. એમાં પણ જો તમારે રુગ્ણાલય (હોસ્પીટલ)માં જવાનું થયું તો પચાસ હજાર થી શરુ કરી પાંચ લાખ જ નહીં પણ આકાશ એ સીમા છે.
સરકારી હોસ્પીટલોમાં સ્થિતિ એટલી હદે લૂંટી લેવાની નથી. પણ ડોક્ટર, નર્સ અને મહેતરાણીઓ પોતું કરવાવાળીઓ સ્ટોર કીપરો એ બધાની સેવા લેવા માટે તમારે આંટા ફેરા કરવાના. જોકે આ સ્થિતિ કેટલેક અંશે ખાનગી એવા મહા-ઋગ્ણાલયોમાં પણ હોય છે.
ડોક્ટરોમાં અને રુગ્ણાલયોમાં વાસ્તવમાં કેવા કરાર હોય છે તે આપણને ખબર નથી. પણ ડોક્ટરને તેની ભલામણથી દાખલ થયેલા કે દર્દીએ પસંદ કરેલા કે રુણાલયે સૂચવેલા ડોક્ટરની વીઝીટના પૈસા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભોગવા પડે છે. આનું સારું પાસુ એ છે કે દર્દીને જે તે ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળી શકે છે. જો ઓપરેશનની સંડોવણી હોય તો સર્જનને હોસ્પીટલ તરફથી સામાન્યરીતે નિશ્ચિત કરેલી રકમ મળે છે. અને ઘણી વખત એક કરતાં વધુ ઓપરેશનો પણ કરવામાં આવે છે.
જો દર્દીને ગંભીર બિમારી હોય તો ડોક્ટરોની અને હોસ્પીટલની દાઢ સળકે છે. દર્દીને રીતસર ચીરી જ નાખવામાં આવે છે. જ્યારે દર્દી મૃત્યુની નજીક જ હોય દર્દીના સગાં પણ જાણતા હોય કે દર્દ બહુ ગંભીર છે અને સાજા થવા વિષે કશું કહી શકાય તેમ નથી અને જો તમે હોસ્પીટલ માટે અજાણ્યા હો અથવા તો હોસ્પીટલ તમારે માટે અજાણી હોય તો તમને હોસ્પીટલ ચૂસી લેશે. જે દર્દી તમારી સાથે વાતો કરતો કરતો હોસ્પિટલમાં દાખલ થયેલો તે સ્ટ્રેચરમાં હોસ્પિટલમાંથી બહાર નિકળશે.
ધારોકે તમારા દર્દીને ઓપરેશન કરવવું પડશે તેવું નક્કી થયું
તમારો દર્દી હોસ્પીટલમાં દાખલ થાય તે પહેલાં કેટલાક ટેસ્ટ તમારે ફરીથી કરાવવા પડશે. તેમાંના કેટલાક કે બધા જ ટેસ્ટ તમે અગાઉ કરાવ્યા હશે તો પણ તમારે તે ફરીથી કરાવવા પડશે અને હવે તે બધા તમારે હોસ્પીટલ વાળા કહે તે લેબોરેટરીમાં કરાવવા પડશે. કારણ કે હોસ્પીટલ ને બીજી લેબોરેટરીઓ ઉપર વિશ્વાસ નથી હોતો. અમુક ટેસ્ટ હોસ્પીટલ જાતે પોતાની લેબોરેટરીમાં કરશે. ભલુ હશે તો હોસ્પીટલ વાળા તમને ઓપરેશના એક દિવસ અગાઉ તમારા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવાનું કહેશે. તો વળી કેટલીક હોસ્પીટલો તમને તમારા દર્દીને તાત્કાલિક જ દાખલ કરી દેવાનું કહેશે.
હોસ્પીટલ વાળા તમને ક્યારે ક્યારે કેટલા પૈસા જમા કરાવો એ અને બીજું બધું, શું શું કહેશે તે બધી વાત જવા દો.
હોસ્પીટલવાળા તમારી પાસે રુમ ચાર્જ લેશે, દવાનો ચાર્જ લેશે, ડ્રેસીંગનો ચાર્જ લેશે, ડોક્ટરનો ચાર્જ લેશે, ઓપરેશન હૉલનો ચાર્જ લેશે, ઓપરેશનનો ચાર્જ લેશે, ઓપરેશના શસ્ત્ર-અસ્ત્રોનો ચાર્જ લેશે, એનેસ્થેસીયાનો ચાર્જ લેશે, ઓપરેશન પછી દર્દીને આઈ.સી.યુ.માં રાખશે એટલે તેનો પણ ચાર્જ લેશે. દર્દીને તેના રુમમાંથી ઓપરેશન માટે બહાર કાઢ્યા પછી અને ઓપરેશ બાદ વાયા આઈ.સી.યુ. ફરીથી દર્દીની રુમમાં લાવ્યા સુધીનો (જો જીવતો રહ્યો હોય તો) રુમનો ચાર્જ લેશે. જો દર્દી ઉપરનું ઓપરેશન સફળ થયું હોય તો તેને થોડા દિવસ વધુ (કેટલીક વાર બીજો નવો બકરો ન આવે ત્યાં સુધી) રુમમાં રાખવામાં આવશે. અને તેનો પણ અગાઉના જેટલો જ ચાર્જ લેશે.
હવે જો ડોક્ટર દયાળુ હશે તો તમને સાચી વાત કહેશે. જોખમની સમજણ આપશે. અને બધું તમારા ઉપર છોડશે. જો આમ ન હોય તો દર્દીને હોસ્પીટલામાં ક્યાં સુધી રાખશે તે ભલભલા જ્યોતિષશાસ્ત્રીઓ પણ કહી શકશે નહીં. એવું પણ જાણવા મળ્યું છે કે વેન્ટીલેટર નામનું ઉપકરણ હોસ્પીટલોને ઠીક ઠીક કમાણી કરાવે છે.
મેડીકલ કાઉન્સીલ
મેડીકલ કાઉન્સીલનો આમ તો ધારે તો ઈલેક્સન કમીશ્નર જેવો રોલ કરી શકે છે. શેષન જેવો કોઈ ધૂની ઈલેક્સન કમીશ્નર પાકી શકે છે પણ તેના જેવો ક્રાંતિકારી મેડીકલ કાઉન્સીલનો ચેરમેન પાકી શકતો નથી. દવાઓ યોગ્યરીતે બનાવાય છે કે નહીં, યોગ્યરીતે પ્રદર્શિત કરાય છે કે નહીં, યોગ્ય ભાવે વેચાય છે કે નહીં વિગેરે ઉપર તેણે નજર રાખવાની હોય છે. હવે જો સરકાર જ જો જાણી જોઇને આંખ આડાકાન કરતી હોય તો મેડીકલ કાઉન્સીલ શું કામ લૂંટમાં સામેલ ન થાય? આ બાબતમાં બાબુભાઈનો એક કેસ આર્ટીકલ વાંચી લેવો. URL https://treenetram.wordpress.com/2011/11/19/babubhai-thakkar-submits-application-to-prosecute-man-mohan-singh/
મેડીકલ કાઉન્સીલમાંના એક હોદ્દેદાર થવા જે કરોડ રુપીયાનો લાંચનો કિસ્સો વર્તમાનપત્રોમાં આવેલ એજ બતાવે છે કે મેડીકલકાઉન્સીલમાં કેટલા ઘી કેળાં છે.
ટૂંકમાં આજના સમયમાં માંદા પડવું એ એક મોટો ગુનો છે.
આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને રોકવાનો ઉપાય શું?
આમાં મુખ્ય કઈ કઈ બાબતો છે જેને લક્ષમાં લેવી જોઇએ.
રોગ લાગુ પડવાના કારણો કયા કયા છે?
૧ વાઈરસ થી થતા રોગોઃ આમાં શરીરની અંદર કાયમ રહેતા વાઈરસને આપણી પ્રતિકારત્મક શક્તિ નુકશાનકારક રીતે વધુ સક્રીય થતા રોકી રાખે છે. બીજા વાયરસ બહારના વાતાવરણમાંથી આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે તે કેટલા શક્તિશાળી છે તે આપણે સમજી શકતા નથી. જો આપણે માંદા પડીયે તો સમજી લેવું કે તે વાયરસ સામે આપણી પ્રતિકારાત્મક શક્તિ હારી ગઈ. એટલે આપણે તેનો ઉપચાર કરવો પડશે.
૨ જંતુ જન્ય રોગોઃ જોકે આનાથી થતા આક્રમણની સામે પણ આપણી પ્રતિકારત્મક શક્તિ રક્ષણ આપે છે. પણ આમાં પણ હાર અને જીત હોય છે. આ રોગ પણ આમ તો વાયરસ જેવો ગણાય. પણ આ ગંદકીને લીધે અને અશુદ્ધિને લીધે થાય છે.
૩ ખરાબ આદતોથી થતા રોગોઃ ખરાબ આદતો જેવી કે દારુ, રોગીષ્ઠ નોનવેજ, તમાકુ, ઘરની અશુદ્ધિ, અતિ-આહાર, અકુદરતી આહાર વિગેરેથી પણ માંદા પડાય છે.
૪ વારસાગત રોગોઃ આ રોગો આમ તો નંબર ૧ સાથે સરખાવી શકાય. પણ કુદરતી આહાર દ્વારા તેને નબળા પાડી શકાય એવી એક માન્યતા છે.
૫ ખોટા ઈલાજોથી થતા રોગોઃ આપણા એક માનનીય કાંતિભાઈ ભટ્ટે આ બાબતમાં દિવ્યભાસ્કરમાં એક સારો લેખ લખ્યો છે. તેઓ અભિનંદનને પાત્ર છે. આ લેખ બધાએ જરુર વાંચવો. જેમાંનું એક તારણ છે કે ૯૫ ટકા દવાઓ ખોટી દવાઓ છે. એટલે ટૂંકામાં સમજી જાઓ કે મેડીકલ ક્ષેત્રે કેટલી જાહોજલાલી છે.
આ સિવાય રોગ થવાના બીજાં કારણો કયા છે?
ખોરાકની જગ્યાની અસ્વચ્છતા અને હવાની અસ્વચ્છતાઃ
તમે જાહેર શૌચાલયો જોયા જ હશે. દુર્ગંધથી તમારું માથૂં ફાટી જશે.આજગ્યાની હવાના જંતુઓ હવા દ્વારા દૂરદૂર જવાના જ. અસ્વચ્છતા માટે સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થા જવાબદાર છે. બંનેના આરોગ્યખાતાંઓ ફક્ત મોટી રેસ્ટોરાંઓ ઉપર પૈસા આપવાથી કે ઉપરી અધિકારીના કહેવાથી રેડ પાડે છે. મેં વિશ્વસ્ત સ્રોતો તરફથી સાંભળ્યું છે કે રુપીયા પાંચ હજાર આપો અને મ્યુનીસીપાલીટી વાળા પાસે રેડ પડાવો. જોકે આ ભાવ પાંચ વર્ષ પહેલાંનો હતો અને અમદાવાદનો હતો. રેડ પડ્યા પછી તમારે જોવાનું નહીં કે પછી સ્થાનિકસ્વરાજ વાળા શું કરશે.
ગામના રસ્તાઓ ઉપર, ફૂટપાથો ઉપર, પાર્કીંગની જગ્યાઓ ઉપર લારી, મારુતીવાન રાખીને થતા, ખુરશી ટેબલ સાથે કે ખૂરશી ટેબલ વગર વેચાતા અને ત્યાંજ ટેસથી ખવાતા ફાસ્ટફુડ કે જેઓ આવા ધંધા દ્વારા લખપતિઓ થયા તે તો આરોગ્ય ખાતાઓને દેખાતા જ નથી. જાણીતા ખુમચા વાળા પણ લખપતિ થયા છે. અને અજાણ્યા ખુમચાવાળા પણ લખપતિ થવાની લ્હાયમાં છે. આરોગ્યખાતાવાળા તો કરોડપતિ થઈ ગયા છે અને હવે તેમને ડબલ ફીગરના કરોડમાં આવવું છે. જ્યારે હેપીટાઈટીસ કે કમળો ફાટી નિકળશે ત્યારે આ સરકારી બારદાનો આ રોગોના કારખાનાઓને કામચલાઉ બંધ કરાવશે અને મોટા હોર્ડીંગો બનાવી લોકોને આરોગ્ય જાળવવાના ઉપદેશો આપશે અને સુકા રસ્તાઓ ઉપર પણ ડીડીટીનો (રામજાણે આ પાવડર કેટલો શુદ્ધ હશે) પાવડર છાંટશે.
ઉપાય
ઉપાય એજ છે કે જે કોઈ કોમર્સીઅલ કોંપ્લેક્ષ હોય તેમાં આવા લોકો માટે જગ્યા અનામત રાખવી જોઇએ. અહીં પણ સ્વચ્છતાના નિયમો ઘડી, સીસીકેમેરા ગોઠવવા જોઇએ. રસ્તા, ફુટપાથ અને અન-અધિકૃત જગ્યાઓ ઉપર કોઈ ખાણી પીણી વેચવાની છૂટ જ ન હોવી જોઇએ. મોદીકાકાની સરકાર રસ્તાઓ ઉપર સીસીકેમેરાને ગોઠવવાની યોજના બનાવી રહી છે. પણ આ યોજના સરકારી બારદાની અધિકારીઓ કેવીરીતે અમલમાં મુકશે તે જોવાનું છે. ખોરાકમાં વપરાતું રૉ-મટીરીયલ પેક્ડ અને સ્ટન્ડર્ડ કંપનીનું જ હોવું જોઇએ.
જેનેટિક બિયારણ અને પાકોઃ
સર્વોદયવાદીઓએ આ અકુદરતી ખાતરોના ઉપયોગ, જંતુનાશક દવાઓના ઉપયોગ અને હાઈબ્રીડ બીયારણોના ઉપયોગ વિષે ઘણું લખ્યું છે. લોકોને કેન્સર, થાઈરોઈડ જેવા રોગ થવામાં આ વસ્તુઓ ભાગ ભજવે છે તે નકારી ન શકાય.
જમીન અને જગ્યાઃ
જનતાને રોગગ્રસ્ત કરવામાં સરકારી અધિકારીઓ જવાબદાર છે. લોકો પોતાના ઘર તો મોટે ભાગે સ્વચ્છ રાખે છે પણ તેજ લોકો સામાન્ય વપરાશની જગ્યાઓ એટલે કે લીફ્ટ, પેસેજની જગ્યા, ગલીઓ, રસ્તાઓ, ફૂટપાથો ઉપર થૂકે છે, પાન-તમાકુની પીચકારીઓ કરે છે, પાણી રેડે છે, કચરો નાખે છે અને ખાદ્ય પદાર્થો પણ નાખે છે. આનું કારણ એજ છે કે તેમને કોઈ દંડતું નથી. સીસી કેમેરા ગોઠવી તેમને દંડો અને આ દંડ માટે તેમને ઉધારની પાવતી (ટીકીટ) પકડાવી દો. જો ત્રણ માસમાં ન ભરે તો તે વર્ષના તેમના હાઉસ ટેક્ષમાં દંડ અને બાંધી મૂદતમાં ન ભરવા બદલની પેનલ્ટી તરીકે ઉમેરી દો. હાઉસીંગ સોસાઈટીઓને પણ તેમના ક્ષેત્રમાં ચોક્ખાઈનો અમલ કરવાનું આ રીતે જ કહી દો.
સ્વચ્છ પાણીઃ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની બંધારણીય ફરજ છે કે પીવાનું પાણી સ્વચ્છ હોય. ચૂટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે કે તેઓ નિયમિત રીતે પોતાના વિસ્તારને મળતું પાણી શુદ્ધ છે તેની લેબોરેટરી દ્વારા આરોગ્ય ખાતાએ ટેસ્ટ કર્યું છે કે નહીં તેની ચકાસણી કરે. અને જો ક્યારેય પણ એવું સાબિત થાય કે ફલાણા દિવસે પાણીનો ટેસ્ટ રીપોર્ટ બરાબર ન હતો, તો કન્ઝ્યુમર કોર્ટ સ્થાનિક સ્વરાજ સંસ્થાનો દંડ કરે. જરુરી નથી કે કોઈ માણસ માંદો પડે અને તે સિદ્ધ કરે કે તે અશુદ્ધ પાણીથી જ માંદો પડ્યો છે. પણ ધારો કે જો એવું સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા નુકશાની પણ ભોગવે.
શાકભાજીનું વેચાણ
શાકભાજી વેચવા વાળા રોડ ઉપર લારીમાં શાક વેચતા હોય છે. આ બંધ થવું જોઇએ. કારણ કે અગાઉ આપણે જોઇએ ગયા તેમ રોડ ઉપર વેચવું એજ ગુનો છે (આ ગુનો આમ તો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ છે). એક દાખલો રસપ્રદ છેઃ
અમદાવાદમાં અંકુર થી રન્નાપાર્ક ના રસ્તા ઉપર શાસ્ત્રીનગર પાસે રસ્તા ઉપર સાંજે શાકભાજીની વાળાની લારીઓને કાયદેસર કે ગેરકાયદેસર રીતે ધંધો કરવાની છૂટ આપેલી છે. હવે જો આવી મર્યાદિત સમય પુરતી છૂટ આપવામાં આવી હોય તો તેને માટે રોડ ઉપરની જગ્યા જ શા માટે રાખી? શાસ્ત્રીનગરમાં જ ત્રણ મેદાનો છે. એટલું જ નહીં પણ શાસ્ત્રીનગરની સામે જ સરકારી પડતર જમીન પડી છે. ત્યાં શું કામ શાકભાજીની લારીઓ વાળા માટે ગોઠવણ ન થઈ શકે? શહેર સુધરાઈવાળા તેને કામ ચાલાઉ ધોરણે ભાડે લઈ શકે અને શાકભાજીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલ કરી શકે. ખાલી જમીનના માલિકને પણ કમાણી થાય, શહેર સુધરાઈને પણ કમાણી થાય અને લારીવાળા પણ રળી શકે. હાજી પણ ગુન્ડા અને સરકારી સેવકોના હપ્તા બંધ થઈ જાય.
આથી પણ વિચિત્ર વાત નવી મુંબઈના સીડાકોની ટાઉનશીપ (બેલાપુર)ની છે. અહીં સેક્ટર ૯-૧૦માં સીડકોએ શાકમાર્કેટ કરી છે. પણ શાકમાર્કેટમાં ઢોર રખાય છે. અને શાકભાજીની લારીવાળા બહાર રોડ ઉપર શાકભાજી વેચે છે. આવું કેવી રીતે છે? કારણ કે દુકાનોના કૉલાઓનું ભાડું જે કંઈ હોય તેના કરતાં હપ્તાની રકમ ઓછી હોય રાખવામાં આવી હોય છે. વળી આપણા દેશમાં ઢોરોના માલિકોને ઢોર રખડતા મુકી દેવાની અલિખિત છૂટ છે. તેથી ગોપાલો આનો લાભ શા માટે ન લે?
આવું જ આપણા ગાંધીનગરના કેટલાક ચીપ શોપીંગ સેન્ટરોમાં જોયેલું છે. જેમાં ચીપ શોપીંગ સેન્ટરોની દુકાનો ખાલી રહે અને બહાર લારી ગલ્લા વાળા ધંધો કરે.
અમદાવાદ ના નવા હાઈકોર્ટ સંકુલમાં પણ કંઈક આવું જ હતું. કેન્ટિન ખાલી હતી અને તેના વચ્ચેના ચોગાનમાં રીસેસમાં ખૂમચાવાળા ખાણી પીણીનો ધંધો કરતા હતા. કદાચ આ કામ ચલાઉ હશે. પણ તે ક્ષમ્ય નથી.
સરકાર શું કરી શકે?
મેડીકલ તો મફત જ હોવું જોઇએ. મેડિકલટ્રીટમેન્ટના વીમાવાળી વાત એક એજન્સી વધારવાની વાત છે. એટલે કે જમવામાં એક સંસ્થાનો ઉમેરો. મેડીક્લેમની જોગવાઈએ હોસ્પીટલોના બીલ આસમાને પહોંચાડી દીધા છે અને ખાયકી વધારી દીધી છે.
દરેક વ્યક્તિનો મેડીકલ ઈતિહાસ ફરજીયાત હોવો જોઇએ. અને જેમ ઈન્કમ ટેક્સ વાળા પાન-કાર્ડ દ્વારા અને ઈન્કમટેક્સ રીટર્ન દ્વારા જનતાના અને કંપનીઓના નફા ઉપર નજર રાખે છે તેમ દર્દીને થયેલી ચિકિત્સાની બધી જ વિગત ઉપચારો, દવાઓ, ચિકિત્સકો, રૂપીયા આના પાઈ અને વિડીયો ક્લીપ સહિત કેન્દ્રસ્થ રહેવી જોઇએ. જે કોઈ ચિકિત્સક જે કંઈ ચિકિત્સા કરે જે કંઈ ચાર્જ કરે તે બધું જ તેણે અપલોડ કરવું જોઇએ. આને માટે એક સોફ્ટવેર અને પ્રણાલી બનાવી શકાય. મેડીકલ કાઉન્સીલ આનું અમુક ટકામાં અવલોકન કરે. અને અથવા જો દર્દીને કે તેના સંડોવાયેલા સગાંને ચિકિત્સાની યોગ્યતા, ગુણવત્તા અને ચાર્જ વિષે ચેક કરવા જેવું લાગે તો મેડીકલ કાઉન્સીલનો અભિપ્રાય માગી શકે. મેડીકલ કાઉન્સીલ તેનો ચાર્જ લઈ અભિપ્રાય આપે અને જો તેમાં ક્ષતિ લાગે તો તે ચિકિત્સાલય અને ચિક્તિત્સકને દંડી શકે.
આપણે પોતે શું કરી શકીએ?
રોગ ન આવે તેવી જીવન શૈલી રાખો. આ તો શિખામણ થઈ. આ કેવી રીતે પળાય?
હવાઃ ડમરો વાવો. તુલસી વાવો. અને કડવા લીમડાનો ધુમાડો થોડો કરો.
પાણીઃ પાણી થી જ મોટા ભાગના રોગ થાય છે. જાડા કપડાથી ગાળેલા પાણીમાં ફટકડી ફેરવો. જંતુ થકી થતા રોગો સામે રક્ષણ મળશે. પાણીને ઉકાળો અને ઠરવા દો. કેટલાક ક્ષાર અદ્રાવ્ય થશે અને નીચે બેસી જશે. ક્ષાર હશે તો પથરી સામે રક્ષણ મળશે નહીં. તે માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો પણ છે. લીંબુના ટીપાં, મધના ટીપાં અને કકોણું પાણી ના મિશ્રણમાં તજનો પાવડર એક નાની ચમચી નાખો અને તેનું નીત્ય સેવન કરો.
પાણી દિવસ દરમ્યાન ચાર લીટર તો પીવું જ જોઇએ. સવારે ઉઠીને તૂર્ત જ ચાર કપ પાણી પીવો. અર્ધા કલાક પછી ચા કે ગરમ દૂધ પીવો. કલાક પછી બીજા ત્રણી ચાર કપ પાણી પીવો. સવારે ચાલવા જાવ કે કસરત કરો. દર બે કલાકે બે કપ પાણી પીવો.
કુદરતી આહારઃ જુના જમાનામાં કોઈ બહારનું જમતા નહીં. સૌ કોઈ ભાથું લઈને જતા. આજે પણ ઘણા લોકો ટીફીન-ડબ્બો લઈને જાય છે. ઘરે જ રાંધેલું જમો. જો તમે એકલા હો કે બેકલા રાધવાનું શીખી લો. ખીચડી, ભાખરી અને શાક એ સહેલી વાનગીઓ છે અને પૌષ્ટિક પણ છે. જો આ વાનગીઓ ન ભાવતી હોય તો ભૂખ્યા રહો. જ્યારે ખૂબ ભૂખ લાગે અને જ્યારે એવું લાગે કે હવે તો જમ્યા વગર રહેવાશે જ ત્યારે આ ખીચડી, ભાખરી અને શાક ખાવ. ભૂખ્યા થાવ અને ખાવ. બધી ટેવ પડશે.
શ્રેષ્ઠ શાકઃ કોઈપણ શાક લો. તેના કટકા કરો. છાલ કાઢવી હોય તો કાઢો અને ન કાઢવી હોય તો ન કાઢો. તેને સોલર કુકરમાં પાણીમાં બાફો. પછી તેમાં થોડું મીઠું નાખો અથવા ન નાખો. એક વાનગી તરીકે સવારે કામે જતી વખતે ખાવ અથવા લંચમાં ખાવ. ટેવ પડશે તો તેના વગર ચાલશે નહીં.
ફળાહારઃ જો ડાયબીટીસ ન હોય તો બધાં જ ફળો ખાઈ શકાય. સવારે બ્રેકફાસ્ટમાં ૫૦ થી ૧૦૦ ગ્રામ ફળ ખાવ. મનુષ્યનો ખોરાક વાસ્તવમાં અનાજ છે જ નહીં. માંસાહાર ની તો વાત જ ન કરશો. કારણ કે મનુષ્યનું શરીર જેમકે નખ, દાંત અને હોજરીની રચના માંસાહારી પ્રાણીઓથી અલગ છે. આમ તો અનાજ પણ મનુષ્ય માટે નથી. અનાજ ઢોર માટે છે. મનુષ્ય બહુ બહુ તો પોંક ખાઈ શકે. રસાદાર ફળો અને મેવા સીંગદાણા, બદામ, આલુ, અખરોટ, તલ, વિગેરે જેવા પોચાં ઉત્પાદનો મનુષ્ય માટે યોગ્ય છે. મનુષ્યને દાઢો આપી હોવાથી તે ખૂબ ચાવીને આ બધું કાચું જ પચાવી શકે છે. અનાજ અને ફળ વચ્ચે ભેદ પાડવાનો હેતુ જ એ છે કે અનાજ અકુદરતી આહાર છે. પણ અગ્નિનો ઉપયોગ મનુષ્યને આવડ્યો એટલે તે અનાજને પાચ્ય બનાવી શક્યો છે. આ જ વાત માંસને લાગુ પડે છે. પણ આ બંને વગર મનુષ્ય ચલાવી શકે. અને કામ કરતાં કરતાં સો વર્ષ જીવી શકે. (કુર્વન્નેવ હિ કર્માણી જીજીવિષેત્ શતંસમા – ઈશાવાસ્ય ઉપનિષત્).
શાક ભાજી અને ફળાહાર દ્વારા રોગમુક્તિના ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.
કાન્તિભાઈ શાહ દ્વારા લિખિત કુદરતી ઉપચારનું પુસ્તક પણ ઉપલબ્ધ છે.
ઉપવાસ અકસીર ઈલાજ છે.
ધારો કે માંદા પડ્યા. તો બે થી ચાર નકોરડા ઉપવાસ કરી નાખો. કુદરતી ઉપચાર કરો. ગાંધીજીએ પાણી અને માટીના ઉપચારો સૂચવ્યા છે. કાન્તિભાઈ શાહે કુદરતી ઉપચારો સૂચવ્યા છે. આયુર્વેદે જડીબુટ્ટીના ઔષધો સુચવ્યા છે.
જો થોડા સમયમાં રોગ ન મટે તો પછી એલોપથીના ડોક્ટરકાકા તો છે જ.
મનુષ્યનું આયુષ્ય લગભગ નિશ્ચિત છે. આ આયુષ્ય તમારા માતાપિતાના આયુષ્યથી પાંચ થી પંદર વર્ષ આઘું પાછું થઈ શકે છે. જો ખરાબ આદતો હોય તો આયુષ્ય ઘટે.
એક વાત સમજવાની છે કે આપણું શરીર શું છે? તે સમજીને તેની કાળજી લો.
બાહ્ય અંગોઃ બાહ્ય અંગો જેમકે ચામડી, આંખ, કાન, નાક અને દાંત. તેની સ્વચ્છતાની કાળજી લો.
પાચન તંત્રઃ કુદરતી આહાર, ઉપવાસ અને પાણી દ્વારા તેને સ્વચ્છ રાખો
લોહી અને કીડનીઃ સ્વચ્છ, પૂરતું પાણી અને લીલી હળદર લોહીને સ્વચ્છ રાખે છે.
માંસપેશીઓ અને નસોઃ વ્યાયામ અને શ્રમ નસોને તંદુરસ્ત રાખે છે.
ફેફસાં અને લોહીની નળીઓઃ કફ અને કોલેસ્ટ્રલ ન થાય તેવો આહાર લેવો. પ્રાણાયમ કરવાથી ફેફસાં ચોક્ખાં રહે છે.
ન્યુરોન અને જ્ઞાન તંતુઓઃ મગજને સક્રીય રાખવાથી એટલે કે જ્ઞાન પ્રાપ્તિથી તેઓ પણ તંદુરસ્ત રહે છે.
સમગ્ર શરીર કોષોનું બનેલું છે. આ બધા કોષ તેમને મળતા પ્રાણવાયુને કારણે જીવિત રહે છે. લોહી, દરેક કોષને પ્રાણ વાયુ પહોંચાડે છે. પ્રાણાયમ એ શ્વાસ-ઉચ્છવાસની કસરત છે. જો તમે લાંબો ઉચ્છવાસ કરો તો તમે લાંબો શ્વાસ પણ લઈ શકશો. લાંબા શ્વાસોચ્છવાસ દરેક કોષને વધુ ઓક્સીજન પહોંચાડે છે. તેથી કોષ સક્રીય રહે છે. આ કારણથી શરીરની દરેક ક્રીયાઓની કાર્ય શક્તિ વધે છે. એટલે જ પાતંજલીએ સૌ પ્રથમ શ્લોક એમ આપ્યો છે કે “યોગઃ કર્મષુ કૌશલમ્”. આપણું સમગ્ર શરીર કોષોનું બનેલું હોય છે. બધા જ કાર્યો જાતજાતના કોષોના સમૂહો કરતા હોય છે. એટલે યોગ કરવાથી સૌ કોષો પોતાનું કામ સારી રીતે કરી શકે છે અને તેથી કાર્યમાં કુશળતા આવે છે.
યોગ વિષે બીજી અફવાઓમાં પડવું નહીં. યોગ કરવાથી ચમત્કારો થઈ શકે છે તે બધા ગપગોળા છે. જીવન આનંદ માટે છે. એટલે બીજાને કાયદેસર નુકશાન કર્યા વગર આનંદ થી જીવો.
વિચારો, મન અને બુદ્ધિઃ આપણને જે ગમે તે મન અને એ ગમાડવામાં આપણે જે નિર્ણય લઈએ અને સ્વિકારીએ તે સ્મૃતિ અને મગજ. આ સૌ કોષોનું બનેલું છે. વારંવાર (અભ્યાસ દ્વારા) કરવા થી તેને કેળવી શકાય. આમ તો આપણું શરીર કોષોનું બનેલું છે અને કોષો રસાયણના બનેલા છે. આ રસાયણોમાં થતા ફેરફારો આપણા વિચારો અને ખોરાક ઉપર આધાર રાખે છે અને રસાયણો પણ આપણા મન અને વિચારો ઉપર અસર કરેછે. આ અરસ પરસનો સંબધ છે.
તમે કહેશો કે આમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ક્યાં આવ્યો?
બીજા ક્રાઈમોમાં આપણો હિસ્સો કે જવાબદારી ચાર ટકા થી વધુ હોતી નથી. જોકે ઘણા નિરાશાવાદીઓ તેમાં પણ જનતાનો વાંક જુએ છે. પણ એ બધા ગુનાઓ તો સરકાર પોતાની ફરજ બજાવીને આપણને સુધારી શકે પણ આપણી તંદુરસ્તી માટે આપણે કમસે કમ ૨૫ ટકા થી ૭૫ ટકા તેથી વધુ ગુનેગાર છીએ. એટલે કે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં આપણે આપણી બેવકુફીથી સામેલ છીએ. જેમકે લોટરી ની ટીકીટ ખરીદવી કે ન ખરીદવી તે માટે આપણે ૧૦૦ ટકા જવાબદાર છીએ. તેમ આપણે આપણી તંદુરસ્તી માટે તો કમસે કમ ૨૫ટકા જવાબદાર છીએ.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ મેડીકલ કાઉન્સીલ, આરોગ્ય, ખાણીપીણી, લારી, ગલ્લા, ખૂમચા, શાકભાજી, હપ્તા, સરકારી, ગંદકી, હવા, પાણી, ખોરાક, શ્વાસોચ્છવાસ, યોગ, કુશળતા, કોષ, શોપીંગ, સંકુલ, વિચાર, મન, બુદ્ધિ, જવાબદાર
કાયદાનું પાલન? હા … હા … હી … હી … હુ … હુ…
Posted in Uncategorized, tagged અકસ્માત, કાયદા, કેટેગરી, ઢીશુમ્ ઢીશુમ્, નહેરુવંશી, પાલન, પોલીસ, મૃત્યુ, લગતા વળગતા, સરકારી on November 10, 2012| Leave a Comment »
સવાલઃ તમે કેટલો ઇન્કમટેક્સ ભરો છો?
જવાબઃ ઓછામાં ઓછો. (કાયદેસર શબ્દ અધ્યાહાર છે).
કાયદો એટલે શું?
જે પાળવાનો હોય તે કાયદો.
પણ કાયદાની ઘણી કેટેગરીઓ હોય છે.
કાયદા જે કદી પાળવા માટે હોતા નથી.(પોલીસની હાજરી વગરના ટ્રાફીક સીગ્નલો)
કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ પકડાઈ ન જવાય તેમ ન પાળો (લાયસન્સ વગરના કામો)
કાયદા પાળવા હોય તો પાળો અને ન પાળવા હોય તો ન પાળો (પ્રોપર્ટીની લે વેચની ખરી કિમત)
કાયદા ન પાળવા હોય તો ન પાળો (જાહેર સ્વાસ્થ્યને લગતા)
કાયદા ન પાળવા હોય તો લાગતા વળગતાને પૈસા ખવડાવતા રહો અને કાયદા ન પાળો (સરકારી જમીન ઉપર કામચલાઉ દબાણ)
કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ લાગતા વળગતાઓને ઠીક ઠીક પૈસા ખવડાવો, તો લાગતા વળગતાઓ તમારો કૉર્ટમાં બચાવ કરશે. (ગેરકાયદેસર બાંધકામ),
કાયદા ન પાળવા હોય તો ન પાળો પણ લાગતા વળગતાઓને ભાગીદાર બનાવો અથવા તેમની અંગત શરતોને માન્ય રાખો, લગતા વળગતાઓ તેને મંજુરી આપી દેશે (વિદેશી બેંકોમાંના પૈસા),
કાયદા પાળવા જ પડશે. (લાગતા વળગતાની સામે પડ્યા છો?)
કાયદેસર જ બધું કરવું છે? અને અમે એવા લાગતાવળગતાઓ પાસે થી મફતમાં જ કામ કરાવી દેશને પ્રગતિને રસ્તે ચડાવવો છે? (ઢીશુમ્ ઢીશુમ્) (ન્યુઝ લાઇન અકસ્માતે મૃત્યુ)
કાયદો તો પળાય જ કેમ? (ફક્ત નહેરુવંશીઓ અને તેમના ખાસમખાસ ભક્તો)
શિરીષ મોહનલાલ દવે
કટોકટી એ વૉટબેંકનીતિ હતી કે વિકાસનીતિ હતી?
Posted in માનવીય સમસ્યાઓ, tagged અંધકાર યુગ, અદાલત, અફવા, ઈન્દીરા, કટોકટી, કેશુભાઈ, નરેન્દ્ર મોદી, નિસ્ફળતા, નીચા નમો, બાબા ગાડી, વોટ, સરકારી, સાષ્ટાંગ દંડવત, સેન્સર on June 25, 2012| Leave a Comment »
દરેક દેશને કાળો યુગ આવે છે. પછી ભલે તે દેશ કોઈએક સમયે કે મોટાભાગના સમય માટે ગમે તેટલો મહાન વિકસિત, વિદ્વાન અને ઉત્તમ રાજનીતિ વાળો કેમ નહોય.
ભારતની સમાજવ્યવસ્થા ખામીવાળી હતી પણ તે વિકેન્દ્રિત, એકમેકને પૂરક અને વ્યવસ્થિત હતી તેથી ઔરંગઝેબના સમયસુધી ઠીક ઠીક સફળ રીતે ચાલી. જોકે કેટલાક લોકો સનાતનધર્મ ઉપરના પ્રેમને કારણે કે મુસ્લિમ અને ખ્રીસ્તી ધર્મના લોકોએ કરેલા કથિત અત્યાચારોને કારણે ભારતના સુવર્ણયુગનો અંત અને ગુલામીની શરુઆત મહમ્મદ ગઝનીના સમયથી એટલે કે ૧૧મી સદીથી ગણી લે છે.
એમ તો કેટલાક પાશ્ચાત્ય વાદીઓ સિકંદરે પોરસને હરાવ્યો ત્યારથી ભારતને હારની પરંપરા વાળો ગણી લે છે. પણ એની ચર્ચા આપણે નહીં કરીએ.
જેઓ અહીં આવ્યા અને ભારતને પોતાનો દેશ ગણ્યો અને રાજ કરીને તેનો વિકાસ પણ કર્યો તેના રાજમાં આપણે ગુલામ હતા તે વાત સ્વિકારી ન શકાય. જો આમ ન માનીએ તો અમેરિકા આજે ઈન્ડોનેસીયાનું ગુલામ કહેવાય કારણ કે ઓબામા ઈન્ડોનેસીયાના મુસ્લિમ છે.
પૃથ્વીના ઈતિહાસનો અર્વાચિન યુગ પણ ભારતનો કાળો યુગ
આપણી ગુલામી અને કાળાયુગનો પ્રારંભ મોગલ સામ્રાજ્યના અંતની સાથે થયો. સાંસ્કૃતિક અને આર્થિક રીતે ગુલામી અંગ્રેજોના શાસનથી આવી. અને કદાચ તે હજુપણ ચાલુ છે. વૈચારિક અને નૈતિક કંગાળતા તો નહેરુવીયન શાસન જ લાવ્યું.
૧૯૬૯માં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી જેવા વૈચારિક રીતે પ્રતિકૃતિવાળા બે ત્રણ ગાંધી જો સાથે આવે તો જ આપણને આ અંધાકાર યુગમાંથી કદાચ બચાવી શકે.
ચીન સાથેના પરાજય પછી જવાહાર નહેરુની ખુરસી ડગમગવા માંડી અને તેમણે સીન્ડીકેટની રચના કરી.
આ રચનાનો હેતુ એજ હતો કે ભારતની વિદેશ નીતિના રહસ્યો દબાયેલા જ રહે અને તેના હાડપિંજરો કદી બહાર જ ન આવી શકે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વડાપ્રધાનનું પદ વંશપરંપરાગત બને. આ એક અનીતિ હતી. લોકશાહીમાં વંશવાદની અભિલાષા ન રાખી શકાય. પણ દેશના અંગ્રેજી સમાચાર પત્રોને ભારતીય સાંસ્કૃતિક ધરોહરમાં રસ ન હતો. અર્થહીન પાશ્ચાત્યવાદો જેવા કે મુડીવાદ, ઉપભોગતાવાદ, પ્રબંધક સમાજવાદ, સામ્યવાદ, વિગેરે તેમને માટે પ્રકાશના કેન્દ્રો હતા.
તેમને માટે અને નહેરુમાટે પણ, ગાંધીજીનો ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત સર્વોદયવાદ પોથીમાંના રીંગણા જેવો હતો. ગાંધીજી ખુદ તેમને માટે પોથીમાંના રીંગણા જેવા હતા. ચૂંટણી વખતે ગાંધીજી ગાજરની પીપુડી હતા. દેશી એટલે કે વર્નાક્યુલર સમાચાર પત્રોના માલિકોને જવાહરલાલના નામની શરમ નડતી હતી. કારણ કે જવાહરલાલ ની, સ્વાતત્ર્યની ચળવળમાં કારકિર્દી ઉલ્લેખનીય હતી.
તિબેટ-ચીન-રશીયા-બર્મા સાથેના સંબંધો, અર્થનીતિ, બિનજોડાણવાદની નીતિ, સમાજવાદી સમાજરચના, લોકશાહી સમાજવાદી સમાજ રચના, પંચશીલ વિગેરે એવા વિષયો હતા કે જેમાં સામાન્ય માણસોને કંઈ ગમ ન પડે અને મોટાભાગના અખબારી કટારોના મૂર્ધન્યો પણ ગોથાં ખાય. મૂળમાં આ બધું તાત્વિક વધુ અને આચારમાં દુધ-દહીં જેવું હતું.
સ્વતંત્ર ભારતની અંધકાર યુગની ઘોર રાત્રીના મંડાણ.
પણ ઇન્દીરા ગાંધીના આવ્યા પછી એક નવું તત્વ રાજકારણમાં ઉમેરાયું જે હતું રાજકીય મૂલ્યોનો પ્રત્યક્ષ વિનાશ. દલીલ વગરનું અને તથ્યવગરનું વાગ્યુદ્ધ. કોઈપણ ભોગે સત્તા. પક્ષપલ્ટો કરવો અને અથવા કરાવવો. લાલચો આપવી. વિશ્વાસઘાત કરવો. લાંચ લેવી. લાંચ આપવી. કામ ન કરવું. પૈસા આપી ટોળાં એકઠા કરવા. ટ્રકોમાં લોકોને લઈ જવા. વિરોધીઓને ખોટી રીતે હેરાન કરવા. અફવાઓ ફેલાવવી. નામવગરના અર્થઘટનો કરવાં. આ દરેક દુરાચારોના પ્રસંગો ઈન્દીરાગાંધીની ખુદની બાબતમાં પણ લખી શકાય એમ છે.
આવું બધું જ્યારે રાજકીય સફળતાના મૂળમાં હોય ત્યારે દેશ પાયમાલ ન થાય તો શું થાય?
૧૯૭૦ માં ઈન્દીરાએ કેન્દ્રમાં નિરપેક્ષ સફળતા મેળવી. ૧૯૭૧માં રાજ્યોમાં નિરપેક્ષ સફળતા મેળવી. આ સફળતા તો એવી કે મુખ્ય મંત્રીઓની નીમણૂંક પણ ઈન્દીરા ગાંધીની આજ્ઞા પ્રમાણે થાય. આટલા મોટા જનાધાર અને આપખુદી હોવા છતાં પણ દેશ પ્રગતિને બદલે પાયમાલ થવા માંડ્યો.
આનો પ્રતિકાર સૌપ્રથમ ગુજરાતમાં થયો. એમ કહી શકાય કે તેનું પ્રથમ દર્શન પુરષોત્તમ ગણેશ માવલંકર ના ચૂંટણી યુદ્ધથી થયું. ૧૯૭૨ માં ઈન્દુલાલ યાજ્ઞિકના અવસાનથી ખાલી પડેલી લોકસભાની બેઠક માટે પી.જી.માવલંકરે અપક્ષ ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું. સંસ્થા કોંગ્રેસે તેમનું સમર્થન કર્યું. ૧૯૭૧માં તો ગુજરાતમાં ચારે બાજુ ઈન્દીરા કોંગ્રેસનો જયજયકાર હતો. વિધાન સભામાં ઈન્દીરા કોંગ્રેસને ૧૬૪માંથી ૧૪૦ સીટો મળેલી. જોકે લોકોને અસંતોષ હતો. પણ “ગરીબી હઠાવો”ના નારાએ અને હોદ્દાઓની ખેરાત કરવામાં ઇન્દીરા ગાંધીએ દલિત નેતાઓને ન્યાલ કરેલા, એટલે દલિત લોકોમાં ભ્રમ ઉભો થયેલો કે “આ ગમિષ્યતિ યત્ પત્રં, તત્ તારિષ્યતિ અસ્માન્”.
પંચતંત્રની એક વાતમાં ચાર મુર્ખ પંડિતોની વાર્તા આવે છે. જેમાં નદી ઓળંગવાનો પ્રસંગ ઉભો થાય છે. એક પંડિત પોથી ઉઘાડીને વાંચે છે કે જે પાંદડું આવશે તે તમને તારી દેશે.. અને એક પાંદડું તરતું તરતું આવે છે તેના ઉપર એક પંડિત કુદી પડે છે.
હવે આપણા દેશના ગુજરાત સહિતના મૂર્ધન્યો જ જો, ઈન્દીરા ગાંધીની “મારા બાપાને પણ આ લોકો કામ કરવા દેતા ન હતા” એવી વેતા વગરની વાતોમાં આવી જાય અને તાબોટા પાડે તો ગુજરાતની ગરીબ પ્રજાને શું ગમ પડે! તેમને તો એમ જ હતું કે હવે તો આપણે પણ બે પાંદડે થાશું.
આમ તો આવાત “આજની ઘડી અને કાલનો દી” જેવી હતી. ઈન્દીરા ગાંધીના કરતાં વધુ કર્મનિષ્ઠ અને વધુ હોંશીયાર એવા તેના પિતાશ્રી જવાહર લાલ નહેરુએ પણ આવી જ પ્રતિજ્ઞાઓ લીધેલી. અને આ બધી “જલે લિખિતં અક્ષરં” (પાણી ઉપર લખેલા પ્રતિજ્ઞાપત્ર) જેવી સાબીત થયેલી. જેવી કે “ચીને કબજે કરેલો ભારતીય પ્રદેશ પાછો મેળવ્યા વગર જંપીને બેસીશું નહીં” એ પ્રતિજ્ઞા ભારતીય સંસદ સમક્ષ તેમણે અને તેમના પક્ષે લીધેલી હતી. ભારતના અખબારી મૂર્ધન્યો નહીં તો કમસે કમ ગુજરાતના અખબારી અને સાહિત્યિક મૂર્ધન્યોએ તો આવી પ્રપંચી પ્રતિજ્ઞાઓ ને સમજી જવા જેવી હતી. પણ ઈન્દુલાલ યાજ્ઞિક જેવા પણ દુર્ભાગ્યના માર્યા જો ઈન્દીરા કોંગ્રેસમાં ભળી જાય તો ગરીબોનો તો વિશ્વાસ બંધાય જ ને! હવે આ ઈન્દુલાલ યાજ્ઞિક જેઓ આખી જીંદગી કોંગ્રેસને ફીટકારતા રહ્યા હ્તા, તેઓ તેમની જીવન યાત્રાની અંતિમ ક્ષણોમાં ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયા, તેનાથી વધુ રાજકીય મૂલ્યોના હ્રાસ ની વાત બીજી કઈ હોઈ શકે?
મહમ્મદ ગઝની અને તૈમૂરલંગના સેનાપતિઓને હરાવી શકાય છે.
મોરારજી દેસાઈ અને તેમના સાથીઓ ઈન્દીરા ગાંધીની કાર્યશૈલીને ઓળખતા જ હતા. અને ગુજરાતી સુજ્ઞ જનો પણ સમજી ગયા કે નહેરુવીયન કોંગ્રેસમાં નીતિમત્તાના મામલે ખાટલે મોટી ખોડ છે. તે વખતે અખબારો નહેરુવીયન કોંગ્રેસના આંતર વિગ્રહની વાતોને છૂપાવવામાં માનતા ન હતા કારણ કે તેમાટે તેમને કદાચ પૈસા મળવાનું ચાલુ થયું નહીં હોય. તેથી ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસની આંતરવિગ્રહની વાતો છાપે ચડવા માંડેલી. એમાં વળી અમદાવાદની લોકસભાની બેઠકની ચૂંટણી આવી અને પી. જી. માવલંકર આ ચૂંટણી ૨૦૦૦૦ મતે જીતી ગયા એટલે શહેરી જનતાના જીવમાં જીવ આવ્યો કે તૈમૂરલંગના સેનાપતિને પણ હરાવી શકાય છે.
નવનિર્માણનું આંદોલનઃ
નહેરુવીયન કોંગ્રેસની શાસકીય અણઅવડત છતી થવા માંડી અને અખબારોએ સાથ આપ્યો એટલે નવનિર્માણનું આંદોલન શરુ થયું. પી.જી. માવલંકરે અને ગુજરાતના સાહિત્યિક મૂર્ધન્યોએ આ આંદોલનને સાથ આપ્યો. રાજકારણથી સામાન્ય રીતે દૂર રહેનારા ગુજરાતી સર્વોદય કાર્યકરો અને સર્વોદય ઉપર શ્રદ્ધા ધરાવતા નેતાઓ પણ આ આંદોલનમાં ભળ્યા. “૧૪૦ કોણ છે, ઈન્દીરાના ચમચા છે” જેવા અનેક સૂત્રો સાથે આંદોલનની પરાકાષ્ઠા આવી અને નહેરુવીયન કોંગ્રેસી મુખ્યમંત્રીએ રાજીનામુ આપ્યું.
પણ જનતાને વિધાન સભાના વિસર્જનથી ઓછું ખપતું ન હતું એટલે આંદોલન વ્યાપકરીતે ઘણું આગળ ચાલ્યું. જોકે આ નહેરુવીયન કોંગ્રેસે ઘણા ગોળીબારો કર્યા અને સો થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. અંતે ઈન્દીરાગાંધીએ વિધાન સભાને સુસુપ્ત કરી. પણ તેથી જનતાને સંતોષ ન થયો કારણ કે જનતા ઈન્દીરા ગાંધીના જુઠાણાઓને જાણતી હતી. જનતાએ વિધાનસભાના સભ્યોના રાજીનામા માંગવા માંડ્યા. મોરારજી દેસાઈ જે કોંગ્રેસમાં હતા તે કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસને નામે ઓળખાતી હતી. કોંગ્રેસ(સંસ્થા)ના સભ્યોએ તો તૂર્ત જ રાજીનામા આપી દીધા. જનસંઘના સભ્યોએ પણ રાજીનામાં આપ્યા. અને ન છૂટકે કેટલાક નહેરુવીયન કોંગ્રેસી સભ્યોએ પણ રાજીનામાં આપ્યાં. પણ ઇન્દીરા ગાંધીની ઈચ્છા હતી કે વિધાનસભાનું વિસર્જન ન કરવું. સમય વ્યતિત કરવો. કાળક્રમે બધું બધું ટાઢું પડે એટલે વિધાનસભાની ખાલી સીટોની ચૂંટણી કરાવી લેવી.
ઈન્દીરા ગાંધીએ અવાર નવાર “નવનિર્માણ આંદોલન”ના નેતાઓને દિલ્લી તેડાવેલા. લાલચો આપેલી. પણ સદભાગ્યે કોઈ વિદ્યાર્થી નેતા ટસના મસ થયા ન હતા. સંભવ છે કે ગણ્યાગાંઠ્યા કોઈ ઈન્દીરાની વાતમાં આવી ગયા હોય પણ બીજા નેતાઓના પ્રબળ વિરોધને કારણે તેઓ કોઈ ફૂટ્યા નહીં. આવું એટલા માટે કહેવું પડ્યું કે એક બે નેતાઓ એ કહ્યું હતું “જેને નવનિર્માણનું આંદોલન પાછું ખેંચવું હોય તે ખેંચી લે. ભલે હું એકલો રહી જાઉં. હું મરતાં સુધી આ આંદોલન ચલાવતો રહીશ અને કોંગ્રેસ (આઈ) સામે એકલો એકલો લડતો રહીશ.” જો કે સખેદ કહેવું પડે કે આજની તારીખમાં કેટલાક નવનિર્માણીય નેતાઓ ઈન્દીરાઈ કોંગ્રેસને શોભાવી રહ્યા છે. પણ જેઓ જેલમાં ગયેલા અને પરિપક્વ હતા તેઓ પણ જો આ જે ઈન્દીરાઈ કોંગ્રેસને પ્રત્યક્ષ કે પરોક્ષરીતે શોભાવી રહ્યા હોય તો આ નવનિર્માણ ખ્યાત નેતાઓ પોતાની તત્કાલિન પ્રસિદ્ધિને “કૅશ કરે” તો તેમને તેમના આવા પરિપેક્ષ્યમાં જોવા જોવા જોઇએ.
આવું બધું ભવિષ્યમાં ન થાય તેમાટે, તે સમયે પીજી માવલંકરે એક પક્ષ બનાવવાની અગમ બુદ્ધિની વાત કરેલી. પણ તે વખતે વિદ્યાર્થી નેતાઓ ઉપર “પક્ષ હીન” રાજકારણનું ભૂત સવાર થયેલું. એટલે કોઈએ તેમની વાત માની નહીં. પક્ષનું મોવડી મંડળ, પક્ષના સભ્યોની પૂંછડીને પકડીને અંકૂશમાં રાખી શકે તે કોઈના ધ્યાન માં ન આવ્યું. જો પક્ષનું મોવડી મંડળ નીતિમાન હોય તો તે પોતાના પક્ષના લાલચુસભ્યોને અંકૂશમાં રાખી શકે છે. આ વાત પક્ષીય રાજકારણનું એક હકારાત્મક પાસું છે. જો પક્ષને નીતિના સિદ્ધાંતો ન હોય તો ખાઉકડ સભ્યોથી જ લોકસભા/વિધાન સભા ખદબદી ઉઠે. જે આપણે હાલ કેન્દ્રમાં ભરપૂર માત્રામાં જોઇએ છીએ. આ વિષય લાંબી ચર્ચા માગી લે છે. આ બ્લોગનો આ વિષય નથી.
મોરારજી દેસાઈ, આ બધી નહેરુવંશીય ફરજંદોની ચાલબાજી જાણતા હતા. એટલે તેઓ વિધાનસભાના વિસર્જન માટે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય નેતા હતા. એટલે આખા દેશમાં ભારે ઉહાપોહ થયો. ઈન્દીરા ગાંધી એ બેહદ ખંડિત અને નિષ્પ્રાણ વિધાન સભાને વિસર્જીત ન કરી પણ મોરારજી ની તબિયત લથડી એટલે ટીકા થવા માંડી. અંતે ઈન્દીરા ગાંધીએ ન છૂટકે વિધાનસભાનું વિસર્જન કર્યું. વિધાન સભાના વિસર્જન પછી ઇન્દીરા ગાંધીની ઈચ્છા ન હતી કે ગુજરાતમાં ફરીથી ચૂંટણી યોજાય. ગુજરાતની ચૂંટણીમાં વિલંબ થવા લાગ્યો. એટલે ફરીથી મોરારજી દેસાઈ આમરાંત ઉપવાસ ઉપર ઉતર્યા. તેમની તબિયત લથડી. અંતે ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાહેર થઈ. જનતા મોરચાના નેજા હેઠળ બધા વિરોધ પક્ષો ભેગા થયા. ચિમનભાઈ પટેલે “કિમલોપ” નવો પક્ષ રચ્યો. તેઓ પોતે હારી ગયા પણ તેમના પક્ષે જનતા મોરચાને બેઠકોની બાબતમાં નુકશાન કર્યું. જનતા મોરચો નહેરુવીયન ઈન્દીરાઈ કોંગ્રેસથી થોડોક જ આગળ નિકળી શક્યો. કોંગ્રેસ નામશેષ ન થઈ તેનું મૂખ્ય કારણ તેની જાતિવાદી ભેદભાવ ઉત્પન્ન કરવાની નીતિ હતી. પણ સરવાળે જનતા મોરચાના નેતા બાબુભાઈ જશભાઈ પટેલ સરકાર રચી શક્યા. ઈન્દીરાના પેટમાં તેલ રેડાયું.
લોકઆંદોલન દ્વારા સરકારને ગબડાવી શકાય છે. લોક આંદોલન દ્વારા વિધાન સભાનું વિસર્જન થઈ શકે છે તે વાતથી જયપ્રકાશ નારયણને ઉત્સાહ સાંપડ્યો. પ્રાદેશિક લાભ માટે બીજા રાજ્યના લોકો ભારતમાં આંદોલનો કરતા હતા. સરકારી સાહસો ગુજરાતમાં આવતા જ નહતા. નર્મદા યોજના જેવી ૧૯૩૦ની સાલની યોજના પણ ઈન્દીરાઈ રાજકારણ થકી ટલ્લે ચડતી હતી. નવી રેલ્વે લાઈનો નખવાની તો વાત કરવા જેવી નહતી. કારણ કે “બાપુઓ”એ નાખેલી રેલ્વે લાઈનોને અપગ્રેડ કરવાને બદલે જ ઇન્દીરાઈ સરકાર તેને એક પછી એક બંધ કરતી જતી હતી. ભાવનગર તારાપુર રેલ્વે યોજના તો ટલ્લે જ ચડી ગઈ હતી. મશીન ટૂલ્સના કારખાનાનો પ્રકલ્પ પણ હવામાં ઓગળી ગયો હતો. પણ ગુજરાતે કદી આવી બાબતો માટે આંદોલન કર્યું ન હતું. પણ આ જ ગુજરાતની જનતાએ ભ્રષ્ટાચાર હટાવોનું વ્યાપક અને દીર્ઘકાલીન આંદોલન સફળતા પૂર્વક કર્યું તેથી જયપ્રકાશ નારાયણ બહુ પ્રભાવિત થયા. તેમણે દેશ વ્યાપી આંદોલન ઉપાડ્યું તેથી ઈન્દીરા ગાંધીની દેશવ્યાપી સરકાર તકલીફમાં આવી.
ઈન્દીરા ગાંધી દલા તરવાડી
ચીફ ઈલેક્ષન કમીશ્નર શ્રી શેષન જ્યાં સુધી ચીફ ઈલેક્ષન કમીશ્નર થયા ન હતા ત્યાં સુધી એટલે કે નહેરુ ઈન્દીરાના સમયમાં ચૂંટણી લક્ષી દરેક બાબતોમાં લાલીયાવાડી ચાલતી હતી. તેનો લાભ નહેરુવીયન કોંગ્રેસ પુસ્કળ લેતી હતી. ઈન્દીરાગાંધીએ પણ ૧૯૭૦ની ચૂંટણી લડવામાં અનેક ગેરરીતીઓ આચરેલી. ઈન્દીરાના પ્રતિસ્પર્ધી રાજનારયણે આ ચૂંટણીને અલ્હાબાદ ઉચ્ચ અદાલતમાં પડકારેલી. એક બાજુ જયપ્રકાશ નારાયણનું આંદોલન ચાલતું હતું અને બીજી તરફ ૨૩મી જુને અલ્હાબાદ ઉચ્ચ અદાલતનો ચૂકાદો આવ્યો. આ અદાલતે ઈન્દીરા ગાંધીની લોકસભાની સદસ્યતા ગેરરીતીઓને કારણે રદ કરી. આ ઉપરાંત ગેરરીતીઓ આચરવા બદલ ઈન્દીરા ગાંધીને ૬ વર્ષમાટે ગેર લાયક ઠેરવ્યાં.
એવું લાગે છે કે ઈન્દીરા ગાંધીને તેના જાસુસી સુત્રોથી આ આવનારા ચૂકાદાની માહિતી હશે. કારણ કે જેવો ચૂકાદો જાહેર થયો તેના ગણત્રીના કલાકોમાં દેશ ભરની દિવાલો ઉપર પોસ્ટરો લાગી ગયાં કે “ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે.” “જનતાની ઈચ્છાને માન આપીને ઈન્દીરા ગાંધી વડાપ્રધાન પદ ઉપર ચાલુ છે”. ઓલ ઈન્ડીયા રેડીયો કે જે “ઓલ ઈન્દીરા રેડીયો” તરીકે ઓળખાતો હતો તેની ઉપર દરેક રાજ્યની નહેરુવીયન કોંગ્રેસ પ્રદેશ સમિતિએ કરેલા ઠરાવો નો મારો પ્રસારિત થવા લાગ્યો કે “ઈન્દીરાગાંધીમાં પક્ષને સંપૂર્ણ વિશ્વાસ છે અને તે વડાપ્રધાન પદ ઉપર ચાલુ રછે.” ઈન્દીરા ગાંધીની આ વાત દલા તરવાડી જેવી હતી. ૨૫મીએ મધ્ય રાત્રીએ દેશવ્યાપી કટોકટી લાદવામાં આવી. અને પછી તો કોના બાપની દિવાળી. ઈન્દીરા ગાંધીની ભાટાઈ કરતા પોસ્ટરો ઉપર પોસ્ટરો લાગવા માડ્યાં.
કટોકટીના જાહેર કરેલા કારણો એ હતાં કે દેશના અહિત ઈચ્છનારાઓ લશ્કરને બળવો કરતા ઉશ્કેરતા હતા. વિપક્ષી નેતાઓ સરકારી નોકરોને કાયદાના ભંગ માટે ઉશ્કેરાતા હ્તા. વિપક્ષી નેતાઓમાં અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ પ્રજાને અશિસ્ત માટે ઉશ્કેરતા હતા. સર્વત્ર અરાજકતા ફેલાવવામાં આવી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે અને વહીવટી ક્ષેત્રે અશિસ્ત હતી. વિપક્ષી નેતાઓ વિદેશી તત્વોના હાથા બની ગયા હતા. આ બધા કારણોથી દેશમાં બાહ્ય અને આંતરિક કટોકટી લાદવામાં આવેલી.
આ કટોકટી લાદવા જે વટહુકમ તૈયાર કરવમાં આવેલો તે માટે કેબીનેટની મંજુરી લેવામાં આવી નહતી. તેને સીધો જ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદ પાસે લઈ જવામાં આવ્યો હતો. તે વખતે રાષ્ટ્રપતિ સ્નાન કરી રહ્યા હતા. એક કાર્ટૂન એ પ્રમાણે હતું કે બાથરુમના અધખુલ્લા બારણામાંથી વટહુકમના કાગળને રાષ્ટ્રપતિ તરફ અંબાવીને કાગળ ઉપર સહી લેવામાં આવેલી.
આ કટોકટી અંતર્ગત બંધારણીય અધિકારો રદ કરવામાં આવ્યા. સભા, સરઘસ કે પ્રદર્શન કે સરકાર વિરોધી કોઈપણ વાત પર સંપૂર્ણ બંધી હતી. કોઈપણ સમાચાર સરકારની ચકાસણી વગર અને મંજૂરી વગર છાપવાની બંધી હતી. તેથી સમાચારની બાબતમાં અંધારપટ હતો. વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં ઈન્દીરાઈ કોંગ્રેસની સરકાર હતી (જે ગુજરાત માં ન હતી) ત્યાં જે કોઇ પણ વિરોધ કરતા હતા તે સૌને શોધી શોધીને જેલમાં પૂરવામાં આવ્યા. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હતી. પણ ચીમનભાઈ પટેલ ઉપર તવાઈ આવી. તેમણે એક પુસ્તિકા લખેલી કે ગુજરાતના તેલીયા રાજાઓ પાસે થી ઈન્દીરા ગાંધીએ કેવીરીતે પૈસા પડાવેલ. ચીમનભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન ને કારણે મુખ્યપ્રધાનપદ ગુમાવેલું અને નવો પક્ષ રચેલ. આ પક્ષના ટેકાથી જનતા મોરચાની સરકાર ચાલતી હતી. કટોકટીમાં ચીમનભાઈએ ઈન્દીરાઈ કોંગ્રેસની ધમકીઓથી ડરી જઈને ટેકો પાછો ખેંચ્યો. એટલે બાબુભાઈ જશભાઈ પટેલની જનતા મોરચાની સરકાર ગબડી પડી. એટલે ગુજરાતમાં ઈન્દીરાકોંગ્રેસના વિરોધીઓને જેલમાં પૂરવાનો દોર ચાલુ થયો.
સરકાર કોને જેલમાં પૂરી શકે?
જેણે કોઇના જાનમાલને નુકશાન પહોંચાડવાનો ગુનો કર્યો હોય.
જે ઉપરોક્ત ગુનો કરવાની વૃત્તિ ધરાવે છે. પણ આ માટે પ્રથમદર્શી પૂરાવો પોલીસ પાસે હોવો જોઇએ.
કટોકટી માં બંધારણીય અધિકારો સ્થગિત થાય છે. પણ કુદરતી અધિકારો સ્થગિત થતા નથી. આ અધિકારો યુનોના માનવીય અધિકારોમાં આવે છે. જ્યાં સુધી કોઈ એક દેશ યુનો નો સભ્ય છે ત્યાં સુધી તે દેશે માનવીય અધિકારોનું રક્ષણ કરવું કરવું જોઇએ.
ધારોકે તમારી સરકારે કોઇને તેની તથાકથિત ગુનાઈત પ્રવૃત્તિના આરોપસર જેલમાં તો પૂર્યો છે. તો તમારે તે વ્યક્તિને તેના બંધારણીય હક્ક પ્રમાણે જણાવવું તો જોઇએ જ કે તેને કયા કારણથી જેલમાં પૂર્યો છે. હવે ધારોકે તમે તેના બંધારણીય હક્કો નાબુદ કર્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે તેને વગર ગુનાએ કે વગર પ્રથમદર્શી પુરાવાએ પણ જેલમાં પૂરી શકો. કારણ કે જો આવું થાય તો તો જીવવાનો અધિકાર પણ નષ્ટ થાય છે.
એક જગ્યાએ કોઈની ધરપકડ થઈ. એટલે એક વકીલે કોર્ટમાં કેસ કર્યો.
વકીલે કહ્યું મારા અસીલ નો શું ગુનો છે અને તે માટે પ્રથમદર્શી પૂરાવો શું છે?
પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે અત્યારે બંધારણીય અધિકારો રદ થયા છે.
ન્યાયધીશે કહ્યું; એટલે તમે શું કહેવા માગો છો?
પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે બધા અધિકારો રદ થયા છે.
ન્યાયધીશે કહ્યું કે શું તમે કોઈને મારી નાખી પણ શકો?
પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા, અમે કોઈપણ નાગરિકને મારી નાખી પણ શકીએ.
ન્યાયધીશે કહ્યું; જીવવાનો અધિકાર એ કુદરતી અધિકાર છે. એ તમે ક્યારેય છીનવી ન શકો.
પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે; અમે તો તેને ફક્ત જેલમાં જ પૂર્યો છે.
ન્યાયધીશે કહ્યું; હા પણ તેને માટે પૂરાવો હોવો જરુરી છે.
પોલીસે (સરકારી વકીલે) કહ્યું કે હા આપ કહો છો તે જરુરી હોય તો પણ, એ વાત આરોપીને બતાવવી જરુરી નથી.
ન્યાયધીશે કહ્યું કે બંધારણીય અધિકારો રદ નથી થયા. પણ સ્થગિત થયા છે. તેથી પ્રથમ દર્શી પૂરાવાઓ હોવા તો જોઇએ જ.
સરકારી વકીલે કહ્યું,; હા પણ આરોપીને બતાવવા જરુરી નથી. એટલે ન હોય તો પણ ચાલે.
ન્યાયધીશે કહ્યું; આરોપીને બતાવવા જરુરી નથી એનો અર્થ એવો નથી કે પ્રથમ દર્શી પૂરાવા ન હોય તો પણ ચાલે. તેનું અસ્તિત્વ તો હોવું જ જોઇએ. અને તે કૉર્ટને તો બતાવવા જ જોઇએ.
કૉર્ટ નક્કી કરશે કે પ્રથમદર્શી પૂરાવા યોગ્ય છે કે નહીં.
આવી તો ઘણી જ પોલીસની (સરકારની) મનમાની ની વાતો છે. ગયા વર્ષના બ્લોગને અનુસંધાનમાં વાંચો.
https://treenetram.wordpress.com/2011/07/
ધુળાભાઈ ગોત્યા ન જડે
કટોકટી દરમ્યાન ઑલ ઈન્ડીયા રેડીયો તો ઈન્દીરાઈ જાગીર હોય તેમ જ વર્તતો હતો. ઈન્દીરા ગાંધીના પૂત્રના ૪ મુદ્દાનો કાર્યક્રમ અને ઈન્દીરા ગાંધીનો ૨૦ મુદ્દાનો કાર્યક્રમ એટલે કે ૪ અને ૨૦ નો કાર્યક્રમ ૪૨૦ જેવો જ હતો. રેડીયો ઉપર આ જાહેરાત અવારનવાર આવતી; “અહા હા ધૂળાભાઈ, તમે તો કંઈ બહુ જ ખુશમાં લાગો છો?” ધુળાભાઈનો અવાજ; “તે હોઈએ જ ને! જુઓને આ ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં એય અમને પાકુ ધાબા વાળું ઘર મળ્યું છે. … અને એય … અમારે તો લીલા લહેર છે…” વિગેરે વિગેરે.
પણ ધુળાભાઈ વાસ્તવમાં કોઈ ગામમાં ગોત્યા ન જડે. પણ તમે એમ કહી ન શકો. આમ જનતા ભયભીત હતી. સૌ રાજકારણ થી ડરતા હતા. સૌને એવો ડર હતો કે લોકલ ઈન્ટેલીજન્સ વાળા ક્યાંક છૂપાઈને બેઠા હશે અને આપણી વાત સાંભળી જશે તો આપણને જેલમાં ઠોકી દેશે. રાજકારણની વાતને એક અછૂત વિષય બનાવી દીધો હતો. રાજકારણે અને તેના લગતા આંદોલનોએ દેશને કેટલું બધું નુકશાન પહોંચાડ્યું તેની અખબારી મૂર્ધન્યો ચર્ચા કરતા હતા.
સરકાર વિષે પરોક્ષ રીતે પણ બોલવામાં લોકો ડરતા હતા. વિપક્ષના લોકો તો કાંતો જેલમાં હતા અથવા તો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કટાર લેખકો પોતાની કટારો બચાવવા રાજકારણના કે સમાજ શાસ્ત્રના વિષયો છોડી, ફાલતુ વિષયો ઉપર ચર્ચા કરવા માંડ્યા હતા. કોઈપણ વિષયમાં ચર્ચા થાય ત્યારે એ વાત ખાસ ધ્યાનમાં રખાતી કે સરકારની વિરુદ્ધમાં પરોક્ષ રીતે પણ કંઈ લખાઈ જતું તો નથી ને!
એક અખબારે લખ્યું “કટોકટીને એક વર્ષ પૂરું થયું” તો તેની ઉપર સરકારી પસ્તાળ પડી. સમાચાર પત્રોના તંત્રીઓ અને માલિકો ને નમવાનું કહેલ તો તેઓ ચત્તાપાટ સાષ્ટાંગ દણ્ડવત્ નમસ્કાર કરવા લાગ્યા. જેઓ એ આવું ન કર્યું તેના કેવા હાલ કર્યા તે માટે ઉપરોક્ત ગયા વર્ષના બ્લોગપોસ્ટ ઉપર લખ્યું છે.
કેશુભાઈ હાલ ભયભીત છે કે ઈન્દીરાઈ કટોકટી માં વધુ ભયભીત હતા તેનો ફોડ પાડશે?
“હાલ બધા ભયભીત છે ભયભીત છે” એવી વાતો કરનાર કેશુભાઈ પટેલ છાસવારે બૂમો પાડે છે હાલ કટોકટી છે કટોકટી છે. સૌ કોઈ નિડર બનો. હવે વધુ સાંખી લેવાય તેમ નથી. વિગેરે વિગેરે બુમબરાડા પાડે છે. અખબારો પણ તેમની વાતને અનુમોદન આપતા હોય તેમ પાર વિનાની પ્રસિદ્ધિ આપે છે.
શું કેશુભાઈ અને અખબારોના ખેરખાંઓ કંઈ કટોકટીના સમયે ભાંખોડીયા ભરતા હોય એવડા જ હતા?
કેશુભાઈ, સુરેશ મહેતા, કે જે કોઈ તેમના સાગરીતો છે તેમને તો ખબર જ હશે જ કે “વાસ્તવિક કટોકટી ૧૯૭૫-૭૬” વખતે તેમના શા હાલ હતા? તેઓ જો વાસ્તવમાં ભાંખોડીયા ભરતા હોય તો પણ ઇતિહાસની વાસ્તવિકતાથી તેઓ અજાણ રહી શકે નહીં. કેશુભાઈ અને સુરેશભાઈ તો કડે ધડે હતા. બીજા પણ જેઓ શોરબકોર કરે છે તેઓ પણ બાબાગાડી ચલાવતા ન હતા.
કેશુભાઈએ તેમના તે સમયનો હિસાબ આપવો જોઇએ અને વિસ્તારથી કહેવું જોઇએકે તે વખતે સમાચાર પત્રોનો અભિગમ શું હતો? અને હાલ કેવો છે?. તેમણે તે વખતે કેવી હિંમત બતાવેલી અને શું કર્યું હતું?
શું તેઓ તે વખતે, હાલ કરે છે તેવા ઉચ્ચારણો કરી શકતા હતા?
શું તેઓએ હાલ કરે છે તેવા સંમેલનો કરી શકતા હતા?
ના જી જરા પણ નહીં.
આનું હાજારમા ભાગનું કરવાની પણ તેમનામાં હિમત ન હતી. તે વખતે સમાચાર પત્રોમાં સરકાર વિરુદ્ધ સાચી વાત કહેવાની પણ હિંમત નહતી. તો મોદી સરકાર વિરુદ્ધ હાલના જેવી અદ્ધર અદ્ધર ગપગોળા ચલાવવાની હિંમત તો ક્યાંથી હોય?
તે વખતે તો ઈન્દીરાની સરકારના પોલીસો ગાંધીજીના ફોટાવાળા “નિર્ભય બનો”ના પોસ્ટરો પણ ફાડી નાખતી હતી. બાબુભાઇ ની સરકાર પડી પછી તો લોકો “જનતા છાપું” વાંચવાથી પણ ડરતા હતા. ભોગીભાઈ ગાંધીએ તેમની જીંદગીની કમાણી લોકોને કટોકટીમાં નિડર બનાવવા ખરચી નાખેલી. હિંમત કોને કહેવાય તે તો કેશુભાઈએ સર્વોદયવાદીઓ પાસે થી શિખવું જોઇએ. ચૂંટણીની મોસમ આવે એટલે શોર બકોર કરવા દેડકાઓ નિકળી પડે એમ દર વખતે કેશુભાઈ અને તેમના સાથીઓ અખબારી ખભા ઉપર બેસીને નિકળી પડે છે. આ કેશુભાઈ, તેમના સાથીઓ અને અખબારોએ કટોકટીના શબ્દ ઉપર અત્યાચાર કરવો ન જોઇએ.
આપણે મૂળવાત ઉપર પાછા આવીએ.
“કટોકટી” ના સમયમાં સરકારે ફેલાવેલી અફવાઓનું જોર હતું.
“એક ફરિયાદ આવે એટલે પહેલાંતો કર્મચારીને સસ્પેન્ડ જ કરવામાં આવે છે.”
“જે ત્રણ વખત મોડો આવે તેને પણ સપ્સેન્ડ કરવામાં આવે છે.”
“જે અરજી વગર અને રજા વગર ગેરહાજર રહે તેને ડીસમીસ કરવામાં આવે છે.
“ટ્રેનો સમયસર દોડે છે.” જો ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર અને ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવે છે.”
અમદાવાદના ઈન્કમટેક્સ ટ્રાફિક સર્કલ ઉપરના ચાર રસ્તા ઉપર, દરેક રસ્તા ઉપર બંને બાજુએ એક એક પોલીસ સામસામે દોરડાનો એક એક છેડો પકડી વાહન ટ્રાફિકને લાલ લાઈટ હોય ત્યારે ઝીબ્રા માર્કીંગથી આગળ વધતો રોકતા હતા. અને લીલી લાઈટ થાય ત્યારે જ જવા દેતા હતા.
આવા દૃષ્યો જોઈને આપણા એક ગુજરાતી “તડફડ”વાળા કટાર મૂર્ધન્ય લેખક અતિપ્રભાવિત થયેલ. અને કટોકટીને બિરદાવેલ કે જુઓ કટોક્ટી છે તો પોલીસો જનતાને કેવા શિસ્તમાં રાખી શકે છે.
એટલે કે અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ પાસે ટ્રાફિકનું દોરડાઓથી નિયમન કરવા માટે કટોકટી લાદવી જરુરી હતી. હવે જે દેશમાં કટારો લખતા મૂર્ધન્યોની આ કક્ષા હોય તે દેશમાં કટોકટી લાદવાની હિંમત ગાંગલી ઘાંચણ (ઘાંચી ભાઈઓ માફ કરે. આ ફક્ત મુંહાવરાનો ઉપયોગ માત્ર છે) પણ કરી શકે.
સરકાર કે સરકારમાં બેઠેલ પક્ષનો (ઈન્દીરાઈ કોંગ્રેસનો) કોઈ વ્યક્તિ અશિસ્ત કરે એ વાત કરી શકાય જ નહીં. જગજીવન રામે ખુદ કહેલું કે જો હું કટોકટી વિરુદ્ધ બોલું તો મારે માથે જાનનું જોખમ હતું. વાતો એવી ઉડતી આવતી કે યશવંતરાવ ચવાણ (શિવાજી -૨) કટોકટીની વિરુદ્ધમાં હતા. તેમનો ભય પણ જગજીવનરામ જેવો જ હતો. પણ આવી કોઈ વાતોને લગતો કોઈપણ અંદેશો આપવાની અખબારોમાં હિમત ન હતી. કટોકટી વખતે આમ જનતાને કાને અવારનવાર અથડાતો શબ્દ હતો “ઈન્ડીસીપ્લીન” એટલે કે “અશિસ્ત”. ફક્ત પ્રજાની અશિસ્તને જ અશિસ્ત ગણવી એવો શિરસ્તો હતો.
એક દાખલોઃ
કટોકટીનું પ્રથમ વર્ષ ચાલતું હતું. મુંબઈની લોકલ ટ્રેન ટર્મીનલ સ્ટેશન ઉપર આવે એટલે લોકો બારી પાસેની સીટ લેવા દોડાદોડી કરે. એક ભાઈ એ બારીમાંથી ટોપી સીટ ઉપર નાખી. પણ તેભાઈ દરવાજેથી દાખલ થઈ બારીની પોતાની ટોપીવાળી સીટ પાસે આવે તે પહેલાં એક ભાઇ તે ટોપી હટાવીને તે સીટ ઉપર બેસી ગયા. પછી બંને વચ્ચે બોલાચાલી થઈ. ટોપી વાળા ભાઈએ બીજા ભાઈનું ગળું પકડ્યું. એટલે બીજા લોકો વચ્ચે પડ્યા. અને ટોપીવાળા ભાઇને શાંત કર્યા. અને ગળું છોડાવ્યું. જેમનું ગળું છોડાવ્યું એ ભાઇ એ પછી કહ્યું “શું અશિસ્ત આવી છે. લોકો ટોપી ફેંકીને સીટને રીઝર્વ માને છે. આવી અશિસ્ત બહુ વધી ગઈ લાગે છે. વિગેરે વિગેરે.” એટલે તૂર્ત જ બે ત્રણ ભાઈઓ બોલી ઉઠ્યા. બસ બંધ કરો. નો પોલીટીક્સ. નો પોલીટીક્સ.
પણ એ પછી એક વર્ષે લોકોનો પ્રતિભાવ બદલાઈ ગયેલ. ક્યાંક ક્યાંક “આનાબાની દૂર કરો” અને “કટોકટી હટાવો” તેવાં લખાણો રડીખડી દિવાલો ઉપર કદિક જોવા મળતા હતાં. જનતા ને ખબર પડી હતી કે કટોક્ટીએ કોઈ ચમત્કાર કર્યો ન હતો.
બીજો દાખલોઃ
ગુજરાત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. બધા મુસાફરો ગોઠવાઈ ગયા હતા. એટલે વાતચીત નો દોર ચાલુ થયો. એક ભાઇએ વાત શરુ કરી.
એક વખત નારદમુનિ વિષ્ણુભગવાન પાસે બેઠા હતા. અને તેમણે ભગવાનને પૂચ્છ્યું કે હે ભગવાન “સત્સંગનો મહિમા શો?”
એટલે ભગવાને નારદને કહ્યું તમે ફલાણા જંગલમાં ફલાણી જગ્યાએ ફલાણા વૃક્ષ ની ફલાણી ડાળી ઉપર એક કીડો છે તેને આ સવાલ પૂછો.”
નારદ મુનિ તે જગ્યાએ ગયા તે કીડાને પૂછ્યું તો તે કીડો મરી ગયો.
નારદ મુની પાછા આવ્યા અને ફરી ભગવાનને સવાલ કર્યો. એટલે ભગવાને કહ્યું કે તમે ફલાણા ગામમાં એક ગાયને વાછરડો જન્મ્યો છે તેને આ સવાલ પૂછો.
નારદમુની ત્યાં ગયા. અને વાછરડાને સવાલ પૂછ્યો. વાછરડો મરી ગયો. નારદમુની તો ત્યાંથી ભાગ્યા. અને ભગવાન પાસે આવ્યા અને કહ્યું હે ભગવન આવું થયું . મને વાછરડો કશું કહી શક્યો નથી. તમે જ મને સત્સંગનો મહિમા કહો. આ પ્રમાણે ભગવાને નારદને વાણીયાને થયેલા પુત્ર પાસે, પછી બ્રાહ્મણના ઘરે જન્મેલા પુત્ર પાસે અને રાજાને ઘરે જન્મેલા કુંવર પાસે અનુક્રમે મોકલ્યા. અને દર વખતે તાજુ જન્મેલ મરી જતું અને નારદમુનિ જાન બચાવી ભાગી છૂટતા. નારદમુની ને થયું ભગવાન મારા ઉપર નારાજ છે. એટલે તેમણે કહ્યું તમારે સત્સંગનો મહિમા ન કહેવો હોય તો ન કહેશો. પણ આવી રીતે મારી મશ્કરી ન કરો. એટલે ભગવાને કહ્યું અરે તમે તો મહા મુનિ છો અને બ્રહ્મદેવના પુત્ર છો. આમ લીધેલો સવાલ પડતો મુકો એ કેમ ચાલે. જાઓ ઈન્દ્ર રાજા તમને જવાબ આપશે.
એટલે નારદ મુનિ ઇન્દ્ર રાજા પાસે ગયા. અને પૂછ્યું સત્સંગનો મહિમા શો?
ઈન્દ્ર રાજએ કહ્યું; શું નારદજી તમે મને દર વખતે એકનો એક સવાલ કરો છો.? આ તમારા સત્સંગથી તો હું કીટકમાંથી ક્રમે ક્રમે ઈન્દ્ર થયો. એજ તો સત્સંગનો મહિમા છે.
એટલે નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પૂછ્યું ભગવાન સત્સંગનો મહિમા તો હું સમજ્યો. પણ હવે તમે મને “કુસંગ નો મહિમા કહો”
એટલે ભગવાને કહ્યું જુઓ નારદજી અત્યારે ભારતમાં સ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. તમે ત્યાં જાઓ આટલા માણસોના શા હાલ છે તે જાણી લાવો.
નારદજી ભારતમાં આવ્યા અને તપાસ કરિ તો નીચે પ્રમાણે પ્રતિભાવો મળ્યા.
ઢેબરભાઈઃ અરે એતો મહાન સંત પુરુષ છે.
જગજીવન રામઃ અરે એતો અંગ્રેજોની ગોળીથી પણ ડરતા નથી.
યશવંતરાવ ચવાણઃ અરે એતો મોરારજી દેસાઈ ના ખાસ વિશ્વાસુ છે. અને જુઓ શિવાજી-૨ તરીકે ઓળખાશે.
વિનોબા ભાવે; અરે એતો ગાંધી બાપુના માનીતા અને પ્રથમ સત્યાગ્રહી છે.
નારદજીએ આ રીપોર્ટ લીધો અને ભગવાન પાસે આવી ગયા. પછી ભગવાને કહ્યું હવે નારદજી અત્યારે ભારતમાં તમે જશો ત્યાં ૧૯૭૫-૭૫ ચાલે છે. હવે આ માણસોનો પત્તો લગાવો.
નારદ મૂની ભારતમાં આવ્યા અને એક જણ ને પૂછ્યું કે ઢેબરભાઇ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ ઢેબર. મને ઢેબરાં નથી ભાવતાં.
નારદમૂનીએ બીજાને પૂછ્યું જગજીવનરામ ક્યાં છે? જવાબ મળ્યો. કોણ પેલો જગ્ગુ. જે ઈન્દીરા ગાંધીના ઈશારાથી પણ ડરે છે? છી…
નારદમૂનીએ ત્રીજાને પૂછ્યું યશવંત રાવ ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો જે પોતાને શિવાજી-૨ તરિકે ઓળખાવતો હતો અને કહેતો હતો કે ચીનાઓને પાછા હટાવી દઈશું. અને આજે એક બૈરીથી ડરીને મૂંગો થઈ ગયો છે તે? છી…
નારદમૂનીએ ચોથાને પૂછ્યું વિનોબા ક્યાં છે? જવાબ મળ્યો કોણ પેલો સરકારી સંત. છી…
આમ નારદ મુનિને કુસંગનો મહિમા સમજાયો. કે કુસંગ કરવાથી મહાન વ્યક્તિ પણ બદનામ થઈ જાય છે.
અને આ વાત સાંભળી મુસાફરો ખૂબ આનંદ પામ્યા. વિલંબિત કટોકટીના સમયનો આ પ્રભાવ હતો.
લોકશાહીના મૂળીયાં ભારતમાં ઊંડા છે.
આ ભારત દેશ છે જેના લોકશાહીના વૃક્ષના મૂળીયાં હજારો વર્ષ જુના છે. મહાત્મા ગાંધીએ તે મરતાં મૂળીયાના વૃક્ષને નવપલ્લવિત કર્યાં છે. જે તાનાશાહીને દૂર કરવામાં ફ્રાન્સ જેવા દેશને ૧૮ વર્ષ લાગેલ તેનાથી વધુ ઉગ્ર અને બેફામ ઈન્દીરાઈ તાનાશાહીને ભારતની પ્રજાએ ૧૮ માસમાં ફગાવી દીધેલ.
ગુજરાતના નવનિર્માણ આંદોલન એટલે કે ૧૯૭૩થી ૧૯૭૫ અને તે પછી કટોકટી દરમ્યાન, અને ખાસ કરીને ગુજરાતમાં, ઈન્દીરા ગાંધીના અનુયાયીઓએ વર્ગ વિગ્રહ એટલે કે સવર્ણ અને અસવર્ણના ભેદ બહુ ઉત્પન્ન કરી દીધેલા. અસવર્ણોને કહેવામાં આવતું કે આ નવનિર્માણ તો ખાધે પીધે સુખી લોકોનું આંદોલન છે. તેમાં નુકશાન તો જુઓ તમને જ થશે. તેવી રીતે કટોકટી વિષે પણ એવો જ પ્રચાર થતો કે આ કટોકટી તો તો સવર્ણો ઉપર થોડાંક વર્ષોથી જ છે. પણ હે પછાત વર્ગના દલિત લોકો, તમને તો આ લોકોએ હજારો વર્ષથી કટોકટીથી પણ બદતર હાલતમાં રાખ્યા છે. હવે જુઓ આપણી ઈન્દીરા માઈ તેમને કેવા પાઠ ભણાવી રહી છે.
અને એટલે જ કટોકટી ઉઠી ગયા પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ઉત્તરભારતમાં બધી જ બેઠકો ગુમાવનાર ઈન્દીરાઇ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ૨૪માંથી આઠ બેઠકો ઉપર જીતી ગયેલ.
કટોકટી દરમ્યાન મોટો ઘાટો ગુજરાતને એ પડ્યો કે ગુજરાતના સન્માનનીય ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઇ પક્ષ પલટો કરી ઈન્દીરા કોંગ્રેસમાં ભળી ગયેલા. (જોકે તેમણે કેશુભાઈ જેવી કોઈ ભાડણ લીલા કરી નહતી). ઈન્દીરાગાંધી અને તેમની કહેવાતી ચંડાળ ચોકડી ખુદ પોતાની બેઠક પર ચૂંટણીમાં ગંજાવર મતોથી હારી ગયેલ.
આ કટોકટી ભૂતકાળ થઈ ગઈ છે. તેને શા માટે યાદ કરવી?
આ વાત કરવા જેવી છે. અને સદાકાળ યાદ રાખવા જેવી છે. કારણકે આ નહેરુવીયન કોંગ્રેસીઓ પોતે જોડી કાઢેલી વિવાદાસ્પદ વાતો પણ ચગાવે છે. ૧૯૪૨ની ચળવળમાં કોઈ બીજો બાજપાઈ માફી પત્ર આપીને જેલમાંથી પેરોલ પર આવેલ. અટલ બિહારી બાજપાઈએ આ વાતનું સ્પષ્ટિકરણ કરેલ કે ભાઈ એ હું ન હતો. તો પણ ૧૯૯૯ માં કોંગીઓએ આ વાત ચગાવેલ.
મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાનની સ્પર્ધામાં હતા ત્યારે તેમના પુત્રના નામે અનેક અફવાઓ ફેલાવવામાં આવતી. મોરારજી દેસાઈને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હતા. મોરારજી કાપડની મીલ ના માલિક મોરારજી દેસાઈ છે તેવી વાત ગરિબોમાં ફેલાવાતી હતી. વીપી સીંઘ ને તેમનું સેન્ટ કીટમાં (વિદેશમાં) ગેરકાયદેસર ખાતું છે. તેવી અફવા ફેલાવેલી. નરેન્દ્ર મોદી એ સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવેલ અને તોફાનો કરાવેલ તેવી અફવા આજે પણ કોંગ્રેસીઓ અને તેમના દંભી સાગરીતો ફેલાવે છે. મોદીનો ૨૦૦૨ ની વાતથી કેડો મુકતા નથી. કારણ કે મતોનું રાજકારણ અને લોકોમાં વિભાજન કરવામાં જ તેમની સત્તાનો રોટલો શેકાય છે.
આરએસએસના એક સભ્યે ગાંધીજીનું ખુન કર્યું. ગાંધીજીને મારી નાખવા એવો આરએસએસનો કોઈ પ્રસ્તાવ ન હતો કે ન કોઈ યોજના હતી. તો પણ આરએસએસને ગોડસેને કારણે બદનામ કરવામાં આવે છે. હવે જો આ તર્ક આગળ ચલાવીએ કે ન ચલાવીએ તો પણ નહેરુવીયન કોંગ્રેસના વડાપ્રધાન સહિતના ઉચ્ચ હોદ્દેદારો તો દુનિયાના ઈતિહાસમાં થયેલા બધા જ ગુના કરી ચૂક્યા છે. તો આ કટોકટીની સાચી વાત કેમ ભૂલાય?
નહેરુવીયન કોંગ્રેસનો વિતંડાવાદ જુઓ
ઈન્દીરા ગાંધીની ૧૯૭૦ની ચૂંટણી રદબાતલ થઈ. એટલે એ સંસદ સદસ્ય મટી ગયાં. વળી તે ચૂંટણી માટે ૬ વર્ષ માટે ગેર લાયક ઠર્યાં. હવે કાયદેસર એવી જોગવાઈ છે કે વડાપ્રધાન સંસદનો સભ્ય હોવો જોઇએ. જો નહોય તો તેણે ૬ માસમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવવું જોઇએ. પણ જે વ્યક્તિ ચૂંટણી માટે ૬ વર્ષ સુધી ગેરલાયક હોય તે વ્યક્તિ એક ક્ષણ માટે પણ કેવી રીતે વડાપ્રધાન પદ પર ચાલુ રહી શકે? છતાં ઈન્દીરા ગાંધી ધરાર વડાપ્રધાન પદે રહ્યાં. આથી વધુ સત્તાની ભાખાવળ વાત કઈ હોઈ શકે?
શાહ કમીશન
૧૯૭૭માં શાહ કમીશન નિમાયું અને કટોકટીના કાળમાં થયેલા ગુનાઓની તપાસ થઈ. પણ જે ઈન્દીરાને શૂરવીર ગણવામાં તેના ભક્તો પોતાની જીભનો કુચો કરે છે તે ઈન્દીરા ગાંધી પાસે એટલી હિંમત ન હતી કે તે શાહ કમીશન પાસે આવી ને પોતાનો કેસ રજુ કરે.
આ હિસાબે નરેન્દ્ર મોદી ભડવીર છે, જે તેને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સરકારી સત્તાઓ પાસે હાજર થાય છે.
જે ગુનેગાર ન હોય તે શેનો ડરે? જે ગુનેગાર હોય તે જ ડરે.
જો મોદીના બનાવટી ગુનાઓ નહેરુવીયન કોંગ્રેસ અને તેના મળતીયાઓ ચગાવવામાં માનતા હોય તો ઈન્દીરા ગાંધી અને તેના ફરજંદોના તથા મળતીયાઓના રેકોર્ડ થયેલા ગુનાઓ કેવીરીતે ભૂલી શકાય?
સુબ્રહ્મણીયમ સ્વામીએ દેશને આકરી લાગે તેવું, દેશનું નીચાજોણું થાય તેવું અને સુજ્ઞ જનોને પણ આઘાતજનક લાગે તેવું નહેરુવીયન કોંગ્રેસના કાળા કરતૂતોને લગતું નીવેદન કર્યું છે.
આ વાત નહેરુવીયન કોંગ્રેસમાં ચલાવવામાં આવતા શરમજનક રીતે, ચકાસ્યા તપાસ્યા વગર અને ઉઘાડેછોગ થતા કાળા નાણાં ની હેરફેર ને લગતું છે. પ્રણવ મુખર્જી આ કામ ફીરંગી મેડમને માટે કરી રહ્યા છે.
કયા હીરો નહેરુવીયન કોંગ્રેસના આ કામના એજન્ટ છે? હસન અલી છે.
હસન અલીને જામીન અપાવવા કાર્યકારી નિર્દેશકનું લુચ્ચાઈ ભર્યું વલણ નાણાપ્રધાન મુખર્જીની આજ્ઞા અનુસાર હતું. પ્રણવ મુખર્જી, મેડમનો નાણાંવ્યવહાર અને હવાલા દ્વારા હેરફેર ઘણા લાંબા સમયથી સંભાળે છે. હસન અલી આ નાણાંવ્યવહારની પાઈપલાઈન છે. સુબ્રહ્મનીયન સ્વામીએ તો પ્રણવ મુખર્જીના રાજીનામાની માગણી કરી છે. એહમદ પટેલ, સોનીયા ગાંધી, પ્રણવ મુખર્જી અને હસન અલી, આ સૌની જુગલબંધીની વાત બીજી કોઈવાર કરીશું. હાલ તો કટોકટીને સમયે અનેકોમાંના એક એવા પ્રણવમુખર્જીએ શું કર્યું હતું તેનો અનેકોમાંનો એક નાનો દાખાલો જોઇએ.
કટોકટી દરમ્યાન શ્રી પ્રણવ મુખર્જી ડરપોક ડીરેક્ટર ઈન્દીરા અને સંજય ગાંધીના કહ્યાગરા કિંકર(ઑર્ડર્લી) હતા. ખાસ કરીને સંજય ગાંધીના ગોલ્ડન ચમચ હતા. કટોકટીના સમયમાં સંજય ગાંધી ગેરકાયદેસર રીતે બેતાજ બાદશાહ હતા. વહીવટદારો થકી કામપારપાડવામાટે નવીન ચાવલા અને પ્રણવમુખર્જી એ મધ્યસ્થી હતા. આ લોકોએ ઈન્દીરા ગાંધી અને સંજય ગાંધીની મૌખિક આજ્ઞાઓ થકી અનેક નિર્દોષ અને નિષ્કપટ અને નિરુપદ્રવી સ્ત્રી – પુરુષોને તિહાર જેલ ભેગા કરેલ. અને જેલમાં તેમને ત્રાસ આપેલો.
આમ તો પ્રણવ મુખર્જી કાયદેસરના રેવન્યુ અને ખર્ચ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. અને તેમણે કાયદેસરની પ્રણાલીઓનો અને નિયમોનો છડે ચોક બેજવાબદારીપૂર્વક ભંગ કરતા રહેવાનો અભિગમ દાખવેલો. આવાં કરતૂતો ખરેખર ફોજદારી ગુન્હા હેઠળ આવે છે. જેમાનું એક એ હતું કે વરદાચારીને નેશનલાઈઝ્ડ બેંકોના મેનેજીંગ ડાઇરેક્ટર અને ચેરમેન નીમેલા. આ કામ ખરેખર તો રીઝર્વબેંક ની અનુમતિથી થવું જોઇએ. પણ રીઝર્વબેંકને શોર્ટ સરકીટ કરેલી. આ બધું ઈન્દીરા ગાંધી, સંજય ગાંધી અને પ્રણવમુખર્જીના સમીકરણના ભાગરુપે હતું. તત્કાલિન નાણાં પ્રધાન સી. સુબ્રહ્મનીયમને અળગા કરી દીધેલ.
કટોકટીના સમયમાં આમ તો વિભાગોપૂર્વકની જવાબદારી એવું કશું નહતું. પ્રણવ મુખર્જીએ જયપુરના મહારાણી ગાયત્રીદેવી અને ગ્વાલીયરના રાજમાતા વિજયરાજે સિંધીયાને તિહાર જેલ ભેગા કરાવેલ. ઈન્દીરા ગાંધીએ તેનો શિરપાવ તેમને ૧૯૮૨માં નાણાંમંત્રી બનાવીને આપેલ.
શાહ તપાસ પંચે ઘણાજ સરકાર દ્વારા થયેલા ગુન્હાઈત કાર્યોની નોંધ કરી છે. ઈન્દીરા ગાંધીની બાહ્ય અને આંતરિક બન્ને કટોકટી ના કાળમાં રાજ્યદ્વારા (સરકારના હોદ્દેદરો, પ્રધાન મંત્રી , મંત્રી સહિત દ્વારા થયેલા) ગુન્હાઈત, કાયદાભંગના દસ્તાવેજો નું ઉત્ખનન એક પૂર્વ સંસદ સદસ્ય કરી રહ્યા છે. જેમના પુસ્તકનું નામ છે. “શાહ કમીશન રીપોર્ટ (ખોવાયો અને પુનઃપ્રાપ્ત થયો)”
ગાયત્રી દેવી અને વિજયારાજેની ધરપકડ અને જેલવાસ ગેરકાયદેસર હતો. તિહાર જેલની કંડીશન નિયમ પ્રમાણે ન હતી અને બદતમ હતી. તેમને સિદ્ધ-દોષિત કક્ષાના કેદીઓને જ્યાં રખાય હે તે” ફાંસી કોઠી સેલ”ની પાસે રાખવામાં આવેલ. ગાયત્રી દેવીને બ્લડપ્રેસર રહેતું હતું. પણ સરકાર ને તેની નોંધ લેવાની દરકાર ન હતી. ગાયત્રી દેવીએ ૧૦ કીલો વજન ગુમાવેલ. કર્નલ ભાવાની સિંગના પણ આજ હાલ હતા. આ બધી બાબતમાં જેલ સુપરીન્ટેન્ડન્ટે નિવેદન રેકોર્ડ કરાવ્યું છે.
પ્રણવ મુખર્જીએ લખ્યું છે નોટ ઉપર લખ્યું હતું કે પેરોલ પર છોડવા પણ વડાપ્રધાનની મંજુરી લેવી. પણ પછી ની નોંધો ઉપર ચેકચાક અને ઓવર રાઈટીંગ અને વ્હાઈટનર સ્ટીક લગાવીને લખેલું ગરબડ વાળું છે. શાહ કમીશને આ બધાની ગંભીર નોંધ લીધેલી છે અને આકરી ટીકા અને ગુન્હાઈત ગણી છે. પ્રણવ મુખર્જીને સંપૂર્ણ બેજવાબદાર અને ગુન્હાઈત ગણ્યા હે.
દુનિયામાં આતતાઈઓએ જે કંઈ ગુનાઓ કરેલા હતા તે બધા જ ગુનાઓ કટોકટી દરમ્યાન ઈન્દીરા ગાંધીની અને તેના મળતીયાઓની મૌખિક આજ્ઞાઓથી થયેલા છે.
જ્યાં સુધી નહેરુવંશના પુતળાઓ, તેમના નામની સરકારી યોજનાઓ, રસ્તાઓ, પુલો, બાગ બગીચાઓ અને ભવનો રહેશે અને જ્યાં સુધી તેમના હૈયાફુટ્યા ભક્તો તેમના પોસ્ટરો લઈને તેમના પ્રતિ અહોભાવ પ્રગટ કરતા રહેશે ત્યાં સુધી કટોકટી ના કાળા કરતૂતો પણ ચર્ચાતા રહેવા જોઇએ.
વૉટનું રાજકારણ શા માટે રમાય છે. શું સત્તા એ ખેરાતનું અને કમાણીનું સાધન છે? સત્તા તો વાસ્તવમાં સામાજીક ન્યાયનું સાધન છે. નહેરુવંશીઓએ તેને વોટનું રાજકારણ રમીને ભેદભાવ, અન્યાય અને અરાજકતાને ઉત્તેજન આપ્યું છે. કટોકટી અને સેન્સરશીપ એક અંધાકાર પટ હતો. જેથી સરકાર પોતે અફવાઓ ફેલાવીને ગરીબોને ભ્રમમાં રાખતી હતી. અને ગેરમાર્ગે દરોડા પાડી પૈસા એકઠા કરતી હતી. જો સરકાર પ્રજાના હિત માટે હોય તો કટોકટી કે સેન્સરશીપ નો અંધકાર ફેલાવવાની શી જરુર હતી.? જનતાને અંધકારમાં રાખવી એ પણ એક વોટનું રાજકારણ છે. સામ્યવાદીઓને એટલા માટે પારદર્શિતા પસંદ હોતી નથી. આપખુદી અને સામ્યવાદમાં આ વાત સમાન છે જેમાં રાજ્ય પોતાના દુરાચરો અને નિસ્ફળતાને ઢાંકી શકે છે.
આ લોકો કરતાં નરેન્દ્ર મોદી લાખ ગણો સારો છે. છાપાંવાળા અને ચેનલો વાળા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ લખે છે તો પણ તે વ્યાપક રીતે ચૂંટણીઓ જીતે છે. જનતા સબકુછ જાનતી હૈ.
૨૫ જુન ૧૯૭૫ મધ્યરાત્રીએ કટોકટી લાદવામાં આવેલી. આપણા પીળા સમાચાર માધ્યમો કદાચ તેને યાદ પણ નહીં કરે. કેટલાક પોતે તટસ્થ છે તે બતાવવાની ઘેલાછામાં વ્યંઢ રીતે તેનો ઉલ્લેખ કરશે. અને સાથે સાથે પરોક્ષ રીતે આડું અવળું પીષ્ટપેષણ કરી શબ્દોની રમત વડે બીજેપી કે નરેન્દ્ર મોદીને એક બે ગોદા પણ મારી લેશે. તેમને માટે ખુદનું અસ્તિત્વ મુખ્ય વસ્તુ છે, નહીં કે જનતા.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ કટોકટી, ઈન્દીરા, નિસ્ફળતા, સરકારી, અફવા, વોટ, નરેન્દ્ર મોદી, કેશુભાઈ, બાબા ગાડી, નીચા નમો, સાષ્ટાંગ દંડવત, સેન્સર, અંધકાર યુગ, અદાલત