Posted in માનવીય સમસ્યાઓ, Uncategorized, tagged અનુચ્છેદ ૩૭૦/૩૫એ, અનુચ્છેદ ૩૭૦/૩૫એ ના ફાયદા, અપ્રચ્છન્ન, ઓલ આઉટ અભિયાન, કપોળ કલ્પિત, કાશ્મિર, કાશ્મિર પાકિસ્તાનમાં ન ભળી શકે, કાશ્મિરના મહારાજા, કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્ર, કાશ્મિરમાં નિરાશ્રિત, કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ, ખરાઈ સત્ય અને શ્રેય, ગાંધીજી, ગોદો મારો, જમ્મુ અને કાશ્મિર, જીએસટી, દેશદ્રોહની હદ, દેશી રાજ્ય, નરેન્દ્ર મોદી, નહેરુ, નોકરી, નોટ-બંધી, પાકિસ્તાનની પોલીસી ખરાબ, પ્રચ્છન્ન, ફોજદારી કાયદાઓ, બિન મુસ્લિમ, બ્રેકીંગ ઈન્ડિયા, ભારતનું પ્રભૂત્વ, મતાધિકાર, મિસાઈલ પ્રહાર, મોદી ભક્ત, લિયાકત અલી, લોકશાહી મૂલ્યો, વલ્લભભાઈ પટેલ, વિધિની વક્રતા, વિભાજનવાદીઓ, વિવાદાસ્પદ મુદ્દા, વિશ્વવિદ્યાલયના પ્રમાણ પત્રો, વ્યવસાય, શાંતિ, શિક્ષણ, શેખ અબ્દુલ્લા, સાચી શાંતિ, સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ, હંગામી, ૧૦૦૦૦+ મહિલાઓની લાજ લૂંટી, ૩૦૦૦+ હિન્દુઓની હત્યા, ૫૦૦૦૦૦+ હિન્દુઓને હિજરત કરાવી on September 2, 2019|
Leave a Comment »
“કંઈક તો ખોટું થયું છે … !!!” શોધવાની ઘેલછા
હાજી… વાત તો “અનુચ્છેદ ૩૭૦ અને અને ૩૫એ” ને મોદી સરકાર દ્વારા રદ કરવાની જ વાત છે.
જો કે આમાં કંઈ નવું નથી. દેશનો વાચાળ વર્ગ ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયો છે. દેશની જનતા ખુશ છે. સરકારી તંત્ર દ્વારા પ્રકાશિત થતી માહિતિઓને બનાવટી કહેવું શક્ય નથી. કાશ્મિરમાં શાંતિ તો દેખાય જ છે તે એક તથ્ય છે.

“(આમને પૂછો કે આમના જેવાને પૂછો કે આર્ટીકલ ૩૭૦/૩૫એ રાખવા કે નહીં.)” મૂર્ધન્યાઃ ઉચુઃ
હવે આ શાંતિને કેવી રીતે જોવી તે ઉપર રાજકીય નેતાગણ અને તેમના પળીતા સમાચાર માધ્યમો પોતાના એજન્ડાને અનુરુપ વિશ્લેષણ કરવા માથાફોડ કરી રહ્યા છે. આ તેમનો અધિકાર છે. પણ તે કેટલો શ્રેય છે તેની ચર્ચા કરવી પણ આવશ્યક છે.
હકીકત (ખરાઈ, ખરું), સત્ય અને શ્રેયઃ
હકીકત, સત્ય અને શ્રેય આ ત્રણેયના અર્થમાં ફેર છે. તેની સીમારેખા ધુંધળી હોઈ શકે છે. પણ તે સીમા રેખા ધુંધળી ન પણ હોઇ શકે છે. હકીકતને અવગણી શકાય છે. જો સત્યમાં શ્રેય ન હોય તો તેને પણ અવગણી શકાય છે, પણ તેમાં તમે કેવો માર્ગ અપનાવો છો તેની ઉપર નિર્ભર છે.
કાશ્મિરમાં હકીકત શું છે?
કાશ્મિરમાં હકીકતમાં શાંતિ છે. આ શાંતિ શા માટે છે? કારણ કે સીમાપારથી ઘુસેલા આતંકવાદીઓ અને તેમના અહીંના પેઈડ મળતીયાઓ, દુકાનદારોને ધમકી આપી રહ્યા છે કે જો તમે દુકાનો ખોલશો તો મોતને ઘાટ ઉતરશો. આતંકવાદીઓનુ જોર ઓછું થયું છે. પણ તેમનું જોર નષ્ટ થયું નથી. સુરક્ષા દળોનું “ઓલ આઉટ” અભિયાન ચાલુ છે. આ અભિયાન આવતા પાંચ વર્ષોમાં પુરું થશે તેમાં શક નથી. હવે જમ્મુ–કાશ્મિર રાજ્યમાં ભારતીય બંધારણના ફોજદારી કાયદાઓ લાગુ પડશે, એટલે દેખીતી રીતે જ કાશ્મિરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે.
પણ આ સુધરતી પરિસ્થિતિ, કાશ્મિરની અંદર અને કાશ્મિર બહારની અમુક ટોળકીઓને પસંદ નથી. કારણકે કાશ્મિરમાં જો શાંતિ સ્થપાઈ જાય તો તેમની રાજકીય અને આર્થિક સ્થિતિને પારાવાર નુકશાન થાય છે.
કાશ્મિરની પરિસ્થિતિ એક શસ્ત્રઃ
કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ આ વાત સુપેરે જાણે છે કે પરિસ્થિતિ સુધરી રહી છે. તેથી તેઓ આંધળા થઈને નરેન્દ્ર મોદીની સરકારનો દરેક મુદ્દે વિરોધ કરે છે. અને તેમાં કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓ પાસે “કાશ્મિરની સ્થિતિ” ભારતીય જનતાને અસમંજસમાં મુકવા માટેનું સૌથી મોટું અસરકારક શસ્ત્ર હતું. કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની ટોળકીના આ શસ્ત્ર ઉપર નરેન્દ્ર મોદીની સરકારે મોટો મિસાઈલ પ્રહાર કર્યો છે.
કોંગીઓનો અનુભવઃ
કોંગીઓને અને તેમની સહાયક ટોળકીઓને આમ જનતાને ગુમરાહ કરવાનો કમસે કમ છ દાયકાઓનો અનુભવ છે. સરકારી શસ્ત્રોથી આ ટોળકીઓ હવે અફવાઓ ફેલાવી શકે તેમ નથી. પણ મોટા ભાગના સમાચાર માધ્યમો ઉપર તેમનો કબજો છે, તેથી અને તેમજ વળી કેટલાક મૂર્ધન્યો, કટારીયાઓ અને વિશ્વવિદ્યાલયોના પ્રમાણપત્ર ધારકોએ તેમનું લુણ ખાધું છે. તટસ્થતાની ધૂન પણ ઘણા કટારીયાઓને માથે સવાર થઈ હોય છે. એટલે ભલે નરેન્દ્ર મોદીને સમર્થન કરીએ તો પણ “અમે કંઈ નરેન્દ્ર મોદીના ભક્ત નથી” એ પ્રદર્શિત કરવા એક ગોદો તો મોદીને પણ મારો. વિવાદાસ્પદ મુદ્દા ઉપર નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક કે વધુ ગોદા મારી જ લેવા જોઇએ.
દા.ત.
“નોટ બંધી” આમ તો બરાબર હતી, પણ તેને પૂરી તૈયારી કર્યા વગર લાગુ કરવા જેવી ન હતી.
“જીએસટી” સૈધાંતિક રીતે બરાબર છે, પણ તેનાથી લોકોને હાડમારી ન પડે તેનું ધ્યાન રાખવા જેવું હતું.
“અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ” નાબુદ કર્યા એ સારી વાત છે. પણ કાશ્મિરની જનતાને વિશ્વાસમાં લેવા જેવી હતી. કાશ્મિરમાં અત્યારે જે શાંતિ દેખાય છે તે તો ફરેબી છે. સુરક્ષાબળોની ઉપસ્થિતિને કારણે આ શાંતિ છે. એટલે આ સાચી શાંતિ નથી. લોકશાહીને અનુરુપ આ શાંતિ નથી વિગેરે વિગેરે …
જો કે કોંગી અને તેની સાંસ્કૃતિક ટોળકીએ તો પાકિસ્તાનનો અને “અમુક પાશ્ચાત્ય પંડિતોના બ્રેકીંગ ઈન્ડિયા” એજન્ડા વાળા સમાચાર માધ્યમોનો સહયોગ લઈ “દેશ–દ્રોહ”ની હદ સુધી જવાનું વલણ અપનાવ્યું છે. આ સ્થિતિ અક્ષમ્ય છે.
તમે યાદ કરો. નરેન્દ્ર મોદી તો છ વર્ષથી કહેતા આવ્યા છે કે રાજકીય પક્ષોએ અને સમાચાર માધ્યમોએ “અનુચ્છેદ ૩૭૦/૩૫એ” થી કશ્મિરને શું ફાયદો થયો તેની ચર્ચા કરવી જોઇએ. મોદીનું કહેવું તો સ્પષ્ટ છે કે આ “અનુચ્છેદો ૩૭૦/૩૫એ” લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. અનિયત કાલ સુધી તેને ચાલુ રાખી શકાય નહી.
અનુચ્છેદ ૩૭૦/૩૫એ નો વિરોધ થતો આવ્યો જ છે.
કાશ્મિરના મહારાજાના દેશી રાજ્યનું ભારત સાથેનું જોડાણ અન્ય 565 દેશી રાજ્યો જેવું જ હતું. બધાં જ રાજ્યોને પોતાના કાયદાઓ હતા. ભારતનું પ્રભૂત્વ સ્વિકાર્યા પછી તેમની બંધારણ સભા હોય કે ન હોય તેનું મહત્વ રહેતું નથી. તેનું મહત્વ રહેવું પણ ન જોઇએ. આ ઉપરાંત આપણે એ પણ સમજવું જોઇએ કે આ અનુચ્છેદોનો ઉમેરો કરવામાં લોકશાહી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. તેમજ તે લોકશાહી મૂલ્યોને અનુરુપ નથી. તેનો ઉમેરો “હંગામી” શબ્દ સાથે કરવામાં આવ્યો છે, તે શું સૂચવે છે તેનું હાર્દ પણ સમજવું જોઇએ.
આ અનુચ્છેદોનો શો પ્રભાવ છે.
(૧) ૧૯૪૪ થી ૧૯૫૦ સુધી પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને રાજ્યમાં મતાધિકાર નથી.
(૨) આ નિરાશ્રિતોને કાશ્મિરમાં વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો કે શિક્ષણ લેવાનો હક્ક નથી,
(૩) આ નિરાશ્રિતોમાં જેઓ દલિત હિન્દુ છે તેમને ફક્ત ઝાડુવાળાની નોકરી કરવાની છૂટ્ટી છે. એટલે કે તેઓ ગમે તેટલી યોગ્યતા અને માન્ય સંસ્થાઓના પ્રમાણ પત્રો ધરાવતા હોય તો પણ તેઓ વ્યવસાય કે નોકરી કરી શકતા નથી. એટલે કે તેમની ઓળખ તેમના ધર્મ અને જ્ઞાતિને આધારે જ કરવી ફરજીયાત છે.
(૪) આ નિરાશ્રિતો ૧૯૪૪થી રહેતા હોય તો પણ તેમને અને તેમના સંતાનોને લોકશાહીના અધિકાર નથી. તેઓ કોઈ સ્થાવર મિલ્કત પણ ખરીદી શકતા નથી.
(૫) જો નિરાશ્રિત મુસ્લિમ હોય તો તેને કાશ્મિરી નાગરિકતાના બધા અધિકાર મળે છે.
(૬) જો કાશ્મિરી સ્ત્રી, બિનકાશ્મિરી પાકિસ્તાની મુસ્લિમ પુરુષ સાથે પણ લગ્ન કરે તો તેના બધા નાગરિક હક્ક ચાલુ રહે છે પણ જો તે બિનકાશ્મિરી હિન્દુ સાથે લગ્ન કરે તો તે પોતાના કાશ્મીરી નાગરિક હક્કો ગુમાવે છે.

ગાંધીજીએ શું કહેલ?
“જમ્મુ અને કાશ્મિરનું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે ન જોડાઈ શકે. કારણ કે પાકિસ્તાનની પોલીસી ખૂબ ખરાબ છે. આ દેશી રાજ્ય સ્વતંત્ર રહે તે શક્ય નથી. આવા સંજોગોમાં તે ભારત સાથે જ જોડાઈ શકે.”
(ગાંધીજીના અંતિમ ત્રણ માસની રોજનીશી તા. ૯–૧૦–૧૯૪૭ “દિલ્હીમાં ગાંધીજી” પૃષ્ઠ ૯૪. લેખિકા મનુબેન ગાંધી. નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ–૧૪)
ગાંધીજીને તે વખતે શેખ અબ્દુલ્લા અને નહેરુ ઉપર વિશ્વાસ હતો. ગાંધીજીને એ વાતની પણ ખબર હતી કે સરદાર પટેલને શેખ અબ્દુલ્લા ઉપર જરાપણ વિશ્વાસ ન હતો. ગાંધીના વિશ્વાસનો નહેરુએ અને શેખ અબ્દુલ્લાએ બંનેએ ગાંધીજીના મૃત્યુ પછી ભંગ કરેલો. લિયાકત અલી પર ગાંધીજીને જરાપણ વિશ્વાસ ન હતો. કારણ કે લિયાકત અલી, કાશ્મિરના મહારાજાને સ્વતંત્ર રહેવા દબાણ કરતા હતા. એટલે ગાંધીજીએ ઉપરોક્ત વાત કરી હતી.
અત્યારે આપણે જોઇએ છીએ કે પાકિસ્તાન પણ સ્વતંત્ર રહી શકે તેમ નથી. ભલે જીન્નાએ ધર્મનિરપેક્ષ દેશ સ્થાપવાના સ્વપ્ન જોયાં હોય પણ જે દેશ ધર્મના નામ પર રચાયો હોય તે દેશ અનેક રીતે પાયમાલ થઈ શકે છે. પાકિસ્તાનની લોકશાહી ખોડંગાતી ચાલે છે. આતંકવાદીઓ અને સૈન્ય ઉપર સરકારનો જરાપણ કાબુ નથી. તેની ગુપ્તચર સંસ્થા પણ સેનાના કબજામાં છે. જે મુસ્લિમોએ પાકિસ્તાનના સ્વપ્નાઓ જોયાં હતા, તેમણે સ્વાતંત્ર્યની લડતમાં કશો ભોગ આપ્યો નથી. તેઓ પોતે જ કહે છે કે “રો કે લિયા થા પાકિસ્તાન … લડકે લેંગે હિન્દુસ્તાન. પાકિસ્તાને ભારત સાથે ચાર યુદ્ધ કર્યા. ચારેય યુદ્ધમાં તે હાર્યું. છેલ્લાં ૩૫ વર્ષથી પાકિસ્તાન ભારત સામે અપ્રત્યક્ષ યુદ્ધ કરી રહ્યું છે. અને ભારતમાં બીજેપીનું મજબુત શાસન આવવાથી તે હારવા ની અણી ઉપર છે.
નરેન્દ્ર મોદીએ તો ચર્ચા માટે આહવાહન આપેલ અને પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંથી.
શેખ અબ્દુલ્લાના ફરજંદ એવા ફારુખ અબ્દુલ્લાએ શું વાત કરેલ?
જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કાઢશો તો સમજી લો કે અમે પાકિસ્તાન સાથે જોડાઈ જઈશું. પૂરો સંભવ છે કે ફારુખે, શેખ અબ્દુલ્લાની મનની વાત જ દોહરાવી. કારણ કે આવા કારણસર શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરવામાં આવેલ.
મહેબુબા મુફ્તીએ શું કહેલ કે જો તમે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને નાબુદ કરશો તો કાશ્મિરમાં બળવો થઈ જશે, તમે કાશ્મિરને ભૂલી જજો. તમને શબની ઉપર ભારતનો ત્રીરંગો પણ ઢાંકવા મળશે નહીં. આવા નેતાઓ સાથે શી મસલત થઈ શકે?
નરેન્દ્ર મોદી પૂછે છે કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ થી કાશ્મિરને શું ફાયદો થયો? તો ઉપરોક્ત બંને નેતાઓ કાશ્મિરમાં હિન્દુઓને થનારા અને ભારતની ભૂગોળને “કપોળ કલ્પિત” થનારા નુકશાનની વાત કરે છે.
જો કે અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ હોવા છતાં પણ કાશ્મિરના આ બંને નેતાઓએ અને તેમના સહયોગીઓએ કશ્મિરના જ નાગરિક એવા હિન્દુઓને નુકશાન કરવામાં કશું બાકી રાખ્યું નથી. ખૂલ્લેઆમ ૩૦૦૦+ હિન્દુઓની કતલ કરી છે. ૧૦૦૦૦+ હિન્દુ સ્ત્રીઓની લાજ લૂંટી છે. અને ૫૦૦૦૦૦+ કશ્મિરી હિન્દુઓને ઘરમાંથી હિજરત કરાવી છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા પ્રદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી છે અને તેમને પીડવામાં કશું બાકી રાખ્યું નથી. આવા અત્યાચારો તેમની હાજરીમાં અને તેમના સત્તાના સમયમાં થયા હોવા છતાં તેમને તેનો અફસોસ નથી અને જવાબદારી નથી. આવા અતિ નિમ્ન કક્ષાના નેતાઓ પાસેથી તમે તર્ક્યુક્ત ચર્ચાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? હિન્દુઓ ઉપર થયેલા કત્લેઆમ વિષે જેટલા આ મુસ્લિમ નેતાઓ જવાબદાર છે તેટલા જ કોંગીના નેતાઓ પણ જવાબદાર છે.
સરવાળે એ જ ફલિત થાય છે કે
અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એ ને કારણેઃ
અમારા રાજ્યમાં આવેલા નિરાશ્રિતોને અમે ધર્મથી ઓળખીએ છીએ, અને અમે બિનમુસ્લિમોને સમાન નાગરિક અધિકાર આપતા નથી અને મતાધિકાર પણ આપતા નથી,
બિનમુસ્લિમ નિરાશ્રીતોને અમે નોકરી અને વ્યવસાય ના હક્ક આપતા નથી,
અમે જ્ઞાતિવાદમાં માનતા નથી. હિન્દુઓના જ્ઞાતિવાદની અમે ભર્ત્સના કરીએ છીએ. તો પણ અમે તો તેમને તેમના દલિતોને જ્ઞાતિને આધારે જ ઓળખીશું.
બિનમુસ્લિમ નિરાશ્રિતોને અમે સ્થાવર સંપત્તિનો હક્ક આપતા નથી,
કશ્મિરી મહિલાઓને અમે સમાન નાગરિક અધિકાર આપતા નથી,
હા… અમે કંઈ જેવા તેવા નથી. અમે કશ્મિરીયતમા માનીએ છીએ, અમે લોકશાહીમાં માનીએ છીએ અમે માનવાતામાં માનીએ છીએ. કારણ કે અમે ધર્મનિરપેક્ષ અને જનતંત્ર વાદી છીએ.
આવો વદતઃ વ્યાઘાત તમને ક્યાં જોવા મળશે?
આજ નેતાઓ તેમની કોંગીઓ સાથેની મિલી ભગતથી, કશ્મિરના વિભાજનવાદી નેતાઓને ભારતની જનતાએ ભરેલા કરવેરા દ્વારા સરકારે કરેલી કમાણીમાંથી બાદશાહી સગવડો અને સુરક્ષા આપે છે. તેઓ સૌ તાગડધિન્ના કરે છે. (જોકે મોદીકાકાએ કેટલીક સગવડો બંધ કરી છે). મુસ્લિમ નેતાઓને આવી મફતની અને દેશને નુકશાન કરવાની સગવડો ભોગવામાં છોછ ન હોય. પણ કોંગીઓને પણ જરાપણ લજ્જા કે શરમ નથી.
સુરક્ષાદળ જો પત્થરબાજને જીપ ઉપર બાંધી પોતાની સુરક્ષા કરે તો મુફ્તી, ફારુખ, ઓમર, અને કોંગી અને તેના સાંસ્કૃતિક સાથીઓની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડે છે. પણ કાશ્મિરમાં ૧૯૭૯–૮૦માં આતંકવાદીઓએ ત્યાંના સ્થાનિક મુસ્લિમો અને નેતાઓના સહયોગથી હજારો હિન્દુઓની કત્લેઆમ કરેલી. બાકીનાઓને બેઘર કરી દશકાઓ સુધી નિરાશ્રિત બનાવ્યા. તેમના પેટનું પાણી પણ હાલતું નથી.
કોંગી અને તેના સાંસ્કૃતિક સહયોગીઓની લોકશાહીની પરિભાષાઃ
આજ કોંગ્રેસીઓ જ્યારે કાશ્મિરમાં સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના થાય છે ત્યારે દેકારા પડકારા સાથે કૂદંકૂદા કરે છે. કોંગીઓનું વલણ તેમના સાથીઓની જેમ દંભી, કોમવાદી અને લોકશાહી મૂલ્યોથી વિરોધી દિશામાં છે. આ કોંગીને ૧૦૦+ વર્ષ જુનો પક્ષ કહેવો તે મૂળ કોંગ્રેસીઓએ આપેલ ત્યાગ અને બલિદાનોનું અપમાન છે. જો મૂર્ધન્યો બીજું કશું ન કરે પણ જો તેઓ આ કોંગીઓના પક્ષને મૂળ કોંગ્રેસ પક્ષ ન માને અને ન મનાવે તો તેમનું વાર્ધક્ય ઉજળું રહેશે. નહીં તો તેમના ધોળામાં ધૂળ જ પડશે.
મૂર્ધન્યો સમજવા માગતા હોય તો સમજેઃ
જો કોઈ એક પ્રદેશ, દેશનો એક હિસ્સો હોય, અને ત્યાં કોઈ પણ કારણસર લોકશાહી મૂલ્યોની રક્ષા ન થતી હોય, તો કેન્દ્ર સરકારની ફરજ છે કે ત્યાં લોકશાહીની સ્થાપના થાય. આ બાબતમાં જેઓ સ્થાનિક લોકોને કેમ ન પૂછ્યું એવો જે મુદ્દો ઉઠાવે છે તે અસ્થાને છે. સ્થાનિક લોકોને શું પૂછવાનું છે?
જે વખતે આ દેશી રાજ્યનું જોડણ થયું હતું, તે વખતે જે કંઈ પ્રક્રિયા બીજા દેશી રાજ્યો સાથે અપનાવેલી તેવી જ પ્રક્રિયા આ દેશી રાજ્ય પરત્વે અપનાવેલી. જે કંઈ ખોટું થયું તે શેખ અબ્દુલ્લા અને નહેરુને કારણે થયું, અને તે પણ લોકશાહી પ્રક્રિયા અપનાવ્યા વગર જ થયું, ગાંધીજી અને વલ્લભભાઈના મૃત્યુ પછી થયું.
તમે યાદ કરો. શું રાજાના સાલિયાણાં અને વિશેષ અધિકારો રાજાઓ સાથે ચર્ચા કરી નાબુદ થયેલા? રાજાઓ સાથે તો સહમતિ-કરારનામું પણ થયેલ. તો પણ તે રાષ્ટ્રપતિના અધ્યાદેશ દ્વારા તાત્કાલિક અસરથી લાગુ પાડેલ. અહીં તો આવું કશું કરારનામું અસ્તિત્વ ધરાવતું પણ નથી. ભારતની સંસદ, લોકશાહીમાં સર્વોચ્ચ છે. આ સંસદને પણ માનવ અધિકારોનું હનન કરવાની સત્તા નથી. આ વાતની, કટોકટી–ફેમ અને શાહબાનો–ફેમ કોંગીને ખબર ન હોય કે તેના સંસ્કારમાં ન હોય તે સમજી શકાય તેમ છે. પણ સમાચાર માધ્યમોના મૂર્ધન્યો તેને ન સમજી શકે તે વિધિની વક્રતા છે, કે ભારતીય સમાચાર માધ્યમોના અમુક મૂર્ધન્યો સાંસ્કૃતિક ગુલામી થી મૂક્ત થયા નથી. તેથી તેઓ બીબીસી, ન્યુ યોર્ક ટાઇમ્સમાં જે સમાચારો કે લેખો આવે તેને બ્રહ્મ સત્ય માને છે. આને પણ વિધિની વક્રતા જ કહેવાયને.
હા જી, આ કોંગીઓ અને તેના પ્રચ્છન્ન – અપ્રચ્છન્ન સહયોગીઓ ઘણા ગતકડાં ઉત્પન્ન કરશે અને તેને ટ્રોલ (ચગાવશે) કરશે.
“જીડીપી છ વર્ષને તળીયે છે, અર્થતંત્ર પાયમાલ થયું છે”વદ્યા મૌની બાબા એમએમએસ. તેમને તો એ રાજા ઓ પેદા કરવા છે,
સુખાકારી ઈન્ડેક્સમાં ભારત ૧૦૫ થી ૧૫૫ના નંબરે, ફીટનેસમાં ભારત પંદર અંક ડાઉન, કુપોષણમાં ભારત ૧૨૫માં નંબરે ગબડ્યું, બેરોજગારી ઉચ્ચસ્તર પર, આનંદ પ્રાપ્તિમાં વિશ્વમાં ભારત ૧૨૪મા નંબરે, જલ–વાયુ માં ભારત ૨૪મે નંબરે ગબડ્યું, ૨૪ લાખ કંપનીઓ બંધ થઈ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ફક્ત ૨૪ લાખ જ ઘુસણખોરો પકડાયા તે પણ શંકાસ્પદ, ચિદંબરસામેના કેસમાં બીજેપી સરકારનો ફિયાસ્કો … છ દિવસને બદલે ચાર દિવસ જ સીબીઆઈને પૂછપરછ કરવા માટે આપ્યા. સરકારને ૩૩ ટકા ઘાટો.
ઉપરોક્ત આંકડાઓ સાચા નથી. રમૂજ માટે લખ્યા છે. કારણ કે જનતાને આવા આંકડાઓથી કશો ફેર પડતો નથી. જનતા તો પોતાને શું થાય છે અને પોતાને શું પ્રત્યક્ષ દેખાય છે તેની જ સમજણ પડે છે.
શિરીષ મોહનલાલ દવે
Like this:
Like Loading...
Read Full Post »
Posted in માનવીય સમસ્યાઓ, tagged ગાળા, પોલીસ, બાય લૉ, ભાડવાત, રહેણાંક, સંકુલ, સંસ્થા, સરકાર, સુવાની જગ્યા, સ્થાનિક સ્વરાજ, હંગામી, હાઉસીંગ બૉર્ડ on February 20, 2013|
1 Comment »
ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ
નહેરુવીયન કોંગ્રેસ સરકારે, પોતે ગરીબો પ્રત્યે કેવી સંવેદનશીલ છે અને તે ગરીબોને મદદ કરવા કેવી સારી સ્કીમો લાવે છે તે વાત આંકડા દ્વારા બતાવવા અર્થહીન સ્કીમો બનાવે છે. ઈન્દીરા આવાસ યોજના, કે સંપાદન કરેલી જમીનોમં પછાત વર્ગ માટે અમુક ટકા હિસ્સો અનામત રાખવો, મનરેગા, વિગેરે પૈસા અને જમીનના વ્યયના ઉત્તમ ઉદાહરણો છે.
જમીનસંપાદનઃ
જમીન સંપાદન કરતી વખતે જે જમીના હિસ્સાઓ ગરીબો માટે અનામત રાખવામાં આવે છે તે હિસ્સાઓ કેવી રીતે ખમતીધર માણસો કબજે કરી લેછે તેનાથી કંઈ સરકાર માહિતગાર નથી એ વાત સાચી નથી. સરકારને બધી ખબર હોય છે અને સરકારી નોકરો માટે આ એક કમાણીનું સાધન હોય છે. આ કામ માટેના એજન્ટો હોય છે. તેમાં સરકારી કર્મચારીઓ અને રીટાયર્ડ અધિકારીઓ પણ એકબીજાની મીલીભગતમાં સામેલ હોય છે. આવું જ રાહતોના ખેરાતદ્વારા બંધાયેલા કે બાંધીને રાહત દરે ખેરાત કરેલા મકાનોની દશા થાય છે.
જે ઝુંપડપટ્ટીઓ હોય છે તે ગેરકાયદેસર જ હોય છે અને સરકારી જમીન ઉપર હોય છે. આવી જમીનો ગૌચરની પણ હોય છે.
જમીનના ૧૦૦ બસો વાર ટૂકડા ગરીબોને રાહત દરે ફાળવવા કે જમીન ઉપર રૉ હાઉસ પ્રકારના નાના મકાનો બનાવીને રાહત દરે ખેરાત કરવા એ લાંબે ગાળે અર્થહીન બને છે. આવી જમીનો ગરીબ લોકો વેચી નાખે છે. અને આવા મકાને કાળક્રમે નજીકનું શહેર વિકસે એટલે રાહત દરે મળેલા આ રૉ-હાઉસો પણ આ ગરીબો વેચી નાખે
મકાનો કેવા હોવા જોઇએ?
ગામડાને સુંદર બનાવવા માટે અને જમીનનો વ્યય અટકાવવા માટે ગામડાની અંદર પણ મકાનો સંકુલ (હાઉસીંગ કોંપ્લેક્સ) પ્રકારના હોવા જોઇએ. સરકાર ગરીબોનું ભલું કર્યું છે તે બતાવવા ગામડામાં આવાસ યોજનાઓ હેઠળ મફતમાં કે સબસીડી દ્વારા જે રાહતની ખેરાત કરે છે તે જમીનનો વ્યય છે. આપણા ઘનીષ્ઠ વસ્તી વાળા દેશને આવો જમીનનો વ્યય પોષાય નહીં.
આપણે સમજવું પડશે કે એક માળીયા (જી), કે બે માળીયા (જી+૧), કે ત્રણ કે ચાર માળીયા (જી+૨, જી+૩) પણ જમીનનો વ્યય ગણાશે. વધુ માળવાળા મકાનોની અવગણના કરી શકાશે નહીં. વધુ માળવાળા મકાનો માટે સીમેન્ટ અને લોખંડની જરુર પડશે. જો કે લાકડું (સાગનું), કંઈક અંશે ૪ માળ સુધી સીમેન્ટ અને લોખંડની અવેજીમાં વાપરી શકાય તેથી નાના ગામડાઓ માટે જો આ લાકડું ઉપલબ્ધ કરી શકાતું હોય તો કરવું. પણ એક વાત સમજવા જેવી છે કે લાકડાના મકાનનું આયુષ્ય ટૂંકું હોય છે. અને જો જરુરી લાકડું ટૂંક સમયમાં ઉગાડી શકાતું હોય તો જ આવા લાકડાના મકાનોને સ્વિકારી શકાય.
ગાંધીજીએ એવી વાત કરેલી કે રૂ. ૫૦૦/- માં એક રહેઠાણ પડવું જોઇએ. અને ઘરમાંથી આકાશ દેખાવું જોઇએ. નાના ભૂલકાઓને રમવાની ખુલ્લી જગ્યા હોવી જોઇએ. હવે તેમણે જે વખતે મકાનની કિમત કે જે રૂ. ૫૦૦/- સૂચવેલી તે વખતે ઘી એક રુપીયાનું અઢીશેર મળતું હતું. આજે એટલું ચોક્ખું ઘી કદાચ ૪૦૦ રૂપીયે મળે. એટલે ૫૦૦ ગુણ્યા ૪૦૦ એટલે ૨૦૦૦૦૦ રૂપીયા કિમત થઈ. જો તમે આરસીસીના માળખા જ જો બનાવો તો એક ચોરસવારની કિમત રૂ. ૫૦૦૦/- થાય. જેઓ હાલ તુરત ગરીબ છે તેમને પૃથ્વીની જમીન ઉપર ઘર આપો તો તેમાં જમીનનો વ્યય પણ થાય અને મોંઘું પણ પડે. એટલે ૧૫ ફુટ બાય ૧૫ ફુટ ના ફ્લેટ આપી શકાય. આની અંદર સંડાસ અને રસોડું સામેલ હશે. આ રહેણાકોની રચના વિષે અલગથી વાત કરીશું.
સ્થાનિક સત્તામંડળ મકાનો બનાવીને ભાડે આપશે. મકાનો વહેંચશે કે વેચશે નહીં. તેમજ પેટા ભાડવાત તરીકે આપવા પણ દેશે નહીં.
બધી જમીન આમ તો સરકારી જ ગણાય. સરકાર કાંતો ફાજલ જમીનનો ઉપયોગ કરે છે અથવા જમીન ખરીદીને પ્રાપ્ત કરે છે. આ ખરીદીનો ખર્ચ તે પોતાના બજેટ ફંડમાંથી મેળવે છે.
ઝોંપડ પટ્ટીઓ જો દૂર કરવી હોય તો સરકારે એ જાણવું જોઇએ કે ઝોંપડ પટ્ટીઓમાં કોણ રહે છે.
ઝોંપડપટ્ટીઓમાં મજુરો રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હોય છે કે નોકરી કરતા હોય છે. જેઓ નોકરી કરતા હોય છે તેમને અલગ તારવવા પડશે. આવા લોકોનું ભાડું એમ્પ્લોયર કોન્ટ્રાક્ટ્રરો પાસેથી એડ્વાન્સમાં વસુલ કરવામાં આવશે.
રહેણાક કેવું હશે?
એક ચારમાળના બીલ્ડીંગ બ્લોકમાં ૧૫ બાઈ ૧૫ ફુટના ગાળાઓ હશે. સામસામેના બે ગાળા વચ્ચે ૧૫ ફુટ ની પહોળાઈનો જવા આવવાનો રસ્તો હશે.
એક કુટુંબને એક ગાળો ભાડે આપવામાં આવશે.
૧૫x૧૫=૨૨૫ ચો.ફુટ = ૨૫ ચો.વાર વત્તા ૫૦ ટકા કોમન સ્પેસ=૧૨.૫. એટલે કે ૩૭.૫ વત્તા ૨.૫ દાદરો = ૪૦ ચોરસવાર થયું.
૨૭.૫ચો.વાર ફ્લેટ જેમાં ૨.૫ દાદરાનો હિસ્સો સામેલ છે. તેમાં ૨.૫ ચો.વાર. પાર્કીંગના ઉમેરો તો એક ગાળાનો ખર્ચ એક કુટુંબ માટે રૂ. ૩૦x6000=180000. આ ખર્ચ, ગાંધીજીએ આપેલીની સીમા પ્રમાણે થાયો કહેવાય. આમાં આપણે જમીનની કિમત ગણી નથી. જો કે આમાં પેસેજ નો વિસ્તાર ઉમેર્યો નથી. તે સરકાર જાળવણી ખર્ચમાં ગણશે. આમ તો વાસ્તવિક ખર્ચ ૨૪૨૫૦૦ થાય છે. પણ સામાન્ય વપરાશનું બાંધકામ કે જગ્યા છે તે સરકારની ગણાશે.
સરકારે કોઈને કશું ફોગટમાં આપવાનું નથી. એટલે કે ભાડું લેવાનું છે.
ભાડાની ગણત્રીઃ
ભાડાની ગણત્રી બે રીતે થઈ શકે મકાનની કિમતના સોમા ભાગનું દર મહિને ભાડું. એટલે કે ૧૮૦૦ રૂપીયા ભાડું. આ ભાડું પોષાય ખરું? ૨૦ ટકા હાઉસરેન્ટ ઓછું કરો. એટલે કે ૧૮૦૦-૩૬૦=૧૪૪૦ રૂપીયા માસિક ભાડું થયું. આ ભાડું પોષણક્ષમ છે. અને જેઓ બેકાર નથી તેઓ આપી જ શકે. જાળવણી ખર્ચ અલગથી વસુલ કરવામાં આવશે. આ હાઉસરેન્ટ ની કપાત જેમને હાઉસરેન્ટ મળતું નથી તેમને જ અપાય.
ભાડા વસુલીની રીત અને જાળવણીઃ
વર્ક ઓર્ડર પર મજુરોને ભાડે આપો. પણ ભાડું એમ્પ્લોયર પાસેથી વસુલ કરવાનું રહેશે. મજુર કાયદાની જોગવાઈઓમાં બીજી સામાન્ય જોગવાઈઓ ઉપરાંત ઘણી જોગવાઈઓ હોય છે.
જે કોન્ટ્રાક્ટરો મજુરો રાખે છે તેમણે મજુરકાયદા પ્રમાણે રહેઠાણની જગ્યા આપવાની હોય છે અને તેમાં સંડાસ પાણી અને વિજળીની સગવડ આપવાની હોય છે.
દરેક કામ વર્કઓર્ડર પ્રમાણે થાય છે.
એટલે વર્ક ઓર્ડરના અધારે અને પ્રમાણે લેબર ઓફીસર લેબર-લાઈસન્સ કાઢી આપે છે.
હાલમાં લેબર કમીશ્નરનો સ્ટાફ ડાબા હાથના પૈસા લઈ લેબર લાઈસન્સ કાઢી આપે છે. અને સાઈટ વીઝીટમાં ફાલતુ નોટીસ આપી પૈસા ઉઘરાવી ઘરભેગા કે ઓફીસ ભેગા થઈ જાય છે.
પણ જો કોન્ટ્રાક્ટરને આ રહેણાકો રાખવાની ફરજ પાડવામાં આવે એટલે કે જો કોઈ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર કે જાહેર જનતાની જગ્યાનો રહેણાક તરીકે ઉપયોગ કરે તો તેની દબાણ કર્તા તરીકે ધરપકડ કરવી પડશે અને જે તે કોન્ટ્રાક્ટર ને પેનલ્ટી લગાડી ને બ્લેક લીસ્ટ કરવો અને તેનું લાયસન્સ રદ કરવું જોઇએ. કોન્ટ્રાક્ટર પાસેથી એડ્વાન્સમાં ભાડું વસુલ કરવામાં આવશે. જેની રોજગારી/નોકરી કાયમી હશે તેનું ભાડું તેમના પગારમાંથી કાપી લેવામાં આવશે. પણ કોન્ટ્રાક્ટર આ ભાડું એમ્પ્લોયર એડ્વાન્સમાં ભરશે.
આ માટે એક સીસ્ટમ અમલમાં મુકી શકાય.
જેઓ પાર્ટટાઈમ કામ કરે છે તેનું રજીસ્ટ્રેશન એમ્પ્લોયમેન્ટ એજન્સી લેબર કમીશ્નરની ઓફીસમાં કરાવે અને તે પૈસા ભરે. પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા એમ્પ્લોયમેન્ટ એજન્સીને ભરશે. જો આ કામ એમ્લ્પોયમેન્ટ એજન્સીને ન સોંપવું હોય તો સરકાર પોતે પણ આવું એક ખાતું દરેક ગામમાં કે વૉર્ડમાં ચલાવે અને પાર્ટ ટાઈમ એમ્પ્લોયરો રોજીના પૈસા સરકારી ખાતામાં જમા કરે અને આ ખાતું રોજીનો હિસ્સો ભાડા તરીકે ભરે.
જો મજુર છૂટો થાય કે તેને છૂટો કરવામાં આવે તો અને તે બેકાર થાય તો તેને ટ્રાન્ઝીટ કેમ્પમાં ફક્ત સુવાની સગવડ આપવામાં આવે અને તેની પાસેથી રૂ. ૧૦ વસુલ કરવામાં આવે. તેને સરકાર પરચુરણ કામ આપે. જેમ જેલના કેદીઓ પાસેથી કામ કરાવવામાં આવે છે તેમ તેમની પાસેથી કામ કરાવવામાં આવશે.
જો તે વ્યક્તિ આ કામ નહીં કરવા માગતી હોય તો તે પોતાની બચતમાંથી એડ્વાન્સમાં ઓછામાં ઓછું એક માસનું ભાડું એડ્વાન્સમાં જમા રાખવું પડશે. નહીં તો સરકાર કે સ્થાનિક મંડળ તેને ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરી દેશે.
જેઓને પોતાનું રહેણાક ખરીદવું છે તેઓ કોઈ આ બાંધકામો ખરીદી શકશે નહીં. તેને માટે હાઉસીંગબોર્ડ જુદી ભાડા ખરીદ પદ્ધતિવળી સ્કીમો બનાવશે અને તેમાં જમીનની કિમત ઉમેરવામાં આવશે અને જે હાઉસરેન્ટ ૨૦ટકા બાકાત મળતું હતું તે ઉમેરવામાં આવશે.
ભાડાની માસિક દરની રકમ કેવી રીતે નક્કી કરવી?
જો મજુરનો રોજ રૂ.૧૦૦ હોય તો માસિક ૩૦૦૦ રૂપીયા આવક થઈ. જો પતિ પત્ની બે જણા કમાતા હોય તો રૂ. ૬૦૦૦ માસિક આવક થઈ. તો આ ભાડું આવકના ૨૪ ટકા થયું.
હવે જો જમીનની કિમત ગણીએ તો મકાનની બહારની જમીન પણ ગણવી પડે. તેને આટલી જ ગણો. શહેરમાં જમીનનો ભાવ ઘણો જ હોય છે. ગામડામાં ઓછો હોય છે. વળી તે બદલાતો પણ હોય છે. તેથી તેને અનુલક્ષીને ભાડું નક્કી કરવું વાસ્તવિક બનશે નહીં.
જે ભાડું, મકાનના બાંધકામના ખર્ચના આધારે હોય છે અને તે એક વખત થઈ ગયું તેથી તે બાંધકામના ખર્ચ ને અનુલક્ષીને જ સરકારને પોષાય તેવું ભાડું મળવું જોઇએ. જાળવણી ખર્ચ બદલાતો રહેશે. દા.ત. ભાડાના ૫ ટકા જાળવણી ખર્ચ અને ૫ ટકા વહીવટી ખર્ચ એટલે ૧૪૪૦ + ૧૪૪ = ૧૫૮૪ થાય. જેમાં ૧૪૪ છે તે મોંઘવારીના આંકડા સાથે સાંકળવામાં આવશે.
જાળવણી અને વ્યવસ્થા માટે જવાબદાર એક બીલ્ડીંગ બ્લોક દીઠ એક પોલીસ કર્મચારી રાખવામાં આવશે. આ પોલીસ કર્મચારી ત્યાં જ એક ગાળામાં રહેશે.
પોલીસ કર્મચારીને રાખવાનું કારણ એ છે કે લોકોને ડાઈરેક્ટ પોલીસ એક્સનનો ભય રહે.
જો કોઈ ભાડું ભરવામાં ચૂક કરે તો?
સરકારે ઓછામાં ઓછા એક માસનું ભાડું અગાઉથી લેવાનું હોવાથી જેવું એકમાસ બાકી રહે અને ભાડવાત ભાડા-ચૂકમાં આવે કે તરત તેને નોટીસ જાય કે ફલાણી તારીખે તેના રહેણાંકનો કબજો લઈ લેવામાં આવશે. આ નોટિસ પોલીસ જ આપશે કારણે તેની ડ્યુટી જ આ છે અને તે ત્યાં જ ડ્યુટી કરતો હોવાથી અને રહેતો હોવાથી તેને તત્કાળ નોટીસ બજવી શકશે.
જે ભાડવાત ચૂક કરે છે તેનું શું કરવુ?
આવા ભાડવાતને આશ્રયહીન અને આવકહીન ગણી ટ્રાન્ઝીટ હંગામી રહેણાંકમાં સીફ્ટ કરવો જ્યાં તેને ફક્ત સુવાની જગ્યા હશે અને સ્ત્રી પુરુષ અલગ અલગ રાખવામાં આવશે. આ ટ્રાન્ઝીટ રહેઠાણમાં પણ રૂ.૧૦ રોજના લેવામાં આવશે. જેલના કેદીઓની જેમ તેની પાસે કામ કરાવી પૈસા વસુલ કરવામાં આવશે.
જોકે આ બાબતમાં રાજ્યની સરકારે અને સ્થાનિક સ્વરાજ ની સંસ્થાએ કટીબદ્ધ થવું જોઇએ. કોન્ટ્રાક્ટરે કે એમ્પ્લોયરે ઓળખકાર્ડ ફરજીયાત આપવા પડે. જો કે મજુર કાયદાઓમાં આ જોગવાઈઓ છે જ. પણ લેબર કમીશ્નર, વર્ક ઓર્ડર આપનાર અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતમાં બધું લોલં લોલ ચાલવા દેવામાં આવે છે.
એક વિસ્તાર પૂર્વકના ફાળવણીના, ભોગવટાના, નીગરાનીના, નોધણીના (રેકૉર્ડઝના), જાળવણીના અને નીરીક્ષણના બાય-લોઝ બનાવવા જોઇએ.
એક બીલ્ડીંગ બ્લોક માં ૧૪૨ કુટુંબોને એક એક ૧૫ ફુટ બાય ૧૫ ફુટનો ગાળા ફાળવી શકાય
માસિક આવક રૂ. ૨૨૪૯૨૮ થાય જેમાં ૨૦૪૪૮ સામેલ છે.
સુવાના ૨૯૬ સીમેન્ટની પથારીઓ છે. જેની રોજની આવક રૂ. ૨૯૬૦ થાય. એક માસની આવક રૂ. ૮૮૮૦૦ થાય.
જો તેઓ ભાડા ભરવામાં ચૂક કરે તો તેમને હંગામી સુવાની જગામાં ખસેડી શકાય.
એક બ્લોક દીઠ આઠ પોલીસ કર્મીઓને નોકરી મળશે. બે સફાઈ કામદારોને રોજી મળશે. સરકારને નહીં નફો નહીં નુકશાનનો ધંધો થશે.
જો વધુ આવક કરવી હશે તો બેઝમેન્ટમાં ૩૦૦ લારી, ગલ્લા અને પાથરણા વાળાને ભાડે જગાની ફાળવણી કરી શકાશે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ રહેણાંક, સંકુલ, હંગામી, સુવાની જગ્યા, પોલીસ, ગાળા, બાય લૉ, ભાડવાત, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, હાઉસીંગ બૉર્ડ, સરકાર

Like this:
Like Loading...
Read Full Post »