Feeds:
Posts
Comments

Posts Tagged ‘હિંસા’

અમદાવાદનું નામ બદલવું જોઈએ કે નહીં?

અમદાવાદનું નામ બદલવાની ચર્ચા ચાલે છે.

કોઈ પણ કાર્યની પાછળ કારણ હોય છે. એટલે કે કોઈ પણ કારણ તો બતાવવું જ પડે.

અમદાવાદના નામ બદલવાનો વિરોધ પણ થતો હોય તો પછી નામ બદલવા પાછળનું ઔચિત્ય સિદ્ધ કરવું પડે.

નામ ક્યારે બદલી શકાય?

Untitled02

(૧) નામ અપભ્રંશવાળું હોય અને ક્લિષ્ટ હોય.

(૨) નામનો ઉચ્ચાર સ્થાનિક લોકો અમુકરીતે કરતા હોય પણ બહારના લોકો તેનો ઉચ્ચાર ભીન્ન રીતે કરતા હોય અને લખતા પણ ભીન્ન રીતે હોય.

(૩) જ્યાં સુધી ગામનું નામ બદલવાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી એમ કહી શકાય કે ગામની સ્થાપના જે વ્યક્તિએ કરી હોય તે અને અથવા તે વ્યક્તિના નામને અમર રાખવા અને અથવા તે વ્યક્તિનું બહુમાન કરવા, તે વ્યક્તિના નામ ઉપરથી ગામનું નામ રાખવામાં આવ્યું હોય પણ પછી કાળાંતરે એમ લાગે કે એ વ્યક્તિનું આવું બહુમાન કરવું આવશ્યક નથી, માટે નામ બદલવામાં આવે.

(૪) ઉપર (૩)માં દર્શાવેલ વ્યક્તિ કરતાં “બીજી વ્યક્તિ કે જે તે સ્થળ ઉપર વસેલા ગામ માટે વધુ યોગ્ય છે,” તો તે આધારે નામ બદલવામાં આવે.

(૫) આપણા હાથમાં સત્તા છે અને (૩)માં નિર્દેશિત વ્યક્તિ આપણને પસંદ નથી માટે તે નામ બદલીને બીજું નામ રાખો.

(૬) ફલાણા લોકોએ નામ બદલ્યાં છે માટે આપણે પણ ગામનું નામ બદલો.

(૭) ફલાણો દેશ આપણો દુશ્મન છે અને તેણે આપણી સંસ્કૃતિના મહાનુભાવોના નામ ઉપરથી તેમના દેશમાં જે ગામોના નામો હતા તેને બદલ્યા છે એટલે તેની પ્રતિક્રિયા આપવા માટે આપણે પણ આપણા ગામના જે તે લાગુ પડતા નામો બદલો.

(૮) આપણે કશુંક કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરવા નામ બદલો.

આટલા કારણો ગામનું નામ બદલવા માટે હોઈ શકે. એક કરતાં વધુ કારણ પણ હોઈ શકે.

અમદાવાદ વિષે શું પરિસ્થિતિ છે?

અમદાવાદના નામ પરિવર્તન માટેની પાર્શ્વ ભૂમિકાઃ

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. કેટલાક મુસ્લિમો અને તેમના નેતાઓએ કહ્યું કે અમે હિન્દુ બહુમતિવાળા દેશમાં સુખી થઈ શકીશું નહીં અને હિન્દુ બહુમતિ અમને અન્યાય કરશે એટલે અમારે જુદો દેશ જોઇએ છીએ. અંગ્રેજોએ કહ્યું અમે મુસ્લિમોના હિતનો ઈજારો લીધો છે એટલે અમારે તેમની સુખાકારી જોવી જોઇએ. એટલે અમે દેશના ભાગલા પાડીશું. જો તમે આ સ્વિકારશો નહીં તો અમે તમને સ્વતંત્ર નહીં કરીએ. આ દરમ્યાન મુસ્લિમો હિંસક બન્યા. ગાંધીજીએ કહ્યું કે “હું તો આ હિંસા અટકાવવા માટે સમર્થ નથી.” …. સૌએ દેશના ભગાલાના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો.

 અંગ્રેજોએ મતદાન કરાવ્યું અને મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારો પાકિસ્તાન બન્યા. બાકી રહ્યું તે ભારત બન્યું. આ આખી પ્રક્રિયા દરમ્યાન હિન્દુ અને મુસ્લિમો એકબીજાના દુશ્મનો બની ગયા. આમાં અંગ્રેજોએ અને તેમણે રચિત ઇતિહાસે ઠીક ઠીક ભાગ ભજવ્યો.

મુસ્લિમો તો ભારતમાં ઠેર ઠેર પથારાયેલા હતા. પાકિસ્તાન ગયેલા મુસ્લિમો કરતાં ભારતમાં મુસ્લિમો વધુ હતા અને રહ્યા. અને કારણ કે કોંગ્રેસના નેતા નહેરુ અંગ્રેજ સંસ્કૃતિના ચાહક હતા તેમણે અંગ્રેજો દ્વારા સ્થપાયેલ શિક્ષણ પ્રણાલી ચાલુ રાખી અને તેને જ માન્યતા આપી. અને કેટલાક એવા પગલાં લીધાં કે જેથી ભારતમાં રહેલા મુસ્લિમોને લાગ્યું કે આપણે હિન્દુઓથી સાચે જ જુદા છીએ. અને પાકિસ્તાનને એમ લાગ્યું કે ભારત આપણું દુશ્મન નંબર એક છે.

 પાકિસ્તાને ભારત ઉપર અવાર નવાર જુદી જુદી રીતે અને કારણ/ણોસર ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ આક્રમણ કર્યાં. આ બધા આક્રમણોથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય વધતું ગયું. ભારતમાં કેટલાક મુસ્લિમ નેતાઓ એવા પાક્યા કે તેઓ ધર્મના આધારે વધુને વધુ માગણીઓ કરવા માંડ્યા. જે વિસ્તારોમાં હિન્દુઓ લઘુમતિમાં હતા તેમની ઉપર તેઓ અત્યાચાર પણ કરવા માંડ્યા અને તેમને બીજે ખદેડવા માંડ્યા. કોંગ્રેસે મુસ્લિમોને મતબેંક બનાવીને તેમના અત્યાચારો પ્રત્યે હમેશા  આંખ આડા કાન કર્યા. આવું બધું ૧૯૪૭ પહેલાંથી ચાલ્યું આવતું હતું પણ ૧૯૪૭ પછી તેમાં વેગ આવ્યો.

મુસ્લિમો જ્યાં બહુમતિમાં હતા ત્યાં તો તેઓએ આડેધડ, ગામ અને સ્થળોના હિન્દુ નામોને બદલે મુસ્લિમ નામો રાખી લીધા. એટલું જ નહીં પણ ભારતમાં પણ જ્યાં તેઓ બહુમતિમાં હતા ત્યાં પણ તેઓએ ઐતિહાસિક સ્થળોના પણ હિન્દુ નામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.  હિન્દુઓએ મુસ્લિમો ઉપર અત્યાચાર કર્યો હોય તેવા ઉલ્લેખો ઇતિહાસમાં નથી તો પણ મુસ્લિમોએ સ્થળોનું અને ગામોનું ઇસ્લામીકરણ કરવા માંડ્યું.

દરેક પ્રજાની સહનશીલતાની એક સીમા હોય છે. આ કારણથી અને નહેરુવીયન કોંગ્રેસી સરકારોએ મુસ્લિમતૂષ્ટીકરણનું રાજકારણ અપનાવ્યું હોવાથી હિન્દુઓમાં પ્રતિકાર વૃત્તિ જન્મી છે.

આવા સંજોગામાં સ્થળોનું અને ગામોનું નામ પરિવર્તન યોગ્ય ખરું?

અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો. ભારતની સંસ્કૃતિ એક પ્રાચીન અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે. એટલે તે પોતાનો ઇતિહાસ ન રાખે તે ગધેડાને તાવ આવવા જેવી વાત છે. પણ માનસિક રીતે ગુલામ બની જાય એવો એક વર્ગ તમે ઉત્પન્ન કરો અને તેના હાથમાં બધી સત્તા આપો ત્યારે તે તમે જે પઢાવો તે પઢે. અને જો તમે સમાચાર માધ્યમો તમારે હસ્તક રાખ્યા હોય અથવા આવા પઢાવેલા પોપટોને હસ્તક રાખ્યા હોય, અને જો કોઈ તમારા પઢાવ્યાથી વિરુદ્ધ બોલે તો તમે એને મજાક પાત્ર બનાવો અને તેને કૉડીનો કરી દો. આમ કરવાથી આવો વ્યક્તિ અવરોધાય તો ખરો જ.

આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

અંગ્રેજોએ ઇતિહાસ લખ્યો તે ખરું. પણ તેમણે તે તદન ખોટો પણ લખ્યો નથી. અમુક વાતો મહત્ત્વની હતી અને અમુક વાતો મહત્ત્વ ન હતી. તેમણે ઇતિહાસ લખવામાં પ્રમાણ ભાન ન રાખ્યું. અને તેમણે તેમના લાંબા ગાળાના હેતુઓ બર આવે તે રીતે ઇતિહાસ લખ્યો.

ભારતની સંસ્કૃતિ દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની હતી.

Untitled01

મુસ્લિમ રાજાઓ ભારત ઉપર આક્રમણ કરતા રહ્યા અને ક્યારેક હારતા પણ રહ્યા અને ક્યારેક જીતતા પણ રહ્યા. ૬૦૦ વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. આ દરમ્યાન તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની ગાઢ અસર થઈ. મોગલ સામ્રાજ્ય એક એવું મુસ્લિમ સામ્રાજ્ય થયું કે જેણે એક ટૂંકા ગાળા પૂરતો,, પણ મોટા ભાગના ભારતના હિસ્સા ઉપર કબજો મેળવ્યો. અકબરે જોયું કે ભારત ઉપર રાજ કરવું હશે તો હિન્દુઓ સાથે તાલમેલ રાખીને જ આ કામ થઈ શકશે. શાહજહાં અને  ઔરંગઝેબ જરા જુદા નિકળ્યા અને તેઓ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવા માંડ્યા તો ઔરંગઝેબનું સામ્રાજ્ય તેના અંત સમયે ભંગાણને આરે આવી પડ્યું. મરાઠાઓએ કબજો લીધો. પણ તેમાંના કેટલાક લૂંટવામાં માનતા હતા અને તેથી બીજા કેટલાક ખંડિયા રાજાઓ અંગ્રેજોની મદદમાં આવ્યા. અને અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયું. કાળાંતરે ભારતના ખંડિયા રાજાઓને અને ભારતની જનતાને અંગ્રેજોની વટાળ પ્રવૃત્તિઓથી એવું  લાગ્યું કે મોગલો સારા હતા. એટલે ૧૮૫૭માં અંગ્રેજ સરકાર સામે બળવો  થયો. એવું નક્કી થયું કે મોગલ સામ્રાટ બહાદુર શાહ જફર કે જેના રાજ્યની સીમા ફક્ત લાલ કિલ્લા પૂરતી હતી, તો પણ તેને સામ્રાટ પદે સ્થાપવો.

ટૂંકમાં તે સમયના જનમાનસ ઉપરથી એવું ફલિત થતું હતું કે સરવાળો કરીને જોઇએ તો, ટીપુ સુલતાન, મહમ્મદ તઘલખ, ઘોરી, શાહ જહાં, ઔરંગઝેબ ના અત્યાચારો ને લક્ષમાં લઈએ તો પણ મુસલમાનોમાં શેરશાહ સુરી, અહમદશાહ, મહમદ બેઘડો, હૈદર અલી, અકબર, જહાંગીર વિગેરેની સારપને લક્ષમાં લઈએ તો મુસ્લિમો એટલે કે મુગલો સારા હતા.

અંગ્રેજોએ આ માનસિકતા જાણી અને તેથી કરીને ૧૮૫૭ના ભારતીયોના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીત મેળવ્યા પછી, ભારતીયોમાં મુસ્લિમ અને બીન-મુસ્લિમ એવા ભાગલા પડાવવાની પ્રક્રિયા ચાલુ કરી. અને તેમાં તે સફળ રહ્યા.   

 જો અંગ્રેજો ૧૮૫૭માં હારી ગયા હોત તો ભારતમાં એક ભારતીય સમવાય તંત્ર હોત અને સમગ્ર મુસ્લિમ સમાજ, શક, પહલવ, હૂણ, પારસીઓની જેમ ભારતીયોમાં અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત.

પણ અંગ્રેજોએ જે વિભાજનવાદી નીતિ પ્રયોજી હતી તેને કોંગ્રેસે ચાલુ રાખી. જેમકે નવી દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ, બાબર માર્ગ, હુમાયુ માર્ગ, જેવા નામો આપ્યા મુસ્લિમ તૂષ્ટિકરણ ચાલુ રાખ્યું.

હવે અમદાવાદના નામ પરિવર્તન વિષે વિચારીએ;

(૧) અમદાવાદ એ અહમદાબાદનું અપભ્રંશ છે પણ ક્લીષ્ટ નથી.

(૨) બીજા બધા અમદાવાદને ભલે બીજા શુદ્ધ કે અશુદ્ધ નામથી ઓળખતા હોય પણ સરકારે “અમદાવાદ” જે સ્થાનિક લોકો બોલે છે તેને જ માન્ય રાખ્યું છે. કોલકતા અને મુંબઈ વિષે પણ આમ જ છે.

(૩) અમદાવાદ કે જે પહેલાં કોટના વિસ્તાર પુરતું મર્યાદિત હતું તે અહમદશાહ બાદશાહના નામ ઉપરથી પડ્યું છે. હવે કેટલાક લોકોને લાગે છે કે અમદાવાદના અહમદશાહ બાદશાહને માન આપવું જરુરી નથી, તેથી મૂળ અમદાવાદ કે જે કોટની અંદર વસેલું હતું અને હવે ચારે દિશામાં ૨૫ ગણું વધી ગયું છે તેનું નામ બદલવું જોઇએ.

અહમદશાહ બાદશાહે વસાવેલા ગામનું નામ શા માટે બદલવું તે બાબતનો ફોડ કોઈએ પાડ્યો નથી. અહમદશાહ બાદશાહ ક્રૂર હતો કે નહીં અને જો તે ક્રૂર હતો તો તે કેટલો ક્રૂર હતો તેની વિગતો કોઈએ ખૂલ્લી કરી નથી.

(૪) આશાવલ નામના ભીલે આશાવલ વસાવેલું. રાજા કરણદેવે કર્ણાવતી / કર્ણપુર વસાવેલું. પણ સવાલ એ છે કે જે ગામ કોટની અંદર વસેલું હતું તે શું આશાવલ ભીલે કે રાજા કર્ણદેવે વસાવેલું હતું? “આશાવલ”ની સાથે સામ્ય ધરાવતું “અસારવા” સ્થળ મળે છે ખરું. પણ કર્ણપુર કે કર્ણાવતીની સાથે સામ્યતા ધરાવતું કોઈ સ્થળ હોય તો તેની કોઈએ માહિતિ આપી નથી.

(૫), (૬) “આપણા હાથમાં સત્તા છે માટે આ શહેરનું નામ બદલી નાખો”. ફાલાણાએ નામ બદલ્યું એટલે આપણે પણ આ શહેરનું નામ બદલી નાખો તેવા તર્ક માત્રને આધારે નામ બદલવું એ સંસ્કારી પ્રજાને શોભે નહીં.

(૭) આપણો દુશ્મન કે જે મુસ્લિમ દેશ છે, અને તે તેના હિન્દુ શહેરોના નામો બદલી નાખે છે, એટલે તેના વાદે ચડીને આપણે આપણા જે બાદશાહની ક્રૂરતાને જાણતા નથી પણ જેની સારી વાતો આપણા જાણવામાં છે, તેને અવગણીને “કારણ કે તે રાજા મુસલમાન હતો” તે કારણસર આપણે આ શહેરનું નામ બદલી નાખો. આ વાત બરાબર નથી. આવું જો આપણે કરવું જ હોય તો આપણે બધા મુસલમાનોને પાકિસ્તાનમાં મોકલી દેવા જોઇએ. કારણ કે આપણા પાડોશી મુસલમાન દેશે પણ ત્યાંના હિન્દુઓને બળજબરીથી ભારતમાં ધકેલી દીધા હતા અને પછી ગામોના નામો બદલ્યાં હતાં. જેમ પાકિસ્તાનમાં નામ બદલવાની બાબતમાં હિન્દુઓને નાહવા નીચોવવાનું રહ્યું નહીં, તેમ ભારતમાં પણ મુસલમાનોને નાહવા નીચોવવાનું ન રહે.

(૮) આપણે કંઈ ઈન્દિરા  નહેરુગાંધી કોંગ્રેસ પાર્ટી વાળા નથી કે કંઈક કરી રહ્યા છીએ એ બતાવવા બેંકોંનું રાષ્ટ્રીયકરણ કરીએ, રાજાઓના સાલીયાણા બંધ કરીએ, તેનાથી સો ગણા નાણાં આપણા ચૂંટાયેલા સભ્યોને આપીએ, અને તેમને પેન્શન રુપી સાલીયાણા અને ઘર પણ આપીએ, પારકા પૈસે ખેરાતો કરતા રહીએ અને પોતાની પીઠ થાબડતા રહીએ.

આપણને આવું શોભે નહીં.

Untitled

અરે ભાઈ, અમે એક વાર જીભ કચરી છે, કે અમદાવાદનું અમે નામ બદલીને કર્ણાવતી નામ રાખીશું  તો હવે અમારી આબરુનું શું? અમારા શબ્દોની કંઈ કિમત ખરી કે નહીં?

તો હવે આનો કંઈ રસ્તો ખરો?

આનો ઉપાય તો છે.

તમે નવું પાટનગર વસાવ્યું. તેનું નામ તમે ગાંધીનગર રાખ્યું. વળી તેમાં એક રસ્તાનું નામ ઇન્દિરા ગાંધી રોડ રાખ્યું છે. કોંગીઓ આથી ખુશ છે. કારણ કે તેઓ તો આને ઇન્દિરા ગાંધીનગર જ સમજે છે.

શિવસેના વાળાએ “છત્રપતિ શિવાજી ટર્મીનસ”નું નામ બદલીને “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ” નામ રાખ્યું, તેમ તમે “ગાંધીનગર”નું નામ બદલીને “મહાત્મા ગાંધીનગર” નામ કરો. ભલે કોંગીઓના પેટમાં ઉકળતું તેલ રેડાય.

આમ કર્યા પછી તમે મહાત્મા ગાંધીનગર અને અમદાવાદને જોડીને એક મહાનગર કરી દો. સાબરમતી રેલ્વે સ્ટેશન પાસે એક નવું સ્ટેશન બનાવો અને તેનું નામ “કર્ણાવતી મહાનગર” રાખો. જેમ લોકો મુંબઈમાં બોલચાલમાં તો શિવાજી ટર્મીનશ જ કહે છે તેમ કર્ણાવતી મહાનગરને પણ લોકો બોલવામાં કર્ણાવતી જ બોલશે. એટલે તમારું કામ થઈ ગયું.

તો પછી “આશાવલ”નું શું?

રેલવે લાઈનના પૂર્વ અમદાવાદના નારોલ જંક્શનને આશાવલ નગર નામ આપી દો. આ પૂર્વ અમદાવાદને “આશાવલ નગર” તરીકે ઓળખવું.  ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. અને બધા બહુ મજામાં આવી જશે.

એક મહાનગર “કર્ણાવતી મહાનગર”

એક નગર વિસ્તાર આશાવલ નગર

એક  નગર વિસ્તાર અમદાવાદ

એક નગર વિસ્તાર મહાત્મા ગાંધી નગર

સાધ્યં ઈતિ સિદ્ધમ્‌

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »

ગાંધીબાપુ ક્યાં સુધી જીવશે? – ૧

Paint01

શું ગાંધીજી પ્રસ્તૂત છે?

૧૯૪૮ના અને ૨૦૧૮ના ભારતમાં ઘણો ફેર પડી ગયો છે.

વૈચારિકતાને ન ગણીએ પણ રહેવાની ઢબમાં જે ફેર પડી ગયો છે તેને જો ગણીએ તો ગાંધીજી હવે કેટલા પ્રસ્તૂત છે તે વિચારવું પડશે.

પણ એ પહેલાં વૈચારિકતા ઉપર આછેરો દૃષ્ટિપાત કરવો જરુરી છે.

જો હિંસા અને અહિંસાના પરિપેક્ષ્યમાં જ વિચારીએ તો વૈચારિક દારીદ્ર્યતા હજુ પણ જીવિત છે. કદાચ ક્યાંક ક્યાંક તે અધિક માત્રામાં અને તે પણ અંધ રીતે જીવે છે.

તમે નિરક્ષરને કે દૃષ્ટિહીનને પુસ્તક ભેટ આપો તો કદાચ તે બીજા પાસે પણ વંચાવી લેશે અને ગ્રહણ કરવું હશે એ ગ્રહણ કરશે. પણ જે વાંચી શકે છે પણ જે અમુક પુસ્તકો વાંચવામાં માનતો જ નથી, તો તેને તમે ક્યાં મુકશો? તમે તેને નિરક્ષર કે દૃષ્ટિહીન વ્યક્તિથી પણ અક્ષમ કક્ષાએ મુકશો.

જેમ કે કેટલાક લોકો ભગત સિંહ અને મહાત્મા ગાંધીને સામસામે મુકે છે.

કારણ કે ભગત સિંહ અહિંસામાં માનતા ન હતા અને ગાંધીજી, બ્રીટીશ સરકાર સામેની લડાઈમાં અહિંસામાં માનતા હતા.

સૌ સૌની વિચારધારાની પસંદગીની વાત છે. પણ બંને વિચાર ધારાઓ તે વખતે કશા સંઘર્ષ વગર એકબીજા પ્રત્યે માન રાખતી હતી.

જો ધ્યેય માનવ જાતના ભલા માટેનું હોય તો, કોઈ પોતાની માન્યતા પ્રમાણે વર્તે તેમાં બીજાએ દખલ કરવી નહીં આ વાત તેઓ સૌ સારી રીતે સમજતા હતા.

સ્વતંત્રતા પ્રાપ્તિ માટે હિંસક માર્ગની લડતમાં વિશ્વાસ રાખનારાઓનું એક જુથ હતું. અહિંસક માર્ગે લડત ચલાવવી એવું માનનારાઓનું પણ એક મોટું જુથ હતું. કેટલાક એવા પણ હતા કે જેઓ બંનેમાં વિશ્વાસ રાખતા હતા.

ગાંધીજીનું યોગદાન

૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા. સૌ પ્રથમ તો તેઓ આખું હિન્દુસ્તાન ફર્યા. એટલે કે તેઓ હિંદની પ્રજાના માનસથી અને પરિસ્થિતિથી પરિચિત થયા. એટલે જો ગાંધીજીના યોગદાનની વાત કરીએ તો ગાંધીજીએ ૧૯૧૭ થી ૧૯૪૭ કોંગ્રેસને અને દેશની જનતાને યોગદાન આપ્યું કહેવાય.

ગાંધીજીની કોંગ્રેસ પક્ષ ઉપર વૈચારિક પકડ હતી. તે કોના ઉપર કેટલી હતી અને કેટલી ઉંડી હતી તે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. પણ જ્યારે ગાંધીજીનો પાર્થિવ દેહ અસ્તિત્વ ધરાવતો હતો, તે સમયે જે લોકો ગાંધીના બધા જ વિચારોને અપનાવવામાં માનતા ન હતા તેઓ કાળક્રમે તેમને સ્વિકારતા થયા હતા. જેમાં આચાર્ય જે.બી. ક્રિપલાણી, રામમનોહર લોહિયા, ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા ઘણા આપણા ગુજરાતના પણ લોકપ્રિય નેતાઓના નામ લઈ શકાય.

ગાંધીજી એક ઓજાર કે શસ્ત્ર …!!!

કેટલાકને મન ગાંધીજી, એક જાહેર જીવનમાં પ્રભૂત્ત્વની સ્થાપના માટેનું ઓજાર કે શસ્ત્ર હતા તેઓમાંના કેટલાક કોંગ્રેસમાં રહ્યા અને કેટલાક કોંગ્રેસમાંથી નિકળી ગયા. જેઓને માટે ગાંધી એક વિચારધારા હતી, તેઓએ લોકોપયોગી સંસ્થાઓ ચાલુ કરી અને તેની દ્વારા પોતે સમાજ માટે કંઈક હકારાત્મક  કર્યું છે અને કરે છે તેવી આત્મતુષ્ટિ મેળવી. “મારે માટે એક પગલું બસ છે.”

ગાંધીજીના અહિંસા માર્ગ, અને અ-ગાંધીવાદીઓના હિંસા માર્ગ, આ બંનેને આપણે વનસ્પત્યાહારી અને માંસાહારી વિચારધારાઓ સાથે સરખાવી શકીએ.

ગાંધીજીની અહિંસા સાપેક્ષ હતી. એટલે કે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા. અને ઓછામાં ઓછી હિંસા એ, જે તે પ્રસંગ અને જેની ઉપર આચારવામાં આવનાર છે તે વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખે છે.

ગાંધીજીને એમ લાગેલ કે બ્રીટીશ રાજ લોકશાહીને વરેલું રાજ છે. કાયદાનું શાસન છે. તેઓ ભલે દંભી હશે, તેઓ ભલે ચાલાક હશે, પણ તેઓ હમેશા કાયદાને વરેલા રહેશે એટલે તેમની સામે અહિંસક લડત ચાલી શકશે. સફળતા મળતાં કદાચ વાર લાગશે પણ તેઓ સત્યને નકારી શકશે નહીં.

અહિંસાની સાથે સુક્ષ્મ હિંસા અદૃષ્ય રીતે જોડાએલી હોઈ શકે છે. તમે વધુ જાણકાર હો અને સામેના પક્ષનો વ્યક્તિ ઓછો જાણકાર હોય તો તમે તેને ચર્ચામાં હરાવી શકો છો. ભલે સત્ય તેની તરફમાં હોય તો પણ.

આવા સંજોગોમાં તમે સુક્ષ્મ હિંસા ઓછી કરવા તેને યોગ્ય મુદત આપી શકો છો. જો તમે આવું ન કરો તો તે સુક્ષ્મ હિંસા જ કહેવાય. પણ જો સામેની વ્યક્તિ બેસુમાર મુદતો માગ્યા જ કરે તો તેણે મીથ્યા રાજકારણ ખેલ્યું કહેવાય. (આવું રાજકારણ નહેરુવીયન કોંગ્રેસે સર્વોદય વાદીઓ સામે ખેલેલું).

જેઓ હિંસામાં માને છે તેઓ પણ અહિંસામાં તો પરોક્ષ રીતે માનતા જ હોય છે. જેમ કે જેઓ માંસાહારી હોય છે તેઓ વનસ્પત્યાહારી તો હોય છે જ. કારણ કે માંસાહાર એ માણસ જાત માટે  સંપૂણ અને સ્વતંત્ર આહાર નથી. માંસાહારીઓને પણ મરચું, મીઠું, મરી, મસાલા, થાળી, વાટકા, ચમચી વિગેરે વાપરવા જ પડે છે. તેઓ તેને બદલે કંઈ, લાલ કાળી કીડીઓ, મંકોડા, વરસાદી જીવડાં, ખોપરી, હાડકાં, છીપલાં …. વાપરતાં નથી.

તેવી જ રીતે હિંસામાં માનનારાને પણ કાયદા તો બનાવવા જ પડે છે જેથી સમાજમાં હિંસા ઉપર નિયમન આવે.

બ્રીટનમાં અહિંસક માર્ગે  જનતંત્ર સ્થાપેયેલું. તેથી અહિંસક માર્ગે આઝાદી પણ મળી શકશે તેવો ગાંધીજીને વિશ્વાસ હતો. આમ કરવામાં તેમને જે અનુભવો થયા, તેને લીધે, તેમની અહિંસા ઉપરની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગયેલી.

ગાંધીજી એક બહુમુખી પ્રતિભા

ગાંધીજી, એકલી સ્વતાંત્રતાની વાતને જ નહીં, પણ સ્વાવવલંબનની વાતને, અને સમાજ સુધારણાની વાતને પણ દેશના અંતરાલ અને અંતિમ છોર સુધી લઈ ગયેલ. ગાંધીજીએ કોંગ્રેસના સંગઠનને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડેલું. આનો લાભ નહેરુવીયન કોંગ્રેસને ૧૯૬૭ સુધી મળતો રહેલો..

તમને પાંચશો ખોરાડાના ગામમાં પણ એક ગાંધીવાદી જોવા મળતો હતો. ભાવનગર શહેરમાં તમને નાનાભાઈ ભટ્ટ કે આત્મારામ ભાઈ ભટ્ટ જેવા અનેક મળે અને શહેર હોવાને કારણે નવાઈ ન લાગે પણ ગારિયાધર જેવા એક નાનકડા ગામમાં પણ તમને શંભુભાઈ ત્રીવેદીનો સોટો ચાલતો જોવા મળે તો એ કેવું લાગે? હાજી સોટો એટલે સોટો. આ સોટો એટલે આચાર્યના અનુશાસન જેવો સોટો. ઇન્દિરાના કટોકટીના શાસનના સોટા જેવો નહીં.

આજે પણ તમને મેઘાલયમાંના અંતરાલ ગામ એવા મૉકડૉકમાં પણ એમીલીબહેન જેવા સર્વોદય કાર્યકર જોવા મળશે જેઓ બાળકોને ભણાવે છે અને બીજી બહેનો સાથે નાની ખેતી પણ કરે છે.   ગાંધીજીનું આંદોલન ફક્ત સ્વતંત્રતા માટે ન રહેતાં અનેક રીતે બહુમુખી હતું.

કેટલાક લોકો બરાડીને મોટા અવાજે કહે છે કે ગાંધીજીને કારણે સ્વતંત્રતા મળી એ એક જૂઠ છે. આપણે તેમને કહીશું; ભલે ભાઈ ભલે. તમે ખુશ થાઓ.

ગાંધીજીની આઝાદીની લડત તો તેમની સમગ્ર લડતોની હિમશીલાની ટોચ માત્ર હતી. જો તમે ગાંધીના યોગદાનને ફક્ત આઝાદીના પરિપેક્ષ્યમાં જ જોતા હો તો તે તમારું અજ્ઞાન છે.

ભારત દેશ એટલે એક ગરીબ દેશઃ

અંગ્રેજોએ આપણા દેશને ગરીબ બનાવીને છોડી દીધો હતો. હવે આગળ કેમ વધવું, તે સ્વતંત્રતા પછીનો  મોટો કોયડો હતો.

ગરીબ દેશ, એટલે નહીં મકાન, નહીં પાણી, નહીં અન્ન, નહીં વસ્ત્ર, નહીં વ્યવસાય, નહીં ઉત્પાદન, નહીં ધન, નહીં આવાસ … અને તેની સાથે સાથે શિક્ષણનો અભાવ, ફરેબી શિક્ષણ, અંધશ્રદ્ધા, કોમવાદ, જાતિવાદ, અસ્વચ્છતા, રોગચાળો, કુરિવાજો,  …. આવી પરિસ્થિતિમાં દેશને આગળ કેમ લઈ જવો? ….

આ બધું હોવા છતાં ભારત પાસે વારસામાં હતું; મહાન સંસ્કૃતિ, સંસ્કૃતભાષા, સંસ્કૃત સાહિત્ય, ઉચ્ચ તત્ત્વજ્ઞાન, સહિષ્ણુ ધર્મ, અને અનેક ક્રાંતિકારી મહાત્માઓ અને સંતો ….

ગાંધીજીએ રામને અને ગીતાને જ શા માટે પસંદ કર્યાં?

(૧) જેને તમે નકારી શકતા નથી તેનો આદર કરો, ભલે તે કોઈ પણ કક્ષાએ થી ઉચરાયું હોય,

(૨) સત્યનો આદર કરો અને તેની સ્થાપના કરો,

(૩) શાસક માટે કશું અંગત નથી. તેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઇએ,

(૪) સામાજીક બદલાવ, શાસક ન લાવી શકે, કારણ કે શાસક તો બળ વાપરશે. અને બળથી સત્ય સિદ્ધ થતું નથી.

(૫) સામાજીક બદલાવ લાવવા માટેના અધિકારીઓ ઋષિઓ છે,

(૬) ઋષિઓ પાસે નૈતિક બળ છે અને શાસક પાસે “દંડ” નું બળ છે.

(૭) ઋષિઓનું શાસન એ અનુશાસન છે, શાસક જે કંઈ કરે તેને શાસન કહેવાય.

(૮) ધર્મ એટલે સમાજ પ્રત્યેનું કર્તવ્યઃ

એટલે કે જેણે જે ક્ષેત્રને પસંદ કર્યું અને જેમાં કુશળતા મેળવવી. તે દ્વારા સમાજની સેવા કરવી તે તેનો ધર્મ છે.

જેમકે તમે સર્જન થયા અને ઘણા પૈસા અને કિર્તી કમાયા. કોઈ એક વખત તમે ઓપરેશન ટેબલ ઉપર ઓપરેશન કરવાની તૈયારીમાં હતા અને તમને લાધ્યું કે આ કામ તો ખરાબ છે. હું આ ઓપરેશન નહીં કરું અને તમે તે ઓપરેશન છોડી દો તો તે યોગ્ય નથી. તમે સર્જનનું ભણ્યા છો અને તેમાં કુશળ છો તો તમે બીલ્ડરના ધંધામાં રાતો રાત ન પડી શકો. તેનો પહેલાં અભ્યાસ કરો અને તેમાં કુશળતા મેળવો. ધીમે ધીમે ચેન્જ ઓવર કરો.

(૯) શાસકત્વ (ક્ષાત્રત્વ) જેણે પસંદ કર્યું તેણે તેને વળગી રહેવું જોઇએ, તેનો તે ધર્મ  (કર્તવ્ય) છે,

(૧૦) સ્વધર્મે નિધનં શ્રેયઃ, પરધર્મઃ ભયાવહ

આ બધા ગુણો ગાંધીજીએ રાજા રામમાં અને ગીતામાં જોયા.

શિક્ષણ વિષે તો ગાંધીજીએ ઘણું લખ્યું છે.

શિક્ષણ અને ઉદ્યોગ અને શ્રમને તેમણે કદી અલગ પાડ્યા નથી. હાલના કેટલાંક વર્તમાનપત્રો, જો વિદ્યાર્થી પાસે ક્યાંક શ્રમ કરાવાતો જુએ તો “અય્યો …. અય્યો … અય્યો… વિદ્યાર્થીઓ પાસે તમુક સકુલવાળા કામ કરાવે છે….”

અમારે ડેરોલ (ગોધરા પાસેનું ગામડું)ની સ્કુલમાં તો કોઈ પટાવાળો જ ન હતો. અને સફાઈ અમારે જાતે જ કરવી પડતી હતી. ઘંટ પણ અમારે જ વગાડવો પડતો હતો. આ સરકારી પ્રાથમિક શાળા જ હતી. કાલાં ફોલવાનાં, રૂ કાઢવાના, રૂ પીજવાનાં, પૂણી બનાવવાના, કાંતવાના, વણવાના કામ પણ અમને શિખડાવવામાં આવતા હતાં. ખાતર બનાવવાનું પણ શિખવાડવામાં આવતું હતું. ફક્ત કાંતવાની પરીક્ષા રહેતી.

ગાંધીજી અને સ્વચ્છતા વિષે તો મોદીજી ઘણું જ લખે છે અને બોલે છે. એટલે એ વાત જવા દઈએ.

હા. શારીરિક સ્વચ્છતા વિષે એમના વિચારો જાણવા જોઇએ. તેમણે શરીરના અંગોને કેવી રીતે સાફ રાખવા તે વિષે ઠીક ઠીક લખ્યું છે. દાઢી કેવી રીતે કરવી, વાળ કેવી રીતે કાપવા, ગુપ્તભાગોના વાળ કેટલા સમયે કાપવા, કેવી રીતે સ્નાન કરવું, કેટલું ચાલવું એ બધું પણ તેમણે સમજાવ્યું છે.

આરોગ્યઃ

ગાંધીજીના આરોગ્યના વિચારો સૌએ અપનાવવા જેવા છે.

માટીના પ્રયોગો, પાણીના પ્રયોગો, શાકભાજી દ્વારા રોગનિવારણ, ફળાહાર દ્વારા લાંબુ આયુષ્ય, બકરીનું દૂધ, ગાયનું દૂધ, જડી બુટ્ટીઓ … આ બાધાના ઔષધીય ગુણો છે.

ઉપવાસ અને કુદરતી ઉપચારઃ

૯૦ ટકા રોગ ચાર દિવસના નકોરડા ઉપવાસ કરવાથી મટી જાય છે. જો કે આને માટે વૈદકીય સલાહ અને નિગરાની આવશ્યક છે. જો તમને ડાયાબીટીસ હોય, ટીબી હોય, હૃદય રોગ હોય તો નકોરડા ઉપવાસ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

આહારના નિયમન દ્વારા રોગમૂક્તિ થઈ શકે છે. આહારના નિયમન થી તંદુરસ્તી જાળવી શકાય છે તે ગાંધીજીએ પ્રયોગો દ્વારા પણ સિદ્ધ કરી બતાવ્યું છે.

“સમસ્યાઓ છે તો ઉપાયો પણ છે” એ લેખમાળા પ્રતિલિપિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ગાંધીજીએ ક્યાંય ભૂલ કરેલી?

એમણે કબુલ કરી ન હોય તેવી ભૂલો તો મળતી નથી.

ગાંધીજીના સિદ્ધાંતો એ એક દિશા સૂચન છે. ભલે ગાંધીજીએ ન કહ્યું હોય તો પણ તેમના વિચારોને અનુરુપ આજના સંજોગામાં મૂલવીને આપણે નિર્ણયો લઈ શકીએ.

આપણે ગાંધીજીના અમુક સિદ્ધાંતો માનીએ અને અમુક ન માનીએ એવું ન ચાલે. છતાં પણ તેના ઉપર વિચાર વિમર્શ થઈ શકે.

“ગામડાંને સ્વાવલંબી બનાવવા” એ મુદ્દા ઉપર ગામડાંની વ્યાખ્યા બદલવા વિષે વિમર્શ થઈ શકે,

“ઘરે ઘરે ગાય રાખવી” એ વાતને બદલે ગૌશાળા સિવાય ગાય (ગાય એટલે ભેંસ, બળદ, પાડા, ઉંટ, બકરી ઘેટાં, કુતરાં બધાં ગાયમાં આવી જાય) ન રાખવી એ વિષે  વિચાર વિમર્શ થઈ શકે,

સોલર વિદ્યુતની વ્યાપકતા, ખેતીમાં ક્રાંતિ, કયા ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ, અને કયા ક્ષેત્રોમાં યાંત્રિકીકરણ કરવું જોઇએ એ વિષે વિમર્શ થઈ શકે. પશુને ઇશ્વરીય યંત્ર સમજો. બળદને તમે પોદળો મુકતું ઈશ્વરીય ટ્રેક્ટર કેમ સમજતા નથી?

સર્વ ગ્રાહી અને સુરક્ષિત સંરચનાઓ …  

બેકારી નિવારણ માટે વ્યાપક રીતે ખાદીનો વપરાશ અને ગૃહ ઉદ્યોગને ઉત્તેજન એ તત્કાલિક ઉપાય છે.

સામાજિક અને ધાર્મિક રિવાજોમાં તેની ઉપયોગિતા જોવી. આમાં ચડસા-ચડસી ન કરવી, વેપારી વૃત્તિ ન રાખવી, સાદાઈ રાખવી. સ્ત્રી-પુરુષના સમાન હક્ક આ બધી વાતો તેમણે કરી જ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લગ્ન કરવાથી કશો જ ખર્ચ થતો નથી. દહેજ માં રેંટિયો પણ શું કામ લેવો? દિકરીને એના પિતાને ઘરેથી રેંટીયો લાવવો હોય તો લાવે. વર તો પોતાનો રેંટીયો પોતાની પરસેવાની કમાણીમાંથી લાવશે.

જોકે સ્વતંત્રતા આવ્યા પછી તો જેઓ પોતાને મૂળ કોંગ્રેસી માને છે તેના નેતાઓ અને તેમના સાંસ્કૃતિક સહાયક પક્ષના નેતાઓ બેસુમાર ખર્ચ કરે છે. એક નેતાએ પૂત્રના લગ્નમાં સરકારી ખર્ચે પુરા શહેરને શોભાયમાન કરી દીધેલું. એક નેતાએ કુવામાં બરફની પાટો નાખી આખા કૂવાના પાણીને ઠંડું કરી દીધેલું. એક એકથી ચડે એવા નેતાઓ છે જેમને તેઓ આવું કરે ત્યારે ગાંધીજી યાદ આવતા જ નથી અને પોતાના પક્ષને મહાત્મા ગાંધી વાળો મૂળ કોંગ્રેસ પક્ષ માને છે અને પોતાના પક્ષને એક વિચાર તરીકે ઓળખાવાની ગુસ્તાખી કરે છે. વળી તેઓ જાતિવાદને અને ધર્માંધતાને ઉશ્કેરે છે તે તો આપણે ગણ્યું પણ નથી. આવા નેતાઓ અને પક્ષો કેવીરીતે વિશ્વસનીય બની શકે?

આવી તો બધી ઘણી વાતો છે… આજ બ્લોગ સાઈટ ઉપર “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ -૧ થી ૯ વાંચશો.

જો તમે wordpress.com એકાઉન્ટ રાખ્યું હશે તો તમે બધું સીધે સીધું વાંચી શકશો. જો તમારે વર્ડપ્રેસમાં એકાઉન્ટ રાખવું હોય તો નીચેની લીંક ઉપર ક્લીક કરશો.

https://wordpress.com/start/account

શું હાલના ગાંધીવાદીઓ ગાંધીવાદને જીવાડી શકશે?

ના જી.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

અમંત્રઃ હિ અક્ષરઃ ન અસ્તિ, ન અસ્તિ મૂલં અનૌષધમ્‌

અયોગ્યઃ પુરુષઃ ન અસ્તિ, યોજકઃ તત્ર દુર્લભઃ

અર્થ વગરનો કોઈ અક્ષર નથી, એવું કોઈ મૂળ નથી જે  (કોઈ એક રોગનું) ઔષધ

ન હોય, કોઈપણ વ્યક્તિ અયોગ્ય નથી. પણ શેમાં શું શક્તિ છે તે જાણનારો એટલે કે યોજક દુર્લભ છે.

ગાંધીજી આવા યોજક હતા.

તે વખતના ઘણા નેતાઓ જાતિવાદ, ધર્મવાદ, ઉચ-નીચમાં માનનારા હતા. અંગ્રેજોના શાસનને યોગ્ય માનનારા અને તેનો હરખ કરનારા પણ હતા. આવા એક સુસ્થાપિત શાસન અને સામ્રાજ્ય સામે સ્વાતંત્ર્યની વ્યાપક રીતે ભાવના ઉત્પન્ન કરવી અને જનતાને અહિંસક લડત માટે તૈયાર કરવી એ જેવી તેવી વાત તો ન જ હતી. યુદ્ધ કર્યા વગર અહિંસક લડત ચલાવી ત્રીસવર્ષના ગાળામાં અંગ્રેજોને હાંકી કાઢવા, એ માણસને તમે મહાત્મા નહીં કહો તો શું કહેશો?

નહેરુવીયન  કોંગ્રેસે હિમાલયન બ્લન્ડરો કર્યા છતાં,  નહેરુવંશના શાસનને કાઢતાં એ જ દેશને ૩૦ વર્ષ લાગ્યા હતાં (૧૯૪૭-૧૯૭૭). આ પણ ત્યારે જ શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ પોતે તૂટી અને રાજકીય રીતે નિસ્ક્રીય ગાંધીવાદીઓ સક્રિય બન્યા.

અને પછી જુઓ. એજ કોંગ્રેસે વળી પાછું ૨૫ વર્ષ રાજ કર્યું.

Read Full Post »

હું છું ભોક્તા અને ભોજન ને તે ક્રિયા પણ હું જ છું, હું વસું સર્વ ભૂતોમાં ઘુમાવું મુજમાયા થકી
સંવેદશીલતામાં વૃદ્ધિ અને માનવીય વિકાસ એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?
અહિંસા અને સંવેદનશીલતા એક દીશામાં જાય છે કે વિરુદ્ધ દીશામાં?
 
અહિંસા વિષે ચોખવટ જરુરી છે. એક ડર થકી ઉત્પન્ન થતી અહિંસા અને બીજી છે સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા. ગાંધીબાપુની અહિંસા સંવેદનશીલતા થકી ઉત્પન્ન થતી અહિંસા હતી. અને તેને બૌદ્ધિક આધાર હતો.
 
હવે જેમ જેમ માનવ સમાજ માનસિક વિકાસના માર્ગે આગળ ધપતો ગયો તેમ તેમ તેની સંવેદનશીલતાનું વર્તુળ વધુ મોટું અને મોટું થતું ગયું.
 
પહેલાંના જમાનામાં રાજાઓ હતા. અને તેઓ કહે તે કાયદો ગણાતો. પણ પછી તેના ઉપર નિયમનો આવતા ગયા. પહેલા રાજસુય યજ્ઞો સારા ગણાતા. હવે ન ગણાય. હવે યુદ્ધો પણ સારા ગણાતા નથી. જોકે યુદ્ધો નિવારી શકાયા નથી. પણ યુદ્ધ નિવારવાના સામુહિક રાજકીય પ્રયત્નો થાય છે. ટૂંકમાં યુદ્ધ નિવારણ એ એક હિંસા નિવારણ તરફનું જ કદમ કહેવાય.
 
છતા આપણે દંડને સાવજ અનિવાર્ય માનતા નથી. કારણકે દંડનો હેતુ માનવના મનને સુધારવાનો છે.
 
માનવ સમાજ વધુ ને વધુ અહિંસા અને સંવેદનશીલતા તરફ ગતિ કરતો થયો છે.
હવે જો સંવેદનશીલતાની વાત કરીએ તો સંવેદનશીલતા શા કારણે આવે છે? સંવેદનશીલતા લાગણીઓની નિકટતાને કારણે હોય છે. આપણા શરીરને કશું વાગે તો આપણને દુઃખ થાય.
જેની સાથે આપણે નિકટતા હોય તેને પણ કશું વાગે તો પણ આપણને દુઃખ થાય છે. આપણને જેની સાથે દુશ્મનાવટ ન હોય તેને પણ જો કશું વાગે તો આપણને થોડી ઘણી દુઃખની લાગણી થઈ શકે.
 
જો આપણો વ્યવહાર ઉચ્ચ કક્ષાનો હોય કોઈને પણ વાગ્યાનું આપણા ખ્યાલમાં આવે તો પણ આપણને દુઃખ લાગે.
 
શારીરિક દુઃખનું જેવું છે તેવું જ માનસિક દુઃખ વિષે છે. આ સંવેદનશીલતાનું વર્તુળ માનવના માનસિક વિકાસની સાથે મોટું ને મોટું થતું જાય છે. બૌદ્ધિક વિકાસ, ભૌતિક વિકાસ અને માનસિક વિકાસનો વેગ એક સરખો હોતો નથી. કારણ કે તે સામાજીક જરુરીયાતો ઉપર પણ અવલંબે છે. એટલે ગાંધીજીએ કહેલું કે જે લોકોએ વેદ અને ઉપનિષદ લખેલા તેઓ યાંત્રિક વિકાસ માટે સક્ષમ ન હતા તેમ માનવું જરુરી નથી. પણ તેઓ પર્યાવરણ અને માનવસમાજની તંદુરસ્તી બન્નેને એક્બીજાના પરિપેક્ષ્યમાં સમજી શકેલા.
 
 
સંવેદનશીલતાનું વર્તુળ કેટલું મોટું થઈ શકશે?
માણસના આહારની ટેવો આમ તો તમે જેવી પ્રેક્ટીસ પાડો તેવી પડે. “ભૂખ ન જુવે ભાખરી..” ગાંધીજી વિલાયત ગયા એટલે તેમને લાગ્યું કે આહારની ટેવો આપણે બદલી શકીએ છીએ.
 
ગાયને પણ રાંધેલુ માંસ ખાતી કરી શકાય છે. અને સિંહને પણ રોટલા ખાતો કરી શકાય છે. આલસેશ્યન કુતરો પણ રોટલા અને દૂધ ઉપર જીવી જાય છે. બિલાડી પણ અન્નાહાર કરે છે. કુતરા, બિલાડા, સિંહ, વાઘ વિગેરે એક જ કક્ષાના પ્રાણીઓ છે.
 
હવે આપણા શરીર માટે શું જરુરી છે એ વાત આપણા શરીર પોતેજ કહે છે આપણા માટે શાકાહાર જ યોગ્ય છે. માણસે અગ્નિની શોધ કરી તેથી અને શાકાહારના અભાવમાં તે માંસાહાર કરતો થયો. પણ જેમ જેમ તેની સંવેદનશીલતા વધતી ગયી તેમ તેમ તે અમૂક પ્રાણીઓને ત્યાજ્ય ગણતો ગયો. ભારતમાં ગાય ગણાઈ.
 
ધીમે ધીમે જ્ઞાની જનોએ સંપૂર્ણ શાકાહારની વાત કરી. શાકાહારમાં પણ અન્ન, ફળ, મૂળ અને પર્ણ ના ભેદ પડ્યા. મૂળમાં રનર-ટાઈપ મૂળ સ્વિકારાયા, કારણે કે તેમાં વનસ્પતીનો સંપૂર્ણ હ્રાસ થતો નથી. પણ પર્ણ ને રાત્રે ન તોડવા તેવું સ્વિકારાયું. ફળમાં રસાદાર ફળો સ્વિકારાયા. અને બીજ ને ફાલવા દેવું. અન્નને અગિયારસ, અને દેવ-સેવાના મુખ્ય તહેવારોમાં ન ખાવા તેની પાછળ પણ સંવેદન શીલતાનું ગણિત જ કામ કરે છે. જેમ મંગળવારે કે શનિવારે માંસાહારી લોકો ભારતમાં માંસાહારને ત્યાજ્ય ગણે છે.
 
 
વાસ્તવમાં ક્યાંક તો એક સીમા આવે જ છે. આપણે ગાય સાથે આત્મીયતા છે એટલે ગાય ખાતા નથી. યુરોપીયનોને કુતરાસાથે આત્મીયતા હોય છે તેથી તેઓ કુતરાને ખાતા નથી. કોણ કોની પ્રત્યે સંવેદનશીલ છે તે મહત્વનું હોય છે અને આખરે તે જ ભાગ ભજવે છે.
 
 
કૃતજ્ઞતા એ એક સંવેદનાનો હિસ્સો છે. ગોસૃષ્ટિના માનવજાત ઉપર ઉપકાર છે, વનસ્પતિ સૃષ્ટિના પણ માનવજાત ઉપર ઉપકાર છે, અને તેથી આપણે તેમની પણ પૂજા કરીએ છીએ અને તેમનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ છીએ.અસ્ત્ર શસ્ત્રોની પણ આપણે પૂજાકરીએ છીએ. આ બધું આપણી સંવેદનશીલતાનું દ્યોતક છે.
 
સર્પા પીબન્તિ પવનં ન ચ દૂર્બલાસ્તે, સુષ્કૈઃ તૂર્ણૈઃ વનગજા બલિનો ભવંતિ,
કન્દૈઃ ફલૈઃ મુનીવરા ક્ષપયન્તિકાલં, સંતોષ એવ પુરુષસ્ય પરમં નિધાનં
 
ઘાસ ખાઇને જંગલના હાથીઓ બળવાન થાય છે, પવનમાંથી સર્પો ભોજન કરી લે છે, કંદ અને ફળો ખાઈને મુનિઓ જીવન વ્યતિત કરે છે. સંતોષ એજ તારણ છે.
 
 
અગાઉ વેદોમાં અહિંસાની વાત કરેલી.
તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)
હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી  દેવત્વ તરફ લઈ જાઓ છો.
 
(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)
 
ચમત્કૃતિઃ
હા તે જરુર શાકાહારી છે
કોણ કહે છે કે પેલો માંસાહારી છે?
પેલો પણ આમ તો શાકાહારી છે, પણ તે માંસાહારી વાનગીઓ ઉપર પણ હાથ મારે છે. શાકાહાર વગર તેને ચાલતું નથી. માંસાહાર સંપૂર્ણ ખોરાક છે જ નહીં.
જો પેલો એમ માનતો હોત કે તે માંસાહારી છે તો તે
હાડકાના ભૂકાના રોટલા ખાત,
કોથમીરને બદલે મચ્છર અને માખીઓ વાપરત,
તેલને બદલે ટેલો વાપરત,
મીઠાને બદલે મંકોડા નાખત,
મરચાને બદલે લાલ કીડીઓ નાખત,
દાડમને બદલે દાંત નાખત,
પાણી ને બદલે લોહી પીવત…

Read Full Post »

%d bloggers like this: