Feeds:
Posts
Comments

Posts Tagged ‘ઉત્તમોત્તમ’

અમદાવાદને બેનમુન હેરીટેજ સીટી બનાવવું છે?

કોઈપણ શહેરને પ્રવાસન સ્થળ બનાવવું હોય તો તેને સર્વપ્રથમ સ્વચ્છ, સુઘડ, અને મોકળાશવાળું બનાવવું જોઇએ.

માણસ ચાર પ્રકારના હોય છે.

મૂર્ખ, સામાન્ય, ઉત્તમ અને ઉત્તમોત્તમ.

મૂર્ખ માણસોને તમે સલાહ ન આપી શકો. એ બાબતમાં પંચતંત્રમાં કાગડા ને વાંદરાઓની વાત એક વાર્તા છે.

ચણોઠીઓનો રંગ લાલ હોય છે. અંગારાનો રંગ પણ લાલ હોય છે.

શિયાળાનો સમય હતો. એટલે વાંદરાઓનો એક સમૂહ ચણોઠીઓના એક ઢગલા ઉપર તે ઢગલાને અગ્નિ સમજીને તાપતો હતો. તેઓ થર થર ધ્રુજતા હતા. એક કાગડાને આ વાંદરાઓની દયા આવી. તેણે વાંદરાઓને કહ્યં કે “ફલાણી જગ્યાએ તમે જાઓ ત્યાં માણસો તાપણું કરી તાપતા હતા તેઓ હમણાં જ તેને છોડીને કામ ઉપર ગયા છે. તાપણું હજી ઝગે છે. તમે અહીં જે તાપો છો તે તાપણું નથી. તે તો ચણોઠીનો ઢગલે છે. તમે પેલા તાપણે જાઓ. કાગડાએ બે ત્રણ વાર કહ્યું પણ વાંદારોએ માન્યું નહીં. કાગડાએ થોડો વધુ આગ્રહ કર્યો એટલે વાંદારોએ તે કાગડાને પકડીને તેને મારી નાખ્યો. પંચતંત્રની આ વાર્તામાં પછી સાર આપ્યો કે મૂર્ખ માણસને બહુ સલાહ ન આપવી. મૂર્ખ માણસ પોતાના અનુભવમાંથી પણ શિખતો નથી.

મધ્યમ કક્ષાનો માણસ પ્રવાહ પ્રમાણે કામ કરે.  તે પોતાના અનુભવમાંથી શિખે છે.

ઉત્તમ માણસ બીજાના અનુભવમાંથી શિખે છે.

અને ઉત્તમોત્તમ માણસ બીજાના અનુભવમાંથી તો શિખે જ છે પણ તે કલ્પનાશીલ હોવાના કારણે  કોઈ પણ અનુભવ વગર આવનારી મુસીબતોને ટાળી શકે છે.

તો શું તમે એવું કહેવા માગો છે કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓ મૂર્ખ છે? આપણા આઈ.પી.એસ. અધિકારીઓ મૂર્ખ છે?

આ સંશોધનનો વિષય છે.

પણ એક વાત ચોક્કસ કે કાં તો તેઓ મૂર્ખ છે અથવા તો ઠગ છે.

અમદાવાદનો દાખલો લઈએ.

અમદાવાદને સ્વચ્છ અને સુઘડ(વ્યવસ્થિત) બનાવી શકાય તેમ છે?

પણ કમિશ્નરમાં એ આવડત છે?

ભારતમાં કચરા ગાડી

દાખલો જોઇએ છે?

બહુમાળી ટાવરના બે બ્લોકવાળી અમારી હાઉસીંગ સોસાઈટી છે. કુલ ૮૦ એપાર્ટમેન્ટ છે. આ ૮૦ કુટુંબોનો કચરો મ્યુનીસીપાલીટીએ એકઠો કરવાનો છે.

કમીશ્નરે શું કર્યું?

૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા. અલબત્ત આના ટેન્ડર કર્યા જ હશે. આવા ડબ્બા શા માટે? કારણ કે રસ્તા સાફ કરવાવાળા તેને ઉપાડી શકે. તેમજ કચરા ગાડીવાળા કોંટ્રાક્ટરના માણસો આ ડબ્બા ઉપાડી શકે એટલે કે ઉપાડીને કચરો કચરા ગાડીમાં ઠાલવી શકે. એક ડબ્બામાં તો માય નહીં એટલે દરેક સોસાઈટી દીઠ છ થી નવ ડબ્બા કરવાવ્યા.

રોજગારનું જેમ વધુ ક્લાસીફીકેશન તેમ રોજગારી વધુ.

રસ્તા ઉપરથી કચરો વાળવો અને તેની ઢગલીઓ કરવી

ઢગલીનોનો કચરો ઉઠાવવો અને તેને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવાના પાંજરા સુધી લઈ જવો. પાંજરા શા માટે તે પછી જોઇશું.

કચરો વાળવાવાળી/વાળો અને કચરો ભેગો કરવાવાળી/વાળો જુદા રાખો. મ્યુનીસીપલ કમીશ્નર માને છે કે સફાઈ જલ્દી થઈ જવી જોઇએ. એટલે કચરો વાળવાવાળા/વાળી એ ફક્ત કચરો વાળવાનું કામ જ કરવાનું. વાળેલા કચરાની ઢગલીઓ કરવાની. કચારાની ઢગલીઓ ઉઠાવવાનું કામ બીજા ભાઈ/બેન કરશે. આ ભાઈ/બેન  ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા ઉઠાવી ઉઠાવીને ક્યાં ફરે ! એટલે તેમને એક હાથલારી આપો જેથી એમાં તેઓશ્રી ચારેક ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખી પાંજરા સુધી લઈ જઈ શકે.

સોસાઈટીવાળાને એક કચરા ડ્રમ પણ આપો. એ ડ્રમ થોડું મોટું આપો. કારણ કે ૪૦+૪૦ કુટુંબોનો ભેગો કરેલો કચરો સોસાઈટીના સફાઈવાળા સોસાઈટીના આ ડ્રમમાં નાખે તે પછી સોસાઈટીના સફાઈવાળા/વાળી તેને ઉપાડી/ખસેડીને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા રાખવા માટેના પાંજરા સુધી લઈ જઈ શકે. આ ડ્રમ કમસે કમ બે જણા  ઉપાડી શકાય તેવા તો હોવા જ જોઇએ, ડ્રમ સોસાઈટીની અંદર મૂકવાના. જો વધુ કચરો હોય તો સોસાઈટીના સફાઈવાળા બે આંટા વધુ ખાય. અને જે કંઈ કચરો ભેગો થાય તે સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં નાખે. સોસાઈટીના ડ્રમનું ધ્યાન સોસાઈટીના ચોકીદાર રાખે.

પણ સોસાઈટીની બહાર રાખેલા ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બા તૈયાર કરાવ્યા છે તેનું ધ્યાન કોણ રાખે? આ ડબ્બા ઉપાડી શકાય તેવા હોવાથી ચોરાઈ પણ જાય.

એટલે કમિશ્નર સાહેબે શું કર્યું?

સોસાઈટીના દરવાજા પાસે એક લોખંડના જાડા સળીયાની જાળીવાળુ અને પાંજરું કરાવ્યું. પાંજરામાં આ ડબ્બાઓ રાખવાના. પાંજરાને ખૂલ્લું તો રખાય નહીં. તેથી દરવાજા પણ રાખવા પડે. જો દરવાજાને તાળું ન મારીએ તો કોઈ દરવાજો ખોલીને ડબ્બા ચોરી જાય. એટલે દરવાજાને તાળું પણ મારવું પડે. હવે તાળું હોય તો ચાવી પણ જોઇએ. ચાવીઓ તો ખોવાઈ પણ જઈ શકે. પણ એ વાત જવા દો.

જો કચરા ગાડીની ડીઝાઈન જ જો કચરા ગાડી માટેની હોય તો મોટી કચરા પેટીઓ રાખી શકાય. પણ કમીશ્નર સહેબનો એજન્ડા અલગ છે.

આ વાત ઉપર તો કદાચ એક પુસ્તક લખી શકાય. મ્યુનીસીપાલીટીનું પ્રાથમિક કામ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાનું છે.

હવે જો કમિશ્નર સાહેબ/સાહેબાન (જે લાગુ પડે તે), એમ પણ વિચારે કે આ સફાઈ કામને થોડું કસ વાળું બનાવવું જોઇએ. રસ્તો સાફ કરવો તે તો આપણા કર્મચારીઓ કરશે. તેઓ રસ્તા ઉપરનો કચરો વાળશે. આ કચરાની ઢગલીઓ કરશે. બીજો કર્મચારી તે ઢગલીઓને ૧’.૧’.૧.૫’ ના લોખંડના ડબ્બામાં ભરી હાથ લારી દ્વારા લોખંડના પાંજરા સુધી લઈ જશે. હવે જો આ કચરાને ગાર્બેજ ટ્રકમાં નાખવાનું કામ પણ જો આપણા કર્મચારીઓ દ્વારા કરાવીશું તો આપણે ગાર્બેજ ટ્રક, તેના ક્લીનર, ડ્રાઈવર, કચરો ભરવાના મજુરો, ટ્ર્ક બગડે તો મ્યુનીસીપાલીટીનું અલગ ગેરેજ બનાવવું પડશે એટલે કે એક નવું નેટવર્ક જ તૈયાર કરવું પડશે. આ નવું નેટવર્ક કરવામાં વાંધો નથી પણ તેમાંથી કર્મચારીઓના જે પ્રોબ્લેમો જેવા કે શિસ્તપાલનના, હિસાબ મેન્ટેઇન કરવાના, રજાના, સીનીયોરીટીના, પ્રમોશનના …. વિગેરે, ઉભા થશે, તેના નિવારણમાં આપણે ભેજું ચલાવવું પડશે. આપણે તો આરામની નોકરી કરવી છે. ગાડી, બંગલા, ડ્રાઈવર, નોકર, વિગેરે સગવડો મળે તેમાં આપણને વાંધો નથી પણ મગજને તસ્દી આપવી પડે તેવું ન હોવું જોઇએ.

માટે હવે એવું કરીએ કે કચરો ઉઠાવવાનું કામનો કોંન્ટ્રાક્ટ આપી દઈએ. એટલે ટેન્ડરમાં પણ આપણને લાભ થાય, કંઈક ફરીયાદ આવે તો ઓળઘોળ કરીને જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર ઢોળી શકાય. કોન્ટ્રાક્ટર ઉપર કામ ચલાવવું એમાં તો બેય હાથમાં લાડુ છે મારા ભાઈ. તેને હગેવગે કરવામાં પણ લાભ થાય.

તો કરો કોન્ટ્રાક્ટ. ટેન્ડર પાડો બહાર.

કોઈ પણ કેરીયર ચાલશે

પણ પહેલાં ઉભા રહો. ટેન્ડર સ્પર્ધાત્મક હોવું જોઇએ. જેમ વધુ માણસો ટેન્ડર ભરે તેમ સ્પર્ધા વધુ. માટે ટેન્ડરરની યોગ્યતાને બહુ મહત્વ ન આપો. કચરાવાહકનું સ્પેસીફીકેશન (વિગતવાર વર્ણન) થોડું ઢીલું રાખો. વાહનના સ્ટોરેજ કેપેસીટીની ક્ષમતા કદમાં લખો. ભાવ માટે કચરા ઉઠવવાના વિસ્તારથી ડમ્પીંગ સ્ટેશન સુધી ના સંખ્યાને એકમ ઠેરવો કે વજનને એકમ ઠેરવો. કંઈપણ કરો પણ કોન્ટ્રાક્ટર આપણી સાથે કંઈક ધંધોપાણી કરી શકે તેવું રાખો. અરે ભાઈ કોન્ટ્રાક્ટર પણ ધંધો કરવા બેઠો છે. અને વળી આપણે પણ ધંધોપાણી કરવાના છે. ભલે બિચારો કોન્ટ્રાક્ટર તેનું ભારવાહક ઓવરલોડ કરે.

ટૂંકમાં જે કમિશ્નર સાહેબ શહેરને સુઘડ અને સ્વચ્છ રાખવા માગે છે તેઓ કાંતો ભેજું ચલાવવામાં માનતા નથી કે ભેજું ચલાવી શકતા નથી. સરવાળે જો શહેર ગંદુ જ રહેતું હોય કમિશ્નર સાહેબનું નેટવર્ક જ ક્ષતિપૂર્ણ છે અથવા તો ભ્રષ્ટ છે.

કચરા ગાડી અને કચરા પેટી

શું આવી કચરા ગાડીઓ સ્પેસીફાય ન કરી શકાય?

જ્યારે અરાજકતા વ્યાપક હોય તો કમિશ્નર સાહેબ જ દોષિત ઠરે.

રસ્તા, ફુટપાથ અને જાહેર વપરાશની જગ્યાઓ કેવા દબાણવાળી છે તે આપણે જોયું જ છે. અમદાવાદ જેવા મહાનગરમાં પણ તમને ૫૦૦મીટરની લંબાઈનો રોડ, ફુટપાથ કે જાહેર વપરાશનો પટ્ટો અક્ષત નહીં મળે. આના કારણો અને ઉપાયો આપણે સ્માર્ટ સીટીના બ્લોગ પોસ્ટમાં જોઈ લીધા છે. એટલે તેની ચર્ચા નહીં કરીએ.

શહેરમાં મોકળાશ કેવી રીતે ઉત્પન્ન કરવી?

મોકળાશ એટલે વપરાશ માટેની ઉપયોગી જગ્યાનો વધારો. જો કે તમે દબાણ હઠાવો એટલે જે મોકળાશ શક્ય છે તેની ૭૦ ટકા મોકળાશ તો તમને મળી જ જાય.

મોકળાશનો વિરુદ્ધ શબ્દ છે ભીડ.

ભીડ શાથી થાય છે અને ભીડ કોણ કરે છે?

ભીડ મ્યુનીસીપલ કમીશ્નરનું નગર રચનાનું અણઘડ પ્લાનીંગ, કમિશ્નરની વહીવટી અક્ષમતા તથા સરકારી અધિકારીઓની મીલીભગતથી થાય છે. એસ જી રોડ આનો શ્રેષ્ઠ દાખલો છે. જો તમે કોઈ રોડ ઉપર પાર્કીંગને માન્યતા આપી જ હોય, પછી ભલે તે “પેઈડ પાર્કીંગ” હોય કે “ફ્રી પાર્કીંગ” હોય, પાર્કીંગ હમેશા માર્કીંગવાળું હોવું જોઇએ એટલું જ નહીં તે સમતલ અને પાકું હોવું જોઇએ. જે કમિશ્નર રસ્તાઓ અને ફૂટપાથ સમતલ અને અખંડિત આપી શકતા ન હોય તે કમિશ્નર શું પાર્કીંગની જગ્યા સ્વચ્છ, સમતલ, પાકી અને માર્કીંગવાળી આપી શકશે? ભીડ, વાહનોના આડેધડ અને ઈરેગ્યુલર પાર્કીંગથી પણ થાય છે.

રસ્તા ઉપર ચાલતા વાહનો અને માણસોની વધુ પડતી સંખ્યાથી પણ ભીડ થાય છે. વાહનોની ભીડ કંઈક અંશે વાહન ચલાવવામાં પ્રદર્શિત થતી અસંસ્કારિતા, અરાજકતા અને રસ્તાઓના અણઘડ આયોજનને કારણે હોય છે. આના ઉપાયો આપણે આજ બ્લોગસાઈટ ઉપર ચર્ચ્યા છે.

આપણી પાસે ચાર અમદાવાદ છે. મણીનગર વિસ્તાર, રાખીયાલ વિસ્તાર, એલીસબ્રીજ વિસ્તાર (પશ્ચિમ વિસ્તાર) અને કોટ વિસ્તાર. પહેલા ત્રણ વિસ્તારો ઝડપથી અરાજકતા અને ન સુધારી શકાય તેવા મુંબઈ તરફ જઈ રહ્યા છે.

કોટની અંદરનો વિસ્તાર એટલે કે “જુનું અમદાવાદ” સુધારી શકાય તેમ છે. જો કે કોઈપણ શહેરને સુધારવું હોય તો અરાજક્તાને તો દૂર કરવી જ રહી.

(૧) કોટની અંદરના વિસ્તારની ભીડને કેવી રીતે દૂર કરી શકાય?

કોટની અંદર મધ્યયુગના ઘણા જોવાલાયક સ્થળો છે. આ બધા જ સ્થળોને દબાણોએ ઢાંકી દીધા છે.

(૧.૧) કોટની અંદરના વિસ્તારને દબાણ મુક્ત કરવો પડશે. જો મ્યુનીસીપાલીટીના અધિકારીઓ, ટ્રાફિક પોલિસોના અને ન્યાયાલયના ન્યાયધીશો જો આની અવગણના કરશે તો તેમને તમારે ભ્રષ્ટતાનું લેબલ લગાવી દેવું જ પડશે. કારણ કે જે જગ્યા ઉપર તમારો એકાધિકાર નથી તેના ઉપર દબાણ કરવું તે ફોજદારી ગુનો છે અને આ વાત જો આ મહાનુભાવો સમજી ન શકે તો તેમને ભ્રષ્ટ જ કહેવાય અને તેમનું સ્થાન જેલમાં જ હોય. 

અમદાવાદની પોળોની રચના ને અને તેમાંના કેટલાક મકાનોને પણ જોવા લાયક સ્થળોમાં આવરી લઈ શકાય.

કોટના વિસ્તારની બહાર પણ એક દોઢ કિલોમીટરના અંતરમાં કેટલાક જોવા લાયક સ્થળો છે.

(૧.૨) કોટની અંદરના વિસ્તારમાં વાહનોમાટે બંધી કરવી પડશે. વાહનો એટલે સ્કુટરો, હાથલારીઓ, રીક્ષાઓ, કારો, બસો, ટેમ્પાઓ, ટ્રકો, પશુથી ચાલતા વાહનો …. વિગેરે જે કંઈ દેખાય છે કે નથી દેખાતા … તે બધાં બંધ કરવાં પડશે. જુના પેરીસ શહેરમાં વાહનોની બંધી છે.

(૧.૩) જુના ખખડધજ મકાનો તોડી પાડવા પડશે. જુના ભાડવાતો કારણે આવા મકાનો રીપેર કરી શકાતા નથી. આ પરિસ્થિતિ બદલવી પડશે. આવા મકાનોનો કબજો સરકારે હસ્તગત કરવો પડશે અને ત્યાં નિમ્ન લિખિત આયોજન પ્રમાણે ઉપયોગ કરવો પડશે.

(૧.૪) જે મકાનોનો કબજો લીધો તેને તોડી પાડી, તેમાંના અમુકનો ઉપયોગ “સાયકલ-રીક્ષા” સ્ટેન્ડ અને “સાયકલ” સ્ટેન્ડ બનાવવા માટે કરવો પડશે.

(૧.૫) જે જગ્યાએ દુકાનો છે તે જો કોઈપણ મોન્યુમેન્ટની નજીકમાં એટલે કે (રેડીયલ ડીસ્ટંટ) ૫૦૦મીટરની અંદર હશે તો તેને તોડી પાડવામાં આવશે.

(૧.૬) જે દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નહીં હોય તેને ખાલી કરવામાં આવશે.

(૨) કોટ વિસ્તારની અંદર વાહન વ્યવહારની વ્યવસ્થા શી હશે?

(૨.૧) દરેક પોળમાં જાહેર જનતા માટે સાયકલ સ્ટેન્ડ હશે. સાયકલનો ઉપયોગ પોળની બહાર જવા માટે કરવામાં આવશે. કોટ વિસ્તારની અંદર, માંદી અને અશક્ત વ્યક્તિઓ સાયકલ રીક્ષા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. સામાનની હેરફેર ફક્ત રાત્રીના સમય ૧૨ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી જ કરવા દેવામાં આવશે. આ હેરફેર હાથલારી દ્વારા જ કરવા દેવામાં આવશે.

(૨.૨) રસ્તાના દરેક વળાંક ઉપર, બ્રાંચ રોડ અને ક્રોસ રોડ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

(૨.૩) ફક્ત એમ્બ્યુલન્સ અને પોલીસવાન જ રસ્તા ઉપર ફરી શકશે.

(૩) ભૂગર્ભ ટ્રેનઃ

(૩.૧) કોટની અંદરના વિસ્તાર માટે ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન  તે (૧+૧)X૮ એટલે કે ૧૬ સીટેડ હશે. કોટ વિસ્તારની અંદર હાલ જે બધા મેઈન રોડ છે તેની નીચે જ ૨૫ નીચે જ ડબલ ટ્રેક વાળી ભૂગર્ભ રેલ્વે બનાવવામાં આવશે. આ ટ્રેન બે થી ચાર ડબા વાળી હશે. “રશ અવર્સ”માં ચાર ડાબાવાળી ટ્રેન ચાલશે. જેમ રશ ઓછો થતો જશે તેમ ડબાની સંખ્યા ઘટતી જશે. ભૂગર્ભ ટ્રેન ૨૪ કલાક દોડશે. ટ્રેનની ફ્રીક્વન્સી “રશ અવર્સ”માં  દર ત્રણ મીનીટ કે તેથી ઓછી રહેશે. “સ્લૅક અવર્સ”માં ૩૦મીનીટની ફ્રીક્વન્સી રહેશે. ટ્રેનમાં એક જ હેન્ડ બેગેજ જ લઈ જવા દેવામાં આવશે. હેન્ડ બેગેજનું કદ અને વજન નિશ્ચિત કરવામાં આવશે.

(૩.૨) અનુક્રમે આવતા બે સ્ટેશનો વચ્ચે સામાન્ય રીતે ૪૦૦ મીટરથી વધુ ન હોય તે અંતરે સ્ટેશન રાખવામાં આવશે. આ માટે મેઈન રોડ ઉપર જ્યાંથી પોળ કે ગલી ચાલુ થાય છે તેની નજીક હશે.

(૩.૩) ટ્રેનની ઝડપ ૧૨ થી ૨૦ કીલોમીટરની હશે. કોટની રાંગે રાંગે હાલ રોડ છે આ  રોડની નીચે પણ એક ભૂગર્ભ સર્ક્યુલર ટ્રેન હશે. કોટની અંદર ચાલતી ટ્રેન અને આ સર્ક્યુલર ટ્રેનનું એક નેટવર્ક બનશે. કોટની બહાર એક રીંગરોડ છે. ત્યાં ૪૦૦ થી વધુ નહીં એવા અંતરે સ્ટેશનો રાખવામાં આવશે.

(૩.૪) રીંગ રોડ ઉપરના આ સ્ટેશનો ઉપર ક્લોક રુમ હશે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર હશે જ્યાં ઑડ સાઈઝનો પેસેન્જરનો સામાન રાત્રી દરમ્યાન લાવીને રાખી શકાશે એટલે જેમને બહારગામ જવું હોય તેમને અસુવિધા ન થાય.

(૩.૫) સ્ટેશનની અંદર પ્રવેશ સ્કેનીંગ થયા પછી અને ટીકીટ દ્વારા થશે.

રોડ સફાઈના કામ ૧૯૪૦ના દશકામાં રાત્રે થતા હતા. એ પ્રમાણે જ સફાઈ કામ થશે.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »