Feeds:
Posts
Comments

Posts Tagged ‘ન્યાયધીશ સાહેબ’

ટ્રાફિક સમસ્યા એ પાન સોપારી કે લાડુનું જમણ – ૨

ટ્રાફિક સમસ્યા પાન સોપારી કે લાડુનું જમણ

આપણે ત્યાં એક આદત છે કે જ્યારે કોઈ એક સમસ્યા પ્રત્યેની જવાબદારી ફીક્સ કરવી હોય અને કમાણી ચાલુ રાખવી હોય તો સમસ્યાને ફીલોસોફીકલ બનાવી દો, સમાસ્યાનું સામાન્યીકરણ કરી જનતાના સપોર્ટની વાત કરી દો અને જેઓ જવાબદાર છે તેને બચાવી લો. જેઓ જવાબદાર છે તેઓ પોતે ઘણું બધું કરી રહ્યા છે તેના આંકડા તૈયાર કરી પ્રદર્શિત કરો.

સ્વચ્છતા અભિયાન

નગર નિગમ, નગરપાલિકા અને ગ્રામ પંચાયત ની પ્રાથમિક જવાબદારી મહાનગરને, નગરને કે ગામને સ્વચ્છ રાખવાની છે.

તો ચાલો આપણે જાહેરાતો કરી દઈએ કે જે ગંદકી કરશે તેનો આટલો આટલો દંડ થશે. તેને માટે ટીવીમાં લગાતાર જાહેરાતો આપો. જાહેરાતના બોર્ડ ઠેર ઠેર લગાવી દો. કેટલીક વ્યક્તિઓને બ્રાંડ એમ્બેસેડર બનાવી દો. વ્યક્તિઓની જાહેરાત માટેની વીડીયો ક્લીપો બનાવી દો. થોડીક રમૂજી થોડીક પ્રત્યાઘાત બતાવતી, થોડીક દંડાત્મક વીડીયો ક્લીપો બનાવો. થોડાક સંમેલનો કરો. ઠેર ઠેર માનવ સાંકળો બનાવો. સફાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સિવાયના બધાં કાર્યો કરો. બધા કાર્યોમાં પૈસા ખર્ચ થશે. જ્યારે પણ પૈસા ખરચ થાય ત્યારે લાગતા વળગતાઓને કટકી મળતી હોય છે.

સરકારી નોકરોના આવા સંસ્ક્રાર નવા નથી.

એક વાત કરવી પડશે.

એક મુરતીયાભાઈ તેમના મિત્રને લઈને એક કન્યા જોવા ગયા. કન્યાના બાપે પૂછ્યુંતમને કંઈ વ્યસન બ્યસન ખરુંએટલે પેલા મિત્રે કહ્યું; “નાજીઆમ તો ખાસ કંઈ વ્યસન નથી. જરા ….  એલચી ખાવાની ટેવ ખરી.”

કન્યાના બાપે કહ્યુંહોય તોપણ કંઈ નહીંને એલચી ખાવાની ટેવ કેમ કરતાં પડી?

મુરતીયાના મિત્રે કહ્યુ; “વાત જાણે એમ છે ને કે આને સિગરેટ પીધા પછી મોઢામાંથી બીજાને વાસ આવે નો ગમે. એટલે ઈને એલચી ખાવા જોવે. એલચી ખાવાથી સિગરેટની વાસ દબાઈ જાય. આવડો સામે વાળાનો બવ ખ્યાલ કરે … !

કન્યાના બાપઃ એટલે શું ભાઈ સિગરેટ પણ પીવે છે?

મુરતીયાનો મિત્રઃના રેના તો મિત્રો જોડે પાનાં (પત્તાં = પ્લેયીંગ કાર્ડ) રમે ને મિત્રોનું માન રાખવા એક બે ફૂંક મારી લ્યે. ભાઈબંદો આગ્રહ કર્યા કરે કે ભલા ભાઈ, બે ફૂંક મારી લે નેજરા કૉંટો (તાજગી) ર્યેશે. અરે તમે નહીં માનો શરુઆતમાં તો આને ફૂંક લે અને ઉધરસ આવે એવું થતુતું. પણ પછી ફાવી ગ્યું તીન પત્તીમાં તો કૉંટો ચડે ત્યાં સુધી મજો આવે, હું કીધું ?

કન્યાનો બાપઃએટલે કે તમે બધા જુગાર પણ રમો છો …?

મુરતીયાનો મિત્રઃના ભાઈ ના …. અમને તો પાના ટીપતાં (ચીપતાં) પણ નોતું આવડતું તો જેલમાં ગયા તો બીજા કેદીઓએ શિખવાડી દીધું….”

કન્યાનો બાપઃએટલે કે તમે તો જેલમાં પણ જઈ આવ્યા છો? “

મુરતીયાનો મિત્રઃનારેનાઆમ તો પકડાય એવો નથ. ભારે દોડબાજ છે. સીપાઈ સપારાંના તો હાથમાંય નો આવેએક સીપાઈને તો આણ્યે ક્યાંય પાડી દીધોતો. પણ મારો વાલીડો ફોજદાર ભારે લોંઠકોએણે જે હડી કાઢી કે અમને બધાને પકડીને ભોં ભેગા કર્યા ને માળાએ ચોરીને બધો માલ પણ પડાવી લીધો …?

કન્યાનો બાપઃએટલે કે તમે ચોરી પણ કરો છો…?

હવે આગળની વાત લખાય એમ નથી.

પણ બધું એલચીની વાંહે વાંહે હાલ્યું આવે .

ઉપરની વાતમાં તો આપણે એક પ્રકારના ચોરની વાત કરી. પણ ચોર તો જાત જાતના હોય છે એટલે કે જાત જાતની ચોરી કરતા હોય છે. કેટલાકને પકડવા્માં આવે છે અને કેટલાકને પકડવામાં આવતા નથી. ફોજદાર તો શું પોલીસ ફોજદારના બાપના બાપના બાપના બાપનો બાપ પણ તેને પકડતો નથી.

પ્રાથમિક ફરજ

સૌ કોઈ જાણે છે કે નગર નિગમ, નગરપાલિકા અને ગ્રામ પંચાયત ની પ્રાથમિક જવાબદારી મહાનગરને, નગરને કે ગામને સ્વચ્છ રાખવાની છે.

સ્વચ્છતા એટલે શું?

સ્વચ્છતા એટલે ફક્ત કચરો હોય, એમ નહીં. (જો કે કચરો પણ ઘણો હોય છે).

સ્વચ્છએટલે રસ્તા ખાડા ટેકરા વગરના હોય અને પાકા હોય. રસ્તાની વ્યાખ્યામાં ફુટપાથો પણ આવી જાય. ફૂટપાથો પણ ચડ ઉતર વગરની હોય, ફુટપાથો રસ્તાથી નિશ્ચિત માપે ઉંચી હોય, ફુટપાથો ભાંગ્યા તૂટ્યા વગરની હોય, ફુટપાથો અડચણ વગરની અને દબાણ વગરનીહોય, ફુટપાથ ઉપર સહેલાઈથી વ્હીલચેર અને સ્ટ્રોલર ચલાવી શકાય તેવી હોય તો રસ્તા સ્વચ્છ કહેવાય.

કર્મચારી લોકોને તેમની દૂંટી ઉપર પગાર ચૂકવવામાં આવે છે

આપણે બધાને એટલે કે સરપંચ, સેક્રેટરી, ચીફ ઓફીસર, મ્યુનીસીપલ કમીશ્નર સુધીના બધાને કમીશ્નર કહીશું કારણ કે તેઓ તેમના કામના અને ઑફીસના ઉપરી છે.. કમીશ્નરોથી ઝાડુવાળી સુધી બધાંને ગ્રામ/ શહેર સુધરાઈની (સફાઈની) ફરજ બજાવવા માટે તેમની દૂંટી ઉપર પગાર ચૂકવામાં આવે છે. દૂંટી ઉપર શા માટૅ? એટલે કે તેમને ખબર પડે કે તેમને જે પગાર મળે છે તેનો સીધો સંબંધ તેમના પેટ સાથે છે.

જો મ્યુનીસીપલ કમીશ્નર એક અઠવાડીયે દશ કિલોમીટરનો એક મેન રોડ ઇન્સ્પેક્શનમાં લે તો એક વર્ષમાં;

૫૪ એક્ઝીક્યુટીવ એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા સિવાયના બાકીના ત્રેપન સુધરે તો.

૨૧૬ આસીસ્ટન્ટ એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા ચાર સિવાયના બાકીના ૨૧૪ સુધરે તો.

અને બધા જુનીયર એન્જીનીયર સસ્પેન્ડ થાય જો પહેલા ચાર સિવાયના બાકીના ૪૨૮ સુધરે તો.

બધા અધિકારીઓ તો પોતાનું દળદર ફીટાવવા માટે નોકરી કરે છે. જો તેમ હોય તો કમીશ્નર જો એક રસ્તાનું ચેકીંગ કરે અને તેમાં રહેલી ખામીઓમાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરે તો બધા સીધા થઈ જાય.

આજ પ્રણાલી કમિશ્નર, ગેરકાયદેસર થતા બાંધકામમાં લાગુ પાડી શકે છે.

કમીશ્નર પણ જાણે છે અને વર્તે પણ છે, કે આપણે અહીં (ગુજરાતમાં) દળદર ફીટાવવા આવ્યા છીએ. ગુજરાતને અને તેના લોકોને સુધારવા આવ્યા નથી.

ટ્રાફિકમાં અરાજકતાનું કારણ શું?

ટ્રાફિકની અરાજકતા પેદા કરવામાં ટ્રાફિક પોલીસ, તેના ઉપરી અધિકારીઓ, કમીશ્નર અને તેની સેના, જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, બીલ્ડરો, કમીશ્નરના કોંટ્રાક્ટરો, સચિવાયલના સેક્રેટરીઓ, રોડબીલ્ડીંગના મંત્રી અને ન્યાયધીશો સુદ્ધાંની મિલીભગત છે.

દાખલો જુઓઃ

કોઈ એક બીલ્ડીંગ લો.

આપણે એક બહુમાળી મકાન લીધું.

ધારો કે ટીપી સ્કીમ બરાબર છે.

બિલ્ડરભાઈએ પ્લાનમાં કાર પાર્કીંગની વ્યવસ્થા મંજુર થયેલા પ્લાન પ્રમાણે કરી.

બેઝમેંટ પાર્કીંગ, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કીંગ. અને તે પછી રહેણાંક ના એપાર્ટમેન્ટ એમ કંસ્ટ્રક્ષન કર્યું.

પછી બિલ્ડરભાઈએ બેઝમેંટ પાર્કીંગના બધા અથવા અમુક પાર્કીંગ અને ગ્રાઉન્ડફ્લોરના અમુક કે બધા પાર્કીંગ, રહેણાંક વાળાને નહીં પણ બીજાને વેચી દીધા.

જેણે જગ્યા લીધી તેમણેચેન્જ ઓફ યુસેજના આધારે દુકાનો કરી દીધી. કમીશ્નર સાહેબે વિચાર્યું કે ચાલો આપણે તો મ્યુનીસીપાલીટીને વધુ કમાણી કરાવીએ. “કોમર્સીયલયુસેજમાં ટેક્સનો દર વધુ છેતેમણે વધુ દર ઠોકી દીધો અને પોતાની પીઠ થાબડી.

જ્યારે બિલ્ડીંગનો પ્લાન પાસ કરવા મુક્યો હોય ત્યારે પ્લાનમાં પાર્કીંગ હોય તો તે એફ.એસ.આઈ. માં ગણાય. પણ જ્યારે તેનો કોમર્સીયલ ઉપયોગ થાય ત્યારે તેની એફ.એસ.આઈમાં ગણત્રીથાય. એટલે, બાંધકામ ગેરકાયદેસર ગણાઈ જાય. પણ વાતની સામે આંખ આડા કાન કરવામાં આવે છે.

કોઈ દોઢ ડાહ્યા લોકાત્માએ કોર્ટમાં જનહિતની અરજી (પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન) કરી.

લોકાત્માએ કહ્યું કે એપાર્ટમેન્ટના રહેવાસીઓનો પાર્કીંગ ઉપર હક્ક છે.

જનહિતની વિરુદ્ધનો કોઈપણ કાયદો કે જનહિતની વિરુદ્ધનું કોઈ પણ કદમ રદ થાય છે.

હવે થયું શું?

કડદો થયો.

બિલ્ડર ભાઈને જેલની સજા થાય, કમીશ્નરને જેલની સજા થાય. રોડ એન્ડ બીલ્ડીંગના સેક્રેટરીને જેલની સજા થાય. ટ્રાફિક પોલીસ અને તેના સાહેબોને જેલની સજા થાય. જનપ્રતિનિધિઓને જેલની સજા થાય. પણ બધું નક્કી કોણ કરી શકે?

ન્યાયધીશ સાહેબ નક્કી કરી શકે.

judiciary

ન્યાયધીશ સાહેબને કહેવાશેસાહેબ તો બહુ વ્યાપક છે.”

ન્યાયધીશ સાહેબ કહેશેતો શું કરીશું?”

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેકુલડીમાં ગૉળ ભાંગીએ.”

ન્યાયધીશ સાહેબ કહેશેકેવી રીતે?”

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેસાહેબ, સવાલ તો પાર્કીંગ નો છે ને…!! …. બિલ્ડરભાઈ અને પાર્કીંગમાં કરેલી દુકાનવાળાઓ ભેગા થયા. એવું પણ બને કે બિલ્ડર ભાઈ તો કુલા ખંખેરીને કહે કે હું તો પીક્ચરમાં છું નહીં. મેં તો જગ્યા આપી, વાત ખતમ. મ્યુનીસીપાલીટીએ તમારી પાસેથી લાગુ પડતો ટેક્સ લીધો. મને કોઈ નોટીસ આપી નથી. મારી કોઈ જવાબદારી બનતી નથી.

જો કે છેતરપીંડીનો કેસ બને છે.

પણ દેડકાની પાંચશેરી જેવા દુકાનદારો અને રહેવાસીઓના સંજોગો અલગ અલગ હોય છે.

સરકારી અધિકારીઓ મનમોહન સિંગની જેમ રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા છે.

સરકાર જો તપાસ એજન્સી નીમે તો સૌ બિલ્ડર પાસેથી પૈસા ચરકાવી શકાય. પણ સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તો મનમોહન સિંગની જેમ રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા હોય છે. તેથી તેઓ તો આવી કોઈ તપાસ સમિતિ નીમે નહીં. “આવ પથરા પગ ઉપરજેવું તો તેઓ કરે નહીં.

તો મૂળ વાત ઉપર આવીએ

બિલ્ડરભાઈ, કમીશ્નર સેના અને જનપ્રતિનિધિ સેના સૂચન કરશેસાહેબ, સવાલ તો પાર્કીંગ નો છે ને…!! ….

ન્યાયધીશ સાહેબ કહેશેઃહાસવાલ તો પાર્કીંગ નો છે,”

તો અમે નજીકમાં ક્યાંક ખાલી (ઓપન) પ્લોટ આપી દઈશું.

ખાલી પ્લૉટ ક્યાં …. , કેવીરીતે …. , કેવડો …. , કેવી કંડીશનમાં …. , કોનો પ્લોટ ….. , કેટલા સમય માટે …. , ક્યારે …..  કોને …. વિગેરે બધું બભમ બભમ રાખીશું ….

એટલે કે આજની ઘડીને કાલ દિ ….

યાદ કરો પ્રતિજ્ઞા નહેરુનીજ્યાં સુધી અમે ચીને કબજે કરેલો ભારતીય મુલક, પુનર્પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી જંપીને બેસીશું નહીં … “ તે આજની ઘડીને કાલ નો દિ …“, નહેરુના પૌત્ર ઇન્ડોનેશિયામાં રજા ગાળવા ગયા અને મોટા માછલાને સમૂદ્રમાં સૈર કરતાં કરતાં બચાવ્યું …”

ન્યાયધીશ સાહેબને પોતાના ટેબલ ઉપર પડેલા તેમના ચશ્મા દેખાતા નથી.

કોઈની મિલ્કતનો કબજો કરવો તે ફોજદારી ગુનો બને છે. ફોજદારી ગુનો ગુનો રહે છે. ફોજદારી ગુનાઓમાં ગુનેગાર પોતે માંડવાળ કરી શકે. કદાચ કોઈ પણ કરી શકે. પણ અહીં ન્યાયધીશ સાહેબ, ફરેબી માંડવાળ કરે છે. માંડવાળને માંડવાળ નામ અપાતું નથી.

ટૂંકમાં રહેવાસીઓના વાહનો રસ્તા ઉપર પાર્ક થવા માંડ્યાં. દુકાનોના ગ્રાહકોના વાહનો પણ રોડ ઉપર જગ્યા રોકવા લાગ્યા. મ્યુનીસીપલ બાયલૉઝ પ્રમાણે મકાનની આગળની સાઈડમાં જે ૧૫ ફૂટની જગ્યા અવરજવર માટે ખૂલ્લી રાખવાની હોય છે ત્યાં દુકાનોનો સામાન ખડકવામાં આવ્યો કે રેસ્ટોરાંના ખુરસી ટેબલ બીછાઈ ગયાં, ગલ્લા કે ખૂમચા વાળા આવી ગયા. અને બાઈક, સ્કુટર પાર્ક થાય તે લટકામાં. રોડ ઉપર પાર્કીંગની ડબલ ડબલ લાઈનો થઈ ગઈ. ફૂટપાથ તો ગોતી જડે. “શોભા બેનમાટેનો પાર્કીંગના બોર્ડ પણ લગાવી દીધાં.

ટૂંકમાં ફરીયાદી હાજર છે, ચોર હાજર છે, ચોરીનો માલ હાજર છે, ચોકીદાર હાજર છે, ગુનાની વિગત ઉપલબ્ધ છે, સાક્ષી હાજર છે, પણ ન્યાયધીશ સાહેબને કાયદા રુપી ચશ્મા ટેબલ ઉપર પડ્યા હોવા છતાં પણ પહેરવા ગમતા નથી.

ઈન્દીરાઈ સરકારી સિદ્ધાંતઃ

કોઈ પણ સમસ્યાને એવી રીતે લંબાવ્યા કરો જેથી તે સમસ્યાથી લોકો ટેવાઈ જાય. આથી કરીને સમસ્યા સમસ્યા નહીં રહે. આપણે બાંગ્લાદેશી ઘુસપેઠીઓની વાત નહીં કરીએ. આપણે ઝોંપડ પટ્ટીઓની વાતો કરીશું.

ઉદ્યોગો શહેરોમાં સ્થાપ્યા એટલે શહેરીકરણ થયું ગામડેથી મજુરો આવવા લાગ્યા એટલે ઝોંપડપટ્ટી વધવા લાગી. જો કે કોંટ્રાક્ટરની ફરજ છે કે તે પોતાના મજુરોને રહેવા માટે યોગ્ય રહેણાંકની વ્યવસ્થા કરી આપે. લેબર કમીશ્નરની ફરજ છે કે તે મજુરોના માનવ હક્કના પાલન ઉપર ચોકસાઈ રાખે. પણ લેબર કમીશ્નર સાહેબને તો ટેબલ ઉપર બેસીને કામ કરવું છે. તેઓશ્રી તો કોઈ લખેલી ફરીયાદ આવે તો ચશ્માવડે વાંચી શકે છે. જો વાંચે તો તેમના અધિકારીને મોકલી આપે જેનીલ” (શૂન્ય) રીપોર્ટ લાવે. જો કે ઉઘરાણું કરતો આવે એટલે કમીશ્નર સાહેબને વાંધો શેનો હોય? આમ ઝોંપડ પટ્ટીની સમસ્યાથી રહેવાસીઓ અને જોનારા પણ ટેવાઈ જાય.

પણ કંઈક તો કરવું જોઇએ

હાજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે અમારે અવારનવાર જનતા પાસે ચૂંટાઈ આવવા જવું પડે. એટલે છાપામાં અમારે અમુક આંકડાઓ પ્રસિદ્ધ કરવા પડે.

તો હવે શું કરીશું?

નહેરુવીયન કોંગ્રેસે ખેરાત (દાન ધરમ) અને અનામતનો રસ્તો શોધ્યો. વ્યાજ માફી, કર્જ માફી, મફત ખાતર, મફત અનાજ, જેવી ખેરાતોની જોગવાઈ કરી તેમ શિક્ષણ અને નોકરીઓમાં અનામત રાખી. હવે અનામતનું વિસ્તરણ કરો. અનામતમાં જમીનને પણ સામેલ કરો.

કામ કેવી રીતે કરીશું?

ટાઉનપ્લાનીંગ સ્કીમમાં અમુક પ્લૉટ અનામત રાખો.

ટાઉન પ્લાનીંગ કેવી રીતે કરીશું?

એમ કરો. એક ફૂટ પટ્ટી લો. સળંગ ઉભી અને આડી લાઈનો દોરો. લાઈનોને રસ્તા તરીકેની ઓળખ આપો. બાકી જે જગ્યા બચી તેમાં બીજા ખેતરોની કિનારોનીઓને અકબંધ રાખી નાના નાના વિભાગો પાડો. તેમાં થોડા ચણના દાણા વેરો. જે ચોરસો માં દાણા પડ્યા તેને “(પછાત જાતિઓ) માટે અનામતએમ નિશ્ચિત કરો. થોડા વાલના દાણા લો. તેને પણ વેરો. આનેકોમર્સીયલએમ નામાભિધાન કરો. રુપીયાનો સિક્કો લો. નાનું ગામ હોય તો આઠ આનાનો સિક્કો પણ ચાલશે. જ્યાં રુપીયાનો સિક્કો પડે તેનું સકરડું (ચકરડું) કરોએને નામ આપોગાર્ડન”. પ્લાનીંગ પૂરું.

હવે આપણા સ્ટાફને કામે લગાડી દો કે જે પછાત જાતિઓને ખપ પૂરતી શોધી લાવે. ખમતીધર તો ઑટૉમેટિક આવશે. દશવર્ષ પછી ખમતીધર જમીન પોતાના નામે કરી દેશે. વાત પૂરી. આંકડામાં કહી શકાશે કે અમે ગરીબોને આટલી જમીન વહેંચી.

ઈન્દીરાઈ યોજના પ્રમાણે ૧૦૦ વારના પ્લોટ મફત આપો. કોના બાપની દિવાળી? મકાન બાંધવા માટે સસ્તી લોન ખેરાત કરો. તૂટ્યાફૂટ્યા મકાનો થશે. જે ઝોંપડપટ્ટી સાથે સ્પર્ધા કરશેશહેર ત્યાં પહોંચી જશે. હવે નવી સ્કીમ કરો. એવાં મકાન કરો કે દશ પંદર વર્ષમાં પડીને પાધર થાય. અનુસંધાનઃ સીડકો ટાઈપસી, બ્લોક થી , સીબીડી, બેલાપુર, નવી મુંબઈ. સમય ૧૯૮૬૨૦૦૧. જો કે સ્લમક્લીયરન્સની સ્કીમ હતી. પણ ૧૪૦ એપાર્ટમેન્ટ પડીને પાધર થયા વાત સાચી. એટલે ગરીબોની સ્કીમમાં સમય ગાળો ઓછો હોઈ શકે મુદ્દાની વાત છે.

ભાડવાત કાયદો નહેરુવીયન શાસનની એક માનવ હત્યા કરનારો કાયદો છે. કાયદાએ અત્યારે સુધીમાં લાખો માનવ હત્યાઓ કરી છે.

બધી લાડુના જમણની અને દળદર ફીટાવવા માટેની સ્કીમો છે.

જમીનના ઉપયોગના, ગ્રામ્ય રચનાના, નગર રચનાના અને પશુપાલનના ખ્યાલો અને માનસિકતા બદલવી પડશે.

ઉપાયો અને વિગતો માટે વાંચો “સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય ગાંધીવાદ” ભાગ ૧ થી ૭ છે.

જે https://treenetramDOTwordpressDOTcom ઉપર ઉપલબ્ધ છે.

ભાગ-૧ નીચેની લીંક ઉપર છે.

https://treenetramDOTwordpressDOTcom/2014/03/16/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87/

અહીં તમારે જ્યાં “DOT“ લખ્યું છે ત્યાં તમારે “.” એટલે કે ટપકું કરી દેવાનું છે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ જવાબદારી ફીક્સ, ફિલોસોફીકલ, સામાન્યીકરણ, સ્વચ્છતા અભિયાન, નગર નિગમ, નગરપાલિકા, ગ્રામ પંચાયત, પ્રાથમિક જવાબદારી, સ્વચ્છતા, જાહેરાતના બોર્ડ, માનવ સાંકળ, વ્યસન  બ્યસન, ફોજદાર ભારે લોંઠકો, એલચી, ખાડા ટેકરા વગરના, ફૂટપાથો પણ ચડ ઉતર વગરની, ફુટપાથો રસ્તાથી નિશ્ચિત માપે ઉંચી, દબાણ વગર, મ્યુનીસીપલ કમીશ્નર, એક્ઝીક્યુટીવ એન્જીનીયર, લાડુનું જમણ, દળદર ફીટાવવા , ગેરકાયદેસર થતા બાંધકામ, ટ્રાફિકમાં અરાજકતા, ટીપી સ્કીમ, એફ.એસ.આઈ., કોમર્સીયલ, બાંધકામ ગેરકાયદેસર, લોકાત્મા, પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન, કડદો, ન્યાયધીશ સાહેબ, બિલ્ડરભાઈ, કમીશ્નર સેના, જનપ્રતિનિધિ સેના, કુલા ખંખેરી, છેતરપીંડી, રેઈનકોટ પહેરીને બાથરુમમાં સ્નાન કરવા વાળા, તપાસ એજન્સી, આજની ઘડીને કાલ નો દિ, માંડવાળ, કાયદા રુપી ચશ્મા, ઈન્દીરાઈ સરકારી સિદ્ધાંત, લેબર કમીશ્નર, ઝોંપડ પટ્ટી, ખેરાત, અનામતનું વિસ્તરણ, ટાઉનપ્લાનીંગ, સ્કીમ, સમસ્યાઓનું નિરાકરણ, નવ્ય ગાંધીવાદ

ચમત્કૃતિઃ ધારો કે બોરીવલી થી ચર્ચગેટનું (તળ મુંબઈ)નું અંતર ૩૦ કિ.મી. છેબોરીવલીથી ચર્ચગેટ જતાં અઢી કલાક થાય છે તો તેનો અર્થ એમ થયો કે સરેરાશ ઝડપ ૧૨ કિ.મી.ની થઈ.  જો કોઈ પણ એક સમયે દર ૧૦૦ મીટરમાં ત્રણ લેનમાં કુલ ૧૨ ગાડીઓ છે. તો એક કિ.મી. માં ૧૨૦ ગાડીઓ થઈ. જો સરેરાશ ઝડપ કોઈપણ હિસાબે ૨૪ કિ.મી. ની કરી શકાય તો રસ્તા ઉપર ગાડીની સંખ્યા એટલે કે અડધી થઈ જાયજો ૪૮ કિ.મી. ની ઝડપ કરવામાં આવે તો દર સો મીટરે તમને એક લેન ઉપર એક ગાડી જોવા મળે. આમ સ્પીડ વધવાથી રોડ ઉપર વાહનોની ભીડ ઓછી થાય. પણ ઝડપ ઓછી કેમ થાય છે? કારણો છે દબાણ, ગેરકાયદેસર પાર્કીંગ, ટ્રાફીક સેન્સનો અભાવ, અણઘડ રોડ પ્લાનીંગ અને અણઘડ નગર આયોજન.

ધારો કે તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એક કિ. મી. ચાલતાં જવું પડે છે. અને ધારો કે કોઈ એક સમયે આવી રીતે ચાલતા જતા લોકોની સંખ્યા ૫૦ છે. જો તમને ૨૫૦ મીટરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી જાય તો રોડ ઉપર ચાલતા માણસોની સંખ્યા ૧૨ થઈ જાય. પેરીસમાં તમને ૨૫૦ મીટરની અંદર કોઈને કોઈ, લોકલ ટ્રેનનું સ્ટેશન મળી જાય છે. મુંબઈમાં તમારે એક કિ.મી. ચાલવું પડે. જો કે દબાણો ને અવગણવા પડે.

Read Full Post »