Feeds:
Posts
Comments

Posts Tagged ‘લાલચ’

This is about Rape on Female by Saints and Experiment of Mahatma Gandhi Part – 3

માદાઓનો શિયળ ભંગ કરતા સંતો અને મહાત્મા ગાંધીનો પ્રયોગ – 3

માદાઓને પટાવવી કે કમજોરીનો લાભ લેવો

ઓશો આશારામ અને સંત રજનીશમલ વિષે આપણે જોયું.

ઓશો આશારામ રસાયણ અને અથવા હિપ્નોટીઝમના ઉપયોગ દ્વારા માદાઓને પોતાના માટે પટાવી શકતા હતા.

સંત રજનીશમલ એવા હતા કે તેમના તર્કને ભૌતિક શાસ્ત્રીઓ માન્ય ન રાખે પણ જેઓ જાતીય રીતે અસંતુષ્ટ હોય તેવા પોતાના (અક્કલ વગરના) તર્કદ્વારા પોતાની વાત રજુ કરતા અને તેમનો અનુયાયી વર્ગ ઉપરોક્ત રીતે સંવેદના અને આર્થિક ક્ષમતાના માપ દંડ દ્વારા ગળાયેલો હોવાથી આ વર્ગને સંત રજનીશમલનો તર્ક શીરાની જેમ ગળે ઉતરી જતો હતો.

SOCIAL REFORMERS

સાહેબ તરુણ તેજપાલની વાત

ઓફીસમાં સ્ત્રી ન હોય તો એ ઓફિસ સ્ત્રીપાત્ર વગરના નાટક જેવી ગણાય. ઓફિસ એટલે દુકાનો પણ આવી જાય. મનુષ્યમાં રહેલી આવડતને વધારવા અને તેના મગજને સક્રીય બનાવવા તેમજ ઘરાકી વધારવા પુરુષો સાથે સ્ત્રીઓને પણ રાખવામાં આવે છે. આની પાછળ માનસ શાસ્ત્રીય કારણો હોય છે. અને તે ક્ષમ્ય પણ છે.

સ્ત્રી અને પુરુષ એક સાથે કામ કરે એટલે જાતીય આકર્ષણથી નીપજતા બનાવો બને તે કુદરતી છે. બે માંથી એક કે બંને પરણેલા હોય તેથી કોઈ ખાસ ફેર પડતો નથી. જો બંને કુંવારા હોય તો થોડો ઘણો ફેર પડે ખરો. આ બધું કોઈ પણ રીતે હોય પણ જો બે વિજાતીય વ્યક્તિ વચ્ચે કશું અંગત અંગત હોય તો તે છાનું રહેતું નથી. અને ન હોય તો પણ જો બે વિજાયતીય વ્યક્તિઓનો સંપર્ક સામાન્ય કરતાં થોડો વધુ પ્રમાણમાં હોય તો મોટે ભાગે અફવાઓ તો ઉડે જ છે.

સદા જુવાન નરભાઈઓ

ખાસ કરીને નરભાઈઓ સદા જુવાન હોય છે. એટલે કેટલાક અને ખાસ કરીને સાહેબ કે શેઠ સમાજમાં લાગુ પડતા ઉમરના તફાવતને ધ્યાનમાં લીધા વગર માદાઓને ફસાવવાના પેંતરાઓ કરતા હોય છે. આમાં આર્થિક મદદ, ભેટસોગાદ, બૉડી, બૉડી લેંગ્વેજ, બઢતીની પ્રત્યક્ષ કે પરોક્ષ લાલચ વિગેરેનો તેઓ ઉપયોગ કરે છે. કોઈએક માદાને કેટલી ફસાવી શકાય એમ છે તે પ્રમાણે તેને ફસાવવામાં આવે છે. નરસાહેબ જો પરિણિત હોય અને તેઓ એક કે એક કરતાં વધુ માદાઓને ફસાવવાની કોશિસ કરતા હોય કે ફસાવતા હોય તો અફવાઓ જોર પકડે છે. કાર્યાલયમાં જો કોઈ જોરદાર નર કે માદા અસહિષ્ણુ હોય તો સાહેબભાઈ ફસાય છે પણ ખરા.

મોટે ભાગે તો અફવાઓ વધુ હોય છે અને વાસ્તવિકતા ઓછી હોય છે. પણ દરેક જગ્યાએ વાસ્તવિકતા શૂન્ય હોતી નથી.

જેમ સહકાર્યકર સાહેબ હોદ્દાની રુએ કે આર્થિક રીતે કે આવડતમાં મોટા તેટલું ઈચ્છુક સાહેબને માદાને ફસાવવાનો ઓછો શ્રમ કરવો પડે છે. જો માદા ફસાય અને જો  તે ફસામણી જાહેર થાય તો માદાની ટીકા વધુ થાય એટલે મોટા ભાગે માદાઓ કોઈ ફસામણી જાહેર કરતી નથી. આવા સંજોગોમાં સાહેબ અફવાઓ દ્વારા બદનામ જરુર થાય છે. પણ નરભાઈને આ બદનામી કે ટીકા ખાસ નડતી નથી. માદાઓ આવા સાહેબનરથી ચેતીને ચાલે છે.

તેજપાલ સાહેબો તરુણ ન હોય તો પણ તેમની કામેચ્છાને તેઓ પોતાની પત્ની સિવાયની માદાઓ દ્વારા સંતોષવા આતુર હોય છે. આ બાબત (માદાઓ પણ નરની હિંમત એવો શબ્દ પ્રયોગ કરેછે) સાહેબમાં રહેલી હિંમત, પ્રબળતા અને માદાની પ્રતિકારહીનતાના પ્રમાણ અને માનસિકતા ઉપર આધાર રાખે છે.

માદાબહેનો સહયોગીભાઈ કે સાહેબભાઈ સાથે જાતીય સંબંધ બાબતે અમુક શારીરિક સીમા રાખે છે.  આ સીમા કેટલી છે તે નરભાઈ તત્કાલિન કે સ્મૃતિમાં પડેલા અનુભવથી સમજતો હોય છે. વળી આ સહયોગી ભાઈ કે સાહેબભાઈ પશુ તો હોતા નથી, પણ બુદ્ધિશાળી હોય છે અને મુશ્કેલીઓની આગાહીઓ કરવા માટે સક્ષમ હોય છે છતાં પણ તેઓ ભાવિ પરિણામોથી ડર્યાવગર જાતીય વલણોમાં સ્ખલન કેમ અનુભવે છે?

સહયોગી ભાઈઓ કે સાહેબભાઈઓ સામે પક્ષે રહેલી માદાની પ્રતિકાર કરી શકવાની ક્ષમતાને કેમ સમજી શકતા નથી?

કુદરત શું કહે છે? અથવા તો કુદરતી વ્યવસ્થા શું છે?

ભારતીય સંસ્કૃતિ શું કહે છે

આહાર, નિદ્રા, ભય અને મૈથુન સહજ છે. વૈજ્ઞાનિકો આને “આવેગ” એમ કહે છે. માણસની કેટલીક ક્રિયાઓનો આધાર આવેગો હોય છે જે કુદરતી હોય છે. આપણા શાસ્ત્રો કહે છે કે  આહાર, નિદ્રા, ભય અને મૈથુન વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે.

આ વૃત્તિઓ મનુષ્યમાં શા માટે સહજ હોય છે?

અદ્વૈતની માયાજાળમાં આપણે જોયું કે દરેક વસ્તુ સજીવ છે. સુપરસ્ટ્રીંગ મૂળભૂત સજીવ છે. આ સજીવ ભૌતિક ક્રિયા દ્વારા એક બીજા સાથે જોડાઈને બીજા કણો બનાવે છે. આ કણોમાં ક્વાર્ક, ગોડ કણ, ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રીનો, ફોટોન, પરમાણુ, અણુ, સંયોજનો, વિગેરે આવે છે. તેઓ સૌ ભૌતિક સાનુકુળતાઓ પ્રમાણે બને છે અને આંતરિક બળોથી ટકે છે. આ પ્રમાણે શક્યતાઓ ઉભી થઈ ત્યારે વધુ સંકીર્ણ કણો ઉત્પન્ન થયા જેઓને આપણે સજીવ કહ્યા કારણકે તેઓ પોતાના જેવા બીજા કણો ઉત્પન્ન કરતા હતા. આપણે કણો માટેની વ્યાખ્યાની એક સીમા બાંધી અને જેઓ વંશવૃદ્ધિ કરે છે તેને જ સજીવ ગણ્યા.

સજીવોનો સમૂહ

સજીવોનો સમૂહ પણ એક જાતનો સજીવ છે. મનુષ્ય સજીવ છે તેમ મનુષ્યનો સમૂહ પણ સજીવ છે. સજીવમાં જીવવાની (ટકી રહેવાની) ઈચ્છા હોય છે. આ માટે જે કંઈ કરવાનું હોય તે તેની ઈંદ્રીયો દ્વારા કરે છે કે નીતિ-નિયમ દ્વારા કરાવે છે. વ્યક્તિગત રીતે આ કાર્યશક્તિ સજીવના ડીએનએ-આરએનએ ના બંધારણ ઉપર આધાર રાખે છે.

એક જ જાતના સજીવોનો સમૂહ પણ સજીવ હોવાથી તેનામાં પણ જીજીવિષા હોય છે. અને તેને પરિણામે કુદરતી વ્યવસ્થા પ્રમાણે અમુક પ્રકારના સજીવો વિભક્ત થઈને વંશવૃદ્ધિ કરે છે. તો અમુક પ્રકારના સજીવો મૈથુની ક્રિયા દ્વારા વંશવૃદ્ધિ કરે છે. સમાજ પણ ટકી રહેવા માટે પોતાના વર્તનમાં ભૌગોલિક કે વૈચારિક પરિમાણોને આધારે બદલાવ લાવે છે અથવા વિભક્ત થાય છે અને ટકવાની કોશિસ કરે છે.

જાતીય વૃત્તિનું આરોપણ

સજીવને વિભક્ત થવું હોય તો તેણે ભૌતિકરીતે વૃદ્ધિ પણ કરવી જોઇએ. એટલે તેણે ખોરાક પણ લેવો પડે. ખોરાકમાં હવા અને પાણી પણ આવી જાય. ખોરાકમાંથી યોગ્ય તત્વોને શોષવા પડે અને આ જુદા જુદા તત્વોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા પડે. આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા હોય છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા પણ ડીએનએ-ઓ દ્વારા ગોઠવાય છે. આ વ્યવસ્થા માદાના શરીરમાં થાય છે. અને તેમાં કુદરતી વ્યવસ્થા પ્રમાણે નરનો શુક્રકણ પણ ભાગ ભજવે છે. એ પછી માદામાંથી તે નવો જીવ નિકળી આવે છે. આમ જીવસમુહ એક જીવ તરીકે ટકી રહે છે. આ મૈથુની સૃષ્ટિ કહેવાય છે. આ મૈથુની સૃષ્ટિના જીવોમાં ઈશ્વરે જાતીય વૃત્તિ મુકી છે.

જીવને ટકાવી રાખવા માટે આહાર છે. જીવ અનેક અંગોનો અને અંગો જાત જાતના કોષોનો બનેલા  છે. સૌ પોતપોતાનું કામ અગમ્ય રીતે હળી મળીને કરે છે. મનુષ્યનું એક અંગ મગજ છે જેમાં એક વિશિષ્ઠ કાર્ય એટલે કે બૌદ્ધિક કાર્ય થાય છે. આ ક્રિયામાં બ્રહ્મરંધ્ર છે જે કેવીરીતે શરીરનું સંચાલન કરે છે તે સંશોધનનો વિષય છે. બ્રહ્મરંધ્રમાં બેઝીક ટાઈમ હોય છે જે સીગ્નલો મોકલે છે. બીજા અનેક વિભાગો છે. આ વિભાગો અનેક પ્રકારના કોષોના બનેલા છે જેમાં ન્યુરોન પણ આવી જાય. બુદ્ધિ સ્મૃતિના કોષોથી જોડાયેલી હોય છે. સ્મૃતિ અંગોદ્વારા મળેલી માહિતિઓનો સંગ્રહ કરે છે અને જ્યારે મગજ માગે ત્યારે તેને આપે. બુદ્ધિ,  સ્મૃતિસમૂહોનું સંકલન કરી સરખામણી કરી નિર્ણયો કરે છે. આ ક્રિયાને બૌદ્ધિક ક્રિયા ગણાય. જોકે આ ક્રિયા બધા સજીવોમાં વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. મનુષ્યમાં વિશેષ હોય છે. તેથી મનુષ્ય બુદ્ધિદ્વારા વિચારશીલ બને છે અને ભાવી યોજનાઓ ઘડે છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ નર, માદા, પટાવવી, ઓશો, સંત, હિપ્નોટીઝમ, તર્ક, ભૌતિકશાસ્ત્ર, જાતીય, આકર્ષણ, સ્ત્રી, પુરુષ, અફવા, સદા જુવાન, નરભાઈ, સાહેબ, મદદ, લાલચ, કાર્યાલય, હોદ્દો, તેજપાલ, હિંમત, પ્રતિકાર, કુદરતી વ્યવસ્થા, ભારતીય, સંસ્કૃતિ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, સજીવ, સમૂહ, કણ

 

Read Full Post »