Feeds:
Posts
Comments

ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી અને સનાતન ધર્મની સ્થાપના બીલ ક્લીંટને કરી હતી. ભાગ-૨

આપણે ટીવી સીરીયલમા જ્યારે કોઈ એક એપીસોડ જોઇએ ત્યારે જાહેરાતો માટેના બ્રેકની તાત્કાલીક પહેલાં, “ ‘સીરીયલનું નામ’  અને પછી ચાલુ હૈ“ એમ નીચેની લાઈનમાં લખેલું બતાવે છે. તેમજ “આગે હૈ” અને પછી શું આવશે તેનો એકાદ હિસ્સો બતાવે છે.

સીરીયલની શરુઆતમાં પૂર્વે બતાવેલા એપીસોડમાં જે બતાવેલું તેનો ઉપસંહાર “આપને દેખા” કે “અબ તક દેખા” કે “તમે જોયું” કે એવી કોઈ  હેડ લાઈન હેઠળ બતાવે છે.

“ગયા એપીસોડમાં આ રહી ગયું” એવું આપણને બતાવતા નથી.

પણ, આપણા આ બ્લોગમાં “આ રહી ગયું” એમ કહીને આ બ્લોગના પહેલાભાગમાં જે રહી ગયું તે કહીશું.

“આ રહી ગયું”

કોઈકે વાયરલેસ સંદેશો મોકલ્યો છે. તે વ્યક્તિના અતિમનસમાં ઉભી થયેલી શંકા આપણા અતિમનસમાં પહોંચી છે.

તુલસીદાસે સ્ત્રીને (પોતાની સ્ત્રીને) મારવાની વાત કરેલી તેને મહમ્મદ સાહેબે સુવ્યવસ્થિત રીતે રજુ કરી. અને ઓછામાં ઓછી હિંસાને પ્રસ્થાપિત કરી. સમાજની અહિંસક પ્રણાલીઓ તરફ જવાની ગતિને આધારે આપણે મહમ્મદ સાહેબને તુલસીદાસના અનુગામી સિદ્ધ કર્યા એમ સ્વિકાર્યું.

પણ હવે તમે જુઓ. તુલસીદાસના રામને તો એક જ સ્ત્રી (પોતાની સ્ત્રી) એટલે કે પત્ની હતી. જ્યારે કુરાન તો પુરુષને ચાર પત્ની કરવાની છૂટ આપે છે.  ચાર સ્ત્રી માંથી એક સ્ત્રી તરફ જવું એ વ્યવસ્થાની ભૌતિક હિંસાની પળોજણમાં ન પડીએ તો માનસિક રીતે અહિંસા તરફની ગતિ થઈ કહેવાય. એટલે તુલસીદાસજી તો મોહમ્મદ સાહેબના અનુગામી જ કહેવાય ને?

ના જી. તમે તમારી વાતમાં મર્યાદા બાંધો અને પછી તારવણી કરો તે બરાબર નથી. તુલસીદાસની સીતાને અગ્નિપરીક્ષા કરવાનું કહેવામાં આવે છે. એટલે પુરુષનું એક પત્ની વ્રત અને અગ્નિપરીક્ષા એ બેનો સરવાળો કરીએ તો સરવાળામાં આવતી હિંસા, પુરુષની ચાર પત્ની કરવાની કરવાની હિંસા કરતાં અનેક ગણી વધી જાય છે. એટલે અહિંસાની બાબતમાં તુલસીદાસ કરતાં મહમ્મદ સાહેબનું કુરાન ઘણું આગળ છે. એટલે તુલસીદાસ મહમ્મદ સાહેબના અનુગામી છે તે તર્ક ધ્વસ્ત થાય છે. ઇતિ સિદ્ધમ્‌

બીજું શું રહી ગયું હતું?

સનાતન ધર્મને હિસાબે સ્ત્રી જાતિની કોઈ પણ વ્યક્તિને ગાળ પણ ન દેવાય.

કારણ કે મારા પિતાશ્રી કહેતા હતા કે સ્ત્રી માત્ર દેવી સ્વરુપ છે. એટલે સ્ત્રીને આપેલી તે ગાળ, દેવીને જાય અને આપણને પાપ લાગે.

તુલસીદાસજી કદાચ એમ સમજ્યા હશે કે “ ‘સ્ત્રીને ગાળ ન દેવાય’.   ગાળ ન દેવાય એમ જ કહ્યું છે ને! ‘તાડન ન કરાય’ એવું ક્યાં કહ્યું છે? એટલે સ્ત્રીને તાડન તો થાય જ ને વળી.” આમ તુલસીદાસમાં પ્રમાણભાનની પ્રજ્ઞા ન હતી.

ઇતિહાસ કે પુરાણોના વાચન વિષે તુલસીદાસના શોખની વાત ન કરીએ તો સનાતની રાજાઓ સ્ત્રી સાથે યુદ્ધ કરવાનું ટાળતા હતા. આ પરંપરા હેઠળ જ, ભિષ્મે શિખંડી સામે શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. રામ અને લક્ષ્મણે પણ આમ તો સુર્પણખા સામે પોતાનો બચાવ જ કરેલો. અને આ સ્વબચાવમાં જ સુર્પણખાને રામ દ્વારા અજાણતાં નાકે અને લક્ષ્મણ દ્વારા કાને વાગી ગયેલું હશે. પણ વાલ્મિકી અને તુલસીદાસને અતિશયોક્તિની ટેવ હતી તેથી તેમણે નાક અને કાન કાપી નાખ્યા એવી વાત વહેતી કરેલ. વાસ્ત્વમાં તો રામે અને લક્ષ્મણે ગડગડતી મુકી હશે. એટલે કે ભાગી ગયા હશે. કારણ કે એક સ્ત્રી સામે લડવામાં પરાજયની નાલેશી હતી.

રાવણ વિષે પણ એવું કહેવાય છે કે તે એક સ્ત્રી સૈન્ય સામે હારી ગયેલો. રાવણે એકવાર ભૂલ કરી હતી. આ ભૂલમાંથી તે શિખ્યો હતો કે સ્ત્રી સાથે જીવ્હાદ્વારા કે શસ્ત્રો દ્વારા પણ લડવું નહીં.  કારણ કે હાર કે જીતની જે શક્યતાઓ છે તે બંનેમાં નાલેશી સિવાય કશું નથી.

રાવણ, તે પછી સ્ત્રીની સાથે બાખડવાનું ભૂલી ગયો હતો. તેથી જ તેણે સીતાજીનું હરણ કરેલ પણ સીતાજીને કનડ્યો ન હતો. સ્ત્રીઓને ન કનડવાની આ પરંપરા માનવો અને સુરોમાં હતી. પણ આ પરંપરા અસુરોમાં ન હતી. અને તેના ફળ તેમણે ભોગવએલા તે આપણે સુપેરે જાણીએ છીએ.

એવું કહેવાય છે કે અશોકે કલિંગ ઉપર ચડાઈ કરી તો તેણે પુરુષોના સૈન્યને તો જીતી લીધું પણ તે પછી જે સ્ત્રીઓનું સૈન્ય આવ્યું તેને જીતવામાં તેના હાંજા ગગડી ગયેલા. અને તે પછી તેણે યુદ્ધ નહીં કરું તેવી પ્રતિજ્ઞા લીધેલી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધેલો. જોકે નવા સંશોધન પ્રમાણે તે દુશ્મનોને ધમકી આપ્યા કરતો હતો, કે કલિંગના જેવા તમારા હાલ કરીશ.

મૂળ વાત ઉપર આવીએ તો આ પ્રમાણે પુરુષો માટે કોઈ ખુશીનો સમય હોય તો ફક્ત એટલો કે “ઢોલ, ગંવાર, શુદ્ર પશુ નારી, યે સબ તાડનકે અધિકારી” એ બોલાતું સાંભળીને ખુશ થવું.

અને સાંભળી લો, કે સ્ત્રીઓને (પત્નીઓને) પણ આ વાતની ખબર છે કે પુરુષો (પતિઓ), આ પંક્તિઓ સાંભળી ખુશ થાય છે. તેમને માટે આ એક માત્ર સુખ બચ્યું છે તે પણ સાંભળવાનું. તેથી ઘણી સ્ત્રીઓ જ્યારે સુંદરકાંડની કેસેટ વાગતી હોય ત્યારે પોતાના પતિને ખુશ કરવા અને મજાક ઉડાવવા આ કડીઓનો વારો આવે ત્યારે ટેપરેકોર્ડરનું વોલ્યુમ મોટું કરી દે છે જેથી પતિ દૂર બીજા રુમમાં હોય તો પણ સાંભળી શકે. પુરુષોએ સ્ત્રીઓની આ મજાક કરવાની સ્ટાઈલને દાદ દેવી પડે.

તુલસી રામાયણના પાઠક, શ્રી અશ્વિન ભાઈ પાઠક પણ જાણે છે કે પુરુષોને આખા રામાયણમાં આ કડીઓ જ સૌથી વધુ ગમે છે એટલે અશ્વિનભાઈએ આ કડીઓની આગળ પાછળની દશે દશ કડીઓ માટે જુદો અને લંબાવેલો સુર રાખ્યો છે.

ચાલો ….  એ બધું તો જાણે સમજ્યા. પણ બીલ ક્લીંટને સનાતન ધર્મ સ્થાપ્યો એમ કેવી રીતે કહી શકાય?

આ સમજવા માટે તમારે મહાજનોનું તર્કશાસ્ત્ર સમજવું પડશે.

ધારો કે તમારે કોઈને અમુક રીતે ચીતરવો છે તો તમે એવા કેટલાકના નામાંકિત વ્યક્તિઓ વિષે વિવરણ કરો કે જેઓ ઉપરોક્ત “અમુક રીત”ના ન હતા.

આ કંઈ સમજાયું નહીં. કંઈક ફોડ પાડો.

ધારો કે તમારે એમ કહેવું છે કે કોઈ એક નિશ્ચિત વ્યક્તિ જેને તમારે ટાર્જેટ કરવો છે, તે વ્યક્તિ તટસ્થ રીતે વિચારી શકતો નથી. તો તમારે તમારી દૃષ્ટિએ જે વ્યક્તિઓ તટસ્થ હતા તેમને વિષે વિવરણ કરવું. એટલે આપો આપ સિદ્ધ થઈ જશે કે તમારો ટાર્જેટ વ્યક્તિ તટસ્થ નથી. તમારે ફક્ત એમ જ કહેવાનું કે આવી હેસીયત આનામાં (ટાર્જેટેડ વ્યક્તિનું નામ), ક્યાં છે?

કોઈ દાખલો?

કોઈ વ્યક્તિ તટસ્થ ક્યારે કહેવાય?

તટસ્થ એટલે શું?

તટ એટલે કિનારો. જે કિનારા ઉપર છે તે વ્યક્તિને તટસ્થ કહેવાય. વૈચારિક રીતે કહીએ તો જે  વ્યક્તિ સાક્ષી ભાવ રાખીને સમસ્યાનું કે ઘટનાનું અવલોકન કરે અને તે પછી અભિપ્રાય આપે તેને તટસ્થ કહેવાય. આપણા મોદીકાકા એ સાક્ષીભાવ ઉપર એક પુસ્તક લખ્યું છે. પણ બધા ગુજરાતી ભાષાવિદ મહાજનોને ખબર ન હોય તેમ એક મહાજને બીજાઓના સાક્ષીભાવ વિષે વિવરણ કરી સિદ્ધ કરી દીધું કે મોદીકાકા ક્યારેય સાક્ષી ભાવે જોઈ નહીં શકે. તે હડહડતા આરએસએસવાદી છે. ઇતિ સિદ્ધમ્‌.

પણ આપણી વાત તો બીલ ક્લીંટન અને સનાતન ધર્મની છે.

બધા મહાજનોનું તર્કશાસ્ત્ર ભીન્ન ભીન્ન હોય છે. સનાતન ધર્મ ગમે તેવો હોય તો પણ તે એક પત્નીવ્રત પુરુષને શ્રેષ્ઠ માને છે. નિયમ નહિં તો પ્રણાલી તો આવી જ છે. વળી જો નિયમ હોય તો નિયમ તોડવાની પણ પ્રણાલી છે.

જેમ જેમ ભારતીય વધુ સત્તાવાન થતો જાય અથવા કોઈ એને ટોકનાર ન હોય અથવા જે તેને ટોક્નાર હોય તેના કરતાં તે વધુ સક્ષમ હોય તો તે તેનો લાભ લેવાનું ચૂકતો નથી. ટ્રાફિકનિયમોના પાલનની બાબતમાં, વેતનની સામે કામ કરવામાં, ટેક્સ ભરવામાં, તર્કના વિતર્ક કરવામાં આપણે તેની આદતો જાણીએ છીએ.

આપણા ભારતીય બંધારણની અંતર્ગત હિન્દુ કોડ બીલમાં એક પત્નીવ્રતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ જો કાયદામાં બારી ન રાખીએ તો આપણે હિન્દુ શાના? એટલે હિન્દુઓને રખાત રાખવાની છૂટ  રાખવામાં આવી છે. આ જોગવાઈ શરતોને આધિન છે. ધારોકે “શરતોને આધિન” ન હોત તો પણ હિન્દુઓને કંઈ ફેર ન પડત. જો પાશ્ચાત્ય મહાજનો તુક્કા લડાવવામાં બેનમુન છે તો આપણા મહાજનો સ્વબચાવ અર્થે તર્કની બાબતોમાં બેનમુન છે.

આપણો આ બ્લોગ “મહાજનો”, “સ્ત્રી તાડન”, અને “તર્ક” ના પરિપેક્ષ્યમાં સીમિત છે.

આપણા ગુર્જરભાષાના એક મહાજને વાલ્મિકીના રામને વાલ્મિકી રામાયણના આધારે કહેલ કે રામને એક જ પત્ની ન હતી. કારણ કે રામ “સ્ત્રીણાં પ્રિયઃ” એમ વર્ણિત હતા. એટલે કે સ્ત્રીઓને પ્રિય હતા. સ્ત્રી એટલે પત્ની. સ્ત્રીણાં પ્રિયઃ એટલે સ્ત્રીઓને પ્રિય હતા એટલે તેમની પત્નીઓને પ્રિય હતા.

હવે જ્યારે તુલસીદાસ “નારી” શબ્દનો અર્થ પત્ની કરે તો “સ્ત્રી”નો અર્થ “પત્ની” થઈ જ શકે. આ વાત આપોઆપ સિદ્ધ થાય છે. સીતાજી કોઈ પણ કારણસર વનવાસ જવા માટે “રામની વાંહે થયા” તેથી કરીને કંઈ એમ સિદ્ધ ન થાય કે રામને તે એક માત્ર પત્ની હતી. એવું પણ હોય કે બીજી પત્નીઓને સીતાજીના (સુપરવીઝન), ઉપર વિશ્વાસ હોય, તેથી તે બધીઓ રામની “વાંહે ન થઈ” હોય.

જો કે “મહાજનશ્રી”ના આવા અર્થઘટન ઉપર શોર બકોર થયેલો. પોસ્ટખાતાને પણ ઠીક ઠીક કમાણી થઈ હતી. પણ આ જુદો વિષય છે.

નિયમ, નિયમનું અર્થઘટન, નિયમનું પાલન અને જનતાના પ્રતિભાવની પરિપેક્ષ્યમાં જોઇએ તો બીલ ક્લીંટન હિન્દુ ધર્મમાં સુસ્થાપિત છે.

જાતીય વૃત્તિ, જાતીય સંબંધ, પરસ્પર સંમતિ અને નિયમનો સુભગ સમન્વય એટલે ગંગા નાહ્યા.

કોઈ એક ખેલાડી હતો. નામ તો યાદ નથી. પણ ૧૯૯૨-૯૩ની ઘટના છે. એક સ્ત્રી તેને મળવા હોટેલ ઉપર ગઈ. પરસ્પર સંમતિથી સંબંધ બંધાયો. પણ પછી તે ખેલાડી તે સ્ત્રીને વળાવવા માટે હોટેલની રુમના દરવાજા સુધી ન ગયો. એટલે તે સ્ત્રીએ, તે ખેલાડી સામે બળાત્કારનો કેસ માંડ્યો. મારા ખ્યાલ પ્રમાણે તે સ્ત્રી આ કેસ જીતી ગઈ હશે. કારણ કે સ્ત્રીનું માન ન સાચવવું તે એક ગુનો છે. જો ઉપરોક્ત સ્ત્રી પોતાનો કેસ જીતી ગઈ હોય તો તે યોગ્ય જ છે. ન્યાયાલયે પણ ચૂકાદો આપ્યો છે કે જો લગ્નનું પ્રોમીસ આપ્યું હોય અને કોઈ વ્યક્તિ તે સ્ત્રીની સાથે જાતીય સંબંધ બાંધે અને પછી તેની સાથે લગ્ન ન કરે તો તેને બળાત્કાર જ કહેવાય.

Bill Clinton

બીલ ક્લીંટનના કેસમાં આવું નથી.

બીલ ક્લીંટન મોનિકાના સંબંધો વિષે શોરબકોર તો યુએસમાં પણ થયો. પણ જહોન કેનેડીના મરી ગયા પછી જેક્વેલીને કરેલા પુનર્લગ્ન વિષે જેટલો શોર થયેલો તેના દશમા ભાગ જેટલો પણ નહીં. યુએસમાં વિધવા વિવાહ નવી વસ્તુ નથી. પણ યુએસની જનતા, યુએસમાં નેતા માટે, ભીન્ન માપદંડ રાખે છે. જેક્વેલીને જ્યારે એરીસ્ટોટલ ઓનાસીસ સાથે લગ્ન કર્યું ત્યારે યુએસની જનતાએ કાગારોળ મચાવી દીધી હતી. આબેહુબ જેક્વેલીનના પુતળા બનાવીને વેચવા કાઢ્યા હતા. કિમત ૧૦૦૦૦ થી ૨૫૦૦૦ રુપીયા કે ડોલર હતી. જેક્વેલીનને અપમાન જનક સ્થિતિમાં મુકી દીધી હતી. ભારતમાં મોટાભાગની પ્રજા બહુ વાંચતી નથી. પણ સ્ત્રીઓનું અપમાન કરનારો અમુક વર્ગ જરુર છે.

ટૂંકમાં પુરુષ અને સ્ત્રી બંને માટે યુએસમાં અને ભારતમાં ભીન્ન ભીન્ન માપદંડ છે. જો કે યુએસમાં સમાન સીવીલ કોડ છે. ભારતમાં નથી.

જે સંબંધો સીધા ન હોય તેવા સંબંધોને કારણે ભારતના મહાજનો જેવા કે ઓશો આસારામ, સંત રજનીશમલ, અને એવા ઘણા બધા ચમક્યા છે કે જેમણે ભય અને લાલચને “પરસ્પર સંમતિ” હતી કે “મસ્જિદમાં ગર્યો’તો જ કોણ” એવું સિદ્ધ કરવાની કોશિસ કરી છે.

તમે કહેશો કે સંત રજનીશમલ ઉપર ક્યાં કોઈ કેસ થયેલો?

અરે ભાઈ એમ મુખ્ય મંત્રીઓને ઉથલાવવામાં ઉસ્તાદ એવા ચિમનભાઈ પટેલે, બળવંતરાય મહેતાને ક્યાં  ઉથલાવેલા? ચિમનભાઈ પટેલે બળવંતરાય મહેતાને ક્યા કારણસર ઉથલાવ્યા ન હતા?

બળવંતરાય મહેતા વિમાન અકસ્માતમાં ગુજરી ગયા એટલે બચી ગયા. એ પ્રમાણે સંત રજનીશમલ વહેલા ઉકલી ગયા એટલે જેલમાં જવામાંથી બચી ગયા.

તમે કહેશો કે પણ આમાં બીલ ક્લીંટન હિન્દુધર્મના સ્થાપક કેવી રીતે કહી શકાય?

લો બસ. તમે તો એવી વાત કરી કે “સીતાનું હરણ થયું પણ પછી તે હરણની સીતા ક્યારે થઈ?”

જુઓ જાણે વાત એમ છે કે સત્ય વાતાવરણથી સિદ્ધ કરી શકાય અથવા સત્ય તર્કથી સિદ્ધ કરી શકાય. પણ સંત રજનીશમલ તો કહે છે કે તેઓ તર્કમાં માનતા જ નથી. કારણ કે તર્ક તો માહિતિ ઉપર આધાર રાખે છે. જેની પાસે માહિતિ વધુ હોય તે વ્યક્તિ,  જેની પાસે ઓછી માહિતિ હોય તે વ્યક્તિને પરાસ્ત કરી શકે. અથવા તો આપણે આપણી આસપાસ આપણા જ વળના એકઠા કરેલા હાજી હા વાળાઓની બહુમતિ થી પણ સત્ય સિદ્ધ  કરી શકીએ છીએ. જેમકે શંકર સિંહ વાઘેલા, કેશુભાઈ પટેલના સમર્થકોને “હજુરીયા” એમ કહેતા હતા.

ચાલો એ વાત જવા દો.

શાણા માણસો જે અભિપ્રાય આપે તેને તો સાચો માનવો જ પડે કે નહીં?

દુનિયામાં શાણું કોણ છે?

યુએસએ શાણું છે. કારણ ગમે તે હોય પણ યુએસનો પ્રમુખ દુનિયાનો કાકો ગણાય છે. શાણા માણસના દેશમાં રહેતા માણસોને પણ શાણા જ ગણવા જોઇએ. યુએસમાં રહેતા ભારતીયો કે જેઓ યુએસના નાગરિક છે તેમને પૂછો. પણ તે પહેલાં તેમને એક વાર્તા સંભળાવો.

૧૯૫૫ -૧૯૬૦ દરમ્યાન એક રાજકીય વિવાદ ચાલતો હતો કે “મુંબઈ” મહારાષ્ટ્રમાં જવું જોઇએ કે ગુજરાતમાં જવું જોઇએ?

અમારે ભાવનગરમાં એક સ્યામ સુંદરભાઈ હાસ્ય કલાકાર હતા. જેમ સંસ્કૃત સાહિત્યમાં કહેવાય છે કે “બાણોચ્છિષ્ઠં જગતસર્વમ્‍” (જગતમાં જે કંઈ લખાયું છે તે બધું જ કવિ બાણે લખી નાખ્યું છે. એટલે જે કંઈ કહેવાય છે તેમાં કશું નવું નથી. એટલે કે જગત, કવિ બાણનું એંઠું ખાય છે)

સ્યામસુંદરભાઈની વાર્તા કંઈક આ પ્રમાણે હતી.

મંડળીમાં ચર્ચા ચાલતી હતી. “મુંબઈ”ની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો?

એક વયસ્ક “કાકા”એ કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ છે.

આપણે મુંબઈના ભાગ પાડો.

વિરાર ગુજરાતને આપો, અને અમ્બરનાથ મહારાષ્ટ્રને આપો, વસઈ ગુજરાતને આપો, કલ્યાણ મહારાષ્ટ્રને આપો, બોરીવલી ગુજરાતને આપો થાણા મહારાષ્ટ્રને આપો, અંધેરી ગુજરાતને આપો, મલાડ મહારાષ્ટ્રને આપો, ઘાટકોપર ગુજરાતને આપો, વડાલા મહારાષ્ટ્રને આપો, વાંઈદરા ગુજરાતને આપો અને સાયણ મહારાષ્ટ્રને આપો …. રાજકપુર મહારાષ્ટ્રને આપો અને નરગીસ ગુજરાતને આપો.

હે …  હે …  હે… કાકા તમે ગઢ્ઢે ગઢપણે આમ રાજકપુર નરગીસનું નામ લો તે તમને શોભે નહીં. જરા ઉમરનું તો ધ્યાન રાખો.

“કાકા”એ કહ્યુંઃ એમાં મેં ખોટું શું કહ્યું છે? રાજકપુર મહારાષ્ટ્રને આપો અને નરગીસ ગુજરાતને આપો. એમાં ખોટું શું છે?

“અરે કાકા, રાજકપુર – નરગીસનું નામ તમારાથી નો લેવાય.”

“લે વળી ઈમાં શું?. જેમ રાયપુર છે, જેમ કાનપુર છે, નાગપુર છે, એમ રાજક-પુર છે.”

“કાકા… તમે તો ભારે કરી… ઠીક ચાલો … તમે રાજકપુરનું તો રાજક-પુર કર્યું …  પણ આ નરગીસનું શું?

“લે …. કૈર વાત… પણ નરગીસ તો આપણામાં છે ને … પછી સુ લેવાને વાંઈધો …

આ રીતે આપણ ભારતીય યુએસ નાગરિકોને પણ કહી દેવાનું કે બીલ ક્લીંટન તો આપણામાં છે ને … અને સાથે સાથે હિલેરી ક્લીંટન તો લટકામાં મળે છે…

Hillary Clinton

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ એપીસોડ, ચાલુ હૈ, આગે હૈ, આપને દેખા, તમે જોયું, આ રહી ગયું, અતિમનસ, તુલસીદાસ, સ્ત્રી (પોતાની, પત્ની, અહિંસા, હિંસા, અગ્નિપરીક્ષા, એક પત્નીવ્રત, ચાર પત્ની, સનાતન ધર્મ, સ્ત્રીને ગાળ ન દેવાય, પ્રમાણભાનની પ્રજ્ઞા, રાવણ, શિખંડી, ભિષ્મ, સુર્પણખા, સીતા, અશોક, કલિંગ, સ્ત્રીસેના, ખુશ થવું, સુંદરકાંડ, અશ્વિનભાઈ પાઠક, મહાજનોનું તર્કશાસ્ત્ર, બીલ ક્લીંટન, ટાર્જેટૅડ વ્યક્તિ, મોદીકાકા, કોમન સીવીલ કોડ, ઓશો આસારામ, સંત રજનીશમલ, પરસ્પર સંમતિ, મસ્જીદમાં ગર્યો’તો જ કોણ, સીતાનું હરણ થયું, હરણની સીતા, હજુરીયા, દુનિયાનો કાકો

 

હેલ્પેશભાઈ અને જ્યોતીષી

હેલ્પેશભાઈની ઘાત ગઈ!

“શું હેલ્પેશભાઈને કોરોના થયો હતો અને તેઓશ્રી કોરોનામાંથી બચી ગયા?

“ના ભાઈ ના …

“ તો પછી … શું તેમને બીજી કોઈ માંદગી થઈ હતી … અને તેઓશ્રી, તે માંદગીમાંથી બચી ગયા?

“ ના ભાઈ ના … એમને એવું કશું થયું નથી અને એવું કશું થયું ન હતું …

“ તો પછી શું તેઓશ્રી ડ્રાઈવ કરતા હતા અને જરાક માટે અકસ્માત થવામાંથી બચી ગયા?

“ ના ભાઈ ના … તેઓશ્રી ગાડી ચલાવવામાં એવી કશી ઉતાવળ કરતા નથી અને જાળવીને જ ગાડી ચલાવે છે.

“ તો પછી … તેઓશ્રી કોઈને મદદ કરતાં કરતાં કોઈ ઘાતમાંથી બચી ગયા?

“ના ભાઈ ના … પણ હવે તમે જાણી લો કે હેલ્પેશ ભાઈ કોઈને હેલ્પ કરતા નથી.

“તો પછી નામ “હેલ્પેશ” કેમ રાખ્યું છે?

“હેલ્પેશ ભાઈની એવી ઈચ્છા ખરી કે તેઓ બીજાને મદદ કર્યા કરે. પણ તમે જાણો છો ને કે … મનુષ્યને તેની દરેક ક્ષેત્રમાં સીમાઓ હોય છે. આ સીમાઓ ક્ષમતાને લગતી હોય છે, એમાં સામાજીક, કૌટૂંબિક અને  આર્થિક ક્ષમતા પણ આવી જાય. પણ તે વિષે વળી ક્યારેક પછી વાત કરી શું.

“ જ્યારે હેલ્પેશભાઈ ‘ટીન એજ’માં હતા અને તે પછી પણ તેઓ જ્યોતીષીને/જ્યોતીષીઓને અને હસ્તશાસ્ત્રીઓને પોતાની જન્મતારીખ અને હથેળી બતાવતા. જ્યોતિષશાસ્ત્રીઓ તેમના જ્ઞાનપ્રમાણે અને અથવા રામભરોસે આગાહીઓ કરતા.

“ તો શું હેલ્પેશભાઈ જ્યોતિષ શાસ્ત્રમાં માને છે?

“ આમ તો હેલ્પેશભાઈના પિતામહ એક ગણમાન્ય જ્યોતિષ શાસ્ત્રી અને સંસ્કૃતભાષાના પ્રકાંડ પંડિત હતા. હેલ્પેશભાઈને તેમના પિતાશ્રી પાસેથી જાણવા મળેલ કે જ્યોતિષશાસ્ત્ર દ્વારા  પણ ભવિષ્ય ભાખી શકાતું નથી. એમ તેમને તેમના પિતાશ્રી પાસેથી જાણવા મળ્યું હતું. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા દરેક વ્યક્તિની  કુંડળી બનાવવી એ, એના કૌટુંબિક ઇતિહાસમાંનું એક પૃષ્ઠ છે. ભવિષ્યવાણીને એક આશિર્વાદ-શુભેચ્છાના રુપમાં ગણવી. નક્ષત્ર અને ગ્રહોનો અભ્યાસ કર્યો હોય અને ભારતીય ધર્મશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હોય તે વ્યક્તિ જ્ઞાની તો હોય જ. તેનું કામ જ આ સંસ્કૃતિને જિવિત રાખવાનું છે. તેથી તેને જીવન નિર્વાહ માટે કંઈક યથા શક્તિ આપવું તો પડે જ ને.  હેલ્પેશભાઈના પિતાએ આમ કહેલ. હેલ્પેશભાઈના પિતાશ્રી પણ સૌરાષ્ટ્ર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી ઉપરાંત  સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. તેમણે ભારતના બંધારણનું સંસ્કૃતમાં ભાષાંતર કરેલ. ભારત સરકાર તરફથી તેમને પુરસ્કાર મળેલ. હેલ્પેશભાઈ એવું માનતા કે પિતાશ્રી ખોટું બોલે જ નહીં. … આ પ્રમાણે હેલ્પેશભાઈ જ્યોતિષશાસ્ત્રીઓ કે હસ્તશાસ્ત્રીઓની ભવિષ્યવાણીઓને માનતા નહીં.

“ તો પછી હેલ્પેશભાઈ, જ્યોતિષશાસ્ત્રીઓ પાસેથી પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા કેમ રાખતા હતા?

“ ઉત્સુકતા ખાતર અને ચકાસવા ખાતર … સૌ કોઈ પોતાના વિષે જાણવા ઉત્સુક તો હોય જ ને? વળી હેલ્પેશભાઈ પોતાને સામાન્ય માણસ માને છે ને એટલે પણ. કારણ કે સામાન્ય માણસમાં આવા દુર્ગુણો હોવા આવશ્યક છે.

હાલ તૂર્ત આપણે આર્થિક, શૈક્ષણિક, સાંસારિક, સામાજિક, સહચારિણીને લગતા જીવન વિષે ચર્ચા નહીં કરીએ.

જ્યોતિષીઓ ક્યાં ક્યાં હોય અને કેવીરીતે આવે છે?

જ્યોતિષીઓ, કોઈ ઓળખીતાઓ મોકલે છે,

જ્યોતિષીઓ  ઓફીસોમાં સ્વયં સ્ફુરણાથી આવે છે,

જ્યોતિષીઓ કોલેજની હોસ્ટેલોમાં પણ એવી જ રીતે આવે છે,

જ્યોતિષીઓ ક્યારેક આપણા સંબંધી કે સહકાર્યકર પણ હોય છે.

તો હવે મૂળ વાત પર આવીએ કે જ્યોતિષ શાસ્ત્રીઓએ હેલ્પેશભાઈ વિષે શું ભવિષ્યવાણી કરેલી?

(૧) એક મહાન જ્યોતિષ શાસ્ત્રી, હેલ્પેશભાઈને ઘરે આવેલા. એટલે કે જ્યારે હેલ્પેશભાઈ ભાવનગરમાં શાળાકક્ષાએ ભણતા હતા ત્યારે.

આ જ્યોતિષી-ભાઈને જ્યારે હેલ્પેશભાઈના માતુશ્રીએ પૂછેલ કે “હેલ્પેશનું સ્વાસ્થ્ય કેવું રહેશે? માતા હમેશા સંતાનના સ્વાસ્થ્યની ચિંતા કરતી હોય છે. હેલ્પેશ ભાઈનું વજન ૧૦૪ રતલ જ રહેતું હતું. એટલે હેલ્પેશભાઈની માતાને હેલ્પેશભાઈના સ્વાસ્થ્ય અંગે હમેશા ચિંતા રહેતી હતી.

જ્યોતિષીએ જણાવેલ કે “રાતીરાણ જેવું …”

જોકે રાતીરાણ શબ્દ સ્વસ્થ અને તંદુરસ્ત સ્ત્રી જાતિ માટે વપરાય છે. પણ અહીં લક્ષ્યાર્થ લેવાનો છે.

હેલ્પેશભાઈની માતાએ વળતો પ્રશ્ન કર્યો કે હેલ્પેશભાઈનું આયુષ્ય કેટલું છે? તો જ્યોતિશભાઈએ કહ્યું કે જાતકના આયુષ્ય વિષે કહેવાનો જ્યોતિશ શાસ્ત્રમાં નિષેધ છે.

(૨) ૧૯૬૨ના કાલખંડમા જ્યારે હેલ્પેશભાઈ કોલેજની હોસ્ટેલમાં હતા ત્યારે એક જ્યોતિષી આવેલ. તે જ્યોતિષીએ પણ હેલ્પેશભાઈનું આયુષ્ય કહ્યું ન હતું.

(૩) ૧૯૭૨ના કાલખંડમાં જ્યારે હેલ્પેશભાઈ દૂરસંચાર વિભાગના પ્રશિક્ષણકેદ્રમાં સેવા આપી રહ્યા હતા, ત્યારે એક જ્યોતિષી આવેલ. તેમણે હેલ્પેશભાઈનું આયુષ્ય ૭૭ વર્ષ કહ્યું હતું.

હેલ્પેશભાઈ એ કહ્યું “બસ… મારું આયુષ્ય ફક્ત ૭૭ વર્ષ જ છે?” પણ આના ઉત્તરમાં સહકર્મીઓએ કહેલ કે ૭૭ વર્ષ તો ઘણા કહેવાય. આજના જમાનામાં ક્યાં કોઈ એથી વધુ જીવે જ છે!

મનુષ્યનું આયુષ્ય આમ તો શક્યતાના સિદ્ધાંત અનુસાર ઠીક ઠીક નિશ્ચિત હોય છે. માતા પિતા જો કુદરતી રીતે જ મૃત્યુ પામ્યા હોય તો તેમના બંનેના આયુષ્યનો સરવાળો કરી તેને બે એ વિભાજિત કરો એ તમારું આયુષ્ય છે. જોકે આમાં તમારી જીવન શૈલી કે જેમાં તમારી ભોજનની આદતો અને તમારો કેળવેલો સ્વભાવ, આચરણ ઉછેરનો સમાવેશ થાઈ જાય છે આ તમારા આયુષ્યને ૨૦ પ્રતિશત સુધી અસર કરી શકે છે. જો તમે  તમાકુ, દારુ અને બજરના વ્યસની હો અને તમે શાકાહારી માતા – પિતાના માંસાહારી સંતાન હો, તો તેની શારીરિક  અને માનસિક ઋણાત્મક ત્મક અસર પડે છે. જો આનાથી ઉલટું હોય તો ધનાત્મક અસર પડે છે. આવું હેલ્પેશભાઈ પણ માને છે.

જ્યોતિષીઓને ક્ષતિમાટેનો લાભ આપી શકાય કે નહીં?

“હા જી, આપી શકાય.

“કેટલા ટકા?

“તમે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરો તો જો પરિણામમાં ૪ % ની ભૂલ હોય તો તેને અવગણવામાં આવે છે.

તો આ હિસાબે ૭૭ ના ૪% એટલે કે ૩.૦૮ વર્ષ ઉમેરી દો. જો હેલ્પેશભાઈ ૮૦.૦૮ વર્ષે ઉકલી ગયા હોત તો જ્યોતિષ-શાસ્ત્રી ભાઈ સાચા પડ્યા ગણાત. કોરોના-મહામારી પણ આવી, પણ તેણે જ્યોતિષ શાસ્ત્રીને હેલ્પેશભાઈ માટેની ભવિષ્યવાણીને સાચી પાડવા માટે મદદ ન કરી.

તો હવે હેલ્પેશભાઈ શું માને છે?

“હેલ્પેશભાઈને વાર્ધક્ય સ્પર્શ્યું નથી.” એમ હેલ્પેશભાઈ માને છે.

“શું હેલ્પેશભાઈ દોડીને બસ પકડી શકે છે?

“જી હા. હેલ્પેશભાઈ દોડીને, ઉભેલી બસને પકડવા ધારે તો પકડી શકે છે. ૧૯૭૭ના અરસામાં એક વખત હેલ્પેશભાઈ દોડીને ચાલતી બસ પકડવા ગયેલા, અને ઉંધાપાટ પડી ગયેલા ત્યારથી તેમણે ઉભી રહેલી બસને જ (દોડવાની જરુર પડે તો જ) દોડીને પકડવાનો નિયમ રાખ્યો છે. અને આ નિયમ હેલ્પેશભાઈએ મુંબઈની લોકલ ટ્રેનો માટે પણ ૧૯૮૨ થી રાખ્યો છે. કારણ કે તે વિષયે પણ તેઓ ઉંધાપાટ તો નહીં પણ ચાર પગે (હાથને પણ પ્રાણીશાસ્ત્રની ભાષામાં પગ જ કહેવાય છે) પડી ગયેલા.

“હેલ્પેશભાઈ દ્રુત ગતિએ ચાલી શકે છે?

“હાજી, તેઓ જે ગતિએ પ્રાતઃકાળમાં ચાલે છે તે દ્રુત ગતિ જ છે તેમ હેલ્પેશભાઈ માને છે.

“શું હેલ્પેશભાઈની દંતપંક્તિઓ ચાવવા માટે સક્ષમ છે.

“હા જી. કારણ કે તે વિશિષ્ઠ અને સશક્ત પ્લાસ્ટીકના રુપમાં ચોકઠા તરીકે છે. હેલ્પેશભાઈ તેને વાર્ધક્યની સૂચના તરીકે જોતા નથી. કારણ કે દંતોના પૃથક પૃથક પતનની ક્રિયાનો પ્રારંભ ૧૯૮૧થી થયેલ. ૪૧વર્ષની વયે થયેલું કંઈ, વાર્ધક્યનું સૂચન કહેવાય? ન જ કહેવાય.

“શું હેલ્પેશભાઈના વાળ સફેદ થઈ ગયા છે કે આછા થઈ ગયા છે કે તાલ પડી છે?

“હેલ્પેશભાઈ આમાંથી એક પણ અવસ્થાને વાર્ધક્યનું સૂચન માનતા નથી. કારણકે નહેરુને ૨૫ વર્ષે તાલ પડી ગયેલી. હેલ્પેશભાઈ સાથે ૮મી શ્રેણીમાં ભણતા એક સહાધ્યાયીના વાળ ધોળા હતા. એટલે હેલ્પેશભાઈ પોતાના આછા વાળને અને સફેદવાળને વાર્ધક્યનું સૂચન ગણતા નથી.

“શું હેલ્પેશભાઈ, વ્યક્તિઓને ઓળખવાનું ભૂલી જાય છે?

“પોતાને અવારનવાર મળતી વ્યક્તિઓના મુખારવિંદને ભૂલી જવું એ કંઈ નવી વાત નથી. હેલ્પેશભાઈ જ્યારે સ્કુલમાં ૮મી શ્રેણીમાં ભણતા હતા ત્યારે તેમને બળવંત નામે એક ક્લાસ-મિત્ર હતો. તે હેલ્પેશભાઈને સ્કુલે જતી વખતે બોલાવવા આવતો. તેની સાથે મોટે ભાગે બળવંતનો એક અન્ય મિત્ર પણ આવતો. હેલ્પેશભાઈને તે મિત્રના મિત્ર સામે જોઇને કદી વાત કરવાની ટેવ નહીં. તેથી જ્યારે તે મિત્રના મિત્ર, બીજા કોઈ સમયે એક બીજા મિત્રસાથે મળી ગયા ત્યારે તે બીજા મિત્રે હેલ્પેશભાઈને પૂછ્યું કે આને ઓળખો છો? હેલ્પેશભાઈએ ઉત્તરમાં ના પાડી. તો સ્કુલમાં જવામાં સાથ આપનારે કહ્યું કે “ આ લે …લે .. આપણે બળવંત સાથે રોજ સ્કુલમાં તો જઈએ છીએ!! … ના શેનો પાડે છે?” આ પ્રમાણે અન્યનું મુખારવિંદ ભૂલી જવાની ક્રિયાને હેલ્પેશભાઈ, વાર્ધક્યનું સૂચન માનતા નથી. કારણ કે ૧૪ વર્ષ કંઈ વૃદ્ધત્વ કહેવાય!

“અજ્ઞાત કે જ્ઞાત વ્યક્તિ જ્યારે હેલ્પેશભાઈને મળે ત્યારે શું કહીને બોલાવે છે? હેલ્પેશભાઈ, હેલ્પેશ કાકા કે હેલ્પેશ દાદા?

(હવે આવી ગાડી પાટા ઉપર ?)

“જ્યારે હેલ્પેશભાઈ ૫૦ વર્ષના હતા ત્યારે તેમને જો કોઈ “ … ‘કાકા” (અંકલ) કહીને સંબોધે તો હેલ્પેશભાઈને પસંદ પડતું ન હતું. ક્યારેક તેઓ પ્રતિભાવ રુપે સામેવાળી વ્યક્તિને અંકલ (કાકા) કહીને સંબોધતા. હેલ્પેશભાઈ જ્યારે ૭૦ વર્ષના થયા ત્યારે જો કોઈ તેમને “ ….’દાદા” કહીને બોલાવે તો તેઓ ગુસ્સે થઈ જતા. અને સામેવાળાને આંટી કે અંકલ કહીને સંબોધન કરતા … (જેઓ અત્યારે વરિષ્ઠ નાગરિકો છે તેમને ખબર હશે કે જુના જમાનામાં કાળું વસ્ત્ર જોઇએને કુતરાઓ ભસતા. પણ પછી જમાનો બદલાયો અને કાળું પાટલુન, કાળો કોટ, કાળો ચણીયો, … આવું પહેરવાવાળા વધી ગયા. એટલે કુતરાઓને થયું “આમ ક્યાં સુધી આપણે આપણી શક્તિનો વ્યય કર્યા કરીશું? … જાવા દ્યોને … હવે નથી ભસવું …” આવો નિર્ણય હેલ્પેશભાઈએ પણ “દાદા” વિષે લાગુ કર્યો.

તો હવે તો ૮૩ વર્ષના હેલ્પેશભાઈ સુખી હશે?

ના. એવું તો ન કહેવાય.  કારણ કે કોરોના તેમના અનેક પ્રિય પાત્રોને ભરખી ગયો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કેટલાક એવું માને છે કે વૃદ્ધ દંપતિઓ કરકસરમાટે એક બીજાના ચોકઠાં વાપરતા હોય છે. પણ વાસ્તવમાં પોતાનું ચોકઠું જ બરાબર ફીટ ન થતું હોય ત્યાં કોમન ચોકઠાની તો વાત જ ક્યાં કરવી!!

The people of Pakistan are going to play a big role to re-unite India – 2

Should Hindus afraid of Muslims, if the Pakistan unites with India?

A BIG NO. But Conditions apply.

CAN PAKISTAN GET RID OF MILITARY RULE?

It is next to impossible.

Why is it next to impossible?

Army controls the economy of Pakistan. The Army is not only dealing with weapons but it deals with production and supply of the commodities too. Miscellaneous items are also supplied by the soldiers or persons (i.e. relatives)  linked with the soldiers. The network of the army is strong and they have the support of radical Muslims and terrorists gangs including ISI and ISIS.

Yes. But there is an elite group that knows the truth that why and how the Pakistan administration and economy has gone to dogs.

The elite group of Pakistan wants a Prime Mister like Modi. They openly praise Modi for his efficiency and his way of dealing with home affairs and foreign affairs. Actually they are longing for that. They have realized that had the partition could been avoided, the army would never been in the position to take over the rein. They have also realised that only under democracy a nation can do progress in all the fields. viz.,   Defence, production, education and social reforms. But this elite group of Pakistan is not organized one.

WHY WAS THE PROGRESS SLOW?

Why under the Nehruvian rules the progress in Defence sectors, Production Sectors, Infrastructure sectors, Education Sectors, Research Sectors was poor?

Not only this, on the other hand the progress on social reforms was highly negative. i.e. The India was getting more and more divided under Castes, Regions, Languages and Religions.

Nehru was autocrat, non-democratic and also nepotistic beyond any doubt. But when a person wants to present itself as democratic, the person has to be hypocrite. The ultimate result is the generation of widespread corruption and non-transparency in administration. Nehruvian Congress had no other option to divide the people of India by every means to retain its power.

BUT HOW LONG ONE PARTY CAN USE THE WEAPON OF DIVIDING PEOPLE?

Till the other parties start to use the same weapon.

After 1980 Indira used Khalistanis in her favour by Supporting Bhandaranvale, then she throw him out like what she did for Chaudhary Charan Singh. But terrorists are different than politicians. Indira paid the price of her sin. Rajiv Gandhi was of a person of ordinary calibre like all other Nehruvians. He became weak and Mayavati, VP Singh, Charan Singh, Lalloo, Mullayam … all used the weapon of dividing people. Thereby the weapon became weak.

This situation caused them to unite against BJP when Modi took the rein of Gujarat and then India. In the Gujarat state the weapon failed first in 1999, and then in India in 2014.

Though oppositions and their pet media tried their level best, to curse Modi, by alleging Modi that Modi  was uniting Gujaratis against non-Gujaratis in Gujarat. But such propaganda could not work due to its falsehood. On the other hand Modi said he is thankful to all non-Gujaratis for their valuable contribution in the progress of Gujarat. This also helped him in becoming PM. Similar is the case with many Muslims of Banaras. Off course one should not forget, that in Gujarat, many Muslims do vote for BJP.

CAN MAJORITY MUSLIMS VOTE FOR BJP?

Why Muslims are interested to reside in India than to reside in Pakistan or Bangladesh where they had opted previously?

Muslims are safe in India under comparatively better condition of Law and Order. They have better scope of progress in India than in Pakistan and Bangladesh. Further they know that in India there are political parties, who are ready to help them by laws. These parties are also ready, to save their all types of interest, till the Muslims remains their vote bank. Thereby many parties use to woo them for their votes.

The wise and elite persons understand that such discriminative policy cannot bring happiness as an ultimate goal into the society. Sooner or later it would create the anarchy. i.e. This can create the situation what now prevails in Pakistan.

The policy of India is decided by Indian Government of its own. But the similar situation does not and cannot be with Pakistan. Pakistani media too knows this fact. That supplements the deterioration of Pakistan.

WHAT ARE THE CAUSES?

Military’s political control,

Radical Islam, which strengthens the terrorism, and that creates the anarchy in law and order maintenance.

No choice to admire the heritage

WHAT DO THE PAKISTANI MUSLIMS NEED?

ADMIRE THE HERITAGE BY HEART

The big question to answer “For what they can take pride of their heritage?

Islamic heritage belongs to Arabs, victory belonged to Mongols, and what Mogul did in India as Moguls were not their forefathers. The worst to worst is, that the Muslims are treated as secondary Muslims by others.

Pakistani Muslims are not ready to admire their real ancestors’ heritage, because it is the heritage of the Indian civilization for which they are taught to hate.

But they have to learn from Indonesia, Malaysia …   that even being Muslims these Muslims can admire their forefathers’ heritage which is greater India.   They have to adopt the mind-set of M. C. Chagla, Abdul Kalam, Tarek Fatah, Arif Mohammed Khan, or even Bahadurshah Jaffar who wanted to die in India.

Even Muslims of Muslim Countries like Egypt and Iran admire their historical heritage. There are innumerable examples.

ACCEPT COMMON CIVIL CODE

It cannot be accepted that Muslims of Pakistan cannot accept Common Civil Code if brought in Indian Constitution. Because if they cannot accept this then they do not have faith in democracy. West Germany was more developed than East Germany, South Korea is much advanced than North Korea, USA is more advanced than USSR, West European countries are more advanced than East European countries, and India is much advanced than Pakistan. All advanced countries are facing issue of infiltration. India has problem of crores of infiltrators and most of them are Muslims.

STRICT ENFORCEMENT OF LAW AND ORDER

Only in democracy a nation can do progress. This must be very much clear to all. But democracy alone is not enough. There must be strict enforcement of Law and Order. The Law and Order condition that existed in Congi and their cultural allied parties’ rule, is not acceptable in a democracy.

MUSLIMS SHOULD JOIN BJP AND RSS

If Muslims will have a tendency to honour Indian heritage and would discard intolerance and terrorism they will find no problem with the people of India. Only the British rule and thereafter the Nehruvians rule, divided Indians as Hindus and Muslims. Off course the Muslims rulers have done atrocities on Hindus. But they are all out siders and they are all dead. People of India had forgotten and unanimously decided to fight under the leadership of Bahadurshah Jaffer, the last Mogul Emperor whose empire was limited boundary of the wall of the Red Fort.

Now it is high time for the Pakistani Muslims to accept the Indian heritage. Muslims have to be tolerant and respectful towards others.

50% of middle class Muslims are like 80% of Middle Class Hindus. But 3.5 % can play havoc. And they are making havoc in the regions of undivided India.

Everybody can be set right with strict enforcement of Law and Order of modified Indian Constitution.

Any person demanding directly or indirectly, special rights benefits based on religion, region, language, caste at the cost of others, the person must be arrested and put to jail, and its citizenship to be suspended, and then if proved guilty its citizenship should be suspended for 6 years or permanently depending upon the size of the guilt.

In 1954 the ball of making undivided India was in the court of Nehru, but he willfully failed. Now the situation has come again, where the possibility has come for the Muslims of Pakistan to re-unite India. The conditions apply. 

Shirish Mohanlal Dave

The people of Pakistan are going to play a big role to re-unite India

In view of the situation prevailing in Pakistan, created by the Pakistani leaders in the politics of Pakistan, the time is not very far for the people of Pakistan to launch an agitation that could re-form undivided India.

FALSE FOOTING

Anything which is FALSE footed is going to end up. It is a matter of time.

The formation of Pakistan was a joint venture of Radical Muslim leaders and British. Due to enmity between Jinna and Nehru for the reason of Nehru’s bad and insulting attitude toward Jinna, Jinna supported radical Muslim leaders for the separate country.

The basic ground for the formation of Pakistan was false. British knew this, but they had specific political interest in dividing India into many pieces. This was their old strategy.

Somehow radical Muslim gang and the British were successful in getting away a portion out of India, named  it Pakistan.

Now everybody must know that whenever Pakistan had become tolerant towards Hindus or its Government tried to have good relation with India, the western world had become active to weaken one of them if not both.

In 1954, Suharavardi Noon, tried to establish good relation between these two countries. Then we saw the army of Pakistan took over the rein of Pakistan. The US administration knew that to handle a single person (e.g. Army Chief of Pakistan) is easier than to handle multiple political leaders.

Nehru had no sense of foresight. He failed to understand the game of the US. He started abusing Pakistan when at that time Iskandar Mirza had come up with a proposal of Federal Union. Actually it was most favourable time to have a federal union.

NEHRU WAS SHOUTING for what?

“A democratic country cannot have union with an autocratic country”. He was continuously used to condemn the imposition of martial law in Pakistan.

This was quite contradictory of Nehru’s own policy with China and J&K. China was undemocratic country by every means. But Nehru had a treaty with China. Nehru had introduced article 370 and 35A in Indian constitution for J&K. Article 370 and 35A are absolutely do not carry any democratic value.

NORTH PAKISTAN WAS A REGION OF INTEREST

In 1965, Pakistan attacked India under the impression that India might have become weak due to its recent war with the China, and further due to death of Nehru. The western people possesses false impression that the people of India are led by a single political leader like Bal Gangadhar Tilak, MK Gandhi, and then Nehru… Because Nehru died, Indians would have become weak and must have been divided. The Western lobby failed to understand that the Indian peoples’ think tank and morals are quite high. This is because of their democratic sense. This sense is highly deep rooted due to their glorified history of the time immemorial. The same case was with the Indian army.

Because of the false footing of Pakistan, Bangladesh was separated from Pakistan. US wanted division of Pakistan, i.e. liberty of Bangladesh. It was difficult for the USA to handle the Pakistan if the Pakistan is associated with Bangladesh. The USA wanted the credit for liberating Bangladesh. But the USA was not eligible for that credit. The sacrifice was being given by the people of India and its army. India took the credit for the liberation of Bangladesh. However the USA had occupied control on strategic location of near North Pakistan.

INDIRA GANDHI WAS PROVED WEAK LIKE HER FATHER

India had an excellent opportunity to have a best advantageous treaty to execute with Pakistan and Bangladesh. But Indira Gandhi miserably failed to do that. She was proved a below average politician in foreign affairs like her father Nehru.

After 2014 India has changed the world scenario of politics. The same is getting further changes with moderate speed. Narendra Modi is playing excellent cards in the world politics. Off course he can do this fairly good, when he has strong foot in home affairs. Yes, after 3 decades BJP India is getting clear majority in the parliament. It is also ruling in many states excellently.

Some local analysists are trying very hard (with the help of media and the parties which are defeated on corruption and bad performance), to degrade NaMo Team/BJP. But the people of India knows very well that who is on the right path and who are telling lies.

Now we come to the point, as to how the people of Pakistan are going to play a big role to re-unite India.

(continued)

Shirish Mohanlal Dave

વિરોધ પક્ષ ની યોગ્યતા શી હોઈ શકે ?

ગુજરાતમાં બીજેપી અઢી દશકાથી રાજ કરે છે. નરેંદ્ર મોદી મુખ્ય મંત્રી થયા પછી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ ઘણો મજબુત થઈ ગયો છે.

ગુજરાતમાં શું ક્યારેક વિરોધ પક્ષ મજબુત હતો?

પહેલાં એ સમજવું જોઇએ કે વિરોધ પક્ષ ક્યારે સત્તા પક્ષનો વિકલ્પ બની શકે?

૧૯૬૭માં સ્વતંત્ર પક્ષ એક મજબુત વિરોધ પક્ષ તરીકે ચૂંટાઈ આવેલ.  ૧૯૭૫માં જનતા મોરચો સત્તા ઉપર પણ આવેલો. ઘણી બધી રીતે તે કોંગ્રેસ કરતાં શ્રેયકર હતો. પણ તેનું સંગઠન કોંગ્રેસની સરખામણીમાં વધુ વ્યાપક અને મજબુત ન હતું.

ભાઈલાલ ભાઈ પટેલ

સ્વતંત્ર પક્ષ  પાસે કર્તવ્યનીષ્ઠ ભાઈલાલભાઈ પટેલનું નેતૃત્વ હતું. સ્વતંત્ર પક્ષ સત્તાની નજીક હતો. કોંગ્રેસના કાયદેસર ભાગલા પડ્યા ન હતા. પણ કોંગ્રેસની નેતાગીરીમાં ભાગલા પડી ગયેલા. આપણે આ સીંડીકેટ (જે નહેરુએ તેની પુત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવા માટે બનાવી હતી) અને તે પછી જન્મેલી ઈંડિકેટની (ઇંદિરા નહેરુગાંધી કોંગ્રેસની) વાત નહીં કરીએ.

જેમ ૧૯૪૭ પહેલાં નહેરુના કહેવાતા સમાજવાદી ગ્રુપના જુવાન નેતાઓ સરદાર પટેલની બુરાઈ કરવામાં વ્યસ્ત રહેતા હતા તેવી રીતે ઇંદિરા ગાંધીના ગ્રુપના નેતાઓ મોરારજી દેસાઈની બુરાઈ કર્યા કરતા હતા. મોટા ભાગના સમાચારપત્રો, આ ઈંદિરાઈ ગ્રુપના વાણી વિલાસને પ્રસિધ્ધિ આપતા હતા.  મોરારજી દેસાઈ એક નીતિવાન અને સિધ્ધાંતપ્રિય નેતા હતા. એટલે તેમની વિરુદ્ધ તો કંઈ કહી શકાય તેવું ન હતું પણ આ લોકો તેમના પુત્ર કાંતિભાઈને નિશાન બનાવીને અધ્ધર અધ્ધર નિંદા કરતા હતા.

નહેરુ અને તેમના ભક્તો જે પછી ઇંદિરાના ભક્તો થઈ ગયેલ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કે જેના ઉપર મોરારજી દેસાઈનું વર્ચસ્વ હતું, તેને ઘણું નુકશાન કર્યું હતું. મોરારજી દેસાઈને નબળા પાડવામાં આ કહેવાતા સમાજવાદીજુથે કશી કમી રાખી ન હતી.

સ્વતંત્ર પક્ષ કેવીરીતે અસ્તિત્વમાં આવ્યો?

કોંગ્રેસ અને દેશનું રાજકારણ અનેક જુથમાં વહેંચાઈ ગયેલ. નહેરુનું સમાજવાદી ગ્રુપ, જમણેરી ગ્રુપ, નહેરુ વિરોધી સમાજવાદી ગ્રુપ, હિંદુત્વવાદી જમણેરી ગ્રુપ, કિસાન પક્ષો, અને સામ્યવાદીઓ.

પચાસના દશકામાં ચક્રવર્તી રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો હતો. આ પક્ષ જમણેરી હતો. દિલ્લીની મહાનગર નગરપાલિકા તેણે કબજે કરેલી. વિરોધપક્ષો વહેંચાયેલા હતા. તેમનું સંગઠન કોંગ્રેસ જેટલું વ્યાપક ન હતું. એટલે ૧૯૬૨ સુધી કોંગ્રેસને ચૂંટણીઓ જીતવામાં વાંધો ન આવ્યો. જો કે ૧૯૫૨ની ચૂટણીમાં વ્યાપક રીતે ગોલમાલ થયેલી એવું કહેવાય છે. પણ નહેરુ એક રાક્ષસી પ્રપંચકારી હતા અને જનતાને ભ્રમમાં રાખવામાં નિષ્ણાત હતા.

નહેરુની સોવિયેટ રશિયા અને ચીનમાં, જે પ્રચંડ આગતા સ્વાગતા થઈ હતી તેનો તેમને ઘણો લાભ મળ્યો. “ચાઈના પીક્ચોરીયલ” અને “સોવિયેટ દેશ” ભારતની જનતાને મફત મળતા હતા. ત્યાંની પ્રજા કેટલી બધી આનંદિત અને સુખી છે, ચાઈના પીક્ચોરીયલ અને સોવીયેટ દેશ દ્વારા ભારતીય જનતાને તેમની સુખ સમૃધ્ધિથી વાકેફ કરાતી હતી. પણ ૧૯૬૨ના યુદ્ધ પછી આ અસર નાબુદ થઈ. આની અસર ૧૯૬૭ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી.

સ્વતંત્ર પક્ષ એક સબળ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો. સીંડીકેટ જે અત્યારસુધી ઇંદિરાગાંધીની સમર્થક હતી, તે હવે મોરારજી દેસાઈને મહત્વ આપવા લાગી અને મોરારજી દેસાઈને નાણાખાતું અપાવ્યું.

ઈંદિરાએ ઘણા પ્રપંચો કર્યા અને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા. ૧૯૭૧માં કોંગી (કોંગ્રેસ ઇંદિરાનહેરુગાંધી) ને પ્રચંડ બહુમતિ મળી. અને તેથી કોંગ્રેસ (સંસ્થા)ના નેતાઓમાં અને જનપ્રતિનિધિઓમાં નાસભાગ શરુ થઈ ગયી. સ્વતંત્ર પક્ષે કોંગ્રેસ (સંસ્થા)ને સપોર્ટ કર્યો પણ સરકાર ટકી નહીં. ૧૯૭૦ની શરુઆતમાં જ ભાઈકાકાનું અવસાન થયું હતું અને સ્વતંત્ર પક્ષનો કોઈ ધણી ધોરી રહ્યો ન હતો એટલે પાકિસ્તાન સાથેના યુદ્ધના વિજય પછી ઇંદિરાએ વિધાનસભા ની ચૂંટણીઓ કરાવી અને તેમાં કોંગીને ૧૪૦ સીટ મળી. સ્વતંત્ર પક્ષ રહ્યો જ નહીં.

પણ સ્વતંત્ર પક્ષ હતો ત્યારે તેના નેતાઓ, શાસક કોંગી કરતા ઉચ્ચ કક્ષાના, સુસંસ્કૃત અને કુશળ હતા.

ગુજરાતનો જનતા મોરચો

૧૯૭૫ની ચૂંટણીમાં ગુજરાતમાં બધા પક્ષોએ કોંગીની સામે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધનનું નામ “જનતા મોરચો” હતું. આ જનતા મોરચાના બાબુભાઈ જશભાઈ પટેલ, નેતા હતા. જનતા મોરચો ચૂંટણી જીત્યો પણ ખરો. પણ વિપક્ષમાં બેઠેલી કોંગીની કેંદ્રસ્થ નેતા ઇંદિરા ગાંધી હતી. અને ઇંદિરાએ કટોકટી જાહેર કરી. વિધાનસભાના કેટલાક સભ્યોનો પક્ષ પલટો કરાવ્યો, અને ગુજરાતની સત્તા હાંસલ કરી.

જ્યારે પણ કોંગી સત્તાની સામે જે વિરોધ પક્ષ રહ્યો ત્યારે તે વિપક્ષના નેતાઓ સત્તાધારી પક્ષ કોંગી કરતાં અનેક ગણા વધુ નીતિમત્તા વાળા રહ્યા છે. પણ આ વાત ૧૯૮૦ સુધી જ સાચી રહી. તે પછી બીજેપી સિવાય બધા જ પક્ષ લગભગ કોંગી જેવા જ થઈ ગયા હતા. આ દરમ્યાન વિપક્ષના પ્રથમ કક્ષાના મોટાભાગના નેતા અવસાન પામતા ગયા. એટલે મુલાયમ, લાલુ, માયાવતી, મમતા, જયલલિતા, ફારુખ, ઓમર, મુફ્તિ મોહમ્મદ, જેવા નેતાઓ જે સાંસ્કૃતિક રીતે કોંગીની વધુ નજીક હતા તેમનો ઉદય થયો.

હાલનો વિપક્ષ સત્તા લક્ષી છે.

સત્તાલક્ષી હોવું તેનો રાજકારણમાં નિષેધ નથી. પણ તે માટે સાધનશુધ્ધતા હોવી જોઇએ. જે પક્ષ સાધન શુદ્ધિમાં માનતો નથી તેનું નૈતિક પતન નિશ્ચિત હોય છે. નૈતિક પતનને લીધે તે નષ્ટ પણ પામે છે.

કોંગીમાં સાધન-અશુદ્ધિના બીજ નહેરુએ નાખેલા અને છોડને પરોક્ષ રીતે ઉછેર્યો હતો. ઈંદિરા ગાંધીનું સ્વાતંત્ર્યની લડતમાં કશું યોગદાન હતું જ નહીં (નાગાને નાહવું શું અને નીચોવવું શું?) તેથી તેણીએ તો કશી શરમ રાખ્યા સિવાય સાધન-અશુદ્ધિનો ઉપયોગ કરેલો. તેના અનુગામીઓએ પણ એવું જ કર્યું. અને ભ્રષ્ટ વિપક્ષીઓ તેમાં ભળી ગયા. આજે આ સાધન-અશુદ્ધિ નું અનેક ભૂમિગત વડવાઈઓવાળું વટવૃક્ષ બનીગયું છે.

અશુદ્ધ સાધનો કયા છે?

(૧) સૌથી મોટું અશુદ્ધ સાધન જાણીજોઇને જુઠ્ઠુ બોલવું.

પ્રવાસી મજુરોને તેમના રાજ્યમાં જવા માટે ૧૦૦ બસો દિલ્લીના બસ સ્ટેશન ઉપર તૈયાર છે, બાંદરા સ્ટેશને મહારાષ્ટ્રમાંના પ્રવાસી મજુરો માટે, સ્પેશીયલ  ટ્રેન બિહાર યુ.પી. જવા માટે ઉપડશે, સૌથી મોટો દેશદ્રોહી મોદી છે, બીજા રાજ્યના લોકો દિલ્લી આવી મફત દવા કરાવી જાય છે. અમારે ઓક્સીજનની તંગી નથી. અમારી પાસે ઓક્સીજન નથી. નરેંદ્ર મોદીએ ૫૦૦૦ કરોડ એકર જમીન અંબાણીને દાનમાં આપી દીધી. …

(૨) ધર્મ, જ્ઞાતિ, ભાષા અને ક્ષેત્રનો આધાર લઈ જનતામાં ભાગલા પડાવવા;

અમે મુલ્લાઓને માસિક ૧૦૦૦૦+ પગાર આપીશું, વક્વ્ફ બોર્ડને જેટલા પૈસા જોઇશે તેટલા આપીશું (આમ આદમી પક્ષ), મુસ્લીમ જનતાનો ભારતની સંપત્તિ ઉપર પહેલો અધિકાર છે કારણકે તેમના શબને ભારતની ભૂમિમાં દાટવામાં આવે છે (કોંગી પક્ષ), અમારું દિલ લીલું છે (ઉધ્ધવ સેના), આમચી મુંબઈ મરાઠી મુંબઈ (શિવસેના), તમીલ સંસ્કૃતિનું અમે રક્ષણ કરીશું, અમે લિંગાયત ને અલગ ધર્મની માન્યતા આપીશું (કોંગી પક્ષ), હું સ્વીટ ખાલીસ્તાની છું, હું મહારાણા પ્રતાપનો વંશજ છું (આમ આદમી પક્ષ), હું જનોઈધારી દત્તાત્રેય ગોત્રનો બ્રાહ્મણ છું (કોંગી પક્ષ), મુંબઈ મહારાષ્ટ્રને મળશે તો હું ખુશ થઈશ (કોંગી નહેરુ), … આવા તો અનેક વિભાજનવાદી ઉચ્ચારણો કોંગી અને તેના સાથી પક્ષોના નેતાઓના છે જે ભૂંસી શકાય તેમ નથી.

(૩) ભ્રષ્ટાચાર;

વિપક્ષના પ્રથમ કક્ષાના નેતાઓ વિરુધ્ધ પ્રથમદર્શી પૂરાવાઓ છે, તેઓ તપાસના ક્ષેત્રમાં છે. તેમાંના કેટલાક જેલમાં છે, કેટલાક જામીન ઉપર છે અને કેટલાક પેરોલ પર પણ છે. દારુની નીતિમાં પૈસા કેવીરીતે બનાવ્યા, કેટલી સ્કુલો બનાવી અને કેટલી સ્કુલોના રુમો વધાર્યા, કેટલી પરાળીના ખાતર બનાવ્યા, કેંદ્રે આપેલા પૈસા ક્યાં ગયા, … અરે ભાઈ આ બધા કોંગી, એસ.પી., ટી.એમ.સી., આર.જે.ડી., ઉધ્ધવસેના, હપ્તાવસુલી અને કટકી બાજીમાં એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ફારુખ ઓમર મુફ્તીમોહમ્મદની રોશની સ્કીમ તો સૌ કરતાં ચડે એવી છે. તગેડી મુકેલા હિંદુઓની જમીન/સંપત્તિને કેવીરીતે કબજે કરી લેવી તેનું મોટુંમસ કાવતરું છે.

(૪) જે કોંગી પહેલાં શાસક પક્ષ હતો ત્યારે, અને આજે જ્યારે વિપક્ષમાં છે ત્યારે પણ, તેના નેતાઓ, પોતાના વિરોધીઓ ઉપર બેબુનિયાદ આક્ષેપો કરે છે.

દા.ત. મોરારજી દેસાઈ સી. આઈ. એ. ના પેરોલ પર હતા,  વીપી સિંહનું સેંટકીટ્સ ની બેંકમાં ખાતું હતું, કાશ્મિરી હિંદુઓને ભગાડવામાં આર.એસ.એસ. નો હાથ હતો, હિંદુઓ મુસ્લિમો કરતા મોટા આતંકવાદી છે, વેસ્ટ લેંડ હેલીકોપ્ટર સ્કેમ, ગાંધીજીનું ખૂન આર.એસ.એસ.એ કરેલું, મોદી મોતનો સોદાગર છે, … અગણિત…

(૫) ગુંડાગીરી કરવી અને ગુંડાઓનો બચાવ કરવો.

૧૯૫૨ ની ચૂંટણી કોંગીએ બુથકેપ્ચરીંગ કરીને જીતેલી, ઇંદિરાના સમયમાં તો બુથકેપ્ચરીંગ એક સામાન્ય વાત હતી. ૧૯૬૯ના અરસામાં યુવક કોંગ્રેસની નાગપુરમાં અધિવેશન થયેલું, તે સમયે ટીકીટ ચેકરની હિમત ન હતી કે તે કોંગીયુવક પાસે ટીકીટ માગે, તે વખતે નાગપુરની વેશ્યાઓ યુવા-કોંગીઓથી ત્રસ્ત થઈ નાસી ગયેલી, ૧૯૭૫ની કટોકટી સમય ઇંદિરા ગાંધીમાટે ગુંડાગીરી કરવા માટેનો સુવર્ણસમય હતો. તેની ગુંડાગીરીને સીમા ન હતી. ભારતના વિપક્ષના અનેક નેતાઓ કેવી રીતે મૃત્યુપામેલા તે રહસ્ય છે. સિખોનો કરેલો નરસંહાર કોંગીની ગુંડાગીરી સિવાય કશું ન હતું, મમતાએ તો એના સરકારી અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવેલી કે તેઓ એ વાતનો ખ્યાલ રાખશે કે ટી.એમ.સી. ની તરફમાં જ મત પડે. મમતા તો તેના રાજપાલને ખૂલ્લી ધમકીઓ પણ આપે છે. અને પોતે ખૂદ કેંદ્રીય સંસ્થાઓના કામમાં ખલેલ કરતી હતી. મમતાને વોટ ન આપનાર દલિતોની ઉપર તેણે આતંક ફેલાવી તેમના હજારો કૂટુંબોની હિજરત રોહિંગ્યાઓ દ્વારા કરાવેલી છે. મમતાના રાજ્યમાં અને કોમ્યુનીસ્ટોના રાજ્યમાં બીજેપીના નેતાઓના ખૂન થવા તે નવાઈની વાત નથી. જયશ્રી રામ બોલનારની ધરપકડ કરવાના હુકમ મમતા પોતે આપે છે. પોતાના વિરોધીઓના ઘર પણ તે સળગાવે છે. મમતાની ગુંડાગીરીની કોઈ સીમા નથી.

આમ આદમી પક્ષના ગુંડાગીરી સહુ કોઈ જાણે છે. તેના નેતાઓ ગુંડાગીરીને કારણે જેલમાં છે અને છતાં પણ સરકારી હોદ્દો ભોગવેછે. અને આજ પક્ષનો નેતા પોતાને અને પોતાના સહયોગીઓને અણીશુધ્ધ નીતિમાન ગણે છે. મમતા સેના, ઉધ્ધવ સેના, મુલાયમ સેના, લાલુસેના, સોનિયા સેના, દાઉદ સેના (શરદ સેના), ના કુકર્મો તો છાપરે ચડીને દેકારા પડકારા કરે છે.

આવા કોઈ પણ પક્ષને બીજેપીનો વિકલ્પ બનાવી શકાય ખરો? ખાટલે મોટી ખોડ આ જ છે. આ વિપક્ષો સુધરી શકે તેમ છે જ નહીં. જો કોઈ એમ સિધ્ધ કરી આપે કે તેઓ સુધરી શકે તેમ છે તો તેને નોબેલપ્રાઈસ આપવું જોઇએ. આપણે તે માટે ભલામણ પણ કરીએ.

ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ

ઈંદિરા ગાંધી સામે પણ વિપક્ષો એકજુટ થયેલા. પણ તે વખતે વિપક્ષો નૈતિક રીતે અણિશુધ્ધ હતા. ક્યાં આચાર્ય કૃપલાણી અને ક્યાં કેજ્રીવાલ, ક્યાં ચક્રવર્તી રાજગોપાલાચારી અને ક્યાં સ્ટેલીન, ક્યાં મોરારજી દેસાઈ અને ક્યાં સોનિયા ગાંધી, ક્યાં રામમનોહર લોહિયા અને ક્યાં મુલાયમ કે અખિલેશ, ક્યાં કર્પુરી ઠાકુર અને ક્યાં લાલુ /તેજસ્વી યાદવ, ક્યાં પીલુ મોદી અને ક્યાં રાહુલ ગાંધી, ક્યાં તરકેશ્વરી સિંહા અને ક્યાં પ્રિયંકા વાંઈદ્રા, ક્યાં અમારા ઈબ્રાહિમ ભાઈ હેંડલ અને ક્યાં હાલનો કેવળ કોમવાદી ઓવૈસી? ક્યાં અમારા કનુભાઈ ઠક્કર અને ક્યાં અશોક મોઢવાડીયા,

મોદી/બીજેપીનો વિકલ્પ  મોદી/બીજેપી જ છે.

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એજ મોદીનો મંત્ર ઘણું બધું કહી જાય છે.

બીજેપીનો વિકલ્પ બનાવવાની ઘેલછામાં આપણે દેશને વિભાજનવાદીઓના ખપ્પરમાં હોમી ન દેવાય.

શિરીષ મોહનલાલ દવે

धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – ३

आम आदमी पक्ष जो पक्ष नहीं है, किंतु एक गुट है.

पक्ष एक विचार होता है, और अपने विचारको कार्य द्वारा समाजको सुखमय और समृध्धिकी ओर ले जाता है. जो झुण्ड होता है वह एक समूह  होता है. आजका भारतका विपक्ष विभीन्न गुटोंका ही बना हुआ.

ये बौध्ध बावाजी भी इस बातको सामज़ नहीं पा रहे कि जहाँ असत्य भाषण हो रहा हो वहां पर यदि शक्य हो तो उसी समय उसका विरोध करना चाहिये. यदी मामला आपकी सुरक्षासे जूडा हुआ है तो बादमें उस भाषणकी निंदा करना आवश्यक है. यदि आपने ऐसा नहीं किया तो आप इसमें सहमत है ऐसा ही माना जायेगा. और वास्तवमें ऐसा ही सत्य सिध्ध हुआ. वह गुट यानी झुंडके गोपालने वही किया, जिसकी संभावना और प्रतिक्षा थी. उसने भारतके प्रधानमंत्रीको ही नहीं उनकी माताजी की भी भर्त्सना की, और गुजरातकी जनताके विषयमें बिभत्स भाषाका उपयोग किया. लेकिन हम उसके विषयमें चर्चा नहीं करेंगे.

हम  इस बौध्ध बावाजी की बात करेंगे.

क्या बौध्ध धर्म क्या एक संस्कृति है?

नहीं है और नहीं हो सकती है.

सनातन धर्ममें आत्म तत्त्वको जाननेके लिये  कई पंथ (विचार शाला) है. ब्राह्मण, अद्वैत, द्वैत, त्रैत, शुध्धाद्वैत, चार्वाक, बार्हस्पत्य, सांख्य, योग, पाशुपत, वैष्णव, वाम मार्ग, …  ये सब वैदिक संस्कृतिकी नीपज है.

जैन, बौध्ध, सिख पंथ भी वैदिक संस्कृतिकी ही नीपज है. इन सभी पंथोंमे भी ईंद्र है, यम है, गांधर्व है, किन्नर है, यक्ष है … ह्यु एन संग जब भारत आया था उस समय साम्राट अशोकका महल अस्तित्वमें था. अशोकके महलको देख कर उसने बोला था कि “ऐसा महल कोई मनुष्य नहीं बना सकता. यह तो यक्ष, गांधर्व और किन्नर ही बना सकते है”.

क्या बौध्ध धर्ममें ज्ञातिवाद था?

अवश्य था. यदि सनातन धर्ममें जन्मजात ज्ञातिवाद था तो बौध्धमें भी जन्मजात ज्ञातिवाद था. यदि सनातन धर्ममें जन्मजात ज्ञातिवाद नहीं था तो बौध्धोंमे भी जन्मजात ज्ञातिवाद नहीं था.

वर्तमान बौध्ध नेता मानते है कि सम्राट अशोकने कलिंगको युध्धमें पराजित करनेके बाद वह हिंसासे व्यथित हुआ और वह बौध्ध बना.

वास्तवमें यह जूठ है.

ऐतिहासिक प्रमाण तो ऐसे है कि वह कलिंगके युध्धसे पहेले ही बौध्ध बना था. और कलिंगके युद्धके बाद भी उसने कई हिंसक काम किये थे.

उसने चांडालिकको पीडा दे दे कर मार डाला.

उसने एककी गलतिके कारण १८००० विधर्मीयोंकी, सामुहिक हत्या की थी,

उसने जैनोंके विरुद्ध हिंसक अभियान चलाया था. एक शिर लाओ और निश्चित धन ले जाओ.

(ज्होन स्ट्रोंग की पुस्तक “अशोककी कथाएं” पृष्ठ – १४९).

कहेना तात्पर्य यह है कि बौध्ध धर्मका अंगिकार करनेसे मनुष्यकी संस्कृतिमें परिवर्तन नहीं आ जाता.

अशोकके कारण और उसके पश्चात् बौध्ध धर्मका प्रसरण अधिकाधिक हुआ. पूरे जंबुद्विपमें वह फैल गया था. और ऐसी स्थिति ८००/९०० वर्ष तक रही.

अब प्रवर्तमान आंबेडकरके बौध्ध अनुयायी मानते है कि;

“बौध्ध धर्म मानवमात्रका ही नहीं पशुमात्रका हित चाहने वाला है और उसमें ज्ञातिवाद नहीं हो सकता.”

“हम दलितों पर ५००० सालसे अत्याचार हो रहा है”

यह बात तो ‘वदतः व्याघात्’ इससे भी सिध्ध होता है कि बौध्ध धर्ममें भी जन्मजात ज्ञातिवाद था.

इ.सा. पूर्व ३०० से लेकर इ.सा ७०० तक यदि बौध्ध धर्म भारतमें प्रधान धर्म था तो उस अंतरालमें तो ज्ञाति प्रथा नष्ट हो गई ही होगी. तो इ.सा. ७००में कैसे उन दलितोंको ढूंढ निकाला जो इ.सा. पूर्व ३००में जन्मजात दलित ज्ञातिके थे.

८००/९०० सालका अंतराल तो क्या, इस वर्तमान सुलिखित कालमें भी अधिक से अधिक ८ पीढी तक पूर्वजके नाम बडी मुश्किलसे  याद होता है. जैसे कि जे.एल. नहेरुके चौथे पांचवे पूर्वज कौन थे वह भी किसीको मालुम नहीं. इतिहासकार भी नहीं बता सकते है. तो इशा ७००के आसपास ऐसा कौनसा अभियान चलवाया गया कि बौध्धोमेंसे दलितोंको ढूंढ निकाला गया? और उन सबको कैसे उनकी ज्ञातिमें स्थापित किया गया? यह केवल असंभव है.

इससे यही सिध्ध होता है कि बौध्ध धर्ममें भी ज्ञाति प्रथा थी और दलितों पर अत्याचार चालु थे यदि पहेले भी अत्याचार होते थे तो.

लेकिन सनातन धर्मवाले इतिहासकार मानते है कि अस्पृष्यताका आरंभ इस्लामके आने से हुआ और उच-नीच वाली ज्ञाति-प्रथा ब्रीटीश शासनमें शुरु हुई. इशा १८वी शताब्दी में भी भारतमें कई पाठशालाएं पूर्वभारतमें भी विद्यमान थी जो पूरे युरोपकी पाठशालाएंसे भी संख्यामें अधिक थी. लेकिन जब भारतके अर्थतंत्रको नष्ट किया गया तो कारीगर लोग बेकार हो गये. उनका पढना छूट गया और विद्यासंगी, क्षत्रीय एवं वेपारी ही बच गये.

पाश्चात्य इतिहास कारोंने फरेबी इतिहास पढाके हिंदुओंको विभाजित किया. नहेरुवीयन कोंगीयोंने ब्रीटीशों द्वारा लिखा गया इतिहास मान्य रक्खा, इतना ही नहीं उसी फरेबी विचार धारा “विभाजित करो और शासन करो” को आगे बढाया. भारतके कई विद्वानोंने इस पूरा प्रपंचका,पर्दाफास किया है और वह ऑन – लाईन पर उपलब्ध है.

महापुरुष भी गलती करते है. और उन्होंने ऐसी गलती. लेकिन ऐसी एकमात्र गलतीसे उनके पूरे योगदानको धराशायी नहीं कर सकते और उनके नामको लांछित नहीं कर सकते. उनके समग्र जीवनके योगदान को देखकर उनका मूल्यांकन करना चाहिये.

यदि बाबा साहेब आंबेडकरने “गीता जलाने” को कहा था तो वह उनकी एक गलती थी.

गीता (भगवत् गीता), मे एक जगह पर लिखा है,

चातुर्वणम् मया सॄष्टम् गुणकर्म विभागसः

चातुर्वर्ण मैंने (मनुष्यकी) गुण कर्म के आधार पर बनाया है.

यदि व्यासजी (कृष्णके मुखसे) चाहते तो इन शब्दोंका प्रयोग कर सकते थे कि

चातुर्वर्णम् मया सृष्टम् जन्म – लग्न संबंधनात्

किंतु व्यासजीने ऐसा लिखा नहीं. क्यूँकी ऐसी प्रणाली नहीं थी. सचमें ही ज्ञाति परिवर्तन शील थी. इस बातके अनेक उदाहरण थे.

लेकिन बाबा साहेबने “चातुर्वर्णम् मया सृष्टम्”में मया का अर्थ “ईश्वर” ले लिया. क्योंकि कृष्ण तो ईश्वर थे.

किंतु ईश्वर कौन है?

आदित्यानां अहं विष्णु, प्रकृति भी तो ईश्वर है. सब कुछ भी तो ईश्वर है.

वायुः यमः अग्निः वरुणाः, शशांक, प्रजापतिः त्वं, प्रपितामहः च, (गीता-अध्याय – ११, ऋचा-३१).

बाबा साहेबने ईश्वरकी परिभाषा, उनको जो पाश्चात्य प्रणाली के अनुसार जो अर्थघटन पढाया गया था उसको ही लिया.

गलत अर्थघटन करो, और फिर वह गलत अर्थघटनको सही मानो (और वह जो सही है उसको गलत मानो और मनवाओ या उसके उपर बिलकुल मौन रहो), और सामनेवाले को अपराधी मानो.

ऐसा क्य़ूँ भला?

अरे भाई यही तो हमारा मकसद है. यही तो हमने मध्ययुगी पाश्चात्य संस्कृतिसे सिखा है. दंभ ऐसा करो कि दुश्मन देखता ही रह जाय.

हम आपसे भीन्न है,

हमें भारतकी संस्कृति उपर  कोई गर्व नहीं,

क्योंकि आप हम पर ५०००+ वर्षोंसे अत्याचार करते आये है,

आपने हमें दास बनाके रक्खा था, अभी भी आप हम पर अत्याचार कर रहे है,

आपने हमारे बौध्ध धर्मको और उसके ८०००० मंदिरोंको ध्वस्त कर दिया और उसके उपर आपने अपने मंदिर बना दिये.

चाहे हम पर मुसलमानोंने अत्याचार किये हो और चाहे आपके नरेंद्र मोदीने हमें ३७० एवं ३५ए को रद करके संविधानक मानव अधिकार दिलाये हो, हम तो कृतघ्न ही रहेंगे.

हमारे लिये तुम्हारा विपक्ष हमारा मित्र है. चाहे परिणाम कुछ भी हो. चाहे भारतका भावी अंधकारमय बन जाय. हमें क्या फर्क पडता है. हम तो आपके पूर्वजोंने ५०००+ अत्याचार किये है वही याद रक्खेंगे. आप नष्ट हो जाय वही हम चाह्ते है, चाहे हमारा कुछ भी हो जाय. हमें मंजुर है.

जय बुध्ध, जय संविधान, जय कर्ण, जय शंबुक, जय रावण, जय एकलव्य, जय भीम, जय नकुल, जय सहदेव, जय अशोक,

शिरीष मोहनलाल दवे

धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – २

हमने प्रकरण – १ में देखा कि ये बौध्ध बावाजी कहेते है कि;

बौध्ध धर्म एक कल्चर है.

उपरोक्त कथनोंका खंडन हो सकता है.

(१) बौध्ध धर्म एक कल्चर है क्या?

बावाजी, पहेले आप कल्चर की परिभाषा तो करो? यदि आप कल्चरकी परिभाषा नहीं करोगे तो शब्दकोषका अर्थ ही माना जायेगा.

कल्चर एक वैचारिक प्रणाली है. बुध्ध भगवान मानवजात ही नहीं अन्य पशु-पक्षी आदिके उपर भी दया और करुणा रखनेका सिध्धांत रखते थे.

यदि बौध्ध धर्म एक संस्कृति है तो आप लोग मांसाहार क्यों करते है? जापानमें तो एक शिल्पमें बुध्ध को हाथीका शिकार करते दिखाय गया है. एक हाथीको मारनेसे एक जीवकी ही हिंसा होती है. मछली खानेके लिये अनेक मछलीयोंकी हिंसा करना पडता है. चीनके लोग तो पृथ्वि और आकाशके बीचके सभी सजीवोंको खाते है.   

आपने दलितोंको ही निशाना क्यों बनाया? अरे बावाजी यदि आप प्रज्ञायुक्त चर्चामें मानते है तो पहेले दलितोंको कमसे कम यह तो समज़ाओ कि ब्रह्मा, विष्णु, महेश … आदि आपके हिसाबसे कौन है. हम हिंदुओंको पता है कि आप स्वयं इनका सही स्वरुप जानते नहीं है. आपमें इनके बारेमें ज्ञान नहीं है कि ब्रह्मा, विष्णु, महेश, गणेश … कौन है.

हिंदु धर्ममें पुराण इतिहासकी पुस्तक है. इतिहासको सुगम्य और रोचक बनानेनेके लिये, इनमें समय समय पर भगवान की और देवीयोंकी काल्पनिक कथाएं एवं आकाशीय घटनाओंका प्रतिकात्मक विवरण भी प्रक्षिप्त है. पुराणोकी रचना कमसे कम ईशा.पू. १००० वर्षसे ईशा मसीह संवत्सरकी १२वीं शताब्दी तक होती रही. उनमें प्रक्षेप होते रहे है.

आपने जो पुस्तकें तत्त्वज्ञानके लिये मान्य नहीं है उनको ही उधृत किया. आपने ऐसा क्यूँ किया? ऐसा ही है न कि अन्यमें आपकी चॉंच डूबती ही नहीं? क्या हिंदु तत्त्वज्ञानका अध्ययन करनेकी आपके पास  क्षमता नहीं है?

आपने पुराणोंको क्यों पकडा? उपनिषदोंको क्युँ नहीं पकडा? आप वेद और उपनिषदोंके तत्त्वज्ञान पर कोई हिंदु ज्ञाता से चर्चा करते तो आपका अंतर्मन स्वच्छ है ऐसा प्रतीत होता.

हिंदु धर्म “प्रश्न करो और उत्तर पाओ.” मतलब की हिंदुधर्म संवाद द्वारा वर्णित होता है? हिंदुधर्ममें तत्त्वज्ञान भी प्रतिकोंसे समज़ाया जाता है.

बौध्ध धर्मको मानने वाले हमारे एक मित्र कहेते है कि “लव धाय एनीमी (शत्रुसे भी प्रेम करो)”, यह सिध्धांत भी बुध्ध भगवानका है, ऐसा उनके अनुयायी लोग मानते है. अच्छी बात है. यदि आप कुछ अच्छी बात मानते है तो किसीको कोई कष्ट नहीं.

यदि आप बौध्ध है, तो हिंदु आपका पडौशी है. “पडौशीसे प्रेम रक्खो” ऐसा कथन ईसा मसीहका था. बुध्ध भगवानने उससे भी उच्च सिध्धांत बनाके रक्खा कि दुश्मनसे भी प्यार करो.

लेकिन अय बावाजी, आप आगे चलकर कहेते है “हम पुनर्जन्म, आत्मा, ईश्वर और परमेश्वरमें मानते नहीं है”. चलो यह भी ठीक है. लेकिन जब आप यह आदेश देते हैं कि …

बावाजी! यदि ऐसा है तो जातक कथाओंमें बुध्धके कई जन्मोंका विवरण कैसे है? आप को शायद मालुम नहीं कि कि दलाई लामा को बुध्धका “विद्यमान अवतार” माना जाता है.

हिंदुओंका धर्म कैसा है आपने कभी समज़नेका प्रयत्न किया है? चलो एक उदाहरणसे आपको अवगत करें;

गणेशः

इसका अर्थ है “गणानां ईशः इति गणेशः”

समूह का नेता.

गणेशको सूंढ होती है. मतलब परिस्थितिको दूरसे सूंघ लेता है.

गणेशको बडे कर्ण होते है, मतलब नेताके कर्ण विशाल होते है ताकि वह सबकी बातें दूरसे जब चाहे तब सून लेता है,

नेताका उदर मोटा होता है ताकि वह सभीकी बातें अपने पेटमें समावेश कर सकता है,

नेताकी आंखे तीक्ष्ण होती है,

नेताके पास लड्डू होते है, ता कि उसको मिलनेके बाद व्यक्ति संतुष्ट हो के जाता है,

नेता बैठा हुआ होता है, मतलब कि वह हमेशा उपलब्ध होता है,

गणेश एलीफंट गोड नहीं है, लेकिन एलीफंट-हेड गोड है. यहां ईशका अर्थ संचालक मतलब नेता है जिनकी बात सब गणसदस्य मानते है.

बावाजी, क्या यह प्रतिकात्मक विवरण आपकी समज़में आया? नहीं आया? चलो आगे समज़ाते है.

इसको दो पत्नियां है; रिध्धि और सिध्धि

इसका मतलब है समृध्धि और सफलता

इनके दो पुत्र है,

शुभ और लाभ. मतलब सुष्ठु (अच्छा) और उत्कर्ष (अच्छा भविष्य)

अब तो बावाजी आपकी समज़में आगया होगा. यदि अब भी नहीं आया हो तो आप “गॉन केस” (हाथसे गया हुआ केस) है.

(क्रमशः)

शिरीष मोहनलाल दवे

धर्म परिवर्तन के लिये प्रतिज्ञा लेनी पडती है क्या? – १

सनातन धर्म, प्रणालीके रुपसे “हिंदुधर्म” माना जाता है. यदि सुचारु रुपसे देखा जाय तो सनातन धर्म सर्वधर्म  समावेशी धर्म है.

सामान्यतः धर्मका अर्थ पूजा पध्धतिसे किया जाता है. किंतु यह भी सत्य नहीं है. धर्ममें केवल पूजा पध्धति ही नहीं होती है, उसमें समाजको अर्थपूर्ण रुपसे चलानेके लिये कुछ नियम भी होते है. ऐसे नियम कि जिससे मनुष्य एवं समाजमें सुख शांति एवं उन्नति हो.

सर्वोच्च न्यायालयने हिंदुधर्मके विषयमें ऐसा निष्कर्ष निकाला कि हिंदुधर्म कोई धर्म है ही नहीं. हिंदुधर्म एक जीवनप्रणाली है.

कुछ लोग इससे आनंदित हुए … कुछ लोग दुःखी हुए. जिनको आनंदित होना था उनमेंसे कुछ लोग दुःखी हुए. जिनको दुःखी होना था वे खुश हुए.

सर्वोच्च न्यायालयके कथनके दो खंड थे.

(१) हिंदुधर्म कोई धर्म है ही नहीं,

(२) हिंदु धर्म एक जीवन प्रणाली है.

हम इनको भीन्न करके अध्ययन करें

(१) हिंदु धर्म कोई धर्म नहीं है. इसका अर्थ है धर्म वह है जिसमें एक पुस्तक एक पुरस्कर्ता होता है. जैसे कि इस्लाम एक धर्म है. ख्रीस्ती एक धर्म है, यहुदी एक धर्म है …

जो इस्लाम धर्मको माननेवाले थे वे आनंदित हुए. ईसाई धर्मको मानने वाले थे वे भी अनंदित हुए. … ये लोग क्यूँ आनंदित हुए?

वे लोग इसलिये आनंदित हुए कि उनको सर्वोच्च न्यायालयका प्रमाण पत्र मिल गया कि उनका धर्म तो अब प्रमाणित धर्म है किंतु “हिंदु धर्म” तो धर्म ही नहीं है.

भारतमें इस्लाम और ख्रीस्ती धर्मवाले, हिंदु धर्मको अपना प्रथम भक्ष्य. खास करके उनका विधर्मीयोंका धर्मपरिवर्तन करनेका निशान, हिंदु-धर्मके अनुयायी ही होते है.

तात्पर्य यह है कि हिंदु-धर्म यदि धर्म ही नहीं है, और ऐसा जब सर्वोच्च न्यायालय जैसी विवेकशील एवं प्रज्ञाशील संस्थाने घोषित कर दिया है, अब तो कहेना ही क्या? उनको तो एक महान शस्त्र मिल गया. उनको लगा कि अब तो हिंदुओंका आसानीसे धर्मपरिवर्तन किया जा सकेगा क्यों कि हम तो “धर्म”- वाले है और ये “हिंदु”-धर्म वाले तो धर्मवाले है ही नहीं, क्योंकि “हिंदु-धर्म” तो धर्म है ही नहीं. और हम जो कहेते है उसके उपर तो सर्वोच्च न्यायालयका थप्पा भी लग गया है.

(२) हिंदुधर्म एक जीवनप्रणाली है.

इस कथन का तात्पर्य यह भी है कि अन्य धर्म, जीवनप्रणाली नहीं है. विस्तारसे कहे तो इस्लाम धर्ममें जीवन प्रणाली नहीं है, इसाई धर्ममें जीवनप्रणाली नहीं है, बौध्ध धर्ममें जीवन प्राणाली नहीं है, सिखधर्ममें जीवनप्रणाली नहीं है, यहुदी धर्ममें जीवन प्रणाली नहीं है. …

हिंदु-धर्म तो धर्म ही नहीं है, इस कथनको सुनकर जो उपरोक्त धर्मवाले आनंदित हुए थे उनको यह दुसरा कथन भी तो लागु पडता है. क्या इन आनंदित लोगोंमें इस कथनके ह्रार्दको समज़नेकी प्रज्ञा नहीं है? नहीं है खचीत ही नहीं है.

हिंदु धर्मः

हिंदु-धर्म एक सामाजिक व्यवस्था है. इसके अतिरिक्त विश्वको समज़नेकी भी व्यवस्था है. ये दोनों परिवर्तन शील है. प्रत्येक समाजमें समयानुसार परिवर्तनकी संभावनाएं पडी हुई होती है. हिंदु धर्मने तो इस कथनकी स्विकृति कर ही ली है. किंतु  परिवर्तन का निर्णय करनेवालोंकी योग्यता सुनिश्चित होना आवश्यक है. यदि यह बात नहीं है तो आप फल भुगतनेके लिये तयार रहो.

न्याय करनेवाला, न्यायशास्त्रके नियमोंका अभ्यासी एवं ज्ञाता होना आवश्यक है. शिक्षा देनेवाला, अपने विषयमें एवं शिक्षा-तकनिक़ीमें प्रवीण होना आवश्यक है, … ऐसे मानव-विश्वमें अनेक क्षेत्र है. हरेक क्षेत्रका कोई न कोई अपनी प्रकृतिके अनुसार ज्ञाता बनता है और वह मानव समाजको उन्नतिकी दिशामें ले जाता है. यही तो सनातन नियम है. और यही सनातन–धर्म है. धर्मका अर्थ है नियम एवं उनका पालन एवं कर्तव्य.

नियम … पालन … कर्तव्य. 

भारतका सनातन धर्म ब्रह्माण्ड कौनसे नियमोंसे चलता है वह समज़नेका प्रयत्न करता है.

ब्रह्माण्डमें क्या है?

ब्रह्माण्डमें आकाश है, वायु है, प्रवाही है, घनत्व है, उर्जा है, सभी वस्तुएं इनमेंसे बनी है. मनुष्य और अन्य कैसे बने यह भौतिकशास्त्रका (विज्ञानका) विषय है. इन विषयोंपर संशोधन करनेका काम शास्त्रीयोंका है.

जैसे विज्ञानके विषयोंमें संशोधन होता रहेता है, उसी प्रकार मनुष्य समाज व्यवस्थामें भी संशोधन होता रहेता है. समाजको कैसे चलना चाहिये वह समाजशास्त्रीयोंका काम है. और समाजको गतिशील उन्नतिशील रखनेके लिये समाजशास्त्र है. ये सभी शास्त्र परिवर्तनशील है. इनको परिवर्तनशील रखनेके लिये जनतंत्र है.

भौतिकशास्त्र एवं जनतंत्रमें सत्यका आदर और सत्यका स्विकार होता है. शास्त्रमें अंतीम निर्णय कभी भी होता नहीं है. व्यक्ति प्रधान नहीं है, किंतु विचार, तर्क, अधितर्क, प्रयोग-सिध्धता प्रधान है. किसी भी निष्कर्ष व्यक्तिके आधिन नहीं होता है. नियम या निर्णय प्रयोगके परिणामके आधिन होता है. समाजशास्त्रमें यदि पार्श्व प्रभाव (बाय प्रोडक्ट – साईड ईफेक्ट) हानिकारक तो वह स्विकार्य नहीं बनता.

भौतिक शास्त्र और समाजशास्त्रमें भेद यह है कि भौतिकशास्त्रमें नियम, मूल्य एवं प्रयोगके उपकरणोपर निर्भर करता है और आवश्यकता पडने पर उनमें संशोधन करना पडता है. समाजशास्त्रमें मनुष्य स्वयं उपकरणोमें सामिल है. और मनुष्य अहंकारके आधिन है. इसलिये समाजशास्त्रको समज़नेके लिये “थर्ड पार्टी” बनके सोचना पडता है.

सामान्यतः प्रत्येक मनुष्यको कभी न कभी लगता है कि “स्वयंको अब ब्रह्म ज्ञान हो गया है यानी कि उसने अब सबकुछ समज़ लिया है”. ऐसे मनुष्योंमे महान लोग भी सामिल है. जैसे कि, कृष्ण, महावीर, बुध्ध, असोजरथुस्ट्र , जीसस, महम्मद साहेब पेगंबर ही नहीं, …  शंकराचार्य, माध्वाचार्य, ज्ञानेश्वर … ही नहीं … कबीर, चैतन्य महाप्रभु, गुरुनानक, सहजानंद स्वामी, … ही नहीं …. लेकिन रजनीश आसाराम, राधेमा, जैसे भी सामेल है.

इन सब बावालोग अपने अपने गुटके सदस्योंकी संख्या अधिकाधिक करनेमें लगे हुए होते है.

अभी अभी केज्रीवालके एक मंत्रीने ऐसे ही एक गुटके गोपाल, जो अपने तथा कथित धर्ममें आगंतुक सदस्योंसे प्रतिज्ञा करवा रहे थे कि मैं फलां व्यक्तिको भगवान नहीं मानुंगा, मैं फलां व्यक्तिको विष्णुका अवतार नहीं मानुंगा, मैं फलां फलां फलां की पूजा नहीं करुंगा, मैं फलां पुस्तकोंकी बातोंको नहीं मानुंगा …

अरे भैयाजी, बुध्ध भगवान अपने धर्ममें आनेवालोंसे ऐसी प्रतिज्ञा करवा रहे थे क्या?

बाबा साहेबने किस आधार पर, कैसे ऐसा कौनसा संशोधन किया कि उन्होने ऐसी प्रतिज्ञाका प्रावधान  करवाया?

भगवान बुध्धने तो ऐसी प्रणाली स्थापित नहीं की थी. बुध्ध भगवान तो ऐसा नहीं मानते थे कि ऐसी प्रतिज्ञा करवानेसे ही ये सब लोग बौध्ध धर्म में प्रवेश करनेकी योग्यता प्राप्त कर सकते है?

ये बावाजी कहेते है कि “ब्राह्मणोंने हजारो सालोंसे इनको दलित रक्खा और उनका शोषण किया इस लिये दलितोंसे ऐसी प्रतिज्ञा करवाना आवश्यक है. और देखो आज इन दश हजार दलित लोगोंके, बौध्ध धर्ममें प्रवेश करनेसे, मोहन भागवत जैसे नेता घूटनों पर आ गये और बोलने लगे कि ‘हमने दलितोंके उपर अत्याचार किये है और हमें उनकी क्षमा याचना करना चाहिये, एवं ज्ञातिप्रथाको नष्ट कर देना चाहिये.’ यह है १० हजार दलितोंके एक साथ बौध्ध धर्ममें प्रवेश का असर. हम अभी १० लाख दलितोंको बौध्ध धर्ममें प्रवेश करायेंगे. तत् पश्चात दश करोड दलितोंको बौध्ध धर्ममें प्रवेश करवायेंगे. …  ” हो सकता है कि वे यह संख्या १० अरब पहूँचानेकी घषणा करें. जब राहुल गांधी ऐसी घोषणा कर सकता है कि नरेंद्र मोदीने कच्छकी ५००० करोड एकड भूमि अंबाणीको दान कर दी. कुछभी बोल दो, हमारा क्या जाता है? वचनेषु किम् दरिद्रता?

ये महानुभाव बावा-भैया ऐसा कहेते है कि “हमे हिंदुओंके आराध्योंको भूलना ही पडेगा तभी तो ये बौध्ध धर्ममें प्रवेश कर सकते है. बौध्ध धर्म एक संस्कृति है.”

इनमेंसे निष्कर्ष ये निकालते है कि ये बावाजीके हिसाबसे ;

(१) बौध्धीज़म एक कल्चर है.

(२) २२ प्रतिज्ञा बौध्धधर्ममें प्रवेश करने किये अनिवार्य है, जिनमें हिंदुओंके फलां फलांको भगवान न मानो ऐसा कहेना ऐसा कहेलवाना अनिवार्य है. यह बात, हिंदुधर्मके आराध्योंकी निंदा नहीं है,

(३) प्रतिज्ञा स्थल पर उपस्थित होना अपराध नहीं है, बीजेपीके नेताओंने बाबा साहेब के सिध्धांतो की प्रशंसा की है. यदि क्षमा मांगनी है तो नरेंद्र मोदी, नीतिन गडकरी, देवेंद्र फडनवीस … आदि को भी क्षमा मांगनी चाहिये और उनका भी त्यागपत्र मांगना चाहिये.

(क्रमशः)

शिरीष मोहनलाल दवे

 નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે

ગયા પ્રકરણમાં આપણે જોયું કે વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને/અથવા હોય, તે માટે જો કોઈ વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તે વાડામાં જવું અને તેનો  ઉપયોગ કરવો અને કર્યા કરવો. સિવાય કશું નહીં.

પણ આમાં ભદ્રંભદ્ર ક્યાં આવ્યા?

ભદ્રંભદ્રઓ વિષે ચર્ચા કરીએ તે પહેલાં આદિભદ્રંભદ્ર કોણ અને કેવા હતા તે આપણે જાણી લેવું જોઇએ. કારણ કે હાલની શિશુ, યુવા, પ્રૌઢ્ તેમજ કેટલીક વયોવૃદ્ધ વિદ્યમાન વ્યક્તિઓને ખ્યાલ ન પણ હોય કે આદિ ભદ્રંભદ્ર કોણ હતા, કેવા હતા અને ક્યારે પ્રગટ થયા હતા.

પણ ભદ્રંભદ્ર એટલે શું તે આપણે જાણી લેવું જોઇએ.

ભદ્રમ્ એટલે કલ્યાણ. ભદ્રંભદ્ર એટલે ભદ્રાણામ્ અપિ ભદ્રઃ એટલે કે મહાભદ્રમ્. જેમ દેવાનામ્ દેવઃ એટલે દેવદેવ મહાદેવ હોય છે તેમ.

ભદ્રંભદ્ર આમ તો ડૉન કિહોટેનું કટ્ટર ભારતીયત સંસ્કરણ છે.

યુરોપીય મધ્યયુગ હિરોવર્શીપ નો જમાનો હતો. જાત જાતના હિરો (નાઈટ) જન્મ લેતા. દરેકને એક વિશેષ પ્રેમિકા રહેતી અને પોતાની એ વીરતા તેની પ્રેમિકાને અર્પણ કરતો. જે વ્યક્તિ દ્વંદ્વમાં પરાજિત  થતો તેણે હિરોની પ્રેમિકા આગળ ગોઠણભેર નમન કરી પોતાની હાર કબુલ કરવી પડતી.

આપણા આદિ-ભદ્રંભદ્ર થોડા જુદા પડતા. તેઓ ચુસ્ત અને તે અંગ્રેજોના સમયના સાપેક્ષે અંધકાર યુગની પ્રણાલીઓના પાલનમાં માનનારા હતા. આ સમય આમ તો ગાંધીયુગ હતો. “સુધારા”નો પવન વા’તો  હતો. ભારતમાં એક ગ્રુપ હતું જે “સુધારા” (સામાજિક સુધારા)ઓમાં થોડું ઘણું સક્રીય હતું. ભદ્રંભદ્ર ને લાગતું હતું કે “ભારતની સનાતન સંસ્કૃતિની” વિરુદ્ધનું  આ એક કાવત્રું છે અને તેની સામે લડવું એ તેમનું પરમ કર્તવ્ય છે.

આ ભદ્રંભદ્ર પ્રગટ કેવી રીતે થયા?

જો કે વાત બહુ લાંબી છે પણ કહ્યા વગર ચાલશે નહીં.

દોલતશંકર નામે એક ભાઈ હતા. તેમને એક દિવસ સ્વપ્ન આવ્યું. તેમના સ્વપ્નમાં  શંકર ભગવાન આવ્યા. તેમણે દોલતશંકરને એવા મતલબનો પ્રશ્ન કર્યો કે હે વત્સ, તેં મારા નામને બગાડ્યું કેમ છે?  તારા નામમાં દોલત અને શંકર એમ કેમ છે? દોલત એ તો મ્લેચ્છ શ્બ્દ છે. દોલત શબ્દ સાથે મારા નામને જોડીને તેં મારા નામને અપવિત્ર કર્યું છે. તેં મહા અપરાધ કર્યો છે.

દોલત શંકરે જવાબ આપ્યો કે હે મહાદેવ, આ કર્મ વિષે તો હું તદ્દન નિર્દોષ છું. મારું નામ પાડવાનું કર્મ તો મારા પિતૃસ્વસા (ફોઈ), મારો કોઈ અપરાધ નથી…

આ ઉત્તર શંકરભગવાને   સાંભાળ્યો કે નહી, આ ઉત્તર થકી તેઓ સંતુષ્ટ થયા કે નહીં … કે જે કંઈ હોય તે, પણ દોલતશંકરે જોયું કે શંકર ભાગવાન દોલતશંકર સામે ત્રીશૂળ ઉગામવાની તૈયારી કરી રહ્યા હતા …

તે જ ક્ષણે દોલતશંકર સ્વપ્નલોક સૃષ્ટિમાં થી મૃત્યુલોકની સૃષ્ટિમાં આવી ગયા. દોલતશંકરે આ સ્વપ્નની તેમના  સાથી, અંબારામ (જેમ ડોન કીહૉટે પાસે સાન્કોપાંઝા હતો તેમ) સ્વપ્નની વાત કરી. અને પછી તેમણે ધામધુમ સાથે નામકરણ કર્યું અને સનાતન ધર્મના વિજય માટે પ્રયાણ કર્યું.

ભદ્રંભદ્ર વાંચીએ ત્યારે શું શું દૃષ્ટિગોચર થાય છે?

(૧) ભદ્રંભદ્રની શુદ્ધ અને મ્લેચ્છ/આંગ્લ ના શબ્દો રહિત સંસ્કૃતમય ગુજરાતી ભાષા.

(૨) ભદ્રંભદ્રની આત્મવંચના,

(૩) ભદ્રંભદ્રનો દંભ,

(૪) સનાતન શાસ્ત્રના કથનમાં જે કહ્યું હોય તેમાં ફેરફાર કરી ખોટું બ્લોલવું. એટલે કે જો સનાતન ધર્મમાં બાળવિવાહ પ્રચલિત હોય તો શાસ્ત્ર માં કહ્યું હોય કે અષ્ટાવર્ષે ભવેત્ ગૌરી. તો તેમાં ફેરફાર કરીને કહેવું કે અષ્ટવર્ષાંગે ભવેત્ ગૌરી. અને વર્ષાંગે એટલે માસ. એટલે કે આઠમાસે જ કન્યાના લગ્ન કરવા. તે વખતે થતા ઘોડીયા લગ્નની આ રીતે શાસ્ત્રપ્રમાણ આપવું.

(૫) અસંબદ્ધ ભાષણ કરવું

(૬) દરેક વાતમા “સુધારાવાળાઓ”નો પ્રપંચ જોવો.

આદિ-ભદ્રંભદ્ર કમસેકમ સ્વાર્થી ન હતા અને પ્રપંચો કરતા ન હતા. આદિભદ્રંભદ્ર પાસે સત્તા ન હતી.

હાલના ભદ્રંભદ્રો ક્યાં છે અને શું કરે છે?

હાલના ભદ્રંભદ્રો, કોંગીઓમાં અને તેના સાંસ્કૃતિક સાથીપક્ષોમાં ખદબદે છે. તેમને તેમના જ નહીં પણ વિદ્યમાન અંગ્રેજી (પાશ્ચાત્ય) ઇતિહાસકારોના માનસિક સંતાનોનું  પીઠબળ છે. તેમજ કેટલાક દેશી/પડોશી/વિદેશી મીડીયા કર્મીઓનો પણ સહારો છે.

આ નવ્ય ભદ્રંભદ્રોને બીજેપી/મોદી-ટીમ/આર.એસ.એસ. ના વિરોધ કરવા સિવાય બીજું બોલવાનું સુઝતું નથી.

વિદ્યમાન ભદ્રંભદ્રોની કેટલીક પ્રચલિત પરિભાષાઓઃ

લેફ્ટીસ્ટ (વામપંથી) એટલે ધર્મનિરપેક્ષ (એટલે કે બીનહિંદુઓ પ્રત્યે કોમળ અને દયાળુ, પણ હિંદુઓ પ્રત્યે વાંકદેખુ અને અસહિષ્ણુ), લોકશાહીવાદી, સમાજવાદી, ગરીબોના ઉદ્ધારમાટે સમર્પિત, નીતિમાન.

રાઈટીસ્ટ (દક્ષિણ પંથી) એટલે કોમવાદી, બીનલોકશાહીવાદી, રંગભેદમાં માનનારા, જ્ઞાતિવાદમાં માનનારા, મુડીવાદી, હિંસાને સમર્પિત, ઓળઘોળ કરીને આર.એસ.એસ. ઉપર ઠીકરુ ફોડે છે.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

નવ્ય-ભદ્રંભદ્રાઃ કિં ઉચુઃ

તેષાં એકઃ ઉવાચ

“પણ આ નરેંદ્ર મોદી આટલી બધી કામકર્યાની જાહેરાતો કેમ કરે છે?

તેષાં અન્યઃ એકઃ ઉવાચ

“શિયાળામાં બાળકોને માટલાના પાણીથી નવરાવવા શું યોગ્ય છે?

તેષાં અન્યઃ એકઃ ઉવાચ

“હું જાણું છું કે હું સાચો છું અને તેઓ ખોટા છે. પણ અંદરથી હું જાણું છું કે હું ખોટો છું અને તેઓ સાચા છે પણ વાસ્તવમાં મનથી મને ખબર છે કે હું સાચો છું અને તેઓ ખોટા છે.”

નવા ભદ્રંભદ્રો પણ એકબીજાથી વિરુદ્ધ તો જુના ભદ્રંભદ્રનું શું થશે

ડીબીભાઈના (દિવ્ય ભાસ્કર ભાઈના) છાપામાં એક રીતે જોઇએ તો બે વિરોધાભાસી માહિતિઓ હતી.

પાના-૨ ઉપર સમાચાર હતા કે કચ્છના નખત્રાણામાંના બ્રાહ્મણોએ દશેરાના રાવણ દહનના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ કરવાના છે. કારણ કે રાવણ તો બ્રાહ્મણ હતો. રાવણ મહાન શિવભક્ત હતો. રાવણ વેદોમાં પારંગત હતો. આજે જે સ્વરુપમાં વેદો, આપણી સમક્ષ છે, તે સ્વરુપના વેદોનો જન્મદાતા રાવણ હતો. આવા મહાન રાવણના પુતળાનું દહન કરવું અને તે પણ દરવર્ષે, દહન કરવું તે બ્રાહ્મણ જાતિનું અપમાન છે. અમે બ્રાહ્મણો આ ચલાવી નહીં લઈએ. અમે બહિષ્કાર કરીશું.

ભારતના દલિતો ને પણ આ રાવણ-દહન પસંદ નથી.

હાજી, સાવ સાચી વાત છે. પણ કારણ તદ્દન ભીન્ન છે. કારણ કે તેમના હિસાબે રાવણ તો દલિત હતો. ખૂબ વખત પહેલાં આવી એક ફિલમ પણ ઉતરી હતી. એમ તો દશાવતારની ફિલમ પણ ઉતરી હતી. (જેમાં ગાંધીજી અને બુદ્ધ બન્નેને વિષ્ણુના અવતાર બતાવવામાં આવ્યા હતા. પણ તે વખતે બાબા સાહેબે પોતાનો ધર્મથકીનો વાડો, જુદો બનાવ્યો ન હતો. પણ તે વિષે વળી ક્યારેક ચર્ચા કરીશું)

રામે એક દલિતને માર્યો અને પછી આ રામના માણસો, દશેરાના (શુક્લ અશ્વિન દસમના) દિવસે રાવણનું પુતળું બાળે છે અને દર વર્ષે બાળ્યા જ કરે તે અમારાથી સહન જ કેમ થાય?

આ મનુવાદીઓને તો સીધા કરવા જ પડશે.

તો શું હવે મુલ્લાયમ – અખિલેશે ચલાવેલા સૂત્ર  “મુસ્લિમ, યાદવ ભાઈ ભાઈ”, ની જેમ એક નવું સૂત્ર રચાવા તરફ જઈ રહ્યું છે કે “દલિત, બ્રાહ્મણ ભાઈ ભાઈ”?

સૂત્રોની તો બહુ મોટી માયા જાળ છે.

“તિલક, તરાજુ ઔર તલવાર, ઉસકો મારો જુતે ચાર” આ સૂત્રની જન્મદાત્રી માયાવતી કે તેના ગુરુ કાંશીરામ હતા.

પણ પછી માયાવતીએ “આ હાથી નહીં …  ગણેશ છે” એવું સૂત્ર પ્રચલિત કરી બ્રાહ્મણ – દલિત ને એકસૂત્રમાં બાંધવા પ્રયત્ન કરેલ. પણ “મુસ્લિમ – યાદવ ભાઈ ભાઈ” આગળ આ સૂત્ર પરાજિત થયેલ.   

દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ

દલિત બ્રાહ્મણ ભાઈ ભાઈ જેવું સૂત્ર તો લુટ્યનોને (કોંગી, આર.જે.ડી., સી.પી.એમ., અને વામમાર્ગીઓને) કોઈ કાળે ન ખપે.

કેમ?

ચંદ્રગુપ્ત મૌર્ય (મુરા દાસીનો છોકરો) અને કૌટીલ્યએ ભેગા મળીને ધનનંદના સામ્રાજ્યને ઉથલાવીને, નંદના સામ્રાજ્યથી  પણ મોટું સામ્રાજ્ય સ્થાપેલ. તેમ જ સેલ્યુકસ નીકેતર કે જે બધે જ જીતતો જીતતો આવતો હતો તેને પણ પરાજિત કરેલ. આ વાત તો ભલાભોળા નાજુક લીબરલ  વામમાર્ગીઓને પસંદ ન જ પડે ને!! વામમાર્ગી = વામપંથી = લેફ્ટીસ્ટ લીબરલ, આ એવા લીબરલ કે સત્તામાટે તેમણે લાખો માણસોની દરેક જગ્યાએ કતલ કરેલી.

“આર્યન ઈન્વેઝન થીએરી” જેણે પુરસ્કૃત કરેલી તે મેક્સમુલરે તેની પાછલી જીંદગીના દિવસોમાં પાછી ખેંચી લીધેલી. તે થીએરી એક બનાવટી થીએરી હતી. તેને કશો આધાર ન હતો. ન તો તે થીએરી ભૂસ્તરશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, ન તો તે ખગોળશાસ્ત્રથી સિદ્ધ થતી હતી, કે ન તો તે ભાષાશાસ્ત્રથી સિદ્ધ થતી હતી. તેમાં તુક્કાઓ સિવાય કશું ન હતું. અને જો તુક્કાઓ લગવવાની છૂટ હોય તો તમે કોઈપણ વાત સિદ્ધ કરી શકો.

દા.ત.

વેદ સમયના ભારતીયો કુતરા સિવાયના પ્રાણીઓની વિષે જાણતા ન હતા. સંસ્કૃતમાં કુતરાને “શ્વા” કહે છે. સંસ્કૃતમાં “અ” એટલે “નહીં” એવો અર્થ થાય છે. કારણકે વેદકાળના લોકો કુતરા સિવાય બીજા પ્રાણીઓને જાણતા નહીં, તેથી તેઓ બીજા બધાને “ અ   શ્વ “ એમ કહેતા હતા. એટલે કે અશ્વ. આવી તો પાશ્ચાત્ય પંડિતોની અનેક વાતો છે.

વાર્તા વિષય, આર્ય અને અનાર્યના ભેદવિષેનો હતો.

આપણા હેલ્પેશભાઈ, તેઓશ્રી જ્યારે ભાવનગરની પ્રાથમિક શાળા “ધ ભૂતા ન્યુ ઈંગ્લીશ સ્કુલ”માં (૧૯૫૨) હતા ત્યારે જ તેમણે તેમના વર્ગ શિક્ષક અમુભાઈને પ્રશ્ન કરેલ; જો આર્યો ગાયને પૂજતા હોય અને અનાર્યો સાંઢને પૂજતા હોય તો આને વિરોધાભાસ કેમ કહેવાય? આ તો સમાનતા કહેવાય. જેઓ ગાયને પૂજતા હોય તે સાંઢને પૂજતા પણ હોઈ શકે.

ત્યારે અમુભાઈએ કહ્યું કે આ તો બધી બનાવટ છે. વાસ્તવમાં આ યુરોપીઅનોને આપણે પ્રાચીન સમયમા અસ્પષ્ટ ઉચ્ચારણોને કારણે હાંકી કાઢેલા અને પછી તેઓ પાછા આવ્યા. આપણે ક્યાંય બહારથી આવ્યા નથી.

પણ આપણે આની ચર્ચા નહીં કરીએ. કારણકે તે વિષયાંતર થશે.

પણ કોમળ લેફ્ટીસ્ટ લીબરલોને નહીં ગમે તેનું શું?

“આર્ય અને અનાર્ય, સવર્ણ અને અસવર્ણ, શ્વેત અને સ્યામ, માલિક અને દાસ, વેદજ્ઞાતા અને અજ્ઞાની, સુખી અને પીડિત, … આવા ભેદભરમ અને કળાઓ ઉપર તો આપણી દુકાન ચાલે છે. આપણે કંઈ આ અનાર્ય, દલિત, પીડિત, … નો  ઉદ્ધાર કરવાનો ઠેકો લીધો નથી. આ અનાર્ય, દલિત, પીડિત  જાય ચુલ્હામાં. આ શસ્ત્રના આધારે તો આપણે રશિયા અને ચીન કબજે કર્યા. અર્ધું જર્મની કબજે કર્યું. આપણા અમેરિકન બંધુઓ પણ આવી થીએરીને આધારે તો ત્યાં સત્તા ઉપર આવેલા અને બધાને ખ્રીસ્તી બનાવેલ. તે ઉપરાંત ભારતમાં આ શસ્ત્રનો ઉપયોગ કરી આપણે ઘણું મેળવ્યું છે. બીજાઓને વિભાજિત કરવા, એ પણ આપણા માટે પ્રાપ્ત કર્યું જ કહેવાય.” લેફ્ટીસ્ટ લીબરલ એન્ડ કું. ઉવાચ.

દયાનંદ સરસ્વતી, વિવેકાનંદ, સાતવળેકર અને હાલના રાજિવ મલહોત્રા, શ્રીની કલ્યાણરામન અને બીજા અગણિત વિદ્વાનોએ અથાગ મહેનત કરી આર્યન ઈન્વેઝન થીએરીને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી છે. તો પછી હજીપણ કેટલાક કટારીયા  એટલે કે છાપામાંના  કોલમીસ્ટો હજી “આર્ય – અનાર્ય” ના ભેદભાવની વાતો કેમ કરે છે.?

શું આ સંશોધનનો વિષય છે?

સંશોધનનો વિષય એટલે શું?   હેલ્પેશ ભાઈના હિસાબે દાળમાં કંઈ કાળું શોધવાની જરુર જ નથી. આખી દાળ જ કાળી છે.

જો બાબાસાહેબ આંબેડકર જેવા પણ અંગ્રેજી ઇતિહાસકારોએ લખેલા ભારતના ઇતિહાસથી સંતુષ્ટ હોય તો અક્ષરજ્ઞાન ધરાવતા (“સાક્ષર” શબ્દના આવા અર્થમાં), જન્મે દલિત એવા જનો, બાબા સાહેબથી શા માટે અસંતુષ્ટ રહે? અને જો જરા અક્કલ ચલાવે અને અસંતુષ્ટ રહે તો કહે પણ કોને? … તો પછી શું કરીશું? બસ એજ કે “બુદ્ધ ભગવાન કહે તે બ્રહ્મ વાક્ય. બાબા સાહેબ કહે તે બ્રહ્મ વાક્ય.”. બાબા સાહેબે કીધું કે આપણે બૌદ્ધ. અને બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે આપણે પણ માની લેવાનું કે બુદ્ધ ભગવાન હિંદુ નહીં એટલે અમે હિંદુઓથી જુદા. અમારો વાડો જુદો. જેમ મુસ્લિમોનો વાડો જુદો છે, જેમ ખ્રીસ્તીઓનો વાડો જુદો છે, જેમ સિખ લોકોને અંગ્રેજોએ સિખોને તેમનો જુદોવાડો બનાવી આપેલ કારણ કે ૧૯૫૭ના સંગ્રામ વખતે સિખ લોકોએ અંગ્રેજોને મદદ કરેલી અને તેના ઇનામ તરીકે, જેમ જૈનોને કોંગી સરકારે અલગવાડો બનાવી આપેલ તેમ અમને પણ બાબા સાહેબે નહેરુને પટાવી અમારો અલગ વાડો બનાવેલ.

આ અલગવાડો શું છે?

આ વસ્તુનું સચોટ જ્ઞાન હેલ્પેશભાઈના ખાસમ ખાસ મિત્ર સ્વ. ડાહ્યાભાઈ એન. સોલંકી પાસે હતું. પણ ટૂંકમાં એવું છે કે બધું પોથીમાંના રીંગણા જેવું છે. “કહ્યું કશું … અને લહ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું.” સાવ આવું તો નહીં પણ ઘણું ઘણું તો ખરું.

વાડાઓને ધર્મ સાથે કશી લેવા દેવા નથી. જો સત્તા હોય અને અથવા ન હોય, તે માટે જો વાડામાં ફાયદો મળતો હોય તો તે લેવા માટે તેનો ઉપયોગ કરવો કે લીધા કરવો. એ સિવાય કશું નહીં.

પણ આમાં ભદ્રં ભદ્ર ક્યાં આવ્યા?

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ – ૩
લાગે છે તો એવું કે અમુક લોકો જ્ઞાતિવાદી માનસિકતા રાખે છે.
આમાં કેવા લોકોનો સમાવેશ થાય છે.
(૧) જેઓ વાચાળ છે અને નેતાગીરી કરવામાં માને છે,
(૨) જેઓ તેમના વરવા રાજકારણને ત્યજવા નથી માનતા,
(૩) જેઓ તર્કમાં માનતા નથી,
(૪) જેઓ દેશના હિતમા શું છે તે સમજવા માનતા નથી,
(૫) જેઓ નરેંદ્ર મોદી-ફોબિયા, બીજેપી-ફોબીયા, આર.એસ.એસ.-ફોબીયા, હિંદુ-ફોબીયા (પ્રણાલીગત હિંદુ ધર્મના અર્થમાં), … આ બધાથી પીડિત છે પણ તેમને કદાચ ખબર નથી અથવા તો તેમને ખબર છે છતાં પણ તેઓનો એક એજંડા સુનિશ્ચિત છે તેઓ,
(૬) આમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ શકે છે કે જેઓ એવી ગેર સમજ ધરાવે છે કે બાબા સાહેબ આંબેડકર જે કંઈ કહે તે બ્રહ્મ સત્ય, અને તે ઉપરાંત બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીને  પોતાના દુશ્મન માનતા   હતા કારણ કે મહાત્મા ગાંધી દલિતોના દુશ્મન હતા. આવું તેમણે માની લીધું છે અને તેનાથી ભીન્ન માન્યતા તેમને પસંદ નથી. કારણ કે આ સ્થિતિ તેમને ગોઠી ગઈ છે.
(૭) જેઓ પોતાને સામ્યવાદી ક્રાંતિકારી વિચારધારા વાળા માને છે.
આ બધા પ્રકારના જત્થાઓનું આપણે અગાઉ પણ વિશ્લેષણ કર્યું છે. ખાસ કરીને જેઓ સામ્યવાદી વિચારધારા એટલે કે સાધન શુદ્ધિમાં અને તર્કમાં માનતા જ નથી, તેઓમાં ઉપરોક્ત ગુણો મિશ્રિત અવસ્થામાં હોય છે.
અગાઉ આપણે જોઇ ગયા કે સમાજમાં જો માનવીય મૂલ્યોને સ્થાપિત કરવામાં આવે તો જ્ઞાતિવાદને દૂર કરી શકાય. પણ જ્યારે રાક્ષસીતત્વો (સ્વાર્થી હેતુવાળા, સત્તા લાલચુ અને સાધન શુદ્ધિમાં નહીં માનનારા લોકો) ફક્ત સક્રીય જ નહીં પણ  મરણીયા જ થયા હોય ત્યારે સમાજ વિભાજન પ્રતિ જ ગતિ કરે છે.  આવી સ્થિતિમાં જો “રાષ્ટ્ર પ્રથમ” વાળા લોકો નિસ્ક્રીય રહે તો દેશમાં અરાજકતા ઉત્પન્ન થાય. જો “રાષ્ટ્ર  પ્રથમ”વાળા લોકો અલ્પમતમાં આવી જાય તો  દેશ એક યુગ જેટલો પાછળ પડી જાય.
દુર્ગુણને જો નાથવામાં ન આવે તો તે ચેપી  રોગ બની જાય છે. તેના દાખલાઓ અનેક છે. મોતિલાલ નહેરુએ અપત્યપ્રેમને કારણે જવાહરને ઠેકાણે પાડવાની, ગાંધીજીને ભલામણ કરી. તે વખતે તો રાજકીય સત્તા હતી નહીં, તેથી આર્થિક કારણોસર જવાહરને ગાંધીજીએ આગળ કર્યા. જવાહરનું ઘર મધ્યમ કક્ષાના નેતાઓ સુધી (અલ્લાહબાદમાં) ધર્મશાળા બની ગયું. તે વખત માટે આ ઉપકાર મોટો હતો. પણ અહીં વંશવાદનું બીજ રોપાયું હતું. જવાહરે પોતાની ભૂલો ખાસ કરીને વિદેશનીતિમાં કરેલી ભૂલોને છૂપાવવા પોતાની પૂત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવાની જોગવાઈ કરી. તે વખતે તેઓ એ વાત સાનુકુળતાને કારણે ભૂલી ગયા કે આ લોકશાહી મૂલ્યોને અનાદર છે. સાધન શુદ્ધિના વસ્ત્રને ન અપનાવવાળી નગ્ન વ્યક્તિ શું કરી શકે અને જનતામાં કેટલી મૂલ્ય હીનતા સ્થાપી શકે તે આપણે જોયું. આર્ષદૃષ્ટિ-હીન કહેવાતા સુજ્ઞ લોકોએ ઈંદિરાને વધાવી લીધી. વંશવાદ ફુલ્યો ફાલ્યો જે આપણે આજે જોઇ શકીએ છીએ.
રાજકારણમાં વંશવાદની પુરસ્કૃતિ એ જ્ઞાતિવાદને ઉત્તેજન આપવા બરાબર છે. અને તમે જુઓ, ભારતના વિપક્ષો જ્ઞાતિવાદને ઉત્તેજન આપવા માંડ્યા. યોગ્ય વ્યક્તિને પક્ષમાં નંબર વન સ્થાન, આપવાને બદલે કોંગી, સ.પા. બ.સ.પા., ટી.એમ.સી., ડી.એમ.કે., એન.સી., પી.ડી.પી., … બધા વંશ વાદી થઈ ગયા. રાક્ષસના લોહીનું એક ટીપું જો જમીન પર પડે તો તેમાંથી હજાર રાક્ષસ ઉત્પન્ન થાય, એ પૌરાણિક કથાઓનું પ્રગટીકરણ   આપણે જોઈ રહ્યા છીએ. બીજેપી આ દુર્ગુણ થી વિમુખ છે અને બીજેપીમાં યોગ્ય વ્યક્તિને યોગ્યતા પ્રમાણે પદભાર આપવામાં આવે છે.
હવે તમે જુઓ. કોંગીનો રાહુલ ગાંધી, વંશવાદને કેવી રીતે મૂલવે છે.
આપણે વાત પક્ષમાં “નંબર વન” કોને બનાવવો એ કરીએ છીએ.  રાહુલ ગાંધી આ વાતને “ડૉક્ટરનો દિકરો ડૉક્ટર બને, એંજીનીયરનો દિકરો એંજીનીયર બને, વેપારીનો દિકરો બને તો પછી રાજકારણીનો દિકરો રાજકારણી  બને” સાથે સરખાવે છે. અરે ભાઈ રાજકારણીનો દિકરો રાજકારણી બને એનો કોઈને વાંધો નથી. પણ નંબર વન એટલે કે પક્ષના પ્રમુખ નો દિકરો, બીજા નેતાઓના હક્ક ડૂબાવી પક્ષનો પ્રમુખ બને એનો વાંધોં છે. પણ આ વાત વંશવાદનો વિરોધ કરનારા પણ સમજવા માગતા નથી.
નહેરુ, વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો હક્ક ડુબાડી નંબર વન બનેલ,
ઈંદિરા ગાંધી, મોરારજી દેસાઈનો હક્ક ડુબાડી વડાપ્રધાન બનેલ,
રાજિવ ગાંધી, પ્રણવમુખર્જીનો હક્ક ડુબાડી, વડાપ્રધાન બનેલ,
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે વડાપ્રધાન થવું ભારતીય સંવિધાન અનુસાર થવું શક્ય ન હતું, એટલે તેમને પક્ષ પ્રમુખ બનાવ્યા અને “નેશનલ એડવાઈઝરી કમીટી”ના પ્રમુખ બનાવી સત્તા પોતાની પાસે રાખવાનો પ્રયાસ કર્યો. અને નરસિંહ રાવને વડા પ્રધાન બનાવ્યા. નેશનલ એડવાઈઝરી  કમીટી ગેરસંવિધાનીય હતી, અને તેથી નરસિંહરાવ તેને ગાંઠતા નહીં, તેથી નરસિંહરાવ દેશના વિકાસમાં ક્રાંતિકારી પગલાં લઈ શક્યા અને દુનિયામાં તેની નોંધ લેવાઈ.
કોંગીના સ્થાપિત હિતો નરસિંહ રાવની મનમાનીને મંજુર કરતા ન હતા. કારણ કે નરસિંહરાવ, નહેરુવીયનોને ગાંઠતા ન હતા. કોંગી પક્ષમાં ડખો હતો. કારણ કે નરસિંહ રાવ સુબ્રહ્મનીયન સ્વામી જેવાને સલાહકાર રાખતા હતા.
મનમોહન ના સમયમાં હર્શદ મહેતા જેવું કૌભાંડ થયુ, પણ નાણામંત્રી મનમોહને હાથ ઉંચા કરી દીધા અને કહ્યું હવે આવું નહીં થાય.  કોંગી હારી. બીજેપી જીતી. અટલ બિહારી બાજપાઈ વડાપ્રધાન થયા. બાજપાઈ દેશને વિકાસ પંથ પર લઈ ગયા એ ખરું પણ તેઓ દાવપેચમાં હોંશિયાર ન હતા. જનતા સુધી વિકાસની માહિતિ પહોંચી ન હતી. તેમજ માયાવતી, મમતા અને જય લલિતા જેવી મહિલાઓ નખરાં કરીને વારે વારે સપોર્ટ પાછો ખેંચી લેવાની ધમકીઓ આપતી હતી.
સ્થાપિત હિતો:
સંસદની બહારના પરિબળો જેવા કે મીડીયામાં રહેલા, ન્યાયાલયમાં રહેલા, નોકરશાહીમાં રહેલા સ્થાપિત હિતોને તો “જૈસે થે”-વાદ જ પસંદ હતો, તે સૌની સહાયતાથી કોંગીનું ગઠબંધન ચૂંટણી જીતી ગયું. અનેક હિમાલયન કૌભાંડો કરવા છતાં ૨૦૦૪ થી ૨૦૧૪ એમ ૧૦ વર્ષ સુધી વધુ રાજ કર્યું. અડવાણીને બબ્બે વખત મોકો મળ્યો પણ તેઓ બીજેપીને  બહુમતિ અપાવવામાં નિસ્ફળ નીવડ્યા.
ગુજરાતમાં મોરારજી દેસાઈના ગયા પછી કોંગીના ગુજરાતના નેતાઓનું કશું ઉપજતું ન હતું. આમ જનતામાં રોષ તો હતો જ. કોંગી નબળી પડી ગઈ હતી. ઇંદિરા ગાંધીને તો ગુજરાત પર ગુસ્સો જ હતો. ગુજરાતને કોઈ વિકાસની યોજના મળતી ન હતી. જે કંઈ હતી તે પણ ટલ્લે ચડતી હતી.  અંતે ૧૯૯૫માં બીજેપી સત્તા ઉપર આવી. કેશુભાઈએ ઠીક ઠીક સારું કામ કર્યું. પણ કુદરતી આફત એવા ભૂકંપથી થયેલી પાયમાલીને તેઓ સંભાળી શક્યા નહીં. સરકારી નોકરો અને સામાન્ય કક્ષાના બીજેપી સદસ્યોને આડે માર્ગે પૈસા પડાવવાનો ચસકો લાગ્યો. પરિણામે અમદાવાદ, કે જે બીજેપીનો ગઢ ગણાતો હતો, તેની મહાનગરપાલિકાની ચૂટણી, કોંગી જીતી ગયું. ત્યારે બીજેપી મોવડી મંડળની આંખા ઉઘડી. નરેંદ્ર મોદીની ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે  પસંદગી થઈ.

ગુજરાતમાં નરેંદ્ર મોદીની પસંદગી મુખ્યમંત્રી તરીકે થઈ, તેથી ગુજરાતના રાજકારણમાં પલટો આવ્યો. નરેંદ્ર મોદી ગુજરાતનું રાજકારણ કેટલું જાણતા હતા તે સંશોધનનો વિષય છે. પણ નરેંદ્ર મોદી, ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ઉપર તવાઈ લાવ્યા અને તેમની રુખસદ કરી. ભૂકંપથી તબાહ થયેલા કચ્છને નવી રોનક આપી. જો કે નરેંદ્ર મોદીને ત્રણ મોરચે લડવાનું હતું. બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ નરેંદ્ર મોદીની પાછળ આદુ ખાઈને પડેલા, જેમાં કેશુભાઈ પટેલ મુખ્ય હતા, સ્થાનિક અખબારો નરેંદ્ર મોદીની પાછળ પડેલા, રાષ્ટ્રીય મીડીયાના ખેરખાંઓ નરેંદ્ર મોદીની પાછળ પડેલા, રાષ્ટ્રીયનેતાઓ નરેંદ્ર મોદીની પાછળ પડેલા, અને ૨૦૦૨ના મુસ્લિમ દંગાઓને કારણભૂત બનાવી નરેંદ્ર મોદી ઉપર છાણા થાપવા માંડેલા. નરેંદ્ર મોદીએ આ બધાં સામે જે લડત આપેલી તે દાદ માગીલે એવી હતી. નરેંદ્ર મોદીએ ગુજરાત માટે શું ન કર્યું તે જ એક ન જડે તેવો પ્રશ્ન છે.
જ્યારે બીજા રાજ્યોના ભલભલા નેતાઓ (નેહરુ થી શરુ કરીને વિદ્યમાન નહેરુવીયનો, મમતાઓ, માયાવતીઓ, મુલ્લાયમો, કેજ્રીઓ, , વિધાન સભાની ચૂંટણી જીતવા માટે, સ્થાનિક લોકોને અન્યાય થાય છે, બાહરીઓને ધુત્કારો, જેવા અનેક ઉચ્ચારણો કરી સ્થાનિક લોકોને ભડકાવે છે અને ચૂંટણીઓ જીતે છે પણ ખરા. પણ નરેંદ્ર મોદી તો આનાથી ઉલટું જ બોલતા અને કહેતા કે બહારના લોકોએ પણ ગુજરાતના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે.  ગુજરાતની જનતા તેમની આભારી છે. આની બાર વર્ષે એ અસર પડી કે મોદીને રાષ્ટ્રીય નેતા થવામાં સ્વિકૃતિ મળી. કારણ કે ગુજરાતનો વિકાસ આંખે ઉડીને વળગે એવો હતો.
હવે તમે જુઓ. જેઓ સશક્ત છે અને જ્ઞાતિવાદનો વિરોધ કરે છે તેઓ જ પરોક્ષ રીતે જ્ઞાતિવાદને સુસ્થાપિત કરવા માગે છે. આ બધાની નેતાગીરી કરવા વાળા, પોતાને તેમના ખીસ્સામાં તેમની કોમ્યુનીટીના મત છે એમ માને છે.  તેઓ જ્ઞાતિવાદના પ્રચારક છે અને લાગ આવે ત્યારે પોતાની જ્ઞાતિ માટે આરક્ષણની ઝુંબેશ ચલાવે છે.
વાણિયા પછી માલદાર જ્ઞાતિ પટેલ જ્ઞાતિ આવે છે. એચ પટેલ જેવા ફુટકળ નેતા ફુટી નીકળે છે અને આનંદીબેન પટેલ જેવા તેથી આનંદ પામે છે,
મૌર્ય લોકોએ ભારત ઉપર સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપ્યું, તેઓ આરક્ષણ માગે છે,
યાદવોએ ભગવાન પેદા કર્યા, તે ભગવાનના વંશજો આરક્ષણ માગે છે,
રામના વંશજો સૂર્યવંશીઓ પણ યાદવોની જેમ આરક્ષણ માગે છે,
મોગલો પછી મરાઠાઓએ રાજ કર્યું તેઓ પણ આરક્ષણ માગે છે,
સૌ પોતાની જ્ઞાતિને ગરીબ માને છે અને આરક્ષણ માટે આંદોલન ચલાવે છે.
બ્રાહ્મણની વાત આવે એટલે “એક ગરીબ બ્રાહ્મણ હતો …” ત્યાંથી વાતની શરુઆત થાય. તો કેટલાક બ્રાહ્મણોને પણ અનામતનો ચસ્કો લાગે છે અને આવા પથભ્રષ્ટ બ્રાહ્મણો પણ ક્યારેક આરક્ષણની વાતો કરે છે. 
ઉપરોક્ત કેટલીક જ્ઞાતિઓ માટે આરક્ષણ છે પણ ખરું.
વાસ્તવમાં જો કોઈ જ્ઞાતિને આરક્ષણની જરુર હોય તો તમે બાબા સાહેબ આંબેડકરને યાદ કરો. તેમણે ફક્ત “અસ્પૃષ્યો માટે” આરક્ષણની વાત કરેલી.  અને તે પણ ફક્ત ૧૦ વર્ષ માટે. પણ નહેરુને આરક્ષણમાં કોંગ્રેસનું ઉજ્જ્વળ ભાવી દેખાયું અને તેમણે  અન્ય જ્ઞાતિઓના સમાવેશ  માટે ઓ.બી.,    એસ.સી.,    અધર એસ.સી,    બી.સી.,    ઓ.બી.સી.,  … એવા નામની અનેક આરક્ષણ માટે ની  જ્ઞાતિઓ  પેદા કરી. આઓ ભૈલા આવો… તમે આમાં ક્યાં છો,  તે તમે, અમારી ખાસ તમારા માટે બનાવેલી મંડળી પાસે સાબિત કરી દો. હોવ્વે … ધમકી આપવાની પણ છૂટ્ટી છે …. બાપલા … કોના બાપની દિવાળી …
અમે તો માલેતુજાર છીએ અને ચૂંટાવા પાછળ કાયદેસર રીતે વીસ વીસ લાખ જેટલી મોટી રકમ ચૂટણીમાં ખર્ચ કરીએ છીએ અને અમે તેવા સક્ષમ પણ છીએ ,  તે ઉપરાંત ચૂંટાયા પછી, અનેક સવલતો જ નહીં પણ પેંશન પણ લઈએ છીએ અને તે પણ જેટલીવાર ચૂંટાઈ આવીએ તેટલા પેંશન લઈએ છીએ. તો અમને તો શો વાંધો હોય … બાપલા…
બાબા સાહેબ આંબેડકર બિચારા ભોળા ભટાક હતા. તેમને તો એમ કે, આ નહેરુની સરકાર એટલી તો નિપૂણ હશે જ કે તે ૧૦ વર્ષમાં તો અસ્પૃષ્યતા નિવારણ કરીને અસ્પૃષ્ય ભાઈ બહેનોનું આર્થિક સ્તર સામાન્ય મનુષ્યની કક્ષામાં લાવી દેશે.
પણ મારા ભાઈ સાહેબ, આ નહેરુ તો પૂરા તિકડમબાજ નિકળ્યા. અને તેમણે તો અસ્પૃષ્યતા કાઢતા જ્ઞાતિવાદનું ઊંટ પેસાડ્યું. અને દશવર્ષને બદલે અનિયંત્રિત અને સદાકાળ પર્યંત માટે રાખ્યું.
હવે શું કરવું?
… જેવી કોઈ વાત કરે કે આરક્ષણ વિષે પુનર્વિચારની જરુર છે. તો આપણે  લુટ્યેન નેતાઓએ દલિતોને નામે  તેમની ઉપર તૂટી પડવું …  કે …. આ આર.એસ.એસ.વાળા … આ બ્ર્હ્મ રાક્ષસો … આ મનુવાદીઓને … આ આતતાયીઓને … આપણું મેડીકલ, એંજીનીઅરીંગની … શિક્ષણમાંનું આરક્ષણ, સરકારી નોકરીઓમાંનું આરક્ષણ ખૂંચે છે. અને તેઓ તેને દૂર કરવા માગે છે. હે મારા વ્હાલા પ્યારા  દલિત બંધુઓ તમે તેમના થી ચેતો. તેઓ તમને પછાત અને પછાત જ રાખવા માગે છે.
વાસ્તવમાં આ દલિતબંધુ નેતાઓ ભલે પોતે આરક્ષણ દ્વારા ભણી ગણીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરીલે પણ તેઓ પોતાને દલિત જ માને છે. અને પોતાના પુત્રો પુત્રીઓ, પ્ર-પૌત્રો પ્રપૌત્રીઓને પણ આરક્ષણનો લાભ આપવા માંગે છે. ભલેને આને લીધે તેમના જ દલિતો બંધુઓ જેમને આરક્ષણની જરુર છે તેઓ આરક્ષણના લાભથી વંચિત રહે. આ ઉચ્ચ સ્તરે પહોંચેલા તથા કથિત દલિતો એવું માને છે કે;
આપણે આવે સમયે આપણી ઉપર થયેલા અત્યાચારોની જ વાતો કરવી અને આ ઉચ્ચવર્ણો આપણને કેવી કેવી રીતે સતાવતા હતા એની વાતો જ કર્યા કરવી પછી ભલેને તે કપોળ કલ્પિત હોય અને સેંકડો વર્ષોની બનાવટી વાતો હોય. અરે આપણે પોતે દલિત ન હોઈએ તો પણ આપણે આવી ક્રુરતાની વાતો કરી ધિક્કાર ફેલાવવો.
મોદીને તો આવી રીતે જ કાઢી શકાશે. 
બાબા સાહેબ જિંદાબાદ … જય બુદ્ધ … જય  સંત રજનીશમલ … જય ધમ્મમ્ … જય સંઘમ્ … જય ભીમ … જય સહદેવ … જય નકુલ … જય એકલવ્ય … જય શંબુક … જય કર્ણ … જય રાવણ … જય હોલિકા … 
(“પણ રાવણ તો બ્રાહ્મણ હતો અને એ તો હરિયાણામાં જન્મ્યો હતો …!
ના ભાઈ ના … અમે એકવાર કહ્યુંને કે તે દલિત હતો …. એટલે સૌએ માની લેવાનું કે એ દલિત હતો.)
આ બ્રાહ્મણ અને ક્ષત્રીયોએ જેમને જેમને માર્યા તે બધા જ દલિતો હતા. બસ વાત પુરી.

(ઈતિ સિદ્ધમ્)

શિરીષ મોહનલાલ દવે
%d bloggers like this: