Feeds:
Posts
Comments

Archive for April, 2010

પ્રસૂતિની પીડા કે પેટનો દુખાવોઃ કથા આઈ.પી એલ. ની

ભારત માટે અને ખાસ કરીને કોંગી સરકાર માટે આ વાત નવી નથી.

પહેલે ખૂશી ઔર બાદમે ગમ હી ગમ જબ તક નયા ગમ પૈદા ન હો. અને પ્રજા સમજે કે
“સહ લિયે હૈ હર સિતમ સમઝ કે આખરી હૈ યહ સિતમ”

માંડીને વાત કરીએ તો વિ. કે. મેનનના જીપ કૌભાન્ડથી શરુઆત થાય. તે પછી તેનું શું થયું તે આપણે જાણતા નથી.

મુંદ્રા પ્રકરણમાં કોને સજા થઇ તે પણ જાણતા નથી.

સુખડીયાજીના છોટી સાદડીના કેસમાં અંતે શું થયું તે આપણે જાણતા નથી.

સ્ટેટ બેંકના ઈન્દીરાગાંધીના ૬૦લાખ વાળા કેસમાં ઈન્વેસ્ટીગેશનમાં શું થયું તે આપણે જાણતા નથી. તે પૈસા ક્યાંથી આવ્યા હતા અને ક્યારે બેંકમાં મુકાયા તેની તો ખબર જ કેમ પડે?

કટોકટીના કેસમાં પડેલા દરોડા વિષે પણ આપણે જાણતા નથી.

જાખડજીના ફોડર મશીનો ક્યાં છે અને કેટલું ઉત્પાદન અને કેટલી કમાણી કરી તે આપણે જાણતા નથી.

લોટરી કેસો અને દાણચોરીઓ તો અલગ જ છે.

છેલ્લા ઘણા સમયથી ક્રુડની દાણચોરીઓ કોંગીના સમર્થનથી પૂર બહારમાં છે. અને તેથી મુંબઇ બ્લાસ્ટ પહેલાં પ્રવાસી ખલાસીનું સઘન ચેકીંગ કરીને હેરાન ન કરવાના પરિપત્રો કોંગ્રેસી સરકારે મોકલ્યા હતા.

ભોપાલ ગેસકાંડનો આરોપી અને ૧૯૯૩ના મુંબઇ બ્લાસ્ટ ના આરોપીઓનો મુખ્ય આરોપી અને મુંબઈમાં જે ખંડણીનો ધમધોકાર ધંધો હાલ પણ ચલાવે છે તે ડી-ડૉનને પણ સહેલાઇથી ભાગી જવા માટે રસ્તો કરી આપેલ.

હર્ષદ મહેતાનું સીક્યોરીટી કૌભાંડ ત્રણવર્ષ ગર્ભાશયમાં રહ્યું, અને સત્યમનું પણ કદાચ તેટલું જ.

પૂરાણોમાં રાક્ષસનો જન્મ પણ આરીતે જ થતો. તે પણ તેની માતાના ગર્ભમાં અસાધરણ સમય પસાર કર્યા પછી જ દુનિયામાં આવતો. તેના જનક સઘળું જાણતા. અને કોંગીના કૌભાંડો પણ તેના જનકો અને કદાચ સમર્થક નેતાગણ જાણતા હોય છે પણ પોતે અજાણ્યા હોવાનો ઢોંગ કરતા હોય છે. મશીનરી તો તેમણે જ બનાવેલી અને ગોઠવેલી હોય છે.

હર્ષદ મહેતાના કૌભાન્ડના જન્મ સમયે શ્રી મનમોહન સિંહજી કેન્દ્રના નાણા પ્રધાન હતા. અને કૌભાંડ તેમના કાર્ય ક્ષેત્રમાં આવતું હતું. તે સમયે તેઓશ્રીએ નિવેદન આપેલું કે ” હવે આવું નહીં થાય… હૉં કે?”

કાળનું કરવું અને તેઓ ઉન્નતિ પામ્યા અને પ્રધાન મંત્રી થયા. અને વળી પાછું એક કૌભાંડ થયું. સત્યમ નું.  હવે શું? ચિદંબરમ જી નાણાપ્રધાન. તેઓએ પણ પોતાના પૂર્વગામીની હયાતીમાં જ પૂર્વગામીનો જ શબ્દપ્રયોગ કર્યો. “હવે આવું નહીં થાય હૉં કે.

તેલગી ના અબજો રુપીયાના બનાવટી સ્ટેમ્પ પેપર કૌભાંડમાં જે મહામાનવનું નામ ઉછળ્યું હતું તેજ મહામાનવ શ્રી શરદ પવારનું નામ ન ઉછળે તો જ નવાઇ કહેવાય.

દેવ પુરુષનો જન્મ થાય ત્યારે પુષ્પવૃષ્ટિ થતી. અને રાક્ષસનો જન્મ થાય ત્યારે હાહાકાર થતો.

હવે સવાલ એ થાય છે કે આ જેને હાલ રાક્ષસ છે એવી હવા ચલાવવામાં આવે છે તેને કોંગીશાસનરૂપી ગર્ભમાંથી બહાર કાઢશે કોણ અને રાક્ષસને મારશે કોણ?

સાદી આઈ, સીબીઆઈ, કે જેસીએમ?

કેટલાક કોંગી લોકો તો એમ પણ કહે છે કે ભાઈઓ આમાં ગર્ભ ધારણ થયું જ નથી. આ તો કેટલાક લોકોને પેટમાં દુખાવો ઉપડ્યો છે.

પૉરૉ ખાવ.

હવે ધારોકે આ ગર્ભધારણ થયું જ હોય અને રાક્ષસ બહાર આવે તો?
જો કે કોંગી જનો તો એવું જ કહેશે કે “હવે આવું નહીં થાય હૉં કે?”

કોંગી જનોને પેટમાં દુખતું નથી. પેટમાં તો જનતાને દુઃખે છે.

ચમત્કૃતિઃ
૪૫ વર્ષ જુની જબલપુરમાં સાંભળેલી હાસ્ય કથાઃ

સ્ત્રીઓ બધી ભેગી થઇ અને કકળાટ કરવા લાગી. આપણે સ્ત્રી જાતિને શારીરિક રીતે ઘણું સહન કરવું પડે છે. આપણને ઘણો અન્યાય થઇ રહ્યો છે. આપણે ન્યાય અને શારીરિક દુઃખોની સમાન વહેચણી માટે ઈશ્વરને મળીએ.

સ્ત્રીઓનું ટોળું ઈશ્વર પાસે ગયું. દરવાજામાં નંદીએ તેમને રોક્યું. “એમ તમારાથી  ન જવાય. તમે એક પ્રતિનીધિમંડળ બનાવો અને પછી મને કહો કે તમારે ઈશ્વરનું શું કામ પડ્યું છે. હું તમારી વાત ઈશ્વરને કરીશ અને તેઓ જે કહેશે તે તમને કહીશ.

મહિલાઓએ થોડો ગણગણાટ કરી એક પ્રતિનીધિ મંડળ બનાવ્યું. અને પછી પોતાને થતા શારીરિક દુઃખોની વાત કરી. અને કહ્યું કે અમને શારીરિક દુઃખોથી છૂટકારો અપાવો.

નન્દીજીએ બધી વાત સાંભળી. પણ ઈશ્વર પાસે પહોંચતા પહોંચતા બધું ભૂલી ગયા. અને ફક્ત એટલું યાદ રહ્યું કે પૃથ્વીનું મહિલામંડળ તમને મળવા માગે છે. ઈશ્વરે કહ્યું કે સ્ત્રીઓની વાત છે તો પાર્વતીજી પાસે જ તેમની રજામંદી લઈને તેમની પાસે લઇ જાઓ.

નંદીજીએ મહિલામંડળને જણાવ્યું કે તમે મારી સાથે આવો અને ઈશ્વરની સૂચના પ્રમાણે મહામાયા પાર્વતીજીને મળો.   

સૌ સ્ત્રીઓ પાર્વતીજી પાસે પહોંચી. અને બળાપો ઠાલવા લાગી. પાર્વતીજીએ કહ્યું;
“ઓ કે. ચાલો એક પછી એક દુઃખોનું નિવારણ કરીએ.”

મહિલા મંડળ; “અમારે સ્તનપાન કરાવવું પડે છે અને તેથી અમારે શરીરનું વધુ ધ્યાન આપવું પડે છે. આ સ્તન પાન કરાવવાની ક્રિયામાંથી અમને છૂટકારો અપાવો”

પાર્વતીજીમહિલા મંડળ; “ઓ કે, તો હવે આપાણે સ્તનપાન પુરુષો કરાવે એવું કરીએ. પણ તો પછી સ્તનો તમારી પાસેથી લઇને પુરુષોને આપવા પડશે. કબુલ?

મહિલા મંડળ;”ના ના. એતો કેમ ચાલે? એતો અમારું સૌંદર્ય છે. એ વાત જવા દો. પણ અમારે ગર્ભને નવ નવ માસ સુધી સાચવવો પડે છે એનું શું?”

પાર્વતીજી; ” હવે જુઓ, તમે નવ નવ મહિના ગર્ભ સાચવો છો. તો હવે ગર્ભ સાચવવાનું કામ પુરુષોને આપીએ તો કેવું? પણ પુરુષોએ રોજ રોજ દાઢીના વાળ આખી જીંદગી કાપવા પડે છે. તો હવે તેમની દાઢી તમને લોકોને આપવી પડશે. કબુલ છે?

મહિલા મંડળ; “ના ના ના. એવી પળોજણ અમારે નજોઇએ. અને દાઢીવાળું મોઢું તો અમારા સૌંદર્યને શૂન્ય જ કરી મૂકે. એ તો અમને પાલવે જ નહીં. અમે ગર્ભને સાચવી લઇશું.”

પાર્વતીજી;” તો હવે ?”

મહિલા મંડળ; ” માતાજી તમે એમ કરો કે અમને આ પ્રસૂતિની પીડાથી છૂટકારો અપાવો. સંતાનની પ્રસૂતિ અમે કરીશું પણ આ લેબર પેઈન!! બાપ રે બાપ અસહ્ય છે. એ તમે પુરુષોને આપો. હા.. પ્રસૂતિ અમે કરીશું.”

પાર્વતીજી; “બરાબર વિચારીને બોલો છો ને?”

મહિલા મંડળ; ” હા માતાજી”

પાર્વતીજી; “તથાસ્તુ”

અને સર્વે સ્ત્રીઓ ખુશી ખુશી પરત આવી.

—————-

હોસ્પિટલઃ

જગતસીંઘ સી.એ.ઓ. ટ્રન્સ્પોર્ટ કોર્પોરેશન ઑફ જલંધરની પત્ની  જુગ્નુકૌર મહિલાને પ્રસૂતિ ખંડમાં દાખલ કરી છે. જગતસીંઘ ઑપરેશન થીએટરની બહાર અઘાપાછા થાય છે. અને પોતાને થનારા લેબર પેઈનની રાહ જુએ છે. ” યે સાલા પેઇન ક્યોં અભી ભી સ્ટાર્ટ હોતા નહીં હૈ?”

ત્યાં તેમના ડ્રાઈવરને પેઇન ઉપડે છે. અને એ જમીન ઉપર તરફડવા માંડે છે.

થોડી વારમાં નર્સ આવે છે અને જગત સિંઘને કહે છે ” બધાઈ હો લડ કા આયા હૈ …”
ધત તેરીકી વાઈફને દગા દિયા…
————

બધી સ્ત્રીઓ હાંફળી ફાંફળી ભેગી થઇને પાર્વતીજી પાસે જાય છે. ” માતાજી … માતાજી… હતું એમનું એમ કરી દો… હતું એમનું એમ કરી દો… મહેરબાની કરો … મહેરબાની કરો …”

પાર્વતીજી; “ઓ કે … તથાસ્તુ.”

Read Full Post »

%d bloggers like this: