Feeds:
Posts
Comments

Archive for September, 2011

ગુજરાતનો વિકાસ તો નરેન્દ્ર મોદી કરી જ રહ્યા હતા. અને સાથે સાથે ૬ કરોડ ગુજરાતીઓનો ખ્યાલ પણ રાખતા હતા તો પણ કેટલાક વિઘ્નસંતોષીઓ અને યેને કેન પ્રકારેણ સત્તા અને અથવા પૈસા હાંસલ કરવાની બદદાનત વાળા રાજકીય અને સમાચાર માધ્યમોના ખેરખાંઓ નરેન્દ્ર મોદીનો ટાંટીયો પકડી હેઠા કેમ પાડવા તેવા દાવપેચમાં વ્યસ્ત રહેતા હતા. નરેન્દ્ર મોદી વ્યક્તિવિકાસની બાબતમાં પણ કોઈ ભેદભાવ રાખતા નથી. અને એટલેજ તેઓ ફક્ત દલિત, આદિવાસી કે વનવિસ્તારોમાં જ નહીં પણ મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોમાં પણ નહેરુવીયન કોંગ્રેસી મતોમાં ફાચરો મારતા હતા. એટલે નહેરુવીયન કોંગ્રેસના કેન્દ્રસ્થ નેતાઓએ તો ગુજરાતમાટે નાહી જ નાખેલું પણ ગુજરાતનો ચેપ બીજે ન ફેલાય એટલે નહેરુવીયન કોંગ્રેસના ગુજ્જુ નેતાઓને કહી રાખેલું કે જો તમે જીવતા છો એમ ગુજરાતની જનતાને જણાવ્યા કરવું હોય તો રોજમરોજ કંઈકને કંઈ મુદ્દો ઉઠાવી નરેન્દ્ર મોદીને ગાલી પ્રદાન કર્યા કરવું. પૈસાની ચિંતા ન કરવી. મેડમ અને સાથીઓએ ઠીક ઠીક દલ્લો ભેગો કર્યો છે તેથી અખબારોના તંત્રીઓ અને તેમના છઠ્ઠી કતારીયા કટાર મૂર્ધન્યો મોં ફાડે તો અમે બેઠા છીએ અને તેમનું મોંઢું એટલું બધું પૈસાથી ભરી દઈશું કે કે તેમને સેડા નિકળી જશે. અને તમારા નિવેદનોને જનતા જોકે લવારી સમજશે પણ તમારે તેની ચિંતા ન કરવી. કારણ કે તમારા વર્નાક્યુલર અખબાર પત્રોના વલણો અમને ગુજરાતની બહાર જીવતા રાખશે. અને અમે રાષ્ટ્રીય આંગ્લભાષી અખબારો અને દ્રષ્યશ્રાવ્ય સમાચાર માધ્યમોના મોઢાંઓમાં હોમતા રહી શું એટલે કમસે કમ ગુજરાતની બહાર નરેન્દ્ર મોદી તરફનો લવેરીયા ફેલાશે નહીં. બાકીનું તો અમે ફોડી લઈશું.

 

હવે થયું એવું કે નહેરુવંશીય નેતાઓ અને તેમના સાથીઓ ઉપર રામ તો ખફા હતા જ. અને ઈશ્વર પણ રુઠ્યા કે અમેરિકન સરકારે મોદીકાકાના વખાણ કર્યા. અગાઉ તો અમેરિકન સરકારે તાનમાં ને તાનમાં ભારત સરકારે મોદીના વિસા માટેની અરજીને નકારેલી પણ હવે જે થૂંક્યું હોય તે હવે ગળવું કેવી રીતે એ માટે અમેરિકાને શિખવવું પડતું નથી. તે જે હોય તે પણ તેમને મોદીકાકાના વખાણ કર્યા શિવાય છૂટકો ન હતો. ધંધો પણ એક ચીજ છે. અને જો પૈસા ખવડાવ્યા વગર ગુજરાતમાં ધંધો કરી શકાતો હોય તો તેથી રુડું શું?  એમાં વળી સૂપ્રીમ કૉર્ટ માઈબાપે મોદીની ઉપર એફાઅઈઆર અને કેસ ચલાવવા બાબતમાં પોતે હસ્તક્ષેપ નહીં કરે એવું કહ્યું એટલે નહેરુવીયન કોંગ્રેસને મોદી કાયદેસર કોમવાદી છે એવો જે ફુગ્ગો ઉડાવેલો તે ફૂટીને ભોંયભેગો પડ્યો એટલે આ નહેરુવીયન કોંગ્રેસ પક્ષના નેતાઓ અને તેમના ભાગીદારો હતઃપ્રભઃ થઈ ગયા.

 

મોદી કાકાને થયું કે ચાલો આ એક સુયોગ્ય સમય છે કે હું મારા બાકી રહેલા મુસ્લિમભાઇઓને પણ સામાન્ય પ્રવાહમાં સામેલ કરું. નરેન્દ્ર મોદીએ સદભાવના અને ભાઈચારાના સંદેશ સાથે ત્રણ દિવસના ઉપવાસ જાહેર કર્યા.

 

આપણા નહેરુવીયન કોંગ્રેસનેતાઓ રામદેવ – અન્ના થી પીડિત હતા. અને તેમાં આ મોદીના ઉપવાસના સમાચાર મળ્યા. એટલે તેમને એક વિષય મળ્યો. ચાલો આ સમાચાર માધ્યમો કે જે આપણા ભ્રષ્ટાચારની વાતોની ચૂંથામણ કરે છે તેમાંથી આપણને રાહત આપશે. આપણે પણ આ અંગ્રેજી અને સ્થાનિક દેશી સમાચાર માધ્યમોની સાથે આપણા મનગમતા “મોદી-ભાંડણ લીલા” ના વિષય તરફ નિશ્ચિંત અને બેફામ બની શકીશું. વળી આ સમાચાર માધ્યમો તો તેમના મનગમતા આ સેક્યુલર વિષય ઉપર આપણી સાથે જ છે એટલે ઠીક ઠીક વાછૂટ કરી શકીશું.

 

આવું થાય અને આપણા ગુજ્જુ અખબારોના અમુક મૂર્ધન્યો પણ શેના ઝાલ્યા રહે. એમાં વળી મોદીકાકાએ પ્રગતિની વાતમાં આમતો ગુજરાતી પ્રજાના સહકારને બીરદાવ્યો પણ નીહિત રીતે પોતાને પણ બિરદાવ્યા તો ખરા જ એવું તારણ તો કાઢી જ શકાય. તો આ વાત કેમ ચલાવી લેવાય. અત્યાર સુધી તો આ વાત છૂટક છૂટક થતી હતી. અને અમે તેનો છૂટક છૂટક વિરોધ કરતા હતા. પણ હવે તો મોદીકાકાએ હદ કરી અને લોકોને એકઠા કરી મોટામસ મંચ ઉપરથી પ્રગતિની વાત કરી. એટલે અમારે પણ સામૂહિક તાલમાં બોલવું પડશે.ઈંદીરા ગાંધીએ ગુજરાતમાંથી ૧૯૭૩-૭૪માં તેલીયા રાજાઓ પાસેથી કેટલા અને ક્યાંથી અને કેવીરીતે પૈસા ઉઘરાવેલ તેની એક પુસ્તિકા ચિમનભાઈ પટેલે છપાવેલ. એમના સૂપુત્ર ઈન્દીરા કોંગ્રેસમાં ભળ્યા. અને બાવા બના હૈ તો હિન્દી તો બોલના જ પડેગા. એટલે કે નહેરુવીયન કોંગ્રેસની વિરુદ્ધમાં જે પક્ષ હોય તેની અને તેના નેતાને ગાલીપ્રદાન કરવું એ લક્ષણ હોવું અતિઆવશ્યક છે. એટલે એ ચિમનભાઇના આ સુપૂત્ર  સિધુભાઇ અને ‘ઢવાડિયા ના નિવેદનો તો આવતા જ હતા. શંકરસિંહ બાપુનું પપૂડું પણ વાગતું હતું. તેથી કોઈ જુનું હોય તો સારું કે લોકોને ખબર પડે કે આ ભાઈ પણ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એટલે કૃષ્ણકાંત ભાઈને ચળ ઉપડાવી. વખારીયાજીએ નિવેદન ઠોક્યું. આમેય વખારીયા નહેરુવીયન કોંગ્રેસના જણ છે. તેથી મોદી યશ લઈ જાય તે તેમને પસંદ ન પડે તે સ્વાભાવિક છે. જો તંત્રી શ્રીઓની દાઢ સળકે તો મૂર્ધન્યો શેના સખણા રહે. એટલે આપણા સબબંદરકાવેપારીઓમાંના એક એવા કેટાલક આગળ આવ્યા. વાંચો (જો વાંચવું હોય તો દીવ્યભાસ્કરના એક કટાર લેખકને સૌરાષ્ટ્રની પ્રગતિની ઉપર એમણે કરેલા સંશોધન ઉપર. આમ તો સોનાની દ્વારકા ધરાવતી કાઠીયાવાડી પ્રજા અંગ્રેજ સરકારના રાજમાં ગરિબ કેમ બની ગઈ તે વિષે આ મૂર્ધન્ય શ્રીએ સંશોધન ન કર્યું તેથી આશ્ચર્ય ન પામવું. કારણકે અખબારી મૂર્ધન્યોના સંશોધનો હમેશા પૂર્વ નિશ્ચિત તારતમ્યો વાળા હોય છે. તેથી તેમને વધુ પૃચ્છા ન કરવી કે તમે આ કેમ ભૂલી ગયા.      

 

પણ આવા મૂર્ધન્યો જ્યારે સરખામણી અને કારણો ફંફોળવા માંડવામાં ગોથાં ખાય અને મોદીને જશ લેતા રોકે ત્યારે કદાચ આઘાત ન લાગે પણ આ મૂર્ધન્યોની દયા તો આવે જ.

 

સૌરાષ્ટ્રના વિકાસની બાબતમાં આ મૂર્ધન્યશ્રી કહે છે કે તેમાં મોદીનો કે બીજેપીનો કોઈ હિસ્સો જ નથી. હિસ્સો ફક્ત સૌરાષ્ટ્રની ખમીર વંતી પ્રજાનો જ છે.

 

અરે ભાઈ ખમીરવંતી પ્રજા કઈ નથી? શું કચ્છીપ્રજા ખમીર વંતી નથી? રાજસ્થાની પ્રજા ખમીર વંતી નથી?

 

જ્યારે રાજ તરફથી યોગ્ય સહકાર અને સવલત મળે તો પ્રજા પ્રગતિને પંથે પડે. નાના ઉદ્યોગોને જો પ્રોત્સાહન આપ્યું હોય અને તે માટે જો સીસ્ટમ બનાવી હોય તો તેનો યશ મનુભાઈ શાહ અને ઢેબરભાઈને જાય છે. સૌરાષ્ટ્રમાં ૧૯૫૬ સુધી જે કંઈ પ્રગતિ થઈ તેનો યશ ઢેબરભાઈ, મનુભાઈ શાહ, જાદવજી મોદી અને જગુભાઈ પરીખને જરુર આપવો પડે. સૌરાષ્ટ્રને આવી નેતાગીરી મળી તે ત્નું અહોભાગ્ય હતું. પ્રગતિ તો મનુષ્યો જ કરતા હોય છે પછી તે ગુજરાતના હોય કે બંગાળના હોય. પણ તેમની પ્રગતિને ચેનલાઈઝ કરવી અને ઉત્પાદન સુચારુ રુપે થઈ શકે તે માટે અવરોધો દૂર કરવા એ સરકારનું કામ છે.

 

મહુવાની વાત લો. તે સૌરાષ્ટ્રનું કાશ્મિર ગણાતું હતું. ઢેબરભાઈએ પોતાના શાસનના ૭ વર્ષમાં જ દરેક તાલુકા શહેરને સીમેન્ટ કોંક્રીટ ના રસ્તાઓથી જોડી દીધેલા. રસ્તાઓ હતા તો સૌરાષ્ટ્રનો માલ દેશમાં પહોંચી શકતો હતો. ગુજરાત તો તે વખતે મુંબઈ ઈલાકામાં આવતું અને ગુજરાતને કેન્દ્ર તરફથી અને મુંબઈ રાજ્ય તરફથી અન્યાય થયાની અનેક વાતો તે વખતે થતી હતી. “કોલંબો પ્લાન” હેઠળ જે રસ્તાઓનું આયોજન હતું તેમાં ગુજરાત ઘણું પાછળ હતું. ગુજરાત રાજ્ય થયું એટલે વળી ગુજરાતે પ્રગતિનો પંથ પકડ્યો. અને ગુજરાતની પ્રગતિમાં વેગ આવ્યો.

 

૧૯૬૨ થી ૧૯૭૨ સુધીમાં તો અમદાવાદ વિકાસની બાબતમાં મદ્રાસને પાછળને પાછળ રાખી દેવાની તૈયારીમાં હતું. પણ ૧૯૭૨માં ઈન્દીરાઈ કોંગ્રેસ આવી અને ગુજરાતનું પતન ચાલુ થયું.

 

ઉદ્યોગો વિષે એવું છે કે રોજી તો મોટા ભાગે ઉદ્યોગો જ આપી શકે. ખેતી ઉપરનું ભારણ તમને બહુ રોજી ન આપી શકે. તે તમને ગરીબ રાખી શકે. ઊદ્યોગ એક એવી વ્યવસ્થા છે કે તેને હમેશા ટેક્નોલોજીમાં ડેવલપ કરતા રહેવું પડે. જો સરકાર નજર ન રાખે તો તેઓ બંધ પડવા માંડે. મીલો અને નાના ઉદ્યોગોની આજ હાલત થઈ.

 

બીજેપી એ ગામડાઓ ઉપર ધ્યાન આપ્યું છે અને જે નર્મદા યોજના ઇન્દીરા ગાંધીએ ટલ્લે ચડાવેલી તે યોજના ચીમનભાઈ પટેલે અને તેમના પછી કેશુભાઈ પટેલે નહેરુવીયન કોંગ્રેસીઓની માયાજાળમાંથી બહાર કાઢી.

 

નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાને વિકસાવી અને સરસ્વતી સાથે સંગમ પણ કર્યો. વીજળીથી ચાલતા પંપો અને ઓઈલથી ચાલતા પંપો, પાણી હોય તો કામ આવે અને તો તેમના ઉદ્યોગોને રોજી મળે. સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતી નર્મદાના પાણી થી સુધરી.  ખીસામાં પૈસા હોય ખાખરા ખપે.

 

પીપાવાવ ની યોજના ઘણી જુની છે. તેમાં ગતિ તો નરેન્દ્ર મોદીની સરકાર જ લાવી.

જે જગ્યાએ વધુ વિકાસ થાય ત્યાં રોજી પણ વધે. અને ત્યાં બીજા પ્રદેશના લોકો પણ રોજગારી મેળવવા આવે. ૧૯૫૧માં ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલા ટકા બીન-ગુજરાતીઓ હતા અને અત્યારે કેટલા ટકા છે તેનો હિસાબ માંડો તો ખબર પડે કે પ્રગતિનો વેગ ક્યારે ક્યારે કેટલો કેટલો વધ્યો છે.

 

દિવ્યભાસ્કરના મૂર્ધન્ય વળી એમ કહે છે કે; “નરેન્દ્ર મોદીએ ત્રણ ને બદલે તેત્રીસ દિવસના ઉપવાસ કરવા જોઇએ”.

 

આવું કહેનારું મગજ દયાને પાત્ર છે. જે મગજ સદભાવનાને ન સમજી શકે તેને માનવીય તો શુ સસ્તનધારી સજીવ પણ ન કહી શકાય.

 

હોય અમૂક સજીવોનું મગજ ઉત્ક્રાંતિમાં પાછળ રહી જાય તો આપણે શું કરીએ?

 

નરેન્દ્ર મોદી અને “મુસ્લિમ ટોપી નો ટપલી દાવ.” 

 

જ્યાં સુધી નરેન્દ્ર મોદીની અંગત પસંદગીનો સવાલ છે ત્યાં સુધી તેમને મુસ્લિમ ટોપી પહેરવામાં વાંધો ન હોઈ શકે. પણ આ નહેરુવીયન કોંગ્રેસે રાજકારણને બહુ આળું અને વાંક-શોધુ બનાવી દીધું છે. અને તેમાં પ્રમાણભાન વગરના અખબારી મૂર્ધન્યો સામેલ થાય તો તેમાં આશ્ચર્ય ન જ થાય. 

 

શિવાજી વિષે તમે શું કહો છો? તેઓ હિન્દુપ્રેમી હતા કે નહીં?

 

અનેક લોકો માને છે કે તેમણે ચૂસ્ત મુસ્લિમ ઔરંગઝેબની ઉંઘ હરામ કરી દીધેલી. શિવાજી મહારાજે ભારતમાં હિન્દુરાષ્ટ્ર સ્થાપવા માટે કમર કસી હતી. પણ આ શિવાજી મહારાજ પોતાને માથે મોગલાઈ પાઘડી પહેરતા હતા. શું કામ? કારણ એજ કે વાસ્તવમાં તે વખતે ભારતમાં ધર્માન્ધતા એવી હતી જ નહીં.  

 

જગતમાં યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લિમો જ ધર્મના મુદ્દે ઝગડ્યા છે. ભારતમાં જો અંગ્રેજો આવ્યા ન હોત તો મુસ્લિમભાઈઓ પણ પારસી અને યહુદીઓની જેમ ભારતની જનતા સાથે સામાન્ય પ્રવાહમાં ભળી ગયા હોત. શિવાજી મહારાજ મુગલાઈ પાઘડી પહેરે તેમાં હિન્દુપ્રજાને કશો વાંધો ન હતો કારણ કે તે ફેશન હોઈ શકે. અને જનતા તે માટે તૈયાર હતી. જો જનતા તૈયાર ન હોય તો નેતા પણ જનમાનસને પ્રતિકુળ પગલાં લઈ ન શકે.

 

આ બાબતનો અર્વાચીન દાખલો લેવો હોય તો મહાત્મા ગાંધીનો છે.

 

મહાત્મા ગાંધી વિલાયતથી પાછા આવ્યા અને તેમણે વિદેશ ગયાનું પ્રાયશ્ચિત કર્યું હતું. તેઓ આ પ્રાયશ્ચિતમાં માનતા ન હતા. તેમની જ્ઞાતિ પ્રાયશ્ચિતને અવગણવા માટે માનસિકરીતે તૈયાર ન હતી. એટલે ગાંધીજીએ વિદેશગયાનું પ્રાયશ્ચિત કર્યું. મહાત્મા ગાંધીએ પણ જનતાની માનસિકતાને તબક્કાવાર તૈયાર કરીને સુધારાઓ દાખલ કરેલા.

 

બીજેપીમાંના કેટલાક તત્વો પણ માનસિક રીતે વાસ્તવિકતાને ઓળખાવા હજી તૈયાર થયા નથી. આ વાત આપણે “જીન્નાની કબરને અડવાણીની માથું ટેકવવાના બનાવથી ઉભી થયેલી અને અથવા કરવામાં આવેલી બબાલ થી સમજી શકીએ છીએ.”

 

હિન્દુ સંસ્કૃતિ ભલે મૃતદેહના મલાજાને જાળવવાની વાત કરતી હોય, પણ બીજેપીના દરેક નેતાએ કંઈ હિન્દુસંસ્કૃતિને આત્મસાત કરી ન હોય. નહેરુવીયન કોંગ્રેસને તો હિન્દુસંસ્કૃતિ સાથે સૂતક્નો પણ સંબંધ નથી તેથી તે નહેરુના શત્રુ નંબર વન એવા જીન્નાની કબરને અડવાણી પ્રણામ કરે તો તે તો કાગારોળ કરે જ.  નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને તો દોડવું હોય અને ઢાળ મળ્યો.  તેઓ તો આવો લાગ જતો ન જ કરે. પણ બીજેપીના અમૂક તત્વો પણ સંકુચિત અને અવિકસિત માનસિકતાને કારણે “હું મરું પણ તને રાંડ કરું” એવી નરેન્દ્ર મોદી પરત્વે નીતિ અખત્યાર કરી શકે એમ છે.

 

તેથી નરેન્દ્ર મોદી પણ પેટ ચોળીને પીડા શું કામ ઉભી કરે?     

 

પણ આપણા અખબારી મૂર્ધન્યો રાજકીય પરિપેક્ષ્યતાની સંપ્રજ્ઞાના અભાવે આ વાત સમજી ન શકે તો આપણને આશ્ચર્ય ન થવું જોઇએ. અખબારી કોલમ મળવા થકી વિશ્લેષક થવાતું નથી. સુંઠને ગાંગડે ગાંધી થવાતું નથી.

 

Read Full Post »

FAKE CONTROVERSY CREATED BY “LEARNED POLITICAL ANALYSTS ON ANNA’s AGITATION

BROTHER DONKEY IS WORRIED OF ANARCHY

BROTHER DONKEY IS WORRIED OF ANARCHY

THEY SAY ANNA WILL BRING ANARCHY

It is not correct to say the movement lead by Anna can bring anarchy.

Probably some learned writers are not aware of the “Nav Nirman Movement” launched by the people of Gujarat in 1974.

 

“Nav Nirman Movement” if viewed with the same spectacle that being used by some political analysts, then that Nav Nirman movement was much more dangerous and should have definitely lead Gujarat and thereafter the nation towards anarchy. Had we observed such result consequent to that “Nav Nirman movement”?

 

It is possible that some “learned” political analysts might be unaware of the details of the situation under which the “Nav Nirman movement” was launched. One of the many other reasons of their unawareness could be, these “learned” might be walking with perambulator at that time. The other associated reason could be the ignorance on history  as they would not agree to any thing unless experienced personally. There are people including “learned media journalists” who prefer to apply their own intelligence than to study history. Print media can also fall under this category.

 We should understand “Nav Nirman Movement” and the philosophy of “Fast” in politics: This would be more relevant, instead of talking vague; as to how many times Mahatma Gandhi went on fast and for what?

Mahatma Gandhi has very well defined and clarified his weapons of “Satyagraha and Fast”.

HEART WITHOUT WORDS IS BETTER THAN WORDS WITHOUT HEART

HEART WITHOUT WORDS IS BETTER THAN WORDS WITHOUT HEART

RULE OF LAW & RESPECT FOR HUMAN VALUES AND HUMAN LIVES;

Fast is permissible when the government believes in rule of law and has respect for the human lives and values, unless government says that it has no respect for rule of law, thereby whatsoever it does is the rule of law.

This Nehruvian Congress has not said that it has no respect for rule of law or it has not rejected the rule of written law. Therefore we have to believe by giving a benefit of doubt, that the government believes in rule of law.

IN CASE OF HYPOCRITE GOVERNMENT;

Now suppose government is hypocrite and thereby though it says it believes in rule of law but practically it does not act with respect to rule of law, then what should be done? Is an agitation permissible?

No. Under this circumstance it is not permissible. Because the venue of judiciary is open to get justice.

But suppose, the judiciary is heavily loaded and the justice gets delayed. Then what should be done?

The justice can be delayed due to two reasons. System is faulty or number of judges is less and cases are piled up. In such cases an agitation can be launched for reforms of the system. To have a situation of less number of judges is also a fault of the system.

Now here in case of Nehruvian Congress government, the non-governance or fake governance or ill-governance in India is the fault of the system which is kept  unattended willfully.

LOK PAL BECAME INEVITABLE

During the last eight years, the corruption at high level went to its Himalayan peaks. Nehruvian Congress government initiated actions only when Supreme Court issued directives.   Thereby to constitute the Lok Pal became inevitable.

CIVIL SOCIETY VS PARLIAMENT: A FAKE CONTROVERSY OF HYPOCRITES

Controversy which has been created on supremacy of Parliament vs. Supremacy of Civil society is a fake controversy created by hypocrites and vested interest.

Parliament is not supreme. Constitution is superior to parliament. Human values are superior to Constitution. Parliament can enact a law but if that law does not provide justice then that law is treated as null and void.

COALITION DHARMA IS SUPREME

COALITION DHARMA IS SUPREME


Here in our case Lok Pal Bill draft prepared by the government was defective.

It was not taking proper care of the public interest and to punish the culprit seated at the top levels of governance.

 

Anna Hazare cannot file a PIL in SC. Because SC would say it is hypothetical. India needs reforms in system of elective representation. It is a time consuming process. This issue  can be taken up as a second step.

 

Lok Pal Bill with wide power has become inevitable and it is first step towards reforms. One should compare the quantum of corruption prevailing in India by comparing the quantum of Indian money in foreign banks to that of other developed countries.

Under the prevailing circumstances and the culture of Nehruvian Congress, people of India and Anna Hazare have no option but to go on fast to have a proper draft for Lok Pal Bill.

GOVERNMENT AND PARLIAMENT ARE NOT SYNONYM:

How an authority of a government can speak on behalf of parliament?

A minister is part and parcel of government. The spokespersons of ruling party are speaking on behalf of government.

The members of parliament are elected based on the comparative voted majority of the people of their respective constituency. They might have been supported by one or other party but they are considered the representative of all the people who voted for them, who did not vote to them and who did not vote for any one. That is, they represent all the people of their respective constituency.

Further when there are hundreds of persons in parliament, who are voted to parliament for the very purpose of presenting the voice of their people, why are they keeping mum? How can a minister talk on their behalf? Let the members of parliament come forward to say their view. The ministers should keep mum. Ministers or spoke persons need not play double roll.

SCOPE OF LOK PAL WAS NOT FORMING A PART OF MANIFESTO:

Further it must be clear to the party or group of parties running the government, that the scope of the proposed Lok Pal was not forming a part of party or parties’ election manifesto/s. Thereby no party can take the people for granted on the Lok Pal Bill draft which has been pointed out for its defects.

The Ministry had agreed to have a Civil Society to prepare a draft of Lok Pal Bill. There is no ban on the ministry to accept such draft. The ministry could have invited and entertained discussion on material and merits on Jan Lok Pal Bill. But the government has always avoided the discussion. On the contrary it said to the members of Civil Society as to who are they to press government for discussion!

Now look at one more point. The team Anna has conducted referendum in the constituency of Kapil Sibbal on both the drafts viz. government prepared Lok Pal bill and Civil Society prepared Lok Pal Bill.

What was the result? 80% and above people have supported Jan Lok Pal Bill.

Kapil Sibbal has no courage to conduct referendum in any way. This indicates very clearly, as to where the government Lok Pal Bill stands for its democratic value.

It must be mentioned here that before the submission of the Jan Lok Pal Bill draft to the government, Anna Hazare had made it very clear before the public and before the government that he would not mind if the parliament does not pass the bill, but Jan Lok Pal Bill has to be placed before parliament.

Because, the aim of Anna Hazare is, people should know who are for and who are against the Jan Lok Pal Bill.

Nehruvian Congress wanted to play a crooked game because its conscious is guilty. It refused to submit the draft of Jan Lok Pal bill before the parliament.

IS THE FORMATION OF CIVIL SOCIETY A FUN?

The formation of Civil Society was in consultation with the Nehruvian Congress government. Was the Civil Society formed for a fun? Nehruvian Congress should confirm and say “yes, we had formed the Civil Society for a fun”. But Nehruvian Congress is hypocrite and it has floated a discussion on a fake controversy of supremacy. No member of parliament other than minister uses to take part in discussion is a matter of surprise and research.

WHAT DO YOU MEAN BY DEMOCRACY?

Democracy means where a truth is honored, irrespective the level from where it has come.

In democracy the decisions are taken on material and merits.

Recall “Ramayana” where Rama and his ministry could not answer the points raised by the washer man. Though the issue was a person matter of Rama, but as per the tradition, king cannot have any different personal law. He cannot have a relaxation in personal law.

Do we want to step back ward than to the level where we were six thousand year back?

We had gone backward many times due to slavery. But now we will not.

Our learned analysts want to break their head to prove some thing else on hypothetical basis, that Anna Team is an extra constitutional authority and cannot issue instructions to parliament. Because if government surrenders to such extra constitutional pressures, it would collapse the system of parliament and can bring anarchy in our country.

WHAT HAD BEEN HAPPENED IN GUJARAT IN 1973?

It was a Nav Nirman Stir against corruption.

 

GHANSHYAMBHAI OZA APPOINTED AS CM BY INDIRA GANDHI AN OASIS IN DESERT OF NEHRUVIAN CONGRESS

GHANSHYAMBHAI OZA AN OASIS IN DESERT OF NEHRUVIAN CONGRESS

What was the point of corruption?

Contrary to this date there was no list of scams, frauds and scandals. No list of authorities who made money through unauthorized channels was known.

In 1972 after taking the credit on the victory over Pakistanin 1971, Indira Gandhi conducted the due election of Gujarat Assembly. Her Nehruvian Congress secured 140 seats out of 164 seats of Gujarat State Assembly.

Indira Gandhi was in habit of posting Chief Minister of her own choice instead of electing leader of the house through elected members of the party in the hall.

Indira posted Ghanshyambhai Oza. But the elected members were not for Ghanshyambhai Oza. Chimanbhai Patel took the lead and he made Ghanshyambhai Oza to resign. Chimanbhai Patel some how proved his majority before the observer team sent by the Central high command. Indira Gandhi had no option but to surrender to the majority member support to Chimanbhai Patel.

Chimanbhai Patel had sworn in as CM before a veteran Mahatma Gandhian leader and social worker Ravishankar Maharaj. Chimanbhai Patel became the CM against the will of Indira Gandhi though both belonged to the same party i.e. Nehruvian Congress alias Congress (J) means Congress lead by Jagjivanram.

 

CHIMANBHAI PATEL WHO WROTE A BOOK HOW INDIRA GANDHI MADE MONEY

CHIMANBHAI PATEL WHO WROTE A BOOK HOW INDIRA GANDHI MADE MONEY

MAKING MONEY THROUGH UNAUTHORIZED CHANNELS:

The aim of Nehruvian Congress has always been remained to make money through unauthorized channel. When such money is made the effect is price rise.

The price rise in eatables caused the rise in food bill of an engineering college. This initiated Nav Nirman Stir. It was against corruption. Ground nut oil is a consumable item in Gujarat. It has good production and market in Gujarat. Chimanbhai Patel fixed the price or ground nut oil to Rs. 9.00 per kg and made announcement. But at the very next day the price went to Rs 9=25 per kg.

People smelt corruption. Agitation was launched to remove CM. It went to a critical stage. Ravishankar Maharaj a veteran Mahatma Gandhian and social worker before whom Chimanbhai Patel had sworn in as the CM, he asked Chimanbhai Patel to resign. Ravishankar Maharaj was considered the “Soul of Gujarat”. Next day Chimanbhai Patel resigned from the post of CM. Chimanbhai Patel wrote a book that from where, how and when Indira Gandhi collected money through unauthorized channels from Groundnut Oil Millers.

 

AGITATION WAS SUPPORTED BY ALL

Agitation was supported by all the associations and Mahatma Gandhian leaders in Gujarat.

Agitation continued. The cause and source of corruption was not only CM but it was the Nehruvian Congress and Indira Gandhi herself. Agitation aimed to dissolve assembly.

Looking to the density of the agitation the members of Jan Sangh and Congress (O) resigned from the assembly membership. In every town and city, area wise Nav Nirman Samiti was formed. Those committees pressurized Nehruvian Congress MLAs to resign.

There were some instances of violence, but by and large the agitation was peaceful.

Jai Prakash Narayan and many other Sarvodaya leaders had visited Gujarat. They were astonished to learn that the agitation was against corruption. Hitherto they had observed agitations in other states for demands to have some government run industry or some big project. Contrary to this, the agitation in Gujarat was against corruption. They were very much impressed and they gave their full support.

MEMBERS OF ASSEMBLY RESIGNED OR FORCED TO RESIGN.

Majority of the assembly members had resigned. Assembly was suspended long back. But Indira Gandhi tried to adopt delaying tactics as per her inherited culture. She was under impression that agitation cannot run for indefinite period. Sooner or later people would get tired, and then she would conduct bye-elections to fill up vacant posts.

But she was proved wrong. Agitation continued and it was becoming stronger and stronger. Mararji Desai went on indefinite fast. Ultimately the Assembly was dissolved. No body had raised a point of extra constitutional authority. It may be due to the then learned analysts of politics, were enough learned entities and were not confused by what is written in some books and what is written on the walls.

Indira Gandhi imposed presidential rule. She started making delay in mid-term election, so that she can get sufficient time to divide the people by castes and creeds in Gujarat. KHAM (Kshatrya, Harijan, Adivasi and Muslim) theory put to work.

 

MORARJI DESAI WHO BROUGHT DEMOCRACY ON TRACK

MORARJI DESAI WHO BROUGHT DEMOCRACY ON TRACK

FAST FOR ELECTION

Again agitation was launched. Again Morarji Desai went on indefinite fast. Then Assembly elections were declared. Janata Front came to power.

Gujarat agitation instigated Jai Prakash Narayan to launch nation wide agitation. Meanwhile Allahabad High Court set aside the election of Indira Gandhi from Raibareli and it also disqualified Indira Gandhi for six years.

Indira Gandhi imposed emergency and made changes in constitution to re-establish her MP-ship. India learnt a lot lessons from the anarchy created by a party who had absolute majority in parliament. The learned political analysts should learn a perspective culture of party which got elected through a defective and not fully reliable system of people’s representation. They should identify the thick and illusive wall of demarcation of people’s representatives and the people’s voice in reality.

HAD JAI PRAKASH NARAYAN BROUGHT ANARCHY?

 

JAI PRAKASH NARAYAN HAD NOT BROUGHT ANARCHY

Anna Hazare may be a poorly literate person. But Jai Prakash Narayan was not. Jai Prakash Narayan was a laureate and social scientist. Anna Hazare may not use technical language of social science. But his conclusions are proper and meet the democratic requirements. Anna Hazare has vast experience on the aptitudes, attitudes and aims of bureaucrats and politicians especially that of Nehruvian Congress and its allies.

WHAT WAS THE OUTCOME OF THE AGITATION LEAD BY JAI PRAKASH NARAYAN?

Indira imposed emergency by which learned political analysts should have realized that Indian political system including the constitution was not able to provide democratic freedom where a truth can get respect irrespective from where it comes. Not only this, whatever comes from the Number One of the ruling party is the only truth and it must be honored at any cost to the nation. The latter has to be termed and has to be realized as anarchy.

Fortunately many veteran Gandhian leaders and thinkers were alive and they could guide the people of poor India on importance of democracy in 1977. The emergency imposed by Indira Gandhi collapsed of its own Burden.

 

STABLE GOVERNMENT OF NEHRUVIAN CONGRESS

STABLE GOVERNMENT OF NEHRUVIAN CONGRESS

Indira Gandhi along with her party got miserable defeat.

The new government lead by Morarji Desai of Janata Front made changes in constitution so that no mad and power hungry PM can take nation on ban.

CONCLUSIONS:

Agitation launched by Team of Anna Hazare, Baba Ramdev, RSS, VHP or whosoever are more trustworthy than the MPs of Nehruvian Congress. At the most the result would be dissolution of parliament. The dissolution of parliament should come as early as possible if the government really committed to democratic values.

The manifesto of each party should be precise on scope of political reforms.

e.g.

Following wings should be constituted independent in all respect. Staff and offices.

1     Administrative wing (Government)

2     Legislative wing (Parliament, State Assemblies and local bodies)

3     Investigative wing (Lok Pal & VC & CBI)

4     Judiciary wing (SC, HC & other courts and tribunals)

5     Information wing (CIC & SIC)

6     Census cum Election wing (Central and State Election plus census cum Voters Council Commission which would conduct all types of voters meetings on common cum single platform)

Shirish Mohanlal Dave

Tags: Controversy, Extra Constitutional, So called Learned, political analysts, Perambulator, Ignorant on history, vested interest, Nehruvian, Indira, Emergency, Ramayana, Supremacy

Read Full Post »

નરેન્દ્ર મોદી વિરુદ્ધ કહેવામાં આવે ત્યારે અને જ્યારે બીજેપી અને તેની સાથે સંકળાયેલા માનવામાં આવતા નેતા કે કોઈ અ-કોંગી નેતાએ વાસ્તવમાં શું કહ્યું અને કયા સંદર્ભમાં કહ્યું તે ચોક્કસ કહી શકાય નહીં. કારણ કે સમાચાર માધ્યમોની નિશ્ચિત રીતે વાતાવરણ તૈયાર કરવાની વ્યુહરચના હોય છે.

 

જુના જમાનામાં એવું હતું કે અખબારો ઉપર ન્યુઝ પ્રીન્ટ ફાળવવાની સરકાર પાસે સત્તા હતી તેથી સમાચાર પત્રો મોટેભાગે સરકારની તરફમાં રહેતા અને વિપક્ષની તરફદારી કે વિરોધ કરવામાં શિષ્ટ ભાષા વાપરતા.

 

વળી તંત્રીઓમાં કેટલાક ગાંધીવાદી હતા અને તેથી પણ તેમનું વર્તન શિષ્ટ રહેતું. પણ હવે કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ પક્ષની સરકારો હોય છે. ન્યુઝપ્રીન્ટ ના પેપરની કોઈ ફાળવણી જેવું હોતું નથી. જાહેરાતોના પ્રમાણ ઉપર કોઈ નિયમન નથી. એ આ બધું જવા દો તો એપણ સમજવાનું છે કે હવે તંત્રીઓની કક્ષાનું પણ સામાજીક અધઃપતન થયું છે.

 

નહેરુવીયન કોંગ્રેસીઓ અને ખુદ નહેરુવીયન સંતાનો જો અનીતિના માર્ગે પૈસા બનાવતા હોય, બિલ્ડરોનો જો મ્યુનીસીપાલીટીના અફસરો, કોર્પોરેટરો અને પ્રધાનો ઉપર અંકુશ હોય અને તેમના ૪૦/૬૦ ના કાળાધોળા અને એફએસાઅઈના ભંગ ની કમાણીમાં જો સૌની મીલીભગત હોય તો અમે શું કામ નાહકના જ કોરા રહી જઈએ” એમ આ અખબારી મહાનુભાવો અને તેમના સૈનિકો વિચારે છે. “અમારે પણ આ લોકોને ખંખેરવા જ જોઇએ”.

 

આવી માનસિકતાને કારણે આ તંત્રીઓ, ઈશ્વરભાઈ પટેલ જેવા સુજ્ઞ અને શિષ્ટ હોય તેવી આપણે આશા ન રાખી શકીએ.

 

કદાચ તંત્રી મંડળના સભ્યો ઈશ્વરભાઈ કરતા વધુ ડીગ્રીવાળા હોઈ શકે. પણ ડીગ્રી અને સંસ્કારને હજારોગાઉનું છેટું હોય છે, તે તો તમે મનમોહન સિંહ ની આવડત અને તેમના વર્તન ઉપરથી જ સમજી શકશો.

 

વિશ્વબંધુ ગુપ્તાના શબ્દોના લક્ષ્યાર્થમાં એમ કહી શકાય કે નહેરુખાનદાનના આ એક એવા નોકર છે કે જેમણે કબુલ કર્યું છે અથવા તો વડાપ્રધાનપદની ઓફર આપતા પહેલાં એવું કબુલ કરાવવામાં આવ્યું છે કે “વડાપ્રધાનપદું ભોગવો પણ અમે કહીએ તેમ કરવાનું … બોલો મંજુર છે?”

મનમોહનજી બોલ્યા હશેઃ “હાજી મંજુર છે. આજ્ઞા સર આંખો પર”

 

એટલે કે જો નહેરુવીયનો કે તેમના મળતીયાઓ કહે “મનમોહન ! પાણી લઈ આવ જોઉં … ” એટલે મનમોહન કહે “હાજી”.  અને મનમોહન પાણી લઈ આવે.

 

મનમોહન ! ચા લઈ આવ જોઉં … ” એટલે મનમોહન કહે “હાજી”.  અને મનમોહન ચા લઈ આવે.

 

મનમોહન ! પાન લઈ આવ જોઉં … ” એટલે મનમોહન કહે “હાજી”.  અને મનમોહન પાન લઈ આવે.

 

મનમોહન ! બીયર લઈ આવ જોઉં … ” એટલે મનમોહન કહે “હાજી”.  અને મનમોહન બીયર લઈ આવે.

 

મનમોહન ! વ્હિસ્કી લઈ આવ જોઉં … ” એટલે મનમોહન કહે “હાજી”.  અને મનમોહન વ્હિસ્કી લઈ આવે.

 

મનમોહન ! કૉલગર્લ લઈ આવ જોઉં … ” એટલે મનમોહન કહે “હાજી”.  અને મનમોહન કૉલગર્લ લઈ આવે.

 

( To read more click for the link http://www.youtube.com/watch?v=FS_xBzxg7Eg

http://www.youtube.com/watch?v=RRzARgl9LF0&feature=relmfu

Vishvabandhu Gupta on Anna vs Rahul and gang

 

http://www.youtube.com/watch?v=VsTgAT-YC8s

vishvabandhu on swiss bank account and fraudulent actions of Nehruvians)

 

સૌ કોઈ જાણે છે કે સ્વીસબેંકમાંના ખાતાઓમાં મોટે ભાગે ભારતીય સરકારી ઉચ્ચાધિકારીઓના, નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને તેમના મળતીયાઓના પૈસા છે અને તે પણ અબજોમાં. તેથી કરીને અને તે જોઇએને આ સમાચાર માધ્યમોના અને ખાસ કરીને અખબારી તંત્રીઓની દાઢ પણ સળકી છે. અને તેમને પણ ભાગ જોઇએ છે.

 

જો આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ કહે “અબે ચંબુ, કાલે મોદીને ફલાણાએ તમાચો માર્યો એમ લખવાનું છે.” એટલે તંત્રી કહેશે  “હાજી સાહેબ”.

 

અબે ઓ ગધુ, પણ તે તું કેવીરીતે લખીશ?”

ગધુભાઈ કહેશે “આપણે તો સાહેબ હેડ લાઇન એવી આપવાની છેને … માહિતી ક્યાં આપવાની છે. દાખલા તરીકે મમતાએ કહ્યું કે તે મોદીની રાહે નહીં ચાલે તો આપણે લખવાનું કે મમતાએ મોદીને સણસણતો તમાચો માર્યો કે હું તારા રસ્તે નહીં ચાલું …  વાત પૂરી… પછી ભલેને તે તાતા સાથે સંધિકરવા અને બાંધ છોડ કરવા કાલાવાલા કરતી હોય”.

 

ગુજ્જુ અખબારી ગધુ આમ કહેશે. બોલો ગાંધીજીના ગુજરાતમાં તંત્રીમંડળોના પણ આવા હાલ થયા છે.

 

હવે આપણે એક એવા અખબારની વાત કરીએ જેને વિષે પહેલાં એવો ગપગોળો ફેલાવવામાં આવેલો કે નરેન્દ્ર મોદીએ ગુજરાત સમાચારને પછાડવા આ અખબારને જન્મ આપ્યો છે.

એ વાત  ખરી કે ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી વિરુદ્ધ આદુખાઈને પડેલું. જો નરેન્દ્ર મોદી કોઈ મુસ્લિમ ધર્મગુરુને હગ આપે તો “મોદીનો મુસ્લિમ સંવનન નો દંભ”. .. મોદી જો જૈન, શિખ અને બૌદ્ધ ધર્મીઓને એક ગ્રુપમાં મૂકે તો “મોદી જૈન, શિખ અને બૌદ્ધ ને અલગ ધર્મ ગણતા નથી અને તેમનું અસ્તિત્વ નકારે છે…. જો મોદીએ માછીમારોને માટે કોઈ યોજના બનાવી હોય તો “મોદીનું જીવ હિંસાને ઉત્તેજન”.   
હવે આવા છાપા, તેના મારા જેવા આદિવાચકો ગુમાવે તે સ્વાભાવિક છે.

પણ જે છાપા ને મોદીનું છાપું છે એમ કહી તેની અવમાનના કરવામાં આવતી તે દિવ્ય ભાસ્કર પૈસા ખાતર કઈ હદે ગયું છે તે જુઓ.

હેડ લાઇનઃ૧
રાઇટ ટુ રિજેક્ટ’ બિલ રાજ્યપાલે બે વાર ઠુકરાવ્યું: નરેન્દ્ર મોદી


હવે તમને થશે કે વાચકોને “રાઈટ ટુ રીજેક્ટ વિષે વાંચવા મળશે”
હરિ હરિ કરો.
તમને વાંચવા મળશે “અણ્ણા હજારેનાં પારણાં બાદ મુખ્યમંત્રી મોદીએ ટ્વિટર પર અહિંસાનો મહિમા ગાયો”. …  પરોક્ષ મેસેજ “મોદી અને અહિંસા! શું વાત છે. અહો કૌતુકં”
તમને હેડ લાઇનને લગતી કોઈ વિશેષ માહિતી નહીં મળે.

હેડ લાઈનઃ-૨
નરેન્દ્ર મોદી પ્રામાણિક હોય તો પછી ડરે છે કેમ?
તમને મોદીનો કોઈ પક્ષ જોવા નહીં મળે.
નરેન્દ્ર મોદી એક તપાસ પંચ નીમે અને ગવર્નર દબાવેલી ફાઈલ ઝબકીને ખોલે એટલે વાંક મોદીનો. જો નહેરુવીયન કોંગ્રેસીઓ ચોક્ખા હોય તો તેઓ શા માટે મોદીના તપાસ પંચથી ડરે છે? એ પણ એટલું જ લાગુ પડે.  મોદી સામે તો કોઈ પ્રાઇમા ફેસી પણ નથી.

ઉદ્યોગો કરવા હોય તો જમીન આપવી જ પડે. ઉદ્યોગો કંઈ હવામાં થતા નથી. પણ જમીન નાખીદેવાના ભાવે આપી એવો બનાવટી મુદ્દો ઉભો કરી શકાય. જમીન લેવાના નિયમો તો નહેરુવીયન કોંગ્રેસે જ ઘડ્યા હતા. પણ આવી કોઈ ચર્ચા જોવા નહીં મળે. કારણ કે મૂળ હેતુ નરેન્દ્ર મોદીની બદબોઈ કરવાનો છે, નહીં કે જનતાને માહિતીપ્રદાન કરવું.

હેડ લાઈનઃ-3 “મોદીએ સરમુખત્યારોનો અંત યાદ રાખવો જોઈએ: શક્તિસિંહ ગોહિલ”

 
મોદી તો ચૂંટાઈને આવે છે અને તે પણ કેન્દ્રના ચૂંટણી કમિશ્નરની નીગરાનીમાં યોજાયેલી ચૂંટણીઓમાં. વંશવાદ એ નહેરુવીયન કોંગ્રેસની પ્રણાલી છે. બીજેપીમાં અને નહેરુવીયન કોંગ્રેસમાં સરમુખત્યારી કોની છે તે વિષે આ નેતાઓ દંભ કરે તે સમજી શકાય છે કારણ કે દંભ તો તેમનેગળથુથીમાં મળેલો હોય છે. પણ અખબારી અક્કલખાં આ “ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ દે” એવી વાત ન સમજી શકે તે કૌતૂક ગણાય.


હેડ લાઈન; 4 “મહેતાના ફ્લડ રિપોર્ટથી ફફડી ઊઠી હતી મોદી સરકાર”
તમને થશે કે સૂરતમાં નરેન્દ્ર મોદી ઘુસી જ ન શકે તેવી સ્થિતી હશે. અને તેવી માહિતી હશે. ના ભાઇ ના …. હેડ લાઈન આપી એટલે માહિતી આપાવી જોઇએ એવું જરુરી થોડું છે?

આ તો હેતુ પૂર્વક આપેલી હેડ લાઈનના નમૂના છે.

હવે તો આવી હેડ લાઈનોનું પૂર આવશે. અખબારી જાગીરદારો એવું માને છે કે આવા પ્રપંચોના પૂર માં નરેન્દ્ર મોદી ડૂબી જશે. પણ જનતાએ તો નહેરુવીયન કોંગ્રેસને ડૂબાડી, આ અખબારી જાગીરદારોને ભોંમાં માથું સંતાડી દેવું પડે એવી સ્થિતીમાં મૂકેલા છે.

 

પૈસા માટે મુનીવર ચળે મુંહાવરાને આ ગુજ્જુ અખબારો એ સાર્થક કર્યું છે. પછી ભલે ચૂંટણીના પરિણામોએ તેમને સણસણતી લપડાક મારી હોય. આવી લપડાકો તેમણે અને નહેરુવીયન કોંગ્રેસના ગુજ્જુ નેતાઓએ અવારનવાર ખાધી છે. પણ સંસ્કૃતમાં પંચતંત્રની વાર્તામાં કહ્યું છે ને કે

 

સારમેયસ્ય ચ અશ્વસ્ય, રાસભસ્ય વિશેષતઃ,

મૂહુર્તાત્‌ પરતઃ નાસ્તિ પ્રહારજનિતા વ્યથા.

 

કુતરાને, ઘોડાને અને ખાસ કરીને ગધેડાને મારેલા મારનું દુઃખ કલાકથી વધુ હોતું નથી. વળી પાછા તે એવા ને એવા નોર્મલ (એબનોર્મલ) થઈ જાય છે.

 

જ્યારે જ્યારે ગુજરાતમાં વિધાનસભા અને સ્થાનિક સત્તામંડળની ચૂંટણીઓ આવી છે ત્યારે ગુજ્જુ અખબારોએ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના જુતા ઉપરની ધૂળ જેટલા પૈસા માટે તેમના જુતા સાફ કર્યા છે અને તે જુતાને ચાટીને તેને ચમકાવ્યા છે. પણ જુતા ચમકે એટલે કંઈ શરીર ચમકતું નથી. અને દરેક ચૂંટણીના પરિણામોમાં આ નહેરુવીયનોએ અને નહેરુવીયન કોંગ્રેસના ગુજ્જુનેતાઓએ મરણ તોલ માર ખાધો છે. તેમની અને તેમના મળતીયાઓની ભાટાઈ કરનારાના અને તેમની તરફમાં વાતાવરણ તૈયાર કરવા માટે અને મોદીની વિરુદ્ધ તુક્કાઓ અને ગપગોળાઓ ચલાવીને આકાશપાતાળ એક કર્યા છે તો પણ જનતાએ આ અખબારોને અને તેમની આગાહીઓને ધોબીપછાડ આપી છે. પણ આ દીર્ઘકર્ણ ગર્દભભાઇઓ તેમણે ચાખેલા પ્રહારોથી હતઃપ્રભ થયેલા અને અપમાનિત થયેલા હોવા છતાં બેત્રણ માસમાં હતા એવાને એવા થઈ જાય છે.

 

વિશ્વસનીયતા જાય ચુલામાં. ગુજરાતનું હિત જાય ચુલામાં, જનતાની અપેક્ષાઓ અને જનતાના પ્રતિભાવો નું પ્રતિબીંબ કરવાની અમારી ફરજ જાય ચુલામાં, મહાત્મા ગાંધીના પત્રકારિત્વના સિદ્ધાંતો ને તો ખૂબજ ઉંડે ઉંડે દાટી જ દો. અમારા ગજવા ભરો નહેરુખાનો. શું આ અખબારી ખાઉકડવૃત્તિની પરાકાષ્ટા નથી?  

શિરીષ મોહનલાલ દવે

ટેગઃ સમાચારોના પૈસા, છઠ્ઠી જાગીર, ગુજ્જુ અખબારો, નહેરુવીયન કોંગ્રેસી ગુજ્જુ નેતાઓ, નરેન્દ્ર મોદી, ગુજરાતનો વિકાસ, દંભી તંત્રીઓ, દીર્ઘકર્ણ, ગધુભાઇઓ

 

Read Full Post »

%d bloggers like this: