Feeds:
Posts
Comments

Archive for March, 2023

“એન. આર. આઇ. ઓ અને તેમના સંબંધીઓની સમસ્યા” રાહુલ ગાંધી જવાબ આપે

“ એન. આર. આઈ.ઓની સમસ્યા? અરે ભાઈ, એન. આર. આઈ. ઓને સમસ્યા હોય તો તેઓ , જે તે દેશના દૂતાવાસ ને લખે, કે ભારતા  વિદેશ મંત્રી શિવ શંકરને લખે, કે નરેંદ્ર મોદીને લખે, કે ન્યાયાલયમાં એક પી. એલ. આઇ દાખલ કરે. રાહુલ ગાંધી ને શા માટે કષ્ટ આપે? આવી બાબતોમાં રાહુલ ગાંધીને શું લાગે વળગે?

“ જુઓ. રાહુલ ગાંધી જી ની અટક ગાંધી છે, અને જેમ પ્રિયંકા ગાંધી પોતાની “ઈશ્વર દત્ત નાસિકા, ઈંદીરા ગાંધી જેવી હોવાથી, પોતે વડા પ્રધાન બનવાની યોગ્યતા ધરાવે છે એમ માને છે,  તેમ રા.ગા. જી પણ પોતાની અટક ગાંધી હોવાને કારણે પોતાનામાં મહાત્મા ગાંધીના બધા ગુણો છે અને પોતે પોતાને સવાઈ વડા પ્રધાન માને છે  (સવાઈ વડા પ્રધાન એટલે વન પોઈંટ ટુ ફાઈવ ૧.૨૫ વડા પ્રધાન માને છે) આ વાત તમે  સમજો.

તમે આ જુઓ;

જ્યારે કોંગીની નેતાગીરીનું શાસન હતું ત્યારે સંવિધાન પ્રમાણિત વડા  પ્રધાન શ્રી મનમોહન સિંહ ના મંત્રી મંડળે પસાર કરેલા સંવિધાનને લગતા એક પ્રાવધાનના અધ્યાદેશના પ્રારુપ (ડ્રાફ્ટ)ના, રા.ગા.જી એ, લીરે લીરા કરી દીધેલા, અને મનમોહન સિંહે તેનો કશો વિરોધ પણ કર્યો ન હતો. એટલું જ નહીં પણ રા.ગા. જી ની ઈચ્છાને માન આપ્યું હતું. આ ઉપરાંત, મનમોહન સિંહ જી એ એમ પણ કહ્યું હતું કે રા.ગા. જી, જો આદેશ કરે તો હું રા.ગા.જી માટે (ઝાડુ લગાવવા નહીં પણ) વડાપ્રધાન પદ ખાલી કરવા પણ તૈયાર છું. જો કે તે સમયે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી હતાં,  તે છતાં પણ રા.ગા. જી પોતાનું મંતવ્ય આ રીતે પ્રદર્શિત કરી રહ્યા હતા. આ તેમનો મોરલ – પાવર હતો અને છે. અરે સોનિયા જી પણ કશો વિરોધ કરી શક્યા ન હતા. જો કે આ બાબત અંગે જુદા જુદા મંતવ્યો અસ્તિત્વ ધરાવે છે. કેટલાક કહે છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જી ની આ અદા ઉપર વારી ગયેલા. કેટલાક કહે છે કે સોનિયા ગાંધીએ તે સમયે રા.ગા. જીને બીજા રુમમાં લઈ જઈ, “બટ” ઉપર ચીંટીયો ભરી દિધેલો. કેટલાક કહે છે કે અધ્યાદેશ ને ફાડી નાખવાની ઘટના ને દિવસે ચીંટીયો ભર્યો ન હતો પણ જ્યારે વર્તમાન પત્રોમાં આ ઘટના ચગી કે ચગાવવામાં આવી, તે પછી  સોનિયાજીએ રા.ગા.જી ને ચીંટીયો ભર્યો હતો. આપણા  હેલ્પેશભાઈને આ વિષે જાણ નથી. પણ એટલું ખરું કે આ બાબતમાં કંઈક તો મહાત્મા ગાંધી અને રા.ગા. જી વચ્ચે સમાનતા છે. એ ખરુ કે ગાંધીજી જે કંઈ કરતા તે સૌમ્ય રીતે કરતા. જ્યારે રા.ગા. જી પોતાને શોભે એ રીતે કરે છે.

“ અરે ભૈય્યાજી તમે તો આડી વાત ઉપર ઉતરી ગયા. અને વળી પાછા કોઈની વક્ર-નાસિકાનો ઉલ્લેખ કરી તેણીની વડા-પ્રધાન પદ ની દાવેદારીને સાંકળવા લાગ્યા. આ તે કંઈ રીત છે? તેણીએ કદી વડા પ્રધાન પદની દાવે દારી કરી નથી.

“ અરે મહાશય, તમે રાજકારણને સમજવામાં ઢબુ પૈસાના ઢ છો. રાજકારણમાં કદી સીધે સીધી દાવેદારી કરાતી નથી. દાવે દારી કંઈ સીતાનો, કે દ્રૌપદીનો કે દમયંતીનો સ્વયંવર નથી કે સૌ કોઈ ફોર્મલ રીતે લાઈનસર બેસી જાય. અહીં તો પહેલાં  “દાણો ચાંપી” જોવાનો. અને આ દાણો ચાંપવાની ક્રિયા પણ બીજા મારફત કરાવવાની. આથી પણ વિશેષ તો એ કે થોડાક કમીટેડ ભક્તો રાખવાના, કે જેઓ આપણી પ્રચ્છન મહેચ્છાઓને, સ્વયં પ્રજ્ઞાથી જાણી જાય અને દાણો ચાંપી જુએ. તમને ખબર નથી, આપણા ગુજરાતમાં એક કાંતિ ભટ્ટ નામે કરીને એક લેખક હતા તેમણે પ્રિયંકા વાંઈદરા માટે દાણો ચાંપી જોયો હતો કે હવે દેશને …

“ તમે આ બધું શું કરો છો …યાર … ? ગાડીને આડે પાટે કેમ ચડાવો છૉ?  અને વળી પાછા “પ્રિયંકા વાડ્રા”ને બદલે ‘પ્રિયંકા વાંઈદરા’ બોલો છો …  યાર … આપણી વાત હતી કે   ‘એન. આર. આઈ. ઓની સમસ્યા ન ઉકેલવા બદલ રા.ગા.જી ઉત્તર આપે … એની વાત કરો ને?

“જુઓ ભાઈ … અમે રહ્યા કાઠીયાવાડી. અમે તો આવી જ રીતે ઉચ્ચારો કરીએ. તમે કહો “કટકો” અમે તે જ શબ્દને “કઈટક્યો” એમ જ કહીએ. ક્યારેક અમારામાં કુદરતી ઉચ્ચારણ આવી જ જાય ને?… તમે કેમ ક્યારેક ‘હા’ ને બદલે  ‘હૉવ…અ …’ એમ બોલી નાખો છો તેનું શું??

“મુકોને પૈડ … હવે લાઈન ઉપર આવો …

“જુઓ …  વાત જાણે એમ છે કે આપણે જે પ્રભાવશાળી શબ્દનો ઉપયોગ કરવાના હોઈએ, તે શબ્દની આપણે વ્યાખ્યા એટલે કે પરિભાષા આપવી જોઇએ.

“ હા … ઓકે … તો શું?

રાહુલ ગાંધીજી એ કહ્યું કે; આપણી સ્વાતંત્ર્યની લડતમાં બધા “એન. આર. આઈ.” ઓએ જ મહત્વનો ભાગ ભજવેલ. મહાત્મા ગાંધી  “એન. આર. આઈ.” હતા, વલ્લભભાઈ પટેલ “એન. આર. આઈ.” હતા, સરોજીની નાયડુ “એન. આર. આઈ.” હતાં, લોકમાન્ય ટીળક “એન. આર. આઈ.” હતા, આંબેડકર  “એન. આર. આઈ.” હતા. ઇંદિરા ગાંધી “એન. આર. આઈ.” હતાં. … બધા જ “એન. આર. આઈ.” હતા.

“તમે કહેવા શું માગો છો?

“તો પછી તેનો અર્થ એમ જ થયો કે “એન. આર. આઈ.” જ વડા પ્રધાન થઈ શકે. જેમ કે “ હું “… જો “એન. આર. આઈ.” સ્વાતંત્ર્યની લડત સફળતા પૂર્વક ચાલાવી શકે તો “એન. આર. આઈ.” જ સફળ વડા પ્રધાન બની શકે. “ચા વાળા”ની કોઈ હેસીયત છે?

“હે ભગવાન … તમારી “એન. આર. આઈ.” ની વ્યાખ્યાને શું કહેવું … ? “એન. આર. આઈ.” એટલે નોન રેસીડંટ ઈંડીયન. “એન. આર. આઈ.” એટલે ‘વિદેશ વસતા ભારતીય’. વિદેશથી પરત આવેલા ભારતીય નહીં. વિદેશથી ભણીને કે ભણ્યા વગર આવેલા ભારતીય ને ફોરીન રીટર્ન્ડ ઈંડીયન એટલે કે એફ. આર. આઈ. એમ કહેવાય. જેમકે ઈંદીરા …ગાં ..

“ એ જે હોય તે. અમારા રા.ગા.જી એ કહ્યું એટલે અમારે માનવું પડે.

“જેવી તમારી મરજી … પણ “એન. આર. આઈ.”ઓની સમસ્યાના ઉકેલ માટે રા.ગા.જી જ ઉત્તર આપે.  ઓ કે. પહેલાં સમસ્યા સમજો.

વાત એમ છે કે અમેરિકામાં (યુ. એસ. એ. માં) ચાર ચાર તો સ્ટાંડર્ડ ટાઈમ છે. આ વળી પાછું અધુરું હોય તેમ તેઓ વર્ષમાં બબ્બેવાર ટાઈમ આગળ પાછળ કરે. ઘણા એન. આર. આઈ. ઓ અને તેમના ભારતમાં રહેતા સંબંધીઓ મુંઝવણમાં મુકાઈ જાય છે. જેમ કે ક્યારે ફોન કરવો?

“ હા … એ વાત ખરી

“પહેલાં વિલાયત વાળાઓએ આપણી ઉપર રાજ કર્યું. એટલે તેમણે લંબાઈના માપ દંડો ના એકમો આપણા ઉપર ઠોક્યા. લંબાઈના માપદંડો એટલે કે માઈલ, ફર્લાંગ,  વા’ર, ઈંચ, દોરા ના માપદંડોમાં આપણા ઉપર ઠોકી દીધા . એતો ઠીકછે કે તેમણે ઉંચાઈ અને પહોળાઈ માટે પણ તે જ માપ દંડોના એકમો રાખ્યા. નહીં તો તેમનું તો ભલું પૂછવું. તેના માપ દંડના એકમો પણ અલગ રાખે. પણ એ વાત જવા દો. પણ કાલ ખંડ ના એકમો ને કલાક અને મીનીટ અને સેકંડમાં રાખ્યા. અને તે પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા વાગે. જેમ કે ભારતમાં સૂરજ ઉગે એટલે ભારતમાં પાંચ વાગે અને વિલાયતમાં શૂન્ય વાગે. ચાલો એ તો આપણે સમજ્યા કે ભારતીય સંસ્કૃતિ અને પ્રણાલી પ્રમાણે સુરજ ઉગે એટલે નવો દિવસ ચાલુ થાય. પણ ભારતમાં શૂન્ય વાગવાને બદલે પાંચ શા માટે વાગે? ચાલો એ પણ માફ. પણ અમેરિકાવાળા ઘાણી કરે છે. તેમણે તો ચાર ચાર ટાઈમ રાખ્યા છે. એટલે કે  અમેરિકાની અંદર જ જુદી જુદી જગ્યાએ  જુદા જુદા વાગ્યા હોય. એટલે એન. આર. આઈ. ઓ ને ભારતમાં તેમના સંબંધીઓને ફોન કરવા હોય તો “ભારતમાં અત્યારે દિવસ/રાત ના કેટલા વાગ્યા હશે”  તેની ગણત્રી કરવી પડે.  આ જ સમસ્યા ભારતમાં રહેતા “એન. આર. આઈ.”ઓના સંબધીઓને અમેરિકામાં રહેતા “એન. આર. આઈ.”ઓને ફોન કરવામાં “અમેરિકામાં અત્યારે કેટલા વાગ્યા હશે” એની ગણત્રી કરવામાં નડે.

“પણ તે તો બધુ નક્કી છે કે દિવસ અને રાત ઉલટ સુલટ હોય. કારણ કે પૃથ્વી ગોળ છે.

“અરે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સૂર્યની આસ પાસ ફરે છે. આપણે પૃથ્વી ઉપર છીએ તેથી આપણને સૂર્ય, પૃથ્વીનું ચક્કર લગાવે છે એમ લાગે છે. એટલે કે ઉગે છે , માથા ઉપર આવે છે અને આથમે છે. એટલે સાંજ પડીને રાત શરુ થાય છે. આ બધું તો સમજ્યા. પણ સમય શા માટે જુદા રાખ્યા?

“જુઓ, અંગ્રેજોનું વિશાળ સામ્રાજ્ય હતું.  તેમને પોતાના તાબાના દેશોના વહીવટ માટે ટાઈમ ટેબલ બનાવવાનું હતું. એટલે કે છ વાગે ઉઠવું, આઠ વાગ્યા સુધીમાં કુદરતી કાર્યો પતાવી લેવા, નવ ની આસપાર બ્રેકફાસ્ટ કરવો અને ૧૦ વાગ્યા પહેલાં તૈયાર થઈ ઓફીસ પહોંચવું. અને દશ વાગે ઓફીસનું કામ ચાલું કરવું. તેમના તાબાના જુદા જુદા દેશોમાં  સૂર્ય તો જુદે જુદે સમયે ઉગે એટલે અંગ્રેજોને જુદા જુદા દેશો માટે જુદા જુદા સમય પત્રક બનાવવા પડે. અને જો તેઓ એવું કરવા જાય, આ તો કાહટી કરવી કરવી પડે. પોતે જ ગુંચવાઈ જાય. તેમને જ ખબર ન હોય કે કયો દેશ ક્યાં છે? એટલે તેમણે દરેક દેશ માટે સ્ટાંડર્ડ ટાઈમ નક્કી કર્યા. પહેલાં વિલાયતવાળા અંકલ સેમ હતા. હવે અમેરિકાવાળા અંકલ સેમ છે.

“અરે ભાઈ, પણ આ સમયને વર્ષમાં બે વાર આઘો પાછો કરવો એ શું કરવા? વર્ષના અમુક દિવસથી ઘડિયાળના કાંટાને એક કલાક આગળ કરો અને અમુક દિવસથી વળી પાછા એક કલાક પાછા કરી દો. વળી અમેરિકામાં તો ચાર ચાર ટાઈમ. આ ચાર ચાર ટાઈમને વર્ષમાં બે વાર આગળ પાછળ કરવાના. એટલે આઠ વાર સમયના ગોટા કરવાના. આપણે ભારતમાં જુઓ. ભારતમાં પણ સૂર્ય જુદી જુદી જગ્યાઓએ  જુદે જુદે સમયે ઉગે છે. જેમકે નોર્થ – ઈસ્ટના રાજ્યોમાં સૂર્ય માં પાંચ વાગે ઉગે અને ધોળાવીરામાં સાત વાગે ઉગે. ઓફીસ જવાનો સમય તો એક જ. દા.ત. ૧૦ વાગ્યાનો. મેઘાલયમાં તમે ૧૦ વાગે પોસ્ટ ઑફિસમાં જાઓ તો પ્રવેશ દ્વાર ઉપર તાળું જોવા મળે. સૂર્ય વહેલો ઉગ્યો તો શું થઈ ગયું? અમે તો ૧૧ વાગે જ ઑફિસ ખોલીશું.  સૌરાષ્ટ્રમાં તમને ઑફીસોમાં બપોરે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી કાગડા ઉડતા જોવા મળે. જો કે પોસ્ટ ઑફિસમાં એવું ન હોય. આ તો ભાઈ સ્થાનિક આદતોની વાત છે. તમે પણ સમય જતાં ટેવાઈ જાઓ. પણ તમે એ સમજો. કે હવે તો પૃથ્વી એક ગામડું બની ગયું છે. હવે બધા એક જગ્યાએ રહેતા હોય તેવું નથી.

“ તમે શું એમ માનો છો કે અમેરિકાના માણસોને આ ખબર નથી?

“એમને ખબર છે કે નહીં તેથી અમને કંઈ ફેર પડતો નથી. પણ અમને કઠે છે તેનું શું? અમારા  સર પ્રભાશંકર પટ્ટણી ઇંસ્ટિટ્યુટ ઓફ સાયંસ ભાવનગર , ના હેડ ઓફ ધ ફીઝીક્સ ડીપાર્ટમેંટ, કે. એલ. નરસિંહમ સાહેબ કહેતા હતા કે,  અંગ્રેજોનો સમય, શૂન્યકાળ થી શરુ થાય. એટલે કે ૦, ૧, ૨, ૩, ૪,  એ રીતે ચાલુ થાય છે. એટલે કે જો ઓફીસનો ટાઈમ ૧૦ વાગ્યાનો હોય તો ૧૦ને ટકોરે તમે ઓફીસમાં હોવા જોઇએ.

ઈંડિયાનો સમય શૂન્ય વત્તા અડધો કલાક કે એક કલાકથી શરુ થાય. એટલે કે તમે ૧૧ = ૩૦, કે ૧૨ વાગે ઓફીસમાં હોવા જોઇએ. તમે ઘરેથી નિકળો એટલે તમે ડ્યુટી પર ચડી ગયા એમ સમજવાનું

પણ ભારતનો સમય (ભારતનો સાંસ્કૃતિક સમય), માઈનસ થી શરુ થાય. એટલે કે ૧.૫, -૧, ૦, ૧, ૨, ૩, ૪, … બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્ય ઉગે તે પહેલાંના દોઢ કલાકથી શરુ થાય. આ અંગ્રેજોએ પોતાની જનરેટ કરેલી સીસ્ટમો તો અમારા ઉપર ઠોકી, પણ તેઓ જે બીજાની સીસ્ટમોનો અમલ કરતા હતા તે પણ અમારા ઉપર ઠોકી.

“ ચાલો એ બધું સ્વિકાર્યું. પણ રાહુલ ગાંધી આમાં શું કરે?

“  કેમ વળી રાહુલ ગાંધી જવાબ આપે કે આવું કેમ કર્યું?

“પણ રાહુલ ગાંધીએ ક્યાં આ કર્યું છે?

“તેથી શું થઈ ગયુ? જવાબ તો આપવો જ પડે ને?

“ ગજબના છો તમે તો …?

“અથવા તો એ  જાહેરમાં જાહેર કરે કે તે યુ.કે, ના નાગરિક નથી. નાગરિક તરીકે તેમની ફરજ ખરી કે નહીં?

“અરે પણ તમારી ફરિયાદ તો અમેરિકા સામે છે. રાહુલ ગાંધી યુ. કે.ના નાગરિક હોય તો પણ અમેરિકાએ ઉભી કરેલી સમસ્યા માટે રાહુલ ગાંધીને શા માટે જવાબદાર ગણી શકાય?

“ અરે વાહ ! રાહુલ ગાંધી, કોઈ એક ત્રાહિત વ્યક્તિનું સ્વમાન ઘવાય, તેની આખી કોમ્યુનીટીને ચોર જાહેર. તેના પરિણામ સ્વરુપ તે વ્યક્તિ  રાહુ;લ ગાંધી ઉપર ન્યાયાલયમાં  કેસ કરે, ન્યાયાલય રાહુલ ગાંધીને પોતાનો પક્ષ રજુ કરવા પૂરતો સમય આપે, સજા નો આદેશ આપતાં પહેલાં રાહુલ ગાંધીને માફી માગવાનું કહે, રાહુલ ગાંધી માફીની ધરાર ના પાડે, એટલે ન્યાયાધીશ  રાહુલ ગાંધીને સજા કરે, એટલે રાહુલ ગાંધી અને તેમના પક્ષના સદસ્યો નરેંદ્ર મોદીની સામે પ્રદર્શન કરે, અને કહે કે નરેંદ્ર મોદી જવાબ આપે. સજા કરવામાં નરેંદ્ર મોદી કેવીરીતે આવે? મારા ભાઈ.

“ તેથી શું થઈ ગયું? નરેંદ્ર મોદીએ જવાબ આપવો જ જોઇએ. રાહુલ ગાંધીએ અદાણી ઉપર આક્ષેપ કર્યા તેના પરિણામે જ નરેંદ્ર મોદીએ રાહુલ ગાંધીને સજા અપાવી.

“તો તમે ન્યાયાલયમાં જાઓ અને સાબિત કરો. તમને કોણે રોક્યા છે?

“અમે શું કામ જઈએ? નરેંદ્ર મોદી જાય ને! અમે તો અમારું શાસન હતું અને સર્વોચ્ચ અદાલતે સજા કરી હતી તો પણ અમારા અપ્રચ્છન્ન મિત્રો એમ કહેતા હતા “ અફઝલ હમ શર્મીંદા હૈ તુમ્હારે કાતિલ જિંદા હૈ.” અમે તો, તેઓ અમારા સાંસ્કૃતિક સાથીઓ હોવાને નાતે,  તેમની પાસે જઈને તેમની પીઠ થાબડતા હતા. અને અમે તેમને કહેતા હતા કે “તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.” બોલો હવે કંઈ કહેવું છે? અમે તો તેમને વિધાન સભાની તો શું, સંસદની પણ ટીકીટ પણ આપીએ. અમારી તો આ વારસા ગત સંસ્કૃતિ છે. ઈંદિરા ગાંધીએ પણ વિમાનનું અપહર કરનારાઓને ટીકીટ આપી હતી ને. તેમને જીતાડ્યા પણ હતા. તમે જાણો છો કે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું છડે ચોક ખૂન કરીએ છીએ, છતાં પણ અમે એવો વર્ગ ઉભો કર્યો કે જે અમારી અટક માત્ર ગાંધી હોવાને કારણે અમને મત આપે છે. સિદ્ધાંતોને કોણ ગણે છે? અમારા મીડીયાની કમાલ જુઓ છો ને ! હમ હૈ લુટ્યેન ગેંગ વાલે. હોની કો અનહોની કર દે, અનહોની કો હોની, હમ જૂઠ બોલે, કૌઆ આપકો કાટે,  ક્યોં કિ કૌઆ ભી તો હમ હૈ.

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

दुनिया में तीन काम बहुत ही मुश्किल है …पहला हाथी को गोद में उठाना दूसरा चींटी को नहलाना तीसरा जो सबसे मुश्किल है कांग्रेसीयो को समझाना ….. 🤣🤣

इसे समझिये अपशब्द राहुल गाँधी ने बोले, केस OBC समाज ने किया, सजा कोर्ट ने दी, संसद सदस्यता कांग्रेस।द्वारा बनाये कानून से खत्म हुई । पर इन सबका जिम्मेदार कौन ? मोदी । है ना आश्चर्य ?

Read Full Post »

હેલ્પેશભાઈ અને જ્યોતીષી

હેલ્પેશભાઈની ઘાત ગઈ!

“શું હેલ્પેશભાઈને કોરોના થયો હતો અને તેઓશ્રી કોરોનામાંથી બચી ગયા?

“ના ભાઈ ના …

“ તો પછી … શું તેમને બીજી કોઈ માંદગી થઈ હતી … અને તેઓશ્રી, તે માંદગીમાંથી બચી ગયા?

“ ના ભાઈ ના … એમને એવું કશું થયું નથી અને એવું કશું થયું ન હતું …

“ તો પછી શું તેઓશ્રી ડ્રાઈવ કરતા હતા અને જરાક માટે અકસ્માત થવામાંથી બચી ગયા?

“ ના ભાઈ ના … તેઓશ્રી ગાડી ચલાવવામાં એવી કશી ઉતાવળ કરતા નથી અને જાળવીને જ ગાડી ચલાવે છે.

“ તો પછી … તેઓશ્રી કોઈને મદદ કરતાં કરતાં કોઈ ઘાતમાંથી બચી ગયા?

“ના ભાઈ ના … પણ હવે તમે જાણી લો કે હેલ્પેશ ભાઈ કોઈને હેલ્પ કરતા નથી.

“તો પછી નામ “હેલ્પેશ” કેમ રાખ્યું છે?

“હેલ્પેશ ભાઈની એવી ઈચ્છા ખરી કે તેઓ બીજાને મદદ કર્યા કરે. પણ તમે જાણો છો ને કે … મનુષ્યને તેની દરેક ક્ષેત્રમાં સીમાઓ હોય છે. આ સીમાઓ ક્ષમતાને લગતી હોય છે, એમાં સામાજીક, કૌટૂંબિક અને  આર્થિક ક્ષમતા પણ આવી જાય. પણ તે વિષે વળી ક્યારેક પછી વાત કરી શું.

“ જ્યારે હેલ્પેશભાઈ ‘ટીન એજ’માં હતા અને તે પછી પણ તેઓ જ્યોતીષીને/જ્યોતીષીઓને અને હસ્તશાસ્ત્રીઓને પોતાની જન્મતારીખ અને હથેળી બતાવતા. જ્યોતિષશાસ્ત્રીઓ તેમના જ્ઞાનપ્રમાણે અને અથવા રામભરોસે આગાહીઓ કરતા.

“ તો શું હેલ્પેશભાઈ જ્યોતિષ શાસ્ત્રમાં માને છે?

“ આમ તો હેલ્પેશભાઈના પિતામહ એક ગણમાન્ય જ્યોતિષ શાસ્ત્રી અને સંસ્કૃતભાષાના પ્રકાંડ પંડિત હતા. હેલ્પેશભાઈને તેમના પિતાશ્રી પાસેથી જાણવા મળેલ કે જ્યોતિષશાસ્ત્ર દ્વારા  પણ ભવિષ્ય ભાખી શકાતું નથી. એમ તેમને તેમના પિતાશ્રી પાસેથી જાણવા મળ્યું હતું. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા દરેક વ્યક્તિની  કુંડળી બનાવવી એ, એના કૌટુંબિક ઇતિહાસમાંનું એક પૃષ્ઠ છે. ભવિષ્યવાણીને એક આશિર્વાદ-શુભેચ્છાના રુપમાં ગણવી. નક્ષત્ર અને ગ્રહોનો અભ્યાસ કર્યો હોય અને ભારતીય ધર્મશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હોય તે વ્યક્તિ જ્ઞાની તો હોય જ. તેનું કામ જ આ સંસ્કૃતિને જિવિત રાખવાનું છે. તેથી તેને જીવન નિર્વાહ માટે કંઈક યથા શક્તિ આપવું તો પડે જ ને.  હેલ્પેશભાઈના પિતાએ આમ કહેલ. હેલ્પેશભાઈના પિતાશ્રી પણ સૌરાષ્ટ્ર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી ઉપરાંત  સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. તેમણે ભારતના બંધારણનું સંસ્કૃતમાં ભાષાંતર કરેલ. ભારત સરકાર તરફથી તેમને પુરસ્કાર મળેલ. હેલ્પેશભાઈ એવું માનતા કે પિતાશ્રી ખોટું બોલે જ નહીં. … આ પ્રમાણે હેલ્પેશભાઈ જ્યોતિષશાસ્ત્રીઓ કે હસ્તશાસ્ત્રીઓની ભવિષ્યવાણીઓને માનતા નહીં.

“ તો પછી હેલ્પેશભાઈ, જ્યોતિષશાસ્ત્રીઓ પાસેથી પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા કેમ રાખતા હતા?

“ ઉત્સુકતા ખાતર અને ચકાસવા ખાતર … સૌ કોઈ પોતાના વિષે જાણવા ઉત્સુક તો હોય જ ને? વળી હેલ્પેશભાઈ પોતાને સામાન્ય માણસ માને છે ને એટલે પણ. કારણ કે સામાન્ય માણસમાં આવા દુર્ગુણો હોવા આવશ્યક છે.

હાલ તૂર્ત આપણે આર્થિક, શૈક્ષણિક, સાંસારિક, સામાજિક, સહચારિણીને લગતા જીવન વિષે ચર્ચા નહીં કરીએ.

જ્યોતિષીઓ ક્યાં ક્યાં હોય અને કેવીરીતે આવે છે?

જ્યોતિષીઓ, કોઈ ઓળખીતાઓ મોકલે છે,

જ્યોતિષીઓ  ઓફીસોમાં સ્વયં સ્ફુરણાથી આવે છે,

જ્યોતિષીઓ કોલેજની હોસ્ટેલોમાં પણ એવી જ રીતે આવે છે,

જ્યોતિષીઓ ક્યારેક આપણા સંબંધી કે સહકાર્યકર પણ હોય છે.

તો હવે મૂળ વાત પર આવીએ કે જ્યોતિષ શાસ્ત્રીઓએ હેલ્પેશભાઈ વિષે શું ભવિષ્યવાણી કરેલી?

(૧) એક મહાન જ્યોતિષ શાસ્ત્રી, હેલ્પેશભાઈને ઘરે આવેલા. એટલે કે જ્યારે હેલ્પેશભાઈ ભાવનગરમાં શાળાકક્ષાએ ભણતા હતા ત્યારે.

આ જ્યોતિષી-ભાઈને જ્યારે હેલ્પેશભાઈના માતુશ્રીએ પૂછેલ કે “હેલ્પેશનું સ્વાસ્થ્ય કેવું રહેશે? માતા હમેશા સંતાનના સ્વાસ્થ્યની ચિંતા કરતી હોય છે. હેલ્પેશ ભાઈનું વજન ૧૦૪ રતલ જ રહેતું હતું. એટલે હેલ્પેશભાઈની માતાને હેલ્પેશભાઈના સ્વાસ્થ્ય અંગે હમેશા ચિંતા રહેતી હતી.

જ્યોતિષીએ જણાવેલ કે “રાતીરાણ જેવું …”

જોકે રાતીરાણ શબ્દ સ્વસ્થ અને તંદુરસ્ત સ્ત્રી જાતિ માટે વપરાય છે. પણ અહીં લક્ષ્યાર્થ લેવાનો છે.

હેલ્પેશભાઈની માતાએ વળતો પ્રશ્ન કર્યો કે હેલ્પેશભાઈનું આયુષ્ય કેટલું છે? તો જ્યોતિશભાઈએ કહ્યું કે જાતકના આયુષ્ય વિષે કહેવાનો જ્યોતિશ શાસ્ત્રમાં નિષેધ છે.

(૨) ૧૯૬૨ના કાલખંડમા જ્યારે હેલ્પેશભાઈ કોલેજની હોસ્ટેલમાં હતા ત્યારે એક જ્યોતિષી આવેલ. તે જ્યોતિષીએ પણ હેલ્પેશભાઈનું આયુષ્ય કહ્યું ન હતું.

(૩) ૧૯૭૨ના કાલખંડમાં જ્યારે હેલ્પેશભાઈ દૂરસંચાર વિભાગના પ્રશિક્ષણકેદ્રમાં સેવા આપી રહ્યા હતા, ત્યારે એક જ્યોતિષી આવેલ. તેમણે હેલ્પેશભાઈનું આયુષ્ય ૭૭ વર્ષ કહ્યું હતું.

હેલ્પેશભાઈ એ કહ્યું “બસ… મારું આયુષ્ય ફક્ત ૭૭ વર્ષ જ છે?” પણ આના ઉત્તરમાં સહકર્મીઓએ કહેલ કે ૭૭ વર્ષ તો ઘણા કહેવાય. આજના જમાનામાં ક્યાં કોઈ એથી વધુ જીવે જ છે!

મનુષ્યનું આયુષ્ય આમ તો શક્યતાના સિદ્ધાંત અનુસાર ઠીક ઠીક નિશ્ચિત હોય છે. માતા પિતા જો કુદરતી રીતે જ મૃત્યુ પામ્યા હોય તો તેમના બંનેના આયુષ્યનો સરવાળો કરી તેને બે એ વિભાજિત કરો એ તમારું આયુષ્ય છે. જોકે આમાં તમારી જીવન શૈલી કે જેમાં તમારી ભોજનની આદતો અને તમારો કેળવેલો સ્વભાવ, આચરણ ઉછેરનો સમાવેશ થાઈ જાય છે આ તમારા આયુષ્યને ૨૦ પ્રતિશત સુધી અસર કરી શકે છે. જો તમે  તમાકુ, દારુ અને બજરના વ્યસની હો અને તમે શાકાહારી માતા – પિતાના માંસાહારી સંતાન હો, તો તેની શારીરિક  અને માનસિક ઋણાત્મક ત્મક અસર પડે છે. જો આનાથી ઉલટું હોય તો ધનાત્મક અસર પડે છે. આવું હેલ્પેશભાઈ પણ માને છે.

જ્યોતિષીઓને ક્ષતિમાટેનો લાભ આપી શકાય કે નહીં?

“હા જી, આપી શકાય.

“કેટલા ટકા?

“તમે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરો તો જો પરિણામમાં ૪ % ની ભૂલ હોય તો તેને અવગણવામાં આવે છે.

તો આ હિસાબે ૭૭ ના ૪% એટલે કે ૩.૦૮ વર્ષ ઉમેરી દો. જો હેલ્પેશભાઈ ૮૦.૦૮ વર્ષે ઉકલી ગયા હોત તો જ્યોતિષ-શાસ્ત્રી ભાઈ સાચા પડ્યા ગણાત. કોરોના-મહામારી પણ આવી, પણ તેણે જ્યોતિષ શાસ્ત્રીને હેલ્પેશભાઈ માટેની ભવિષ્યવાણીને સાચી પાડવા માટે મદદ ન કરી.

તો હવે હેલ્પેશભાઈ શું માને છે?

“હેલ્પેશભાઈને વાર્ધક્ય સ્પર્શ્યું નથી.” એમ હેલ્પેશભાઈ માને છે.

“શું હેલ્પેશભાઈ દોડીને બસ પકડી શકે છે?

“જી હા. હેલ્પેશભાઈ દોડીને, ઉભેલી બસને પકડવા ધારે તો પકડી શકે છે. ૧૯૭૭ના અરસામાં એક વખત હેલ્પેશભાઈ દોડીને ચાલતી બસ પકડવા ગયેલા, અને ઉંધાપાટ પડી ગયેલા ત્યારથી તેમણે ઉભી રહેલી બસને જ (દોડવાની જરુર પડે તો જ) દોડીને પકડવાનો નિયમ રાખ્યો છે. અને આ નિયમ હેલ્પેશભાઈએ મુંબઈની લોકલ ટ્રેનો માટે પણ ૧૯૮૨ થી રાખ્યો છે. કારણ કે તે વિષયે પણ તેઓ ઉંધાપાટ તો નહીં પણ ચાર પગે (હાથને પણ પ્રાણીશાસ્ત્રની ભાષામાં પગ જ કહેવાય છે) પડી ગયેલા.

“હેલ્પેશભાઈ દ્રુત ગતિએ ચાલી શકે છે?

“હાજી, તેઓ જે ગતિએ પ્રાતઃકાળમાં ચાલે છે તે દ્રુત ગતિ જ છે તેમ હેલ્પેશભાઈ માને છે.

“શું હેલ્પેશભાઈની દંતપંક્તિઓ ચાવવા માટે સક્ષમ છે.

“હા જી. કારણ કે તે વિશિષ્ઠ અને સશક્ત પ્લાસ્ટીકના રુપમાં ચોકઠા તરીકે છે. હેલ્પેશભાઈ તેને વાર્ધક્યની સૂચના તરીકે જોતા નથી. કારણ કે દંતોના પૃથક પૃથક પતનની ક્રિયાનો પ્રારંભ ૧૯૮૧થી થયેલ. ૪૧વર્ષની વયે થયેલું કંઈ, વાર્ધક્યનું સૂચન કહેવાય? ન જ કહેવાય.

“શું હેલ્પેશભાઈના વાળ સફેદ થઈ ગયા છે કે આછા થઈ ગયા છે કે તાલ પડી છે?

“હેલ્પેશભાઈ આમાંથી એક પણ અવસ્થાને વાર્ધક્યનું સૂચન માનતા નથી. કારણકે નહેરુને ૨૫ વર્ષે તાલ પડી ગયેલી. હેલ્પેશભાઈ સાથે ૮મી શ્રેણીમાં ભણતા એક સહાધ્યાયીના વાળ ધોળા હતા. એટલે હેલ્પેશભાઈ પોતાના આછા વાળને અને સફેદવાળને વાર્ધક્યનું સૂચન ગણતા નથી.

“શું હેલ્પેશભાઈ, વ્યક્તિઓને ઓળખવાનું ભૂલી જાય છે?

“પોતાને અવારનવાર મળતી વ્યક્તિઓના મુખારવિંદને ભૂલી જવું એ કંઈ નવી વાત નથી. હેલ્પેશભાઈ જ્યારે સ્કુલમાં ૮મી શ્રેણીમાં ભણતા હતા ત્યારે તેમને બળવંત નામે એક ક્લાસ-મિત્ર હતો. તે હેલ્પેશભાઈને સ્કુલે જતી વખતે બોલાવવા આવતો. તેની સાથે મોટે ભાગે બળવંતનો એક અન્ય મિત્ર પણ આવતો. હેલ્પેશભાઈને તે મિત્રના મિત્ર સામે જોઇને કદી વાત કરવાની ટેવ નહીં. તેથી જ્યારે તે મિત્રના મિત્ર, બીજા કોઈ સમયે એક બીજા મિત્રસાથે મળી ગયા ત્યારે તે બીજા મિત્રે હેલ્પેશભાઈને પૂછ્યું કે આને ઓળખો છો? હેલ્પેશભાઈએ ઉત્તરમાં ના પાડી. તો સ્કુલમાં જવામાં સાથ આપનારે કહ્યું કે “ આ લે …લે .. આપણે બળવંત સાથે રોજ સ્કુલમાં તો જઈએ છીએ!! … ના શેનો પાડે છે?” આ પ્રમાણે અન્યનું મુખારવિંદ ભૂલી જવાની ક્રિયાને હેલ્પેશભાઈ, વાર્ધક્યનું સૂચન માનતા નથી. કારણ કે ૧૪ વર્ષ કંઈ વૃદ્ધત્વ કહેવાય!

“અજ્ઞાત કે જ્ઞાત વ્યક્તિ જ્યારે હેલ્પેશભાઈને મળે ત્યારે શું કહીને બોલાવે છે? હેલ્પેશભાઈ, હેલ્પેશ કાકા કે હેલ્પેશ દાદા?

(હવે આવી ગાડી પાટા ઉપર ?)

“જ્યારે હેલ્પેશભાઈ ૫૦ વર્ષના હતા ત્યારે તેમને જો કોઈ “ … ‘કાકા” (અંકલ) કહીને સંબોધે તો હેલ્પેશભાઈને પસંદ પડતું ન હતું. ક્યારેક તેઓ પ્રતિભાવ રુપે સામેવાળી વ્યક્તિને અંકલ (કાકા) કહીને સંબોધતા. હેલ્પેશભાઈ જ્યારે ૭૦ વર્ષના થયા ત્યારે જો કોઈ તેમને “ ….’દાદા” કહીને બોલાવે તો તેઓ ગુસ્સે થઈ જતા. અને સામેવાળાને આંટી કે અંકલ કહીને સંબોધન કરતા … (જેઓ અત્યારે વરિષ્ઠ નાગરિકો છે તેમને ખબર હશે કે જુના જમાનામાં કાળું વસ્ત્ર જોઇએને કુતરાઓ ભસતા. પણ પછી જમાનો બદલાયો અને કાળું પાટલુન, કાળો કોટ, કાળો ચણીયો, … આવું પહેરવાવાળા વધી ગયા. એટલે કુતરાઓને થયું “આમ ક્યાં સુધી આપણે આપણી શક્તિનો વ્યય કર્યા કરીશું? … જાવા દ્યોને … હવે નથી ભસવું …” આવો નિર્ણય હેલ્પેશભાઈએ પણ “દાદા” વિષે લાગુ કર્યો.

તો હવે તો ૮૩ વર્ષના હેલ્પેશભાઈ સુખી હશે?

ના. એવું તો ન કહેવાય.  કારણ કે કોરોના તેમના અનેક પ્રિય પાત્રોને ભરખી ગયો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ચમત્કૃતિઃ

કેટલાક એવું માને છે કે વૃદ્ધ દંપતિઓ કરકસરમાટે એક બીજાના ચોકઠાં વાપરતા હોય છે. પણ વાસ્તવમાં પોતાનું ચોકઠું જ બરાબર ફીટ ન થતું હોય ત્યાં કોમન ચોકઠાની તો વાત જ ક્યાં કરવી!!

Read Full Post »