Feeds:
Posts
Comments

Archive for May, 2016

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ – ૩

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ

નૈતિક પ્રદુષણ, છેલ્લા શતકમાં જલવાયુ પ્રદુષણ ઉપર હામી થયું છે.

“અમે ગરીબોના બેલી છીએ. ગરીબોની સેવા માટે અમે પ્રતિબદ્ધ છીએ”

દેશ ઉપર છ દશકા સુધી શાસન કરનાર અને હજી શાસન કરવા માટે ની ઇચ્છા અને પ્રયત્નો કરનાર નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ આ પ્રમાણે ઉચ્ચારણો કરતા આવ્યા છે.

છ દશકા એટલે ચાર પેઢીઓ એવું માની શકાય.  અગાઉ કહ્યા પ્રમાણે એક વૃક્ષને મોટું થતાં વધુમાં વધુ ૧૫ વર્ષ લાગે છે.

કોઈ પણ એક પરિકલ્પના (પ્રોજેક્ટ) પૂરી કરવા માટે પાંચ વર્ષ જોઇએ.  એક બંધને બાંધવામાં  માટેની પરિકલ્પના પણ પાંચ વર્ષમાં પૂરી કરવી જોઇએ.

પણ ખીસ્સા ભરવા માટે અને રાજકીય લાભ લેતા રહેવા માટે કોઈ પણ એક પરિકલ્પના (દાખલા તરીકે બંધ બાંધવા માટેનો પ્રોજેક્ટ)  પૂરી કરવા માટે નહેરુવીયન કોંગ્રેસ પ્રણાલી અને સાંસ્કૃતિક ધરોહર, દશથી અનંત વર્ષો લે છે.

આપણે ગુજરાતની જ વાત કરીએ.

નર્મદા ની પરિકલ્પના ભાઈલાલભાઈ પટેલની હતી. આ પરિકલ્પના ૧૯૩૦ના દશકાની છે. અંગ્રેજો આ પરિકલ્પના પૂરી ન કરે તે આપણે સમજી શકીએ છીએ, પણ નહેરુવીયન કોંગ્રેસને આમાં રાજકીય લાભ દેખાયો. આ યોજના ક્યારે પૂરી થશે તે વિષે આગાહી કરવામાં જ્યોતિષ શાસ્ત્રીઓ પણ ડરતા હતા.

ભાવનગર તારાપુર ની રેલ્વે લાઈનની પરિકલ્પના ૧૯૫૦ના પૂર્વાર્ધની છે તે ક્યારે પૂરી થશે તે ભૃગુ ઋષિ જીવતા હોત તો પણ ન કહી શકત.

કલ્પસર ની પરિકલ્પના પણ ભાવનગર તારાપુર રેલ્વે ની પરિકલ્પના જેટલી જ જુની છે.

ભાવનગરમાં મશીન ટુલ્સના મુખ્ય કારખાનાની પરિકલ્પના પણ  એટલી જ જુની છે.

આવી તો અનેક વાતો છે કે તમે સમસ્યા અને પરિકલ્પનાને એટલી હદ સુધી અવગણો કે તે આપોઆપ મૃત્યુ પામે.

આના અનેક દાખલાઓ છે.

જેમકે;

કાશ્મિરના લાખો હિન્દુઓની યાતનાઓ

૧૯૮૯-૯૦માં ઉઘાડે છોગ હજારો હિન્દુઓની કતલ કરી. લાખો હિન્દુઓને અનેક પ્રકારે ધમકીઓ આપીને તેમને નિર્વાસિત કર્યા.

નહેરુવીયન કોંગ્રેસે અને તેના સાંસ્કૃતિક સાથીઓએ વ્યાપક રીતે મુસ્લિમોની માનસિકતાને વકરાવી તેમને બેફામ આચારણ કરતા કરી દીધા. આજે તે વાતને ત્રણ દશકા થવા આવ્યા. અનુપમ ખેર જેવા કશ્મિરી હિન્દુઓના પુનર્‍ વસન માટે બળાપો કરે છે તો, નસરુદ્દીન જેવા એમ કહે કે અનુપમ ખેર કશ્મિરમાં તો રહેતા નથી અને શેના બળાપો કરે છે?

નસરુદ્દીન અને તેમના પ્રત્યે અહોભાવ રાખનારાઓ કેવો વિતંડાવાદ કરે છે? તે પણ જાણી લો. તેઓ કહે છે કે કાશ્મિરમાંથી હિન્દુઓનું બહાર જવું નહેરુના પરદાદાઓથી ચાલુ થયેલું છે. આપણા એક ડીબીના સંક્ષિપ્તનામે ઓળખાતા ગુજરાતી સમાચાર પત્રના એક કટારીયા ભાઈ  અનુપમ ખેર અને નસરુદ્દીન શાહની જન્મોત્રી અને ખ્યાતિની માંડીને વાત કરે છે. આવા વ્યક્તિગત અભિપ્રાય ના આધારે તેઓશ્રી તારવે છે કે અનુપમભાઈ કેટલા કનિષ્ઠ છે અને નસરુદ્દીનભાઈ કેટલા મહાન છે. તેઓશ્રી  તારવણીની આ વાતને સ્વયં સિદ્ધ માને છે.  આવી માનસિકતા પાછળ તેમનો આપવા લાયક સંદેશો એ જ કે કાશ્મિરના હિન્દુઓની સમસ્યાને પ્રમાણહીન રીતે મોળી પાડી દેવી કારણ કે નસરુદ્દીનભાઈ તો કેવા મહાન છે. તેમનો તો બચાવ કરવો જ જોઇએને.

આપણે આ વાતની ચર્ચા નહીં કરીએ. પણ તમે સમસ્યાને એટલી હદ સુધી અવગણો કે તેનું આપોઆપ મોત થઈ જાય. તમે વિસ્થાપિતોને તંબુમાં રાખો કે એક રુમમાં બે ત્રણ કુટૂંબને રાખો તો શું તેઓ અનેક દશકાઓ સુધી તેવી જ સ્થિતિમાં રહ્યા કરશે? તેઓ તેમનો રસ્તો જાતે શોધી લેશે. અને તે પછી સમસ્યા મરી જશે. કોમવાદીઓ અને તેમના સાંસ્કૃતિક સાથીઓ કહેશે “સમસ્યા છે જ ક્યાં?”

પરિકલ્પનાઓના અમલમાં પણ આવું જ થાય છે. આ એક નૈતિક પ્રદુષણ છે.

નદીઓ ઉપર બંધ બાંધવા જરુરી છે?

ઉત્તર છે ના, અને હા.

નદી ઉપર બંધ બાંધવાનો અને તેની કેનાલો બાંધવાનો ખર્ચ કેટલો થશે, વિસ્થાપિતોના પુનર્‍ વસનનો કેટલો ખર્ચ થશે, અને કેટલા સમયમાં આ કામ પુરું થશે તેની ગણત્રી કરો. કેટલી જમીન ગુમાવશો, કેટલી જમીનની સિંચાઈ કરશો અને અન્ય લાભ શું થશે તેની ગણત્રી કરો. જો સરવાળે ફાયદો થાય તેમ હોય તો જ આવા પ્રોજેક્ટો કરવા જોઇએ.

વૃક્ષો પણ એક નાના બંધનું કામ આપે છે. એક વૃક્ષ ઉગાડવા વધુમાં વધુ ૧૫ વર્ષ જોઇએ.

વૃક્ષો કેવી રીતે અને ક્યાં ઉગાડાય?

Plantation of tree

જ્યાં સુધી આપણે અન્ન ઉત્પાદન માટે કૃષિ સંકુલ નો ઉપયોગ ન કરીએ (કારણ કે આ કામ હાલની વ્યવસ્થાને ખોરવ્યા વગર અને તબક્કાવાર જ કરી શકાય છે.) ત્યાં સુધી જમીન નો ઉપયોગ અન્ન ઉત્પાદન માટે થતો રહેશે.

કૃષિ ક્ષેત્ર અને વૃક્ષો

ખેતરોને બની શકે તેટલા મોટા રાખો, કે જેથી ટ્રેક્ટર તેને બરાબર ખેડી શકે. જો કે કેટલાક ગાંધી વાદીઓ કહેશે કે ગાંધીજી તો બળદથી ખેડવામાં જ માનતા હતા. ખેતરને ટ્રેક્ટરથી ખેડી જ કેવીરીતે શકાય? આનો ઉત્તર એ છે કે આપણે બળદ (સાંઢ) કે પાડાનો બીજા ઉપયોગો પણ કરીએ છીએ. જેમકે તેલ ઘાણી, ઉર્જા ઉત્પાદન, માલગાડી, સિંચાઈ વિગેરે. ટ્રેક્ટર એક વિકલ્પ છે. જો  બળદો કે પાડાઓ ફાજલ હોય તો ટેક્ટર નો ઉપયોગ ન કરવો. કારણ કે ટ્રેક્ટર પોદળો મુકતું નથી અને કુદરતે આપેલા રીપ્રોડક્ટીવ ટ્રેક્ટરો (બળદો કે પાડાઓ) ફાજલ છે.

ખેતરનું પાણી વહી ન જાય તે માટે તેની ચારે બાજુ વૃક્ષોની ત્રણ કે વધુ હરોળો બનાવો. મોટા વૃક્ષોની હરોળો  પૂર્વથી પશ્ચિમ રાખો અને નાના વૃક્ષોની હરોળો ઉત્તરથી દક્ષિણ રાખો.

નદીઓ અને સરોવરોના કિનારાઓ

બંધ બાંધવાને બદલે નદીઓ અને સરોવરોને વિકસિત કરવા વધુ જરુરી છે. ફાયદા કારક પણ આ જ છે.

બંધ બાંધવા હોય તો પહાડો ઉપર નદીના પ્રવાહને રોકનારા બંધોને બદલે સમુદ્ર પાસે નદીના પાણીને રોકો. સમુદ્ર પાસે નદીના કિનારા ઉપર રીવરફ્રંટ બનાવો. નદીઓમાંથી જેટલી રેતી અને પત્થરો ઉઠાવવા હોય તેટલા ઉઠાવો અને નદીઓને ઉંડી કરો. નદીઓને સમગ્ર રીતે પૂરી લંબાઈમાં રીવર ફ્રંટ બનાવવા હોય તો બનાવો.

નદીઓને જોડવાના કામોને પ્રાથમિકતા આપો. યુદ્ધના ધોરણે આ કામ કરો.

સરોવરોને પૂરવાના કામ બંધ કરો. સરોવરો વિકસાવી શકાય તેમ છે. ભારતની પ્રાચીન સભ્યતાએ આપણને દરેક ગામડે એક એક તળાવ આપ્યા છે. આ બધા તળાવોને ડમ્પીંગ ગ્રાઉન્ડ બનાવવાને બદલે તેના કિનારાઓને વિકસાવી શકાય છે. દરેક તળાવની ચારે તરફ ૨૫૦ મીટર દૂર રહેણાંકના સંકુલ બનાવી શકાય છે.  આ સંકુલનું ડ્રેનેજનું પાણી શુદ્ધ કરી આ તળાવમાં ઠાલવી શકાય છે.

નદી અને તળાવના કિનારાના ૨૫૦ મીટરના પટામાં વૃક્ષોદ્વારા અચ્છાદિત માર્ગ અને બગીચાઓ બનાવી શકાય છે.  તળાવોના કિનારાઓ અને નદીઓના કિનારાઓ વિકાસના બહુમોટા સ્રોત છે.  તેને પ્રદુષિત કરવાને બદલે તેના વિકાસ દ્વારા સમસ્યાઓના હલ નીપજાવી શકાય છે.

ફાજલ જમીનઃ

કેટલીક જમીનો એવી હોય છે કે તે વપરાયા વગરની પડી હોય છે કારણ કે તે બીલ્ડરોએ ખરીદી રાખી હોય છે, અથવા સંસ્થાઓની હોય છે, અથવા સરકારી હોય છે. ક્યારેક આવી જમીનનો ઉપયોગ, વેચાણના પ્રદર્શનો કે આનંદ મેળાઓ યોજવામાં થાય છે.

કેટલીક જમીનો એવી હોય છે કે તે શહેરી કે ગામના રસ્તાની બંને બાજુ ખૂલ્લી પડી હોય છે.  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્યની સરકારો આવી જમીનની દરકાર કરતી નથી. જો આ જમીન સરકારી હોય તો ત્યાં લારી, ગલ્લા, કબાડી, ગેરેજવાળા અને ધાબા ટાઈપ હોટલવાળા કબજો કરી લે છે. આ રીતે આ દબાણો, સરકારી નોકરો માટે આડે હાથની કમાણીનું સાધન બને છે.

આવી જમીનોનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કામ ચલાઉ કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને સમતલ કરી આ જમીનનો ઉપયોગ શાકભાજી અને ઘાસના ઉત્પાદન માટે થવો જોઇએ. જો આવી જમીન ખાનગી સંસ્થાઓ કે ખાનગી માલિકીની હોય તો પણ તેનો કબજો લઈ લેવો જોઇએ. આવી જમીનને પણ સમતલ કરી તેનો ઉપયોગ શાકભાજી અને ઘાસ ઉગાડવા માટે થવો જોઇએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાએ આવી  જમીનોનો કામ ચલાઉ કબજો લીધા પછી ત્રણ મહિના માટે શાકભાજી ઉગાડવા વાળાઓને ભાડે આપવો જોઇએ. દર ત્રણ માહિને આ કરાર રીન્યુ કરવો જોઇએ. ૮૦ ટકા ભાડું માલિકને આપવું અને ૨૦ ટકા ભાડું સરકારમાં જમા કરાવવું. આ કામની વ્યવસ્થા ગોઠવી શકાય.

એવું પણ જોવા મળ્યું છે કે શાકભાજી વેચવા વાળા રસ્તાઓ ઉપર લારી રાખી રસ્તાઓ ઉપર દબાણ કરે છે. દા.ત. અમદાવદમાં માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રોડ જેવા અનેક રસ્તાઓ છે કે જ્યાં ખાલી જમીનો પડી છે છતાં પણ રોડ ઉપર શાકભાજીવાળાઓનો કબજો હોય છે.

સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી

વસ્ત્રાપુર તળાવ પાસે એક સરકારી ખાલી પ્લોટમાં ગુજરાત સરકારે ઓર્ગેનિક શાક માર્કેટ કામચલાઉ ધોરણે બે હરોળમાં શનિ-રવિ પૂરતી, ઓર્ગેનિક  શાક માર્કેટ બનાવી છે. આમાં સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અણઘડતા દેખાઈ આવે છે. એવું લાગે છે કે જે કંઈ કરવું તે ગંદી રીતે કરવું. જમીનને સમતલ કરી નથી. મંડપના લીરેલીરા ઉખડી ગયા છે. ચાલવા માટે ઈંટર લોક ટાઈલ્સ નથી. સુઘડ રીતે કામ કરવું તે સરકારી નોકરોના લોહીમાં નથી. કામ ચલાઉ વેચાણ પ્રદર્શનોમાં અને આનંદ મેળાઓમાં પણ આ જ હાલ હોય છે. જવાબદારી જો નિશ્ચિત કરવામાં આવે તો આ બધું નિવારી શકાય.

કામ ચલાઉ રસ્તાઓ ઈન્ટર-લોકીંગ સીમેન્ટ ટાઈલ્સથી બનાવી શકાય. ઈન્ટર લોકીંગ ટાઈલ્સની ગુણવત્તા નક્કી કરી શકાય. પણ સરકારી નોકરો મહાત્મા મંદિરમાં પણ આવું નથી કરી શકતા તો અમદાવાદમાં તો કરે જ ક્યાંથી?

સરકારી નોકરો બારદાન છે.

બારદાન એટલે પેકેજીંગ.  તમે એક ઉત્કૃષ્ટ ઉત્પાદન કર્યું. પણ તેનું પેકેજીંગ નબળું હોય તો ગ્રાહકને તૂટ્યો ફુટ્યો માલ મળે. નરેન્દ્ર મોદી કે જે તે સરકારો આયોજન પૂર્વક ગમે તેવી સારી યોજના બનાવે પણ સરકારી નોકરો તેને બગાડી નાખવામાં નિષ્ણાત હોય છે.

દા.ત.

ગાંધીનગરમાં  સરકારે ચીપ શોપીંગ સેન્ટર બનાવેલ. કોણ જાણે કેમ, પણ આ શોપીંગ સેન્ટરોમાં અમુક કે બધી દુકાનો  ખાલી રહેતી. અને બાજુના રસ્તા ઉપર લારીવાળાઓનો કબજો રહેતો હતો. હજી પણ આવું જ હશે.

ગુજરાત હાઈકૉર્ટમાં કેન્ટીન છે. પણ તેની અંદરના ખુલ્લા પ્લૉટની  જગ્યામાં ખાણીપીણી વાળા રીસેસમાં કબજો કરી લે છે. કેન્ટીનના કોન્ટ્રાક્ટનો નિવેડો લાવવામાં આવ્યો ન હતો.

નવી મુંબઈમાં પણ સરકારે શાકમાર્કેટના મકાનો બનાવેલ. પણ આ મકાનોમાં દુકાનોનો કબજો ઢોર ઢાંખર પાસે રહેતો. એટલે કે ઢોર ઢાંખર ના આશ્રય સ્થાન બનતા અને શાકભાજીની લારીઓ રસ્તા ઉપર વેચાણ કરતી. આનું કારણ એ કે જો રસ્તા ઉપર વેચાણ કરો તો સરકારી ગુંડાઓ પૈસા ઉઘરાવી શકે છે.

વિકસિત દેશોમાં કોઈપણ ખુલ્લી જગ્યા ઉપર યાતો ઘાસ ઉગાડવામાં આવતું હોય છે અથવા તો વૃક્ષો ઉગાડેલા હોય છે.

SAM_0836

રસ્તાઓ બંને બાજુના અંતસુધી પાકા હોય છે અને ફુટપાથો વ્યવસ્થિત રીતે બંધાયેલી હોય છે.

SAM_0832

જો આ પ્રમાણે હોય તો તમે વાતાવરણનું ઉષ્ણતામાન ૧૦ ડીગ્રી જેટલું નીચું લાવી શકો. કારણ કે ઘાસ ઉગાડેલી જમીન ગરમ થતી નથી. હવામાં ધૂળના રજકણો પ્રમાણમાં સાવ જ ઓછાં હોય છે. એટલે હવા ઓછી ગરમ થાય છે.

આ બધું શું આપણા દેશમાં શક્ય નથી?

કશું અશક્ય નથી. મ્યુનીસીપલ કમીશ્નરમાં (આઈ એ એસ અધિકારીઓમાં) પોતાના શહેરની પ્રત્યે પ્રેમ અને કામ કરવાની નિષ્ઠા બતાવવાની તાલાવેલી હોવી જોઇએ. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમાં પણ સરકારી અધિકારોને દંડવાની તાકાત જોઇએ નહીં કે “હું પૈસા નહીં બનાવું તો કોઈ બીજો બનાવશે, તો પછી હું જ શા માટે પૈસા ન બનાવું?” વાળું વલણ.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ નૈતિક પ્રદુષણ, જલવાયુ પ્રદુષણ, ગરીબોની સેવા, નહેરુવીયન કોંગ્રેસ, રાજકીય લાભ, પરિકલ્પના, પ્રોજેક્ટ, ભાવનગર તારાપુર રેલ્વે લાઈન, નર્મદા યોજના, ભાઈલાલભાઈ પટેલ, કલ્પસર, કાશ્મિરના હિન્દુઓની યાતનાઓ, નસરુદ્દીન, અનુપમ ખેર, નદીઓ ઉપર બંધ, બળદ (સાંઢ), પાડો, ટ્રેક્ટર, ઉર્જા, વૃક્ષોની હરોળ, નદીઓ અને સરોવરના કિનારાઓ, રીવર ફ્રંટ, ફાજલ જમીન, લારી ગલ્લા ગેરેજ ધાબા હોટેલ, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થા, મ્યુનીસીપલ કમીશ્નર, શાકભાજી, માનસી ચાર રસ્તા, શાસ્ત્રી નગર ત્રણ રસ્તા, ગુરુકુલ રો, સુઘડ, સરકારી નોકરો, બારદાન, ચીપ શોપીંગ સેન્ટર

Read Full Post »

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ

જલવાયુ પ્રદુષણ થી વાસ્તવમાં શું થાય છે?

જલવાયુ પ્રદુષણથી જમીન બગડે છે અને જમીન બગડવાથી શું શું થાય છે અને શું શું થઈ શકે તે જોઈશું.

એક વાત ચોક્કસ કે જો આપણેજમીન બગડવાની વાત કરીએઅને તેને સુધારવાની વાત કરીએ તો તે એક બળાપો નહીં પણ વ્યંઢ આચાર પણ કહેવાય અને યોગ્ય પણ કહેવાય.

જેમકે તમે માગણીઓ મુકો અને પ્રદર્શન કરો પણ તમે તમારી માગણીનું ઔચિત્ય બતાવી શકો તો વ્યવહારિક ભાષામાં તેને વરવું રાજકારણ કહેવાય છે. એટલે કે તમે તમારા જુથની રાજકીય શક્તિનો દુરુપયોગ કરી ઔચિત્યના અભાવમાં, બીજાને ભોગે લાભ લેવા માગો છો.

જમીન બગડી રહી છે જમીન બગડી રહી છે   એમ પ્રચાર કરી એક ઋણાત્મક વાતાવરણ ઉભું કરી રાજ કારણ ખેલી રહ્યા છો એવો પણ અર્થ થાય.

જમીન બગડવી કે જમીન બગાડવી એટલે શું?

જમીનની અનુત્પાદકતાની સ્થિતિ એટલે જમીન બગડવી કે જમીન બગાડવી એમ કહી શકાય.

જો જમીનમાં વૃક્ષો ઉગી શકે તેમ હોય તો તેને ફળદ્રુપ જમીન કહેવાય. ફળદ્રુપતામાં ઘટાડો થાય અથવા ફળદ્રુપતા નષ્ટ થાય પ્રકારની આપણી કાર્ય પ્રણાલી હોય તો તેને જમીન બગડી કે જમીન બગાડવી એમ કહેવાય.

જો તમે જમીન ફળદ્રુપ હોય પણ તેનો ઉપયોગ કરો તો પણ તે જમીન બગાડી એમ કહેવાય.

જમીન ફળદ્રુપ હોય પણ તેનો ખોટો ઉપયોગ થતો હોય તો પણ તેને જમીન બગાડી એમ કહેવાય.

સૌ પ્રથમ આપણે સમજવું જોઇએ કે જમીન ઉપર હક્ક કોનો છે?

જો આપણે પર્યાવરણના સંતુલનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા હોઈએ (જો કે તે સિવાય છૂટકો નથી), તો જમીન ઉપર મનુષ્યનો હક્ક નથી. હા એટલું ચોક્કસ કે મનુષ્ય, જમીનના થતા ઉપયોગ ઉપર સુચારુ રુપે સંચાલન કરી શકે.

જમીન ઉપર સૌ પ્રથમ હક્ક વૃક્ષો નો છે.

પણ જમીન ઉપરના વૃક્ષોનું થયું શું?

પર્યાવરણના સંતુલન ઉપર પ્રથમ પ્ર્હાર

જમીન ઉપર જ્યારે સૌ પ્રથમ હળ ચાલ્યું ત્યારે પર્યાવરણના સંતુલન ઉપર પ્રથમ પ્ર્હાર થયો.

અન્ન નો છોડ ૧૨કે તેથી પણ ઓછી ઉંડાઈ સુધીનો જમીનનો ઉપયોગ કરે છે. કૃષિ માટે જંગલોના વૃક્ષો કાપી નાખવા જમીન,, વૃક્ષો અને પર્યાવરણ ઉપર એક પ્રહાર છે.

પ્રહાર પછી નાના નાના પ્રહારો થતા ગયા. મનુષ્યે પોતાના મોટા મોટા આવાસો બાંધ્યા, મહેલો બાંધ્યા, ગ્રામ્ય વસાહતો બનાવી, કસ્બાઓ બનાવ્યા, નગરો બનાવ્યા અને મહાનગરો બનાવ્યા અને પહોળા પહોળા રસ્તાઓ પણ તેને બાંધવા પડ્યા. જો બધું આયોજન પૂર્વક થયું હોત તો બહુ અસંતુલન થાત. પણ એવું થયું નહીં એટલે સારા પરિણામો થોડા અને ખરાબ પરિણામો વધુ પ્રમાણે થયું.

ગામડાઓ મોટાં થતાં ગયાં તેમ અંતરો વધવા માંડ્યા. સમય બચાવવા વાહનો વસાવવા પડ્યાં. તે વાહનો પણ ધીમા લાગવા માંડ્યા એટલે કુદરતી વાહનોને બદલે વધુ વેગ વાળા વાહનો બનાવવા પડ્યાં. સમસ્યાઓ વધતી ગઈ. વસાહતોની પરસ્પર અવલંબનતા વધતી ગઈ એટલે વસોહતો વચ્ચે વાહન વ્યવહાર વધતો ગયો. એટલે અતિવેગ વાળા વાહનો બનાવવા પડ્યા. વાહનના માર્ગોની સમસ્યાઓ ઉભી થઈ. તીવ્ર વેગવાળા હવાઈ વાહનો ઉત્પન્ન કરવામાં આવ્યા પણ વાહનો અને તેના વહીવટી સ્થાનો માટે મોટીમસ જમીનો જોઇએ. એટલે થયું એવું કે જંગલો કાપી ખેતરો થતા ગયા. ખેતરો કાપી રસ્તા થતા ગયા.

ભારતમાં જે કંઈ થયું તેમાં મૂળભૂત કારણ નૈતિક પ્રદુષણ હતું. રસ્તા ઉપર ફેરીયા અને દુકાનદારોના દબાણો થયા. એટલે રસ્તાઓ નાના પડવા માંડ્યા. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું વેપારી કેન્દ્ર છે. શહેર ૧૯૪૭ પછી વસ્તીમાં ૧૫ ગણું અને વિસ્તારમાં ૧૦૦ ગણું તે તેથી વધુ વિકસ્યું. જો સુચારુ રુપે આયોજન થયું હોત તો અને નૈતિક પ્રદુષણ ને ઉત્તેજવામાં આવ્યું હોત તો કોઈપણ જાતની સમસ્યાઓ ઉભી થઈ હોત.

એજ અમદાવાદ છે જે ગાંધીજીની કર્મ ભૂમિ રહી હતી. નૈતિક પ્રદુષણને અહીં હોંશિયારી માનવામાં આવતી હતી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન આંદોલન થઈ શકતું હતું અને સફળ રીતે થયું પણ હતું.

એજ અમદાવાદ છે કે જ્યાં તમને રહેણાક, વ્યાવસાયિક અને સરકારી સંનિર્માણ (કંસ્ટ્રક્શન) કામોમાં બેસુમાર અનિયમિતતા અને અતિક્રમણ જોવા મળશે. રસ્તાઓ ઉપર અને ફુટપાથો ઉપર ફેરીયાઓ, પાથરણા વાળા, ખૂમચાવાળા, ગલ્લાવાળા, અને દુકાનવાળાઓએ દબાણ કરી દીધું હોય છે. તમને ક્યાંય પણ ફુટપાથનો ૫૦ મીટર લાબોં કટકો પણ વ્યવસ્થિત મળશે નહીં કે જ્યાં તમે ચડ ઉતર કર્યા વગર ચાલી શકો.

ફુટપાથ ઉપર વ્હીલચેર ચલાવી શકાય તેવી ફુટપાથ હોવી જોઇએ વાત તો આપણા મ્યુનીસીપલ કમીશ્નરના ભેજા બહારની વાત છે તો તેમના સેના પતિઓના દિમાગમાં તો આવી વાત આવે ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને?

બધાજ ચોર અને ઠગ હાજર છે. પણશોધી ચડાવાઓ શૂળીએ જાડા નરને જોઈ

બધા ચોર હાજર છે. જેમણે જમીન ખરીદી તે બિલ્ડર પણ હાજર છે. જેણે પ્લાન મંજુર કરવાના હતા તે સરકારી અફસરો પણ હાજર છે. જેમણે બાંધકામ ને તબક્કાવાર ચકાસણી કરી આગળ કામ કરવાની લીલી ઝંડી આપવાની હતી તે ઇજનેર પણ હાજર છે. બધું હોવા છતાં જેમને છેતરાવવાનું નક્કી કર્યું હતું તે છેતરાયા.

કોઈક માઈના લાલે ન્યાયાલયમાં કેસ કર્યો, કે બાંધાકામ ગેરકાયદેસર છે. જાણે ઉંઘમાંથી જાગ્યા હોય તેમ સરકારી અફસરો જાગ્યા, નગરપાલિકાના અફસરો જાગ્યા, બીલ્ડર સાહેબને મળ્યાને મસલતો કરી. સૌ ભેગા થઈ ન્યાયધીશ સાહેબને મળ્યા. કુલડીમાં ગોળ ભાંગ્યો. ઈમ્પેક્ટ ફી મિલ્કતના નવા માલિક (નવા માલિક એટલે કે બિલ્ડર નહીં. જે છેતરાયો છે તે એટલે કે મિલ્કત ખરીદનાર) ઉપર ઠોકી બેસાડી. તેને તો સાંભળવામાં પણ આવ્યો.

શું થયું હતું? પાર્કીંગની જગ્યા રહેવાસીઓને બદલે બીલ્ડરે બીજાને વેચી દીધી હતી. ત્યાં દુકાનો થઈ ગઈ. ભોંયરામાં પણ દુકાનો થઈ ગઈ. વાહનો બધા રસ્તા ઉપર પાર્ક થવા માંડ્યા.

ફુટ પાથોનું શું થયું?

ફુટપાથો ઉપર ફેરીયા વાળા ગલ્લાવાળા અને પાથરણા વાળા આવી ગયા. કોઈ ગાંડા ન્યાયધીશે કહ્યું ફેરીયાઓ તો આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. કમીશ્નર સાહેબ રાજીના રેડ થઈ ગયા. કમિશ્નર સાહેબે ખુશી ખુશી મંજુર રાખ્યું. તો તેમણે ક્યારેય કેવીયેટ દાખલ કરી તો તેઓ અપીલમાં ગયા, તો તેમણે કોઈ કાયદેસરના પગલાં લીધાં.

સરકારી જમીન એટલે કે જનતાની જમીનનો ઉપયોગ શું મફતમાં થાય છે?

ના જી. તો પોલીસ અને મ્યુનીસીપાલીટીની મીલીભગત છે અને કમાણીનું સાધન છે. કશું મફત નથી. તમે જે તે રોડ ના નિશ્ચિત ગુંડાને મળો અને તમારી જગ્યા નિશ્ચિત કરાવી દો. હવાલદારને છૂટક ચા પાણીના પૈસા આપો. કાયમી હપ્તો ગુંડાને આપો. ગુંડાભાઈ લાગતા વળગતાને પહોંચતો કરશે.

જો કોઈ માઈનો લાલ કોર્ટમાં જનહિતનો કેસ કરશે તો ગુંડાભાઇ, વેપારીભાઈ અને સરકારી અફસર ભાઈ તોડ કાઢશે અને ન્યાયધીશ સાહેબ સાથે તોડ કરશે.

તો તમે ખાંડ ખાઓ છો.

જો તમે એમ માનતા હો કે તમારી ચાલવાની અને રસ્તાની જમીન ઉપર અતિક્રમણ કરનારા ગરીબ છે તો તમે ખાંડ ખાઓ છો.

તમે તેમના દ્વારા વેચાતા કાપડનો જત્થો અને ક્વાલીટી જુઓ, જુતાં નો જત્થો અને ક્વાલીટી જુઓ, અને કટલરીનો સામાન જુઓ. તમે અચૂક કહી શકશો કે આટલા પૈસાનું ફેરીયો રોકાણ કરી શકે તેમ છે નહીં. સામાન ફેલાવીને બેસનારા ફેરીયાઓ તો વેપારીનો માલ જાંગડ લઈ આવે છે અને વેચે છે. કેટલાક ફુટાપાથને રેસ્ટોરાં બનાવી દે છે. તેમના બાપની જગ્યા હોય તેમ ટેબલ ખુરસીઓ બીછાવી દે છે. કેટલાકમારુતી ઓમનીઅનેમારુતી ઈકોલઈને આવે છે. તેમાં ફાસ્ટફુડ બનાવીને વેચે છે.

જો તમે ૩૦ મીનીટ માટે ચાલતા ચાલતા બહાર જાઓ અને ઘરે આવીને હાથ ધુઓ તો તમને મેલવાળું પાણી દેખાશે. તો પછી અહીં રસ્તા ઉપર ચાલતા રેસ્ટોરાં અને પાણીપૂરી ના ખૂમચાવાળા તમારા આરોગ્યને કેવું નુકશાન કરતા હશે તેનો અંદાજ બાંધી શકો છો. મ્યુનીસીપલ કોર્પોરેશનનું આરોગ્યખાતું ગુનાઈત આંખ મીંચામણા કરે છે.

ખાડા ખોદો અને ખાડા પૂરો અને ખીસ્સા ભરો.

નહેરુવીયનોએ અને તેમની સાંસ્કૃતિક અસરવાળા પક્ષો નો મૂળ હેતુ જનતાને ગરીબ રાખવાનો છે. જનતા ગરીબ રહે એટલે નિરક્ષર અથવા અભણ પણ રહે. યુપી બિહાર ઓરીસ્સા ના ગરીબોના ટોળાં વિકાસશીલ રાજ્યો માં ઉતરી આવે છે. અહીં તેમને ફેરીયા તરીકે રોટલો તો મળી જાય છે. એટલે ગુજરાત અને મુંબઈ ફેરીયાઓથી ખદબદે છે. અફસરો પણ યુપી બિહાર ઓરીસ્સા રાજસ્થાન એમ.પી. ના હોય એટલે અતિક્રમણ કરવાવાળાઓને રાહત રહે છે.

સૌ ગરીબો, રોગના કારખાનાને લીધે માંદા પડે એટલે તેમને રાહત ભાવે ઉપચારો કરવામાં આવે છે. આમ ખાડા ખોદો અને ખાડા પૂરો એવો ઘાટ થાય છે.

ગેરેજ વાળા, કબાડીખાના વાળાઓએ અને બીજા પરચુરણ વેપારીઓએ ૧૩૨ ફૂટના રસ્તા ઉપર જેના ઉપર બીઆરટીએસ ચાલે છે તેની ફૂટપાથ અને સાઈકલ પથ સુધી અતિક્રમણ કરી દીધું છે. સાઈકલ પથ પર તમે સાઈકલ ચલાવી શકો.

જે અમદાવાદમાં છે તે ગુજરાતમાં બધે છે. અને ગુજરાતમાં છે તે દેશમાં બધે છે.

જે ફોજદારી ગુનો છે અને જે રેકર્ડ ઉપર આવી ગયો છે તે કદી માફ કરી શકાતો નથી, વાત ન્યાયધીશ પણ જો અવગણે તો તમે શું કરી શકો?

સરકારી જમીન (જન ઉપયોગની જમીન) એે ગુંડાઓનું ખેતર છે જેમાંથી તેઓ પૈસાની લણણી કરે છે.

નૈતિક પ્રદુષણને જો દૂર કરવામાં આવે તો જલવાયુ પ્રદુષણ અને તેના ભય સ્થાનો આપો આપ દૂર થાય.

પણ તે પહેલાં અમુક બાબતો સ્વિકારી લો.

જો મનુષ્યે જમીનના ઉપયોગનું સંચાલન સુચારુ રુપે કરવું હોય તો મનુષ્યે જમીન ઉપર વૃક્ષોનો હક્ક માન્ય રાખવો પડશે. જેમ ગાયના દૂધ ગાયના વાછરડાનો છે તેમ જમીન ઉપર સર્વપ્રથમ હક્ક વૃક્ષોનો છે.

હાજી, વાત ચોક્કસ કે મનુષ્ય સમાજ નક્કી કરી શકે કે કયા વૃક્ષો વાવવા, કેટલા વૃક્ષો વાવવા અને ક્યાં ક્યાં વાવવા.

સર્વ પ્રથમ ફળાઉ વૃક્ષોનો હક્ક છે. ફળોની ઋતુઓ હોય છે એટલે દરેક ઋતુમાં મનુષ્ય જાતિને અને પક્ષીઓને પોતાનું ભોજન મળી રહે તે પ્રમાણે વૃક્ષો વાવવા જોઇએ. મનુષ્યની ફરજ છે.

એક વૃક્ષ કેટલું મહત્વનું છે તે આપણે અન્યત્ર જોયેલું છે.

વૃક્ષ વરસાદી પાણીને વહેતું આંશિક રુપે અટકાવીને જમીનમાં પકડી રાખે છે તેને ઊંડું ઉતારે છે અને પાણીનો સંગ્રહ કરે છે. વૃક્ષ પરોક્ષ રુપે એક નાનો જળસંગ્રાહક અને જળ સ્રોત છે. વૃક્ષ ભૂગર્ભ જળસ્રોતના સ્તરને ઉંચું લાવે છે.

વૃક્ષ પોતાના પાંદડાં દ્વારા હવામાં ભેજ છોડે છે અને હવામાં ઠંડક પ્રસરાવે છે. આમ વૃક્ષ એક એર કંડીશનરનું કામ કરે છે.

વૃક્ષ જમીનને ફળદ્રુપ બનાવે છે અને ફળદ્રુપ રાખે છે

વૃક્ષ ફળ આપે છે જે મનુષ્ય અને અન્ય સજીવ સૃષ્ટિ માટે શ્રેષ્ઠ ખોરાક છે.

વૃક્ષ ઉપર પક્ષીઓ આશ્રય લે છે. વૃક્ષની નીચે પશુઓ અને મનુષ્ય જાતિ આશ્રય લેછે મનુષ્ય જાતિ વૃક્ષનો અનેક રીતે તેના જીવનમાં ઉપયોગ કરે છે.

એક વૃક્ષમાંથી અનેક વૃક્ષ પેદા થાય છે અથવા પેદા કરી શકાય છે.

એક વૃક્ષ મહત્તમ ૧૫ વર્ષ સુધીમાં ઉગાડી શકાય છે

જમીન ઉપર બીજો હક્ક પાણી નો છે.

જંગલમાં લાગતી આગ ને પાણી ઓલવી શકે છે. ઉપરાંત પાણીમાં પણ અનેક વનસ્પતીઓ ઉગે છે. પાણી વૃક્ષોનું અને સજીવ સૃષ્ટિનું પોષણ અને રક્ષણ કરે છે. પૃથ્વી ઉપર ત્રણ ભાગ પાણી છે અને એક ભાગ જમીન છે. પાણી પણ અંતે તો જમીન ઉપર છે. સમૂદ્રનું પાણી પીવા લાયક હોતું નથી. પણ સમૂદ્રનું ખારું પાણી વર્ષા રુપે જમીન ઉપર આવે છે અને તેનો શ્રેષ્ઠ સંચય વૃક્ષો દ્વારા થાય છે.

જમીન ઉપર ત્રીજો હક્ક શાકનો છે.

જમીન ઉપર ચોથો હક્ક વસાહતી સમાજનો છે. એટલે કે ટકા જમીન વસાહતી સમાજ પોતાના રહેણાક, ઉર્જા, ઉદ્યોગ, વાહન વ્યવહાર અને સેવાઓ માટે વાપરી શકે.

જો જમીન ફાજલ હોય તો તે ફાજલ જમીન ઉપર અન્ન ઉત્પાદનનો હક્ક છે.

વૃક્ષ અને શાકભાજી બહુમાળી ઉત્પાદન છે. વૃક્ષ તમને અનેક સ્તરીય ઉત્પાદન આપે છે. તેમજ વૃક્ષના મૂળીયાં જમીનમાં ઉંડે સુધી જાય છે. એટલે વૃક્ષ છીછરી જમીન ઉપર ઉગી શકે. શાક પણ બહુ સ્તરીય ઉત્પાદન આપે છે પણ તે ઋતુ પ્રમાણે ઉગે છે. શાકભાજી જમીનની ની આસપાસની ઉંડાઈનો ઉપયોગ કરે છે.

જે જમીન ઉપજાઉ નથી તે એક વિકાસનો શ્રોત છે. જો પાણી હોય તો પત્થર ઉપર પણ વનસ્પતિ ઉગાડી શકાય છે.

પાણીના આયોજન સાથે અનેક આયોજનો સંકળાયેલા છે.

સંરચના નિર્માણ (માળખાકીય બાંધકામ, આવાસ અને વસાહત આયોજન), માર્ગ, રેલવે અને હવાઈ યાતાયાત, વ્યવસાય અને ઉત્પાદન માટેના આયોજન

complex 01

જમીનના ઉપયોગ વિષે બહુ વિસ્તારથીનવ્ય સર્વોદયવાદની બ્લોગ શ્રેણીમાં લખ્યું છે.

મનુષ્ય પણ બહુસ્તરીય આવાસો બાંધીં શકે છે. બહુસ્તરીય આવાસો બાંધવાથી વધુ જમીન ફાજલ પડશે. અને વધુ વૃક્ષો ઉગાડી શકાશે.

આવાસ, સુરક્ષા સહિતની સરકારી સેવા, વાણીજ્ય સેવા, માધ્યમિક શિક્ષણ અને ગૃહ ઉદ્યોગ માટે એક સ્વાવલંબી સંકુલ બનાવી શકાય.

હાલના ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ગ્લોબલ વીલેજમાં સંપૂર્ણ સ્વાવલંબી હોય એવું સંકુલ બનાવી શકાય. પણ ગૃહ ઉદ્યોગ, શાકભાજી, દેશી ખાતર, રાંધણ ગેસ, વાણીજ્ય વ્યવસાય, ગોદામ, ખેત ઉત્પાદનનો પેકીંગ વ્યવસાય, કૃષિ અધારિત ગૃહ ઉદ્યોગ, સેવા વ્યવસાય, સરકારી સેવા વ્યવસાય, ચિકિત્સા વ્યવસાય, જલ સંગ્રહ, જળ શુદ્ધીકરણ, જલપુનઃપ્રાપ્તિ ક્રિયા, ઉર્જા ઉત્પાદન, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ખેલ કુદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિગેરે બાબતમાં સંકુલને સ્વાવલંબી બનાવી શકાય.

૧૬૦૦ કુટૂંબોનું રહેણાક વ્યવસાય, શિક્ષણ અને સેવાઓનું એક સંકુલ જે એક થી પાંચ કિલોમીટરની ત્રીજ્યામાં આવતા બધા ગામડાંને સમાવી લે તે માટે સક્ષમ હોય.

૧૬૦૦ કુટૂંબ એટલે ૮૦૦૦ ની જન સંખ્યા.

એક વ્યક્તિને પીવા માટે અને વાપરવા માટે ૧૦૦ લીટર પાણી જોઇએ. તો ૮૦૦૦ વ્યક્તિને લાખ લીટર પાણી જોઇએ.

ધારોકે આપણી પાસે ૨૨૫ * ૨૨૫ નો જમીનનો ટૂકડો છે. અને આપણે તેમાં ૧૦૫૦૦ ચોરસ મીટર ઉપર બાંધકામ કર્યું. તો તે ૧૦૫,૦૦૦,૦૦૦ ચોરસ સેન્ટીમીટર વિસ્તાર થયો.

જો ૫૦ સેન્ટી મીટર વરસાદ પડે તો ૫૨૫૦, ૦૦૦,૦૦૦ ક્યુબીક સેન્ટીમીટર પાણી નો સંચય થાય.

૫૨૫૦, ૦૦૦,૦૦૦ સીસી પાણી ૫૨૫૦,૦૦૦ લીટર પાણી થયું.

આમાંથી પીવા માટેના પાણીને જુદું પાડો.

૮૦૦૦ વ્યક્તિઓ છે, રોજનું ૧૦ લીટર પ્રતિ વ્યક્તિ પાણી જોઇએ.

૮૦૦૦૦ લીટર પાણી જોઇએ.

૫૨૫૦,૦૦૦ /૮૦૦૦૦ = ૫૨૫/ = ૬૯ દિવસ પાણી ચાલે

સિવાય આપણી પાસે ૪૦૦૦૦ ચો.મી. ખૂલ્લી જમીન છે.

એટલે કે ૪૦૦,૦૦૦,૦૦૦ ચો.સેં.મી. જમીન થઈ.

આના ઉપર ૫૦ સેં.મી. વરસાદ પડે. ૨૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ સીસી પાણી થયું. એટલે કે ૨૦૦,૦૦૦,૦૦૦ લીટર પાણી થયું.

આમાંથી / પાણી જમીન શોષી લે અથવા તો આપણે તેને ગણીએ કારણ કે તે વૃક્ષો વાળા વિસ્તારમાં પડે છે, તો આપણી પાસે ૫૦,૦૦૦,૦૦૦ લીટર પાણી સંગ્રહ કરવું પડૅ.

૫૦,૦૦૦,૦૦૦/૮૦૦૦૦ = ૫૦૦૦/ = ૬૨૫ દિવસ ચાલે.

એક વર્ષના ૫૦ સેં.મી (૨૦ ઈંચ) વરસાદથી આપણે ૬૨૫ + ૬૯ = ૭૯૪ ચાલે એટલું ઓછામાં ઓછું પાણી મળે. એટલે કે બે વર્ષ ઉપરાંતનું પાણી મળે.

બગીચા વાળા ચોરસમાં નીચાણવાળી જગ્યામાં એક ટાંકી કરો. ૧૦*૧૦ = ૧૦૦ ચો. મી. રાખો. તેને ૧૦ મીટર ઊંડી કરો. ૧૦૦૦ ચો.મી. એટલે કે ૧૦૦૦,૦૦,૦૦,૦૦ ચો.સેં.મી. થઈ. એટલે કે ૧૦૦૦૦૦૦ લીટર ની થઈ. આવી ચાર ટાંકીઓ કરો અને દરેક હેક્ટરના ચોકડામાં બનાવો. જે તે વીંગની અગાશીમાંથી આવતું વરસાદનું પાણી તેમાં ગળણી દ્વારા ભરો.

દરેક હેક્ટરમાં પડેલા વરસાદનું પાણી ઈન્ટર કનેક્ટેડ પાઈપ દ્વારા ગાળીને કૂવામાં લાવો. રીતે કૂવાને વર્ષાઋતુમાં ચાર્જ કરો.

ડ્રેઈન પાઈપના પાણીને વૃક્ષોના હેક્ટરમાં ચોક્કસ પ્રકારે બનાવેલા રેખાંકિત માર્ગ પ્રમાણે જમીનમાં છોડી દો. પાઈપ જમીનમાં પાંચ મીટર ઉંડી હશે અને બે વૃક્ષોની વચ્ચે બનાવેલા શોષક માર્ગમાં ખૂલશે એટલે વૃક્ષોને અંતઃસ્રવણ દ્વારા જમીનમાં પ્રસરેલું પાણી મળ્યા કરશે.

ઉર્જા ઉત્પાદનઃ

પશુઓનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદનમાં કરી શકાય. એવાં યંત્રો બને છે અને બજારમાં ઉપલબ્ધ છે કે જેને એક માણસ એક કલાક માટે ચલાવે તો તેના ઘરમાં એક દિવસ માટે વિજળી પૂરી પાડી શકે. યંત્રમાં ફેરફાર કરી, તે યંત્રને બળદો (પોઠીયાઓ) દ્વારા ચાલતું રાખી શકાય. પોઠીયાઓ અને પાડાઓ દ્વારા લીફ્ટ અને મોટર પંપ ચલાવી શકાય. અગાશીઓમાં સૂર્યકોષ સમૂહો ગોઠવી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે.

સ્વાવલંબી સંકુલ સંપૂર્ણ રીતે સ્માર્ટ છે.

સંકુલના દરેક પેસેજમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, અવર જવર રજીસ્ટર્ડ થાય છે. સુરક્ષા સ્ટાફ તેનું અવલોકન કરતો રહે છે.

સંકુલમાં દરેક રહેવાસી ઓળખાયેલો અને નોંધાયેલો છે

સંકુલમાં પ્રવેશ માટે આંગળીની રેખાઓ ઓળખ બને છે. અને દરવાજાઓ ઓળખ સ્થપાયા પછી ખૂલે છે. અને બધું ઓટોમેટિક થાય છે રજીસ્ટર્ડ થાય છે. અન્ય વ્યક્તિમાટે સીક્યોરીટી સ્ટાફઆધાર કાર્ડદ્વારા અથવા અન્ય સરકાર માન્ય ઓળખપત્ર દ્વારા ઓળખ થાય છે, તેની ચકાસણી થયા પછી પ્રવેશ મળે છે.

સંકુલમાં કોઈને ૨૫૦ મીટરથી વધુ ચાલવું પડતું નથી. લીફ્ટદ્વારા ઉપર નીચે જવાય છે.

સૌ રહેવાસીઓને મોકળાશ છે. સૌને આકાશ દેખાય છે. દરેકની ત્રણ દીશાઓ ખુલ્લી છે. દરેકને કુદરતી હવા જોઈતી હોય તો મળે છે.

ગંદકીની સમસ્યા નથી. બધું સીસી ટીવી કેમેરામાં રજીસ્ટર થાય છે. એટલે ગંદકી કરનાર પકડાઈ જાય છે. પેસેજનો ઉપયોગ ફક્ત અવરજવર માટે છે. જે કોઈ તેનો ગેરકાયદેસર ઉપ્યોગ કરશે તે સીસીટીવી કેમેરામાં પકડાઈ જશે. અતિક્રમણ કરવાની શક્યતા નથી. જો કોઈ અતિક્રમણ કરવાનો પ્રયત્ન કરે તો તે નોંધાઈ જાય છે. અને તે વ્યક્તિ દંડિત થાય છે. ગેરકાયદેસર કબજાની સમસ્યા નથી કારણ કે દરેક મિલ્કતનું સ્થાનાંતર સક્ષમ અધિકારી દ્વારા થાય છે. જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. અને ગુનાનો દંડ બેંકના ખાતામાંથી બારોબાર કપાઈ જાય છે.

વાહનોની ભીડની કોઈ સમસ્યા નથી. કારણ કે આબંટિત પાર્કીંગ છે. અને મુલાકાતીઓ માટે પણ અલગ પાર્કીંગ છે.

મેઈન રોડ પર જવા માટે + લેનનો રોડ છે. સ્ટેટ ટ્રાન્સ્પોર્ટ નું બસ સ્ટેન્ડ સંકુલની નજીક છે.

શિરીષ મોહનલાલ દવે.

ટેગ્જ઼ઃ પર્યાવરણ, જલ વાયુ પ્રદુષણ, પ્રથમ પ્રહાર, સંકુલ, સ્વાવલંબી, અન્ન, શાક, ભાજી, વ્યવસાય, સેવાઓ, સુરક્ષા, શિક્ષણ, અતિક્રમણ, રસ્તાઓ, માર્ગો, જંગલો, વૃક્ષો, નૈતિક પ્રદુષણ, નહેરુવીયન કોંગ્રેસ, અમદાવાદ, ગુંડા, ફેરીયા, પાથરણાવાળા, ખૂમચાવાળા, ગલ્લાવાળા, દુકાનવાળા, દબાણ, વ્હીલચેર, મ્યુનીસીપલ કમીશ્નર, સેનાપતિઓ, કૂવામાં હોય તો હવાડામાં, બિલ્ડર, અફસર, ઠગ, ન્યાયધીશ, ખરીદનાર, બાંધકામ, નિર્માણ, પાર્કીંગ

Read Full Post »

જલવાયુ પ્રદુષણનું દે ધનાધન

જલવાયુ પ્રદુષણ એક હૉટ ટૉપિક

જલવાયુ પ્રદુષણ સમાચાર માધ્યમોનો એક હૉટ-ટૉપિક હોય એમ લાગે છે. સમાચાર માધ્યમના ખેરખાંઓ અને વિદ્વાનો, જલવાયુ પ્રદુષણ, ભવિષ્યમાં કેવી ભયજનક બિહામણી પરિસ્થિતિ ઉત્પન્ન કરશે અને પૃથ્વી ઉપર કેવું વાતાવરણ ઉત્પન્ન થઈ જશે એ વાતોને ઈમોશનલી હાઈલાઈટ કરીને પ્રસારણ કરે છે.

એક વાત સાચી છે કે જલવાયુ પ્રદુષિત થયા છે અને જો તેને તદન અવગણવામાં આવશે તો ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ખરી. પણ જે બિહામણી પરિસ્થિતિ ઉત્પન્ન થવાની ભવિષ્ય વાણીઓ કરવામાં આવે છે તે પરિસ્થિતિ ઉત્પન્ન થતાં પહેલાં તો માનવ જાત જ નષ્ટ થઈ જશે.

 

એક વાત સમજી લેવી જોઇએ કે પૃથ્વી એક સજીવ ગ્રહ છે.  આપણે અને સજીવ સહિતના અન્ય પદાર્થો પૃથ્વીની સજીવતાનો એક હિસ્સો છીએ. એટલે આપણને જે વિચારો આવે અને આપણે જે પગલાં લઈએ તે બધું પૃથ્વીની વિચાર શીલતા અને ઉપાયોનો આપણે પણ એક હિસ્સો છીએ.

આપણે જેમ પરિસ્થિતિઓને સમજવામાં અને તેને વિષે વિચારવામાં ભૂલો કરીએ તે પણ પૃથ્વીની વિચારશીલતાનો એક હિસ્સો છે અને તે પણ ભૂલો કરી શકે છે. એટલે મનુષ્યે કે જેને આપણી પૃથ્વીએ છેલ્લે ઉત્પન્ન કરીને વિચાર કરવાની શક્તિ આપી તેની જાવબદારી વધી જાય છે.

મનુષ્યની જવાબદારી છે કે તે પૃથ્વી ઉપરની કુદરતી ઘટનાઓને તેના પરિપેક્ષ્યમાં સમજે.

બીજા પ્રાણીઓમાં પણ આ વૃત્તિઓ નિહિત છે. પણ તે પ્રાણીઓ કુદરત ઉપર વિજય મેળવવામાં માનતા નથી. તેથી તેમણે પૃથ્વીને સંતુલિત રાખી છે.

મનુષ્ય તો છેલ્લા એકાદ લાખ વર્ષથી બુદ્ધિ ચલાવતો થયો. અતિબુદ્ધિ શાળી અને પૃથ્વીના જલવાયુને પ્રદુષિત કરનારો તો કદાચ છેલ્લા ત્રણસો વર્ષોથી થયો. પણ પૃથ્વી તો પોતાની સજીવ સૃષ્ટિને ઓછામાં ઓછા એક અબજ વર્ષથી ટકાવી રાખતી આવી છે.

પૃથ્વીને નુકશાન ક્યારે થાય?

મહાત્મા ગાંધીએ કહેલ કે મનુષ્યની જરુરીયાતોને પૂરી કરવા કુદરત પાસે બધું છે. પણ મનુષ્યની તૃષ્ણાને પૂરી કરવા માટે કુદરત પાસે ખૂટી પડે તેમ છે.

મહાત્મા ગાંધી એ બીજી પણ એક વાત કરેલી કે જ્યારે પણ કંઈ સારુ કામ થાય ત્યારે તેના સારા પરિણામો પણ આવે અને સાથે સાથે ખરાબ પરિણામો પણ ઉત્પન્ન થાય.

મનુષ્યની તૃષ્ણાઃ

મનુષ્ય પોતાને માટે એટલેકે પોતાની જાતને ટકાવી રાખવા માટે અને મર્યાદિત આનંદ માટે કંઈ પણ કરે તેથી કરીને પૃથ્વી ઉપર કશું ખૂટવાનું નથી. પણ મનુષ્ય પોતાની તૃષ્ણા માટે એટલે કે અમર્યાદિત પૈસા એકઠા કરવા માટે અને જાહોજલાલી માટે કુદરતી શ્રોતોને વાપરે તો વાતાવરણમાં અસંતુલન સરજાઈ શકે છે.

ગાંધીજી નો એક પ્રસંગ ઘણી જગ્યાએ ઉદ્ધૃત થયેલો છે કે તેમણે સવારે મોઢું ધોવા નદીમાંથી એક જ કળશો પાણી લીધું. તેમને પૂછતાં, તેમણે જણાવ્યું કે મારો અધિકાર આટલો જ છે. જો કે તેમનું આ વલણ, મનુષ્યના માનસને ઘડવા માટેના એક ઉપચાર માટે હશે. એમ માનવું રહ્યું.

જેમકે મુસ્લિમ લોકો સ્ત્રીને બુરખામાં રાખે છે. સ્વામીનારાયણના અમુક સાધુઓ સ્ત્રીઓનું મોઢું જોતા નથી. આમ કરવાથી પુરુષની કામુકતાને ઉત્તેજન ન મળે એ પ્રકારનું વલણ હોય છે. પણ આ બધું યથા યોગ્ય તો ન જ ગણાય. નદીનું કરોડો લીટર પાણી બાષ્પી ભવન દ્વારા ઉડી જતું હોય અને તે બાષ્પીભવનને રોકવાનો ઉપાય ન હોય તેવા સંજોગોમાં નદીના એક લોટાની મર્યાદા બિન અસરકારક છે. સ્ત્રીઓનું મોઢું માત્ર ન જોવાથી મનુષ્ય કામુકતાને ઘટાડી શકે છે તે સૌ માટે લાગુ પડી ન શકે. સ્ત્રીઓની અવમાનના અને તેમાં પણ પારકાની સ્ત્રીઓની (દુશ્મનોની સ્ત્રીઓની) અવમાનના મુસ્લિમોમાં વિશેષ જોવા મળી છે. સ્વામીનારાયણના અમુક સાધુઓ જેઓ સ્ત્રી માત્રનું મોઢું જોવાનું ટાળે છે. જો કે આ સાધુઓએ તો ફક્ત પોતાના પુરતું જ આ વલણ મર્યાદિત રાખ્યું છે તેથી તે વિષે કશું કહેવાનું રહેતું નથી.

જળ પ્રદુષણ એટલે શું?

Effect of Global worming

જળ એટલે પાણી. પાણી પૃથ્વી ઉપર વરાળ, પ્રવાહી અને ઘન એમ ત્રણે સ્વરુપમાં મળી શકે છે. પણ સામાન્યરીતે પ્રવાહી સ્વરુપે મળે છે. પાણીનો ઉપયોગ પીવા માટે, ખોરાક માટે, વનસ્પતીને ઉગવા માટે અને સફાઈ માટે થાય છે. પાણી બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજન બનેલું છે.

વાયુ એટલે હવા. હવામાં નાઈટ્રોજન ૮૦ ટકા, ઓક્સીજન ૧૯ ટકા અને બાકીના વાયુઓ જેમકે કાર્બન ડાઈ ઓક્સાઈડ એક ટકો હોય છે. બીજા વાયુઓ પણ આ એક ટકામાં આવી જાય છે.

પ્રદુષણ એટલે કે આ પાણીમાં અશુદ્ધિઓનું પ્રમાણ સજીવોને નુકશાન કરે એટલી હદે વધી જાય, તો તે પાણીને દુષિત પાણી કહેવાય છે. તેજ રીતે હવામાં પણ સજીવો માટે નુકશાનકારક વાયુઓનું પ્રમાણ વધી જાય તો હવા પણ દુષિત કહેવાય છે.

જ્યારે આપણે વપરાશી ચીજોના ઉત્પાદન માટે કુદરતી રીતે ચાલતા પાણીના ચક્રને ક્ષતિ પહોંચાડીએ ત્યારે પાણી કાળક્રમે દુષિત બને છે.

કાપડના કારખાનાઓમાં, ચર્મ ઉદ્યોગમાં, માંસ ઉદ્યોગમાં, સીન્થેટિક ફાયબર ના ઉદ્યોગમાં, રસાયણ ઉદ્યોગમાં, ધાતુઓના ઉદ્યોગમા, બાંધકામ ઉદ્યોગમાં અને ખેતીમાં પાણી નો ઉપયોગ થાય છે. આમાં ક્યારેક પાણીનો વ્યય પણ થાય છે. આ ઉપરાંત મોટા ભાગના ઉદ્યોગો, વપરાયેલા જે પાણીને છોડે છે તે પાણી રસાયણવાળું, પીવા માટે બિન ઉપયોગી અને જમીનને બગાડનારું હોય છે. કયા ઉદ્યોગો કેટલું પાણી બગાડે છે તેના આંકડાઓ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. તેથી તેમાં ઉંડા ઉતરવાની જરુર નથી. પણ ઉદ્યોગો દ્વારા ૨૦ ટકા પાણી બરબાદ થાય છે અને તે પાણી જો પીવામાં વપરાય તો આરોગ્યને નુકશાન કરે છે. તે ઉપરાંત આ પાણી જમીનની ફળદ્રુપતાને નુકશાન કરે છે, ભૂગર્ભ જળસ્રોતને નુકશાન કરે છે, આ રીતે તે જમીન કાળક્રમે વેરાન બને છે.

વાયુ પ્રદુષણ એટલે શું?

draught

કોઈ પણ પદાર્થ ઓક્સીજન સાથે સંયોજીત થાય તેને આપણે બળવું એમ કહીએ છીએ. સામાન્યરીતે આ વાત આપણે કોલસાને (કાર્બનને), લાકડાને અને તેલોને લાગુ પાડીએ છીએ. ખનિજ તેલના આવિષ્કાર પછી ખનિજનો ઉર્જા માટે ઉપયોગ કરવામાં આવે છે. ખનિજ તેલનું બળવું પણ કાર્બનનો ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કરે છે.

કાર્બન ડાઈઓક્સાઈડની સાથે સાથે ગરમી ઉત્પન્ન થાય છે. ખનિજ તેલ બળે તો કાર્બન ડાઈઓક્સાઈડની સાથે સાથે ગરમી ઉપરાંત, કાર્બન, હાઈડ્રોજન, અને કેટલીક ધાતુઓ સાથેના સંયોજનો વાળા વાયુઓ પણ ઉત્પન્ન થાય છે.

કાર્બન ડાઈક્સાઈડ વનસ્પતીનો ખોરાક છે. એટલે જો પૂરતા પ્રમાણમાં વનસ્પતી હોય તો કાર્બન ડાઈઓક્સાઈડનું પ્રમાણ વધતું નથી.

કાર્બન ડાઈઓક્સાઈડ સાથે જે ગરમી ઉત્પન્ન થાય છે તે હવામાં ગરમાવો લાવે છે. ગરમી એટલે ન જોઇ શકાય તેવો પ્રકાશ. આ પ્રકાશના કણોની તરંગ લંબાઈ મોટી હોય છે. આ ગરમીના કિરણો પૃથ્વીના વાયુ મંડળને ભેદી અથડાતાં કુટાતાં કાળક્રમે અવકાશમાં જતા રહે છે.

 કાર્બન, હાઈડ્રોજનના સંયોજનો પૃથ્વી ઉપર ફેલાઈ જાય છે.

પૃથ્વીની સાથે સાથે તેનું વાતાવરણ પણ ઘુમતું હોય છે. વિષુવવૃત્ત ઉપર રેખીય ગતિ ની ઝડપ વધુ હોય છે. ધ્રુવ તરફ જતાં આ ગતિ ધીમી પડતી જાય છે. ધ્રૂવ ઉપર ગતિ શૂન્ય હોય છે.

પૃથ્વીના ઉપરના સ્તરમાં વિજાણુભારવાળા કણો હોય છે. જેને આયોનોસ્ફીયર કહેવાય છે. આ આયનો સ્ફીયર, સૂર્ય ઉપરથી આવતા વિઘાતક વિદ્યુત ચંબકીય પ્રવાહોને રોકે છે.

જ્યારે વિજળી થાય ત્યારે થોડો ઓઝોન (ઓક્સીજન ના ત્રણ પરમાણુઓનો બનેલો અણુ) પણ ઉત્પન્ન થાય. વાયુ પ્રસરણના (ડિફ્યુઝનના)નિયમ પ્રમાણે,  આ ઓઝોન એક સ્તર બનાવે. આ ઓઝોનનું સ્તર સૂર્ય ઉપરથી આવતા પારજામલી કિરણોને પૃથ્વીની સપાટી ઉપર આવતા રોકે છે. આ પારજામલી કિરણો સજીવસૃષ્ટિના કોષોને વિભાજીત કરે છે. એટલે કે જો તે વધુ પ્રમાણમાં આવે તો અથવા તો કાળક્રમે, આ પારજામલી કિરણોથી સજીવ સૃષ્ટિ નાશ પામે.

Effect of Global worming 1

કાર્બન, હાઈડ્રોજનના સંયોજનોમાંથી કેટલાક, તે ઉપરાંત કાર્બનના હેલાઈડ [ કાર્બન સાથે સંયોજાયેલ ધાતુ (અધાતુ) ક્લોરીન, બ્રોમીન ફ્લોરીન] સાથેના સંયોજનો ઓઝોન લેયરના ઓઝોન સાથે સંયોજિત થઈ, ઓઝોન લેયરને નબળું કરી શકે છે અને કાળક્રમે તેને નષ્ટ પણ કરી શકે. આની શરુઆત ધ્રુવ પ્રદેશોથી થઈ શકે કારણ કે અહીં ઉપલા સ્તરમાં કણોની રેખીય ગતિ ઓછી હોય છે. જોકે નીચલા સ્તરમાં (બરફ અને હવાના તોફાનો વધુ હોય છે પણ આ સ્તરમાં ઓઝોન સ્તર આવતું નથી). જોકે ઓઝોન વત્તા ઓછા પ્રમાણમાં બધે હોય છે.

સુક્ષ્મ કણોઃ

વાયુ પ્રદુષણમાં કાર્બન ડાઈઓક્સાઈડના પ્રમાણનું વધવું, કાર્બન, હાઈડ્રોજનના સંયોજનોના પ્રમાણનું વધવું, ગરમીનું વધવું તે ઉપરાંત કાર્બન અને ધૂળના રજકણોના પ્રમાણનું વધવું એ બાબતનો પણ સમાવેશ થાય છે. ધુમાડો એ કાર્બનના કણો છે. આ બધી જાતના કણો સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. જંગલમાં આગ લાગે ત્યારે કાર્બન ડાઈઓક્સાઈડ સાથે ગરમી અને ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. ધુમાડાના આ કણો બરફના ગ્લેસીયરો ઉપર જામી જાય છે અને વાતાવરણની ગરમીને બરફમાં વધુ પ્રસરાવે છે. એટલે ગ્લેસીયર વધુ ઓગળે છે. પાણીનું પ્રમાણ વધે છે. સમૂદ્રની સપાટી ઉંચી આવે છે. ગરમી પણ આવું જ કામ કરે છે. જો કે આ સુક્ષ્મ કણો વાદળ બાંધવાની ક્રિયા પણ કરે છે. જો સુક્ષ્મ કણો વાતાવરણમાં ન હોય તો વાદળો ન બંધાય અને વરસાદ ન પડે. સુક્ષ્મ કણો વગરની હવા નિચલા સ્તરના વાતાવરણ શક્ય નથી.

rising of sea level

સરવાળે સમૂદ્રના પાણીની સપાટી ઉંચી આવે છે. એટલે સમૂદ્ર કિનારા ઉપરની જમીન ડૂબમાં જતી જાય છે. પૃથ્વી ઉપર જમીનનું પ્રમાણ ઘટતું જાય છે. આપણે અગાઉ જોયું તેમ પ્રદુષિત પાણીએ જમીનની ફળદ્રુપતા ઓછી કરી અને વેરાન જમીનમાં વધારો કર્યો છે. આમ ઉપયોગી જમીનની ઘટ પડી છે.

શું પાણી પૃથ્વી ઉપરથી નાશ પામી શકે છે?

સમાચાર માધ્યમો દ્વારા આપણને એવી ધમકી આપવામાં આવે છે કે જંગલો નાશ પામી જશે અને પૃથ્વીની જમીન ઉજ્જડ થઈ જશે. આપણી પૃથ્વી, મંગળ ગ્રહ જેવો એક વેરાન ગ્રહ થઈ જશે.

 મનુષ્યને પૃથ્વીએ બુદ્ધિ આપી એટલે કે મનુષ્યની સ્મૃતિમાં જે કંઈ શરીરના અવયવો દ્વારા સંગ્રહ થયું,  તેને તેના લાગુ પડતા અંશોને પાછા બોલાવી સરખાવી અને નિર્ણયો કરવાની એવી  વિચાર કરવાની વૃત્તિ આપી છે અને તે પ્રમાણે આચાર કરવાની વૃત્તિ આપી છે.

સારી અસર અને ખરાબ અસર

મનુષ્યને બુદ્ધિ આપવાનું પૃથ્વીનું આ એક સારું કામ છે. સારા કામની સાથે સારા પરિણામો આવે. પણ ફક્ત સારા પરિણામો આવે તે જરુરી નથી. ખરાબ પરિણામો પણ આવે જ છે.

ગાંધીજીએ અહિંસક આંદોલનનું શસ્ત્ર આપ્યું. તેના ક્ષતિહીન નિયમો પણ બનાવ્યા. નિયમોને જો તમે સમજો તો અને તેની સીમામાં રહી અહિંસક આંદોલન કરો તો સારા પરિણામ મળે. પણ જો તમે નિયમોને સમજવાની દરકાર કર્યા વગર હિંસા વિહીન આંદોલન કરો તો તમને હિંસા અને અરાજકતા એમ બંને જોવા મળે. પાટીદારોના આંદોલનો, જાટના આંદોલનો, ગુજ્જરના આંદોલનો, નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક સાથીઓ વિગેરે જેવાઓના આંદોલનો જેવા આંદોલનો અરાજકતા ફેલાવે છે. કારણકે આ બધા આંદોલનો સંકૂચિત સ્વાર્થ માટે હોય છે.

ટૂંકમાં સિદ્ધાંતો અને આચારોમાં પ્રમાણ ભાનની પ્રજ્ઞા ન હોય, પ્રાથમિકતાના ચયનની પ્રજ્ઞા ન હોય, અને સંદર્ભની સમજણમાં ક્ષતિ હોય તો સારા પરિણામોની સાથે સાથે કે તે પછી ક્યારેક સમયાંતરે ખરાબ પરિણામો પણ જોવા મળે.

મનુષ્યને બુદ્ધિ આપવામાં વિશ્વનો કે પૃથ્વીનો (કે વિશ્વનો હેતુ) હેતુ શો છે?

મનુષ્ય અને સજીવ સૃષ્ટિ આનંદ પૂર્વક રહે તે હેતુ છે.

આનંદ એટલે શું તે આ જ બ્લોગ સાઈટ ઉપર અન્યત્ર “અદ્વૈતની માયા જાળમાં”ની બ્લોગ શ્રેણીમાં લખેલું છે. એટલે તેની ચર્ચા નહીં કરીએ.

મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો રહેશે અને પૃથ્વીનું સંતોલન જાળવી શકશે?

મનુષ્ય જાતિ અનેક જુથોની બનેલી છે. આ બધા જુથો પોતાના કોઈ એક હેતુને બર લાવવા બન્યા છે. કયા હેતુવાળું જુથ બળવત્તર બનશે તેના ઉપર મનુષ્ય જાતિના અસ્તિત્વનો આધાર છે.

સમાચાર માધ્યમો દ્વારા જે હાઉ ઉભો કરવામાં આવે છે કે પૃથ્વી મંગળ ગ્રહ જેવી વેરાન બની જશે તેમાં કશું તથ્ય નથી.

પાણી ક્યારે નષ્ટ થઈ શકે?

પાણી જ્યારે વાયુ સ્વરુપે હોય ત્યારે પણ તે હવા કરતાં ભારે હોય છે. આપણી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એવું નબળું નથી કે તે વાયુસ્વરુપ રહેલા પાણીને પકડી રાખી ન શકે. આપણી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હાઈડ્રોજન ગેસને પકડી રાખવા સક્ષમ નથી.  પાણી એ બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજનનું સંયોજન છે. પણ તેનો અર્થ એવો નથી કે પાણીમાંનો હાઈડ્રોજન છૂટો પડીને અવકાશમાં ફેંકાઈ જાય.

હા એક વાત ખરી છે કે જો આપણે પાણીને વિજપ્રવાહ દ્વારા વિઘટિત કરીએ અને છૂટા પડેલા ઓક્સીજન અને હાઈડ્રોજનને ફરીથી સંયોજિત કરીએ ત્યારે જે ઉર્જા અને પાણી ઉત્પન્ન થાય છે તેમાં પ્રાયોગિક રીતે અમુક જત્થાની ઘટ પડે. પણ ઉર્જા ઉત્પન્ન કરવાની આ તકનિકી આપણે હજુ વિકસાવી નથી. જ્યારે મનુષ્ય જાતિ આ તકનિકી વિકસાવશે અને તેનો વ્યાપક ઉપયોગ કરશે ત્યારે અતિ લાંબા ગાળે કદાચ આ સમસ્યા ઉભી થાય. પણ મનુષ્ય એટલો બેવકુફ નથી કે આ સમસ્યા સમજી ન શકે.

કાર્બન ડાઈઓક્સાઈડ સાથે ઉત્પન્ન થયેલી ગરમી કાળ ક્રમે નદી નાળા અને સમૂદ્રને સૂકવી દે

બાષ્પીભવન થયેલું પાણી પૃથ્વી બહાર તો જઈ જ ન શકે. આ વાયુ સ્વરુપ પાણી સુક્ષ્મ કણો ઉપર જામે. અને તેના વાદળાં સર્જાય. આ વાદળાંનું પ્રમાણ વધતું જાય તેમ તે ઘટ્ટ થતાં જાય. અને વરસાદ પડે. કાર્બન ડાઈઓક્સાઈડનું પ્રમાણ રાતો રાત વધતું નથી. આ એક ખૂબ ધીમી પ્રક્રિયા છે. કાર્બન ડાઈઓક્સાઈડનું પ્રમાણ વધે તેમ વનસ્પતીને વધુ ખોરાક મળે તેમ તે વધુ ઝડપથી વિકશે. વનસ્પતી વધવાથી વધુ ઓક્સીજન ઉત્પન્ન થાય. અને કાર્બન ડાઈઓક્સાઈડ અને ઓક્સીજનનું પ્રમાણ જળવાઈ રહે.

ઓઝોનનું સ્તર પાતળું પડતું જાય તેનું શું?

ખનીજ તેલનો જત્થો સીમિત છે. તેના શુદ્ધીકરણ ની તકનીકો વિકસતી જાય છે. તેથી હવાને પ્રદુષિત કરનારા વાયુઓનું પ્રમાણ ઘટતું જશે અને ઓઝોન સ્તરને પાતળું પડવામાંથી રોકી શકાશે. આ ઉપરાંત બાયોગેસ નો ઉપયોગ વધતો જશે.

જલવાયુ પ્રદુષણ અને વિકસિત દેશોનું રાજકારણ

જલવાયુ પ્રદુષણ ના વિષયના અનુસંધાનમાં જે શોરબકોર સંભળાય છે તેમાં ૯૫ ટકા વિકસિત દેશોનું રાજકારણ છે.

કયા દેશે કેટલો કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કર્યો એના ઉપર શોરબકોર કરવાને બદલે કયા દેશે માથા દીઠ કેટલો કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કર્યો તે મહત્વ નું છે. વિકસિત દેશો જ્યારે કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કર્યાની વાત કરે ત્યારે ત્યારે તેમણે પોતાના દેશના જંગલોમાં લાગતી આગોએ કેટલો કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કર્યો તેને પણ માથા દીઠ કેટલો કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કર્યાની ગણત્રીમાં લેવો જોઇએ.

ભારતમાં ૭૫ ટકા કુટૂંબોની માસિક આવક ₹ ૫૦૦૦ થી ઓછી છે. એટલે તેઓ કાંતો લાકડાં બાળે છે, કોલસા બાળે છે કે હાલ દાખલ કરેલી યોજના હેઠળ ગેસ બાળે છે. તેઓ કાર તો રાખી જ ન શકે. બાકીના ૨૦ ટકા કુટૂંબની આવક ₹ ૧૦૦૦૦/- થી ઓછી છે. એટલે તેમની સ્થિતિ પણ કંઈ અફલાતુન ન જ ગણાય.

ભારતના ૫ ટકા મનુષ્યો જે કંઈ કાર્બન ડાઈઓક્સાઈડ ઉત્પન્ન કરે છે તે વિકસિત દેશોને કઠે છે. વિકાસશીલ દેશોના વિકાસની પ્રક્રિયામાં વિકસિત દેશો અવરોધ કરવા માગે છે. તેઓની ઈચ્છા કદાચ એ પણ હોય કે યુનીયન કાર્બાઈડ જેવા કારખાનાઓ નાખવા માટે અને શસ્ત્રો પધરાવવા માટે જ આ દેશોનો ઉપયોગ થવો જોઇએ.

બીજું યાદ રાખો કે મનુષ્ય પોતાની જરુરીયાત પુરતું બળતણ વાપરે તેનાથી કુદરતના સંતુલનને નુકશાન થતું નથી. મનુષ્ય જાતિ હજારો વર્ષથી બળતણમાં લાકડું જ વાપરતી આવી છે. જંગલમાં આગો તો લાખો વર્ષથી લાગે છે. અત્યારે તો આ જંગલની આગોને ઓલવવામાં પણ આવે છે.  પહેલાં તો તેને ઓલવવામાં પણ આવતી ન હતી. તેમ છતાં જંગલો જળવાઈ રહેતાં હતાં અને અસંતુલનનો પ્રશ્ન ઉત્પન્ન થતો ન હતો.

તો શું જલ વાયુપ્રદુષણની કોઈ સમસ્યા જ નથી?

ના જી.  જલવાયુ પ્રદુષણની સમસ્યા છે તો ખરી જ. પણ તેની સાથે સંકળાયેલી એથી પણ મોટી મોટી સમસ્યા છે.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્જ઼ઃ 

Read Full Post »

IDENTIFY THEM AND CALL THEM BY NAME COMMUNAL

Hindus are basically and practically secular in real sense. We have no legally recognized Guru or priest whom we are supposed to obey. This is the democratic character of Hinduism

It is the strategy promoted by Nehruvians and their cultural allies, like some media owners and political parties, to degrade Hindu religion and abuse those who favor Hindus. This is as a part of their vote bank politics.

HINDUS MUST BE FIRM

First of all, all the Hindus must be firm on the above mentioned points. All Hindus must understand that they are supposed to tell spade a spade, so far the aforesaid communal gangs are concern. In real sense these Nehruvians, their politically allied parties and their supporting gangs e.g. the media gangs associated with fake analysts, are all communal gangs. Hence address them always as communal and hit them back very hard whenever they spell out any lie and otherwise also.

HINDU DHARMA IS QUITE DIFFERENT

Our Hindu Dharma is quite different in culture and traditions than other religions.

Hindu religion is an open religion and we have liberty for discussion of our beliefs and ideas. Second thing is, that Hindus’ traditions are for pleasure and uplifting the society as and when needed. We have divided humans’ mindsets in four categories for attaining pleasure.

paint 6

Viz. Interested in logical philosophy (Gyaan), interested in doing work for the society skillfully (व्यवसाय Karma), interested in poetic description and devotion to God (Bhakti भक्ति), Self-concentration through Yoga (ध्यान योगा)to have pleasure and self-realization of the eternal pleasure and truth.

We do not have quarrel on such individual choices. We should have no conflict on this. Because the selection of path to attain pleasure, depends upon the individual mindset.

LOOK AT THE OTHERS;

God is the same for Jews, Christians and Muslims.

But Jews do not respect Jesus and do not accept Jesus as the God or Son of God. They also do not recognize Mohammed as a prophet.

paint 02

Christians have the same God what Jews have. But they term Jesus as the Son of God or God. But Christians do not recognize Mohammed as a prophet.

paint 3

Muslims have the same God what Jews and Christian have. But they say the Book of Jews (Torah) and the Book of Christians (Bible), is not in its original form. Hence God had sent a prophet viz. Mohammed as a last prophet. Whatsoever Mohammed said is final. Muslims do recognize all great persons as prophets, but none of them as sons or daughters etc… of God. God is alone and he cannot have relatives. For these reasons they are different and they fight and wage wars among each others.

paint 01

AS FOR HINDUS, WE HAVE VEDAS.

Vedas are difficult to understand, thereby we have Upnishadas(उपनिषदाः) . But to understand upnishadas we need basic knowledge of logic and philosophy. Hence to make the understanding Vedas’ philosophy simpler we have Geeta ( गीता ) . We have Vedic ( वेदिक) Cosmic God named VishvaDeva ( विश्व मूर्त्ति, विश्वदेवः) . Each entity is a part of this Cosmic Conscious (विश्वात्मा परमात्मा) . We worship Fire God Rudra ( अग्नि रुद्रः) . Some thought Shiva ( शिवः) is the ultimate truth and he came out from his ultimate form Brahm (ब्रह्म) to Fire( रुद्र ).

paint 9

Some people thought the Sun (Vishnu विष्णुः ) is soul of VishvaMurti ( विश्वमूर्त्ति )   . Vishnu incarnates on Earth and save the Earth from evils time to time. Lastly he came as Krishna (कृष्ण)     some people thought the last incarnation is Buddha. To take all great men or king emperor as incarnation of Sun is a very common tradition right from Japan, India,  Egypt to Mexico. 

paint 8

Some thought the last incarnation is Chaitanya Maha Prabhu चैतन्य महाप्रभु   ,

Some thought Sahajananda Swami सहजानंद स्वामी ,

some thought Sai Baba सांई बाबा.

Many continued to maintain their own belief. But all of them, have allowed others to have their beliefs. They never wage wars and never created any hatred for others. Because ultimately they are part of the same Cosmic God. We can call the God by thousands of names. Similarly we can have a lot symbolical images. Hindus know very well that God is “NOT LIKE THAT = न ईति, न ईति = नेति नेति”. Hindus say, we, for our pleasure can call God, by many names. Each name has some image. Hence there is no harm in worshiping him with any image. All the images of God are symbolic. 

Cosmic God has introduced a system of Karma that governs the Cosmos and the societies. Thereby society frames laws and decides what is good and what is bad. For doing bad work, the system punishes. Laws and traditions are getting changed by the Rishi-s who are experts in social sciences. Hindus do not leave, everything to the God. Because it is the society which is part and parcel of God. 

Hindus can have discussion but they keep respect and tolerance for others. We have various philosophical line of schools, like Advai अद्वैतवाद , Dvait द्वैतवाद , Trait (Trivedi त्रैतवाद ), Chaturvedi चतुर्वाद   , and Panch Vetti (Pancholi पंचवाद ). Shankaracharya believed in Advait. He defeated all others prevailing schools of philosophy in 9th Century AD. However he had not created hatred for others. This is the culture only possessed by Hindus. Hence when the communal so-called learned people designate Hindus as intolerants, these communal gangs are supposed to be hit back very hard by Hindus.

paint 5

Hindus require no teaching from others on any matter because they themselves have proved to correct themselves whenever it was needed. Hindus should maintain their culture and traditions. They need not follow the culture of other religions.

SHIRISH MOHANLAL DAVE

 

 

Read Full Post »