Archive for September, 2017
મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે, પણ …. (૨)
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અગ્નિ, આચાર્ય-ભગવાન-ઓશો-સંત-રજનીશમલ, આઠવલેજી, આનંદમયી મા, ઓશો આસારામ, કૃષ્ણ, જ્ઞાનેશ્વર, દત્તાત્રેય, દયાનંદ સરસ્વતી, દાદા લેખરાજ કૃપલાની (પ્રજા પિતા બ્રહ્માકુમારીઝ), ધન, ધીરેન્દ્ર બ્રહ્મચારી, ધ્યાન, નહેરુવીયન ફરજંદ, નિર્મલબાબા, પોંડીચેરી આશ્રમ, મધુચ્છંદા, મહાવીર સ્વામી, મહેશ યોગી, માધ્વાચાર્ય, મોડર્ન બાવા, મોરારજી દેસાઈ, યોગેશ્વર, રમણ મહર્ષિ, રાધેમા, રામ – રહિમ, રામકૃષ્ણ પરમહંસ, રુદ્ર, વલ્લભાચાર્ય, વિવેકાનંદ, વિશ્વદેવ, વેદજ્ઞાતા, શિવ, શિષ્ય, શ્રી મોટા, શ્રી શ્રી શ્રી રવિશંકર, સત્ય સાઈબાબા, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, સપ્તર્ષિ, સફળ બાવા, સહ્જાનંદ સ્વામી, સાંઈબાબા, સાયણાચાર્ય on September 28, 2017| 4 Comments »
મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો પણ …. (૧)
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અવિદ્યા, આંદોલન, આઈનસ્ટાઈન, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ગાંધીજી, ગાદીપતિ, જ્ઞાન, ધર્મ, ધ્યેય નિશ્ચિત, ન્યુટન, પ્રણાલી, ફોર્સ ટુ ધ પોઈન્ટ, ફોર્સ ડ્યુ ટુ ધ ફીલ્ડ, બાવાઓ, બોધપાઠ, બ્રહ્મવિદ્યા, મોદીકાકા, વંશ પરંપરાગત, વહાણના મુસાફરો, વિજ્ઞાન, વિદ્યા, વિનોબા ભાવે, સંપ્રદાય, સામાજિક હિત on September 27, 2017| 2 Comments »
મોટાભાગના બાવાઓ એક વહાણના મુસાફરો છે પણ …. (૧)
એક વહાણના મુસાફરો એ એક શબ્દ પ્રયોગ છે. આપણે એવું માનીએ છીએ કે એક વહાણના મુસાફરોનું ધ્યેય એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું હોય છે. આ સ્થળને તમે હેતુ કહી શકો.
બાવાઓ બધા જ ધર્મોમાં હોય છે અને એક એકથી ચડે એવા હોય છે.
પણ બાવાઓ કહેવા કોને?
બાવાની વ્યાખ્યા શું?
(૧) જે વ્યક્તિ બીજાના ફાયદા માટે (એટલે કે સમાજના કે સમાજના અમુક વર્ગના હિત માટે) કાર્યરત હોય છે તેને શું આપણે બાવો કહીશું?
ના જી.
આ વાખ્યા નહીં ચાલે.
(૨) તો પછી જે વ્યક્તિ સમાજના હિત માટે કાર્યરત રહે અને તે માટે અપરિણિત રહે તેને શું આપણે બાવો કહીશું.
ના જી. આ વ્યાખ્યા તો દુનિયામાં પ્રવર્તમાન પ્રણાલીને અનુરુપ નથી.
જેમકે કેટલાક વર્ગ (સંપ્રદાયો) માં ગાદીઓ હોય છે. અને તેના ઉપર બેસનારાને ગાદીપતિ કહેવાય છે. તેઓશ્રી ગાદીના પતિ હોવા ઉપરાંત એક સ્ત્રીના પણ પતિ હોય છે. તેમને ઔરસ સંતાનો પણ હોય છે. આ ગાદી વંશ પરંપરાગત હોય છે. આ બધાઓને પણ બાવાઓ કહેવા જ પડે કારણ કે સામાન્ય રીતે આપણે ગુરુ અને બાવાને સમાનાર્થી શબ્દો માનીએ છીએ, અને તેમનું કામ પણ મુખ્યત્વે લોકોને બોધપાઠ આપવાનું હોય છે.
(૩) તો પછી જે બોધપાઠ આપે છે તેમને બાવો કહીશું?
ના જી. બોધ પાઠનો એક સમાનાર્થી શબ્દ છે શિખામણ. જો કે સુક્ષ્મ ભેદ છે. શિખામણ તો સૌને કોઈને આપવી ગમે. એટલે કંઈ આપણે બધાને બાવા ન બનાવી શકીએ.
(૪) શિખામણ એ એવી વસ્તુ છે કે જે સૌને આપવી ગમે પણ લેવી ન ગમે. તો પછી આપણે બાવા માટે એવી વ્યાખ્યા કરીએ કે જે વ્યક્તિ સૌને શિખામણ આપે પણ કોઈની શિખામણ લે નહીં એવી વ્યક્તિને બાવો કહી શકાય?
જો કે આ વ્યાખ્યા બરાબર છે કે નહીં તે સંશોધનનો વિષય છે. કારણ કે અહીં આપણને શિખામણ અને બોધપાઠ વચ્ચેનો ભેદ દેખાય છે.
આમાં શિખામણની વ્યાખ્યા કરવી પડશે. શિખામણ સામાન્ય રીતે કોઈ એક નિશ્ચિત વ્યક્તિને આપવાની હોય છે. અને તે સામાન્ય રીતે પ્રસંગને અનુલક્ષીને કેમ વર્તવું કે કેમ ન વર્તવું એ બાબતનું દીશા સૂચન હોય છે. એટલે કે ન્યુટનના નિયમ પ્રમાણે “ફોર્સ ટુ ધ પોઈન્ટ” (બિન્દુગામી બળ) હોય છે. જ્યારે બોધપાઠ સમગ્ર શ્રોતાઓ માટે હોય છે અને બોધપાઠ આઈન્સ્ટાઈન ની ફીલ્ડ થીએરી (એક ક્ષેત્ર જે તેની અંદર રહેલા પદાર્થના દરેક બિન્દુ ઉપર બળ ઉત્પન્ન કરે છે. જેમ કે સમાજને સુધારવો હોય તો એક એક વ્યક્તિને પકડીને તમારી વાત મનાવો. તો તે ન્યુટનનો સિદ્ધાંત થયો. શાસકને પકડી એક એવું વાતાવરણ તૈયાર કરો કે તે વાતાવરણના ક્ષેત્રમાં આવતી બધી વ્યક્તિઓ તમારી વાત માનવા માંડે. આ આઈનસ્ટાઈનનો સિદ્ધાંત થયો. જો કે “ફોર્સ ટુ ધ પોઈન્ટ” અને “ફોર્સ ડ્યુ ટુ ધ ફીલ્ડ” એ તદ્દન આવી વાત નથી. પણ હાલ્યું જાશે.
સમાજમાં સુધારા લાવવા છે તો એક એક વ્યક્તિને પકડતા જાઓ અને વ્યક્તિઓ વધી જશે એટલે એક વાતાવરણ પણ તૈયાર થશે અને તે પણ કામ કરવા માંડશે.
ગાંધીજીએ વિચાર આપ્યો અને તે વિચારની સાથે (ગુલામી સામે) એક પ્રતિકારાત્મક આંદોલન આપ્યું અને તેમાં લોકોને વિચારની અનુભૂતિ સાથે સામેલ કર્યા. એ પ્રમાણે ગાંધીજી સમાજ શાસ્ત્રના ક્ષેત્રમાં આઈન સ્ટાઈનને સમકક્ષ હતા.
હા પણ … બાવાઓ કોણ?
જો ઉપરોક્ત રીતે બાવાઓને પરિભાષિત કરીશું, તો તો આખું જગત બાવાઓથી જ બનેલું જણાશે.
અત્ર તત્ર સર્વત્ર બાવાઓ અને બાવાઓ જ છે. દરેક વ્યક્તિમાં એક નાનો કે મોટો બાવો પડેલો જ હોય છે. એટલે આ રીતે જો બધાને બાવાઓ બનાવીશું તો પ્રણાલીગત બાવાઓ વિષે આપણે જે લખવું છે તે મોળું પડી જશે. જેમ કે શાસકપક્ષના નેતાઓ કહે છે કે “ ‘સ્વચ્છતા અભિયાન’ માં તો જનતાએ સહકાર આપવો પડશે.”
શાસક નેતાઓ આમ કહીને, જે સરકારી નોકરોને શહેરને સ્વચ્છ રાખવા માટે પગાર આપવામાં આવે છે, તેમનો ગુનો મોળો પાડી દે છે. કારણ કે મ્યુનીસીપલ કમીશ્નર સહિતના ગુનેગારોને સજા કરવા તેઓ અશક્ત અને દાનતહીન છે અને તેઓ પોતાના આ દંભને છૂપાવવા માગે છે.
(૫) જે વ્યક્તિએ સમાજને માટે પરમાર્થનું કામ હાથમાં લીધું છે તે બાવો.
પણ પરમાર્થ એટલે શું?
જેમ કે બાબા રામદેવ. તેઓશ્રી યોગનો પ્રચાર પ્રસાર કરે છે. તે સમાજના હિતમાં છે અને તેથી દેશના હિતમાં પણ છે. વળી તેઓશ્રી આયુર્વેદિક દવાઓ પણ બનાવે છે અને વેચે છે. તેમનું ક્ષેત્ર વધારતા પણ જાય છે. કારણ કે તેઓ સમજે છે અને તે સાચું પણ છે.
દવા એટલે શું? દરેક વનસ્પતિ કોઈકની કોઈક રોગ હઠાવવા માટેની કે તંદુરસ્તી માટેની દવા છે. એટલે કે વનસ્પતિમાંથી બનાવેલ ખાદ્ય વાનગી સ્વયં માત્ર દવા છે. વળી બધા જ સાદા અને માન્યતાપ્રાપ્ત બાવાઓ પણ થોડી ઘણી દવાઓ તો વેચતા જ હોય છે.
હવે જો આમ જ હોય તો પોલીટીશ્યનો પણ બાવા જ ગણાય. સાદા બાવાઓ તો પારકાના સંતાનોને બાવા (જતિ) બનાવતા હોય છે જ્યારે પોલીટીશ્યનો તો પોતાના સંતાનોને (બાવા–જતિ) પોતાનો વારસો આપતા હોય છે. એટલે પોલીટીશ્યનો તો મોટા બાવા કહેવાય. અને ખાસ કરીને જે હાલ સત્તાથી વિમુખ થયા છે તેમનું કામ તો ફક્ત અને ફક્ત પરમાર્થ માટેના બોધપાઠ આપવાનું જ છે. રાહુલ બાબા નરેન્દ્ર મોદીને સલાહ આપ્યા કરવાની ફરજ બજાવ્યા જ કરે છે. તેઓશ્રી મોદીના “કાઉન્ટર પાર્ટ” છે.
એક બાવાજી હતા. તેમણે એક દુકાને જઈને તે દુકાનના માલિકને કહ્યું
“બચ્ચા, મૈં ભૂખા હૂઁ, કુછ ખાનાવાના મિલેગા ક્યા?”
શેઠને દયા આવી. શેઠ તે બાવાજીને પોતાને ઘરે લઈ ગયા. તેમને જમાડ્યા. પછી બે હાથ જોડી પૂછ્યું “બાવાજી !! કોઈ ઉપદેશ ….!!”
બાવાજી બોલ્યા “ઉપદેશ… બુપદેશ દેના હમારા કોઈ કામ નહીં… હમારા કામ હૈ સિર્ફ ખાના પીના ઔર ઘુમના “
મૌન રહેતા પોલીટીશ્યનો વિષે પણ આવું જ કહી શકાય.
પણ ઉપરોક્ત બાવાઓને તો આપણે સ્વેચ્છાએ ખવડાવીએ પીવડાવીએ છીએ. અને પોલિટીશ્યન બાવાઓ તો પેધા પડેલા અને માથા ભારે બાવાઓ છે તેઓ તો, પરાણે આપણી પાસેથી ટેક્ષના પૈસા ચરકાવે છે.
પરિભાષાની મુસીબત તો ઉભી જ છે. એટલે કે પ્રણાલીગત બાવાની વ્યાખ્યા શી હોઈ શકે, કે જેથી આપણે તેમને અલગ તારવી શકીએ અને તે પણ કાયદેસર રીતે.?
(૬) વિનોબા ભાવે કહે છે કે જે બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરે છે અને કરાવે છે તે (સાચો બાવો). જો કે કૌંસમાં જે શબ્દ છે તે આપણે જોડ્યો છે.
પણ આ બ્રહ્મ વિદ્યા એટલે શું?
આપણે ગીતા દ્વારા જાણ્યું છે કે જ્ઞાન છે, વિજ્ઞાન છે, વિદ્યા છે, અવિદ્યા છે, કર્મ છે, અકર્મ છે, વિકર્મ છે, યોગ છે ધ્યાન છે … પણ આ બ્રહ્મ વિદ્યા એટલે શું?
વિનોબા ભાવેના માનવા પ્રમાણે, જે જ્ઞાનના જે વિભાગ દ્વારા, જડ વસ્તુનો (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે વિજ્ઞાન છે. જ્ઞાનના જે વિભાગ દ્વારા ચૈતન્યના (ગુણધર્મોનો) અભ્યાસ થાય છે તે બ્રહ્મ વિદ્યા છે.
જો કે આપણે આ વિભાગીકરણ વિષે ચર્ચા નહીં કરીએ. કારણ કે આપણે આ બ્લોગને શુષ્ક બનાવવા માગતા નથી.
વિનોબા ભાવેના સદભાગ્યે, વિનોબા ભાવે કબુલ રાખે છે કે જડ અને ચેતન એવા કોઈ ભેદ નથી. આખું બ્રહ્માણ્ડ ચેતનમય છે. પણ જેઓ આત્મા, પરમાત્મા વિષે અભ્યાસ કરે છે તેઓને બ્રહ્મવિદ્યાધર માનવા.
મોદીકાકા હિન્દુ ધર્મની ચાવી રુપ વિધાન અવારનવાર બોલે છે કે “એકમ્ હિ સત્ , વિપ્રા બહુધા વદન્તિ.” એટલે કે સત્ય એક જ છે પણ જ્ઞાનીઓ તેને જુદી જુદી (ગ્રાહ્ય થાય તે માટે) રીતે દર્શાવે છે. તમે તેને અગ્નિ કહો કે યમ કહો કે માતરિશ્વા કહો.
તો શું આપણે બાવાઓની વ્યાખ્યા એ રીતે કરી શું કે જેઓ બ્રહ્મવિદ્યાને જાણે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યા જાણતા હોવાનો દાવો કરે છે અથવા તો જેઓ બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે છે અને જેઓએ, કંઈક અંશે જે કંઈ જાણ્યું, તે જ્ઞાન, પોતાના શિષ્યોને શિખડાવે છે તેને આપણે બાવા કહીશું?
અરે ભાઈ આવી માથાકૂટ કરવાની શી જરુર છે? જે દાઢી રાખે એ બાવો …
અરે ભાઈ, હાલ તો દાઢીની ફેશન એક મહામારીની જેમ, ભાઈઓમાં ફેલાઈ ગઈ છે. આટલા બધાને કેવીરીતે બાવા બનાવાય?
બાવાની વ્યાખ્યા કરવાની સરળ અને સહેલી રીત એ જ છે કે
જે વ્યક્તિ પોતાને ગુરુ (બાવો) માને અને સતત શિષ્યોની ભરતી માટ પ્રયત્ન શીલ રહે અને સમયના એક અંતરાલમાં સફળ પણ રહે તેને બાવો કહેવો
યસ. આ વાખ્યા બરાબર છે.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ
વહાણના મુસાફરો, ધ્યેય નિશ્ચિત, બાવાઓ, ધર્મ, સામાજિક હિત, પ્રણાલી, સંપ્રદાય, ગાદીપતિ, વંશ પરંપરાગત, બોધપાઠ, ન્યુટન, આઈનસ્ટાઈન, ફોર્સ ટુ ધ પોઈન્ટ, આઈનસ્ટાઈનનો સિદ્ધાંત, ફોર્સ ડ્યુ ટુ ધ ફીલ્ડ, ગાંધીજી, આંદોલન, બ્રહ્મવિદ્યા, વિનોબા ભાવે, જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મોદીકાકા
ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અનુભૂતિ, અન્વેષક, અવલોકન, આઈન્સ્ટાઈન, આત્મા, આનંદ, આય્ર્વેદ, એક્સ એક્સીસ, એનેસ્થેશીયા, એન્ટી, એન્ટી-કણ, એન્ટી-મેટર, એલોપથી, કણ, કર્મ, કર્મફળ, ખંડેર, ગાંધીજી, ગુણધર્મ, જાદુગર, જ્ઞાન તંતૂ, ટેક્નોલોજી, તર્કવાદી, દુઃખ, નિર્જન, નિર્જીવ, પુનર્જન્મ, પૂર્વજન્મ, પૂર્વપક્ષ, પ્રકાશની ગતિનો વેગ, પ્રતિ-કણ, પ્રાણતત્વ, ભૂતબેન, ભૂતભાઈ, ભૂવા, મગજ સ્મૃતિ, મેટર, વાઢકાપ, વાનગીઓ, વિજ્ઞાન, વિદ્યા, વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણ, વિર્ય, વિશ્વ, વિશ્વ કેવીરીતે વર્તે છે, વ્હાય એક્સીસ, શંકરાચાર્ય, શક્યતાનો સિદ્ધાંત, શરીર, સજીવ, સત્યની પ્રતિષ્ઠા, સાયન્સ, સુખ, સ્મૃતિ, હિરોશિમા, હૉટ સ્ટેન્ડ-બાય on September 11, 2017| 4 Comments »
ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૩
જો કે ૯૯.૯૯૯૯૯૯… ટકા લોકો એવું માને છે કે આત્મા અસ્તિત્વ ધરાવે છે અને તે શરીરથી ભીન્ન છે.
ગાંધીજી જેવા પ્રખર તર્કવાદી મનુષ્ય પણ આત્માને શરીરથી ભીન્ન માનતા હતા.
તેનું મુખ્ય કારણ આપણું મગજ છે જે આપણને આપણા ઐક્યની અને અસ્તિત્વની અનુભૂતિ કરાવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે આપણે શરીરથી ભીન્ન છે તેની સાબિતી આપણે સ્વયં છીએ.
શંકરાચાર્ય સમજાવે છે
શંકરાચાર્ય કંઈક આવું સમજાવે છે કે શરીરને બાળીએ એટલે પ્રાણતત્વ આકાશમાં જાય. વર્ષાઋતુમાં વાદળાંના પાણીસાથે તે જમીન ઉપર આવે અને તે અન્નના બીજમાં જાય. આ અન્નને મનુષ્ય ખાય એટલે તે વિર્યમાં જાય અને મનુષ્યનો પુનર્જન્મ થાય. પણ એવું લાગે છે કે શંકરાચાર્યની આ થીયેરી તેમની ઈચ્છાદ્વારા મંડિત વિચારધારા હતી. આપણા વિષયનો હેતુ પુનર્જન્મ ને લગતો નથી. શંકરાચાર્યની આ વાત શક્યતાના સિદ્ધાંતની સાથે બંધ બેસતી નથી. આની ચર્ચા આપણે “અદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈન”ની લેખમાળામાં આ જ બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.
સજીવ એટલે શું, નિર્જીવ એટલે શું, સજીવનો ગુણધર્મ શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, આનંદ એટલે શું, સ્મૃતિ એટલે શું, અનુભૂતિ એટલે શુ, આત્મા એટલે શું, કર્મ એટલે શું, કર્મફળ એટલે શું, વિશ્વ એટલે શું, વિશ્વ કેવીરીતે વર્તે છે … વિગેરે બાબતોની વ્યાખ્યા અને સમજણ આપણે “અદ્વૈત વાદની માયાજાળ અને આઈન્સ્ટાઈન”ની લેખમાળામાં આ જ બ્લોગ સાઈટ ઉપર કરેલી છે.
આ બધામાં આપણે તર્કથી સ્વિકાર્યું છે કે આત્મા અને શરીર જુદા ન હોઈ શકે.
પૂનર્જન્મ સ્વિકારીએ એટલે પૂર્વજન્મ સ્વિકારવો પડે. આ સ્વિકારીએ એટલે સ્મૃતિ અને શરીર જુદા છે એમ સ્વિકારવું પડે. કારણ કે જેઓએ પુનર્જન્મ ધારણ કર્યો હોય છે તેમાંના કેટલાક પોતાના પૂર્વ જન્મની વાતો યાદ કરીને પોતાના પૂર્વજન્મની ખાત્રી કરાવે છે. આ ઘટનાને પ્રત્યક્ષ પ્રમાણ કહી શકાય. પણ જો આ હકિકત હોય તો આયુર્વેદ ચિકિત્સા પ્રમાણે અમુક જડી બુટ્ટીઓ સ્મૃતિને અને મગજ શક્તિને વિકસાવે છે. એટલે આયુર્વેદ પ્રમાણે તો સ્મૃતિ અને મગજ, શરીર સાથે જોડાયેલા છે. શરીર ભસ્મ થઈ જાય છે, એટલે મગજ ભસ્મ થઈ જાય અને સ્મૃતિ તો મગજનો ભાગ છે એટલે સ્મૃતિ પણ નષ્ટ પામે. એટલે ધારો કે પુનર્જન્મ હોય તો પણ તેને કોઈ યાદ કરી શકે નહીં. કારણ કે આત્મા જો શરીરથી જુદો હોય તો પણ, સ્મૃતિ આત્માનો હિસ્સો નથી. એટલે જો પુનર્જન્મને સ્વિકારીએ તો, આયુર્વેદનો જ નહીં પણ એલોપથીનો પણ ઈન્કાર કરવો પડે. કારણ કે એલોપથીમાં પણ આવી દવાઓ છે.
હવે આપણે અન્વેષક ભાઈએ ન કરેલી દલીલો પણ કરીશું. ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય.
એક એવી દલીલ કરવામાં આવે છે કેઃ
દરેક કણને એક પ્રતિ-કણ હોય છે. તેમ શરીરને એક પ્રતિ-શરીર હોય છે.
શરીર અસંખ્ય એવા, એક મૂળભૂત કણોનું બનેલું છે. દરેક મૂળભૂત કણને તેનું પ્રતિ–કણ એટલે કે એન્ટી–કણ હોય છે. એટલે કે મેટરની સાથે એન્ટી મેટર પણ હોય છે. એટલે કે દરેક શરીરની સાથે એક એન્ટી-શરીર હોય છે. આપણા મગજ અને સ્મૃતિની સાથે એન્ટી-મેટરના બનેલા મગજ અને સ્મૃતિ હોય છે. આપણું શરીર ભસ્મ થાય છે પણ એન્ટી–મેટરના બનેલા મગજ અને સ્મૃતિ અકબંધ રહે છે. અને તે આત્મા સાથે રહે છે. એટલે આત્મા એવા શરીર સાથે જોડાય છે કે જેને યોગ્ય પ્રકારનું મગજ હોય.
એ વાત સાચી કે દરેક મૂળભૂત તત્વ સાથે એક પ્રતિ–તત્વ હોય છે. જેમ કે ઈલેક્ટ્રોન સાથે પોઝીટ્રોન, ક્વાર્ક સાથે એન્ટી–ક્વાર્ક હોય છે. ફોટોનનું (પ્રકાશનો કણ) પ્રતિ–કણ ફોટોન પોતે જ છે.
કણ અને પ્રતિ-કણ અથવા મેટર અને એન્ટી-મેટર
એક ફોટોનનું કંપન એક્સ–એક્સીસમાં હોય તો તેના પ્રતિ–કણનું કંપન તેને લંબ એવી વ્હાય–એક્સીસમાં હોય. એટલે જો કોઈ બાહ્ય ચૂમ્બકત્વથી તે ફોટોનનું કંપન બદલીને વ્હાય એક્સીસમાં કરી દઈએ તો તત્ ક્ષણે તેના પ્રતિ–કણ ફોટોનનું કંપન વ્હાય એક્સીસમાંથી એક્સ એક્સીસમાં આપમેળે આવી જાય છે પછી ભલે તે કોઈ પણ જગ્યાએ હોય. આ એક અવલોકન છે અને તેથી તેને નકારી ન શકાય.
“જે ઘરના સૌનું થાય તે વહુનું થાય”
જો પ્રકાશ નો પ્રતિ-કણ પોતાના કંપનની દિશા આપો આપ બદલતું હોય તો શરીર ભસ્મ થાય તેમ એન્ટી-શરીર પણ આપોઆપ ભસ્મ થાય.
જો આવું ન થતું હોય તો જ્યારે આપણને લોકલ એનેસ્થેશીયા આપવામાં આવે છે ત્યારે જ્યાં વાઢકાપ કરવામાં આવે છે તે જ્ઞાન તંતૂઓનો મગજ સાથેનો સંપર્ક તોડી નાખે છે. એટલે કે જે હિસ્સામાં વાઢકાપ થતી હોય ત્યાં રહેલા શરીરના કોષોને જે દુઃખ થાય તે આપણા મગજ સુધી પહોંચતું નથી.
હવે જો શરીર અને પ્રતિ-શરીર એટલે કે મગજ અને પ્રતિ-મગજ એકબીજાના સ્ટેન્ડ-બાય (હૉટ સ્ટેન્ડ-બાય) હોય છે એટલે જેવી એનેસ્થેશીયાની અસરનો સમય પૂરો થાય કે તરત જ આપણને નવેસરથી બધી પીડાનો અનુભવ થવો જોઇએ. કારણ કે પ્રતિ-મગજ તેની બધી જ માહિતી (દુઃખાવા સહિતની) આપણા મગજને અપડેટ કરવા થવા માટે આપે. અને જો આવું ન હોય તો જે શરીરનું થાય તે મગજનું થાય.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.
અન્વેષક ભાઈના ભૂત સાથેના વાર્તાલાપમાં એ ભાઈએ પોતાનું મગજ ચલાવ્યું લાગે છે.
અન્વેષક ભાઈએ ન કરેલી દલીલ પણ આપણે કરીશું ભલે તે આપણી માન્યતાથી વિરુદ્ધ જાય. જેમ કે અદૃશ્ય થવું.
એક એવું જળચર શોધાયું છે કે જે અદૃશ્ય થાય છે. જો કે વાત એમ છે કે તે જળચર પારદર્શક બની જાય છે.
આ વાત સાચી પણ છે. પારદર્શક થવું એ અલગ ઘટના છે અને અદૃષ્ય થવું તે અલગ ઘટના છે. જેમણે ઈનવિઝીબલ મેન જોયું હશે તેમને ખબર હશે કે અદૃષ્ય માણસમાંથી કોઈ પસાર થઈ શકતું નથી. જ્યારે ભૂતભાઈની વાત એવી છે કે તેઓશ્રી ત્યાં હોતા નથી અથવા તો, જો તેઓશ્રી, હોય તો તેમનામાંથી પસાર થઈ શકાય છે.
ભૂતભાઈ પોતાનો આકાર બદલે છે તો તેને સિદ્ધ કરવા તેમના શરીરને વાદળના ગોટા જેવું બનાવી દો. એટલે કે આત્માને શક્તિનો વાદળ જેવો પૂંજ બનાવી દો. વાદળ જેમ પોતાના આકારો બદલે છે તેમ આ આત્મારૂપી વાદળ, પૂંજની જેમ સ્વેચ્છાએ પોતાનો આકાર બદલશે. વળી આમાં અદૃશ્યપણું જોડાશે કારણ કે વાદળમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ.
ભૂતભાઈના ખોરાક વિષે કે ભૂતભાઈ દ્વારા લેવાતા મનુષ્યના ભોગ વિષે આપણે ચર્ચા નહીં કરીએ.
ભૂતભાઈ શૂન્યમાંથી સર્જન કરે છે અને સર્જનને શૂન્ય કરી દઈ શકે છે.
આપણે જાણીએ છીએ કે ઉર્જા અને પદાર્થ એ બંનેની એક સમીકરણથી તુલના કરી શકાય છે. જે સમીકરણ આમ છે. ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા પ્રકાશની ગતિના વેગનો બે વખત તેની સાથે ગુણાકાર એટલે કે બે વખત ત્રણલાખ થી ગુણો.
પણ ઉર્જા શક્તિને ગણવી કેવી રીતે?
ઉર્જા=(એક અચળ અંક જેને પ્લેંકનો અચળ અંક કહેવાય છે) ગુણ્યા કંપનની આવૃત્તિ.
ભૂતભાઈ શું બગીચામાંથી ફૂલો ચૂટે છે?
અન્વેષક ભાઈએ વિચાર્યું હશે કે મૂળવાત વાનગી બનાવવાની છે. એટલે કે તેનું સર્જન કરવાનું છે એ વાનગી એક પદાર્થ છે. પદાર્થ આમ તો ઉર્જાનો બનેલો છે. અને ઉર્જા તો બધે જ હોય છે. એટલે ભૂતભાઈ પોતાની આસપાસ રહેલી ઉર્જાને એકઠી કરીને તેનો પદાર્થ બનાવે છે. એકવાર પદાર્થ બની જાય એટલે “વાનગી ક્યા ચીજ઼ હૈ?”. એટલે કે પદાર્થમાંથી વાનગી બનવવી કંઈ અઘરી વાત નથી.
તો હવે પદાર્થ બનાવવા માટે આસપાસ રહેલી ઉર્જાને પકડો. કારણ કે ઉર્જામાંથી પદાર્થ બનાવી શકાય છે. અન્વેષક કદાચ સમજતા હશે કે ઉર્જામાંથી પદાર્થ લેવો એટલે બગીચામાંથી ફૂલો ચૂંટવા જેટલું સહેલું છે. ફૂલો ચૂંટાઈ જાય પછી હાર બનાવવો જેમ સરળ છે તેમ પદાર્થમાંથી વાનગી બનાવવી પણ સરળ છે.
કેટલી મેટર (દળ) બરાબર કેટલી ઉર્જા?
હવે જાણી લો કે હિરોશીમા ઉપર જે બોંબ ઝીંકાયો હતો તેમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ હતી તેમાં કેટલા પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું?
જે પદાર્થનું ઉર્જામાં રૂપાંતર થયું હતું તે પદાર્થનું દળ ૦.૭૦૦ ગ્રામ હતું. એટલે કે લગભગ પોણો ગ્રામ.
પોણો ગ્રામ દળ જ્યારે એક મોટા શહેરને નષ્ટ કરી શકે તો એ પણ સમજી શકાય કે એક શહેરને નષ્ટ કરવા માટેની જે ઉર્જા હોય તે કેટલા દળવાળો પદાર્થ બનાવી શકે!!
એક ૫૦૦ ગ્રામ વજનની વાનગીયુક્ત થાળી જેટલું દળ (મેટર) બનાવવા માટે કદાચ પુરા વાયુમંડળ સહિતના ગુજરાતને થીજવી નાખે તેટલી ગરમી શોષવી પડે કે તેથી પણ અનેક ગણી વધારે.
વિજ્ઞાન (સાયન્સ) અને વિદ્યા (ટેક્નોલોજી)માં નિરંતર નવી નવી શોધખોળો થતી હોય છે. હવે જો ભૂતભાઈ પરકાયા પ્રવેશ કરી શકતા હોય, અને પરકાયાના મગજ નો કબજો લઈ શકતા હોય, જાદુગરને મદદ કરી શકતા હોય અને વળી ભૂવાના મંત્ર તંત્ર થકી ભૂવાને વશ થતા હોય અને આ બધી હકીકત હોય તો આમાં પણ શોધખોળો થવી જોઇએ. તેનું પણ એક સાયન્સ હોવું જોઇએ. કોઈ સાયન્સ પ્રેમી ભૂવાભાઈએ આવું કામ કરવું જોઇએ. ડૉ. કુવુરનું ઈનામ કોઈ ભૂવાભાઈએ સત્યની પ્રતિષ્ઠા માટે આગળ આવવા જેવું હતું. પણ કોઈ માયના લાલ ભૂવાભાઈ કે જાદુગર, આ ઇનામ લેવા પધાર્યા ન હતા.
મૃત-આત્માના અસ્તિત્વની શોધ માટે
જો કે કેટલાક બનાવટી મંડળીવાળા લોકો મૃત-આત્માના અસ્તિત્વની શોધ માટે ભૂતભાઈની વાતો વાળા નિર્જન સ્થળે કે ખંડેરોમાં વિદ્યુત-ચૂમ્બકીય ઉપકરણો સાથે નિકળી પડે છે અને ખંડેરમાં જઈ અર્ધ રાત્રીએ ભૂતભાઈને નમ્રતા પૂર્વક વિનંતી કરતા નજરે પડતા હોય છે “હે ભૂતભાઈ … અમે તમને પરેશાન કરવા નથી આવ્યા. અમે ફક્ત તમારા અસ્તિત્વને સિદ્ધ કરવા આવ્યા છીએ… માટે હે ભૂતભાઈ તમે નારાજ ન થશો. તમે જો હો તો, આ મીટરના કાંટાને આંચકો આપશો.” અને ભૂતભાઈ એ વિદ્યુત-ચૂંબકીય મીટરના કાંટાને હલાવી નાખે છે.
આ ભાઈઓ એમ સમજતા હોય છે કે ભૂતાત્માભાઈ, પારદર્શી વાદળ જેવી ઉર્જા છે. તેને બધી ભાષાઓ સમજાય છે. તેને કાન, આંખ, મગજ અને સ્પર્શ કરવાનું અંગ પણ છે એટલે તે મીટરમાં ઘુસી તેના કાંટાને ધક્કો મારી હલાવે છે.
બાવાઓ અને આવી મંડળીઓને કઈ બૌધિક કક્ષામાં ગણવી?
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
મારા એક ખાસમખાસ મિત્ર અરવિન્દભાઈ કે. રાવળે એક જોક કરેલીઃ
એક ભૂતબેન બીજી ભૂતબેનને કહેતા સંભળાયા, “અલી, ફલાણી જગ્યાએ ન જઈશ…. ત્યાં તો માણસ થાય છે …”
ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અદૃષ્ય, અનુભૂતિ, આકૃતિ, આત્મા, ઉર્જા, એક્સ, એક્સીસ, કડાકા ભડાકા, ગરમી, જાદુગર, જીવ, જીવાત્મા, ઝેડ, ટાઈમ, ડાઈમેન્શન, ધક્કો, પરિમાણ, પહોળાઈ. ઉંચાઈ, પારદર્શિતા, પ્રકાશ, પ્રચંડ, ભૂતબેન, ભૂતભાઈ, ભૂવા, ભૌતિકશાસ્ત્ર, મગજ, મરણાસન્ન, લંબાઈ, વજન, વાયુ, વિદ્યાર્થી, વૈજ્ઞાનિક, વ્હાય, શરીર on September 10, 2017| 2 Comments »
ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૨
હવે ભૂતભાઈ વિષેની ખોજ આગળ ચલાવીએ.
આ વાત આમ તો ૧૯૬૨-૬૩ની છે. ગણિતશાસ્ત્રના એમ.એસસી. થયેલા પ્રોફેસર સાહેબે તો હાથ ધોઈ નાખ્યા. પણ ઘણી વખત સાહેબ કરતાં વિદ્યાર્થી વધુ હોંશીયાર હોઈ શકે એ ધારણાએ મેં ભૌતિકશાસ્ત્રના એમ.એસસીના વિદ્યાર્થિઓની નાની મંડળીને પૂછ્યું.
પ્રશ્ન એમ હતો કે ભૂતભાઈ અદૃષ્ય કેવી રીતે થઈ શકે?
કારણ કે જો કોઈ વસ્તુ અદૃષ્ય થઈ ગઈ તો તેનો એક અર્થ એમ થાય કે તે ઉર્જામાં પરિવર્તિત થઈ ગઈ એટલે કે તેનો નાશ થયો. હવે જો કોઈ વસ્તુ નાશ પામે તો પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય. પણ ભૂતભાઈ અદૃષ્ય થાય ત્યારે આવી કોઈ ગરમી ઉત્પન્ન થતી નથી.
બીજી અદૃષ્ય થવાની રીતે એ છે કે ભૂતભાઈ પ્રચંડ ગતિથી બીજી જગ્યાએ જતા રહે. જો આમ હોય તો આપણને તે અદૃષ્ય થઈ ગયેલા લાગે કારણ કે આપણે ફક્ત એક સેકંડના ૧૭મા કે ૨૦મા ભાગને જ અનુભવી શકીએ છીએ. હવે જો ભૂતભાઈ આ રીતે અદૃષ્ય થતા હોય તો હવાને મોટો ધક્કો લાગે અને તેથી તેની અનુભૂતિ દૂર દૂર સુધી થાય. ભૂતભાઈ જો જમીન ઉપર ઉભા હોય અને જે દિશામાં ગયા હોય તેની વિરુદ્ધ દિશામાં તેમણે જમીન ઉપર પગ વડે ધક્કો મારવો પડે, એટલે જમીન ઉપર કોઈ નિશાની તો પડે જ. વળી જો તે કાચી જમીન હોય તો ત્યાં ઠીક ઠીક રીતે ખાડો પડવો જોઇએ. પણ આવું કશું થતું નથી. વળી ભૂતભાઈમાં આવી શક્તિ આવી ક્યાંથી?
ભૂતભાઈનું વજન શું હોઈ શકે?
જો ભૂતભાઈ એ મનુષ્યનો જીવ હોય તો જ્યારે તે મનુષ્ય, જે ક્ષણ સુધી મરણાસન્ન હતો અને તે પછીની ક્ષણે તે જીવ નિકળી ગયો હોય તો જીવિત શરીરના વજન અને મૃત શરીરના વજન વચ્ચેનો જે તફાવત હોય તે ભૂતભાઈનું વજન હોવું જોઇએ. ધારો કે આપણે માની લઈએ કે આ બે વજન વચ્ચે તફાવત છે. તો આ તફાવત હજી જાણવા મળ્યો નથી.
ધારોકે આપણું વિજ્ઞાન આ તફાવત જાણવા સક્ષમ નથી એમ જો માનીએ તો આ તફાવત નજીવો જ હોઈ શકે. જો આ તફાવત નજીવો હોય તો તે જીવ અમુક સમયે દેખાય અને અમુક સમયે ન દેખાય એવું કેવી રીતે બની શકે?
કોઈ વસ્તુ દેખાય છે તેનો અર્થ શું?
જ્યારે પ્રકાશના કિરણો કોઈ ભૌતિક વસ્તુ સાથે અથડાય ત્યારે તેનો અમુક હિસ્સો તે વસ્તુમાં શોષાઈ જાય. અને બાકીનો હિસ્સો પરાવર્તન પામે. આ પરાવર્તન પામેલો હિસ્સો આપણી આંખમાં જાય એટલે તે વસ્તુની આકૃતિ પેદા કરે. આપણા જ્ઞાન તંતુઓ આ આકૃતિને મગજમાં મોકલે. મગજ તેનો અર્થ કાઢે. અને આપણે સમજીએ કે આ આકૃતિ શું છે. જો વસ્તુ પારદર્શક હોય તો પ્રકાશનો મોટો હિસ્સો વસ્તુની આરપાર નિકળી જાય. અને આપણને તે વસ્તુ ન દેખાય. પણ કારણ કે વસ્તુની પરદર્શિતા હવા કરતાં ઓછી વત્તી હોય એટલે આપણને આ વસ્તુની પાછળની બીજી વસ્તુઓ વક્રીભૂત લાગે. હવે જો આમ હોય તો કાં તો જીવ હવા જેવો પાતળો છે કે પાણી કે કાચ જેવો પારદર્શી છે. જો હવા જેટલો પાતળો હોય તો પવનમાં ભૂતભાઈ હવા સાથે તણાઈ જાય. પણ ભૂતભાઈ વિષે એવું થતું નથી. એટલે ભૂતભાઈ કાચ કે પાણી કે એવા બીજા પદાર્થો જેવા પારદર્શી હોવા જોઇએ. જો આમ હોય તો તેમનું વજન ઠીક ઠીક હોય અને વૈજ્ઞાનિકો તેનું વજન કરવા સક્ષમ છે. જો આવા ભૂતભાઈ પ્રચંડ ગતિથી અદૃષ્ય થાય તો હવામાં પ્રચંડ કડાકા ભડાકા થાય. અને આ કડાકા ધડાકા તેમના સમગ્ર માર્ગ ઉપર થાય. પણ આવું થતું સાંભળ્યું નથી.
બીજો જવાબઃ ભૂતભાઈને પાંચ ડાઈમેન્શન હોય છે.
એક વિદ્યાર્થી ભાઈનો આપ્રમાણે ઉત્તર હતો.
આપણે બધા લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ એમ ત્રણ ડાઈમેન્શનમાં જીવીએ છીએ. જ્યારે ભૂતને ચાર ડાઈમેન્શન હોય છે. એટલે જ્યારે ભૂત આપણા ત્રણ ડાઈમેન્શનમાં આવે ત્યારે જ આપણને તે દેખાય. જ્યારે તે ચોથા ડાઈમેન્શનમાં જતો રહે ત્યારે તે ન દેખાય.
જેમકેઃ
ધારોકે આપણે લંબાઈ અને પહોળાઈ એવી બે ડાયમેન્શનમાં જીવીએ છીએ. અને ભૂતભાઈ ત્રણ ડાઈમેન્શનમાં જીવે છે. જ્યાં સુધી ભૂતભાઈ આપણી લંબાઈ પહોળાઈ વાળા સમતલમાં ન આવે ત્યાં સુધી તે આપણને દેખાય નહી. જેવા આપણા સમતલ ઉપર આવે તેવા તે દેખાવા ચાલુ થાય. ધારો કે આપણા સમતલ ઉપર એક દડો મૂકવામાં આવ્યો તો તે આપણઅને એક ટપકા જેવો દેખાય. જેમ જેમ તે આપણા સમતલમાંથી પસાર થતો જાય તેમન આ ટપકું મોટું થતું જાય. અને જ્યારે દડો અર્ધો પસાર થાય ત્યારે તે દડો એક મોટા વર્તુળાકાર પ્લેટ જેવો એટલે કે તેને વ્યાસ પરિઘ જેવો દેખાય અને જ્યારે આપણા સમતલમાંથી જતો રહે ત્યારે નાનો થતાં થતાં અદૃષ્ય થઈ જાય.
હવે ભૂતભાઈની વાત ઉપર આવીએ.
આપણે જોયું કે જો આપણે બે પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ અને દડારૂપી ભૂતભાઈ જે ત્રણ પરિમાણમાં અસ્તિત્વ ધરાવતા હોય તેઓ જ્યારે આપણા બે પરિમાણ વાળા સમતલમાં આવે ત્યારે તેઓશ્રી તેમનો જેટલો હિસ્સો આપણા સમતલમાં હોય તેટલા પ્રમાણમાં વ્યાસવાળા વર્તુળ જેવા દેખાય.
તેવી જ રીતે જો આપણે ત્રણ પરિમાણ વાળા હોઈએ અને ભૂતભાઈ ચાર પરિમાણ વાળા હોય તો તેઓ જ્યારે તેમના આપણા પરિમાણમાં રહેલા હિસ્સાના પ્રમાણમાં આપણને દેખાય. આ પ્રમાણે તેઓ આપણી સામે દૃષ્ટિગોચર થાય અને અદૃષ્ય પણ થાય. આમાં કડાકા ભડાકા થવાની કે સુસવાટા થવાની કે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થવાની શક્યતા રહેતી નથી. શૂન્યમાંથી સર્જન થતું નથી કે સર્જનનું શૂન્ય થતું નથી. ભૌતિક શાસ્ત્રના નિયમો અકબંધ રહે છે.
જો કે આ ધારણા પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે.
વાસ્તવિક રીતે જોઇએ તો આપણે સૌ એટલે કે સજીવો અને કહેવાતા નિર્જીવો સૌ કોઈ ચાર પરિમાણોમાં રહીએ છીએ. ચોથું પરિમાણ ટાઈમ છે. લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ (એક્સ, વ્હાય અને ઝેડ) એ ત્રણે એક બીજાને લંબ છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણે ત્રણ વત્તા એક એવા ચાર પરિમાણોમાં અસ્તિત્વ ધરાવીએ છીએ અને ભૂતભાઈ આપણાથી એક વધુ પરિમાણમાં છે એવું માનીએ તો આપણે ઉપરનો દડાવાળો દાખલો લાગુ પાડી શકીએ ખરા.
પણ પ્રશ્ન એ થાય કે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ના જે પરિમાણ છે તે તો એકબીજાને લંબ છે. તો ટાઈમ સિવાયનું જે પાંચમું પરિમાણ આપણે લાગુ પાડ્યું તે શું લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ ને લંબ છે? લંબ તો હોવું જ જોઇએ. પણ હવે જો આપણે લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના પરિમાણને પરસ્પર અદલાબદલી કરી શકીએ છીએ. એટલે કે લંબાઈને પહોળાઈ કહીએ અને પહોળાઈને લંબાઈ કહીએ તો ગણત્રીમાં કશો ફેર પડતો નથી. તો શું આ પાંચમા પરિમાણને આપણે લંબાઈ પહોળાઈ અને ઉંચાઈના પરિમાણ સાથે અદલા બદલી કરી શકીએ છીએ?
આપણે આ વિષે કશું જાણતા નથી. પણ ન જાણવું એ બચાવ ન હોઈ શકે. આપણે ધારીએ કે જેમ ટાઈમ કે જેને આપણે સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી તેમ પાંચમું પરિમાણ પણ ટાઈમ જેવું હોઈ શકે કે જેને આપણે ન જોઈ શકીએ.
આ બધી ચર્ચા સાઠના દશકાના ઉત્તરાર્ધમાં થતી હતી. તે વખતે વિશ્વને સમજવા માટે કેટલા પરિમાણો હોઈ શકે તે વિષે બધા અંધારામાં હતા. કેટલાક ફાવે તેટલા પરિમાણો કે અનંત પરિમાણો હોઈ શકે તેમ માનતા હતા. પણ આ બધી હવામાં વાતો હતી.
એક પ્રશ્ન એવો પણ કરી શકાય કે જો ભૂત એ મનુષ્યના જીવિત શરીરનો જીવાત્મા હોય તો જ્યાં સુધી તે શરીરમાં હોય ત્યાં સુધી તે ૩+૧ પરિમાણોમાં હોય અને જેવો એ શરીરમાંથી બહાર નિકળે તેવો તે ૩+૧+૧=૫ પરિમાણવાળો બની જાય તેવું શા માટે?
વળી જો એમ માનીએ કે શરીર અને આત્મા (કે જીવાત્મા એવું જે કહો તે), જુદા છે તો, આ આત્માએ અમુક નિશ્ચિત શરીરમાં ઘુસ્યો કઈ રીતે. શરીરમાં ઘુસવા માટેની અને શરીરને છોડવા માટેની શરતોનો કે પરિસ્થિતિઓનો કયા આધારે નક્કી કરી?
આત્મા કે જીવાત્મા એ છે શું?
આઈન્સ્ટાઈન ની યુનીફાઈડ ફિલ્ડ થીયેરી ગણિત થકી પુરસ્કૃત કરી શકાતી ન હતી. જે ચાર બળ કે ક્ષેત્ર છે તેને સૌને સાંકળતું એક સમીકરણ ન હતું.
આત્મા (કે જીવાત્મા) જો શરીરથી જુદા મૂળભૂત તત્વોના બનેલા હોય તો આઈન્સ્ટાઈનની યુનીફાઈડ ફીલ્ડ થીયેરી અને શંકરાચાર્યની અદ્વૈતની થીયેરી ધ્વસ્ત થાય છે.
હવે જો આપણને ભૂત ભાઈ જા આવી ને કહે કે લો હું આ રહ્યો … મને તપાસી લો અથવા મને જે કંઈ પૂછવું હોય તે પૂછો.
હાજી એક ભૂત સંશોધક અને ભૂતભાઈ વચ્ચે કંઈક આ પ્રકારનો વાર્તાલાપ થયેલ.
પ્રશ્નકર્તાઃ તમે અદૃષ્ય કેવી રીતે થઈ જાઓ છો?
ભૂતભાઈઃ અમારામાં જન્મજાત એવી શક્તિ છે કે અમે વિચારીએ કે અમુક જગ્યાએથી અદૃશ્ય થવું છે એટલે અમે અદૃષ્ય થઈ જઈએ.
પ્રશ્નકર્તાઃ તમે શેના બનેલા છો? અને અવનવા આકાર-આકૃતિઓ કેવી રીતે બનાવો છો?
ભૂતભાઈઃ અમે વાયુ સ્વરુપે હોઈએ છીએ એટલે જે આકાર ધારણ કરવો હોય તે આકાર ધારણ કરી શકીએ છીએ.
પ્રશ્ન કર્તાઃ પણ આ વાયુસ્વરુપ એટલે શું?
ભૂતભાઈઃ અમે ઉર્જાનું વાયુસ્વરુપ હોઈએ છીએ.
પ્રશ્નકર્તાઃ તમારો ખોરાક શું હોય છે?
ભૂતભાઈઃ અમારે પેશાબવાળી ભીની માટી ખાવી પડે છે વિષ્ટા પણ ખાવી પડે છે. અમને આનાથી ઘણો ત્રાસ થાય છે પણ અમને આવી આજ્ઞા છે અને અમારે આવું કરવું પડે છે.
પ્રશ્નકર્તાઃ તમે મનુષ્યનો ભોગ લો છો તે વાત ખરી છે?
ભૂતભાઈઃ હા. અમારામાં કેટલાક ઉપર અન્યાય થયો હોય છે અને તેથી તેમનું મોત થયું હોય છે. એટલે તેઓ ગમે તેનો ભોગ લઈ લેતા હોય છે.
પ્રશ્નકર્તાઃ તમે મીઠાઈઓ અને ભોજનથાળ એવું બધું કેવી રીતે ક્ષણમાત્રમાં લાવી શકો છો. શૂન્યમાંથી સર્જન તો થઈ શકે નહીં.
ભૂતભાઈઃ અમે વાયુસ્વરુપ હોવાથી ક્ષણમાત્રમાં એક સ્થળેથી બીજે સ્થળે હાથ લંબાવી શકીએ છીએ એટલે કે બીજે સ્થળેથી કોઈક દુકાનમાંથી ઉઠાવી વાનગી ઉઠાવી લઈએ છીએ. ક્યારેક અમે આજુ બાજુની ઉર્જામાંથી ઘન પદાર્થો થકી વાનગીઓ બનાવી લઈએ છીએ.
પ્રશ્નકર્તાઃ તમને કોઈ વશ કરે કે તમે કોઈથી ડર લાગે એવું ખરું?
ભૂતભાઈઃ હા. કેટલાક જાદુગરો અમને પ્રસન્ન કરીને પોતાનો ધંધો કરતા હોય છે. અમે તેમને મદદ કરીએ છીએ. પણ જ્યારે તેઓ અમારું નામ જાહેર કરે એટલે અમે તેમને છોડી દઈએ છીએ. અમને કેટલાક ભૂવાઓ અમુક મંત્રોથી વશ કરતા હોય છે. અમે તેમની આગળ લાચાર બની જઈએ છીએ.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ
ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૧
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અતૃપ્ત, અદૃષ્ય, અનુભૂતિ, અશરીરી, આત્મા, આર્થિક વ્યવહાર, ઈન્દ્રિયો, ઉત્સર્જનના અવયવ, ખવીસ, ખાદ્ય પદાર્થ, ગુણધર્મ, ચામડી, જીન, ડાકણ, તત્વજ્ઞાન, પડછાયો, પરકાયા, પિશાચ, પ્રજાતિ, પ્રજોત્પત્તિ, પ્રત્યક્ષ, પ્રેત, બ્રહ્મરાક્ષસ, ભૂતબેન, ભૂતભાઈ, ભૌતિકશાસ્ત્ર, મગજ, યોની, વંત્ર, વંત્રી, વૃક્ષ, સર્જન, સુગંધ, સુનિશ્ચિત, સ્પર્શ, સ્વપ્ન on September 9, 2017| 4 Comments »
ભૂતભાઈ/ભૂતબેન હોય છે કે નહીં? પાર્ટ – ૧
ભૂતભાઈ અને ભૂતબેન એ બંને ને માટે આપણે ભૂતભાઈ શબ્દ જ વાપરીશું. જેમ કે મનુષ્ય શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ થઈ જાય છે તેમ ભૂતભાઈમાં પણ ભૂતબેનનો સમાવેશ સમજી લેવો.
તમે કહેશો કે તો પછી “ભૂત” જ કહો ને. ભૂતભાઈ શા માટે કહેવું?
અમે કાઠીયાવાડીઓ બધાને માનથી જ બોલાવીએ. એટલે અમે ભૂતભાઈનું પણ માન રાખીએ. ભલે તેમના અસ્તિત્વ વિષે શંકા કરીએ પણ માન તો રાખવું જ પડે. કાલે ઉઠીને વૈજ્ઞાનિકો સાબિત કરે (કે ના કરે), પણ ભૂત ભાઈનો જો અમને ભેટો થઈ જાય તો અમે તેમને માનથી બોલાવતા હતા તેની યાદ અપાવીને, એટલે તે ભૂતભાઈ તેમને સહજ એવો તેમનો કોપ અમારા ઉપર ન કરે. આવો પણ અમારો હેતુ હોઈ શકે તેવું તમે માની શકો છો.
કોઈપણ વસ્તુનું હોવું એટલે શું?
વસ્તુના અસ્તિત્વની સાબિતી એટલે તેનું પ્રત્યક્ષ પ્રમાણ.
પ્રત્યક્ષ એટલે શું?
આમ તો પ્રતિ+અક્ષ એટલે કે આંખોની સામે દેખાય તે. એટલે કે આંખો વડે જોઈ શકાય તે. અને લક્ષ્યાર્થમાં લઈએ તો આપણી ઈન્દ્રીયો દ્વારા જેની અનુભૂતિ થાય અને તેનું અસ્તિત્વ સમજાઈ જાય તે.
ઈન્દ્રિયો એટલે કાનથી સંભળાય, ચામડીથી સ્પર્શની અનુભૂતિ થાય, નાકથી સુંગંધની અનુભૂતિ થાય, મોઢાથી ખવાય, આંખોથી જોવાય અને મગજથી આ બધાનો સમન્વય કરી સ્વિકારાય તેને પ્રત્યક્ષ કહેવાય. હાજી મગજ તો ચલાવવું જ પડે.
મગજને શા માટે લક્ષમાં લેવું?
આપણને સ્વપ્નમાં પણ ઘણું બધું દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ક્યારેક સુગંધાય છે છતાં પણ જ્યારે તેના ઉપર શંકા કરીએ ત્યારે તેનું સાતત્ય જળવાતું નથી અને સ્વપ્ન નષ્ટ પામી જાય છે કે બદલાઈ જાય છે. એટલે આપણે જ્યારે શુદ્ધ બુદ્ધિરૂપમાં આવીએ ત્યારે તેની સત્યતાને નકારી કાઢીએ છીએ. બનાવના અસ્તિત્વ માટે બનાવનું સાતત્ય કે પુનરાવૃત્તિ પણ અનિવાર્ય છે.
ભૂતભાઈની વ્યાખ્યા શું છે?
(૧) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો આત્મા છે.
(૨) ભૂતભાઈ એ મરી ગયેલા માણસનો અતૃપ્ત આત્મા છે.
ક્યારેક પ્રાણીઓના ભૂત પણ હોય છે તેવી માન્યતા પણ ઘણા લોકો ધરાવતા હોય છે.
(૩) ભૂતભાઈની અલગ યોની હોય છે. યોની એટલે કે પ્રજાતિ.
પણ આ બધી કંઈ ભૂતભાઈની વ્યાખ્યા ન થઈ. આ તો થીયેરી થઈ.
વ્યાખ્યા એટલે શું?
વ્યાખ્યા એટલે ગુણધર્મનું વર્ણન. એટલે કે ભૂતભાઈની ભાષા કઈ હોય છે અને તેઓશ્રી શાં શાં કામો કરે છે … તેનું વર્ણન એટલે ભૂતભાઈની વ્યાખ્યા થઈ કહેવાય.
ભૂતભાઈના ગુણધર્મોનું વર્ણનઃ
(૧) જો તમે ભૂતભાઈના પ્રભાવિત ક્ષેત્રમાં સાયકલ ઉપર જતા હો તો ભૂતભાઈને જો મનમાં સ્ફુરે તો તેઓશ્રી તમારી સાયકલના કેરીયર ઉપર બેસી જાય અને તમને સાયકલ ભારે લાગે. ભૂતભાઈના પ્રભાવવાળો વિસ્તાર પૂરો થાય એટલે ભુતભાઈ ઉતરી જાય. અને તમારી સાયકલ હળવી થાય.
(૨) ભૂતભાઈની મરજી હોય તો તે દુર્વાસ કે સુવાસ છોડે.
(૩) ભૂતભાઈની ઈચ્છા હોય તો તેઓ તમને બીકલાગે તેવા રડવા સહિતના અનેક અવાજો કરે.
(૪) ભૂતભાઈ તમારી સાથે જો તેમની ઈચ્છા હોય તો તમારી ભાષામાં વાતો કરે,
(૫) ભૂતભાઈ સામાન્ય રીતે રાતના જ દર્શન આપે.
(૬) ભૂતબેન સુંદર સ્ત્રીના સ્વરુપમાં આવે કે બિહામણા રૂપમાં આવે કે સાદી સ્ત્રીના રૂપમાં આવે.
(૭) ભૂતભાઈને પડછાયો ન હોય (તેવું માનવામાં આવે છે)
(૮) ભૂતભાઈ અચાનક અદૃષ્ય થઈ જાય
(૯) ભૂતભાઈ ભડકો થઈને અદૃષ્ય થઈ જાય.
(૧૦) ભૂતભાઈ સુનિશ્ચિત વૃક્ષોમાં વાસ કરે
(૧૧) ભૂતભાઈ ક્યારેક ટોળામાં પણ હોય (ભૂતાવળ)
(૧૨) ભૂતભાઈ ક્યારેક આમ તો ન દેખાય પણ ક્યારેક જો તમે કોઈનો ફોટો લેતા હો તો તેઓશ્રી ફોટામાં આવી જાય.
(૧૩) ભૂતભાઈઓના પ્રકાર હોય છે. જેમકે પ્રેત, પિશાચ, જીન, ખવીસ, બ્રહ્મરાક્ષસ, ડાકણ, વંત્રી … કેટલાક ભૂત અશરીરી હોય છે અને તેઓ મનુષ્યના શરીરમાં પેસી જાય છે અને તેનો ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે કે જો તમે ક્યારેક ભૂતના પ્રભાવી ક્ષેત્રમાં આવો અને બોલો કે “ચાલ … “ તો આવા ભૂતભાઈ તમારી સાથે થઈ જાય અને તમારા શરીરમાં પેસી જાય.
(૧૪) ભૂતભાઈને અમૂક લોકો સાધી શકે છે એટલે કે વશ કરી શકે છે અને કોઈના શરીરમાં પેઠું હોય તો અમૂક લોકો તેને કાઢી શકે છે. આ વાત શરતોને આધિન છે.
(૧૫) ભૂતભાઈ ખુશ થઈ શકે છે.ભૂતભાઈ બદલો લઈ શકે છે. ભૂતભાઈ દુઃખી થઈ શકે છે.
(૧૬) ભૂતભાઈ તમારું કામ કરી શકે છે. જેમકે તમે ઈચ્છો તેવા ખાદ્ય પદાર્થો થળી સહિત લાવી શકે છે. એટલે કે શૂન્યમાંથી સર્જન કરી શકે છે અથવા તો પલકવારમાં બીજે ક્યાંકથી લાવી તમને આપી શકે છે.
(૧૭) ભૂતભાઈને પેશાબવાળી માટી, વિષ્ટા (હંગ) અને કેટલાક લોકોના માનવા પ્રમાણે મનુષ્યનું માંસ ખાવું પડે છે.
(૧૮) ભૂતભાઈ મનુષ્યનો ભોગ લેતા હોય છે.
(૧૯) ભૂતભાઈ માંદા પડતા નથી.
(૨૦) ભૂતભાઈ ઉંઘી શકે છે કે કેમ તે આપણે જાણતા નથી.
(૨૧) ભૂતભાઈ આર્થિક વ્યવહાર કરતા નથી. પણ કેટલાક લોકો માને છે કે ભૂતભાઈ ખજાનો આપી શકે છે.
ટૂંકમાં ભૂતભાઈ મનુષ્ય કરે તે બધા કાર્યો કરી શકે છે.
જેમકે
(૧) સાંભળવું, સ્પર્શવું, બોલવું, જોવું, વિચારવું, ખાવું અને બળવાપરવાનું કામ કરવું
(૨) આ ઉપરાંત ભૂતભાઈ જે કામ બીજા સજીવો નથી કરી શકતા તેવા કામ પણ કરે છે. જેમકે અદૃષ્ય થવું, અચાનક પ્રગટ થવું, શૂન્યમાંથી સર્જન કરવું, પોતાના આકારો બદલવા, પરકાયા પ્રવેશ કરવો અને ભૌતિક શાસ્ત્રના નિયમોથી પર રહેવું. એટલે કે ભૂતભાઈને ભૌતિકશાસ્ત્રના નિયમો લાગુ પડતા નથી.
(૩) ભૂતભાઈ પ્રજોત્પત્તિ કરી શકે છે કે કેમ તે આપણે સાંભળ્યું નથી.
(૪) ભૂતભાઈને મનુષ્યની જેમ શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા …. વિગેરે જેવું હોતું નથી. જે અવસ્થામાં મનુષ્ય ગુજરી ગયો હોય તે અવસ્થામાં તે સામાન્ય રીતે હોય છે. પણ તે પોતાના રૂપ બદલી શકે છે એટલે આપણે તેની અવસ્થા વિષે ન કહી શકીએ. મોટાભાગના ધર્મોમાં ભૂતભાઈના અસ્તિત્વને સ્વિકારવામાં આવ્યું છે. પણ હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન શાસ્ત્રમાં ભૂતભાઈના અસ્તિત્વ વિષે મૌન છે.
(૫) ભૂતભાઈને ઉત્સર્જનના અવયવો કે કોઈપણ આંતરિક અવયવો હોય છે કે કેમ તે વિષે આપણે જાણતા નથી. એટલે કે ભૂતભાઈની આંતરિક શરીર રચના વિષે આપણે કશું જાણતા નથી.
૧૯૬૨ના અરસામાં મારે એક સાઉથ ઈન્ડીયન પ્રોફેસરને પૂછ્યું કે ભૂત હોય કે નહીં?
તો તે પ્રોફેસરે કહ્યું કે ભૂત હોય છે.
ભૂતના ગુણધર્મો વિષે ચર્ચા થઈ.
મેં પૂછ્યું કે તો પછી ભૂતનું વજન શું હોય?
પ્રોફેસરે કહ્યું કે તમને સુખ દુઃખ થાય તેનું શું વજન હોય છે?
મેં કહ્યું કે સુખ દુઃખ એ તો માનસિક અનુભૂતિ છે. તો શું ભૂત પણ શું એક મેન્ટલ કન્સેપ્શન છે? જો ભૂત એક મેન્ટલ કન્સેપ્શન હોય તો તેનો અર્થ એમ થયો કે ભૂતનું ફીઝીકલી અસ્તિત્વ નથી. એટલે તે કોઈ ભૌતિક કામ ન કરી શકે.
પ્રોફેસર સાહેબ અનુત્તર થઈ ગયા. કારણ કે કદાચ તેમણે “ડૉ. આઈન્સ્ટાઈન અને યુનીવર્સ ” વાંચ્યું નહીં હોય. એટલે મેન્ટલ કન્સેપ્શન શબ્દ ભૂલથી વાપર્યો હશે.
ક્રમશઃ
શિરીષ મોહનલાલ દવે
કકળાટ, વૃત્તિ કે એજન્ડા
Posted in માનવીય સમસ્યાઓ, Social Issues, tagged અજ્ઞજનો, અધિકારીઓ, અન્નદાતા, અવલોકન, આતંકવાદીઓ, ઇન્કમ ટેક્ષ, એજન્ડા, એટીએમ, એન્ડરસન, કકળાટ, કટારીયા, કાર્યવાહી, કાળાં નાંણાં, ક્વૉટ્રોચી, ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર, જનપ્રતિનિધિઓ, ડીબીભાઈ, ડીમોનીટાઈઝેશન, તટસ્થ, તર્ક, દિવ્યભાસ્કર, નક્ષલવાદી, બનાવટી નોટો, બિલ્ડરો, બેંક, બોગસ કંપનીઓ, ભારત, ભાવનાત્મક, મારુતિ કૌભાંડ, માર્ક્સવાદી, રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦/-, રૂ. ૫૦૦૦/-, લડ્ડુ, વાસ્તવિકતા, વિચાર, વિમુદ્રીકરણ, વૃત્તિ, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થા, શ્રવણ, સમાચાર માધ્યમ, સુજ્ઞજનો, હવાલા on September 6, 2017| 2 Comments »
કકળાટ, વૃત્તિ કે એજન્ડા
ઘસાયેલો વિષય છે. ખબર નથી આપણા કાંતિભાઈ કટારીયા (ભટ્ટ)ભાઈએ જ્યારે ડીમોનીટાઈઝેશન કર્યું ત્યારે કંઈ લખેલું કે નહીં !!
આમ તો આપણા આ કટારીયાભાઈ “સબબંદરકા વ્યાપારી” છે એટલે લખ્યું તો કદાચ હોય પણ ખરું. પણ અમે તે વખતે ઇન્ડિયામાં ન હતા એટલે આપણા ડીબીભાઈના (દિવ્યભાસ્કરના) નિયમિત સંપર્કમાં રહેતા ન હતા. યુ-ટ્યુબ ઉપર ભારતની ઝી-ન્યુઝ, દૂરદર્શન, ટાઈમ્સ નાઉ (?) સુદર્શન ચેનલ છૂટક છૂટક જોતા હતા.
કકળાટ
જ્યારે આપણે કંઈ પણ લખીએ ત્યારે અમુક શબ્દોની આપણી વ્યાખ્યા લખી દેવી જોઇએ. કકળાટ એટલે જે વસ્તુ તમને તકલીફ આપતી હોય અને જો તમે પત્રકાર હો (કટારીયા) હો તો જો તમને એવું લાગતું હોય કે જાહેર જનતાને અસાધરણ તકલીફ પડે છે તો આ તકલીફને સતત વાચા (પુનરાવર્તનની છૂટ છે) આપ્યા કરવી તેને કકળાટ કહેવાય છે.
વૃત્તિઃ
તમારું જે વલણ હોય છે તે. આ વલણ તમારા અવલોકન, શ્રવણ અને વિચારો ઉપર આધારિત હોય અને તેના પરિણામે તે તમને કાર્યવાહી કરવા પ્રેરે છે તેને વલણ કહેવાય છે.
એજન્ડાઃ
તમારા અન્નદાતા (અહીં આપણે ડીબીભાઈને કટારીયા ભાઈઓના અન્નદાતા કહીશું) કે જેઓની વૃત્તિ તદ્દન પોતાની બુદ્ધિ (તર્ક) ઉપર અધારિત ન હોય પણ પરોક્ષ કે પ્રત્યક્ષ “લડ્ડુ” આપવાની શક્યતા કોની પાસેથી વધુ છે તેના ઉપર ઘડયેલી હોય છે. તેઓ તે પ્રમાણે વર્તતા હોય છે. તેમના વલણને આપણે એજન્ડા કહીશું. કારણ કે સમાચાર માધ્યમનું કામ આમ તો જનતાને કેવળ માહિતિ આપવાનું છે પણ સાથે સાથે માહિતિ છૂપાવવાનું પણ હોય છે. કારણ કે આપણી વૃત્તિ આપણા અન્નદાતાની વૃત્તિ ઉપર આધારિત છે.
જો કે બધા કટારીયા ભાઈઓ કુતર્કમાં માનતા હોય તે જરુરી નથી. કારણ કે સમાચાર માધ્યમોએ પોતે તટસ્થ છે તેવો પણ દેખાવ કરવો જરુરી છે જેથી ભારતના વિશાળ અજ્ઞજનોને અને અલ્પજ્ઞ જનોને આપણા એજન્ડા પ્રમાણે દોરી શકાય.
આપણા કટારીયા ભાઈએ કદાચ જ્યારે ડીમોનીટાઈઝેશન (વિમુદ્રીકરણ) થયું તે સમયના ગાળામાં તે વિષે અભિપ્રાય ન આપવાનું વલણ લીધું હશે. અને તે યોગ્ય પણ ગણી શકાય કારણ કે, તે સમય, સમગ્ર રીતે વિમુદ્રીકરણને મુલવવા માટે અપરિપક્વ સમય હતો. અને હવે કદાચ વિમુદ્રીકરણને મુલવવાનો સમય પાકી ગયો છે એમ તેઓશ્રી માનતા હોય.
વિમુદ્રીકરણ ના સરકારે ગણાવેલા ફાયદાઓ
કાળાનાણાની ઉપર ઋણાત્મક અસરઃ
જો કે આપણો એજન્ડા કંઈક જુદો હોય તો આપણે આ “ઋણાત્મક” શબ્દનો અર્થ નાબૂદી એવો પ્રચાર કરી શકીએ.
કાળાં નાણાં કોની પાસે છે?
નહેરુવીયન કોંગ્રેસના આંકડાઓ પ્રમાણે ભારતના ૯૫ ટકા માણસોની આવક માસિક આવક રૂ. ૫૦૦૦/- થી ઓછી છે. એટલે એમની પાસે રૂ.૫૦૦/- અને રૂ. ૧૦૦૦/- ની નોટો કેટલી હોય તે કોઈ સંશોધનનો વિષય નથી. કારણ કે ઈન્કમ ટેક્ષ ભરનારાઓની સંખ્યા અર્ધો ટકો પણ નથી. વળી જ્યાં મોંઘવારીની બુમો પડતી હોય તેમાં લોકો પાસે આખરી તારીખે કે અઠવાડીયા પછી કેટલી નોટો બચે તે વિષે સુજ્ઞ જનોએ વિચારવું જોઇએ.
આપણો એજન્ડા અલગ છે તો?
જો આપણો એજન્ડા અલગ હોય અને આપણી વાતને સામાન્ય જનતા માટે અસરકાર રીતે રજુ કરવી હોય તો વિમુદ્રીકરણની અસરોની ચર્ચાને આપણે ભાવનાત્મક બનાવવી અનિવાર્ય છે. આમેય જો ક્ષુલ્લક વાતોને પણ જો આપણે ભાવનાત્મક શબ્દોનો ઉપયોગ કરી રજુ કરતા હોઈએ તો વિમુદ્રીકરણ જેવી ઘટનાની અસરોને તો ભાવનાત્મક શબ્દોમાં રજુ કરવી આપણો ધર્મ બને છે.
ભારતની વાસ્તવિકતા શું છે?
ભારતમાં ૧૫૦૦૦ માણસ દીઠ એક બેંક બ્રાન્ચ આવે. ઘણાને એક કરતાં વધુ બેંક માં પોતાના ખાતાં હોય તેને આપણે અહીં અવગણીએ છીએ. હવે જો એક ટકો માણસ ઈન્કમ ટેક્ષ ભરતો હોય તો તેની પાસે રૂ.૫૦૦/-ની અને રૂ.૧૦૦૦/- નોટો હોય તેમ માની લઈએ તો ૧૫૦ માણસની એવરેજ એક બેંક દીઠ આવે. આપણે આમાં ૧૦૦ ટકાની ક્ષતિ ગણીએ તો પણ ૩૦૦ માણસની એક બેંક દીઠ એવરેજ આવે. હવે જો આઠમી નવેમ્બરથી ડી-મોનીટાઇઝેશન લાગુ કરવામાં આવ્યું હોય એટલે જેઓ પાસે કાળા નાણાં નથી તેમનો ૩૩ ટકા પગાર તો વપરાઈ જ ગયો હોય. આ વાત પણ આપણે અવગણીએ છીએ. આ ઉપરાંત એટીએમ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ વિગેરેનો ઈન્કમ ટેક્ષ ભરનારાઓની દ્વારા થતા ઉપયોગકારોની સંખ્યા પણ આપણે અવગણીએ છીએ. એટલે કોઈ પણ બેંક દીઠ ૩૦૦ માણસની સંખ્યાથી વધે નહીં.
નોટો બદલવા માટે ૫૦ દિવસો આપેલા. એટલે રોજના એવરેજ વધુમાં વધુ ૧૦ માણસ થાય. એટલે લાઈનમાં એવરેજ ૧૦ માણસ થાય. આમાં આપણે વેપારીઓની સંખ્યા ઉમેરીએ.
જો બેંકો ૧૫૦૦૦ વ્યક્તિએ એક હોય તો વેપારીઓની સંખ્યા તેનાથી સોગણી ગણીએ. એટલે કે ૧૫૦ વ્યક્તિએ એક વેપારી એવરેજ થાય. પણ એક ટકા પાસે રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો હોવાને કારણે, એક દુકાન દીઠ એક બેંકમાં એક દિવસની એવરેજે ૧.૫ વ્યક્તિ લાઈનમાં વધે. હવે જો વેપારી દશ દિવસે એક વાર બેંકમાં પૈસા જમા કરાવતો હોય તો એક બેંક દીઠ રોજની લાઈનમાં ૧૫ વ્યક્તિ વધે. એટલે કે ૨૫ માણસની લાઈન બેંકમાં થાય તે પણ ક્યારે કે બધા જ માણસો ૧૦ વાગે બેંકમાં આવી જાય તો.
પણ આપણને બેંક દીઠ ૨૫થી વધુ વ્યક્તિઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી. તેનો અર્થ એમ થયો કે મોટા ભાગના લોકો, બીજા માટે લાઈનમાં ઉભારહ્યા હતા એટલે કે બીજાની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- નોટો બદલાવવા ઉભા હતા.
જેઓ પોતાના કાળાંનાણાંની રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની નોટો બદલાવી પડે તેમાં કોણ કોણ આવી શકે.
બીલ્ડરો, જેમણે પોતાની સ્થાવર મિલ્કત કાળાં નાણાંમાં આંશિક રીતે વેચી હોય તેવી વ્યક્તિઓ, અમુક વેપારીઓ, અમુક હોટલના માલિકો, સરકારી અધિકારીઓ, ડોક્ટરો, ખાનગી ચિકિત્સાલયો, કંપનીના અધિકારીઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને મોટાપાયે ટ્યુશન ચલાવનારી સંસ્થાઓ, અને રાજકીય પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાએલા જનપ્રતિનિધિઓ.
નોટો બદલવા માટે જે લાંબી લાઈનો લાગેલી તેમાં ઉપરોક્ત પ્રકારની વ્યક્તિઓના માણસો લાઈનમાં ઉભા હતા.
એમ કહી શકાય કે ટકાવારી પ્રમાણે દોઢ થી બે ટકા ઓછી નોટો આવી. એટલે કે રીઝર્વ બેંકે ચલણમાં જેટલી રૂ.૫૦૦/-ની અને રૂ. ૧૦૦૦/-ની જે ચલણી નોટો બજારમાં મૂકી હતી તેની મોટાભાગની નોટો બેંક પાસે પાછી આવી ગઈ. એટલે આપણા કટારીયાભાઈ નું માનવુ/મનાવવું છે કે કાળું નાણું નજીવું જ ચલણમાંથી બહાર થઈ ગયું. માટે આ તો ખોદ્યો પહાડ અને કાઢ્યો ઉંદર એમ જ થયું.
જો કે એક વાત આપણા સમાચાર માધ્યમોના સુજ્ઞ જનો ભૂલી જાય છે.
કઈ વાત આપણા સુજ્ઞજનો ભૂલી જાય છે?
ધારો કે ૪૮ લાખ કરોડની નોટો સરકારે છાપી હતી. અને ૪૮ લાખ કરોડથી ઓછી નોટો આવે તો તો એમ કહી શકાય કે કમસે કમ જેટલી કિમતની નોટો ઓછી પાછી આવી તેટલું કાળું નાણું નષ્ટ થયું. પણ ધારોકે ૪૮ લાખ કરોડની રૂ. ૫૦૦/- ની ચલણી નોટોને બદલે ૫૦ લાખ કરોડની કિમતની રૂ. ૫૦૦/- નોટો પાછી આવી હોત તો?
જો આવું થયું હોત તો?
કેટલાક વિદ્વાનો કૂદીકૂદીને કહેત કે આ તો બનાવટી નોટો સરકારે બદલી દીધી.
આ તો થઈ કાળાંનાણાં બદલાવવા માટેની લાઈનો વિષે. પણ બનાવટી નોટોનું શું? શું બનાવટી નોટો બદલાવવામાં આવી નથી?
બનાવટી નોટોની કથા (કથા એટલે હકિકત)
૨૦૦૪માં નવી આવેલી નહેરુવીયન કોંગ્રેસે રૂ.૫૦૦/- ની ચલણી નોટો છાપવાનું ગ્લોબલ ટેન્ડર ફ્લોટ કરેલ. ટેન્ડર એ કંપનીનું માન્ય રાખવામાં આવેલ જે કંપની બીજા કેટલાક દેશોમાં બ્લેક લીસ્ટ થયેલી કારણ કે તેના સંબંધો આતંકવાદી સંસ્થાઓ સાથે હતા. વળી આ ચલણી નોટોની ખરાઈ કરવાના મશીનોનો કોન્ટ્રાક્ટ પણ એ જ કંપનીને આપવામાં આવેલો.
એટલે આ તો એવું થયું કે ઈન્દિરા ગાંધીને સંજયગાંધીની મારુતિ ગાડીનું કૌભાન્ડ તપાસવાનું કામ પોતાને હસ્તક લીધું. પછી ઇન્દિરા ગાંધી કહે કે “સંજય તો નિર્દોષ છે. જો સંજય ગાંધીનો દોષ હોત તો મેં એને સજા કરી હોત!! મેં તેને કશી સજા કરી નથી તેથી જ સિદ્ધ થાય છે કે સંજય ગાંધી નિર્દોષ.” વળી તેણી ઉમેરત કે “શું હું જુઠું બોલું છું? એક મહાન દેશના વડાપ્રધાન ઉપર આક્ષેપો કરતાં તમને શરમ નથી આવતી?”
એટલે કે કોઈ આપણને બેશર્મ કહે તે પહેલાં જ આપણે તેને બેશરમ કહી દેવો. આ ઈન્દિરાઈ કોંગ્રેસની પ્રણાલી છે.
બનાવટી નોટોની વ્યાપકતા
રૂ. ૫૦૦/-ની બનાવટી નોટોની વ્યાપકતા એટલી બધી હતી કે રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાંથી પણ બનાવટી નોટો નિકળેલી. ઉપરોક્ત નોટોના ખરાઈ કરનારા મશીનો નોટોની “૧૬” જાતની ખરાઈ ચેક કરતા. જ્યારે વાસ્તવમાં ૧૮ થી ઉપર ખરાઈ ચેક કરવાની ક્ષમતા મશીનમાં હોવી જોઇએ. આ બાબત અમેરિકાની એક કંપનીને જ્યારે ખરાઈ ચેક કરવા આપી ત્યારે બહાર આવેલી.
આપણે સુપેરે જાણીએ છીએ કે નહેરુવીયન કોંગ્રેસ સરકારે ઓગણીશો નેવુંમાં નિમેલી એક કમીટીના રીપોર્ટ પ્રમાણે પોલીસ, રાજકીય પક્ષના નેતાઓ, અને અસામાજીક તત્વો વચ્ચે સાંઠગાંઠ છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન અને કવૉટ્રોચી કેવી રીતે સરળતા પૂર્વક ભાગી ગયા હતા.
સુજ્ઞજનો જ નહીં પણ સામાન્ય કક્ષાનો વ્યક્તિ પણ આવી ઘટનાઓ સમજે છે. એટલે સરકારી બેંકોના એટીએમમાંથી બનાવટી નોટો નિકળે તેમાં બનાવટી નોટો ઘુસાડ્યાની બાબતમાં કયા પક્ષની સંડોવણી હોઈ શકે તેનું આનુમાન કરી શકાય છે. અલબત્ત નહેરુવીયન કોંગ્રેસ આવી જવાબદારીમાંથી છટકી ન જ શકે. તેણે કેટલા પૈસા બનાવ્યા તે સંશોધનનો વિષય છે.
ટૂંકમાં બનાવટી નોટો પણ બેંકોએ બદલી આપી હશે જ તેમાં શક ન કરવાનું કોઈ કારણ નથી. પણ જે બનાવટી નોટો કાળાંનાણાંવાળા બદલાવી ન શક્યા તેને નફો ગણવો જોઇએ. આતંકવાદીઓ ખાસ કરીને કાશ્મિરના આતંકવાદને પોષકનારા દેશી વિદેશી તત્વો અને નક્ષલવાદી માર્ક્સવાદીઓને સહાય કરનારા તત્વો ને બહુ મોટો ફટકો પડ્યો છે.
બે લાખ બોગસ કંપનીઓઃ
એન.જી.ઓ. ઉપર તવાઈ આવી એ ઉપરાંત આશરે બે લાખ કંપનીઓ બનાવટી માલુમ પડી છે અને તેમનું રજીસ્ટ્રેશન રદ થયું. હવે આ બધાની તપાસ ચાલુ છે. એ ઉપરાંત આટલા જ કે તેથી વધુ લેવડ દેવડ કરનારા શંકામાં આવ્યા છે અને તેમની ઉપર તપાસ ચાલુછે. હવાલા કાંડોની તપાસ પણ ચાલુ છે.
બોગસ કંપનીઓ વિષે સરકારને પહેલાં કેમ ખબર ન પડી?
(જો કે આ મુદ્દો કટારીયા ભાઈએ ઉઠાવ્યો નથી.)
બેનામી પાસપોર્ટ, બેનામી પાનકાર્ડ અને બેનામી વ્યક્તિને નામે સ્થાવર મિલ્કત હોવી એ આપણા દેશમાં એક સામાન્ય વાત છે. નહેરુવીયન કોંગ્રેસે સ્થાપેલી સીસ્ટમ અને અધિકારીઓના સંસ્કાર જ એવા છે કે “ગાંધી-વૈદ્યનું” સહીયારું અને “ચોર-કોટવાલ”નું સહિયારું એવો ઘાટ છે. જો આ બાબત માટે તપાસ કરવાનું કામ પહેલાં કરવામાં આવ્યું હોત તો તે કામ સરકારી ગધેડાઓને ઉપર હાથીનો બોજ ઉપાડવાનું કહ્યા બરાબર હતો. જ્યારે ૯૫ ટકા તંત્ર બગડેલું હોય ત્યારે તેની ખરાઈ કરવી કરવી પણ મુશ્કેલ બને છે. પણ હવે જે કિસ્સાઓ સામે આવ્યા તે બેંકો દ્વારા ગળાઈને આવ્યા છે. એટલે હવે તપાસ સરળ રહેશે.
તો હવે જેઓ નોટો બદલાવવાની લાઈનોમાં મરી ગયા તેમનું શું?
તેમજ
નરેન્દ્ર મોદીએ કહેલ કે “અમે કાળું નાણું લાવીશું અને દરેકના ખિસ્સામાં પંદર લાખ મૂકીશું તેનું શું?
જો કે નરેન્દ્રભાઈએ આ શબ્દો વાપર્યા નથી. પણ તેમણે એક ધારણા પ્રમાણે કાળાંનણાંના જત્થાનો અંદાજ આપેલો કે એક વ્યક્તિને ભાગે ૧૫ લાખ રૂપીયા આવે. પણ આ બધાં નાણાં ચલણી નોટોમાં છે તે તો વિપક્ષીનેતાઓનું ખાસ કરીને રાહુલ ગાંધીનું અર્થઘટન છે.
જો ઉપરોક્ત કથનને મહત્વ ન આપીએ તો આપણે જોયું કે કાળાંનાંણાંવાળાઓએ ૫% કે જે કંઈ હોય તે, કમીશનને આધારે પોતાના માણસોને નોટો જમા કરાવવા/બદલાવવા મોકલેલ. આ માણસોએ પોતાના ખાતાં ન હોય તો ખોલાવીને તેમાં જમા કરેલ ને પછી તેમના અન્નદાતાઓને પરત કરેલ.
આ બધા આમ તો વફાદાર હતા એટલે તેમણે નાણાં પરત કર્યાં. પણ એક વખતતો તેમના ખિસ્સામાં બે/ત્રણ લાખતો આવી ગયા જ કહેવાય. હવે તેઓ જો આવા આવી ગયેલા પૈસાને પરત કરે તો “બિચારા મોદીકાકા શું કરે?”
આપણા કટારીયા ભાઈએ, કેટલા માણસો લાઈનમાં લાગવાને કારણે મરી ગયા તેના કોઈ આંકડા આપ્યા નથી. આપણી પાસે બોગસ આંકડા પણ નથી. તેમજ કેજ્રીવાલે કે કોઈ કોંગી નેતાએ કે પોતાને લોકાભિમુખ માનનારા બીજા કોઈપણ નેતાએ કૉર્ટમાં પીઆઈએલ (જનહિતની અરજી) ફાઈલ કરી નથી. એક વૃદ્ધભાઈ મરી ગયેલ પણ તેમના જ સુપુત્રે કહેલ કે તેમનું મૃત્યુ લાઈનમાં ઉભા રહેવાને કારણે થયું ન હતું.
તમે તટસ્થ ક્યારે કહેવાઓ?
તમે જો ગટરના કીડા હો તો ફક્ત ગટરની જ વાત કરો. જો તમે તટસ્થ હો તો, અને જો તમે સુજ્ઞ હો તો તમારે “બનાવટી ચલણી” નોટોની વાત પણ કરવી જોઇએ. જે બોગસ કંપનીઓ પકડાઈ હોય તેની પણ વાત કરવી જોઇએ. હવાલા મારફત આતંકવાદીઓના સબંધીઓ ઉપર તવાઈ આવી છે તેની વાત પણ કરવી જોઇએ. આ બધા કંઈ તમારી માટે અજાણી વાતો નથી. જો તમે આ બધી વાતોને છૂપાવો એટલું જ નહીં પણ ઉપરોક્ત દુષણોનું નિર્મૂલન કરવાના ઉપાયો પણ ન સૂચવો તો તમારામાં અને નેશનલ કોન્ફરન્સ અને માંદી ધર્મ નિરપેક્ષવાદી નેતાઓમાં ફેર શો? આ નેતાઓ કે જેઓ એક પત્થરબાજને સુરક્ષાદળોએ જીપ ઉપર બાંધ્યો તે ઘટના ઉપર કૂદી કૂદીને બોલે, પણ હજારોની સંખ્યામાં કતલ થયેલા કાશ્મિરી હિન્દુઓ અને લાખોની સંખ્યામાં બેઘર કરવામાં આવેલા કાશ્મિરી હિન્દુઓ વિષે મૌન ધારણ કરે. એટલું જ નહીં પણ દશકાઓ સુધી રાજ કર્યા પછી પણ તેમને એવી નિરાધાર સ્થિતિમાં જ રાખે અને નિસ્ક્રીય રહે. જો તમે આવા હો તો તમારા માટે દુનિયાની બધી જ ગાળો યોગ્ય છે.
આ કટારીયા ભાઈએ કરેલો “ગરીબની હાય” શબ્દ પ્રયોગ ભ્રામક અને હાસ્યાસ્પદ છે.
જો અમારા જેવા ખાધે પીધે સુખી એવા નિવૃત્ત ઉંમર લાયક ની વાત કરીએ કે અમારા જેવાના કમાતા ધમાતા સંતાન અને સન્માર્ગે જ ચાલનારાની વાત કરીએ તો મને કદી પગારમાં ૫૦૦ની નોટ મળી નથી. પેન્શન ખાતામાં જમા થાય છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે અમે ઈન્ડિયામાં ન હતા. ઉંમરને કારણે જે કંઈ રોકડા રાખેલા તે પંદરેક નોટો અમે બેંકમાં ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં જમા કરાવેલી. યુબીઆઈમાં કશી જ ભીડ ન હતી. અમે તો એક ટકામાં આવીએ. અમારા કોઈ સગાંઓને પણ તકલીફ પડી ન હતી. તેમાં ઘણા લોકો ધંધાદારી પણ છે.
તમને તકલીફ પડી? તો તમે ખેડૂતોનું નામ લો, જાટનું નામ લો, પાટીદારોનું નામ લો, ગરીબોનું નામ લો, રોજે રોજનું ખાનારાઓનું નામ લો …. આવા બધાનું નામ લેવાની ફેશન છે. ફક્ત તમે તમારું નામ ન લો.
શિરીષ મોહનલાલ દવે
ચમત્કૃતિઃ
આત્મવત્ સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ
(જે બધાને પોતાના જેવા જુએ છે તે પંડિત છે)
-
Archives
- March 2023 (1)
- November 2022 (3)
- October 2022 (4)
- September 2022 (2)
- August 2022 (4)
- July 2022 (2)
- June 2022 (4)
- May 2022 (2)
- April 2022 (1)
- March 2022 (4)
- February 2022 (3)
- January 2022 (4)
- December 2021 (6)
- November 2021 (5)
- October 2021 (7)
- September 2021 (1)
- July 2021 (1)
- June 2021 (3)
- May 2021 (4)
- April 2021 (2)
- March 2021 (1)
- February 2021 (3)
- January 2021 (3)
- December 2020 (4)
- November 2020 (3)
- October 2020 (2)
- September 2020 (5)
- August 2020 (4)
- July 2020 (3)
- June 2020 (5)
- May 2020 (3)
- April 2020 (5)
- March 2020 (6)
- February 2020 (4)
- January 2020 (1)
- December 2019 (2)
- November 2019 (4)
- October 2019 (2)
- September 2019 (4)
- August 2019 (1)
- July 2019 (1)
- June 2019 (1)
- May 2019 (4)
- April 2019 (3)
- March 2019 (2)
- February 2019 (6)
- January 2019 (2)
- December 2018 (3)
- November 2018 (4)
- October 2018 (3)
- September 2018 (3)
- August 2018 (1)
- July 2018 (2)
- June 2018 (3)
- May 2018 (3)
- April 2018 (1)
- March 2018 (2)
- February 2018 (2)
- December 2017 (2)
- November 2017 (2)
- September 2017 (6)
- August 2017 (6)
- July 2017 (2)
- June 2017 (7)
- May 2017 (2)
- April 2017 (5)
- March 2017 (2)
- February 2017 (4)
- January 2017 (6)
- November 2016 (1)
- October 2016 (3)
- September 2016 (1)
- July 2016 (8)
- June 2016 (4)
- May 2016 (4)
- April 2016 (4)
- March 2016 (5)
- February 2016 (6)
- January 2016 (1)
- December 2015 (3)
- November 2015 (10)
- October 2015 (9)
- September 2015 (4)
- July 2015 (5)
- June 2015 (6)
- May 2015 (1)
- April 2015 (3)
- March 2015 (1)
- February 2015 (3)
- January 2015 (6)
- December 2014 (5)
- November 2014 (6)
- October 2014 (7)
- September 2014 (5)
- August 2014 (2)
- June 2014 (2)
- May 2014 (8)
- April 2014 (4)
- March 2014 (5)
- January 2014 (3)
- December 2013 (9)
- November 2013 (4)
- October 2013 (1)
- September 2013 (9)
- August 2013 (2)
- July 2013 (2)
- June 2013 (3)
- May 2013 (5)
- April 2013 (6)
- February 2013 (3)
- January 2013 (2)
- December 2012 (5)
- November 2012 (1)
- October 2012 (6)
- September 2012 (3)
- August 2012 (3)
- July 2012 (2)
- June 2012 (3)
- May 2012 (3)
- April 2012 (4)
- March 2012 (3)
- February 2012 (2)
- January 2012 (5)
- December 2011 (3)
- November 2011 (1)
- September 2011 (3)
- August 2011 (2)
- July 2011 (2)
- June 2011 (4)
- May 2011 (7)
- April 2011 (2)
- March 2011 (2)
- February 2011 (1)
- January 2011 (3)
- December 2010 (3)
- November 2010 (5)
- October 2010 (7)
- September 2010 (6)
- August 2010 (2)
- July 2010 (3)
- June 2010 (3)
- May 2010 (1)
- April 2010 (1)
- March 2010 (3)
- February 2010 (5)
-
Categories
- માનવીય સમસ્યાઓ (348)
- Social Issues (116)
- Uncategorized (104)
-
Pages