Feeds:
Posts
Comments

Archive for March, 2010

નરેન્દ્ર મોદી, બીજેપી, દંભી સેક્યુલરીસ્ટો અને વર્તમાન પત્રો.

ધોકાવાળી કરવા માટે ધોકો પણ જુદો અને ન્યાય તોલવા માટે બાટ પણ જુદા.

વર્તમાન પત્રોની વાત જવા દો. કેન્દ્રમાં કોંગીનું રાજ હોય તો કોંગીને સાવ બાજુપર તો ન જ મુકી દેવાય. વર્તમાન પત્રો ને વાચકો પણ જોઇએ છે.  આ વાચકોમાં ભૂત, પિશાચ, અસુરા અને રાક્ષસી મનોવૃત્તિ વાળા પણ આવવા જોઇએ. કારણ કે તેઓ પણ આપણા દેશમાં એકલ દોકલની સંખ્યામાં નથી.  ભારત કંઈ યક્ષ ગાંધર્વ અને કિન્નર અને માનવગણવાળો ફક્ત કળા કારીગરોનો દેશ નથી. તેથી સમાચાર પત્રના માલિકોએ બધાને બહુ નહીં તો થોડો થોડો પણ સંતોષ થાય તેવા સમાચારો ચગાવવા પડે અને હેડીંગો બાંધવા પડે છે.

આ વાત પત્રકારો અંગતવાતચિતમાં કબુલ કરી લે છે પણ ખરા. કારણકે જ્યારે દેશ ઉપર ભ્રષ્ટ અને દંભી બીનસાંપ્રદાઈકતાનું ભૂત ધૂણતું હોય ત્યારે તેવા માહોલથી તદન “આઉટ ઑફ ફ્રીક્વન્સી” વાળું અલગ વાજુ ન વગાડી શકાય. ગાંધી બાપુ અને વિનોબાભાવેની વાત અલગ હતી. આપણે શહીદ થવું નથી.

પણ જે મહાનુભાવો કટારો (માણસની પીઠ કે છાતી ઉપર ખોસવાની કટાર નહીં પણ છાપાના પૃષ્ઠ ઉપરની વિભાગીય કોલમો)ઉપર કબજો ધરાવે છે તેમની પાસે સામાન્ય જનતા કંઇક આશા રાખે તો અજુગતું ન કહેવાય. માનનીય ગુણવંતભાઈ શાહ નો લેખ (દિવ્યભાસ્કર ૨૮મી માર્ચ ૨૦૧૦ રવિવાર) અત્યંત પ્રસંશનીય અને ચિંતનીય છે તે વિષે બે મત ન હોઇ શકે.

બીજેપી વાળા, કંઈક અંશે વીએચપી અને આરએસએસના નેતા બંધુઓ અને આમ જનતાનો મોટો ભાગ એક સવાલ તો પૂછી શકે તેમ છે જ કે હિંદુઓના કયા ગુણોને મિથ્યાભિમાનમાં ખપાવી શકાય?  બીજેપી ઉપર બભમ બભમ જેવા આવા આક્ષેપો અને પ્રહારો સામાન્ય થઇ ગયા છે.  અને તેપણ એટલી હદે કે માહિતિપ્રસારણ-માંધાતાઓ આ બાબત ઉપર ફોડ પાડવાનું અને વિસ્તારથી કહેવાનું જરુરી પણ સમજતા નથી. અને તેઓ આ એક ફેશન હોય તેમ વર્તે છે.

આ બાબત જેઓએ “ભારત દેશ મહાન” ને આત્મસાત કર્યું છે તેમને તો કઠે જ કઠે, પણ જેઓ સમજે છે કે આપણે સુધરવા માટે તૈયાર છીએ તેઓને પણ કઠે છે. આમ જનતાને માહિતિથી વંચિત રાખવામાં આવે છે,  તે પણ તેમને કઠે છે.  લોકશાહી એ એવી વ્યવસ્થા છે કે જેમાં બગડેલાને સુધરવાની તક હોય છે અને આવી તક આપવામાં પણ આવે છે.  પણ જો તમે તેને બતાવો નહીં કે તે કઇ બાબતમાં બગડેલો છે અને તેના ઉપર સતત ગાલીપ્રદાન જ કર્યા કરો તો તે એક અત્યાચાર છે.  અને તમે સમજો કે સામાન્ય માણસ “બકાસુર” નથી જ નથી જ.

બીજેપીવાળાઓને કે આરએસએસના ભાઇઓને કે વીએચપી બંધુઓને કે કોઇપણ સ્વાભિમાની હિન્દુને દાખલા દલીલો કે સ્પષ્ટતા વગર મિથ્યાભિમાની કહેતા રહેવાનું રટ્યા કરવું તે એક રાજકીય દુરાચાર છે.  સ્વાભિમાની હિન્દુઓની કેટલીક ઐતિહાસિક માન્યતાઓ છે જે પાશ્ચાત્ય ઇતિહાસકારોથી જુદી પડે છે. અને આ હિન્દુઓ એવું ઇચ્છે છે કે બીજી ઐતિહાસિક માન્યતાઓ સાથે તેમની આ પરાપૂર્વથી ચાલી આવતી માન્યતાનો પણ સમાવેશ કરવામાં આવે.  તેમની પાસે તે માટે પ્રમાણભૂત દલિલો પણ છે.

 

બીજો સવાલ રામ મંદિરનો છે. રામમંદિરને મિથ્યાભિમાન સાથે સાંકળી ન શકાય. અને જો સાંકળવો જ હોય તો તેની વિષે ચર્ચા થવી જોઇએ. અને આ માટે બી્જેપીના હિતેચ્છુઓ તૈયાર પણ છે. વાસ્તવમાં દંભી બિનસાંપ્રદાઈક મહાનુભાવો અને તેને સમકક્ષ મૂર્ધન્યો કાં તો પ્રચ્છન્ન મનોરોગિષ્ઠ છે અથવા મલિન રાજકારણ રમવા માગે છે. અને પોતાની મલિનતા છૂપાવવા ઈંદીરાઈ દાવ કે ” કોઇ આપણને કાણો કહે તે પહેલાં આપણે સામાવાળાને સો વાર કાણો કહી દેવો”. અને તેથી જ આ દંભી બિનસાંપ્રદાયિક મહાનુભાવો અને તેને સમકક્ષ મૂર્ધન્યોએ એવી હવા ફેલાવી છે કે બીજેપી “રામમંદિર ઉપર રાજકારણ રમી રહી છે અને તે મુદ્દાને સદાકાળ માટે જીવતો રાખવા માગે છે.”

 

વાસ્તવમાં નહેરુવીયન કોંગ્રેસબંધુઓને રામમંદિરના હલ માટે કોઈએ રોક્યા નથી. દડો એમના પોતાના કૉટમાં છે અને ફટકોમારવાનું સામાવાળાને કહેવામાં આવે છે.  ભારતમાં જો ચૂંટણીઓ ધાર્મિક મુદ્દાઓ ઉપર જ લડાતી હોત અને જીતાતી હોત તો હિન્દુઓએ ક્યારનુંય ભારત સર કરી લીધું હોત અને નહેરુવીયન કોંગ્રેસનું નામોનિશાન ન રહેત.

 ભારતમાં ચૂંટણીઓનું વોટ પોલીટીક્સ અલગ છે. “ગરમ હવા” ના કહેવા પ્રમાણે “ધર્મથી પણ બઢકર એક ચીજ છે. તે છે રીશ્વત”. અને જે દેશને ગરીબી, નિરક્ષરતા અને બેકારીથી પાયમાલ કરી દેવામાં આવ્યો હોય તેને માટે ન તો રામ મંદિર ક્યારેય મુદ્દો હોય છે કે નતો ધર્મ કે ધાર્મિક મિથ્યાભિમાન મુદ્દો બની શકે છે. પણ જુઓ,  કોંગ્રેસબંધુઓ છાસવારે લઘુમતિને લગતા નિવેદનો કરતા રહેતા હતા અને બીજેપીને સાંપ્રદાયિક તત્વો સાંપ્રદાયિક તત્વો તરીકે ભાંડતા રહેતા હતા.

જો તમારે ચૂંટણી જીતવી હોય તો તમે “ગુજ્જરોને મીનાઓ સાથે ભીડાવો, પટેલોને ક્ષત્રીયો સાથે ભીડાવો, ગામડાને શહેરો સાથે ભીડાવો, દક્ષિણભારતીયોને ઉત્તરભારતીયો સાથે ભીડાવો, શિવસેનાઓ અને મહારાષ્ટ્ર સેનાઓને ભીડાવો, દલિતો અને સવર્ણોને ભીડાવો, ઐતિહાસિક વિવાદોને ચગાઓ જેથી મર્ધન્યો પોતાની પ્રાથમિકતાઓ ભૂલે. ચૂંટણી જીતવાના હજાર રસ્તાઓ છે.

અને જુઓ તદ્દન વિરોધી વાત.  શ્રી નરેન્દ્ર મોદીએ આમાંનો એક પણ રસ્તો ન અપનાવ્યો. તેમણે સર્વ ક્ષેત્રીય પ્રગતિનો રસ્તો કોતરીને બતાવ્યો.  શું નરેન્દ્રમોદીનો માર્ગ કંટક રહિત છે? ના જી. મહાત્મા ગાંધીનો માર્ગ પણ ક્યાં કંટક રહિત હતો?

Read Full Post »

“સર્વે શૃગાલાઃ ચિન્તયામાસ,
યદિ કેનાપિ ઉપાયેન અયં મ્રિયેત તર્હી માસ ચતુષ્ટયં ભોજનં ભવેત”

બધા શિયાળવાં ગંભીરતા પૂર્વક વિચાર કરવા લાગ્યા, કે જો કોઇપણ હિસાબે આ(કર્પૂરતિલક હાથી)ને મારી નાખવામાં આવે તો (આપણા બધાનું) ચાર માસ સુધી ભોજન બને.
 
પંચ તંત્રમાં એક કર્પૂરતિલક અને શિયાળવાંઓની એક વાર્તા આવે છે.
જેમાં બધા શિયાળવાં ભેગા થાય છે. અને કર્પૂર તિલકને મારી નાખવાની યોજનાઓ ઘડે છે.

આવું જ કંઇક અત્યારે ઇંદીરાઈ નહેરુવીયન કોંગ્રેસીઓ નરેન્દ્ર મોદી વિષે વિચારે છે.
૧૯૬૯નો એક એવો જમાનો હતો કે કોંગ્રેસના બે ભાગ પડી ગયા હતા. અને ઈન્દીરાઈ નયી રોશનીની હવા ફેલાવવામાં આવી હતી. અને અગણિત ઉંદર રુપી રાજકારણી લોકો  તે રોશનીમાં મોંઢું કાળું કરવા દોડ્યા હતા. ઈંદીરા ગાંધીએ જાહેર કર્યું હતું કે “કોંગ્રેસના દરવાજા બધા જ માટે ખુલ્લા છે” (પૂર્વ લાયકાતની કોઇ જરુરત નથી. કાંતવું, ખાદી પહેરવી, સાફાઈ કરવી, સત્યબોલવું, સફેદ ટોપી પહેરવી, વિગેરે કશુંજ જરુરી નથી). હા, ફક્ત એક વસ્તુ જરુરી હતી કે મોરારજી દેસાઈને કોઈપણરીતે વગોવવા કે ગાળ દેવી. બસ આવું કરીને ઇંદીરાઇ કોંગ્રેસમાં જોડાઈ જાવ. ઑલ ઈન્ડીયા રેડીયોમાં તમારું નામ બોલાશે અને તમારું નિવેદન પણ આવશે.

હાલ કોંગ્રેસનો એવો દબદબો નથી. પણ જેઓ ઓલરેડી કોંગ્રેસને શોભાવી રહ્યા છે તેમનું કલ્ચર યથાવત રહ્યું છે. “મેડમ”ને શું ગમશે, શું નહીં ગમે, મેડમને ગમે એવું શું કરવું, મેડમની નજરમાં કેમ કરીને રહ્યા કરવું વિગેરે વિગેરે માટે મનગઢંત યુક્તિઓ અને તુક્કાઓ ચલાવવામાં અને અમલમાં મુકવામાં આવે છે.

હાલ તૂર્તનો કિસ્સો લઇએ તો તે અમિતાભ બચ્ચનને વર્લીપુલના બીજા તબક્કાના ઉદઘાટન પ્રસંગે આમંત્રણ આપવા બાબતનો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અમિતાભ બચ્ચનને આમંત્રણસ તો આપી દીધું પણ પછી કોઈકે મુખ્યમંત્રીશ્રીને કાનમાં ફૂંક મારીકે અમિતાભ બચ્ચન ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ગુજરાતનો મુખ્યમંત્રી મોદીકાકો છે. અને તમને ખબ્બર તો છે જ કે મોદી કાકો કેવો છે.

“મેડમ” જો પત્થર મારે તો મોદીકાકો ઈંટથી જવાબ આપે છે. અને તેથી મેડમને નહેરુવીયન કલ્ચર અંતર્ગત આ પસંદ નથી તે તો તમે જાણો જ છો. વળી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને નવરા કરી દીધા છે. ભલુ થજો ભગવાનનું કે કેન્દ્રમાં આપણું રાજ છે તેથી આપણા ગુર્જર નેતાઓ રોજબરોજ કુથલી યુક્ત નિવેદનો કરીને પોતે જીવતા છે એવું આપણા સરકારી બાપીકા દૂરદર્શન થકી લોકોને પ્રતિતી કરાવી શકે છે. પણ તમે જે અમિતાભને કે જેણે મોદીકાકા સાથે હાથ મીલાવ્યા છે તેને આમંત્રણ આપ્યું તે મેડમને કેવીરીતે પસંદ પડશે? જરા વિચાર તો કરો? વળી તમે શરદ પવારની કોંગ્રેસમાં નથી કે મેડમને બ્લેક મેલ કરી શકો. તમે મેડમની કૃપાથી મુખ્યમંત્રી થયા છો. તમે પૂરતો પ્રયત્ન કર્યો હશે તેની ના નહીં. પણ ક્રેડીટ તો મેડમની જ ગણાય તે પ્રણાલી તમે ભૂલી નહીં જ ગયા હો. તમે કંઈ શરદ પવાર કે ચિમનભાઈ પટેલ નથી ને નથી જ.

હવે આવું સાંભળીને જો કોઇ કોંગ્રેસી ખળભળી ન ઉઠે તો તે કોંગ્રેસી ન કહેવાય.
સંકૃતમાં પંચ તંત્રનો એક શ્લોક છે જેમાં સિંહણ તેણે પાળેલા શિયાળના બચ્ચાને કહે છે કે “શૂરઃ અસિ, કૃતવિદ્યઃ અસિ, દર્શનીય; અસિ પૂત્રક,
યશ્મિન કુલે તુ જાતઃ ત્વં, ગજઃ તત્ર ન હન્યતે.

હે બાળશિયાલ, તું શુરવીર છે, જાણકાર પણ છે, અને તું જોવો ગમે તેવો પણ છે.
પણ તું જે કુળ માં (પંચતંત્રની કથામાં શિયાળનું કુળ અને અહીં નહેરુવીયન કોંગ્રેસનું કુળમાં) જન્મ્યો છે ત્યાં હાથી મરાતો નથી એટલે કે મેડમ નારાજ થાય તેવું કશું થતું નથી.

અને બધા કોંગીજનોએ ઓળઘોળ કરીને મોદીકાકાની ગુજરાતના બ્રાન્ડએમ્બેસેડર હોવાના નાતે અમિતાભ પણ અછૂત જ ગણાય છે એવું જાહેર કર્યું.

મહાત્મા ગાંધી અસ્પૃષ્યતામાં માનતા ન હતા, પણ આ નહેરુવીયન કોંગ્રેસને મહાત્મા ગાંધીના નીતિ નિયમો સાથે કશી લેવા દેવા નથી. અને દારુનો પણ કશો છોછ નથી. હા ગુજરાતમાં દારુબંધી હોવી જોઇએ કારણકે જ્યાંસુધી  દારુ બંધી ને લાગે વળગે છે ત્યાં સુધી ગાંધી બાપુ ગુજરાત અને ફક્ત ગુજરાતના જ હતા. દિલ્લીના પણ નહીં. ભલે તેમણે અંતિમ શ્વાસ દિલ્લીમાં લીધો હોય તો પણ દિલ્લી તો નહેરુચાચા અને ઈંદીરામાઈનું જ ગણાશે અને દારુની છાકમ છોળ ઉડશે.

હા પણ વાત હતી મોદીકાકા અને તેમના ગુજરાતની.નહેરુવંશીઓએ  આમેય ગુજરાતને  કદી પોતીકુ ગણ્યું નથી. ગુજરાતને અને ગુજરાતીઓને થયેલા અને થતા અન્યાયો વિષે મહાભારત જેવું દળદાર પુસ્તક લખી શકાય. ગુજરાતને લુંટવામાં નહેરુવીયન કોંગ્રેસનો નંબર અવ્વલ આવે. અને ગુજરાતને કંઇ આપવાની વાત આવે તો ગલ્લાં તલ્લાં થાય. પણ એક વાત તો નિશ્ચિત થઇ ગઇ કે મેડમને વહાલા થનારાઓની દૃષ્ટિમાં ફક્ત નરેન્દ્ર મોદી જ નહીં પણ, ગુજરાત પણ અછૂત અને ત્યાજ્ય છે.

બીગ-બી એ સાચું જ કહ્યું છે કે ગુજરાત પણ દેશનો એક ભાગ છે. અને મોદીકાકો તો ઢોલ ટીપીને કહે છે જ કે ગુજરાતની પ્રગતિ એ દેશની પ્રગતિ છે. પણ ગુજરાતની અસ્મિતાથી નહેરુવીયન અને દંભી ધર્મનીરપેક્ષોના પેટમાં તેલ રેડાય છે.

ચિમનભાઇ ચલતા પૂર્જા જેવા હતા, એટલે કોંગ્રેસીઓને શાંતિ હતી. જોકે ચિમનભાઇ પટેલે ૧૯૭૩-૭૪માં પદચ્યુત થયા પછી એક પૂસ્તક લખેલું કે ઈંદીરા ગાંધીએ તેલીયા રાજાઓ પાસેથી ક્યાં ક્યારે કેટલા અને કેવીરીતે પૈસા ખાધેલા. આ પુસ્તક તેમના સુપુત્રે વાંચ્યુ જ હશે. પણ એવાત જવાદો. કોંગ્રેસીઓને તો તેમનું ગાડું ચાલવું જોઇએ. અને નહી તો તેઓ ગાંડુ કાઢે તેવા છે જે હાલ આપણે સરકારી દૂરદર્શન ઉપર જોઇએ છીએ.

ગુજરાતનું જે થવું હોય તે થાય. મોદી કાકાની બુરાઇ કરવી તે જ પરમ ધર્મ છે.
મોદી કાકા જો રસ્તા બાંધે તો કહેવું કે ગામડાને લુંટવા રસ્તા બાંધે છે. મોદી કાકા જો ઉદ્યોગ સ્થાપે તો કહેવું કે ઉદ્યોગપતિઓને લહાણી કરે છે. મોદી કાકા જો પાણીની યોજનાઓ કરે તો કહેવું ખાયકી કરી છે. મોદી કાકા જો ગરીબોની યોજના કરે તો કહેવું કે એ તો કેંદ્રના પૈસા છે. ભલે કેન્દ્ર ગુજરાતમાંથી અબજો રૂપીયાની કમાણી કરે પણ નોટો તો કેન્દ્ર જ છાપે છે ને. એટલે પૈસા તો કેન્દ્રના જ કહેવાય. હવે તો મોદી કાકાએ નોટો છાપવાની બાકી રહી છે.

યેન કેન પ્રકારેણ મોદી કાકાને લપેટમાં કેવીરીતે લેવા અને તેમને કેવીરીતે પાડી દેવા તેની વેતરણમાં નહેરુવીયન કોંગ્રેસ રહે છે. મોદી કાકાને સીટે કહેવાતો સમન્સ પાઠવ્યો અને તે હાજર ન રહ્યા તો દેશ વિદેશમાંથી તેમની ટીકા કરતા સમાચારોનો વરસાદ થયો.

પણ મોદીકાકાના જાહેર જનતા જોગ સંદેશા ઉપર આ સૌ મુંગામંતર થયા. નાનીશી વાતને મોદીકાકા વિરુદ્ધ કેવીરીતે ચગાવવી તેમાં આ સૌ કોઇ પાવરધા છે.


તેથી જ પેલી ઉક્તિ અહીં બરાબર લાગુ પડે છે કે સૌ કોંગ્રેસીઓ ગંભીરતાથી વિચારવા લાગ્યા કે જો કોઇપણ હિસાબે આ મોદી કાકાને રાજકીય મોતને ઘાટ ઉતારીયે તો આપણે સૌ કોંગ્રેસીઓ ગુજરાત ઉપર અને દેશ ઉપર ચાર ટર્મ સુધી રાજ કરી શકીએ અને સાઠ લાખ કરોડ ડૉલર ની ઉપર સાઠ કરોડ અબજ ડોલર સ્વીસબેંકમાં ઉમેરી શકીએ.

Read Full Post »

હુસૈન એક મોડર્ન આર્ટીસ્ટ છે. અને વળી દેશ વિદેશમાં વિખ્યાત છે. ચિત્રકામ એક કળા છે તેમ પહેલાં માનવામાં આવતું હતું. પણ પછી નવા યુગમાં એટલે કે અર્વાચિનયુગમાં તત્વજ્ઞાન અને ચિત્રકળા સાથે સાથે ચાલ્યા.
ચિત્રકળા એ શું છે?
ચિત્રકળામાં નિમ્નલિખત એક વસ્તુ હોવી જરુરી છે.
સૌંદર્ય,
કળાનો આનંદ
પ્રતિબિંબ,
વિચાર,
તત્વજ્ઞાન,
વિચાર અને તત્વજ્ઞાન એ આધુનિક ચિત્રકળાના લક્ષણો છે.
 
હુસૈન ના ચિત્રોમાં વિચાર અને અથવા તત્વજ્ઞાન હોવા જોઇએ અથવા તેની ખોજ કરવી જોઇએ.
હુસૈને એક ચિત્ર દોરેલું. જેને કદાચ નામ આપવામાં આવ્યું ન હતું. પણ કોઇકે તેને ભારતમાતા એવું નામકરણ કરી દીધું.
આ ચિત્ર કટોકટી કાળમાં હુસૈને બનાવેલું. અને તે સમાચાર પત્રોમાં પણ પ્રસિદ્ધ થયું હતું.
મેં એક મોડર્ન ચિત્રકારને નીચે પ્રમાણે પ્રતિભાવ આપેલ.
આ એક ચિત્ર છે જેમાં ભારતનો નકશો બનાવેલ છે. તેમાં એક નગ્ન-સ્ત્રીને ફેલાયેલી બતાવી છે. તેની નીચેની બાજુઓમાં માણસોને આંગળી ચીંધતા બતાવ્યા છે. તેમાં એક  વ્યક્તિને માથું પણ નથી.
હવે તમે જુઓ… કોંગ્રેસનું એક વ્યાપક સુત્ર હતું ઇન્દીરા ઇઝ ઇન્ડીયા. એટલે આ સ્ત્રી એ બીજી કોઈ નહીં પણ ઇન્દીરાગાંધી જ છે. અને તેનું મોઢું પણ તેને મળતું જ બનાવવામાં આવ્યું છે.
કટોકટીમાં તે આખા દેશ ઉપર છાઈ ગયી હતી. આ ચિત્રમાં પણ તેને આખા દેશ ઉપર પથરાયેલી બતાવવામાં આવી છે.
ઈંદીરાગાંધી ઉપર જનતાએ જે આરોપો લગાવેલા તે બધા કટોકટી લાદવામાં અને તે પછી તેના બચાવમાં જે પ્રચારવામાં આવ્યા હતા તેણે ઈંદીરાગાંધીએ જાતને નગ્ન સ્વરુપે સિદ્ધ  કર્યા હતા.
હુસૈનની ખાસીયત છે કે જેની પ્રત્યે તેને તિરસ્કાર હોય તેને તે નગ્ન સ્વરુપે ચિત્રિત કરે છે. કટોકટી તેને પસંદ ન હતી. તેથી તેણે ઇંદીરાગાંધીને નગ્નસ્વરુપે ચિત્રિત કરી હતી.
અને જનતા તેની સામે આંગળી ચિંધતી હતી તેથી તેણે આવેશમાં આવીને પોતાનું અસલી સ્વરુપ બતાવ્યું હતું. સામાન્ય બુદ્ધિ એ સામાન્ય રીતે અસામાન્ય હોય છે. તે તર્ક ના આધારે જનતાને માથાવગરનો બતાવવામાં આવ્યો હતો. ટૂંકમાં કહેવાનુ તાત્પર્ય એ હતું કે ઇંદીરાગાંધીના કરતુતો એટલા બધા અયોગ્ય હતા કે બુદ્ધિવગરનો માણસ પણ તે સમજી શકે તેમ હતો. અને તેથી તે આંગળી ચિંધી શકતો હતો.
સ્વર્ગસ્થ અંજન આર્ટીસ્ટ કે જે મુંબઇના ખ્યાતનામ ચિત્રકાર હતા અને એક સમયે મુંબઇના આર્ટીસ્ટ સેન્ટરના પ્રમુખ હતા તેમને મેં મારો આ અર્થ સમજાવેલ. અને તેમણે આ અર્થને માન્ય રાખેલો.
અને સનાતન ધર્મીઓને શું સુઝ્યું કે તેમણે આજ ચિત્ર ઉપર જ કેસ કર્યો અને કોર્ટે તેને અમાન્ય રાખ્યો.
હવે આ હુસૈનભાઈએ બીજા ચિત્રો બનાવ્યા. જેમાં ગણેશ, દુર્ગા, હનુમાન-સીતા વિગેરે આવે છે.
હવે આ ચિત્રોમાં ન તો સૌંદર્ય છે, ન તો કળાનો આનંદ છે, ન તો પ્રતિબિંબિત કળા છે, કે ન તો વિચાર છે કે ન તો કશું તત્વજ્ઞાન છે.અને ધારોકે પોર્નોગ્રાફીને કળા માનીએ તો ન તો આમાં તે કળા છે. નગ્નતા અને બિભત્સતા અચૂક છે અને ઉડીને આંખે વળગે તેવી છે. અને તેથી હુસૈનના તરફદારોમાં કોઇ માઇનો પૂત્ર નિકળ્યો નથી કે ચિત્રોની ચર્ચા કરે અને તેમાં જે દ્રષ્ટિગોચર ન થતું હોય અને કદાચ ગુઢ હોય તો તે સમજાવે.
 
તમે તમારા મગજને ગમે તેટલી કસરત આપો પણ તમે કશું જ શોધી ન શકો. તમે કોંગ્રેસી નેતા હો તો તમે અદ્ધર અદ્ધર વાતો કરીને મોદીકાકાની બુરાઈ કરી શકો અને કેંદ્રમાં માઇનું રાજ છે એટલે ટીવી વાળા મોસાળમાં પીરસનારા છે તેથી તમે ટીવીના પરદે ગાજતા દ્રષ્યમાન રહી શકો. ભલે જનતાને તમે વરવા લાગો.
 
હુસૈનની તરફદારી કરવાવિષે પણ તમારી સ્થિતિ કદાચ આવી જ છે. પણ આમાં કંઇ ટીવી વાળા તમને બહુ મદદ કરી ન શકે. હા કદાચ છાપાવાળા તમારો બભમ બભમ અભિપ્રાય છાપે કે એક કલાકારની આપણા ધર્માંધલોકો કદર કરી શકતા નથી.
 
હા ભાઈ લોકોનું તો એવું જ છે. કારણ કે લોકો હુસૈનને સમર્પિત થતા નથી. લોકો કેવા ન ગુણા છે કે એક મહાન કલાકારને સમર્પિત થતા નથી.
લોકો કૃષ્ણને સમર્પિત થાય છે.
અને તેનું બધું જ મધુર મધુર છે તેમ ગાણાં ગાય છે. મુર્ધન્યોના મતે આ મહાન કલાકારના દરેક ચિત્ર માત્રને મધુર માનવા જોઇએ પણ ભારતીય નગુણી પ્રજા તેમ કરતી  નથી. અને કોર્ટ કેસ ઠોકી દે છે અને કોર્ટ પણ કેવી આંધળી છે કે નોન-બેલેબલ વૉરંટ પણ ઇસ્યુ કરી દે છે. અને આજ ભારતીય જનોને પેલા કાનુડાનું તો “રેણુ ર્મધુરો, વેણુ ર્મધુરો, હસિતં મધુરં” એ બધું તો ઠીક પણ “વમિતં મધુરં” (ઉલ્ટી પણ મધુર) પણ લાગે છે.
એટલે આ શ્યુડો-સેક્યુલારીસ્ટોને ધરતી રસાતાળ થતી લાગે છે. તેમાં કોઇને આશ્ચર્ય થવું ન જોઇએ.
હવે વિદેશની વાત કરીએ તો હિન્દુઓ અને હિન્દુ-ઇતિહાસ પ્રત્યે પારાવાર ગેરસમજુતિઓ પ્રવર્તે છે. મોટાભાગની ગેરસમજુતિઓ પાશ્ચાત્ય ઇતિહાસકારોએ ઉત્પન્ન કરેલી છે. અને તેથી તેઓ “એલીફન્ટહેડ ગૉડ”ને “એલીફન્ટ ગૉડ” માને છે. હનુમાનને “મંકી ગૉડ” માને છે. અને બધાજ પ્રાણીઓને હિન્દુઓ ગૉડ માને છે એવું તેઓ માને છે. આવું તો ઘણું બધું છે. અને કેટલાક ભારતીય અર્ધદગ્ધ મૂર્ધન્યો પણ આવું માનતા હોય તો તેમનો શો ગુનો? 

Read Full Post »