Feeds:
Posts
Comments

Archive for May, 2010

આંચકાઓ આપો અને મહાન બનો. આંચકાઓ આપો અને સત્તા મેળવો આંચકાઓ આપો અને સત્તા ટકાવો
  
ગાંધીજીને વાંચ્યા વગર અને પચાવ્યા વગર ગાંધીજીની ટીકા કરનારાઓનો તૂટો નથી.
જેમને પણ લાઈમ લાઈટમાં આવવું હોય તેને માટે આ પણ એક હાથવગું સાધન છે.
  
  
આચાર્ય રજનીશ અને માયાવતી આ બાબતના ઉદાહરણ છે. જોકે આ બન્નેના હેતુઓ સાવ સમાન નથી.પણ દરેક વ્યક્તિને પોતાની ઓળખ બતાવવી હોય છે. સૌ કોઇ પોતપોતાની રીતે સારાનરસા રસ્તા પસંદ કરતા હોય છે.
  
ગાંધીજી અને માઓત્સેતુંગ વચ્ચે ૫ ટકા સરખામણી થઇ શકે. જેમ ઉપભોક્તાવાદ અને ગાંધીવાદ વચ્ચે જેટલી સરખામણી થઇ શકે તેમ જ. એટલે કે સરખામણી કરતાં પાયાના ભેદ વધુ હોય છે.
 
શલાકા પરીક્ષા
સંસ્કૃતમાં એક પરીક્ષણનું નામ છે “શલાકા પરીક્ષા”. કોઈ વ્યક્તિએ મોટું પૂસ્તક લખ્યું હોય, અને આખું તો વાંચી ન શકાય તો એક સળી લેવાની અને પુસ્તકમાં ખોસવાની અને જે બે પાના નિકળે તે વાંચીને લેખકનું માપ લેવાનું.
 
આંચકાઓ, વિરોધાભાષો અને પ્રાસાનુપ્રાસ
જેઓને ટોળા ઉભા કરવા છે તેઓને “આંચકાઓ, વિરોધાભાષી અથવા પ્રાસાનુપ્રાસ ઉત્પન્ન કરે” તેવા શબ્દ પ્રયોગો ઉપર હથોટી કેળવવી પડે છે. આ ખાસ અઘરું નથી. એટલે કે અદ્વૈતવાદ, સાપેક્ષવાદ અને ગણિત કરતાં તો ઘણું સહેલું છે.
 
જ્યારે તમારે શબ્દોને આંચકાઓ, વિરોધાભાષો કે પ્રાસ માટે વાપરવાના હોય ત્યારે તેમાં તર્કની હીનતા તો રહેવાની હોય છે. વિજ્ઞાન એ ઈશ્વરની કવિતા છે… પણ તમે વિજ્ઞાનને કવિતામાં(પદ્યમાં) લખી ન શકો.
 
એક વાત ચોક્કસ કે જ્યારે તમે શબ્દોને આંચકાઓ, વિરોધાભાષો કે પ્રાસ માટે વાપરો ત્યારે તમે તર્કનો આભાસ ઉભો કરી શકો અને તેથી તમે એક ચૉકો શક્ય છે કે બનાવી શકો.
જેઓ પોતાને તટસ્થ માને છે તેઓ પણ તમને ચર્ચાનો વિષય બનાવશે. વાસ્તવમાં ભલે તે માટે તમારી લાયક ન હોય.  તમારી અપેક્ષા એજ હોય છે કે લોકો તમને ગણે. આચાર્ય રજનીશ, અરુંધતિ જેવા તો અનેક મળી આવશે.
 
(અરુન્ધતી ઉવાચ એટલે અરુન્ધતીજી બોલ્યાંમયા પ્રોક્તં એટલે મેં એટલે કે સામાન્યજને પરખાવ્યું)
 
અરુન્ધતી ઉવાચ:
“તમે કદી લાલ કીડીની ચટની ખાધી છે?”
 
મયા પ્રોક્તં:
(મકોડાને સુકવીને તેનો પાવડર બનાવીને રેડવ્હાઇનમાં નાખોને બેનજી! એ કેમ બાકી રાખ્યું છે?)
 
અરુન્ધતી ઉવાચ
“દંતેવાડામાં પોલીસો સાદા પોશાકમાં હતા, બળવાખોરો ગણવેશધારી હતા.”
મયા પ્રોક્તં
(કેમ પોલીસ વેશપલટો ન કરે?)
 
અરુન્ધતી ઉવાચ
“જેલનો સુપરિન્ટેન્ડન્ટ જેલમાં બંધ હતો, જેલના કેદીઓ મુક્ત હતા!”

(તેમાં નવું શું છે? ઇમર્જન્સીમાં આખો દેશ જેલમાં હતો. તમે આવા શાણા ક્યાંથી થયા?)
 
અરુન્ધતી ઉવાચ
“આદિવાસી વિસ્તારોમાં ભારતીય બંધારણ બહેરું અને મૂંગું છે.”
મયા પ્રોક્તં
(ભારતીય બંધારણ બહેરું અને મૂંગું ક્યાં નથી?)
 
અરુન્ધતી ઉવાચ
“ગાંધીજીની અહિંસા એ પવિત્ર ધતિંગ છે.”
 
મયા પ્રોક્તં: (પહેલાં અહિંસા, પવિત્ર અને ધતિંગની વ્યાખ્યા તો કરો?)
 
અરુન્ધતી ઉવાચ
“માઓવાદી લશ્કર કોઈ પણ ગાંધીવાદી કરતાં વધારે ગાંધીવાદી છે.”
 
મયા પ્રોક્તં
(સરખાવો … ઈન્દીરાઇ પોસ્ટર “અમારું સૂત્ર દરેક સાથે નમ્ર વ્યવહાર” અને ઘણા બધાને પૂરો જેલમાં…
 યાદ કરો સન ૧૯૭૫-૧૯૭૭. જુઠ્ઠું બોલવું અને વિરોધાભાસી ઉચ્ચારણો કરવા એ દંભી લોકોનું લક્ષણ છે.)
 
વાડાઓ અને ટોળકીઓ
માઓ અને માઓવાદ બન્ને આમ તો જુદા લાગે છે. માઓએ મોટી કૂચ કરેલી. પણ ભારતીય માઓવાદી નેતાઓ ભેગા થઇને પણ આવી કૂચ કરી શક્યા નથી.
 
પશ્ચિમબંગાળમાં રહેલા સામ્યવાદીઓ ચીનના આક્રમણ વખતે “મુક્તિસેના”ને આવકારતા હતા. તે પછી એક દશકા બાદ સત્તા પણ કબજે કરી. પણ તેઓ સુરાજ્ય સ્થાપી શક્યા નથી. તેઓ ગરીબી પણ હટાવી શક્યા નથી. ત્યાં રીક્ષા માણસ દ્વારા ખેંચાય છે.
 
પશ્ચિમ બંગાળ એ, ગરીબો અને ભીખારીઓનો પ્રાંત છે. સરકારી કર્મચારીઓ કામ કાજ ખોરંભે પાડવામાં સક્રીય હોય છે.ઑફિસમાં એટલા મોડા આવે છે કે જો તમે કોઇ કામ માટે સમયસર ઓફિસમાં જાઓ તો તમને “સ્ટ્રાઇક છે કે શું?” એવી શંકા ઉત્પન્ન થાય. સામ્યવાદી કાર્યકરો તહેવારોમાં પૈસા ઉઘરાવે છે.
 
જેમ કોંગીજનોને ગાંધીજીના સિદ્ધાંતો પાળવા જરુરી હોતા નથી તેમ  સામ્યવાદીઓને પણ સામ્યવાદના સિદ્ધાંતો પાળવાના હોતા નથી. વાસ્તવમાં સામ્યવાદ પણ કોંગીજનોની જેમ એક વાડો થઇ ગયો છે. અને તેવીજ રીતે માઓ-ઈસ્ટ ટોળકી છે.
 
Crisis of Identification
ભ્રષ્ટલોકોની ઈચ્છા ન્યુસન્સ વેલ્યુ ઉભી કરવી અને અથવા સત્તા મેળવવી અને ટકાવી રાખવા  શિવાય બીજું કશું જ કરવાની હોતી નથી. તેમની ઈચ્છા કદી પણ ગરીબોનું ભલું કરવાની હોતી નથી. જો એવું હોત તો કોંગીજનો ૫૫+ વર્ષના એકચક્રી શાસન પછી થોડાક લાખને વર્ષે ૧૦૦ દિવસની મજુરીની યોજના કરીને અને તેથી સરેરાસ માસિક વધુમાં વધુ આવક ૮૦૦ આપીને પોતાની પીઠ થાબડતા ટીવીમાં ત્રણ કરોડ સાઠ લાખની જાહેરાત આપી શકતા નહોત. આ ૮૦૦ ની આવક તો બીલો પોવર્ટી લાઈન ની છે. અને આ વાત તેમને માટે શરમજનક છે.
આ પર્યાવરણ અને જનજાતિના બની બેઠેલા રક્ષકોને તો ગરીબોની વાતો જ કરવી છે. તેઓ પણ કોંગી જનોની જેમ “ગરીબી અમર રહો” માંજ રસ ધરાવે છે. તેમને વેરાન ભૂમિને રસવંતી કરવામાં, કે ખારાપાટને ફળદ્રૂપ કરવામાં, કે ઉજ્જડ પર્વતો ને અને ટેકરાઓને નવપલ્લવિત કરવામાં, કુદરતી ખાતરમાટે ગૌરક્ષામાં કે નદીઓમાં કારખાનાઓ થકી ઠલવાતી ગંદકી  અટકાવવામાં … ગરીબોની માનવશક્તિનો ઉપયોગ કરવામાં, રસ નથી. ગરીબોને ભણાવી તેમના થકી ઉત્પાદન કરાવી તેમને સ્વાવલંબી કરવામાં પણ આ લોકોને રસ નથી. તેમને રસ છે હરવા ફરવામાં અને ખ્યાતિ મળે તેમાં.
આ મોટા ભાગના પર્યાવરણવાદીઓ અને જનજાતિના બની બેઠેલા રક્ષકો અસંપ્રજ્ઞાતરીતે “આત્મગણના”ની લઘુતાગ્રંથીના રોગીષ્ઠ મનવાળા છે.
 
ભ્રામક વાતો ન કરો
શું એક બાજુ અમૂક લોકો કરોડો રુપીયાના મહેલમાં રહે અને લાખો કરોડો જનજાતિઓ પોતાની સંસ્કૃતિની રક્ષાના કારણસર વનમાં ઝુપડાબાંધીને રહેશે? શું તેમના ભણેલા સંતાનોને આ પૂછી જોયું છે? વહેલું કે મોડું માનવજાતે બહુમાળી રહેઠાણો અને બહુમાળી ખેતઉત્પાદન તરફ વળવું જ પડશે. તેની યોજના અત્યારથી જ બનાવવી પડશે.

મયા પ્રોક્તં

Read Full Post »