જલ વાયુ પ્રદુષણનું દે ધનાધન ભાગ-૪
આપણે જાણીએ છીએ કે ભારતમાં એક બાજુ નદીઓના પૂરથી દર વર્ષે લાખો લોકો બેઘર થાય છે. અબજો રુપીયાનો પાક નષ્ટ થાય છે, ખેડૂતોના દેવાંઓ માફ કરવામાં આવે છે. સરકાર અબજો રુપીયાની ખેરાત કરે છે. વળી તેજ વર્ષે કેટલીક જગ્યાએ વરસાદની અછતથી દુકાળ પ્રવર્તતો હોય છે. ખેતીના પાણીની વાત તો જવા જ દો, પણ પીવાના પાણીની તંગી પડતી હોય છે. ટેંકરો દ્વારા અધકચરી રીતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પાણી ભરવા માટેની લડાઈઓ થાય છે.
સમાચાર માધ્યમો ભાવવાહી શબ્દ પ્રયોગો દ્વારા ઉપરોક્ત ઘટનાઓનું વિવરણ કરે છે.
૧૯૪૭થી આપણે સ્વતંત્ર થયા. કેન્દ્ર માં એક પક્ષના અને એક કુટૂંબના એક ચક્ક્રી શાસન પાંચથી છ દશકાના શાસન થયાં. છતાં પણ ભારતમાં એક જ સમયે વિરોધાભાષી પરિસ્થિતિઓ દર વર્ષે જોવા માળે તે વિષે આપણે શું કહીશું?
તમે એક બહોળા કુટૂંબની કલ્પના કરો. આ કુટૂંબ એવું છે કે જેની પાસે, ગાયો છે. પુરતું ઘાસ છે. પુષ્કળ પ્રમાણમાં દૂધ છે. પણ દહીંની તંગી છે. ઘીની તો વાત જ જવા દો. અને આ કુટૂંબ છ છ દાયકા સુધી “દહીં નથી” … “દહીં નથી” … બુમો પાડ્યા કરે છે. અરે એટલુંજ નહીં, અહીં તો ક્યારેક દૂધની પણ તંગી પડતી હતી.
વડીલને આઠ ગાયો હતી. આઠ પુત્રો હતા. કામની વહેંચણી આ પ્રમાણે કરેલી. બે ગાયનો આગળનો ભાગ એક પુત્રને અને એજ બે ગાયોનો પાછળનો ભાગ બીજા પુત્રને વહેંચેલ. જેમને ભાગે આગળનો ભાગ આવેલ તેમનું કર્તવ્ય હતું ગાયને ઘાંસ ખવડાવવાનુ. જેમની ભાગે પાછળનો ભાગ હતો, તેમનું કામ છાણ-મૂત્ર એકઠું કરવાનું. અને ગાયને દોહવાનું હતું. એક ભાઈ ગાયને દોહવા બેસે એટલે બીજો ભાઈ ગાયના મોઢા ઉપર ફટકા મારે. એટલે પહેલા ભાઈ ગાયને દોહી ન શકે. અને દૂધ ઢોળાઈ જાય. ક્યારેક ગાયને દોહવા વાળા ભાઈ વહેલા ઉઠી જાય અને ઝટપટ ઝટપટ એક ગાયને દોહી નાખે. જો વડીલ હાજર હોય તો દૂધનો ભરાવો થઈ જાય. આ તો અધિકારની વાત હતી. એટલે આમાં વડીલ કાંઈ કરતા નહીં.
આગળ ઘણી લંબાવી શકાય અને ઘણા ઉદાહણો અને ટૂચકાઓ કહી શકાય.
આપણા રાજ્યો પણ આવું જ કરે છે. પાણી માટેના ઝગડા, કોલસા માટેના ઝગડા, વીજળીમાટેના ઝગડા, પ્રકલ્પોમાટેના ઝગડા, નોકરીઓ માટેના ઝગડા …. આ પ્રકારના જ છે.
ઉપરોક્ત વડીલભાઈ તો બેવકુફ હતા. પણ શું આપણી કોંગી સરકાર બેવકુફ છે? જો એવું જ હોત તો નહેરુવંશી ફરજંદો પણ ભૂખે જ મરતા હોત. પણ તેમની અને તેમના મળતીયાઓ પાસે ૭૧ પેઢીનું જમા છે. ભૂખે મરે છે તો ૭૫ ટકા જનતા જેની આવક મહિને ૫૦૦૦ રુપીયાથી ઓછી છે. તેમની પાસે રહેવા માટે પાકુ મકાન નથી. પીવા માટે ચોક્ખુ પાણી નથી.
ભ્રષ્ટાચાર શું પહેલાં ન હતો?
ભ્રષ્ટાચાર પહેલાં પણ હતો. કદાચ રોબર્ટ ક્લાઈવ અને વોરન હેસ્ટીંગ્ઝ ની પહેલાં પણ હશે. કૌટિલ્યે સરકારી નોકરો ઉપર જાસુસી કરવાનું કહ્યં છે. પણ આંગળી ચીંધીને ભ્રષ્ટાચાર નો ઉલ્લેખ રોબર્ટ ક્લાઈવ અને વોરન હેસ્ટીંગ્ઝના સમય થી થયો છે. આ ભ્રષ્ટાચાર સરકારી નોકરોમાં ચાલુ રહ્યો છે. જો કે સ્વાતંત્ર્યના પહેલા દશકામાં જન પ્રતિનિધિઓ ભ્રષ્ટ ન હતા અથવા તો જવલ્લે જ ભ્રષ્ટ હતા. ગુજરાતના જનપ્રતિનિધિઓ તો ભ્રષ્ટ ન જ હતા.
નૈતિક ભ્રષ્ટાચાર નહેરુએ ચાલુ કરેલ. એક ભ્રષ્ટાચારને બીજા પ્રકારના ભ્રષ્ટાચારને આવરીલેતાં વાર લાગતી નથી. નહેરુના અનુગામી ફરજંદોમાં હરપ્રકારના ભ્રષ્ટાચારની દુર્ગંધ વ્યાપક પ્રમાણમાં જોવામાં આવે છે.
ભ્રષ્ટાચાર કયા કયા ક્ષેત્રોમાં થાય છે?
જમીન, બાંધકામનું ક્ષેત્ર, મિલ્કતનો કબજો, સરકારી સેવાઓ, ખાનગી શિક્ષણ, ન્યાયાલય જેવા ક્ષેત્રો છે.
જમીનઃ
જમીનના કાયદાઓ અટપટા છે. અને પંચાયત, કસ્બા, તાલુકા અને શહેરી જમીન સુધી બધે જ મનમાન્યા નિર્ણયો લેવામાં આવે છે. જમીનની માલિકીનો હક્ક જ નાબુદ થવો જોઈએ. જમીનના ઉપયોગના હક્કોનું સ્થાનાંતર સરકાર દ્વારા જ થવું જોઇએ. એટલે સરકાર જ “પ્રત્યક્ષ કબજો લે” અને “પ્રત્યક્ષ કબજો આપે” એમ થવું જોઇએ.
સરકારી પ્રદુષણ, ક્ષતિ રહિત ત્યારે જ થાય જ્યારે પ્રસ્થાપિત પ્રણાલીઓ દ્વારા જ તેનો અમલ થાય. જમીનના પ્રકારો જેવા કે ખેતીની જમીન, નવા કરારની જમીન, જુના કરારની જમીન, જંગલની જમીન, રહેણાંકની જમીન, ઉદ્યોગની જમીન, બીન ખેતીની જમીન વિગેરે … કોઈ પણ પ્રકારની જમીન હોય તે બધી સરકારી જ જમીન કહેવાશે. અને સરકાર જ આયોજન પ્રમાણે ઉપયોગના હક્ક આપશે.
ભરવાડો, ઠાકોરો, પટેલો, રબારીઓ, જમીન માફીયાઓ, બાવાઓ, મૌલવીઓ, પાદરીઓ વિગેરે અનેક લોકો સરકારી જમીન ઉપર કબજો જમાવી દે છે. જેઓ પોતાની માલિકી માન્ય દસ્તાવેજો દ્વારા સિદ્ધ કરી ન શકતા નથી.
જે જમીનનો કબજો ગેરકાયદેસર હોય છે તેને કાયદેસરનો ગણી ન શકાય. ખાસ કરીને સરકારી જમીનનો અન્ય દ્વારા કબજો ગેરકાયદેસર જ નહીં પણ ફોજદારી ગુનો ગણાય અને ફોજદારી રાહે જ તેનો નિકાલ થાય. એવું હોવું જોઇએ. આમાં ન્યાયાલયના કે કોઈના પણ આદેશની રાહ જોવાની ન હોય. આ ન્યાય અને વ્યવસ્થાનો પ્રશ્ન છે અને તેનો નિકાલ ત્રણમાસથી ઓછા સમયમાં થઈ જવો જોઇએ.
બાંધકામઃ
જે જમીન ઉપર બાંધકામ થયું હશે તે બાંધાકામના વિસ્તાર પ્રમાણે તેમાં રસ્તાઓએ રોકેલી જમીન પણ ગણત્રીમાં લેવાશે. એટલે કે વૃક્ષો તથા પાણી આચ્છાદિત જમીનના વિસ્તાર અને રહેણાંકનો વિસ્તાર નું પ્રમાણ ૯૬ અને ૪ નું રાખવું પડશે. ઉપયોગમાં આપેલી જમીનની સીમાવર્તી રેખા સાથે બાંધકામના સર્વોચ્ચ સ્તરનો ખૂણો ૩૦ અંશ થી મોટો રાખી શકાશે નહીં. આકૃતિ જુઓ.
એમ કહી શકાય કે દર ચાર મીટરની મકાનની ઉંચાઈ માટે ૭ મીટર દૂર મકાનની કંપાઉન્ડની વંડી રાખવી જોઇએ
એટલે કે
એક માળ માટે ૭ મીટર દૂર,
બે માળ માટે ૧૪ મીટર દૂર,
ત્રણ માળ માટે ૨૧ મીટર દૂર,
.
.
.
.
૨૫ માળ માટે ૨૨૫ મીટર દૂર મકાનની વંડી હોવી જોઈએ.
જો મકાનની પહોળાઈ ૨૫ મીટર હોય અને લંબાઈ ૨૫ મીટર હોય તો
એક માળ માળના આવા મકાન માટે ની ગણત્રી નીચે પ્રમાણે થાય
૭+૭+૨૫ =૩૯ મી લંબાઈ
૭+૭+૨૫ = ૩૯ મી પહોળાઈ
૩૯ * ૩૯ =૧૫૨૧ ચોરસ મીટર નો પ્લૉટ જોઇએ
પણ બાંધકામ ૪ ટકા જ માન્ય છે. એટલે કે ૬૦ ચોરસ મીટર જ માન્ય છે.
એટલે ૨૫*૨૫ = ૬૨૫ ચોરસ મીટર ના બાંધકામ માટે ૧૫૬૨૫ ચો. મી. નો પ્લોટ જોઇએ. એટલે કે ૧૨૫મીટર લાંબો અને ૧૨૫ મીટર પહોળો પ્લોટ જોઇએ. અને તમને ચારે બાજુ ૧૦૦ મીટર ખુલ્લી જગ્યા મળે છે. એટલે તમે ૧૪ માળનું મકાન બાંધી શકો. તમારા ૧૪ માળની ટોચ તમારી કંપાઉન્ડ વૉલ સાથે ૩૦ ડીગ્રી થી નાનો ખૂણો બનાવે છે.
એક બીજાને સમાંતર એવી બે હરોળ જ બનાવી શકાય વધુ નહીં. વધુમાટે રહેણાંકના સંકુલની આકૃતિ જુઓ.
બાંધકામના માલ સામાનની ગુણવત્તાના નિયમોઃ
પ્રીકાસ્ટેડ અને પ્રી-ફેબ્રીકેટેડ ઈકાઈઓ (એલીમેન્ટસ) બનાવતા ઉદ્યોગો જુદા હશે. પ્રીકાસ્ટેડ અને પ્રી-ફેબ્રીકેટેડ એકમોની ગુણવત્તા વિષે તેમાં વપરાતા કાચામાલના પ્રમાણો નક્કી કરી શકાય. ઈકાઈઓ નિશ્ચિત માપોની જ હશે. એટલે બાંધકામના સ્થળ ઉપર તો તેને લગતું માટી કામ અને ઈકાઈઓના જોડાણ જ થશે. દરેક કામ સીસી ટીવી કેમેરા ઉપર નોંધાશે અને નીગરાની રખાશે. જવાબદારી નક્કી કરાશે.
મિલ્કતનો કબજોઃ
હાલના મિલ્કતના કબજા ને નિયમિત કરવાની કામગીરી ચાલી રહી છે. ન્યાયાલયમાં મોટા ભાગના મુકદ્દમાઓ મિલ્કતને લગતા હોયછે. આવા મુકદ્દમાઓના નિકાલ માટે ન્યાય પ્રણાલી કેવી હોવી જોઇએ તે વિષે આગળ ઉપર જોઇશું.
સરકારી સેવાઓઃ
સરકારી સેવાઓ સંપૂર્ણપણે પારદર્શી હોવી જોઇએ. દરેક ઓફીસની એક વેબ સાઈટ હોવી જ જોઇએ. તે વેબ સાઈટ ઉપર સુનિશ્ચિત માહિતિ ઉપલબ્ધ હોવીજ જોઇએ. જેમકે તેનું કાર્ય ક્ષેત્ર, તેનો ઇતિહાસ, કર્મચારી મંડળની માહિતિ, તેમનો પગાર, દરેકની જવાબદારી, તેમની પાસે આવેલા કેસોની સંખ્યા, કેટલા કેસો ઉકેલ્યા, કેટલામાં જનતાને સંતોષ થયો, તેમના જુદા જુદા શિર્ષકો અંતર્ગત સરકારી માસિક ખર્ચાઓ, જુદા જુદા શિર્ષકો અંતર્ગત સામુહિક ખર્ચાઓ, નિવિદાઓ (ટેન્ડરો), નિવિદાઓના વિનિર્દેશો (સ્પેસીફીકેશનો), ભાવ તુલના પત્રક, સ્વિકાર પત્ર, (સંવિદા કરાર (કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ), આદેશ પત્ર (વર્ક ઓર્ડર), કાર્યાવધિ સમય, વિલંબ, દંડાત્મક પ્રાવધાનો, ચકાસણી પત્ર અને તેની આવૃત્તિઓ, બીલ, બીલ ભૂગતાન, સીટીઝન ચાર્ટર, નિયમો, વિગેરે દરેક વિવરણો વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ હોવા જોઇએ. આમ કરવાથી માહિતિ અધિકારીનો કામનો બોજો ઘણો હળવો થશે.
દરેક સરકારી કાર્યાલયમાં સીસી ટીવી કેમેરા હશે. અને દરેક વ્યક્તિ ઓળખ થયા પછી જ પ્રવેશ કરી શકશે. નિવિદાઓના મૂળગત, લેખિત અને પ્રમાણિત નિયમો હોય છે. કોમનવેલ્થગેમ, ૨-જી, કોલસા કૌભાંડ વિગેરે ખુલ્લી રીતે નિવિદા નિયમોની અવહેલના હતી.
નરેન્દ્ર મોદી સાચી વાત કહે છે કે સરકારી સેવાઓ ભ્રષ્ટાચાર મૂક્ત કરવા માટૅ પ્રણાલીઓમાં ફેરફાર કરવા જોઇએ. અને નરેન્દ્ર મોદી તે કરી રહ્યા છે. તેમણે હાલ તૂર્ત ૩૬૦૦૦ કરોડની થતી વાર્ષિક ખાયકી નિવારી છે.
ન્યાય તંત્રઃ
આપણા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશે ભારતમાં પ્રવર્તમાન જનસંખ્યા અને ન્યાયધીશની સંખ્યાનો ગુણોત્તર દર્શાવી ભારતમાં પ્રવર્તમાન ન્યાયધીશોની તંગીને ઉજાગર કરેલી. અને આંશુ સારેલ.
પણ આપણે એકવાત યાદ રાખવી જોઇએ કે ભારતની ૯૫ ટકા કુટૂંબોની આવક રુ. ૫૦૦૦/- થી ઓછી છે. એટ્લે આપણી વસ્તીના ૯૫ ટકા લોકોને ન્યાયાલયમાં જવાનું પોષાય જ નહીં. વાસ્તવિક રીતે જોઇએ તો માંડ બે ટકા કુટૂંબોને જ ન્યાયાલયમાં ન છૂટકે જવાનું પોષાય. એટલે આપણી પાસે જે ન્યાયાધીશો છે તે માંડ ત્રણ કરોડની વસ્તીને ન્યાય આપવાનું કામ કરે છે. એટલે ન્યાયના વિલંબનું કારણ ન્યાયધીશોની તંગી નહીં પણ ન્યાયિક પ્રક્રિયામાં છે.
આપણા મોટા ભાગના મુકદ્દમાઓ કાંતો સરકાર સામે હોય છે અથવા તો સરકારની તેમાં અગત્યની ભૂમિકા હોય છે. જેમકે સરકારી અધિકારીઓએ સરકારી કર્મચારીને ખૂલ્લો અન્યાય કર્યો હોય છે.
સરકારી અધિકારીઓની મમતઃ
જો સરકારી અધિકારીઓમાં ન્યાય પ્રિયતા હોય તો સરકાર સામેના મોટાભાગના કિસ્સાઓ નિવારી શકાય તેમ હોય છે. મોટેભાગે આવા કિસ્સાઓ ઉપર નિર્ણયો, સરકારી અધિકારીઓએ મમત ઉપર જઈને લીધા હોય છે. “મારી સામે પડ્યો છે તું? તો જોઇ લે હવે તું!! તને હું કેવો હેરાન કરુંછું!! લડી લેજે કૉર્ટમાં જઈને! “
સરકારી અધિકારીઓએ કંઈક આવી મનોવૃત્તિથી નિર્ણયો લીધા હોય છે અને તેથી ન છૂટકે કર્મચારીને કૉર્ટનો આશરો લેવો પડે છે. જમીનના ઝગડાઓમાં સ્થાનિક સરકારના અધિકારીઓની મનમાની હોય છે. તેઓ સુનિશ્ચિત પ્રણાલી પ્રમાણે વર્તતા નથી. જાણી જોઇએ ને ક્ષતિઓ કરે છે અને પછી કેટલાકને અન્યાય થાય એટલે તે કૉર્ટમાં જાય અને સરકાર કેસ હારી જાય. સરકાર કેસ હારતાં પહેલાં કેસને બહુ લંબાવી દે છે. ન્યાયાધીશો પણ સરકારી અધિકારીઓ ઉપર ન્યાયની અવહેલના કર્યાની ટીકા કરવાનું અને તેમને દંડિત કરવાનું ટાળે છે..
આ ઉપરાંત વકીલો અને જજ સાહેબો પણ મુદતો ઉપર મુદતો પાડે છે. જેટલો સમય મુદતો આપવામાં જાય છે તેટલા સમયમાં તો કેસ ચલાવી શકાય તેમ હોય છે.
ન્યાયાલયમાં કેસ દાખલ કરવાથી માંડી ચૂકાદો લેવા સુધીના કામ સુધી પૈસા ખવાય છે. દારુબંધીના કાયદાના ભંગના કિસ્સાઓમાં શું ચુકાદાઓ આવે છે તે આપણે જાણતા નથી.
સમસ્યાનું નિવારણઃ
ન્યાયાલયમાં બધીજ પ્રક્રિયાઓ “ઓન લાઈન” કરી શકાય. અરજી “ઓન લાઈન” આપો, પૈસા “ઓન લાઈન ભરો”, કેસની સુનવણી “ઓન લાઈન” કરો. દરેક ન્યાયાલયમાં કેસની સુનવણી “ઓન લાઈન” કરી દેવી જોઇએ. અને રેકોર્ડ કરવી જોઇએ. એટલે જેને ઇચ્છા હોય તે, જે તે કેસ ઇચ્છે ત્યારે “ઓન લાઈન” જોઈ શકે. જેમકે તમે કોઈ ટીવી ચેનલના પ્રોગ્રામની વીડીયો ક્લીપ ઇચ્છો ત્યારે જોઇ શકો છો.
એકવાત જરુર છે કે ન્યાયાલયે ફરીયાદી પક્ષની નોટીસ, પ્રતિપક્ષોને ટપાલ દ્વારા મોકલવી પડશે. જો કે આ નોટીસ “ઓન લાઈન” પણ ઉપલબ્ધ હશે.
દરેક કોર્ટ કેસ “ઓન લાઈન” હોવાથી વકીલો અને ન્યાયાધીશ અને પોલીસ સાવધ રહેશે અને તેઓ કેસમાં ગોલમાલ કરી શકશે નહીં. અને જો તેઓ ગોલમાલ કરશે તો ટીકાને પાત્ર બનશે અને “દાળમાં કંઈક કાળું છે” તેની જનતાને ખબર પડશે.
જ્યારે પણ, કોઈ પણ કેસ દાખલ થાય ત્યારે પ્રતિવાદીને નોટીસ આપ્યા પછી અને પ્રથમ મુદતને દિવસે ન્યાયાધીશ, વાદી, પ્રતિવાદી અને તેમના વકીલોને પરસ્પર સંમતિ પૂર્વક ૧૫ દિવસની અંદરની બીજી મુદત નક્કી કરવાનું કહેશે. જો તેઓ નક્કી નહીં કરી શકે તો ન્યાયાધીશ પોતે બીજી મુદતની તારીખ નક્કી કરશે. તે બીજી મુદતને દિવસે યા તો બંને વકીલોએ એટલે કે વાદીઓએ અને પ્રતિવાદીઓએ (દિવાની કેસમાં) સંધિ કરી લેવી પડશે અથવા તો કેસ લડી લેવો પડશે. અસાધારણ સંજોગોમાં જ ત્રીજી મુદત મળશે.
ન્યાયધીશ સમક્ષ જે કંઈ રજુઆત થશે તે બધું “ઓન લાઈન” હશે.
ફોજદારી ગુનાઓમાં પણ કેસનું સંચાલન “ઓન લાઈન” થશે.
ન્યાયાલય જ ન્યાયનો અમલ થયો કે નહીં તેનું ધ્યાન રાખશે અને તેનું સંચાલન કરશે. એટલે જે ન્યાયની અવહેલનાના કેસ બને છે તે બનશે નહીં.
શિક્ષણઃ
શિક્ષણનો ભ્રષ્ટાચાર ગ્રાહક સર્જિત છે. માનવ સંશાધન મંત્રી, બધું જ શિક્ષણ “ઓન લાઈન” ઉપલબ્ધ કરવાના છે. એટલે જેમને ભણવું જ છે અને શિક્ષકોને ભ્રષ્ટાચાર કરવા દેવા નથી તેઓ પોતે મૂક્ત રહી શકશે.
શિક્ષણના અનેક ક્ષેત્રો છે. જે તે ઉદ્યોગોને તે તે ક્ષેત્રો આપી દેવામાં આવે તો તે ક્ષેત્રોનો ભ્રષ્ટાચાર નાબુદ થાય અથવા ઓછો થાય. જો ચિકિત્સાને મફત કરી દેવામાં આવે ચિકિત્સા ક્ષેત્રે થતો ભ્રષ્ટાચાર નાબુદ થઈ જાય. ચિકિત્સાલયોના સીસીટીવી કેમેરા પણ “ઓન લાઈન” કરી દેવા જોઇએ. તેથી ચિકિત્સાલયોના કર્મચારીની વર્તણુંક ઉપર જનતા પણ નજર રાખી શકે. દર્દી સાથે કેવી વર્તણુંક કરવી જોઇએ તેનું શિક્ષણ આપવું જોઇએ. અને તેમાં જો ક્ષતિ દેખાય તો તે કર્મચારી કે ચિકિત્સકને “ગો હોમ” કહી દેવું જોઇએ.
મનુષ્યનું માન કેવી રીતે સાચવવું તેને લગતી નાગરિક સુવ્યવહારની પ્રશિક્ષા, બાળપણમાં પ્રાથમિક કક્ષાએ આપવી જોઇએ.
કેશલેસ ભુગતાન પ્રણાલી વેચાણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર નાબુદ કરી દેશે.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્જ઼ઃ નદીઓના પૂર, પાણીની તંગી, બે ઘર લોકો, અબજો રુપીયાની ખેરાત, વિરોધાભાષી પરિસ્થિતિઓ, દૂધનો ભરાવો, ઘીની તંગી, ભ્રષ્ટાચાર પહેલાં પણ હતો, સરકારી નોકરો, નૈતિક ભ્રષ્ટાચાર નહેરુએ ચાલુ કરેલ, જમીન, બાંધકામનું ક્ષેત્ર, મિલ્કતનો કબજો, સરકારી સેવાઓ, ખાનગી શિક્ષણ, ન્યાયાલય, જમીનની માલિકીનો હક્ક, પ્રીકાસ્ટેડ અને પ્રી–ફેબ્રીકેટેડ ઈકાઈઓ, સરકારી અધિકારીઓની મમત, ન્યાયની અવહેલના, ઓન લાઈન, સીસીટીવી કેમેરા
સાંપ્રત સમયના પ્રશ્નોને વાચા આપતો વિચાર માગી લે એવો લેખ લખવા માટે ધન્યવાદ.
LikeLike