મૂર્ધન્યો દ્વારા થતું સામાજીક સાપેક્ષવાદનું ખૂન – 1
આપણી પરિભાષા પ્રમાણે મૂર્ધન્ય એટલે સૌ પ્રથમ લેખકો (કટારોમાં લખનારાઓ સહિતના લેખકો કે જેને આપણે ક્યારેક કટારીયા કહીએ છીએ તેઓનો પણ સમાવેશ થાય છે) , સમસ્યાઓના – સાહિત્યના વિવેચકો, સમસ્યા-સાહિત્યના વિશ્લેષકો, ટીવી ઉપર ચર્ચા કરતા વિદ્વાનો, પંડિતો બધા જ આવી જાય.
સાપેક્ષવાદ એટલે શું?
આપણે ભૌતિક શાસ્ત્રના સાપેક્ષવાદ વિષે સાંભળ્યું છે. બધાં માપવાના એકમો સાપેક્ષ છે એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુ, ઘટના, ફેરફારનું અંકદ્વારા મૂલવવીએ છીએ, તે કોઈ નિશ્ચિત એકમની સાપેક્ષે માપીએ છીએ. અનુભૂતિઓ વૈયક્તિક હોય છે. લંબાઈ પહોળાઈ, ઉંચાઈ, વેગ, પ્રવેગ, ઝડપ, ગરમ, ઠંડું, વજન, આકર્ષણ, આકાર વિગેરે જે કંઈ છે તે બધી સરખામણીમાં વત્તી ઓછી છે. તે બધાનું માપ, એક સરખામણી છે અને તે ઋણાત્મક પણ હોઈ શકે. એટલું જ નહીં પણ શૂન્ય પણ સાપેક્ષ છે. શૂન્ય પણ સાપેક્ષ છે. નિરપેક્ષ જેવું કશું છે જ નહીં.
પણ સાપેક્ષવાદ એ કંઈ ભૌતિક શાસ્ત્રની જાગીર નથી. સમાજશાસ્ત્રમાં પણ બધું સાપેક્ષ છે. પૂણ્ય, નીતિમત્તા, અહિંસા, જે તે ક્ષેત્રની વિદ્વત્તા, જે તે ક્ષેત્રની વિવેકશીલતા, શક્તિ, સહકાર, આ બધું પણ સાપેક્ષ છે અને તેનું માપ ઋણાત્મક, અને શૂન્ય હોઈ શકે. આ પણ સાપેક્ષ છે. આ બધાનો માપ દંડ જે તે સમાજ, જે તે સમયને અનુરુપ, તેની સુખશાંતિની સાર્વજનિક અપેક્ષાઓના આધારે નિશ્ચિત કરે છે.
ભૌતિક સાપેક્ષવાદની શોધ આલ્બર્ટ આઈન્સાઈને કરી હતી. સમાજ શાસ્ત્રના સાપેક્ષવાદની શોધ કોણે કરી તે આપણે જાણતા નથી. પણ આપણે કહી શકીએ કે પ્રચ્છન્ન રીતે કદાચ આદિ શંકરાચાર્ય સમજ્યા હશે. ગાંધીજી પણ સમજ્યા હતા. તેથી જ તેમણે અહિંસા વિષે એમ કહેલ કે “ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા”
ઓછામાં ઓછી હિંસા;
ગાંધીજીએ કહેલ કે આપણી ગતિ, ઓછામાં ઓછી હિંસા તરફની હોવી જોઇએ.
જેવી રીતે ઓછામાં ઓછી હિંસા એટલે અહિંસા છે તેમ ઓછામાં ઓછી અનીતિમત્તાને, નીતિમત્તા ગણવી જોઇએ. આ રસ્તો જ સમાજને એક પગથીયું ઉંચે લઈ જવા માટેની દીશા હોવી જોઇએ.
પણ સમાજનું ધ્યેય શું? નીતિમત્તા એટલે શું? સુખ એટલે શું? આ બધા શુષ્ક વિષયો છે. આપણે આપણી ચર્ચાને વિસ્તૃત, શુષ્ક અને તાત્ત્વિક બનાવવી નથી. જેમને રસ હોય તેઓ આજ બ્લોગ સાઈટ ઉપર “ … અદ્વૈતની માયાજાળ … “ નામની બ્લોગશ્રેણી વાંચે.
ટૂંકમાં એમ કહી શકાય કે સમાજીક જીવનને આનંદ દાયક બનાવવા માટે સમાજે ઘડેલા નિયમો પાળવા. આ નિયમોના પાલનના પ્રમાણને નીતિ મત્તાનું પ્રમાણ કહેવાય. આચારોને નિયમનમાં રાખવા માટે નિયમો હોય છે.
શું નીતિમત્તાની આ વ્યાખ્યા પૂરતી છે?
નાજી. નિયમોમાં ક્ષતિઓ હોઈ શકે છે. અને હોય છે. નિયમોમાં ક્ષતિઓ રાખવામાં પણ આવી શકે છે. આ ક્ષતિઓ જાણી જોઇને અને અજાણતા એમ બંને રીતે રાખવામાં આવે છે. કાયદો બને અને તેના અનુસંધાનમાં નિયમો બને. કાયદાનું અને નિયમનું અર્થઘટન કરવું જોઇએ. વિવાદ ઉત્પન્ન થાય તો તેના અર્થઘટન કરવાનો અધિકાર કોનો? તે માટે નક્કી થયું કે ન્યાયાલયનું અર્થઘટન અંતિમ ગણાય.
શું એક જ ક્ષેત્રની બે જુદી જુદી વ્યક્તિઓ માટે કાયદો, નિયમ (આચાર સંહિતા) ભીન્ન ભીન્ન હોઈ શકે?
આ પ્રશ્ન અને વાક્યને તમે યાદ રાખો. કારણ કે;
ગોથાં ખાવાની શરુઆત અહીં થી થાય છે.
હવે આપણે રાજકારણની વાત કરી શું.
ડી.બી. ભાઈના (દિવ્ય ભાસ્કરના) ગત રવિવારની પૂર્ત્તિમાં એક કટારલેખકે કંઈક આવી જ વાત કરી છે. આમ તો આ લેખકશ્રી મારી આંગળીઓ થી ગણી શકાય તેટલી સંખ્યામાંના માનીતાઓમાંના એક છે. એટલે તેમની ટીકા કરવી મને પસંદ ન પડે. પણ “ન્યાયાર્થે નિજ બંધુકો ભી દંડ દેના યોગ્ય છે”. દંડ તો અહીં નિયમાધિન નથી. પણ કડવી ટીકા તો કરી શકાય.
વ્યક્તિએ કેટલી હદ સુધી નીતિમાન રહેવું જોઇએ?
લેખકશ્રીની માન્યતા પ્રમાણે જનતાની અપેક્ષાને અનુરુપ નેતાએ પોતાની નીતિમત્તા જાળવવી જોઇએ. આ બાબતમાં તેઓશ્રીએ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વિષે વાતો કરી છે.
રાહુલ ગાંધી નહેરુવંશના ફરજંદ છે.
નહેરુ કોંગ્રેસ પક્ષના નેતા હતા.
કોંગ્રેસ પક્ષે સ્વાતંત્ર્યની લડતમાં અગ્રગણ્ય ભાગ ભજવેલો.
કોંગ્રેસ પક્ષ સ્વાતંત્ર્ય મળ્યા પછી દશકાઓ સુધી સત્તા ઉપર રહ્યો.
નહેરુ વંશમાં નહેરુ પોતે જીવ્યા ત્યાં સુધી, નહેરુની પુત્રી ઇન્દિરા, પોતે જીવ્યા ત્યાં સુધી, ઇન્દિરાના પુત્ર રાજીવ પોતે જીવ્યા ત્યાં સુધી, રાજીવની પત્ની સોનિયા પક્ષમાં અને દેશના સત્તાના રાજકારણમાં નંબર એક પોસ્ટ પર મોટે ભાગે રહ્યાં છે. જો કે તેમના શાસનમાં ભ્રષ્ટાચારે બધી સીમાઓ પાર કરી દીધી હતી. ૨૦૧૪માં યોજાયેલી લોક સભાની સામાન્ય ચૂંટણીમાં પક્ષનો કારમો પરાજય થયો.
કોંગ્રેસ પક્ષના કારમા પરાજ્યનું કારણ ભ્રષ્ટાચાર હતું. નરેન્દ્ર મોદીના આચરણમાં અને ભાષણોમાં જનતાએ વિશ્વાસ મુક્યો. નરેન્દ્ર મોદીનું સુત્ર હતું “કોંગ્રેસ વિહીન ભારત” અને “ભ્રષ્ટાચાર રહિત ભારત”. ભ્રષ્ટાચાર કાળુંનાણું પેદા કરે છે અને કોંગ્રેસી નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે.
લેખકશ્રીનું તારણ છે કે;
તારણ -૧; દેશને કોંગ્રેસ વિહીન કરવો તે યોગ્ય નથી. કારણ કે કોંગ્રેસ પાસે બહુમૂલ્ય વારસો છે. જો દેશ કોંગ્રેસ વિહીન થાય તો બીજેપીનો વિકલ્પ શું?
તદ ઉપરાંત લેખકશ્રી એવું માને છે કે;
નરેન્દ્ર મોદીએ જરાપણ નીતિભ્રષ્ટ થવું ન જોઇએ. દશ રુપીયાનો ભ્રષ્ટાચાર પણ ન કરવો જોઇએ. કારણ કે જનતાની અપેક્ષાઓ તેમના પ્રત્યે ઘણી બધી છે. આ અપેક્ષાઓએ જ તેમને સ્પષ્ટ બહુમતિ આપી છે. તેવી જ રીતે નરેન્દ્ર મોદીની નીતિમત્તા ઉપર જનતાને પૂરો વિશ્વાસ હતો અને છે. આ વાત પણ બીજેપીના વિજયનું કારણ છે. આ વિશ્વાસને ટકાવી રાખવા, નરેન્દ્ર મોદીએ પોતાની નીતિમત્તાને લગતા જે કંઈ પણ આક્ષેપો હોય તેના ઉત્તર આપવા જોઇએ. જો તેઓશ્રી ઉત્તર નહીં આપે તો તે વિશ્વાસઘાત ગણાશે.
તારણ -૨ ; જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મુક્યો એટલે નરેન્દ્ર મોદીએ નીતિમત્તાની બાબતમાં ૧૦૦ ટકા શુદ્ધ રહેવું જોઇએ.
ટૂંકમાં લેખશ્રીની દૃષ્ટિએ રાજકારણના એક જ ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓની નીતિમત્તાના માપદંડો અલગ અલગ હોવા જોઇએ. એટલે કે બીજેપીએ નિરપેક્ષ નીતિમત્તા પાળવી જોઇએ. કોંગ્રેસને નષ્ટ કરવી ન જોઇએ. કોંગ્રેસને અમર રાખવી જોઇએ.
રાજકીય પક્ષનો સિદ્ધાંત અને ગુણધર્મો?
પક્ષ હમેશાં તેના સિદ્ધાંતોના આધારે બનેલો હોય છે. હવે જો પક્ષ તેના સિદ્ધાંતોને વળગી ન રહે અને પક્ષ પોતાના બંધારણને પણ બદલે નહીં તો તે પક્ષનો અર્થ શો?
માણસ અનૈતિક ક્યારે કહેવાય?
શું માણસ નો ભૂતકાળ કલંક રહિત હોય તો તેને મીસ્ટર ક્લીન કહી શકાય?
હાલનો નહેરુવીયન પક્ષ, લોકશાહીમાં માને છે?
હાલનો નહેરુવીયન પક્ષ શું તેના બંધારણમાં માને છે?
નહેરુની જ વાત લો. ૧૯૫૪માં જ્યારે પાકિસ્તાનના પ્રમુખ ઇસ્કન્દર મીર્ઝાએ ફેડરલ યુનીયન બનાવવાનું સૂચન કર્યું ત્યારે નહેરુએ તેને મનસ્વી રીતે તે વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે એક સરમુખત્યાર દેશ અને એક લોકશાહી દેશ વચ્ચે યુનીયન થઈ ન શકે. ગાંધીજી તો તે વખતે હતા નહીં. પણ વિનોબા ભાવે કડે ધડે હતા. તેમણે કહ્યું કે પકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે આવા સંજોગોમાં પણ ફેડરલ યુનીયન થઈ શકે.
તો પછી ગાંધીવાદી કોણ? નહેરુ કે વિનોબા ભાવે? ચોક્કસ રીતે વિનોબા ભાવે. નાનું બાબલું પણ આ જ કહેશે.
આશ્ચર્યની વાત તો એ છે કે નહેરુએ ઇસ્કંદર મિર્ઝા તરફથી આવેલા આ સૂચનને નકારતા પહેલાં તેની વ્યાપક ચર્ચા પણ ન કરી. શું આ લોકશાહીવાદી પક્ષને અનુરુપ છે?
ઇન્દિરા ગાંધી તો લોકશાહીમાં માનતી જ ન હતી. તેમાં કોઈને શક છે જ નહીં. જો કોઈને આમાં શક હોય તો તે તેની અસાધ્ય બિમારી છે.
ઇન્દિરા ગાંધી ના મૃત્યુને દિવસે જ તે વખતના ભારતના રાષ્ટ્ર પ્રમુખ (કે જેમણે કહેલ કે ઇન્દિરા ગાંધી કહે કે ઝાડુ લઈને સફાઈ કરો તો હું તે કરવા તૈયાર છું એટલે કે તેઓશ્રી ઇન્દિરા ગાંધીથી ઉપકૃત હતા) ઝૈલ સિંઘે ઇન્દિરાના પુત્ર રાજીવ ગાંધીને બોલાવીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા. પોસ્ટ-ફેક્ટો એપ્રુવલની કાર્યવાહી પછી કરાવી.
આ શું લોકશાહી પ્રણાલી હતી? શું ભારતીય વિદ્વાનોની લોકશાહીની સમજ આટલી કાચી છે?
ઝૈલ સિંઘનો બચાવ હતો કે જો તેમણે આવું ન કર્યું હોત તો ભારતમાં અંધાધુંધી થઈ જાત.
આ બચાવ ગધેડાને તાવ આવે તેવો છે.
જે પક્ષ પોતાની પાસે સ્વાતંત્ર્યની લડતની ધરોહર રાખવા માગતો હોય, અહિંસક ક્રાંતિ અને લોકશાહીનો અગ્રણી પુરસ્કર્તા માનતો હોય તે પક્ષ શું એટલો નબળો હતો કે સંસદમાં નિરપેક્ષ બહુમતિ હોય તો પણ તેમાં અંધાધુંધી ફેલાઈ જાય?
જો આ વાત સાચી હોય તો તેવા પક્ષને જીવતો રાખવાનો અર્થ શો છે?
શું ઝૈલ સિંઘ, કોઈ વરિષ્ઠ નેતાને કામ ચલાઉ વડા પ્રધાન બનાવી શકે તેમ ન હતા?
ધારો કે ઝૈલ સિંઘ બબુચક હતા અથવા પોતાની નહેરુવંશ પ્રત્યેની વફાદારી અતિરેક દ્વારા બતાવવા માગતા હતા, તો પણ શું રાજીવ ગાંધીએ ઝૈલ સિંઘનું આમંત્રણ સ્વિકારી લેવું જોઇએ?
શું રાજીવ ગાંધીમાં એ સમજણ ન હતી કે લોકશાહી શું છે અને લોકશાહીમાં પ્રણાલી શી હોઈ શકે?
જો રાજીવ ગાંધીની સમજણ જ કાચી હોય તો તમે તેને કેવી રીતે તે મીસ્ટર ક્લીન રહી શકશે તેમ માની શકો?
રાજીવ ગાંધી કહી શક્યા હોત કે હે મહામહિમ મહાજ્ઞાની ઝૈલ સિંઘજી, તમે મને વડાપ્રધાન પદ ગ્રહણ કરવા માટેનું આમંત્રણ આપ્યું, તે બદલ આપનો આભાર. પણ હે મહામહિમ, મારા કરતાં ઘણા નેતાઓ મારી માતાના મંત્રી મંડળમાં મારાથી વધુ અનુભવી અને વરિષ્ઠ છે. તમો મારા પક્ષને બંધારણ અનુસારની પ્રણાલી અનુસરવા દો. ચૂંટણી તો જાહેર થઈ ગઈ છે. કોઈ વરિષ્ઠ મંત્રીને વડાપ્રધાન પદના શપથ લેવા દો. હે મહામહિમ, જો તમે આવું કરશો તો દેશની શોભા વધશે અને તમારી પણ શોભા વધશે. આમેય મારા પક્ષ ઉપર દંભી અને સરમુખત્યાર હોવાના આક્ષેપો પુરવાર થયેલા જ છે અને તે ઇતિહાસના પૃષ્ઠો ઉપર અંકિત થયેલા છે. હે મહામહિમ તમે અમારા દુશ્મન તો છો નહીં, તો પછી અમને શા માટે વધુ બદનામ કરવા માગો છો?
વાસ્તવમાં રાજીવ ગાંધી જે દિવસે તેમણે વડાપ્રધાન પદ થવાનું આંત્રણ સ્વિકાર્યું તે દિવસથી જ તેમની ભ્રષ્ટતા જાહેર થઈ જતી હતી. તેને માટે વિદ્વાનોએ બોફોર્સ ઘટનાની રાહ જોવાની જરુર ન હતી. પણ ભારતના વિદ્વાનોની વક્રતા જુઓ કે તેમણે રાજીવ ગાંધીને મીસ્ટર ક્લીનનો ઇલ્કાબ આપી દીધો.
આ પછીના કોંગ્રેસના નાણાંકીય ભ્રષ્ટાચારના, સ્થાવર મિલ્કતના ભ્રષ્ટાચારના, વહીવટી ભ્રષ્ટાચારના અને વાણીવિલાસી ભ્રષ્ટાચારના પ્રકરણો આપણે જાણીએ છીએ.
મીસ્ટર ક્લીનની ઉપાધી આપણા વિદ્વાનોએ બહુ સસ્તી કરી દીધી છે. કદાચ તેમનું સ્તર જ આવું છે.
ગાંધીજીના વખતની કોંગ્રેસ અને કમસે કમ સરદાર પટેલ ગુજરી ગયા પછીની કોંગ્રેસ, એ બંને એકદમ ભીન્ન છે. તેમની સરખામણી પણ શક્ય નથી તો ઐક્ય સમજવું તે તો નરાતર જુઠાણાની ઉપાસના છે.
મોરારજી દેસાઈએ કહેલ કે સાચી કોંગ્રેસ તો “સંસ્થા કોંગ્રેસ છે”. અને આ કોંગ્રેસ ૧૯૭૭માં વિલય પામી ગઈ છે. આમાં કંઈક તથ્ય છે. કારણ કે સંસ્થાની કારોબારીમાં ઇન્દિરાની બહુમતિ ન હતી. સંસ્થા છે તો વડાપ્રધાન છે.
“કોંગ્રેસ” શબ્દ આવવાથી તે પક્ષ ગાંધીજીની કોંગ્રેસનો બની જતો નથી. આયારામ અને ગયારામમાં પણ રામ છે. પણ તેથી તેમને રામની ધરોહર મળી જતી નથી. ગાંધીજી સાથે આ નહેરુવીયન કોંગ્રેસને સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી.
“બહુરત્ના વસુંધરાઃ”
બીજેપીનો વિકલ્પ નથી માટે આવી ભ્રષ્ટ કોંગ્રેસને જીવતી રાખો એ માન્યતા બરાબર નથી. નહેરુવીયન કોંગ્રેસ કરતાં “જનતા દલ યુનાઈટેડ” ઓછો ભ્રષ્ટ પક્ષ છે. ભલે તેની પાસે સીટ ઓછી હોય. હા. તેની અડુકીયા દડુકીયા નીતિ જાણીતી છે. કોંગ્રેસના સર્વોચ્ચ વહીવટી નેતા ઇન્દિરા ગાંધીએ, જયપ્રકાશ નારાયણને મરણાસન્ન કર્યા હતા, આવું કરનાર પક્ષને જેડીયુ, “ખુશી ખુશી” ટેકો આપી શકે છે એટલું જ નહીં પણ તેની સાથે જોડાણ પણ કરી શકે છે. એટલે એવું લાગે છે કે તેને ભ્રષ્ટ થવાના સ્કોપ, નહેરુવીયન કોંગ્રેસને જેટલા મળ્યા છે તેટલા મળ્યા નથી.
જો કે આ એક ધારણા છે. એટલે ધારણા ઉપર આધારિત આક્ષેપો ન કરી શકાય. પણ ઇતિહાસને ભૂલી પણ ન શકાય.
ટૂંકમાં બીજેપીના શાસનને હજી અઢી વરસ માંડ થયાં હોય ત્યાં કોંગ્રેસ ને સજીવન રાખવાનો વિવાદ ન ચગાવાય.
યાદ કરો ગાંધીજીને. તેમણે તો ૧૯૪૭માં જ જ્યારે કોંગ્રેસી નેતાઓ પાકિસ્તાનથી ભાગીને હિન્દુસ્થાનમાં આવ્યા ત્યારે ગાંધીજીએ તેમને શું કહ્યું હતું?
“તમે ત્યાં મરી કેમ ન ગયા? મેં તો તમને મરતાં શિખવ્યું હતું. જો તમે ત્યાં રહ્યા હોત અને મરી ગયા હોત તો હું ખુશ થાત. હું એટલો ખુશ થાત કે હું ખુશીમાં નાચત. ખૂબ જ નાચત. પણ તમે તો સામાન્ય વ્યક્તિની જેમ જીવને વહાલો કર્યો. કાયરની જેમ નાસી આવ્યા. અને હવે હોદ્દાઓ લેવા માટે મારી પાસે ભલામણ કરાવા ઈચ્છો છો. લ્યાનત છે તમને લોકોને…”
“હે ભગવાન, તેં મને આવું બધું જોવા માટે જીવતો રાખ્યો?”
ગાંધીજીએ સચોટ રીતે આ મતલબનું જ કહ્યું હતું. “ભાવી પેઢીની જનતા, કોંગ્રેસીઓને વીણી વીણીને મારશે” આવું તો શબ્દશઃ કહ્યું હતું.
આવી નહેરુવીયન કોંગ્રેસને જીવતી રાખવી તે પાપ છે.
એવું માનવાની જરુર નથી કે આ સાચી કોંગ્રેસ છે. અને ધારો કે ઈશ્વર આવીને કહે કે “હે વત્સ, મારી વાત માન. આ નહેરુવીયન કોંગ્રેસને સાચી કોંગ્રેસ માન”. તો પણ તેને જીવતી રાખવાની જરુર નથી.
કારણ કે સંસ્કૃતમાં તો એ હદે કહ્યું છે કે “તાતસ્ય કૂપઃ અયં ઈતિ બ્રુવાણાઃ , ક્ષારં જલં કા પુરુષા પિબંતિ.” એટલે કે “કાયર પુરુષો ‘આતો આપણા બાપાનો કૂવો છે’ એવું કહીને ખારા કૂવાનું પાણી પીવે છે”
હવે વાત નરેન્દ્ર મોદી અને તેના પક્ષ બીજેપીની કરીએ.
(ક્રમશઃ)
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સાપેક્ષવાદ, ભૌતિક, સામાજીક, મૂર્ધન્ય, વિશ્લેષક, માપદંડ, એકમ, પંડિત, ઋણાત્મક, નિરપેક્ષ, હિંસા, પૂણ્ય, નીતિમત્તા, અહિંસા, જે તે ક્ષેત્રની વિદ્વત્તા, જે તે ક્ષેત્રની વિવેકશીલતા, શક્તિ, સહકાર, આદિ શંકરાચાર્ય, ગાંધીજી, નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ, નીતિમત્તા, દીશા, કાયદા, નિયમો, આચાર સંહિતા, ક્ષતિ, અર્થઘટન, ન્યાયાલય, વિવાદ, નાણાંકીય ભ્રષ્ટાચાર, સ્થાવર મિલ્કતના ભ્રષ્ટાચાર, વાણીવિલાસના ભ્રષ્ટાચાર, વહીવટી ભ્રષ્ટાચાર, મોરારજી દેસાઈ, સંસ્થા કોંગ્રેસ,
Mane hu bhanti hati tyare Itihasma ras nahato, have aapana lekho vachine Itihasnu chitra chittama spasht thava lagyu chhe. Aaj sudhi nahati janti te samjati thai chhu. Pooru samjya vagar comment karvi ajugati lage.
Pan mane vachava game chhe ane ras pan pade chhe.
Darek vakhate comment na apu pan vachu chhu avashya.
LikeLike
અનિલા બેન તમારો ઘણો આભાર. જોકે મારો વિષય ઇતિહાસ નો નથી પણ મને પાછળથી ઇતિહાસમાં રસ પડેલ. સ્વાતંત્ત્ર્યની ચળવળ વિષે પણ મારું જ્ઞાન સિમિત છે. પણ ગાંધીજી વિષે મેં વાંચેલ.એટલે તેમની સાથે ઘણે મોટે માગે સહમત છું. પચાસના દાયકામાના સ્કુલના અને જુનીયર કોલેજના સમયથી જ નહેરુવીયન કોંગ્રેસથી વિરોધમાં છું. તે સમયની અમારી આખી પેઢી કોંગ્રેસ વિરોધી હતી. આનો લાભ પણ બીજેપીને મળી રહ્યો હશે.
તમે મારા બ્લોગ અચૂક વાંચો છો તે જાણી ઘણો આનંદ થયો. સમય મળે કોમેંટ કરતા રહેશો. તમે સંસ્કૃત ની ઘણી લીંકો આપી છે. મને સંસ્કૃતમાં રસ છે. પણ સંસ્કૃત ભણવાનો સમય મળતો નથી. પણ મેં તે બધી લીંકો સ્ટોર કરી રાખી છે. મારી પાસે વેદ અને ઉપનીષદો સંસ્કૃત પાઠ અને ગુજરાતી અંગ્રેજી અને અથવા સાથે છે તેથી સંસ્કૃત ભાષા સમજવામાં સરળ પડે છે. આમ તો મેં મધ્યમા સુધીની પરિક્ષાઓ આપી છે તેથી થોડા સુભાષિતઓ આવડે છે. અને સુભાષિતોની મજા જ કંઈક વિશેષ છે.
LikeLike