Feeds:
Posts
Comments

Posts Tagged ‘બ્રાહમણવાદી’

શું આપણે જ્ઞાતિવાદ તરફ ગતિ કરી રહ્યા છીએ – ૩
લાગે છે તો એવું કે અમુક લોકો જ્ઞાતિવાદી માનસિકતા રાખે છે.
આમાં કેવા લોકોનો સમાવેશ થાય છે.
(૧) જેઓ વાચાળ છે અને નેતાગીરી કરવામાં માને છે,
(૨) જેઓ તેમના વરવા રાજકારણને ત્યજવા નથી માનતા,
(૩) જેઓ તર્કમાં માનતા નથી,
(૪) જેઓ દેશના હિતમા શું છે તે સમજવા માનતા નથી,
(૫) જેઓ નરેંદ્ર મોદી-ફોબિયા, બીજેપી-ફોબીયા, આર.એસ.એસ.-ફોબીયા, હિંદુ-ફોબીયા (પ્રણાલીગત હિંદુ ધર્મના અર્થમાં), … આ બધાથી પીડિત છે પણ તેમને કદાચ ખબર નથી અથવા તો તેમને ખબર છે છતાં પણ તેઓનો એક એજંડા સુનિશ્ચિત છે તેઓ,
(૬) આમાં એવા લોકોનો પણ સમાવેશ થઈ શકે છે કે જેઓ એવી ગેર સમજ ધરાવે છે કે બાબા સાહેબ આંબેડકર જે કંઈ કહે તે બ્રહ્મ સત્ય, અને તે ઉપરાંત બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીને  પોતાના દુશ્મન માનતા   હતા કારણ કે મહાત્મા ગાંધી દલિતોના દુશ્મન હતા. આવું તેમણે માની લીધું છે અને તેનાથી ભીન્ન માન્યતા તેમને પસંદ નથી. કારણ કે આ સ્થિતિ તેમને ગોઠી ગઈ છે.
(૭) જેઓ પોતાને સામ્યવાદી ક્રાંતિકારી વિચારધારા વાળા માને છે.
આ બધા પ્રકારના જત્થાઓનું આપણે અગાઉ પણ વિશ્લેષણ કર્યું છે. ખાસ કરીને જેઓ સામ્યવાદી વિચારધારા એટલે કે સાધન શુદ્ધિમાં અને તર્કમાં માનતા જ નથી, તેઓમાં ઉપરોક્ત ગુણો મિશ્રિત અવસ્થામાં હોય છે.
અગાઉ આપણે જોઇ ગયા કે સમાજમાં જો માનવીય મૂલ્યોને સ્થાપિત કરવામાં આવે તો જ્ઞાતિવાદને દૂર કરી શકાય. પણ જ્યારે રાક્ષસીતત્વો (સ્વાર્થી હેતુવાળા, સત્તા લાલચુ અને સાધન શુદ્ધિમાં નહીં માનનારા લોકો) ફક્ત સક્રીય જ નહીં પણ  મરણીયા જ થયા હોય ત્યારે સમાજ વિભાજન પ્રતિ જ ગતિ કરે છે.  આવી સ્થિતિમાં જો “રાષ્ટ્ર પ્રથમ” વાળા લોકો નિસ્ક્રીય રહે તો દેશમાં અરાજકતા ઉત્પન્ન થાય. જો “રાષ્ટ્ર  પ્રથમ”વાળા લોકો અલ્પમતમાં આવી જાય તો  દેશ એક યુગ જેટલો પાછળ પડી જાય.
દુર્ગુણને જો નાથવામાં ન આવે તો તે ચેપી  રોગ બની જાય છે. તેના દાખલાઓ અનેક છે. મોતિલાલ નહેરુએ અપત્યપ્રેમને કારણે જવાહરને ઠેકાણે પાડવાની, ગાંધીજીને ભલામણ કરી. તે વખતે તો રાજકીય સત્તા હતી નહીં, તેથી આર્થિક કારણોસર જવાહરને ગાંધીજીએ આગળ કર્યા. જવાહરનું ઘર મધ્યમ કક્ષાના નેતાઓ સુધી (અલ્લાહબાદમાં) ધર્મશાળા બની ગયું. તે વખત માટે આ ઉપકાર મોટો હતો. પણ અહીં વંશવાદનું બીજ રોપાયું હતું. જવાહરે પોતાની ભૂલો ખાસ કરીને વિદેશનીતિમાં કરેલી ભૂલોને છૂપાવવા પોતાની પૂત્રી ઇંદિરાને પોતાની અનુગામી બનાવવાની જોગવાઈ કરી. તે વખતે તેઓ એ વાત સાનુકુળતાને કારણે ભૂલી ગયા કે આ લોકશાહી મૂલ્યોને અનાદર છે. સાધન શુદ્ધિના વસ્ત્રને ન અપનાવવાળી નગ્ન વ્યક્તિ શું કરી શકે અને જનતામાં કેટલી મૂલ્ય હીનતા સ્થાપી શકે તે આપણે જોયું. આર્ષદૃષ્ટિ-હીન કહેવાતા સુજ્ઞ લોકોએ ઈંદિરાને વધાવી લીધી. વંશવાદ ફુલ્યો ફાલ્યો જે આપણે આજે જોઇ શકીએ છીએ.
રાજકારણમાં વંશવાદની પુરસ્કૃતિ એ જ્ઞાતિવાદને ઉત્તેજન આપવા બરાબર છે. અને તમે જુઓ, ભારતના વિપક્ષો જ્ઞાતિવાદને ઉત્તેજન આપવા માંડ્યા. યોગ્ય વ્યક્તિને પક્ષમાં નંબર વન સ્થાન, આપવાને બદલે કોંગી, સ.પા. બ.સ.પા., ટી.એમ.સી., ડી.એમ.કે., એન.સી., પી.ડી.પી., … બધા વંશ વાદી થઈ ગયા. રાક્ષસના લોહીનું એક ટીપું જો જમીન પર પડે તો તેમાંથી હજાર રાક્ષસ ઉત્પન્ન થાય, એ પૌરાણિક કથાઓનું પ્રગટીકરણ   આપણે જોઈ રહ્યા છીએ. બીજેપી આ દુર્ગુણ થી વિમુખ છે અને બીજેપીમાં યોગ્ય વ્યક્તિને યોગ્યતા પ્રમાણે પદભાર આપવામાં આવે છે.
હવે તમે જુઓ. કોંગીનો રાહુલ ગાંધી, વંશવાદને કેવી રીતે મૂલવે છે.
આપણે વાત પક્ષમાં “નંબર વન” કોને બનાવવો એ કરીએ છીએ.  રાહુલ ગાંધી આ વાતને “ડૉક્ટરનો દિકરો ડૉક્ટર બને, એંજીનીયરનો દિકરો એંજીનીયર બને, વેપારીનો દિકરો બને તો પછી રાજકારણીનો દિકરો રાજકારણી  બને” સાથે સરખાવે છે. અરે ભાઈ રાજકારણીનો દિકરો રાજકારણી બને એનો કોઈને વાંધો નથી. પણ નંબર વન એટલે કે પક્ષના પ્રમુખ નો દિકરો, બીજા નેતાઓના હક્ક ડૂબાવી પક્ષનો પ્રમુખ બને એનો વાંધોં છે. પણ આ વાત વંશવાદનો વિરોધ કરનારા પણ સમજવા માગતા નથી.
નહેરુ, વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો હક્ક ડુબાડી નંબર વન બનેલ,
ઈંદિરા ગાંધી, મોરારજી દેસાઈનો હક્ક ડુબાડી વડાપ્રધાન બનેલ,
રાજિવ ગાંધી, પ્રણવમુખર્જીનો હક્ક ડુબાડી, વડાપ્રધાન બનેલ,
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે વડાપ્રધાન થવું ભારતીય સંવિધાન અનુસાર થવું શક્ય ન હતું, એટલે તેમને પક્ષ પ્રમુખ બનાવ્યા અને “નેશનલ એડવાઈઝરી કમીટી”ના પ્રમુખ બનાવી સત્તા પોતાની પાસે રાખવાનો પ્રયાસ કર્યો. અને નરસિંહ રાવને વડા પ્રધાન બનાવ્યા. નેશનલ એડવાઈઝરી  કમીટી ગેરસંવિધાનીય હતી, અને તેથી નરસિંહરાવ તેને ગાંઠતા નહીં, તેથી નરસિંહરાવ દેશના વિકાસમાં ક્રાંતિકારી પગલાં લઈ શક્યા અને દુનિયામાં તેની નોંધ લેવાઈ.
કોંગીના સ્થાપિત હિતો નરસિંહ રાવની મનમાનીને મંજુર કરતા ન હતા. કારણ કે નરસિંહરાવ, નહેરુવીયનોને ગાંઠતા ન હતા. કોંગી પક્ષમાં ડખો હતો. કારણ કે નરસિંહ રાવ સુબ્રહ્મનીયન સ્વામી જેવાને સલાહકાર રાખતા હતા.
મનમોહન ના સમયમાં હર્શદ મહેતા જેવું કૌભાંડ થયુ, પણ નાણામંત્રી મનમોહને હાથ ઉંચા કરી દીધા અને કહ્યું હવે આવું નહીં થાય.  કોંગી હારી. બીજેપી જીતી. અટલ બિહારી બાજપાઈ વડાપ્રધાન થયા. બાજપાઈ દેશને વિકાસ પંથ પર લઈ ગયા એ ખરું પણ તેઓ દાવપેચમાં હોંશિયાર ન હતા. જનતા સુધી વિકાસની માહિતિ પહોંચી ન હતી. તેમજ માયાવતી, મમતા અને જય લલિતા જેવી મહિલાઓ નખરાં કરીને વારે વારે સપોર્ટ પાછો ખેંચી લેવાની ધમકીઓ આપતી હતી.
સ્થાપિત હિતો:
સંસદની બહારના પરિબળો જેવા કે મીડીયામાં રહેલા, ન્યાયાલયમાં રહેલા, નોકરશાહીમાં રહેલા સ્થાપિત હિતોને તો “જૈસે થે”-વાદ જ પસંદ હતો, તે સૌની સહાયતાથી કોંગીનું ગઠબંધન ચૂંટણી જીતી ગયું. અનેક હિમાલયન કૌભાંડો કરવા છતાં ૨૦૦૪ થી ૨૦૧૪ એમ ૧૦ વર્ષ સુધી વધુ રાજ કર્યું. અડવાણીને બબ્બે વખત મોકો મળ્યો પણ તેઓ બીજેપીને  બહુમતિ અપાવવામાં નિસ્ફળ નીવડ્યા.
ગુજરાતમાં મોરારજી દેસાઈના ગયા પછી કોંગીના ગુજરાતના નેતાઓનું કશું ઉપજતું ન હતું. આમ જનતામાં રોષ તો હતો જ. કોંગી નબળી પડી ગઈ હતી. ઇંદિરા ગાંધીને તો ગુજરાત પર ગુસ્સો જ હતો. ગુજરાતને કોઈ વિકાસની યોજના મળતી ન હતી. જે કંઈ હતી તે પણ ટલ્લે ચડતી હતી.  અંતે ૧૯૯૫માં બીજેપી સત્તા ઉપર આવી. કેશુભાઈએ ઠીક ઠીક સારું કામ કર્યું. પણ કુદરતી આફત એવા ભૂકંપથી થયેલી પાયમાલીને તેઓ સંભાળી શક્યા નહીં. સરકારી નોકરો અને સામાન્ય કક્ષાના બીજેપી સદસ્યોને આડે માર્ગે પૈસા પડાવવાનો ચસકો લાગ્યો. પરિણામે અમદાવાદ, કે જે બીજેપીનો ગઢ ગણાતો હતો, તેની મહાનગરપાલિકાની ચૂટણી, કોંગી જીતી ગયું. ત્યારે બીજેપી મોવડી મંડળની આંખા ઉઘડી. નરેંદ્ર મોદીની ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે  પસંદગી થઈ.

ગુજરાતમાં નરેંદ્ર મોદીની પસંદગી મુખ્યમંત્રી તરીકે થઈ, તેથી ગુજરાતના રાજકારણમાં પલટો આવ્યો. નરેંદ્ર મોદી ગુજરાતનું રાજકારણ કેટલું જાણતા હતા તે સંશોધનનો વિષય છે. પણ નરેંદ્ર મોદી, ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ઉપર તવાઈ લાવ્યા અને તેમની રુખસદ કરી. ભૂકંપથી તબાહ થયેલા કચ્છને નવી રોનક આપી. જો કે નરેંદ્ર મોદીને ત્રણ મોરચે લડવાનું હતું. બીજેપીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ નરેંદ્ર મોદીની પાછળ આદુ ખાઈને પડેલા, જેમાં કેશુભાઈ પટેલ મુખ્ય હતા, સ્થાનિક અખબારો નરેંદ્ર મોદીની પાછળ પડેલા, રાષ્ટ્રીય મીડીયાના ખેરખાંઓ નરેંદ્ર મોદીની પાછળ પડેલા, રાષ્ટ્રીયનેતાઓ નરેંદ્ર મોદીની પાછળ પડેલા, અને ૨૦૦૨ના મુસ્લિમ દંગાઓને કારણભૂત બનાવી નરેંદ્ર મોદી ઉપર છાણા થાપવા માંડેલા. નરેંદ્ર મોદીએ આ બધાં સામે જે લડત આપેલી તે દાદ માગીલે એવી હતી. નરેંદ્ર મોદીએ ગુજરાત માટે શું ન કર્યું તે જ એક ન જડે તેવો પ્રશ્ન છે.
જ્યારે બીજા રાજ્યોના ભલભલા નેતાઓ (નેહરુ થી શરુ કરીને વિદ્યમાન નહેરુવીયનો, મમતાઓ, માયાવતીઓ, મુલ્લાયમો, કેજ્રીઓ, , વિધાન સભાની ચૂંટણી જીતવા માટે, સ્થાનિક લોકોને અન્યાય થાય છે, બાહરીઓને ધુત્કારો, જેવા અનેક ઉચ્ચારણો કરી સ્થાનિક લોકોને ભડકાવે છે અને ચૂંટણીઓ જીતે છે પણ ખરા. પણ નરેંદ્ર મોદી તો આનાથી ઉલટું જ બોલતા અને કહેતા કે બહારના લોકોએ પણ ગુજરાતના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે.  ગુજરાતની જનતા તેમની આભારી છે. આની બાર વર્ષે એ અસર પડી કે મોદીને રાષ્ટ્રીય નેતા થવામાં સ્વિકૃતિ મળી. કારણ કે ગુજરાતનો વિકાસ આંખે ઉડીને વળગે એવો હતો.
હવે તમે જુઓ. જેઓ સશક્ત છે અને જ્ઞાતિવાદનો વિરોધ કરે છે તેઓ જ પરોક્ષ રીતે જ્ઞાતિવાદને સુસ્થાપિત કરવા માગે છે. આ બધાની નેતાગીરી કરવા વાળા, પોતાને તેમના ખીસ્સામાં તેમની કોમ્યુનીટીના મત છે એમ માને છે.  તેઓ જ્ઞાતિવાદના પ્રચારક છે અને લાગ આવે ત્યારે પોતાની જ્ઞાતિ માટે આરક્ષણની ઝુંબેશ ચલાવે છે.
વાણિયા પછી માલદાર જ્ઞાતિ પટેલ જ્ઞાતિ આવે છે. એચ પટેલ જેવા ફુટકળ નેતા ફુટી નીકળે છે અને આનંદીબેન પટેલ જેવા તેથી આનંદ પામે છે,
મૌર્ય લોકોએ ભારત ઉપર સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપ્યું, તેઓ આરક્ષણ માગે છે,
યાદવોએ ભગવાન પેદા કર્યા, તે ભગવાનના વંશજો આરક્ષણ માગે છે,
રામના વંશજો સૂર્યવંશીઓ પણ યાદવોની જેમ આરક્ષણ માગે છે,
મોગલો પછી મરાઠાઓએ રાજ કર્યું તેઓ પણ આરક્ષણ માગે છે,
સૌ પોતાની જ્ઞાતિને ગરીબ માને છે અને આરક્ષણ માટે આંદોલન ચલાવે છે.
બ્રાહ્મણની વાત આવે એટલે “એક ગરીબ બ્રાહ્મણ હતો …” ત્યાંથી વાતની શરુઆત થાય. તો કેટલાક બ્રાહ્મણોને પણ અનામતનો ચસ્કો લાગે છે અને આવા પથભ્રષ્ટ બ્રાહ્મણો પણ ક્યારેક આરક્ષણની વાતો કરે છે. 
ઉપરોક્ત કેટલીક જ્ઞાતિઓ માટે આરક્ષણ છે પણ ખરું.
વાસ્તવમાં જો કોઈ જ્ઞાતિને આરક્ષણની જરુર હોય તો તમે બાબા સાહેબ આંબેડકરને યાદ કરો. તેમણે ફક્ત “અસ્પૃષ્યો માટે” આરક્ષણની વાત કરેલી.  અને તે પણ ફક્ત ૧૦ વર્ષ માટે. પણ નહેરુને આરક્ષણમાં કોંગ્રેસનું ઉજ્જ્વળ ભાવી દેખાયું અને તેમણે  અન્ય જ્ઞાતિઓના સમાવેશ  માટે ઓ.બી.,    એસ.સી.,    અધર એસ.સી,    બી.સી.,    ઓ.બી.સી.,  … એવા નામની અનેક આરક્ષણ માટે ની  જ્ઞાતિઓ  પેદા કરી. આઓ ભૈલા આવો… તમે આમાં ક્યાં છો,  તે તમે, અમારી ખાસ તમારા માટે બનાવેલી મંડળી પાસે સાબિત કરી દો. હોવ્વે … ધમકી આપવાની પણ છૂટ્ટી છે …. બાપલા … કોના બાપની દિવાળી …
અમે તો માલેતુજાર છીએ અને ચૂંટાવા પાછળ કાયદેસર રીતે વીસ વીસ લાખ જેટલી મોટી રકમ ચૂટણીમાં ખર્ચ કરીએ છીએ અને અમે તેવા સક્ષમ પણ છીએ ,  તે ઉપરાંત ચૂંટાયા પછી, અનેક સવલતો જ નહીં પણ પેંશન પણ લઈએ છીએ અને તે પણ જેટલીવાર ચૂંટાઈ આવીએ તેટલા પેંશન લઈએ છીએ. તો અમને તો શો વાંધો હોય … બાપલા…
બાબા સાહેબ આંબેડકર બિચારા ભોળા ભટાક હતા. તેમને તો એમ કે, આ નહેરુની સરકાર એટલી તો નિપૂણ હશે જ કે તે ૧૦ વર્ષમાં તો અસ્પૃષ્યતા નિવારણ કરીને અસ્પૃષ્ય ભાઈ બહેનોનું આર્થિક સ્તર સામાન્ય મનુષ્યની કક્ષામાં લાવી દેશે.
પણ મારા ભાઈ સાહેબ, આ નહેરુ તો પૂરા તિકડમબાજ નિકળ્યા. અને તેમણે તો અસ્પૃષ્યતા કાઢતા જ્ઞાતિવાદનું ઊંટ પેસાડ્યું. અને દશવર્ષને બદલે અનિયંત્રિત અને સદાકાળ પર્યંત માટે રાખ્યું.
હવે શું કરવું?
… જેવી કોઈ વાત કરે કે આરક્ષણ વિષે પુનર્વિચારની જરુર છે. તો આપણે  લુટ્યેન નેતાઓએ દલિતોને નામે  તેમની ઉપર તૂટી પડવું …  કે …. આ આર.એસ.એસ.વાળા … આ બ્ર્હ્મ રાક્ષસો … આ મનુવાદીઓને … આ આતતાયીઓને … આપણું મેડીકલ, એંજીનીઅરીંગની … શિક્ષણમાંનું આરક્ષણ, સરકારી નોકરીઓમાંનું આરક્ષણ ખૂંચે છે. અને તેઓ તેને દૂર કરવા માગે છે. હે મારા વ્હાલા પ્યારા  દલિત બંધુઓ તમે તેમના થી ચેતો. તેઓ તમને પછાત અને પછાત જ રાખવા માગે છે.
વાસ્તવમાં આ દલિતબંધુ નેતાઓ ભલે પોતે આરક્ષણ દ્વારા ભણી ગણીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરીલે પણ તેઓ પોતાને દલિત જ માને છે. અને પોતાના પુત્રો પુત્રીઓ, પ્ર-પૌત્રો પ્રપૌત્રીઓને પણ આરક્ષણનો લાભ આપવા માંગે છે. ભલેને આને લીધે તેમના જ દલિતો બંધુઓ જેમને આરક્ષણની જરુર છે તેઓ આરક્ષણના લાભથી વંચિત રહે. આ ઉચ્ચ સ્તરે પહોંચેલા તથા કથિત દલિતો એવું માને છે કે;
આપણે આવે સમયે આપણી ઉપર થયેલા અત્યાચારોની જ વાતો કરવી અને આ ઉચ્ચવર્ણો આપણને કેવી કેવી રીતે સતાવતા હતા એની વાતો જ કર્યા કરવી પછી ભલેને તે કપોળ કલ્પિત હોય અને સેંકડો વર્ષોની બનાવટી વાતો હોય. અરે આપણે પોતે દલિત ન હોઈએ તો પણ આપણે આવી ક્રુરતાની વાતો કરી ધિક્કાર ફેલાવવો.
મોદીને તો આવી રીતે જ કાઢી શકાશે. 
બાબા સાહેબ જિંદાબાદ … જય બુદ્ધ … જય  સંત રજનીશમલ … જય ધમ્મમ્ … જય સંઘમ્ … જય ભીમ … જય સહદેવ … જય નકુલ … જય એકલવ્ય … જય શંબુક … જય કર્ણ … જય રાવણ … જય હોલિકા … 
(“પણ રાવણ તો બ્રાહ્મણ હતો અને એ તો હરિયાણામાં જન્મ્યો હતો …!
ના ભાઈ ના … અમે એકવાર કહ્યુંને કે તે દલિત હતો …. એટલે સૌએ માની લેવાનું કે એ દલિત હતો.)
આ બ્રાહ્મણ અને ક્ષત્રીયોએ જેમને જેમને માર્યા તે બધા જ દલિતો હતા. બસ વાત પુરી.

(ઈતિ સિદ્ધમ્)

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »