Feeds:
Posts
Comments

Posts Tagged ‘આરસીસી’

ગુજરાતની મહાનગર પાલિકાઓની ચૂંટણી જીતવાનો રાજમાર્ગ

આ લેખ ફક્ત બીજેપીના હિતેચ્છુઓએ જ વાંચવો.

જેઓ જ્ઞાતિવાદ, કોમવાદ, જનવિભાજનવાદ, વંશવાદ, સ્વકેન્દ્રી માનસિકતા, જૈસે થે વાદ, પૂર્વગ્રહી અને દંભમાં જાણ્યે અજાણ્યે માનતા હોય તેમણે આ લેખ વાંચવો નહીં.
એવું સાંભળવામાં આવ્યું છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડ તેના મકાનોની નવસંચરના કરવા માગે છે. જો કે આ આધારભૂત સમાચાર નથી. અને ગુજરાત હાઉસીંગ બોર્ડ સરકારી હોવાથી આવા નીતિવિષયક નિર્ણયો જાહેર કરી શકશે નહીં. પણ બીજેપી એક પૂરક ઘોષણા પત્ર દ્વારા જાહેર કરી, એક ટાઉનશીપ બનાવશે એવી જાહેરાત કરી શકે.
કોઈ એક વિસ્તાર પસંદ કરી, તે વિસ્તારમાં આવેલા જુના કે અને જર્જરિત કે અને ઓછા માળવાળા મકાનોને તોડીને તે વિસ્તારને અદ્યતન અને સુવિધાજનક અને સ્માર્ટ કેવી રીતે બનાવવો તે માટેની એક આછી રુપરેખા નીચે દર્શાવેલી લીંક પર ઉપલબ્ધ છે.

નહેરુવીયન કોંગ્રેસકે તેના સાંસ્કૃતિક સાથીઓ આ કામ નહીં કરી શકે
જો બીજેપી નવસંરચના (રીડૅવેલપમેન્ટ)ની યોજના બતાવશે તો આ બાબતમાં નહેરુવીયન કોંગ્રેસ અનેક ભયસ્થાનો બતાવશે. હવનમાં હાડકા નાખવા એ તેના ૧૯૫૦થી ગળથુથીમાં મળેલ સંસ્કાર છે. જો કે નહેરુવીયન કોંગ્રેસ એમ કહેશે કે નવસંરચના કામ તો અમે પણ કરીએ છીએ આને તેથી વધુ સારી રીતે કરી શકીએ. પણ ૬૦ વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસનના દર્શન પછી તેના ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. મુંબઈ અને મહારાષ્ટ્રમાં, એનસીપી અને નહેરુવીયન કોંગ્રેસના ઠગબંધને નવસંરચનાની બાબતમાં અનેક કૌભાંડો કર્યા છે. અને ગુજરાતમાં પણ ગરીબોને (પછાત વર્ગને) મદદ કરવાને નામે જમીના ટૂકડાઓ, નબળા મકાનો આપવામાં અનેક કૌભાન્ડો કર્યા છે. નહેરુવીયન કોંગ્રેસ હમેશા જૈસે થે વાદી અને સ્વકેન્દ્રી જ રહ્યું છે. નહેરુવીયન કોંગ્રેસે સરકારી નોકરોની આદતો, માનસિકતા અને નૈતિકતા ભ્રષ્ટ કરી છે. તેને ઉજાગર કરવાનું કામ કરવું તે દરેક નાગરિક કે જે “ઈન્ડીયા ફર્સ્ટ” માં માને છે તેની ફરજ છે.

મકાનોની નવ સંરચના કરવામાં સૌથી મોટી સમસ્યાઓ મિલ્કતના કબજેદારોને તૈયાર કરવાની છે. આ કબજેદારોનું નીચે જણાવ્યા પ્રમાણે વર્ગીકરણ કરી શકાયઃ

માલિક, લોનવાળા માલિક, લોનવગરના માલિક, ભાડવાત, ગેરકાયદેસર કબજેદાર, ઝોંપડપટી વાળા કબજેદાર, લારીવાળા કબજેદાર, પાથરણાવાળા કબજેદાર, ગલ્લાવાળા કબજેદાર, પોતે જ એફ એસ આઈનો ભંગ કરેલા કબજે દાર, બિલ્ડરે એફએસઆઈનો ભંગ કરીને મિલ્કત પાધરાવી દીધી હોય તેવા કબજેદાર, કોર્ટમાં મિલ્કતનો કેસ ચાલતા હોય તેવા કબજે દાર, કૌટૂંબિક ઝગડાવાળા કબજેદાર, સામુહિક કબજેદાર, ફ્લેટમાં રહેતા કબજેદાર, ટેનામેન્ટ કે બંગલામાં રહેતા કબજેદાર અને આ બધાનું મિશ્રણ હોય તેવા કબજેદાર.
ગુજરાત હાઉસીંગ બોર્ડના વિસ્તારોની વાત છે તેમાં ઉપરોક્ત વર્ગીકરણમાંથી ઘણા વર્ગની બાદબાકી થઈ જશે. કબજાના હક્કને કેવીરીતે સ્થાનાંતર કરવા તેના સુચારુ રુપે અને માનવીય રીતે નક્કી કરી શકાય.

શાસ્ત્રીનગર વિસ્તારની નવસંચરનાઃ

શાસ્ત્રીનગરની નવસંરચના

શાસ્ત્રીનગર વિસ્તારમાં શાસ્ત્રીનગર, વિજયનગર, પ્રગતિનગર, આદર્શનગર, વિગેરે આવે છે. આ બધા મકાનો જી+૨ અને જી+૩ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમુક એપાર્ટમેન્ટ અને તેના ઉપર બે કે ત્રણ માળ અને તેમાં પણ તેટલા જ એપાર્ટમેન્ટ્સ. કેટલાક ડુપ્લેક્સ પણ છે.

એમ-૫ અને એમ-૪ એ બધા ૨-બી.એચ.કે. છે. એલ-૪ માં હોલ અને રુમ નાના છે. એલ-૫ માં ૧-બી.એચ.કે. છે.

એમ-૪ માં અનિયમિત રીતે હાઉસીંગ બોર્ડે ૧૦ ફૂટ બાંધકામ લંબાવવાની પરવાનગી આપી છે. આ બધી પરવાનગીઓ સ્થાનિક રહેવાસીઓની કાયદેસરની અરજી, એસોસીએસનની નોટીસ, ઠરાવ અને મંજુરી પત્ર વગર આપવામાં આવી છે. આ બધું અવગણવું પડશે. જે કબજેદારોએ (માલિકોએ) આ એક્સ્ટેન્શન કર્યા છે તેમને “એમ-૫ એક્સ્ટેન્શન” એ રીતે ઓળખીશું. અને તેમને એક પ્રકોષ્ઠ વધુ આપવામાં આવશે.

પહેલાં એ સમજી લેવું જોઇએ કે આ બહુમાળી મકાનો પ્રીકાસ્ટેડ(પૂર્વ નિર્મિત) ઘટકોના (કોમ્પોનન્ટ્સના) બનેલા હશે.

પ્રીકાસ્ટેડ શા માટે?

બાંધકામને અતિ ઝડપી કરવા માટે પ્રીકાસ્ટેડ ઘટકો સિવાય ઉદ્ધાર નથી,
બાંધકામમાં પૂર્વનિર્મિત બાંધકામમાં માપમાં સમાનતા લાવીને બાંધકામના ભાવ નીચે લાવી શકાય છે, આથી આપણે ઓછામાં ઓછા ૫ બાય ૫ ચોરસ મીટરના (૨૫ ચોરસમીટરના) જ ખંડ બનાવવા જોઇએ જેથી ખરીદનાર, તેનો વૈવિધ્યતા પૂર્વક પોતાની સગવડતા અનુસાર ઉપયોગ કરી શકે, તેવી જ રીતે પેસેજની પહોળાઈ ૫ મીટર રાખીએ તો મોકળાશ પણ રહે. માપને સ્ટાન્ડર્ડાઈઝ કરવાથી ઈન્વેન્ટરી કન્ટ્રોલ થાય અને તે બધી રીતે સસ્તું પડે,
પૂર્વનિર્મિત ઘટકો દ્વારા બાંધકામ અને ઘટકોમાં ગુણવત્તાની ખામી ન રહેતી નથી. ગણવત્તા ચકાસવા માટે નમૂનાઓના ચયન કરવાના નિયમો હોય છે. આ નિયમો પ્રમાણે ચકાસણી કરવાથી ગુણવત્તા જાળવી શકાય છે. આ બધું પારદર્શી રીતે (સીસી ટીવી કેમેરામાં નોંધાય તે પ્રમાણે કરવામાં આવે તો ગુણવત્તાહીનતાની સમસ્યા નષ્ટ થાય.

બધાં જ નિર્માણ કાર્ય આ રીતે પરિપૂર્ણ રીતે પારદર્શી હોવા જોઇએ એટલે સરકારી નોકરો ગેરરીતિઓ ન કરી શકે એટલે નિર્માણ થયા પછી રખરખાવનો ખર્ચો ઘણો ઓછો થઈ જાય.

બાંધકામ અને બાંધકામના ઘટકો નિશ્ચિત માપના હોવાથી બાંધકામના બીજા પૂરક કામોના ઘટકો પણ નિશ્ચિત માપના થાય છે.

સરવાળે ગુણવત્તા સાથેના નિર્માણ અતિઝડપી અને સસ્તામાં પડે છે. ૨૦૦૦ કુટૂંબને સમાવતો એક સંકુલ વીંગ ૬ મહિનામાં તૈયાર થઈ જાય.

શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘણા ભૂમિ ખંડો છે જે આમ તો બગીચા, કોમ્યુનીટી હોલ અને સ્કુલ માટે આરક્ષિત રાખેલા હતા, પણ તે બધા કાં તો ખાલી છે અથવા તો હાઉસીંગબોર્ડે ત્યાં ધંધાદારી મકાનો અને રહેણાકના મકાનો બાંધી શાસ્ત્રીનગર વિસ્તારને, કદરુપો, ભીડભાળવાળો અને ગંદો કરી દીધો છે. એક નમૂના રુપ ટાઉનશીપ બનાવવા માટે શાસ્ત્રીનગર વિસ્તાર અતિઉત્તમ છે.

આબંટન માટે નીચેના વિકલ્પો હશે.

(૧) સામાન્યઃ બાહ્ય દિવાલો અને આંતરિક દિવાલો સહિતનું, ડ્રેનેજ, ઈલેક્ટ્રિક, ગેસ પાઈપ, ટોઈલેટ-બાથરુમ, સ્ટેન્ડીંગ કીચન અને દરેક રુમમાં આર સીસીની અભરાઈઓ વાળું રહેઠાણ. તેવી જ રીતે ડ્રેનેજ, ઈલેક્ટ્રિક, જોડાણવાળું વ્યવસાઈ ખંડ.
(૨) ફિક્સ્ડ ફર્નીચર સ્ટાન્ડર્ડઃ હાઉસીંગ બોર્ડ દિવાલોને બદલે ફીક્સ્ડ ફર્નીચર રાખે. બાહ્ય દિવાલોને બદલે જાળીઓ રાખે. પેસેજ પાસેની દિવાલને વિકલ્પે જાળી રાખે કે આંશિક જાળી રાખે.
(૩) ફિક્સ્ડ ફર્નીચર મરજી મુજબઃ હાઉસીંગ બોર્ડ જ વિકલ્પ વાળું ફેરવી શકાય તેવું ફર્નીચર રાખે. હાઉસીંગ બોર્ડ ડીઝાઈન બનાવે જે પૂર્વનિર્મિત ઘટકોને કુશળ કારીગરો પાસે એસેમ્બલ કરાવીને સસ્તાભાવે ખરીદદારોને આપી શકે.
(૪) ફક્ત કોલાઓ (આરસીસી પીલર અને બીમવાળા જેમાં ખરીદનારની પોતાની ઇચ્છા પ્રમાણે આંતરિક દિવાલો કે ફીક્સ્ડ ફર્નીચર બનાવે.
પેસેજની દિવાલમાં જ જાળી અને દિવાલ વિકલ્પ રુપે છે. બાકીની બાહ્ય દિવાલો હમેશા જાળીવાળી જ રખાશે.. જાળી ઉપરાંત જો તેની અંદરની બાજુએ દિવાલ કરવી હોય તો ખરીદનાર તે કરી શકશે.
(૫) સ્થળાંતરના પૈસા તેમજ જો નાનો આવાસ લીધો હશે તો તેને તે પૈસા જે તે ખરીદ કિમત પ્રમાણે મજરે મળશે. મોટી જગ્યા લેશે તો તેજ ભાવ પ્રમાણે વધુ પૈસા આપવા પડશે.
(૬) જેઓ શાસ્ત્રીનગર વિસ્તારના હાઉસીંગ બોર્ડના વિસ્તારના હાઉસીંગબોર્ડના વિસ્તારમાં રહેતા નથી પણ નારણપુરાના એવા વિસ્તારમાં રહે છે જેનો સમાવેશ આ ટાઉનશીપમાં હાઉસીંગ બોર્ડ કરી શકે છે તેમને હાઉસીંગ બોર્ડ આબંટનના શાસ્ત્રીનગર વિસ્તારના લોકોની શરતોએ નિવાસ અને વ્યવસાઈ મિલ્કત ફાળવી શકશે.
(૭) આ સિવાય અમદાવાદની જે પણ મોટી કો ઓપરેટીવ હાઉસીંગ સોસાઈટીઓ કે જે જી+૪ કે તેથી ઓછા માળવાળી હશે અને જો તેના ઓછામાં ઓછા ૭૦ ટકા માલિકો પોતાની મિલ્કતો હાઉસીંગબોર્ડને આપવા તૈયાર થશે તેને પણ શાસ્ત્રીનગર વિસ્તારના મિલ્કતના માલિકોને લાગુપડતી શરતોએ મિલ્કત આપી શકાશે. આ પ્રમાણે હાઉસીંગબોર્ડ વધુ ને વધુ જમીન સંપાદન કરી શકશે.
(૮) ગૌશાળા યુક્ત કૃષિ સંકુલ પણ સાથે સાથે બનાવી શકાય જેથી નિવાસ-વ્યવસાય સંકુલને અનાજ અને શાકભાજી સસ્તાભાવે પૂરા પાડી શકાય.
(૯) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને પણ અમુક માળ ફાળવી શકાય, જેથી બાળકોના વાલીઓનો વાહન વ્યવહારનો ખર્ચ બચી જાય.
(૧૦) બે સ્વાવલંબી સંકુલ વચ્ચે એક કિલોમીટરનું અંતર રહેવું જોઇએ. જેથી ફાજલ પડેલી જમીન ઉપર વૃક્ષો વાવી શકાય.
વધુ જાણકારી માટે
स्वावलंबी स्मार्ट संकुल पार्ट- १
https://treenetram.wordpress.com/2015/09/23/%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B5%E0%A4%B2%E0%A4%82%E0%A4%AC%E0%A5%80-%E0%A4%B8%E0%A4%82%E0%A4%95%E0%A5%81%E0%A4%B2-%E0%A4%B0%E0%A5%81%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AC%E0%A4%A8-%E0%A4%95/
स्बावलंबी स्मार्ट संकुल पार्ट-२
https://treenetram.wordpress.com/2015/09/28/%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B5%E0%A4%BE%E0%A4%B5%E0%A4%B2%E0%A4%82%E0%A4%AC%E0%A5%80-%E0%A4%B8%E0%A4%82%E0%A4%95%E0%A5%81%E0%A4%B2-%E0%A4%8F%E0%A4%B5%E0%A4%82-%E0%A4%B8%E0%A5%8D%E0%A4%AE%E0%A4%BE/
અને બીજા લેખો વાંચો.
Hattps://www.treenetram.wordpress.com
Shirish M. Dave

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

વપરાશના મકાન વિષે ગાંધીજીના ખ્યાલોઃ

દરેક મકાનમાં હવા ઉજાસ હોવા જોઇએ,

સૂર્યનો તડકો આવવો જોઇએ,

આકાશ જોઈ શકાતું હોવું જોઇએ,

સંડાશ હોવું જોઇએ,

નાના બાળકને રમવા માટે મોકળાશ હોવી જોઇએ,

મકાનની કિમત રુપીયા ૫૦૦થી વધુ ન હોવી જોઇએ.

આપણે તેમાં ઉમેરીએ કે:

મકાનમાં ગીલેરી હોવી જોઇએ,

મકાનની એક બાજુ સુદૂર સુધી ખુલ્લી જગ્યા હોવી જોઇએ,

હવાની અવરજવર થઈ શકે તે માટે હવાને આવવા જવાનો રસ્તો હોવો જોઇએ,

મકાનના રહેવાસીઓ પોતાને કોમ્યુનીટીમાં રહે છે અને સાથે સંવાદ કરી શકે છે તેવી સગવડ હોવી જોઇએ,

શાળા નજીક હોવી જોઇએ,

દુકાનો નજીક હોવી જોઇએ

પાણીના નળ હોવા જોઇએ,

પાણીના નિકાલની સગવડ હોવી જોઇએ,

શાસન સાથે સંવાદ કરવાની અને સમસ્યાનું નિરાકરણ કરવાની સગવડ હોવી જોઇએ,

સામાજીક સુરક્ષા, વ્યક્તિગત સુરક્ષા અને આરોગ્ય સુરક્ષા હોવી જોઇએ.

રહેણાંકની ગોઠવણ

રહેણાંક કોલા ક્ર્મ ૫,૬,૭, અને ૮ની ગોઠવણને આપણે એક મોડ્યુલ ગોઠવણ કહીશું. આ ગોઠવણ અનેક પ્રકારે થઈ શકે.

રહેણાંકના કોલાઓની ગોઠવણ કઈ કઈ રીતે થઈ શકે તે નીચેના ચિત્રમાં બતાવ્યું છે.

ત્રણ અને ચાર કોલાને પણ ગ્રુપમાં લઈ શકાય.

શાસન શું આપશે?

શાસન ફક્ત દિવાલ વગરના કોલાઓ આપશે.

ધારો કે ત્રણ કોલાનું એક મંડળ લીધું છે. અને એક કુટૂંબને બે કોલા આપ્યા અને એક કુટૂંબને એક કોલો આપ્યો. આવા સંજોગામાં બે કુટૂંબની કોમન દિવાલ શાસન બનાવી આપશે.

દરેક કોલાઓ ની બહારની દિશાઓમાં લોખંડની જાળીઓ આરસીસી પીલરમાં કે ગેલેરીના આરસીસી વર્કમાં ફીટ કરીને આપવામાં આવશે. આ બહારની દિશામાં પડતી આ જાળીઓને જો તેઓ ગેલેરીમાં હશે તો તેને ચણતરથી બંધ કરી શકાશે નહીં. પણ બીમ ઉપર દિવાલ બનાવી શકાશે.

ગ્રામ્ય વિસ્તારના નવસંરચના સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો એક પ્લાન નીચે આપેલો છે.

જમીન તળ

પશુપાલકોના અને કૃષકોના ઢોર તથા તેમના રહેઠાણ દર્શાવેલા છે. કારીગરો અને માલધારીઓના રહેઠાણો સામે સામે છે. પણ કારીગરોના રહેઠાણો પેસેજમાં ખુલે છે. માલધારીના મકાનો બહારની તરફ ખુલે છે.

દુકાનોની પાછળના ભાગમાં વાહન પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દુકાનોની અંદર પ્રવેશ ફક્ત પેસેજમાંથી જ જઈ શકાશે.

જો આ વિસ્તાર શહેરી વિસ્તાર હશે તો વાહન પાર્કીંગની વ્યવસ્થા ભોંય તળીયામાં હશે.

ઉપર ૧૫ફૂટ બાય ૧૫ ફૂટના બે કોલા છે. એક એક કોલો બે ગરીબ કુટૂંબને ફાળવેલો છે. દરેક કોલા સાથે બે ગેલેરી છે. આ ગેલેરીને લોખંડની જાળીઓ ૩ફૂટની પડદી કરી લગાવવામાં આવી છે.

એક જ માળ ઉપર આવેલા અને એક જ હરોળમાં રહેલા કોલાઓના અલગ અલગ રીતે ગ્રુપ બનાવી શકાશે.

(૧) બે કોલાનું એક ગ્રુપ. બે કે એક કુટૂંબને આપી શકાશે

(૨) બે કોલાનું એક ગ્રુપ પણ બની શકે. ચારે બાજુથી ખુલ્લું આ વ્યવસ્થા જો જમીન વધુ હશે તો આમ થઈ શકશે.

(૩) ચાર કોલાનું એક ગ્રુપ. બે કે એક કુટૂંબને આપી શકાશે.

(૪) ઉપર નીચેના કોલાઓ પણ એક કુટૂંબની ઈચ્છા હોય તો આપી શકાશે.

 મોડ્યુલ અને રચના

પક્ષીઓનો ઉપદ્રવ અને ગંદકી ટાળવા દરેક કોલાની બહારની ખુલ્લી બાજુએ લોખંડની જાળીઓ લગાવવામાં આવશે.

કોલાઓની રચના કેવી હશે?

માળની સંખ્યાને અનુરુપ પીલરોનું કદ નક્કી થશે.

બીમ બધા પ્રીકાસ્ટ કરવા હશે તો તેને કરી શકાશે.

સ્લેબ માટે સ્લેબના નાના નાના એલીમેન્ટ હશે તેને ગોઠવીને સ્લેબ તૈયાર કરવામાં આવશે.

આર સીસી વર્ક

પીલર અને બીમ નું આરસીસીઃ

આ પ્રમાણે પીલર અને બીમ ના પ્રીકાસ્ટેડ (કારખાનામાં તૈયાર કરેલા) ટૂકડાઓને જગ્યા ઉપર જોડવામાં આવશે અને આરસીસીનું બહુમાળી માળખું તૈયાર થશે. સ્લેબના એકમો પેસેજમાટે ગોઠવી દેવામાં આવશે. સ્લેબના એકમોને સીમેન્ટથી ચોંટાડવામાં આવશે અથવા ચૂનાથી ચોંટાડવામાં આવશે.

પત્થરોના પીલર અને બીમ.

જ્યાં મજબુત પત્થરો ઉપલબ્ધ છે ત્યાં પત્થરોનો ઉપયોગ પીલર અને બીમ અને બીમના એલીમેન્ટ (એકમ) બનાવવામાં થઈ શકશે. આમાં આવતી તકનીકી (ટેક્નીકલ) સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. પત્થરો ના પીલરો સહેલાઈથી બની શકે. પણ પત્થરોના પ્રીકાસ્ટેડ બીમ બનાવવા માટે તેને યોગ્ય આકારમાં એકબીજામાં ફસાવી શકાય અને આ જોડાણ તેમાં લગાવેલા બાઈન્ડીંગ મટીરીયલ (જોડાણ મજબુત રહે તે માટેનું રસાયણ) તથા ધાતુની સ્લીવ (બાંય) કે ધાતુની પટ્ટીઓ થી મજબુતાઈથી બાંધીને કરી શકાય છે.

જો કે દશેક માળ સુધીનું જ સંકુલ હોય તો પત્થર ગૂનાના પીલરો કરી શકાય. તેનું કદ મોટું રાખવું પડે. બે પીલર વચ્ચેના બ્લોકની ડીઝાઈન બદલવી પડે.

નવ સંરચના

શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવ સંરચના (રીડેવેલપમેન્ટ), કરતી વખતે જેઓ બેકાર છે અને ઘરવગરના છે કે ભીખારી છે તેમને સુવાની સગવડ આપી શકાય.

જો પ્રીકાસ્ટેડ બીમ, પીલર અને સ્લેબના એકમો કારખાનામાં તૈયાર કરવામાં આવે તો એક કોલો એક કુટૂંબને આપવામાં આવે તો તેનો ખર્ચ ત્રણ કોલા જેટલો આવે. કારણ કે આપણે અમુક જગ્યા ખુલ્લી છોડીએ છીએ અને પેસેજ પણ આપીએ છીએ.

એટલે કે ૭૫ ચોરસ મીટરના બાંધકામ જેટલો ખર્ચ થાય. એક ચોરસ મીટરનો ખર્ચ ૫૦૦૦ રુપીયા થાય તો ૭૫ ચોરસમીટરનો ખર્ચ ૭૫ ગુણ્યા ૫૦૦૦ થાય. એટલે કે ૩૭૫૦૦૦ (ત્રણ લાખ પંચોતેર હજાર રુપીયા) થાય. ગાંધીજીએ જે સમયે રુપીયા ૫૦૦ ની લીમીટ રાખેલી ત્યારે સોનાનો ભાવ ૩ રુપીયે ગ્રામ હતો. આ પ્રમાણે ગણો તો ૫૦૦ રુપીયામાં તે વખતે ઓછામાં ઓછું ૧૬૫ગ્રામ સોનુ આવતું હતું.

આજે સોનાનો ભાવ ૩૦૦૦ રુપીયે ગ્રામ છે. એટલે ૧૬૫ ગ્રામ સોનું ૪૯૫૦૦૦ (ચારલાખ પંચાણું હજાર) રુપીયામાં આવે. આ પ્રમાણે ઘર ગાંધીજીએ બાંધેલી સીમામાં રહેણાંકનું મકાન તૈયાર થઈ શકે છે.

ગ્રામ્ય અને શહેરી વસ્તીઓમાં જ્યાં જમીનનો વ્યય થયેલો છે ત્યાં આ નવ સંરચના અમલમાં મુકવાથી ઘણી જ જમીન ફાજલ પડશે,

ફાજલ પડેલી જમીન ઉપર નવી સંરચનાઓના સંકુલ અમલમાં મુકી શકાશે.

બાગ બગીચાઓ થઈ શકશે.

વાહનવ્યવહારનું રસ્તાઓ ઉપર દબાણ ઓછું કરી શકાશે.

શાળા નજીક થઈ શકશે,

સંકુલના શાસકીય વહીવટનું કાર્યાલય સંકુલમાં જ રાખવાથી જનતાને સરળતા રહેશે,

મિલ્કતને લગતા કોર્ટના કેસો નાબુદ થશે,

ગેરકાયદેસર બાંધકામ ના બનાવો નષ્ટ થશે,

સંકુલના રહેણાંકમાં પ્રવેશ સુરક્ષા ચકાસણી થયા પછી જ થતી હોવાથી અને દરેકની નોંધણી થયેલી હોવાથી ગેરકાયદેસર પ્રવેશ અશક્ય છે.

સંકુલમાં મતદાર મંડળ હશે,

સભાખંડ હશે.

દરેક કાર્યવાહીઓ ની વીડીયો ક્લીપ બનશે.

દરેક પ્રસ્તાવની નોંધ રહેશે,

દરેક જગ્યાએ સીસી કેમેરા રાખવાથી અરાજકતા દૂર થશે, ગુનાઓ લગભગ નાબુદ થશે

જનતાની સુરક્ષા વધશે,

પેસેજની સામસામે સૌના નિવાસસ્થાનો આવેલા હોવાથી સહજીવન (કોમ્યુનીટી) નો આનંદ વધશે. એકલતા દૂર થશે,

સામૂહિક આનંદ પ્રમોદના સાધનો વધારી શકાશે.

સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાથી અને તાત્કાલિક રીતે આપી શકાશે,

દરેક નિવાસ્થાનને સૂર્યનો તડકો અને હવા ઉજાશ મળવાથી, જનતાની તંદુરસ્તી સુધરશે,

પાણીના વપરાશના નિકાલની સગવડ હોવાથી નિષ્કાસિત પાણીનું શુદ્ધિકરણ કરવાની વ્યવસ્થા સંકુલમાં જ કરવામાં આવ્શે.

સંકુલના પીલરો ઉપર અને અગાશી ઉપર સોલર-પેનલ રાખવામાં આવશે.

જો શક્ય હશે તો પવનચક્કીઓ પણ બે કોલાઓ ના એકમોની વચ્ચે રાખેલી જગ્યામાં બીમ ઉપર ફીટ કરવામાં આવશે.

આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ લીફ્ટ ચલાવવા અને રાત્રે પ્રકાશ માટે કરવામાં આવશે.

કશું મફત મળશે નહીં.

શાસન જેઓ ઘરવગરના હશે તેમને ભાડે રહેઠાણ આપશે. અથવા ભાડા-ખરીદ પદ્ધતિના ધોરણે માલિકીના હક્ક આપશે.

જે વ્યક્તિઓ કે કુટૂંબો નિશ્ચિત સમય મર્યાદામાં હપ્તાઓ કે ભાડું ભરી નહીં શકે તેઓને દંડ ભરવો પડશે અને આ દંડ કે બીજો કોઈ પણ દંડ પહેલાં વસુલ કરવામાં આવશે. દરેક સંકુલમાં એક બેંક હશે. અને તેમાં દરેક વ્યક્તિના ખાતા હશે. દરેક વસુલાતો તે ખાતામાંથી થશે. જોકે આ માટેના નિયમો શાસન નિશ્ચિત કરશે.

જેમને હાલ તુર્ત કશું કામ આપી શકાય તેમ નથી, તેમને અંબર ચરખો કાંતવાનું કામ આપી શકાશે અને તેમાંથી રહેવાના કે સુવાના ભાડાના પૈસા વસુલ કરવામાં આવશે. જો કે પાંચ ત્રાકનો અંબર ચરખો આઠ કાંતવાથી એક વ્યક્તિને તો પૂરતી રોજી મળી શકે છે.

દરેક શાસન કર્મી એ નિશ્ચિત વસ્ત્રો અને તે પણ ખાદીના જ વસ્ત્રો પહેરવા પડશે.

આ પ્રમાણે કોઈ કામવગરનું રહેશે નહીં.

દરેક સંકુલનો તમામ વહીવટ, શાસનો વહીવટી (એડમીનીસ્ટ્રેટીવ) અધિકારી કરશે.

શિરીષ મોહનલાલ દવે,

ટેગ્ઝઃ નવ્ય સર્વોદયવાદ, મોદીના સ્વપ્નનું ગામ, સંકુલ, મકાન, કોલો, રહેણાંક, શાસન, નવસંરચના, કૃષક, કારીગર, ગ્રામ્ય, પીલર, બીમ, એલીમેન્ટ, સ્લેબ, આરસીસી, પ્રીકાસ્ટ, એડમીનીસ્ટ્રેટીવ, અધિકારી, સીસી કેમેરા, વીડીયો, ઉર્જા, સોલર પેનલ

 

 

 

Read Full Post »