Feeds:
Posts
Comments

Posts Tagged ‘અધિકારી’

સરકારી નોકરો કામ કેવીરીતે કરે છે?

beaurocrat 02

we have to employ some worker

સરકારી નોકરોના દરજ્જા

(૧) શ્રમિકઃ શારીરિક શ્રમ કરનાર

(૨) કારકુન અને તેમની ઉપર સુપરવીઝન કરનાર હેડ કારકુન

(૩) કનિષ્ઠ અધિકારી (ઇન્સેક્ટર સુપરવાઈઝર), આ ભાઈ-બહેનો સીધી ભરતીવાળા અથવા ખાતાની પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈને આ હોદ્દા ઉપર આવ્યા હોય છે.

(૪) અધિકારી

(૫) વરીષ્ઠ અધિકારી,

(૬) અતિ વરીષ્ઠ અધિકારી

(૭) વિભાગીય ઉત્તરદાયી અધિકારી

ચાર નંબર અને ચાર અને ચારથી ઉપરના રાજપત્રિત (ગેઝેટેડ) અધિકારી કહેવાય છે. તેઓ જે કંઇ કહે તે સાચું માનવામાં આવે છે. તેઓ જો ખોટૂં બોલે છે એવું સાબિત થાય તો તેમને કડક સજા એટલે કે પાણીચુ આપવાની સજા થઈ શકે છે. આઈ એ એસ અધિકારીનું હંગામી પોસ્ટીંગ આ હોદ્દા ઉપર થાય. જો કે તેઓની પોસ્ટ વગદાર હોવાથી તેઓ આવે ત્યારથી જ સગવડો ભોગવવાને પ્રાથમિકતા આપે છે .  

સરકારી કર્મચારીઓનો સર્વસામાન્ય ગુણઃ

એટલે કે તેમના સર્વ સામાન્ય ઉચ્ચારણો, ભલે પછી તે કર્મચારી કોઈ પણ હોદ્દા પર હોય…

(૧) મારું સેક્સન બહુ ઇમ્પોર્ટન્ટ સેક્સન છે.

(૨) મારે બહુ કામ છે એટલે કે મારો વર્કલોડ બહુ છે. મારી પાસે સમય નથી,

(૩) એ કામ મારું નથી,

(૪) એ તો બહુ જુનો કેસ છે. મારે જોવું પડશે.

(૫) ફાઈલ જડતી નથી

૯૯ ટકા કર્મચારીઓ, નંબર (૨) થી શરુ કરીને નંબર (૭) સુધીના અધિકારીઓ આવું માને છે અને કહેતા રહેતા પણ હોય છે.

નંબર (૧) વાળા જેમાં પટાવાળાનો સમાવેષ થાય છે તેઓ પણ જો તમને બીજો પટાવાળો ગેરહાજર હોય તો અને ક્યારેક ન હોય તો પણ આવું જ કહેતા હોયછે.

એક વાત છે કે જો તેઓ ક્લાર્ક થવા માટેની લઘુતમ લાયકાત ધરાવતા હોય તો આ લોકો પણ ખાતાની પરીક્ષા આપી ક્લાર્કની પોસ્ટ ઉપર આવી શકે છે.

સફાઈવાળાને સામાન્ય રીતે હંગામી (રોજમદાર) તરીકે રાખતા હોય છે તેથી તેઓ ચૂપચાપ કામ કરે છે. જો કે આમાં મોટા ભાગે તેમની વર્કમેનશીપ બરાબર હોતી નથી. પણ મોટે ભાગે તે ચલાવી લેવામાં આવે છે.  ખાસ કરીને સ્કેવેન્જર (સંડાસ સાફ કરવા વાળા) કે અકુશળ કર્મચારીઓ આમાં આવે છે. પણ તેઓ તેમના ઉપરીની માનસિકતા ઉપર આધાર રાખે છે. આમ તો જો કે દરેક કર્મચારીની કુશળતા તેના ઉપરી ઉપર નિર્ભર હોય છે પણ આ સ્થિતિ બધે સરખી હોતી નથી.

 જો કે હવે કોન્ટ્રાક્ટ નો જમાનો આવ્યો છે તેની ચર્ચા પણ કરીશું. એટલે હવે આ બધા અનસ્કીલ્ડ કર્મચારીઓ હવે કોન્ટ્રાક્ટરના હાથ નીચે આવે છે તેથી સાહેબોને રાહત અને ફાયદાઓ થયા છે. જો તમારે કઈ ઓફીસ કેવી ચાલે છે તે જોવું હોય તો તે ઓફીસના સંડાશ અને પેશાબ ખાના જોઇ લેવા. કેટલીક જગ્યાએ સાહેબો પોતાના પેશાબ અને મળ કર્મચારીઓના પેશાબ અને મળ સાથે ન ભળી જાય તે માટે પોતાનું અલગ સંડાસ રાખે છે. જો કે આ તો એક મજાક છે પણ તેમનો હેતુ એવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે કે તેમનો સમય બચે.

 beaurocrat 0૩

(૨) ટપાલઃ સ્ફલિત અને અસ્ફલિત સ્પર્મઃ

જેમ અફલિત અંડમાં સ્પર્મ જાય અને સજીવ તૈયાર થાય, તેમ સરકારી ઓફીસમાં ટપાલ એટલે કે પત્ર આવે એટલે મેટર/કેસ ફાઈલની શરુઆત થાય છે. જેમ સ્પર્મ ની સંખ્યા એક થી અગણિત હોય તેમાંથી જે સદ્ભાગી હોય તેનું જ ફલીકરણ થાય. કયા સ્પર્મનો ઉપયોગ ગર્ભ ધાન માટે કરવો તે શક્યતાના સિદ્ધાંત ઉપર આધારિત છે.

 પણ સરકારી ઓફીસમાં સાવ આવું હોતું નથી. અહીં કઈ ટપાલને આગળ ધપાવવા માટે પસંદ કરવી તે અધિકારી દ્વારા નક્કી થાય.

ચાર જાતની ટપાલો આવે છે.

ફલિત કેસને આગળ ધપાવનારી ટપાલ, જેની ફાઈલ બની ગઈ હોય છે, અને આ ટપાલ, તે ફાઈલનો વિકાસ કરે છે,

બીન સરકારી સ્રોત તરફતી આવી હોય છે તે અથવા બીજા ખાતા તરફથી આવેલી ટપાલ,

બીન સરકારી સ્રોત તરફતી આવેલી નવા કેસ માટેની ટપાલ,

ઉપરના દરજ્જેથી આવેલી નવા કેસ માટેની ટપાલ અને ઉપરના દરજ્જેથી આવેલી જુના કેસની ટપાલ.

ઓફિસના હેડ સાહેબની હાજરીમાં બધી ટપાલોના પરબીડીયા (કવર) ખોલી, ટપાલને પરબીડીયા સાથે સ્ટીચ કરી ફોલ્ડરમાં મુકી સૌ પ્રથમ ટપાલ ઉપર જે તે ઓફિસનો ગોળાકાર રબરસ્ટેમ્પ મારવામાં આવે છે. બધી ટપાલોને એક રજીસ્ટરમાં અનુક્રમ આપી નોંધવામાં આવે છે. એક ફોલ્ડર ફાઈલમાં આ બધી જ ટપાલ રજીસ્ટર સાથે જે તે ઓફીસના હેડ સમક્ષ મુકવામાં આવે છે. ક્યાંક સાહેબ બધી જ ટપાલો, રજીસ્ટર થાય તે પહેલાં સહુ પ્રથમ પોતાની પાસે મુકવામાં આવે તેવો આગ્રહ રાખે છે. તે હેતુ ઉમદા હોઈ શકે અથવા તે હેતુ ઉમદા ન પણ હોઈ શકે. ઉમદા હેતુ એ માટે કે સાહેબ બહુ મહત્વ ધરાવતી ટપાલ પોતાની પાસે રાખી શકે અથવા તાત્કાલિક ઉત્તર આપી શકે. અથવા તો તેને ફાડીને કચરા ટોપલીમાં ફેંકી શકે. જો કે આવું બહુ ઓછું બનતું હોય છે.

સાહેબ તે દરેક ટપાલ ઉપર જે તે હેડ ક્લાર્કને/અધિકારીને સૂચિત/માર્ક કરે છે. ક્લાર્ક તે પ્રમાણે દરેક અંકિત થયેલી ટપાલને તેની કોલમમાં સાહેબ/હેડક્લાર્ક નું નામ લખી તેને જે તે પધરાવે છે અને દરેકની સામે તેની સહી લે છે.

ફાઈલનો જન્મ અથવા વિકસતી ફાઈલ

હેડક્લાર્ક દરેક ક્લાર્કને તેની ડાયરી સાથે બોલાવી તેમાં રજીસ્ટર કરાવે છે. જનરલ રજીસ્ટર હેડક્લાર્ક પાસે રહેતું હોય છે. ક્લાર્ક પાસે પોતાની ડાયરી રહેતી હોય છે.

જે તે ટપાલ તેની ફાઈલમાં જાય છે. દરેક ફાઈલના બે હિસ્સા હોય છે. ડાબી બાજુ નોટ-શીટ જમણી બાજુ ટપાલ ફાઈલીંગ.

ક્લાર્ક જો કેસ નવો હોય તો હેડક્લાર્કની સૂચના પ્રમાણે નવી ફાઈલ ખોલે છે અને તેને ઓફીસની સીસ્ટમ પ્રમાણે નામ અને નંબર આપે છે. ફાઈલ રજીસ્ટરમાં તેના નામ અને નંબરની નોંધણી થાય છે. ફાઈલ રજીસ્ટર હેડક્લાર્ક પાસે રહે છે.

ટપાલને નોટ-શીટમાં નોંધ્યા પછી જો તેને અગાઉની કોઈ ટપાલ સાથે સંબંધ હોય તો નોટ-શીટની નોંધમાં તે દર્શાવવામાં આવે છે. તે માટે તે સંદર્ભ ફાઈલનું નામ, અને સંદર્ભ ફાઈલમાં તે કાગળનો ફાઈલમાંનો ક્રમ નંબર લખવામાં આવે છે. જો તે ફાઈલ એક અલગ ફાઈલ હોય તો તેને પ્રસ્તુત કરતી વખતે સાથે જોડવામાં આવે છે. હાલ જે ટપાલ ફાઈલમાં જોડી તેનના ફાઈલમાં રહેલા જે તે સંદર્ભો પણ ટપાલ ઉપર લખવામાં આવે છે. આ બધું સ્પષ્ટ રીતે નોટ શીટમાં લખવામાં આવે છે. આ બધું કામ ક્લાર્ક કરે છે. તેમાં તે હેડક્લાર્કના સલાહ સૂચન લે છે. દરેક સંદર્ભ કાગળને ફ્લેગ કરવામાં આવે છે અને ફ્લેગ ઉપર તેનો ફાઈલમાં રહેલો તેનો ક્રમનંબર લખવામાં આવે છે.

આવું બધું કરીને હેડક્લાર્ક પાસે મુકવામાં આવે છે. જો ક્લાર્કભાઈ હોંશિયાર હોય તો તેઓશ્રી ટપાલનો ઉત્તર પણ પૂર્વલેખ (ડ્રાફ્ટ) પણ મુકે છે. જો આવું ન હોય તો હેડક્લાર્ક સાહેબના કહેવા પ્રમાણે ડ્રાફ્ટ મુકે છે. જો કોઈ કાયદો, પ્રણાલી કે સર્ક્યુલર નો સંદર્ભ આપવાનો હોય તો તે બુક કે ફાઈલ પણ સાથે જોડે છે. આ બધું નોટશીટમાં લખવામાં આવે છે. જ્યારે ફાઈલ કે ફાઈલનો સમૂહ સાહેબ પાસે મુકવામાં આવે ત્યારે સાહેબ તે બધું જુએ છે. વધુ માહિતિ જોઇએ તો તેઓશ્રી નોટ-શીટમાં સ્પષ્ટ રીતે લખે છે. જો બીજા સાહેબની રીમાર્કની જરુર હોય તો તેમને માર્ક કરે છે. અથવા તેમને કાગળ લખવાની સૂચના આપે છે. આ પ્રમાણે કેસ આગળ ચાલે છે. અને ફાઈલ અને કેસ આગળ ચાલે છે. ઘણી વખત જો કેસ નાનો હોય તો એક સરખા અથવા મળતા/ભળતા કેસોની ફાઈલ સમાન રાખવામાં આવે છે.

બધા જ કેસો આવી રીતે આગળ વધે છે. જે સાહેબો નાના હોય કે મોટા કેસ તાત્કાલીક પૂરો કરવાનો હોય તેવી ફાઈલો લઈને મોટા સાહેબ કે બીજા સાહેબો પાસે જાય છે. પણ જો બીજા સાહેબની ઓફીસ દૂર હોય કે બીજા ગામમાં હોય તો કાગળ લખી તેમનો રીપોર્ટ-જવાબ મંગાવવામાં આવે છે. હવે આવાં જ કામ ઓનલાઈન દ્વારા થતાં હશે.

પણ ઓન લાઈન કરવામાં ઓફીસ ઓટોમેશન નો પ્રોગ્રામ જોઇએ.

ખાટલે ખોડ ક્યાં છે?

ઉપર લખેલી પ્રણાલી વિષે વધુ ઘણું વિવરણ થઈ શકે. આ એક ફુલપ્રુફ પ્રણાલી ગણી શકાય. પણ આ પ્રમાણે ન વર્તવામાં આવે તો?

અને એમ જ થાય છે.

ઘણી ટપાલો ક્યાંય નોંધાય નહીં. કવરો સચવાય નહીં. ટપાલ ઉપર તારીખ લખાય નહીં. ક્યારેક ટપાલ સીધી સાહેબ પાસે આવે અને ક્યારેક ન પણ આવે. ટપાલ આવે તો એક્નોલેજમેન્ટ ઉપર સહી ન થાય. પ્રેષકને જવાબ જ ન અપાય. મોટે ભાગે બધું બભમમાં જાય. ઉપલા અધિકારી પાસેથી આવતી ટપાલનો જ આદર થાય. અને તે પણ જો ઉપલા અધિકારીએ સાદી રીતે મોકલી આપી હોય તો તેના ઉપર જવાબી કાર્યવાહી થાય અને ન પણ થાય. અને તે પણ સાહેબ સાથે જ પણ એવું થાય. સાહેબને ઉઠા પણ ભણાવાય. અને સાહેબ પણ તેને ગંભીરતાથી ન લે, કારણ કે સાહેબ પણ તેમના ઉપરી સાહેબની સાથે અમુક કિસાઓમાં આવું જ કરતા હોય છે. સાહેબનો રીમાઈન્ડર આવે તો વળી તેને થોડો ગંભીરતાથી લેવામાં આવે અને કાર્યવાહીની શરુઆત થાય.

beaurocrat

એટલે ટૂંકમાં ક્લાર્કભાઈ ડાયરી રાખે નહીં. હેડક્ર્લાર્ક ભાઈ કશો સંદર્ભ આપે નહીં. સાહેબ ઉપર દબાણ હોય તો તે જાતે બધું શોધે અથવા તો ક્લાર્ક હૅડક્લાર્કને સંદર્ભ શોધવાનું કહે અને તે શોધે પણ ખરા.

સરકારી કર્મચારીઓને અઘરું કામ કરવું ન ગમે.

સાહેબ સહિતના બધા જ કર્મચારીઓને અઘરું કામ કરવું ન ગમે.

નિમ્ન લિખિત કામો અઘરા ગણાય

કાયદો વાંચવો,

જનતાના પ્રશ્નોના ઉત્તર આપવા.

કોન્ટ્રાક્ટરને કામને રેકોર્ડ ઉપર લાવવું, અને એ બાબતમાં લખવું કે સ્મૃતિપત્ર લખવો,

બીજા ખાતાને સમસ્યા વિષે ધ્યાન દોરતો અને નિવારણ માટે પત્ર લખવો,

બીજા ખાતાને વધુ વિગત માટે સ્મૃતિપત્ર લખવો,

કોઈ સમસ્યાના ઉકેલ માટે પાછળ પડી જવું,

હાથ નીચેના કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી,

હાથ નીચેના કર્મચારી ઉપર આરોપનામુ તૈયાર કરવું

કર્મચારી જવાબ આપે તો તેની ઉપર હુકમનામુ તૈયાર કરવું

બીજા ખાતા ઉપર કે ઉપરી સાહેબ સાથે સંવાદ કરી પ્રશ્નનો ઉકેલ લાવવો

જુના કેસને ઉખેળવો અને આગળ ધપાવવો

ટૂંકમાં સરકારી કર્મચારીઓને કાગળ ઉપર લેવું એટલે કે રેકોર્ડ ઉપર લેવું ન ગમે. ધારો કે લેવું પડે તેમ હોય તો તેઓ એવું અસ્પષ્ટ લખે કે જેથી તેઓ નહેરુવીયન કોંગ્રેસી નેતાઓની જેમ ભળતા અર્થ ઘટનો કરી શકે.

સરકારી જવાબો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ ન કરે

હવે ધારોકે તમે તેમને ફરીયાદ કરી. અને તેમને ઉત્તર આપ્યા વગર છૂટકો નથી. તો તેઓ લખશે કે તમારી ફરીયાદ લક્ષ્યમાં લેવામાં આવી છે અને “તમને સંબંધિત ખાતા તરફથી ઉત્તર પાઠવવામાં આવશે.” સહી. અધિકૃત અધિકારી.

ઉત્તર ન આવવાને કારણે તમે તે જ અધિકારીને લખો તો તમને બીજા કોઈ અધિકારી તરફથી ઉત્તર મળશે કે “તમારે ઓફિસ રેકોર્ડ પ્રમાણે ₹ એક્સવાયઝેડ ભરવાના થાય છે” સહી સક્ષમ અધિકારી.

સંબંધિત ખાતાનું નામ અધ્યાહાર. તમારી અરજી ક્યારે મોકલી તે પણ અધ્યાહાર, કોણે સહી કરી તે નામ પણ અધ્યાહાર. જે ઓફીસે જવાબ આપ્યો તે અધિકારીનું નામ પણ અધ્યાહાર, તેના હોદ્દાનું નામ પણ અધ્યાહાર, ક્યો રેકર્ડ તપાસ્યો તે પણ અધ્યાહાર, કઈ તારીખ થી કઈ તારીખ સુધીનો રેકર્ડ તપાસ્યો તે પણ અધ્યાહાર ….

હવે ધારોકે તમે પર્સનલ ગ્રીવન્સીસ સેલને કોઈ ફરીયાદ કરી હોય તો જે તે ખાતું કઈ પણ ઉત્તર આપે તેની કોપી તે ખાતું પર્સનગ્રીવન્સીસ સેલને પણ મોકલી આપે. ને આ ખાતું તે જવાબને વાંચ્યા વગર જ તમને લખી નાખે કે તમારી ફરીયાદનો ઉકેલ આવી ગયો છે. પછી તમને એક લીંક પણ આપે કે “તમને આ ઉત્તરથી સંતોષ થયો કે નહીં? જો તમે ના લખો તો પણ તે તમારી વધુ સંવાદ કરે નહીં કે આગળ કાર્યવાહી નહીં કરે.

સરકાર કોર્ટમાં પોતાના કેસ હારી શા માટે જાય છે?

ધારો કે કોઈ અધિકારીએ પરચુરણ આઈટૅમની ખરીદીનું ટેન્ડર બહાર પાડ્યું. તો તેમાં વસ્તુનું સુનિશ્ચિત નામ વિવરણ લખે. તેનું બંધારણ ન લખે.  ધારો કે નમૂના મંગાવ્યા હોય તો પાર્ટીએ નમૂનાને  “ફલાણી પાર્ટીએ ફલાણો નમૂનો આપ્યો છે તેની ઓળખ માટે અને સિદ્ધ કરવા માટે સાબિતી ન રાખે. જો સાહેબનો સાહેબ ભળેલો હોય તો સબસ્ટાન્ડર્ડ માલ ચાલે એવો છે કે કેમ તેનો રીપોર્ટ ફીલ્ડ ટ્રાયલમાટે મોકલી આપે.  પાર્ટી સાહેબના સાહેબ સાથે કે તેના સાહેબના સાહેબના સાહેબ સાથે ભળેલી હોય તો તે ધરાર માલ પાછો ન લે. અને કેસ લવાદીમાં નાખે. લવાદી તો સાહેબના સાહેબના સાહેબ જ હોય એટલે તે કેસમાં રહેલી ક્ષતિઓ શોધીને માલ પાસ કરાવી દે.

કોર્ટમાં પણ આમ જ થાય. કારણ કે સરકારમાં તો જ્યાં હાથ નાખો ત્યાં પોલં પોલ હોય.

એક કોમ્પ્યુટર પ્રોગ્રામ નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. જનરલ મેનેજર સાહેબને જ ખબર ન હોય કે તેમના ખાતાને શું સગવડ જોઇએ છે. જે પાર્ટીઓ ટેન્ડર ભરવાની છે તેમાંની જ કોઈ પાર્ટી કે જેનું ટેન્ડર પાસ કરવાની ગોઠવણ આગાઉથી થઈ ગઈ છે તેને જ કહેવામાં આવે કે તેજ “સ્કોપ ઑફ વર્ક” બનાવે. અને પછી ટેન્ડર ચીલા ચાલુ રીતે પાસ થઈ જાય. દા.ત. કોમર્સીયલ સેક્સનને કોમ્પ્યુટરાઈઝ કરવો છે. તો હવે એવું થાય કે એક ફોર્મ બનાવવામાં આવે. એ ફોર્મની વિગતો ભરવામાં આવે એટલે કોમર્સીયલ સેક્સનનું કોમ્પ્યુટરાઈઝેશન થઈ ગયું એમ ગણાવાનું.

જે ખાતાને ફીલ્ડમાં કામ કરવાનું છે તેમની પાસે સ્ટેટમેન્ટો મગાવવામાં આવે. જો ફોર્મના ફિલ્ડના એકમેક સાથેના સંબંધો કોમ્પ્યુટરાઈઝેશનમાં સ્થાપિત કરવામાં આવ્યા હોય તો સ્ટેટમેંટ ઓટોમેટિક જ સાહેબના સાહેબના સાહેબને જ્યારે જોઇએ ત્યારે મળી શકે. પણ સાહેબના સાહેબના સાહેબ જેનું નામ, તેમને તો સ્ટૅટમેન્ટ ભૌતિક રીતે જોઇએ. તેઓશ્રી પોતાના ટેબલ ઉપર શોભાબેન માટે કોમ્પ્યુટર રાખે ખરા પણ એને એક ફર્નીચર આઈટેમ તરીકે જ રાખે.

આનાથી પણ ઘણી વિચિત્ર અને હાસ્યાસ્પદ વાતો સાહેબ, સાહેબના સાહેબ અને સાહેબના સાહેબના સાહેબ વિષે હોઈ શકે છે.

જો કે આ વાત તો જુની છે. કદાચ હવે આવું ન પણ હોય. પણ તમે બેંકમાં જાઓ, પોસ્ટ ઓફિસમાં જાઓ કે સરકારી ટેલીફોન ખાતામાં જાઓ, રેલ્વે ઓફીસમાં માં જાઓ, ક્યાંક કયાંક તો આવું જોવા મળશે જ.

તો સરકારી ઓફિસમાંથી આપણે કામ કેવીરીતે કઢાવવું?

તમને કદાચ ખબર નહીં હોય પણ આ સમસ્યા જનતાની જ નથી પણ એકબીજા વચ્ચેની કામગીરીમાં  સરકારી ઓફિસના ખાતાઓની પણ છે.

એક સરકારી ઓફીસને તેની કોર્પોરેટ ઓફીસમાંથી અમુક કામ કઢાવવું છે. કોર્પોરેટ ઓફીસના સામાન્ય કર્મચારીઓ પણ પોતાને નીચેની ઓફિસોના સાહેબ માને. નિમ્ન કક્ષાના ઓફિસરોને તે ગાંઠે જ નહીં. નીચેની ઓફિસના મધ્યમ કક્ષાના ઓફિસરોને ઉઠાં ભણાવે કે તેવો પ્રયત્ન કરે. પણ આ મધ્યમ કક્ષાના ઓફિસર ઉપર ઓફીસની કાર્ય કુશળતા અવલંબતી હોય છે. મધ્યમકક્ષાના ઓફીસરનો ઉપરી  ઓફિસરનો ઉપરી ઓફીસર જો આવા કેસો હાથમાં લે તો કદાચ કામ થાય પણ ખરું પણ તો તો તે ઉંચો જ ન આવે. કારણ કે તે તો તેના નીચેના અધિકારી ઉપર જ ડીપેન્ડન્ટ હોય છે. તેને તો કેસની ખબર પણ ન હોય અને તે જો વાત કરે તો તો તે કંઈક ઉંધું જ મારે. તો હવે કરવું શું?

દરેક ઓફીસમાં એક ઉપયોગી માણસ હોય છે. તે ક્લાર્ક પણ હોઈ શકે કે કનીષ્ઠ ઓફીસર હોઈ શકે, કે તે મધ્યમ કક્ષાનો ઓફીસર પણ હોઈ શકે. તે બંદોબસ્ત (પોલીસવાળાના અર્થમાં બંદોબસ્ત નહીં) કરવા વાળો હોઈ શકે, કે તે મદદ કરવાની વૃત્તિ વાળો હોઈ શકે, કે તે યુનીયન લીડર પણ હોઈ શકે, કે તે મહેનતુ પણ હોઈ શકે, કે તે વહીવટ કરવા વાળો પણ હોઈ શકે. તમારે તેને શોધી કાઢવાનો હોય છે. જો તેને તમારું મહત્વ કે ઉપયોગીતા સમજાય તો તે તમારું કામ કરી દેશે. કારણ કે ભવિષ્યમાં તેને પણ તમારું કામ પડશે તો તમે કામ આવશો એમ તમારે તેને લગાડવું પડશે.

કર્મચારીઓના (અધિકારી સહિતના) પ્રકારઃ

કામ ન કરનારા, જેમાં બંદોબસ્ત, વહીવટ કરનારા કર્મચારીઓ આવી જાય છે, પોતાનું કામ બીજા પાસે કરાવનારા, યુનીયન લીડર …

beaurocrat 01

ચીંધ્યુ કામ કરનારા,

ઉપરના સાહેબ કહે તેટલું જ કામ કરનારા તે સિવાય દરબાર ભરીને તડાકા મારનારા,

પોતે વાંકમાં ન આવે તેટલું જ કામ કરનારા,

કાયદેસર અને સચોટ કામ કરનારા,

ઉત્સાહ પૂર્વક કામ કરનારા, 

TH CHAUDHARY

કામ કરવામાં સમયની પરવા ન કરનારા,

આમાં ઈનોવેશન કરવાવાળા પણ આવી જાય છે.

છેલ્લા ત્રણને લીધે સરકારો ચાલે છે.

To the best of my knowledge so far I have come across only one ITS officer who brought revolution in the telephone services of Ahmedabad.

e.g. Dr T. Hanuman Chaudhary one out of 10000 ITS officers

શિરીષ મોહનલાલ દવે.

કાંઈ પૂછવું હોય તો બ્લોગસાઈટ ઉપર આવી પૂછશો જેથી જે ઉત્તર આપું તે બધા જાણી શકે.

Read Full Post »

અહિંસક સમાજ  શું શક્ય છે? ભાગ – ૧ (માંસાહાર અને શાકાહાર)

જો તમારે તર્કનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો તમે માંસાહારની તરફેણમાં ઘણું લખી શકો.

અનેક ટૂચકાઓ છે

જેમકેઃ
જીવો જીવસ્ય ભક્ષણં
દરેકમાં જીવ છે એટલે કોઇપણ ખોરાક અહિંસક નથી.
જ્યાં માનવસંસ્કૃતિ સૌથી જુની છે ત્યાંના લોકો માંસાહારી છે.
દુધ પણ માંસાહાર છે
રામ પણ માંસાહારી હતા
કૃષ્ણ પણ માંસાહારી હતા,
બુદ્ધ પણ માંસાહારી હતા,
ચિંપાન્ઝીઓ જે માણસોના પૂર્વજો છે તે એકબીજાને ખાઇ જાય છે,
માંસ ખાવાથી માણસ હિંસક બનતો નથી કારણકે દલાઇ લામા હિંસક નથી..
શાકાહારી લોકો પણ હુલ્લડ કરે છે શું કીધું? કળલા કાય?

અને આવા તો અનેક ટૂચકાઓ પ્રદર્શિત કરી શકાય,
સૌ પ્રથમ આપણે એ સમજવું જોઇએ કે આપણું શરીર કેવા ખોરાક માટે બનેલું છે!

આપણા નખ અને દાંત એવા નથી કે જે ચામડાને ચીરી શકે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી માણસ અગ્નિને પ્રજ્વલિત કરી શકે છે. માણસને ઈશ્વરે બુદ્ધિ આપી તેથી તે શસ્ત્રો બનાવી શકે છે અને શિકાર કરી શકે છે. અને આ કારણથી તે માંસને પોતાના શરીરને યોગ્ય બનાવી શકે છે.

તો શું આ વાતને કુદરતી સમજવી? જો આવું જ હોય તો માણસને અહિંસાની અને માંસાહાર ન કરવાની વાત પણ ન જ સુઝવી જોઇએ. પણ બે વાત એક સાથે ચાલે છે. તો ટકી રહેવા માટે કઇ વાત સારી?

માણસ પહેલાં કુદરતી અવસ્થામાં રહેતો હતો. તે સીધો ચિંપાન્ઝી, ઉરાંગઉટા કે ગોરીલામાંથી અવતરિત થયો નથી. વાનર એક ઉત્ક્રાંતિનું પગથીયું હતું. તે પછી ઘણા પગથીયાં આવ્યાં. અને જ્યારે છેલ્લા પગથીયે આવ્યો ત્યારે તે ઝાડ ઉપરથી ગુફામાં આવ્યો. તે ફળો અને પાંદડા જ ખાતો હતો અને ક્યારેક મૂળ પણ ખાતો હતો. તે સમુહમાં રહેતો હોવાથી પોતાનું રક્ષણ કરી શકતો હતો. જ્યારે અગ્નિ અને શસ્ત્રો શોધાયા ત્યારે તે વધુ નિશ્ચિંન્ત થયો. અને બીજા શાકાહારી પ્રાણીઓને લાગ્યું કે આ માણસના સાંનિધ્યમાં આપણે પણ આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ. તેથી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, વિગેરે તેની આસપાસ રહેવા માંડ્યા. તેથી માણસે તેનું દૂધ પીવાનું પણ ચાલુ કર્યું. અને ખોરાકની તંગીમાં તે તેમને ખાવા લાગ્યો હશે.

જેમ જેમ મનુષ્યનું માનસિકસ્તર અને બૌદ્ધિકસ્તર ઉંચુ થયું તેમ તેને અગમ્ય શક્તિ અને અહિંસાનો મહિમા સમજાયો. માનસિક સંઘર્ષનું બીજારોપણ હવે થયું હશે.

વેદકાળ અને માંસાહાર

ભારતની વાત કરીએ તો વેદોમાં પશુનું બલિદાન કરવું ત્યાજ્ય ગણાવાયું છે. અને તેથી ઘણા લોકો તેનો એવો અર્થ કરે છે કે વેદકાળમાં હિંસાયજ્ઞો થતા હતા. અમૂક અંશે આ વાત સાચી છે. કારણકે હુલ્લડ થતા હોય તો જ “હુલ્લડ કરવા ખરાબ છે” એ વાત ઉત્પન્ન થાય. અને તેનું એક એવું પણ તારણ નિકળે કે વેદકાળના સુજ્ઞજનો હિંસાયજ્ઞનોની વિરુદ્ધમાં હતા. તેથી વેદજ્ઞાતા શંકરાચાર્યે હિંસાયજ્ઞને વેદપ્રમાણ નથી તેમ દર્શાવેલું.

સૌથી જુના પુરાણ “વાયુપૂરાણ” કે જે પાણિનીની પહેલાં લખાયેલું તેમાં હિંસાયજ્ઞ અને માંસ ખાવું કે નહીં તેનો પ્રસંગ વર્ણવેલો છે. ઋષિમંડળ મનુ રાજા પાસે ગયું અને પૂછ્યું કે યજ્ઞમાં માંસ હોમાય કે નહીં અને માંસ ખવાય કે નહીં? ત્યારે મનુ એ કહ્યું કે યજ્ઞમાં માંસ હોમવું અને જો માંસ યજ્ઞમાં હોમાયેલું હોય તો તે માંસ ભોજ્ય છે. જ્યારે ઈશ્વરને શિવને આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઋષિઓને અને મનુને ઠપકો આપ્યો. મનુને એટલા માટે કે તેનું તે કાર્યક્ષેત્ર ન હતું. ઋષિઓને એટલા માટે કે તેમણે યોગ્ય અધિકારી વ્યક્તિને ન પૂછતાં અયોગ્ય વ્યક્તિની સલાહ લીધી. પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ફક્ત મહર્ષિઓને જ હોય છે. પછી તે પૂરાણમાં આગળ એમ લખાયું કે આ રીતે યજ્ઞમાં આહુતિ આપીને ઋષિઓ માંસ ખાતા થયા. પણ આવું જ્યારે લખાયું ત્યારે એવું તો સિદ્ધ થાય છે જ કે માંસાહારને યોગ્ય માનવામાં આવતો ન હતો.

હવે રામ અને કૃષ્ણની વાત કરીએ તો આ સૌથી જુના પૂરાણમાં રામને વિષે એક જ લાઈન લખવામાં આવી છે કે મહા પરાક્રમી દશરથના આ પૂત્રે લંકાના રાજા રાવણને યુદ્ધમાં હરાવ્યો. રામને વિષ્ણુના અવતારોમાં સ્થાન આપ્યું નથી. પરશુરામને આ સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણને અને બલરામને પણ વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૃષ્ણ વિષે એક જ પેરાગ્રાફ આપવામાં આવ્યો છે અને તેમાં સ્યંમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ભગવાન ઉપર આવેલું અને તે આળ તેમણે કેવીરીતે દૂર કર્યું તે વાત વર્ણવી છે. અને બીજી કેટલીક વાતો જેમાં કંસ વસુદેવના પૂત્રોને (તેમના  મોટા થયા પછી) યુદ્ધ કરીને મારી નાખતો હતો તેથી કૃષ્ણને વસુદેવ પોતાના મિત્ર નંદને ત્યાં મૂકી આવે છે એમ જણાવેલ છે. કોઈ ચમત્કારની વાત નથી.

ટૂંકમાં આ પૂરાણ પોતાની પ્રાચીનતા, તેની અનપાણીનીયન ભાષાના આધારે પણ સિદ્ધ કરે છે. પણ પછી જે કાળક્રમે લખાયું તેમાં ઘણા ઉમેરા થયા. અને આ બધું પ્રારંભિક મધ્યયુગ સુધી ચાલુ રહ્યું. રામ અને કૃષ્ણની વાતોનું ઉમેરણ ઈશુની પ્રારંભિક સદીઓથી ચાલુ કરી દશમી બારમી સદી સુધી ચાલુ રહ્યું. વાલ્મિકીનું રામાયણ અને વ્યાસનું મહાભારત જ્યારે લખાયું ત્યારે માંસાહાર જોરમાં હતો. એટલે રામ કૃષ્ણના જીવનની બધી જ વાતોને ઇતિહાસ કે ધર્મ સાથે કે તત્વજ્ઞાન સાથે જોડવી યોગ્ય નથી. એમતો મનુસ્મૃતિમાં પણ યજ્ઞનું માંસ ખાવાની બ્રાહ્મણને છૂટ આપવામાં આવી છે. પણ વેદજ્ઞાતા શંકરાચાર્યે, સાયણાચાર્યે, સાતવળેકરે કે દયાનંદ સરસ્વતીએ માંસને માન્યતા આપી નથી. જે ઉપનિદો તત્વજ્ઞાનની વાતો કરે છે તેઓ પણ માંસાહારની યોગ્યતાની વાત કરતા નથી.

માંસાહારી માણસ કઇ કક્ષામાં આવે?

જો કોઇ એક સમાજમાં બધા જ માંસાહારી હોય તો જે માણસ પોતાના વાચન અને વિચારો થકી શાકાહારી બને તો સ્વાભાવિક રીતે જ ઉંચી કક્ષામાં આવ્યો ગણાય કારણકે અહિંસા એ સહયોગ તરફના પ્રયાણનું એક કદમ છે. આદતો છોડવી એ એક અઘરું કામ છે. જ્યારે રુઢિચુસ્તતા હતી ત્યારે બ્રાહ્મણો લસણ ડુંગળી, ગાજર, બીટ ખાતા ન હતા. પણ રેસ્ટોરામાં જવાની પ્રક્રિયા ચાલુ થઇ એટલે હવે ઘણા બ્રાહ્મણો પણ લસણ, ડુંગળી, ગાજર, બીટ ખાતા ચાલુ થઇ ગયા.

હવે ઘણા બ્રાહ્મણો ફેશનમાં નોન-વેજ પણ ખાય છે. પણ તેઓ જાણે છે કે આ સારું નથી અને વડીલોને ગમશે નહીં. પહેલાં દારુ પીવો એ પતનની નિશાની ગણાતી હતી. હવે ફેશન ગણાય છે.

અહિંસા, સહકાર, શાકાહાર એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સમાજ અહિંસા અને સહકાર તરફ પ્રગતિ કરતો હોય તો ખચિત સમજવું જોઇએ કે તે શાકાહાર તરફની ગતિ છે. પણ અનાજની તંગીનો કાલ્પનિક ભય અને તેથી કરીને માંસાહારનું સમર્થન એ સ્વાદતુષ્ટિનું સમર્થન છે.

You may start with donkey

જો માંસાહાર નહીં કરીએ તો પશુઓ વધી જશે

એક પશુના માંસ માટે તે પશુની માવજત અને જીવાડવા માટે છ ગણી જમીન જોઇએ. એટલે કે તમે છ ગણું અનાજ ઉત્પન્ન કરી શકો. પણ જો તમે તેનો ભોજન માટે ઉછેર ન કરો અને તમારી ખેતીની જરુરીયાત માટે રાખો તો તમને તે પર્યાવરણીય ખાતર પૂરું પાડે છે જે તમને વધુ ફળોનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત ઘેટાં બકરાંના વાળ તમને ગરમ કાપડનો કાચો માલ પુરો પાડે છે.

પશુઓ ઇશ્વરે બનાવેલા ઉર્જા મશીન છે. ઉપરાંત પશુઓ વનસ્પતિ સૃષ્ટિ માટેનો ખોરાક છે. આ બધા પશુઓ, મનુષ્ય ઝાડ ઉપરથી જમીન ઉપર આવ્યો તે પહેલાંના લાખો વર્ષથી અસ્તિત્વમાં છે. એટલે મનુષ્યે એવું વિચારવાની જરુર નથી કે મનુષ્ય જો તેમને ખાશે નહીં તો તેમની વસ્તી અમાપ વધી જશે.

મનુષ્યને અહિંસાનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર શા માટે આવ્યો?

મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર શા માટે આવ્યો?

અને મનુષ્યો વચ્ચે વિરોધાભાસ શા માટે ઉત્પન્ન થયો?

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત તો અને મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત.

જો મનુષ્યો વચ્ચે વિરોધાભાસ ન હોત અને   મનુષ્યના મનમાં પણ દ્વંદ્વ ન હોત  તો તેની બુદ્ધિનો વિકાસ ન થઈ શકત. વૈચારિક વિભીન્નતાના પરિણામ સ્વરુપે મનુષ્યની બુદ્ધિનો વિકાસ થયો.  મનુષ્યને બ્રહ્માણ્ડને સમજવાનો વિચાર આવ્યો. મનુષ્યને અહિંસાનો વિચાર આવ્યો. મનુષ્યને પર્યાવરણના સંતુલનનો વિચાર આવ્યો.

પર્યાવરણનું શ્રેષ્ઠ સંતુલન ક્યારે થઈ શકે?

વૃક્ષો કાપીને ધરતીને સપાટ કરીને તેની ઉપર ખેતીના પાક માટે હળ ચલાવવું એ પર્યાવરણના સંતુલન ઉપર પ્રહાર નથી શું?

શું સંવેદનશીલ મનુષ્યે પક્વ અને રસાદાર ફળોના આહાર તરફ ગતિ કરવી જોઇએ?

માનવસમાજને ગોવંશ અને વૃક્ષ બન્નેની પર્યાવરણના સંરક્ષણ માટે જરુર છે? ગોવંશ જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ વૃક્ષોને વધુ ફળાઉ બનાવે છે?

વૃક્ષોની નીચેની જમીનમાં થતું ઘાસ ગોવંશીઓ આરોગે છે. મનુષ્ય તેમના રક્ષણના બદલામાં દુધ લે છે. ઇતિહાસમાં ગોરક્ષાકાજે માનવે પોતાના જાન આપ્યા છે. આને આપણે શું કહીશું?

શું આ બલીદાનો આપનારાઓને આપણે બેવકુફી કહીશું?

મનુષ્યની સંવેદનશીલતાની દીશા કૃતજ્ઞ થવા તરફની હોવી જોઇએ કે કૃતઘ્નતા તરફની હોવી જોઇએ?

ગોવંશમાં ગાય, ભેંસ, બળદ, પાડા, ઘોડા, બકરા, ઘેટાં, ઉંટ બધાં જ આવી જાય છે કારણકે તેઓ પોતે અહિંસક અને શાકાહારી છે અને મનુષ્યથી રક્ષણ પામે છે.

જીવદયા પ્રેમી અને પર્યાવરણના રક્ષકોએ આગળ આવવું જોઇએ અને એવી માગણી માગણી કરવી જોઇએ કે જે પ્રોડક્ટ બનાવવામાં જીવહિંસા થતી હોય તેવા સાધનો પણ વપરાતાં હોય તો તે પણ લખવું જોઇએ. ફક્ત પ્રોડક્ટના બંધારણીય તત્વોના લીસ્ટથી કામ નહીં ચાલે.

અન્ન અને ફળની અંદર રહેલું બીજ એ સુસુપ્તજીવ છે. તેને પણ પોતાનું જીવન પ્રફુલ્લિત કરવાનો હક્ક છે. તેથી અનાજ અને ફળના બીજ પણ ન ખાવાં જોઇએ. ખેતી કરવી એ પર્યાવરણથી વિરુદ્ધ દીશાની ગતિ છે. ખેતી વાસ્તવમાં વનસ્પતિ સૃષ્ટિને વિકસવામાં અવરોધરુપ છે. ઘાસ તેની રીતે ઉગી જશે અને અન્ન પણ તેમની રીતે પશુઓને જેટલી જરુર પડશે તેટલું ઉગી જશે.

હવે તમે જુઓ આપણે ખેતી કરવી બંધ કરીને જમીન ઉપર ફક્ત વૃક્ષો જ વાવીશું તો ઉત્પાદન અનેક ગણું વધી જશે. કારણ કે ફળોનું ઉત્પાદન મલ્ટી લેયર છે. જ્યારે અનાજના પાકનું ઉત્પાદન સીંગલ લેયર છે. એક ગુંઠામાં ફેલાયેલું વૃક્ષ એક ગુંઠામાં વાવેલા અનાજ કરતાં દશગણું કે તેથી વધુ ઉત્પાદન આપે છે અને ખાસ મહેનત વગર આપે છે. માનવ શક્તિનો પણ બચાવ થાય છે અને પર્યાવરણનો પણ બચાવ થાય છે. વૃક્ષ પાણીનો સંચય કરે છે, વૃક્ષ પાણીને વહેતું અટકાવે છે. વૃક્ષ ઉષ્ણતામાન ઘટાડે છે, વૃક્ષ છાંયો આપે છે, વૃક્ષ આશરો આપે છે, વૃક્ષ ભેજ આપે છે, વૃક્ષ વાદળાં ખેચી લાવે છે, વૃક્ષ બહુમાળી ઉત્પાદન કરે છે એટલે કે વૃક્ષ અનેક ઉંચાઈઓ ઉપર ફળ આપે છે. વૃક્ષ લાકડું આપે છે. આ બધું લક્ષ્યમાં લઈએ તો વૃક્ષની કિમત એક કરોડ રુપીયા થાય.

જો માનવ સમાજ અવકાશી સિદ્ધિઓ પ્રાપ્ત નહીં કરે અને જો માંસાહાર, અન્નાહાર ચાલુ રાખશે અને રહેવા માટે ઝુંપડા કે બંગલાઓમાં રહેશે તો તેણે જમીનનો વ્યય કર્યો ગણાશે. તેથી મનુષ્યે ઈશ્વરે આપેલી બુદ્ધિનો સદુપયોગ કરી મલ્ટીલેયર ઉત્પાદન અને મલ્ટીલેયર ઘરોમાં જ રહેવું પડશે.

જો માનવજાત આવું નહીં કરે અને અવકાશી સિદ્ધિમાં નવી જગ્યાઓ શોધવામાં પૂરતો સફળ નહીં થાય તો માનવજાતનો માંસાહાર પોતાનો રંગ બતાવી તેનો નાશ કરશે.

સમજણપૂર્વકના શાકાહારી અને પ્રણાલીગત શાકાહારી

માણસનો આહાર સામાન્યરીતે પ્રણાલીગત હોય છે. કેટલાક માણસો સમજણ પૂર્વકના શાકાહારી હોય છે. તેવીજ રીતે કેટલાક માણસો પ્રણાલી ગતરીતે માંસાહારી હોય છે.

સમજણપૂર્વકના શાકાહારી લોકો ઓછા હોય છે. જેઓ સમજણપૂર્વકના શાકાહારી હોય છે તેઓ માંસાહારી થઇ શકતા નથી.

જેઓ પ્રણાલીગત રીતે શાકાહારી હોય છે તેઓ યોગ્ય અથવા ભાવતા શાકાહારના અભાવમાં અથવા ફેશનમાં ક્યારેક અથવા અવારનવાર માંસાહાર કરે ત્યારે તેમાં એક વર્ગ એવો ઉભો થાય છે જે માંસાહારની યોગ્યતાનો અને અથવા શાકાહારની અપૂર્ણતાનો અને અથવા નિરપેક્ષ અહિસક ખોરાકના અનસ્તિત્વ નો એક વિસંવાદ જેવો સંવાદ ઉભો કરે છે.

વાસ્તવમાં આ વિતંડાવાદ છે. ભારતીય પૂર્વજો શાકાહારી હતા કે માંસાહારી હતા એના ઉપર આપણા ભોજનનો પ્રકાર નક્કી થાય તે જરુરી નથી. વેદકાળના ઋષિઓ શાકાહારી હતા તે વિષે શક નથી.

તેનું ઉદાહરણઃ
અગ્ને યં યજ્ઞં અધ્વરં, વિશ્વતઃ પરિભૂરસિં । સ ઇદ્‌ દેવેષુ ગચ્છતિ ॥
(ઋગવેદ મંડળ-૧, સુક્ત-૧, ઋચા-૪)

હે અગ્નિદેવ તમે આ હિંસારહિત યજ્ઞ દ્વારા બધી બાજુથી દેવત્વ તરફ લઈ જાઓ છો.

(અધ્વર યજ્ઞ એટલે અહિંસક યજ્ઞ)

રામ અને કૃષ્ણ શું ખાતા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમને જેઓ ભગવાન માને છે તેઓને કદાચ દુઃખ થાય પણ વાલ્મિકીએ માંસાહારની વાત કરી છે. અને તેમને ભગવાન પણ માન્યા છે. તેનો અર્થ એજ થાય કે “રામાયણ”ના વાલ્મિકીના સમયમાં માંસાહાર નિષિદ્ધ ન હતો.

જે વ્યાસ વાયુપૂરાણ લખે છે તે વ્યાસ મહાભારત પણ લખે છે. વ્યાસ ભાગવત પૂરાણ લખે છે. આ વાત શક્ય નથી. કારણકે સમયનો ગાળો બહુ લાંબો છે. તે જ પ્રમાણે વાલ્મિકી વિષે પણ માનવું પડે. તુલસીદાસની તો વાત જ ન કરી શકાય. જે વાયુ પૂરાણ રામને વિષ્ણુના અવતાર માનવા પણ તૈયાર નથી, તે જ રામને, તુલસીદાસ “પરમ બ્રહ્મ” માને છે.

“અલ્યા રાવણ મારુ નામ… તેં દીઠા નથી મારા કામ… બન્દીવાન… કીધા મેં દેવ… તેમની પાસે વણાવું સેવ…” આવું મહાકવિ પ્રેમાનંદ, રાવણ થકી હનુમાન સામે બોલાવડાવે છે. તો આનો અર્થ એ તો ન જ થઇ શકે કે રાવણના સમયમાં “સેવ” એક વાનગી હતી. પણ એટલું જરુર કહી શકીએ પ્રેમાનંદના સમયમાં “સેવ” એક વાનગી હતી.

વેદનો અર્થ વેદના જ્ઞાતાઓ જ કરી શકે. તેથી ઉપનિષદોમાં જે લખ્યું હોય અને ઐતિહાસિક કાળમાં થયેલા શંકરાચાર્યે, સાયણાચાર્યે જે અર્થઘટન કર્યું હોય તે વધુ ગ્રાહ્ય માનવું જોઇએ. તે ઉપરાંત સાતવળેકરે અને દયાનંદ સરસ્વતીએ જે કંઇ કહ્યું હોય તેના ઉપર પણ વિચાર કરવો જોઇએ.

શું આપણે નિર્ણય કરવા સક્ષમ નથી?

માનવસમાજ માટે શું યોગ્ય છે તે નક્કી કરવાની ક્ષમતા આપણા આધુનિક માનવ પાસે છે જ. હાલમાં નહીં હોય તો વહેલી મોડી આવશે જરુર.

માણસો પોતાને પસંદ પડે તે જીવવા આનંદ અને ફેશન માટે ખાય છે.

માંસાહારને ક્યારેય શ્રેષ્ઠ ગણાવાયો નથી. બાઈબલમાં પહેલા કરારમાં ઈશ્વરે વેજ-આહાર જ ભોજ્ય ગણાવ્યો છે. બીજા કરારમાં નોન-વેજ ની છૂટ આપી છે.

કુરાનમાં પણ અન્ન અને ફળોની સુંદરતાનું અને પૌષ્ટિકતાના વખાણ કરવામાં આવ્યાં છે. અને જીવતા રહેવા માટે પ્રાણીઓને ભોજ્ય ગણ્યા છે. પણ પ્રાણીઓને સુંદર આહાર તરીકે વર્ણવ્યા નથી.

દેવળ કે મસ્જિદમાં પણ કદી પશુઓ ભોજન માટે કત્લ કરાતા નથી કે ખવાતા નથી. તમે દેવળ અને મસ્જીદમાં ફળ લઈ જઈ શકો છો અને ઇબાદત ન કરતા હો ત્યારે ખાઈ શકો છો.

(ક્રમશઃ)

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝ ઃ

અહિંસક સમાજ, માંસાહાર, શાકાહાર, તર્ક, વિતંડવાદ, ટૂચકા, રામ, કૃષ્ણ, બુદ્ધ, ઋષિ, મહર્ષિ, ઈશ્વર, બુદ્ધિ, મનુષ્ય, માણસ, કુદરતી, ઉત્કાંતિ, સુરક્ષા, દૂધ, માનસિક સ્તર, વેદકાળ, હિંસાયજ્ઞ, વેદજ્ઞતા, શંકરાચાર્ય, વાયુ પુરાણ, શિવ, ઈશ્વર, અધિકારી, સાયણાચાર્યે, સાતવળેકર, દયાનંદ સરસ્વતી, સહયોગ, સંવેદનશીલતા, લસણ, ડુંગળી, ગાજર, બીટ, નોન-વેજ, પર્યાવરણ, ઉર્જા મશીન, બ્રહ્માણ્ડ, સંતુલન, કૃતજ્ઞ, કૃતઘ્ન, પ્રણાલીગત

Read Full Post »

ક્યાં ખોવાઈ ગયા છે હાડમાંસના બનેલા રામ? ભાગ ૯

રામને કોણ સમજી શક્યું?

એક માત્ર મહાત્મા ગાંધી હતા જેઓ રામને અને લોકતંત્રને સમજી શક્યા હતા. તેઓ રામ અને લોકતંત્ર એ બંનેને સાંકળી શક્યા હતા.

પ્રણાલીઓને બદલવી છે?

આદર્શ પ્રણાલી શું હોઈ શકે અને તે કેવી હોવી જોઇએ તે પહેલાં નક્કી કરો.

જો તમને લાગતું હોય કે તમે આદર્શ પ્રણાલી સમજી શક્યા છો તો તે પ્રણાલીને બુદ્ધિદ્વારા આત્મસાત્કરો. માનસિકતા પણ એવી બનાવો. પછી તે દિશામાં વિચારો અને આચારમાં પણ તેને મૂકો. આવું કર્યા પછી પ્રચાર કરી શકાય.

એક વાત ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રચાર કરતી વખતે, તમારી પાસે સત્તા હોવી જોઇએ.

સત્તા શું કામ હોવી જોઇએ?

સત્તા એટલા માટે હોવી જોઇએ, કારણ કે તમે જે પ્રણાલીનો પ્રચાર કરવા માગો છો અને વિચાર વિમર્ષ કરાવવા માગો છો તેમાં દબાણ વર્જ્ય છે. સત્તા, શક્તિ, લાલચ, સ્વાર્થ બધાં દબાણ છે. દબાણ થી સત્ય દબાઈ શકે છે. દબાણ એક આવરણ છે. આવરણ સત્યને ઢાંકી દે છે. (હિરણ્મયેન પાત્રેણ, સત્યસ્યાપિહિતં મુખં).

ગાંધીજીને જ્યારે લાગ્યું કે હવે તેમણે સામાજીક ક્રાંતિ (સમાજસુધાર)માં પડવું જોઇએ, તો તેમણે કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી નહીં પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ ઉપરથી પણ રાજીનામું આપ્યું. તેનું કારણ હતું કે તેઓ કોઈ પણ સુધારા ઉપર પોતાનો જે અભિપ્રાય આપે તે બીજાઓ માટે દબાણ મૂક્ત હોય. તેથી જે પણ કોઈને ચર્ચા કરવી હોય કે શંકા પ્રદર્શિત કરવી હોય તે સામેની વ્યક્તિ મૂક્ત રીતે કરી શકે.

કોઈ કહેશે કે ઉપવાસ અને સવિનય કાનૂનભંગ, પ્રદર્શન, ધરણા વિગેરે પણ દબાણ કહેવાય ને? બધું દબાણ થી, તો બીજું શું છે?

આંદોલન બે પ્રકારના હોય છે. એક વહીવટી નિસ્ફળતા સામે હોય છે. બીજું અન્યાયકારી કાયદા સામે હોય છે. જનતા અને કેટલાક પક્ષોના નેતાઓ ખાસ કરીને નહેરુવીયન કોંગ્રેસ અને તેમના સાથી પક્ષના નેતાઓ આંદોલનનું હાર્દ સમજતા નથી.

આંદોલન ફક્ત જનતા કરી શકે. રાજકીય પક્ષો આંદોલનો કરી શકે. રાજકીય પક્ષો લોકજાગૃતિના કામ કામ કરી શકે. જનતા પણ એવા આંદોલન કરી શકે કે જ્યાં તે સંપૂર્ણ પારદર્શિતા રાખી શકે તેમજ સંવાદ માટે હરપળ તૈયાર હોય. આંદોલન હમેશા દેશના વ્યાપક હિતમાં હોય. આંદોલન કદીપણ જાતિગત કે વ્યક્તિગત હોઈ શકે. વ્યક્તિગત હિતની રક્ષા માટે કાનૂનો હોય છે. કોઈ કાનૂન એવો હોઈ શકે કે જે અન્યાયકારી હોય. અન્યાયકારી કાયદા, ન્યાયાલય દ્વારા રદ કરી શકાય છે. નવો કાયદો કરવો હોય તો તેનો પૂર્વલેખ (ડ્રાફ્ટ) પ્રજાએ તૈયાર કરવો જોઇએ, તેની વ્યાપક ચર્ચા થવી જોઇએ. તે પછી વિદ્વાનો બધા સુધારાને આવરી લેતો અંતિમ પૂર્વલેખ લિપિબદ્ધ કરે અને પોતે ચૂંટેલા પ્રતિનિધિ મારફત સંસદમાં રજુ કરે. અને સંસદ તેને પસાર કરે.

મહાત્મા ગાંધીએ રામને કેમ આદર્શ માન્યા?

રામરાજ્યની કેમ વાત કરી?

 આમ તો ગાંધીજી કહેતા હતા કે મારો રામ કંઈ દશરથનો પુત્ર કે રાવણને મારનાર નથી. મારો રામ તો પરમબ્રહ્મ સ્વરુપ દરેકના દિલમાં વસતો રામ છે. એટલે કે ઈશ્વર છે.

આમ જુઓ તો રામ તો રાજા છે. અને મહાત્મા ગાંધી એક બાજુ રામરાજ્યની વાત કરેછે અને બીજી બાજુ તેઓ રામ દશરથનો પુત્ર નથી એમ કહે છે. તો રામ રાજ્ય કોનું?

ભારત, પ્રાચીન યુગમાં જગતગુરુ હતું. ભારતમાં ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણ મફત હતું. સૌ કોઈએ ગુરુ પાસે આશ્રમમાં ભણવા જવું પડતું. સામાન્ય રીતે સૌ કોઈ બાપિકો વ્યવસાય સંભાળતા. ગુરુઓને શસ્ત્ર વિદ્યા આવડતી તેમનું કામ વિદ્યા અને જ્ઞાનનો પ્રસાર કરવાનું રહેતું. તેઓ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા અને વેદમંત્રના  લખનારાના વંશજો હતા કે આચાર્યો હતા તેઓ પ્રણાલીઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવતા હતા. રાજા ઉપર દબાવ લાવવાનું કામ ઋષિની સલાહ અનુસાર જનતાનું રહેતું હતું.

વાયુ પુરાણમાં એક કથા છે.

બ્રાહ્મણોએ માંસભક્ષણ કરવું જોઇએ કે નહીં?

ઋષિગણ ભગવાન મનુ પાસે ગયું. ભગવાન મનુએ કહ્યું કે બ્રાહ્મણો યજ્ઞમાં આહુતિ માટે આપેલું માંસ, યજ્ઞના પ્રસાદ તરીકે એટલે કે હુતદ્રવ્ય હોવાથી ખાઈ શકે. ત્યારથી કેટલાક બ્રાહ્મણો હુતદ્રવ્ય રૂપે માંસ ખાવા માંડ્યા.

પછી જ્યારે ઈશ્વરને (શિવને) ખબર પડી ત્યારે તે ઋષિઓને વઢ્યા. અને તેમને કહ્યું કે તમે મનુ પાસે ગયા જ કેમ? મનુ આવી સલાહ આપવાનો અધિકારી નથી. પ્રણાલીઓ વિષે સલાહ આપનાર ફક્ત વેદ પારંગત મહર્ષિઓ અને આચાર્યોનો સમૂહ અધિકારી છે. તમે અનાધિકારી વ્યક્તિની સલાહ કેમ લીધી? હવે મનુ અને બ્રાહ્મણો પાપ ભોગવતા રહેશે. આમ અમુક બ્રાહ્મણો માંસાહારી રહ્યા અને અમુક બ્રાહ્મણો નિરામિષ રહ્યા.

આચાર્યનો અર્થ છે (વિચાર સહિતના) આચાર ઉપર સલાહ આપી શકે તે. એટલે કે આચાર ઉપર જે અધિકૃત રીતે અર્થઘટન કરી શકે અને આચારની પ્રણાલી ઉપર શાસન કરે તે. પણ શાસનનેશાસનશબ્દથી ઓળખવામાં આવતું નથી.

આચાર્યોનું શાસન અનુશાસન છે.

જનતાએ અને શાસકોએ શું કરવું જોઇએ તે આચાર્યો કહેશે. શાસકનું કામ વહીવટ કરવાનું છે. એટલે કે જેના હાથમાં વહીવટી સત્તા છે તે જે જનતા ઉપર કરે તેને શાસન કહેવાય.

આચાર્યો જે કરે તેને અનુશાસન કહેવાય.

આચાર્ય વિનોબા ભાવે એ ઇન્દિરાએ કટોકટી લાદી ત્યારે એવો પ્રતિભાવ આપેલ કે કટોકટી એ અનુશાસન પર્વ છે. પણ આનું ખોટું અર્થઘટન ઇન્દિરાએ ફેલાવેલું. વિનોબા ભાવેએ સ્પષ્ટીકરણ કરેલ. પણ એ સ્પષ્ટીકરણ ઉપર સેન્સરની કાતર ફરીવળી હતી.

હવે યાદ કરો. નહેરુવીયન કોંગ્રેસને જે કંઈપણ બંધારણીય સુધારા કર્યા અને તેના અમલમાં જે પ્રણાલીઓ સ્થાપી તેનો મુખ્ય હેતુ આત્મકેન્દ્રી એટલે કે સ્વકેન્દ્રી તો ખરો પણ સાથે સાથે પોતાનો પક્ષ સત્તાસ્થાને રહે પણ હતો. વાસ્તવમાં નિયમ બનાવવાના મુસદ્દા, જનતાની સમસ્યાઓના ઉકેલોને લગતી પ્રણાલીઓના સંશોધનો, ઋષિઓ એટલે કે જ્ઞાની લોકો તરફથી આવવા જોઇએ. જેમકે લોકપાલ વિધેયકનોપૂર્વ લેખ” (ડ્રાફ્ટ), અન્ના હજારેની ટીમ તરફથી આવે તેમાં કશું ખોટું હતું. નહેરુવીયન કોંગ્રેસે તે સ્વિકારવા જેવો હતો. તેને બદલે નહેરુવીયન કોંગ્રેસે કહ્યું અમારી ઉપર દબાણ કરનારા તમે કોણ છો? તમારી હેસીયત શું છે? હવે જે નહેરુવીયન કોંગ્રેસ, ગાંધીજીના નામ ઉપર ત્રણ દાયકા (૧૯૪૭ થી ૧૯૭૫) તરી ગઈ તેણે હેસીયતનો મુદ્દો ઉઠાવ્યો. રામને નામે પથરા તર્યા. ગાંધીજીને નામે ગઠીયા તર્યા.

“૧૯૪૭થી ૧૯૭૫ સુધીના સમય સુધી નહેરુવીયન કોંગ્રેસ ગાંધીજીના નામે તરી ગઈ” એમાં૧૯૭૫એટલા માટે સીમા ચિન્હ છે કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદીને ગાંધીવાદીઓને પણ વગર વાંકે જેલભેગા કર્યા એટલે મહાત્મા ગાંધીવાદીઓનો ભ્રમ પણ સદંતર ભાંગી ગયો.

પ્રથમ નામ મહાત્મા ગાંધીનું

અગણિત ગાંધીવાદીઓનો નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ૧૯૫૨થી ભાંગી ગયેલો. નહેરુવીયન કોંગ્રેસની નિષ્ઠા પરત્વેનો ભ્રમ ભાંગી જવામાં મહાત્મા ગાંધીનું નામ પ્રથમ લેવું જોઇએ. જે કોંગ્રેસીઓ સિંધ પંજાબથી ભાગીને ભારતમાં આવ્યા તેમને મહાત્મા ગાંધીએ કહેલ કે તમે ત્યાં મરી કેમ ગયા? જો કોંગ્રેસીઓ ત્યાં નિષ્ઠા પૂર્વક રહ્યા હોત તો આજે પાકિસ્તાનની જનતા પાસે મહાત્માગાંધીયન (વાસ્તવિક રીતે ધર્મનિરપેક્ષ) પાકકોંગ્રેસ જોવા મળત. યાદ કરો ઘણા મુસ્લિમ નેતાઓ ભારતના ભાગલા પછી પણ ભારતમાં રહ્યા. તેથી અત્યારે આપણને ભારતમાં કોમવાદી ઈન્ડીયન મુસ્લિમ લીગ જોવા મળે છે. પણ પાકિસ્તાનમાં કોઈ કોંગ્રેસ જોવા મળતી નથી.

મહાત્મા ગાંધીએ જોયું કે કોંગ્રેસને લોકજાગૃતિમાં રસ નથી. કોંગ્રેસને ફક્ત સત્તામાં રસ છે. મહાત્મા ગાંધીએ કહેલું કે સમય એવો આવશે કે જનતા કોંગ્રેસીઓને શોધી શોધીને મારશે. તેમણે કોંગ્રેસને વિખેરી નાખવાનું કહેલ.  અને તે માટે તેમણે રાષ્ટ્રીય સેવાસંઘનું બંધારણ પણ લખેલ.

જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ

ગુજરાતનું ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલન, “ભ્રષ્ટાચાર દૂર કરો” માટે હતું. જનતાએ નહેરુવીયન કોંગ્રેસ શાસિત વિધાનસભાનું વિસર્જન કરવાનું કહેલ. બધા જ સભ્યોએ રાજીનામું આપેલ પણ મોટાભાગના નહેરુવીયન કોંગ્રેસીઓએ રાજીનામું ન આપેલ. જનતાએ કોંગ્રેસીઓને વીણી વીણીને મારેલ. અંતે વિધાનસભાનું વિસર્જન કરવું પડેલ. નહેરુવીયન કોંગ્રેસે “અમે ગરીબી હટાવીશું” એ વચન આપી સત્તા ઉપર આવેલ. પણ ઇન્દિરા ગાંધી બધાજ ક્ષેત્રોમાં નિસ્ફળ નીવડેલ. ભ્રષ્ટાચારના આક્ષેપો તેની ખુદની ઉપર પણ હતા.

નહેરુવીયન કોંગ્રેસ એક શાસક પક્ષ હતો. તે જનતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. તેણે પોતાની ૨૦૦૯ની ચૂંટણી જનલોકપાલ બીલનો મુસદ્દો જનતા પાસે રજુ કરીને ચૂંટણી લડી હતી. એટલું નહીં પણ તે પક્ષ પોતે સંપૂર્ણ બહુમતિ વાળો પક્ષ ન હતો. તે અન્ય પક્ષો સાથે ચૂંટણી પરિણામો પછીના જોડાણો કરી સત્તા ઉપર આવ્યો હતો. તેની પાસે સત્તા હોય તો પણ તે સત્તા, નિયમો બનાવવા માટેની સત્તા ન હતી.

ભારતીય બંધારણ પ્રમાણે પણ તેની પાસે નિયમો બનાવવાની સત્તા ન હતી.

આનો અર્થ પણા થયો કે શાસક પક્ષને બંધારણમાં ફેરફાર કરવાની પણ સત્તા નથી.

જે લોકો સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં નિપૂણ છે તેઓ હેતુપૂર્ણ મુસદ્દો બનાવે અને ન્યાયશાસ્ત્રના વિદ્વાનો તે મુસદ્દાને વિધેયકનું સ્વરુપ આપે. પછી તેને જનતા સામે મુકે. અને જનતા તેના ઉપર પોતાના પ્રતિભાવો અને સૂચનો આપે. તે પછી તેને આખરી સ્વરુપ આપવામાં આવે.

જનપ્રતિનિધિઓની પાસે કઈ સત્તા છે?

જનપ્રતિનિધિઓ પાસે સત્તા છે કે તે વહીવટકારો (પબ્લિક સર્વન્ટ), નિયમોને અને નીતિઓને અમલમાં મુકે. જનપ્રતિનિધિઓ તેની ઉપર નિરક્ષણ કરે અને જો તેઓ તેમાં ચૂક કરે તો તેમને દંડિત કરે.

બાબતની વિસ્તૃત ચર્ચાબધી સમસ્યાનું સમાધાન એટલે નવ્ય ગાંધીવાદ લેખમાળામાં કરવામાં આવી છે.

રામ રાજ્યની ઉંડાઈ સમજવી મૂર્ધન્યો, સમાચાર માધ્યમના પંડિતો, મોટાભાગના કટારીયા લેખકો અને પાશ્ચાત્ય રાજ્યશાસ્ત્રના પંડિતોના મગજની ક્ષમતાની બહાર છે. ભારતના રાજકીય પક્ષો અને તેમાં પણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ તો તે સમજી શકે.

હજારો વર્ષ જુના ભારતીય જનતંત્રમાનસ જેને મહાત્મા ગાંધીએ પુનર્‍ જાગૃત કે નવજાગૃત કરેલઇન્દિરા ગાંધીએ તેને ૧૯૬૮થી ક્ષતિ પહોંચાડવી શરુ કરેલ અને ૧૯૭૫માં જનતંત્રીય માનસિકતાને સંપૂર્ણ ધરાશાઈ કરેલ. એજ ઇન્દિરા ગાંધી જેને આજે પણ નહેરુવીયન કોંગ્રેસીઓ એક આદરણીય અને પૂજનીય નેતા માને છે. આવી માનસિકતાવાળો પક્ષ રામરાજ્યની ઊંડાઈ કેવી રીતે સમજી શકે?

નહેરુવીયન શાસકોએ ને તેમણે સર્જેલી માનસિકતાએ, રામને ફક્ત ધાર્મિક વ્યક્તિ બનાવીને ભારતીય જનતાંત્રિક પરંપરાને ચીંથરેહાલ કરી દીધી છે. નહેરુવીયન કોંગ્રેસની સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં શપથ પૂર્વક કહ્યું કે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિ હતા નહીં.

રામની મહાનતા, ભારતીયો સમજ્યા અને તે મહાનતા અદ્વિતીય હોવાને કારણે તે રામને તેમણે ભગવાન બનાવી દીધા.

ભગવાન એટલે શું?

ભગઃ એટલે તેજ. આકાશમાં  સૌથી વધુ તેજસ્વી પદાર્થ હોય તો તે સૂર્ય છે. સૂર્ય, પૃથ્વીને ધારણ કરે છે. સૂર્ય માત્ર અગ્નિનો ગોળો નથી. ભારતીયો સાંસ્કૃતિક રીતે અને તાત્વિક રીતે કુદરતી શક્તિઓને ફક્ત સજીવ નહીં, પણ સજીવ ઉપરાંત તેમને દેવ પણ માને છે. સૂર્ય પણ એક મહાન દેવ છે. સૂર્યને લીધે પૃથ્વી ઉપર પ્રણાલીગત વ્યાખ્યા પ્રમાણે કહેવાતી સજીવ સૃષ્ટિ થઈ અને ટકી રહી છે. સૂર્યની પાછળ રહેલો દેવ, વિષ્ણુ છે. એવી માન્યતા છે કે જેમ સૂર્ય પૃથ્વીનું રક્ષણ કરે છે તેમ આજ વિષ્ણુ, અવારનવાર યુગપુરુષ રુપે જન્મી પૃથ્વીના સજીવસમાજનું રક્ષણ કરે છે.

માન્યતા, કંઈ ભારત એકલામાં ચાલી છે એવું નથી. મેક્સીકોથી શરુ કરી ઈજીપ્ત અને જાપાન સુધી માન્યતા પ્રવર્તે છે કે રાજા (કે અમુક રાજાઓ) સૂર્યના અવતાર છે.         

રામ મંદિર થવું જોઇએ કે નહીં?

કોનું પૂજન થાય છે?

જેનું અસ્તિત્વ હોય તેનું પૂજન થાય છે. પ્રાકૃતિક શક્તિઓનું અસ્તિત્વ છે તેથી તેનું પૂજન થાય છે. કેટલાક દેહધારીઓએ અભૂત પૂર્વ કાર્યો કરેલા, એવું જે સમાજને લાગ્યું, તે સમાજે તેમનું પૂજન શરુ કર્યું. તેમના મંદિરો બનાવવામાં આવ્યાં. આવી પ્રણાલી ફક્ત ભારતમાં છે તેવું નથી. આવી પ્રણાલી પૂરા વિશ્વમાં છે. અત્યારે મરેલા નહીં પણ જીવતા મનુષ્ય દેહધારી ભગવાનોની સંખ્યા ચાર આંકડામાં અસ્તિત્વ ધરાવે છે.

પણ વિશ્વમાં એવી પ્રણાલી ક્યાંય નથી કે જેનું ફક્ત સાહિત્યિક અસ્તિત્વ હોય, તેનું પણ પૂજન થાય અને તેના પણ મંદિરો બને.

કોઈ પણ એક મહામાનવને લો. તેમની  બાબતમાં એકથી વધુ લેખકો, તેમની જીવન કથા કે પ્રસંગોની કથાઓ લખશે. પોતાની રીતે મૂલવશે. મહાત્મા ગાંધી વિષે હજારો મૂર્ધન્યોએ લખ્યું છે અને લખ્યા કરશે. પોતાની રીતે તેમના જીવનને અને તેમના જીવનના અનેક પ્રસંગોને મૂલવશે. ગાંધીજી જ્યાં જ્યા ફર્યા ત્યાં ત્યાં તેમના સ્મૃતિઓ અને સ્મારકો પણ નિર્માણ પામશે. જ્યાં ગાંધીજી જન્મ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. જ્યાં રહ્યા ત્યાં પણ તેમનું સ્મારક બનશે. બધા મહાપુરુષો વિષે આવું કંઈક વત્તે ઓછે અંશે થાય છે અને થતું રહેશે.

સરસ્વતીચંદ્ર, જયા જયંત, ડૉન કિહોટે, ભદ્રંભદ્ર, મહેન્દ્રકુમારી, રા તાઈ, ટારઝન, સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર, કેપ્ટન મારવેલ વિગેરેને શું કોઈ પૂજશે? કે તેમના ધાર્મિક અને ક્રિયાસ્થળો પર સ્મારકો બનાવશે. હા એક વાત જરુર છે કે લોકો કંઈક વિચાર ગ્રહણ કરશે. ભદ્રંભદ્રએ માધવ બાગમાં ધર્મસભામાં ભાષણ આપેલ. ત્યાં શું તેમનું સ્મારક થશે? ભદ્રંભદ્રની જન્મ જયંતિ આપણે મનાવીશું? હા પણ વિવેકાનંદના સ્મૃતિ ચિન્હો આપણને ઠેર ઠેર મળશે.

માની લો કે ચાણક્યને આપણે ભગવાન માન્યા.

“ચાણક્ય”ના નામનો આપણે એક ધર્મ બનાવ્યોતે ધર્મને ફેલાવ્યો. કાળક્રમે કોઈ પણ રીતે તેનું જન્મ સ્થળ ધ્વસ્ત થઈ ગયું. નહેરુવીયનોએ પણ નહેરુના નામનો એક ધર્મ બનાવ્યો. અને જ્યાં જ્યાં ચાણક્યના સ્મૃતિ ચિન્હો હતા ત્યાં ત્યાં તેમણે ચર્ચ બનાવી દીધાં, અને જાહેર કરી દીધું કે ચાણક્ય જેવું કોઈ થયું નથી અને એવું કોઈ હોઈ શકે નહીં. એમ કંઈ એક બ્રાહ્મણ પોતાના અપમાનનો બદલો લેવા માટે, ૧૨ લાખના સૈન્યબળવાળા રાજાના સામ્રાજ્યને ઉથલાવી શકે? કદી નહીં. “કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના”. ચાણક્ય”ના ધર્મ વાળા તો ગાંડા છે. તેઓ એક કપોળકલ્પિત  વ્યક્તિની પૂજા કરે છે. આ એમનું એક ગાંડપણ છે. ચાણક્ય તો દંતકથાનું પાત્ર માત્ર છે.

જે એલ નહેરુનું મહત્વ વધારે છે કે ચાણક્યનું?

ચાણક્ય તો જે એલ નહેરુથી ૨૩૦૦+ વર્ષ સીનીયર છે. તેથી ચાણક્યનો અધિકાર પહેલો છે. હા પણ વાત ત્યારે બને જો આપણે ચાણક્યને ઐતિહાસિક વ્યક્તિ માનીએ તો.

હિન્દુ પ્રણાલી પ્રમાણે મૃતદેહ અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. મનુષ્યનો અંતિમ યજ્ઞ છે. ઈશ્વરે આપણને દેહ આપ્યો, આપણે તે દેહ, ઈશ્વરને સમર્પિત કર્યો. ઇશ્વરનું મુખ અગ્નિ છે. તેથી ઈશ્વરને આપણે અગ્નિ મારફત દેહ આપી દીધો. દેહવિસર્જનનો યજ્ઞ સ્મશાનમાં થાય છે. એટલે હિન્દુઓમાં કબર હોતી નથી.

મહામાનવોની યાદમાં જન્મભૂમિ અને કર્મભૂમિ (ભુમિઓ) હોય છે. એટકે ત્યાં સ્મૃતિચિન્હો બનાવવામાં આવે છે. કર્મભૂમિ અનેક હોય છે. જન્મભૂમિ અનેક હોતી નથી. જો વિદેશીઓ આવે અને તે ધર્મસ્થળને તોડીને નવું પોતાનું ધર્મસ્થળ બનાવી દે તો, અને સો ટકા ધર્મ પરિવર્તન થઈ જાય તો, આખી વાત ભૂલાઈ જાય છે. પણ જો વિદેશીઓ ૧૦૦ ટકા ધર્મ પરિવર્તનમાં નિસ્ફળ રહે તો લોકવાયામાં તે જન્મ સ્થળ જીવિત રહે છે.

ભારતમાં એવું થયું કે વિદેશી આક્રમણો થયાં ખરાં અને વિદેશીઓએ બળપ્રયોગ પણ કર્યો. પણ ભારતીય હિન્દુધર્મ અતિ પ્રાચીન, સુગ્રથિત, તર્ક અને સંવાદ આધારિત હોવાથી વિદેશીઓ મોટે ભાગે  અભણ અને ગરીબોનું ધર્મપરિવર્તન કરી શક્યા. અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકા જેવું ભારતમાં થયું. ત્યાં અમેરિકા કે દક્ષિણ યુરોપ કે દક્ષિણ પશ્ચિમ એશિયા કે ઉત્તર આફ્રિકામાં તો સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં વિકસિત સંસ્કૃતિ ફક્ત ઇતિહાસના પાનાઓ ઉપર રહી ગઈ.

અહીં ભારતમાં પણ ખ્રીસ્તીધર્મ ગુરુઓએ અને શાસકોએ ભરપૂર પ્રયત્નો કરેલ. પણ તેઓ એવું કરી શકે તે પહેલાં તો તેઓએ ઉચાળા ભરવાનો સમય આવી ગયો. કેટલાક વિદેશીઓ, બે વાત ભારતના હિન્દુઓ પાસેથી શિખીને ગયા. એક એ કે ધર્મ શ્રદ્ધાનો વિષય નથી પણ સંવાદ અને સહિષ્ણુતાનો વિષય છે. બીજી વાત શિખીને ગયા કે ભારતમાં તો ચક્રવર્તી રાજા અશોક પણ પોતાનો ધર્મ (બૌદ્ધ ધર્મ) ૧૦૦ ટકા સ્થાપવામાં નિસ્ફળ ગયેલ તો “અમે (ખ્રિસ્તીઓ) તે વળી કોણ?”

હા. તમે વિદ્વાનો સાથે ચર્ચા કરો અને શંકરાચાર્યની જેમ જીતો તો જુદી વાત છે. પણ તમારી તો પ્રણાલી હતી.

જનતંત્રમાં રામ મંદિર કેવી રીતે બની શકે?

હિન્દુઓ અને મુસ્લિમોના ધર્મગુરુઓ જો પરસ્પર સહમતી બનાવે તો રામ મંદિર બનવું શક્ય છે.

મુસ્લિમો પણ મનુષ્ય છે. માનવતા, કોઈ એક ધર્મનો ઈજારો નથી. મુસ્લિમ રાજાઓ પણ ધર્મથી ઉપર જઈને ન્યાય કરતા હતા. એટલે મુસ્લિમો પાસેથી સદભાવનાની અપેક્ષા રાખવી અસ્થાને નથી.

પણ નહેરુવીયન કોંગ્રેસ જેવા અનેક દંભી અને વંશવાદી પક્ષો છે જેઓનું કામ લોકોને વિભાજીત કરવાનું છે. જેઓ સરદાર પટેલના જ્ઞાતિ બંધુઓને જેઓ પૈસાપાત્ર જ્ઞાતિઓમાં બીજે નંબરે છે તેમને પણ બહેકાવીને અતિનિમ્ન કક્ષાએ લઈ જઈને તેમને માટે અનામતનું ભૂત ધૂણાવી શકે છે તેમને માટે તો મુસ્લિમોને મમત ઉપર ચડાવવા ડાબા હાથનો ખેલ છે.

વર્તમાન પત્રોના કટારીયા માંધાતા પણ અનામતના ગુણદોષની ચર્ચા કરવાને બદલે બીજેપી કેવો તકલીફમાં આવી ગયો અને પાટીદારો કેવું કેટલું વ્યાપક આંદોલન કરી રહ્યા છે તેમાં રચ્યા પચ્યા રહે છે. આવા સમાજમાં ફક્ત ન્યાયાલયનો ચૂકાદો રામમંદિરનો પ્રશ્ન ઉકેલી શકે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ રામ, વચન, પ્રતિજ્ઞા, નહેરુવીયન, નહેરુ, ઇન્દિરા, મહાત્મા ગાંધી, રામરાજ્ય, રાજારામ, અર્થઘટન, નિયમ, પરિવર્તન, પ્રણાલી, શાસક, અધિકાર, ઈશ્વર, મનુ, અધિકારી, જનતંત્ર, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી, નિરીક્ષણ, સત્તા, ઋષિ,

      

 

  

 

 

Read Full Post »

સમસ્યાઓનું નિરાકરણ એટલે નવ્ય સર્વોદયવાદ – ૫. મોદીના સ્વપ્નનું ગામ કેવું હોવું જોઇએ?

વપરાશના મકાન વિષે ગાંધીજીના ખ્યાલોઃ

દરેક મકાનમાં હવા ઉજાસ હોવા જોઇએ,

સૂર્યનો તડકો આવવો જોઇએ,

આકાશ જોઈ શકાતું હોવું જોઇએ,

સંડાશ હોવું જોઇએ,

નાના બાળકને રમવા માટે મોકળાશ હોવી જોઇએ,

મકાનની કિમત રુપીયા ૫૦૦થી વધુ ન હોવી જોઇએ.

આપણે તેમાં ઉમેરીએ કે:

મકાનમાં ગીલેરી હોવી જોઇએ,

મકાનની એક બાજુ સુદૂર સુધી ખુલ્લી જગ્યા હોવી જોઇએ,

હવાની અવરજવર થઈ શકે તે માટે હવાને આવવા જવાનો રસ્તો હોવો જોઇએ,

મકાનના રહેવાસીઓ પોતાને કોમ્યુનીટીમાં રહે છે અને સાથે સંવાદ કરી શકે છે તેવી સગવડ હોવી જોઇએ,

શાળા નજીક હોવી જોઇએ,

દુકાનો નજીક હોવી જોઇએ

પાણીના નળ હોવા જોઇએ,

પાણીના નિકાલની સગવડ હોવી જોઇએ,

શાસન સાથે સંવાદ કરવાની અને સમસ્યાનું નિરાકરણ કરવાની સગવડ હોવી જોઇએ,

સામાજીક સુરક્ષા, વ્યક્તિગત સુરક્ષા અને આરોગ્ય સુરક્ષા હોવી જોઇએ.

રહેણાંકની ગોઠવણ

રહેણાંક કોલા ક્ર્મ ૫,૬,૭, અને ૮ની ગોઠવણને આપણે એક મોડ્યુલ ગોઠવણ કહીશું. આ ગોઠવણ અનેક પ્રકારે થઈ શકે.

રહેણાંકના કોલાઓની ગોઠવણ કઈ કઈ રીતે થઈ શકે તે નીચેના ચિત્રમાં બતાવ્યું છે.

ત્રણ અને ચાર કોલાને પણ ગ્રુપમાં લઈ શકાય.

શાસન શું આપશે?

શાસન ફક્ત દિવાલ વગરના કોલાઓ આપશે.

ધારો કે ત્રણ કોલાનું એક મંડળ લીધું છે. અને એક કુટૂંબને બે કોલા આપ્યા અને એક કુટૂંબને એક કોલો આપ્યો. આવા સંજોગામાં બે કુટૂંબની કોમન દિવાલ શાસન બનાવી આપશે.

દરેક કોલાઓ ની બહારની દિશાઓમાં લોખંડની જાળીઓ આરસીસી પીલરમાં કે ગેલેરીના આરસીસી વર્કમાં ફીટ કરીને આપવામાં આવશે. આ બહારની દિશામાં પડતી આ જાળીઓને જો તેઓ ગેલેરીમાં હશે તો તેને ચણતરથી બંધ કરી શકાશે નહીં. પણ બીમ ઉપર દિવાલ બનાવી શકાશે.

ગ્રામ્ય વિસ્તારના નવસંરચના સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો એક પ્લાન નીચે આપેલો છે.

જમીન તળ

પશુપાલકોના અને કૃષકોના ઢોર તથા તેમના રહેઠાણ દર્શાવેલા છે. કારીગરો અને માલધારીઓના રહેઠાણો સામે સામે છે. પણ કારીગરોના રહેઠાણો પેસેજમાં ખુલે છે. માલધારીના મકાનો બહારની તરફ ખુલે છે.

દુકાનોની પાછળના ભાગમાં વાહન પાર્કીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દુકાનોની અંદર પ્રવેશ ફક્ત પેસેજમાંથી જ જઈ શકાશે.

જો આ વિસ્તાર શહેરી વિસ્તાર હશે તો વાહન પાર્કીંગની વ્યવસ્થા ભોંય તળીયામાં હશે.

ઉપર ૧૫ફૂટ બાય ૧૫ ફૂટના બે કોલા છે. એક એક કોલો બે ગરીબ કુટૂંબને ફાળવેલો છે. દરેક કોલા સાથે બે ગેલેરી છે. આ ગેલેરીને લોખંડની જાળીઓ ૩ફૂટની પડદી કરી લગાવવામાં આવી છે.

એક જ માળ ઉપર આવેલા અને એક જ હરોળમાં રહેલા કોલાઓના અલગ અલગ રીતે ગ્રુપ બનાવી શકાશે.

(૧) બે કોલાનું એક ગ્રુપ. બે કે એક કુટૂંબને આપી શકાશે

(૨) બે કોલાનું એક ગ્રુપ પણ બની શકે. ચારે બાજુથી ખુલ્લું આ વ્યવસ્થા જો જમીન વધુ હશે તો આમ થઈ શકશે.

(૩) ચાર કોલાનું એક ગ્રુપ. બે કે એક કુટૂંબને આપી શકાશે.

(૪) ઉપર નીચેના કોલાઓ પણ એક કુટૂંબની ઈચ્છા હોય તો આપી શકાશે.

 મોડ્યુલ અને રચના

પક્ષીઓનો ઉપદ્રવ અને ગંદકી ટાળવા દરેક કોલાની બહારની ખુલ્લી બાજુએ લોખંડની જાળીઓ લગાવવામાં આવશે.

કોલાઓની રચના કેવી હશે?

માળની સંખ્યાને અનુરુપ પીલરોનું કદ નક્કી થશે.

બીમ બધા પ્રીકાસ્ટ કરવા હશે તો તેને કરી શકાશે.

સ્લેબ માટે સ્લેબના નાના નાના એલીમેન્ટ હશે તેને ગોઠવીને સ્લેબ તૈયાર કરવામાં આવશે.

આર સીસી વર્ક

પીલર અને બીમ નું આરસીસીઃ

આ પ્રમાણે પીલર અને બીમ ના પ્રીકાસ્ટેડ (કારખાનામાં તૈયાર કરેલા) ટૂકડાઓને જગ્યા ઉપર જોડવામાં આવશે અને આરસીસીનું બહુમાળી માળખું તૈયાર થશે. સ્લેબના એકમો પેસેજમાટે ગોઠવી દેવામાં આવશે. સ્લેબના એકમોને સીમેન્ટથી ચોંટાડવામાં આવશે અથવા ચૂનાથી ચોંટાડવામાં આવશે.

પત્થરોના પીલર અને બીમ.

જ્યાં મજબુત પત્થરો ઉપલબ્ધ છે ત્યાં પત્થરોનો ઉપયોગ પીલર અને બીમ અને બીમના એલીમેન્ટ (એકમ) બનાવવામાં થઈ શકશે. આમાં આવતી તકનીકી (ટેક્નીકલ) સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. પત્થરો ના પીલરો સહેલાઈથી બની શકે. પણ પત્થરોના પ્રીકાસ્ટેડ બીમ બનાવવા માટે તેને યોગ્ય આકારમાં એકબીજામાં ફસાવી શકાય અને આ જોડાણ તેમાં લગાવેલા બાઈન્ડીંગ મટીરીયલ (જોડાણ મજબુત રહે તે માટેનું રસાયણ) તથા ધાતુની સ્લીવ (બાંય) કે ધાતુની પટ્ટીઓ થી મજબુતાઈથી બાંધીને કરી શકાય છે.

જો કે દશેક માળ સુધીનું જ સંકુલ હોય તો પત્થર ગૂનાના પીલરો કરી શકાય. તેનું કદ મોટું રાખવું પડે. બે પીલર વચ્ચેના બ્લોકની ડીઝાઈન બદલવી પડે.

નવ સંરચના

શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવ સંરચના (રીડેવેલપમેન્ટ), કરતી વખતે જેઓ બેકાર છે અને ઘરવગરના છે કે ભીખારી છે તેમને સુવાની સગવડ આપી શકાય.

જો પ્રીકાસ્ટેડ બીમ, પીલર અને સ્લેબના એકમો કારખાનામાં તૈયાર કરવામાં આવે તો એક કોલો એક કુટૂંબને આપવામાં આવે તો તેનો ખર્ચ ત્રણ કોલા જેટલો આવે. કારણ કે આપણે અમુક જગ્યા ખુલ્લી છોડીએ છીએ અને પેસેજ પણ આપીએ છીએ.

એટલે કે ૭૫ ચોરસ મીટરના બાંધકામ જેટલો ખર્ચ થાય. એક ચોરસ મીટરનો ખર્ચ ૫૦૦૦ રુપીયા થાય તો ૭૫ ચોરસમીટરનો ખર્ચ ૭૫ ગુણ્યા ૫૦૦૦ થાય. એટલે કે ૩૭૫૦૦૦ (ત્રણ લાખ પંચોતેર હજાર રુપીયા) થાય. ગાંધીજીએ જે સમયે રુપીયા ૫૦૦ ની લીમીટ રાખેલી ત્યારે સોનાનો ભાવ ૩ રુપીયે ગ્રામ હતો. આ પ્રમાણે ગણો તો ૫૦૦ રુપીયામાં તે વખતે ઓછામાં ઓછું ૧૬૫ગ્રામ સોનુ આવતું હતું.

આજે સોનાનો ભાવ ૩૦૦૦ રુપીયે ગ્રામ છે. એટલે ૧૬૫ ગ્રામ સોનું ૪૯૫૦૦૦ (ચારલાખ પંચાણું હજાર) રુપીયામાં આવે. આ પ્રમાણે ઘર ગાંધીજીએ બાંધેલી સીમામાં રહેણાંકનું મકાન તૈયાર થઈ શકે છે.

ગ્રામ્ય અને શહેરી વસ્તીઓમાં જ્યાં જમીનનો વ્યય થયેલો છે ત્યાં આ નવ સંરચના અમલમાં મુકવાથી ઘણી જ જમીન ફાજલ પડશે,

ફાજલ પડેલી જમીન ઉપર નવી સંરચનાઓના સંકુલ અમલમાં મુકી શકાશે.

બાગ બગીચાઓ થઈ શકશે.

વાહનવ્યવહારનું રસ્તાઓ ઉપર દબાણ ઓછું કરી શકાશે.

શાળા નજીક થઈ શકશે,

સંકુલના શાસકીય વહીવટનું કાર્યાલય સંકુલમાં જ રાખવાથી જનતાને સરળતા રહેશે,

મિલ્કતને લગતા કોર્ટના કેસો નાબુદ થશે,

ગેરકાયદેસર બાંધકામ ના બનાવો નષ્ટ થશે,

સંકુલના રહેણાંકમાં પ્રવેશ સુરક્ષા ચકાસણી થયા પછી જ થતી હોવાથી અને દરેકની નોંધણી થયેલી હોવાથી ગેરકાયદેસર પ્રવેશ અશક્ય છે.

સંકુલમાં મતદાર મંડળ હશે,

સભાખંડ હશે.

દરેક કાર્યવાહીઓ ની વીડીયો ક્લીપ બનશે.

દરેક પ્રસ્તાવની નોંધ રહેશે,

દરેક જગ્યાએ સીસી કેમેરા રાખવાથી અરાજકતા દૂર થશે, ગુનાઓ લગભગ નાબુદ થશે

જનતાની સુરક્ષા વધશે,

પેસેજની સામસામે સૌના નિવાસસ્થાનો આવેલા હોવાથી સહજીવન (કોમ્યુનીટી) નો આનંદ વધશે. એકલતા દૂર થશે,

સામૂહિક આનંદ પ્રમોદના સાધનો વધારી શકાશે.

સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાથી અને તાત્કાલિક રીતે આપી શકાશે,

દરેક નિવાસ્થાનને સૂર્યનો તડકો અને હવા ઉજાશ મળવાથી, જનતાની તંદુરસ્તી સુધરશે,

પાણીના વપરાશના નિકાલની સગવડ હોવાથી નિષ્કાસિત પાણીનું શુદ્ધિકરણ કરવાની વ્યવસ્થા સંકુલમાં જ કરવામાં આવ્શે.

સંકુલના પીલરો ઉપર અને અગાશી ઉપર સોલર-પેનલ રાખવામાં આવશે.

જો શક્ય હશે તો પવનચક્કીઓ પણ બે કોલાઓ ના એકમોની વચ્ચે રાખેલી જગ્યામાં બીમ ઉપર ફીટ કરવામાં આવશે.

આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ લીફ્ટ ચલાવવા અને રાત્રે પ્રકાશ માટે કરવામાં આવશે.

કશું મફત મળશે નહીં.

શાસન જેઓ ઘરવગરના હશે તેમને ભાડે રહેઠાણ આપશે. અથવા ભાડા-ખરીદ પદ્ધતિના ધોરણે માલિકીના હક્ક આપશે.

જે વ્યક્તિઓ કે કુટૂંબો નિશ્ચિત સમય મર્યાદામાં હપ્તાઓ કે ભાડું ભરી નહીં શકે તેઓને દંડ ભરવો પડશે અને આ દંડ કે બીજો કોઈ પણ દંડ પહેલાં વસુલ કરવામાં આવશે. દરેક સંકુલમાં એક બેંક હશે. અને તેમાં દરેક વ્યક્તિના ખાતા હશે. દરેક વસુલાતો તે ખાતામાંથી થશે. જોકે આ માટેના નિયમો શાસન નિશ્ચિત કરશે.

જેમને હાલ તુર્ત કશું કામ આપી શકાય તેમ નથી, તેમને અંબર ચરખો કાંતવાનું કામ આપી શકાશે અને તેમાંથી રહેવાના કે સુવાના ભાડાના પૈસા વસુલ કરવામાં આવશે. જો કે પાંચ ત્રાકનો અંબર ચરખો આઠ કાંતવાથી એક વ્યક્તિને તો પૂરતી રોજી મળી શકે છે.

દરેક શાસન કર્મી એ નિશ્ચિત વસ્ત્રો અને તે પણ ખાદીના જ વસ્ત્રો પહેરવા પડશે.

આ પ્રમાણે કોઈ કામવગરનું રહેશે નહીં.

દરેક સંકુલનો તમામ વહીવટ, શાસનો વહીવટી (એડમીનીસ્ટ્રેટીવ) અધિકારી કરશે.

શિરીષ મોહનલાલ દવે,

ટેગ્ઝઃ નવ્ય સર્વોદયવાદ, મોદીના સ્વપ્નનું ગામ, સંકુલ, મકાન, કોલો, રહેણાંક, શાસન, નવસંરચના, કૃષક, કારીગર, ગ્રામ્ય, પીલર, બીમ, એલીમેન્ટ, સ્લેબ, આરસીસી, પ્રીકાસ્ટ, એડમીનીસ્ટ્રેટીવ, અધિકારી, સીસી કેમેરા, વીડીયો, ઉર્જા, સોલર પેનલ

 

 

 

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને કોન્ટ્રાક્ટ સીસ્ટમ

તમે કહેશો કે સરકાર પોતાના કામના ટેન્ડરો બહાર પાડે અને જેણે ઓછામાં ઓછો ભાવ ભર્યો હોય તેને કામ આપે તો એમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કેવી રીતે થાય?

સર્વોચ્ચ ન્યાયાલયનો ચૂકાદો

સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચૂકાદો હતો. સરકાર જે કામ પોતે પોતાના માણસો દ્વારા કરતી હોય અને તે કામ તે કોન્ટ્રાક્ટ દ્વારા કરાવે તો તેથી મજુરોના હિતને નુકશાન થાય છે. તેથી તે એવા કામો કોન્ટ્રાક્ટ મારફત ન કરાવી શકે. પણ જો કામ સાતત્ય વાળું ન હોય એટલે કે કામચલાઉ હોય તો તે એવાં કામ કોન્ટ્રાક્ટ મારફત કરાવી શકે.

દા.ત. કે સરકારના એક વિભાગ પાસે કોઈ એક ગામમાં એક મકાન છે અને તેનું મોટું સમારકામ કરાવવાનું છે. સરકાર પાસે કડીયો છે, સુતાર છે, મજુરો છે, સરંજામ તે ખરીદી શકે છે, પણ તે આ કામ કરી શકશે નહીં. કારણ કે સરકાર પોતાના સ્ટાફ પાસે જો કામ કરવે તો તે સ્ટાફ પોતાનું રોજ બરોજનું કામ કરી શકશે નહીં. જો તે નવી નિમણુંકો કરશે તો તે કામ પૂર્ણ થયા પછી આ નવો સ્ટાફ ફાજલ પડશે. પણ જો તે કારીગરો ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હશે તો કોન્ટ્રાક્ટર તેઓને તેના બીજા કામોમાં ગોઠવી શકશે. એટલે આ તર્ક ઉપર સરકાર નવી નિમણુંકો ન કરે અને કોન્ટ્રાક્ટરો પાસે આવા કામ કરાવે. આવું તારણ સામાન્ય રીતે વ્યાજબી લાગે.

છીડાં શોધી શકાય

ધારો કે એક મોટું શહેર છે. એક સરકારી ખાતાને આ શહેરમાં ઘણી બધી ઓફિસો છે એટલે કે ઘણા બધા મકાનો છે. ધારોકે કોઈ એક સમયે તે ખાતા પાસે ઓછી ઓફીસો હતી. આ ઓફિસોમાં સફાઈ માટે મજુરો રાખેલ. એક કડીયો પણ હતો. એક સુતાર પણ હતો. એક ઈલેક્ટ્રીસીયન  પણ હતો. તેઓ રોજબરોજની સફાઈ અને રોજબરોજનું સમારકામ કરતા હતા. હવે ધારોકે એક નવી ઓફિસ શરુ થઈ. એક ઓફીસ માટે ફુલટાઈમ લેબર સ્ટાફ પરવડે નહીં. તેથી  આ કામ માટે પાર્ટ ટાઈમ સ્ટાફ રાખ્યો. હવે પાર્ટ ટાઈમ સ્ટાફમાં સફાઈવાળા સિવાય કોઈને કંઈ રોજ રોજ બોલાવાય નહીં. એટલે જ્યારે કામ હોય ત્યારે જ બોલાવાય. સફાઈવાળાની કલાકોના કામ લેખે હિસાબ થવો જોઇએ. તેની કામની વિગતો સાથે નોંધ રાખવી પડે. તેવી જ રીતે બીજા પાર્ટટાઈમ કારીગરોની પણ વર્ક ડાયરી રાખવી પડે. વળી આ બધાને એક દિવસના રોજ પ્રમાણે ચૂકવણું થઈ ન શકે અને કલાકના હિસાબે ત્રીરાશી માંડીને પણ ચૂકવણું થઈ ન શકે. એટલે જો અડધા રોજ થી ઓછૂં કામ હોય તો પણ અડધા રોજનું ચુકવણું કરવું જ પડે. અને અડધા રોજથી થોડું વધારે હોય તો આખા રોજનું ચુકવણું કરવું પડે. વળી ધારો કે બીજી એક બે પાર્ટ ટાઈમ કામવાળી ઓફીસ ચાલુ થઈ. તો જો આજ મજુરોને તેમની ફાજલ મજુરીનો લાભ લેવા માટે નવી જગ્યાએ મોકલીએ તો રોજ રોજ તેમને જવા આવવાનું ભાડું આપવું પડે. એટલે કે ટ્રાવેલીંગ આલાઉન્સ અને ડેઈલી આલાઉન્સ આપવું પડે.  આ બધું તો સરકાર માઈબાપને મોંઘું પડે. વળી ૨૫૦ દિવસ જો કોઈ મજુરને રાખ્યો હોય તો જ્યારે ક્યારેય ક્યાંય પણ જગ્યા પડે ત્યારે તેનો કાયમી થવાનો હક્ક બને.

રોજમદાર નોકરને કાયમી કરો એટલે ઉપાધીને આમંત્રણ

તમે રોજ ઉપરના મજુરને કાયમી કરો એટલે ઘણી રોજીંદી ક્રિયાઓ કરવી પડે. તેને કાયમી કરો તો તે એકલો તો હોય નહીં. અને આવા બીજા પણ કેસ હોય જે બીજા ગામમાંના પણ હોઈ શકે તો સીનીયોરીટીના સવાલો પણ ઉત્પન્ન થાય. અત્યાર સુધી તો તે ફક્ત મસ્ટર રોલના ચોપાનીયા ઉપર દેખાતો હતો. હવે તે હાજરી પત્રકના રજીસ્ટરમાં દેખાશે. તેનો હાજરી/ગેરહાજરીનો રીપોર્ટ લેખાધિકારીને દર મહિને મોકલવો પડશે. જાત જાતની રજાઓ અને વર્તણુંકની નોંધો, સરકારે નક્કી કરેલી પ્રણાલિગત ફોર્મોમાં નોંધવી પડશે. જો નોકરે કામમાં કે વર્તનમાં ક્ષતિ કરી હોય તો તેની ઉપર નિયમપ્રમાણે કાર્યવહી કરવી પડે. તેમ કરવામાં તેને એક લેખિત જાણ કરવા માટે અને જવાબ માટે યોગ્ય અધિકારી તરફથી એક પત્ર આપવો પડશે. તેનો જવાબ આપવા માટે તેને પૂરતો સમય આપવો પડે. અને તેનો જવાબ મળ્યા પછી તેના ઉપર ગુણવત્તાના આધારે વિવેક બુદ્ધિ વાપરીને નિર્ણય લેવાવો જોઇએ. આમાં તેના ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હોય તેની સાબિતીઓ પણ આપવી પડે.

નોકરીઓમાં બઢતીના પણ કેસો ઉભા થાય. સીનીયોરીટીના કેસો ઉભા થાય. તે વિષે નોકર દ્વારા મુદ્દાઓ ઉભા કરવામાં આવે. આ બધાનો અભ્યાસ કરવો પડે. જ્યાં સુધી કેસ ન્યાયાલયમાં ન જાય ત્યાં સુધી અધિકારી સાહેબે પોતે જ પોતાનું મગજ ચલાવવું પડે. જો કેસ ન્યાયાલયમાં જાય તો તો અધિકારી સાહેબને ટાઢા પાણી એ ખસ જાય એવું પણ સાવ નથી હોતું પણ તેમને વકીલ સાહેબને આપવાના પેપર તો તૈયાર કરવા પડે. ખાસ કરીને વર્તણુંકને લગતા કેસોમાં તો અધિકારી સાહેબ જ વાંકમાં આવતા હોય છે.

અધિકારીને મફતમાં મગજ ચલાવવું ગમતું નથી

તમે જાણો છો કે સરકારી અધિકારીઓને લખા પટ્ટી ગમતી નથી. તેમાં પણ નિયમિત પણે પત્રવ્યવહાર તો તેમણે કર્યો જ ન હોય. ટૂંકમાં અધિકારી સાહેબોને તસ્દી લેવી કે મગજ ચલાવવું ગમતું નથી. એટલે અધિકારી સાહેબને પોતાનો સ્ટાફ વધે તે તેમને ગમતું નથી.

તો આનો ઉપાય શું?

નીચલા અધિકારીનો સ્ટાફ વધારવો?

નીચલી પાયરીના અધિકારીનો? જો આવું કરવામાં આવે તો શું થાય? એટલે કે કે વર્તણુંકની બાબતમાં કે કામમાંની બાબતમાં જે અશિસ્ત ના કેસો ઉભા થયા હોય તો, તેની અપીલો બધી આ અધિકારી પાસે આવે. વળી આ એટલું સહેલું નથી. અમુક પ્રકારના કેસો તો તેમણે જ ચલાવવા પડે.

કારણકે ભારતીય બંધારણ દ્વારા સૂચિત સર્વીસરુલ પ્રમાણે જે અધિકારો રાષ્ટ્રપતિએ જે કક્ષાના અધિકારીને અધિકૃત કર્યો હોય તે અધિકારો તે અધિકારી પોતાની નીચલી પાયરીના અધિકારીને સોંપી ન શકે. (ડેલીગેટેડ પાવર કેન નોટ બી ડેલીગેટેડ ફરધર).

વર્તણુંક અને સીનીરીટીના (અગ્રતાક્રમના)ના કિસ્સાઓ નીચલા ક્રમના ક્લાસ-૨ અને ક્લાસ-૩ના સૌથી વધુ હોય છે. ક્લાસ-૪ના પણ થોડા હોય છે.

મગજમારીને ઓછી કરવા માટે આ કોન્ટ્રાક્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી છે?

જોકે આ કારણ જ એક માત્ર કારણ હોતું નથી. કોન્ટ્રાક્ટ સીસ્ટમ લાગુ પડવાથી અનેકને માટે કમાણી નો એક વધુ સ્રોત બને છે.

ધારો કે કોઈપણ એક કામ છે. જેના તમારી પાસે માણસો છે પણ તમારે તેમની પાસે કરાવવું નથી.

અધિકારી સાહેબ ટેન્ડર કોન્ટ્રાક્ટ બનાવે છે

જોકે જે તે જાણીતા કામના ટેન્ડર કોન્ટ્રાક્ટની ફોર્મેટ તૈયાર હોય છે. વધારાની શરતો માટે અધિકારી સાહેબોએ મગજ ચલાવવું પડે છે, જે બનતા સુધી તેઓ ઓછામાં ઓછું ચલાવે છે.

ટેન્ડર ભરનારની લાયકાત અને ગુણવતાના ધોરણ નક્કી કરાય છે. આમાં અધિકારી સાહેબ થોડી ઘણી ઘાલમેલ કરી શકે, કારણ કે લાયકાતનું ધોરણ એવું રખાય કે જેમાં તમારા વહાલા આવી શકે અને દવલા ન આવી શકે.

વર્તમાન પત્રોમાં નોટીસ અપાય છે.

ટેન્ડર ફી લઈ ટેન્ડર ફોર્મ વહેંચાય છે,

અર્નેસ્ટ મની ભરાવવામાં આવે છે,

અમુક તારીખ સુધીમાં વૈકલ્પિક સૂચનો મગાય છે,

સૂચનો ગ્રાહ્ય લાગે તો તેને સામેલ કરાય છે. સામાન્ય રીતે જ્યારે આમાં અંગત લાભ મેળવવાના હોય, એટલે કે અણગમતા કોન્ટ્રાક્ટરને હેરાન કરવાનો હોય તો, આવા સૂચિત ફેરફારને અવગણવામાં આવે છે. એટલે કે કોઈ એક કોન્ટ્રાક્ટર દ્વારા જે ફેરફાર સૂચિત થયા હોય તેને અવગણવામાં આવે છે. આંખ આડાકાન કરવામાં અવે છે. આમાં અધિકારી સાહેબને કોન્ટ્રાક્ટરને હેરાન કરી કમાણીનો કરવાનો ઈરાદો હોય છે.

સામાન્ય રીતે તો આવા સૂચનોનો અભ્યાસ કરવો જોઇએ ચર્ચા કરવી જોઇએ અને તેની ઉપર નિર્ણય કરી તે નિર્ણય બધાને જણાવવો જોઇએ,

કેટલીક પાર્ટીઓ એક કરતાં વધુ પેઢીઓ પોતાના સગાઓનાં નામે ચલાવતી હોય છે. તેઓ અનેક ટેન્ડરો ભરે છે.

ટેન્ડરોને ખોલો,

ભાવોનું મૂલ્યાંકન થાય છે, આ મુલ્યાંકનમાં રમતો રમી શકાય છે.

પાર્ટીઓના ભાવો પ્રમાણે અનુક્રમમાં ગોઠવાય છે. તેમની પાસેથી સીક્યોરીટી ડીપોઝીટ લેવાય છે.

જો એક જ કામ હોય તો સામાન્યરીતે પ્રથમક્રમની માન્ય પાર્ટીને કામ સોંપવામાં આવે છે.

જો રેટરનીંગ (નાના નાના કામો કે જે હમેશા ચાલુ જ રહેતા હોય છે તેનો આખા વર્ષ માટેનો કે સીવીલ, ઈલેક્ટ્રીક સમારકામનો એક વર્ષ માટેનો હોઈ શકે છે. નાના નાના કામો પણ મોટા સાહેબના અધિકૃત વિસ્તારમાં ફેલાયેલા હોય, તો આવા કામોને ૫૦.૩૦.૨૦ કે એવા જ પ્રમાણમાં ત્રણે પાર્ટીઓને એરિયા પ્રમાણે વહેંચી દેવાય અથવા તો ક્ષેત્રીય અધિકારીઓને કહી દેવાય કે તમે આ પ્રમાણે તમારા કામ વહેંચજો. ક્ષેત્રીય ધિકારીઓ પોતાની મનપસંદરીતે વર્તે. કોન્ટ્રાક્ટર કશો ઝગડો ન કરે. કારણ કે તેમને કામ કરવું હોય છે.

વહીવટ ક્યાં ક્યાં થાય

ટેન્ડર મંજુરીનો લેટર આપવામાં ટેન્ડર અધિકારી વહીવટ કરે.

ટેન્ડર ઉપર પોતાને કામ વહેંચાય તે માટે કોન્ટ્રાક્ટર ક્ષેત્રીય અધિકારી સાથે વહીવટ કરે,

કામની ચકાસણી માટેની બાબતમાં કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાઈટ ઉપર આવે ત્યારે તેમની સાથે વહીવટ કરે,

જો જ્યારે ક્યારેય અગર કોંટ્રાક્ટર સાથે કોઈ અધિકારીને વાંધો પડ્યો તો બીલ વીજીલન્સને જાય. એટલે વીજીલન્સનો પણ લાગો ઉમેરાય. એક ટેલીકોમ જીલ્લામાં તો એવી પ્રેક્ટીસ હતી કે બધા જ બીલ વીજીલન્સને મોકલવામાં આવે. એટલે વીજીલન્સનો લાગો પૂરો થયા પછી બીલ લેખા અધિકારી પાસે જાય.

કામના બીલને ધક્કો મારવામાં અધિકારીઓ અને તેમના  સ્ટાફ સાથે વહીવટ કરવો પડે,

કામના ફંડની ફાળવણી માટે કોન્ટ્રાક્ટરને જે ફાળવણી મહા લેખા અધિકારી હોય તેથી તેની સાથે વહીવટ કરવો પડે,

ફંડ ફાળવાયા પછી એકાઉન્ટ ઓફીસરો વળી તેને ઈન્ટર્નલ ઓડીટમાં મોકલે, ક્યારેક ત્યાં પણ લાગો લાગુ પડે. લેખાધિકારી બીલ ઉપર ચૂકવણીનો સીક્કો મારે તે માટે કોન્ટ્રાક્ટરને તેમની સાથે વહીવટ કરવો પડે,

ચેક લેવા માટે કોન્ટ્રાક્ટરને જે તે લેખા અધિકારી નકદ(કેશ) અને તેનો કનિષ્ઠ લેખા અધિકારી નકદ સાથે પણ વહીવટ કરવો પડે,

કામ પુરું થયા પછી અને કોન્ટ્રાક્ટનો સમય પુરો થયા પછી સીક્યોરીટી ડીપોઝીટ છોડાવવા માટે વળી પાછો વહીવટ કરવો પડે.

હવે તમે કહેશો કે જો કોન્ટ્રાક્ટરને આટલા બધા સાથે વહીવટ કરવો પડતો હોય તો કોન્ટ્રાક્ટરને નફો કેવીરીતે રહે?

નફો રહે. કારણ કે કોન્ટ્રાક્ટરના કામમાં ગુણવત્તા જ ન જળવાઈ હોય. કામ સમયસર પુરું ન થાય અને કદાચ કાયમ માટે અધુરું રહે તો પણ તેને કશું ન થાય.

એક દાખલો જુઓ?

એક જગ્યાએ એક પ્લેટફોર્મ જે ચાર ફુટ ઉંચું, અને દશ બાય દશ ફુટ લાંબુ પહોળું કરવાનું હતું. સીવીલ વીંગને એસ્ટીમેટ બનાવવા અને કામ કરવા કહેવામાં આવ્યું. સીવીલ વીંગે રૂ. ૨૦,૦૦૦/- જેવો એસ્ટીમેટ બનાવ્યો. સ્પેસીફીકેશન બહુ ઉંચા બનાવ્યા. આ એવો સમય હતો કે જ્યારે રૂ.૨૦,૦૦૦/- માં એક નાનું મકાન બની શકે. (ધારોકે આ કામ સીવીલ વીંગને કરવાનું કહેવામાં આવ્યું હોત તો શું થાત?

ટેન્ડરમાં ભાવ કેવી રીતે માગવામાં આવે છે? ટેન્ડરમાં કામની કિમતના કેટલા ટકા વધારે કે કેટલા ટકા ઓછાએ કામ કરી દેવામાં આવશે એ જ લખવાનું હોય છે. ધારો કે કોઈ કોન્ટ્રાક્ટરે ૨૫ ટકા ઓછા ભાવે કામ કરી દેવાનું લખ્યું અને તેનું ટેન્ડર મંજુર થયું. તો શું થશે?

વાસ્તવમાં સ્પેસીફીકેશન (ગુણવત્તાનું ધોરણ) એટલું મજબુત કરવાની જરુર ન હતી. પણ મજબુત કર્યું.

કામ જ્યારે થાત ત્યારે ગુણવતાના ધોરણ જાણી જોઇને ન જળવાત. કામ કોન્ટ્રાક્ટરના ૮ ટકાના નફા સાથે આ આશરે ૪૦૦૦ થી ૫૦૦૦ પતી જાત. અને ઉપરના પૈસા સાહેબો અને કોન્ટ્રાક્ટર વહેંચી લેત.

તમે જુઓ, જ્યારે પણ નવા રસ્તાના ડાઈવર્ઝન રોડ બને છે તેમાં અડધા ઉપર પૈસા ખવાઈ જતા હોય તો આશ્ચર્ય ન જ પામશો.

મજુર કાયદો? એને કોણ ગણે છે?

કોન્ટ્રાક્ટર મજુર કાયદાનું કદી પાલન ન કરે.

કોન્ટ્રાક્ટર પોતાનું કામ બીજાને આપી દે,

અગર લેબર કમીશ્નરનો કોઈ ઈંસ્પેક્ટર કોન્ટ્રાક્ટરના કામના સાઈટ ઉપર આવે તો તેને કોઈ જવાબદાર વ્યક્તિ ન મળે. અને કોન્ટ્રાક્ટરના નામની પણ તેને ખબર ન પડે. પણ તેણે ખફા થવું ન પડે. કારણ કે મુકાદમને સૂચના આપી દે કે કામનો માલિક તેને ઓફિસમાં મળી આવે.  માલિક મળી આવે એટલે કેસ જો રેકોર્ડ કર્યો હોય તો જરુરી રીમાર્કો લાગી જાય અને વાત પુરી થાય.

કોન્ટ્રાક્ટ પ્રણાલીમાં બધાને ફાયદો ને ફાયદો જ છે. સિવાય કે પ્રજાના પૈસા ચવાઈ જાય.

પણ આનો શું ઉપાય નથી?

ઉપાય તો છે જ

બીગ ઈઝ બ્યુટીફુલ એટલે મજુર કાયદાનું પાલન સહેલુ

મજુર કાયદાનું પાલન ત્યારે વધુ   સરળ બને જ્યારે કામ ઘણું મોટું હોય, કોન્ટ્રાક્ટર પણ ઘણો મોટો હોય અને મોટો કોન્ટ્રાક્ટર તેના કાયમી સ્ટાફ દ્વારા જ કામ કરે.

મોટો કોન્ટ્રાક્ટર એક રજીસ્ટર્ડ થયેલી કંપની હોવી જોઇએ. કંપનીએ તેના નોકરોને મજુરકાયદા પ્રમાણે સગવડ આપવી જ જોઇએ.

જાહેર જનતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમાં ચકાસણી કરી શકે તે માટે કોઈપણ કામ થતું હોય ત્યાં, વર્ક ઓર્ડર નંબર, કામ આપનાર સંસ્થાનું નામ, તેની વેબસાઈટ, ટેન્ડરની યુઆરએલ, કામ ચાલુ થાયાની તારીખ અને કામ પુરું કરવાની મુદત લખેલું બોર્ડ કામની દરેક જગ્યાના છેડે અને અથવા ગેટ પાસે લગાવવાં જોઇએ. આમ કરવાથી જનતાના હિતમાં વિચારતી સંસ્થાઓ કે વ્યક્તિઓ વેબ સાઈટ ઉપર જઈ કામ વિષેની માહિતિ અને ગુણવત્તા ના ધોરણો વિષે ચકાસણી કરી શકે.

વિદેશોમાં કેટલીક જગ્યાએ કામ ના બીલ સાથે કોન્ટ્રાક્ટરે પોતાના સંપૂર્ણ કામની સૂચિત ફોર્મેટમાં સીડી બનાવીને આપવી પડે છે. આ પ્રણાલી ભારતમાં પણ રાખી શકાય.

કોન્ટ્રાક્ટ સીસ્ટમમાં સરકાર પ્રારંભમાં પૈસા બચાવે છે. કારણ કે કામ કે તેનો એક હિસ્સો પુરો ન થાય ત્યાં સુધી સરકાર પાસે કામના પૈસા બચે છે. પણ જ્યારે ચુકવણું થાય ત્યારે વ્યાજ અને કોન્ટ્રાક્ટરના નફા સાથે (લાગાઓ સહિત), વપરાય છે.

पैसे पेडो पर नहीं उगते है ईसलिये घोटाले करने पडते हैं हमें

કાર્ટુનીસ્ટનો આભાર

પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ

નરેન્દ્ર મોદીએ પબ્લીક, પ્રાઈવેટ પાર્ટનરશીપ ની વાત કરી છે. આ એક સારી વાત છે. કારણ કે તેમાં સરકારી પૈસા બચે છે અને કોન્ટ્રાક્ટર ટોલ દ્વારા પૈસા દશ વર્ષે વસુલ કરે છે. પણ આ બાબતમાં પણ ઘણી બાબતો જેવી કે કામની ગુણવતા, નિભાવ (મેન્ટેનન્સ)ની ગુણવત્તા, શ્રમ નું મૂલ્ય, કંપનીની વિશ્વસનીયતા અને સરકારની પોતાની સક્રીયતા ઉપર પણ ઘણો આધાર રાખે છે. દા.ત. “વિશાલા” પાસે બંધાયેલ સાબરમતી નદીના બ્રીજ ઉપરનો ટોલ ટેક્ષ બે પેઢી (૩૦ વર્ષ) સુધી ચાલ્યો છે. આ એક સંશોધનનો વિષય છે.

જો સરકારનો જે તે ખાતાનો ઉચ્ચ અધિકારી કે મંત્રી કૃતનિશ્ચયી હોય તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ઘણાં કામો સરકાર પોતાના પૈસા જોડ્યાવગર કરી શકે. જો કે પ્રોજેક્ટના પ્લાનીંગ અને પ્રોજેક્ટના અમલમાં સરકારે સાચા અર્થમાં એક પાર્ટનર તરીકે અને પ્રજાના વાસ્તવિક પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવી પડે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ કોન્ટ્રાક્ટર, કામ, ગુણવત્તા, માહિતિ, અધિકાર, અધિકારી, ખાતું, લાગો, લેખા અધિકારી, ટેન્ડર, મૂલ્યાંકન, અર્નેસ્ટ મની, સીક્યોરીટી ડીપોઝીટ, પ્રોજેક્ટ, પ્રાઈવેટ, પબ્લીક, પાર્ટનર, મજુર, કાયદો

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ભાગ-૨

ગેરકાયદેસર બાંધકામ, દબાણ, ટ્રાફીક ડીપાર્ટમેન્ટની અને શહેર સુધરાઈનું અણઘડપણું અને ખાયકી જનતાને અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન બનાવે છે.

ટ્રાફિક નિયમોના ભંગ કરનાર જનતાને અશિક્ષિત, અસંસ્કૃત, ગંદી આદતોવાળી અને અનીતિમાન કહેવું સહેલું છે. પણ તેના મૂળમાં શહેરસુધરાઈના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓનું અણઘડપણું, અજ્ઞાનતા, ખુદના સફાઈના નીચા ધોરણો અને ખાયકી જવાબદાર છે.

પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે કઈ જાતનું અણઘડઆપણું અને અસંસ્કારિતા

સરકારમાં છે અને ચલાવી લેવામાં આવેછે.

હવે ધારોકે ૩ + ૩ લેનનો રસ્તો છે.

સેન્ટર લાઈન સાતત્ય વાળી હોવી જોઇએ. અથવા રોડ ડીવાઈડર હોવો જોઇએ.

લેન ની ગણત્રી સેન્ટરલાઈનથી ફૂટપાથ તરફની ગણીએ તો ૧, ૨ અને ૩ એમ થાય. ૧ નંબર ની લેન ફાસ્ટ લેન છે.

શહેરની અંદર મેન રોડ ઉપર સ્પીડ લીમીટ ૪૦ કીલો મીટરથી વધુ ન હોઈ શકે. એટલે સ્પીડ લીમીટનું બોર્ડ હોવું જોઇએ.

બે લેન વચ્ચે ધોળા પટ્ટાની ત્રૂટક લાઈન હોવી જોઇએ. બીજી લેનની સ્પીડ લીમીટ ટ્રાફીક પ્રમાણે એટલેકે ૪૦ કિ.મિ. થી તો ઓછી જ હોય છે.

જો તમે ૪૦ની સ્પીડથી લેન-૧ પર જતા હો તો પાછળ વાળાએ તમને હોર્ન મારવું ન જોઇએ.

જ્યારે પણ ટર્નીંગ માટેની ગલી કે રોડ ક્રોસ આવે તેના કમસે કમ ૨૦૦મીટર  અગાઉ તમારે તમારી લેન પકડી લેવી જોઇએ. જો વાહન દ્વી ચક્રી કે ત્રી ચક્રી હોય તો તેને લેનના ડાબા હિસ્સામાં અને જો વાહન ચતુસ્ચક્રી હોય તો હમેશાં લેનના મધ્યભાગમાં ચલાવવું જોઇએ. આ રીતે જો તમે વાહન ન ચલાવો તો તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય અને તે દંડને પાત્ર થાય.

તમે છેલ્લી ઘડીએ લેન-૩ કે લેન-૨ માંથી ડાબી બાજુ વળવા માટે  લેન-૧ ઉપર જઈ ન શકો. સીધા જવું હોય તો તમારે લેન-૨ પકડવી પડે અને જમણી બાજુ વળવું હોય તો લેન-૩ પકડી લેવી જોઇએ.

ઝીબ્રાક્રોસીંગ અગાઉ એક પટ્ટો હોય છે. જો લાલ લાઈટ હોય તો તમે તેથી આગળ જઈ ન શકો.

જો ટ્રાફીક સીગ્નલ ન હોય તો તમારે રોડ ક્રોસીંગ ના ૨૦૦ મીટર અગાઉ (ટ્રાફીક હોય કે નહોય તો પણ) તમારા વાહનને પહેલા ગીયરમાં જ લાવી દેવું જોઇએ, અને સ્પીડ ડેડ સ્લો કરી દેવી  જોઇએ. જમણી બાજુથી આવનારા જેઓએ તેમની તરફનો ઝીબ્રાક્રોસીંગ આગળનો પટ્ટો ક્રોસ કરી દીધો હોય અને તેમની પાછળના જે કોઈ વાહનો એકબીજા વચ્ચે ૨૦ મીટરથી ઓછા અંતરે હોય તે સૌ વાહનોને પહેલાં જવા દેવા પડે. 

સામાન્ય ૨+૨ લેનનો નમૂનો ડાયાગ્રામમાં આપેલો  છે.

Road Crossing

 

ટ્રાફીક માર્કીંગ હોતા નથી.

સામાન્ય રીતે રસ્તા ઉપર પાર્કીંગની પરવાનગી હોતી નથી. પણ જો પાર્કીંગની પરવાનગી હોય તો ત્યાં પાર્કીંગ ની સીમાઓ અને ગાળાઓ માર્ક થયેલા હોવા જોઇએ. જો ગાળાના સેન્ટરમાં વાહન પાર્ક થયું ન હોય તો તે અવ્યવસ્થિત પાર્કીંગ થયું કહેવાય. અવ્યવસ્થિત પાર્કીંગ પણ દંડને પાત્ર છે.  

ખોટી લેન ઉપર વાહન ચલાવવું

જો તમારે ડાબી બાજુ વળવાનું હોય તો તમારે સીગ્નલ આપી, સામેના મીરરમાં અને ડાબી બાજુના મીરરમાં પાછળનો ટ્રાફીક જોઇ લેન-૩ ઉપર આવી જવું જોઇએ.

કારણ વગર લેન બદલવી એ અવ્યવસ્થિત ડ્રાઈવીંગ કહેવાય. તે દંડને પાત્ર છે.

અણઘડપણું:

ટ્રાફીક માટેના માર્કીંગઃ

લેન માર્કીંગઃ લેના માર્કીંગ ઘણી જાગ્યાએ હોતા જ નથીં તો કેટલીક જગ્યાએ ઝાંખા હોય છે અને કેટલીક જગ્યાએ ખોટા હોય છે.

તમે કહેશો કે ખોટા માર્કીંગ કેવીરીતે હોઈ શકે?

સ્ટોપ લાઈન એ જગ્યાએ હોવી જોઇએ કે ડાબી બાજુ જે વાહનને વળવું છે તેને પૂરતી જગ્યા મળે અને તેનો પાછલો ભાગ તેની ડાબી બાજુની લેન ઉપર સીધા જનાર વાહનને ભટકાય નહીં.

વાસ્તવમાં અનેક વાર પરિસ્થિતિ એવી બને છે કે સીધા જનારા વાહનો ડાબી બાજુ જનારા વાહન માટે જગ્યા રાખતા જ નથી. ડાબી બાજુ વાળા માટે ગ્રીન સીગ્નલ હોવા છતાં ડાબી બાજુ જવાવાળા જઈ શકતા નથી. ખોટી જગ્યાએ વાહનને ઉભું રાખવું પણ દંડને પાત્ર બને છે.

આ બધા દંડ શા માટે વસુલ થતા નથી?

ટ્રાફીક પોલીસને બે જાતના ક્વોટા હોય છે. દંડની વસુલાતની પરચીનો ક્વોટા અને હપ્તાનો ક્વોટા. હપ્તાનો ક્વોટા તેઓ દબાણ વાળા, છકડાવાળા અને શેર-એ-રીક્ષાવાળા પાસેથી વસુલ કરી લે છે. વધારાની તસ્દી શા માટે લેવી.

ટ્રાફિક સંસ્કાર કેવીરીતે લાવી શકાય?

જો વાહનવાળાઓની અરાજકતા વ્યાપક અને જત્થાબંધ હોય તો ટ્રાફીક પોલીસ વાહનોને અટકાવી પરચી ફાડી દંડ વસુલ ન કરી શકે. ધારોકે તે આમ કરવા જાય તો ટ્રાફીક જામ થઈ જાય. અને કેટલાક માલેતુજાર કે અસામાજીક વાહકો પોલીસ સાથે ચર્ચામાં ઉતરે છે અને ટ્રાફિક પોલીસની તાકાત નથી કે તે દરેકને સરકારી કામમાં રુકાવટ કરવા બદલ અને ટ્રાફિકને અડચણ કરવા સબબ ફોજદારી સબબ ગુન્હો દાખલ કરે.

સીસી કેમેરાઓઃ

સીસી કેમેરા દરેક રોડ ઉપર અમુક અંતરે અને રોડ ક્રોસીંગ ઉપર લગાવી દેવા જોઇએ. કન્ટ્રોલ રુમમાં જ તેની ઉપર નિરીક્ષણ અને રેકોર્ડીંગ થયા કરવું જોઇએ. સોફ્ટવેર એવું હોવું જોઇએ કે દરેક વાહનની ઓવરસ્પીડ, વાહનના નંબર, અવ્યવસ્થિત ગતિ, વિગેરે દરેક જાતના ટ્રાફિક નિયમના ભંગ રજીસ્ટર થાય અને પ્રીન્ટ-પ્રીવ્યુ રેકોર્ડ થાય.

આ બધાની સાથે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર ઉપરથી તે માલિક ઉપર ચલાન બને, સ્પીડ પોસ્ટનું પોસ્ટેજ કવર એડ્રેસ સાથે તેની સાથે પ્રીન્ટ થઈને બહાર આવે. ચલાનમાં ચલાન નંબર આરટીઓ એકાઉન્ટ નંબર અને ચેક અથવા કેશ સ્વિકારનારી બેંકોના નામનું લીસ્ટ પણ હોય, ટાઈમ લીમીટ પણ હોય અને જો નિયમભંગની સાબિતી જોઇતી હોય તો પ્રીન્ટ આઉટ રીપોર્ટ લેવા માટે કેટલા વધારાના પૈસા ભરવા પડશે તે પણ લખ્યું હોય.  જો વાહન માલિકે ઈમેલ એડ્રેસ આરટીઓમાના રેકોર્ડમાં રજીસ્ટર ન કરાવ્યું હોય તો  આરટીઓ સ્પીડ પોસ્ટનો પોસ્ટલ ચાર્જ પણ વસુલ કરી શકે.

એક વાહન બીજા વાહન સાથે ભટકાયું હોય તો તે ગુનો પણ નોંધાય અને તે અવ્યવસ્થિત ડ્રાઈવીંગ બદલ તેનું ચલન પણ વાહન માલિકને પહોંચતું થાય. નુકશાની વીમા કંપની પાસેથી જે તે વ્યક્તિ વસુલ કરી લેશે. પણ પોલીસ તો દંડ કરશે જ.

ધારોકે કોઈ ગુન્હાઈત વાહન માલિકે દંડ ન ભર્યો હોય તો ૧૫ દિવસ પછી વધુ દંડની રકમ સાથેનું ચલાન વાહન માલિકને પહોંચતું થાય. ૧૫ દિવસની ત્રણ મુદતમાં જો દંડની રકમ ભરવામાં ન આવે તો તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થાય. સોફ્ટવેર જ આને રજીસ્ટર કરે અને જ્યારે આ વાહન રોડ ઉપર આવે ત્યારે તેને ઓળખે અને પકડી પાડે અને જે પોલીસવાન પેટ્રોલીંગ કરતી હોય તેને વાહના લોકેશનો સાથેનો વોઈસ મેસેજ આપે.

આ ઉપરાંત આડ ફાયદાઓ પણ થશે જે દબાણો, ગેરકાયદેસર બાંધકામ અને ચોરી ને લગતા હશે. આ સીસી કેમેરા ઠીક ઠીક રીઝોલ્યુશન વાળા અને આછા પ્રકાશમાં પણ કામ આપી શકે તેવા હોવા જોઇશે.

આ પ્રકારની ગોઠવણનો ફાયદો એ થશે કે મોટો ચમર બંધી પણ કાયદાનો ભંગ કરી શકશે નહીં. આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ) હેઠળ કોઈ પણ નાગરિક કોઈપણ રોડ ઉપરની ફૂટેજ માગી શકશે અને ટાફીક પોલીસની પાસે તેને કરેલા અને તેણે ભરેલા દંડની વિગતો માગી શકશે. કારણ કે ગુનો, ન્યાય અને દંડની પ્રક્રીયા સાર્વજનિક માહિતિનો વિષય છે. સરકાર તેને છૂપાવી શકે નહીં.

આ બધું જ શક્ય છે. પણ સરકારી અમલદારો આવું સોફ્ટવેર બનવા દેવડાવશે નહીં. તેઓ સીસી કેમેરા ગોઠવશે તે પણ સાદા અને ફુલપ્રુફ ન હોય તેવા સોફ્ટવેર રાખશે જેમાં મોટાભાગનો માનવીય કંટ્રોલ રહેશે. આથી કરીને ચાર રસ્તાઓ ઉપર તમને ગપાટા મારતા અને તમાકુ ચાવતા ટ્રાફીક પોલીસો જોવા મળશે.

આનું કારણ શું?

કારણમાં તો હપ્તાઓની કમાઈનો અભાવ, ટૂંકી દૃષ્ટિ અને અણઘડપણું જ છે.

ફુટપાથો, રોડ રીસરફેસીંગ અને સફાઈના કામોમાં કમાઈ

અમદાવાદમાં જે હશે તે બીજે પણ હશે જ. એટલે આપણે અમદાવાદની જ વાત કરીએ.

અંગ્રેજીમાં મુહાવરું છે કે સ્મોલ ઈઝ બ્યુટીફુલ. પણ જ્યારે તમે લાર્જસ્કેલ ઉપર જાવ ત્યારે સ્મોલ ઈઝ અગ્લી એ બંધબેસતું થાય છે.

શહેર સુધરાઈનું મુખ્ય કામ શહેરને સ્વચ્છ રાખવાનું છે. આ જ તેની પ્રાથમિકતા છે. પણ કમીશ્નર સાહેબો આ કામ ને અંતિમ નંબર આપે છે.

જો શહેરને સ્વચ્છ રાખવું હોય તો શહેરના રસ્તાઓ સમતલ હોવા જોઇએ.

ફુટપાથો પણ સમતલ અને દબાણ રહિત હોવી જોઇએ જેથી

સ્ટ્રોલર (બાબાગાડી) અને વ્હીલચેર ચલાવી શકાય. 

અમદાવાદમાં શું છે? તમને ૨૦૦ મીટરની પણ સળંગ ફૂટપાથ મળશે નહીં. જો ગલી હશે તો ગેટ ઉપર ગેટ આવશે અને દરેક ગેટ પાસે ફૂટપાથનો અભાવ રાખવામાં આવશે. એકેએક સોસાઈટી વાળા બે થી ત્રણ ગેટ તો રાખશે જ. વિકસિત દેશોમાં આવું હોતું નથી. ધારો કે ગેટ આવે તો પણ ફૂટપાથ તો અકબંધ જ રહે છે. ફૂટપાથ ફક્ત ક્રોસ રોડ પાસે જ બ્રેક થાય છે. તેમાં પણ સ્ટ્રોલર અને વ્હીલચેર માટે ઢાળ આપવામાં આવે છે.

જો તમે દુકાનદારોને કે લારી ગલ્લાવાળાને ધંધો કરવાની મંજુરી આપી હોય તો તેમણે સ્વચ્છતા જાતે જાળવવી જોઇએ.  જો ફૂટપાથો અને ગલીઓના રોડ સમતલ ન હોય તો રોડ યોગ્ય રીતે સફાઈદાર ન થાય.

શહેર સુધરાઈ આવું શા માટે ચાલવા દે છે?

ગલીઓના અને ફૂટપાથના નાના નાના ટેન્ડરો બનાવવામાં આવે છે. નાનું ટેન્ડર એટલે રકમ પણ ઓછી. રકમ ઓછી એટલે મંજુરી પણ નાના અધિકારીના અધિકાર ક્ષેત્રમાં આવી જાય. મોટા અધિકારીઓ મોટા કામમાં ભાગબટાઈ કરે. નાના અધિકારીઓ નાના કામમાં થી કમાણી કરે. નાના કામોની સંખ્યા વધે એટલી મોટા અધિકારીની જવાબદારી ઘટે. એટલી સર્વોચ્ચ અધિકારીઓની જવાબદારી પણ ઘટે.

કાયદેસર રીતે જોકે આવું નથી. જ્યારે કામ સફાઈદાર ન હોય અને આ વાત વ્યાપક હોય તો બધા જ અધિકારીઓ જવાબદાર બને છે. જેની પ્રાથમિક જવાબદારી છે તેને તો સસ્પેન્ડ કરીને કામ ચલાવીને પાણીચું જ આપવું જોઇએ. તેના ઉપરી  અધિકારીને નીચી પાયરીએ ઉતારી દેવો જોઇએ અને તેની પરના અધિકારીના અનિયત કાળમાટે ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ, અને તેની ઉપરના અધિકારીના ત્રણ ઈન્ક્રીમેન્ટ બંધ કરવા જોઇએ અને સર્વોચ્ચ અધિકારીને ચેતવણી આપીને પ્રણાલીમાં કેવો ફેરફાર કરીને આનું પુનરાવર્તન અટકાવશે તે જવાબ માગવો જોઇએ.  

શહેર સુધારાઈવાળા સફાઈના કામના કોન્ટ્રાક્ટ આપે છે. ટ્રેક્ટર ટ્રેલરવાળા અડધો કચરો ભરે ન ભરે એવું કરે છે. ટ્રેલરને ઓવરફ્લો કરે એટલું જ નહીં, ટ્રેલરના બહારની બાજુના હુક ઉપર પણ થેલાઓ લટકાવે. આવું કરવા પાછળ તેમનો હેતુ મોટેભાગે તેમણે વધુ ફેરા કર્યા છે એમ બતાવી શકાય. જ્યાં શોપીંગ છે ત્યાં તેઓ સફાઈ કરતા નથી. કારણ કે આ જગ્યા તો શોપીંગ રોની સોસાઈટીની માલિકીની હોય છે. ફુટપાથ અને શોપીંગ રો વચ્ચે દિવાલ તો રાખી જ નથી હોતી. એટલે શોપીંગવાળાને દબાણની સુવીધા રહે છે. પાણીપૂરીના લારીવાળા અને પાન તમાકુના ગલ્લાવાળા ને પણ સુવીધા રહે છે. એટલે ગંદકી માટે કોઈની જવાબદારી છે એવું કમીશ્નર સાહેબ જોતા નથી. પણ ગુન્ડા તત્વો અને અધિકારીઓના હપ્તા તો ચાલુ જ રહે છે.  

ગલીઓના રસ્તાનું રીસર્ફેસીંગ પણ સફાઈદાર હોતું નથી. તે પણ ગુણવત્તા વગરનું હોય છે. ગલીઓના રી-સરફેસીંગના કોંટ્રાક્ટ પણ નાના હોય છે. તેઓ ફક્ત નામપૂરતી ડામરવાળી કપચી ભભરાવી ગલીનું રીસરફેસીંગ કરી દીધું માને છે. એટલે ખાયકી તો આમાં પણ ફૂટપાથ જેવી જ હોય છે. ગલીની કિનારીઓ અને ગટરના ઢાંકણાવાળી જગ્યા તો તમારા ટાયરને ફાડી નાખે તેમ હોય છે. વચ્ચે જો ટેલીફોન કેબલવાળા કેબલ ફોલ્ટ શોધવા માટે ખાડા કરી ગયા તો તે તમારા સ્કુટરને સ્લીપ કરવા તૈયાર રહે છે. રોડ ઉપર પાઈપ લાઈન ના ખોદાણ કર્યા પછી તેનું રીસરફેસીંગ પણ એવું જ ગુણવત્તા વગરનું અને તે પણ અતિ-વિલંબને અંતે થાય છે.

આ બધાનો શું ઉપાય છે?

હાજી, સીસી કેમેરાઓની જોગવાઈના સોફ્ટવેરમાં એવી જોગવાઈ પણ કરી શકાય કે જે આ બધા સીવીલ કામનું નિરીક્ષણ થાય અને રેકોર્ડ પણ થાય. કોન્ટ્રાક્ટરના કામના બીલ સાથે આની ક્લીપ પણ અધિકારી એટેચ કરે જેમાં સ્પેસીફીકેશન, વર્ક ઓર્ડર, કામચાલુ કર્યાની તારીખ, કામ પુરું કર્યાની તારીખ, અને  ચૂકવણા વિષેની માહિતિ આપે. આ બધું શહેર સુધરાઈની વેબસાઈટ ઉપર ઓટોમેટિક આવે. જે નાગરિકને જોવું હોય તે જોઇ લે અને અધિકૃત કોપી જોઇતી હોય તો આરટીઆઈ હેઠળ અરજી કરીને માગે. જો તેને વેબસાઈટ અને અધિકૃત કોપીમાં ફેરલાગે તો તે આ વાત કમીશ્નરને જણાવે અને કમીશ્નર સાહેબ અધિકારી અને કોંટ્રાક્ટરને દંડિત કરે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ શહેર સુધરાઈ, કમીશ્નર, ગલી, રસ્તા, ગેટ, ફૂટપાથ, ગટર, રી-સરફેસીંગ, અધિકારી, હપ્તા, ક્વોટા, કોંન્ટ્રાક્ટર, ગુણવત્તા, સીસી કેમેરા, સોફ્ટવેર, પોલીસ, ટ્રાફીક, ગુન્ડા, દબાણ 

Read Full Post »

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ રોકવાના ઉપાયો

આ લેખ અગાઉના લેખના અનુસંધાનમાં છે.

રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર અને રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ બંને અલગ અલગ છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટના રજીસ્ટ્રાર ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની સીમામાં આવે છે.

હાલ આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની વાત કરીશું

કોઓપરેટીવ સંસ્થાઓ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ ની નીચે આવે છે. એટલે કે કો-ઓપરેટીવ સંસ્થાઓની કાર્યવાહી ઉપર આ રજીસ્ટ્રારે નીગરાની રાખવાની હોય છે.

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીઝ

રજીસ્ટ્રાર ઑફ કોઓપરેટીવ સોસાઈટીના બધા રેકોર્ડઝ ઓન લાઈન હોવા જોઇએ. તમે તમારી ઓળખ આપીને જે તે સોસાઈટી વિષે માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો છો.

હાલમાં જ્યારે પ્રોપર્ટી ની લે વેચ થાય ત્યારે તલાટી, કોઓપરેટીવ સોસાઈટીની કે કોઈપણ જમીનના ખરીદનાર/વેચનારના હોદ્દાની ખરાઈની તપાસ કરતા નથી. તેમજ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવ સોસાઈટીઝ, સોસાઈટીના કારભાર ઉપર કોઈ નીગરાની રાખતા નથી. તેથી ગોલમાલ ચાલ્યા જ કરેછે.

જોકે સરકાર હવે ખરીદનાર કે વેચનાર પાવર ઓફ એટર્ની દ્વારા દસ્તાવેજો થવા દેતી નથી.

સરકાર હવે ખરીદનાર અને વેચનારને જાતે હાજર રહેવાની ફરજ પાડે છે. તેમના “પાન કાર્ડ” અને ઇન્કમટેક્સ ક્લીઅરન્સ સર્ટીફીકેટ (?) માગે છે. પણ શ્રી દેશબંધુ ગુપ્તા ના કહેવા પ્રમાણે દેશના ૪૦ ટકા પાનકાર્ડ બોગસ છે. તેમના હિસાબે આધારકાર્ડ એક કૌભાન્ડ છે. આ ઉપરાંત આધારકાર્ડ એ નાગરિક-કાર્ડ નથી.

નાગરિકતા માટે અને વ્યક્તિની ખરી ઓળખ માટે પાસપોર્ટ જ ખરી ઓળખ બને છે

રેવન્યુ રજીસ્ટ્રાર અને કો ઓપરેટીવ સોસાઈટીઝના રજીસ્ટ્રાર પાસે દરેક વ્યક્તિના પાસપોર્ટ કે નાગરિકતા કાર્ડ ઓન લાઈન હોવા જોઇએ. જેથી તે બનાવટ કરે છે કે કેમ તે તપાસી શકાય. કેટલાક માણસો જે અસામાજીક તત્વો છે તેમની પાસે એક કરતાં વધુ પાસ પોર્ટ હોઈ શકે છે. પણ સરકાર ધારે તો સરખામણી ના વિશિષ્ઠ પ્રોગ્રામ દ્વારા બનાવટ પકડી શકે.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝ તેમની ફરજ બજાવતા નથી, તેથી જ કોઓપરેટીવ્ઝ સોસાઈટીના હોદ્દેદારો ગોલમાલ કરે છે. આમાં બીલ્ડરો કે ડેવેલપરો જે કહો તે, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ અને જનતા દ્વારા ચૂંટાયેલા સભ્યો પોતપોતાના ક્ષેત્રને લગતી બાબતોમાં તેમજ સામુહિક રીતે સહકાર પૂર્વક ગોલમાલો કરે છે. આમાંના કોઈપણ અસરકારક ફરજો બતાવતા નથી.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝનું મુખ્ય કામ શું છે?

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઓ તેના નિયમો પ્રમાણે કામ કરે.

એટલે કે પ્રમોટરોની ઓળખ, તેઓનું રજીસ્ટ્રેશન, સોસાઈટીનું રજીસ્ટ્રેશન, સભ્યોની નોંધણી, હોદ્દેદારોની ચૂંટણી, કાર્યવાહીઓ, ખરડાઓ, નિયમિત સભાઓ માટેના પત્રવ્યવહારો, સભાના એજન્ડા બનાવવા, તેને સભ્યોમાં યોગ્યરીતે વહેંચવા, સભાની નોટીસ, સભાની કાર્યવાહી, હિસાબો, ઓડીટ, નવા કામો, વિગેરેની નોંધણી, અને તે પછી સભાસદોને તેની વહેંચણી, વિગેરે અનેક પ્રકારની કાર્યવાહીની નોંધણીઓ હિસાબ કિતાબ, વિગેરે કામો કો ઓપરેટીવ સોઆઈટીએ કરવાના હોય છે અને તે સૌની વિગતોના રીપોર્ટો રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝને મોકલી આપવાના હોય છે.

આ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટીવઝ સોસાઈટીઝ, કોઈપણ જાતની નીગરાની રાખતા નથી. વર્ષો સુધી  કોઈપણ જાતના રીપોર્ટ ન મળે તો પણ તેમના પેટનું પાણી હાલતું નથી. એટલું જ નહીં પણ અગર કોઈ રીપોર્ટ મળ્યા હોય તો પણ તેની ખરાઈની ચોકસાઈ કરતા નથી, એટલું જ નહીં પણ તેઓ કોઈપણ રેકોર્ડ જરુર પડે ગુમ પણ કરાવી દે છે.

આ રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવઝ સોસાઈટીઝને જવાબદાર બનાવવો. એટલું જ પૂરતું નથી, આ રજીસ્ટ્રારનું કાર્યક્ષેત્ર વાસ્તવિક રીતે સક્ષમ અને જનતાગામી બને તે માટે એક ઝોન દીઠ એક રજીસ્ટ્રાર નિયુક્ત કરો.

દરેક કોઓપરેટીવ્ઝ સોસાઈટીના રીપોર્ટોને,  કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રારે, ઓનલાઈન મુકવા જોઇએ. કોઓપરેટીવઝ સોસાઈટીઝના રજીસ્ટ્રાર જ સોસાઈટીમાં થતા ક્રમબદ્ધ ફેરફારોનો પૂરો ઈતિહાસ રાખશે. અને તેજ અધિકૃત ગણાશે.

રજીસ્ટ્રેશનઃ

એવી કઈ કઈ બાબતો છે જેમાં રજીસ્ટ્રેશન જરુરી છે?

જાહેર જનતા સાથે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યવહાર કરતી હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જરુરી હોવું જોઇએ.

દુકાનો, ફેક્ટરીઓ, પેઢીઓ, સેવા સંસ્થાઓ, ટ્રસ્ટો, શિક્ષણ સંસ્થાઓ, ઓફિસો, મનોરંજન સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરાંઓ, વાહનો, કોંન્ટ્રાક્ટરો, મંદિરો, વિગેરે. સેવાસંસ્થાઓમાં સરકારી ઓફીસો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને તેની કાર્યવાહીઓ પણ આવી જાય.

જે કોઈ સંસ્થાને લાઈસન્સ આપવામાં આવે અને તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેની પૂરતી માહિતિ તે સરકારી અને તે સંસ્થાની વેબસાઈટ ઉપર હોવી જોઇએ.

દરેક સંસ્થાની પછી ભલે તે વ્યક્તિગત, કૌટુંબિક સંસ્થા હોય, ભાગીદારી, પ્રાઈવેટ લીમીટેડ,  કે  પબ્લીક લીમીટેડ સંસ્થા હોય, તે સૌની વેબસાઈટ ઓન લાઈન હોવી જ જોઇએ.

દરેક વેબસાઈટ ઉપર તે સંસ્થા કઈ જાતની છે અને જનતા તેની વિષે કઈ જાતની માહિતિની અપેક્ષા રાખી શકે તેને અનુરુપ સરકારે તેને ઓછામાં ઓછી જરુરી ગણી વેબસાઈટ ડીઝાઈન કરવી જોઇએ. તે સંસ્થાએ તેમાં માહિતિ અપલોડ કરી સરકારને સીડી આપવી જોઇએ. સરકાર તેને ઓન લાઈન મુકશે.

દાખલા તરીકે એક દુકાન

દુકાનના માલિક કે માલિકોના પૂરા નામ, તેના ફોટા, તેની ઓળખ નગારિક કાર્ડ, મ્યુનીસીપાલીટીના રેકોર્ડ પ્રમાણે (સ્થાનિક લોકસ્વરાજની ઓફિસના રેકોર્ડ પ્રમાણે) તેનું સરનામુ, સંસ્થાનું સરનામું, વ્યક્તિની અને સંસ્થાની પ્રોફાઈલ, ધંધાની વિગત, ફોન નંબરો, ઈમેલ એડ્રેસ, નજીકના ભવિષ્યની (છ માસની અંતર્ગત) યોજનાઓ, ધંધાદારી સંબંધિત સંસ્થાના નામ અને લીંક, ગ્રીવન્સીસ કે મેસેજ બોક્સ, સેલ્સ ટેક્સ, વેટ, આઈ.ટી. એકાઉન્ટનંબર, સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાએ આપેલ રજીસ્ટ્રેશન નંબરો, ટ્રેડમાર્ક જેવી માહિતિઓથી સભર એક સ્ટાન્ડર્ડ વેબસાઈટ સરકારે બનાવવી જોઇએ.

આ કેવીરીતે થઈ શકે?

જે અરજી પત્રક હોય તેમાં આ બધી વિગતોની કોલમો હોય અને તેને જ્યારે લાયસન્સ મળે ત્યારે તેની વિગત ભરાઈ જાય. જે તે વ્યક્તિને જે તે માહિતિની જરુર હોય અને સરકારે તેને આપવા યોગ્ય રાખી હોય તે માહિતિ તે વ્યક્તિ ઓન લાઈન દ્વારા લઈ શકે છે. સરકાર પાસે તો બધી જ માહિતિ હોવી જોઇએ.

તો પછી માહિતિ અધિકારીની જરુર શા માટે?

જેમને ઈન્ટરનેટ કનેક્સન ન હોય અને જેમને તેવી આવડત ન હોય, તેઓ માહિતિ અધિકારી પાસેથી માહિતિ માગી શકે. અને કારણ કે માહિતિ અધિકારી એક સુશિક્ષિત અધિકારી છે તે અરજદારો પાસેથી મહેનતની ફી વસુલ કરી અરજદારને અધિકૃત હાર્ડ કોપી આપશે.

વેબસાઈટ ફરજીયાત બનાવોઃ

દરેક દુકાનના સાઈનબોર્ડ ઉપર તેના રજીસ્ટ્રેશન નંબર, વેબસાઈટનું નામ ધ્યાન જાય એ રીતે ફરજીયાત લખેલું હોવું જોઇએ. તેમજ દુકાનના બીલ ઉપર અને લેટરહેડ ઉપર પણ આ બે વિગતો હોવીજ જોઇએ. જ્યારે ક્યારેય પણ આ દુકાન ઓનલાઈન સંવાદ કરે ત્યારે આ વિગતો તેના ઈ-સંવાદના પેજ ઉપર આવવી જોઇએ.

જાહેર જનતા સાથે વ્યવહાર કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિ ની વેબસાઈટ હોવીજ જોઇએ. તે સિવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર જનતા સાથે વ્યવહાર ન કરી શકે. આમાં પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયા બધાનો સમાવેશ થઈ જાય છે.

પાથરણા, લારી, ગલ્લા અને ફૂટપાથીયાઃ

આ લોકોને કેવીરીતે જમીન માફીયામાં ગણી શકાય?

જેઓ અણહક્કની જમીન ઉપર કબજો જમાવે છે અને જેઓ તેમના તે હક્ક માટે લડે છે તે બધા જમીનના માફીયા જ કહેવાય. આ લોકો ગરીબ હશે પણ તેમને આ હક્ક અપાવનારા કે તે માટેની લડતો ચલાવનારા ગરીબ નથી. વાસ્તવમાં આ લોકો પડદા પાછળ છે અને પૈસા કમાય છે. આ વાત આપણે આગળ કરી ગયા છીએ.

આ લોકોને કેવીરીતે ઠેકાણે પાડવા?

જ્યાં આ લોકો ધંધો કરે છે ત્યાં તેમને ખબર ન પડે તેવા સીસી કેમેરા ગોઠવી દો. અને તેનું છ માસ માટે રેકોર્ડીંગ કરો.

તેઓ જુદો જુદો માલ ક્યાંથી માલ લાવે છે તેની વ્યક્તિ દીઠ તપાસ કરો અને રેકોર્ડ બનાવો.

તેઓ ક્યાં રહે છે, કેટલા વખતથી રહે છે અને પહેલાં ક્યાં ક્યાં રહેતા હતા તેની તપાસ કરો અને રેકોર્ડ બનાવો. જો તેઓ બંગ્લાદેશી કે પાકિસ્તાની હોય તો તેમને અલગ તારવો.

તેઓ કેટલું કમાય છે અને કોને કેટલો હપ્તો ચૂકવે છે અને કોણે તેમને અહીંની જગ્યા અપાવી તેની તપાસ કરો.

આ કામ અઘરું નથી. લોકલ ઈન્ટેલીજન્સ અને એક પ્રાઈવેટ સર્વે એજન્સી જેવી કે તાતા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટ બંને ભેગા મળી ડેટા એકઠા કરે તો કેટલા ખરેખર ગરીબ છે અને કેટલા પડદા પાછળના ગુનેગારો છે તે વીડીયો કેમેરામાંની તપાસમાં કેદ થઈ જાય. કયા ગરીબો કેટલી અવડતવાળા છે તે પણ નક્કી થઈજાય. તેમના ઓળખના ડેટા પણ તૈયાર થઈ જાય.

અમદાવાદના કોટ વિસ્તારમાં એવા ઘણા વિસ્તારો છે જેમાં મકાનો પડુ પડુ અવસ્થામાં છે. ત્યાં એ મકાનો કબજે કરાય. અને ત્યાં એક પાર્કીંગ, હોકર્સપાર્ક, શોપીંગ ખાણીપીણી મોલ, અને ઝોંપટ્ટીમાં રહેતા લોકોને થાળે પાડવાના ગાળાઓ આપી શકાય. કોટની અંદરનો જે વિસ્તાર છે તેની કાયાપલટ થઈ જશે.

જુઓ અનુસંધાન લીંકઃ 

ઝોંપડપટ્ટીઓ અને દબાણોનું ઓછા ખર્ચે અને વાસ્તવિક નિવારણઃ

 https://treenetram.wordpress.com/2013/02/20/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%82%E0%AA%AA%E0%AA%A1%E0%AA%AA%E0%AA%9F%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/

જેઓ વિદેશી ઘુસણખોર છે તેમને મીઠાના અગરોમાં કેદી તરીકેની મજુરીના કામમાં રાખો.

જેઓ પડદા પાછળ હતા તેમની સામે ગેરકાયદેસર કામ કરવા બદલ અથવા તેને પ્રોત્સાહન આપવા બદલ કામ ચલાવો અને તે દ્વારા તેમને કાંતો દંડ કે જેલની સજા જે પસંદ હોય તે કરો અને તેમના ઉપર નીગરાની રાખો.

 જેઓ કોટની બહાર છે અને ફુટપાથ અને રોડ કબજે કરીને અડ્ડો જમાવીને બેઠા છે તેમનો પણ ઉપર પ્રમાણેનો સર્વે અને ડેટા તૈયાર થઈ શકે. જેઓ પૈસાદાર છે તેમને તો દંડ અને સજા જ કરવાના છે. જેઓ ગરીબ છે તેમને પાર્કીંગ કમ હોકર્સ પાર્ક કમ મોલ કમ રહેઠાણ બનાવીને કોટના વિસ્તારની જેમ થાળે પાડી શકાય. કોટવિસ્તારની બહાર પણ ઘણા ગામઠાણ વિસ્તારો અને મેદાનો છે.

જે અમદાવાદ જેવા શહેરમાં કરી શકાય તેમ છે તેવું જ ગામડાઓમાં અને બીજા શહેરોમાં થઈ શકે.

રસ્તા ઉપર થતા પાર્કીંગ અને ગીચતાની સમસ્યા ઉકલી જશે.

મફતમાં માલિકી નહીં

સરકાર કોઈને જે જગ્યા ફાળવશે તે માલિકીની નહીં હોય તેમ જ ફેરબદલની પણ નહીં હોય. આને માટે બાય-લોઝ (પેટા કાયદા ઓ ઘડી શકાય). ભાડા ઉઘરાણીનું અને સુરક્ષાનું વ્યવસ્થિત તંત્ર બનાવી શકાય. કોઈને કશું મફતમાં નહીં.

સ્થાનિક લોકો માટે ૮૦ ટકા આરક્ષણ રહેશે. જેઓ પરપ્રાંતના હશે તેમને ૨૦ ટકામાંથી ફાળાવણી થશે. બાકીનાની, યાતો બીજે ગામના ૨૦ટકા ક્વોટામાં ફાળવણી થશે યાતો તેઓ તેમના ગામ પરત જશે.

જેઓને અહીં ભાડાનું અથવા પોતાનું રહેઠાણ હશે તેઓ જ રહી શકશે. ગેરકાયદેસર જગ્યા કબજે કરી કોઈ રહી શકશે નહીં. કાયદો પણ આજ કહે છે. જેઓ ગુજરાતમાં જન્મ્યા છે અથવા જેઓએ ગુજરાતી સાથે પ્રાથમિક શિક્ષણ લીધું છે તેઓ જ ગુજરાતી કહેવાશે.

નાથીયા તું નાગો થા અને મને પોતડી આપ એવી વાત ન ચલાવી શકાય.    

સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓઃ

માહિતિ અધિકારની સંસ્થા સ્વાયત્ત હોવી જોઇએ

હાલમાં જેતે ખાતાઓમાં જેતે ખાતાના માહિતિ અધિકારીઓ હોય છે. તેથી તેમની વૃત્તિ માહિતિ યેનકેન કારણો આપી છૂપાવવાની કે વિલંબમાં નાખવાની હોય છે. માહિતિ અધિકારીઓ કોઈ ખાતા સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પણ તેઓ સુપ્રશિક્ષિત હોવા જોઇએ. એક ઝોન દીઠ એક માહિતિ અધિકારી હોવો જોઇએ. આ ઝોન એક ભૌગોલિક વિસ્તાર હશે. અને તે ઝોનમાં રહેતી વ્યક્તિઓની અરજીઓ આ અધિકારી લેશે અને તેની ઉપર આગળની કાર્યવાહી કરશે.

માહિતિનો અધિકારઃ

રાઈટ ટુ ઈન્ફર્મેશન અંતર્ગત, જનતાને માહિતિનો અધિકાર છે. જો આ અધિકાર છે તો તે માહિતિને જ્યાં સુધી કોઈ ન માગે ત્યાં સુધી ખાનગી રાખવાનો કોઈ અર્થ નથી. આ અધિકાર ભારતના નાગરિકને જ મળી શકતો હોવાથી જો તે પોતાની ઓળખાણની સાબિતી આપે તો તે જે માહિતિઓ જાણવા માટે અધિકારી છે તે માહિતિ તેને ઓન લાઈન મળવી જોઇએ.

આ માટે ભારતનો કોઈપણ નાગરિક સક્ષમ અધિકારી પાસે જઈ પોતાની નોંધણી કરાવી દે એટલે તે પોતાના પાસવર્ડનો ઉપયોગ કરી જે તે માહિતિ મેળવી શકે. આમ કરવાથી માહિતિ અધિકારી ઉપરનો બોજ ઘણો ઘટશે. જે વ્યક્તિને અધિકૃત કોપી જોઈતી હોય તે વ્યક્તિ નિશ્ચિત યુઆરએલ બતાવી માહિતિ અધિકારી પાસેથી અધિકૃત કોપી લઈ શકે. અથવા અરજી આપી થોડી વધુ ફી ભરી, માહિતિ અધિકારી પાસેથી અધિકૃત માહિતિ લઈ શકે છે.

રેવન્યુ ડીપાર્ટમેન્ટ ના રેકોર્ડ ઓન લાઈન હોવા જોઈએ. તમે તામારી ઓળખ આપીને જે તે વેબસાઈટ ઉપર માહિતિ લેવા ઓન લાઈન જઈ શકો.

હાલ ફક્ત ન્યાય તંત્ર એક માત્ર સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. ન્યાયતંત્રને પોતાનો સ્ટાફ છે અને પોતાની સ્વતંત્ર ઓફીસો પણ છે.

ચૂંટણી પંચ અને વસ્તી પંચ સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર નથી. ચૂંટણી પંચને પોતાનો મોટાભાગનો સ્ટાફ ઉછીનો લેવો પડે છે. આવી જ સ્થિતિ વસ્તીગણત્રી પંચની છે. કારણ કે તેમનું કાર્યક્ષેત્ર અને સમય મર્યાદિત રાખ્યો છે.

ચૂંટણી પંચઃ

કો ઓપરેટીવ્ઝ સોસાઈટીઝ, વસ્તી ગણત્રી અને ચૂંટણી, આ ત્રણેયને એક પંચ હેઠળ લાવી દેવું જરુરી છે.

ચૂંટણી પંચ ફક્ત સ્થાનિકસ્વરાજની સંસ્થાઓના જનપ્રતિનિધિની ચૂંટણી પૂરતું જ પોતાનું કાર્ય ક્ષેત્ર રાખે છે. વાસ્તવમાં કોઈપણ કાયદા અંતર્ગત (સ્ટેચ્યુટરી પ્રોવીઝન હેઠળ) થતી દરેક ચૂંટણીઓ અને સભાઓ, ચૂંટણી પંચની નીગરાની હેઠળ જ થવી જોઇએ.

એટલે કે મઝદુર યુનીયન, કર્મચારી યુનીયનો, અધિકારી યુનીયનો, સહકારી સંસ્થાઓ, ગૃહનિર્માણ સોસાઈટીઓ, તેના સભ્યોની નોંધણી, તેમાં થતા ફેરફારોની નોંધણી, તેના પરિપત્રો, હોદ્દેદારોની ચૂંટણીઓ, કાર્યવાહીઓ અને રેકોર્ડ ચૂંટણી પંચની કડક નીગરાની હેઠળ અને તેના દ્વારા સંચાલિત થવી જોઇએ. જો આમ થાય તો તેમાં થતી ગેરરીતીઓ અટકી જાય કારણકે જો ગેરરીતી થાય તો તરત જ જવાબદારી લાદી શકાય. જાણી લો કે સરકારી વ્યક્તિ જ એક માત્ર એવી વ્યક્તિ છે જેનું એતત્‌કાલિન સ્થાન રેકોર્ડ ઉપર હોય છે અને તેને સોંપેલી જવાબદારી ફીક્સ હોય છે અને અથવા ફીક્સ કરવી સહેલી છે.

હાલ સ્થિતિ એવી છે કે જ્યારે ચૂંટણી આવે તે અગાઉ ચૂંટણી પત્રક્ની કાર્યવાહી આરંભાય છે. વાસ્તવમાં ચૂંટણીપત્રક હમેશા આધુનિક (અપટુડેટ) હોવું જોઇએ.

વસ્તીગણત્રી પંચ અને ચૂંટણી પંચ વાસ્તવમાં ગાઢ રીતે સંકળાયેલા છે.આ બંને કાર્યશાળાને એકઠી કરી દેવી જોઇએ. આ સંસ્થાને સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા બનાવવાની છે.

વસ્તીગણત્રી – ચૂંટણી પંચ ની ઓફિસ અને કર્મચારીગણ તેમના પોતાના હોવા જોઇએ.

ચૂંટણી-વસ્તી પંચઃ આ સંસ્થા કાયમી કાર્યરત બનવાથી દરેક વ્યક્તિની નોંધણી થશે. તેના દરેક સ્થાનોની નોંધ રહેશે, વ્યક્તિ ક્યાં રહે છે અને ક્યાં  વહેવાર કરેછે તે નિશ્ચિત થશે. પરપ્રાંતમાંથી કેટલા આવેલા છે તે સંખ્યા નિશ્ચિત થશે. બેકાર કેટલા છે અને કેટલા ક્યાં નોકરી કરે છે અને શું કરે છે તે પણ નિશ્ચિત થશે.

ચૂંટણીઃ

ચૂંટણીમાંથી પૈસાની બાદબાકી થઈ જશે.

ઝોન દીઠ એક ચૂંટણી અધિકારી હોવો જોઇએ.

મદદનીશ અધિકારી પાંચ કે દશ પોલીંગબુથ દીઠ એક હોવો જોઇએ. આને આપણે મતદાર મંડળ કહી શકીએ.

આ મતદાર મંડળને એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારીને પોતાની ઓફીસ હશે અને એક કાયમી સભાખંડ હશે. આ કાયમી સભા ખંડમાં એક પ્લેટફોર્મ ઉપર જ ચૂંટણીના ઉમેદવારો અને મતદારો પોતાનો અવાજ રજુ કરશે. આ સિવાય ક્યાંય સભા કરવાની છૂટ રહેશે નહીં. ટીવી ચેનલો ઉપર તેમને એક જ પ્લૅટફોર્મ ઉપર બોલાવાશે અને તેઓ પોતાનો પક્ષ અને વાત રજુ કરશે. આ બધી વ્યવસ્થા વસ્તી-ચૂંટણી પંચ જ કરશે. જે ઉમેદવારને જનતાને કે સભાસદોને જે કંઈ કહેવું હશે તે આ મંચ ઉપર આવીને જ કહેશે અને તેની નોંધ લેવાશે.

પક્ષને કે ઉમેદવારને જે કંઈ હોર્ડીંગ લગાવવા હશે તે આ ખંડમાં જ લગાવી શકશે. દરેકનો ચૂંટણી ઢંઢેરો અહીં લગાવવામાં આવશે.

પક્ષ કે વ્યક્તિ પોતે જે કોઈ બીલ લાવવા માગતા હોય તેની કોપી તે ચૂંટણી અધિકારીને આપશે અને જો તે ચૂંટાશે તો તે જનતાને ઉપલબ્ધ કરી શકાશે. ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરામાં ન ઉલ્લેખાયા હોય અને ચૂંટણી પંચને ન આપ્યા હોય તેવા કોઈ પણ બીલ, કોઈ પક્ષ કે વ્યક્તિ ધારાસભામાં રજુકરી કરી શકશે નહીં. જેમકે સંસદ સભ્યોના પગાર વધારા અને તેમના પેન્શનને લગતા બીલ કોઈપણ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં હતા નહીં તો પણ તે બીલ બનાવીને પસાર કરેલ.

રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ, ચૂટણી અને વસ્તીગણત્રી એક જ પંચ હેઠળ શા માટે?

સભ્યપદ, મતદાતા, હોદ્દેદારો અને તેની યાદીઓ વિગેરે એક યા બીજા પ્રકારની ચૂંટણી સાથે સંકળાયેલા છે.

સભ્ય અને મતદાતા ની ઓળખ કરવાની એક પ્રક્રીયા હોય છે.

યાદી બનાવવી એ પણ ચૂંટણીની એક પ્રક્રીયા છે.

હોદ્દેદારો ચૂંટાય છે અને તેમને અધિકૃત કરાય છે.

જેઓ દેશમાં રહેછે તેમની વસ્તી ગણત્રી થાય છે, પણ તેઓ બધા મતદારો હોતા નથી.

જેઓ ઘુસણખોરો છે તેઓ પણ વસ્તીગણત્રીમાં તો આવી જ જાય. પણ તેઓ દેશના નાગરિક નથી. પણ તેમના માનવ અધિકારો તો છે જ. એટલે જ્યાં ક્યાંય પણ કાયદેસર યાદી બનતી હોય, મતદાન થતું હોય અને હોદ્દેદારોની ચૂંટણી થતી હોય અને હોદ્દેદારો અધિકૃત થતા હોય. સભાની કાર્યવાહીઓ થતી હોય, કાયદા, પેટા કાયદાઓ વિગેરે થતા હોય અને આ બધું કાયદેસરની પ્રક્રીયામાં આવતું હોય તો ચૂંટણીપંચ, વસ્તીગણત્રીપંચ અને હાલ જેને આપણે રજીસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાઈટીઝ કહીએ છીએ તે સૌને એક પંચતંત્ર હેઠળ મુકવા જોઇએ. જેથી દરેક જાતના સભ્યપદ, યાદીઓ, સભાઓ, ચૂંટણીઓ, હોદ્દેદારો અને કાર્યવાહી, તેની ચકાસણીઓ એક જ પંચ હેઠળ આવે.

શિરીષ મોહનલાલ દવે

ટેગ્ઝઃ સભ્ય, મતદાતા, મતદાર મંડળ, સભા, હોદ્દેદાર, અધિકૃત, અધિકારી, ચૂંટણી, વસ્તી, ગણત્રી, પંચ, વેબ સાઈટ, માહિતિ, રજીસ્ટ્રેશન, નોંધણી, સ્થાનિક સ્વરાજ, સંસ્થા, સ્વાયત્ત, સ્વતંત્ર, નીગરાની, સ્થાનિક, કોઓપરેટીવ, સોસાઈટી, સંસ્થા, વ્યવહાર, રજીસ્ટ્રાર

Read Full Post »

ભયભીત ભૂતપૂર્વ હોદ્દેદારો અને સમાચાર માધ્યમો.

 

 

વાત તો કેશુભાઈની અને તેમના મળતીયાઓની જ હોય ને!

કેશુભાઈનું ડરાઉં ડરાઉં

ચોમાસું બેસવાનું હોય અને એકાદ ઝાપટું પડે એટલે દેડકાઓની “ડરાઉં ડરાઉં” ની મોસમ ચાલુ થાય. વાદળનો ગડગડાટ થાય એટલે મોર ભાઇઓ પણ “મેઆવ મેઆવ” ના ટહૂકા કરે. આ તો કુદરતની કરામત અને સૌંદર્ય છે. સૌ કોઈ એનો આનંદ માણે છે. 

ગુજરાત માટે વિધાનસભાની ચૂંટણીની મોસમ નવેમ્બર ડીસેમ્બરમાં આવશે. થોડી વચગાળાની ચૂંટણીઓ થઈ તેમાં ગુજ્જુ કોંગી દેડકાઓએ પેટ ફુલાવ્યા. પણ બળદ જેવડું કદ તો ન જ થયું. પણ ખાસીયત પ્રમાણે “મીયાં પડ્યા પણ તંગડી ઉંચી” (મીયાં ભાઈઓ માફ કરે), કોંગીઓએ પ્રદર્શનપ્રિયતા ચાલુ રાખી. કોંગી મહાજનોના વિદેશી ખાતાઓના પૈસા ક્યારે કામ લાગશે? વાપરો ભાઈ વાપરો. છાપાવાળા કહેશે લાવો ભાઈ લાવો. તમે કહેશો તે અને તેમ છાપીશું. તમારો ટકલો મુંઝાતો હશે તો અમે અમારા ટકલાને કામે લગાડીશું.

બીજેપીવાળાને વગોવવા અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને વિકૃત રીતે રજુ કરવા એ તો અમને ગોઠી ગયું છે. શબ્દોની ગોઠવણમાં અમે પાવરધા છીએ. અને તમે જોજો અમે કેટલાક મૂર્ધન્યોને પણ અમારી લાઈનમાં લાવવાની કોશીશ કરીશું.

કથા સંજયભાઈ જોશીની

એક ભાઈ છે જે સંજય જોશી નામે ઓળખાય છે. જોકે કદીય અખબારોમાં કે સામાન્ય કાર્યકરોને મુખેથી તેમનું નામ સીડી પ્રકરણ પહેલાં સંભળાયું ન હતું. પણ એ વાત જવા દઈએ. તેઓશ્રી બીજેપી, આરએસએસમાં મોટા લીડ હતા. અને એક જાતીય સંબંધને લગતી સીડી માં કેદ થયેલ. એ સીડી ફરતી થઈ. હવે ગુજરાતમાં કંઈપણ થાય એટલે નરેન્દ્રભાઇને તો લપેટમાં લેવા જ પડે. નહેરુવીયન કોંગ્રેસના નેતાઓને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નહીં. પણ પ્રસંગનો (ગેર)લાભ ન લઈએ તો ખોળીયું લાજે. માટે  બનાવ સાથે જોડો નરેન્દ્ર ભાઈ મોદીનું નામ.

જો કે નહેરુવીયન કોંગ્રેસીઓને બદલે હવે કોંગી એમ કહીશું. કોંગ + ઈ = કોંગી. આ શબ્દ ૧૯૬૯થી પ્રચલિત હતો અને હજી પણ પ્રચલિત છે.

તો હવે નરેન્દ્રભાઇ મોદીને કેવીરીતે આ સીડી પ્રકરણ સાથે જોડીશું? સર્વે મીડીયા મૂર્ધન્યો અને ગુજ્જુ કોંગીબંધુઓ વિચાર કરવા લાગ્યા.  “કહોને કે, સીડીને લગતી આદિથી અંત સુધીની પ્રક્રીયામાં નરેન્દ્ર ભાઈ જ પ્રોડ્યુસર, ડાઈરેક્ટર, ફોટોગ્રાફર અને ડીસ્ટ્રીબ્યુટર છે.  ફક્ત હીરો હિરોઈન જ બીજા છે.”

જો કે ગઈ ચૂંટણી વખતે ટીવીની એક ચેનલ ઉપર કુંવારા નરેન્દ્ર ભાઇની, નરેન્દ્રભાઈને પરિણિત સ્ત્રીએ દેખા દીધેલી. એ વાત ચાર આંખવાળા પ્રસારણ માધ્યમના ખેરખાંઓએ કેમ કરીને આગળ ન વધારી તે સંશોધનનો વિષય છે.

જોશીભાઈને તો બીજેપીમાંથી ફારેગ કર્યા અને તપાસ ચલાવી. સીડી બનાવટી જાહેર થઈ.

કોંગીવાળા બોલે તો બે ખાય

કોંગી નેતાઓ આ વિવાદથી અળગા રહ્યા. કારણ કે તેમનામાંના કેટલાક મહાજન નેતાઓ જાતિય કૌભાન્ડોમાં બીજેપીના કોઈપણ નેતાને અભડાવે એવા છે. આ બાબતમાં જગજીવન રામના સુપૂત્રના પ્રસિદ્ધ થયેલા ફોટાઓ અને હાલમાંના કોંગી મહાજન અભિષેક સીંઘવીની જાતીય સીડીના બનાવ હાજરા હજુર છે. જો તેઓ જોશીભાઈની સીડીના મુદ્દાને હથીયાર બનાવે તો બીજેપીવાળા તેને બૂમરેન્ગ બનાવી દે. માટે તેમને થયું કે તત્કાલ પૂરતા મૂંગા રહો. જો નરેન્દ્ર મોદી, સંજય જોશી જોડે સંબંધ રાખશે તો આપણે એ મુદ્દાને ચગાવીશું કે જુઓ, ગુજરાતના મુખ્ય મંત્રી કેવા દુરાચારીઓ સાથે સંબંધ રાખે છે! એટલે હાલ પૂરતું તો, સંજય જોશીના મુદ્દા વિષે સમાચાર માધ્યમોને સીડીએ(દાદરે) ચડવા દો.

ટૂંકમાં નરેન્દ્રભાઈ, સંજય જોશી સાથે સંબંધ રાખે તો બે ખાય અને ન રાખે તો તો પણ અધધધ ખાય. એમ કહેવાય કે જુઓ નરેન્દ્રભાઈ મિત્રોને કેવા આઘાતો આપે છે, આવી વાતોને મીર્ચ મસાલા સાથે ચગાવી શકાય.

સંજયભાઈતો નિર્દોષ ઠર્યા. જો કે આ બીજેપીની અંદરની વાત છે. પણ નિર્દોષ ઠર્યા અને બીજેપીમાં હોદ્દા ઉપર પાછા આવ્યા તો એ વાતને ચગાવો કે હવે નરેન્દ્રભાઈનું આવી બન્યું છે.

યુપીની ચૂંટણીમાં સંજયભાઈ પ્રભારી હતા. યુપીમાં જો બીજેપી પ્રમાણમાં સારો દેખાવ કરે તો એમ કહેવું કે; નરેન્દ્રભાઈ તમે શું એમ માનો છો કે કૂકડો નહીં હોય તો શું વહાણું (સવાર, પ્રભાત, સૂર્યોદય) નહીં વા? છાપો …. નરેન્દ્રભાઈનો ગર્વ ચકનાચૂર. નરેન્દ્રભાઈને તો ઘણું યુપીમાં જવું હતું, પણ તેમના ગર્વિષ્ઠપણાએ તેમને રોક્યા. તેમને એમ કે કુકડો હશે તો જ વહાણુ વાશે. પણ જુઓ સંજય જોશી અને ઉમાભારતીએ કેવું નરેન્દ્રમોદીના ગર્વનું ખંડન કર્યું!

પણ ધારોકે નરેન્દ્ર મોદી યુપી ગયા હોત અને જો ખરાબ પરિણામો આવ્યા હોત તો? તો તો કોંગી, ધર્મનિરપેક્ષીઓને અને સમાચાર માધ્યમોને ગોળના ગાડાં મળી જાત.

સંજય જોશીની નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાની કે મિત્રદ્રોહની વાતને શું કામ ચગાવવી?

શંકરભાઈ, સુરેશભાઈ અને કેશુભાઈ શું હતા? અરે કેશુભાઈ તો નરેન્દ્રભાઇ મોદીના ગુરુ હતા.  શંકરભાઈ તો અધિરા થયા અને પૉરો ખાધા વગર દુશ્મનપક્ષમાં પોતાની ખજુરાહો-સુશોભિત  ભજનમંડળી સાથે  ઘુસી ગયા.  શંકરભાઈએ, કેશુભાઈને કોંગીનો સાથ લઈ સત્તા ઉપરથી ઉથલાવી દીધેલ. પણ પછીની ચૂંટણીમાં ગુજ્જુભાઈઓએ કેશુભાઈને ઉભા કર્યા અને તેમને રાજગાદી ઉપર પૂનર્‌સ્થાપિત કર્યા. કારણ કે તેમને ગુજ્જુદ્રોહી કોંગીઓ તો ખપે જ શેના? પછી કોંગીએ પોતાની આદત પ્રમાણે શંકરભાઈને વેતર્યા.

કેશુભાઈની સરકાર અને વહીવટના વહીવટદારો

કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે કેવા હતા? કેશુભાઈ પાસે સ્વપ્નો હતાં. તેમણે તે સ્વપ્નોને સાકાર કરવાના પ્રયત્નો કરેલા. પણ સ્વપ્ન હોવાં અને વહીવટ કરવાવાળાઓ ઉપર બધું છોડી દેવું એ બરાબર તો ન જ કહેવાય. જ્યારે પ્રસંગો અને તેને લગતી પ્રણાલીઓ પૂર્વ નિર્ધારિત હોય તો થોડો સમય બધું થોડું ઘણું સમુસૂતરું ચાલે પણ પછી સરકારી નોકરોની અને આડતીયાઓની (આડતીયાઓમાં પક્ષના કાર્યકરો પણ હોય.) આદતો બગડે જ.

મોટાભાગના સરકારી નોકરો તો પોતાની આદતો બગાડવા માટે એવરરેડી જ હોય. આ બધાના પરિણામે અમદાવદની કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો. આ પરાજય આમ તો બીજેપી મોવડીમાંડળ માટે અગમચેતી હતી. પણ કેશુભાઈને ચાલુ રખાયા. તે પછી કુદરતી આફત આવી દરિયાઈ વાવાઝોડા આવ્યાં. વહીવટી તંત્ર અસફળ રહ્યું. ૨૦૦૧માં ભિષણ ધરતીકંપ આવ્યો અને વહીવટી તંત્ર તદન નિસ્ફળ ગયું. કેશુભાઈ મજાકનું પાત્ર બની ગયા. કેશુભાઈના દરેક ઉચ્ચારણોની મજાક થવા માંડી. સરકારી નોકરોની ખાયકીમાં પૂર આવ્યું. દાનમાં મળેલા તંબુઓ સરકારી નોકરોએ ઠાંગી લીધા. દાનના લેબલ લાગેલા ખાદ્ય પદાર્થો લેબલ સાથે બજારમાં ખૂલ્લેઆમ વેચાવા લાગેલા. ભ્રષ્ટ વહીવટની જાણે પરાકાષ્ઠા હોય એવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં ૨૦૦૨માં ચૂંટણી આવવાની હતી. જો આ ચૂંટણી જીતવી હોય તો કાબેલ મુખ્ય મંત્રીની જરુર હતી. ઈશ્વરનું કરવું કે બીજેપી મોવડી મંડળને સદબુદ્ધિ સુઝી અને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. આ નરેન્દ્ર મોદીએ બઘેડાટી બોલાવી. ખાઉકડ સરકારી અમલદારોમાંથી જેટલા પકડાયા તેમના ઉપર તવાઈ આવી અને કામગીરી ચાલુ થઈ.

ગોધરા રેલ્વેસ્ટેશન કાંડમાટે નરેન્દ્ર મોદી જવાબદાર

બધું ઠીકઠાક ચાલતું હતું અને નરેન્દ્રભાઈ એ એક ઉચ્ચારણ કર્યું કે “બીજેપી ના શાસનમાં કોમી દંગાઓનું નામોનિશાન મટી ગયું છે.” આ સાંભળી દંગાખ્યાત એવા ગુજ્જુ કોંગીઓના પેટમાં તેલ રેડાયું. ગોધરાના એક કોંગીલીંકવાળા નેતાથી સહન ન થયું અને યોજનાબદ્ધરીતે સાબરમતી એક્ષપ્રેસને સળગાવવાનું કાવત્રું થયું. પણ તે ટ્રેન મોડી પડતાં ફક્ત તેનો એક જ ડબ્બો સળગાવી શકાયો. કોંગી નેતા બોલ્યા કે નરેન્દ્ર મોદીએ “બીજેપી ના શાસનમાં દંગાઓનું નામ નિશાન મટી ગયું છે.” એવું કહીને અમારા મુસ્લિમભાઈઓને પરોક્ષ રીતે દંગા કરવા ઉશ્કેર્યા હતા. મોદી એવું બોલ્યા જ શું કામ?

હા ભાઇ, વાંક તો નરેન્દ્રભાઈ મોદીનો જ ગણાવો જોઇએ. અમે કોંગીઓએ અમારા પચાસ વર્ષના શાસનમાં ભલે અમારા મુસ્લિમભાઈઓને ગરીબ, અભણ અને બેકાર રાખ્યા. પણ આ બાબતમાં તો અમે હિન્દુઓને પણ ક્યાં બકાત રાખ્યા છે? પણ અમે મુસ્લિમભાઈઓનું ઘણું ભલું કર્યું છે અને તે એ કે અમે તેમને ધર્મ બાબતમાં સંવેદનશીલ (આળા) બનાવ્યા છે. એટલે ૧૯૯૨માં બનેલા બાબરી મસ્જિદ ધ્વંશના બનાવની સંવેદના દશવર્ષ પછી પ્રગટ કરે તો ખરા જ ને! તમે કહેશો કે શું સંવેદના પ્રગટ કરવાનું મુહૂર્ત દશ વર્ષે આવ્યું? અરે ભાઈ,

દરેક કાર્ય કરવાના કોંગીભાઈઓ માટે મૂહુર્ત હોય છે. (ચૂંટણી પણ એક મુહૂર્ત છે). 

હવે તમે વિચારો કે કુદરતી આફતોમાં મળેલી વહીવટી નિસ્ફળતા અને બદનામી પછી પણ જો કેશુભાઈ મુખ્યપ્રધાન પદે રહ્યા હોત તો ગુજરાતમાં તો યુપી કરતાંય બદતર રીતે બીજેપીનું નામું નંખાઈ જાત.

નરેન્દ્ર મોદી જ આવે સમયે ગુજરાતને તારી શક્યા તે માટે ઈશ્વરનો આભાર માનો.

પણ સમાચાર માધ્યમના મૂર્ધન્યોની યાદદાસ્ત સામાન્ય માણસની યાદદાસ્ત કરતાં પણ બેહદ ઉણી હોય એવું લાગે છે. તેમની કેશુભાઈ પરસ્તી અને નરેન્દ્રમોદી-વિરોધી પરસ્તી જોતાં આવું લાગે છે. પણ સાચી વાત એ છે કે સમાચાર માધ્યમના મૂર્ધન્યો પોતાનો ઉલ્લુ સીધો કરવામાં પડ્યા છે. ઉંઘતાને જગાડી શકાય પણ જાગતાને ન જગાડી શકાય. તેવી રીતે જે ભૂલી ગયો હોય તેને તમે યાદ કરાવી શકો પણ જે પોતાને બહુશ્રુત માનતા હોય પણ હેતુ દુષિત હોય તે જનતાને આડે માર્ગે જ દોરેને!

દુષિત વિસ્મૃતિ

સમાચાર માધ્યમોનું પણ આવું જ છે. તેઓ જ વાવાઝોડા અને ભૂકંપ વખતે કેશુભાઈની મજાક ઉડાવતા હતા અને ભાંડતા હતા અને અત્યારે કેશુભાઈ પરત્વેની ચાપલુસીમાંથી ઉંચા આવતા નથી.

વરમરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

શું કેશુભાઈ ગુજરાતમાં યુપી-બિહાર-રાજસ્થાન મત-કલ્ચર લાવવા માગે છે? એટલે કે શું ગુજરાતની જનતાએ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને મતદાન કરવું? દુઃખની વાત એ છે કે સમાચાર માધ્યમો પણ કેશુભાઈના ઉચ્ચારણોને અને જ્ઞાતિવાદને ઉત્તેજન મળે તેવા સમાચારોને ચગાવે છે. આ એક ગુનો ગણાવવો જોઇએ. નરેન્દ્ર મોદી કદી જ્ઞાતિવાદી સભામાં જ્ઞાતિવાદી મતોનું રાજકારણ ચલાવતા નથી. આ બંને વલણોમાં રહેલા ભેદને સુજ્ઞજનોએ સમજવો જોઇએ. અને તે રીતે તેઓને મુલવવા જોઇએ.

ભૂત(પૂર્વ)ની ભ્રમિત ભયની ભૂતાવળ

કડવા-લેઉઆ પાટીદારોના સમ્મેલનો ભરાયા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈએ કહ્યું આપણા ભાઈઓ ભયભીત છે. જે જ્ઞાતિએ વલ્લભભાઈ જેવા વીર અને અભય પુરુષ પેદા કર્યા તે જ્ઞાતિજનો શામાટે ભયભીત છે? ભય ખંખેરી નાખો. નિડર બનો. વિગેરે વિગેરે.

કોઈએ બાબલાને રાત્રે કહ્યું કે જા રસોડામાંથી પાણી લઈ આવ. તો બાબલાએ કહ્યું ના હું એકલો નહીં જાઉં. મને બીક લાગે છે. મા એ પહેલો સવાલ એ જ કર્યો કે “બીક શાની લાગે છે? બાબલાએ કહ્યું અંધારાની બીક લાગે છે. મા એ બીજો સવાલ કર્યો કે અંધારાની બીક શા માટે લાગે છે? બાબલાએ કહ્યું ભૂતની બીક લાગે છે. માએ કહ્યું તો રામનું નામ લે. ભૂત ભાગી જશે. આ બાબલો એ બીજું કોઈ નહીં પણ ગાંધી બાપુ હતા. તેમની માતા ખાસ ભણેલાં નહીં પણ લખી વાંચી શકે ખરાં.

હવે મૂળ વાત પર આવીએ. પાટીદાર ભાઈઓ શું મોરીદાર છે? જો તેમ હોત તો તેઓ આફ્રિકા, અમેરિકા અને યુકેમાં પોતાનો ડંકો કેવીરીતે વગાડત? અરે હજી પણ તેઓના નામના ડંકા અમેરિકામાં વાગે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવામાં પણ હિંમતતો જોઇએ જ. સામાન્ય કક્ષાનું ભણેલા અને લગભગ અભણ પટેલો પણ અમેરિકામાં ડંકા વગાડે છે. અંકલ સામ કદાચ આ પોટેલો થી ડરતા હોય તે વાત નકારી ન શકાય. એટલે પટેલ ભાઇઓ ભયભીત હોય તે વાત તો ગળે ઉતરે તેવી નથી.

સહી શબ્દોંકા પ્રયોગ

તો પછી કેશુભાઈએ ભય અને ભયભીત શબ્દો કેમ વાપર્યા? શું તેઓ શબ્દના અર્થોને સમજી શકતા નથી? શું તેમનામાં “સહી શબ્દોંકા પ્રયોગ કરેં” ની અક્કલ નથી?

કદાચ તેમને ભય શબ્દ અસરકારક કે વિદ્વત્તાપૂર્ણ લાગ્યો. આવું ઘણી વખત બને છે. પચાસના દાયકાની વાત છે. એક વિદેશી ડીપ્લોમેટનું દિલ્લીમાં આગમન થયું. વિમાન મથકે તેમનું સ્વાગત થયું. ગુજરાતના તે વખતના ખ્યાતનામ ગુજ્જુ સમાચાર દૈનિકે શિર્ષરેખા આપી .. ” ‘ ___ ‘ નું દિલ્લીમાં થયેલું અવસાન”. સમાચારની વિગતમાં અવસાન કે તેની વિગત વિષે કશો ઉલ્લેખ નહીં. પછી બીજે દિવસે માફી સમાચાર આવ્યા કે સ્વાગતને બદલે અવસાન શબ્દ વપરાઈ ગયો હતો. મેં મારા પિતાજીને પૂછ્યું સ્વાગત અને અવસાન વચ્ચે કશો મેળ નથી. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? તો મને જવાબ મળ્યો કે “શબ્દ સારો લાગ્યો એટલે વાપરી નાખ્યો હશે. ઘણા લોકોને શબ્દના અર્થની બરાબર ખબર હોતી નથી. આકર્ષક લાગે તો વાપરી નાખે.”  

આપણા કેશુભાઈને પણ કદાચ “ભય અને ભયભીત” શબ્દો આકર્ષક લાગ્યા હશે. પણ અર્થને કેવીરીતે જોડશો? આપણા સમાચાર માધ્યમના મૂર્ધન્યો તો વિદ્વાન અને તર્કજ્ઞ છે. તેઓએ સર્વ પ્રથમ સવાલ કેશુભાઇને એજ કરવો જોઇએ કે “કોનો ભય લાગે છે અને શા માટે ભય લાગે છે?”

જો કેશુભાઈ અને સમાચાર માધ્યમોના મૂર્ધન્યોની મથરાવટી મેલી હોય તો અર્થ અને સવાલો કરવાની ઝંઝટમાં શાના પડે! પણ આશ્ચર્ય એ વાતનું છે કે કોઈબી માઈનો પૂત ન તો મૂર્ધન્યોમાં નિકળ્યો કે ન તો કટાર લેખકોમાં નિકળ્યો કે જે “શેનો ભય અને શા માટે ભય” વિષે પ્રૂચ્છા કરે.

આપણા સમાચાર માધ્યમના વિદ્વાનોની આવી આદતો કંઈ નવી નથી. અમૂક વ્યક્તિઓ એવી છે જ કે જેમને અમૂક સવાલો પૂછાય જ નહીં. જોકે આ બાબત અત્યાર સુધી નહેરુવંશના ફરજંદો પૂરતી અને તેમના કેટલાક સંલગ્ન મળતીયાઓ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. તેની પાછળ સમાચાર માધ્યમના, ટીવી ચેનલોના અંગત કાળા-પીળા હિતો હોય છે. કેશુભાઈને ખાસ સવાલો ન પૂછાય તે તો નવિન પ્રણાલી છે.

અધ્યાહારની અકળ લીલા

જે વાત ખાસ કહેવી છે તેને અધ્યાહાર (અનુલ્લેખિત) રાખો. એટલે સૌ કોઈ ભળતા શબ્દો, મુકી શકે. અને વાતને ચગાવી શકાય.

કેશુભાઈએ કહ્યું પાટીદારો જ નહીં, મોરીદાર, તીખીદાર, કરવીદાર, છરેરીદાર, છર્યાવગરની દાર, બધી જ ગુજ્જુદારો ભયભીત છે.

 ભયભીત કેશુભાઈ

હે કેશુભાઈ, પણ ફોર તો પારો કે કોનાથી ભયભીત છે અને શામાટે ભયભીત છે?

કેશુભાઈ શું કામ વિગતે બોલતા નથી? શું તેઓ તે માટે પણ ભયભીત છે? તો પછી જે ખુદ ભયભીત છે તે બીજાને કેવીરીતે ભયમૂક્ત થવાની શિખામણ આપી શકે? આ તો “ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે” એવી વાત થઈ.

સામાન્ય માણસ અંદાજ મુકે છે કે કેશુભાઈ અને સમાચાર માધ્યમોનું નિશાન કોણ છે અને  આ બધું શા માટે, આ રીતે શા માટે થાય છે?

નિશાન નરેન્દ્ર મોદી છે

સમાચાર માધ્યમો, કોંગીઓ અને કેશુભાઈ અને તેમના મળતીયાઓનું નિશાન, નરેન્દ્ર મોદી છે. આ બધો પ્રપંચ નરેન્દ્ર મોદીના રાજકીય કે કોઈપણ જાતના મૃત્યુ માટે થાય છે. અને આરીતે એટલે કે વિગતો આપ્યા વગર એટલા માટે થાય છે કે જો વિગતો આપે તો નરેન્દ્ર મોદી સણસણતો એવો જવાબ આપે કે આ બધા મોદી-વિરોધીઓ ભોંયભેગા થઈ જાય. સોનીયા ગાંધીએ નામ દીધાવગર ગુજરાતીઓને ગોડસેને ચૂંટનાર અને નરેન્દ્ર મોદીને નામ દીધા વગર મૌતકા સૌદાગર કહ્યા હતા. તો નરેન્દ્ર મોદીએ તેમના શબ્દોને એવા બૂમરેંગ કર્યા કે ચૂંટણીમાં કોંગીઓ ચત્તાપાટ પડ્યા. એટલે હવે નરેન્દ્રમોદીના વિરોધીઓ વિગતો આપવામાં માનતા નથી. આવ પથરા પગ ઉપર કે “આ બૈલ મુઝે માર” એવું કોણ કરે. એના બદલે ભય, ભયભિત, હાંસીયામાં, ઉદ્યોગપતિઓને ખેરાત, ખેડૂતોની અવગણના, ગૌચર એવું એવું બોલે રાખો અને સાર્વત્રિક અસંતોષ પ્રવર્તે છે એવું વાતાવરણ તૈયાર કરો. આપણા તડમાં લાડુ આપોઆપ પડશે.

વાસ્તવમાં નરેન્દ્ર મોદી થકી અસંતુષ્ટ કે ભયભીત શિયાળવાંઓ કોણ છે? એક તો કેશુભાઈ પોતે જ છે. બીજા સુરેશ મહેતા છે. થોડા ઘણા કેશુભાઈસાથે નવરા પડેલા આરએસએસના એવા કાર્યકરો કે જેઓ સરકારી નોકરો સાથે વહીવટ ગોઠવનારા હતા તેઓ છે, સમાચાર માધ્યમોના વહેતા મુકેલા ગુબ્બારા પ્રમાણે સંજય જોશી પણ હોઈ શકે છે. એટલે સમાચાર માધ્યમો સંજય જોશીના અઘ્યા-પાદ્યાના સમાચારો ચમકાવ્યા કરે છે.

દાખલા તરીકે, સંજય જોશીએ ભલે રાજીનામું આપ્યું પણ તેઓ ઘણા લોકપ્રિય છે. અને તેઓ રેલ્વે રસ્તે દિલ્લી જશે જેથી તેમના અનુયાઈઓ સાગમટે તેમનું સ્ટેશને સ્ટેશને સ્વાગત કરશે. તેથી નરેન્દ્ર મોદીના પેટમાં તેલ રેડાશે.

પણ થયું એવું કે સંજયભાઈનું હવાઈ માર્ગે દિલ્લી જવાનું નક્કી કર્યું. તેથી આપણા સમાચાર માધ્યમે થુંકેલું ગળીને વાત ફેરવી તોળી કે બીજેપીના મોવડી મંડળે વિવાદ ન વકરે તેમાટે સંજયભાઈને હવાઈ ટીકીટ આપી દીધી. આ તો એવો ઘાટ થયો કે “મનમાં ને મનમાં પરણ્યા અને મનમાં ને મનમાં રાંડ્યા.”

બારદાનની અગત્ય

એક મિત્રે મને કહ્યું કે તો સરકારી નોકરો ભયભીત છે. અને કેશુભાઈ સરકારી નોકરોને પડખે લેવા માગે છે. હા સરકારી નોકર એક એવું “બારદાન” (પેકીંગ, ખોખું) છે, જે બરાબર ન હોય તો તમારી પ્રોડક્ટને હતી ન હતી કરી નાખે. એટલે જો એક વખત સરકારી નોકરો ખીસ્સામાં આવી જાય તો નરેન્દ્ર મોદીને ચીત કરી શકાય.

સરાકરી નોકરોમાં તો એક, બે, ત્રણ અને ચાર વર્ગના કર્મચારીઓ આવે. ચાર વર્ગના કર્મચારીને તો અનસ્કીલ્ડ કામ કરવાનું હોય છે. તેઓને કોઈ ભય હોઈ શકે નહીં. શિવાય કે કામમાં દગડાઈ કરે. બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ અફસરો/અધિકારીઓ અને બાબુઓ કહેવાય છે. એક અને બે વર્ગના અફસરો નક્કી કરેછે કે ત્રણ વર્ગની જવાબદારી કેટલી! બે અને ત્રણ વર્ગના કર્મચારીઓ મોટા સાહેબો (વર્ગ એક) થી ડરતા હોય છે. પણ જો તેઓ નીતિમાન હોય તો તેમણે ડરવાની જરુર હોતી નથી. ખાસ કરીને ત્રીજા વર્ગના કર્મચારીઓ આડતીયા થવાનું બંધ કરે તો તેઓ ડરથી મૂક્ત થઈ શકે.

પ્રથમ વર્ગમાં બે કક્ષા હોય છે. જુનીયર એડમીનીસ્ટ્રેટીવ   અને સીનીયર એડમીનીસ્ટ્રેટીવ. વર્ગના બીજા વર્ગના કર્મચારીઓ અને જુનીયર એડમીનીસ્ટ્રેટીવમાંના કેટલાક  કરોડ રજ્જુ સમાન હોય છે. આમાં ઘણું પોલીટીક્સ ચાલતું હોય છે.

પણ સુજ્ઞજનોએ સમજવું જોઇએ કે કાયદો કાયદાનું કામ કરશે. સૌને કાયદાનું રક્ષણ છે અને તેમને તેમની જવાબદારી નભાવવાનું મહેનતાણું મળે છે. અધિકારીવર્ગના મોટાભાગે ઘણી લાલીયા વાડી ચલાવી છે. ઘણા હજી પણ ચલાવતા હશે. જો તેમની પૂંછડી પકડીને કાબુમાં રાખવામાં નહી આવે તો તેઓ વધુ વકરી શકે છે. આ વિશે લખવા બેસીયે તો મહાભારત જેવડું પુસ્તક લખાય. જો થોડા અફસરો જેઓ નીતિમાન રહી શક્યા તેઓ જો ભેગા થઈને તટસ્થ રહીને લખે તો મહાભારત પણ સર્જાય.

 

પણ ટૂંકમાં કાયદામાં એવી જોગવાઈ છે કે સરકારી નોકરો પોતાને થયેલા અન્યાય માટે ચૂંટાયેલા સભ્યો પાસે જઈને કે તેમની મારફત ન્યાયની માગણી ન કરી શકે. તેઓ ન્યાયિક અદાલતમાં જરુર જઈ શકે છે.

કોંગી જનોને તેમના પક્ષના કુદરતી મોત તરફ જવા દો. તેને સુધારવાની જરુર નથી. જેણે અર્ધી સદી ઉપરાંત દેશનું સૂકાન અને અબાધિત અધિકારો આપ્યા છતાં ન સુધર્યા અને દેશને પાયમાલ કર્યો, તેને તક આપવામાં બેવકુફી છે. કેશુભાઈ અને તેમના મળતીયાઓએ

તથા સમાચાર માધ્યમના વિદ્વાનોએ કમસે કમ તર્ક અને મુદ્દા આધારિત ચર્ચા કરવી જોઇએ.

તેઓ કોણ છે તે અમે જાણતા નથી”

સંસ્કૃતમાં એક શ્લોક છે કે;

૧ “એ લોકો સજ્જન છે જેઓ પોતે પોતાનું હિત ત્યજીને બીજાનું હિત કરે છે.”

૨ “એ લોકો સામાન્યજન છે જે બીજાને નુકશાન ન થાય તે પ્રમાણે વર્તીને પોતાનું હિત સાધે છે”

૩ “એ લોકો માનવરાક્ષસ છે જેઓ બીજાને નુકશાન કરીને પોતાનું હિત સાધે છે”

૪ “પણ જેઓ કોઈ કારણ વગર જ બીજાનું અહિત કરે છે તેઓ કોણ છે તે અમે જાણતા નથી.”

કેશુભાઈ, તેમના મળતીયાઓ અને અખબારી મૂર્ધન્યોએ જ પોતાની કક્ષા ત્રણ નંબરની છે કે ચાર તે નક્કી કરવાનું છે. જનતા તો તેમને તેમનું સ્થાન બતાવતી જ રહી છે.

કોંગીજનોને જવા દો. તેઓ તો “ગૉન કેસ” છે.

 

શિરીષ મોહનલાલ દવે

 

ટેગઃ ભય, ભયભિત, ભૂતપૂર્વ, કેશુભાઈ, શંકરભાઈ, કોંગીભાઈ, બૂમરેનંગ, માનવરાક્ષસ, સરાકારી નોકર, અફસર, અધિકારી, બારદાન       

Read Full Post »

 

આમ તો સંસ્કૃતમાં એક શ્લોક છે કે જો માણસ પાસે ૧૦૦ સોના મહોર આવે તો તેને હજાર સોના મહોર આવે એવી આશા જાગે. હજાર સોના મહોર આવે તો તેને શેઠ થવાની આશા જાગે. શેઠને નગર શેઠ થવાની આશા થાય. નગરશેઠ ને રાજા થવાની આશા થાય. રાજા ને, ચક્રવર્તી રાજા થવાની આશા થાય. ચક્રવર્તી રાજા, ઈન્દ્ર થવાની આશા રાખે. ઈન્દ્ર, બ્રહ્મા થવાની આશા રાખે, બ્રહ્મા વિષ્ણુ થવાની આશા રાખે અને વિષ્ણુ, શિવ થવાની આશા રાખે. આશાની સીમા ને કોણ પહોંચ્યું છે?

(ચક્રેશેન્દ્રપદં, સુરપતિઃ બ્રાહ્મં પદં વાંચ્છતિ

બ્રહ્મા વિષ્ણુપદં, હરિઃ હરપદં, આશાવધિં કો ગતઃ?)

 પણ આની સામે પંચ તંત્રમાં એમ પણ કહેવાયું કે બહુ લોભ કરવો નહીં અને લોભને સદંતર  ત્યજી પણ ન દેવો. (અતિલોભઃ ન કર્તવ્યઃ, લોભં નૈવ પરિત્યજેત્‌)

 

ગાંધીબાપુની જેમ લોભને ત્યજવા માત્રથી મહાન બની જવાતું નથી.

મહાન થવા માટે ઘણા લક્ષણો જોઇએ. જેમકે વાંચન, વિચાર, સારાનરસાની સમજણ, પ્રમાણભાન, પ્રાથમિકતાનું ભાન, વ્યુહ રચના, બધી જાતની વહીવટી આવડત (મેનેજરીયલ સ્કીલ), નેતા બનવાની આવડત, અને સાધનશુદ્ધિ તો ખરીજ. સાધન શુદ્ધિમાં જો તમે વધારે પડતી બાંધછોડ કરો   તો તમારે જેલના સળીયા ગણવાનો વારો આવે પણ ખરો. જો કે તમે દેખી શકાય તેવી નિસ્વાર્થ ભાવના થી જેલમાં જાઓ તો તમારે બદનામી સહન ન કરવી પડે. અને તમે મહાન બની શકો. પણ એ જરુરી નથી કે આવા બધા જ ગુણો તમારામાં હોય તો તમે અચૂક મહાન એવા યુગપુરુષ બનો ને બનો જ. કારણ કે મહાન બનવું કે મહાન યુગપુરુષ બનવું એ અલગ સ્થિતિ છે. યુગ પુરુષ તમે કદાચ મરી ગયા પછી વર્ષો પછી કે યુગો પછી પણ બનો કે ન પણ બનો. આપણે ફક્ત સામાજીક ક્ષેત્રની જ વાત કરીએ છીએ.

 

તમે વૈજ્ઞાનિક હો તો વાત થોડી જુદી પણ હોઈ શકે છે.

વિજ્ઞાનના ક્ષેત્રે ટોચ ઉપર એકથી વધુ વ્યક્તિઓ હોઈ શકે પણ તેમાં પણ જે વહેલું સમજાય તે પહેલું એમ ગણાય છે. જેમકે રામાનુજમના સમીકરણ ૧૦૦ વર્ષ મોડા સમજાયા. અને આ સો વર્ષમાં શાસ્ત્રો ઘણા અગળ વધી ગયા. ત્યારે રામાનુજમની વિદ્યા કામ આવી. આદિશંકરાચાર્યને ધાર્મિક પ્રણાલી ગત રીતે યુગપુરુષ કહીએ છીએ. પણ તેમની મહાનતા અકલ્પનીય છે. તેઓ એ આમ તો વેદનો આધાર લીધો છે. તો આપણે સમજી જવું જોઇએ કે વેદમાં રહેલું તત્વજ્ઞાન ઈસ્વીસન પૂર્વે ૪૦૦૦ વર્ષથી ઈસ્વીસન ની આઠમી સદી સુધી પણ અકબંધ રહ્યું. આ કોઈ નાની વાત નથી.

આઈનસ્ટાઇનના સાપેક્ષવાદને સમજનારા તેના સમયમાં સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકો હતા. અને આઈનસ્ટાઈન અદ્વૈત ક્ષેત્રની (યુનીફાઈડ ફીલ્ડ થીયેરીને) સાબિત કરવામાં અસફળ રહેલ. પણ તેમનો તર્ક સાચો હતો. શંકરાચાર્યના અદ્વૈત વાદને સમજવામાં તે સમયના અને હાલના પણ ભલભલા બાવાજીઓ અસમર્થ રહ્યા છે.

ત્રીકોણની ટોચ

આ બધી વાતો જવા દઈએ. સામાજીક ક્ષેત્રની વાત કરીએ તો મહાન બનવું કે યુગ પુરુષ બનવું તે ત્રીકોણની ટોચ ઉપર પહોંચવા બરાબર છે. આ ટોચ ઉપર એક સમયે એકજ વ્યક્તિ કે થોડીક વ્યક્તિઓ પહોંચી શકે છે. આ જગ્યાએ તક અને શક્યતાના (પ્રોબેબીલીટીના) સિદ્ધાંતો કામ કરે છે. તમારામાં લાયકાત હોય તો પણ તમે ન પહોંચી શકો. તમે અમુક હદે પહોંચીને અટકી જાઓ. એવું પણ બને  કે તમે ત્યાં સુધી પણ પહોંચી ન શકો. તમે રાજકારણમાં હો તો કદાચ નિસ્ફળ પણ જાઓ. સત્તાનું રાજકારણ પણ આમ તો સમાજશાસ્ત્રમાં જ આવે તો પણ તેના સમીકરણો અને શક્યતાઓ જુદી હોય છે.

સી.એમ. (સામાન્ય માણસ) ક્યાં સુધી પહોંચી શકે? શું સામાન્ય માણસ સીએમ (ચીફ મીનીસ્ટર) બની શકે ખરો?

 

“સામાન્ય માણસ” અને સામાન્ય કક્ષા અલગ અલગ છે.

માણસ માણસ વચ્ચે કેટલો ભેદ ઈશ્વરે રાખ્યો છે? વાસ્તવમાં ઈશ્વરે જેટલો ભેદ બીજા પ્રાણીઓમાં રાખ્યો છે તેટલો જ ભેદ ઈશ્વરે માણસ માણસ વચ્ચે રાખ્યો છે.

બીજા પ્રાણીઓ વચ્ચે કેટલો ભેદ છે? બીજા પ્રાણીઓમાં ઈશ્વરે બહુ ભેદ રાખ્યો નથી. મનુષ્યે પોતાના ઉપયોગને અનુલક્ષીને થોડા ભેદ ઉજાગર કર્યા હોય છે. ઈશ્વરે માણસ માણસ વચ્ચે કોઈ ઉચ્ચતા નીચતા બનાવી નથી. પણ માણસના દુર્ગુણોએ સર્જેલી સામાજિક સ્થિતિએ મોટા ભાગના મનુષ્યોની શક્તિઓને હણી લીધી છે.

 

મનુષ્યોમાં રહેલી શક્તિઓને આધારે મનુષ્યોમાં કેટલો ભેદ હોઈ શકે?

અમારા એક સર્વોદયકાર્યકર અને મિત્ર શ્રી બંસીભાઈ પટેલના કહેવા પ્રમાણે મનુષ્યો વચ્ચે નો ભેદ હાથની પાંચ આંગળીઓ વચ્ચે છે તેટલો ભેદ ઈશ્વરને માન્ય છે. આ ભેદ ઈશ્વરે કેમ માન્ય રાખ્યો છે? આ ભેદ એટલા માટે ઈશ્વરે માન્ય રાખ્યો છે કે તેમની વચ્ચે કોઈ સંઘર્ષ કે ઇર્ષા નથી. પાંચે આંગળીઓનો આધાર નીચેથી એક જ છે. કોઈ નાની છે. કોઈ પાતળી છે. કોઈ જાડી છે. કોઈ નજીક છે. કોઈ થોડી દૂર છે. પણ દરેક અલગ અલગ રીતે કામ કરી શકે છે અને તે બધી જ ઉપરથી ભેગી થઈને સરખી ઉંચાઈ ઉપર આવીને કામ  શકે છે.

તો આનો ઈશ્વરીય અર્થ એજ થયો કે મનુષ્યો વચ્ચે થોડો થોડો ભેદ તો રહેશે પણ આ ભેદ એવો હશે કે જે તેઓમાં વિસંવાદ અને સંઘર્ષ ઉભો નહીં કરે. તો ઈશ્વરીય ઈચ્છા એવી છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે આવી ભાવના ઉભી ન થાય.

સમાજમાં ઉભી કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ આ ઈશ્વરીય સિદ્ધાંત ઉપર હોવી જોઈએ.

તો સામાન્ય માણસે શું સમજવું જોઇએ. અને શું કરવું જોઇએ?

સામાન્ય માણસે સમજવું જોઇએ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માણસ માણસ વચ્ચે બહુ ઓછો ભેદ છે. સૌ મનુષ્યે સહકાર પૂર્વક કામ કરવું. જેમ ઈશ્વર એક છે. તેમ મનુષ્ય સમાજ પણ એક જ છે. મૂળભૂત રીતે કોઈ નાનો કે મોટો છે જ નહીં. “હરિનો પિણ્ડ અખા કોણ શુદ્ર?”.

મનુષ્યો સમાજના કોષો છે. શરીરના કોષો પણ જીવંત અસ્તિત્વ છે. શરીરના કોષો જન્મે છે પોતાનું કામ કરે છે અને મરીજાય છે. કેટલાક અને કેટલીક જાતના કોષો વધુ જીવે છે અને કેટલાક ઓછું જીવે છે. પણ તે સૌ કોઈ જન્મે છે અને નાશ પામે છે. પણ આ બધા વચ્ચે  મનુષ્ય જીવતો રહે છે. આ મનુષ્યો પણ જન્મે છે. જીવે છે અને મરી જાય છે. પણ મનુષ્ય સમાજ જીવતો રહે છે. મનુષ્ય ગમે તેટલું કામ કરીને કમાય અને ગમે તેટલું ભણે પણ મરી ગયા પછી કશું તેને માટે કામનું રહેતું નથી. તો પછી આ બધું જાય છે ક્યાં?

માણસ જે કંઈ કરે તે જો અર્થ હીન બનતું હોય તો તે શું કામ આવું બધું કરે છે?

આમાં ઈશ્વરની ઈચ્છા શું હોઈ શકે?

વાસ્તવમાં મનુષ્યના કર્મો અને જ્ઞાન, સામાજીક સંપત્તિમાં જમા અને ઉધાર થાય છે. સમાજ એક ડગલું આગળ કે પાછળ જતો હોય છે.

માણસ પોતાના આનંદ માટે જીવે છે. પણ જો આનંદ બીજાઓને નુકસાન કરીને ન મેળવ્યો હોય તો સમાજ આગળ જાય છે. જો મનુષ્યે પોતાનો આનંદ બીજાને નુકસાન કરીને મેળવ્યો હોય તો સમાજ પાછળ જાય.

 સામુહિક રીતે મનુષ્યો પોતાનો આનંદ મેળવવા તેમણે કરેલા કામનો પારિણામિક (રીઝલ્ટંટ) સરવાળો શું થાય છે તેના ઉપર સમાજની પ્રગતિનો આધાર છે.

પ્રગતિ કોને કહેવી?

આમ તો બધું ભૌતિક જ છે. પણ માળખાકીય સુવિધાઓ જે માત્રામાં અને જે વ્યાપકતાએ સમાજના મનુષ્યોને ઉપલબ્ધ થાય તેના ઉપર સમાજનો આનંદ અવલંબે છે.

આનંદ બે રીતે  મળે છે. એક જ્ઞાન પ્રાપ્તિથી આનંદ મળે છે. બીજો સુવિધાઓથી આનંદ મળે છે. જો જ્ઞાન પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ ન હોય, તેવીજ રીતે સુવિધા પ્રાપ્તિના માર્ગો સહુને માટે સરખા સુલભ નહોય તો અસામનતા ઉભી થાય છે.

પાંચ આગળીઓમાં રહેલી અસમાનતા કરતાં વધુ અસમાનતા ઉભી થાય તો અસંતોષની ભાવના ઉભી થાય છે. આ સંતોષની ભાવનાથી અન્યાયની ભાવના ઉભી થાય છે. અન્યાયની ભાવના,  સમાજમાં આંતરિક સંઘર્ષને ઉત્પન્ન કરે છે. આ સંઘર્ષ સમાજને આનંદ પ્રાપ્તિના માર્ગમાં આડખીલીઓ ઉભી કરે છે. તેથી મનુષ્યકર્મ અને મનુષ્યશક્તિનો વ્યય થાય છે.

 

આનંદ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ કયો?

જ્ઞાન પ્રાપ્તિ નો માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે જ્ઞાન આપવાથી જ્ઞાન ઘટતું નથી પણ વધે છે. જ્ઞાન પ્રાપ્તિની સીમા નથી.

જ્ઞાન એટલે શું?

આપણે ત્રણ જગતમાં રહીએ છીએ.

આપણું મનો જગત. 

એટલે આપણું મન કેવીરીતે કામ કરે છે તે સમજવું અને તેને સમાજના હિતમાં જોડવું. ભગવત્‌ ગીતાને સમજો.

આપણી સિવાયના મનુષ્યોનું મનો જગત. 

એટલે કે સમાજ. સમાજમાં બીજા લોકોની વૃત્તિઓ કેવી હોય છે અને આદર્શ સમાજ કેવો હોવો જોઇએ. કેવી સમાનતા હોવી જોઇએ. શા નિયમો હોવા જોઇએ. માહાત્મા ગાંધીને સમજો.

ભૌતિક જગત એટલે કે બ્રહ્માણ્ડ. 

તેમાં શરીરો સહિતના કુદરતી તત્વો, સુક્ષ્મ થી વિરાટ જગત માં રહેલા બધા જ દૃષ્ટ, અદૃષ્ટ પદાર્થો, બળો, પરિબળો, ક્ષેત્રો, સહુ કંઈ આવી જાય. આ બ્રહ્માણ્ડ કેવું છે? કેવડું છે? તેના કયા નિયમો છે તે કેવી રીતે કામ કરે છે? આજ એક એવું જ્ઞાનનું ક્ષેત્ર છે જે સીમા રહિત છે અને તમે ગમે તેટલી માનવ શક્તિ નાખો તો તે ઓછી પડે. અનેકાનેક ન્યુટનો, આઈનસ્ટાઈનો, સ્ટીફન હૉકીન્સો અને અનેકાનેક ભૃગુઓ, ભારદ્વાજો,  શંકરાચાર્યો ઓછા પડે.

પણ શું સામાન્ય માણસ આ બધું સમજવાને શક્તિમાન છે?

કયો માણસ કયું કામ પસંદ કરશે તે તેના સ્વભાવ ઉપર આધાર રાખે છે. સ્વભાવ માણસની વૃત્તિઓ આધાર રાખે છે. વૃત્તિઓ માણસની અંદર રહેલા રસાયણોની માત્રા ઉપર આધાર રાખે છે. અને રસાયણોની માત્રા ત્રણ બાબતો ઉપર તો આધાર રાખે જ છે. આનુવંશિક, અનુભવો, પ્રતિક્રિયાઓ અને વિચારો. આનુવંશિકતા એ જન્મજાત છે. અનુભવો અને પ્રતિક્રિયાઓ સમાજ મારફત મળે છે. વિચારો પણ આમ તો થોડી ઘણી સામાજિક દેન હોય છે, પણ વ્યક્તિ પોતે પણ પોતાની આદતો, કાર્યો અને વિચારોના સમન્વય થકી સ્વભાવને બદલી શકે છે. એટલે જ ઈશ્વરે ગીતા માં કૃષ્ણભગવાનના મોઢે થી કહેવડાવ્યું છે કે કામોની પસંદગી મેં (પ્રકૃતિએ), મનુષ્યમાં રહેલા ગુણ (વૃત્તિઓ) અને વિચાર રુપી કર્મો થકી કરેલી છે. અને આમ સામાજીક કર્મોમાં વર્ગીકરણ થાય છે. શરીરના અંગોની જેમ તે એક બીજાને પૂરક છે.

માટે સામાન્ય માણસે પોતાના સ્વભાવ અને વૃત્તિ પ્રમાણે કામની પસંદગી કરવી કે જેથી   તે પોતાના સામર્થ્યનો ઉપયોગ શ્રેષ્ઠરીતે અને આનંદ પૂર્વક કરીને સમાજની સેવા કરી શકે.

જો મનુષ્ય પૈસા કમાવવાનું ધ્યાનમાં રાખવાને બદલે પોતાના સ્વભાવને કેન્દ્રમાં રાખે તો સમાજ વધુ તંદુરસ્ત થાય.

સુખ માટે ની ભૌતિક સુવિધાઓ અને તે આપવામાં રહેલી અસમાનતાઓનું શુ?

તે માટે મહાત્મા ગાંધીનો માર્ગ અપનાવ્યા વગર છૂટકો નથી.

સામાન્ય માણસ નીતિમાન રહી શકે ખરો? જો સંગઠીત રહે તો સામાન્ય માણસ ચોક્કસ રીતે નીતિમાન રહી શકે. જો સંગઠીત ન હોય તો પણ શક્યતાના સિદ્ધાંત પ્રમાણે, સામાન્ય માણસ મોટાભાગે સફળ અને સાર્થક રીતે રહી શકે. પણ એવું બને કે કેટલાક સામાન્ય માણસે સંક્રાતિના કામચલાઉ સમયમાં ભોગ આપવો પડે. આમ પણ હાલની મૂડીવાદી પરિસ્થિતિમાં કાયમ માટે અગણિત લોકોનો ભોગ તો લેવાય જ છે.

ટૂંકમાં સામાન્ય માણસ માટે નીતિમાન રહેવું એ એક આપત્તિ બની રહેશે એવું માનવું જરુરી નથી. તમે અનીતિમાન રહો તો આપત્તિ આવવાની શક્યતાઓ વધુ રહે છે.

નીતિમાન રહેવું એટલે શું?

ધારોકે તમે નોકરી કરો છો.

તમારા ઉપરી સાથે કેવીરીતે વર્તશો?

સૈધાંતિક રીતે સમજી લો કે તમે દેશની સેવા કરો છો.

દેશની સેવા એટલે જ્યારે દેશ ઉપર આક્રમણ થાય અને તે વખતે તમે કંઈક ત્યાગ કે દાન ધરમ કરો તેને જ દેશ સેવા ગણાય એવું કોઇએ સમજવું ન જોઇએ. દેશના દુશ્મનો દેશની બહાર જેટલા હોય છે તેનાથી અનેક ગણા અને તાત્કાલિક ન ઓળખી શકાય તેવા દુશ્મનો દેશની અંદર હોય છે.

તંદુરસ્ત શરીરની અંદર પણ કેન્સરના કોષો અને બીજા રોગોના જંતુઓ હાજર હોય છે પણ આપણા શરીરનું બંધારણ એવું છે કે આપણા શરીરના કોષો અને સૈનિક કોષો તેમને સબળ થવા દેતા નથી અને શરીરનું સતત રક્ષણ કરતા રહે છે. શરીરનું રક્ષણ જેમ એક સતત ચાલતી ક્રીયા છે, તેમ દેશની સેવા પણ એક સાતત્યવાળી સેવા છે.

તમને કોઈ વેદીયા ગણે તો તે વાતને અવગણી લો. આવા વિશેષણોથી તમને કોઈ નુકશાન થવાનું નથી. તમે તમારી માન્યતાને તમારા કાર્યશૈલી થી વળગી રહેશો તો તમને અને તમારી કાર્યશૈલીને  સ્વિકૃતિ મળી જશે. તમારી તરફનો આદર વધશે પણ ઘટશે નહીં.

નીતિમત્તાના લક્ષણોઃ

સમયસર નોકરીએ આવવું એ એક નીતિમત્તાનું લક્ષણ છે.

ખાસ અને અવગણી ન શકાય તેવા કારણવગર રજા ઉપર ન રહેવું.

નોકરી પર હો ત્યારે સમય બરબાદ ન કરવો

સોંપેલા કામમાં રહેલી મુશ્કેલી વિષે વિચારવું, તેની વિષે ઉપરી સાથે ચર્ચા કરી લેવી,

ઉપરીની મુશ્કેલી સમજવી અને સ્વિકારવી,

તમારા સિદ્ધાંતો ઉપરીને વાતવાતમાં સમજાવી દેવા, તમે તમારા સિદ્ધાંતોમાં કેટલી બાંધછોડ કરી શકો છો તે પણ જણાવી દેવું,

કામ ચીવટ પૂર્વક કરવું

કામ સફાઈદાર રીતે કરવું

કામમાં રસ લેવો,

કામમાં પોતાની ભૂલ થશે એવો ભય ન રાખવો,

કામનો પ્રોગ્રેસ ઉપરીને જરુર પડે જણાવતા રહેવું,

ઓફિસ છોડો ત્યારે ઉપરીને જણાવીને જવું.

કોઈની નિંદા ન કરવી. પણ સાંભળી લેવી જરુર. (કટોકટીના સમયે પરોક્ષ રીતે ઉપયોગ કરી શકાશે. બને ત્યાં સુધી આવા ઉપયોગથી દૂર રહેવું)

તમારો ઉપરી તેના વચનો પાળશે અને અંત સુધી સફળ રીતે મદદ કરશે તેવી આશા ઉપર નિર્ભર ન રહેવું. વિકલ્પો વિચારી રાખવા, અને આવનારી કઠોરમાં કઠોર પરિસ્થિતિ શું બની શકે તે વિષે પણ વિચારિ રાખવું. અને જો ઉપરી તમારા ઉપર વિશ્વાસ ધરાવતો હોય તો ચર્ચા કરવી.

તમારા ઉપરીનો પણ ઉપરી હોય છે. તેની સાથે જે સંવાદ થાય તેની જાણ તમારા ઉપરી ને કરવી. તમારા ઉપરીને અંધારામાં ન રાખવો.

તમારી કાર્ય શૈલી અને નીતિમત્તા તમારી આસપાસ એક વિશિષ્ઠ ક્ષેત્ર સર્જે છે. તેથી સ્થાપિત હિત ધરાવતા તત્વો પણ સમજશે કે તમે ખોટી વાત માનશો નહીં અને અન્યાય પણ નહીં કરો.

ગમે તેવો ખાઉકડ ઉપરી હોય તો પણ ચીવટ વાળા અને સમયસર થયેલા કામનો કોઈ વિકલ્પ નથી અને તેથી તમારો ઉપરી ખાઉકડ હોય તો પણ તમને અવગણી શકશે નહીં. તે તમારાથી ડરશે.  તે તેનું તમારી સાથેનું વર્તન સમયાંતરે સુધારશે. પણ ખાઉકડ ઉપરીથી ચેતતા રહો અને તેના ખોટા કામનો રેકોર્ડ રાખો. તમે તમારા ઉપરીના ઉપરી સાથે સંપર્કમાં આવવાની એક પણ તક ન છોડો. તમારા ઉપરી અને તેના ઉપરી એ બંન્ને વચ્ચે રહેલા કાર્યશૈલીના ભેદને સમજો અને તેની ઉપયોગીતા વિષે વિચારો. ત્રીજા લેવલનો ઉપરી પણ તમારી કાર્યશૈલી અલગ છે અને વ્યવસ્થિત છે તેવા પ્રસંગો ઉભા કરો.

જો તમારો ઉપરી ન સુધરે તેવો ખાઉકડ હોય તો ઝગડો કર્યા વગર અને કડવાશ રાખ્યા વગર બદલી કરાવી લો. બદલી થી ડરવું નહીં. વિશ્વસનીય કાર્યશૈલી ધરાવનારાઓની માગ હમેશા હોય છે જ. અને તેમાં કેડર, ભાષા, પ્રાદેશિકતા, જ્ઞાતિ ના ભેદો નડતા નથી.

એક વસ્તુ તમે સમજી લો કે તમને અનેક વખત સારા કામ કર્યા બદલ કદર મળશે નહીં. તો તેનાથી નિરાશ ન થવું. તમે તમારા કામ ઉપર નિયમન રાખી શકો છે. કર્મના ફળની ઉપર તમારું નિયમન નથી. પણ તમે જે કામ કર્યું તેણે તમારા મગજને ઘડ્યું છે. વાસ્તવમાં તમારું ઘડતર એજ તમારા કર્મનું ફળ છે. તમે દેશ માટે કામ કર્યું જ છે અને તે ઈશ્વરે જમા કર્યું છે. આ વાત સાચી છે. આ વાત ઉપર વિશ્વાસ રાખો. તમને તેની અચૂક અનુભૂતિ થશે.

જેઓ અણહકનું મેળવેછે અને બીજાની કદર કરતા નથી. તેઓનો સ્વભાવ અને કાર્યશૈલી એ રીતે ઘડાય છે. અને ઈશ્વર તેમને એ રીતે ફળ આપે છે.

તમારી નીચેના સ્ટાફ સાથે કેવી રીતે વર્તશો?

તમે ઈશ્વરીય પાંચ આંગળીનો સિદ્ધાંત માન્ય રાખ્યો છે. તેથી તમારા નીચેના સ્ટાફને પણ નિમ્ન કક્ષાનો ન માનવો.

તમારી નીચેના શ્તાફને તેમની મર્યાદાઓ અને પ્રશ્નો હોય છે. તેમાંના ઓછામાં ઓછા ૮૫ ટકા સભ્યો તમારી માન્યતાઓ સાથે કદમ મિલાવી શકે તેવા હોય છે. કેટલાક તો તમારાથી એક કદમ આગળ પણ હોય. તેમનું માન રાખો અને તેમને મહત્વ આપો.

દેશપ્રેમ બધામાં પ્રચ્છન્ન રીતે પડેલો જ હોય છે. તમારું કામ તેઓ દેશપ્રેમને ઓળખે તે છે.

કોઈની પ્રત્યે તેના કામની નબળાઈના કારણે કડવાશ ન રાખો.

તમને એવું લાગશે કે અમુક વ્યક્તિઓએ નક્કી કર્યું છે કે કામ ન જ કરવું.

આવી વ્યક્તિઓના વલણ પાછળના કારણો અલગ અલગ હોય છે. તેમના અંગત પ્રશ્નોને સમજો. અને તેમની સમસ્યાઓ પરત્વે સહાનુભૂતિ રાખો. બને તો તમારા ઉપરી અધિકારીઓ સાથે મળી ઉકેલની કોશિસ કરો. તમે તેમની સમસ્યા વિષે શું કર્યું તેની તેમને માહિતિ આપો અને આપતા રહો.

એકે બે ટકા એવા કર્મચારી હશે કે જે સુધરશે નહીં. તેમને બીન મહત્વના કામ સોંપો. તેમને સુધારવા માટે બહુ સમય બરબાદ ન કરો. પણ તેમની ઉપર નજર રાખો અને તેમની ક્ષતિઓની નોંધ રાખો. તેમની પ્રત્યે કડવાશ ન રાખો. જરુર પડે તેમને મદદ કરો. આમ કરવાથી તમે તેવા લોકો માટે પણ વિશ્વસનીય બનશો.

નિંદારસ બહુ મીઠો અને સ્વાદિષ્ટ રસ છે. પણ કદી કોઈની નિંદા ન કરો. નિંદાત્મક કાર્યોની સામાન્ય અને “ટુ ધ પોઈન્ટ” નિંદા કરો. પણ વ્યક્તિગત  નિંદા ન કરવી. બીજા લોકો જે નિંદા કરે તેનો આનંદ મેળવવો. કોઈની નિંદા ન કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે કેટલીક નિંદાઓ કથાકથિત હોય છે અને તેમાં સત્ય કરતાં અસત્ય વધુ હોય છે. તે ઉપરાંત એવું બને કે જેની નિંદાકરવાની આપણને પ્રેરણા થાય તે વ્યક્તિ આપણી તરફમાં પણ હોય. ઓફિસમાં કદી ખાનગી રહેતું નથી. તેથી આપણે કરેલી નિંદા ગમે ત્યારે તે વ્યક્તિ પાસે પહોંચવાની જ છે અને આપણે કદાચ આપણો એક હિતૈષી ગુમાવી શકીએ છીએ. આનંદ માટે નિંદારસ કરતાં રમૂજવૃત્તિ થી કામ કરવું વધુ આનંદદાઈ બને છે.

જનતા પ્રત્યે કેવો અભિગમ રાખવો?

વાસ્તવમાં દેશ એ જનતા જ છે. અને જનતાની સેવા એજ દેશ સેવા છે. પણ જનતાનો જે હિસ્સો આપણી સાથે વ્યવસાઈ સંબંધોને કારણે હોય છે તેમાં સ્થાપિત હિતોનો સમાવેશ થાય છે. તેઓ ખોટું કામકરવા કટીબદ્ધ હોય છે. પણ જો તમે નીતિમત્તાવાળી કાર્યશૈલી ધરાવતા હશો, તો સમજી લો કે લાંચ આપનારો જન્મ્યો નથી. લાંચ આપનારો અને ખોટાકામ કરનારો ત્યારે જ જન્મે છે જ્યારે લાંચ લેનારો પાકે છે અને ખોટાં કામ ચલાવી લેનાર પાકે છે.

નિર્ણય લેનારો દરેક અધિકારી એક ન્યાયધીશ હોય છે. જો તમારા હોદ્દાને લાયક તમે હશો તો તમારા પગ જમીન ઉપર હશે અને તમે તમારુ ગૌરવ અને હોદ્દાનું ગૌરવ સાચવી શકશો. પણ જો તમે તમારા હોદ્દાને લાયક જ નહીં હો તો જ તમે તેનો ગેરલાભ લેશો. તમારે સમજવું જોઇએ કે જ્યારે તમે લાલચ આવી જાઓ છો અને પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવો છો ત્યારે તમે સિદ્ધ કરો છો કે તમે તે હોદ્દાને માટે નાલાયક છો.

સામાન્ય જનતા એ જ દેશ છે. સામાન્ય જનતાને પ્રત્યક્ષ કે પરોક્ષ નુકશાન કે અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીને ફરજ બજાવો તેજ તમારો દેશપ્રેમ કહી શકાય.

સામાન્ય માણસને કેટલું જોઇએ?

માનવસમાજમાં સગવડોની અસમાનતા એટલી હદ સુધીની ચાલી શકે કે તેમની વચ્ચે હાથની પાંચ આંગળીઓ જેમ ભેગી થઈ શકે છે અને કામગીરી કરી શકે છે તેમ સંવાદ અને કામગીરી કરી શકે.

આ માટે વધુ વિગતથી પછી ક્યારેક જોઈશું.

શિરીષ મોહનલાલ દવે

Read Full Post »